________________
૧૮૯
આચાર્ય વિજયસિદ્ધિસૂરિજી
પણ કુટુંબનો આવો સજ્જડ વિરોધ હોય ત્યાં કયા સાધુ દીક્ષા આપે? એટલે જાતે સાધુવેશ પહેરીને ચુનીલાલ ઝાંપડાની પોળના ઉપાશ્રયમાં રહ્યા ! છેવટે જંગમ યુગપ્રધાન સમા તે કાળના મહાપ્રભાવક સાધુપુરુષ શ્રી મણિવિજયજી દાદાએ એમને લવારની પોળમાં સંઘની હાજરીમાં ભાગવતી દીક્ષા આપી. એ યાદગાર દિવસ તે વિ. સં. ૧૯૩૪ના જેઠ વદિ બીજ. ચુનીલાલ મુનિશ્રી સિદ્ધિવિજયજી બની ગયા. એ સૌથી નાના શિષ્ય.
તે વર્ષનું ચોમાસું એમણે ગુરુ મણિવિજયજી સાથે અમદાવાદમાં જ કર્યું. પરંતુ ચોમાસું પૂરું થયું, એટલામાં સૂરતમાં મુનિશ્રી રત્નસાગરજી બીમાર થઈ ગયાના ખબર આવ્યા. મણિવિજયજી હતા તો માત્ર પંન્યાસ જ; પણ આખા સંઘનું હિત એમના હૈયે વસેલું. રત્નસાગરજીની માંદગીના સમાચારથી દાદા ચિંતામાં પડી ગયા; પણ માત્ર ચિંતા કરીને કે સહાનુભૂતિ દર્શાવીને બેસી રહે એવા એ પુરુષ ન હતા. એમણે તરત જ મુનિશ્રી સિદ્ધિવિજયજીને સૂરત સેવા માટે જવાની આજ્ઞા ફરમાવી.
મુનિ સિદ્ધિવિજયજી તાજા જ દીક્ષિત, ગુરુ ઉપર એમને અપાર પ્રીતિ, અને ગુરુસેવાની પૂરેપૂરી તમન્ના. વળી દાદાની ઉમર પણ ૮૨-૮૩ વર્ષની, અને વૃદ્ધાવસ્થાને કારણે એમની કાયાનો ડુંગર પણ ક્યારેક-ક્યારેક ડોલતો લાગતો હતો. આ પરિસ્થિતિમાં મુ. સિદ્ધિવિજયજીનું મન ગુરુજીના સાન્નિધ્યનો ત્યાગ કરવા કોઈ રીતે ન માને. પણ ગુરુની આજ્ઞા થઈ, ત્યાં તો છેવટે માના ગુમવિવારીયા (ગુરુઓની આજ્ઞા થતાં વિચાર કરવા ન બેસાય) ગુરરજ્ઞા ગરીયસી (ગુરુની આજ્ઞા બધાથી ચડે) એમ માનીને એને માથે ચઢાવવી જ રહી. તેઓ સત્વર સૂરત સેવામાં પહોંચી ગયા, અને એ ચોમાસું સૂરત પાસે રાંદેરમાં કર્યું. ભાગ્યયોગે એ ચોમાસામાં જ (આસો શુદિ આઠમે) પૂ. મણિવિજય દાદા અમદાવાદમાં સ્વર્ગવાસી થયા! મુ. સિદ્ધિવિજયજીના મનમાં ગુરુજીનો અંતિમ વિયોગ, ગુરુ ગૌતમની જેમ, અપાર વેદના જગાવી ગયો; એમની ગુરુસેવાની ભાવના અધૂરી જ રહી ગઈ. આમ છતાં, અમદાવાદના ચાતુર્માસ દરમ્યાન, દીક્ષા પછીના છ-એક માસ જેટલા ટૂંકા ગાળામાં, એમણે ગુરુજીની એવી દિલથી સેવા કરી હતી કે એમને આખી જિંદગી ચાલે એવા ગુરુના આશીર્વાદ મળી ચૂક્યા હતા, અને પોતાનું શિષ્યપણું સફળ થયું હતું.
શ્રી રત્નસાગરજી મહારાજ કંઈક આકરા સ્વભાવના, અને એમાં લાંબી બીમારી. છતાં સિદ્ધિવિજયજીએ સમભાવ અને શાંતિપૂર્વક એમની સેવા કરીને એમનું દિલ એટલે સુધી જીતી લીધું, કે પછી કોઈ કાંઈ વાત કરવા આવતું તો રત્નસાગરજી એમને મુ. સિદ્ધિવિજયજી પાસે જ મોકલી આપતા. આ રીતે એમણે આઠ વર્ષ સુધી ખડે પગે સેવા કરીને, આદર્શ વેયાવચ્ચનું દૃષ્યત રજૂ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org