________________
પ૭.
ડૉ. મિસ હોન્સન ઇન્સ્ટિટ્યૂટ)ના તાજેતરમાં પ્રગટ થયેલ “જર્નલ ઑફ ધી ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ નામે ત્રમાસિના જૂન ૧૯૬૭ના અંકમાં શ્રીયુત જે. પી. ઠાકરે ડૉ. મિસ જ્હોન્સન અંગે વિસ્તૃત માહિતી આપતી લાંબી અવસાનનોંધ અંગ્રેજીમાં લખી છે, એટલે એને આધારે આ નોંધ લખવાનું શક્ય બન્યું છે.
ડૉ. મિસ જ્હોન્સને કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય-વિરચિત સુપ્રસિદ્ધ મહાકાવ્ય (અથવા પુરાણકાવ્ય) “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'ના અંગ્રેજી અનુવાદને એક પવિત્ર જીવનકાર્ય તરીકે સ્વીકાર્યું હતું, અને એ કાર્યની પાછળ પૂર્ણ નિષ્ઠાપૂર્વક પોતાનાં સમય અને શક્તિને અર્પણ કરીને એને યશસ્વી રીતે પૂર્ણ કર્યું હતું. સને ૧૯૨૦ની સાલમાં તેઓ હિંદુસ્તાન આવ્યાં અને બે વર્ષ આ દેશમાં રોકાયાં એ દરમ્યાન એમનું ધ્યાન જૈનધર્મ અને સંસ્કૃતિના મહાકોશ-સમા અને પાંત્રીસ હજાર શ્લોક જેટલા વિશાળ આ મહાકાવ્ય તરફ દોરાયું હતું. પોતાને અજાણી ભાષા, તેથી ય વિશેષ અજાણી પરિભાષાઓ પ્રયોજતા, પણ જૈનધર્મ અને સંસ્કૃતિની વિપુલ સામગ્રીથી સભર એવા મહાસાગર-સમા આ ગ્રંથનું અંગ્રેજી ભાષાંતરનું કામ અખૂટ જિજ્ઞાસા, ખંત, ધીરજ, પરિશ્રમશીલતા અને વિદ્વત્તા માંગી લે એવું મોટું અને જટિલ હતું, અને તે વિદ્વાનો પાસેથી જરૂરી સહાય મેળવીને એકલે હાથે કરવાનું હતું. આવું મોટું કાર્ય આ વિદુષી બહેને ચારેક દાયકા જેટલા લાંબા સમય સુધી મહેનત કરીને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું એ બીના એ માનનીય ભગિનીનાં જીવન અને કાર્યનિષ્ઠાની યશકલગીરૂપ બની રહે એવી છે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે દળદાર છ ભાગમાં પ્રગટ થયેલ એ ભાષાંતર વડોદરાની વિશ્વપ્રસિદ્ધ ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં સને ૧૯૩૧થી ૧૯૬૨ સુધીમાં ૩૧ વર્ષ દરમ્યાન પ્રસિદ્ધ થયેલ છે.
ડૉ. મિસ જ્હોન્સનનો જન્મ તા. ૧૪-૧૦-૧૯૮૯ના રોજ અમેરિકામાં થયો હતો. સંસ્કૃતનો વિષય લઈને તેઓ ૧૮ વર્ષની ઉંમરે, સને ૧૯૦૭માં બી. એ. થયાં. તે પછી બીજે વર્ષે તેઓ એ જ વિષય લઈને એમ. એ. થયાં. પછી એમણે બે-એક વર્ષ સંસ્કૃત ઉપરાંત ગ્રીક ભાષા અને પુરાતત્ત્વનો અભ્યાસ કર્યો. સને ૧૯૧૨માં ગ્રીક, લેટિન અને સંસ્કૃત ભાષાનું વિશિષ્ટ અધ્યયન કરીને એમણે પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. ત્યાર પછી પણ એમણે પ્રોફેસર મોરિસ લૂમફિલ્ડનાં વિદ્યાર્થિની તરીકે બે વર્ષ સુધી સંસ્કૃત અંગે કામ કર્યું. અંગ્રેજી ઉપરાંત ગ્રીક, લેટિન, સંસ્કૃત તથા પ્રાકૃત જેવી પ્રાચીન ભાષાઓ અને ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, ઇટાલિયન, હિંદી અને ગુજરાતી જેવી આધુનિક ભાષાઓ પણ તેઓ જાણતાં હતાં. પીએચ.ડી. થયા પછી એમણે જુદી-જુદી કૉલેજોમાં વિદેશી ભાષાઓના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તથા કેટલીક ફેલોશિપ (અધ્યાપનવૃત્તિ) પણ મેળવી હતી. ૧૯૧૯માં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org