________________
૧૯૩
આચાર્ય વિજયોદયસરિજી
મેં પૂ. બાપજીના સમુદાયના જાણીતા વિદ્વાન જંબુકિંજયજી મહારાજ તથા અન્ય મુનિરાજ પાસે એમનું ચરિત્ર હોય તો તેની માગણી કરી; તો મને કહેવામાં આવ્યું કે પૂ. મણિવિજયજી દાદાના જીવનચરિત્રમાં બાપજીના જીવન સંબંધી કેટલીક માહિતી બે પાનાંમાં આપવામાં આવી છે; તે સિવાય બીજું કંઈ સાહિત્ય અમારી પાસે નથી ! આ સાંભળીને બાપજીની કીર્તિ પ્રત્યેની નિષ્કામતાની મન ઉપર ભારે અસર થઈ. આપણા પ્રાચીન જ્યોતિર્ધર મહાપુરુષોએ પોતાના જીવનની હકીકતો સાચવી ન રાખી એ સામે આજના ઇતિહાસકારની ભારે ફરિયાદ છે. પણ જે આત્મસાધના માટે નીકળ્યા હોય તે પોતાની કીર્તિને સાચવવાની શી ખેવના કરે?
. બાપજી તો હર્વે ચાલ્યા ગયા છે; પણ એમના અનેક સદ્ગુણો આપણને આપતા ગયા છે. જો બની શકે તો આચાર્યશ્રીના કોઈ શિષ્ય કે પ્રશિષ્ય તેમના ચરિતને અને અનુભવોને અક્ષરદેહે રજૂ કરશે તો મોટો ઉપકાર થશે.
આ આચાર્ય-મહારાજના સ્વર્ગગમનથી, વિ. સં. ૧૯૯૦ની સાલમાં મળેલ મુનિસમેલનને સફળ બનાવવામાં જેમણે પોતાનો સાથ આપ્યો હતો અને એ સંમેલનની ફળશ્રુતિરૂપે પટ્ટકરૂપે કરવામાં આવેલ અગિયાર નિર્ણયો ઉપર જેમણે પોતાની સહીઓ કરી હતી, એ નવ આચાર્યો(આઠ આચાર્યો અને એક
મુનિરાજ)માંના છેલ્લાનો પણ આપણને વસમો વિરહ થયો છે. એટલે સંઘના * ઉત્કર્ષની, સમાજના અભ્યદયની અને ધર્મની રક્ષાની પૂરેપૂરી જવાબદારી હવે બાકી રહેલ શ્રમણ સંઘ ઉપર આવી પડી છે.
તા. ૧૦ તથા તા. ૧૭ ઑક્ટોબર, ૧૯૫૯)
(૨૨) આ. વિજયોદયસૂરિજી ઃ સમતાભરી સાધુતા
પ્રાતઃસ્મરણીય આચાર્ય શ્રી વિજયોદયસૂરિજી કાળધર્મ પામતાં જૈનસંઘને સમતા-સરળતા-સમર્પણભાવની રત્નત્રયીથી શોભતી સાધુતાની મોટી ખોટ પડી !
૮૩ વર્ષ જેટલી પાકી ઉમર, વ્યાધિથી જર્જરિત કાયા, આંખોની પણ નિસ્તેજતા; અને કાળધર્મનાં એંધાણ પણ અવારનવાર વરતાઈ આવતાં. અને છતાં, એ બધાં વચ્ચે, સંયમને અખંડ આરાધતો એક સબળ આત્મા વાસ કરતો હતો. એ આત્મા, જેવો તત્ત્વચિંતક હતો એવો જ આદર્શ સાધુતાનો ઉપાસક હતો, જેવો ત્યાગ-વૈરાગ્યના ઊજળા રંગે રંગાયેલો હતો, એવો જ અભ્યભાષી સત્યપ્રિયતાથી શોભતો હતો; અને સમતા અને સમર્પણશીલતા તો એના અણુઅણુમાં ધબકતી હતી. એને મન કાયા માત્ર ધર્મનું એક સાધન હતી. કાળધર્મ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org