________________
આચાર્ય કલ્યાણસાગરસૂરિજી
૧૭૩ વિક્રમની સત્તરમી સદી જૈન પરંપરા માટે અનેક મહાન સંઘનાયકો, પ્રતાપી ધર્મપુરુષો તેમ જ ધર્મોદ્યોતની અનેક ઘટનાઓને લીધે, ખૂબ યશોદાયી અને ગૌરવ વધારનારી સદી હતી એમ એ સમયનો ઇતિહાસ તપાસતાં સ્પષ્ટ જાણી શકાય છે. તપગચ્છમાં જગદ્ગુરુ હીરવિજયસૂરિજી અને એમની શિષ્યપરંપરા, ખરતરગચ્છમાં આચાર્ય જિનચંદ્રસૂરિ તથા જિનસિંહસૂરિ, અંચળગચ્છમાં આચાર્ય કલ્યાણસાગરસૂરિજી જેવા અનેક પ્રભાવક સંતો, રાજનગર-અમદાવાદમાં નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી, આગરાના કુરપાળ-સોનપાલની બાંધવબેલડી, ભદ્રેશ્વરના વર્ધમાનશા અને પદ્ધસિંહશા એ બે ભાઈઓ, બિકાનેરના મંત્રી શ્રી કર્મચંદ બચ્છાવત, જેસલમેરના પીરશાહ જેવાં અનેક પ્રતાપી શ્રાવકરત્નો આ સદીમાં ઘણો ગૌરવભર્યો ઇતિહાસ રચી ગયાં. શ્રી શત્રુંજય વગેરે તીર્થના માલિકીહક્કોનાં બાદશાહી ફરમાનો, અહિંસા-અમારિ-પ્રવર્તનના સરકારી આદેશો, શ્રી શત્રુંજયતીર્થનાં દેવમંદિરોની વિશિષ્ટ સમૃદ્ધિની વૃદ્ધિની (વિ. સં. ૧૯૫૦માં) શરૂઆત, ત્યાં સવાસોમાના ઊંચામાં ઊંચા જિનમંદિરથી શોભતી ટૂંકની સ્થાપના (વિ. સં. ૧૯૭૫), બાદશાહોને પ્રતિબોધ, અન્ય અનેક રાજાઓને પ્રતિબોધ, ભદ્રેશ્વરતીર્થ તથા બીજાં પણ અનેક તીર્થો જીર્ણોદ્ધાર વગેરે કેટકેટલી ઘટનાઓ આ સમયમાં બનવા પામી હતી ! ખરેખર, કોઈક અભ્યાસી સાધુ-મુનિરાજે કે ગૃહસ્થ વિદ્વાને બધા ગચ્છોને આવરી લેતો આ સદીનો ઇતિહાસ ખાસ લખવા જેવો છે. એ માટેની સામગ્રી પણ સારા પ્રમાણમાં મળી શકે એમ છે.
જૈનશાસનના આ ગૌરવભર્યા યુગમાં આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીનું નામ અને કામ સુંદર ભાત પાડે એવું ઉત્તમ છે. - શ્રીસંઘમાં દર્શનની આરાધનાને પ્રોત્સાહન મળે એ માટે એમણે શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર તથા અન્ય અનેક સ્થાનોમાં જિનમંદિરોની સ્થાપના કે પ્રતિષ્ઠા કરાવી હતી, શ્રી ભદ્રેશ્વર તીર્થ જેવાં કેટલાંય તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, સેંકડો જિનબિંબોની અંજનશલાકાઓ કરાવી હતી અને અનેક યાત્રાસંઘો કઢાવ્યા હતા. એમણે સેંકડો માઇલોનો વિહાર કરીને દૂર-દૂરના પ્રદેશોમાં વસતા જૈન સંઘોને પણ પોતાની ધર્મશ્રદ્ધા અને શાસનસેવાની ધગશનો લાભ આપ્યો હતો.
દર્શનની જેમ જ્ઞાનની સાધના અને પ્રભાવના માટે પણ તેઓનું જીવન ઘખલારૂપ બની રહે એવું હતું. તેઓ પોતે તો શાસ્ત્રોના મર્મજ્ઞ વિદ્વાન હતા જ, અને એમણે નાની-મોટી અનેક કૃતિઓની રચના પણ કરી હતી. વળી એક પ્રવચનકાર તરીકે તો જાણે એમની જીભે સરસ્વતીનો વાસ ન હોય ! એનાથી જૈન-જૈનેતર અસંખ્ય વ્યક્તિઓ ધર્મબોધ પામી હતી. વળી શ્રીસંઘને જ્ઞાનોપાસનાનો લાભ મળે એ માટે, જ્ઞાનમંદિરોની પણ સ્થાપના કરાવી હતી, અને લહિયાઓ પાસે શાસ્ત્રગ્રંથો સારા પ્રમાણમાં લખાવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org