________________
૧૪૯
આ. વિજયધર્મસૂરિજી
(૯) દીર્ઘદર્શ આ. વિજયધર્મસૂરિજી
ધર્મ, સમાજ કે રાષ્ટ્ર તેમ જ વ્યક્તિની પોતાની પણ પ્રગતિનો મુખ્ય ઉપાય ચાલુ ઘરેડ અને ચાલુ ચીલાઓના સારાસારનો વિવેક કરીને તેમાં સમુચિત ફેરફારો કરવા તે છે.
સામાન્ય રીતે માનવીનું મન ચાલુ ચીલે ચાલવા તરફ વિશેષ ઢળે છે. એટલે કોઈ પણ કામ વખતે કે કોઈ પણ પ્રસંગે એ પોતાના પુરોગામીઓએ જેમ કર્યું હોય તેમ કરવામાં નિરાંત અનુભવે છે, અને સલામતી જુએ છે.
પણ શિયાળાનાં વસ્ત્રો ઉનાળે બિનઉપયોગી નીવડે છે, તેમ એક કાળે પ્રગતિને માટે કારગત નીવડેલા રિવાજો અને ચીલાઓ બીજે કાળે પ્રગતિને માટે બિનઉપયોગી જ નહીં, અવરોધરૂપ પણ બની જાય છે.
રૂઢિ, રિવાજો કે ચીલાઓની, ઉપયોગિતા-બિનઉપયોગિતાનો નિર્ણય કરવો એનું નામ દીર્ઘદૃષ્ટિ; કોઈ પણ બાબતને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કસોટીએ કસવાની જૈન શાસ્ત્રોની આજ્ઞાનું પણ આ જ રહસ્ય.
આ રીતે સ્વ. આ. કે. શ્રી વિજયધર્મસૂરિજીનાં જીવન અને કાર્યનો વિચાર કરતાં એમ ચોક્કસ લાગે છે, કે તેઓ દ્રવ્ય-લોત્ર-કાળ-ભાવના જાણકાર હતા, એનો સમાજ અને ધર્મની પ્રગતિની દૃષ્ટિએ પ્રયોગ કરનારા દીર્ઘદ્રષ્ટા હતા.
એમનું અંતર પૂર્વગ્રહોથી મુક્ત હતું, એમની બુદ્ધિ સારગ્રાહી હતી અને એમનું હૃદય વિશાળ હતું. એટલે જૈનધર્મની પીછેહઠનાં કારણો અને પ્રગતિના ઉપાયો એમને સહજ ભાવે સૂઝી આવ્યાં હતાં. અને જે વાત અંતરમાં સમજાઈ તેનો અમલ કરવાનો પુરુષાર્થ ફોરવવાની વિરલ તાકાત એમનામાં ભરી પડી હતી.
અને તેથી, જ્યારે એમણે જોયું કે જૈનસંઘમાં જામેલાં અજ્ઞાન અને અંધશ્રદ્ધાનાં થરનાં થર જૈનધર્મની પ્રગતિને રૂંધી રહ્યાં છે, ત્યારે એમને, આજથી પાંચ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં, કાશી જેટલા દૂર દેશાવરમાં પંડિતો તૈયાર કરવાનો નિર્ણય લેતાં વાર ન લાગી. અને એ નિર્ણયનો અમલ કરવામાં જૈન સાધુના કઠણ આચારપાલનનો કે જેનોની વસતીની દૃષ્ટિએ વેરાન ગણી શકાય એવા પ્રદેશોમાંથી પગપાળા જવાની મુસીબતનો વિચાર આડે ન આવી શક્યો.
તે કાળે જૈનોના કટ્ટર વિરોધી કાશીક્ષેત્રમાં તેમણે જે કામ કરી બતાવ્યું એ ચિરસ્મરણીય છે. જેનોનો પડછાયો લેવામાં પણ અભડાઈ જવાનો ભય સેવતા કાશીના બ્રાહ્મણ પંડિતો ઉપર એમણે અંતરની ઉદારતા અને સમભાવના બળે એવું
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org