________________
શ્રી “સુશીલ' (ભીમજીભાઈ)
આ વાત ચાલતી હતી ત્યાં તો તેઓ બીજા વિદ્વાનોએ બંગાળીમાં પ્રગટ કરેલ સાહિત્ય-સામગ્રીના સ્મરણથી જાણે ડોલવા લાગ્યા.
તેમને પહેલાં યાદ આવ્યા વયોવૃદ્ધ-જ્ઞાનવૃદ્ધ શ્રી વિધુશેખર શાસ્ત્રી. તેમને સંભારતાં-સંભારતાં તેમણે કહ્યું, “એમણે કેવું ઊંડું અને ચિંતનભર્યું લખ્યું છે અને હજુ પણ લખી રહ્યા છે ! ભારે વિદ્યાસેવી છે એ. જેનોએ એનું જતન કરી રાખવું જોઈએ અને એમની પાસેથી બીજું પણ મેળવી લેવું જોઈએ. એમનાં લખાણોનો સંગ્રહ આપણે પુસ્તકરૂપે પ્રગટ કરીએ એ બહુ કામનું છે. હવે તો એ બહુ વૃદ્ધ થયા છે અને વધુ ને વધુ વૃદ્ધ થતા જાય છે; કોણ જાણે ક્યારે એ પ્રતિભા અદશ્ય થઈ જશે.” આટલું બોલતાં બોલતાં શ્રી સુશીલભાઈ વિચારમગ્ન બની ગયા.
આમ વાતાવરણ કંઈક ગંભીર બનતું લાગ્યું, ત્યાં તો શ્રી વિધુશેખર શાસ્ત્રીનો ગુરુદેવ ટાગોર સાથેનો શાંતિનિકેતનમાંનો એક પ્રસંગ કહીને તેમણે ભારે રમૂજ પ્રસરાવી દીધી. ગાંભીર્યનું વાદળ જાણે વિખરાઈ ગયું. ટુચકાઓનો તો જાણે શ્રી સુશીલભાઈ પાસે ખજાનો જ ભર્યો પડ્યો છે.
આમ થોડીક રમૂજ પછી પાછા તેઓ મૂળ વાત ઉપર ગયા. બીજા એક બંગાળી વિદ્વાન ડૉ. વિમલચરણ લૉ (બી. સી. લૉ) તેમને સાંભરી આવ્યા. અને તેમના સાહિત્યને સાચવવાનું અને તેમના જ્ઞાનનો ઉપયોગ કરી લેવાનું તેમણે સૂચન કર્યું. આમ જૈન સાહિત્યને અનેક રીતે સમૃદ્ધ કરવાના હજુ પણ તેમને મનોરથો આવ્યા જ કરે છે.
આવી વાતો, ન માલૂમ, કેટલી વાર ચાલત ! પણ પછી તો એમ લાગ્યું કે આ ભાવનાના બોજને સાથ આપવા શરીર અત્યાર તૈયાર નથી ; એટલે બીજી વાતો ચાલી. મેં કહ્યું: “કાકાસાહેબ કાલેલકરની જેમ આપને પણ પોતે બોલીને બીજા પાસે લખાવવાની ટેવ હોત તો કેવું સારું !” તેઓએ કહ્યું, “આ મગજ હવે એવી જવાબદારી લેવા તૈયાર નથી; એ થાકી જાય છે. પણ હવે તો આ કેવળ મનના મનોરથ સેવવાની જ વાત થઈ. કોઈ કાળે એ ફળે તો ભારે ખુશનસીબી.”
શ્રી સુશીલભાઈ સાથે આમ વાત કરતાં એટલું લાગ્યું કે એમનું હૃદય ઊર્મિઓથી ભરાયું પડ્યું છે; બુદ્ધિ અને પ્રગટ કરવા અશક્ત બની બેઠી છે. વાણીનો પ્રવાહ અંતરમાં ભય પડ્યો છે; હાથ તે કાગળ ઉપર ઉતારવા ના ભણે છે.
(તા. પ-૧-૧૯૫૨) “જૈન” સાપ્તાહિકે પોતાના સાઠેક વર્ષના જીવનકાળ દરમિયાન લેખકો, વિચારકો અને શુભેચ્છકોનું પોતાનું નાનું સરખું કુટુંબ રચ્યું છે, અને શ્રી ભીમજીભાઈ “સુશીલ' છેલ્લાં ચાલીસેક વર્ષથી અમારા એ કુટુંબના વડા તરીકેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org