________________
અમૃત-સમીપે
(૯) વિધાઋષિ ડૉ. શુબિંગા
વિનયન, વિજ્ઞાન અને હુન્નર ઉદ્યોગની બધી વિદ્યાશાખાઓમાં જર્મની હંમેશાં દુનિયાની મોખરે રહ્યું છે, અને એના દિગ્ગજ વિદ્વાનોએ વિદ્યાક્ષેત્રે પોતાના અને પારકાના ભેદ ભૂલીને, વિદ્યાની બધી ય શાખાઓમાં પાયારૂપ, માર્ગદર્શક અને સર્વગ્રાહી કામ કર્યું છે. આ વિદ્વત્નોએ કરેલ આપણા પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથોના સંશોધન-સંપાદનની તોલે આવી શકે એવું કામ આપણે ત્યાં બહુ ઓછા પ્રમાણમાં થયું છે; અને જે કંઈ થયું છે, એમાં આ વિદ્વાનોનાં કામો આપણા માટે દાખલારૂપ અને પ્રેરક બન્યાં છે. બે-બે વિશ્વયુદ્ધોમાં ન કલ્પી શકાય એવી તારાજી વેઠવા છતાં આજે જર્મનીએ જે અસાધારણ પ્રગતિ સાધી છે અને જે શક્તિ કેળવી છે, તેમાં એના સ્વદેશભક્ત વિદ્વાનોની નિષ્ઠાભરી, તલસ્પર્શી અને સત્યાગ્રાહી વિદ્યાસાધનાનો હિસ્સો પણ કંઈ જેવો-તેવો નથી.
સ્વનામધન્ય સદ્ગત ડૉ. શુબિંગ જર્મન વિદ્વાનોની આવી ઉજ્વળ અને યશસ્વી પરંપરાના જ એક તેજસ્વી અને ધ્યેયનિષ્ઠ વિદ્યાપુરુષ હતા. આઠ મહિના પહેલાં, તા. ૧૩-૪-૧૯૬૯ના રોજ, પશ્ચિમ જર્મનીના હાલ્બર્ગ શહેરમાં, ૮૮ વર્ષની પાકટ વયે, આ વિદ્ધતુ-શિરોમણિ મહાનુભાવનું અવસાન થતાં આપણને જૈનવિદ્યાના તેમ જ ભારતીય વિદ્યા અને પ્રાચ્ય વિદ્યાના એક સમર્થ વિદ્વાનની સહેજે ન પૂરી શકાય એવી મોટી ખોટ પડી.
તેઓનો જન્મ તા. ૧૦-૧૨-૧૮૮૧ના રોજ ઉત્તર જર્મનીના લ્યુબેક શહેરમાં થયો હતો. એમના પિતા શ્રી જ્યુબિયસ શુબિંગ હાઈસ્કૂલના હેડમાસ્તર હતા. એમની માતાનું નામ શ્રીમતી નેગેલ હતું. એમનું પોતાનું પૂરું નામ વાઘેર શુબ્રિગ હતું. અભ્યાસકાળમાં – નાનપણમાં શ્રી બેનફે રચિત સંસ્કૃત ભાષાનું વ્યાકરણ એમના જોવામાં આવ્યું અને એમણે એ પ્રત્યે કંઈક કુતૂહલભર્યું આકર્ષણ અનુભવ્યું. આ પ્રસંગ જાણે તેઓ ભવિષ્યમાં ભારતની વિધાના ખેડનાર બનવાના હતા, એનો સૂચક બની ગયો ! તેઓનાં લગ્ન સન ૧૯૧૨માં થયાં હતાં.
સને ૧૯૦૦માં, ૧૯ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને તેઓ થોડાક વખત માટે મ્યુનિચની યુનિવર્સિટીમાં જોડાયા, અને તે પછી તરત જ તે વખતે જર્મન હકૂમતમાં આવેલ સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાં, સુપ્રસિદ્ધ ભારતીય વિદ્યા અને જૈન સાહિત્યના વિશારદ પ્રો. લોયમનના શિષ્ય તરીકે જોડાયા. આ સ્થાન અને આ ગુરુનો સંપર્ક એમની વિદ્યાસાધનાના ધ્યેયને સુનિશ્ચિત કરનારાં નીવડ્યાં. આમે ય તેઓને વિજ્ઞાનના વિષયો કરતાં વિનયનના વિષયો પ્રત્યે અને ખાસ કરીને ભાષાઓના અધ્યયન પ્રત્યે સવિશેષ રુચિ હતી. અહીં એ નોંધવું જોઈએ કે ભલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org