Book Title: Vandaniya Hridaysparsh
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/001963/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શી રમણલાલ ચી. શાહ Vain Education International તે છે કે ગીત | Page #2 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ (અંજલિલેખો) લેખક રમણલાલ ચી. શાહ : પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહંમદી મિનાર, ૧૪મી ગલી, ખેતવાડી, મુંબઈ-૪૦OOO૪ ૧ : મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની કંપની મુંબઈ–૪ - અમદાવાદ–૧ WWW.jainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ VANDANEEYA HRIDAYASPARSH (Articles on homage) By DR. RAMANLAL C. SHAH First Published : October 2005 Price : Rs. 250-00 પ્રથમ આવૃત્તિ : ઑક્ટોબર ૨૦૦૫ કિંમત : રૂપિયા બસો પચાસ નકલ : ૫OO NO COPYRIGHT પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહંમદી મિનાર, ૧૪મી ગલી, ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪ મુખ્ય વિક્રેતા : ક આર. આર. શેઠની કંપની ૧૧૦/૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–૮OOOO ટેનં. (૦૨૨) ૨૨૦૧૩૪૪૧૨૨૦૫૮૨૯૩ ન આર. આર. શેઠની કંપની દ્વારકેશ, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, નહેરુ બ્રિજ કૉર્નર, ખાનપુર, અમદાવાદ૩૮૦૦૦૧ ટે. નં. (૦૭૯) ૨૫૫૦૬પ૭૩ ૨૫૫૨૧૭૭૨ E-mail : sales@rrsheth.com --- - મુદ્રક : સૂર્યા ઑફસેટ, આંબલી ગામ, અમદાવાદ૩૮૦૦૫૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ જેમનાં કાવ્યો, લેખો અને અંગત પત્રોએ મને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યાં છે એવા નેવું વર્ષના વડીલ ડો. રણજિતભાઈ પટેલ (નામ)સાહેબનાં કરકમળમાં સાદર સપ્રેમ સમર્પિત. મુંબઈ રમણલાલ ચી. શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ કોપીરાઇટનું વિસર્જના મારા પ્રગટ થયેલા સર્વ ગ્રંથો અને અન્ય સર્વ લખાણોનાં અનુવાદ, સંપ, સંપાદન, પુનઃપ્રકાશન ઇત્યાદિ માટેના કોઈ પણ પ્રકારના કૉપીરાઇટ હવેથી રાખવામાં આવ્યા નથી. અન્ય કોઈ વ્યક્તિને કે કોઈ પ્રકાશકને કોઈ પણ ગ્રંથની પ્રથમ આવૃત્તિ માટે કૉપીરાઇટ આપેલા હોય તો તેનું વિસર્જન કરવામાં આવ્યું છે. હવે પછી પ્રકાશિત થનારા મારાં કોઈ પણ લખાણ માટે કૉપીરાઇટ રહેશે નહિ. રમણલાલ ચી. શાહ મુંબઈ તા. ૧-૧-૧૯૯૨ [નોંધ : “વંદનીય હૃદયસ્પર્શ'ના પ્રકાશન પૂર્વે ૨૪ નવેમ્બર ૨00૫ના રોજ રમણભાઈ ચી. શાહના થયેલ દુઃખદ અવસાન નિમિત્તે ડૉ. કુમારપાળ દેસાઈએ તૈયાર કરી આપેલ શ્રદ્ધાંજલિ લેખ “ચેતનગ્રંથની વિદાય” માટે જુઓ પૃ. ૬થી ૧૩] ૪ ) Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ઈ.સ. ૧૯૮૩થી ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રીપદે આવ્યો ત્યારથી આજ પર્યત, સમય સમય પર કોઈક વડીલ લેખક, કોઈક સામાજિક કાર્યકર કે તત્ત્વચિંતક વગેરેના અંગત પરિચયમાં આવવાનું બન્યું એવા કોઈ પણ મહાનુભાવ દિવંગત થાય ત્યારે પ્રબુદ્ધ જીવનમાં એમના વિશે સંસ્મરણાત્મક શ્રદ્ધાંજલિ-લેખ લખવાનું પ્રાપ્ત થયું છે. તદુપરાંત વર્તમાન સમયની તેજસ્વી કે પવિત્ર વ્યક્તિનો પરિચય આપવા નિમિત્તે પણ લેખો લખવાનો અવસર મળ્યો છે. આમ લગભગ તેવીસ વર્ષના ગાળામાં ઘણી વ્યક્તિઓ વિશે લખવાનું પ્રાપ્ત થયું છે. જે વ્યક્તિઓ મારી વડીલ હોય તેમના વિશે શ્રદ્ધાંજલિ કે પરિચય-લેખ લખાયા હોય તેવા લેખો આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. જેઓ મારા સમકાલીન હોય કે મારાથી વયમાં નાના હોય એવી ઘણી વ્યક્તિઓ વિશે પણ પ્રબુદ્ધ જીવનમાં લખ્યું છે, પરંતુ એવા લેખોનો સમાવેશ આ ગ્રંથમાં કર્યો નથી. આ સંગ્રહમાં ભાતીગળ ચરિત્રો છે. આમાંનાં કેટલાંક ચરિત્ર પુસ્તકરૂપે અગાઉ પ્રગટ થયાં છે. આ ગ્રંથમાં ઘણાં નવાં ચરિત્રો પણ સામેલ કરવામાં આવ્યાં છે. વળી પૂર્વેના કેટલાક ચરિત્રલેખોમાં યથાવકાશ ફેરફાર પણ કર્યા છે. અત્યંત ટૂંકા સમયમાં આ ગ્રંથ તૈયાર કરાવી આપવા બદલ મારા સ્નેહીજન સમા ગિરીશ જેસલપુરાનો આભારી છું. આ ગ્રંથમાં સહુ સુજ્ઞ વાચકોને રસ પડશે એવી શ્રદ્ધા છે. રમણલાલ ચી. શાહ મુલુંડ – મુંબઈ દશેરા - ૨૦૬ ૧ ૧૨ ઑક્ટોબર, ૨૦૦૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ ચેતનગ્રંથની વિદાય તેજસ્વી ધર્મનિષ્ઠા, ઉત્કૃષ્ટ આભિજાત્ય અને જિજ્ઞાસાપૂર્ણ સાહસવૃત્તિને પરિણામે મુરબ્બી રમણભાઈના જીવનમાં ગહન તત્ત્વચિંતન, સ્પષ્ટ જીવનશૈલી અને અદમ્ય પ્રવાસશોખ જોવા મળ્યા. એમના અવસાનથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, પ્રવાસકથાઓના સર્જક અને જૈનદર્શનના અભ્યાસીની ખોટ પડી છે, પરંતુ મને અંગત રીતે એમનો એટલો બધો સ્નેહ સાંપડ્યો કે પરિવારના વડીલજન ગુમાવ્યા હોય તેવો ખાલીપો અનુભવાય છે. જીવનના પ્રારંભે પાદરામાં કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે રહીને રમણભાઈએ ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. એમના પિતા ચીમનભાઈને મુંબઈની સ્વદેશી માર્કેટમાં નોકરી મળી, આથી પાંચમા ધોરણના અભ્યાસ માટે રમણભાઈને મુંબઈ આવવું પડ્યું. મુંબઈની ખેતવાડીની ચાલીમાં એક નાનકડી ઓરડીમાં ચીમનભાઈનો દસ સભ્યોનો પરિવાર રહેતો હતો. સ્વદેશી માર્કેટની બંધિયાર હવા અને પંદરથી અઢાર કલાકની નોકરીને કારણે રમણભાઈના પિતા ચીમનભાઈને ત્રણેક વર્ષમાં દમનો વ્યાધિ લાગુ પડ્યો અને નોકરી છોડવી પડી. આર્થિક વિટંબણાને કારણે ચીમનભાઈના મોટા બે દીકરા વીરચંદભાઈ અને જયંતિભાઈને નિશાળના અભ્યાસને તિલાંજલિ આપીને નોકરી કરવી પડી. ઘણી મુસીબતે કુટુંબનો નિર્વાહ થતો હતો, પરંતુ ખંત, ચીવટ, પ્રમાણિકતા, ધર્મશ્રદ્ધા વગેરેને કારણે કુટુંબ ધીરે ધીરે પગભર થતું ગયું. ચીમનભાઈના બીજા પુત્રોએ વેપાર શરૂ કર્યો, ત્યારે રમણભાઈએ વેપાર-ધંધામાં જોડાવાની સારી તક હોવા છતાં શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં ગતિ કરવાનું પસંદ કર્યું. તારાબહેનના પિતા દીપચંદભાઈની સાહિત્યપ્રીતિને કારણે રમણભાઈની એ ક્ષેત્રની કામગીરીને બળ મળ્યું. ગુજરાતી સાહિત્યને યશસ્વી પ્રવાસગ્રંથો આપનાર રમણભાઈને અભ્યાસકાળ દરમ્યાન ભૂગોળ બહુ ગમતી હતી. એમને મળીએ ત્યારે કોઈ નવા દેશના પ્રવાસની વાતો એમની પાસેથી સાંભળવા મળે. ક્યાંય પ્રવાસે જાય તે પૂર્વે એની સઘળી વિગતો મેળવી લે. સુંદર આયોજન કરે અને પ્રવાસ કરતા જાય તેમ ડાયરીમાં નોંધ ટપકાવતા જાય. તીવ્ર યાદશક્તિને કારણે તેઓ વર્ષો પછી પણ એ ટાંચણને આધારે પ્રવાસકથા લખી શકતા. “પાસપૉર્ટની પાંખે'ના ત્રણ ભાગ તથા ! ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઉત્તરધ્રુવની શોધસફરના એમના પ્રવાસગ્રંથો ગુજરાતી પ્રવાસસાહિત્યની અનુપમ સમૃદ્ધિ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ નિશાળના અભ્યાસકાળ દરમ્યાન આઠમા ધોરણના વર્ગશિક્ષક ઈન્દ્રજિત મોગલ પાસેથી ચાર વિશિષ્ટ સંસ્કાર મળ્યા. એમની પાસેથી પહેલા સંસ્કાર સારા અક્ષર કાઢવાના મળ્યા. બીજી બાબત એ હતી કે ઈન્દ્રજિત મોગલ સ્વચ્છતા પર ખૂબ ભાર આપતા હતા અને કપડાં, બૂટ, નખ વગેરે ડાઘ વગરનાં, એકદમ ચોખ્ખાં હોવાં જોઈએ તેવો આગ્રહ રાખતા. ખિસ્સામાં રૂમાલ અને પેન્સિલ તો હોવાં જ જોઈએ. એમનો સારી ટેવો માટેનો આગ્રહ વર્ગના બીજા વિદ્યાર્થીઓ જેમ વિદ્યાર્થી રમણભાઈને અસર કરી ગયો. એ જ રીતે ઇન્દ્રજિત મોગલની ભાષા અને શબ્દો માટેની ચોકસાઈ પણ રમણભાઈને સ્પર્શી ગઈ. જે કાંઈ લખીએ કે વાંચીએ એમાં પૂરેપૂરી ચોકસાઈ હોવી જોઈએ. નિશાળના અભ્યાસકાળ દરમ્યાન રમણભાઈને ગણિત અને વિજ્ઞાનના વિષયમાં ધણા સારા ગુણ આવતા હતા, તેમ છતાં એમની ઇચ્છા ચિત્રકાર થવાની હતી. સ્કૂલ-આર્ટિસ્ટ થવું એ એમનું સ્વપ્ન હતું, આથી ચિત્રકલા માટેના ખાસ વર્ગોમાં જઈને વિશેષ નિપુણતા માટે પ્રયાસ કરતા હતા. પરંતુ દસમા ધોરણ પછી અભ્યાસક્રમમાં ચિત્રકલાનો વિષય નહોતો તેમજ એમાં પ્રોત્સાહન આપનાર શિક્ષક રાહલકર પણ અવસાન પામ્યા. આથી આ ક્ષેત્રમાં એમને પ્રેરણા કે માર્ગદર્શન આપનાર કોઈ રહ્યું નહીં, વળી એ સમયે મેટ્રિકના વર્ગમાં અભ્યાસ કરતા રમણભાઈએ “વગડાનું ફૂલ” એ વિશે સુંદર નિબંધ લખ્યો હતો, તે વાંચીને અમીદાસ કાણકિયાએ નિબંધ નીચે નોંધ લખી કે, “જો તમે સાહિત્યમાં રસ લેશો તો સારા લેખક બની શકશો.” આ નાનકડી નોંધે રમણભાઈના અભ્યાસમાં દિશાપરિવર્તન આવ્યું અને વિજ્ઞાન વિદ્યાશાખામાં જવાને બદલે વિનયન વિદ્યાશાખામાં અભ્યાસાર્થે જોડાયા. એ સમયે મુંબઈમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશન સમયે સ્વયંસેવક તરીકે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, “સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાન અને શ્રી રાજેન્દ્રબાબુની નજીક મંચ પર સ્વયંસેવક તરીકે રહ્યા અને આ ઘટનાએ યુવાન રમણભાઈમાં રાષ્ટ્રીયતાની ઊંડી છાપ પાડી. મહાવીર જૈન વિદ્યાલયમાં હતા ત્યારે નાટક, રમતગમત અને વસ્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો અને ઈન્ટર આર્ટ્સમાં અભ્યાસ કરતા હતા, ત્યારે “શ્યામ રંગ સમીપે” અને “સ્વપ્નાંનો સુમેળ જેવી નાટિકાની રચના કરી. આમ રમણભાઈના સર્જનનો પ્રારંભ નાટિકાથી થયો. પ્રારંભમાં પત્રકાર તરીકે કામગીરી શરૂ કરી. એ પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કરતી વખતે એમને એન.સી.સી નું Page #9 -------------------------------------------------------------------------- ________________ વધારાનું કામ સોંપવામાં આવ્યું. રમણભાઈએ એન.સી.સી.ની સખત તાલીમ લેવા માંડી અને રાયફલ, સ્ટેનગન, મશીનગન, પિસ્તોલ, ગ્રેનેટ, બે ઇંચ મોર્ટાર, બાયોનેટ ફાઇટિંગ જેવાં લશ્કરી સાધનોની પૂરી તાલીમ લીધી. તેઓ આ લશ્કરી સાધનોને આસાનીથી ચલાવી જાણતા હતા. બેલગામના મિલિટરી ટ્રેનિંગ સેન્ટરમાં લશ્કરી તાલીમ લીધા બાદ તેઓ સેકન્ડ લેફ્ટનન્ટ બન્યા અને સમય જતાં ફર્સ્ટ લેફટનન્ટ, કૅપ્ટન અને છેવટે મેજર થયા. એક સમયે એમણે બટાલિયન કમાન્ડર અને કૅમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. આ લશ્કરી તાલીમ દરમ્યાન રમણભાઈને સમાજસેવાના પ્રોજેક્ટનું આયોજન સોપવામાં આવતું તેમજ ફીલ્ડમાર્ચનું કામ સોંપવામાં આવતું. એ વખતે એકસાથે, ક્યાંય બેઠા વગર રોજના પચ્ચીસથી ત્રીસ માઇલ સુધી રમણભાઈ ફીલ્ડમાર્ચ કરતા હતા. થોડા મહિના અગાઉ રમણભાઈ સાયલામાં શ્રી રાજસોભાગ સત્સંગ મંડળના કાર્યક્રમ નિમિત્તે મળ્યા. એ સમયે એમના શરીરમાં ખૂબ અશક્તિ હતી અને કોઈનો ટેકો લઈને માંડ માંડ ચાલતા હતા. પણ આવી પરિસ્થિતિને અનોખી સમતાથી એમણે સ્વીકારી હતી. એમણે એમના વક્તવ્યમાં કહ્યું કે એક સમયે માઈલોના માઈલો સુધી ફીલ્ડમાર્ચ કરતો હતો અને આજે થોડાંકડગલાં ચાલવું હોય તો પણ મુશ્કેલી પડે છે, પરંતુ આનાથી વ્યથિત થયા વિના એમણે કહ્યું કે વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ પર આરોહણ કરનાર શેરપા તેનસિંગને એની પાછળની અવસ્થામાં ધરનો ઉંબરો ઓળંગતાં એવરેસ્ટ-આરોહણ કરતાં પણ વધુ શ્રમ લાગતો હતો. આમ, જીવનની વિદારક પરિસ્થિતિને તેઓ હળવાશથી લઈ શકતા અને એમની વાણીમાં હકીકતના સ્વીકારની સચ્ચાઈનો રણકો સંભળાતો. ૧૯૫૩માં રમણભાઈનાં તારાબહેન શાહ સાથે લગ્ન થયાં. બંને ગુજરાતીના અધ્યાપક તરીકે તો કામગીરી કરતાં હતાં, પરંતુ બંનેએ જૈનદર્શન વિશેનો ઊંડો અભ્યાસ કરી એમનાં પ્રવચનો દ્વારા સમાન જનપ્રિયતા મેળવી. રમણભાઈ અને તારાબહેનનું દામ્પત્ય એ એક આદર્શ દામ્પત્ય હતું. રમણભાઈની એકેએક વાતની ચિંતા તારાબહેન કરતાં હોય અને તારાબહેનની નાનામાં નાની સગવડો સાચવવાનું રમણભાઈ હંમેશાં ધ્યાન રાખતા હોય. સંવાદી દામ્પત્યના તેઓ બંને દૃષ્ટાંતરૂપ ગણાય. અને એથી જ રમણભાઈએ જયારે પીએચ.ડી.ની પદવીનો મહાનિબંધ લખવાનું કામ હાથ પર લીધું ત્યારે એમને માથે અનેક જવાબદારીઓ હતી. રોજ બે કૉલેજોમાં અધ્યાપન માટે જતા; સાંજે એન.સી.સી.ની પરેડ કરાવવાની હોય; વળી એમ.એ.નાં લેક્ટર પણ લેવાના હોય. આખા દિવસની આ કામગીરીમાંથી પીએચ.ડી. માટેનો સમય ક્યાંથી Page #10 -------------------------------------------------------------------------- ________________ કાઢવો? આ સમયે ઝેવિયર્સ કોલેજના પ્રિન્સિપાલ ફાધર ડિ કુઝે એમને કૉલેજમાં બેસીને કામ કરવાની સગવડ કરી આપી. રાતના આઠ વાગ્યાથી બે વાગ્યા સુધી કૉલેજના સ્ટાફ રૂમમાં થીસિસનું લેખન કરે. એ સમયે ઝેરોક્સ થતી નહીં. આથી પેન્સિલથી નીચે કાર્બન પેપરો રાખીને ચાર કૉપી તૈયાર કરવી પડે. આથી ખૂબભાર દઈને લખવું પડે. તેઓ ઘેર આવે ત્યારે તારાબહેને આંગળાં બોળવા માટે ગરમ પાણી તૈયાર રાખ્યું હોય ! સતત ભારપૂર્વકના લેખનને કારણે રમણભાઈનાં આંગળાં એટલાં દુ:ખતાં કે ગરમ પાણીમાં થોડી વાર બોળી રાખવાથી રાહત થતી. - રમણભાઈ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકે કામગીરી બજાવતા હતા અને મુંબઈના અધ્યાપકોમાં આગવો આદર પામ્યા હતા. ત્રણેક વખત એ અધ્યાપક સંઘની સભામાં વક્તવ્ય આપવાનું બન્યું ત્યારે રમણભાઈ પ્રત્યેક અધ્યાપકને અને એના પરિવારને ઓળખતા હોય તેવા આત્મીયજન લાગ્યા. આવા અધ્યાપક પૂજાનાં કપડાં પહેરીને દેરાસરમાં પૂજા કરવા જાય તે કેટલાકને ગમતું નહીં, પરંતુ રમણભાઈને માતા-પિતા પાસેથી ધર્મના સંસ્કારો મળ્યા હતા. આથી સામાયિક અને સેવાપૂજા રોજ કરતા. અમદાવાદમાં મારે ત્યાં આવ્યા હોય ત્યારે પણ પૂજાનાં વસ્ત્રો પહેરીને નજીકના દેરાસરમાં પૂજા કરવા જતા. મુંબઈના વ્યસ્ત જીવનમાં શાંતિ મેળવવી મુશ્કેલ હોય, પરંતુ રમણભાઈ સામાયિકની ક્રિયા દરમ્યાન આવી શાંતિ મેળવી લેતા અને આ સામાયિક દરમ્યાન એમણે અનેક પુસ્તકોનું વાચન અને મનન કર્યું. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના “જ્ઞાનસાર' અને “અધ્યાત્મસાર' ગ્રંથનું ભાષાંતર અને ભાવાર્થ લખવાનું કાર્ય સાયલાના શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ દ્વારા સોંપવામાં આવ્યું. આ માટે રમણભાઈ ઘણીવાર દસ કે પંદર દિવસ સુધી સાયલા જઈને આશ્રમમાં રહેતા હતા. આશ્રમમાં ઉપલબ્ધ સગવડો વચ્ચે પોતાનું કાર્ય કરતા હતા. રમણભાઈનો નિયમ એવો કે સાયલાના આશ્રમમાં હોય, ત્યારે એણે સોંપલું જ કામ કરવું. બીજું કોઈ કામ અહીં ન થાય. સાયલાના આશ્રમના પ્રેરક શ્રી લાડકચંદભાઈ વોરા (પૂ. બાપુજી) અંમને કહે પણ ખરા કે અહીં રહીને તમે અન્ય કાર્ય કરો તો એમાં કશું ખોટું નથી. તમારું કાર્ય જનહિત કરનારું જ હોય છે. આમ છતાં રમણભાઈએ ક્યારેય આશ્રમમાં આશ્રમે સોંપ્યા સિવાયનું કામ નહીં કરવાનો પોતાનો દઢ નિશ્ચય જાળવી રાખ્યો. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના ‘જ્ઞાનસાર’ અને ‘અધ્યાત્મસાર' જેવા ગ્રંથોના ભાષાંતરની સાથોસાથ એના ભાવાર્થની વિસ્તૃત છણાવટ કરીને આ ગહન ગ્રંથો અધ્યાત્મરસિકો માટે સુલભ કરી આપ્યા છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસથી એમના જીવનમાં પણ પરિવર્તન આવ્યું. તેઓ કહેતા કે યુવાનીમાં એમના સ્વભાવમાં થોડી ઉગ્રતા હતી. ક્યાંક ખટપટ કે અન્યાય જુએ તો મનમાં થઈ આવતું કે આનો પ્રબળ વિરોધ કરીને એને ખુલ્લો પાડી દઉં ? પરંતુ ધર્મ અને જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસથી રમણભાઈમાં એક એવી શ્રદ્ધા જાગી હતી કે જે ખોટું કરે, તેને ચૂકવવાનું હોય જ છે, તો પછી એ અંગે ગુસ્સે થઈને કે ક્રોધ કરીને આપણે આપણા મનના ભાવ શું કામ બગાડવા? આર્તધ્યાન શા માટે કરવું? આમ રમણભાઈની જીવનદૃષ્ટિમાં પરિવર્તન આવ્યું. દ્વેષ, ઈર્ષ્યા કે વેરભાવ ઓછાં થતાં ગયાં અને શાંત, સ્થિર જળ સમો સમતાભાવ જાગ્યો અને એ દ્વારા એમને માણસમાં શ્રદ્ધા જાગી. સાથોસાથ ભૌતિક આકાંક્ષાઓ પણ ઓછી થતી ગઈ. એકાદ મહિના પૂર્વે એમને મળવા ગયો, ત્યારે એ સહુને એમનાં પુસ્તકો ભેટ આપતા હતા. ૨મણભાઈનું કોઈ પણ પુસ્તક પ્રગટ થાય એટલે તેઓ તેની નકલો અમુક લેખકોને મોકલી આપતા. એમના જીવનમાં બીજી એક વિશેષતા એ હતી કે ખટપટ કરીને કે યાચના કરીને કશું પ્રાપ્ત કરવું નહીં. સહજ મળે તેનો આનંદ માણવો. એમનામાં એવો પરમ સંતોષ હતો કે એમણે પોતાનાં પુસ્તકોના કૉપીરાઇટ પણ રાખ્યા નહીં. ગુજરાતના કદાચ આ પ્રથમ સર્જક હશે કે જેમનાં પુસ્તકોમાં ‘નો કૉપીરાઇટ’ એમ લખ્યું હોય. એથીય વિશેષ, પુસ્તકની પ્રથમ આવૃત્તિ માટે પણ કૉપીરાઇટ આપ્યા હોય તો તેનું પણ એમણે વિસર્જન કર્યું હતું. તેઓ વારેવાર કહેતા પણ ખરા કે પં. સુખલાલજી, શ્રી બચુભાઈ રાવત, પરમાનંદ કાપડિયા, ચીમનલાલ ચકુભાઈ વગેરેના જીવનમાંથી ઘણું શીખવા મળ્યું. રમણભાઈ સાથેનો પ્રથમ મેળાપ મુંબઈમાં મુંબઈ જૈન યુવકસંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં થયો. એમણે વ્યાખ્યાનમાળામાં આવવાનું નિમંત્રણ આપ્યું અને જીવનમાં એક નવો અનુભવ આપ્યો. શ્રોતાઓની હાજરી, એની શિસ્ત અને એનું આયોજન આદર્શરૂપ લાગ્યાં. વળી રમણભાઈ વક્તાના વક્તવ્યને અંતે સંક્ષિપ્ત પણ માર્મિક સમાલોચના આપતા. એમની આ સમાલોચનામાં એમના ચિંતનનો નિચોડ મળતો. એમણે ૧૯૮૧ના વર્ષમાં મને પ્રવચન માટે બોલાવ્યો. વળી પ્રવચન પૂરું થાય અને બહાર નીકળીએ ત્યારે આયોજન એવું કે હાથમાં એની કૅસેટ પણ મળી જાય. હકીકતમાં મારા પ્રવચનની કૅસેટ સાંભળીને શ્રી કપૂરભાઈ ચંદરયાને મારા વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. એમણે રમણભાઈને પૂછ્યું અને પછી શ્રી કપૂરભાઈ ચંદરયા સાથે મેળાપ થતાં એમણે મને લંડનના પ્રવાસે આવવાનું નિમંત્રણ આપ્યું. મારા આંતરરાષ્ટ્રીય ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસોનો એ સમયથી પ્રારંભ થયો એની પાછળ મુરબ્બી રમણભાઈનો સભાવ કારણભૂત હતો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રમણભાઈ સ્વયં જૈનદર્શનના જુદા જુદા વિષય પર પ્રવચન આપતા હતા. એમનું આ પ્રવચન એ જૈન ધર્મના જુદા જુદા સિદ્ધાંતોને આધારિત રહેતું અને એક સાત્ત્વિક, સઘન અને જૈનદર્શનના ગહનમાં ગહન સિદ્ધાંતને તેઓ વિશાળ જનમેદનીને અત્યંત સરળ રીતે સમજાવતા હતા. એમનાં આ પ્રવચનો એ જૈનતત્ત્વજ્ઞાનની મોટી મૂડી છે. ધર્મની ભાવનાનું માત્ર પ્રવચનમાં પૂર્ણવિરામ આવી જતું નથી. અહિંસાની ભાવના સાથે કરુણાની સક્રિયતાનો સુમેળ થવો જોઈએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મુંબઈની પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે કોઈ સેવાભાવી, સામાજિક સંસ્થાને માટે દાન એકત્રિત કરવામાં આવતું. અત્યાર સુધીમાં ૨૧ જેટલી સામાજિક સંસ્થાઓને અઢી કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. કોઈ પણ સંસ્થાને દાન આપવાનું નક્કી કરતાં પહેલાં એના વિશે પૂરતી તપાસ કરતા. કોઈ મહાનગર કે નગરની સંસ્થાની પસંદગી કરવાને બદલે કોઈ દૂરનાં ગામડાંમાં આવેલી અને આર્થિક જરૂરિયાત ધરાવતી સંસ્થાને પસંદ કરતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કારોબારીના સભ્યો સાથે એ સંસ્થાની મુલાકાતે જતા. પછી સહુને અભિપ્રાય પૂછતા. એમાંથી એક વ્યક્તિ પણ નામરજી બતાવે, તો એ અંગે વિચાર થોભાવી દેતા. સહુની સંમતિ હોય તો જ આગળ વધતા અને પછી રમણભાઈ મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો સાથે એ સંસ્થામાં જઈને દાન આપતા. જૈન સમાજમાં આવી પર્યુષણ વ્યાખ્યાનમાળાની સાથે માનવકરુણાનું સુંદર ઉમેરણ કરવાનું કામ રમણભાઈએ કર્યું. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદને પણ શ્રી હેમચંદ્રાચાર્ય સ્વાધ્યાયપીઠ માટે પર્યુષણ વ્યાખ્યાનમાળા સમયે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું પરંતુ એ પછી એ સ્વાધ્યાયપીઠની કામગીરી અંગે તેઓ ક્યારેક અસંતોષ પણ વ્યક્ત કરતા હતા. આજે જૈનદર્શન વિશે અનેક વિદ્વાનો, પંડિતો અને નિષ્ણાતો વિદેશમાં પ્રવચન આપવા જાય છે પરંતુ રમણભાઈએ છેક ૧૯૭૪માં ભગવાન મહાવીરના ૨૫OOમા જન્મકલ્યાણક વર્ષે પૂર્વ આફ્રિકાનો બે મહિનાનો પ્રવાસ ખેડ્યો હતો. આ સમયે શ્રી ચીમનલાલ ચકુભાઈને આ માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ તેઓ જઈ શકે તેમ નહોતા, તેથી તેમણે રમણભાઈને જવાનું કહ્યું. એ જ રીતે ૧૯૭૭માં શ્રી દેવચંદભાઈ ચંદરયાના સૂચનથી લંડનના પ્રવાસે ગયા. એ પછી એમણે ઇંગ્લેન્ડ, અમેરિકા અને યુરોપમાં પણ પ્રવચનો આપ્યાં. ૧૯૭૭ની એક ઘટનાનું પણ સ્મરણ થાય છે. એ સમયે લંડનમાં એક યુવાન -૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ રમણભાઈ પાસે આવ્યો. એ જૈન હોવા છતાં માંસાહાર કરતો હતો, એટલું જ નહીં પણ માંસાહારની તરફેણમાં જોરશોરથી દલીલો કરતો હતો. એ રોજ રમણભાઈ પાસે આવતો, ભારે ઝનૂનથી દલીલો કરતો. રમણભાઈ એને શાંતિથી એક પછી એક બાબત સમજાવતા હતા. ચોથે દિવસે આ યુવાન રડી પડ્યો. એણે કહ્યું કે, હવે મને સમજાય છે કે જીવદયાની દષ્ટિએ અને ધર્મતત્ત્વની દૃષ્ટિએ મારે માંસાહાર છોડવો જોઈએ.’ આફ્રિકા અને બ્રિટનમાં રમણભાઈ અને તારાબહેને જૈનદર્શન ઉપરાંત સમાજ, શિક્ષણ અને સાહિત્ય વિશે પણ પ્રવચનો આપ્યાં હતાં. જૈન સાહિત્ય અને સંશોધનના કાર્ય માટે ૧૯૮૪માં રમણભાઈને ઉપાધ્યાયશ્રી યશોવિજયજી સુવર્ણચંદ્રક તથા ૨૦૦૩માં સમદર્શી આચાર્ય હરિભદ્રસુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા. એમણે બૌદ્ધધર્મનો પણ એટલો જ ઊંડો અભ્યાસ કર્યો હતો. જાપાનની બૌદ્ધધર્મ સભાએ એમને વ્યાખ્યાન આપવા માટે જાપાન આવવાનું નિમંત્રણ આપ્યું હતું અને તેઓ જાપાન ગયા હતા. રમણભાઈના જીવનમાં રસરૂચિનાં ક્ષેત્રો બદલાતાં રહ્યાં. પહેલાં સર્જનાત્મક સાહિત્યના સર્જનમાં જે રસ હતો તે પાછલાં વર્ષોમાં ધર્મતત્ત્વજ્ઞાનમાં વહેવા લાગ્યો. ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં તેરથી પણ વધુ પુસ્તકો મળે છે. આ ઉપરાંત જીવનચરિત્ર, રેખાચરિત્ર અને એકાંકીઓ પણ એમણે લખ્યાં છે. મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ ઉપરાંત “પ્રબુદ્ધ જીવનના તેઓ તંત્રી હતા અને એ નિમિત્તે લખાયેલા લેખો “જિનતત્ત્વ' (૧થી ૮), ‘વંદનીય હૃદયસ્પર્શ' (૧થી ૩), “પ્રભાવક સ્થવિરો” (૧થી ૧૦) અને “સાંપ્રત સહચિંતન'(૧થી ૧૪)ને નામે પ્રકાશિત થયા. તેઓ પૂજય જંબૂવિજય અને આચાર્ય પ્રદ્યુમ્નવિજયજી મહારાજ પાસે વાચના લેવા જતા હતા. ત્રણ કે ચાર દિવસ પૂજ્ય જંબૂવિજયજી મહારાજની નિશ્રામાં કોઈ ધર્મગ્રંથનો અભ્યાસ કરવામાં આવતો. રમણભાઈના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવનાર પ્રથમ સંશોધક ડૉ. સરયૂબહેન મહેતાએ ‘શ્રીમદ્ભી જીવનસિદ્ધિ' વિશે મહાનિબંધ લખ્યો અને એમના માર્ગદર્શન હેઠળ છેલ્લે તૈયાર થયેલો મહાનિબંધ પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરીનો ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' પર છે. આમ, પ્રારંભ અને સમાપન શ્રીમદ્ રાજચંદ્રજીના વિષય પરના સંશોધનથી થયાં. જો કે એ ઉપરાંત વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી મેળવી, જેમાં ચંદરાજાનો રાસ, ખંડકાવ્ય, સ્વામીનારાયણ સંપ્રદાય કે ભગવદ્ ગીતા વિશે તૈયાર કરાવેલા મહાનિબંધોનો સમાવેશ થાય છે. (૧ ૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ તેઓ શોધાર્થીઓ માટે અઠવાડિયામાં એક દિવસ મુકરર કરી રાખતા. એક વિદ્યાર્થી આવે ને એ જાય એટલે બીજો વિદ્યાર્થી આવે. જાણે પીએચ.ડી ના વર્ગો ચાલતા હોય ! મુંબઈમાં જૈનદર્શન ના વિષયો લઈને જહેમતપૂર્વક મહાનિબંધ લખવાનું કાર્ય અત્યારે ખૂબ વેગથી ચાલી રહ્યું છે એના પ્રણેતા રમણભાઈ ગણાય. રમણભાઈના સાહિત્ય-વિવેચન વિષયક ગ્રંથોનાં નામ પણ લાક્ષણિક રહેતાં. એમના પ્રથમ વિવેચનસંગ્રહનું નામ ‘પડિલેહા છે. પ્રાકૃત ભાષાના આ પારિભાષિક શબ્દનો અર્થ છે, સ્વતંત્ર દષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો. એ જ રીતે એમનો બીજો વિવેચનસંગ્રહ ‘બંગાકુ-શુમિ'. જાપાની ભાષાના આ શબ્દનો અર્થ થાય છે સાહિત્યમાં અભિરુચિ. એમણે એમના ત્રીજા વિવેચનગ્રંથનું નામ રશિયન શબ્દ પરથી ‘ક્રિતિકા' રાખ્યું છે. રમણભાઈના અવસાનના સમાચાર ડલાસમાં રહેતા મારા પુત્ર નીરવને આપ્યા ત્યારે એણે રમણભાઈએ બાળપણમાં કરેલી માછલીની વાતનું સ્મરણ કર્યું. રમણભાઈ બાળકો સાથે જાતજાતની વાતો કરતા, મજા કરતા અને બાળકો પણ તેમના આવવાની વાટ જોતા. આવા રમણભાઈ અમદાવાદમાં આવે ત્યારે મારે ત્યાં ઊતરતા. એ સમયે અમદાવાદના ઘણા સાક્ષરો એમને મળવા આવતા. ક્યારેક ઘેર નાની સાહિત્ય પરિષદ ભરાઈ જતી. આગામી ત્રીજી ડિસેમ્બરે રમણભાઈ એસીમા વર્ષમાં પ્રવેશ કરવાના હતા. તેઓ હંમેશાં એમ કહેતા કે જે કંઈ વાંચ્યું-લખ્યું, તેનો મને પરમ સંતોષ છે. સિત્તેર વર્ષ પછીનું જીવન એ “બોનસ' જ ગણાય. તેઓ એમના અંતિમ છેલ્લા બે દિવસ હૉસ્પિટલમાં હતા. બીજા દિવસે એમની તબિયત સુધારા પર હતી. એ સમયે એમના સ્વાથ્યની ખબર પૂછવા આવેલાં કેટલાંક કુટુંબીજનોને એમણે કહ્યું કે આજે કુટુંબના વડીલ તરીકે તમને કહું છું કે બધા સંપથી રહેજો. આટલું કહીને તેઓ મોટેથી ત્રણ વાર નમસ્કાર મહામંત્ર બોલ્યા, ૨૪મીની વહેલી સવારે બે વાગ્યે એમણે ભગવાન મહાવીરનાં આવેલાં સ્વપ્નની વાત કરી અને ૩-૫૦ મિનિટે દેહ છોડ્યો. આવા રમણભાઈના અવસાનથી જૈન સમાજે એક જીવંત ચેતનગ્રંથ ગુમાવ્યો છે. ગુજરાતી સાહિત્ય અનેક દેશોનો પ્રવાસ ખેડનાર લેખકને વિદાય આપી છે અને અંગત રીતે મેં મારા પરિવારના મોભી ગુમાવ્યા છે. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ Page #15 -------------------------------------------------------------------------- ________________ ------ - ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકીસંગ્રહ કે શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ ક ગુલામોનો મુક્તિદાતા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી હેમચંદ્રાચાર્ય શ્રી મોહનલાલજી મહારાજ પર વંદનીય હૃદયસ્પર્શ શેઠ મોતીશાહ પ્રભાવકસ્થવિરો, ભાગ ૧થી ૯ ક બેરરથી બ્રિગેડિયર નક તિવિહેણ વંદામિ - પંડિત સુખલાલજી પ્રવાસ-શોધ-સ - એવરેસ્ટનું આરોહણ ક પ્રદેશે જય-વિજયના ડ ઑસ્ટ્રેલિયા - રાણકપુર તીર્થ - પાસપૉર્ટની પાંખે - ઉત્તધ્રુવની શોધ-સફર * પાસપૉર્ટની પાંખે – ઉત્તરાલેખન કે ન્યૂઝીલેન્ડ ક પાસપૉર્ટની પાંખે – ભાગ ત્રીજો નિબંધ - સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧૫ એક અભિચિંતના સાહિત્ય-વિવેચન * ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) પર નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય : સમયસુંદર નક બુંગાકુ-શુમિ ક પડિલેહા - ક્રિતિકા - ૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય - નળ-દમયંતીની કથાનો વિકાસ ક ગૂર્જર ફાગુસાહિત્ય સંશોધન-સંપાદન * નલ-દેવદતી રાસ (સમસુંદરકૃત) ક જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) કુવલયમાળા (ઉદ્યોતનસૂરિકૃત) - મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) * નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) થાવસ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) -- . Page #16 -------------------------------------------------------------------------- ________________ નવરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકૃત) - ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) ક બે લઘુ રામકૃતિઓ (જ્ઞાનસાગરકૃતિ અને ક્ષમા કલ્યાણકૃત) : નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત) ધર્મ-તત્ત્વજ્ઞાન - જૈન ધર્મ (છઠ્ઠી આવૃત્તિ) - જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) - જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) એક બૌદ્ધ ધર્મ કક જ્ઞાનસાર નિહનવવાદ ક જિનતત્ત્વ, ભાગ ૧થી ૮ : તાઓ દર્શન નક કન્ફયૂશિયસનો નીતિધર્મ જ અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ - વીર પ્રભુનાં વચનો-ભાગ ૧-૨ - અધ્યાત્મસાર (સંપૂર્ણ) * Buddhism – An Introduction * Jina Vachana * Shraman Bhagwan Mahavir & Jainism સંક્ષેપ - સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ - રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) - ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) એક મનીષા જ શ્રેષ્ઠ નિબંધિકાઓ જ શબ્દલોક ક ચિંતનયાત્રા ક નીરાજના હક અક્ષરા મક અવગાહન - જીવનદર્પણ - કવિતાલહરી - સમયચિંતન - તત્ત્વવિચાર અને અભિવંદના ડ મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી - જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ જ શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ - શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ - એન. સી. સી. ક જૈન લગ્નવિધિ Page #17 -------------------------------------------------------------------------- ________________ هم () " ) L ) ૭ = ૨૮૯ U અનુક્રમણિકા ૧. પંડિત સુખલાલજી જોહરીલજી પારેખ ૨. બચુભાઈ રાવત ૯ ૩૦. . શિવાનંદ અધ્વર્યુ ર૩૩ ૩. અગરચંદજી નાહટા ૧૭ ૩૧. લાડકચંદભાઈ વોરા ૨૪૬ ૪. પરમાનંદભાઈ કાપડિયા ર૩ ૩૨. પંડિત પનાલાલ જ. ગાંધી ૨૫૭ ૫. ચીમનલાલ ચકુભાઈ શાહ ૩૧ ! ૩૩. પંડિત દલસુખભાઈ ૬. મેડમ સોફિયા વાડિયા ૪૧ માલવણિયા ૭. ગૌરીપ્રસાદ ઝાલા ૪૫ ૩૪, ફાધર બાલાગે ૮. પંડિત ધીરજલાલ ટોકરશી ૩૫. ડૉ. ભોગીલાલ સાંડેસરા શાહ ૫૪ ૩૬ . હીરાબહેન પાઠક ૩૦૩ ૯. જ્યોતીન્દ્ર દવે ૫૮ ! ૩૭. હંસાબહેન મહેતા ૩૧૯ ૧૦. યજ્ઞેશભાઈ હરિહર શુક્લ ૬૪. ૩૮. કે. પી. શાહ ૩૨૯ ૧૧. ઉમેદભાઈ મણિયાર ૬૮ ૩૯. પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન ૧૨. મનસુખલાલ તારાચંદ મહેતા ૭૩ | મહેતા ૩૩૬ ૧૩. ઉમાશંકર જોશી ૭૯ | ૪૦. સ્વ. પ્રો. હીરાલાલ ૧૪. ભૃગુરાય અંજારિયા રસિકદાસ કાપડિયા : ૧૫. ઈશ્વર પેટલીકર ૯૭ | જીવન અને લેખન ૩૪૩ ૧દ, મૂળશંકર મો. ભટ્ટ ૧૦૨ ૪૧. સ્વ. માનાભાઈ ભટ્ટ ૩૭૧ ૧૭. મોહનલાલ મહેતા – ૪૨. સ્વ. ભંવરલાલજી નાહટા ૩૮૩ સોપાન ૪૩. સાધુચરિત ૧૮. રંભાબહેન ગાંધી ૧૮૯ સ્વ. ચી. ન. પટેલ ૩૯૨ ૧૯. ચંદ્રવદન મહેતા ૪૪. સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૪૦૨ ૨૦. