________________
૧૦૪
અમૃત-સમીપે કોટીના અભ્યાસી હતા. આ ક્ષેત્રોના મૂલ્યાંકનની બાબતમાં એમના અભ્યાસ અને અભિપ્રાયને બહુ જ વજનદાર અને આધારભૂત લેખવામાં આવતા. ભારતીય કળાના કોવિદ તરીકેની એમની કારકિર્દી અને કીર્તિ સતત વિકસતી જ રહી છે.
ભારતીય કળાનો વિદ્વાન જૈન ચિત્રકળા, શિલ્પસ્થાપત્ય અને મૂર્તિવિદ્યાના સમૃદ્ધ ખજાનાથી ન આકર્ષાય એવું બને જ નહીં. એટલે સ્વાભાવિક રીતે જ ડૉ. મોતીચંદ એ તરફ આકર્ષાયા હતા, અને એ બાબતમાં પણ એમણે સારી નામના મેળવી હતી. જેનાશ્રિત કળા તરફના આકર્ષણને કારણે તેઓ સ્વર્ગસ્થ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના નિકટના પરિચયમાં આવ્યા હતા.
ડૉ. મોતીચંદે જેમ અનેક વિદ્યાર્થીઓને પોતાના વિષયમાં તૈયાર કર્યા હતા, તેમ એમણે અંગ્રેજી અને હિંદી ભાષામાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો પણ લખ્યાં છે. વિશેષ આનંદ ઉપજાવે એવી બીના તો એ છે કે એમની કલાવિશારદતાનો સંસ્કારવારસો એમના સુપુત્ર ડૉ. પ્રમોદચંદ્રમાં ઊતર્યો છે, અને એમણે પણ પોતાના પિતાની જેમ, દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
પોતાની આવી કલાનિપુણતાને લીધે ડૉ. મોતીચંદે સરકારી તથા બિનસરકારી કમિટીઓમાં કામ કર્યું હતું, વિદેશમાં પણ પ્રવાસો કર્યા હતા અને કેટલાંક પારિતોષિકો પણ મેળવ્યાં હતાં. ભારત સરકારે ગયા વર્ષે એમને પદ્મભૂષણ' ખિતાબ એનાયત કરીને એમની વિદ્વત્તાનું બહુમાન કર્યું હતું.
(તા. ૨૫-૧-૧૯૭૫)
(૨૯) કળામર્મજ્ઞ ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહ
વડોદરાના ડૉ. ઉમાકાંતભાઈ પ્રેમાનંદ શાહ, એ આપણા દેશના ભારતીય ઇતિહાસ, સાહિત્ય અને ખાસ કરીને કળાના જાણીતા વિદ્વાન છે. એ જ રીતે તેઓ જૈન સાહિત્ય, ઇતિહાસ અને વિશેષે કરીને કળાના પણ ઊંડા અભ્યાસી છે; અને જૈન મૂર્તિવિદ્યાના તો તેઓ વિશેષજ્ઞ કે નિષ્ણાત છે. એમની પીએચ.ડી.ની ડિગ્રીના મહાનિબંધનો વિષય જ જૈન મૂર્તિવિદ્યા (Elements of Jain Iconography) હતો; અને વર્ષોના અભ્યાસ અને અનુશીલનને અંતે એ તૈયાર થયો હતો.
છેક ૧૯૩૬ની સાલમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, સત્તર વર્ષ સુધી તેઓએ, અનેક કૌટુમ્બિક જવાબદારીઓ વચ્ચે પણ, પોતાની વિદ્યાઉપાસનાને અવિરતપણે જે ચાલુ રાખી, અને એ અખંડ સરસ્વતી સેવાના પરિપાકરૂપે આવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org