________________
ડૉ. મોતીચંદ
૧૦૩
પહેલાં અંતિમ સંલેખનારૂપે સંથારાનો સ્વીકાર કરીને સમજણપૂર્વક કાયાની માયાને જીતી લીધી હતી. એમનું પવિત્ર જીવન સમાજની ધર્મભાવના અને જ્ઞાનસાધનાને જાગૃત કરવામાં પ્રેરક બને એમ ઇચ્છીએ.
(તા. ૨૩-૯-૧૯૬૧)
(૨૮) ભારતીય કળાના નિષ્ણાત ડૉ. મોતીચંદ
મુંબઈના સુપ્રસિદ્ધ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યૂઝિયમના ડિરેક્ટર ડૉ. મોતીચંદનું, મુંબઈમાં તા. ૧૭-૧૨-૧૯૭૪ના રોજ, ૬૫ વર્ષની વયે અવસાન થતાં ભારતીય કળાના મર્મજ્ઞ અને વિશ્વવિખ્યાત વિદ્વાનની આપણા દેશને બહુ મોટી ખોટ પડી છે. ડૉ. મોતીચંદનું મૂળ વતન બનારસ. જેમના મહેલમાં અત્તરના દીવા બળતા હોવાની વાત પ્રચલિત છે, તે બનારસના સુપ્રસિદ્ધ ભારતેન્દુના કુટુંબમાં, સને ૧૯૦૯ના ઑગસ્ટ માસમાં એમનો જન્મ થયો હતો. કળાના સંસ્કાર અને કળા તરફની પ્રીતિનો વારસો એમને નાનપણથી જ મળ્યો હતો. સમય જતાં ક્યા તરફના આદરનો આ સંસ્કાર-વારસો શતદળ કમળની જેમ, અથવા તો વિશાળ વડલાની વડવાઈઓની જેમ, એવો પાંગર્યો કે એથી ભારતીય કળાના કોવિદ અને અધિકૃત જ્ઞાતા તરીકેની ડૉ. મોતીચંદની નામના આખા દેશમાં પ્રસરી રહી; એટલું જ નહીં, એમની કીર્તિ દરિયાપાર અનેક પ્રગતિશીલ દેશોમાં પણ પહોંચી ગઈ. ડૉ. મોતીચંદે બાવીસ વર્ષની ઉંમરે બનારસ હિંદુ યુનિવર્સિટીની એમ. એ.ની પરીક્ષા પસાર કરી હતી, અને ત્યાર પછી બે વર્ષે ચોવીસ વર્ષની ઉંમરે સને ૧૯૩૩માં લંડન યુનિવર્સિટીમાં વિશેષ અભ્યાસ કરીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. અભ્યાસમાં આવી નિપુણતા મેળવીને એમણે પોતાની મોટા ભાગની કારકિર્દી મુંબઈમાં અને તે પણ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યૂઝિયમ જેવા સુવિખ્યાત એક જ સ્થાનમાં વિતાવી હતી. સને ૧૯૩૭થી ૧૯૫૦ સુધી ચૌદ વર્ષ લગી, એમણે આ મ્યૂઝિયમના કળા-વિભાગના ક્યૂરેટર તરીકેની જવાબદારી સંભાળી હતી, અને સને ૧૯૫૦થી તે ૧૯૭૪માં એમનું અવસાન થયું ત્યાં સુધી એટલે કે લગભગ પચ્ચીશી સુધી ત્યાં જ ડિરેક્ટર તરીકેની જવાબદારી પણ ખૂબ યશસ્વી રીતે સંભાળી હતી.
ભારતની પ્રાચીન-અર્વાચીન ગ્રંથસ્થ અને બીજી ચિત્રકળાને પારખવાની એમની નિપુણતા અસાધારણ કહી શકાય એટલી વ્યાપક તેમ જ મર્મસ્પર્શી હતી. એ જ રીતે ભારતીય શિલ્પ-સ્થાપત્ય, પુરાતત્ત્વ અને મૂર્તિઓના પણ તેઓ ઉચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org