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ૧ ૨૬ ૪૫. સ્વ. કવિ બાદરાયણ ૪૧૮ ર૧. જયમલ્લ પરમાર ૪૬, અમારા પૂજય ૨૨. પંડિત હીરાલાલ દુગ્ગડ શ્રી દોશીકાકા ૪૨૯ ૨૩. અમૃતલાલ યાજ્ઞિક ૧૭૪ | ૪૭. મારા પિતાશ્રી ४४८ ૨૪. ચંચળબહેન ૪૮. પિતાશ્રીની ચિર વિદાય ૪૬૫ ૨૫. કાન્તિલાલ કોરા | ૪૯ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૮૭૪ ૨૬. ઇન્દ્રજિત મોગલ ૧૯૭ ૨૦. સાધુચરિત સ્વ. હિંમતભાઈ ૨૭. વિજય મરચન્ટ ૨૫ બેડાવાલા ४८४ ર૮, મોરારજી દેસાઈ ર૧૦ V O ૧ ૬૧ ૧૮૮ ET૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી એટલે વર્તમાન ભારતની એક મહાન દાર્શનિક પ્રતિભા. ૯૭ વર્ષની સુદીર્ઘ ઉંમરે અમદાવાદમાં એમનું અવસાન થયું હતું. પંડિતજીનું જીવન એટલે પુરુષાર્થની ભવ્ય ગાથા. સૌરાષ્ટ્રમાં વઢવાણ શહેરના તેઓ વતની. સોળ વર્ષની કિશોરવયે ઈ. સ. ૧૮૯૭માં ઉનાળાના દિવસોમાં તેમને શીતળા નીકળ્યા અને નેત્રજ્યોતિ વિલીન થઈ. અચાનક આવી પડેલા અંધત્વે એમને ચિંતાતુર બનાવી દીધા. કિશોરવયે તેઓ તરવરાટવાળા હતા, પરંતુ નેત્ર જતાં તેમની શારીરિક પ્રવૃત્તિ મંદ પડી ગઈ. પોતે ખૂબ મૂંઝવણ અનુભવવા લાગ્યા. જાણે જીવનનો રાહ બદલાઈ ગયો. શું કરવું તે સૂઝતું નહિ. એ નાનકડા ગામમાં બીજી પ્રવૃત્તિ તે શી હોઈ શકે ? ધર્મ અને એના ક્રિયાકાંડો તરફ લોકો વાળે અને પોતાને પણ વળવાનું મન થાય એ સ્વાભાવિક છે. પોતે જૈન. જૈન સાધુઓની અવરજવર ચાલુ હોય જ. પોતાના ગામમાં જૈન સાધુઓ આવે, તેમની પાસે જવું, ધાર્મિક અભ્યાસ કરવો અને ક્રિયાકાંડભરી ધર્મપ્રવૃત્તિ કરવી એ તરફ તેઓ દોરવાયા. જૈન સાધુઓ પાસે સમય પણ ઠીક ઠીક હોય અને અંતરમાં કરુણા પણ હોય. એટલે યોગ્ય પાત્ર જણાતાં તેને પ્રેરણા અને માર્ગદર્શન સહજ રીતે આપે. પંડિતજી વખતોવખત જુદા જુદા જૈન સાધુઓના સંપર્કમાં આવ્યા અને એને પરિણામે ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવા માટે જરૂરી એવો પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ ક૨વાની તાલાવેલી તેમને લાગી. પોતે અંધ હતા એટલે બીજી પ્રવૃત્તિ તો ખાસ રહી નહિ. તેથી મળેલા સમયમાં જે કંઈ જાણવા મળે તે ચિત્તમાં ગ્રહણ કરી લેતા અને તેનું વારંવાર સ્મરણ–રટણ કરતા. એક જૈન સાધુ પાસેથી ‘રઘુવંશ’ની નકલ આઠ દિવસ માટે મળી તો તેટલા દિવસમાં તેમણે ‘રઘુવંશ’ના દસ સર્ગના શ્લોકો કંઠસ્થ કરી લીધા. સંસ્કૃત ભાષાના અભ્યાસ માટેની તેમની ભૂખ એ નાનકડા ગામમાં સંતોષાય તેમ નહોતી. તેઓ તે માટે કાશી વિદ્યાભ્યાસ કરવા ગયા. કાશીમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ તેમને ઘણી મુશ્કેલીઓ પડી. ઘણી પરતંત્રતા અનુભવી, પરંતુ ધીરજપૂર્વક તેમણે પોતાની અભ્યાસપ્રવૃત્તિ ચાલુ રાખી. બુદ્ધિની તેજસ્વિતા, તીવ્ર સ્મરણશક્તિ અને સ્વભાવની સરળતાને લીધે પંડિતો પણ તેમને વિદ્યાભ્યાસ પ્રેમથી કરાવતા. તેમણે કાશીમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ ઉપરાંત દર્શનશાસ્ત્રોનો પણ અભ્યાસ કર્યો. વિદ્યાભ્યાસ પછી વ્યવસાય તરીકે પંડિતજીએ મોટું કાર્ય જે કર્યું તે બનારસ યુનિવર્સિટીમાં પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ તરીકેનું અધ્યાપનકાર્ય છે. આ સમય દરમિયાન તેમણે હિંદી ભાષામાં ઠીક ઠીક લેખનકાર્ય પણ કર્યું. પંડિતજીએ કેટલોક સમય ગૂજરાત વિદ્યાપીઠમાં ગાંધીજી સાથે અને કેટલોક સમય મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં કનૈયાલાલ મુનશીજી સાથે રહીને કાર્ય કર્યું. પંડિતજીને એમની વિદ્યાને માટે, એમના ગ્રંથોને માટે સુવર્ણચંદ્રકો, પારિતોષિકો, ડી. લિટ.ની ઉપાધિ વગેરે મળ્યાં, પરંતુ આ બધાં ઔપચારિક સન્માનો હતાં. પંડિતજીએ પોતાના વ્યક્તિત્વ પર એની જરા પણ વિપરીત અસર થવા દીધી નહિ. પંડિતજી સાથેનો મારો પરિચય ઈ. સ. ૧૯૪૪થી. એ સમયે હું કૉલેજમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયેલો અને મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેતો. તે સમયે અમારે ધાર્મિક અભ્યાસમાં પંડિતજીએ સંપાદિત કરેલા ગ્રંથ, વાચક ઉમાસ્વાતિકૃત “તત્ત્વાર્થસૂત્ર'નું અધ્યયન કરવાનું હતું. પંડિતજીની સૂક્ષ્મ અને ગહન વિદ્વત્તાનો ત્યારે પહેલો પરિચય થયો. એ જ વર્ષે વિદ્યાલયમાં પંડિતજી કાકાસાહેબ કાલેલકર સાથે મંગળ પ્રવચન માટે પધારેલા. એ સમયે એમનું દર્શન પહેલવહેલું થયેલું. ત્યારે પંડિતજી મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના જૂના મકાનમાં રહેતા એટલે કોઈ કોઈ વખત હું તેમને મળવા જતો. તેઓ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રમુખસ્થાને બિરાજતા. કોઈ કોઈ વખત તેમાં પોતે પણ એકાદ વિષય ઉપર પ્રવચન આપતા. તે સાંભળી પંડિતજીની વિદ્વત્તાથી હું ઘણો પ્રભાવિત થયો હતો. - ઈ. સ. ૧૯૫૧માં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે મેં કાર્ય કર્યું અને સાથે સાથે જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં પણ જોડાયો. શ્રી પરમાનંદ કાપડિયા તથા મારા સસરા શ્રી દીપચંદભાઈ શાહ સાથે Page #20 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી યુવક સંઘની પ્રવૃત્તિઓને અંગે પંડિતજીને મળવા જવાનું વારંવાર બનતું. એ અરસામાં એક વખત શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય ઉપર મારે વ્યાખ્યાન આપવાનું હતું. પ્રમુખસ્થાનેથી ઉપસંહાર કરતાં પંડિતજીએ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આવા મહાન પૂર્વાચાર્યોને સંભારવા માટે આનંદ વ્યક્ત કર્યો. વ્યાખ્યાન પછી એમણે મને “ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર” સંસ્કૃતમાં વાંચી જવા ભલામણ કરેલી. એ પ્રસંગથી પંડિતજી સાથે વધુ નિકટના પરિચયમાં આવવાનું થયેલું. આ સમય દરમિયાન પંડિતજી મુંબઈ છોડી કાયમને માટે અમદાવાદ જઈને વસ્યા હતા. ૧૯૫૫માં એક વર્ષને માટે અમદાવાદમાં શરૂ થતી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કાર્ય કરવાનું મારે માટે નક્કી થયું. એથી એ વર્ષ દરમિયાન અગવડો ઘણી પડી, છતાં મને સૌથી મોટો લાભ થયો હોય તો તે પંડિતજી અને પ. પૂ. પુણ્યવિજયજી મહારાજના નિયમિત સંપર્કમાં રહેવાનો અને તેમની પાસેથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવવાનો. પંડિતજીના વત્સલ સ્વભાવનો ત્યારે ગાઢ પરિચય થયો. અમદાવાદ પહોંચતાંની સાથે પંડિતજીને “સરિતકુંજમાં એમના નિવાસસ્થાને હું મળવા ગયો. પૂછ્યું, “કંઈ કામ હોય તો કહો.” પંડિતજીએ કહ્યું: સાંજે ફરવા જવું છે, તમને સમય હોય તો આવો.” હું સાંજે પંડિતજીને ફરવા લઈ ગયો. પછી તો રોજ સાંજે એમને ફરવા લઈ જવાનો કાર્યક્રમ નિશ્ચિત બની ગયો. જેમ જેમ સમય વધુ મળતો ગયો તેમ તેમ ફરવા જવાના કાર્યક્રમ ઉપરાંત કલાક-બે કલાક પંડિતજી પાસે બેસીને તેમને જે વાંચવું હોય તે વાંચવાનો કાર્યક્રમ પણ ચાલ્યો. રોજ સાંજે ઘણુંખરું તેઓ હળવું વાંચતા. છાપાંઓ, સામયિકો વગેરે જે આવ્યાં હોય તે એમણે ગોઠવીને રાખ્યાં હોય. એક પછી એક હું લેતો જાઉં. પ્રથમ શીર્ષક વાંચી સંભળાવું. જો એ વિષયનું લખાણ મારે વાંચવાનું હોય તો તેઓ વાંચવા માટે સૂચન કરતા. “જન્મભૂમિ', પ્રબુદ્ધ જીવન” અને “સંસ્કૃતિ' એ ત્રણ તેઓ વધારે વંચાવતા. એ સમયે પંડિતજી માટે વાંચેલાં પુસ્તકોમાંનાં બે વિશેષ યાદ છે. એક તો મહામહોપાધ્યાય કાણેનું ધર્મશાસ્ત્રના ઇતિહાસ વિશેનું અંગ્રેજી પુસ્તક. એ વાંચવા માટે સાથે અંગ્રેજી શબ્દકોશ લઈને બેસતો, કારણ કે પોતાને ખબર Page #21 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ ન હોય તેવો એક પણ અંગ્રેજી શબ્દ પંડિતજી ચૂકવા ન દેતા. અંગ્રેજી ભાષાનો પોતે વ્યવસ્થિત અભ્યાસ કર્યો ન હોવા છતાં, એ ભાષાની તેઓ કેવી સારી જાણકારી ધરાવે છે તેની તે સમયે પ્રતીતિ થતી. બીજું પુસ્તક તે ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથા. તે સમયે નવું જ બહાર પડેલું તે પુસ્તક હતું. એ પુસ્તકમાં આઝાદીની લડતના અને ગાંધીજી સાથેના કેટલાયે જાહેર અને અંગત પ્રસંગોનું તેમજ ઇંદુલાલના પોતાના અંગત જીવનના એકરારભર્યા કેટલાક પ્રસંગોનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. તે વાંચતાં પંડિતજી કેટલીયે વાર અસ્વસ્થ થઈ જતા, આંખમાંથી આંસુ ટપકતાં. કોઈ વાર ગળગળા થઈ જતા અને કહેતા કે, “બસ, હમણાં હવે વાંચવાનું બંધ રાખો.” રજાના દિવસો હોય ત્યારે પંડિતજી પાસે વાંચવા માટે સવારે અથવા બપોરે પણ જતો. એમનો નોકર સર અથવા માધુ અમારા બંને માટે ચા બનાવી લાવતો. જયારે ગંભીર વાંચન ચાલતું હોય તે સમયે પંડિતજીને કોઈ મળવા આવ્યું હોય ત્યારે તેઓ લાંબી વાત કરતા નહિ. એકાદ મિનિટમાં પતાવી મને આગળ વાંચવાની સૂચના કરતા, એટલે આવનાર વ્યક્તિ તરત સમજી જતી. વિદ્યાભ્યાસના સમયમાં મુલાકાતીઓ ખલેલ પહોંચાડે તે એમને ગમતું નહિ. પંડિતજી આંખે જોઈ શકતા ન હતા; પરંતુ “સરિતકુંજ મકાનમાં વસવાટને કારણે તેઓ પ્રત્યેક વસ્તુથી એટલા પરિચિત થઈ ગયા હતા કે તેમને ત્યાં બેસવા-ઊઠવામાં કે હરવા-ફરવામાં કોઈ અડચણ પડતી નહિ, બધું જ કામ પોતાની મેળે કરી લેતા. પ્રત્યેક વસ્તુ ક્યાં કેટલા અંતરે છે એ એમના ચિત્ત સમક્ષ સ્પષ્ટ રહેતું. એમની શ્રવણશક્તિ ઘણી તીવ્ર હતી. ટેલિફોન પણ જાતે જ લેતા અને વાતચીત કરતા. અવાજને ઓળખી લેવાની તેમની સૂક્ષ્મ ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ પણ એટલી જ સતેજ હતી. પંડિતજી પાસે હું જતો ત્યારે મારે મારો પરિચય આપવાની જરૂર પડતી નહિ. મારો અવાજ એ ઓળખી લેતા. કેટલીક વાર અમે બેઠા હોઈએ ત્યારે તેમને મળવા આવનાર કોઈ માણસો બહારથી વાતો કરતા કરતા આવતા હોય તો પંડિતજી તરત કહેતા કે ફલાણાભાઈ આવ્યા લાગે છે. પંડિતજીની શ્રવણશક્તિ અને સ્મરણશક્તિ એટલી તીવ્ર હતી કે બૂટ, ચંપલના અવાજ પરથી પણ કોઈ આવ્યું છે તે પણ તેઓ જાણી લેતા. એક વાર મુંબઈમાં ‘તાનસેન' નામનું ચલચિત્ર જોવા અને પંડિતજી સાથે Page #22 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી ગયેલા. એમણે પરદા ઉપર ચાલતું ચલચિત્ર જોયું નહોતું. માત્ર સંવાદો અને ગીતો તેમણે સાંભળેલાં. પણ એ ચિત્ર જોઈને પાછા ફર્યા પછી એમણે કેટલાક પ્રશ્નો કર્યા ત્યારે ચલચિત્ર જોનારા જે વાતો ચૂકી ગયા હતા તે શ્રવણશક્તિની એકાગ્રતા વડે તેમણે કેવી સરસ રીતે પકડી લીધી હતી તેની પ્રતીતિ થઈ હતી. ૧૯૫૫-૫૬માં પંડિતજી પાસે આવનારા મહાનુભાવોમાં સાહિત્ય પરિષદના બંધારણ વગેરેની ચર્ચા માટે આવનારા સ્નેહરશિમ, ઉમાશંકરભાઈ અને જયંતી દલાલ મુખ્ય હતા. સાહિત્ય પરિષદના નવેસરથી ઘડાનારા બંધારણની ઘણી વાટાઘાટો પંડિતજીની હાજરીમાં થતી. કેટલીક વાર મતભેદો થતા ત્યારે, ખાસ કરીને જયંતી દલાલ ઉગ્ર બની ગયા હોય ત્યારે, પંડિતજી થોડુંક જ કહેતા અને વાતનું નિરાકરણ થઈ જતું. પંડિતજી ‘બળવાખોર પંડિત' તરીકે જાણીતા હતા. કેટલાયે ધાર્મિક જડ ક્રિયાકાંડો ઉપર એમણે પ્રહારો કરેલા છે; આમ છતાં પંડિતજી માત્ર બુદ્ધિવાદી નહોતા, શ્રદ્ધાના તત્ત્વને પણ તેમના જીવનમાં પૂરો અવકાશ હતો. મને એક પ્રસંગનું બરાબર સ્મરણ છે. ચોમાસાના દિવસો હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પંડિતજી મુંબઈ આવવા નીકળતા હતા. હું પંડિતજીને લેવા માટે “સરિતકુંજમાં ગયો. તેઓ તૈયાર જ હતા. મેં તેમનો હાથ પકડી ચાલવા માંડ્યું ત્યાં પંડિતજી કહે, “એક મિનિટ ઊભા રહો.”મને એમ કે કંઈ લેવાનું ભુલાઈ ગયું હશે; પરંતુ પંડિતજીએ મોઢા આગળ હથેળી ધરી નવકાર મંત્ર બોલવાનું શરૂ કર્યું. ત્રણ નવકાર ગણીને એમણે રૂમની બહાર પગ મૂક્યો. મેં પંડિતજીને પૂછ્યું, “આપ પણ આ રીતે નવકાર ગણો છો ?” તેમણે કહ્યું, “શ્રદ્ધા વગર આપણું જીવન ટકી જ ન શકે. બહારગામ જતાં કે કોઈ સારા કામ માટે જતાં હું હંમેશાં મનમાં નવકાર ગણી લઉં છું.” - પંડિતજીએ જ્યારે પોતાની તબિયત સારી હોવા છતાં પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન છોડ્યું ત્યારે મેં એમને પૂછેલું, “આપે કેમ મુંબઈ વ્યાખ્યાનમાળામાં જવાનું માંડી વાળ્યું ?” એમણે એક જ શબ્દમાં ઉત્તર આપ્યો, ‘વયોધર્મ'. પંડિતજી કહેતા કે આપણાં લોકોમાં ઉંમર પ્રમાણે પોતાના ધર્મો બહુ ઓછા માણસો સમજે છે, ખાસ કરીને જાહેર જીવનમાં જે પ્રમાણે આપણી ઉંમર ચાલતી હોય તે પ્રમાણે આપણાં રસ અને પ્રવૃત્તિનાં ક્ષેત્ર બદલવાં જોઈએ. Page #23 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ પંડિતજી મિતભાષી અને મિતાહારી હતા. વાતચીતમાં તેઓ હમેશાં ટૂંકા અને મુદ્દાસર જવાબ આપતા. એ જવાબમાં પણ એમની વિદ્વત્તા ડોકિયું ક૨ી જતી. તત્ત્વજ્ઞાનની ચર્ચા હોય તો એમની બહુશ્રુતતાની પ્રતીતિ વાતે વાતે થતી. દરેક ધર્મ અને સંપ્રદાયની કે એના મહાન દાર્શનિકોની વાત થતી હોય ત્યારે તેના ગુણપક્ષે શું શું છે અને એની મર્યાદા ક્યાં ક્યાં રહેલી છે તેની સમતોલ વાત પંડિતજી પાસેથી સાંભળવા મળતી. પંડિતજીની સ્મૃતિ ખૂબ સતેજ હતી અને કોઈ પણ વ્યક્તિ કે ગ્રંથનો સંદર્ભ તેઓ ઝીણવટથી તરત આપતા. ૬ પંડિતજી મંદ અને મૃદુ અવાજે વાત કરતા. કોઈ વાર ભારપૂર્વક વાત કરવી હોય ત્યારે જમણા (કે ડાબા) હાથની તર્જની ઊંચી કરી તે વડે તેઓ તે દર્શાવતા. પંડિતજી એકલા બેઠા હોય અથવા માત્ર સાંભળવાનું ચાલતું હોય ત્યારે એમના જમણા હાથના અંગૂઠા ઉપર તર્જની સતત ફર્યા કરતી હોય, જાણે માળા ફેરવતા ન હોય ! ક્યારેક ડાબા હાથમાં પણ એ ક્રિયા ચાલતી હોય. (મુનિ જિનવિજયજીને પણ એવી ટેવ હતી. જીવ અને શિવના મિલનરૂપ એ મુદ્રા અને આંગળી ફેરવવાની એ ક્રિયા હઠયોગની દૃષ્ટિએ દીર્ઘાયુષ્યમાં સહાયરૂપ મનાય છે.) કિશોરાવસ્થામાં શીતળા થવાને કારણે પંડિતજીના શરીરમાં ગરમી પુષ્કળ રહેતી. આથી ઘરમાં હોય ત્યારે ઘણુંખરું તેઓ ફક્ત ધોતિયું પહેરીને જ બેસતા. ધોતિયું ખાદીનું અને હંમેશાં સ્વચ્છ રહેતું. છાતી ઉપર તેઓ વસ્ર સહન કરી શકતા નહિ. બહાર જવું હોય ત્યારે ખાદીનું સાદું પહેરણ પહેરી લેતા. આજીવન બ્રહ્મચર્યોપાસનાને કારણે પંડિતજીનું શરીર ઓજસ્વી હતું. વૃદ્ધાવસ્થામાં પણ એમના શરીર ઉપર ઉંમર જણાતી નહિ. અવસાનના મહિના પહેલાં એમને મળવા ગયો હતો ત્યારે તેઓ પથારીમાં બેઠા થયા હતા અને ટટ્ટાર બેઠા હતા. પંડિતજીના સાન્નિધ્યમાં મને હમેશાં એમના વાત્સલ્યનો અનુભવ થતો. હું અમદાવાદ એક વર્ષ માટે ગયો હતો અને લોજમાં જમતો હતો. એટલે મારી તબિયત માટે તેઓ હમેશાં ફિકર કરતા. એક દિવસ સાંજે ગયો ત્યારે મને કહે, “આજે નવરંગપુરા બાજુ ફરવા જઈએ.'’ સરિતકુંજથી આશ્રમ રોડ ૫૨ સીધા જ અમે ચાલ્યા, ત્યારે રસ્તે આટલાં મકાનો કે વાહનવ્યવહાર નહિ. Page #24 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજી (આજે તો હવે સરિતકુંજ' પણ રહ્યું નથી.) રસ્તો આમ શાંત હતો. અમુક અંતરે ચાલ્યા પછી પંડિતજી કહે, “હવે ડાબી બાજુ વળો.”અમે ડાબી બાજુના રસ્તે ચાલ્યા. પંડિતજી પછી કહે, “આપણે અનાજ-કરિયાણાની દુકાન છે ત્યાં જઈએ.” પંડિતજી જોઈ શકતા નહિ, પણ કેટલું અંતર કપાયું છે અને ક્યાં પહોંચ્યા છીએ તેની તેમની સૂઝ ચોકસાઈભરેલી હતી. એ દુકાને અમે ગયા. એમના કોઈ સગાની એ દુકાન હતી. પંડિતજીએ બદામ, કાજુ, દ્રાક્ષ, એમ ચાર-પાંચ પડીકાં બંધાવ્યાં; પછી મારા હાથમાં આપીને કહે, રમણભાઈ, આ તમારા માટે બંધાવ્યાં છે. પૈસા આપવાના નથી. આપણી ઘરની જ દુકાન છે.” પંડિતજીએ શા માટે નવરંગપુરા બાજુ ફરવા જવાનું સૂચન કર્યું હતું તે સમજાયું. એમના આગ્રહને છેવટે વશ થવું પડ્યું. એમના વાત્સલ્યના સ્પર્શથી મારું હૃદય આર્દ્રભાવે નમી રહ્યું. પંડિતજીના અવસાનના છએક મહિના પહેલાં મારાં પત્ની સાથે હું મળવા ગયો હતો. વર્ષો જૂનાં મુંબઈનાં સ્મરણો તાજાં કર્યા. આટલી ઉંમરે પણ એમની સ્મૃતિ સતેજ હતી. અલબત્ત, વાત કરતાં કરતાં ચિત્ત થાકી જતું તો થોડી વાર શાંત રહેતા. અમારા બંને સંતાનોને યાદ કર્યા અને ફરી અમદાવાદ જઈએ તો સંતાનોને લઈ એમને ત્યાં અમારે જવું અને ત્યાં જ જમવાનું રાખવું એવો આગ્રહ કર્યો. કહે, “અહીં જમવાની બધી વ્યવસ્થા થઈ શકે એમ છે, માટે એ ચિંતા કરશો નહિ.” પંડિતજીએ અમદાવાદને પોતાનું નિવૃત્તિસ્થાન, નિવાસસ્થાન બનાવ્યું તે પછી અમદાવાદ બહાર ખાસ તેઓ ગયા નથી. “સરિતકુંજમાંથી મુનિ જિનવિજયજીના મકાનમાં, “અનેકાંતવિહારમાં રહેવા ગયા પછીથી તો ઘરની બહાર પણ ખાસ જતા નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો અલબત્ત, તબિયતને કારણે પણ તેઓ બહાર નીકળતા નહિ. પંડિતજીનું જીવન એટલે આજીવન વિદ્યોપાસના અને આજીવન બ્રહ્મચર્યની પણ ઉપાસના. અલ્પપરિગ્રહી, નિસ્વાર્થ, તપોમય એમનું જીવન હતું. પંડિતજી એટલે જંગમ તીર્થ. ૧૯૫૬માં હું અમદાવાદ છોડી મુંબઈ પાછો આવ્યો ત્યારથી તે તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે પંડિતજીને મળવા જવાનું, વંદનાર્થે જવાનું તો અચૂક રાખ્યું હતું. છેલ્લે એમના અવસાનના ચારેક મહિના પહેલાં એક વખત મળવા ગયેલો Page #25 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ ત્યારે મુનિ જિનવિજયજી ત્યાં આવીને રહ્યા હતા. પંડિતજીએ મને કહ્યું, મુનિજીને કૅન્સર થયું છે. ડૉકટર કહે છે કે હવે એ મહિનાથી વધુ નહિ કાઢે. બહાર સૂતા છે. તમે મળો ત્યારે કેન્સરની વાત કરતા નહિ.” હું મુનિજી પાસે ગયો. મુનિજી પ્રસન્ન હતા. ગુજરાત વિદ્યાપીઠનાં કેટલાંક સંસ્મરણો મને કહ્યાં. સાથે સાથે કહ્યું, “બસ, હવે તૈયારી થઈ ગઈ છે. થોડા દિવસનો જ મહેમાન છું. મૃત્યુદેવના આગમનની ઉત્સુકતાપૂર્વક રાહ જોઉં છું.” મૃત્યુની વાતે કદાચ મુનિજી અસ્વસ્થ બને એવી ભીતિ હતી, પરંતુ મૃત્યુની વાત એમણે પોતે જ કાઢી અને પ્રસન્નતાપૂર્વક તેની તૈયારી દર્શાવી. મુનિ જિનવિજયજી જતાં પંડિતજીને એક નિકટના સાથી અને આધારસ્થંભ ગુમાવ્યા જેવું લાગ્યું હતું. પંડિતજીનું સ્મરણ થતાં ચિત્તપટ પર અનેક સ્મરણો તરવરી રહે છે. ‘દર્શન અને ચિંતન”, “તત્ત્વાર્થ સૂત્ર”, “સન્મતિતર્ક વગેરે એમના ગ્રંથોનું વાંચન-મનન કરીએ છીએ ત્યારે એમની દાર્શનિક પ્રતિભાની ઝાંખી થાય છે. વિપરીત સંજોગોમાં એમણે કરેલી જીવનસાધના કેવી અનન્ય હતી તેની પ્રતીતિ થાય છે. મહાન વિભૂતિઓ પોતાની ભૌતિક મર્યાદાઓને આત્મબળથી દૂર કરી જીવનને કેવું સરસ અને સાર્થક કરી શકે છે ! Page #26 -------------------------------------------------------------------------- ________________ બચુભાઈ રાવત ‘કુમાર'ના તંત્રીશ્રી બચુભાઈ રાવત આપણા એક સંનિષ્ઠ સંસ્કારપુરષ હતા. “કુમાર” માસિક દ્વારા અરધી સદી કરતાં વધુ સમય સુધી ગુજરાતના સંસ્કારઘડતરમાં એમણે વિશિષ્ટ યોગદાન આપ્યું. ૮૨ વર્ષની વયે અમદાવાદમાં તેઓ અવસાન પામ્યા હતા. બચુભાઈ આજીવન કુમારને વરેલા હતા. “કુમાર”ના પર્યાયરૂપ બની તેઓ ગયા હતા. એમણે પોતાની સમગ્ર શક્તિ “કુમાર'ને આપી. “કુમાર'ને ભોગે એમણે બીજી કોઈ પ્રસિદ્ધિ કે અર્થપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ આદરી નહોતી. મોટાં પ્રલોભનો જતાં કર્યા હતાં. પરિણામે “કુમાર” માત્ર માસિક ન રહ્યું, આપણી એક સંસ્કારસંસ્થા જેવું બની ગયું. આપણાં સામયિકોના ઇતિહાસમાં કુમાર”નું સ્થાન અદ્વિતીય છે. એને અદ્વિતીય બનાવવામાં બચુભાઈનું સ્વાર્પણ રહેલું છે. - બચુભાઈના અત્યંત નિકટના સંપર્કમાં આવવાની મને તક મળી એને હું મારું પરમ સદ્ભાગ્ય સમજું છું. એમનો પાર્થિવ દેહ વિલીન થયો, પણ નજર સામે હજુ એમનું ચિત્ર આ પ્રમાણે તરવરે છે : સવારે સમય થતાં કુમાર કાર્યાલયમાં હળવે પગલે તેઓ દાખલ થાય છે. પોતાની બેઠક પાસે પહોંચી લાઇટ અને પંખો ચાલુ કરે છે. ખાદીનો લાંબો કોટ અને ટોપી ઉતારી ખીંટીએ ભેરવે છે. રિવોલ્ડિગ ખુરશીમાં બેસી ડેસ્ક ખોલે છે. આવેલી ટપાલ જુએ છે. પેન્સિલ અને ચપ્પ લે છે. પોતાના પહેરણનો છેડો પહોળો કરી ખોળામાં છોતરાં પડે એ રીતે પેન્સિલ છોલે છે. સરસ ધાર કાઢે છે. ચીવટપૂર્વક બધાં છોતરાં એકઠાં કરી લઈ, કચરાની ટોપલીમાં નાખે છે. “કુમાર” માટે આવેલી સામગ્રી વાંચવાનું, પૂર તપાસવાનું, ટપાલના જવાબ લખવાનું કામ ચાલુ થાય છે. બચુભાઈના કાર્યાલયમાં દિવસ ચાલુ થાય છે. કાર્યાલયમાં આવતાં પહેલાં કેટલુંક કાર્ય ઘરેથી સવારે તૈયાર કરીને તેઓ લાવ્યા હોય છે. પથારીવશ થયા ત્યાં સુધી બચુભાઈએ કાર્યાલયમાં જવાનું ચાલુ રાખ્યું Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વંદનીય હૃદયસ્પર્શ હતું. છેલ્લાં પાંચ-સાત વર્ષમાં વૃદ્ધાવસ્થાને કારણે, તબિયતને કારણે પ્રથમ તેમણે રાતના બેસવાનું બંધ કર્યું. પછી અડધો દિવસ બેસવાનું રાખ્યું. પછી અઠવાડિયામાં ત્રણ દિવસ, બે કે એક દિવસ જવાનું રાખ્યું. જીવનના અંત સુધી તેમણે કાર્યાલયમાં જવાનું ચાલુ રાખ્યું. અને ઘરે રહીને પણ આખો વખત કુમારનું કાર્ય કર્યા કર્યું. બચુભાઈની કુમાર-નિષ્ઠા અજોડ હતી. એમણે કુમાર'નો ૧૦૦મો, ૨૦૦મો, ૩૦૦મો, ૪00મો, ૫૦૦મો, ૬૦૦મો અંક વિશિષ્ટ દૃષ્ટિથી તૈયાર કર્યા હતા. કુમારનો ૬૭૯મો અંક છપાવો શરૂ થયો હતો. એમ હતું કે, પથારીવશ થવા છતાં બચુભાઈ ૭00 મો અંક જોઈને જશે, પરંતુ તે પહેલાં એમણે દેહ છોડ્યો. કુદરતની લીલા અકળ છે. કુમાર” પ્રગટ થતું હતું ત્યારે શાળા અને કૉલેજમાંથી પસાર થયેલો ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી યુવાન હશે જેણે એક વાર “કુમાર” વાંચ્યું ન હોય. “કુમાર” ભિન્ન રુચિવાળા વાચકોની રસવૃત્તિને પોષી અને સંસ્કારી છે. કવિતા, વાર્તા, નિબંધ, નાટિકા, જીવનચરિત્ર, ઇતિહાસ, પુરાણ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા, ફોટોગ્રાફી, શરીરવિજ્ઞાન, ટિકિટ અને સિક્કા, પ્રાણીઓ અને વનસ્પતિ, યોગ અને આયુર્વેદ, રમતગમત અને આકાશદર્શન – કેટકેટલા વિભાગો “કુમાર”ના પ્રત્યેક અંકમાં જોવા મળે. “કુમાર'ના ટાઈપ ઝીણા અને સ્થળની કરકસર. હાથમાં સીધો ઝાલીને આખો ‘કુમાર'નો અંક વંચાય નહિ; પૂરો વાંચવા માટે આડો, ઊંધો કરવો પડે. ઝીણા ટાઈપથી આંખો બગડે નહિ પણ સુધરે એ વૈજ્ઞાનિક સત્યની પ્રતીતિ પછી જ કુમારે ઝીણા ટાઈપ વધુમાં વધુ સામગ્રી આપવા માટે ચાલુ કરેલા. “કુમાર”ના પ્રૂફ બચુભાઈ પોતે બધાં વાંચી જાય અને એક પણ મુદ્રણદોષ, ભાષાદોષ ન રહે તેની જાતે કાળજી રાખે. “કુમાર માટે આવેલાં લખાણો પોતે વાંચી જાય, પસંદ કરે, સુધારે અને “કુમાર”ના ધોરણને જાળવી રાખે. સત્તાવન વર્ષ સુધી કુમાર'માં ક્યારેય એવું કંઈ છપાયું નથી જે બચુભાઈએ પોતે પહેલાં એ વાંચ્યું ન હોય. એટલે તો “કમાર'નો અંક પસ્તીમાં વેચાતો જોવા ન મળે. જૂના અંકો માટે ખરીદનારાઓની હાર લાગે. 'કુમાર'નું ધોરણ જાળવી રાખવા માટે બચુભાઈ હંમેશાં બહુ ચીવટ રાખતા. ગમે તેવા મોટા લેખકનું નબળું લખાણ આવ્યું હોય તો તે તરત પરત કરતા. પોતે યુવાન હતા ત્યારે તે સમયના વડીલ ગણાતા લેખકોની નબળી Page #28 -------------------------------------------------------------------------- ________________ બચુભાઈ રાવત કૃતિઓ પાછી મોકલતાં તેઓ અચકાતા નહિ. એક વખત બળવંતરાય ઠાકોરની કવિતા એમણે પાછી મોકલી એટલે બળવંતરાય અમદાવાદ આવ્યા ત્યારે ધૂંઆપૂંઆ થતા ‘કુમાર’ કાર્યાલયમાં ગયા. બચુભાઈએ એમને શાંત પાડ્યા અને નબળી કવિતા ન છાપવી એ ‘કુમાર’ના તથા બળવંતરાયના હિતની વાત છે એમ પ્રેમથી સમજાવ્યું. આવું તો બીજા કેટલાયે લેખકોની બાબતમાં બન્યું છે. ચુનીલાલ મડિયાની એક વાર્તા બચુભાઈએ પાછી મોકલાવી તો મડિયાએ ‘કુમા૨’માં વાર્તા લખવાનું બંધ કર્યું. એક વખત બીજા એક પ્રતિષ્ઠિત વાર્તાકારની વાર્તા પાછી ગઈ એટલે એમણે પોતાના મિત્ર દ્વારા ધમકી આપી, કે “અમે લેખકો ‘કુમાર’નો બહિષ્કાર કરીશું.’ બચુભાઈ પાસે આ વાત આવી ત્યારે એમણે કહ્યું, “તમારા મિત્રને કહેજો કે હું કોઈ દ્વેષ, ઈર્ષા કે જૂથબંધીને કારણે કૃતિ પાછી મોકલાવતો નથી. ‘કુમાર’ના ધોરણને અનુરૂપ ન હોય એવી કૃતિ ગમે તેવા મોટા કવિ-લેખકની હોય તો પણ તે પાછી મોકલાવું છું. તેમ છતાં બહિષ્કાર કરવો હોય તો જરૂર કરે; એકલે હાથે આખી જિંદગી ‘કુમાર' નિયમિત ચલાવી શકું એટલો મારામાં મને વિશ્વાસ છે.’ બચુભાઈએ પોતે પણ ‘કુમાર’માં લખતા. શરૂઆતમાં તેઓ પોતાના નામથી લખતા. પછી ઉપનામ ‘ઈ.ત.’થી લખતા – બચુભાઈનો છેલ્લો અક્ષર ‘ઈ’ અને રાવતનો છેલ્લો અક્ષર ત. પછીથી ‘ઈ.ત.’ ઉપનામ પણ મૂકવાનું તેમણે છોડી દીધું. ‘કુમાર’માં નામ વગરનું જે લખાણ હોય તો તે બચુભાઈનું રહેતું. ૧૧ બચુભાઈએ નવા નવા લેખકો, કવિઓ, ચિત્રકારો વગેરે તૈયાર કરવામાં કેટલો બધો ફાળો આપ્યો છે ! કાચાં લખાણો સુધારી-મઠારીને તૈયાર કરવામાં તંત્રી તરીકે બચુભાઈએ જેટલું કાર્ય કર્યું છે એટલું ભાગ્યે જ કોઈએ કર્યું હશે ! પરિણામે કેટલા બધા કવિ-લેખકોએ પોતાનું પુસ્તક બચુભાઈને અર્પણ કર્યું છે ! સાધનસામગ્રીની પસંદગીમાં આટલા બધા કડક છતાં સામયિકના કોઈ એક તંત્રીને વધુમાં વધુ પુસ્તકો અર્પણ થયાં હોય તો તે બચુભાઈને ! ગુજરાતના કવિ-લેખકોની ત્રણ પેઢીને તૈયાર કરવામાં બચુભાઈનો હિસ્સો ઘણો મોટો છે. તંત્રીને બદલે માત્ર લેખક બન્યા હોય તો બચુભાઈ પાસેથી વિવિધ વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકો મળ્યાં હોત. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ વંદનીય હૃદયસ્પર્શ કેટલા બધા વિષયોની બચુભાઈ પ્રમાણભૂત જાણકારી ધરાવે ! અભ્યાસ તો મેટ્રિક સુધીનો હતો. પણ વાંચનનો ભારે શોખ. પુસ્તકો વસાવે અને વાંચે. પછી તો “કુમાર”ને નિમિત્તે પણ ઘણા ગ્રંથો અને સામયિકો દેશવિદેશનાં વાંચે. એમની અસાધારણ જાણકારીને લીધે તો એમને કેટલાક “વૉકિંગ એન્સાઈક્લોપીડિયા” તરીકે ઓળખતા. બચુભાઈ એટલે જાણે પોતે જ એક શૈક્ષણિક સંસ્થા – વન-મેન ઇન્સ્ટિટ્યૂશન જેવા ! મેટ્રિક થયા પછી બચુભાઈ “સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા. ત્યાં વિવિધ પ્રકારની કામગીરી બજાવી. નામ-સરનામાં કરી, પુસ્તકોનાં પારસલો તૈયાર કરી, ખભે ઊંચકીને પહોંચાડવાનું કાર્ય પણ તેમણે કરેલું. કુમારમાં તંત્રીની જવાબદારી ઉપરાંત પાછળથી એમણે વહીવટી જવાબદારી પણ સંભાળી. ઘણા ઓછા વેતનથી એમણે કામ કર્યું. બીજે ગયા હોય તો કુમારે' આપ્યું એથી ઘણું બધું વેતન મેળવી શક્યા હોત. પણ “કુમાર” સાથેની એમની પ્રેમની ગાંઠ એવી હતી, કે બીજે જવાનો ક્યારેય વિચાર સુધ્ધાં નથી કર્યો. પોતે કરકસરથી કુટુંબજીવન નિભાવતા અને એટલા જ નિસ્પૃહ રહેતા. અર્થપ્રાપ્તિ માટે બચુભાઈએ ક્યાંય નબળાઈ દર્શાવી નથી. પચીસ વર્ષ પહેલાંનો એક પ્રસંગ મને યાદ છે. ન્યૂયૉર્કમાં યુનાઈટેડ નેશન્સમાં કામ કરતાં કુમાર” અને બચુભાઈના ચાહક એક ગુજરાતી યુવાન એમને ઘરે મળવા આવેલા. હું તે વખતે બચુભાઈ પાસે બેઠેલો. એ યુવાને બચુભાઈને દોઢસો ડૉલરની કુપન આપી, જેથી પોતાની ઇચ્છા પ્રમાણે બચુભાઈ અમેરિકાથી પુસ્તકો મંગાવી શકે. બચુભાઈએ એનો પ્રેમથી અસ્વીકાર કર્યો. કુમાર કાર્યાલયમાં બચુભાઈનો ઘણોખરો સમય વહીવટી કાર્ય અને મુલાકાતોમાં પૂરો થઈ જતો. એમનું ખરું કામ સાંજના સાત પછી ચાલુ થતું. બધા કર્મચારીઓ ચાલ્યા જાય અને કાર્યાલયનો ડહેલા જેવો મોટો દરવાજો બંધ થાય તે પછી બચુભાઈ પોતે એકલા કાર્યાલયમાં બેઠાં બેઠાં રાતના દસ કે અગિયાર સુધી કામ કરતા હોય. કામ પતે એટલે દરવાજાની ડોકાબારીમાંથી સાઇકલ ઊંચકી બહાર કાઢે. બચુભાઈને સાઈકલના પેડલ ઉપર પગ મૂકી સાઈકલ ઉપર સવાર થવાનું આવડતું નહિ, ફાવતું નહિ. પાછલા પૈડાની ધરી ઉપર પગ મૂકીને તેઓ સવાર થતા. નીકળતાં પહેલાં તેઓ સાઈકલનો લેમ્પ સળગાવી લેતા. ખિસ્સામાં દિવાસળીની પેટી રાખે. રસ્તામાં લેમ્પ ઓલવાઈ Page #30 -------------------------------------------------------------------------- ________________ બચુભાઈ રાવત ૧૩ જાય તો નીચે ઊતરીને પાછો સળગાવી લે. કોઈ વખત દિવાસળીની પેટી ભૂલી ગયા હોય અને તેલ ખૂટી જતાં લૅમ્પ ઓલવાઈ જાય તો સાઇકલ પરથી નીચે ઊતરી જાય અને બે હાથે સાઈકલ પકડી ચાલતાં ચાલતાં પાલડી પાસેના ઘરે પહોચે. કોઈ વખત આવું બને અને એલિસબ્રિજ પાસે ફરજ પરનો પોલીસ પૂછે, “કેમ સાહેબ, પંકચર પડ્યું છે?” બચુભાઈ કહે, “ના ભાઈ, આ તો લેમ્પ ઓલવાઈ ગયો છે એટલે ચાલતો જાઉં છું.” પોલીસ કહે, “કશો વાંધો નહિ, સાહેબ. હવે બેસી જાઓ. હું રજા આપું છું.” બચુભાઈ કહે, “ના ભાઈ! તમારી મહેરબાની, પણ મારાથી એમ બેસાય નહિ. કાયદાને પૂરેપૂરું માન આપવું જોઈએ.” આવતી કાલના નાગરિકોનું ઘડતર કરવા ભેખ લેનાર બચુભાઈની આ પ્રકૃતિ હતી. કાર્યાલયમાં પોતે રાત્રે કામ કરતા તેમાંથી એક દિવસ એટલે કે બુધવારનો દિવસ બચુભાઈ કવિઓને આપતા. સાંજના સાતથી અગિયાર સુધી નવી નવી કવિતાનું વાંચન થાય અને પછી એના ઉપર ચર્ચા ચાલે. વખત જતાં આ કાવ્યગોષ્ઠીની બેઠકનું નામ જ “બુધસભા' પડી ગયું. પૂરી નિયમિતતાથી બચુભાઈ હંમેશાં બેઠા હોય. શિયાળાની કડકડતી ઠંડી હોય અને કોઈ જ કવિ આવ્યા ન હોય ત્યારે પણ બચુભાઈ સગડી સળગાવીને ત્યાં એકલા બેઠા હોય અને વખત થાય એટલે ઘરે જાય. ૧૯૫૫માં હું એક વર્ષ માટે અમદાવાદમાં રહ્યો હતો ત્યારે હું બુધસભામાં નિયમિત જતો. કોઈ વાર મારી પાસે સાઈકલ ન હોય તો બચુભાઈ કહે, “ચાલો, આપણે ચાલતાં ચાલતાં ઘરે જઈશું.” હું તેમને આગ્રહપૂર્વક વિનંતી કરું, “તમે તો વડીલ છો અને હજુ તમારે ઘરે જઈને જમવાનું બાકી છે. તમે જલદી સાઇકલ ઉપર ઘરે પહોંચો.” પરંતુ કોઈ પણ વખત મને એકલો મૂકીને બચુભાઈ ઘરે વહેલા પહોંચ્યા નથી. બચુભાઈનાં ધર્મપત્ની એમની રાહ જોતાં રાત્રે ઘરમાં એકલાં જાગતાં બેઠાં હોય. છોકરાંઓ ક્યારનાં ઊંઘી ગયાં હોય. બચુભાઈ ઘરે પહોંચીને જમી લે તે પછી જ એમનાં પત્ની જમવા બેસે. બચુભાઈ એમને “બાઈ' કહીને બોલાવતા. બાઈની પતિપરાયણતા આર્ય નારીને ગૌરવ અપાવે એવી હતી. લગભગ સિત્તેરની ઉંમર સુધી બચુભાઈ સાઈકલ ઉપર કાર્યાલયમાં જતા. પછી બસમાં અથવા ક્યારેક રિક્ષામાં જવાનું ચાલુ કર્યું. રાયપુરથી રાત્રે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વંદનીય હૃદયસ્પર્શ છેલ્લી બસ પકડવાની હોય એટલે બુધસભાનો કાર્યક્રમ ત્યાં સુધી ચાલતો. કોઈ વાર બસ ચૂકી જાય તો ઘરે ચાલતા પહોચે, જો સાથે કવિમિત્રો હોય તો. નહિ તો રિક્ષામાં જતા. ભરઉનાળાના ધખતા તાપમાં પણ તેઓ નિષ્ઠાપૂર્વક કાર્યાલયથી ઘરે કે ઘરેથી કાર્યાલય જતા. “કુમાર' માટે એમની તપશ્ચર્યા ઘણી આકરી હતી. બચુભાઈના નિકટ સંપર્કમાં આવવાની મને વધુ તક મળી જ્યારે તેઓ મુંબઈની લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત થયા અને વખતોવખત મુંબઈ આવતા ત્યારે. કોઈક વખત મારે ઘરે પણ ઊતરતા. અમદાવાદ પાછા ફરતા હોય ત્યારે બૉમ્બે સેન્ટ્રલના સ્ટેશન ઉપર ગાડી, ઊપડતાં પહેલાં એક કલાક અચૂક મળવાનું ગોઠવાતું. લેખન માટે પ્રેરણા અને માર્ગદર્શન મને એમની પાસેથી સતત મળતાં. અમારા કુટુંબ માટે તેઓ વત્સલ વડીલ હતા. એમના પ્રત્યેક પોસ્ટકાર્ડમાં કુટુંબના બધા સભ્યોની પ્રવૃત્તિ – પ્રગતિ માટે પૃચ્છા રહેતી. બચુભાઈને જયોતિષમાં શ્રદ્ધા ઘણી હતી. પરંતુ એને કારણે થોડો વખત એમને વેઠવું પણ પડેલું. કોઈ સારા જોષીએ એમની કુંડળી જોઈને કેટલીક આગાહી કરેલી. એમાંની ઘણી સાચી પડી હતી એટલે એ જોષીના ભવિષ્યકથન ઉપર એમને વિશ્વાસ બેસી ગયો હતો. વર્ષો પહેલાં એ જોષીએ એમને કહેલું કે “તમારું આયુષ્ય ૬૪ વર્ષનું છે.” ૬૪મા વર્ષને તો હજુ ઘણી વાર હતી એટલે કંઈ ફિકર નહોતી પરંતુ બાસઠમા વર્ષથી બચુભાઈ પોતાના મૃત્યુ વિશે વધુ પડતા સભાન બની ગયા હતા. ૬૪મું આખું વર્ષ ચિંતામાં કાઢયું. અલબત્ત, કામ તો બધું બરાબર રોજ કરતા, પણ માથે ભાર રહેતો. પરિણામે તબિયત પણ થોડી બગડી. અંતે ૬૪મું વર્ષ પૂરું થયું ત્યારે એમની ચિંતા ટળી. પછી તો એ જ ઉત્સાહથી એમનું કામ ચાલ્યું. બચુભાઈને વિદેશ જવાની તક મળી. એ એમના જીવનનો અનેરા ઉલ્લાસનો પ્રસંગ હતો. જે જે સ્થળો, મ્યુઝિયમો, કલાકૃતિઓ વિશે વર્ષોથી પોતે “કુમાર”માં પરિચય આપતા રહ્યા હતા એ બધું નજરે જોવાની એમને તક સાંપડી. એને પરિણામે ઘણી બધી નવી સામગ્રી તેઓ “કુમાર' માટે ત્યાંથી લેતા આવ્યા. ૧૯૭૭માં બીજી વાર તેઓ લંડન ગયા ત્યારે હું ત્યાં એમને મળ્યો હતો. પરંતુ ઉંમર, ઠંડી અને અવરજવરની પરતંત્રતાને કારણે પહેલાં - Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫ બચુભાઈ રાવત જેવી બીજી વારના પ્રવાસમાં એમને મજા આવી નહોતી. એક વખત અમદાવાદ થઈને પાલીતાણા શત્રુંજયની જાત્રાએ હું જતો હતો. બચુભાઈને મળવા ગયો. વાત નીકળી. શત્રુંજયનાં મંદિરો પોતે હજુ જોયાં નથી એમ કહ્યું. શત્રુંજય વિશે “કુમારમાં આટલું બધું લખનાર એના કલામર્મજ્ઞ તંત્રીને અમદાવાદથી આટલું પાસે હોવા છતાં ત્યાં જવાની તક નહોતી મળી. મેં ત્યાં લઈ જવા માટે દરખાસ્ત મૂકી, એમણે ના પાડી, કારણ કહ્યું કે પોતાને પ્રોસ્ટેટ ગ્લાન્ડની તકલીફ છે. એટલે વારંવાર પેશાબ કરવા જવું પડે. પ્રવાસમાં એ ફાવે નહિ. વળી ઠંડી પણ સખત હતી. વાત મુલતવી રહી. બીજી વાર મારાં પત્ની સાથે હું અમદાવાદ ગયો હતો ત્યારે ખાસ ગાડીની વ્યવસ્થા કરી બચુભાઈને અને એમનાં પત્નીને શત્રુંજયની યાત્રા કરાવી. એમને બહુ આનંદ થયો. પાછાં ફરતાં વાત નીકળી. એમને મહુડીના ઘંટાકર્ણ વીરમાં ઘણી શ્રદ્ધા હતી. પણ ઘણાં વર્ષથી ત્યાં જવાની તક મળી નથી. અને હવે તબિયતને કારણે ખાસ વ્યવસ્થા હોય તો જ ત્યાં જઈ શકાય. બીજી વખત અમે ખાસ ગાડીની વ્યવસ્થા કરાવીને સાથે લઈ જઈ મહુડીની જાત્રા પણ એમને કરાવી. જાત્રા પછી બચુભાઈએ મને પત્રમાં જણાવ્યું, “મહુડીની જાત્રા મને તો સરસ ફળી છે. ઘણાબધા અણધાર્યા લાભ થયા છે. ઘંટાકર્ણ દેવે આટલી બધી મને અણધારી સહાય કરી છે એટલે ફરી દર્શન કરવા જવાની ભાવના છે.” પત્ર મળ્યો એટલે બીજી વાર એમને મહુડી લઈ જવાની ગોઠવણ કરી. હું મુંબઈથી