________________
૧૭૨
અમૃત-સમીપે એમના ઉપર અંતરના આશીર્વાદ વરસ્યા, એમના સંયમજીવનનો અનેક રીતે વિકાસ થયો તેમ જ સર્વત્ર એમને ખૂબ લોકચાહના મળી તે આ નિષ્ઠાભર્યા વેયાવચ્ચને કારણે જ.
સેવાના આ ગુણ અને વિમળ સંયમસાધનાને કારણે એક બાજુ એમણે શ્રીસંઘની એવી ભક્તિ અને પ્રીતિ મેળવી કે જેને લીધે એમને વિ. સં. ૧૯૯૪માં અમદાવાદમાં ગણિપદ તથા પંન્યાસપદ, વિ. સં. ૨૦૦૮માં વડોદરામાં ઉપાધ્યાયપદ અને વિ. સં. ૨૦૦૯માં થાણામાં આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું, તો બીજી બાજુ એમને આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના વિશ્વાસપાત્ર વજીર તરીકેનું તેમ જ છેવટે પટ્ટધર તરીકેનું પણ વિરલ ગૌરવ મળ્યું હતું.
આચાર્યશ્રીની ગુરુભક્તિની એક વિરલ વિશેષતા એ હતી કે પોતાના ગુરુદેવે, સમયને પારખીને શાસનપ્રભાવના, સમાજ-ઉત્કર્ષ, દેશસેવા વગેરે ક્ષેત્રોમાં જે કાર્યો કર્યાં હતાં, તે કાર્યો તેઓના સ્વર્ગવાસ પછી પણ ચાલુ રહે એ માટે એમણે ખ્રિસ્તી મિશનરીઓ જેટલો ઉત્સાહ દાખવીને, જીવનના અંત સુધી કાર્ય કર્યું હતું.
- સાધુ-સંતો કોઈ એક વર્ગ અથવા એક ક્ષેત્રમાં જ પુરાઈ રહેવાનું પસંદ ન કરે તો જ એમની સાધુતાનો સાચો વિકાસ થઈ શકે અને વ્યાપક જનસમૂહને એનો લાભ મળી શકે. તેથી જ આચાર્યશ્રીએ, પોતાના વડીલના પગલે-પગલે, દેશ, ધર્મ અને સમાજને, જૈનોના બધા ફિરકાઓને તેમ જ દરેક જ્ઞાતિ અને ધર્મના જનસમૂહને પોતાની સાધુતા, વિદ્વત્તા અને કલ્યાણબુદ્ધિનો લાભ આપ્યો હતો; પોતાના ધર્મગુરુપદને લોકગુરુપદથી વિશેષ ગૌરવશાળી બનાવ્યું હતું.
પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાના માસિક મુખપત્ર “વિજયાનંદના ગત જાન્યુઆરી માસના અંકમાં આ. શ્રી વિજયસમુદ્રસૂરિજીના ઉત્તરપ્રદેશમાંથી પંજાબ તરફના વિહારના કેટલાક સમચાર છપાયા છે. એમાંની કેટલીક વિગતો સાચો ધર્મપ્રચાર અને સાચી ધર્મયાત્રા કેવાં હોઈ શકે એનું આછું છતાં સુભગ અને આલાદક દર્શન કરાવે એવા છે.
ગત પંદરમી ડિસેમ્બરના દિવસે આચાર્યશ્રીએ હસ્તિનાપુર તીર્થથી વિહાર કર્યો. વચમાં કેટલાંક ગામોમાં ધર્મપ્રચાર કરીને તેઓ કવાલ નામના ગામમાં પહોંચ્યા. કવાલ પહોંચતાં પહેલાં વચમાં બહસુમા ગામમાં તેઓ ગયા હતા. ત્યાં દિગંબર ભાઈઓએ એમને ભાવભર્યો આવકાર આપ્યો. કવાલ ગામમાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનનું એક પણ ઘર નથી; ત્યાં પચીસેક દિગંબર ભાઈઓનાં ઘર છે. ત્યાં એક દિવસની સ્થિરતા કરવાનો એમનો વિચાર હતો; પણ આચાર્યશ્રી અને એમની સાથેના મુનિઓની હૃદયસ્પર્શી ધર્મદેશનાએ કેવળ દિગંબર જૈનોનાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org