________________
૧૭૪
અમૃત સમીપે ત્યાંથી આચાર્યશ્રી વગેરે બિહારી ગામે પહોંચ્યા. ત્યાં પણ દિગંબર ભાઈઓએ અને હિંદુ-મુસલમાન ભાઈઓએ ખૂબ ભક્તિ દર્શાવી. આનો લોકકલ્યાણ કાજે ઉપયોગ કરવાનું આચાર્યશ્રી ન ચૂક્યા. ત્યાંની પ્રાથમિક શાળાનું મકાન જીર્ણ થઈ ગયું હતું. મુનિવર્યોની પ્રેરણાથી એનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લેવાયો, અને એ માટે ફંડની પણ શરૂઆત કરી દેવાઈ. આસપાસનાં ગામોમાંથી પણ જનતા ત્યાં એકત્ર થઈ હતી. ધર્મવાણીનું શ્રવણ કરીને કેટલાય હિંદુઓ, મુસલમાનો અને હરિજનો વગેરેએ માંસ, મદિરા, જુગાર અને સટ્ટાનો ત્યાગ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. આ ગામમાં એક પિતા-પુત્ર વચ્ચે કેટલાક વખતથી મનદુ:ખ થયું હતું. આચાર્યશ્રીએ વિચાર્યું કે આવું મનદુઃખ કુટુંબને તો હાનિ કરે જ, સાથે-સાથે ક્યારેક એ ગામને પણ નુકસાન કરી બેસે; અને એમણે પિતાપુત્રને પ્રતિબોધ કર્યો. એ વાણી પિતા-પુત્રના અંતરને સ્પર્શી ગઈ; બંનેએ પોતપોતાની ભૂલનો પશ્ચાત્તાપ કરીને એકબીજાને હાર્દિક આલિંગન આપ્યું. એ દશ્ય જોનાર પાવન થઈ ગયા.
મન્સુરપુર ચાલુ વિહારના માર્ગમાં નહોતું આવતું, પણ ત્યાંના દિગંબર અને અન્ય પંથના ભાઈઓના આગ્રહથી આચાર્યશ્રી ત્યાં પણ ગયા. જાનસટ ગામ તો આ ધર્મયાત્રામાં યાદગાર બની ગયું. ત્યાંના ડૉ. સુગનચંદ્રજીએ પોતાના કુટુંબ સાથે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. આચાર્યશ્રીની પ્રેરણાથી ત્યાંની દિગંબર જૈન પાઠશાળા કેટલાક વખતથી બંધ હતી, તે ફરી શરૂ કરવામાં આવી. આ ગામમાં એક ગરીબ મુસલમાનભાઈ આચાર્યશ્રી પાસે આવ્યા. એણે લાગણીભર્યા સ્વરે પોતાની દુઃખ-કહાણી સંભળાવી : “મહારાજ, મારે છ બાળકો છે. હું દરજીનું કામ કરું છું. સાંજ પચ્ચે મહામુસીબતે દસ-બાર આના રણું છું. એમાં આટલા બધાનો નિભાવ કેવી રીતે થાય ? મનમાં તો થાય છે આ કરતાં તો મોત આવે તો સારું ! પણ વળી થાય છે મોત આવે તે મારો તો છુટકારો થઈ જાય, પણ પછી મારાં બાળકોનું કોણ ? ભીખ તો મારે માગવી નથી. પણ આપ મારા માટે દુઆ ગુજારો (પ્રાર્થના કરો) કે મારા આ દુઃખનું નિવારણ થઈ જાય ! ” આચાર્યશ્રીએ એને સાંત્વન આપ્યું અને કહ્યું કે “માંસનો ત્યાગ કરશો અને દયા રાખતા શીખશો તો જરૂર તમારું ભલું થશે.” એણે માંસભક્ષણનો ત્યાગ કર્યો; અને જાણે તરત જ પુણ્ય ફળવાનું હોય એમ, એવું બન્યું કે બીજા દિવસે એને પોતાના ધંધામાંથી કંઈક વધારે કમાણી થઈ. આચાર્યશ્રીની વાત એના અંતરમાં સચોટ વાસી ગઈ. વિહાર વખતે આંસુ-ઊભરાતા સ્વરે એણે કહ્યું: “મહારાજ, હવે ફરી દર્શન કયારે થશે ? હું તો ગરીબ છું. તો પૈસા ખર્ચીને આપના દર્શન માટે કેવી રીતે આવી શકું ? આપ જ કૃપા કરીને મને સ્વપ્નમાં દર્શન આપશો?” કેવી ભક્તિપરાયણતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org