અમદાવાદ આવ્યો અને એમને મળ્યો. તેઓ પથારીવશ હતા. પ્રવાસ ન કરવાની ડૉક્ટરે સલાહ આપી હતી. પરંતુ નક્કી કર્યું હતું એટલે મેં એક રસ્તો સૂચવ્યો. એમના બંને પુત્રો મારી સાથે મહુડી આવે. બરાબર સવારના અગિયારના ટકોરે અમારે સુખડીનો થાળ ધરાવવો અને એ જ સમયે બચુભાઈએ પથારીમાં સૂતાં સૂતાં ઘંટાકર્ણ વીરને મનમાં પગે લાગવું. એ પ્રમાણે અમે કાર્યક્રમ સારી રીતે પાર પાડ્યો. બચુભાઈને એથી બહુ જ સંતોષ થયો હતો. બચુભાઈનાં અંતિમ વર્ષોમાં એટલું કર્તવ્ય કર્યાનો અમને સંતોષ થયો. બચુભાઈ વિશે લખતાં એમના જીવનના કેટલા બધા પ્રસંગો નજર સામે તરવરે છે ! શાળામાં બચુભાઈ અભ્યાસ કરતા હતા ત્યારે એમના વાંચવામાં એક Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વંદનીય હૃદયસ્પર્શ અંગ્રેજી વાક્ય આવ્યું હતું બધા માણસો મહાન નથી થઈ શકતા, પણ બધાં માણસો સજ્જન જરૂર થઈ શકે છે. બચુભાઈએ આ વાક્યને પોતાના જીવનના એક આદર્શ તરીકે સ્વીકારી લઈ સજ્જન બનવાનો પુરુષાર્થ ખેડ્યો હતો. બચુભાઈ સજ્જન થયા અને જીવનભર રહ્યા, પણ સાથે સાથે મહાન પણ થયા. પરિણામે આપણને એક “મહાન-સજ્જન' સાંપડ્યા. Page #34 -------------------------------------------------------------------------- ________________ અગરચંદજી નાહટા શ્રી અગરચંદજી નાહટા રાજસ્થાનમાં આવેલા બીકાનેરના વતની હતા. જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, શિલ્પ અને સ્થાપત્ય, ચિત્રકલા અને ઇતિહાસના તેઓ પ્રખર અભ્યાસી હતા. અન્ય ધર્મના સાહિત્યના અભ્યાસ સાથે તેમણે મુખ્યત્વે પ્રાચીન જૈન સાહિત્યનો, એની હસ્તપ્રતોની જાણકારી સહિત ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. આવા બહુશ્રુત વિદ્વાનનું ૭૩ વર્ષની વયે એમના વતન બીકાનેરમાં અવસાન થયું હતું. કેસરી સાફો, સફેદ ડગલો તથા ધોતિયું પહેરેલા નાહટાજી પસાર થાય તો કોઈને ખ્યાલ ન આવે કે ભારતના આ એક મૂર્ધન્ય સારસ્વત છે. શ્રી અગરચંદજી નાહટા એટલે જૈન સાહિત્યના સંશોધન માટેની જાણે કે એક જીવતી-જાગતી સંસ્થા. ભારતભરમાં અને ભારત બહાર કેટલાય વિદ્વાનોને એમના તરફથી જરૂરી માહિતી ઓછા શ્રમે તરત સાંપડી જતી. પ્રાચીન જૈન સાહિત્યના તેઓ જાણે કે જીવંત જ્ઞાનકોશ જેવા, વૉકિંગ એન્સાઇક્લોપીડિયા જેવા હતા. એ વિષયમાં કોઈ કૃતિ વિશે, કોઈ કર્તા વિશે કે કોઈ કૃતિની રચનાતાલ વિશે પૂછીએ તો નાહટાજીને એ બધી વિગતો મોઢે હોય. સ્તવનસઝાયની હજારો પંક્તિઓ એમને કંઠસ્થ અને ગાય પણ બુલંદ સ્વરે. સ્વ. પૂ. પુણ્યવિજયજી મહારાજ એમની પાસે શ્રીમદ્ રાજચંદ્રકૃત “અપૂર્વ અવસર વારંવાર ગવડાવતા. શ્રી નાહટાજીનું દેહાવસાન આટલું વહેલું થશે એવી ધારણા નહોતી, કારણ કે અવસાનના થોડા દિવસ પહેલાં જ તેઓ સૌરાષ્ટ્રમાં સોનગઢ મુકામે યોજાયેલા ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે પ્રમુખ તરીકે પધાર્યા હતા. એ પ્રસંગે તેઓ જે રીતે હરતાફરતા હતા, જે રીતે બુલંદ સ્વરે એમણે પ્રમુખ તરીકે પોતાનું પ્રવચન આપ્યું હતું તથા એક વિભાગીય બેઠકમાં બે પ્રાચીન અપરિચિત જૈન કૃતિઓનો પરિચય કરાવતો પેપર એમણે વાંચ્યો હતો તે પરથી તો એમની કામ કરવાની શારીરિક યોગ્યતા હજુ એટલી જ સબળ છે એની પ્રતીતિ થઈ હતી. અલબત્ત, એમને પગની થોડી તકલીફ ચાલુ થઈ Page #35 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ હતી. ઊઠવા-બેસવામાં એમને શ્રમ પડતો હતો; ટેકાની જરૂર પડતી હતી. એમણે તે પ્રસંગે મને કહ્યું, “રમણભાઈ, મારી પગની તકલીફ વધતી જાય છે. મુંબઈમાં કોઈ સારા ડૉક્ટરને બતાવવા આવવું છે. તમે એ માટે તપાસ કરી રાખજો.” સોનગઢના સાહિત્ય સમારોહ પછી પાલીતાણામાં પૂ. યશોદેવસૂરિજી પાસે હું ગયો હતો ત્યારે ત્યાં પણ શ્રી નાહટાજી એમને મળ્યા હતા અને ત્યારે પણ પોતાના ઘૂંટણની તકલીફ અંગે ફરી મને યાદ કરાવ્યું હતું. મુંબઈ આવીને એમને પત્ર લખવાનો વિચાર કરતો હતો ત્યાં તો એમના અવસાનના સમાચાર આવ્યા. જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ તરીકે શ્રી નાહટાજીની વરણી થઈ તે અંગે મેં તેમને પત્ર લખ્યો હતો. જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પોતે અઠવાડિયા પહેલાં સપરિવાર બીકાનેરથી નીકળશે અને રાણકપુર, આબુ, શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા કરીને સોનગઢ પહોંચશે. આમ એમના અંતિમ દિવસો જૈન સાહિત્ય સમારોહના પ્રમુખસ્થાનને લીધે, વિદ્વાનો સાથેના મિલનને લીધે અને પવિત્ર તીર્થોની યાત્રાને લીધે આનંદસભર બની ગયા હતા. અગરચંદજી નાહટાનો જન્મ બીકાનેરમાં શ્રીમંત નાહટા પરિવારમાં ઈ. સ. ૧૯૧૧ના માર્ચ મહિનાની ૧૯મી તારીખે થયો હતો. એમણે શાળામાં માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કુટુંબના વેપારને કારણે કિશોરાવસ્થામાં જ નાહટાજીને વેપારમાં લાગી જવું પડ્યું હતું. તેઓ કલકત્તામાં પોતાની પેઢીમાં કામ કરતા થઈ ગયા. પરંતુ ૧૭ વર્ષની ઉંમરે તેઓ બીકાનેરમાં કૃપાચંદ્રસૂરિ નામના આચાર્ય ભગવંતના સંપર્કમાં આવ્યા અને ત્યાર પછી પૂ. ભદ્રમુનિ(હંપીવાળા પૂજય સહજાનંદ મુનિ)ના સંપર્કમાં આવ્યા ત્યારથી તેમના જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવી ગયું. તેમની ભાવના તો દીક્ષા અંગીકાર કરીને જૈન મુનિ બનવાની હતી, પરંતુ કુટુંબના આગ્રહને કારણે તેઓ તેમ કરી શક્યા નહિ. તેમનાં લગ્ન થયાં, ગૃહસ્થ જીવનમાં પ્રવેશ થયો. પરંતુ એમણે સંકલ્પ કર્યો કે વર્ષમાં લગભગ આઠ મહિના જેટલો સમય સ્વાધ્યાય, આરાધના વગેરેમાં આપવો અને બાકીનો સમય વેપારમાં આપવો. આ રીતે દર વર્ષે તેઓ કલકત્તા અને ગોહાટીમાં પોતાની દુકાને જઈ ચારેક મહિનાનો સમય આપી, બીકાનેર આવી જતા અને Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અગરચંદજી નાહટા પછી ત્યાં સળંગ સાત-આઠ મહિના સાહિત્યના સ્વાધ્યાયમાં વિતાવતા. યૌવનમાં આરંભાયેલો આ એમનો જીવનક્રમ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. પછી તો વેપાર માટેનો સમય ઘટીને એક-બે મહિના પૂરતો મર્યાદિત થઈ ગયેલો અને છેલ્લાં પંદરેક વર્ષથી તો તેઓ વેપારમાંથી સાવ નિવૃત્ત થઈ ગયા હતા. આખું વર્ષ તેઓ સ્વાધ્યાયમાં પસાર કરવા લાગ્યા હતા. શ્રી નાહટાજીનો રોજનો કાર્યક્રમ વિશિષ્ટ પ્રકારનો હતો. ઈ. સ. ૧૯૬૦માં હું બીકાનેરમાં એમને ઘેર રહ્યો હતો ત્યારે એમની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થયો હતો. રોજ સવારે ત્રણ વાગ્યે ઊઠીને તરત જ તેઓ સ્વાધ્યાય, ધ્યાન, જાપ વગેરેમાં લાગી જતા. સવારમાં નિયમિતપણે તેઓ આ રીતે પાંચ સામાયિક કરતા. ત્યાર પછી સ્નાન વગેરે કરી, દેરાસરે પૂજા કરી આવીને દૂધ-નાસ્તો લઈને પોતાના ઘરની સામે અભય જૈન ગ્રંથાલયના મકાનમાં જઈ ફરી પાછા સ્વાધ્યાયમાં લાગી જતા. જમીને બપોરે તેઓ ગ્રંથો, સામયિકો વગેરે વાંચતા અને ટપાલ લખતા. ત્યાર પછી તેઓ જે વિષય પર પોતાને લેખ લખવાનો હોય તેને લગતું વાચન-મનન કરી લેતા. સાંજે જમ્યા પછી તેઓ એક લેખ લખતા. આ રીતે વર્ષમાં સહેજે તેઓ નાનામોટા સોદોઢસો લેખો લખતા. તેમની કામ કરવાની ઝડપ ઘણી હતી. એમને ત્યાં મહિને સવાસોથી વધુ સામયિકો-પત્રિકાઓ ઈત્યાદિ આવતાં. એ દરેક પર એમની નજર ફરી જતી અને એમાંના મહત્ત્વના લેખો તેઓ પૂરા વાંચી જતા. એવી જ રીતે તેઓ પોતાને ત્યાં ભેટ આવેલા કે પોતે વેચાતા લીધેલા ગ્રંથો પણ ઝડપથી જોઈ જતા અને એમાંની મહત્ત્વની નવી સામગ્રી એમના સ્મૃતિપટ ઉપર દઢપણે અંકિત થઈ જતી. શ્રી નાહટાજીએ એટલું બધું લેખનકાર્ય કર્યું છે કે તેની વાત કરીએ તો સામાન્ય માણસને વિસ્મય થાય. લગભગ છ દાયકા જેટલા સમયમાં એમણે છ હજારથી વધુ લેખો લખ્યા છે. સતત લખવાને કારણે તેમના અક્ષર પણ બગડવા લાગ્યા હતા અને એને કારણે એમનાં કુટુંબીજનો કે પરિચિત સજ્જનો સિવાય બીજાઓ તેમનું હાથનું લખાણ બરાબર વાંચી શકતા નહિ. મારા ઉપર ૧૯૬૦ની આસપાસ જ્યારે પણ નાહટાજીનો હાથનો લખેલો પત્ર આવતો ત્યારે બિલોરી કાચ લઈને કલાક મથામણ કરીને હું તે વાંચી શકતો, પરંતુ પછીથી તો એમાં પણ મુશ્કેલી પડવા માંડી. એટલે મારી વિનંતી સ્વીકારી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વંદનીય હૃદયસ્પર્શ તેઓ ટાઇપ કરીને કે બીજા પાસે લખાવીને મને પત્ર મોકલતા. શ્રી નાહટાજીનો પત્રવ્યવહાર ઘણો મોટો હતો. જુદી જુદી વ્યક્તિઓ અને સંસ્થાઓને રોજનાં ત્રીસથી ચાલીસ પોસ્ટકાર્ડ તેઓ લખતા અને કેટલાયને વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતા. તેઓ બેઠા બેઠા પોતાના ડાબા હાથની હથેળીને મુખ સન્મુખ ડેસ્કની જેમ રાખીને તેમાં પોસ્ટકાર્ડ રાખતા અને જમણા હાથમાં કલમ લઈ ઝપાટાબંધ પત્રો લખી નાખતા. અનેક વ્યક્તિઓ સાથે તેઓ સંપર્કમાં રહેતા. દરેકની સાથે શું શું કામ બાકી છે તેની સ્મૃતિ તેમને હંમેશાં તાજી રહેતી અને તે કામ માટે તેમની ઉઘરાણી નિયમિત ચાલતી. નાહટાજીએ સોંપેલું એક કામ પૂરું ન થાય ત્યાં સુધી તેમના દરેક પત્રમાં તેનો નિર્દેશ થયો જ હોય. - નાહટાજી સમયનો ક્યારેય દુર્વ્યય ન થવા દે. પોતે સ્નાન, ભોજન, નિદ્રા ઇત્યાદિમાં જરૂર કરતાં જરા પણ વધુ સમય ન બગાડે. કોઈની સાથે ટોળટપ્પાં ન કરે. તેમના મનમાં સ્વાધ્યાય અને સંશોધનની એક પછી એક યોજનાઓ પડેલી હોય. એમના માર્ગદર્શન માટે રાજસ્થાનમાંથી કેટલાય માણસો વખતોવખત મળવા આવે. કેટલાય માણસો પત્ર દ્વારા એમનું માર્ગદર્શન મેળવવા ઇછે. એ દરેકને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર નાહટાજી ઉત્સાહપૂર્વક માર્ગદર્શન આપતા રહે. મધ્યકાલીન જૈન સાહિત્યની કોઈ કૃતિ કે કર્તા વિશે મારે જાણવું હોય તો હું નાહટાજીને પત્ર લખતો અને તેમનો વળતી ટપાલે વિગતવાર જવાબ આવ્યો જ હોય, અથવા હસ્તપ્રત આવી પહોંચી હોય. નાહટાજીએ પોતાના નાનાભાઈ અભયરાજની સ્મૃતિમાં અભય જૈન ગ્રંથમાળા નામની સંસ્થા પોતાના પૈસે સ્થાપી અને તેમાં હસ્તપ્રતો, ગ્રંથો, સામયિકો, પ્રાચીન ચિત્રો, કલાકૃતિઓ વગેરે વસાવવાનું કાર્ય એકલે હાથે શરૂ કર્યું. પ્રતિ વર્ષ તેમાં ઉમેરો થતો જ રહ્યો. એમાં અત્યાર સુધીમાં ૬૫ હજારથી વધુ હસ્તપ્રતો એમણે એકત્ર કરી હતી અને એવી જ રીતે પચાસ હજારથી વધુ મુદ્રિત ગ્રંથો તથા પ્રાચીન અનેક ચિત્રો, સિક્કાઓ, પટ્ટાવલીઓ ઇત્યાદિ એકત્રિત કર્યા હતાં. કોઈ મોટી સંસ્થા કરી શકે એવું કામ નાહટાજીએ એકલે હાથે કર્યું હતું. નાહટાજીએ મેટ્રિક સુધીનો પણ અભ્યાસ નહોતો કર્યો, પણ આપસૂઝથી Page #38 -------------------------------------------------------------------------- ________________ અગરચંદજી નાહટા ૨૧ એમણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિંદી, જૂની ગુજરાતી, અર્વાચીન ગુજરાતીના અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. વળી તેઓ અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો પણ સમજાય તેટલા વાંચીને તેનો સાર ગ્રહણ કરી લેતા. ઘણી જુદી જુદી યુનિવર્સિટીઓના પીએચ.ડી.ના પરીક્ષક તરીકે તેમણે કામ કર્યું છે અને તેના હાથ નીચે કેટલાય વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી માટે માર્ગદર્શન મેળવ્યું છે. તેમણે ઘણી યુનિવર્સિટીઓના ઉપક્રમે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે. નાહટાજીને “સિદ્ધાન્તાચાર્ય”, “વિદ્યાવારિધિ', “સાહિત્ય-વાચસ્પતિ', જૈન ઇતિહાસ-રત્ન”, “રાજસ્થાની સાહિત્ય વાચસ્પતિ', “સંઘરત્ન', પુરાતત્ત્વવેત્તા' ઇત્યાદિ વિવિધ બિરુદો જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદે જુદે સમયે આપવામાં આવ્યાં હતાં, જે એમની આગવી સિદ્ધિના દ્યોતક છે નાહટાજીનું સમગ્ર જીવન આ રીતે વિદ્યોપાસનામાં સફળતાપૂર્વક પસાર થયું હતું. શ્રી અને સરસ્વતીનો સુભગ સમન્વય એમના જીવનમાં થયેલો. નાહટાજી સરળ પ્રકૃતિના હતા. કોઈ વાતે એમને માઠું લાગતું નહિ. તેમનો પહેરવેશ સાદો હતો. તેમની જીવનજરૂરિયાતો ઓછી હતી. ક્યારેક રેલવેના બીજા વર્ગના ડબ્બામાં બેસવાની જગ્યા ન હોય અને પૈસેજમાં નીચે બેસવું પડે ત્યારે પણ અત્યંત પ્રસન્ન ચિત્તે નાહટાજી પ્રવાસ કરતા હોય. કોઈને ઘરે ઊતર્યા હોય ત્યારે સગવડની બહુ અપેક્ષા તેઓ ન રાખે. ખાવાપીવાનો સમય વીતી જાય તોપણ ચહેરા ઉપર વ્યગ્રતા ન જણાય. એક વખત મુંબઈમાં મારે ઘરે ઊતર્યા હતા, ત્યારે સવારનાં વહેલાં અમે કેટલાક વિદ્વાનોને મળવા માટે નીકળી ગયા. ત્યાંથી ઘરે આવી બપોરનું ભોજન લઈ એક કાર્યક્રમમાં જવાના હતા, પરંતુ પરામાં જુદી જુદી વ્યક્તિઓને મળવામાં અને ત્યાંથી પાછાં ફરવામાં સમય એટલો વીતી ગયો કે અમારે સીધા કાર્યક્રમમાં જવું પડ્યું. ઘરે પાછાં પહોંચતાં ચાર વાગવા આવ્યા. નાહટાજીએ સવારથી કશું ખાધેલું નહિ, કોઈને ત્યાં એમણે પાણી સુધ્ધાં લીધેલું નહિ. એમણે સાંજે ઘરે આવીને કહ્યું કે, “આજે તપશ્ચર્યાનો અનાયાસ બહુ સારો લાભ મળ્યો છે. હવે સાંજે જમવાનો નથી. બે કલાક માટે ઉપવાસનું તપ જતું નથી કરવું. ફક્ત પાણી વાપરીશ.” આમ આખા દિવસનો ઉપવાસ થવા છતાં તેઓ એટલી જ સ્વસ્થતા અને પ્રસન્નતાપૂર્વક કામ કરતા રહ્યા હતા. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ વંદનીય હૃદયસ્પર્શ જૈન સાહિત્યમાં પણ નાહટાજીના રસના વિષયો વિવિધ પ્રકારના રહ્યા હતા. મધ્યકાલીન રાસાસાહિત્ય અને ફાગુસાહિત્યના સંશોધનના ક્ષેત્રે એમનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. એમણે સંશોધન કરીને સંપાદિત કરેલા એવા સંખ્યાબંધ ગ્રંથો છે, જેમાં પ્રાચીન ગુર્જર રાસ-સંચય', “સીતારામ ચોપાઈ', ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ' વગેરે મહત્ત્વના ગ્રંથો છે. સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈએ “જૈન ગુર્જર કવિઓ' નામનો ગ્રંથ તૈયાર કરવા જેવું ભગીરથ કાર્ય કર્યું હતું એવું જ ભગીરથ કાર્ય નાહટાજીએ પણ કર્યું છે. ત્રણ લાખથી વધુ હસ્તપ્રતો નાહટાજીએ પોતે જોઈ-તપાસી છે! એમાંની અજ્ઞાત હસ્તપ્રતોને આધારે એમણે “મરુગુર્જર કવિઓ અને એમની રચનાઓ' નામનો એક ગ્રંથ પ્રકાશિત કર્યો છે. એના વધુ ત્રણ ભાગ જેટલી લેખનસામગ્રી એમની પાસે છાપવા માટે તૈયાર હતી. પરંતુ આવા પ્રકારના સંશોધનાત્મક ગ્રંથોનું પ્રકાશન આર્થિક પ્રોત્સાહન વગર અટકી જતું હોય છે. એ પ્રકાશિત થયું હોત તો નાહટાને બહુ આનંદ થાત. સોનગઢ જૈન સાહિત્ય સમારોહમાં એમણે એ વિશે નિર્દેશ પણ કર્યો હતો. જૈન સાહિત્યના સંશોધનક્ષેત્રે, ખાસ કરીને હસ્તલિખિત પ્રતિઓની દૃષ્ટિએ નાહટાજી જેટલું જ મોટું કાર્ય કરનાર અત્યારે બીજી કોઈ વ્યક્તિ નથી. હવેના સમયમાં પ્રાચીન સાહિત્યના સંશોધનકાર્યમાં એકંદરે રસ ઓછો થતો જાય છે ત્યારે નાહટાજીએ કરેલી સાડા પાંચ દાયકાની સેવાનું મૂલ્ય ઘણું મોટું લાગે છે. એ ક્ષેત્રમાં કામ કરનારાઓને એમની ખોટ વર્ષો સુધી લાગ્યા કરશે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદભાઈ કાપડિયા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખ્ય સૂત્રધાર તરીકે પચીસ કરતાં વધુ વર્ષ સુધી કાર્ય કર્યું હતું. તેઓ એક પ્રતિભાશાળી ચિંતનશીલ લેખક અને સમાજસુધારક હતા. ૭૮ વર્ષની ઉંમરે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. પરમાનંદભાઈનું સહજ સ્મરણ થતાં જ નજર સામે ખિલખિલાટ હસતો એક પ્રસન્ન, પ્રફુલ્લિત ચહેરો તરવરે છે. પરમાનંદભાઈનું વ્યક્તિત્વ જ એટલું બધું તેજસ્વી અને પ્રભાવશાળી હતું કે એમના સંપર્કમાં આવનાર વ્યક્તિ તેમને ભૂલી ન શકે. પરમાનંદભાઈ એટલે આજીવન સૌંદર્યોપાસક. જીવનમાં અને પ્રકૃતિમાં જ્યાં જ્યાં સુંદરતા દેખાય ત્યાં ત્યાં પરમાનંદભાઈ તેની કદર કર્યા વગર રહી ન શકે. પ્રકૃતિનાં વિવિધ સૌંદર્યસ્થળો નજરે નિહાળવાનો તેમને ભારે શોખ હતો. બીજી બાજુ જીવનમાં પણ નાના બાળકથી માંડીને કોઈમાં પણ સગુણની સુંદરતા જણાય ત્યાં પરમાનંદભાઈ તેનાં સ્વીકાર-પ્રશંસા માટે હંમેશાં અત્યંત ઉત્સુક હોય. પરમાનંદભાઈ પોતાની યુવાનીના દિવસોમાં જ મહાત્મા ગાંધીજીના નિકટના સંપર્કમાં આવેલા. એટલે એમના સમગ્ર જીવન ઉપર ગાંધીજીની પ્રબળ અસર પડેલી. ગાંધીજી સાથે ક્યારેક તેમને પત્ર-વ્યવહાર પણ થયેલો. ગાંધીજી ઉપરાંત કાકા કાલેલકર અને પંડિત સુખલાલજી સાથે પણ તેમને ઘનિષ્ઠ સંબંધ હતો અને એ બંને તત્ત્વચિંતકોની જીવનલક્ષી વિચારસરણીની પ્રબળ અસર પણ પરમાનંદભાઈનાં જીવન અને કાર્ય ઉપર પડેલી. કાકા કાલેલકરના સૂચનથી જ પરમાનંદભાઈ એ જૈન યુવક સંઘના મુખપત્ર “પ્રબુદ્ધ જૈન”નું નામ બદલીને પ્રબુદ્ધ જીવન” રાખેલું અને જૈન યુવક સંઘ સામ્પ્રદાયિક, સંકુચિત ઢાંચામાં ન રહે અને વ્યાપક ઉદાર દષ્ટિવાળો બની રહે તે માટે “સંઘ'નું સભ્યપદ જૈનેતરો માટે પણ તેમણે ખુલ્લું મૂક્યું હતું. પરમાનંદભાઈએ આમ તે સમયની યુવક સંઘની મુખ્ય બે પ્રવૃત્તિ “પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળા દ્વારા Page #41 -------------------------------------------------------------------------- ________________ રક વંદનીય હૃદયસ્પર્શ આપણા સંસ્કારક્ષેત્રે આગવું પ્રદાન કર્યું હતું. હું કૉલેજમાં અભ્યાસ કરતો ત્યારે એમના સંપર્કમાં આવેલો. સેટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક થયો ત્યાર પછી યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય થયા પછી એમના વિશેષ ગાઢ પરિચયમાં આવવાનું બન્યું. પરમાનંદભાઈનો મારા પ્રત્યે સ્નેહપૂર્વક પક્ષપાત રહેતો. જોકે મારી બધી જ વાત સાથે તેઓ સંમત થતા નહિ. ઈ. સ. ૧૯૫૫માં સ્વ. પૂ. પુણ્યવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યા પછી એમની પ્રેરણાથી મેં મંદિરે દર્શન-પૂજા કરવા માટે જવાનું ચાલુ કર્યું. વળી ત્યારથી સાધુ-મહાત્માઓ પાસે ઉપાશ્રયમાં જવાનું પણ ચાલુ થયું. પરમાનંદભાઈને ક્રિયાકાંડ પ્રત્યે થોડી અરુચિ હતી, તો પણ મારી તે પ્રત્યેની રૂચિ તરફ આદર દર્શાવતા હતા. ક્યારેક વળી એ વિશે મારી સાથે વિચારવિનિમય પણ કરતા. કોઈક વખત અમે સાથે ક્યાંક જતાં હોઈએ અને રસ્તામાં મંદિર આવે તો તેઓ મંદિરમાં જવા માટે મને આગ્રહ કરતા અને એટલો વખત પોતે બહાર ઊભા રહેતા. કોઈક સુંદર કલાત્મક મંદિર હોય તો તેમાં જવાનું તેમને મન થતું, પરંતુ જ્યાં ભીડ અને ઘોંઘાટ હોય ત્યાં તેઓ જતા નહિ. સાધારણ ક્રિયાકાંડી સાધુઓ પાસે જવાનું તેમને ગમતું નહિ. પરંતુ કોઈ તેજસ્વી, વિચારશીલ, વસ્તૃત્વ છટાવાળા સાધુ પાસે ઉપાશ્રયમાં જવું હોય તો તેઓ મને સાથે લઈ જતા. પરમાનંદભાઈને પ્રતિમાનો વિરોધ ન હતો. પોતાના ઘરમાં દર્શન માટે એક સુંદર પ્રતિમા તેમણે રાખી હતી. પરંતુ જડ, અંધ, ગતાનુગતિક રૂઢાચાર પ્રત્યે તેમને ભારે અણગમો હતો. જૈન યુવક સંઘે બાળદીક્ષાનો વિરોધ કર્યો હતો. “સંઘ'ની સ્થાપનાના મૂળમાં પણ બાળદીક્ષાની વાત રહેલી હતી. પરંતુ એ દિવસોમાં ખાદી ન પહેરતા જૈન સાધુઓ પ્રત્યે ગાંધીજીના રંગે રંગાયેલા એવા કેટલાક કાર્યકર્તાઓને પૂર્વગ્રહ બંધાઈ ગયો હતો. આ પરિસ્થિતિમાં આઝાદી પછીના સમયમાં મારા જેવો કોઈ સભ્ય સાધુઓના સંપર્કમાં રહે એ કેટલાંક વડીલ સભ્યોને ન ગમે તેવી બાબત હતી. હવે તો પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. ખુદ પરમાનંદભાઈના સમયથી તેમાં પરિવર્તન આવવું ચાલુ થઈ ગયેલું. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પૂ. પુણ્યવિજયજી મહારાજ, પૂ. નગરાજજી મહારાજ, પૂ. ઉજ્જવળકુમારીજી જેવાં વિદ્વાન સાધુ-સાધ્વીઓને વ્યાખ્યાન માટે તેમણે નિમંત્રણ આપેલાં. Page #42 -------------------------------------------------------------------------- ________________ પરમાનંદભાઈ કાપડિયા ૨૫ પરમાનંદભાઈની એક ખાસિયત તે વહેલી સવારે ફરવા નીકળ્યા પછી કોઈક મિત્ર કે સંબંધીના ઘરની મુલાકાત લેવાની હતી. ઘણા મિત્રોને કહેતાં સાંભળ્યા છે કે પરમાનંદભાઈ સવારે પોણા સાત વાગે અચાનક તેમના ઘરે જઈ ચડ્યા હોય. અનેક વખત અમને પણ એમની મુલાકાતનો લાભ મળ્યો છે. વહેલી સવારે જવાથી માણસ અચૂક મળે જ. અને સવારનો સમય હોવાથી ઝાઝું બેસવાનું ન હોય. એ રીતે પરમાનંદભાઈ સવારના સમયે પોતાના સામાજિક સંબંધો વિનમ્ર ભાવે સાચવતા. એમનામાં કોઈ મોટાઈન હતી. પોતે જાય છે માટે સામી વ્યક્તિએ પોતાના ઘરે આવવું જ જોઈએ એવી બદલાની કોઈ અપેક્ષા પણ તેઓ રાખતા નહિ. મારે અને મારાં પત્નીએ કૉલેજમાં ભણાવવા માટે આઠ વાગે ઘરેથી નીકળી જવાનું હોય. પરંતુ પરમાનંદભાઈ અમારા ઘરે આવે તે અમને બહુ જ ગમતું અને એમની સાથે એક કલાકનો જે સમય મળે તેમાં ઘણી વાતચીત થતી. એક રીતે જોઈએ તો પરમાનંદભાઈએ જુદી જુદી પ્રવૃત્તિ વિશે અને બાબતો વિશે પ્રત્યક્ષ વિનિમય કરવા માટે આ એક સારી રસમ અપનાવી હતી. એક દિવસ સવારમાં પરમાનંદભાઈ અમારા ઘેર આવી ચડ્યા. તે દિવસે એમના ચહેરા પર સ્મિત ન હતું. જોતાં જ અમે પૂછ્યું, “આજે કેમ બહુ પ્રફુલ્લિત જણાતા નથી ?” તરત તેમણે કહ્યું, “તમારી વાત સાચી છે. ગઈ કાલથી હું બહુ ચિંતામાં છું. મારી મોટી દીકરી મધુરીની તબિયત સારી નથી. માથામાં કંઈ ગાંઠ હોય તેમ જણાય છે. ડૉક્ટરે કહ્યું કે ઑપરેશન કરાવવું પડશે. તેવા ભારે જોખમકારક ઑપરેશન માટે ભારતમાં સગવડ કે દાક્તરો નથી. લંડન જવું પડશે. મધુરી મારી સૌથી મોટી દીકરી છે. મને એના માટે વિશેષ લાગણી છે. એટલે મને બહુ ચિંતા રહે છે.” બોલતાં બોલતાં તેઓ ગળગળા થઈ ગયા. ત્યાર પછી થોડા દિવસમાં જ મધુરીબહેનને લંડન લઈ જવામાં આવ્યાં. ઑપરેશન થયું. સફળ નીવડ્યું, પરંતુ એટલા દિવસોમાં દર બીજે દિવસે સવારે પરમાનંદભાઈ અમારા ઘરે આવી પોતાની ચિંતા વ્યક્ત કરતા. એમના વત્સલ પિતૃહૃદયની ત્યારે સવિશેષ પ્રતીતિ થયેલી. ઈ. સ. ૧૯૫૪ની સાલ હશે. “પ્રબુદ્ધ જીવન”ને ૨૫ વર્ષ પૂરાં થયાં. યુવક સંઘ તરફથી બહુ મોટા પાયા ઉપર આ પ્રસંગ ઊજવવાનું નક્કી થયું Page #43 -------------------------------------------------------------------------- ________________ ૬ વંદનીય હૃદયસ્પર્શ હતું. તે દિવસોમાં મારા સસરા સ્વ. દીપચંદભાઈ નાદુરસ્ત તબિયતના કારણે હરકિસનદાસ હૉસ્પિટલમાં હતા. દીપચંદભાઈ સાત વર્ષ સુધી યુવક સંઘના મંત્રી રહ્યા હતા. પરમાનંદભાઈના તે જૂના સાથીદાર. પરમાનંદભાઈ હોસ્પિટલમાં થોડે થોડે દિવસે એમની ખબર જોવા આવતા. એક દિવસ પરમાનંદભાઈએ કહ્યું, “દીપચંદભાઈ, પ્રબુદ્ધ જીવનને ૨૫ વર્ષ પૂરાં થયાં એની રજત જયંતીના કાર્યક્રમનું સરસ આયોજન આપણે કર્યું છે. આ પ્રસંગે બીજી પણ એક આનંદની વાત ચાલે છે. કેટલાક મિત્રો મારી પાસે આવ્યા હતા. તેઓએ એવો વિચાર વ્યક્ત કર્યો છે કે રૂપિયા પચીસ હજાર એકઠા કરવા અને “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે મેં જે કાર્ય કર્યું છે તેની કદરરૂપે એ થેલી મને અર્પણ કરવી. હું એ થેલી રાખીશ નહિ, પણ જૈન યુવક સંઘને અર્પણ કરી દઈશ. તમને આ વિચાર કેમ લાગે છે?” દીપચંદભાઈએ કહ્યું, “પરમાનંદભાઈ ! મને આ વિચાર બરાબર લાગતો નથી. જૈન યુવક સંઘના ઇતિહાસમાં હોદ્દા પરની વ્યક્તિને સભ્યો થેલી અર્પણ કરે એવી ઘટના હજુ બની નથી. એક વખત જો એમ બનશે તો ખોટી અને ટીકાપાત્ર પરંપરા ચાલુ થશે.” પરમાનંદભાઈએ કહ્યું, “આ થેલીની રકમ મારે પોતાને તો લેવાની છે જ નહિ. એ રકમ હું “સંઘને અર્પણ કરી દેવા ઇચ્છું છું. મિત્રોને એ માટે મેં સંમતિ પણ આપી દીધી છે. સમિતિના બીજા કેટલાક સભ્યોએ પણ એ માટે પોતાની અનુમતિ જણાવી છે. પરંતુ તમે પ્રામાણિકપણે તમારો જુદો વિચાર દર્શાવ્યો તેથી આનંદ થયો. મારે એ બાબતમાં ફરીથી વિચાર કરવો જ જોઈએ.” દીપચંદભાઈએ કહ્યું, “તમે તો નિખાલસતાથી બધાને સાચી વાત કરી શકો તેમ છો. તમે થેલી ન લો એ તમારા અને સંસ્થાના હિતમાં છે એમ મને લાગે છે. પછી તો તમને બધાંને જેમ યોગ્ય લાગે તેમ કરો.” બીજે દિવસે સાંજે પરમાનંદભાઈ હૉસ્પિટલમાં ફરી પાછા આવ્યા અને દીપચંદભાઈને કહ્યું : “ગઈ કાલની વાતનું મેં બહુ મનન કર્યું છે. મને એમ લાગ્યું છે કે તમારો અભિપ્રાય સાચો છે. મેં બધા મિત્રોને જણાવી દીધું છે કે હું કાંઈ સ્વીકારવાનો નથી માટે થેલીની વાત હવે પડતી મૂકી દેવી જોઈએ. જેમને રકમ આપવી હોય તે સીધી યુવક સંઘના રજત જયંતી ફંડમાં આપે.” Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પરમાનંદભાઈ કાપડિયા પરમાનંદભાઈ એ આ રીતે બહુ જ નિખાલસતાથી સભ્યોને આગ્રહ કરીને થેલી અર્પણ કરવાનો વિચાર માંડી વળાવ્યો હતો. - પરમાનંદભાઈને નવી નવી વ્યક્તિઓને મળવાનો ભારે શોખ હતો. દૈનિક છાપાંઓમાં કે કોઈ સામયિકમાં કોઈ નવી વ્યક્તિનો પરિચય આવ્યો હોય તો પરમાનંદભાઈ કોઈકનો સંપર્ક કરી તે વ્યક્તિ વિશે તપાસ કરાવી તેને મળવા પહોંચી જતા. અધ્યાપક હોય કે વિજ્ઞાની હોય, અર્થશાસ્ત્રી હોય કે રાજનેતા હોય, સમાજસેવક હોય કે સાધુ-સંન્યાસી હોય, પરમાનંદભાઈ તેને મળવા ઉત્સુક રહેતા. સાથે મિત્રોને પણ લઈ જતા. એવી રીતે પોતાને અપરિચિત એવી વ્યક્તિને મળવા જવામાં તેઓ પોતે વિનમ્ર અને ગુણગ્રાહી હતા. તેમ છતાં દંભી કે અભિમાની વ્યક્તિથી અંજાઈ જાય તેવા તેઓ નહોતા. વ્યક્તિ સત્ત્વશીલ લાગે તો “સંઘ'ના કાર્યાલયમાં તેનો વાર્તાલાપ ગોઠવે. વાર્તાલાપ સારો લાગે તો પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પણ તેનું વ્યાખ્યાન ગોઠવે. એક દિવસ ઋષભદાસ રાંકાનો ફોન આવ્યો : “જબલપુરથી એક પ્રોફેસર આવ્યા છે. મળવા જેવા છે.” પરમાનંદભાઈએ મને વાત કરી. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર તરીકે હું ભણાવતો હતો એટલે પરમાનંદભાઈએ મને સાથે લઈ જવાનું વિચાર્યું. સમય નક્કી થયો એટલે સંદેશો આવ્યો. એમની સાથે ઋષભદાસ રાંકાને ઘેર અમે પહોંચ્યા. ઊંચા, આછા શ્યામવર્ણા, દાઢીવાળા, મસ્તકે સહેજ ટાલવાળા, ખાદીનાં કફની અને પાયજામો પહેરેલા બહુ તેજસ્વી મુખમુદ્રાવાળા એ પ્રોફેસરનો પરિચય કરાવતાં રાંકાજીએ કહ્યું, “આ પ્રોફેસર રજનીશ છે. જબલપુરમાં ફિલૉસોફીના પ્રોફેસર છે. ભગવાન મહાવીર વિશે સારું બોલે છે. આપણે ત્યાં બોલાવવા જેવા છે.” પ્રો. રજનીશ સાથે જુદા જુદા વિષયો ઉપર અમારે કલાકેક વાતચીત થઈ. બહાર નીકળી પરમાનંદભાઈએ કહ્યું, “માણસ જાણકાર અને મૌલિક વિચારવાળા લાગે છે. ભારત જૈન મહામંડળે એમનું વ્યાખ્યાન ગોઠવ્યું છે. આપણે પહેલાં એમને સાંભળવા જોઈએ. સાથે તમે આવજો.” અમે રજનીશને સાંભળવા ગયા. એમની મૌલિક વાકુધારાથી પ્રભાવિત થયા. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે પરમાનંદભાઈએ એમને નિમંત્રણ આપ્યું. પછી તો પ્રો. રજનીશનું વ્યાખ્યાન પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વારંવાર ગોઠવાતું ગયું. પરમાનંદભાઈ રજનીશ પર આફરીન હતા. તેમની કેટલીક શિબિરોમાં પણ તેઓ ગયા હતા. Page #45 -------------------------------------------------------------------------- ________________ ર૮ વંદનીય હૃદયસ્પર્શ તુલસીશ્યામની શિબિરમાં મને પણ સાથે લેતા ગયા હતા. આવ્યા પછી એ શિબિરના પ્રતિભાવરૂપે “પ્રબુદ્ધ જીવનમાં એક લેખ મેં લખેલો. એમાં રજનીશજીના વિચારોમાં રહેલી કેટલીક અસંગતિનો મેં નિર્દેશ કરેલો તે પરમાનંદભાઈને ગમેલું નહિ. પરંતુ ત્યાર પછી થોડા સમયમાં રજનીશે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “પ્રેમ” (સંભોગ-સમાધિ) વિશે વ્યાખ્યાન આપીને પરમાનંદભાઈ સહિત બધાંને ચોંકાવી નાખેલાં. ત્યારથી પરમાનંદભાઈએ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રજનીશનાં વ્યાખ્યાનો ઉપર પડદો પાડી દીધેલો. પરમાનંદભાઈમાં નિખાલસતાની સાથે નીડરતા પણ હતી. એમણે તરત જ “પ્રબુદ્ધ જીવનમાં રજનીશ વિશે લેખ લખીને પોતાના ભ્રમ-નિરસનની વાત કરી હતી. પરમાનંદભાઈના મુંબઈના જાહેર જીવનથી અનેક લોકો સુપરિચિત હતા. તેઓ જ્યાં જાય ત્યાં ઘણા બધા પરિચિત લોકો સાથે એમની વાતચીત ચાલતી. એક દિવસ પરમાનંદભાઈનો ફોન આવ્યો. કહ્યું, “એક આર્યસમાજી ભાઈએ પોતાના કોઈ સામાજિક પ્રસંગે આવવા માટે મને બહુ જ આગ્રહ કર્યો છે. જવાની મારી ઇચ્છા નથી, કારણ કે એમના વર્તુળના કે એમની જ્ઞાતિના લોકોમાંથી ખાસ કોઈને હું ઓળખતો નથી, પરંતુ આગ્રહ એટલો બધો છે કે ગયા વગર છૂટકો નથી. મારી ઈચ્છા છે કે તમે સાથે ચાલો.” અમે બંને ગયા. પરિચિત યજમાને અમને સારો આવકાર આપ્યો. પરંતુ એમણે પોતાની જ્ઞાતિના જે જે આગેવાનો સાથે પરમાનંદભાઈનો પરિચય કરાવ્યો તે કોઈ પરમાનંદભાઈને નામથી પણ ઓળખતા નહોતા. એમની સાથે વાતનો દોર પરમાનંદભાઈ ચાલુ રાખે, પરંતુ પેલી અજાણી વ્યક્તિઓને કોઈ વાતમાં રસ પડે નહિ અને કોઈ વિષયની તેઓને જાણકારી પણ નહિ, એટલે વાત ઘડીકમાં અટકી પડે. આથી યજમાનને પણ ક્ષોભ થતો, પરંતુ પરમાનંદભાઈએ કહ્યું, “ભાઈ, તમે અમારી ચિંતા કરશો નહિ. અમે અમારી મેળે બધી જ વ્યવસ્થા કરી લઈશું.” પછી હું અને પરમાનંદભાઈ એક બાજુ બેસીને અમારી વાતોએ વળગ્યા. પરમાનંદભાઈએ કહ્યું, “હું તમને મારી સાથે એટલા માટે જ લાવ્યો, કારણ કે આપણું કોઈ પરિચિત વર્તુળ નથી. અહીં આવનારાં બધા માણસો અને એમની જ્ઞાતિના આગેવાનો નોકરિયાત વર્ગના અને સામાન્ય કક્ષાના લાગે છે. આપણા કોઈ વિષયમાં એમને રસ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પરમાનંદભાઈ કાપડિયા પડે નહિ. એટલે એમની સાથે આપણી વાત ઝાઝી ચાલી ન શકે.” થોડી વાર પછી જમવાનું પત્યું એટલે અમે તરત ત્યાંથી વિદાય થઈ ગયા. કોઈ પણ કાર્યક્રમનું આયોજન સારામાં સારું કઈ રીતે કરવું તેની મૌલિક સૂઝ પરમાનંદભાઈમાં હતી. જુદા જુદા ક્ષેત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સામેથી મળવા જઈને તેમની સાથે વિચારવિનિમય કરવાની ઉત્સુકતા તેમની રહેતી. તેવી રીતે વિભિન્ન સંસ્થાઓ તરફથી વખતોવખત યોજાતા જાહેર કાર્યક્રમોમાં હાજર રહીને તેના આયોજન અને રજૂઆતમાંથી પણ કશુંક નવું ગ્રહણ કરવાની વૃત્તિ પણ તેમને હંમેશાં રહેતી. પરમાનંદભાઈના અનેક મિત્રો અનેક સાથીઓ હતા. અને ક્યાંક જવું હોય ત્યારે અથવા પોતાના ઘરે કોઈ વિશિષ્ટ મહેમાન પધારવાના હોય ત્યારે મિત્રો અને સંબંધીઓને તેઓ આગ્રહપૂર્વક બોલાવતા. સારી વસ્તુનો આનંદ પોતે એકલા ન માણતાં, બીજાં ઘણાંને તેમાં સહભાગી બનાવવા તેઓ હંમેશાં તત્પર રહેતા. પરમાનંદભાઈને પ્રવાસનો શોખ ઘણો હતો. યુવક સંઘ તરફથી વખતોવખત એકાદ નાનો-મોટો પ્રવાસ એમણે જરૂર ગોઠવ્યો હોય. પોતાના વિશાળ સંપર્કના કારણે પ્રવાસનું આયોજન પણ તેઓ સરસ, સગવડભર્યું, સભ્યને પોષાય તેવું કરતા. ચીંચવડ હોય કે કાશમીર, માથેરાન હોય કે કચ્છ, લોનાવલા હોય કે વજેશ્વરી, પરમાનંદભાઈ સાથે પ્રવાસ કરવાની જુદી જ મજા આવે. એમના સરળ, નિખાલસ, નિર્દભ વ્યક્તિત્વનો અનેરો પરિચય થાય. નાનાં-મોટાં સૌની સાથે હળીમળીને તેઓ નિરાંતે વાતો કરે. પ્રવાસમાં પણ પ્રાસંગિક પ્રવચનો ઇત્યાદિ ગોઠવીને, ભરચક કાર્યક્રમો યોજીને પ્રવાસને તેઓ મધુર, સંસ્મરણીય બનાવતા. પછીના દિવસોમાં મોંઘવારીના કારણે પ્રવાસના કાર્યક્રમ જલદી ગોઠવાતા નહિ, તેનો રંજ યુવક સંઘની સમિતિમાં તેઓ વ્યક્ત કરતા. પરમાનંદભાઈની સાથે એમનાં પત્ની વિજયાબહેનનું અચૂક સ્મરણ થાય. પરમાનંદભાઈના જાહેર જીવનને કારણે ઘરે મહેમાનોનો ધસારો નિરંતર ચાલ્યા કરતો હોય. એ બધાંની આગતાસ્વાગતા કરવામાં વિજયાબહેન હંમેશાં તત્પર રહેતાં. તેઓ સુશિક્ષિત હતાં અને બધા જ વિષયોમાં રસ લેતાં. ક્યારેક એમના ઘરે ગયા હોઈએ અને પરમાનંદભાઈ ન મળે તો વિજયાબહેનની સાથે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વંદનીય હૃદયસ્પર્શ વાતચીત કરતાં કલાક ક્યાં વીતી જાય તેની ખબર પડતી નહિ. વિજયાબહેન વ્યવહારકુશળ અને દૃષ્ટિસંપન્ન હતાં. પરમાનંદભાઈના જીવન-વિકાસમાં વિજયાબહેનનો ફાળો ઘણો મોટો હતો. પરમાનંદભાઈ એટલે બહુમુખી વ્યક્તિત્વ. પરમાનંદભાઈ એટલે સત્યના અને સૌંદર્યના પૂજારી. પરમાનંદભાઈ એટલે પ્રસન્નતા, વિચારશીલતા, ગુણગ્રાહકતા, સ્વસ્થતા, કલારસિકતા, સંનિષ્ઠા, ઉદારતા, મતાંતરક્ષમા, નિર્દભતા, નિર્ભીકતા, વત્સલતા વગેરેથી ધબકતું જીવન. એમનું વ્યક્તિત્વ એવું ચેતનવંતું હતું, કે હજીયે એમની સાથેના કેટકેટલા પ્રસંગો જીવંત બનીને નજર સામે તરવરે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ એટલે આપણા રાષ્ટ્રસ્થવિરોમાંના એક. તેઓ ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના એક સેનાની, ભારતના બંધારણના ઘડનારાઓમાંના એક, ભારતની લોકસભાના સભ્ય, જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા, એક નામાંકિત સોલિસિટર, અનેક સામાજિક-શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના સૂત્રધાર, ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષો સુધી મંત્રી, પીઢ પત્રકાર, વિચારશીલ લેખક અને સમર્થ તત્ત્વચિંતક હતા. ચીમનભાઈ એટલે સેલ્ફ મેઇડ મેન, એમનું જીવન એટલે શૂન્યમાંથી સર્જન. એમનું જીવન એટલે પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા. - ચીમનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે પાણશીણા ગામમાં ઈ. સ. ૧૯૦૨ના માર્ચની ૧૧મી તારીખે સ્થાનકવાસી જૈન કોમમાં થયો હતો. એમના પિતા ચકુભાઈ ગુલાબચંદની આર્થિક સ્થિતિ સારી નહિ એટલે ઈ. સ. ૧૯૦૦માં તેઓ મુંબઈમાં નોકરી કરવા ગયેલા. મુંબઈમાં ઝવેરી બજારમાં સુથારચાલમાં એક નાનકડી ઓરડીમાં તેઓ રહેતા અને દવા બજારમાં દવાની એકદુકાને નોકરી કરતા. બાળક ચીમનભાઈ બે વર્ષના થવા આવ્યા ત્યાં એમની માતાનું અવસાન થયું. પિતા ચકુભાઈ ભરયુવાન વયે વિધુર થયા. બીજાં લગ્ન કર્યા. અપર માતા રંભાબહેને બાળક ચીમનભાઈને પોતાના જ સંતાનની જેમ ઉછેર્યા–એટલી બધી સારી રીતે કે ચીમનભાઈને પોતાની જન્મદાત્રી માતા જુદી છે એવી ખબર સુધ્ધાં પડવા દીધી નહિ. રંભાબહેનને પોતાનું કોઈ સંતાન થયું નહિ એથી પણ એમનું સમગ્ર વાત્સલ્ય ચીમનભાઈ પર વરસ્યું હતું. પ્રાથમિક શિક્ષણ પાણશીણામાં અને માધ્યમિક શિક્ષણ મુંબઈની બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં તથા ભરડા હાઈસ્કૂલમાં લઈને ચીમનભાઈએ તેજસ્વી કારકિર્દી સાથે મેટ્રિકની પરીક્ષા ૧૯૧૯માં અમદાવાદમાં આપી હતી. એ જમાનામાં મેટ્રિક સુધીનો અભ્યાસ ઓછો ન ગણાતો. પરંતુ ચીમનભાઈની ઇચ્છા કૉલેજમાં અભ્યાસ કરવાની હતી. