________________
પક
અમૃત-સમીપે કીમતી સામગ્રી રજૂ કરે છે. (આ વ્યાખ્યાનો આ જ નામથી પુસ્તકો રૂપે છપાઈ ગયાં છે.) આ વ્યાખ્યાનોમાં વૈદિક, જૈન અને બૌદ્ધ એ ત્રણે તત્ત્વજ્ઞાન અને ધર્મપરંપરા પ્રમાણે માનવી પોતાના અંતિમ ધ્યેયને – મોક્ષને– કેવી રીતે હાંસલ કરી શકે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સંસ્કૃત ભાષાના આકાર-પ્રકાર માટે બ્રાઉન બહુ ઉચ્ચ અભિપ્રાય ધરાવતા હતા. તેઓ કહેતા કે “સંસ્કૃત એ સુંદર રીતે ઘડાયેલી ભાષા છે – જાણે બધા ય વિભાગો વચ્ચે સુમેળ સધાય એવું મકાન કોઈ સ્થપતિએ તૈયાર કર્યું હોય એવી આ ભાષા છે. હું જે ભાષાઓ જાણું છું એમાં એવી કોઈ ભાષા નથી કે જેનું સંસ્કૃતના જેવું પૃથક્કરણ અને વૈજ્ઞાનિક અવલોકન થઈ શકે.”
આપણા હસ્તલિખિત ભંડારો જોવાની એમને ખૂબ ધગશ હતી, અને આપણી પ્રાચીન વિદ્યાપરંપરા લુપ્ત થઈ રહી છે એનો એમને ખૂબ જ હતો. તેઓનું પોતાનું જીવન ભારતની પ્રાચીન વિદ્યાઓના સાધક એક ઋષિ જેવું આદર્શ
હતું.
મદ્રાસ અને જબલપુર યુનિવર્સિટીએ એમને પીએચ. ડી ની માનદ પદવી આપીને પોતાનું તથા એમનું ગૌરવ વધાર્યું હતું, અને કલકત્તાની સંસ્કૃત કૉલેજે એમને “જ્ઞાનરત્નાકર'ની પદવી આપીને એમની જ્ઞાનસાધનાનું બહુમાન કર્યું હતું.
(તા. ૩૧-૫-૧૯૭૫)
(૧૨) આજીવન વિધાસેવી ડૉ. મિસ જહોન્સના
જૈન સાહિત્યની બહુમૂલી સેવા બજાવીને જે પરદેશી વિદ્વાનોએ જૈનસંસ્કૃતિનું ગૌરવ વધારવાની સાથે આપણને આભારી બનાવ્યાં છે, એમાં અમેરિકન વિદુષી ડૉ. મિસ જ્હોન્સન પણ માનભર્યું સ્થાન ધરાવે છે. આ અમેરિકન બાનુએ જીવનભર કૌમારવ્રતનો સ્વીકાર કરીને વિદ્યાઉપાસનાને જ પોતાનું પ્રવૃત્તિક્ષેત્ર બનાવ્યું હતું. વિદ્યાસેવાના પ્રવૃત્તિક્ષેત્ર તરીકે પણ જૈન સાહિત્યને જ અપનાવ્યું હતું, અને એ ક્ષેત્રની આખું જીવન નિષ્ઠા અને પરિશ્રમ સાથે ઉપાસના કરી હતી.
આવાં આ વિદ્યાનિષ્ઠ વિદુષીનું, છએક મહિના પહેલાં તા. ૨૯-ક૧૯૬૭ના રોજ એમના વતનમાં ૭૮ વર્ષની ઉમરે દુઃખદ અવસાન થયું અને જીવનભર ભારતીય વિદ્યાની અને વિશેષે કરીને જૈન વિદ્યાની સેવા કરનાર એક વિદ્વાનની ખોટ પડી. વડોદરાના સુપ્રસિદ્ધ પ્રાપ્ય વિદ્યામંદિર (ઓરિયેન્ટલ
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org