________________
પ્રોફેસર ડૉ. વિગ આલ્સડોર્ક નથી.” નામનાની ઝંખના કે ધનની લોલુપતા આવા કાર્યરત પુરુષને કેવી રીતે સતાવી શકે ?
તા. ૭-૨-૧૯૬૯ના રોજ તેઓને એક અકસ્માત નડ્યો. બરફથી લપસણી બનેલી હાલ્બર્ગની શેરીમાં તેઓ લપસી ગયા અને હાડકું ભાંગી ગયું. એમના ઉપર શસ્ત્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી, પણ ૮૮ વર્ષનું વૃદ્ધ શરીર એનો ભાર ન જીરવી શક્યું. તા. ૧૩-૪-૧૯૬૯ના રોજ એ વિદ્યાઋષિનું તેજ મહાતેજમાં ભળીને અમર બની ગયું.
(તા. ૧૩-૧૨-૧૯૯૯)
(૧૦) ભારતીય અને જૈન વિદ્યાના વિશ્રુત જર્મન વિદ્વાન
પ્રોફેસર ડૉ. લવિંગ આલ્સડોર્ફ
અત્યારની વિદ્યાપ્રવૃત્તિનું અવલોકન કે મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરીએ, તો જેમાં વિદ્યાની વિવિધ તેમ જ નવી-નવી શાખાઓનું વ્યાપક પ્રમાણમાં ખેડાણ થતું જોવા મળે છે, તેમ, આવા ખેડાણનો જીવનના એક પવિત્ર ધ્યેય કે કાર્ય તરીકે સ્વીકાર કરીને, એ માટે મન-વચન-કાયાના પૂર્ણ યોગથી નિષ્ઠાભર્યો પુરુષાર્થ કરનાર સંખ્યાબંધ વિદ્વાનોની નામાવલી આપણા ધ્યાન ઉપર આવ્યા વગર રહેતી નથી. બે મહિના કરતાં ય વધુ સમય પહેલાં તા. ૨૫-૩-૧૯૭૮ના રોજ, ૭૪ વર્ષની ઉમરે, પોતાના દેશ જર્મનીમાં સ્વર્ગવાસી થયેલ પ્રોફેસર ડૉ. લવિંગ આલ્સડોર્ફ ભારતીય વિદ્યા અને જૈન વિદ્યા ઉપરાંત બીજા અનેક વિષયોના આવા જ એક અધિકૃત અને વિશ્વવિદ્યુત વિદ્વાન હતા. . . અત્યારે વિદ્યાભ્યાસના ક્ષેત્રે સર્વત્ર વાણિજ્ય, વિજ્ઞાન અને ટેક્નોલોજીના જુદા-જુદ્ધ વિષયોના અધ્યયન તરફ વધારે ઝોક અપાઈ રહ્યો છે તે સ્પષ્ટ છે. આનું એક સહજ પરિણામ એ આવ્યું છે કે વિનયનના (આર્ટ્સના) જુદા-જુદા વિષયોનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને જે વિદ્યાર્થીઓ આવા વિષયોનો અભ્યાસ કરવા આગળ આવે છે, એમાં પ્રથમ પંક્તિના કે તેજસ્વી કહી શકાય એવા વિદ્યાર્થીઓ ભાગ્યે જ જોવા મળે છે. એટલે પછી શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ધર્મ, ઇતિહાસ, પુરાતત્ત્વ કે કળા જેવા માનવતાલક્ષી વિષયોમાં નિપુણતા ધરાવનારા મોટા વિદ્વાનો કેવી રીતે તૈયાર થઈ શકશે અને આવા જે વિદ્વાનો વિદેહ થાય છે, એમનું સ્થાન કોણ પૂરી શકશે ? અત્યારે તો કંઈક એમ જ લાગે છે કે આવા નિષ્ઠાવાન વિદ્વાનોનો અભાવ ક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org