________________
પંડિત શ્રી લાલચંદભાઈ ગાંધી
૯૫
પંડિતજીએ કોઈ વિષયની કોઈ સંસ્થાની પદવી ભલે ન મેળવી હોય, પણ પોતાના અભ્યાસના વિષયોનું ઊંડું અવગાહન કરવાને લીધે, તેમ જ પૂરી ધીરજ અને એકાગ્રતાથી પ્રાચીન ગ્રંથોનું આધુનિક પદ્ધતિએ સંશોધન-સંપાદન કરવાની નિપુણતા મેળવવાને લીધે, તેઓની નામના એક શાસ્ત્રાભ્યાસી અને સંશોધક પંડિત-વિદ્વાન તરીકે થયેલી છે.
અભ્યાસકાળ પૂરો થયો એટલે સ્વાભાવિક રીતે જ વ્યવસાયકાળ શરૂ થયો. પ્રાચીન લિપિ તેમ જ શિલાલેખો વગેરેને ઉકેલવામાં પંડિતજી ખૂબ કુશળ છે. પ્રાચીન દુર્ગમ હસ્તલિખિત ગ્રંથોની નકલ તેઓ ખૂબ સારી રીતે કરી શકે છે. પ્રાચીન સાહિત્ય અને એને લગતા ઇતિહાસમાં તેમ જ ઐતિહાસિક અનુસંધાન ક૨વામાં એમની બુદ્ધિના ચમકારા જોવા મળે છે. કોઈ પણ કામમાં ઉતાવળ કરીને એને અધકચરું કરવાની એમને ટેવ નથી. સમય અને શક્તિ ગમે તેટલાં લાગે, ઇતિહાસ કે સાહિત્યના સંશોધનનું કામ તો ભૂલ વગરનું જ થવું જોઈએ એ માટે તેઓ સદા જાગૃત અને પ્રયત્નશીલ રહે છે. પંડિતજીની અરધી સદીની વિદ્યાપ્રવૃત્તિમાં એમને જે સફળતા અને કીર્તિ મળેલ છે તે આવા ગુણો અને આવી શક્તિને કારણે જ.
વ્યવસાય-કાળનાં શરૂઆતનાં ચાર-પાંચ વર્ષ જુદાં-જુદાં સ્થાનોમાં રહીને અધ્યાપન, ગ્રંથસંશોધન, શિલાલેખો કે પ્રાચીન ગ્રંથોની નકલો વગેરે કામો ક૨વામાં વીત્યાં. સને ૧૯૧૭ કે ૧૮માં માત્ર એક જ મહિના માટે તેઓને વિખ્યાત ભાષાવિશારદ ઇટાલિયન વિદ્વાન ડૉ. એલ. પી. ટેસીટોરી પાસે એમના એક ગ્રંથના સંશોધનમાં સહાય ક૨વા માટે રહેવાનું થયું. ડૉ. ટેસીટોરી પંડિતજીની વિદ્વત્તા અને કાર્ય કરવાની પદ્ધતિથી ખૂબ પ્રસન્ન થયા, અને એમણે એમની બુદ્ધિ અને શક્તિનું મૂલ્યાંકન કરતું પ્રશંસાત્મક પ્રમાણપત્ર પણ આપ્યું.
આવી શક્તિ અને બુદ્ધિના લીધે થોડા જ વખતમાં પંડિતજીને વ્યવસાય માટે જુદે-જુદે સ્થળે ફરવાનું મટી ગયું અને સને ૧૯૨૦માં વડોદરા રાજ્યની સુપ્રસિદ્ધ સેન્ટ્રલ લાઇબ્રેરીમાં અને પાછળથી પ્રાચ્ય વિદ્યામંદિર(ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ)માં તેઓ જૈન પંડિત તરીકે જોડાઈ ગયા. આ સ્થાને એકધારાં ૩૨ વર્ષ સુધી યશસ્વી કામગીરી બજાવીને તેઓ સને ૧૯૫૨માં નિવૃત્ત થયા.
પંડિતજીની સાહિત્યસેવા ઘણી વિપુલ છે. શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ, સિંઘી જૈન ગ્રંથમાળા જેવી નામાંકિત સંસ્થાઓ દ્વારા એમણે સંપાદિત કરેલા પચીસેક પ્રાચીન ગ્રંથો પ્રગટ થયા છે, કેટલાક વિદ્વાનોના સહાયક સંપાદક તરીકે કામગીરી બજાવી છે અને ઇતિહાસ, સાહિત્ય અને ધાર્મિક વિષયોને લગતા સંખ્યાબંધ લેખો લખ્યા છે. ચારેક વર્ષ પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org