________________
અમૃતસમીપે
“શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠ સો વરસ, શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિતસાધનની પ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન્ હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યાં. ત્રીસ હજાર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્યે ધારત તો પ્રવર્તાવી શકત.
૧૨૪
“પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થંકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યે કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા લોકોપકારની તથા તે માર્ગના ૨ક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ : એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા ભાગ્યવાન્, માહાત્મ્યવાનું, ક્ષયોપશમવાનુ જ કરી શકે. જુદાં-જુદાં દર્શનોનો યથાવત્ તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, ૫૨માર્થપ્રકાશક આત્માર્પણ કરી શકે.”
(૨) આદર્શ બ્રાહ્મણ-શ્રમણ આચાર્ય હરિભદ્રસૂરિ
જન્મે બ્રાહ્મણ અને જીવનસાધનાએ શ્રમણ આચાર્ય હરિભદ્રસૂરિ વિક્રમના આઠમા-નવમા સૈકાના એક સમર્થ, આદર્શ અને શ્રેષ્ઠ બ્રાહ્મણ-શ્રમણ મહાપુરુષ થઈ ગયા.
(તા. ૧૮-૧૧-૧૯૬૭)
એક આદર્શ બ્રાહ્મણને શોભા આપે એવી નિઃસ્વાર્થ, ઉત્તરોત્તર વિકાસશીલ અને સત્યશોધક અવિરત વિદ્યાસાધના અને એક આદર્શ શ્રમણને છાજે એવી આત્મલક્ષી, નિરંતર ઊર્ધ્વગામી અને સમતાપોષક ઉત્કટ જીવનસાધના, એ આચાર્ય હરિભદ્રસૂરિના જીવનની અદ્વિતીય વિશેષતા હતી. એમ કહી શકાય કે પોતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org