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાશ્રીની ઇચ્છા એમને નોકરીએ બેસાડવાની હતી. છેવટે Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વંદનીય હૃદયસ્પર્શ એક વર્ષ માટે એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. કૉલેજમાં શિષ્યવૃત્તિ મળતાં કટુંબ ઉપર ભણવાનો આર્થિક બોજો નહોતો એટલે અભ્યાસ કરવાની મર્યાદા લંબાવાઈ. એમ કરતાં તેઓ બી.એ., એમ.એ. ને એલએલ.બી. થયા. ઘણુંખરું પહેલો નંબર મેળવતા. તેમણે તેલંગ સુવર્ણચંદ્રક તથા બીજા ચન્દ્રકો પણ મેળવ્યા હતા. એ દિવસોમાં સુશિક્ષિતોમાં એકબીજાને નામના આદ્યાક્ષરથી બોલાવવાની પદ્ધતિ વિશેષ પ્રચલિત હતી. ચીમનલાલ ચકુભાઈ એટલે “સી.સી.” એલ્ફિન્સ્ટનમાં એમની સાથે બીજા પણ એક સી.સી. હતા, તે આપણા જાણીતા કવિ અને નાટ્યકાર ચંદ્રવદન ચીમનલાલ મહેતા. એમનાં વર્ષોમાં એમની સાથેના બીજા તેજસ્વી વિદ્યાર્થીઓમાં અશોક મહેતા, યુસુફ મહેરઅલી, મીનુ મસાણી, સીરવાઈ (એડવોકેટ જનરલ), કવિ ભાનુશંકર વ્યાસ (બાદરાયણ), કવિ સુંદરજી બેટાઈ, કવિ અમીદાસ કાણકિયા વગેરે હતા. વિદ્યાર્થીકાળે ચીમનભાઈનો સ્વભાવ સંકોચશીલ હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે બોલતી વખતે તેમની જીભ તોતડાતી હતી. બીજું કારણ નબળી આર્થિક સ્થિતિ હતી. પરંતુ તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. તેમણે દઢ સંકલ્પ કર્યો હતો કે તોતડાપણા ઉપર વિજય મેળવવો અને ડોમોસ્થિનિસની જેમ સારા વક્તા થવું તથા પ્રબળ પુરુષાર્થ કરી આર્થિક સ્થિતિ સુધારવી. બી.એ. અને એમ.એ.માં એમણે મુખ્ય વિષય તત્ત્વજ્ઞાનનો લીધો હતો. પ્લેટો. સોક્રેટિસ, એરિસ્ટોટલ, કેન્ટ, હેગલ વગેરેનાં લખાણોની એમના જીવન ઉપર મોટી અસર પડી અને તર્કયુક્ત વિચારણાની ટેવ પડી હતી. એલએલ.બી.ના અભ્યાસથી દરેક પરિસ્થિતિનો બારીકાઈથી વિચાર કરવાની અને શબ્દેશબ્દ તોળીતોળીને બોલવા-લખવાની ટેવ પડી હતી. અભ્યાસના સતત પરિશ્રમને લીધે ૧૯૨૮માં સોલિસિટર થતાં સુધીમાં તો ચીમનભાઈને આંતરડાનો ક્ષયનો રોગ લાગુ પડ્યો હતો. ઑપરેશન કરાવવું પડ્યું અને ડૉક્ટરોએ મુંબઈ છોડવાની સલાહ આપી. પણ મુંબઈ સિવાય સોલિસિટરનો વ્યવસાય ચાલે નહિ, એટલે ગમે તે સંજોગોમાં મુંબઈમાં રહેવાનો જ નિશ્ચય કર્યો. એવા નબળા શરીર પાસેથી પણ મજબૂત મનથી એમણે કામ લીધા કર્યું. કૉલેજમાં હતા ત્યારથી જ ચીમનભાઈને જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ ચીમનલાલ ચકુભાઈ શાહ ૩૩ રસ હતો. પોતાને પડ્યાં તેવાં કષ્ટો બીજાઓને ન પડે તે માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ એવી એમની ભાવના હતી અને એ માટે ધગશપૂર્વક કામ કરવા તેઓ ઉત્સુક હતા. ૧૯૩૦ની સાલથી એમણે કોંગ્રેસની લડતોમાં ભાગ લેવો શરૂ કર્યો હતો. એમની Socialism in India અને Lawless Limbdi નામની પુસ્તિકાઓએ જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, જયપ્રકાશ નારાયણ વગેરેનું ધ્યાન ખેંચ્યું હતું અને એથી તત્કાલીન ભારતના સર્વોચ્ચ નેતાઓના સંપર્કમાં યુવાન વયે જ તેઓ આવ્યા હતા અને ચીમનભાઈના કાર્યથી તેઓ પ્રભાવિત થયા હતા. એક ધારાશાસ્ત્રી તરીકે ચીમનભાઈની ખ્યાતિ ઘણી મોટી હતી. તેમણે બ્રિટિશ સરકારના પ્રથમ હિંદી સોલિસિટર તરીકે પણ કાર્ય કર્યું હતું. આથી જ ૧૯૪૮માં બંધારણ સભા(Constituent Assembly)ની જ્યારે રચના થઈ ત્યારે તેના એક સભ્ય તરીકે ચીમનભાઈની નિમણૂક થઈ હતી. બંધારણ સભામાં એમના કાર્યની જવાહરલાલ, ઢેબરભાઈ, દાદાસાહેબ માવલંકર વગેરેએ પ્રશંસા કરી એટલું જ નહિ, લોકસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે એમની જે પસંદગી કરી તેમાં પણ તેઓ સફળ થયા અને ત્યાં તેમની શક્તિનો સૌને સવિશેષ પરિચય થયો. ઈ. સ. ૧૯૫૦માં ન્યૂઝીલેન્ડમાં કૉમનવેલ્થ પાર્લામેન્ટરી કૉન્ફરન્સ થઈ તેમાં ભારતીય પ્રતિનિધિ મંડળના એક સભ્ય તરીકે તેમની પસંદગી થઈ. ત્યાર પછી ૧૯૫૩માં વૉશિંગ્ટનમાં ઈન્ટરપાર્લામેન્ટરી યુનિયનનું અધિવેશન યોજાયું તેમાં પણ ચીમનભાઈની નિયુક્તિ થઈ. વળી એ જ વર્ષે સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળ મોકલવાનું હતું. એ પ્રતિનિધિમંડળમાં પણ ચીમનભાઈને લેવામાં આવ્યા. આમ, ૧૯૪૮થી ૧૯૫૭ સુધી ચીમનભાઈએ દિલ્હીમાં રહી કેન્દ્ર સરકારની કામગીરીમાં પોતાનો યશસ્વી ફાળો આપ્યો. ૧૯૩૭માં ચીમનભાઈ કનૈયાલાલ મુનશીના પ્રથમ સંપર્કમાં આવ્યા. એમની લેખનશક્તિ તથા મૌલિક ચિંતનશક્તિથી પ્રભાવિત થયેલા મુનશીએ એમને ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારી સમિતિમાં લીધા અને ૧૯૩૯થી ૧૯૫૧ સુધી એમ સતત બાર વર્ષ સુધી ચીમનભાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે સેવાઓ આપી હતી. Page #51 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ ચીમનભાઈ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા, જૈન ક્લિનિક, મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘ, જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, ભારત જૈન મહામંડળ, ભગવાન મહાવી૨ ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ સમિતિ વગેરે પચીસથી વધુ સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી કે ટ્રસ્ટીનો હોદ્દો ધરાવતા હતા. આટલી બધી સંસ્થાઓનાં કામને તેઓ એકલે હાથે કેવી રીતે પહોંચી વળતા હશે એવો પ્રશ્ન થાય. એનો જવાબ એ છે કે ચીમનભાઈ અત્યંત કુશળ વટીવટકર્તા હતા. તેઓ દરેક બાબતનો પુખ્ત અને ઝીણવટભર્યો વિચાર કરતા, પરંતુ નિર્ણય ત્વરિત લેતા. પોતાના હાથ નીચેના માણસોમાં પૂર્ણ વિશ્વાસ મૂકી તેમની પાસેથી હોંશથી કામ લેતા. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં તેઓ પોતાના મગજની સમતુલા અને સ્વસ્થતા ગુમાવતા નહિ. ૩૪ ચીમનભાઈ જેમ ચિંતનશીલ લેખક હતા તેમ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. લેખનમાં તેમ વક્તૃત્વમાં ગુજરાતી તેમજ અંગ્રેજી એ બંને ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિ વર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેઓ કોઈ એક વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપતા. એમના વક્તવ્યમાં હમેશાં ગહનતા, મૌલિકતા, નવો અભિગમ અને તાજગી રહેતાં. તેમની વાણી સ્પષ્ટ ને સચોટ હતી. શ્રોતાઓ પર તેનો ઊંડો પ્રભાવ પડતો. સ્વ. પરમાનંદ કાપડિયાના અવસાન પછી ‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રીપદની જવાબદારી ચીમનભાઈના માથે આવી પડી. એથી મોટો લાભ એ થયો કે વર્તમાન ભારતીય અને આંત૨૨ાષ્ટ્રીય રાજદ્વારી ને ઇતર ઘટનાઓ વિશેના તેમના વિચારો, ‘પ્રબુદ્ધ જીવન'ના વિશાળ વાચક વર્ગને સુલભ થયા હતા. ચીમનભાઈ સાથેનો મારો પરિચય વિશેષ ગાઢ થયો શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે મને જવાબદારી એમણે સોંપી ત્યારથી. તે પહેલાં યુવક સંઘની કાર્યવાહક સમિતિની બેઠકોમાં અને અન્ય કાર્યક્રમોમાં એમને મળવાનું થતું, પરંતુ ત્યારે ઘણુંખરું ઔપચારિક વાતો થતી. જ્યારથી એમના નિકટના પરિચયમાં આવવાનું થયું ત્યારથી એમના વ્યક્તિત્વનાં વિવિધ સુંદર પાસાંઓનું દર્શન થતું ગયું હતું. કેટલીક વાર એમની સાથે પ્રવાસ કરવાનું પણ થયું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી એમની જ Page #52 -------------------------------------------------------------------------- ________________ ચીમનલાલ ચકુભાઈ શાહ ૩૫ ભલામણથી એમની પાડોશમાં અમને ઘર મળ્યું હતું, એટલે વારંવાર મળવાનું અને સાથે બહાર જવાનું બનતું. જૈન ધર્મના વિવિધ વિષયોની એમની સાથે ચર્ચા થતી. તેઓ સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય આગેવાન હતા, પરંતુ સંકુચિત સંપ્રદાયપરસ્તી એમનામાંથી નીકળી ગઈ હતી. એથી જ એમણે લંડનના જૈનોને મંદિર બાંધવા માટે ખાસ ભલામણ કરી હતી અને અમારી સાથે શત્રુંજયની યાત્રાએ આવવાની ઇચ્છા દર્શાવી હતી. એમના સાંન્નિધ્યમાં અમને અપાર વાત્સલ્ય અનુભવવા મળતું. ચીમનભાઈનો અંતકાળ એક બહુશ્રુત તત્ત્વચિન્તકને શોભે તેવો હતો. પોતે હૉસ્પિટલમાં દાખલ થયા, ઑપરેશન કરાવ્યું. ઘરે પાછા આવ્યા અને દેહ છોડ્યો ત્યાં સુધીના લગભગ પચાસ દિવસના ગાળાના એમના જીવનને વારંવાર નજીકથી નિહાળવાનું મારે બન્યું હતું અને તેનો પ્રભાવ ચિત્તમાં સુદઢપણે અંકિત થયો હતો. ચીમનભાઈ સાચા અર્થમાં તત્ત્વચિંતક હતા તેની પ્રતીતિ એમના આ અંતકાળમાં વિશેષપણે થઈ હતી. છેલ્લાં કેટલાંક વર્ષથી ચીમનભાઈ જાહેર સભાઓમાં, ખાસ કરીને એમના જન્મદિનની ઉજવણીના પ્રસંગે, વખતોવખત એમ કહેતા : “મને મૃત્યુનો ભય નથી. આ પળે મૃત્યુ આવે તો પણ હું તે માટે સજ્જ છું.” પોતે ઉચ્ચારેલું આ કથન એમણે પોતાના અંતકાળમાં ચરિતાર્થ કરી બતાવ્યું. - છેલ્લાં દોઢેક વર્ષથી ચીમનભાઈની પડોશમાં રહેવાને કારણે મારે વારંવાર સાંજના સમયે એમને મળવાનું થતું. હું મળે ત્યારે જડ અને ચેતન તત્ત્વ, જીવ અને આત્મા, વિશ્વનું સ્વરૂપ અને વ્યવસ્થા વિશે ઘણી વાર ચર્ચા ચાલતી. છેલ્લા દિવસોમાં તેઓ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની બૃહદ્ આવૃત્તિ નિયમિત વાંચતા. દેહ અને આત્માની ભિન્નતા અને દેહની અનિત્યતા વિશેનાં શ્રીમદ્ રાજચંદ્રનાં ઘણાં માર્મિક વચનો તેઓ મને વંચાવતા અને એ બધાં વિશે પોતે કંઈક લખવા ઇચ્છે છે એમ વારંવાર કહેતા. એમાંના એકાદ વિષય પર એમણે એક લેખ લખીને “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ પણ કર્યો હતો. ચીમનભાઈનું આરોગ્ય ઠેઠ બાલ્યકાળથી બહુ સુખરૂપ રહ્યું ન હતું. તેમને પેટની તકલીફ વારંવાર થતી હતી. એને કારણે પોતાના જાહેર જીવનમાં હરવા-ફરવાની દષ્ટિએ એમણે કેટલીક મર્યાદાઓ સ્વીકારી લીધી હતી. તેઓ પ્રકૃતિએ એટલા સ્વસ્થ અને શાંત હતા કે તેમને હૃદયરોગનો હુમલો થાય Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વંદનીય હૃદયસ્પર્શ એવો સંભવ ન હતો. તેમનું ચિત્તતંત્ર પણ અત્યંત સૂક્ષ્મ આંદોલન ઝીલી સમજી શકે તેવું સ્વચ્છ, શાંત, નિર્મળ અને સુકુમાર હતું. એટલે ચિત્તાવેગને કારણે થતા કોઈ રોગનો તેમને ભય નહોતો. તેઓ કોઈ વખત કહેતા, “હું જઈશ તો પેટની બીમારીને કારણે જઈશ.” ૧૯૮૨ના ૧૧મી માર્ચના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તેમની ૮૧મી વર્ષગાંઠ સંઘના પરમાનંદ કાપડિયા હોલમાં ઊજવવામાં આવી હતી. તે દિવસે સાંજે કાર્યક્રમ પછી સાથે ઘરે પાછા ફરતાં એમણે મને કહ્યું, “હું બહારથી જેટલો સ્વસ્થ દેખાઉં છું તેટલો અંદરથી સ્વસ્થ નથી. આઈ ફીલ અ લમ્પ ઇન માય સ્ટમક. હું હવે બહુ લાંબુ જીવવાનો નથી. મારો અંતકાળ નજીક આવી રહ્યો છે.” એમના જેવી વ્યક્તિ સ્વસ્થતાપૂર્વક પોતાના વિશે આવી વાત કરે તો તે માનવી રહી, પરંતુ તેઓ સવારથી સાંજ સુધી ઘરે અને ઑફિસે જે રીતે કામ કરતા તે જોતાં તથા બોલવામાં, લખવામાં, વિચારવામાં, યાદ રાખવામાં, ટટ્ટાર ચાલવામાં તેઓ જે સ્કૂર્તિ દાખવતા તે જોતાં તેમની શક્તિ ક્ષીણ થતી જાય છે તેવું જરા પણ લાગે નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ મુંબઈ બહાર બહુ ઓછું જતા, પરંતુ મુંબઈમાં અનેક સભાઓમાં તેઓ સમયસર પહોંચી જતા અને પોતાનું સચોટ વક્તવ્ય રજૂ કરતા. તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી અને અનેક વ્યક્તિઓ વિશે, ગ્રંથો વિશે, સોલિસિટર તરીકેના પોતાના વ્યવસાયની બાબતો વિશે ઘણીબધી વાતો સ્મૃતિને આધારે તરત કહી શકતા. તેઓ પોતાનાં રોકાણો માટે કોઈ નોંધ રાખતા નહિ; પરંતુ ચાર-છ મહિના સુધીમાં પોતાનાં રોકાણોની તારીખો તેમને સહજ રીતે યાદ રહેતી. એવું ક્યારેય સાંભળ્યું નથી કે ચીમનભાઈએ સ્મૃતિદોષને કારણે એક જ દિવસે અને સમયે બે રોકાણો સ્વીકારી લીધાં હોય, અથવા કોઈ સ્થળે જવાનું ભૂલી ગયા હોય. જીવનના અંતિમ સમય સુધી એમની સ્મૃતિશક્તિને કશી જ અસર પહોંચી નહોતી. એક દિવસ રાત્રે હું એમને ઘરે મળવા ગયો હતો, પરંતુ તેઓ રોજની જેમ સોફા પર બેસી વાંચતા નહોતા, પથારીમાં સૂઈ ગયા હતા. મેં પૂછયું તો કહ્યું, “પેટમાં બહુ જ દુઃખે છે. કશું ખવાયું નથી. ઊલટી થાય એવું થયા કરે છે. ડૉક્ટરને બોલાવ્યા છે. આજે સાંજે એક કાર્યક્રમમાં મનની પૂરી Page #54 -------------------------------------------------------------------------- ________________ ચીમનલાલ ચકુભાઈ શાહ ૩૭ સ્વસ્થતાથી બોલ્યો, પરંતુ આખો વખત પેટમાં સતત દુખ્યા કરતું હતું.” હું બેઠો હતો ત્યાં ડૉક્ટર આવ્યા. એમને તપાસીને ડૉક્ટરે કહ્યું કે હૉસ્પિટલમાં જઈને નિદાન કરાવવાની જરૂર છે. બે દિવસ પછી હૉસ્પિટલમાં તેઓ દાખલ થયા. ચીમનભાઈ ઘરનાં સ્વજનોને કેટલાક સમય પહેલાંથી કહેતા રહ્યા હતા : “મને હમણાં હમણાં પેટમાં વારંવાર જે દુખાવો થયા કરે છે કે કેન્સરનો જ હોવો જોઈએ, અને આ કેન્સરને કારણે થોડા સમયમાં મારું જીવન પૂરું થશે.” આવું કહેતી વખતે એમના ચહેરા ઉપર કે એમની વાણીમાં ચિન્તા કે ગભરાટનો જરાસરખો પણ અંશ જણાતો નહિ. નિદાન માટે તેઓ જૈન ક્લિનિકમાં દાખલ થયા અને ત્યાર પછી પેટનું ઑપરેશન થયું ત્યાં સુધીના દિવસો દરમિયાન તેઓ સવારથી સાંજ સુધી હૉસ્પિટલમાં તેમની ખબર જોવા આવનાર અનેક લોકોને મળતા, વાતો કરતા અને પોતાની જીવનલીલા હવે પૂરી થવામાં છે એવાં ગર્ભિત સૂચનો પણ કરતા. હૉસ્પિટલમાં પણ ક્યારેક તેઓ ખાટલા પર સૂવાને બદલે બહાર લોબીમાં સોફા પર બેઠા હોય અને બધાની સાથે હસીને વાતો કરતા હોય. એક વખત મેં કહ્યું પણ ખરું, “કાકા, અત્યારે તમે પોતે કોઈ દરદી જેવા લાગતા નથી, પરંતુ જાણે દરદીની ખબર જોવા આવ્યા હો એવા લાગો છો.” ઑપરેશન થયું ત્યાર પછી એમના જીવનનો એક નવો તબક્કો ચાલુ થયો. કેન્સરની ગાંઠ છે અને તે ઘણી પ્રસરી ગઈ છે એ પ્રકારનું નિદાન થયા પછી અને બાયપાસ સર્જરી થયા પછી ચીમનભાઈને અસહ્ય પીડા થવા લાગી. ક્યારેક એમને રાહત મળે તે માટે ઘેનનાં ઇજેક્શન પણ અપાયાં. તેઓ ઘણુંખરું પથારીમાં સૂતા હોય અને ઊંઘતા હોય અથવા અર્ધજાગ્રત દશામાં હોય. હવે એકસાથે વધારે સમય બેસવાની કે વાત કરવાની એમની શક્તિ ઘટતી જવા લાગી. જે બોલે તેમાં પણ વાક્ય પૂરું થતાં ઠીક ઠીક વાર લાગતી. એવે સમયે પણ એમણે “પ્રબુદ્ધ જીવન માટે લેખ લખાવ્યો. આ દિવસો દરમિયાન એમનું ધર્મચિંતન સવિશેષપણે ચાલ્યું. ધર્મ પ્રત્યે તેઓ પૂરી આસ્થાવાળા હતા. પરંતુ તેઓ બુદ્ધિશાળી હતા તેથી તર્કસંગત વાત સ્વીકારવાનું તેમને વધારે ગમતું. પરંતુ હવે તેઓ કંઈ વિશેષ ભાવાર્દ્ર બન્યા હતા. આ વિશ્વનાં તમામ ગૂઢ રહસ્યોનો તાગ મેળવવાનું ગજું મનુષ્યની બુદ્ધિમાં નથી, અને એથી પરમ તત્ત્વ પ્રત્યેની શરણાગતિનો ભાવ જ મહત્ત્વનો Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ વંદનીય હૃદયસ્પર્શ છે, એ વાત ઉપર તેઓ ભાર મૂકવા લાગ્યા હતા. તેઓ જુદાં જુદાં ધર્મસ્તોત્રોનું રટણ કરતા હતા, પરંતુ તે યંત્રવત્ બની જાય ત્યારે બંધ કરી દેતા હતા. ઑપરેશન પછી ચીમનભાઈ માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકતા અને તે પણ અલ્પ પ્રમાણમાં. પરિણામે તેમનું શરીર દિવસે દિવસે ક્ષીણ થવા લાગ્યું. ચહેરો પણ કરમાવા લાગ્યો. તેમને ઘરે લાવવામાં આવ્યા, જેથી વાતાવરણ થોડું બદલાય. તેમને કેન્સર છે એવી ડૉક્ટરોએ જાણ કરી દીધી હતી અને ચીમનભાઈ પોતે પણ મળવા આવનારાઓને પૂરી સ્વસ્થતાપૂર્વક કહેતા, “મને કેન્સર છે. આ હવે મારા અંતિમ દિવસો છે.” આ દિવાળીને દિવસે સાંજે અશક્તિ ઘણી હોવાછતાં બહારના રૂમમાં આવીને સોફા પરતેઓ બેઠા હતા. “પ્રબુદ્ધ જીવનનો છેલ્લો અંક વાંચતા હતા. હું તેમને મળવા ગયો ત્યારે એમને બહાર બેઠેલા જોઈને ઘણો હર્ષ થયો અને એમ થયું કે આ રીતે જો તબિયત સુધરતી જાય તો બે-ચાર મહિના કશો જ વાંધો નહિ આવે. એ દિવસે તેઓ વધારે સારી રીતે બોલી શકતા હતા. અલબત્ત, તેઓ વાત કરતાં કરતાં ઘડી ઘડી ભાવા બની જતા હતા. આંખમાં આંસુ આવી જતાં હતાં. એમણે કહ્યું, “જેમ જેમ મૃત્યુ પાસે આવે છે તેમ તેમ આ સંસાર અસાર છે, બધું જમિથ્યા છે એવો ભાસ દૃઢ થતો જાય છે. આમ છતાં મનુષ્ય સંસારમાં આટલો બધો આસક્ત કેમ રહ્યા કરે છે એ એક મોટો કોયડો છે !” - દિવાળીને દિવસે રાત્રે એમને લોહીની ઊલટી થઈ. ડૉક્ટરોની દષ્ટિએ આ નિશાની બહુ સારી ન ગણાય. એટલે કે જીવનનો અંત ધાર્યા કરતાં હવે ઘણી ઝડપથી પાસે આવી રહ્યો છે. કેન્સર પેટમાં વધારે પ્રસરતું જતું હતું. બીજા દિવસથી એમની માંદગી ઘણી વધી ગઈ. પ્રવાહી આહાર પણ ઘટવા લાગ્યો, જાતે ઊઠવા-બેસવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ. ધર્મશ્રવણ માટેની ઉત્સુકતા વધવા લાગી. બાજુના ઉપાશ્રયમાંથી પૂ. ધર્મશીલાશ્રીજી મહાસતીજી તથા અન્ય મહાસતીજી સવાર-સાંજ આવીને સ્તોત્રો ઈત્યાદિ સંભળાવવા લાગ્યાં. ચીમનભાઈ પણ મહાસતીજી સાથે તે સ્તોત્રો બોલવા લાગ્યા. યંત્રવત્ થાય તો પણ રટણ કરવાનું હવે તેમને રુચવા લાગ્યું. વળી, “હે અરિહંત ભગવાન, હું તમારે શરણે છું.” એવું રટણ પણ તેઓ વારંવાર કરવા લાગ્યા. કારતક સુદ ચોથની રાત્રે હું તેમની પાસે ઊભો હતો. હાથ-પગ પોતાની મેળે ઊંચાનીચા કરી શકે એટલી શક્તિ પણ હવે તેમના શરીરમાં રહી ન હતી. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ચીમનલાલ ચકુભાઈ શાહ આંખો સહેજ ખોલતા, પરંતુ નિહાળવાની શક્તિ ઘણી ઓછી થઈ ગઈ હતી. હજી તેઓ સાંભળી શકતા હતા અને કંઈ પૂછીએ તો થોડી વારે ધીમે ધીમે ઉત્તર આપતા હતા. ,, બીજે દિવસે સવારે હું તેમની પાસે ગયો ત્યારે તેઓ મોં આખું ખોલીને જે રીતે લાંબા શ્વાસ લઈ રહ્યા હતા તે જોતાં એમની અંતિમ પળ પાસે આવી રહી છે એમ લાગ્યું. પૂ. મહાસતીજી શ્રી ધર્મશીલાએ ‘સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું.” એ પદનું રટણ ચાલુ કર્યું હતું. પૂ. મહાસતીજીએ એમને કહ્યું, “ચીમનભાઈ ! તમને બધાં પચ્ચખાણ સાથે સંથારો લેવડાવું ?’ એ વખતે ચીમનભાઈએ સંમતિ દર્શાવી અને પોતાની મેળે બે હાથ ઊંચા જોડ્યા અને પથારીમાં બેઠા થઈ ગયા. આટલી બધી તાકાત એમના શરીરમાં અચાનક ક્યાંથી આવી ગઈ એ નવાઈ પમાડે તેવું દશ્ય હતું. મહાસતીજીએ સંથારો ઉચ્ચાર્યો તે પછી ચીમનભાઈના ચહેરા પર નિર્દોષ પ્રસન્નતા અને અસાધારણ તેજ પથરાઈ ગયાં. આ એક ચમત્કૃતિ-ભરેલી ઘટના બની ગઈ. મનુષ્યને ધર્મના તત્ત્વમાં શ્રદ્ધા પ્રેરે એવી એ ઘટના હતી. ત્યાર પછી થોડી વારે તેમણે પોતાનો દેહ છોડ્યો. અવસાન પછી ચીમનભાઈના શ૨ી૨માં ધીમે ધીમે તેજ વધવા લાગ્યું. હવે એમની આંખો પોતાની મેળે ખુલ્લી રહેવા લાગી. ડૉક્ટરના બંધ કરવા છતાં તે બંધ રહેતી નહોતી. એમના ચહેરા ઉપર સ્વસ્થતા અને શાંતિ પથરાયેલાં દેખાતાં હતાં. ચીમનભાઈના લૌકિક જીવનનો આ રીતે અંત આવ્યો. એક મહાન વિભૂતિની જીવનલીલા આ રીતે પૂર્ણ થઈ. છેલ્લી માંદગી દરમ્યાન ચીમનભાઈની ધર્મતત્ત્વની ખોજ વિશેષપણે ચાલી. પોતાને જે અનુભવો થતા ગયા તે તેમણે ‘પ્રબુદ્ધ જીવન'ના છેલ્લા ત્રણ અંકોમાં પ્રગટ કર્યા. પરંતુ એમાં જેટલું લખાયું તેટલું જ તેમને કહેવાનું હતું એમ ન કહી શકાય. તે પછીના છેલ્લા પાંચ-સાત દિવસમાં એમને જે અનુભૂતિ થયા કરી તેને તેઓ શબ્દમાં વ્યક્ત ન કરી શક્યા, પરંતુ તેઓ જો કંઈ લખાવી શક્યા હોત તો એક વિશેષ અનુભૂતિનો પ્રકાશ આપણને સાંપડ્યો હોત. મૃત્યુના સંદર્ભમાં પ્રજ્ઞાશીલ મનુષ્યની જીવનદૃષ્ટિ ઉત્તરોત્તર કેવી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વંદનીય હૃદયસ્પર્શ પરિમાર્જિત થતી જાય છે તેનું નિદર્શન ચીમનભાઈનો અંતકાળ બની રહે છે. ચીમનભાઈનું જીવન મારા જેવા અનેકને માટે પ્રેરણાસ્ત્રોત સમાન રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એમના અત્યંત નિકટના સંપર્કમાં આવવાનું બન્યું. એમના નિર્મળ, વાત્સલ્યપૂર્ણ અંતરંગ જીવનનો પરિચય થયો. તેઓ હંમેશાં કાર્યરત, સ્વસ્થ અને પ્રસન્ન રહેતા. અનાસક્ત ભાવે તેઓ ઘણી સંસ્થાઓ દ્વારા ઘણી પ્રવૃત્તિઓ કરતા. એમનો પ્રભાવ એવો મોટો હતો કે એમના કહેવા-માત્રથી કેટલાય લોકો વિવિધ પ્રવૃત્તિઓ માટે પુષ્કળ દાન આપતા. લોકોનો એમના ઉપર અપાર વિશ્વાસ અને પ્રેમ હતો. - ચીમનભાઈ દૃષ્ટિસંપન્ન મહાપુરુષ હતા. એમની વિચારણા હંમેશાં વિશદ અને તર્કપૂત રહેતી. તેઓ સંયમી અને મિતભાષી હતા. વિવિધ પ્રવૃત્તિઓ અંગે ઘણી વ્યક્તિઓને ઘણી બાબતોમાં સૂચના કે માર્ગદર્શન તેઓ આપતા. તેઓ ત્વરિત નિર્ણય લેતા, અને વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને એટલી ઝડપથી સમજી લેતા કે સામાન્ય રીતે એમનો નિર્ણય ક્યારેય ખોટો ઠરતો નહિ. ચીમનભાઈ જેમ ઉત્તમ વક્તા હતા તેમ ઉત્તમ લેખક પણ હતા. ઉંમર થતાં, સ્મરણશક્તિ શિથિલ થતાં કે અન્ય પ્રકૃતિગત ક્ષતિઓ ઉદ્દભવતાં કેટલાય સારા વક્તાઓ મોટી ઉંમરે નિરર્થક લાંબું અને અપ્રસ્તુત બોલતા થઈ જાય છે. ચીમનભાઈ ૮૧ વર્ષની ઉંમરે પણ સમયાનુસાર પોતાના વિચારો ક્રમબદ્ધ, તર્કસંગત, અભિનવ મૌલિક દૃષ્ટિથી સચોટ રીતે અસ્મલિત વાણીમાં વ્યક્ત કરતા. એમનાં લખાણોની શૈલી પણ સરળ, નિરાડંબર, પારદર્શક હતી. કેટલીક વાર ગાંધીજીની શૈલીની યાદ અપાવે એવી તે રહેતી. શિક્ષણ હોય કે રાજકારણ, ધર્મ હોય કે સામાજિક બાબત – એ દરેક વિશે એમનું મૌલિક ચિંતન પ્રેરક અને માર્ગદર્શક બની રહેતું. ગાંધીજીએ કહ્યું હતું કે “મારું જીવન એ મારો સંદેશો છે.” મહાપુરુષોનાં જીવન વર્ષો સુધી અનેકને માટે પ્રેરણારૂપ બની રહે છે. સ્વ. ચીમનભાઈના જીવનકાર્ય અને સગુણોનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને તેમાંથી કંઈ નવી જ પ્રેરણા સાંપડી રહે છે. એમનું સમગ્ર જીવન પ્રેરણાસ્ત્રોત સમું હતું. Page #58 -------------------------------------------------------------------------- ________________ મેડમ સોફિયા વાડિયા સુપ્રસિદ્ધ થિઓસોફિસ્ટ મેડમ સોફિયા વાડિયા માત્ર ભારતમાં જ નહિ, બલે સમગ્ર જગતનાં એક તેજસ્વી નારીરત્ન હતાં. મેડમ સોફિયા વાડિયાના અંગત પરિચયમાં આવવાનું મારે લેખકોની આંતરરાષ્ટ્રીય સંસ્થા પી.ઈ.એન.ના નિમિત્તે બન્યું હતું. એ પહેલાં મેડમ વાડિયાને કોઈ કોઈ પ્રસંગે બોલતાં સાંભળેલાં હતાં. એમના ઉમદા વક્તવ્યથી અને વ્યક્તિત્વથી ત્યારે હું બહુ પ્રભાવિત થયો હતો. મેડમ વાડિયા મુંબઈમાં ન્યૂ મરિન લાઈન્સ ખાતે આવેલા થિઓસોફી હોલના મકાનમાં ઉપરના માળે રહેતાં. બીજે માળે એમની ઑફિસ. આખું મકાન એમની સુવાસનું પરિણામ. એમના કાર્ય અને કાર્યક્ષેત્ર માટે દેશપરદેશના થિએસોફિસ્ટ મિત્રોએ મોટી રકમ આપીને આ મકાન તૈયાર કરાવેલું. પી..એન.ની ભારતની શાખાની સ્થાપના મેડમ વાડિયાએ કરેલી. એની વાર્ષિક સામાન્ય સભા થિઓસોફી હૉલના મકાનમાં દર વર્ષે મળે. સભા પુરી થયા બાદ મેડમ વાડિયાના ઘરે ચા-પાણી માટે જવાનું નિમંત્રણ પણ દર વર્ષે મળતું. એક નાની મંડળી જામે. ચા-પાણીની સાથે કોઈકની કવિતા કે વાર્તાના વાંચનનો કાર્યક્રમ પણ યોજાયો હોય. વાર્ષિક સામાન્ય સભા ઉપરાંત વખતોવખત વિદેશથી આવતા કવિ-લેખકો કે મુંબઈ તથા મુંબઈ બહારના ભારતીય કવિ-લેખકો સાથે ઔપચારિક કે અનૌપચારિક મિલનના કાર્યક્રમો જ્યારે ગોઠવાયા હોય ત્યારે પણ મેડમ વાડિયાને ત્યાં ચા-પાણી પણ રાખવામાં આવ્યાં હોય. એ વખતે મેડમનો વિશેષ પરિચય થાય. તેઓ ઉદાર અને અતિથિવત્સલ હતાં. કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં તેઓ જેટલું ધ્યાન રાખે તેટલું જ વ્યવસ્થામાં પણ ધ્યાન રાખે. એક વિદેશી નારી ભારતીય જીવન અને સંસ્કારને કેટલાં બધાં આત્મસાત્ કરી શકે તેનું જવલંત ઉદાહરણ એટલે મેડમ વાડિયા. વિદેશમાં જન્મેલાં, વિદેશમાં ઊછરેલાં, ચહેરો પણ વિદેશી, છતાં ભારતીય જેવાં લાગે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ વંદનીય હૃદયસ્પર્શ એવાં ગૌરવર્ણનાં તેજસ્વી મેડમ વાડિયા પાશ્ચાત્ય અને પૌરસ્ત્ય સંસ્કૃતિના સમન્વયના ઉત્તમ ઉદાહરણરૂપ દેખાય. કપાળમાં મોટો લાલ ચાંલ્લો, સેંથો પાડીને ઓળેલા વાળ, ઘણું ખરું પીળા કે કેસરી રંગની સાડી, ભારતીય ભાવનાભર્યા હાવભાવ, શાંત પ્રસન્ન મુખમુદ્રા, સ્મિતભરી મધુરી વાણી વગેરેની છાપ પ્રથમ દર્શને અત્યંત સચોટ પડે. મેડમ હંમેશાં સતત કાર્યરત જણાય. પોતાને માટે સમયપાલનના ચુસ્ત આગ્રહી. ખોટી વાતોમાં સમય ન બગાડે. દેશપરદેશના અનેક મહાન કવિલેખકો અને થિઓસોફિસ્ટ મહાનુભાવો સાથે ઘનિષ્ઠ મૈત્રી. તેઓ તેમની સાથે સતત સંપર્કમાં રહે. તે બધાંની સાથે નિયમિત પત્રવ્યવહાર ચાલતો હોય, છતાં એમની વાતચીતમાં ક્યાંય અભિમાનનો રણકો નહિ. એમના વર્તનમાં ક્યાંય આડંબર જણાય નહિ. એમની ઑફિસનું વાતાવરણ પણ શાંત અને પ્રેરક. સહુ કોઈ મ સ્વરે વાત કરે. મેડમની ચેમ્બરમાં સંદેશો પહોંચે એટલે બીજાં કામ પડતાં મૂકીને મળવા આવનારને તરત જ તેઓ બોલાવે. એમને મળવું એ પણ એક આનંદનો વિશિષ્ટ અનુભવ. ૧૯૭૭માં યોજાયેલી પી.ઇ.એન.ની સીડનીની આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં મારે ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેવાનો હતો એ નિમિત્તે અને ૧૯૭૯માં એ જ રીતે રીઓ ડી જાનેરોની આંતરરાષ્ટ્રીય કોંગ્રેસને નિમિત્તે મારે મેડમ વાડિયાને અનેક વાર મળવાનું થયું હતું. ત્યારે એમનો અંગત પરિચય સવિશેષ થયો. એમની પાસે જતાં એક માતાતુલ્ય અપાર વાત્સલ્યનો અનુભવ થતો. જ્યારે એમને મળું ત્યારે તેઓ અત્યંત સ્વસ્થ અને પ્રસન્ન હોય. બીજાની કોઈ પણ વાત કે મુશ્કેલી તરત સમજે. કંઈ પણ કામ હોય તો સ્ટાફને તાબડતોબ સૂચનાઓ અપાઈ હોય અને નિર્ધારિત સમયે એ કામ અવશ્ય પાર પડ્યું જ હોય. એક વખત મેડમ વાડિયાને એમની ઑફિસે હું મળવા ગયો હતો. તરત પાણી લાવવા માટે નોકરને સૂચના અપાઈ. નોકર પાણી લઈને આવ્યો. પરંતુ ડોર ક્લોઝરને કારણે બારણું કંઈક ઝડપથી વસાયું. નોકરના હાથને ધક્કો લાગ્યો. પાણીનો ગ્લાસ નીચે પડી ગયો અને કાચના ટુકડા ચારે બાજુ ઊડ્યા. ટેબલ પરની ચોપડીઓ અને અગત્યના કાગળ પર ઘણુંબધું પાણી ઊડ્યું. પરંતુ Page #60 -------------------------------------------------------------------------- ________________ મેડમ સોફિયા વાડિયા ૪૩ એ વખતે મેડમે નોકરને કંઈ ઠપકો આપ્યો નહિ. એમના ચહેરા ઉપર જરા પણ વ્યગ્રતા દેખાઈ નહિ. તેઓ એવાં જ સ્વસ્થ અને શાંત હતાં. દસેક મિનિટ હું એમની પાસે બેઠો હોઈશ. દરમિયાન નોકરે આવી બધું સાફ કરી નાખ્યું. પરંતુ મેં જોયું કે જાણે કશું બન્યું જ નથી એવી રીતે મેડમ મારી સાથે વાતો કરતાં રહ્યાં. વિપરીત પ્રસંગે પણ સમતા ન ગુમાવે એવી સ્વસ્થતા મેડમમાં ત્યારે જોવા મળી. મેડમ વાડિયાએ યુવાન વયે પેરિસની સેબોર્ન યુનિવર્સિટી, ન્યૂયૉર્કની યુનિવર્સિટી અને લંડનની સ્કૂલ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૨૦ થી ૧૯૨૯ સુધી યુરોપ અને અમેરિકામાં તેઓ રહ્યાં હતાં. ઇંગ્લિશ, ફ્રેન્ચ અને સ્પેનિશ ભાષા ઉપર એમનું અસાધારણ પ્રભુત્વ હતું. તે દરેકમાં એમનું વસ્તૃત્વછટાદાર રહેતું. ૧૯૩૦માં તેઓ ભારતમાં આવ્યાં. તે સમયથી The Aryan Path નામના સામયિકનું તંત્રીપદ એમણે સ્વીકાર્યું હતું. પચાસ વર્ષથી અધિક સમય એમણે આ સામયિકને પોતાની સેવા આપી. એમની બીજી મોટી સેવા તે ભારતમાં આવીને એમણે પી.ઈ.એન.ના અખિલ ભારતીય કેન્દ્રની સ્થાપના કરી તે છે. એમણે “ધી ઇન્ડિયન પી.ઈ.એન.” નામનું સામયિક ચાલુ કર્યું. એ માટે પણ એમણે પોતાના જીવનનો ઘણો અમૂલ્ય સમય આપ્યો. મેડમ વાડિયાએ થિઓસોફીની, પી.ઈ.એન.ની અને ઇતર વિષયની ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં સક્રિય ભાગ લીધો હતો. પ્રથમ દર્શને જ તેજસ્વી જાજવલ્યમાન વ્યક્તિત્વ અને અસરકારક વાકછટાને કારણે મેડમ વાડિયા જે કોઈ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લે ત્યાં બધાંમાં જાણીતાં બની જતાં. એક વાર તેમને મળ્યા પછી વર્ષો સુધી વિવિધ પરિષદના પ્રતિનિધિઓ ભારતમાં કે વિદેશોમાં તેમને સતત યાદ કરતા રહ્યા છે. મેડમ વાડિયા સાચા થિએસોફિસ્ટ હતાં. બધા ધર્મ પ્રત્યે, બધા દેશોની પ્રજાઓ પ્રત્યે તેમને હૃદયથી પૂરો સમભાવ, પ્રેમભાવ, આદરભાવ રહેતો. તેઓ અત્યંત નિસ્પૃહ અને નિરાસક્ત રહેતાં. એક વખત એક પુસ્તકમાં છપાવવા માટે મેં એમની પાસે એમના ફોટાની માંગણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓ ક્યારેય ફોટો પડાવતાં નથી અને છાપવા માટે ક્યાંય ફોટો આપતાં નથી. કોઈ કાર્યક્રમમાં એમનો ફોટો લેવાય તો તેમને ગમે નહિ. અને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વંદનીય હૃદયસ્પર્શ છાપામાં છપાય તો નારાજ થાય. પોતાનો ફોટો ન લેવાય અને ન છપાય એ માટે અગાઉથી સહજ રીતે ક્યારેક તેઓ કાર્યક્રમના આયોજકોને સૂચના પણ આપતાં. મેડમ વાડિયાના ઘરે એમના નોકરો પણ સૌની સાથે પ્રેમથી વર્તે. કુટુંબના જાણે સભ્ય હોય એવો સભાવ મેડમ એમના પ્રત્યે રાખે. પોતે એકલાં હતાં. એમના પતિ સુપ્રસિદ્ધ થિઓસોફિસ્ટ શ્રી વાડિયાનું વર્ષો પહેલાં અવસાન થયું. ત્યાર પછી મેડમ એકલાં રહેતાં હતાં. પરંતુ નોકરોને પોતાના સ્વજનની જેમ સાચવતાં. એક બહુ જૂના નોકરનું જ્યારે અવસાન થયું હતું ત્યારે એક સ્વજન ગુમાવ્યા જેટલું દુઃખ તેમણે અનુભવ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાથી મેડમને મળવાનું મારે થયું ન હતું. એમને મળવાનો વિચાર કરતો અને કંઈક કારણ આવી પડતું અથવા ગયો હોઉં ત્યારે મેડમ ઑફિસમાં હોય નહિ. ત્યાર પછી એક વખત જયારે હું શ્રી ઉમાશંકર જોશી સાથે પ્રવાસમાં હતો ત્યારે પી.ઈ.એન.ની નબળી આર્થિક સ્થિતિની વાત નીકળી અને આંતરરાષ્ટ્રીય હેડક્વાર્ટર્સમાં ચૂકવવાની બાકી રહેલી મોટી રકમની પણ વાત થઈ. ઉમાશંકરભાઈ પી.ઈ.