________________
શ્રી ‘સુશીલ’ (ભીમજીભાઈ)
૩૯
નિરાકુલપણે કરી શકે અને આખું જીવન એક સત્, ચિત્, આનંદના ઉપાસક સંતની જેમ મસ્તફકીરીમાં વિતાવી શકે આવા-આવા અતિ વિરલ મનોરથોએ જ શ્રી ભીમજીભાઈને એકલવાયાપણાની દીક્ષા આપી હતી. એમણે પોતાના જીવનને અતિ પ્રવૃત્તિ, અમર્યાદ મહત્ત્વાકાંક્ષાઓ અને નિરર્થક દોડધામથી મુક્ત રાખ્યું હતું અને ચિત્તને પરિગ્રહ-પરાયણતાથી અલિપ્ત રાખ્યું હતું.
એમનું જીવન સાદું અને સીધું હતું, એમની જરૂરિયાતો બહુ મર્યાદિત હતી અને તેથી ખપપૂરતી ઊપજ થઈ રહે એટલે તેઓ સંતુષ્ટ થઈ જતા. એમને મન પૈસો એ સાધ્ય નહીં, પણ સાચા અર્થમાં સાધનમાત્ર હતું; અને તેથી પોતાના મસ્ત મનોરાજ્યમાં તેઓ પૈસાને ભાગ્યે જ દખલગીરી કરવા દેતા. તેથી જ તો તેઓ લેખનપ્રવૃત્તિમાં ખૂબ સંયમી રહેતા અને ઢગલાબંધ સાહિત્યસર્જનના મોહથી મુક્ત રહી શક્યા હતા. આમ છતાં એમણે પોતાના પ્રવૃત્તિકાળ દરમિયાન જે કાંઈ લખ્યું છે તે જેમ ગુણવત્તાની દૃષ્ટિએ ઉચ્ચ કોટિનું છે તેમ વિસ્તારની દૃષ્ટિએ પણ કંઈ ઓછું નથી.
-
પણ એમ લાગે છે કે એમનો આત્મા તો ઉચ્ચ કોટિના સાહિત્યનું વાચન ક૨વાનો જ ભારે રસિયો હતો; એટલે જો એમનું ચાલત તો તેઓ આખી જિંદગી વાચન-મનન-ચિંતનનો આસ્વાદ લેવામાં જ વિતાવત. એટલે લેખનપ્રવૃત્તિ તો એમને મન દેહનું દાપું પૂરું પાડવા પૂરતી જ મહત્ત્વની હતી. અને તેથી જ ગમે તેમ ઢગલાબંધ લખવું એના બદલે પ્રગટ થતા સાહિત્યમાંથી ઉચ્ચ કોટીના સાહિત્યનું વાચન કરીને સમય અને શક્તિને વધારે કૃતાર્થ કરવાં સારાં – એવો કંઈક એમના જીવનનો મુદ્રાલેખ ઘડાઈ ગયો હતો.
શ્રી સુશીલભાઈની ભાષા જેવી પ્રૌઢ અને ગંભીર હતી, એવી જ ઓજસ્વી અને મધુર હતી, અને એમની શૈલી પણ જેવી સ્વસ્થ હતી, એવી જ પ્રાસાદિક હતી. શ્રી સુશીલભાઈની કલમનો પ્રસાદ મેળવવો એ એક પ્રકારનો લ્હાવો હતો. વિચારની વિશદતા, સરળતાભરી છણાવટ અને સમસ્ત લખાણમાં વ્યાપી રહેતો સંસ્કારિતાનો પમરાટ એ શ્રી સુશીલભાઈની કલમની બીજી વિશેષતાઓ હતી. અને તેથી ક્યારેક મનમાં એમ થઈ આવે છે કે પોતાની કલમની જુવાનીના સમયમાં એમને થોડીક વધારે આર્થિક ભીંસ નડી હોત કે થોડોક લોભ એમને વળગ્યો હોત તો કેવું સારું થાત !
-
Jain Education International
વળી, શ્રી સુશીલભાઈ રાષ્ટ્રસેવાના કાર્યમાં પણ પાછળ નહોતા રહ્યા. દેશના સ્વાતંત્ર્ય-યુદ્ધના તેઓ એક વિશિષ્ટ સૈનિક બન્યા હતા, અને એ વખતે એમણે પોતાની શક્તિ માતૃભૂમિને ચરણે સમર્પિત કરીને કારાવાસનો પણ આસ્વાદ લીધો હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org