________________
આચાર્ય વિજયકેસરસૂરિજી
૧૫૩ મદારીની પેઠે યોગથી કોઈ સામાન્ય ચમત્કાર કરીને, લોકોમાં જે જ્યાં-ત્યાં ખેલ કરીને બતાવે છે, તે મનુષ્ય યોગની ઉચ્ચ ભૂમિમાં પ્રવેશી શકતો નથી.”
- આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી
(૧૨) વિરલ ધ્યાનમાર્ગી આચાર્ય શ્રી વિજયકેસરસૂરિજી
ગત પોષ સુદિ પૂર્ણિમાના પર્વદિને આચાર્યપ્રવર શ્રી વિજયકેસરસુરિજીના જન્મને એકસો વર્ષ પૂરાં થયાં. તે પ્રસંગે એમની સર્વમંગલકારી વિશિષ્ટ કોટિની આત્મસાધનાનું સ્મરણ કરવું ઉચિત છે.
આચાર્યશ્રીની જીવન-સાધનાની અસાધારણ વિશેષતા તે, ધ્યાનયોગને પોતાના જીવન સાથે એકરૂપ બનાવી એને પોતાનું જીવન સમર્પિત કરવાની એમની ઉત્કટ ભાવના અને પ્રવૃત્તિ. જૈનસંઘની ધર્મસાધનામાંથી જાણે સાવ વિસરાઈ ગયેલ ધ્યાનયોગના માર્ગને પુનર્જીવિત કરવા માટે, તેઓએ પોતાનાં બની શકે તેટલાં વધુ સમય અને શક્તિનો ઉપયોગ કર્યો હતો.
જ્ઞાન અને ક્રિયાની સમાન ભાવે સાધના કરવા માટે, તેમ જ ત્યાગવૈરાગ્ય-સંયમની નિર્મળ આરાધના કરવા માટે, સદા અપ્રમત્ત અને સતત જાગૃત રહેનાર આ આચાર્યશ્રીની સંયમસાધનાનો સાર એક જ વાક્યમાં આપવો હોય, તો કોઈ પણ જાતની અતિશયોક્તિ વગર એમ કહી શકાય કે તેઓ વિક્રમની વીસમી સદીના, ધ્યાનયોગના મહાન સાધક હતા. એમની યોગસાધના જેમ પૂર્વ સમયના વિરલ યોગસાધકો-મહાયોગીઓ-સંતોની પરંપરાનું સ્મરણ કરાવે એવી હતી, તેમ પોતાના સમયના તથા ભાવી ધર્મસાધકોને ધ્યાનયોગની સાધનાના પવિત્ર માર્ગ તરફ પ્રેરે એવી હતી. આત્મસાધનાના અનેકાનેક ઉપાયોમાં ધ્યાનયોગનું સ્થાન સર્વોચ્ચ છે.
સૌરાષ્ટ્રના ઝાલાવાડ જિલ્લાનું કસબા જેવું ગામ પાળિયાદ એમનું વતન. એમના પિતાનું નામ માધવજીભાઈ, માતાનું નામ પાનબાઈ. (લગ્ન પછી લક્ષ્મીબહેન નામ રાખેલું, કેમકે, એમના પગલે કુટુંબ સુખી થયું હતું !) જ્ઞાતિ વિશાશ્રીમાળી, મોસાળ પાલીતાણામાં. જાણે ઉજ્વળ ભાવિનો કોઈ શુભ સંકેત હોય એમ, એમનો જન્મ, આજથી એકસો વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૩૩ના પોષ સુદિ પૂનમના રોજ, ગિરિરાજ શત્રુંજયની પવિત્ર છાયામાં, એમના મોસાળ પાલીતાણામાં થયો હતો. એમનું નામ કેશવજી હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org