________________
અમૃત સમીપે જોઈએ. આ ફેરફારને લીધે શ્રી હીરાલાલભાઈની વિદ્યાનિપુણતા ગણિતના વિષયથી આગળ વધીને ધર્મ, તત્ત્વજ્ઞાન, જૈન સાહિત્ય, પુરાતત્ત્વ વગેરે વિષયોના અધ્યયન તથા સંશોધન સુધી વિસ્તરી હતી. - એમની આ વિસ્તૃત બનેલી વિદ્યાસાધનાને લીધે જ એમને પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર (ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) જેવી દેશ-વિદેશમાં વિખ્યાત બનેલી સંસ્થાને સરકાર તરફથી સોંપવામાં આવેલ હજારો હસ્તલિખિત પ્રતોમાંથી જૈન હસ્તલિખિત પ્રતોનું સવિસ્તર સૂચિપત્ર તૈયાર કરી આપવાની જવાબદારીવાળી કામગીરી સોંપવામાં આવી હતી. લગભગ સાડા ત્રણ વર્ષ સુધી ખૂબ પરિશ્રમ લઈને તેઓએ આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પૂરું કર્યું હતું. આને લીધે જેમ તેઓને વિશેષ યશ મળ્યો હતો, તેમ ભારતીય વિદ્યા અને વિશેષ કરીને જૈન વિદ્યાના ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપન અને સંશોધન-સંપાદનનું કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોમાં એમનું નામ જાણીતું થયું હતું.' - પ્રો. હિરાલાલભાઈ પ્રત્યે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને કેવી મમતા હતી અને જૈન સાહિત્યની સેવા કરવાની શ્રી હીરાલાલભાઈની ભાવના કેવી ઉત્કટ હતી તે આચાર્યશ્રીએ (તે વખતે મુનિશ્રી વલ્લભવિજયજીએ), હોશિયારપુરથી, આજથી પ૭ વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૭૯ના આસો સુદિ ચોથ ને શનિવારના રોજ એમના ઉપર લખેલ એક પત્ર ઉપરથી પણ જાણી શકાય છે; એટલે એ પત્રમાંનો કેટલોક ભાગ અહીં રજૂ કરવો ઉચિત છે ?
ધર્મલાભની સાથે માલમ થાય, જે તમારો પત્ર મળ્યો. સમાચાર જાણ્યા. તમે સાચું માનશો કે જેવી રીતે શ્રી શય્યભવસૂરિ મહારાજને પોતાના પુત્ર મનકમુનિના કારણે હર્ષાશુપાત થયો હતો, તેવી જ રીતે, તમારો પત્ર વાંચી મને પણ થયેલ છે ! “મનનો સાક્ષી મન' આ પ્રસિદ્ધ કહાવત પ્રમાણે તમારો પત્ર હાથમાં લેતાં જ પરમ મિત્ર રસિકદાસના નામથી મારા મનમાં એ જ વિચારનો ઉદ્દભવ થયો કે આ અમુક તો નહીં હોય ? અંદરથી એ જ નીકળી આવ્યાથી જે આનંદની ઊર્મિઓ ઊછળી છે, હું જાણું છું કે શ્રી જ્ઞાની મહારાજ જાણે છે....
તમારી કૉલેજની નોકરી છોડી દઈને પણ જૈનધર્મના સાહિત્યને પ્રગતિમાં લાવી સાચા જૈન તરીકેની સેવાની લાગણીને માટે ધન્યવાદ આપું છું અને ઇચ્છું છું કે તમો તમારી ઇચ્છામાં ઉત્તીર્ણ થઈ બીજાઓની ઇચ્છા પૂર્ણ કરો...
હાલ તુરતમાં જાણવા ચાહું છું કે કેવા પ્રકારની વ્યવસ્થાથી તમો ઇચ્છાનુસાર જૈન સાહિત્યની સેવા બજાવી શક તેમ છો – યોગ્ય જાણો તો લખી જણાવશો, જેથી કોઈ પ્રસંગે વિચાર થઈ આવે તો જણાવવામાં વાંધો ના આવે....”
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org