________________
આચાર્ય વિજયનેમિસૂરિજી
૧૭૭ ઊડ્યો અને એનું અંતર ઘરસંસારનો ત્યાગ કરવા ઝંખી રહ્યું. સંયમજીવનનાં આકરાં કષ્ટો અને સંખ્યાબંધ પ્રતિકૂળતાઓનો વિચાર પણ એને વિચલિત ન કરી શક્યો. અને વિ. સં. ૧૯૪૫માં, ભાવનગરમાં, નેમચંદભાઈએ નિર્મળ સંયમ અને અખૂટ સમતાના ધારક શાંતમૂર્તિ શ્રી વૃદ્ધિચંદ્રજી (ઊર્ફે વૃદ્ધિવિજયજી) મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી; એમનું નામ રાખ્યું મુનિ નેમિવિજયજી.
સૌરાષ્ટ્રની ભૂમિનું ખમીર પામેલા મુનિશ્રી નેમવિજયજીએ “ધ્યેયને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરતાં કાયા ભલે પડે, પણ સાધ્યને સિદ્ધ કરીને જ જંપવું” એ સૂત્રને પોતાનું જીવનસૂત્ર બનાવ્યું. તેઓ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીની અખંડ, અપ્રમત્ત, અદોષ આરાધનામાં એકાગ્ર બની ગયા. ગુરુભક્તિની ગંગા તો એમના રોમ-રોમમાં વહેતી હતી.
દીક્ષા પછી ચાર જ વર્ષે ગુરુનો સ્વર્ગવાસ થતાં, વીસ વર્ષની ઊછરતી વયે, પ્રાયઃ જાતે જ આત્મવિકાસ સાધવાની જવાબદારી મુનિશ્રી નેમિવિજયજી ઉપર આવી પડી. આ જવાબદારી તેઓએ કેટલી સફળતાથી પાર પાડી અને જૈન શાસનની પ્રભાવનામાં કેવા-કેવાં મહાન કાર્ય કરીને પોતાના સંઘનાયકપદને યશસ્વી બનાવ્યું એની સાક્ષી ઇતિહાસ પૂરે છે.
જ્ઞાન વગર સાચો માર્ગ ન સમજાય, એટલે તેઓ સંયમની સાધનાની સાથેસાથે જ જ્ઞાનોપાસનામાં નિરત બની ગયા. તેઓએ વ્યાકરણ, ન્યાય જેવા વિષયો ઉપરાંત જૈનધર્મશાસ્ત્રોનું પણ ઊંડું અધ્યયન કર્યું, અનેક પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરીને એને છપાવ્યા, તેમ જ કેટલા ય નવા ગ્રંથોનું પણ સર્જન કર્યું. આમ જ્ઞાનની ઉપાસના માટે તેઓએ જીવનમાં ત્રિવેણીસંગમ સાધ્યો હતો.
પણ પોતે જ જ્ઞાનોપાસના કરીને સંતુષ્ટ ન રહેતાં, પોતાના શિષ્યોપ્રશિષ્યોના અધ્યયન માટે તેઓ જે ચીવટ, જાગૃતિ અને દઢતા દાખવતા હતા તે તો દાખલારૂપ કે કહેવતરૂપ બની રહે એવી હતી. તે બધા પોતાની સંયમસાધનામાં કે જ્ઞાનોપાસનામાં જરા પણ પ્રમાદ સેવે એ એમને હરગિજ મંજૂર ન હતું. આવા પ્રસંગે તેઓ કઠોરમાં કઠોર અનુશાસન કરતાં પણ ન અચકાતા. અને છતાં પોતાના શિષ્યો-પ્રશિષ્યો તરફ તેઓના વાત્સલ્યનો ઝરો ક્યારેય ન સુકાતો. પોતાના પ્રત્યેની આવી વત્સલતા અને હિતબુદ્ધિને કારણે જ એ નાના-મોટા બધા મુનિવરો એમના પ્રત્યે ખૂબ ભક્તિ ધરાવતા અને એમની સેવા કરવા સદા તત્પર રહેતા. આવા શાસ્ત્રનિપુણ સંખ્યાબંધ શિષ્યો-પ્રશિષ્યો આ યુગની જૈનસંઘની બહુમૂલી મૂડી બની ગયા – એમ કહેવું જોઈએ.
વિ. સં. ૧૯૬૪માં, ૩૫ વર્ષની ઉંમરે, ભાવનગર સંઘ દ્વારા તેઓ આચાર્યપદથી અલંકૃત થયા. આચાર્યશ્રીનું સમગ્ર જીવન જ શાસનપ્રભાવનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org