________________
પ્રોફેસર ડૉ. લવિંગ આલ્સડોર્ડ
એમણે “કોન્ટ્રિબ્યુશન ટુ ધ હિસ્ટરી ઑફ વેજીટેરિયનિઝમ ઍન્ડ કાઉવર્ણિપ ઇન ઇન્ડિયા' (શાકાહારીપણા અને ગોપૂજાના ઇતિહાસમાં ભારતનો ફાળો), “અશોકના ધૌલી અને જઉગઢના શિલાતંભો”, “પંચતંત્ર” અને “ધ આર્યા સ્ટાન્ઝાસ ઑફ ધી પાલી કેનન' (પાલી ધર્મગ્રંથોમાં આર્યા છંદની ગાથાઓ) એ ચાર પુસ્તકો પણ આપ્યાં છે.
ઉપરાંત એમણે જુદા-જુદા વિષયોને લગતા નાનામોટા આશરે પોણોસો જેટલા અભ્યાસપૂર્ણ નિબંધો કે લેખો લખેલા છે, જે એમની વ્યાપક વિદ્યાપ્રીતિ અને ઉચ્ચ કોટીની વિદ્વત્તાનું સુભગ દર્શન કરાવે છે. - શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનો એમણે અનેક દૃષ્ટિથી અભ્યાસ કર્યો હતો; એમાં એમનું એ સૂત્રમાંની આર્યા છંદની ગાથાઓનું અધ્યયન તો એમની અધ્યયનશીલતા પ્રત્યેના માનમાં વધારો કરે એવું હતું. પચીસેક વર્ષ પહેલાં અમદાવાદમાં તેઓ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજને મળ્યા ત્યારે તેઓએ ઉત્તરાધ્યયનસૂત્રની આર્યા છંદની કોઈક ગાથાના એક ચરણમાં, છંદોભંગ થાય એ રીતે, માત્રામેળમાં ફરક હોવાની વાત કરી ત્યારે શ્રી પુણ્યવિજયજી મહારાજે પણ સાનંદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. જૈન વિદ્યાના અધ્યયનના કારણે તેઓને આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી, મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી અને મુનિરાજ શ્રી જયંતવિજયજી સાથે પણ નિકટનો સંબંધ હતો.
વળી, તેઓ ભારતીય પુરાતત્ત્વ, શિલ્પ સ્થાપત્ય અને પ્રાચીન ઇમારતો સંબંધી પણ બહોળી અને પ્રમાણભૂત જાણકારી ધરાવતા હતા. પંદરેક વર્ષ પહેલાં, દિલ્હીના સુપ્રસિદ્ધ કુતુબમિનાર પાસે એમનો મેળાપ થઈ જતાં અને એમને એ સંબંધી માહિતી પૂછતાં, એમણે રમૂજમાં કહેલા શબ્દો આજે પણ સ્મૃતિપટ ઉપર અંકિત થઈ ગયેલા છે; એમણે અંગ્રેજીમાં કહેલા એ શબ્દોનો ભાવ આ હતો : “ભારતનાં પ્રાચીન સ્થાપત્યો સંબંધી માહિતી આપવામાં હું એક સારા માર્ગદર્શક (ગાઈડ) તરીકે કામ આપી શકે એમ છું.” આટલા થોડાક શબ્દો પણ એમના જ્ઞાન-ખજાનાની વિપુલતાનો ખ્યાલ આપી શકે એવા છે.
જિંદગીના અંતભાગમાં એમણે વિદ્યાવૃદ્ધિ માટે તન તોડીને પાલી ભાષાની ક્રિટિકલ ડિક્શનરી તૈયાર કરવાના મહાભારત-કામના મુખ્ય સંપાદક તરીકે કામ કર્યું હતું.
(તા. ૩-૬-૧૯૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org