________________
પ્રોફેસર ડૉ. લુર્વિંગ આલ્સડોના,
૫૧
નિમણૂક કરવામાં આવી. આ પદે પૂરાં બાવીસ વર્ષ સુધી ખૂબ એકાગ્રતા અને યશસ્વીપણે કામ કરીને તેઓ સને ૧૯૭૨ની સાલમાં, ૭૮ વર્ષની ઉંમરે નિવૃત્ત થયા હતા. નિવૃત્ત થયા પછી પણ તંબુર્ગ યુનિવર્સિટીએ, ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ વિભાગના માનાર્હ પ્રોફેસર તરીકે, ડૉ. આલ્સડોર્ફની સેવાઓ લેવાનું ચાલુ રાખ્યું હતું; અને આ જવાબદારી પોતાની જિંદગીના અંત સુધી તેઓએ યશસ્વી રીતે નિભાવી હતી.
પ્રો. આલ્સડોર્ફ જૈનવિદ્યાના અધ્યયન અને સંશોધન પ્રત્યે આકર્ષાયા હતા તે એમના ગુરુ પ્રોફેસર શુસ્પ્રિંગની પ્રેરણાને લીધે. એમણે અપભ્રંશ ભાષાના ‘કુમારપાલપ્રતિબોધ’નું સંપાદન કરીને, સને ૧૯૨૮માં, ૨૪ વર્ષની ઉંમરે, હંબુર્ગ યુનિવર્સિટીની ડૉક્ટરેટ(પીએચ. ડી.)ની ડિગ્રી મેળવી હતી, અને યુનિવર્સિટીના અધ્યાપક તરીકેની પોતાની વિશેષ યોગ્યતા સાબિત કરી બતાવવા માટે એમણે પ્રોફેસર યાકોબીની ભલામણથી, દિગંબર જૈન ગ્રંથ ‘હરિવંશ-પુરાણ’ને અનુલક્ષીને મહાનિબંધ લખ્યો હતો.
ભારતીય વિદ્યાના અભ્યાસ માટે તેઓએ કેટલોક સમય ભારત, બર્મા અને સિલોનમાં ગાળ્યો હતો. ભારતીય વિદ્યાના ક્ષેત્રમાં તેઓએ ભારતની બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મસંસ્કૃતિઓનો અને એ સંસ્કૃતિઓનો વારસો જેના લીધે સુરક્ષિત બન્યો છે તે સંસ્કૃત, પ્રાકૃત-અપભ્રંશ અને પાલી એ ત્રણે ભાષાઓનો તથા એ ભાષાઓમાં રચાયેલ સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો હતો. જૈન વિદ્યાને લગતા વિષયની બાબતમાં તો તેઓ એક અધિકૃત વિદ્વાન ગણાતા હતા; એ ક્ષેત્રમાં એમણે ઘણા વિપુલ પ્રમાણમાં કામગીરી બજાવી હતી.
તેઓએ સને ૧૯૩૦થી ૩૨ સુધી, બે વર્ષ માટે અલાંહાબાદ યુનિવર્સિટીમાં, જર્મન અને ફ્રેંચ ભાષાના અધ્યાપક તરીકે કામ કર્યું હતું. ભારતની સંસ્કૃત-પ્રાકૃત-પાલી ભાષાઓની જેમ યુરોપની ફ્રેંચ, અંગ્રેજી અને જર્મન ભાષાઓ ઉપર પણ તેઓ પૂરો કાબૂ ધરાવતા હતા. વળી તેઓ ફારસી અને અરબી ભાષાના તથા ઇસ્લામ ધર્મની સંસ્કૃતિના પણ સારા જાણકાર હતા.
સને ૧૯૩૫માં તેઓ બર્લિન યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાના પ્રોફેસર નિમાયા હતા. તે પછી મિન્સ્ટરની યુનિવર્સિટીમાં એમણે આ જ વિષયનું અધ્યાપન કર્યું હતું. તે પછી બીજાં-બીજાં સ્થાનોમાં પણ અધ્યાપન-સંશોધનનું કાર્ય કર્યા પછી છેવટે, આગળ સૂચવ્યું તેમ, સને ૧૯૫૦ની સાલથી હંબુર્ગ યુનિવર્સિટીમાં, ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ વિભાગના અધ્યક્ષ અને એમના ગુરુ પ્રોફેસર શુસ્પ્રિંગના અનુગામી તરીકે સ્થિર થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org