એન. ના ઉપપ્રમુખ હતા. એમણે એ રકમ અંગે શું કરી શકાય તેનો વિચારવિનિમય કરવા માટે મેડમને મળવાની મને ભલામણ કરી હતી. પરંતુ હું તેમને મળે તે પહેલાં તો મેડમ વિદાય થયાં. ચોર્યાસી વર્ષની વયે મુંબઈમાં તેમનું અવસાન થયું. મેડમને મળવાની ઇચ્છા મનમાં જ રહી ગઈ. મેડમ સોફિયા વાડિયા બહુ લોકસંપર્કમાં આવતાં નહોતાં. સાચા જિજ્ઞાસુ, થિઓસોફિસ્ટ કે લેખકોને તો તેઓ જરૂર મળતાં, પરંતુ સદા અનાસક્ત રહેતાં. એમના અવસાનથી મારા જેવા કેટલાએ વત્સલ માતાનો પ્રેમ ગુમાવ્યા જેવી લાગણી અનુભવી હશે! Page #62 -------------------------------------------------------------------------- ________________ ગૌરીપ્રસાદ ઝાલા પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા એટલે એક સાધુચરિત પ્રાધ્યાપક. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે એમણે યુવાન વયે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો હતો અને ઉચ્ચતર સ્થાન કે પદ પ્રાપ્ત થવાની વારંવાર તક મળતી હોવા છતાં આજીવન એ જ કૉલેજમાં નિષ્ઠાપૂર્વક તેઓ કામ કરતા રહ્યા હતા. મુંબઈમાં ૬૫ વર્ષની વયે એમનું અવસાન થયું હતું. ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા એ એમનું પૂરું નામ હતું. પરંતુ વિદ્યાર્થીઓ અને અધ્યાપક સાથીઓમાં “ઝાલાસાહેબ’ના આદરણીય નામથી તેઓ વધુ જાણીતા હતા. કુટુંબીઓમાં “ભાનુભાઈ” નામે તેઓ ઓળખાતા. ૧૯૦૭ના એપ્રિલની ૬ઠ્ઠી તારીખે જામનગરમાં એમનો જન્મ થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ પણ એમણે ત્યાં જ કરેલો. એમના પિતાશ્રી ત્યારે “ચુનીકાકા'ના નામથી જામનગરમાં એક જાણીતા વૈદ્ય હતા. ઝાલાસાહેબે ૧૯૨૪માં મુંબઈ આવી એક સંબંધીને ત્યાં રહીને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૨૮માં મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષામાં મુખ્ય વિષય સંસ્કૃત સાથે તેઓ પ્રથમ વર્ગમાં બી.એ. થયા હતા. તેઓ વિદ્યાર્થી તરીકે સ્વભાવે ઓછાબોલા, સ્વમાની અને કંઈક શરમાળ હતા, પરંતુ પોતાની વિદ્યાપ્રીતિ અને અભ્યાસનિષ્ઠાથી પોતાના સંસ્કૃતના પ્રાધ્યાપક જર્મન પાદરી ફાધર ઝીમરમાનનાં પ્રેમ અને માન પ્રાપ્ત કરેલાં. ૧૯૩૦માં એમ.એ. થયા પછી એમની એ જ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ હતી. એમનું અવસાન થયું ત્યાં સુધી એમણે ત્યાં એકધારી નિષ્ઠાથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. ઝાલાસાહેબે આરંભથી જ જે જીવનરીતિ અપનાવી હતી તેને એમણે આજીવન ચુસ્તપણે નિભાવી હતી. સમયપાલનના તેઓ અત્યંત આગ્રહી હતા. જૂના સમયના નાગરો પેઠે ઘરમાં તેઓ ધોતિયું પહેરતા પણ બહાર મોટે ભાગે આછા બદામી કે આછા પીળા રંગનો સૂટ, ટાઇ, વાધરી વિનાના Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ વંદનીય હૃદયસ્પર્શ ને હમેશાં પોલિશથી ચળકતા બદામી બૂટ, રોજેરોજ જાતે જ ધોયેલાં સ્વચ્છ સફેદ મોજાં અને માથે કાળી ટોપી આ એમનો નિત્યનો પોશાક હતો. સૂટ સાથે ટોપી પહેરવાનો રિવાજ ભૂંસાવા માંડ્યો ત્યારે ય એમણે ટોપી છોડી નહોતી. માથે નહિ તો હાથમાં પણ કાળી ટોપી હંમેશાં એમની સાથે રહેતી જ. કૉલેજમાં એ ટોપી તેઓ એક નિશ્ચિત સ્થાને જ રાખતા. એ સ્થાને એ ટોપીનું દર્શન કૉલેજમાં એમની હાજરીનું સૂચક બની ગયું હતું. એ જ રીતે ચોમાસામાં વરસાદ હોય કે ન હોય પણ છત્રી સદાય એમની સાથે રહેતી. ક્યારેક વધુ વરસાદમાં ગ્રાંટરોડના વિસ્તારમાં પાણી ભરાઈ જતાં જવું-આવવું મુશ્કેલ બને એવા વર્ષના એકાદ-બે દિવસ સિવાય કૉલેજમાં એમની હાજરી નિયમિત હતી. પાણીમાં ચાલવાથી એમને પગની તકલીફ થઈ જતી, કારણ કે નાનપણથી એમને એક પગે હાથીપગાનો રોગ હતો. બહુ ચીવટ ને નિયમિતતાથી એનો ઉપચાર જારી રાખી એમણે વર્ષોથી એ રોગને આગળ વધતો અટકાવી રાખ્યો હતો. કૉલેજમાં ઝાલાસાહેબની પ્રકૃતિ ગંભીર ગણાતી, પણ બી.એ.ના વર્ગમાં તેમની નર્મમર્મયુક્ત વિનોદવૃત્તિનું દર્શન થતું. કૉલેજમાં વર્ગનાં વ્યાખ્યાનો માટે તેઓ સદાય સજ્જ રહેતા અને સમયસર એમનો અભ્યાસક્રમ પૂરો કરતા. સ્ટાફરૂમમાં વર્ષોથી એમની બેઠક નિશ્ચિત હતી અને એથી એ ‘ઝાલાસાહેબની ખુરશી' તરીકે જાણીતી થઈ ગયેલી. ઝાલાસાહેબ પ્રત્યેના માનથી સાથી અધ્યાપકો પણ એ ખુરશી એમના માટે ખાલી જ રાખતા. કૉલેજમાં સંસ્કૃત ઉપરાંત તેઓ ઇન્ટર અને બી.એ.માં ગુજરાતી પણ શીખવતા. કૉલેજના ગુજરાતી સાહિત્યમંડળના તેઓ પ્રમુખ પણ હતા અને એ મંડળ દ્વારા તેઓ અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવતા. તેમાં ‘રશ્મિ’ નામે એ મંડળનું એક મુખપત્ર એમણે શરૂ કરેલું જે એ સમયના ગુજરાતી સાહિત્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા પામેલું. ગુજરાતી ભાષાના સંશોધનકાર્ય માટે કનૈયાલાલ મુનશીની સહાયથી એમણે એક રકમ પણ એકઠી કરેલી, પણ એક યા બીજા કા૨ણે એ યોજના તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી અમલમાં આવી શકી નહોતી. વેદો, ઉપનિષદ, રામાયણ-મહાભારત, કાલિદાસ, ભવભૂતિ, શ્રીહર્ષ, ભારવિ વગેરેનું એમનું અધ્યયન કૉલેજના અધ્યાપનકાળના આરંભથી જ સંગીન હતું. એમનાં વ્યાખ્યાનોમાં વિદ્વત્તા દેખાઈ આવતી. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ગૌરીપ્રસાદ ઝાલા ક્યારેક તેઓ સંસ્કૃતમાં પણ ભાષણ આપતા, પણ પોતાના પાંડિત્યનું પ્રદર્શન ન કરવા અંગે તેઓ સદાય સજાગ રહેતા. ખાવાપીવાની બાબતમાં ઝાલાસાહેબ અત્યંત ચુસ્ત હતા. શરૂમાં તો તેઓ કોઈનેય ત્યાં કશું લેતા નહિ. કૉલેજમાં પણ પાણી સુધ્ધાં પીતા નહિ. બહુ વર્ષો પછી સાથી અધ્યાપકોના આગ્રહને વશ થઈ એમણે કૉલેજમાં ચા પીવા પૂરતી છૂટ સ્વીકારી હતી. તેઓ ઘરે સવારે બહુ વહેલા ઊઠી જતા. નિત્યકર્મ, પૂજાપાઠ વગેરેથી પરવારી કૉલેજ પહોંચી જતા. કોઈ વિદ્યાર્થી ઘેર આવે તો તેને માર્ગદર્શન આપતા. બહુ નાની ઉંમરે એમની એક આંખ ખોટી થઈ ગયેલી એને બીજી આંખ પણ બહુ વાચનને કારણે નબળી પડેલી એટલે રાતે તેઓ કંઈ વાંચતા નહિ, પણ નિયમિત રેડિયો સાંભળતા અને નવ-સાડા નવે સૂઈ જતા. દિવસે બારી પાસેની એક ખુરશી પર એમનું લેખનવાચન થતું, પણ અન્યથા તેઓ નીચે ગાદી પર બેસતા. બેત્રણ ફોલ્ડિંગ ખુરશીઓ અને પુસ્તકોનું એક કબાટ એ એમના ઘરનું રાચરચીલું. પણ એમની આટલી સાદગી વચ્ચે ય એ નાનકડા ઘ૨નું વાતાવરણ સદા વિદ્યાવ્યાસંગથી મહેકતું રહેતું હતું. ૧૯૫૦માં હું એમ.એ. થયો અને ત્યાર પછી ઝેવિયર્સ કૉલેજમાં જોડાયો ત્યારથી એ ઝાલાસાહેબના અવસાન સુધી દર અઠવાડિયે એકબે વખત એમને મળવા એમના ઘરે જતો હતો. ઝેવિયર્સ કૉલેજમાં પહેલાં એમના વિદ્યાર્થી તરીકે અને પછી એમના મદદનીશ અધ્યાપક તરીકે એમ અઢી દાયકા સુધી ઝાલાસાહેબના સહવાસમાં આવવાની અને એમના જીવનમાંથી પ્રેરણા મેળવવાની સુંદર તક સાંપડી હતી. અમારા દામ્પત્યજીવનના નિર્માણ અને ઘડત૨માં એમનો ઘણો મહત્ત્વનો ફાળો હતો. અમારા કુટુંબના ઉપર એમની સતત આશિષ વરસતી. વિદ્યાવ્યાસંગથી મહેકતા ઝાલાસાહેબના એ ઘરનાં અમારાં અનેક સ્મરણો તાજાં છે. ૧૯૩૫માં ઝાલાસાહેબનાં પત્ની રુદ્રબાળાબહેનનું અવસાન થયું હતું. ત્યારે ઝાલાસાહેબની ઉંમર અઠ્ઠાવીસ વર્ષની હતી. નાગરી નાતના રિવાજ પ્રમાણે પત્નીને જાતે જ અગ્નિસંસ્કાર કરી એમણે સ્વજનોના આગ્રહ છતાં પુનર્લગ્નની પોતાની અનિચ્છા પ્રકટ કરી દીધી હતી. વિધુર થયા પછી નૈષ્ઠિક બ્રહ્મચર્યના પાલન માટે એમણે અંગત વ્યવહારમાં કેટલાક નિયમો સ્વીકારી Page #65 -------------------------------------------------------------------------- ________________ ४८ વંદનીય હૃદયસ્પર્શ લીધા હતા. આહારમાં પૂરો સંયમ તેઓ રાખતા. વિનાકારણ કોઈને ત્યાં જવલ્લે જ જતા. રસ્તામાં પણ ઊભા રહી કોઈ સાથે બહુ વાતો કરતા નહિ. સામાજિક વ્યવહારમાં પણ અનિવાર્ય હોય ત્યાં જ જતા અને કામ પત્યે તુરત પાછા ફરતા. કોઈ કાર્યક્રમમાં જવાનું થાય તો ત્યાં તેઓ સમયસર જ પહોચે ને કાર્યક્રમ પૂરો થતાં કોઈને મળવા ખાતર પણ ખાસ રોકાયા વિના પાછા ફરે. એક વખત મુંબઈના એક પ્રતિષ્ઠિત વિદ્વાનના કાર્યક્રમમાં એમને બોલવાનું હતું. તેઓ સમયસર હૉલ ઉપર પહોંચી ગયા. હૉલમાં દાખલ થનાર તેઓ જ પ્રથમ હતા. હૉલમાં નોકરો સાફસૂફી કરી રહ્યા હતા. ઝાલાસાહેબ અડધો કલાક ત્યાં બેઠા. એકાદ-બે શ્રોતાઓ સિવાય આયોજકોમાંથી કોઈ ત્યાં આવ્યું નહોતું. એટલે ઝાલાસાહેબ પાછા ઘરે ચાલ્યા આવ્યા હતા. ઝાલાસાહેબ આવીને પાછા ચાલ્યા ગયા છે તેની ખબર પડતાં આયોજકોએ એમને ઘરે જઈ ક્ષમા માગી હતી. કૉલેજનાં પર્યટનોમાં ઝાલાસાહેબ અચૂક જોડાતા. જોકે ત્યાંયે હરફર ન કરતાં એકાદ સ્થાન પસંદ કરીને બેસી જતા. કૉલેજ જવા-આવવામાં પણ ઘર પાસેથી ટ્રેઇનમાં મરીન લાઈન્સ સ્ટેશને જવાનો અને ત્યાંથી ચાલતાં કૉલેજ જવાનો એમનો ક્રમ વર્ષોથી એકધારો રહેલો. એટલે મુંબઈના બસવ્યવહારથી પણ તેઓ બહુ પરિચિત નહોતા અને બસમાં બેસવું પણ એમને ફાવતું નહિ. ઝાલાસાહેબ બહારની બહુ જવાબદારીઓ સ્વીકારતા નહિ અને સ્વીકારે તો નિષ્ઠાપૂર્વક ને સમયસર પાર પાડતા. પ્રસિદ્ધિથી દૂર રહેવાની પોતાની પ્રકૃતિને કારણે સારાસારા કાર્યક્રમોમાં પણ તેઓ વક્તા કે પ્રમુખ થવાનું ટાળતા. સહજ રીતે જે સંબંધ વિકસે તે સિવાય નવા સંબંધો બાંધવાની ઉત્સુકતા તેઓ રાખતા નહિ. એ જ રીતે સંબંધનો ઉપયોગ કરી કદી કોઈ લાભ લેવામાં પણ તેઓ માનતા નહિ. એમનું જીવન જ એવી રીતે ગોઠવાયું હતું ને અંગત ઘણીખરી બાબતોમાં એમણે એવો સ્વાશ્રય મેળવ્યો હતો કે પોતાને માટે બીજા કોઈ પાસેથી કંઈ પણ અપેક્ષા રાખવાની એમને જરૂર જ પડતી નહિ. સરકારી કે યુનિવર્સિટીની અનેક સમિતિઓમાં એમની નિમણૂક થતી રહેતી, પણ તેમાંયે એમનું વલણ હંમેશાં તટસ્થ અને નીડર રહેતું. પોતાના સ્પષ્ટ અને સાચા અભિપ્રાયથી કોઈને માઠું લાગે તો એની તેઓ પરવા રાખતા Page #66 -------------------------------------------------------------------------- ________________ ગૌરીપ્રસાદ ઝાલા નહિ. ઝેવિયર્સની પોતાની નોકરીથી એમને પૂરો સંતોષ હતો, એટલે બહારથી આવતા અનેક લોભામણા પ્રસ્તાવો તેઓ પાછા વાળતા. એક અરસામાં ઝેવિયર્સમાંથી બી.એ.ના વર્ગમાંથી સંસ્કૃતનો વિષય કાઢી નાખવાની હિલચાલ ચાલી હતી. અને એ જ સમયમાં ભારતીય વિદ્યાભવનમાંથી ડૉ. વેલનકર છૂટા થતાં ત્યાં સંસ્કૃત-પ્રાકૃત વિભાગમાં ડાયરેક્ટર તરીકે મુનશીજીએ ઝાલાસાહેબને લેવા વિચારી એ અંગે વાટાઘાટો ચલાવેલી, પરંતુ ઝાલાસાહેબે ઝેવિયર્સ નહિ છોડવાનું જ નક્કી કર્યું હતું. જેમ વ્યવહારમાં તેમ લેખનમાં પણ ઝાલાસાહેબ સ્પષ્ટવક્તા હતા. ગુજરાતીમાં જોકે બહુ ઓછું લખતા, પણ વિવેચન વગેરે જે કંઈ લખે તેમાં તેઓ અકારણ પ્રશંસાવાળું કે ખુશામતભર્યું ક્યારેય કશું લખતા નહિ. વિવેચનમાં તેઓ ગુણદોષની સમતાપૂર્વક સ્પષ્ટતાથી ચર્ચા કરતા. એક વખત મુંબઈના એક જાણીતા પત્રકાર કવિએ પોતાના કાવ્યસંગ્રહની પ્રસ્તાવના લખી આપવા માટે ઝાલાસાહેબને વિનંતી કરી. ઝાલાસાહેબે એ માટે ના પાડી. એટલે એ કવિએ ઝાલાસાહેબના એક ભૂતપૂર્વ પ્રિય વિદ્યાર્થી શ્રી પ્રવીણચન્દ્ર રૂપારેલ દ્વારા ફરી આગ્રહપૂર્વક વિનંતી એમને ઘરે જઈ કરી. છેવટે ઝાલાસાહેબે એ વિનંતી સ્વીકારી. કાવ્યસંગ્રહઝીણવટથી વાંચીને ઝાલાસાહેબે પ્રસ્તાવના લખીને કવિને આપી. પરંતુ કાવ્યસંગ્રહ છપાયો ત્યારે તેમાં ઝાલાસાહેબની પ્રસ્તાવના નહોતી. કવિએ બહાનું કાઢ્યું કે ટપાલમાં પોતે પ્રેસને પ્રસ્તાવના મોકલી આપી હતી. પરંતુ ટપાલમાં ગુમ થઈ ગઈ એટલે છપાઈ નથી. ઝાલાસાહેબ સમજી ગયા કે પોતે કડક પ્રસ્તાવના લખી છે માટે છાપી નથી અને ખોટું બહાનું કાઢે છે. ઝાલાસાહેબે કવિને કહ્યું, કાવ્યસંગ્રહમાં પ્રસ્તાવના નથી છપાઈ તેનો કંઈ ખેદ ન કરશો. મારી પાસે પ્રસ્તાવનાની બીજી નકલ છે. “સંસ્કૃતિમાં છાપવા માટે એ મોકલી આપું છું. સાથે નોંધ લખીશ કે તમારા કાવ્યસંગ્રહ માટે પ્રસ્તાવના લખી હતી, પરંતુ સંજોગવશાત તેમાં છપાઈ નથી.” એ સાંભળી કવિ વિચારમાં પડી ગયા. આવેગમાં તે બોલી ઊઠ્યા, “ઝાલાસાહેબ, આ પ્રસ્તાવના છપાવીને તમારે મને મારી નાખવો છે? તમે પ્રસ્તાવના લખીને કવિ તરીકે મારો એકડો જ કાઢી નાખ્યો છે. આવી પ્રસ્તાવના મારા સંગ્રહમાં કેવી રીતે છાપું? પછી મુંબઈના કવિઓમાં મારું સ્થાન શું રહે?” Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦. વંદનીય હૃદયસ્પર્શ “તો પછી તમારે જૂઠું બોલવાની શી જરૂર હતી ? તે જ વખતે મને પ્રસ્તાવના પાછી દીધી હોત તો ? બોલો, હવે આ પ્રસ્તાવના મોકલાવું સંસ્કૃતિ'માં છપાવા માટે?” “મારા પર દયા કરો. આ પ્રસ્તાવના નહિ છપાવો તો મારા ઉપર મોટો ઉપકાર થશે.” કવિએ આજીજી કરી એટલે ઝાલાસાહેબે તે જ વખતે પ્રસ્તાવનાની નકલ ફાડી નાખી અને કવિને અભયવચન આપ્યું કે “એ પ્રસ્તાવના હવે ક્યાંય છપાશે નહિ.” અમારી ઝેવિયર્સ કૉલેજમાં કેટલાક પાદરી અધ્યાપકો પણ હતા. તેઓ બધામાં પણ કૉલેજના એક વડીલ અધ્યાપક તરીકે ઝાલાસાહેબનું માન બહુ હતું. એક પાદરી અધ્યાપક સ્વભાવે ખટપટી હતા. પરંતુ પાદરી અધ્યાપકોની કૉલેજ હોવાને કારણે તેમને કોઈ કશું કહી શકતું નહિ. એ ખટપટી પાદરી અધ્યાપક સાથે ગુજરાતી વિભાગની અને ગુજરાતી લાયબ્રેરીની પ્રવૃત્તિઓ અંગે વારંવાર મળવાનું થતું. એક વખત અમારી મિટિંગમાં એ પાદરીએ ખોટી રજૂઆત કરી. એ વખતે ઝાલાસાહેબે નીડરતાથી કહ્યું, “ફાધર, તમે સાવ જૂઠું બોલો છો. અમારી પાસે તમે જૂઠું બોલો છો તેના પુરાવા છે. તમે રોમન કેથોલિક સંપ્રદાયના એક ધર્મગુરુ થઈને અસત્ય બોલો એ કલ્પી શકાય એવી વાત નથી. તમારા આ સફેદ ઝભ્ભા સાથે તમારું અસત્ય સુસંગત નથી લાગતું. એ માટે તમારે શરમાવું જોઈએ.” ઝાલાસાહેબના શબ્દોથી બધા સ્તબ્ધ થઈ ગયા. ફાધર શરમિંદા બની ગયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માગી. ૧૯૫૭માં એમનો વનપ્રવેશ ઊજવવા સ્નેહીઓએ વિચાર્યું, પણ એ પ્રસ્તાવ બહુ ગંભીરતાપૂર્વક એમણે નકારી કાઢેલો. કૉલેજમાં નિવૃત્ત થઈ માનાર્હ અધ્યાપક તરીકે રહ્યા ત્યારે એમનું જાહેર સન્માન કરી એમને એક થેલી આપવાની દરખાસ્ત અમે કેટલાક વિદ્યાર્થીઓએ એમને કરેલી ત્યારે એ પણ એમણે નકારેલી. ત્યાર પછી લગભગ બે વર્ષ પછી એશિયાટિક સોસાયટીએ એમની સંસ્કૃતની સેવા બદલ સુવર્ણચંદ્રક આપવાનું નક્કી કર્યું ત્યારે સ્નેહી મિત્રોએ એમને સન્માનવાનો વિચાર કર્યો હતો, પરંતુ ત્યારે પણ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગૌરીપ્રસાદ ઝાલા ૫૧ તેમણે ના કહી હતી. એમને સુવર્ણચંદ્રક અર્પણ થાય તે પહેલાં તો એમણે જ વિદાય લઈ લીધી હતી. ઝાલાસાહેબને પદ કે સ્થાન કરતાં કામ કરવામાં વધુ આનંદ રહેતો. ઝેવિયર્સ કૉલેજમાં યુવાન વયે તેઓ સંસ્કૃત અને ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે જોડાયા હતા અને ત્રણ દાયકા જેટલો સમય વીતી જવા છતાં તેમને સંસ્કૃત વિભાગના કે ગુજરાતી વિભાગના અધ્યક્ષ થવા મળ્યું નહોતું. એમના વિદ્યાર્થીઓ બીજી નવી કૉલેજોમાં વિભાગના અધ્યક્ષ થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં ઝાલાસાહેબે બીજી નવી કૉલેજોમાં વિભાગના અધ્યક્ષ તરીકે જ નહિ, કૉલેજના આચાર્ય તરીકે સ્થાન મળતું હોવા છતાં ઝેવિયર્સ કૉલેજ છોડવાનો વિચાર કર્યો નહોતો. લગભગ નિવૃત્ત થવાની વેળાએ એમને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ થવા મળ્યું એનાથી એમણે સંતોષ માન્યો હતો. - ૧૯૫૯માં જ્યારે પ્રો. મનસુખલાલ ઝવેરી ઝેવિયર્સ કૉલેજ છોડીને બીજી કૉલેજમાં જોડાયા હતા ત્યારે ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સ્થાન મેળવવા એક અધ્યક્ષ મહેનત કરી રહ્યા હતા. ત્યારે ઝાલાસાહેબે પ્રિન્સિપાલને સ્પષ્ટ કહી દીધું હતું કે એ અધ્યાપકના હાથ નીચે પોતે કામ કરશે નહિ, કારણ કે તે પોતાનાથી ઉંમરના નાના છે અને અધ્યાપકીય અનુભવમાં પણ નાના છે. ઝાલાસાહેબ મુખ્યત્વે સંસ્કૃત વિભાગના હતા. પોતે ગુજરાતી વિભાગના અધ્યક્ષ થઈ શકે તેમ નહોતા. એટલે એમણે પ્રિન્સિપાલને મારા નામની ભલામણ કરી હતી અને તે પ્રમાણે પ્રિન્સિપાલને નિર્ણય લેવો પડ્યો હતો. હું ઝાલાસાહેબનો વિદ્યાર્થી હતો. તેઓ મારા પિતાતુલ્ય હતા. છતાં મારા અધ્યક્ષપણા નીચે એમણે કામ કરવાનું સ્વીકાર્યું એમાં એમની ઉદારતા અને ઉદાત્તતા રહેલી હતી. અત્યંત સ્પષ્ટ અને સાચી વાત જ કહેવાના એમના આગ્રહને કારણે એક યુનિવર્સિટીની એક સમિતિમાંથી એમનું નામ કાઢી નાખવાની હિલચાલ ચાલતી હતી કે જેથી સમિતિ પછી પોતાની ઇચ્છાનુસાર નિર્ણય લઈ શકે. ઝાલાસાહેબને એની જાણ થઈ. વળી વાઇસ ચાન્સેલર પણ તેમાં ભળેલા જણાયા. એટલે તુરત એમણે એ યુનિવર્સિટીની બધી જ સમિતિઓમાંથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. યુનિવર્સિટીએ ધાર્યું નહોતું કે ઝાલાસાહેબને બધી ખબર પડી જશે, અને બધી સમિતિઓમાંથી ઝાલાસાહેબ રાજીનામું Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૨ વંદનીય હૃદયસ્પર્શ આપી દેશે, કારણ કે સમિતિઓમાં રહેવા માટે મોટા મોટા માણસો પણ પ્રયત્નો કરતા હતા. ફિલ્મો તો ઝાલાસાહેબ જોતા જ નહિ, અને આંખની જાળવણીની પણ ચીવટ હતી એટલે ફિલ્મ સેન્સર બૉર્ડમાં સભ્ય તરીકે પોતાની નિમણૂકને એમણે એક વા૨ તો નકારેલી, ને વર્ષો પછી ફરી દબાણપૂર્વક એ અંગે પ્રસ્તાવ આવ્યો ત્યારે ય, વારંવા૨ ફિલ્મ જોવાથી જો પોતાની આંખને તકલીફ પડતી લાગે તો પોતે તુરત છૂટા થઈ જવાના સંકલ્પ સાથે જ એ સ્વીકાર્યો હતો. અ પોતાના લેખો કે પુસ્તકોના પ્રકાશન માટે પણ ઝાલાસાહેબ જરાય ઉત્સુકતા દાખવતા નહિ. સહજ રીતે જે થાય તે થવા દે. ‘કાલિદાસ સ્ટડી' નામનું યુવાન વયે લખેલું એમનું એક પુસ્તક વિદ્વાનોની પ્રશંસા પામેલું. રામાયણના સુંદર કાંડની અધિકૃત વાચનાનું એમનું સંપાદન પણ આદર પામ્યું હતું. અંગ્રેજી અને ગુજરાતીમાં સંશોધન-વિવેચન પ્રકારના ઘણા લેખો એમણે લખેલા, પણ એને ગ્રંથસ્થ કરવાના પ્રકાશકોના પ્રસ્તાવોમાં એમણે રસ લીધો નહોતો. અંતે એમના અવસાન બાદ. પ્રો. ઝાલા સ્મારક સમિતિએ ‘નીરાજના’, ‘અક્ષરા', ‘Asvina in the Rgveda' વગેરે એમના લેખોનાં પુસ્તકો સંપાદિત કરીને પ્રગટ કર્યાં હતાં. મુંબઈના જૈન યુવક સંઘ દ્વારા મોટા પાયે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ પં. સુખલાલજી પછી સર્વાનુમતે ઝાલાસાહેબને અપાયેલું અને દસ વર્ષ સુધી એમણે એ સંભાળ્યું. પછી એમણે જાતે જ બહુ લાંબા સમય સુધી આવા પદ પર રહેવામાં પોતે માનતા નથી એમ કહીને જવાબદારીમાંથી મુક્તિ માગેલી. પણ યુવક સંઘે એમને એ સ્થાને ચાલુ રહેવા આગ્રહ જારી રાખ્યો, એટલે જાણે એમાંથી મુક્ત થવા જ પર્યુષણ વ્યાખ્યાનમાળા આવે એ પહેલાં જ એમનું અવસાન થયું હતું. પોતાના ૬૫ વર્ષના આયુમાં તેઓ માંદા પડ્યા હોય એવું બન્યું નથી. આંખ અને પગની તકલીફને એમણે કદી પોતાનાં કાર્યોમાં આડે આવવા દીધી નથી. છેલ્લે તેઓ વડોદરા યુનિવર્સિટીની એક મિટિંગમાં ગયા હતા ત્યારે એકાએક છાતીમાં સખત દુખાવો ઊપડેલો. જોકે એ તુરત શમી પણ ગયેલો છતાં મુંબઈ આવી એમણે એ અંગે તપાસ કરાવી. ત્યારે ચિંતાજનક કોઈ કારણ જણાયું નહોતું. કૉલેજમાં પણ દાદરોની ચડઊતર કરી તેઓ વર્ગ લેવા જતા. Page #70 -------------------------------------------------------------------------- ________________ ગૌરીપ્રસાદ ઝાલા ૫૩ થાણાની તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં અઠવાડિયામાં બે વાર વ્યાખ્યાન આપવા પણ તેઓ જતા હતા. આમ એકંદરે એમની તબિયત સારી રહેતી હતી. છતાં એમને પોતાનો અંતકાળ સમીપ હોવાનું લાગતું હતું. અને એટલે પોતાની સાથે એ પોતાના પૌત્રને સુવડાવતા. બારણાંની બે સ્ટૉપરમાંથી ઉપરની એક જ વાસતા કે જેથી કદાચ જરૂર પડે તો સરળતાથી બહારથી બારણું ખોલી શકાય. તા. ૧૧મી જાન્યુઆરી ૧૯૭૨ના રોજ રાતના ઊંઘમાં જ ઝાલાસાહેબે દેહ છોડ્યો. જીવનના અંત સુધી એમણે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યા કર્યું. એમણે ઝાઝા સંબંધો બાંધ્યા નહોતા, પણ જેમને પણ એમના અંગત સંપર્કમાં આવવાની તક મળી તે તેમનાથી પ્રભાવિત થયા વિના રહ્યા નથી. એમનું જીવન ગંગાના નીર જેવું નિર્મળ, શીતલ અને પવિત્ર હતું. Page #71 -------------------------------------------------------------------------- ________________ પંડિત ધીરજલાલ ટોકરશી શાહ શતાવધાની પંડિત’ તરીકે વર્તમાન જૈન સમાજમાં જેમના વિશે ઉલ્લેખ થાય છે એ છે પંડિત ધીરજલાલ ટોકરશી શાહ. એંસી વર્ષની વયે મુંબઈમાં એમનું અવસાન થયું હતું. એમના અવસાનના થોડાક મહિના પહેલાં એમનાં પત્નીનું અવસાન થયું હતું. ત્યાર પછી પંડિતજીની પોતાની તબિયત બગડી, અને કેટલાક મંદવાડ પછી એમનો દેહવિલય થયો. એમનાં પત્ની જ્યારે હૉસ્પિટલમાં હતાં ત્યારે એક દિવસ હું મારા એક મિત્ર શ્રી ગુલાબચંદ કરમચંદ શાહ સાથે ચીંચબંદર ઉપર આવેલા પંડિતજીના ઘરે મળવા ગયો હતો. ઋષિમંડળ સ્તોત્ર વિશે મારે એમને કેટલુંક પૂછવું હતું. લગભગ દોઢેક કલાક અમે એમના ઘરે બેઠા હતા. ઘણી વાતો નીકળી. પંડિતજીએ ત્યારે કહ્યું હતું, “એંશી વર્ષની ઉંમરે હજુ હું આખો દિવસ ટટ્ટાર બેસું છું; અઢેલીને બેસવાની મને જરા પણ જરૂર પડતી નથી. રોજ સવારે સાડા ત્રણ-ચાર વાગે ઊઠી જાઉં છું. પ્રાર્થના-સ્તુતિ કરું છું. ચાલીસ લોગસ્સનો કાઉસગ્ન કરું . આંખની તકલીફને લીધે બહાર જવાનું ઓછું કરી દીધું છે, પરંતુ બીજી કોઈ વાતની તકલીફ નથી. હવે તો પહેલાંની જેમ પૈસાની પણ ચિંતા નથી.” પંડિત ધીરજલાલ ટોકરશી ઘણાં વર્ષોથી મુંબઈમાં ચીંચબંદર ઉપર લધાભાઈ ગણપત બિલ્ડિંગ(સરસ્વતી સદન)માં એક નાનકડી રૂમમાં રહેતા હતા. સો-દોઢસો ચોરસ ફૂટની જગ્યામાં એક ગાદી ઉપર પંડિતજી બેઠા હોય. એક બાજુ પોતાનાં વાંચવાનાં પુસ્તકો ગોઠવ્યાં હોય, બીજી બાજુ પોતાનાં વેચવાનાં પુસ્તકોની થપ્પીઓ હોય. ઘરમાં નહિ જેવું રાચરચીલું હોય. એની વચ્ચે પંડિતજી પોતે મસ્ત બનીને પોતાના વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ ચલાવતા હોય, એ દશ્ય, એમનું ઘણું મોટું નામ સાંભળીને એમને મળવા આવનારને આશ્ચર્યચકિત કરી દે, પંડિતજીએ વ્યવસાયે લેખનપ્રવૃત્તિ સ્વીકારી હતી. આપણા દેશમાં પંડિત લેખકો લેખનના વ્યવસાયમાંથી પોતાનું ગુજરાન ચલાવે એ પરિસ્થિતિ બહુ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પંડિત ધીરજલાલ ટોકરશી શાહ કઠિન કહેવાય. પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં, કેટલાક શ્રીમંતોનો સહકાર મળવાને કારણે પંડિતજી આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત બન્યા હતા. વળી ગ્રંથપ્રકાશન દ્વારા અર્થપ્રાપ્તિની એમને સારી ફાવટ આવી ગઈ હતી. દર વર્ષે એમના એક, બે કે વધુ પુસ્તકો, ઉદ્ઘાટનના જાહેર કાર્યક્રમ સહિત, પ્રગટ થતાં. સરળ શૈલી તથા લોકપ્રિયતાને કારણે એમનાં પુસ્તકો જલદી ખપી જતાં અને પુનરાવૃત્તિઓ થતી. આ રીતે ગ્રંથપ્રકાશન દ્વારા પંડિતજીના કુટુમ્બની આજીવિકા સારી ચાલતી હતી. અલબત્ત, આટલી જ વિદ્વત્તા સહિત યુરોપઅમેરિકાના કોઈ લેખક હોય તો તે આટલાં બધાં પ્રકાશનો દ્વારા મોટી ધનાઢ્ય વ્યક્તિ બની શકે, વળી સન્માન પણ ઘણું પામે. પરંતુ આપણા દેશની વાસ્તવિક પરિસ્થિતિ બધા વિદ્વાન લેખકોને ગ્રંથપ્રકાશનમાંથી આજીવિકા મેળવી આપે એવી હજુ થઈ નથી. ૫. ધીરજલાલ ટોકરશીનાં નાનાં-મોટાં મળીને સાડા ત્રણસોથી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે. આ કંઈ જેવીતેવી સાહિત્યોપાસના ન કહેવાય. વીસબાવીસ વર્ષની વયે એમણે લેખન-પ્રવૃત્તિ આરંભી દીધી હતી અને જીવનના અંત સુધી એમની એ પ્રવૃત્તિ ચાલુ રહી હતી. લેખન માટેનો કેટલો જબરો એમનો પુરુષાર્થ ! એમની કેવી અનન્ય સાહિત્યપ્રીતિ ! કેવી ખુમારી અને કેવી ધગશ ! પંડિતજીએ અમદાવાદની ચી. ન. વિદ્યાવિહાર નામની સુપ્રસિદ્ધ શાળામાં ત્યાંની બૉર્ડિંગમાં રહીને અભ્યાસ કર્યો હતો. અભ્યાસકાળ પછી તેઓ મુંબઈમાં આવીને વસ્યા હતા. અસાધારણ સ્મરણશક્તિ અને ગણિતશક્તિ ધરાવનાર પંડિતજીએ મુંબઈમાં આવ્યા પછી ચી. ન. વિદ્યાવિહારના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે “ચીમન છાત્ર મંડળ' નામની એક સંસ્થા શરૂ કરી હતી. દર વર્ષે નવા આવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં તેઓ રહેતા. મારા મોટાભાઈ શ્રી જયંતીભાઈએ ચી. ન. વિદ્યાવિહારમાં રહીને અભ્યાસ કર્યો હતો. તેઓ મુંબઈમાં આવ્યા કે તરત પંડિતજીએ એમનો સંપર્ક સાધી મંડળના સભ્ય બનાવ્યા હતા. મંડળની પ્રવૃત્તિ નિમિત્તે તેઓને વારંવાર મળવાનું થતું. હું ત્યારે શાળા-કૉલેજમાં અભ્યાસ કરતો, અને મારા મોટાભાઈ સાથે કોઈ વખત પંડિતજીને મળવા જતો. ઈ. સ. ૧૯૪૨-૪૪ની આસપાસ પંડિતજીને પ્રથમ મળવાનું મારે થયું હતું. Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૬ વંદનીય હૃદયસ્પર્શ પંડિતજીએ પોતાની યુવાનીના એ દિવસોમાં લેખનપ્રવૃત્તિ ઉપરાંત “માનસ ચિકિત્સક” તરીકે કારકિર્દી ચાલુ કરી હતી. પરંતુ એ દિવસોમાં એવો વ્યવસાય બહુ ચાલે તેવો નહોતો. એટલે એ છોડી દઈને પંડિતજીએ લેખનને જ પોતાનો, પૂરા સમયનો, વ્યવસાય બનાવ્યો હતો. વચમાં કેટલોક વખત જૈન સાહિત્ય વિકાસ મંડળમાં તેમણે કામ કર્યું, પણ પછીથી તો એમણે પોતાની લેખનપ્રવૃત્તિને સ્વતંત્ર વ્યવસાય તરીકે સારી રીતે વિકસાવી હતી. પંડિતજી સાથેનો મારો સંપર્ક આ રીતે લગભગ સાડાચાર દાયકાનો હતો. પંડિતજી પ્રવાસના ખૂબ શોખીન હતા. એમની આયોજનની શક્તિ પણ ઘણી સારી હતી. ઘણાં વર્ષો પહેલાં કલ્યાણ પાસે રાયતા નામના સ્થળે એમણે ચીમન છાત્ર મંડળના સભ્યો માટે પર્યટનનું આયોજન કર્યું હતું. ત્યારે વ્યવસ્થિત પર્યટન કેટલું ઉત્તમ અને આનંદપ્રદ હોઈ શકે તેની પ્રતીતિ થઈ હતી. પંડિતજીએ પોતાનાં કેટલાંય પુસ્તકોના ઉદ્ઘાટનના સમારંભોનું આયોજન પોતે જ કર્યું હતું. ગણિત વિદ્યાના, શતાવધાનના અને અન્ય પ્રકારના કાર્યક્રમો એમણે મુંબઈમાં અને અન્યત્ર વારંવાર યોજ્યા હતા. એમાં એમની સૂઝ, ચપળતા, દીર્ધદષ્ટિ અને વ્યવસ્થાશક્તિનાં દર્શન થતાં, વિવિધ ક્ષેત્રના જૈન-જૈનેતર મહાનુભાવો સાથે એમનો અંગત સંપર્ક કેટલો ગાઢ હતો તેની ત્યારે ખાતરી થતી. પંડિતજીની અવધાન-શક્તિ આશ્ચર્યચકિત કરી નાખે એવી હતી. સો અવધાનના પ્રયોગ એમણે ઘણી વાર કર્યા હતા. કેટલાક સાધુઓ અને ગૃહસ્થોને એમણે આ પ્રકારની અવધાન-શક્તિની તાલીમ આપી હતી. પંડિતજીની ગણિતશક્તિ પણ અભુત હતી. જાદુકલામાં પણ તેઓ નિષ્ણાત હતા. પોતાનાં પુસ્તકોના ઉદ્ઘાટન પ્રસંગે શ્રોતાઓને આકર્ષવા આવા પ્રયોગોના કાર્યક્રમો પણ તેઓ ક્યારેક રાખતા. પંડિતજીનાં પુસ્તકોમાં પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ સાથે તૈયાર કરેલા “પ્રતિક્રમણ પ્રબોધ ટીકા” નામના ત્રણ ભાગમાં પ્રગટ થયેલા એમના પુસ્તકનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. એની તોલે આવે એવું પ્રતિક્રમણ વિશેનું પુસ્તક ગુજરાતીમાં હજુ સુધી કોઈ પ્રગટ થયું નથી. નમસ્કાર મહામંત્ર, ભક્તામર સ્તોત્ર, ઋષિમંડલ સ્તોત્ર, ઉવસગ્ગહર સ્તોત્ર, લોગસ્સ સૂત્ર વગેરે Page #74 -------------------------------------------------------------------------- ________________ પંડિત ધીરજલાલ ટોકરશી શાહ પ૭ ઉપરનાં એમનાં પુસ્તકો પણ ઘણાં મહત્ત્વનાં છે. “મહાવીર વાણી', જિનોપાસના”, “સામાયિક વિજ્ઞાન”, “સિદ્ધચક્ર', “જૈન ધર્મનું પ્રાણીવિજ્ઞાન', “નવતત્ત્વદીપિકા' વગેરે સંખ્યાબંધ પુસ્તકો એમના પાંડિત્યનાં દ્યોતક છે. પંડિતજી મંત્રવિદ્યાના પ્રખર જાણકાર હતા. એ ક્ષેત્રમાં એમની ઉપાસના પણ ઘણી મોટી હતી. યંત્રો સહિત વિવિધ પ્રકારની ક્રિયાઓ સાથે તેઓ અનુષ્ઠાન કરતા કે કોઈને માટે કરાવી પણ આપતા. એના પ્રભાવથી પોતે સંકટ કે આપત્તિમાંથી બચી ગયા હોય એવી સ્વાનુભવની વાતો પંડિતજી પાસેથી તથા બીજા કેટલાકને મોઢેથી સાંભળી પણ છે. એમણે મંત્રવિદ્યા વિશે મંત્રવિજ્ઞાન', મંત્ર-ચિંતામણિ” અને “મંત્ર-દિવાકર' નામના ત્રણ મૂલ્યવાન ગ્રંથો આપ્યા છે. તે ઉપરાંત એમના અન્ય ગ્રંથોમાં મંત્ર, યંત્ર અને તંત્રની ઉપાસના વિશે વિદ્વત્તાપૂર્ણ ઘણી આધારભૂત માહિતી સાંપડી રહે છે.. પંડિતજીનું કૌટુંબિક જીવન સાદું, સંયમી અને સુખી હતું. એમના અનુષ્ઠાનથી જેમને લાભ થયો છે એવા એક ભાઈના નિમંત્રણથી તેઓ બે વખત અનુષ્ઠાન માટે લંડનની સફર પણ કરી આવ્યા હતા. જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ આર્થિક દૃષ્ટિએ સાવ નિશ્ચિત બન્યા હતા, એટલું જ નહિ પણ પોતાના વતનમાં અને અન્યત્ર એમણે દાનમાં સારી રકમ પણ આપી હતી. પંડિતજીએ નિરામય દીર્ધાયુ ભોગવ્યું અને સરસ્વતીદેવીના પ્રસાદ વડે પોતાના જીવનને ધન્ય બનાવ્યું. પંડિતજીનું જીવન એટલે વિદ્યાના ક્ષેત્રે પુરુષાર્થની અને પ્રાપ્તિની એક અનોખી ગાથા ! Page #75 -------------------------------------------------------------------------- ________________ જ્યોતીન્દ્ર દવે ગુજરાતના અદ્વિતીય હાસ્યરસિક લેખક શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ૭૯ વર્ષની વયે અવસાન થયું હતું. ગમે તેટલી મોટી ઉંમરે માણસ વિદેહ થાય ત્યારે તેનો વિયોગ સ્વજનોને વસમો લાગતો હોય છે. શ્રી જયોતીન્દ્ર દવેની તબિયત અસ્વસ્થ તો રહેતી હતી, પરંતુ તેઓ આટલા વહેલા ચાલ્યા જશે એવી કલ્પના નહોતી. અલબત્ત, સ્વ. જ્યોતીન્દ્ર દવે આટલું લાંબુ જીવન કેવી રીતે જીવી શક્યા એ જ ઘણાંને મોટી આશ્ચર્યની વાત લાગતી હતી. કિશોરાવસ્થાથી તે યૌવન અને વૃદ્ધાવસ્થામાં કાયમ ત્રીસ-પાંત્રીસ કિલોગ્રામ વજન ધરાવતા દુર્બળ શરીરવાળા જયોતીન્દ્ર દવેને પહેલી વાર જોનારને એમ લાગે કે તેઓ માંદગીમાંથી બેઠા થયા હશે. “દેહ મારો દાતણ સરિખડો અને મન મર્કટના સમું” એમ કહેનાર જ્યોતીન્દ્રને જન્મથી જ નબળો દેહ સાંપડ્યો હતો. “આ છોકરો બહુ જીવશે” એમ એમની તબિયત જોઈને જુદે જુદે સમયે કહેનાર સાત ડૉક્ટરો ચાલ્યા ગયા, પણ પોતે હજુ જીવે છે એમ તેઓ ઘણી વાર સભાઓમાં કહેતા. પોતે લાંબું જીવ્યા એનું કારણ તેમનું હાસ્ય તો ખરું જ, પણ નાની વયથી જ નબળી તબિયતને કારણે તેમણે પોતાના શરીરને બરાબર પારખી લીધું હતું અને તેને ટકાવવા માટે કેવી કેવી ઔષધિની જરૂર છે એ તેમણે સમજી લીધું હતું. રોગનું નિદાન અને ઔષધોપચાર વિશેની તેમની જાણકારી એટલી બધી હતી કે કોઈક વૈદ કે ડૉક્ટરને પણ શરમાવે. આયુર્વેદ, હોમિયોપથી, યુનાની અને એલોપથી બધા વિશે તેઓ જાણે, તે વિશે ઘણાં પુસ્તકો વાંચે તથા દાક્તરો સાથે ચર્ચા કરે. પોતાની તબિયત માટે તેઓ સતત ઉપચાર પણ કરતા રહેતા અને કોઈક વખત મજાકમાં કહેતા કે, “મારા શરીરમાં ખાવાનું જેટલું જાય છે તેથી વધારે દવાઓ જાય છે.” જ્યોતીન્દ્ર દવેએ પોતાની કારકિર્દીની શરૂઆત કરી અધ્યાપક તરીકે, મુંબઈની કબીબાઈ સ્કૂલમાં અને સૂરતની કૉલેજમાં, પરંતુ તે છોડી, મુંબઈમાં આવીને. થોડો વખત કનૈયાલાલ મુનશી સાથે એમના લેખનકાર્યમાં મદદનીશ Page #76 -------------------------------------------------------------------------- ________________ જ્યોતીન્દ્ર દવે પ૯ તરીકે કામ કર્યા પછી ઓરિએન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં જોડાયા. સરકારના ઓરિએન્ટલ ટ્રાન્સલેટર તરીકે નિવૃત્ત થયા તે પછી ફરી એમણે કૉલેજના અધ્યાપક તરીકે મુંબઈમાં અને માંડવી(કચ્છ)માં કાર્ય કર્યું. જ્યોતીન્દ્રને ગંભીર વાંચવું અને વિચારવું બહુ ગમે, પરંતુ ગંભીર બોલવાનું એમની પ્રકૃતિને ઓછું રુચે. પછી તો એમના વ્યક્તિત્વની હવા જ એવી જામી ગયેલી કે એ બોલવા ઊભા થાય અને લોકો હસી પડે તો તરત પોતે ટકોર કરતા, “શોકસભા છે, જોકસભા નથી.” અને લોકો ફરી પાછા હસી પડતા. કૉલેજના વર્ગમાં પણ તેઓ ગંભીર બનીને ભણાવે ત્યારે વિદ્યાર્થીઓ એમને જોક કહેવા કહે અને અગંભીર જયોતીન્દ્ર હસ્યા વગર રહી ન શકે. હાસ્યરસ વિરલ ગણાયો છે. તેમાં પણ લેખનમાં અને વક્તવ્યમાં, બંનેમાં હાસ્યરસ બહુ ઓછા લેખકો સિદ્ધ કરી શકે છે. “સ્વૈરવિહારી'ના ઉપનામથી હાસ્યરસિક લેખો લખનાર વિદ્વાન લેખક સ્વ. રામનારાયણ પાઠક લેખનમાં હળવા થઈ શકતા, પણ કોઈ સભાઓને ભાગ્યે જ હસાવતા. સ્વ. નવલરામ ત્રિવેદી સભાઓને ખડખડાટ હસાવ્યા કરે, પણ લેખનમાં એટલા હળવા નહોતા થઈ શકતા. પરંતુ જયોતીન્દ્રની કલમ અને જિહુવા બંને હાસ્યરસથી સભર હતી. એ બંને ઉપર એમનું પ્રભુત્વ અસાધારણ હતું. કોઈ ઊંઘમાંથી ઉઠાડી જાહેર સભામાં એમને બોલવા લઈ જાય તો સભામાં આપેલા વિષય ઉપર જ્યોતીન્દ્ર બે કલાક સુધી સતત