________________
અમૃત-સમીપે -ક્રમે વધતો રહેવાનો છે, અને આ બાબતમાં આપણે તેમ જ અન્ય દેશો વધુ ને વધુ દરિદ્ર બનવાના છીએ.
આ દૃષ્ટિએ વિચાર કરતાં સ્વનામધન્ય સારસ્વત ડૉ. આલ્સડોર્ફનું અવસાન સાંસ્કૃતિક વિદ્યાજગતને માટે જલ્દી ન પુરાય તેવી મોટી ખોટ રૂપ બની રહેવાનું છે એમ સ્પષ્ટ લાગે છે. (અમારી યાદ જો સાચી હોય તો, પચીસ-ત્રીસ વર્ષ પહેલાં, અમદાવાદની મુલાકાત વખતે, ડો. આલ્સડોર્ફ પોતે જ ફરિયાદ કરી હતી કે પોતાના દેશ જર્મનીમાં, જ્યાં પીરસ્ય વિદ્યાના ક્ષેત્રમાં અનેક વિદ્વાનો કામ કરતા હતા અને અનેક વિદ્યાર્થીઓ મળી આવતા હતા, ત્યાં પણ હવે એમની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જ જાય છે.)
તેઓનો જન્મ તા.૮-૮-૧૯૦૪ના રોજ, દ્વાઈનલેન્ડમાં લાઉફેર્સવીલેર (Laufersweiler)ગામમાં થયો હતો. એમની બુદ્ધિ તેજસ્વી હતી, અને નવું-નવું જાણવાની જિજ્ઞાસાનું વરદાન એમને નાનપણથી જ મળેલું હતું. એટલે સ્વાભાવિક રીતે જ તેઓનું મન વિદ્યાસાધના તરફ દોરાયું હતું, અને પોતાની આ સાધનામાં એમને ઉત્તરોત્તર વધુ સફળતા મળતી ગઈ, ને તેઓની ગણના વિશ્વવિખ્યાત વિદ્વાનોમાં થવા લાગી. કેટલાય વિષયોમાં તો એમનો અભિપ્રાય પ્રમાણભૂત, અંતિમ અથવા વજૂદવાળો લખવામાં આવતો હતો. આવી વિરલ વિઘાસિદ્ધિ તેઓ પોતાના પુરુષાર્થના બળે મેળવી શક્યા હતા.
આની થોડીક વિગતો જોઈએ :
કુશાગ્ર બુદ્ધિ, ઉત્કટ જિજ્ઞાસા અને નવા કે અજાણ્યા વિષયને ગ્રહણ કરવાના વિશિષ્ટ સામ જેવી આંતરિક શક્તિઓના અખૂટ ભાતા સાથે એમણે પોતાની વિદ્યાયાત્રાનો પ્રારંભ કર્યો. એમાં મોટા સદ્ભાગ્યની વાત તો એ બની કે એમને જર્મનીના હેનરીચ ઝીમર, હર્મન યાકોબી, હેનરીચ ભૂંડર્સ અને વાઘેર શબિંગ જેવા પૌરસ્ય વિદ્યાના દિગ્ગજ વિદ્વાનો અને વિદ્યાશિલ્પીઓના માર્ગદર્શનનો સુયોગ મળ્યો. સાથે-સાથે જર્મનીનાં જ હડલબર્ગ, હંબુર્ગ અને બર્લિનનાં ત્રણ વિખ્યાત વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરવાનો અવસર મળ્યો. પરિણામે ડૉ. આલ્લડોફનું એક ઉચ્ચ કોટિની વિદ્યામૂર્તિ તરીકે ઘડતર થયું અને વિદ્યા-જગતને એક નામાંકિત અને સમર્થ વિદ્યાપુરુષની કીમતી ભેટ મળી.
પોતાના ચાર વિદ્યાગુરુઓમાંથી પ્રોફેસર શુબ્રિગની તો તેઓએ એવી પ્રીતિ સંપાદન કરી હતી કે એ બંનેની વચ્ચે ગુરુ-શિષ્ય તરીકેની પવિત્ર અને અતૂટ ગાંઠ બંધાઈ ગઈ હતી; એટલું જ નહીં, જ્યારે, સને ૧૯૫૦માં, એમના ગુરુ પ્રોફેસરે , શુબિંગ હંબુર્ગ યુનિવર્સિટીના ઈન્ડોલોજી (ભારતીય વિદ્યા) વિભાગના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા, ત્યારે એમના સ્થાને, એના અધ્યક્ષ તરીકે, પ્રોફેસર આલ્સડોર્ફની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org