________________
- -
-
-
-
અન્ય વિદ્વાનો
(૧) મહામના પંડિત રાહુલ સાંકૃત્યાયન
સંસ્કૃતિનો પ્રદીપ યુગે યુગે થતા એના ચાહકોના જીવનવૃતથી જ સદા ઝળહળતો રહે છે. મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન કેવળ ભારતીય સંસ્કૃતિને જ નહીં, વિશ્વ-સંસ્કૃતિને જાજ્વલ્યમાન બનાવનાર એક માનવતાવાદી સંસ્કૃતિભક્ત મહાપુરુષ હતા. તે કામ કરતાં શરીર કદી થાકે નહીં, બુદ્ધિ ક્યારેય પાછી પાની કરે નહીં અને મનના ઉત્સાહમાં તો ક્યારેય ઓટ આવે જ નહીં – રાહુલજી જાણે તન અને મનની તંદુરસ્તી અને શક્તિના ધોધ હતા ! માત્ર ચાના ઘૂંટડાથી પોતાનાં તન-મનને સ્કૂર્તિમંત રાખીને દિવસોના દિવસો સુધી કાર્યમાં રત રહેવું એ જાણે રાહુલજીને મન રમતવાત હતી. એકધારા હોંતેર-બ્દોંતેર કલાક સુધી એક આસને બેસીને કામનો ભાર આનંદપૂર્વક ઉઠાવ્યાના તો કેટલાય પ્રસંગો એમના જીવનમાં નોંધાયા છે!
એમનું મૂળ વતન ઉત્તરપ્રદેશમાં આઝમગઢ ગામથી સાતેક માઈલ ઉપર આવેલું પંદાણા ગામ. નાતે બ્રાહ્મણ. કેદારનાથ પાંડ્ય એમનું નામ. સને ૧૮૯૩માં એમનો જન્મ થયેલો.
તેર વરસની ઉંમરે તો એમને કવિતા ફુરેલી, અને ૧૮ વર્ષની ઉંમરે એમણે વિદ્યાધામ વારાણસીમાં સંસ્કૃત વ્યાકરણ અને કાવ્ય-શાસ્ત્રનો અભ્યાસ શરૂ કરેલો.
શ્રી રાહુલજીનું માનસ ક્યારેય બંધિયાર વિચારોને મંજૂર ન રાખતું. તેઓ હંમેશાં વિકાસશીલ વિચારસરણી અને પ્રવૃત્તિના જ ઉપાસક રહ્યા છે. તેથી જ જીવનનાં અને વિદ્યાનાં સંખ્યાબંધ ક્ષેત્રો તેઓ સફળતાપૂર્વક ખેડી શક્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
:
www.jainelibrary.org