હસાવી શકે. કોઈ લેખ લેવા આવે અને બે કલાકમાં લેખ જોઈતો હોય તો જયોતીન્દ્ર લખી આપી શકે. શીઘ્રલેખન અને શીઘવસ્તૃત્વ એ બંને જ્યોતીન્દ્રને સારી રીતે વરેલાં હતાં. એમણે “ગુપ્તાની નોંધપોથી' દ્વારા ગુજરાતી વાચકવર્ગનું ધ્યાન ખેંચ્યું. પણ તેઓ વધુ પ્રસિદ્ધિ પામ્યા “રંગતરંગ'ના હાસ્યરસિક લેખો દ્વારા અને ધનસુખલાલ મહેતા સાથે લખેલી નવલકથા “અમે બધાં' દ્વારા. “રંગતરંગ'ના પાંચ ભાગ ઉપરાંત એમણે બીજા કેટલાક લેખસંગ્રહો આપ્યા, પણ જે ચમક રંગતરંગ'ના પાંચ ભાગના લેખોમાં જોવા મળી તે પછી એટલી જોવા ન મળી. પરંતુ એકંદરે હાસ્યરસિક, હળવા નિબંધોના ક્ષેત્રે એમણે જેટલી સિદ્ધિ દાખવી છે એટલી એમના કોઈ પુરોગામી લેખકમાં જોવા મળતી નથી. એમના પછી પણ વર્તમાન સમયમાં હળવા નિબંધના ક્ષેત્રે એટલું ચિરસ્થાયી અને સંગીન કાર્ય હજુ જોવા મળતું નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ શાળામાં હું અભ્યાસ કરતો હતો ત્યારે મારા બે પ્રિય નિબંધકારો હતા. એક કાકા કાલેલકર અને બીજા જયોતીન્દ્ર દવે. કોલેજમાં આવ્યો ત્યારે પ્રથમ વર્ષમાં જ્યોતીન્દ્ર દવેના “રંગતરંગ'નો પહેલો ભાગ અમારે પાઠ્યપુસ્તક તરીકે ભણવાનો હતો. એમના મિત્ર કવિ બાદરાયણ અધ્યાપક તરીકે ઝેવિયર્સ કૉલેજમાં અમને રસથી ભણાવે. એક દિવસ તેઓ વર્ગમાં જ્યોતીન્દ્ર દવેને લઈ આવ્યા. ત્યારે મેં એમને પહેલી વાર જોયેલા. જ્યોતીન્દ્રનો પરિચય આપતાં બાદરાયણે મજાક કરતાં કહ્યું, “જયોતીન્દ્રને જોતાં આપણને એમ થાય કે ક્યાંક દુકાળ પડ્યો હશે તેવી જગ્યાએથી તેઓ આવ્યા લાગે છે.” પછી જવાબમાં જયોતીન્દ્ર કહ્યું, “બાદરાયણની વાત સાચી છે. હું દુકાળવાળા પ્રદેશમાંથી આવ્યો હોઉં એવો લાગું છું, પરંતુ ત્યાં દુકાળ પડવાનું કારણ બાદરાયણ પોતે છે એ તમે એમના ઊંચા, પડછંદ ભરાવદાર શરીર પરથી સમજી શકશો.” પછી તો જે કોઈ જાહેર સભામાં બાદરાયણ અને જ્યોતીન્દ્ર સાથે હોય ત્યાં આ એમની પેટન્ટ રમૂજ રજૂ થતી. મુંબઈના જાહેર જીવનમાં જયોતીન્દ્રને વક્તા તરીકે આગવું સ્થાન મળ્યું હતું. એમને જોવા અને સાંભળવા લોકો ટોળે મળતા. ક્યારેક નવરાત્રિના દિવસોમાં હાસ્યરસિક એક કાર્યક્રમમાંથી બીજા કાર્યક્રમમાં જતાં એમને મોડું થતું તો લોકો રાત્રે બેચાર કલાક પણ એમની રાહ જોઈને બેસી રહેતા. કવિસંમેલનો અને મુશાયરાઓનું સંચાલન તેઓ સફળતાપૂર્વક કરતા. એમની રસિક વાણીથી સાધારણ જનસમુદાય અને વિદ્વર્ગ બને પ્રસન્ન થતા. રાતના કાર્યક્રમોમાં વારંવાર જવાને લીધે મોડી રાત સુધી જાગવાની જ્યોતીન્દ્રને ટેવ પડી ગઈ હતી. એક વખત એક કાર્યક્રમ માટે અમે એમને નિમંત્રણ આપવા ગયેલા ત્યારે સવારે અગિયાર વાગે પણ તેઓ ઊઠ્યા નહોતા. વ્યવસાયમાંથી નિવૃત્ત થયા પછી તો સવારના બાર વાગ્યે ઊઠવાનો એમનો રોજનો કાર્યક્રમ થઈ ગયો હતો. એક વખત એક કાર્યક્રમ માટે સૂરતમાં અમે સાથે હતા અને હૉટેલમાં એમને ઉતારો આપવામાં આવ્યો હતો, પરંતુ મચ્છરના ત્રાસને લીધે મને બિલકુલ ઊંઘ ન આવી. સવારે મેં તેમને પૂછ્યું, રાત્રે મચ્છર કેવાક કરડ્યા?” એમણે કહ્યું, “મને કરડ્યા જ નથી, હું રાતના ઊંઘી જાઉં તો કરડેને? સવારે ચાર-પાંચ વાગ્યા સુધી મને ઊંઘ આવતી જ નથી. હું છ વાગે ઊંઘી ગયો ત્યારે મચ્છરોનો જવાનો ટાઇમ થઈ ગયો હતો.” Page #78 -------------------------------------------------------------------------- ________________ જ્યોતીન્દ્ર દવે - ૬૧ રાત્રે અનિદ્રાની ટેવ પછી તો એમને વ્યાધિ જેવી થઈ ગઈ હતી. એક વખત મેં એમને પૂછેલું કે “આખી રાત તમે શું કરો ?” તો કહે, “બેઠો બેઠો કે સૂતો સૂતો વાંચ્યા કરું. વાંચવાનું ન હોય તો ચેન ન પડે. જે હાથમાં આવે તે વાંચું, પણ શિકારકથાઓ હોય તો મને વધારે મઝા પડે.” જ્યોતીન્દ્ર સાથે મારે ઘનિષ્ઠ પરિચય થયો ફાર્બસ ગુજરાતી સભાને નિમિત્તે. ચંદ્રવદન મહેતા ફાર્બસ સભાના પ્રમુખ અને જ્યોતીન્દ્ર મંત્રી હતા. અમારી સમિતિની બેઠકમાં તેઓ બંનેની હાજરી અચૂક હોય. સરસ વાતાવરણ જામે. ઘણી નવી વાતો જાણવા મળે. બંને સમવયસ્ક મિત્રો એકબીજા ઉપર કટાક્ષ કરે તે માણવા મળે. બેઠકના સમય કરતાં અડધા કલાક વહેલા બંને મુરબ્બીઓ આવી ગયા હોય. ઘરેથી ફાર્બસ પર પહોંચવા સીધી કોઈ બસ મળે નહિ એટલે જ્યોતીન્દ્ર ઘરેથી ચાલતા આવે અને ચાલતા પાછા જાય. પાછા ફરતી વખતે ઘણી વાર હું એમની સાથે ચાલતો ઘર સુધી મૂકવા જતો. ગાડી કે ટેક્ષીની તેઓ ના પાડતા અને કહેતા કે આટલું ચાલવાનું મળે છે તે સારું છે. આટલું નહિ ચાલું તો ઘરમાં આંટા મારવા પડશે. છેલ્લે તો ફાર્બસની બેઠક સિવાય એમને બહાર જવાનું ખાસ બહુ થતું નહિ. તબિયત પણ એટલી અનુકૂળ રહેતી નહિ. તો પણ ફાર્બસની મીટિંગમાં અવશ્ય આવે. કોઈ કોઈ વખત પોતાના દીકરાઓની ભાવિ પ્રગતિ વિશે ચિંતા વ્યક્ત કરે. જ્યોતીન્દ્રનો સ્વભાવ સરળ અને નિરભિમાની હતો. કોઈ પણ કાર્યક્રમ માટે તેમને નિમંત્રણ મળે અને જો અનુકૂળ હોય તો તરત સ્વીકારે. એમાં ક્યારેય અક્કડ કે વાંકા ન બને. બહારગામ બોલાવનાર સંસ્થાએ સરખી સગવડ ન કરી હોય તો તે વાતને હસી કાઢે. કોઈ વખત કોઈ સંસ્થાએ આયોજનમાં ગરબડ કરી હોય તો ઠપકો ન આપે, પણ વાતને અવળવાણીમાં ઉડાવી દે. એક વખત સૂરતની એક સંસ્થાએ એક કાર્યક્રમ માટે પ્રમુખ તરીકે જ્યોતીન્દ્રને નિમંત્રણ આપ્યું. સંસ્થાના બીજા કોઈ કાર્યકર્તા એ જ કાર્યક્રમ માટે ભૂલથી ચંદ્રવદન મહેતાને પ્રમુખ તરીકે પધારવા નિમંત્રણ આપી આવેલા. બંને કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે ગોટાળાની ખબર પડી. કાર્યકર્તાઓ મૂંઝાયા. જ્યોતીન્દ્ર અને ચંદ્રવદને ગુસ્સો કરી કાર્યકર્તાઓને ઠપકો આપવાને બદલે નવી તરાહનો તોડ કાઢ્યો કે અડધું વાક્ય ચંદ્રવદન બોલે અને બાકીનું પૂરું કરે જ્યોતીન્દ્ર. પછી જયોતીન્દ્ર અડધું વાક્ય બોલે અને ચંદ્રવદન પૂરું કરે. Page #79 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ આ રીતે અડધો કલાક પ્રમુખ તરીકે બંનેએ બોલીને, લોકોને ખડખડાટ હસાવ્યા કરીને કાર્યક્રમને વધુ રસિક બનાવ્યો. આવો જ બીજો એક પ્રસંગ પણ મને યાદ છે જેમાં હું હાજર હતો. એ કાર્યક્રમમાં સ્ત્રીપુરુષ વિશે એક વિવાદસભાનું આયોજન થયું હતું. સભામાં પ્રસ્તાવની તરફેણમાં જ્યોતીન્દ્રને બોલવાનું હતું અને વિરુદ્ધમાં બીજા એક લેખકને બોલવાનું હતું. પરંતુ એ લેખક આવ્યા નહિ. એથી કાર્યકર્તાઓ મૂંઝાયા. પણ જ્યોતીન્દ્ર તેનો રસ્તો કાઢ્યો. જ્યોતીન્દ્ર પ્રથમ તરફેણમાં બોલ્યા. પછી બીજી બાજુ જઈ માઈક ઉપરથી એ પ્રસ્તાવની વિરુદ્ધમાં બોલ્યા. પોતે પ્રથમ કરેલી દલીલોને વિરુદ્ધમાં બોલીને એવી સરસ રીતે ઉડાવી કે શ્રોતાઓને એમ થયું કે સારું થયું કે પેલા લેખક આવ્યા નહિ, આવ્યા હોત તો એટલી મઝા આવત નહિ. જ્યોતીન્દ્ર બહુ બુદ્ધિશાળી અને પ્રત્યુત્પન્નમતિવાળા હતા. શબ્દો પરનું એમનું પ્રભુત્વ એટલું સરસ હતું કે બીજાના ગમે તે શબ્દમાંથી તે હાસ્ય નિપજાવી શકતા. જ્યોતીન્દ્રના હાસ્યમાં દંશ કે દ્વેષની ગંધ ન આવે. તેઓ પોતાની જાત ઉપર સૌથી વધુ હસતા. પોતાને માથે અકાળે પડેલી ટાલ, ખરબચડી દાઢી, નબળું શરીર, શરદી વગેરે રોગો, આ બધાંને તેઓ ઉપહાસપાત્ર બનાવતા. જાહેર કાર્યક્રમોમાં પણ તેઓ દ્વેષપૂર્વક કોઈના ભોગે બીજાને હસાવે એવું બનતું નહિ. એમનામાં એક પ્રકારની અજાતશત્રુતા પણ હતી. પોતે કોઈ વાડાબંધી, જૂથબંધી, બીજાનો બહિષ્કાર વગેરેમાં માનતા નહિ. એને લીધે બધાંને એમના પ્રત્યે આદર રહેતો, ગુજરાતી સાહિત્ય પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીના હાથમાંથી લઈ લેવા માટે ગુજરાતભરમાં લેખકોની સહી મેળવવા માટે ઝુંબેશ ચાલી ત્યારે જયોતીન્દ્ર એમાં સહી આપી નહોતી. લેખકોની સભાઓ થતી અને કોની કોની સહી બાકી છે એમ પુછાતું, ત્યારે જયોતીન્દ્રનું નામ નીકળતાં વડીલ લેખકો એમ બોલતા કે, જ્યોતીન્દ્રને આપણે દબાણ ન કરવું જોઈએ. એમની સહી નથી, પણ એ આપણી સાથે જ છે.” જયોતીન્દ્ર પ્રત્યે બીજા લેખકોને કેટલો આદર હતો તેની ત્યારે પ્રતીતિ થતી. જ્યોતીન્દ્ર અંદરથી ગંભીર પ્રકૃતિના હતા. તેઓ હળવું લખતા પણ તેમને ગમતું ગંભીર વાંચવાનું. સંસ્કૃત ભાષા, વ્યાકરણ અને છંદ, ધ્વનિ અને Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૩ જ્યોતીન્દ્ર દવે રસ વગેરે વિશે તેમનો અભ્યાસ ગહન હતો અને તેમને એ વિશે કશુંક માર્મિક કહેવાનું રહેતું. મુંબઈ યુનિવર્સિટીમાં રસસિદ્ધાન્ત વિશે એમણે આપેલાં ઠક્કર વસનજી વ્યાખ્યાનો એનાં સચોટ ઉદાહરણરૂપ છે. તેમની વિવેચકદષ્ટિ પણ એટલી જ કુશગ્ર હતી. પરંતુ એકંદરે જામેલી હાસ્યકાર તરીકેની હવામાં એમની ગંભીર વિદ્વત્તાપૂર્ણ વાતો વિસરાઈ જતી. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧ ૦ યજ્ઞેશભાઈ હરિહર શુક્લ મુંબઈના ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે શ્રી યજ્ઞેશભાઈ હરિહર શુક્લનું પ્રદાન ઘણું મોટું રહ્યું છે. આ પીઢ પત્રકારનું મુંબઈમાં ૭૩ વર્ષની વયે અવસાન થયું હતું. અવસાનના થોડા દિવસ પહેલાં અંધેરીમાં બીમાનગરમાં એમના નિવાસસ્થાને હું મળવા ગયો હતો ત્યારે તેઓ સ્વસ્થ હતા. પથારીમાં બેઠાં બેઠાં એમણે મારી સાથે ઘણી વાતો કરી. તેમણે કહ્યું, “હવે ઘરની બહાર નીકળાતું નથી. કોઈ આવે તો બહુ ગમે છે. આંખો હજી સારી છે એટલે વાંચવામાં સમય પસાર થઈ જાય છે. બાકી પાસે પથારી છે એટલે રસ્તા પરની અવરજવર દેખાય છે, એથી ઘરમાં પુરાઈ રહ્યા જેવું લાગતું નથી.” યજ્ઞેશભાઈ “પ્રબુદ્ધ જીવન” નિયમિત રીતે આખું વાંચી જતા. હર બેત્રણ અંકે એમનો મારા ઉપર પત્ર આવ્યો જ હોય. “પ્રબુદ્ધ જીવન માટે તેઓ મને વખતોવખત પોતાના અભિપ્રાયો અને સૂચનો લખતા. સાથે સાથે તેઓ પોતાનાં પત્રકારત્વના ક્ષેત્રનાં અંગત સ્મરણો પણ તાજાં કરતા. યજ્ઞેશભાઈ સાથે મારો સંબંધ ગાઢ થયો તે ફાર્બસ ગુજરાતી સભાની કારોબારી સમિતિને કારણે. તેની પ્રત્યેક મીટિંગમાં યજ્ઞેશભાઈ અચૂક સમયસર હાજર હોય. પોતે તબિયતને કારણે “મુંબઈ સમાચારમાંથી નિવૃત્ત થયા અને ઘરે રહેતા ત્યારે પણ ફાર્બસની મીટિંગમાં આવવાનું ચૂકતા નહિ. એકલા ન અવાય તો સાથે કોઈક સ્વજનને લઈને આવે અને અંધેરીથી આવે ત્યારે મુંબઈમાં ડૉક્ટરને પોતાની તબિયત બતાવવા માટેનો સમય પણ નિશ્ચિત કરીને આવે. એકસાથે બે કામ થાય. ફાર્બસની મીટિંગમાં કોઈ કોઈ વખત તેઓ પોતાની મેડિકલ ફાઇલ લઈને આવતા. યજ્ઞેશભાઈ દરેક બાબતમાં ખૂબ ચીવટ અને ચોકસાઈ ધરાવનાર એવા જૂની પેઢીના માણસ હતા. ઈ. સ. ૧૯૫૫માં એમની તબિયત બગડી. એમના પર હૃદયરોગનો ગંભીર હુમલો થયો હતો, પરંતુ પોતાના આત્મબળથી જ તેઓ તેની સામે ટકી શક્યા. ત્યાર પછી ઉપચારો, ખોરાક, વ્યાયામ, પ્રકૃતિ Page #82 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞેશભાઈ હરિહર શુક્લ વગેરેની બાબતમાં તેઓ એટલા ચીવટવાળા રહ્યા કે પચ્ચીસ કરતાં વધુ વર્ષ તેઓ હૃદયરોગના હુમલા પછી જીવ્યા. આ જેવી-તેવી સિદ્ધિ ન કહેવાય. હૃદયરોગના હુમલા પછી ઘણા લાંબા સમય સુધી હયાત રહી હોય એવી વ્યક્તિઓનું સન્માન થોડાક વખત પહેલાં મુંબઈમાં એક સંસ્થા તરફથી થયું ત્યારે યજ્ઞેશભાઈએ તેમાં હાજરી આપી હતી અને સૌથી વધુ વર્ષવાળી વ્યક્તિ તરીકે તેમનું નામ એ સભામાં જાહેર થયું હતું. યજ્ઞેશભાઈ વલસાડના વતની. ૧૯૦૯ની ૧૩મી માર્ચે એક મધ્યમ વર્ગના કુટુંબમાં એમનો જન્મ થયેલો. આર્થિક મુશ્કેલીને કારણે કૉલેજના અભ્યાસ સુધી તેઓ પહોંચી શકેલા નહિ. મુંબઈ આવ્યા અને સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના “ગુજરાતી' સાપ્તાહિકમાં તેઓ જોડાયા. સ્વ. અંબાલાલ બુલાખીરામ જાનીના હાથ નીચે તેઓ પત્રકારત્વની તાલીમ પામ્યા. ત્યાર પછી તેમણે સમગ્ર જીવન પત્રકાર તરીકે વિતાવ્યું. પત્રકારત્વના ક્ષેત્રનો યજ્ઞેશભાઈનો અનુભવ એટલે અર્ધી સદી કરતાં વધારે સમયનો અનુભવ. હિન્દુસ્તાન પ્રજામિત્ર’, ‘જન્મભૂમિ', “વંદે માતરમ્ અને “મુંબઈ સમાચાર એમ જુદાં જુદાં દૈનિકોમાં તેમણે વિવિધ પ્રકારની કામગીરી બજાવી. ‘વંદે માતરમ્' અને “મુંબઈ સમાચારમાં ઘણાં વર્ષો સુધી તેમણે અગ્રલેખ પણ લખ્યા. તેમના હાથ નીચે ઘણા પત્રકારો તૈયાર થયા. સમાચારની પસંદગી, તેનું મહત્ત્વ, તેની રજૂઆત, તેનું શીર્ષક વગેરે તમામ બાબતોને તેઓ ચીવટપૂર્વક તપાસતા. તેમની ઝીણી નજરમાંથી કશું છટકે નહિ. પત્રકાર સત્યનો ઉપાસક હોવો જોઈએ, માટે તે નીડર પણ હોવો જોઈએ. યજ્ઞેશભાઈમાં પત્રકાર તરીકે નીડરતાનો ગુણ ઘણો મોટો હતો. પોતાના અગ્રલેખોમાં તેમની નીડરતાનું આપણને દર્શન થતું. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.ની પરીક્ષામાં પાસ થયા પછી હું સાંજ વર્તમાન' દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયો હતો. એ વખતે યજ્ઞેશભાઈને પહેલી વાર મારે મળવાનું થયેલું. એ પ્રસંગ એટલો સચોટ છે કે તેનું વિસ્મરણ ક્યારેય થયું નથી. પત્રકાર તરીકે મેં હજુ શરૂઆત જ કરેલી. એક દિવસ અમારા પ્રાધ્યાપક શ્રી મનસુખલાલ ઝવેરીએ ગુજરાતી વિષયના અધ્યાપકોના સંમેલનનો અહેવાલ લખીને “સાંજ વર્તમાનમાં છાપવા માટે મને આપ્યો અને એની બીજી નકલ કરીને ‘વંદે માતરમ્'માં Page #83 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ યજ્ઞેશભાઈને પહોંચાડવાની સૂચના કરી. “સાંજ વર્તમાનમાં મેં એ અહેવાલ તરત છાપવા આપી દીધો અને બીજે દિવસે સવારે યજ્ઞેશભાઈને નકલ પહોંચાડવા ગયો. આ મારી પહેલી મુલાકાત હતી. અહેવાલ જોતાં જ યજ્ઞેશભાઈ એકદમ ઊંચા સાદે બોલી ઊઠ્યા, “તમારા છાપામાં ગઈ કાલે આ અહેવાલ છપાઈ ગયો છે. આવો વાસી અહેવાલ અમને હવે કશા કામનો નથી. તમે પત્રકારત્વના ક્ષેત્રમાં નવા આવ્યા છો અને દૈનિકપત્રમાં કામ કરો છો, તો એ યાદ રાખો કે સમાચારોની બાબતમાં કોઈ પણ છાપાને વાસી રહેવું પરવડે નહિ. તમારો અહેવાલ અમારે હવે કચરા-ટોપલીમાં નાખવાનો જ રહે.” એમ કહી એમણે એ અહેવાલ મારા દેખતાં જ કચરા-ટોપલીમાં નાખી દીધો. દૈનિક પત્રકારત્વમાં સમાચારો, અહેવાલો વગેરે છાપવાની બાબતમાં આવી રસમ હશે એની મને નવા પત્રકારને ત્યારે ખબર નહિ. મને મનમાં થયું કે “એમને ‘વંદે માતરમ્'માં એ અહેવાલ ન છાપવો હોય તો કંઈ નહિ, પરંતુ આટલો બધો ગુસ્સો કરવાની શી જરૂર હતી?” હું નિરાશ થઈ પાછો ફર્યો, પરંતુ તે દિવસે સાંજે “વંદે માતરમ્'માં જોયું તો અધ્યાપક સંમેલનનો અહેવાલ હતો. કિંતુ તે જુદા જ શબ્દોમાં, જુદી રીતે–અલ્લે વધારે સારી રીતે રજૂ થયો હતો. મને નવાઈ લાગી. હું યજ્ઞેશભાઈને ફરીથી મળ્યો. તેમનો આભાર માન્યો. એમણે કહ્યું, “બીજા છાપાંનો વાસી અહેવાલ તો અમે છાપીએ નહિ અને છતાં તમે નવા નવા પત્રકાર જાતે આવ્યા એટલે મારે તમારું લખાણ છાપવું જોઈએ. એટલે તમારા ગયા પછી કચરાની ટોપલીમાંથી પાછું કાઢી, તે વાંચી, નવેસરથી મેં મારી રીતે અહેવાલ લખી કાઢ્યો. દૈનિક વર્તમાનપત્રમાં કામ કરતા પત્રકારમાં આટલી આવડત તો હોવી જ જોઈએ કે ગમે તે લખાણને તે તરત ને તરત જુદા શબ્દોમાં, નવી શૈલીથી રજૂ કરી શકે.” આ પ્રથમ પરિચયે યજ્ઞેશભાઈ વિશે મારા મનમાં ઊંડી છાપ અંકિત થઈ કે તેઓ સાચી વાત માટે ક્યારેક બહારથી ઉગ્ર બને છે, તેમનો અવાજ પણ મોટો થઈ જાય છે, પરંતુ હૃદયથી તેઓ અવશ્ય મૃદુ રહી શકે છે. યજ્ઞેશભાઈએ લેખક તરીકે નિબંધો, વાર્તા, નવલકથા ઇત્યાદિ પ્રકારનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. “તૂટેલાં બંધન', “ગરીબની ગૃહલક્ષ્મી', “જીવતા Page #84 -------------------------------------------------------------------------- ________________ યજ્ઞેશભાઈ હરિહર શુક્લ ૬૭ સોદા', “ઈર્ષાની આગ”, “ખીલતી કળી”, “એ પત્ની કોની ?' વગેરે તેમનાં પુસ્તકો જાણીતાં છે; પરંતુ તેમણે છેલ્લે છેલ્લે લખેલાં પુસ્તકો : “એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા” અને “અર્ધ શતાબ્દીની અખબારી યાત્રા” વિશેષ જાણીતાં છે. એમાં પત્રકાર તરીકેના એમના વિવિધ પ્રકારના અનુભવો અને વ્યવહારુ સૂચનો જોવા મળે છે. દૈનિક વર્તમાનપત્રમાં કામ કરતા પત્રકારોની કલમ ઘણુંખરું પરચુરણ વિષયો ઉપર લખવામાં કે પ્રાસંગિક ઘટનાઓ વિશે પોતાના વિચારો વ્યક્ત કરવામાં ઘસાઈ જાય છે. તેમની લેખનશક્તિ ઘણીબધી વપરાતી હોવા છતાં તેમને હાથે ચિરકાલીન સાહિત્યનું સર્જન ઓછું થાય છે. વ્યાવસાયિક પત્રકારો માટે આ વિશેષ સાચું છે. યજ્ઞેશભાઈની બધી જ લેખનશક્તિ સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે વપરાઈ હોય તો આપણને કેટલીક સમર્થ કૃતિઓ સાંપડી હોત ! Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઉમેદભાઈ મણિયાર ઉમેદભાઈ મણિયાર વિદ્વત્તાપૂર્ણ, કવિતારસિક, સંગીતપ્રિય, તત્ત્વચિંતક, શાંત એવી એક અનોખી પ્રતિભા. ૭૫ વર્ષની ઉંમરે મુંબઈમાં એમનું અવસાન થયું હતું. ઉમેદભાઈ મણિયાર સાથે એમની નિવૃત્તિનાં વર્ષોમાં મારે વધુ નિકટના પરિચયમાં આવવાનું થયું હતું. આમ તો એમના પ્રથમ પરિચયમાં આવવાનું બન્યું હતું ઈ. સ. ૧૯૪૪માં, જ્યારે એમને ગીતો ગાવા માટે અમે વિદ્યાર્થીઓએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં નિમંત્રણ આપ્યું હતું. એ દિવસોમાં પ્રો. ઉમેદભાઈ મણિયારની મુંબઈના પ્રતિષ્ઠિત ગુજરાતી ગાયકોમાં ગણના થતી હતી. સ્થળે સ્થળે જુદી જુદી સંસ્થાઓ તરફથી એમનાં મધુર ગીતોનો કાર્યક્રમ યોજાતો અને “ઓ પ્રેમનગરના રાજા, તારા ક્યાં આવ્યા દરવાજા?” કે “મારી પ્રિયાને જઈને કહેજો મારો આટલો સંદેશ” કે “ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ” જેવાં પ્રેમગીતો સાંભળવા માટે મુંબઈનો યુવાન વર્ગ ઉમેદભાઈ પાછળ ઘેલો બન્યો હતો. રેડિયો ઉપર પણ ઉમેદભાઈનાં ગીતો વખતોવખત રજૂ થતાં. એમનાં ગીતોની રેકર્ડ લાવીને લોકો ઘરે વગાડતા. અમારી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં કોઈ કોઈ વખત ઉમેદભાઈ ભજનો ગાવા પધારતા. ગીત-સંગીત એ ઉમેદભાઈની શોખની પ્રવૃત્તિ હતી. તેમનો વ્યવસાય તો અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકેનો હતો. સાહિત્યક્ષેત્રે વાર્તાકાર તરીકે એમણે સ્થાન મેળવ્યું હતું. એમનો વાર્તાસંગ્રહ “પાંખ વિનાનાં' પ્રગટ થયો હતો. મુંબઈની કર્વે કૉલેજ અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે તેમણે, નિવૃત્ત થયા ત્યાં સુધી કાર્ય કર્યું. કૉલેજમાં તેઓ વાઇસ પ્રિન્સિપાલના પદ સુધી પહોંચ્યા હતા. યુનિવર્સિટીની ઘણી મહત્ત્વની સમિતિઓમાં એમણે કામ કર્યું હતું. ઉમેદભાઈ સાથે મારો વિશેષ પરિચય તો હું સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક થયો ત્યારથી થયો. મારા પ્રાધ્યાપક મનસુખલાલ ઝવેરીના તેઓ Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉમેદભાઈ મણિયાર પરમ મિત્ર. બંને એક જ ગામના, જામનગરના. તેઓ મનસુખભાઈને મળવા કૉલેજમાં આવતા અથવા મનસુખભાઈ સાથે ઉમેદભાઈને ઘરે મારે જવાનું કોઈ કોઈ વાર થતું. હું સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયો તે પહેલાં એમ.એ.માં પાસ થયા પછી તરત જ કર્વે કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાવા મેં અરજી કરી હતી. ઇન્ટરવ્યૂ આપી આવ્યો હતો. એમ.એ.માં ગુજરાતી વિષયમાં પ્રથમ આવ્યો હતો એટલે બીજા ઉમેદવારો કરતાં મને આશા વધુ હતી. ત્યાર પછી એકાદ અઠવાડિયામાં જ વડોદરા લેખક-મિલનમાં જવાનું થયું. ત્યાં સુંદરજીભાઈ બેટાઈ અને ઉમેદભાઈએ મને અભિનંદન આપ્યા. અધ્યાપક તરીકે મારી પસંદગી થઈ છે અને ‘મુંબઈ પાછા જશો ત્યારે ઘરે નિમણૂકનો પત્ર આવી ગયો હશે' એવા સમાચાર જણાવ્યા. પરંતુ મુંબઈ આવ્યા પછી કેટલાય દિવસ સુધી નિમણૂકનો પત્ર ન આવ્યો, એટલે હું ઉમેદભાઈને ઘરે મળવા ગયો. એમણે કહ્યું, “ઇન્ટરવ્યૂમાં તમારી પસંદગી થઈ, રિપોર્ટ તૈયાર થયો. નિમણૂક માટેનો પત્ર લખાયો અને તેમાં પ્રિન્સિપાલની સહી પણ થઈ ગઈ. પરંતુ આપણી સંસ્થાઓમાં બને છે તે પ્રમાણે ખટપટ ચાલુ થઈ અને અરજી પણ કરી નથી, ઇન્ટરવ્યૂ પણ આપ્યો નથી એવી એક વ્યક્તિની નિમણૂક કરવાની હિલચાલ થઈ છે. અને એ વ્યક્તિને આજકાલમાં નિમણૂકનો પત્ર મળશે.” આ સમાચાર સાંભળી હું પહેલાં તો નિરાશ થયો, પણ પછી લાગ્યું કે જે થયું તે સારું થયું, કારણ કે ત્યાર પછી થોડા જ મહિનામાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે મારી નિમણૂક થઈ. 23 ઉમેદભાઈ સાથે આ રીતે મનસુખલાલ ઝવેરીને નિમિત્તે મારો પરિચય વધતો ગયો. પરંતુ તે વધુ ગાઢ થયો છેલ્લાં થોડાં વર્ષોમાં. યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા પછી ઉમેદભાઈએ મરીન ડ્રાઇવ પર સવાર-સાંજ ફરવાનું ચાલુ કર્યું. ફરવામાં અમે ઘણી વાર સાથે થઈ જતા અને સાહિત્ય-જગતના, અધ્યાપંકીય વ્યવસાયના, મુંબઈના જાહેર જીવનના એમ વિવિધ વિષયોની વાત એમની સાથે નીકળતી. મરીન ડ્રાઇવની પાળ પર બેસીને ઘણી વા૨ અમે કલાકો સુધી વાતો કરી છે. ઉમેદભાઈને ઘરે જવાનું મોડું થતું નહિ, કેમ કે તેઓ રાત્રે નવ-સાડા નવ પછી જમવા બેસતા. હું અને મારાં પત્ની જમીને સાંજે સાડા સાત વાગે ફ૨વા નીકળ્યાં હોઈએ ત્યારે ઉમેદભાઈ ચા-પાણી લઈને Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ વંદનીય હૃદયસ્પર્શ ફરવા આવ્યા હોય. એટલે સમયનું અમને બંનેને બંધન રહેતું નહિ. અમે ચોપાટી પર રહેતાં એટલે મહિને-બે મહિને એકાદ વખત તેઓ અચાનક સાંજે ઘરે આવી ચડ્યા હોય. મારી સાહિત્યિક પ્રવૃત્તિમાં તેઓ પૂરો રસ લેતા. નવનીત-સમર્પણ'માં પ્રગટ થયેલા “પાસપૉર્ટની પાંખે'ના પ્રવાસ-લેખો હોય કે “પ્રબુદ્ધ જીવન’નો લેખ હોય, તે વાંચીને તેઓ પોતાનો પ્રતિભાવ રૂબરૂ કે ફોન પર જણાવતા. ઉમેદભાઈએ જીવનના ઉત્તરાર્ધમાં “ગુજરાતી કવિતા ઉપર અંગ્રેજી ભાષાની અસર' એ વિષય ઉપર એક વિદ્વત્તાપૂર્ણ શોધનિબંધ તૈયાર કર્યો હતો, જે માટે તેમને પીએચ.ડી.ની ડિગ્રી મળી હતી. આ શોધનિબંધમાં એમણે કયા કયા ગુજરાતી કવિએ કઈ કઈ અંગ્રેજી કવિતામાંથી છાયા ઝીલી છે તે સરસ રીતે બતાવ્યું છે. આવો ઉત્તમ શોધનિબંધ લખવા છતાં ગુજરાતમાં તેને જેટલી પ્રસિદ્ધિ મળવી જોઈએ તેટલી મળી નહિ તેનો તેમના મનમાં રંજ હતો, કારણ કે એક યુનિવર્સિટીએ આ શોધનિબંધ છાપ્યો અને યુનિવર્સિટીઓના તંત્રમાં વેચાણની ગરજ ન હોવાથી તથા ભેટ-ગ્નકલો આપવાની પ્રથા ન હોવાથી સાહિત્ય-જગતમાં એ ગ્રંથનો જેટલો પ્રચાર થવો જોઈએ તેટલો થયો નહિ. ગુજરાતી વિષય ભણાવતા અડધાથી વધુ અધ્યાપકોને પોતાના ક્ષેત્રના આ શોધ-નિબંધની ખબર નહિ હોય એમ તેઓ ક્યારેક કહેતા. “Buddhism - an Introduction' નામનું એક નાનકડું પુસ્તક મેં લખ્યું ત્યારે ભાષાની દૃષ્ટિએ તે જોઈ, તપાસી આપવા માટે મેં ઉમેદભાઈને વિનંતી કરી હતી. તેમણે ખૂબ પ્રેમપૂર્વક ઝીણવટથી એ કાર્ય કરી આપ્યું હતું, જે માટે હું એમનો બહુ ઋણી રહીશ. ઉમેદભાઈના ઘરે જયારે મળવા જવાનું થાય ત્યારે મુ. ઉમાશંકરભાઈની વાત અચૂક નીકળે જ. ઉમાશંકરભાઈનું પરિભ્રમણ સતત ચાલતું હોય અને પત્રોના જવાબ તેઓ જવલ્લે જ કોઈકને લખતા હોય એટલે ઉમાશંકરભાઈ ક્યાં હશે એની છેલ્લામાં છેલ્લી માહિતી જોઈતી હોય તો તે ઉમેદભાઈ પાસેથી મળે. ઉમાશંકરભાઈની તમામ પ્રવૃત્તિઓથી તેઓ સતત માહિતગાર હોય. ઉમાશંકરભાઈ અને ઉમેદભાઈ વચ્ચે યુવાન વયે બંધાયેલી સ્નેહની ગાંઠ ઉત્તરોત્તર વધુ ગાઢ થતી રહી હતી. મુંબઈમાં ઘણાં વર્ષો સુધી ઉમાશંકરભાઈ ઉમેદભાઈના ઘરે ઊતરતા. બીજા મોટા ઘરે ઊતરવાનું નિમંત્રણ હોય તો પણ Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉમેદભાઈ મણિયાર ઓરડીમાં ઊતરવામાં ઉમેદભાઈની તારાબાગમાં આવેલી નાની ઉમાશંકરભાઈ વિશેષ આનંદ અનુભવતા. ઉમાશંકરભાઈ મુક્ત મનથી અને નિખાલસતાથી ઉમેદભાઈ સાથે વાતો કરતા. એક વખત ઉમાશંકર મુંબઈ આવ્યા ત્યારે મારે ઘરે ઊતર્યા હતા. ત્યારે એક દિવસ રાત્રે સાડા અગિયાર વાગે અમે ઉમેદભાઈના ઘરે પહોંચ્યા. તેઓ સૂવાની તૈયારી કરતા હતા. ઉમાશંકરભાઈને જોતાં જ તેઓ આનંદમાં આવી ગયા. તેમનાં પત્ની વિદ્યાબહેનને પણ મોડી રાતના મહેમાન ગમ્યા. વાત નીકળતાં જાણવા મળ્યું કે ઉમાશંકરભાઈ ઉમેદભાઈને ઘરે જ્યારે જમવાના હોય ત્યારે ઘણુંખરું પૂરણપોળી બનાવવાનો કાર્યક્રમ હોય. ઉમાશંકરભાઈને પૂરણપોળી બહુ ભાવે અને તે પણ વિદ્યાબહેનના હાથે બનાવેલી. ૭૧ લગભગ કલાક અમે ઉમેદભાઈના ઘરે બેઠાં. ઘણી વાતો નીકળી. ઉમેદભાઈનાં માર્મિક વાક્યોથી વાતાવરણ પ્રસન્ન, હળવું રહ્યું. પાછાં ફરતાં રસ્તામાં ઉમાશંકરભાઈએ કહ્યું, “આખો દિવસ બંધ ગંભીર વાતો જ ચાલે. એટલે ઉમેદભાઈ પાસે જાઉં ત્યારે હું હળવો અને તાજો થઈ જાઉં. આનંદમાં કલાક-બે કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર ન પડે.” ઉમાશંકરભાઈ મુંબઈ આવે અને ગમે તેટલો ભરચક કાર્યક્રમ હોય તો પણ ઉમેદભાઈને મળ્યા વગર ન રહે. છેવટે ટેલિફોન ઉપર પણ ઉમેદભાઈ સાથે વાત કર્યા વગર મુંબઈ ન છોડે. ઉમાશંકરભાઈ જેવા બહુશ્રુત વિદ્વાન અને મૂર્ધન્ય કવિના હૃદયમાં ઉમેદભાઈએ અનોખું ઊંચું સ્થાન મેળવ્યું હતું એ જ ઉમેદભાઈની મહત્તા દર્શાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉમેદભાઈ આધ્યાત્મિક જીવન તરફ વળ્યા હતા. તેઓ વજેશ્વરી પાસે ગણેશપુરીમાં મુક્તાનંદ સ્વામી પાસે જઈને રહેતા. યોગ અને ધ્યાનમાં તેઓ ઊંડો રસ લેવા લાગ્યા હતા. એનો પ્રભાવ એમના જીવનમાં દેખાતો હતો. એમની સાથેની વાતચીતમાં ધ્યાનના અનુભવોની વાત નીકળતી. છેલ્લા કેટલાક સમયથી એમની તબિયત બહુ સારી રહેતી ન હતી. જીવન હવે પૂરું થવામાં છે એવી માનસિક તૈયારી એમણે કરી લીધી હતી. એક દિવસ એમણે મને મારાં ભેટ આપેલાં પુસ્તકો પાછાં આપ્યાં. મને કહે, “પુસ્તકો વાંચી લીધાં છે. હવે મને એની જરૂર નથી. બીજા કોઈને આપવા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ વંદનીય હૃદયસ્પર્શ તમને એ કામ લાગશે. હવે મેં મારા સંગ્રહનાં બધાં પુસ્તકો બીજાંઓને, વ્યક્તિઓને અને સંસ્થાઓને, ભેટ આપવાનું ચાલુ કરી દીધું છે. મારાં સંતાનોના વ્યવસાયો જુદા છે. સાહિત્યમાં એમને રસ ન પડે. એટલે મારી હયાતીમાં જ મારાં આ કબાટો મારે ખાલી કરી નાખવાં છે. તમને પણ એમાંથી કોઈ પુસ્તક જોઈતું હોય અથવા અમુક પુસ્તકો કોઈ લાયબ્રેરીને ભેટ આપવા લાયક લાગે તો એમાંથી જરા પણ સંકોચ રાખ્યા વગર લઈ જશો. આ બધા પરિગ્રહના ભારમાંથી હું હવે હળવો થવા ઇચ્છું છું. ઉમેદભાઈને હૃદયરોગની તકલીફ શરૂ થઈ હતી, એટલે બહાર તેઓ બહુ જતા નહિ. વાંચન, મનનમાં તેમનો સમય પસાર થતો. ક્રમે ક્રમે શાંત બનતી તેમની જીવનલીલા એક દિવસ હૃદયરોગનો હુમલો થતાં વિરમી ગઈ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧ ર મનસુખલાલ તારાચંદ મહેતા સદૂગત શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા સાથેનો મારો સંબંધ પંદરેક વર્ષનો હતો. તેઓ ઉંમરમાં મારાથી લગભગ અઢાર વર્ષ મોટા, પરંતુ મારી સાથે તેઓ વડીલ ઉપરાંત મિત્રની જેમ સ્નેહ રાખતા. આથી જ તેમના સૌજન્યની સુવાસ મારા ચિત્ત પર હંમેશાં અંકિત રહેશે. શ્રી મનસુખલાલભાઈનો મને પહેલવહેલો પરિચય સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી ફતેહગંદકાકા દ્વારા થયેલો. શ્રી ફતેહચંદ ઝવેરભાઈ, શ્રી પ્રાણજીવનદાસ ગાંધી અને શ્રી મનસુખલાલ તારાચંદ એ ત્રણની ત્રિપુટી મુંબઈના ઘણાખરા ધાર્મિક પ્રસંગોમાં, કાર્યક્રમો અને મેળાવડાઓમાં સાથે જોવા મળતી. ત્રણે નિવૃત્ત અને ત્રણે ધાર્મિક શિક્ષણના ક્ષેત્રે કંઈક કરવાની ધગશવાળા. તેઓ નિયમિત એકબીજાને મળે, વિચારવિનિમય કરે અને પોતાની યોજનાઓ અમલમાં મૂકવા માટે સક્રિય પ્રયત્ન કરે. આ ત્રણે મુરબ્બીઓ મુંબઈમાં જૈન શ્વેતામ્બર એજયુકેશન બોર્ડ, જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ વગેરે સંસ્થાઓના અને ભાવનગરમાં આત્માનંદ જૈન સભા અને બીજી સંસ્થાઓના સક્રિય કાર્યકરો એટલે જુદી જુદી સંસ્થાઓના જુદા જુદા કાર્યક્રમો અને મીટિંગો નિમિત્તે તેઓને વારંવાર મળવાનું થતું. જ્યારથી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળમાં હું જોડાયો ત્યારથી એ ત્રણે મહાનુભાવોના નિકટના સંપર્કમાં આવવાની મને તક મળી હતી અને તેઓની સાચી ધાર્મિકતા, ત્યાગવૃત્તિ, સાદાઈ, સ્વભાવની સરળતા, નિઃસ્વાર્થ લોકસેવાની ભાવના, નવી પેઢીનું સાંસ્કારિક ઘડતર કરવાની ધગશ વગેરેની મારા મન ઉપર ઊંડી છાપ પડી હતી. શ્રી ફતેહચંદકાકા અને શ્રી પ્રાણજીવનભાઈના સ્વર્ગવાસ પછી શ્રી મનસુખલાલભાઈ એકલા પડ્યા. તેમ છતાં ધાર્મિક શિક્ષણ અંગે અને અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળની પ્રવૃત્તિઓ અંગે તેઓ એટલા જ સક્રિય રહ્યા. એ મંડળની પ્રવૃત્તિઓ નિમિત્તે મારે એમના ગાઢ સંપર્કમાં આવવાનું બન્યું, વિશેષતઃ એમની સાથે વિજાપુર, મહુડી, ધામણ વગેરે સ્થળે વારંવાર જવાનું થયું. