________________
આચાર્ય વિજયલાવણ્યસૂરિજી
૧૩૯ ૮૪ વર્ષનું આયુષ્ય અને ક૭ વર્ષની નિર્મળ સંયમઆરાધના : આચાર્યશ્રી તો નિવૃત્તિના પૂરા અધિકારી બનીને સ્વર્ગે સિધાવ્યા ! પણ આવા મહાન પ્રભાવક આચાર્યશ્રીનો વિયોગ જૈનસંઘને મોટી ખોટી રૂપ જ લાગે. પણ એમના ગુણિયલ જીવનમાંથી ગુણો મેળવવા પ્રયાસ કરવો એ જ એમને સાચી અંજલિ છે.
| (તા. ૧-૬-૧૯૯૮)
(૭) વિધાનિષ્ઠ આચાર્યશ્રી વિજયલાવાયસૂરિજી
પૂજ્ય આચાર્ય-મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજીનો રાજસ્થાનમાં ખીમાડા મુકામે, તા. ૮-૩-૧૯૬૪ના રોજ ૬૭ વર્ષની વયે સ્વર્ગવાસ થતાં જૈનસંઘને એક વિદ્યાનષ્ઠ ક્રિયાપરાયણ પીઢ આચાર્યની ખોટ પડી છે.
મૂળ તેઓ સૌરાષ્ટ્રમાં બોટાદના વતની. ઓગણીસ વર્ષની યુવાન વયે એમણે સંસારનો ત્યાગ કરી ભગવાન મહાવીરે પ્રરૂપેલો આત્મસાધનાનો માર્ગ ગ્રહણ કરેલો. સુરિસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરિજીનાં ચરણોમાં બેસીને એમણે વિદ્યાઅધ્યયન અને આત્મસાધનાનાં શ્રીગણેશ માંડ્યાં, અને એકાગ્ર ચિત્તે તેમાં આગળ વધતા રહ્યા. કુશાગ્રબુદ્ધિ, ઉત્કટ જિજ્ઞાસા અને વિદ્યાપ્રાપ્તિ માટે નિષ્ઠાપૂર્વક ગમે તેટલો પરિશ્રમ કરવાની તૈયારી – વિદ્યોપાસના માટેની આ ગુણત્રિવેણીથી મુનિશ્રી ક્રમે-કમે અનેક શાસ્ત્રોના મર્મજ્ઞ બનતા ગયા.
જૈન ધર્મશાસ્ત્રોના તો તેઓ જાણકાર હતા જ; પણ એમની વિદ્યાપ્રતિભા વ્યાકરણ, ન્યાય અને કાવ્ય જેવા વિષયોમાં શતદળ કમળની જેમ સવિશેષ ખીલી ઊઠી હતી. આ પ્રતિભાના પ્રતાપે તેઓએ આ શાસ્ત્રોના દુર્ગમ ગ્રંથોનું અધ્યયન કર્યું, એમાંના કેટલાક ગ્રંથોનું સંપાદન કર્યું, કેટલાક પ્રાચીન અધૂરા ગ્રંથોને પૂરા કરવાનો પ્રયત્ન કર્યો અને કેટલાક દુર્બોધ ગ્રંથોને સુગમ બનાવવા એના ઉપર વિવેચન કર્યું. ઉપરાંત કેટલાક નવીન ગ્રંથોનું પણ એમણે સર્જન કર્યું. આ ગ્રંથો એમની ચિરંજીવ પુણ્યસ્મૃતિ બની જ રહેશે.
આચાર્ય શ્રી વિજયલાવણ્યસૂરિજીને પ્રભાવશાળી ધર્મગુરુ તરીકે અનેક ધર્મપ્રવૃત્તિઓની પ્રેરણા આપવાના કર્તવ્ય પ્રત્યે પણ ખાસું ધ્યાન આપવું પડતું. ધર્મોપદેશ માટે પણ તેઓને સારા એવા સમયનો ભોગ આપવો પડતો. આ બધાં કાર્યોનો ભાર જાણે ઓછો હોય એમ, છેલ્લાં બે-એક દાયકા કોઈ ને કોઈ વ્યાધિથી પરેશાન રહ્યા. આ પ્રકારના ઝંઝાવાતો વચ્ચે પણ આચાર્યની વિદ્યોપાસનાનો દીપક અખંડપણે ઝળહળતો રહેતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org