________________
પંડિત રાહુલ સાંકૃત્યાયન
૧૧૧ એમણે નાના-મોટા વિવિધ વિષયને લગતા ૧૭૦ જેટલા ગ્રંથોનું સર્જન કર્યું હતું, તે એ બતાવવાને પૂરતું છે કે એમની વિદ્વત્તા અને એમની કલમ વિદ્યાના ક્ષેત્રમાં કેટલો ઝડપી પ્રવાસ કરી શકતી હતી.
તેઓ દેશ-વિદેશની અત્યારે પ્રચલિત તેમ જ ચાલુ વપરાશમાંથી લુપ્ત જેવી થઈ ગયેલ ૩૬ જેટલી ભાષાઓ કે બોલીઓ ઉપર અધિકાર ધરાવતા હતા; અને એ રીતે એમને આ યુગના ભાષાવિદોના શિરોમણિઓમાં માનભર્યું સ્થાન મળ્યું હતું.
સાહિત્ય અકાદમીએ એમના એક (૧૯૫૭ના) ગ્રંથને હિંદી સાહિત્યનો શ્રેષ્ઠ ગ્રંથ લખીને એ માટે એમને પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક આપ્યું હતું, અને ગયે વર્ષે (૧૯૬૨માં) આપણી સરકારે એમને “પદ્મભૂષણ'ની પદવી એનાયત કરીને એમની સુદીર્ઘકાલીન સાહિત્યસેવાનું બહુમાન કર્યું હતું.
એમણે આત્મકથા પણ લખીને પ્રગટ કરી છે; પણ એનું છેલ્લું પ્રકરણ લખીને એમણે એવી ઇચ્છા પ્રદર્શિત કરી છે કે એ એમના અવસાન બાદ ત્રીસ વર્ષે પ્રગટ કરવામાં આવે. વિશ્વઇતિહાસ અને રાજકારણના આ અભ્યાસીએ ન માલુમ એમાં શું ગોપવી રાખ્યું હશે !
રાહુલજીની માનવતા પણ એમની અભુત વિદ્વત્તા અને અસાધારણ કાર્યશક્તિની હરોળની – અરે, ક્યારેક તો એને પણ ટપી જાય એવી ઉચ્ચ. કોટીની – હતી. ઉદારતા તો જાણે રાહુલજીની જ. પોતે ભારે પરિશ્રમ વેઠીને કોઈ પ્રાચીન ગ્રંથની પ્રેસકોપી તૈયાર કરી હોય, અને કોઈ વિદ્વાન એની માગણી કરે તો રાહુલજી હોંશે-હોંશે એ આપી દે. તિબેટથી આણેલો આખો ગ્રંથસંગ્રહ, જેનું મૂલ્ય આંકવું મુશ્કેલ છે, એમણે પટના યુનિવર્સિટીને ભેટ આપી દીધો – કેવી નિર્મમતા !
» એમનો સ્વભાવ એટલો તો સૌમ્ય હતો કે એમને પોતાના વિરોધી માનનારને પણ રાહુલજીએ ક્યારેય પોતાના વિરોધી માનવાની સંકુચિતતા દાખવી , નથી; સૌને એ પોતાના મિત્ર લખતા. એવી હતી એમની સહૃદયતા !
આવા એક વિભૂતિવાન વિદ્વાન પુરુષના તા. ૧૪-૪-૧૯૭૩ના રોજ ૭૦ વર્ષની ઉંમરે, દાર્જિલિંગમાં, લાંબી માંદગીને અંતે થયેલ અવસાનથી ભારતે એક સાચો સંસ્કૃતિ-ઉપાસક મહાપંડિત ગુમાવ્યો છે, અને દુનિયાને પણ સંસ્કૃતિનું હાર્દ સમજાવીને વિશ્વમાં ભ્રાતૃભાવનો પ્રચાર કરનાર એક પુરુષની ખોટ પડી છે.
(તા. ૨૭-૪-૧૯૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org