________________
ફર
અમૃત-સમીપે
મહાવીરનું નામ તેઓ લેતા ત્યારે શ્રદ્ધાથી ગદ્ગદ થઈ મસ્તક નમાવતા. જૈનોની સંસ્કૃતિ માટે તેમને વિશેષ પ્રેમ હતો.
“જૈન આગમો ઉપર તેમને સારો કાબૂ હતો. એ દરેક વસ્તુને ખૂબ છણીને લખતા હતા. અંતિમ બે કામો જૈન માટે ગૌરવની વસ્તુ જેવાં છે. એક તે...(?) (અંકનો પાનાનો આ ભાગ ખંડિત છે. - સં.) તલાગ' જેનો ઉલ્લેખ બેલાણીએ આપના પત્રમાં કર્યો હતો, તેનું નિશ્ચિત સ્થાન એમણે પરિશ્રમ કરી ખોળી કાઢ્યું હતું, એનો નકશો પણ મને બતલાવ્યો હતો. એ પર મોટો નિબંધ લખી તેમણે મારા ‘પુરાતત્ત્વ-અંક’ (‘વિશાલભારત’ માસિકના પુરાતત્ત્વ-અંક) માટે આપ્યો છે, જેમાં ખારવેલની અંતિમ શોધ છે. બીજું તેઓએ ગત ચાર માસથી આપણા ભગવતીસૂત્રનું અંગ્રેજી ભાષાંતર પણ શરૂ કરી દીધેલ હતું. થોડો ભાગ થયો પણ છે; પણ શું થાય ?
“અમારી સિરીઝમાં કલ્પસૂત્ર, જે છપાય છે, તેની પ્રસ્તાવના પણ લખી રહ્યા હતા. બે કામો અધૂરાં રહી ગયાં. ખારવેલ પર એમની સ્વકીય ગવેષણા હતી. મારા માટે તો તેઓ અંગત કુટુમ્બી જેવા હતા; પણ શું થાય ? બંગાળી વિદ્વાનો, જે જૈન સાહિત્યમાં રસ લે છે તેમાં એ પ્રધાન હતા. જૈનો માટે પણ મોટી ખોટ ગણાય.
“હું બરૂઆનાં સંસ્મરણો લખી રહ્યો છું.”
મુનિશ્રી કાંતિસાગરજીએ આપેલ આ પરિચય ઉપરથી સ્વ. ડૉ. બરૂઆની સાહિત્યસેવાનો ઠીક ઠીક ખ્યાલ આવી શકે એમ છે.
પરદેશમાં મૂકભાવે જૈન ધર્મનું ગૌરવ વધારવામાં યશસ્વી કામ કરનારા આવા વિદ્વાનોનું યોગ્ય મૂલ્યાંકન કરવાનું કામ એ આજના યુગની જૈનોની મોટામાં-મોટી ફરજ છે; આપણે એ ફરજ અદા કરીએ. અસ્તુ.
(તા. ૨-૫-૧૯૪૮)
(૧૫) જૈનસંસ્કૃતિનિષ્ક શ્રી પૂરણચંદ્રજી શ્યામસુખા
સમાજસેવાની ભાવના, જૈનધર્મના પ્રચારની તમન્ના અને વાચન-ચિંતનલેખન દ્વારા વિદ્યાની સતત ઉપાસના કરવાની ઉત્કટ અભિરુચિ એ પૂ. શ્રી પૂરણચંદ્રજી શ્યામસુખાના પવિત્ર જીવનની સદાસ્મરણીય અને પ્રેરક ફલશ્રુતિ છે. આવા એક વિદ્યાનિષ્ઠ, ધર્મનિષ્ઠ અને સેવાનિષ્ઠ પુરુષ જીવનભર પોતાના ધ્યેયને પાર પાડવા માટે એક પ્રશાંત યોદ્ધાની જેમ પુરુષાર્થ કરતા રહીને ૮૬-૮૭ વર્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org