________________
આચાર્ય વિજયકેસરસૂરિજી
૧૫૫
રહે એવી છે. આ માટે તે વખતના જૈનસંઘના બે મહાન યોગસાધક આચાર્યો શ્રી બુદ્ધિસાગરસૂરિજી તથા આબુના શ્રી વિજયશાંતિસૂરિજી ઉપરાંત શ્રી મગનલાલ જોશી, મંજુસરના યોગી મુગટરામજી, ગિરનારનાં એક યોગિની, પંડિત લાલન, શ્રી શિવજીભાઈ શાહ વગેરેનો સંપર્ક કેળવ્યો હતો. આવો પ્રયાસ ક૨વામાં ક્યારેક એમને ઠગારા યોગીનો પણ ભેટો થઈ ગયો હતો !
આ ધ્યાનસાધના તો એમના જીવનનું પ્રાણભૂત તત્ત્વ બની ગયું હતું. એટલે ગમે તેવા સ્થાનમાં અને કામમાં રહેવા છતાં તેઓ અમુક કલાક તો ધ્યાનસાધનામાં લીન બની જતા હતા; એટલું જ નહીં, પણ જ્યારે-જ્યારે અવસ૨ મળતો ત્યારે તે માટે એકાંત-શાંત સ્થાનમાં પણ તેઓ ચાલ્યા જતા હતા. આવી એકાંત સાધના માટે તેઓ પાલીતાણા, તળાજા, ગિરનાર, તારંગા, મઢડા, તીથલ જેવાં અનેક સ્થાનોથી આગળ વધીને બરડાના ડુંગરનો આશ્રય લેવા અને છેક જેસલમેર સુધીનો અતિકષ્ટદાયક વિહાર કરવા પણ પ્રેરાયા હતા. કોઈ રીતે આત્મસાધનાનું ધ્યેય સફળ થાય એ જ એમની એકમાત્ર ઝંખના હતી, અને એ માટે તેઓ જિંદગીના અંત સુધી યશસ્વી રીતે ઝઝૂમ્યા હતા.
આ યોગસાધના માટે એમણે કેવા-કેવા પ્રયાસો કર્યા હતા અને કેવાં-કેવાં કષ્ટો સહન કર્યાં હતાં, એની વિગતો તો આપણે કેવી રીતે પામી શકીએ ? છતાં એમનાં પુસ્તકોમાંથી તથા એમના જીવનચરિત્રમાંથી આ અંગેની જે કાંઈ આછીપાતળી અલ્પ-સ્વલ્પ વિગતો મળે છે તે પણ માર્ગદર્શક બની રહે એવી છે.
આચાર્યશ્રીના સંસારી નાના ભાઈ અને નાના ગુરુભાઈ મહોપાધ્યાય શ્રી દેવવિજયજીએ (આચાર્યશ્રી વિજયદેવસૂરિજીએ) લખેલ ‘શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી વિજયકેસરસૂરીશ્વરજી બૃહત્ જીવનપ્રભા તથા આત્મોન્નતિ-વચનામૃતો' નામે ચરિત્રગ્રંથના ‘યોગમાર્ગ તથા ધ્યાન ઉપર વિશેષ પ્રકાશ’ નામે ૩૧મા પ્રકરણમાં યોગસાધનાના ત્રણ જાતના ઉપાયોની યાદી (પૃ. ૨૦૬થી ૨૧૫માં) આપવામાં આવી છે, તે ધ્યાનયોગના જિજ્ઞાસુઓ અને સાધકોને ઉપયોગી થઈ શકે એવી છે. આ યાદીને અંતે આચાર્ય-મહારાજના યોગસાધના અંગેના થોડાક ઉદ્ગારો ટાંકવામાં આવ્યા છે તે ઉપરથી પણ સાચી જીવનસાધનાને લીધે તેઓનું અંતર કેવું ઉદાર અને વસ્તુસ્થિતિની પિછાણ પામનારું બન્યું હતું તે સમજી શકાય છે. સૌએ જાણવા-વિચારવા જેવું એમનું એક કથન આ પ્રમાણે છે : “યોગના અનેક રસ્તાઓ છે; જેને જે માર્ગે લાભ થયો તેને માટે તે ઉત્તમ છે. બાકી આ બધા રસ્તાઓ આગળ વધવા માટે ઉપયોગી છે અને તે અનુભવસિદ્ધ છે.”
આવા ઑલિયા પ્રકૃતિના અલગારી સ્વભાવના સંતને નામના કે કીર્તિની આકાંક્ષા કે પદવી તરફના મોહનું વળગણ ભાગ્યે જ સતાવી શકે. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org