________________
૧૮૦
અમૃત-સમીપે ચારે કોર રાગ-દ્વેષનું વાતાવરણ પ્રવર્તતું હોય એવા અતિ વિષમય અને ભારેલા અગ્નિ જેવા વાતાવરણ વચ્ચે પણ પોતાના તરફથી ઝઘડા-કંકાસનું પોષણ ન થઈ જાય અને સાથે-સાથે તપગચ્છ સંઘના એક-તિથિવાળા શાંત અને સમજણ પક્ષની વાજબી વાત બે-તિથિવાળા પક્ષની ઝનૂની જેહાદને કારણે મારી ન જાય અથવા શિથિલ ન બની જાય એ રીતે શ્રીસંઘને માર્ગદર્શન આપવાનું અને સાચી દિશામાં શ્રીસંઘને દોરવાનું કામ તલવારની ધાર ઉપર ડગ ભરવા જેવું અતિ મુશ્કેલ કામ છે. આવા મુશ્કેલ કામને એ વ્યક્તિ જ હૃદયની કૂણી લાગણીઓને જરા-પણ ક્ષતિ પહોંચાડ્યા વગર કરી બતાવી શકે કે જેમણે જીવનભર અહિંસા, સંયમ અને તપોમય શ્રમણ-જીવનની અપ્રમત્ત સાધના કરી હોય. શ્રમણસંઘની જે પ્રતાપી વ્યક્તિએ આવી સાધના દ્વારા પોતાના જીવનને ઉન્નત, ઉદાર અને કર્તવ્યનિષ્ઠ બનાવ્યું હોય, તેને શ્રમણ શ્રેષ્ઠ તરીકે જ બિરદાવવી ઘટે. એમનો ઉપકાર આપણે શબ્દોથી કેવી રીતે માની શકીએ ?
તેઓનું વતન સૌરાષ્ટ્રમાં બોટાદ ગામ. એમના પિતાનું નામ શ્રી હેમચંદ શામજી શાહ, માતાનું નામ શ્રીમતી જમનાબહેન; જ્ઞાતિ દસાશ્રીમાળી જૈન. એમનો જન્મ વિ. સં. ૧૯૫૫માં. એમનું નામ નરોત્તમ. કુટુંબ આખું ધર્મના રંગે રંગાયેલું. એ સંસ્કારો નરોત્તમમાં નાની ઉંમરે જ સંયમ અને વૈરાગ્યની પ્રીતિરૂપે ખીલી નીકળ્યા. આ સંસ્કારો એવા પ્રબળ હતા કે માત્ર ૧૫ વર્ષની ઉમરે જ, વિ. સં. ૧૯૭૦માં, શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરિજીના શિષ્ય શાંતસ્વભાવી આચાર્ય શ્રી વિજયોદયસૂરિજીના શિષ્ય તરીકે, એમણે દીક્ષા લીધી. દીક્ષા પછી મુનિશ્રીએ જ્ઞાન અને ચારિત્રની ઉત્કટ આરાધના કરીને એવી યોગ્યતા મેળવી કે શ્રીસંઘે એમને અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે જ આચાર્ય-પદવી અર્પી.
ત્રણી વસી (બાસઠ વર્ષ) કરતાં પણ વધુ સમયની સાધુજીવનની અખંડ સંયમયાત્રા અને લગભગ અરધી સદી (ઓગણપચાસ વર્ષ) જેટલાં સુદીર્ઘ સમય સુધી સફળતાપૂર્વક અને યશસ્વી રીતે નિભાવી જાણેલી આચાર્યપદની જવાબદારી સ્વર્ગસ્થ આચાર્ય પ્રત્યેનાં આદર અને ભક્તિમાં વિશેષ ઉમેરો કરે એવી તથા એમના પ્રત્યેની કૃતજ્ઞતાની લાગણીને વધારે વ્યાપક બનાવે એવી છે. - શાસનસમ્રાર્ના શિષ્ય-પ્રશિષ-સમૂહમાં “ઉદય-નંદન' ગુરુ-શિષ્ય-બેલડીનું નામ અને કામ જાણે કહેવતરૂપ બની ગયું હતું. આચાર્ય શ્રી વિજયોદયસૂરિજીના પટ્ટધર તે આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી. પોતાના દાદાગુરુના કડક અનુશાસનમાં રહીને આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીએ જ્ઞાન અને ચારિત્રની વિમળ આરાધનાના બળે, શાસનસેવા માટેની જે શક્તિ મેળવી અને તત્પરતા કેળવી, એ જૈનશાસનને માટે આ સદીમાં મોટી શક્તિ અને મોટા આધારરૂપ બની ગઈ છે. એ શક્તિએ અનેક આંતર તેમ જ બાહ્ય આપત્તિઓની સામે, પ્રભુના શાસનની રક્ષા કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org