________________
૧૩૦
અમૃત-સમીપે માર્ગમાં જે કોઈ મળ્યા એમને તેઓ અવિરતપણે ધર્મામૃતનું પાન કરાવતા રહ્યા. માર્ગમાં આવતા ચરોતર ગામનો ઠાકોર અર્જુન, જે એક મોટો બહારવટિયો બનીને પ્રજાને રંજાડતો હતો અને ન કરવાનાં કામ કરતો હતો, એના અંતરને આ અમૃત સ્પર્શી ગયું. એણે સૂરિજીનો ખૂબ આદર કર્યો અને પોતાનાં કુવ્યસનોનો ત્યાગ કરીને એ માનવતાના દિવ્ય અમૃતનું અભિનવ પાન કરી રહ્યો. આવા તો કંઈક પતિત આત્માઓ ઉદ્ધારનો આનંદ અનુભવી રહ્યા.
આ પહેલી જ મુલાકાતમાં હીરવિજયસૂરિની સાધુતા, સરળતા અને વિદ્વત્તા જાણે સમ્રાટના અંતર પર કામણ કરી ગઈ. આ શ્રમણને ન હતી કોઈ કામના કે ન કોઈ આસક્તિ; એનું એકમાત્ર ધ્યેય ધર્મધ્વજ સમ્રાટના અંતરમાં ફરફરતો કરવો એ જ હતું. જૈન શ્રમણની ઉગ્ર જીવનચર્યા અને તપ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને તિતિક્ષા માટેની સજ્જતાને સમ્રાટ અભિનંદી રહ્યો.
સમ્રાટે પોતાની ભક્તિના એક અદના પ્રતીક તરીકે પોતાની પાસેનો પદ્મસુંદર યતિનો બહુમૂલો ગ્રંથભંડાર સ્વીકારવા સૂરિજીને આગ્રહભરી વિનંતિ કરી. પણ સૂરિજીને આ પરિગ્રહ કેમ આકર્ષી શકે ? સમ્રાટ જ્યારે માન્યો જ નહીં ત્યારે એનો સ્વીકાર કરીને આગ્રામાં “અકબરીય જ્ઞાનભંડાર' તરીકે શ્રીસંઘને તે સુપરત કરી દીધો.
સાત-આઠ મહિના બાદ સૂરિજી અને સમ્રાટની બીજી મુલાકાત થઈ. અકબર સૂરિજીનાં જ્ઞાન અને જીવનથી આ વખતે વિશેષ પ્રભાવિત થયો. એણે સૂરિજીને પોતાની પાસેથી કંઈક પણ ભેટ સ્વીકારીને પોતાને ઉપકૃત કરવાની અને પોતાનો ઋણભાર ઓછો કરવાની વિનંતિ કરી. પણ અકિંચન સાધુને એવું કશું જ ક્યાં જોઈતું હતું? છેવટે એમણે પર્યુષણા મહાપર્વના આઠ દિવસ માટે જીવહિંસાનું નિવારણ કરવાની, કેદખાનામાં વર્ષોથી સબડતા કેદીઓને મુક્ત કરવાની અને પંખીઓને પાંજરામાંથી મુક્ત કરવાની ભિક્ષા માગી. સમ્રાટે હર્ષપૂર્વક સૂરિજીની માગણીનો સ્વીકાર કર્યો અને આઠના બદલે બાર દિવસ સુધી
અમારિ-પ્રવર્તનનું ફરમાન લખી આપ્યું. ઉપરાંત, પોતાની અને પ્રજાની ભક્તિના પ્રતીકરૂપે સૂરિજીને “જગદ્ગુરુ”ની પદવી અર્પણ કરી. '
સૂરિજી તો ભારે જાગૃત પુરુષ હતા ? આવા મોટા સમ્રાટની ભક્તિના વ્યામોહમાં ક્યાંક સાધનામાં ઢીલાશ ન આવી જાય એની તેઓ પૂરી ખબરઘરી રાખતા હતા. સમ્રાટની અનુમતિ લઈને એમણે ગુજરાત તરફ વિહાર કર્યો, અને વિહાર કરતાં પહેલાં હિંદુસ્તાનમાંના શત્રુંજય, ગિરનાર, સમેતશિખર વગેરે શ્વેતાંબર જૈન તીર્થોની માલિકી શ્વેતાંબર સંઘને સુપરત થયાનું ફરમાન સમ્રાટ પાસેથી મેળવી લીધું. સં. ૧૯૪૯માં સૂરિજીએ શત્રુંજયનો મોટો તીર્થ (સંઘ?).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org