________________
૧૧છે.
ડૉ. પ્રબોધ પંડિત
(૪) ઠરેલ ભાષાવૈજ્ઞાનિક ડૉ. પ્રબોધ પંડિત
અત્યારના વિકસિત વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અધ્યયન-પદ્ધતિના યુગમાં એક બાજુ પ્રાચીન વિદ્યાઓનું નવીન ઢબે વિવિધ રીતે અધ્યયન-સંશોધન થવા લાગ્યું છે, તો બીજી બાજુ નવી-નવી વિદ્યાઓના અધ્યયન-સંશોધનને પણ ઠી–ઠીક પ્રોત્સાહન મળવા લાગ્યું છે. આવા અભિનવ અધ્યયનના પ્રસારનો લાભ ભારતને પણ મળે એ સ્વાભાવિક છે.
- આધુનિક નવીન અધ્યયન-વિષય તરીકે ભાષાશાસ્ત્રનું ખેડાણ ધ્યાનપાત્ર રીતે આગળ વધ્યું છે; અને હવે તો, પૂર્વ તેમ જ પશ્ચિમના દેશોની બધી યુનિવર્સિટીઓમાં, મુખ્યત્વે વિવિધ ભાષાસાહિત્યોરૂપ વિષયોના ઉચ્ચ અભ્યાસ સાથે ભાષાશાસ્ત્રના અધ્યયનને એક અનિવાર્ય-ફરજિયાત વિષય તરીકે સાંકળી લેવામાં આવેલ છે. ભાષાશાસ્ત્ર (લિંગ્વિસ્ટિક્સ)ની સાથોસાથ, એના વધુ સૂક્ષ્મ અધ્યયનને માટે ધ્વનિશાસ્ત્ર(ફોનેટિક્સ)નો પણ વિકાસ થયો છે, અને એનું અધ્યયન પણ ક્રમે-ક્રમે બધે આવકાર પામતું જાય છે, આગળ વધતું જાય છે.
વિદ્યાની બીજી શાખાઓના પ્રમાણમાં ભાષાશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્ર વધારે અર્વાચીન કહી શકાય એવાં છે; તેથી એ વિષયના પ્રથમ પંક્તિના કહી શકાય એવા નિષ્ણાત વિદ્વાનો દુનિયાભરમાં આંગળીને વેઢે ગણી શકાય એવા છે. એટલે આ વિષયના ગ્રંથોની સંખ્યા પણ મર્યાદિત હોય એ સ્વાભાવિક છે.
તાજેતરમાં જેમના “ગુજરાતી ભાષાનું ધ્વનિસ્વરૂપ અને ધ્વનિપરિવર્તન નામે પુસ્તકને ભારત સરકારની સાહિત્ય અકાદમીએ, સને ૧૯૬૭ના શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક તરીકે, પાંચ હજાર રૂપિયાનું રાષ્ટ્રીય પારિતોષિક આપવાની જાહેરાત કરી છે, તે ડૉ. પ્રબોધ બેચરદાસ પંડિત ભાષાશાસ્ત્રના આવા જ ઊંડા અભ્યાસી અને મર્મશ વિદ્વાન છે. ભાષાશાસ્ત્રના પ્રખર પંડિત તરીકે ભારતના પ્રથમ પંક્તિના બહુ જ થોડા વિદ્વાનોમાં તો એમનું સ્થાન છે જ છે, પણ આ વિષયના વિદેશના વિદ્વાનોમાં પણ એમની માનભરી ગણતરી થાય છે. આવા બહુ ઓછા ખેડાયેલા વિષયમાં, પ્રમાણમાં ઓછા કહી શકાય એવા સમયમાં, આવી સિદ્ધિની પ્રાપ્તિ એ ડૉ. પ્રબોધભાઈની નિષ્ઠાભરી, નિર્ભેળ અને એકાગ્ર વિદ્યાઉપાસના, કુશાગ્ર બુદ્ધિ અને કાર્યશક્તિની પ્રશસ્તિ બની રહે એવી છે.
વ્યાપક દૃષ્ટિ, ઉદાર મનોવૃત્તિ અને સારગ્રાહી પ્રકૃતિ – એ ત્રિવિધ ગુણને અપનાવીને પોતાના વિષયનું અધ્યયન કરવાની ડૉ. પ્રબોધભાઈની ટેવ છે; સાથેસાથે પોતે પસંદ કરેલ વિષયનું પૂર્ણ યોગથી તેઓ અધ્યયન કરે છે અને જીવનના કેન્દ્રમાં વિદ્યાસાધનાને જ ઉચ્ચ આસને બિરાજમાન કરીને એની ઉપાસનામાં જ
Jain Education International
For Private & Personal Use Only
.
.
www.jainelibrary.org