________________
કૃષ્ણલાલ મો. ઝવેરી
૧૧૭ વળી, પોતાના રાષ્ટ્રભક્ત પિતાની જેમ, શ્રી પ્રબોધભાઈ પણ રાષ્ટ્રીયતાની ભાવનાના રંગે રંગાયેલા હતા, અને સ્વતંત્રતાની અહિંસક લડત દરમિયાન એમણે જેલવાસ પણ અપનાવી લીધો હતો.
તેમનું અવસાન પ્રમાણમાં નાની બાવન વર્ષની ઉંમરે અણધારી રીતે તા. ૨૮-૧૧-૧૯૭૫ના રોજ દિલ્હીમાં થયું. એક વિકસતી પ્રતિભા જીવનની મઝધારમાં જ સમાપ્ત થઈ અને વિદ્યાજગતને ખરેખર સાલે તેવી ખોટ પડી.
(તા. ૧૩-૧૨-૧૯૭૫, તા. -૧-૧૯૪૮)
(૫) વિધાનિષ્ઠ દી.બ. કૃષ્ણલાલ મો. ઝવેરી
દીવાન બહાદુરના માનભર્યા નામથી આખું ગુજરાત જેમને પિછાણતું હતું તે સાક્ષરરત્ન શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી તા. ૧૬-૬-૧૯૫૭ના રોજ રાતના મુંબઈમાં સ્વર્ગવાસ પામ્યા છે. સ્વર્ગગમન સમયે એમની ઉમર ૮૯ વર્ષ જેટલી પાકટ હતી.
મૂળ ધંધો તો એમનો વકીલાતનો અને ન્યાય તોળવાનો, પણ પ્રારંભથી જ એમને વિદ્યા પ્રત્યે ભારે રસ હતો. ફારસીના તો તેઓ એક આધારભૂત વિદ્વાન લેખાતા હતા, અને ગુજરાતી સાહિત્યની પણ એમણે ગ્રંથો અને લેખો દ્વારા નોંધપાત્ર સેવા બજાવી હતી. એમણે “ગુજરાતી સાહિત્યના સીમાસ્તંભો” (MileStones of Gujarati Literature) જેવું પુસ્તક લખીને ગુજરાતી ભાષાથી અપરિચિત જિજ્ઞાસુઓને માટે પણ ગુજરાતી સાહિત્યથી પરિચિત થવાની સામગ્રી તૈયાર કરી આપી હતી.
મૉડર્ન રિબૂ' જેવા કલકત્તાથી પ્રગટ થતા નામાંકિત અંગ્રેજી માસિકમાં ગુજરાતી પુસ્તકોની સમાલોચનાઓ લખીને દાયકાઓ લગી એમણે ગુજરાતી - સાહિત્યની સેવા બજાવી હતી.
ગુજરાતી ભાષાના સાહિત્યસ્વામીઓની જે પુરાણી પેઢી હતી એ એની સાહિત્યનિષ્ઠા, ચીવટ, કોઈ પણ વસ્તુના ઊંડાણને સ્પર્શવાની ધીરજ વગેરે ગુણો માટે આજે પણ સૌ કોઈને માટે સ્મરણીય બની રહી છે. દીવાન બહાદુર આ એકનિષ્ઠ વિદ્યાસેવી પેઢીના જ એક સભ્ય હતા; અને એ કદાચ એના છેલ્લા જ સભ્ય હતા. એટલે એમના સ્વર્ગગમનથી કંઈક દુઃખ પણ થાય છે.
જનતાના દિલમાં જેમ “દીવાન બહાદુર' જેવા મોટાઈભર્યા નામે તેઓએ સ્થાન મેળવ્યું હતું તેમ “કૃષ્ણલાલકાકા' તરીકેના મુરબ્બીવટ અને સ્નેહ સૂચવતા નામે પણ લોકો એમને સંબોધતા હતા. કોઈની પણ વાત શાંતિથી સાંભળવી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org