________________
પંડિત શ્રી નાથુરામજી પ્રેમી
(૨૩) સત્યશોધક પુરુષાર્થી પંડિત શ્રી નાથુરામજી પ્રેમી
જગતમાં આગળ વધેલા માનવીઓમાં કેટલાક આધારની ધારે-ધારે આગળ વધ્યા હોય છે, તો કેટલાકે આપબળે સિદ્ધિ હાંસલ કરી હોય છે : કેટલાક વેલ જેવા હોય છે, તો કેટલાક વૃક્ષ જેવા. પોતાના આત્મવિશ્વાસના બળે શૂન્યમાંથી સર્જન કરનાર એક પંડિતપુરુષની આ કથા છે. પ્રામાણિકતાથી કદી પાછા ન હઠવું અને પુરુષાર્થથી કદી મોં ન ફેરવવું એ એમનું જીવનવ્રત હતું. એમનું નામ શ્રી નાથૂરામજી પ્રેમી. ગઈ ત્રીસમી જાન્યુઆરીના દિવસે (મહાત્મા ગાંધીજીના નિર્વાણદિવસે) ૭૮ વર્ષની ઉંમરે, મુંબઈમાં એમનું અવસાન થયું.
૮૭
શ્રી પ્રેમીજી મૂળે મધ્યપ્રાન્તના સાગર જિલ્લામાંના દેવી’ નામે નાનાસરખા કસ્બાના વતની. પ૨વા૨ વાણિયાની એમની જાતિ. ધર્મે તેઓ દિગંબર જૈન. એમની અટક ‘મોદી’; ‘પ્રેમી’ તો એમનું કવિ-લેખક તરીકેનું તખલ્લુસ. પણ તેણે સમય જતાં મૂળ અટકનું સ્થાન લઈ લીધું. એમનો જન્મ વિ. સં. ૧૯૩૮ના માગશર સુદ છઠે (સને ૧૮૮૨માં) થયો હતો.
એમના પિતાનું નામ શ્રી ટૂંડે મોદી. કુટુંબનો પરાપૂર્વનો ધંધો ખેતીવાડી અને ધીરધારનો ; એ ધંધાથી કુટુંબનું માંડમાંડ ભરણપોષણ થાય. એમાં શ્રી ટૂંડે મોદી તો સાવ ભલા-ભોળા માણસ. એટલે ન ખેતીમાંથી કંઈ ઊપજ ઘરભેગી થાય કે ન ધીરધારમાંથી દેણદારો કંઈ પાછું આપે; જેટલું ધીર્યું એટલું બધું લગભગ સ્વાહા ! ઘરમાં લેણાના દસ્તાવેજોનો તો મોટો ગંજ; પણ એનાથી થોડા બજારમાંથી ઘઉં-બાજી કે ગોળ-ઘી મળે ? કુટુંબ કારમી દરિદ્રતામાં ઓરાઈ ગયું. પછી તો ટટ્ટુ ઉપર મીઠું-મરચું અને ગોળ જેવી ચીજોનો કોથળો ક૨વાનો વારો આવ્યો ! આખો દિવસ એ રીતે ગામડાંઓમાં ફરે, અને સાંજ પડ્યે બે પૈસા પેદા થાય, તો બીજા દિવસના ખોરાકની જોગવાઈ થઈ શકે.
આવી સ્થિતિમાં ક્યારેક દેવું પણ કરવું પડે; અને એ દેવું વખતસર ભરપાઈ ન થાય, તો લેણદાર દુશ્મનની ગરજ સારે. દરિદ્ર અને વળી દેવાદાર, એટલે પછી લેણદારના રોફનું પૂછવું જ શું ? એક વખત લેણદાર જપ્તી લઈને આવ્યો, અને ચૂલે ચડતાં ધાનનાં વાસણ સુધ્ધાં, ધાનને ધરતી ઉપર ફગાવી દઈને, ઉપાડી ગયો ! તે દિવસે આખા કુટુંબને ઉપવાસ થયો !
આવી દીન-હીન-દરિદ્ર સ્થિતિમાં નાથુરામનો ઉછેર થવા લાગ્યો; એટલે ધન-સંપત્તિનું સુખ કોને કહેવાય એનો તો એને ખ્યાલ પણ ક્યાંથી હોય ? દિવસમાં પેટપૂરતું લૂખું-સૂકું ખાવા મળે તો ય ગનીમત. આ બધી દરિદ્રતાના કાદવમાંથી પૌરુષનું કમળ ઊગવાની આકરી પૂર્વભૂમિકા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org