________________
આચાર્ય હેમચંદ્ર
૧૨૩
પ્રદેશો કરતાં જુદું તરી આવે છે તે એના આ આઠસો-હજાર વર્ષ જૂના સંસ્કારવારસાને કારણે જ.
અત્રે એમના જીવનનો એક સૂચક પ્રસંગ જોઈએ :
એ ફરતાં-ફરતાં એક દિવસ એક ગૃહસ્થને ત્યાં જઈ ચડ્યા. ગૃહસ્થ તો આવા મોટા સંતપુરુષ પોતાને આંગણે પધાર્યા જાણી અડધો-અડધો થઈ ગયો. એણે પોતાનું અહોભાગ્ય માનીને ગુરુને ભાવપૂર્વક જાડું-જાડું પાણકોરાનું કપડું અને જા૨ની જાડી-પાતળી ઘેંશનું દાન કર્યું.
એ તો મોટા રાજગુરુ હતા. આવું જાડું કપડું અને આવી જાડી-પાતળી ઘેંશ એમને પહેલી જ વાર ભિક્ષામાં મળી. એમણે હોંશે-હોંશે એનો સ્વીકાર કર્યો. ઘેંશ તેઓ આનંદથી આરોગી ગયા અને પાણકોરાનું જાડું અને ખરબચડું વસ્ત્ર ઓઢીને કુમારપાળની રાજસભામાં પહોંચ્યા. પોતાના ભક્તની આવી દરિદ્રતા એમને વિચારમગ્ન બનાવી રહી. તેઓ રાજસભામાં પણ ઊંડા વિચારમાં ઊતરી ગયા.
રાજાજીને વિચાર આવ્યો : આજે ગુરુજીના શરીરે આવું જાડું કપડું કેમ ? અને તેઓ આજે આટલા ગંભીર કેમ ? શું કંઈ મારો ગુનો થયો ?
ગુરુજી તો મૌન જ હતા.
પણ રાજાજીથી ન રહેવાયું. એમણે નમ્રતાપૂર્વક આનું કારણ પૂછ્યું તો ગુરુજીએ દુ:ખપૂર્વક કહ્યું : “રાજન, તમે અને તમારા અધિકારીઓ તો અમનચમન ઉડાવો છો, પણ તમારી પ્રજા કેટલી ગરીબ છે, તેનો તમને ક્યાં ખ્યાલે ય છે ? એને તો ખાવા જારની ઘેંશ અને પહેરવા પાણકોરાના પણ સાંસાં પડે છે. તો પછી તમારું ભલું શી રીતે થશે ?”
(તા. ૧૪-૧૧-૧૯૫૯)
પોતાની પ્રજા માટે સમદુઃખી થતા ગુરુની વાત સાંભળીને રાજાજી પણ વિચારમાં પડી ગયા. એમને થયું : પ્રજા દુઃખી કે દીન હોય તો આવું રાજ્ય ભોગવ્યું તો ય શું અને ન ભોગવ્યું તો ય શું ? અને તરત જ એમણે પ્રજામાં વધતી આ દરિદ્રતા સામે પ્રજા સુખી થાય એવાં પગલાં લીધાં.
(તા. ૧૪-૧૧-૧૯૫૯)
કલિકાલસર્વજ્ઞનો શ્રીમદે વર્ણવેલ મહિમા
છે
:
શ્રી હેમચંદ્રાચાર્યે કરેલ વીતરાગમાર્ગની પ્રભાવનાને બિરદાવતાં શ્રીમદ્ કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org