________________
આ. વિજ્યપ્રેમસૂરિજી
૧૩૭
પ્રેમસૂરિજીનું મૂળ વતન તીર્થો, મંદિરો અને ધર્મભાવનાની ભૂમિ રાજસ્થાનનું પિંડવાડા ગામ. વિ. સં. ૧૯૪૦ના ફાગણ સુદ પૂનમે એમનો જન્મ. પિતાનું નામ ભગવાનજી, માતાનું નામ કંકુબાઈ, તેમનું નામ પ્રેમચંદજી.
યૌવનનું પરોઢ ખીલ્યું-ન ખીલ્યું, ત્યાં સોળ-સત્તર વર્ષની ઊછરતી વયે જ પ્રેમચંદજીના અંતરમાં ધર્મરત્નનાં અજવાળાં પથરાઈ ગયાં; અને પોતાના કુટુંબમાં પારણે ઝૂલતાં મળેલ ધર્મસંસ્કારના વારસાને દીપાવવા અને વધારવા તેઓ કૃતનિશ્ચય બન્યા. અને વિ. સં. ૧૯૫૭ના કારતક દિ છઠ્ઠના રોજ, શત્રુંજયની પવિત્ર છાયામાં આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી પાસે એમણે દીક્ષા લીધી.
મુનિ શ્રી પ્રેમવિજયજીના અંતરમાં એક વાત બરાબર વસી ગઈ હતી: સમયા સમો હોર્ડ અર્થાત્ સમતાથી જ શ્રમણ બનાય છે, શાસ્ત્રમાં નળીયતર કહેવાયેલું શ્રમણપણું લાધે છે. આ સમતાની સાધના કરવી હોય તો તે સાચી સમજણ મેળવીને અને એ મુજબ સાચું આચરણ કરીને જ થઈ શકે. એટલે, વેપારીનો શાણો અને શક્તિશાળી દીકરો જેમ પોતાની પળેપળ પોતાના વેપારની સિદ્ધિમાં લગાવી દે, એમ મુનિ પ્રેમવિજયજી અપ્રમત્તભાવે જ્ઞાન અને ક્રિયાની આરાધનામાં તન્મય બની ગયા. અધ્યયન ક૨વા માટે શાસ્ત્રોનો કોઈ પાર ન હતો, અને સંયમની નિર્મળ આરાધના માટે તપ, ધ્યાન કે ક્રિયાઓનું જેટલું પાલન કરવામાં આવે એટલું ઓછું હતું; એટલે પછી એ સિવાયની આડીઅવળી વાતોમાં કાળક્ષેપ કેમ પાલવે ?
-
જ્ઞાન અને ચારિત્રની ઉત્કટ આરાધનાથી મુનિ પ્રેમવિજયજીના સમગ્ર જીવનમાં વિચાર, વાણી અને વર્તનમાં, – સમતાનો સુભગ અને શીળો રસ રેલાઈ રહ્યો. સમય પા૨ે આંબો ફળે, એમ એમની ધર્મભાવના અને ધર્મવાણી બીજાના અંતરને જાગૃત કરીને એમને શિષ્ય બનવાની પ્રેરણા આપી રહી. વિ. સં. ૧૯૯૧માં પ્રેમવિજયજી આચાર્ય બન્યા.
-
તેઓએ જૈનધર્મના પ્રાણભૂત શાસ્ત્રગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો; અને જૈન દર્શનના પ્રાણરૂપ કર્મતત્ત્વજ્ઞાનના તો તેઓ અધિકૃત અને મર્મગ્રાહી જ્ઞાતા હતા. પોતાના ઘખલારૂપ જીવન દ્વારા જ આ આચાર્યપ્રવરે પોતાના શિષ્યપ્રશિષ્યોને પણ શાન-ક્રિયાનો સ્વ-પર-ઉપકારક વારસો આપ્યો હતો.
શ્વેતાંબર-સંઘમાં, દિગંબર-સંઘની સરખામણીમાં, કર્મ-સાહિત્યની જે ઊણપ પ્રાચીન સમયથી વરતાતી હતી, તેને દૂર કરવા માટે આચાર્ય-મહારાજે જે ભગીરથ પ્રયત્ન કર્યો અને એ માટે યોજનાબદ્ધ રીતે, ધર્મબુદ્ધિ(missionary spirit)થી કામ કરનાર પોતાના પીઢ તેમ જ નવલોહિયા શિષ્ય-પ્રશિષ્યોનું એક જૂથ તૈયાર કર્યું, એ બીના આ યુગના જૈન સાહિત્યના ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ અંકિત થાય એવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org