________________
અમૃત-સમીપે હૃદયનો – હૃદયની ઊર્મિઓનો – ભાર ઝીલતાં-ઝીલતાં બુદ્ધિ હવે થાક અનુભવવા લાગી છે; હૃદયમાં તો જાણે ભાવનાનો મેરામણ ઊમટી રહ્યો છે.
- તા. ૩૧-૧૨-૧૯૫૧ને સોમવારના રોજ ભાવનગરમાં, પૂ. મુ. શ્રી દર્શનવિજયજી મહારાજ (ત્રિપુટી) તથા તેમના એક શિષ્ય સહિત મારા ભાઈ શ્રી જયભિખ્ખું, અમારા એક સ્નેહી અને શ્રી સુશીલભાઈના ચિરકાળના મિત્ર શેઠ હરગોવિંદદાસ રામજીભાઈ અને હું શ્રી સુશીલભાઈને મળ્યા.
શ્રી સુશીલભાઈના ઓરડામાં અમે દાખલ થયા ત્યારે તેઓ ઉઘાડે ડિલે હાથ-પગ ધોઈ રહ્યા હતા. એમનું સશક્ત શરીર આ રીતે ઉઘાડું જોવાનો અવસર મળ્યો હોત તો તો આનંદ જ થાત; આજે તો જાણે હાથ-પગ પાસેથી કામ લેવામાં પણ એમને મુસીબત પડતી હતી.
મન સવાલો પૂછતું હતું : સંયમિત મસ્ત જીવન, નિયમિત આહાર-વિહાર અને સાત્ત્વિક વૃત્તિ, અને છતાં શરીર દગો દે ? પણ મન જ પાછું એ સવાલનો જવાબ આપતું હતું : “યે સબ પુદ્ગલકી બાજી !” પુદ્ગલનું લાખ-લાખ જતન કરો; એને રહેવું હોય તો વગર જતને તંદુરસ્ત રહે, ન રહેવું હોય તો એને વણસતું રોકવું મુશ્કેલ.
મનમાં કંઈક વિષાદ વ્યાપી ગયો. પણ બે-ચાર મિનિટની સુખપૃચ્છાની વાતચીત કરી, અને ભલે ધીમા છતાં સ્થિર અને સ્વસ્થ સ્વરે શ્રી સુશીલભાઈના થોડાક બોલ સાંભળ્યા કે તરત જાણે એ વિષાદ દૂર ચાલ્યો ગયો : શબ્દોમાં એ જ રમૂજ, વાણીમાં એ જ ચમકારો, ચહેરા ઉપર એ જ ભાવનાની રેખાઓનાં દર્શન થયાં. .
બંગાળના પ્રસિદ્ધ અને વયોવૃદ્ધ વિદ્વાન ડૉ. શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય જૈન સાહિત્યના અને વિશેષ કરીને જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા જાણકાર છે. તેમણે બંગાળી ભાષામાં (અને અંગ્રેજીમાં પણ) જૈન તત્ત્વજ્ઞાનને સ્પર્શતા અનેક લેખો લખ્યા છે, હજી પણ લખે છે. તેમના આવા કેટલાક લેખોનો શ્રી સુશીલભાઈએ ઘણાં વર્ષો પહેલાં જિન-વાણી' નામે પુસ્તકરૂપે ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. પૂ. મુનિશ્રી દર્શનવિજયજીની પ્રેરણાથી એ પુસ્તકનું હિન્દી ભાષાન્તર થઈ રહ્યું છે. એ સંબંધી શ્રી સુશીલભાઈની સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું. “ગુજરાતી “જિનવાણી પુસ્તકમાં જે સંગ્રહ કરવામાં આવ્યો છે, ત્યારપછી તો ડૉ. ભટ્ટાચાર્યજીએ જેને તત્ત્વજ્ઞાન અંગે બીજા ઘણા મહત્ત્વના લેખો લખ્યા છે. એ લેખોમાંથી ચૂંટીને કેટલાક લેખોનો બીજો સંગ્રહ કરવો જરૂરી છે; એમાં બહુ ઉપયોગી સામગ્રી ભરી પડી છે. આ વિદ્વાને કેવું અભ્યાસપૂર્ણ લખ્યું છે, અને એની તુલના કરવાની શક્તિ કેવી અદ્ભુત છે !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org