________________
અમૃત-સમીપે
આ મહાન આચાર્યનો જન્મ વિ. સં. ૧૬૩૩ની સાલમાં થયો હતો; એટલે અત્યારે (વિ. સં. ૨૦૩૩માં) એમના જન્મનું ૪૦૦મું વર્ષ ચાલી રહ્યું છે. એ નિમિત્તે એમના પ્રભાવશાળી વ્યક્તિત્વનું દર્શન અને ગુણસ્મરણ કરીને એમને વંદના કરવી ઉચિત છે.
૧૭૨
ઉત્તર ગુજરાતના વઢિયાર પ્રદેશનું લોલાડા ગામ એમનું વતન. પિતાનું નામ નાનિગ, માતાનું નામ નામિલદે, જ્ઞાતિ શ્રીમાળી. વિ. સં. ૧૯૩૩ના વૈશાખ શુદિ છઠે (બીજા મતે અષાઢ શુદિ બીજે) એમનો જન્મ. તેમનું નામ કોડનકુમાર. માતા-પિતાનો આ એક જ પુત્ર. એને એક મોટી બહેન હતી સોમાદે. કોડનકુમાર બાળપણથી જ તેજસ્વી હતા. પણ એમનું અંતર સંસાર તરફ ઝૂકવાને બદલે ધર્મભાવના તરફ વળવા માંડ્યું; એમાં જૈન શાસનને માટે સદ્ભાગ્યે ભવિતવ્યતાનો કોઈ મંગળ સંકેત છુપાયો હતો. એ છૂપા સંકેતને પ્રગટ થતાં વાર ન લાગી; અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તથા બીજા અનેક શ્રમણપુંગવોની જેમ, કોડનકુમારે, માત્ર નવ વર્ષની ઉંમરે જ, વિ. સં. ૧૯૪૨ની સાલમાં ફાગણ શુદિ ચોથના રોજ (મતાંતરે અક્ષયતૃતીયાના પર્વદિને), અંચળગચ્છાધિપતિ આચાર્ય શ્રી ધર્મમૂર્તિસૂરિજી પાસે, ગુજરાતના પ્રાચીન પાટનગર ધોળકામાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. એ વખતે નામ મુનિ શુભસાગરજી રાખવામાં આવ્યું.
તેમની ઉપર જ્ઞાન અને ચારિત્રની અપ્રમત્ત સાધનામાં સદા લીન રહેતા ગુરુની પવિત્ર છાયા હતી અને અંતરમાં નિર્મળ સંયમની આરાધનાની લગની હતી. એટલે મુનિ શુભસાગરજી જ્ઞાન અને ક્રિયાની આરાધનામાં, મન-વચનકાયાના પૂર્ણ યોગથી એકાગ્ર બની ગયા. સાત વર્ષ જેટલી ટૂંકી સંયમયાત્રામાં એમણે એવી યોગ્યતા પ્રાપ્ત કરી લીધી કે વિ. સં. ૧૬૪૯ની સાલમાં માહ શુદિ છઠના (અન્ય મતે અક્ષયતૃતીયાના પર્વદિવસે) માત્ર સોળ જ વર્ષની ઊગતી ઉંમરે, એમને જૈનપુરી અમદાવાદમાં ‘કલ્યાણસાગરજી' એ નવા નામે આચાર્યપદ જેવું જવાબદારીવાળું પદ અર્પણ કરવામાં આવ્યું. આટલી નાની ઉંમરે આવું મોટું પદ આપવામાં આવ્યું હોય એવા દાખલા તો અતિ વિલ જ છે.
આચાર્યપદ મળતાં કલ્યાણસાગરસૂરિજી માટે ધર્મભાવનાનો કર્મયોગ શરૂ થયો. ગુરુ શ્રી ધર્મમૂર્તિસૂરિએ પણ, પોતાના શિષ્યની યોગ્યતા અને શક્તિને પિછાણીને એમને પોતાનાથી જુદા, સ્વતંત્ર વિચરવાની અનુમતિ આપીને એમની સંયમસાધનાને અને પ્રભાવકતાને શતદળ કમળની જેમ વિકસવાની મોકળાશ કરી આપી. શ્રી કલ્યાણસાગરસૂરિજીએ પણ આ મોકળાશ શિથિલતાનું નિમિત્ત ન બને એની પૂરી જાગૃતિ રાખીને પોતાનુ સાધુપણું અને શિષ્યપણું ચરિતાર્થ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org