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ વંદનીય હૃદયસ્પર્શ શ્રી મનસુખલાલભાઈ પ્રમાણમાં નાની ઉંમરે વિધુર થયા હતા, પરંતુ તેમણે બીજા લગ્નનો વિચાર કર્યો નહિ અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને સાદા ત્યાગમય જીવન તરફ તેઓ વળી ગયા હતા. તેઓ હંમેશાં ભૂખરા ભગવા રંગનું પહેરણ પહેરતા અને તે જ રંગની ટોપી પહેરતા. વસ્ત્રપરિધાનમાં તેઓએ સાદાઈ સ્વીકારી અને ટાપટીપને તિલાંજલિ આપી. તેવી જ રીતે તેઓ આહારમાં પણ એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા જતા હતા. - ધાર્મિક બાબતોમાં, આચાર અને વિચાર બંનેનો સમન્વય તેમણે સાધ્યો હતો. જીવનમાં અનેકાંતવાદને યથાશક્તિ ઉતારવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તેઓ નિયમિત દેરાસરે જતા, દર્શન-પૂજા વગેરે કરતા, આનંદઘનજી, યશોવિજયજી વગેરેનાં સુંદર ભાવવાહી સ્તવનો તેઓ ચૈત્યવંદનમાં ગાતા, વખતોવખત તીર્થયાત્રાએ જતા, પરંતુ તેઓ માત્ર ક્રિયાજડ ક્યારેય બન્યા નહોતા. બીજી બાજુ તેઓ માત્ર આચારહીન ચિંતક પણ નહોતા. જે કંઈ અમલમાં મૂકવા જેવું લાગે તેને તેઓ તરત જ આચરણમાં મૂકતા. સાધુ-સંસ્થા કે જૈન સમાજોમાં જે કંઈ ત્રુટિઓ જણાય તે માટે નિર્ભયપણે પણ પ્રેમથી કહેતા, ક્યારેક તે તે વ્યક્તિઓને મળીને તેઓ કહેતા, અને તેમની વાત સ્વીકારાતી, કારણ કે તેમાં અંગત સ્વાર્થ ન રહેતો, પરંતુ તેમાં વ્યક્તિના હિતની ભાવના રહેતી. શ્રી મનસુખલાલભાઈનું નિવૃત્ત જીવન ધાર્મિક પ્રવૃત્તિઓથી સભર રહેતું. તેઓ સવારના નવ વાગ્યા સુધી ટેલિફોન ઉપર મળતા. તે પછી તેઓ પોતાના માટેની જુદી રૂમમાં હીંચકા ખાતાં ખાતાં વાંચતા, વિચારતા કે લખતા હોય. તેઓ જૈન ધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. કથાસાહિત્ય તો એમણે પુષ્કળ વાંચેલું અને ભિન્ન ભિન્ન સામયિકોમાં તેઓ નિયમિત રીતે જૈન કથાઓ લખતા. તેમની રજૂઆત સરળ, રસિક અને સાધારણ વાચકોને રસ અને સમજ પડે તેવી હતી. તેમણે “શીલધર્મની કથાઓ'ના બે ભાગ પ્રગટ કર્યા હતા, અને ત્યાર પછી પણ ઘણીબધી કથાઓ એમણે લખી હતી. શીલધર્મની કથાઓ'ની પ્રસ્તાવના મારે લખવી એવો પ્રસ્તાવ જ્યારે એમણે મારી પાસે મૂક્યો ત્યારે મેં કહ્યું, “તમે મારા વડીલ છો. મને લખતાં સંકોચ થાય. તમે કોઈ પીઢ લેખકને કહો.” પરંતુ એમણે મારે માટે જ આગ્રહ રાખ્યો અને છેવટે મારે એ પ્રસ્તાવના લખવી પડી. એમના આગ્રહમાં પ્રેમ અને Page #92 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલ તારાચંદ મહેતા ૭૫ વિનમ્રતા હતાં તેથી જ મારે એમના પુસ્તકની પ્રસ્તાવના લખ્યા વગર છૂટકો નહોતો. તેમના સ્વભાવની વિનમ્રતા અને ઉદારતાના ઘણા બધા પ્રસંગો નજર સામે તરવરે છે. માણસના સ્વભાવની ખરી કસોટી સાથે લાંબો પ્રવાસ કરવામાં થાય છે. એક વખત અમે અધ્યાત્મ મંડળની મીટિંગ અગાશી તીર્થમાં રાખી હતી. અમને ખબર પણ ન પડી એ રીતે કમિટીના બધા જ સભ્યોના જમવાના પૈસા એમણે આપી દીધા હતા. મુસાફરીમાં પોતાનો સામાન તેઓ ભાગ્યે જ બીજાને ઊંચકવા દેતા, પરંતુ બીજાનો સામાન તેઓ ઊંચકી લેતા. વળી સૂવામાં, સવારે ઊઠવામાં, જમવામાં, તૈયાર થવામાં પોતાને કારણે બીજાઓને કંઈ પણ અગવડ ન પડે તેનો તેઓ ખ્યાલ રાખતા, એટલું જ નહિ પણ દરેક બાબતમાં તેઓ તરત બીજાને સાનુકૂળ થઈ જતા. તેમની વિનમ્ર સજ્જનતાનો તો ઘણાને અનુભવ થયો હશે. અહંકાર તો તેમનામાં ક્યાંય જોવા ન મળે, આત્મપ્રશંસા કે આત્મપ્રસિદ્ધિ માટે તેઓ ઉદાસીન રહેતા. અધ્યાત્મ મંડળ તરફથી દર વર્ષે બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સ્વર્ગારોહણ તિથિ મુંબઈમાં ઊજવવામાં આવે તેમાં પોતે મંડળના ઘણાં વર્ષ પ્રમુખ હતા છતાં બોલવા માટે આગ્રહ ન રાખે. તેઓ વિનમ્ર અને મારા પ્રત્યે અંગત લાગણીવાળા એટલા બધા હતા કે જ્યારે બુદ્ધિસાગરસૂરીશ્વરજીની જન્મશતાબ્દી અને સ્વર્ગારોહણ સુવર્ણ જયંતીનું વર્ષ આવ્યું ત્યારે તેમણે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના પ્રમુખપદેથી રાજીનામું આપી એ પ્રમુખપદ મારે સ્વીકારવું એનો એટલો બધો આગ્રહ રાખ્યો કે એ સ્થાને સર્વ રીતે રહેવા યોગ્ય વ્યક્તિ તેઓ હતા છતાં મારે એ સ્થાન એમના સ્નેહના ખાતર સ્વીકારવું પડ્યું. કેટલાક સમય પહેલાં મુંબઈમાં એક સંસ્થા તરફથી સ્યાદ્વાદ' વિશેની ઈનામી નિબંધોની સ્પર્ધા યોજવામાં આવેલી જેમાંના નિર્ણાયકોમાં મુરબ્બી શ્રી મનસુખલાલભાઈની સાથે હું પણ હતો. એ સ્પર્ધા માટે ઘણાબધા નિબંધો આવેલા એટલે વારંવાર મળવું જરૂરી હતું. એ અંગે ચર્ચા-વિચારણા કરવા માટે એમને ઘરે જવા માટે હું એમનો સમય માગતો ત્યારે તેઓ હંમેશાં એમ જ કહેતા કે “હું નિવૃત્ત છું અને તમારી મુંબઈ યુનિવર્સિટી મારા ઘરની પાસે જ છે. માટે તમારે સમય બગાડીને મારે ત્યાં આવવાનું ન જ હોય. હું જ તમને Page #93 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ યુનિવર્સિટીમાં મળવા આવી જઈશ.” આમ તેમની વિનમ્રતા અને તેમના સૌજન્યની પ્રતીતિ જ્યારે જ્યારે અમે મળીએ ત્યારે થતી. અમારા અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના તો તેઓ સૂત્રધાર હતા. મંડળની કોઈ પણ બાબતમાં ચર્ચામાં જ્યારે કદાચ મતભેદ પડે તો છેવટે મનસુખલાલભાઈ જે કહે તે બધા સ્વીકારી લેતા. મંડળનાં નાનાં નાનાં પ્રકીર્ણ કામો પણ તેઓ પોતાની મેળે કરી નાખતા. મંડળના કામ માટે બહારગામ જવાનું હોય ત્યારે પણ તેઓ સાથ અને સહકાર આપતા. બહારગામ જવા માટે પોતાની કોઈ તારીખ તેઓ આપતા નહિ, પણ બીજા કાર્યકર્તાઓએ જે તારીખ નક્કી કરી હોય તે જ તેઓ સ્વીકારી લેતા. તેમની સાથે વિજાપુર અને મહુડી જવાનું અમારે વારંવાર થતું. તેઓ, હું, શ્રી પોપટલાલ પાદરાકર અને શ્રી વિનુભાઈ ગુલાબચંદ–અમે ચાર તો સાથે હોઈએ જ. કોઈ વખત ગૌતમભાઈ શાહ અને શ્રી પોપટલાલ ભાખરિયા પણ સાથે હોય. મહુડીમાં નિરાંત હોય એટલે સવારે દેરાસરમાં ચૈત્યવંદન કરતી વખતે અમે એમને આનંદઘનજી, યશોવિજયજી અને દેવચંદ્રનાં સ્તવનો ગાવા માટે ખાસ આગ્રહ કરતા. તેઓ ખૂબ ભાવથી મધુર સ્વરે સ્તવન લલકારતા અને એમની સાથે અમે બધા તલ્લીન થઈ જતા. એક વખત આનંદઘનજીનું કુંથુનાથ ભગવાનનું સ્તવન જે એમને ખૂબ પ્રિય હતું, તે ગાયા પછી એનો ભાવાર્થ વિસ્તારથી એમણે અમને સમજાવ્યો હતો. એક વખત આખું ભક્તામર સ્તોત્ર ગાયું હતું, તો એક વખત શ્રીમદ્ રાજચંદ્રનું “અપૂર્વ અવસર' ગાયું હતું. મહુડીમાં સાંજે જમ્યા પછી અડધો માઈલ કે માઈલ ચાલવા માટે અમે જતા ત્યારે રસ્તામાં તેમની સાથે ઘણી જ્ઞાનગોષ્ઠિ થતી અને વિવિધ જૈન પ્રાચીન કથાઓમાંથી તેઓ પ્રસંગો ટાંકતા.. તેમના સૌજન્યની સુવાસ એટલી બધી હતી કે સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર કે બીજે ક્યાંય અમે ગયા હોઈએ તો ત્યાં એમનાં સ્વજનો કે નેહીઓ તેમની આગતાસ્વાગતા કરવા એટલાં ઉત્સુક રહેતાં, જેનો લાભ અમને બધાને પણ મળતો. એક વખત મહુડીથી અમે અમદાવાદ આવ્યા અને સાંજે અમે મુંબઈ આવવા માટે નીકળવાના હતા. જે થોડાક કલાક મળ્યા તેમાં ઘણાંને મળવાની અમારી ઇચ્છા હતી. અમે બેત્રણ રિક્ષા કરવાની વ્યવસ્થા વિચારતા હતા, ત્યાં તેમના એક સંબંધીએ પોતાની ગાડી અમારે Page #94 -------------------------------------------------------------------------- ________________ મનસુખલાલ તારાચંદ મહેતા માટે મોકલાવી અને આખો દિવસ રાખવા માટે કહ્યું. એથી થોડા જ કલાકમાં અમે અમદાવાદમાં પ. પૂ. શ્રી સુબોધસાગરસૂરિજી, પ. પૂ. શ્રી પદ્મસાગરજી મહારાજ, ૫. પૂ. શ્રી ચંદ્રોદયસૂરિજી, પ. પૂ. શ્રી વિજય ધુરંધરસૂરિજી, પંડિત સુખલાલજી, પંડિત દલસુખભાઈ માલવણિયા, ભાવનગરવાળા શ્રી ગુલાબચંદભાઈ (જે તે સમયે અમદાવાદ આવ્યા હતા) વગેરે ઘણાંને થોડા કલાકમાં જ મળી શક્યા. છેલ્લા કેટલાક સમયથી તેમને એમ લાગતું હતું કે પોતાનો જીવનકાળ હવે પૂરો થવા આવ્યો છે. અમે ત્રણેક વર્ષ પહેલાં નવસારી પ. પૂ. શ્રી સુબોધસાગરસૂરિજીને મળવા ગયા હતા અને ત્યાંથી ધામણ શ્રીમદ્ રાજચંદ્રજીના આશ્રમમાં ગયા હતા. ત્યાં તેમણે એક મુનિ મહારાજ પાસે કેટલીક બાધાઓ જાવજીવની માગી અને કહ્યું કે, મને જાવજીવની બાધા આપો, કારણ કે હવે મારે ક્યાં બહુ વરસ જીવવું છે ! અમદાવાદમાં પરમ પૂ. શ્રી પાસાગરજી મહારાજ પાસે અમે ગયા હતા, ત્યારે તેમણે હાથ જોડીને કેટલીક બાધા માટે મહારાજજીને કહ્યું, “મને જાવજીવની બાધા આપો.” મહારાજજીએ કહ્યું, “હું એક વરસથી વધારે બાધા કોઈને આપતો નથી. વરસ પછી તમે ફરીથી બાધા લેજો.” મનસુખલાલભાઈએ કહ્યું, “હું એક વરસ પણ જીવીશ કે કેમ તે કોને ખબર છે? માટે મને જાવજીવની બાધા આપો.” છેવટે મહારાજજીએ એમને એ પ્રમાણે બાધા આપી. મહેસાણામાં પ. પૂ. પદ્મસાગરજી મહારાજની આચાર્યની પદવીનો પ્રસંગ હતો. અમે બધાંએ સાથે મહેસાણા જવાનું નક્કી કર્યું હતું. અમારી ટિકિટો આવી ગઈ હતી. કાર્યક્રમ બધો ગોઠવાઈ ગયો હતો, પરંતુ ચારેક દિવસ પહેલાં મનસુખભાઈનો ફોન આવ્યો કે “મારી ટિકિટ કેન્સલ કરાવજો. મારી તબિયત સારી રહેતી નથી અને કોણ જાણે કેમ મારું મન ના પાડે છે.” તેઓ મહેસાણા આવી શક્યા નહિ અને ત્યાર પછી થોડા દિવસમાં જે તેમણે દેહ છોડ્યો. શ્રી મનસુખલાલભાઈના અવસાનથી જૈન સમાજે એક સંનિષ્ઠ સાહિત્યકાર અને સૌજન્યમૂર્તિ સેવક ગુમાવ્યા છે. તેમણે શ્રીમંતાઈ ભોગવી હતી, પરંતુ તેમના હૃદયમાં ત્યાગ અને વૈરાગ્યના ભાવો જ રમતા. તેઓ ગહન તત્ત્વચિંતનમાં રસ લેતા. “બ્રહ્મચર્ય અને “અપરિગ્રહ’ વિશેના તેમના Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ વંદનીય હૃદયસ્પર્શ લેખો સાચી અનુભૂતિમાંથી જન્મ્યા હતા. તેઓ કથાઓ લખતા, પરંતુ કથાના રહસ્યને પોતાના જીવનમાં પ્રથમ ઉતારતા. તેઓ ઊંડી આધ્યાત્મિક ખોજમાં લીન રહેતા. તેઓ જીવન અને મૃત્યુની બાબતમાં સ્વસ્થ અને સમદર્શી રહેવાનો પ્રયાસ કરતા. મૃત્યુ એ એક સ્વાભાવિક ઘટના તેમને માટે હતી અને એથી જ તેઓ તેને માટે સજ્જ રહેતા. તેમના જીવનમાં વિવિધ આધ્યાત્મિક પાસાંઓનો તેમના અંગત સંપર્કમાં આવનારને પરિચય થતો. વ્યવહારમાં તેઓ સૌજન્યની મૂર્તિ હતા, અને તેમના સંપર્કમાં થોડા સમય માટે પણ જેઓ આવ્યા હશે તેમને એમના સૌજન્યની સુવાસનો પરિચય થયા વગર રહ્યો નહિ હોય. આવા એક ઊર્ધ્વગામી આત્માએ જીવન પૂર્ણ કરી, દેહ છોડી ઊર્ધ્વગમન કર્યું. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી એટલે ગુજરાત અને ગુજરાતી સાહિત્યનું નામ આંતરભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સુખ્યાત બનાવનાર આપણા લાડીલા કવિ, વિવેચક અને સંસ્કારપુરુષ. ગાંધીજી અને કાકા કાલેલકરની છત્રછાયા હેઠળ જીવન-ઘડતર કરનાર, બ્રાહ્મણત્વના શ્રેષ્ઠ સંસ્કાર ધરાવનાર, વેદ અને ઉપનિષદકાળના ઋષિની યાદ અપાવનાર સ્વ. ઉમાશંકર જોશીએ એક ગુજરાતી કવિ કે સાહિત્યકાર તરીકે જીવનમાં જે સિદ્ધિઓ મેળવી તે ઘણી મોટી હતી. રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિનું પદ, જ્ઞાનપીઠનો એવૉર્ડ, સાહિત્ય અકાદમીનું પ્રમુખસ્થાન, કેન્દ્રની રાજ્યસભાનું સભ્યપદ, વિશ્વભારતી-વિશ્વવિદ્યાલયનું ઉપકુલપતિપદ જેવી માનભરી સિદ્ધિઓ મેળવવા તેઓ સભાગી બન્યા હતા. આ બધી જ સિદ્ધિઓ આયાસ કે ખટપટ કરીને નહિ, પરંતુ કેવળ પોતાની ગુણવત્તાને ધોરણે તેમણે પ્રાપ્ત કરી હતી. તેઓ સત્ય, ન્યાય, નીતિ અને પ્રામાણિકતાના જીવનભર ઉપાસક રહ્યા હતા. “ઋત” એમના જીવનનો મંત્ર હતો. તેમની ઋતની ઉપાસના અખંડ હતી. અસત્ય કે દંભનો આશ્રય લઈ આયાસપૂર્વક કશુંક પ્રાપ્ત કરી લેવાનું કે પોતાનો બચાવ કરવાનું તેમણે કદી વિચાર્યું નહોતું. એમના અંતરમાં એક બાજુ જેમ કાર્યસિદ્ધિની આકાંક્ષા રહી હતી તેમ બીજી બાજુ અનાસક્તિ પણ રહેલી હતી. પોતાની ભૌતિક એષણાઓને તેઓ ક્યારેય વાચા આપતા નહિ. યથાશક્ય તેઓ નિસ્પૃહ કે ઉદાસીન રહેતા. સંબંધો બાંધીને કશુંક મેળવી લેવાની ઝંખના તેઓ ક્યારેય રાખતા નહિ. જેમ પત્રવ્યવહારની બાબતમાં તેમ મિત્રો સાથેના સંબંધોની બાબતમાં પણ, જૂજ અપવાદ સિવાય, તેઓ સામેથી બહુ ઉત્કંઠા દર્શાવતા નહિ. સહજ રીતે થાય તેટલું થવા દેતા. જાહેર જીવનમાં અન્ય લોકોના અકારણ દ્વેષ કે ઈર્ષાને પાત્ર થવાનું થાય, પરંતુ ત્યારે પણ ઉમાશંકર સમભાવ અને ઉદાસીનતા ધરાવતા. તેમની પાસે અગાધ જ્ઞાન હતું અને વિશિષ્ટ જીવનદર્શન હતું. તેમની સ્મૃતિ Page #97 -------------------------------------------------------------------------- ________________ ८० વંદનીય હૃદયસ્પર્શ પણ એટલી જ સતેજ હતી. એને લીધે તેમની પાસે અનૌપચારિક રીતે શાંતિથી બેઠા હોઈએ ત્યારે પ્રાચીનકાળના કોઈ ઉચ્ચ પ્રતિભાસંપન્ન ઋષિમુનિની પાસે, કોઈ Geniusની પાસે બેઠા હોઈએ તેવો અનુભવ થતો. ઉમાશંકરની વિવિધ સિદ્ધિઓને લક્ષમાં રાખીને એમને વિવિધ બિરુદો આપવામાં આવ્યાં છે. પરંતુ ‘ઋતોપાસક ઋષિ’ તરીકે એમને ઓળખાવવામાં એમને અપાયેલાં ઘણાં બિરુદોનો સમાવેશ થઈ જાય છે. કવિતા, નાટક, વાર્તા, વિવેચન, સંશોધન-સંપાદન, ઇત્યાદિ વિવિધ ક્ષેત્રે એમની બહુમુખી અને બહુશ્રુત પ્રતિભાએ પાંચ દાયકાથી અધિક સમય સુધી સતત યોગદાન આપ્યા કર્યું. એમનું સત્ત્વશીલ જીવનલક્ષી વિપુલ સાહિત્ય ચિરકાળ સુધી અનેકને પ્રેરણા આપતું રહેશે. એમનું જીવન પણ એવું જ પ્રેરણામય હતું. એમના નિકટ સંબંધમાં આવવાનું અમને સદ્ભાગ્ય સાંપડ્યું હતું. અહીં થોડાંક સ્મરણો તાજાં કરું છું. શાળા અને કૉલેજનાં પાઠ્યપુસ્તકોમાં ઉમાશંકરની કવિતા ભણવાની આવી હતી ત્યારથી એટલે કે કિશોરાવસ્થાથી જ ઉમાશંકરના નામથી હું સુપરિચિત થયો હતો. મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રથમ વર્ષમાં હતો ત્યારે અમારા અધ્યાપકો બાદરાયણ અને પ્રો. ગૌરીપ્રસાદ ઝાલાએ ઉમાશંકર જોશીનું ‘ગુજરાતી કવિતાની આવતી કાલ' એ વિષય ઉપર વ્યાખ્યાન ગોઠવ્યું હતું. એ દિવસે ઉમાશંકરને પહેલી વાર જોયેલા. ઉમાશંકરે વ્યાખ્યાનની શરૂઆતમાં કહેલું તે આજે પણ યાદ છે. તેમણે કહ્યું હતું કે, “મારી અટક જોશી છે. હું માનું છું કે મારી અટક જોઈને આવતી કાલની ગુજરાતી કવિતા વિશે મને બોલવાનું નહિ કહ્યું હોય. આવતી કાલની કવિતા વિશે હું જે કહીશ તે જયોતિષી તરીકે નહિ, પણ કવિતાના પ્રવાહમાં પડેલા કવિ તરીકે કહીશ.’’ એ દિવસે ઉમાશંકરને સાંભળ્યા ત્યારે એક તેજસ્વી કવિ અને મધુ૨સિક વિદ્વાન વક્તાને સાંભળવાનો આનંદ અનુભવ્યો. પછીથી તો મુંબઈમાં જેટલી વાર તેમનાં વ્યાખ્યાનોનો કે કાવ્યવાચનનો કાર્યક્રમ હોય તેટલી વાર તેમાં જવાનું અચૂક રાખતો. ૧૯૪૮માં B.A. થયા પછી મારા પારસી મિત્ર શ્રી મીનુ દેસાઈ સાથે ગુજરાતી સૉનેટોનું સંપાદન ‘મનીષા’ નામથી કરવાનું અમે વિચાર્યું. તે વખતે ઉમાશંકર સાથે મારે પત્રવ્યવહાર થયો હતો. પત્રનો જવાબ ન લખવાની Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ઉમાશંકર જોશી ઉમાશંકરની પ્રકૃતિ ત્યારે હજુ વિકસી ન હતી, એટલે પત્રનો તરત જવાબ આપતા અને વિગતે સલાહ-સૂચનો આપતા, કારણ કે સૉનેટ એમનો એક પ્રિય કાવ્યપ્રકાર હતો. એ પત્રવ્યવહારથી ઉમાશંકર સાથે પરિચય થયો હતો, પરંતુ રૂબરૂ મળીને વાતો કરવાનો પ્રસંગ હજુ ત્યારે સાંપડ્યો નહોતો. ઉમાશંકર સાથે મારે વ્યક્તિગત અંગત પરિચય તો વડોદરામાં મળેલા લેખક-મિલન વખતે ઈ. સ. ૧૯૫૦માં થયો હતો. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે હું પ્રથમ નંબરે આવેલો અને તે પછીથી ખબર પડેલી કે અમારા પરીક્ષકોમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને વિજયરાય વૈદ્ય સાથે ઉમાશંકર જોશી પણ હતા. લેખકમિલનમાં મેં મારો પરિચય આપ્યો ત્યારે પરીક્ષાના પરિણામની એમણે જ વાત કાઢેલી અને લેખકમિલનના કાર્યક્રમના છેલ્લા દિવસે ચાંદોદમાં રાત્રે નદીકિનારે મળેલી સભામાં બધાનો પરિચય ઉમાશંકરે કરાવ્યો તે વખતે નવા એમ.એ. થયેલા યુવાનોમાં નિરંજન ભગત અને મારો પરિચય કરાવેલો. એ વખતે સો-સવાસો જેટલા લેખકોનો ઉમાશંકરે વિગતે પરિચય કરાવ્યો હતો. તે ઉપરથી તેમની અદ્ભુત સ્મરણશક્તિની પ્રત્યક્ષ પ્રતીતિ બધાને થઈ હતી. વડોદરાના સંમેલન પછી ઉમાશંકરને મુંબઈમાં અને અમદાવાદમાં વારંવાર મળવાનું થતું. મુંબઈમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા આવેલા અને પરમાનંદભાઈ કાપડિયાને ત્યાં ઊતરેલા ત્યારે એમની સાથે ગાઢ પરિચય થયેલો. મારાં પત્નીએ ત્યારે સોફિયા કોલેજમાં એમનું વ્યાખ્યાન પણ ગોઠવેલું. સાહિત્ય પરિષદના નડિયાદના સંમેલન વખતે, મુનશી પાસેથી સાહિત્ય પરિષદ લેવાના આંદોલન વખતે મુનશી સાથેની વાટાઘાટમાં ઉમાશંકર વધુ પડતો ગુસ્સો કરી બેઠેલા એ ત્યાં ચર્ચાનો વિષય થઈ ગયેલો. એમના ગુસ્સા વિશે પછીથી મિત્રોએ ટકોર કરેલી. ઉમાશંકરની યુવાનીનો એ આક્રોશ સાહિત્ય પરિષદને છોડાવવા માટેનો હતો. નડિયાદમાં સદ્ભાગ્યે સ્નાબહેનની સાથે એક જ રૂમમાં મારાં પત્ની તારાબહેનને ઉતારો મળ્યો હતો. એથી જ્યોત્નાબહેન સાથે ઘણી અંગત વાતો થયેલી. ઉમાશંકરને નાની ઉંમરે ક્ષયરોગની અસર થયેલી અને તે માટે ઉમાશંકરે કેટલી બધી કાળજી રાખીને એ રોગ મટાડેલો તેની વાત જ્યોસ્નાબહેને કહેલી. વળી ચિ. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ વંદનીય હૃદયસ્પર્શ સ્વાતિના જન્મ પછી ઉમાશંકરે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલું તેની વાત પણ જ્યોસ્નાબહેને કરેલી. પોતાનાં આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન હતાં તે સામે એમનાં સગાંસંબંધીઓનો કેટલો વિરોધ હતો અને પોતાને કેટલું સહન કરવું પડેલું તેની વાત પણ કરી હતી. “સખી મેં કલ્પી'તી' કાવ્યના રચયિતા અને “મનુજ મુજ શી” તથા “મધુરતર હૈયાંની રચના” કહેનાર કવિ ઉમાશંકર અને સ્નાબહેનનું દામ્પત્યજીવન અત્યંત સ્નેહપૂર્ણ અને પ્રસન્ન હતું. ઉમાશંકર જ્યોસ્નાબહેનની સંભાળ બહુ રાખતા. ઉમાશંકરના પ્રેમ અને પ્રત્યુત્પન્નમતિનાં ઉદાહરણ તરીકે યોસ્નાબહેને કહેલો એક પ્રસંગ યાદ આવે છે. તેઓ બંનેને ખાદી, કે સ્વદેશી વસ્ત્રો પહેરવાનો નિયમ હતો. બંનેએ સાદાઈથી જીવન જીવવાનું નક્કી કરેલું. વળી જ્યોસ્નાબહેને મનથી એવો નિયમ રાખેલો કે વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધીની સાડી ખરીદવી. એક વખત જ્યોન્નાબહેનને એક સાડી બહુ ગમેલી અને લેવાનું નક્કી કર્યું, પરંતુ એની કિંમત પૂછતાં સાડત્રીસ રૂપિયા છે એમ જાણ્યું એટલે પોતે તે લેવાનું માંડી વાળ્યું. સાડી બહુ સરસ છે અને ગમી ગઈ છે એટલે ઉમાશંકરે તે લેવાનો આગ્રહ કર્યો, પણ જ્યોત્નાબહેને ના પાડી. ઉમાશંકરે કારણ પૂછયું, એટલે જ્યોન્નાબહેને કહ્યું કે વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધીનો નિયમ છે અને આ સાડીની કિંમત સાડત્રીસ રૂપિયા છે, માટે તે લેવી નથી. ઉમાશંકર જ્યોત્નાબહેનની મૂંઝવણ સમજી ગયા. પરંતુ સાડી અપાવવાની એમની ઇચ્છા પ્રબળ હતી. વળી જ્યોત્નાબહેનની આ કોઈ અફર પ્રતિજ્ઞા નહોતી. સાદાઈથી ઘર ચલાવવા માટે ધારણ કરેલો સામાન્ય નિયમ હતો. એટલે ઉમાશંકરે વચલો માર્ગ કાઢી જયોસ્નાબહેનને સમજાવતાં કહ્યું કે “તમારા નિયમ પ્રમાણે આ સાડી લઈ શકાય એમ છે. વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધી એટલે કે ત્રીસ શબ્દની સાથે જે વધુમાં વધુ રકમ આવે ત્યાં સુધી લઈ શકાય. ૩૧થી ૩૮ સુધીની રકમોમાં ત્રીસ શબ્દ આવે છે એટલે સાડત્રીસ જ નહિ, આડત્રીસ રૂપિયા સુધી લઈ શકાય. ઓગણીચાલીસની સાડી ન લેવાય.” આમ અનુકૂળ અર્થ કરી અને વિશેષ તો પ્રેમપૂર્વક ખૂબ આગ્રહ કરી ઉમાશંકરે જયોસ્નાબહેનને એ સાડી અપાવેલી. ૧૯૫૫માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં મારે ગુજરાતીના Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ઉમાશંકર જોશી અધ્યાપક તરીકે એક વર્ષ ભણાવવાનું થયું હતું. અમદાવાદમાં એક વર્ષના તે નિવાસ દરમિયાન ઉમાશંકરને મળવા એમના આંબાવાડીના નિવાસસ્થાને ઘણી વાર જતો. ત્યારે ઉમાશંકર એટલા વ્યસ્ત નહોતા. વળી હું રોજ સાંજે પં. સુખલાલજી પાસે એમને જે કંઈ વાંચવું હોય તે વાંચી આપવા માટે જતો. ઉમાશંકર પણ એમને મળવા માટે વખતોવખત આવતા. અને એ રીતે એમની સાથે સારી સાહિત્યગોષ્ઠિ થતી. ગુજરાતી સાહિત્ય પરિષદ મુનશી પાસેથી લઈ લેવા માટે જે આંદોલન થયેલું તેમાં પહેલી સહી પં. સુખલાલજીની હતી. તે સમયે પંડિતજીના સાંનિધ્યમાં ઘણી વાટાઘાટો થતી તથા પરિષદ મુનશી પાસેથી લેવાયા પછી તેના નવા બંધારણની ચર્ચાઓ પંડિતજીની હાજરીમાં થતી. એ વખતે ઉમાશંકર, ઝીણાભાઈ, યશવંત શુક્લ, જયંતી દલાલ વગેરેની વિચારધારા કેવી છે તેનો પ્રત્યક્ષ પરિચય થયેલો. ત્યારે હજુ ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ સ્થાન સ્વીકારેલું નહિ. ભો. જે. વિદ્યાભવનમાં માનાર્ડ અધ્યાપક તરીકે તેઓ કામ કરતા અને એકંદરે તેઓ “સંસ્કૃતિ' ચલાવવામાં અને સાહિત્યલેખનમાં પોતાનો બધો સમય ઉપયોગમાં લેતા. ઉમાશંકરે પારિતોષિક-એવૉર્ડ વગેરે સ્વીકાર્યા છે અને તેના સમારંભોમાં હાજરી આપી છે, પરંતુ પોતાનાં પચાસ, સાઠ કે પંચોતેર વર્ષ નિમિત્તે જન્મ મહોત્સવ ઊજવવાની સંમતિ ક્યારેય આપી નથી. તેમને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે, સાઠ વર્ષ પૂરાં થયાં ત્યારે, સિત્તેર વર્ષ પૂરાં થયાં ત્યારે અને છેલ્લે પંચોતેર વર્ષ પૂરાં થયાં ત્યારે દરેક વખતે તે તે ઊજવવા માટે દરખાસ્ત લઈને કેટલાક સાહિત્યકારો તેમની પાસે ગયા હતા, પરંતુ તેનો તેમણે ક્યારેય સ્વીકાર કર્યો નહોતો. એમનો એ નિર્ધાર એમના અભિજાત સંસ્કારનો દ્યોતક છે. વળી તેઓ અન્ય લેખકો માટેની એવા પ્રકારની માત્ર ઉંમર સાથે સંકળાયેલી ઉજવણીના કાર્યક્રમમાં કોઈ સ્થાન સ્વીકારીને ભાગ લેતા નહિ. (અપવાદરૂપ ચન્દ્રવદન મહેતાનો અમૃત મહોત્સવ.) કેટલાંય વર્ષ પહેલાં મુંબઈના એક સાહિત્યકારને પચાસ વર્ષ પૂરાં થયાં ત્યારે તેમની ઉજવણીના કાર્યક્રમમાં પ્રમુખ તરીકે ઉમાશંકર પધારશે એવી જાહેરાત થઈ હતી. એ દિવસોમાં મારે માઉન્ટ આબુ જવાનું થયું હતું. ત્યાં એક દિવસ બસ સ્ટેન્ડ પાસે ઉમાશંકર અચાનક મળી ગયા. થોડી વાતચીત થઈ. છૂટા પડતી વખતે મેં એમને કહ્યું, “હવે મુંબઈમાં ... ની પ૦ વર્ષની ઉજવણી પ્રસંગે તમે પ્રમુખ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ વંદનીય હૃદયસ્પર્શ તરીકે આવવાના છો ત્યારે મળીશું.” એમણે કહ્યું, “એ લોકોએ મારું નામ જાહેર કરી દીધું છે. પરંતુ મેં સંમતિ આપી નથી. મેં સ્પષ્ટ ના લખી દીધી છે, અને હું મુંબઈ જવાનો નથી. મુનશીની ષષ્ટિપૂર્તિમાં જો મેં ભાગ ન લીધો હોય તો ...ની સુવર્ણ જયંતીમાં ભાગ લેવાની શક્યતા જ ક્યાંથી હોય ? હું આવી ઉજવણીમાં માનતો નથી અને બીજાઓની તેવી ઉજવણીમાં શક્ય હોય ત્યાં સુધી ભાગ પણ નથી લેતો.’' આ બાબતમાં, ખાસ કરીને આત્મશ્લાઘાથી પર રહેવાની બાબતમાં, તેમની વિશિષ્ટ દૃષ્ટિ હતી. ઉમાશંકર સાહિત્ય પરિષદના અધિવેશનોમાં અવશ્ય ઉપસ્થિત રહેતા અને નાનામોટા અનેક સાહિત્યકારોની સાહિત્ય-પ્રવૃત્તિથી પરિચિત રહેતા. પોરબંદરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન વખતે મારો ઉતારો બીજા બધા પ્રતિનિધિઓ સાથે હતો અને ઉમાશંકરનો ઉતારો એક ગેસ્ટ હાઉસમાં હતો. તે વખતે ઉમાશંકરે સ્થાનિક કાર્યકર્તાઓને સૂચના આપીને મારો ઉતારો પોતાની સાથે ગેસ્ટ હાઉસમાં રખાવ્યો હતો. બે દિવસ સતત સાથે રહેવાનું થયું. મારા પીએચ.ડી.ના અભ્યાસવિષય ‘નળદમયંતીની કથા'માં એમને પણ બહુ રસ હતો. તે વખતે કવિ ભાલણના કહેવાતા બીજા ‘નળાખ્યાન’ની બનાવટ કેવી રીતે થઈ છે તેની સાબિતીઓ મેં જ્યારે એમને બતાવી ત્યારે તેઓ ખૂબ રાજી થયા હતા. ઉમાશંકર જ્યારે કોઈ કાર્યક્રમ માટે મુંબઈમાં આવે ત્યારે એમને મળવા માટે સમયની ઘણી ખેંચ રહે. કેટલીક વાર તો જાહેર કાર્યક્રમને અંતે એમને મળવા એટલા બધા સાહિત્યકારો, મિત્રો, ચાહકો હોય કે માંડ બે મિનિટ પણ વાત કરવાની તક મળે તો મળે. પરંતુ એમને નિરાંતે મળવાનો એક ઉપાય તે સ્ટેશન ઉપર જઈ ટ્રેનના ડબામાં મળવાનો હતો. તેઓ અમદાવાદ પાછા ફરતા હોય ત્યારે બૉમ્બે સેન્ટ્રલ ઉપર ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં અડધા કલાક પહેલાં તેઓ પોતે ઘણુંખરું એકલા બેઠા હોય. આવી રીતે બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર તેમને કેટલીય વાર મળ્યો છું. એક વખત એ રીતે તેમને મળવા માટે ગયો હતો ત્યારે સંસ્કૃતના અધ્યાપક પંડિત શ્રી નર્મદાશંકર શાસ્ત્રી પણ ત્યાં આવેલા. તેમની સાથે ઉમાશંકર સંસ્કૃતમાં વાતચીત કરતા. તે વખતે ઉમાશંકરે મને ભલામણ કરતાં કહ્યું કે હવે તો મુંબઈમાં સ્કૂલ-કૉલેજમાંથી સંસ્કૃત ભાષા નીકળતી જાય છે. તમે તમારાં બંને બાળકોને અત્યારથી જ સંસ્કૃત ભાષા Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮ . ઉમાશંકર જોશી શીખવવાનું ચાલુ કરી દો. વળી એ શીખવવા માટે તરત એમણે એમના વતનના મિત્ર નર્મદાશંકર શાસ્ત્રીને ભલામણ કરી. એ સમયથી શાસ્ત્રીજી નિયમિત અમારાં બંને સંતાનોને સંસ્કૃત ભણાવવા માટે ઘરે આવવા લાગ્યા અને ત્રણેક વર્ષમાં તો અમારી પુત્રી ચિ. શૈલજા સંસ્કૃત ભાષામાં વાતચીત અને ભાષણ પણ કરવા લાગી હતી. એની આ પ્રગતિ જોઈ ઉમાશંકરને ઘણો હર્ષ થયો હતો. તેમણે શૈલજાને સંસ્કૃતનો મહાવરો ચાલુ રાખવાની ભલામણ કરેલી અને દાખલો આપતાં કહેલું કે પોતાની પુત્રી સ્વાતિ સ્પેનિશ ભાષા સરસ શીખી હતી, પણ હવે ભારતમાં મહાવરો રહ્યો નથી એટલે ભૂલવા લાગી છે. તેઓ શૈલજાને ક્યારેક સંસ્કૃતમાં શ્લોકરૂપે પત્ર લખતા. શૈલજા ઇંગ્લેન્ડ, યુરોપના પ્રવાસેથી પાછી આવી ત્યારે એમણે લખ્યું હતું : सत्पुत्रि शैलजे देवभाषाविद्या विभूषिते । तन्मे कथय यत् प्राप्तं तत्राङ्लदेशदर्शने ।। ચિ. શૈલજા મુંબઈ યુનિવર્સિટીમાં ઈન્ટર આર્ટ્સ(મધ્યમા)ની પરીક્ષામાં વીસ હજાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે આવી એ સમાચાર જાણીને પોતાનો આનંદ નીચેના શ્લોકમાં વ્યક્ત કરતો પત્ર એમણે ચિ. શૈલજાને લખ્યો હતો : प्रथमा मध्यमायां त्वं परीक्षायां तु राजसे। सदाप्रिया सरस्वत्याः संप्रसादं समाप्नुहि ॥ मुम्बापुर्यां वसिष्यामि कांश्चिद् वै दिवसानहम् । पूज्यां मातामहीं वत्से पितरौ भ्रातरं तथा ।। भद्रे कथय भवतां दशनार्थं क्वचिद् गृहम् । आगमिष्यामि, न पुनर निवासयेति शैलजे ।। गुरवे तव सन्मित्रनर्मदाशंकराय च। स्नेह-सोहार्दपूर्णोऽयं नमस्कारो विधीयते ॥ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગ થયો તે વખતે પ્રોફેસરના હોદ્દા માટે ગુજરાતમાંથી કોણ યોગ્ય છે તેની વિચારણા ચાલેલી અને હંસાબહેન મહેતા તથા રમણલાલ વસંતલાલ દેસાઈની ઇચ્છા એવી હતી કે એ સ્થાને ઉમાશંકર આવે તો સારું. પરંતુ ઉમાશંકરે કહેલું કે પોતે અરજી નહિ કરે. પોતાને નિમંત્રણ આપવામાં આવે તો કદાચ તેઓ Page #103 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ સ્વીકારે. યુનિવર્સિટીના નિયમ અનુસાર અરજી કરવી અનિવાર્ય હતી, પરંતુ ઉમાશંકરે અરજી કરી નહિ. અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઉમાશંકર જોડાયા નહિ. પરંતુ ત્યાર પછી કેટલાંક વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે ગુજરાતીના પ્રોફેસરની પોસ્ટ જાહેર કરવામાં આવી તે વખતે ઘણા મિત્રો અને વડીલોના દબાણને વશ થઈ ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીમાં અરજી કરી હતી. તેઓ યુનિવર્સિટીમાં જોડાયા અને ગુજરાતીના અધ્યાપક અને વિભાગના અધ્યક્ષ તરીકે ઘણાં વર્ષો સુધી કામ કર્યું અને ત્યાર પછી એ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે પણ તેમણે સેવા આપી. યુનિવર્સિટીમાં એ સ્થાને આવ્યા પછી ઉમાશંકરની જવાબદારીઓ, સંપર્કો, પ્રવૃત્તિઓ એટલાં બધાં વધી ગયાં કે પછીથી એમને નિરાંતે મળવાનું દુર્લભ થવા લાગ્યું. ઘણે ઠેકાણે હાજરી આપવાની હોય, સમય સાચવવાનો હોય અને કામો કરવાનાં હોય એટલે ઇચ્છા હોવા છતાં પણ પોતે બધાંની સાથે પહેલાંની જેમ મુક્ત મનથી હળીમળી શક્યતા નહોતા. અમૃતસરમાં પી.ઇ.એન.ના સંમેલનમાં તેઓ નિરાંતે મળ્યા ત્યારે એ વિશે મેં એમનું ધ્યાન દોરેલું. મુંબઈમાં અમારે ઘરે ઊતરવા માટે જ્યોત્સ્નાબહેને આપેલા વચનની યાદ અપાવેલી અને પોતે વચન જરૂર પાળશે એવી ખાતરી આપેલી. ૮૬ મુંબઈમાં ઉમાશંકર આવે ત્યારે ઉમેદભાઈ મણિયાર, વાડીલાલ ડગલી કે અન્ય કોઈના ઘરે ઊતરે. અમારા ઘરે ઊતરવા માટે અગાઉથી અમે પત્ર લખતા ત્યારે ત્રણેક વાર તેઓ અમારા ઘરે ઊતરેલા. “અમારું ઘર નાનું છે એટલે અગવડ તો નહિ પડે ને ?' એમ અમે પૂછેલું ત્યારે એમણે કહેલું કે “માણસને સૂવા માટે છ ફૂટની જગ્યા જોઈએ. એટલી જગા મળી રહે ત્યાં ગમે તે સ્થળે ઊતરી શકાય. ઉમેદભાઈના ઘરે જો હું ઊતરી શકું તો તમારા ઘરે ઊત૨વામાં કોઈ પ્રશ્ન જ ન હોય.'' સાદાઈથી જીવન જીવવાની એમની પાસે સરસ કળા હતી. છેલ્લે ઉમાશંકર અમારે ત્યાં આવેલા ત્યારે શિયાળામાં દિલ્હીથી આવેલા હોવાથી ગરમ લાંબો કોટ અને બૂટમોજાં પહેરીને આવેલા. પરંતુ મુંબઈમાં જરા પણ ઠંડી નહિ. પંખા ચાલે. બે દિવસ રોકાયા પછી ઉમાશંકર અમદાવાદ વિમાનમાં જવાના હતા. અમે એરપોર્ટ ઉપર મૂકવા માટે નીકળ્યા. થોડે ગયા ત્યાં એમને યાદ આવ્યું કે ગરમ કોટ અને બૂટમોજાં ઘરે ભુલાઈ ગયાં છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉમાશંકર જોશી ૮૭ સમય તો હજુ હાથમાં હતો એટલે અમે પાછા ફર્યા અને કોટ તથા બૂટમોજાં લઈ લીધાં. ત્યારે ઉમાશંકરે કહેલું કે “હવે વૃદ્ધાવસ્થાના કારણે સ્મૃતિ ઉપર અસર થવા લાગી છે.” જોકે એમણે એમ કહ્યું હતું તો પણ એમની સ્મૃતિ તો જીવનના અંતિમ દિવસો સુધી એટલી જ સતેજ રહી હતી. ઉમાશંકર ઘણુંખરું પત્રોના જવાબ લખતા નહિ. પરંતુ પત્ર લખનાર બેત્રણ વર્ષે પણ કોઈ સભામાં કે બીજે ક્યાંય મળી જાય તો એ પત્રની વિગત એમને યાદ હોય. કેટલાં બધાં કુટુંબોનાં બધાં જ સભ્યોનાં નામ તેમને યાદ રહેતાં. એમની સ્મૃતિ માત્ર ગ્રંથો પૂરતી જ નહિ, વ્યક્તિ અને પ્રસંગો માટે પણ એટલી જ તાજી રહેતી. એક વખત ઉમાશંકર અમારા ઘરે આવ્યા હતા ત્યારે એટલા પ્રસન્ન ન હતા. થોડી વાર વાતચીત થયા પછી મેં કહ્યું, “આ વખતે તમે બહુ પ્રસન્ન દેખાતા નથી.’’ ત્યારે એમણે કહ્યું, “સાચી વાત છે. મને સ્વાતિની ચિંતા છે, એ દિલ્હીમાં એકલી રહે છે. થોડા દિવસ પહેલાં એ ભણાવવા ગઈ હતી ત્યારે એના ઘરમાં ચોરી થઈ. એમાં એની કેટલીક સારી મનગમતી સાડીઓ પણ ચોરાઈ ગઈ છે. ચોરીની આ ઘટનાથી સ્વાતિ અસ્વસ્થ થઈ ગઈ છે. મારે અમદાવાદ જઈ તરત દિલ્હી જવું છે.’ મેં કહ્યું, “તમે હવે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા એટલે તમારે દિલ્હી રહેવાનું ખાસ કારણ રહ્યું નહિ. નંદિની અમદાવાદમાં તમારી સાથે છે, તો સ્વાતિને પણ અમદાવાદ બોલાવી લો ને !’’ એમણે કહ્યું, “પણ એ માટે સ્વાતિને અમદાવાદમાં એને યોગ્ય નોકરી મળવી જોઈએ ને ?’’ મેં કહ્યું, “તમે ધારો તો સ્વાતિને અમદાવાદમાં કોઈ પણ સારી જગ્યાએ યોગ્ય નોકરી અપાવી શકો. તમારું કામ કરવા સૌ કોઈ રાજી હોય.” પરંતુ ઉમાશંકર નિરુત્તર રહ્યા. એમના મનના ભાવને હું સમજી શક્યો. પોતાના કામ માટે કોઈને કશું જ ન કહેવું એવી પોતાની પ્રકૃતિને તેઓ છોડવા ઇચ્છતા ન હતા. મેં કહ્યું, “અમે, કેટલાક મિત્રો આ બાબતમાં એ જવાબદારી ઉપાડી લઈએ ?'’ પરંતુ તે માટે પણ તેમણે બહુ ઉત્સાહ દર્શાવ્યો નહિ. આવો કોઈ આયાસ તેમને ગમે પણ નહિ. ખુમારીભર્યું જીવન તેઓ શા માટે છોડે ? ઉમાશંકર પ્રામાણિકતા અને વ્યવહા૨શુદ્ધિના આગ્રહી હતા. મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપેલાં ત્યારે તે લેખિત સ્વરૂપે નહોતાં આપ્યાં એટલે એમણે પુરસ્કાર લેવાનો ઇન્કાર કરેલો. પછી Page #105 -------------------------------------------------------------------------- ________________ ८८ વંદનીય હૃદયસ્પર્શ જ્યારે રેક્ટર જી. ડી. પરીખે બતાવ્યું કે યુનિવર્સિટીના નિયમોમાં લેખિત વ્યાખ્યાનો આપવાનું કોઈ બંધન નથી ત્યારે તેમણે એ પુરસ્કાર સ્વીકારેલો. એક વખત મારે ઘરે હતા ત્યારે કોઈ સંસ્થાએ એમને ઘણાંબધાં પુસ્તકો ભેટ આપ્યાં. મોટાં બંડલો થયાં. અમદાવાદ જવાના હતા ત્યારે મને કહ્યું, “૨મણભાઈ ! આપણે સ્ટેશને અડધો કલાક વહેલાં પહોંચવું છે. સામાનનું વજન કરાવવું છે.” મેં કહ્યું, “ફર્સ્ટ ક્લાસમાં આટલો સામાન તો લઈ જઈ શકાશે.’’ એમણે કહ્યું, “છતાં શંકામાં ન રહેવું. એક કિલો જેટલું વજન વધારે હોય તો ભલે કોઈ આપણને કંઈ ન પૂછે; પણ અજાણતાં આપણે મનથી તો ગુનેગાર થઈએ. માટે વજન કરાવીને જ જવું છે.” ઉમાશંકર જ્યારે મળે ત્યારે પ્રવાસની ઘણી વાતો નીકળે. તેઓ દરેક વખતે મને ટકોર કરે કે પ્રવાસનાં અનુભવો-સંસ્મરણો તરત લખી લેવાં જોઈએ. પ્રવાસ-અનુભવો લખવાની બાબતમાં પોતાનો જ દાખલો આપતાં તેમણે કહ્યું કે “જુઓને ! મારા પોતાના પ્રવાસનાં સંસ્મરણો લખવાનું કેટલાં બધાં વર્ષોથી ઠેલાતું જાય છે !’’ યુરોપના પ્રવાસેથી હું અને મારાં પત્ની પાછાં ફર્યાં હતાં અને ત્યાર પછી એમની જ ભલામણથી મારે ઑસ્ટ્રેલિયા જવાનું થયું હતું. ત્યારે એમણે તરત મને તા. ૧૬-૭-’૭૭ના પત્રમાં લખ્યું હતું કે ‘“ ‘પ્રબુદ્ધ જીવન'માં તમારા સુખરૂપ પાછા ફર્યાના વિગતે સમાચાર વાંચી પ્રસન્નતા થઈ. બધાં ખૂબ ખૂબ જર્જાતા, મનથી ને ચિત્તથી થયાં હશો ! તમે તો તરત પૂર્વ તરફ પ્રવાસે ચાલ્યા. પ્રવાસવર્ણનો ટૂંકાં પણ તરત લખી દેવાં સારાં. પછી રહી જાય છે, ઘણી વાર તો નવા પ્રવાસ ખેડવામાં.’’ ‘પાસપોર્ટની પાંખે’ અને ‘પ્રદેશે જયવિજયના’ એ બે મારાં પ્રવાસ-પુસ્તકોના લેખનમાં આ રીતે ઉમાશંકરની પ્રેરણા રહેલી છે. એક વખત હું ઉમેદભાઈ મણિયારને મળવા ગયો ત્યારે ‘સંસ્કૃતિ'ની વાત નીકળી. તેમણે મને કહ્યું, “ ‘સંસ્કૃતિ’ બંધ કરવાનો વિચાર ઉમાશંકર કરે છે, કારણ કે ગ્રાહકો બહુ જ ઓછા છે. ‘સંસ્કૃતિ’ માટે આપણે મુંબઈથી બસો-ત્રણસો નવા ગ્રાહકો જો ક૨ી આપીએ તો ‘સંસ્કૃતિ’ને વાંધો ન આવે.’ એ માટે મારાથી બનતી સહાય કરવાનું અને બાર મહિનામાં કેટલાક સખાવતી ભાઈઓની સહાયથી બસો જેટલા નવા ગ્રાહકોનું લવાજમ ભરાવી આપવાનું મેં વચન આપ્યું અને એ દિશામાં કેટલુંક કામ પણ કર્યું. ત્યારપછી ઉમાશંકર Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉમાશંકર જોશી ૮૯ CL જ્યારે મુંબઈ આવ્યા ત્યારે મારા ઘરે એમની પાસે મેં અને ઉમેદભાઈએ તે માટે પ્રસ્તાવ મૂક્યો. ઉમાશંકરે તે માટે સ્પષ્ટ ના કહી. તેમણે કહ્યું, ‘સંસ્કૃતિ’ને મારે આવી રીતે જિવાડવું નથી. ‘સંસ્કૃતિ’ પોતાનું ભાગ્ય હશે ત્યાં સુધી ચાલશે. ‘સંસ્કૃતિ’ બંધ થાય તેથી મને કંઈ ક્ષોભ થશે નહિ. મેં ઘણાં વર્ષ સુધી એકલે હાથે ચલાવ્યું છે. જીવનના અંત સુધી એ ચલાવવું જ જોઈએ એવો આગ્રહ શા માટે રાખવો ? ‘સંસ્કૃતિ' એ Mass માટેનું નહિ, પણ Class માટેનું સામયિક છે. એટલે એના ગ્રાહકો ઓછા જ હોવાના એ તો પહેલેથી જ, એ શરૂ કર્યું ત્યારથી જ નક્કી હતું. એટલે ‘સંસ્કૃતિ’ બંધ થાય તે માટે અફસોસ કરવાનો ન હોય.’” ‘સંસ્કૃતિ’ ચલાવવા માટેના તેમના આવા નિસ્પૃહ અને મમત્વમુક્ત વિચારો જાણ્યા પછી અમારે વિશેષ કંઈ કહેવાનું રહ્યું નહિ. ‘સંસ્કૃતિ’ના નવા ગ્રાહકો બનાવવાની યોજના મેં અને ઉમેદભાઈએ ઉમાશંકરના કહેવાથી પડતી મૂકી હતી. મુંબઈમાં આવે ત્યારે ઉમાશંકર ગમે તેટલાં રોકાણોમાં વ્યસ્ત હોય તો પણ ઉમેદભાઈ મણિયારને મળવા માટે અચૂક સમય કાઢે. એક વખત મારા ઘરે જ્યારે ઊતર્યા હતા ત્યારે એક કાર્યક્રમમાંથી પાછાં ફરતાં અમને લગભગ રાતના અગિયાર વાગી ગયા હતા. રસ્તામાં તેમણે મને કહ્યું, “આપણે ઉમેદભાઈના ઘરે જઈશું ? તમને મોડું તો નથી થતું ને ?’’ મેં કહ્યું, “ના, મને મોડું નથી થતું. પરંતુ અગિયાર વાગી ગયા છે અને એમના ઘરે પહોંચતાં સાડા અગિયાર થશે. તેઓ સૂઈ ગયા હશે.’ ઉમાશંકરે કહ્યું, ‘“ઉમેદભાઈ સામાન્ય રીતે વહેલાં સૂતા નથી. અને સૂઈ ગયા હશે તો આપણે એમને ઉઠાડીશું. મિત્ર તરીકે એટલો આપણને હક્ક છે.” અમે ઉમેદભાઈના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ પથારીમાં આડા પડ્યા હતા. જાગતા હતા. ઘરની લાઇટ ચાલુ હતી. ઉમાશંકરને જોઈને ઉમેદભાઈ તરત બેઠા થયા. ઉત્સાહમાં આવી ગયા. પરસ્પર વાતો ચાલી. વિદ્યાબહેને અમારા માટે ચા મૂકી. લગભગ દોઢ કલાક વીતી ગયો. મિનિટે મિનિટે ખડખડાટ હસવાનું થાય એ તો ખરું જ, પરંતુ ઉમેદભાઈ અને ઉમાશંકર બંને પોતાના તદ્દન નિખાલસ અભિપ્રાયો પણ વ્યક્ત કરે, જાણે બંનેને પોતાના મનની વાત કશી જ છુપાવવાની ન હોય. કટાક્ષ પણ કરે. આ બે મિત્રોનું આવું નિખાલસ મિલન મારા માટે નવું હતું. બંને વડીલો સાથે પૂરી આત્મીયતા હતી. એટલે Page #107 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ તેમની સ્પષ્ટ વાતચીતમાં મારી ઉપસ્થિતિનો તેમને કશો જ વાંધો નહોતો. તેઓએ ઉચ્ચારેલા અભિપ્રાયો મારી પાસેથી ક્યાંય જશે નહિ તેની પણ તેમને ખાતરી હતી. 02 પાછાં ફરતાં ઉમાશંકરે કહ્યું, “હું મુંબઈ આવું ત્યારે મન હળવું કરવા ઉમેદભાઈને અચૂક મળું. કેટલીક વાર જાહેરમાં કે બીજી કોઈ વ્યક્તિ પાસે કોઈ ઘટના કે વ્યક્તિ વિશે જે કોઈ અભિપ્રાય કે કોઈ માહિતી ઉચ્ચારી ન શકાય તે હું ઉમેદભાઈ આગળ અવશ્ય રજૂ કરું. મારી પ્રવૃત્તિઓ વિશે કે લખાણો વિશે બીજા સૌના પ્રશંસાત્મક અભિપ્રાયો જ હોય. ઉમેદભાઈ મને સાચી ટકોર કરી શકે. તે જાણવાને માટે પણ હું ઉત્સુક હોઉં. ઉમેદભાઈ યાદ રાખીને બધી જ વાતો કરે. સાહિત્યજગતના કે સામાજિક જાહેર જીવનના Under Currents ઉમેદભાઈ પાસેથી જાણવા મળે ત્યારે વસ્તુસ્થિતિ ઉ૫૨ વધુ પ્રકાશ પડે.’' ઇમરજન્સી વખતે ઉમાશંકર બહુ વ્યાકુળ રહેતા. મુંબઈમાં જૈન યુવક સંઘના ઉપક્રમે ત્રણ વ્યાખ્યાનો આપવા માટે એમણે મને સંમતિ પણ આપી હતી અને તારીખો પણ છપાઈ ગઈ હતી. પરંતુ ઇમરજન્સી જાહેર થયા પછી ઉમાશંકરે એ કાર્યક્રમ માટે ના પાડી હતી અને કહ્યું હતું કે, “જ્યાં સુધી ઇમરજન્સી છે ત્યાં સુધી હું જાહેરમાં બોલવાનું ટાળું છું, કારણ કે મુક્ત મનથી બોલી શકાતું નથી. મારા વક્તવ્યમાં સરકાર વિરુદ્ધ વાત આવવાની છે એવું નથી, પરંતુ વાણી ઉપર જાણે ભાર હોય તેવું લાગે છે.’ તે સમયે એમણે રાજ્યસભામાં પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. એ દિવસોમાં ઉમાશંકર કેટલા બધા સંવેદનશીલ હતા તેનો એક પ્રસંગ ઉમેદભાઈ મણિયારે કહ્યો હતો. ઉમાશંકર અને ઉમેદભાઈ વાલકેશ્વરના રસ્તા ઉપરથી ચાલ્યા જતા હતા, એવામાં સાઇરન વાગી અને ખબર પડી કે ઇન્દિરા ગાંધી એ રસ્તેથી પસાર થઈ રહ્યાં છે. એ સમાચાર જાણતાં જ ઉમાશંકર ઝડપથી મુખ્ય રસ્તાથી થોડા દૂર ચાલ્યા ગયા. એ જોઈ ઉમેદભાઈ તો વિચારમાં પડી ગયા. ઇન્દિરા ગાંધીની મોટરગાડી પસાર થઈ ગઈ એટલે ઉમાશંકર પાછા આવ્યા. ઉમેદભાઈએ પૂછ્યું કે “તમે કેમ આમ કર્યું ?’’ ઉમાશંકરે કહ્યું, “જે બાઈએ આખા દેશની બુદ્ધિમત્તાનું અપમાન કર્યું છે, તે બાઈનો ચહેરો પણ આપણી નજરે શા માટે પડવા દઈએ ?” ઉમાશંકરની ઇમરજન્સીના વખતની સ્કૂલ અને સૂક્ષ્મ Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉમાશંકર જોશી વ્યાકુળતા કેવી હતી તે આ પ્રસંગ દર્શાવે છે. ઉમાશંકર જોશીનું ૧૯મી ડિસેમ્બર ૧૯૮૮ના રોજ, ૭૭ વર્ષની ઉંમરે મુંબઈમાં કેન્સરની બીમારીથી અવસાન થયું. અવસાનના થોડા દિવસ પહેલાં હૉસ્પિટલમાં અમે ઘરનાં બધાં એમની ખબર કાઢવા ગયાં હતાં. તેઓ એટલા જ સ્વસ્થ હતા. એમની સ્મૃતિ પણ એટલી જ સતેજ હતી. અમારા બંને સંતાનો ચિ. શૈલજા અને ચિ. અમિતાભને, અમારે ઘરે પોતે ઊતરતા તે સમયના પ્રસંગો સહિત યાદ કર્યા હતાં. એમની સાથેનું એ છેલ્લું યાદગાર મિલન હતું. ઉમાશંકર અને જ્યોસ્નાબહેન બંને મુંબઈમાં અવસાન પામ્યાં. બંનેએ પોતાના દામ્પત્યજીવનની અને કારકિર્દીની શરૂઆત મુંબઈથી કરેલી. પછી અમદાવાદમાં કાયમનો નિવાસ કર્યો. પણ બંનેએ અંતિમ શ્વાસ મુંબઈની ભૂમિમાં લીધો. એમાં પણ કોઈ યોગાનુયોગ જ હશે ! ઉમાશંકર સાથે એમનાં કુટુંબીજનો, સગાંસંબંધીઓ, મિત્રો વગેરે અનેક વ્યક્તિઓ કરતાં અમારો સંબંધ કેટલો બધો ઓછો હતો ! તેમ છતાં ઉમાશંકરના આમ, કેટલા બધા પ્રસંગો નજર સામે તરવરે છે ! સતત પરિભ્રમણશીલ રહેનાર અને સતત અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવનાર, સતત તાજગીસભર એવા એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંનો પરિચય કે અનુભવ અનેકને થયો હશે ! એમના પ્રેરક અને પ્રભાવક જીવનમાંથી અમારી જેમ અનેકને પ્રેરણા મળતી રહેશે ! Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ભૃગુરાય અંજારિયા ભૃગુરાય અંજારિયા એટલે સાહિત્યના ક્ષેત્રની એક સંનિષ્ઠ, સજાગ, નીડર અને નિખાલસ એવી બહુશ્રુત, વિરલ પ્રતિભા ૬૬ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે મુંબઈમાં એમનું અવસાન થયું હતું. ભૃગુરાયનો અવાજ હજુ મારા કાનમાં ગુંજયા કરે છે. એમની તેજસ્વી મુખમુદ્રા નજર સામે તરવરે છે. એમના અવાજમાં શુદ્ધ નાગરી ઉચ્ચારણનો રણકો સંભળાય. એમની મુખમુદ્રામાં ૬૬ની ઉંમરે એમના તમામ કાળા મુલાયમ વાળ અને એમનાં માર્મિક નયનો આપણું ધ્યાન ખેંચે. ભૃગુરાય એટલે પારદર્શી વ્યક્તિત્વ. દંભનો પડછાયો પણ એમને ન અડે. એમના નામથી પહેલવહેલો હું પરિચિત થયો ૧૯૪૪માં, ઝેવિયર્સ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયો ત્યારે. કૉલેજના ગુજરાતી સામયિક રમિ'માં કવિ કાન્તની કવિતા વિશે એમનો લેખ છપાયો હતો. એ વાંચતાં જ નાની વાતની પણ ઝીણવટપૂર્વક ચકાસણી કરનાર આ કોઈ વિદ્વાન વ્યક્તિ છે એવી છાપ પડેલી. પછીથી તો અમારા પ્રોફેસર ગૌરીપ્રસાદ ઝાલાના મુખેથી એમનાં વખાણ પણ સાંભળેલાં. ભૃગુરાયે સાહિત્યના અને ઇતર ક્ષેત્રોના અનેકવિધ વિષયોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ કવિ કાન્તવિશેનો એમનો અભ્યાસ જીવનના અંત સુધી ચાલ્યા કર્યો હતો. કાન્ત વિશે ગુજરાતી સાહિત્યમાં એમના જેટલી કોઈની જાણકારી નહિ. સુલભ ગ્રંથો તો સહુ કોઈ વાંચી શકે, પણ જૂનાં છાપાં, ચોપાનિયાં, વ્યક્તિઓનાં સ્થળોની રૂબરૂ મુલાકાત દ્વારા એમણે કાન્ત વિશે ઝીણી ઝીણી ઘણી રસિક માહિતી એકઠી કરેલી. મુંબઈમાં કયે દિવસે કેટલા વાગે સાઈનેગોગમાં કોઈ યહુદીને મળીને કાન્ત શી ધર્મચર્ચા કરી હતી તે બૃગુરાય જાણે. કાન્તની કડીબદ્ધ વિગતો એમની પાસેથી સાંભળવા બેસીએ તો જલદી પાર ન આવે. માત્ર કાન્ત નહિ, પંડિત યુગના તમામ સમર્થ સર્જકો વિશે ભૃગુરાય આપણને ખબર ન હોય એવી વિગતો તારીખવાર કહે. એમને તારીખો અને સાલ આપણને છક કરી નાખે એટલી બધી યાદ હોય. કોઈ પુસ્તકમાં કોઈ Page #110 -------------------------------------------------------------------------- ________________ ભૃગુરાય અંજારિયા ૯૩ એક સાલ છપાઈ હોય અને ભૃગુરાય એના કરતાં જુદી સાલ મોઢેથી આપણને કહે તો ભૃગુરાય સાચા હોય અને પુસ્તકમાં મુદ્રણદોષ અથવા લેખકની સરતચૂક હોય. ભૃગુરાયની એટલી ચોકસાઈ. હમણાં થોડા વખત પહેલાં મળ્યા ત્યારે મને કહેલું, ‘હું આટલાં વરસ કહીકહીને થાક્યો કે મણિલાલ દ્વિવેદી ...સાલમાં જામનગર ગયેલા, પણ કોઈ માનતું નહોતું. હવે મણિલાલનો આત્મવૃત્તાન્ત પ્રગટ થયો છે. એમાં પોતે લખ્યું જ છે કે એ સાલમાં તેઓ જામગર ગયા હતા.’ ભૃગુરાયને સાહિત્યકારોના સાહિત્યમાં જેટલો રસ તેટલો જ એમની જીવનપ્રવૃત્તિઓમાં રસ. ઝટ લખવા બેસવું નહિ એવી એમની પ્રકૃતિ, પણ લખ્યો હોત તો ભૃગુરાયને હાથે પંડિત યુગના ગુજરાતી સાહિત્યનો સરસ ઇતિહાસ આપણને સાંપડ્યો હોત. ભૃગુરાયે લખ્યું ઓછું પણ વાંચ્યું ઘણું. જયારે જુઓ ત્યારે કોઈ ને કોઈ ગુજરાતી કે અંગ્રેજી પુસ્તક કે સામયિકનું વાંચન ચાલતું હોય. રાતના સૂઈ જાય ત્યારે એમના પડખામાં છ-સાત પુસ્તકો તો પડેલાં જ હોય - ઘણુંખરું એક જ વિષયનાં - અને તેમાં કોણે એ વિષયને કેટલો ન્યાય આપેલો છે, એનું તુલનાત્મક તારતમ્ય ચિતવતાં એ નિદ્રાધીન થાય. ભૃગુરાય એટલે ગ્રંથગૃદ્ધ જીવ. પુસ્તકોની પસંદગીમાં તેઓ બે અંતિમ કોટિ સુધી પહોંચે. મુંબઈમાં સ્ટ્રેન્ડ, ન્યૂ બુક કંપની, ઇન્ટરનૅશનલ બુક ડીપો, ત્રિપાઠી, નવભારત વગેરેમાં જઈને છેલ્લામાં છેલ્લું વ્યાકરણ, ભાષાવિજ્ઞાન, કવિતા, વિવેચન વગેરેનું કયું પુસ્તક આવ્યું છે તે જોઈને ત્યાં ઊભાં ઊભાં અડધું વાંચી લે અને બહા૨ ફૂટપાથ ઉપર જૂનાં પુસ્તકો વેચનારા પાસે છેલ્લું કયું અપ્રાપ્ય પુસ્તક વેચાવા આવ્યું છે તે પણ જોઈ લે. પોતાની એટલી શક્તિ નહિ છતાં દર મહિને ઘણાં પુસ્તકો ખરીદીને વસાવે. નિવૃત્ત થયા એટલે ખરીદીની પ્રવૃત્તિ મંદ કે બંધ પડી. થોડા વખત પહેલાં મને કહે, ‘મુંબઈ યુનિવર્સિટીની લાયબ્રેરીનો પાસ મને કઢાવી આપો. મારે નવાં નવાં પુસ્તકો વાંચવા રોજ આવવું છે.’ ભૃગુરાયે પોતે આરંભમાં ઠીક લેખનકાર્ય કર્યું. પરંતુ પછીથી એમનો ઉત્સાહ ઘટ્યો. ‘કાન્ત’ વિશે શોધ-પ્રબંધ લખવો શરૂ કર્યો, પણ પછીથી કેવી નજીવી વાતમાં એમણે આરે આવેલું કામ અધૂરું મૂક્યું ! ડિગ્રી કે પ્રસિદ્ધિનો મોહ તો એમને હતો નહિ. પોતાનો ફોટો પડાવવાનું પણ એમને ગમતું નહિ. કોઈકે પાડી દીધેલા એમના ફોટા પણ કેટલા ઓછા મળે છે ! Page #111 -------------------------------------------------------------------------- ________________ ८४ વંદનીય હૃદયસ્પર્શ ચોકસાઈ માટેની ભૃગુરાયની ચીવટ ઘણી. એમની સૂક્ષ્મ નજરમાંથી કશું છટકે નહિ. ગુજરાતી વિષયના કોઈ સારા અધ્યાપકને જેમાં એક પણ છાપભૂલ ન જણાય એવું પુસ્તક જો ભૃગુરાયને આપ્યું હોય તો તેમાં તેઓ પચીસ ભૂલ બતાવે-અનુસ્વાર, અલ્પવિરામ, અર્ધવિરામ, હ્રસ્વ કે દીર્ઘ ઈ કે ઉં, ઊંધી માત્રા અને સીધી માત્રા, જોડાક્ષર અને ખોડાક્ષર, ડેશ અને હાઇફન, કૌંસ અને પાદનોંધ, ખોટા ટાઈપ અને મોટા ટાઈપ... આ તો માત્ર મુદ્રણની ભૂલો. શબ્દપસંદગી અને વાક્યરચનાની ભૂલોની વાત તો વળી જુદી. ભૃગુરાયનો સ્વભાવ અત્યંત નિખાલસ, ક્યારેક બીજાને માઠું લાગે એટલા સ્પષ્ટવક્તા પણ ખરા. પરંતુ એમના સ્પષ્ટવસ્તૃત્વમાં અસત્ય, પૂર્વગ્રહ, દંશ કે દ્વેષ ન હોય. હોય તો હિતચિંતા માત્ર વ્યવહારદક્ષતાની એમને ખબર પડી જતી, પણ પોતે એનાથી દૂર ભાગતા. પોતે નાગર હતા, છતાં ખુશામતખોરીનો કહેવાતો નાગરી ગુણ એમણે મેળવ્યો નહોતો તો કેળવ્યો ક્યાંથી હોય ? એટલે શોભાસ્થાન, સત્તા, પૈસા કે પ્રસિદ્ધિ માટે તેઓ ક્યારેય યાચક બનતા નહિ. તેઓ ધૂની હતા, પણ તરંગી નહિ. આવેગપૂર્વક કોઈ વાત કહેવી હોય તો તેઓ હોઠ બીડી, મૂઠી વાળીને બંને હાથ જોરજોરથી છાતી પાસે હલાવે; પરંતુ ત્યારે એમની એક મૂઠીમાં તર્ક હોય અને બીજીમાં હોય ઔચિત્ય. એમના રોષમાં પણ સાત્ત્વિકતા ઉપર તરતી દેખાઈ આવે. ભૃગુરાય વિદ્યાર્થીવત્સલ હતા. તેઓ અંગ્રેજીના અધ્યાપક હતા પણ કૉલેજમાં સ્વેચ્છાએ બી.એ.ના ગુજરાતી વિષયના વર્ગ લે અને બી.એ.ના વિદ્યાર્થીને પોતાના અધ્યાપનના વિષયમાં એમ.એ. જેટલા સજ્જ કરે; પૂરતો સમય આપે અને ઘરે પણ બોલાવે. ઘરે ભણવા આવેલા વિદ્યાર્થીને બે દાદર ઊતરી બસસ્ટેન્ડ સુધી ક્યારેક વળાવવા જાય. એમની સાથે વાત કરતાં હોઈએ ત્યારે એમના ચહેરા ઉપર ક્યારેય સમયની સભાનતા કે અન્યમનસ્કતા જોવા નહિ મળે. એમનાં પત્ની સુધાબહેન જાણતાં કે ભૃગુરાય કોઈની સાથે વાત કરવા ઊભા હશે તો વેળાસર ઘરે નહિ આવી પહોંચે. ભૃગુરાયની આ પ્રકૃતિનો લાભ મને ઘણી વાર મળ્યો છે. ક્યારેક ફાર્બસ સભા પાસે, ક્યારેક યુનિવર્સિટીના દરવાજા પાસે કે ક્યારેક ત્રિપાઠી કંપની આગળના સિગ્નલ પાસે કલાકો ઊભા રહીને અમે વાતો કરી હશે. એ ત્રણ-ચાર કલાકમાં એમની પાસેથી ઘણુંબધું જાણવા મળે. જ્યારે હું સાંજે ઘરે ધાર્યા કરતાં બેત્રણ કલાકથી Page #112 -------------------------------------------------------------------------- ________________ ભૃગુરાય અંજારિયા ૯૫ વધુ મોડો પહોંચ્યો હોઉં તો મારાં પત્નીનો પહેલો પ્રશ્ન હોય : “કેમ આટલું બધું મોડું થયું ? રસ્તામાં ભૃગુરાય અંજારિયા મળ્યા હતા કે પ્રવીણભાઈ મંગળદાસ ?” આ બંને વડીલ મિત્રો રસ્તામાં મળે એટલે અમારી સાહિત્યગોષ્ઠિ ચાલે. હું પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતો હતો ત્યારે ૧૯૬૩માં એક દિવસ ઝેવિયર્સ કૉલેજમાંથી ઘરે જતો હતો. પાંચેક વાગ્યા હશે. ત્રિપાઠી પાસે ભૃગુરાય મળી ગયા, ઊભા રહ્યા. લગભગ બે કલાક વાતો ચાલી. મે કહ્યું, ઘરે પહોંચતાં તમને મોડું થશે, મારે ઘરે જમીને જાવ.” આવ્યા, જમ્યા નહિ. ફક્ત અડધો કપ ચા પીધી. ડાયાબિટિસને લીધે પરેજી ઘણી પાળે. વાતવાતમાં દસ વાગી ગયા. નીકળતાં પ્રશ્ન કર્યો, “તમારાં આ બંને બાળકોને કઈ સ્કૂલમાં દાખલ કરવાના છો ?” મેં કહ્યું, “એની જ ચિંતા છે. અમે હવે ચોપાટી તરફ રહેવા જવાનાં છીએ અને ન્યૂ એરા સ્કૂલમાં બંનેને દાખલ કરવાં છે, પણ ત્યાં તો એડમિશન જલદી મળે એમ લાગતું નથી.” એમણે કહ્યું, “તો અત્યારે જ ચાલો મારી સાથે પ્રિન્સિપાલ કાન્તિભાઈ વ્યાસને ત્યાં.” મોડું તો ઘણું થયું હતું, પણ આગ્રહપૂર્વક મને લઈ ગયા. બંને બાળકોના એડમિશનનું નક્કી કરાવી દીધું અને રાત્રે સાડા અગિયાર વાગે ગ્રાન્ટ રોડથી એમણે ગાડી પકડી. ભુગુરાયનું જીવન સાદું અને સંયમી હતું. હાથે ધોયેલાં ખાદીનાં વસ્ત્ર તેઓ પહેરતા. ઈસ્ત્રી કરવાની પરવા નહિ. બહાર નીકળે તો હાથમાં ખાદીની થેલી હોય અને અંદર એકબે પુસ્તકો હોય. થેલી એક હાથે ખભે ચડાવી ધૂનમાં તેઓ ચાલ્યા જતા હોય. કોઈ વાર રાત્રે એમને ઘરે મળવા જાઉં તો પાયજામો પહેરી ઉઘાડા શરીરે પંખા નીચે આરામ-ખુરશીમાં બેઠાં બેઠાં વાંચતા હોય. હું જાઉં એટલે પહેરણ હાથમાં લે. હું કહું, “એવી ઔપચારિકતાની જરૂર નથી. પહેરશો તો તમને વધારે તાપ લાગશે.” કોઈ વાર પહેરણ પહેરવાનું માંડી વાળે અને કોઈ વાર કહે, “હાથમાં લીધું છે એટલે પહેરીશ, પણ તમે કહ્યું છે એટલે બટન નહિ બીડું.” ભૃગુરાય છેલ્લા કેટલાક વખતથી મારા લેખનકાર્યમાં સતત રસ લેતા હતા. કંઈ નવું લખ્યું હોય તો તરત એમને બતાવતો. એના ઉપર એમની નજર ફરી જાય એટલે મારો આત્મવિશ્વાસ વધતો. તેમનાં સુચનો માર્મિક અને મૂલ્યવાન રહેતાં. “Buddhism' વિશેની મારી અંગ્રેજી પુસ્તિકા ચીવટપૂર્વક વાંચી જઈને તેમણે સરસ સૂચનો કર્યા હતાં. “પાસપૉર્ટની પાંખે Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ વંદનીય હૃદયસ્પર્શ નામની મારી પ્રસંગ શ્રેણી વાંચીને કહે, “અંગ્રેજી શબ્દો જે ગુજરાતી લિપિમાં લખાય છે, તેની જોડણી બરાબર નથી હોતી. જોડણીકોશમાં પણ કેટલીક જોડણી ખોટી આપેલી છે. તમે મને એની ઓફપ્રિટ્સ આપો એટલે હું સુધારી આપું.” મેં ઑફપ્રિટ્સની ફાઈલ આપી. એમણે એ તપાસી આપી હતી. છેલ્લાં કેટલાંક વર્ષથી જૈન ધર્મના અભ્યાસ તરફ હું વળ્યો છું એથી તેઓ બહુ પ્રસન્ન થયા હતા. એક વખત કહે, “તમે જૈન ધર્મ વિશે લેખો તો લખો છો, પણ તેની તાત્ત્વિક છણાવટ થાય એવી એક નવલકથા ન લખી શકો? આ પ્રકારની આપણી સર્વોત્તમ નવલકથા “સરસ્વતીચંદ્ર' ગણાય. પણ હું એને હિંદુ’ નવલકથા કહું. એમાં મુસલમાન પાત્રો આવે છે. પણ લેખકે એમાં કોઈ જૈન પાત્ર-ગૃહસ્થ કે સાધુ-સાધ્વીનું મૂક્યું છે? લેખકે એમાં જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મની દૃષ્ટિએ કંઈ છણાવટ કરી છે? એટલે અંશે “સરસ્વતીચંદ્ર' ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ ધરાવવામાં ઊણી ઊતરે.” ભૃગુરાય વ્યાકરણ અને છંદના અઠંગ અભ્યાસી. ગુજરાતીના અધ્યાપકોમાં એનો અભ્યાસ ઘણો ઘટી ગયો છે તેનું એમને દુઃખ હતું. મને કહે, “તમે એમ.એ.ના અભ્યાસક્રમમાં એને મહત્ત્વનું સ્થાન આપો તો પરિસ્થિતિ કંઈક સુધરે.” એમની ભલામણથી એમ.એ.માં વ્યાકરણનો એક આખો પેપર દાખલ કરવા નક્કી કર્યું. એની રૂપરેખા તૈયાર કરી આપવાનું બૉર્ડ ભૃગુરાયને જ સોંપ્યું અને એટલા બધા ઉત્સાહથી ઘણાબધા ગ્રંથો જોઈ જઈ એમણે એ કામ પૂરું કરી આપ્યું. એમની તબિયત સારી રહેતી હતી. ડાયાબિટિસ અને બ્લડપ્રેસર એમને હતાં, પણ સાચવતા ઘણું. એને વિશેનું પુષ્કળ સાહિત્ય વાંચી ગયા હતા. એકાદ મહિના પહેલાં યુનિવર્સિટીની એક મિટિંગમાં આવેલા ત્યારે એમના ચહેરા ઉપર તાજગી અને પ્રસન્નતા તરવરતાં હતાં. મારાં પત્નીએ એમને કહ્યું, “આટલી ઉંમરે પણ તમે યુવાન જેવા દેખાઓ છો. તમારો એકે વાળ હજુ સફેદ થયો નથી.” જવાબમાં એમણે કહ્યું, “એ બહુ ખોટું થયું છે. વાળ સફેદ નથી થયો એનો અર્થ એ કે હું હજુ અપરિપક્વ છું. હું અંદરથી હજુ ઘણો કાચો છું.” પુખ્તતાના પ્રખર હિમાયતી ભૃગુરાય અપરિપક્વતાને કેમ સહન કરી લે? ભૃગુરાય જતાં એક મિત્ર જેવા મુરબ્બીની મને વસમી ખોટ પડી છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ઈશ્વર પેટલીકર સુપ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકા૨ શ્રી ઈશ્વર પેટલીકર એક સૌજન્યશીલ, સંસ્કારી, નિખાલસ, લોકપ્રિય સાહિત્યકાર અને દૃષ્ટિસંપન્ન સમાજસેવક હતા. પેટલીકરનો પરિચય મને સૌપ્રથમ ઈ.સ. ૧૯૪૮માં જૂનાગઢની સાહિત્ય પરિષદ નિમિત્તે થયો હતો. તે સમયે હું મુંબઈમાં એમ.એ.નો અભ્યાસ કરતો વિદ્યાર્થી હતો. સાથે સાથે ‘સાંજ વર્તમાન' નામના દૈનિકના તંત્રી વિભાગમાં હું નોકરી કરતો હતો. ‘સાંજ વર્તમાન’ના પ્રતિનિધિ તરીકે મારે જૂનાગઢ સાહિત્ય પરિષદમાં જવાનું હતું. એ દિવસોમાં ‘નવચેતન’માં હાસ્યરસની કટાર જેઓ લખતા તે મૂળરાજ અંજારિયા મારા વડીલ મિત્ર હતા. એમની સાથે જૂનાગઢ જવા હું મુંબઈથી નીકળ્યો ત્યારે આણંદ સ્ટેશનેથી ખમીસ, કોટ અને ધોતિયું પહેરેલા ત્રીસેક વર્ષના એક સજ્જન અમારા ડબ્બામાં ચઢ્યા. મૂળરાજ બોલકણા બહુ, અવાજ પણ મોટો. એટલે અમે સાહિત્ય પરિષદમાં જઈએ છીએ એની જાણ આસપાસના મુસાફરોને એની મેળે જ થઈ ગયેલી. સાહિત્ય પરિષદની વાત જાણીને પેલા સજ્જન અમારી બાજુમાં આવીને બેઠા. પરસ્પર પરિચય થયો. એ સજ્જન તે ઈશ્વર પેટલીકર છે તે જાણીને અમને આનંદ થયો. ત્યારે પેટલીકર ‘જનમટીપ’ નવલકથાના નવોદિત લેખક તરીકે કંઈક જાણીતા થયા હતા. ‘પ્રજાબંધુ'માં ત્યાર પછી એમની ‘મારી હૈયાસગડી' નામની બીજી એક નવલકથા છપાવી શરૂ થઈ હતી. પેટલીકર સાથે આ રીતે પ્રથમ પરિચય થયો. અમે સાથે જૂનાગઢ પહોંચ્યા. સાથે એક રૂમમાં ઊતર્યા. પરિષદમાં હાજરી આપી. પાછાં ફરતાં અમે ત્રણેએ ગિરનાર જવાનું નક્કી કર્યું. પરિષદનો કાર્યક્રમ પૂરો થતાં બીજે દિવસે અમે ત્રણે ગિરનાર ઉપર ચઢ્યા, ત્યાં સાથે એક રૂમમાં રાત રોકાયા. જૂનાગઢથી પાછાં ફરતાં ગોંડલમાં એક દિવસ મકરન્દ્રભાઈ દવેને ત્યાં રોકાયા. વળતે દિવસે પાછાં ગાડીમાં બેઠા. પેટલીકર આણંદ સ્ટેશને ઊતર્યા. હું અને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વંદનીય હૃદયસ્પર્શ મૂળરાજ મુંબઈ પાછા ફર્યા. હું તો એક સાહિત્યરસિક વિદ્યાર્થી હતો, પરંતુ પાંચ-છ દિવસના સહવાસને કારણે પેટલીકર સાથે મારે ગાઢ પરિચય થયો. એમની સાથે સાહિત્યિક દુનિયાની જાતજાતની વાતો થઈ. પ્રથમ પરિચયે જ પેટલીકરે ખુલાસો કરી દીધો કે પોતે બહુ ભણ્યા નથી. શાળામાં માસ્તર તરીકે કામ કર્યું છે. “પ્રજાબંધુ'ના તંત્રી ચુનીલાલ વર્ધમાન શાહના પ્રોત્સાહનથી પોતે નવલકથા લખતા થયા છે. પરંતુ “જનમટીપની રોયલ્ટીની રકમ વિચારતાં લાગે છે કે શિક્ષણની નોકરી છોડીને પોતે નવલકથાકાર થાય તો સરળતાથી પોતાનું ગુજરાન ચલાવી શકશે. એટલે શાળાની નોકરી છોડી દીધી છે. આ રીતે શિક્ષક તરીકે “ઈશ્વરભાઈ પટેલ'ના નામથી શાળામાં જાણીતા હતા, તેઓ હવે ઈશ્વર પેટલીકરના નામે વધુ જાણીતા થયા. પોતાની જ્ઞાતિમાં ઈશ્વરભાઈ પટેલ નામની ત્રણ-ચાર મોટી જાણીતી વ્યક્તિઓ હતી. એટલે એમનો યશ પોતાને લોકો ન આપે એટલા ખાતર પોતાના વતન પેટલીને યાદ કરી મરાઠી લોકોની જેમ “પેટલીકર' અટક એમણે રાખી હતી. પેટલીકરની “મારી હૈયાસગડી' નામની નવલકથામાં પાદરા નામના ગામમાં બનતી ઘટનાનું વર્ણન છે. વડોદરાથી દસેક માઈલ દૂર આવેલું ગાયકવાડી ગામ પાદરા મારું વતન. વાર્તામાં પોતાના વતનની વાત આવે એટલે સૌને ગમે. રમણલાલ દેસાઈની બધી જ નવલકથાઓ વિદ્યાર્થી હતો ત્યારે મેં વાંચેલી. રમણલાલ દેસાઈ વડોદરાના અને સયાજીરાવ ગાયકવાડના સરકારી ખાતામાં ઉચ્ચ અધિકારી હતા. એટલે પાદરા ઘણી વાર તેઓ ગયા હશે. પરંતુ એમની કોઈ નવલકથામાં પાદરાનો નિર્દેશ નથી. (જોકે એમણે પાત્રોની જેમ ગામોનાં નામો પણ ઘણુંખરું કાલ્પનિક વાપરવાની શૈલી અપનાવેલી.) એટલે પેટલીકરની સત્યઘટનાત્મક નવલકથામાં પાદરાનો ઉલ્લેખ વાંચી મેં હર્ષ-જિજ્ઞાસાપૂર્વક એમને એ વિશે પૂછેલું. એમણે કહ્યું કે એ ઘટના બરાબર પાદરામાં જ બનેલી. વળી પોતે પાદરાની શાળામાં શિક્ષક તરીકે કામ કરેલું. પેટલીકરની પાદરાના અનુભવોની વાતો સાંભળી એમની સાથે પ્રથમ મિલને જ આત્મીયતા સધાયેલી. એમની સરળ મુખમુદ્રા, વાતચીતમાં અહંકારનો અભાવ, નિખાલસતા, તથા “ળ”ને બદલે “૨'કારવાળી ચરોતરી બોલીનો લહેકો – એ બધાંની સ્પષ્ટ છાપ પ્રથમ મિલને જ અંકિત થઈ ગઈ હતી. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર પેટલીકર ૯૯ સાહિત્ય પરિષદમાંથી પાછાં ફરતાં ગોંડલથી અમે રાતની ગાડી પકડી હતી. પ્રવાસનો થાક હતો. અમને ઊંઘ ચઢી હતી. પરંતુ પેટલીકર સામી પાટલી પર બેઠેલા ઉતારુ સાથે રસથી વાતો કરતા જતા હતા; પ્રશ્નો પૂછતા અને એકચિત્તે સાંભળતા. મધરાત થઈ એટલે અમે ઝોકાં ખાવા લાગ્યા, પરંતુ પેટલીકરે લગભગ આખી રાત એ ઉતારુ સાથે વાતો કર્યા કરી. ઉતારુ પણ થાક્યા વગર, બલ્બ ઊલટથી પોતાનાં સુખ-દુઃખની વાતો કરતો હતો. સવારે અમે પેટલીકરને કહ્યું, “તમે તો આખી રાત વાતો કર્યા કરી. આરામ નહોતો કરવો?” એમણે કહ્યું, “એ ઉતારુની વાતમાં મને એટલો બધો રસ પડ્યો કે એમાંથી મને એક નવલકથાનો પ્લોટ મળી ગયો છે.” ત્યાર પછી કેટલેક વખતે પેટલીકરની “મધલાળ' નામની નવલકથા પ્રગટ થઈ. એમણે મને જણાવ્યું હતું કે જૂનાગઢના પ્રવાસ વખતે પેલા એક અજાણ્યા મુસાફરના અનુભવ પરથી લખાયેલી આ નવલકથા છે. જનમટીપ', “મારી હૈયાસગડી' ઇત્યાદિ નવલકથાઓ દ્વારા સત્યઘટનાત્મક કથાસામગ્રી ઉપર મંડાયેલી નવલકથા લખવાની ફાવટ પેટલીકરને આવી ગઈ હતી. પછીથી તો કોઈ વખત પ્રવાસ કરવા ખાતર ટ્રેનમાં ત્રીજા વર્ગમાં તેઓ સફર કરતા, અને મુસાફરો પાસેથી જાતજાતના સ્વાનુભવના પ્રસંગોની વાતો જાણી લાવતા. એમની નવલકથાઓમાં આ રીતે કેટલાંય પાત્રો અને પ્રસંગો વાસ્તવિક જીવનમાંથી લેવાયાં અને આલેખાયાં છે. એમની કીર્તિદા બનેલી નવલિકા “લોહીની સગાઈ' પણ પોતાના કૌટુમ્બિક જીવનની સત્યઘટનાને આધારે લખાઈ છે. - ઈ. સ. ૧૯૪૮ થી ઈ. સ. ૧૯૫૫ સુધી મારે જ્યારે આણંદ જવાનું થતું ત્યારે પેટલીકરને અચૂક મળતો. ૧૯૫૫માં જ્યારે હું એમને મળ્યો હતો ત્યારે સતત લેખનકાર્યને કારણે તેમને જમણા હાથે writer's cramp – કંપવા થવા લાગ્યો હતો. એ હાથે સરખું લખાતું નહોતું. મેં કહ્યું, “તમારે તો લખવાનો વ્યવસાય અને તેમાં હાથે આ તકલીફ થઈ, હવે શું કરશો ?” એમણે કહ્યું, “મારી તો આજીવિકા આ નવલકથાના લેખનમાંથી ચાલે છે. બાર મહિને બેથી ત્રણ નવલકથાઓ મારે લખવી જ જોઈએ. એ માટે મેં ડાબા હાથે બારાખડી શીખી લીધી છે. ડાબા હાથે લખવાનું હું ચાલુ કરીશ.” મેં હસતાં હસતાં કહ્યું, “આમ પણ નવલકથા લખવી એ તમારે મન હવે ડાબા Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧OO વંદનીય હૃદયસ્પર્શ હાથનો ખેલ છે. આ રૂઢપ્રયોગ હવે તમારે માટે શાબ્દિક રીતે પણ સાચો પડશે.” પેટલીકર એટલી ઝડપથી હાથબદલો કરી લીધો કે નવલકથાના લેખનમાં એમણે જરા પણ ગાળો પડવા દીધો નહિ. એમની ડાબા હાથની નવલકથાઓ ગુજરાતને ઘણાં વર્ષ સુધી મળતી રહી. નવલકથા-વાર્તાના વ્યવસાયી લેખન દરમિયાન, વચ્ચે ફાજલ સમય ઠીક ઠીક મળતો હોવાથી પેટલીકરે સામાજિક વિષયો ઉપર, ખાસ કરીને પોતાની પાટીદાર જ્ઞાતિની સમસ્યાઓ ઉપર લખવાનું ચાલુ કરેલું. વળી અંગત માર્ગદર્શન તથા સમસ્યાઓના નિરાકરણ માટે પોતાનો સમય મિશનરીની જેમ નિઃસ્વાર્થ ભાવથી આપવો ચાલુ કરેલો. એક વખત મને કહે, “અમારી જ્ઞાતિના લોકોમાંથી કેટલીક જડતા જલદી દૂર થતી નથી. ગમે તેટલું ભણેલો યુવાન હોય, પણ પૈઠણના પૈસા લેતાં જરાયે અચકાય નહિ. ક્યારેક સારી કન્યા જતી કરે, પણ પૈસા જતા ન કરે. તો બીજી બાજુ કેટલાક શ્રીમતી આફ્રિકામાં જઈ લાખો રૂપિયા કમાયા હોય, પણ દીકરીનાં લગ્ન વખતે જમાઈને પગે લાગવાનો જૂના ધારા પ્રમાણે સવા રૂપિયો જ આપે, અને તે પણ કોઈ વખત તો ચેકથી આપે !” જ્ઞાતિની સમસ્યાઓને નિમિત્તે મળવા આવનારાઓ પાસેથી પેટલીકરને ભાતભાતના અનુભવો સાંભળવા મળતા, જેમાંના કેટલાક એમને એમની સર્જનાત્મક કૃતિઓમાં કામ લાગતા. પોતાની જ્ઞાતિના અને ત્યાર પછી તો વિશાળ જનસમાજના પ્રશ્નોના નિરાકરણમાં તથા સમાજસુધારણામાં પેટલીકરનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. પેટલીકર અમદાવાદ રહેવા ગયા ત્યાર પછી મારે એમને મળવાનું ઓછું થતું ગયું. પછીથી તો પેટલીકરે પણ નવલકથાનું લેખનકાર્ય છોડી દઈ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને ક્યારેક રાજકીય વિષયો પર લેખો લખવાનું ચાલુ કર્યું. “સંદેશ”માં “લોકસાગરને તીરે તીરે' નામની કૉલમ તેઓ નિયમિત લખવા લાગ્યા. એક વખત એમની સાથે નવલકથાઓના લેખન વિશે વાત થઈ ત્યારે એમણે કહ્યું, “મારી નવલકથાઓમાં હવે ક્યારેક કોઈક જૂનાં પાત્રો ને પ્રસંગોનું નવા વેશે અજાણતાં પુનરાવર્તન થઈ જાય છે. મારે જો હવે નવું કહેવાનું ન હોય તો નવલકથા લખવાનું છોડી જ દેવું જોઈએ એમ મને Page #118 -------------------------------------------------------------------------- ________________ ઈશ્વર પેટલીકર ૧૦૧ લાગ્યું છે. એટલે મેં છોડી દીધું છે. વળી આજીવિકા તો હવે રોયલ્ટીમાંથી સારી રીતે ચાલે છે એટલે વાંધો નથી.' નવલકથાનું લેખન છોડી દેવા માટેની પેટલીકરની આ નિખાલસતા મને સ્પર્શી ગઈ હતી. ઘણાં વર્ષ પછી ઇંગ્લેંડના પ્રવાસેથી પાછા ફર્યા પછી નવો તાજગીસભર અનુભવ લઈ આવીને એમણે આપણને ફરી પાછી એક નવલકથા આપી. સાહિત્ય પરિષદના અધિવેશનમાં કે જ્ઞાનસત્રમાં પેટલીકરને વારંવાર મળવાનું થતું. કોઈ વખત અમદાવાદમાં કે મુંબઈમાં પણ મળવાનું થતું. પરંતુ પહેલાં જેટલું એ હવે સતત રહ્યું નહોતું. પેટલીકર સાથે છેલ્લા થોડા મહિના પહેલાં પત્રથી સંપર્ક થયો હતો. મારા પુસ્તક ‘પાસપૉર્ટની પાંખે'નું અવલોકન એમણે ‘સંદેશ’માં પોતાની કૉલમમાં લખ્યું હતું. તેનું કટિંગ મોકલવા સાથે તેમણે મને વિગતવાર પત્ર લખ્યો હતો. તેમાં એમણે પોતાની આંખની તકલીફને કા૨ણે વાંચવાની મુશ્કેલી તથા હાથે લખવાની તકલીફ વિશે નિર્દેશ કર્યો હતો. પેટલીકર સ્વભાવે નિર્દભ અને નિખાલસ હતા. પોતાને જે સાચું લાગે તે કહેતા. ક્યારેક તેમાં સહૃદયતાભરેલી નિર્ભયતા પણ દેખાતી. પેટલીકર વ્યક્તિહિતચિંતક તેમજ સમાજહિતચિંતક હતા. એ માટે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય જણાવતા. તેમનામાં વેર કે દંશની વૃત્તિ નહોતી. સાચા અર્થમાં તેઓ અજાતશત્રુ હતા. પોતાની નિર્બળતા કે ક્ષતિનો પ્રામાણિકપણે તરત જાહેરમાં સ્વીકાર કરી લેતા અચકાતા નહિ. તેઓ કોઈ મોટા સ્થાન, હોદ્દા કે પ્રસિદ્ધિ માટે લાગવગ કે પડાપડી કરે એવી પ્રકૃતિના નહોતા. નિસ્પૃહી રહેતા. એમની સુવાસ ઘણી મોટી હતી. લોકોના સાચા પ્રેમાદરને પાત્ર તેઓ બન્યા હતા. આપણા જાહેર જીવનમાં સજ્જનોનો દુકાળ વધતો જાય છે ત્યારે પેટલીકરની ખોટ લાગે એવી છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મૂળશંકર મો. ભટ્ટ મૂળશંકર મો. ભટ્ટ એટલે દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટે તૈયાર કરેલા તેજસ્વી શિષ્યોમાંના એક અગ્રગણ્ય શિષ્ય. નાનાભાઈ ભટ્ટની જેમ એમણે પણ પોતાનું જીવન કેળવણીના ક્ષેત્રે સમર્પિત કરી દીધું હતું. શાળા-કૉલેજમાં હું અભ્યાસ કરતો હતો ત્યારે ‘સાહસિકોની સૃષ્ટિ', ‘સાગર-સમ્રાટ’, ‘પાતાળપ્રવેશ', ‘મહાન મુસાફરો’, ‘એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા', ‘ખજાનાની શોધમાં’, ‘નાનસેન’ વગેરે એમનાં સાહસસફરનાં પુસ્તકોએ મને બહુ આકર્યો હતો. મૂળશંકરભાઈનો જન્મ ઈ. ૧૯૦૭માં થયો હતો. એમણે ભાવનગરની દક્ષિણામૂર્તિમાં અને ત્યાર પછી અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો. ગાંધીજીના સમયમાં દક્ષિણામૂર્તિ અને ગૂજરાત વિદ્યાપીઠ જેવી સ્વરાજ્યલક્ષી, સંસ્કારલક્ષી, સ્વાયત્ત વિદ્યાસંસ્થામાં પાયાની કેળવણી જેમને મળી હોય એવી વ્યક્તિઓની ત્યારે ભાત જ અનોખી રહેતી. ખાદીનું પહેરણ અને ખાદીનું ધોતિયું એવો સાદો પહેરવેશ ધરાવનાર મૂળશંકરભાઈ સંગીતનો વિષય લઈ સ્નાતક થયા હતા. આરંભમાં એમણે મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં સંગીતના શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. ત્યાર પછી એમણે ભાવનગરમાં દક્ષિણામૂર્તિમાં, ભાવનગરની ‘ઘર-શાળા’માં, આંબલાની ‘ગ્રામ દક્ષિણામૂર્તિ'માં, સણોસરાની ‘લોકભારતી’માં અને ‘લોકમહાવિદ્યાલય’માં શિક્ષક, ગૃહપતિ, અધ્યાપક કે આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળીને અનેક વિદ્યાર્થીઓના સંસ્કાર-ઘડતરમાં, જીવનચણતરમાં ઘણું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ૧૯૬૫માં તેઓ નિવૃત્ત થયા હતા અને ૧૯૮૪માં ૭૭ વર્ષની વયે એમનું અવસાન થયું હતું. મૂળશંકરભાઈનું બધું જ પ્રવાસ-સાહિત્ય તો શાળા-કૉલેજમાં હું અભ્યાસ કરતો હતો ત્યારે વાંચ્યું હતું, પરંતુ તેમને પ્રત્યક્ષ મળવાનું તો થયું ઈ. સ. ૧૯૬૧માં લોકભારતી-સણોસરામાં ગુજરાતી વિષયના અધ્યાપકોનું સંમેલન યોજાયું હતું ત્યારે. અધ્યાપક સંમેલનમાં ભાગ લેવા હું અને મારાં પત્ની ગયાં Page #120 -------------------------------------------------------------------------- ________________ મૂળશંકર મો. ભટ્ટ ૧૦૩ હતાં. હું ત્યારે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ભણાવતો હતો. મારાં પત્ની મુંબઈની સોફિયા કૉલેજમાં ભણાવતાં હતાં. સંજોગવશાત્ અમારાં બે નાનાં સંતાનોને સાથે લઈ જવાં પડ્યાં હતાં. ચિ. શૈલજા ત્યારે ત્રણેક વર્ષની હતી અને ચિ. અમિતાભ દસેક મહિનાનો હતો. મારાં પત્ની પણ અધ્યાપિકા હોવાથી સંમેલનની બધી સભાઓમાં હાજર રહેવાની એમની ઇચ્છા હતી, પરંતુ બંને બાળકોને સાચવવાનાં હોવાથી બધી સભાઓમાં ઉપસ્થિત રહેવાનું એમને માટે શક્ય નહોતું. પરંતુ સભાને દિવસે સવારે, અમારી સમસ્યાનું અનુમાન કરીને, સાડા છ વાગે મૂળશંકરભાઈ અમારા ઉતારે આવ્યા ને કહ્યું, “તારાબહેન, તમારાં બાબા-બેબીને મને સોંપી દો. અત્યારે મારો ફરવાનો સમય છે. બંનેને લઈ જાઉં છું. વળી તમે સભામાં નિશ્ચિત મને જજો. બાળકોને હું સાચવીશ.” મારાં પત્નીએ કહ્યું, “અમારાં બાળકો નાનાં છે. તમારાથી અજાણ્યાં છે. અને એમ જલદી કોઈની પાસે જતાં નથી.” ,, મૂળશંકરભાઈ એ કહ્યું, “તમે એ મારા ઉપર છોડી દો.” એમ કહી એમણે અમારા દીકરાને તેડી લીધો અને દીકરીને આંગળીએ લીધી. કોઈ એવા અપાર વાત્સલ્યથી એવા બે-ચાર શબ્દો બાળકોને કહ્યા કે બંને બાળકો કંઈ પણ આનાકાની કર્યા વગર એમની સાથે ચાલ્યાં. અમે તો જોતાં જ રહ્યાં. કલાક પછી મૂળશંકરભાઈ, બંને બાળકોને લઈને અમારી પાસે આવી પહોંચ્યા. બાળકો સ્વસ્થ અને પ્રસન્ન હતાં, એ જોઈ મૂળશંક૨ભાઈની વાતની અમને ખાતરી થઈ. બાળકોને શું શું ખાવાપીવાનું અમે આપીએ છીએ તે જાણીને ફરી પાછા બંને બાળકોને લઈને તેઓ ફરવા ગયા. અમે સભામાં પહોંચ્યાં. સભા પૂરી થઈ ત્યારે અમે મૂળશંકરભાઈ પાસે પહોંચ્યાં. બાળકોએ એમને જરા પણ પજવ્યાં નહોતાં એ જાણી અમને આનંદ થયો. પરંતુ વિશેષ આશ્ચર્ય તો એ થયું કે મારાં પત્નીએ ચિ. અમિતાભને લેવા માટે હાથ લંબાવ્યો ત્યારે મૂળશંક૨ભાઈના હાથમાંથી આવવા માટે એ આનાકાની કરવા લાગ્યો. બાળમાનસને સમજવાની અને બાળહૃદયને જીતી લેવાની અપૂર્વ કળા મૂળશંકરભાઈ પાસે હતી એની ત્યારે અમને સચોટ પ્રતીતિ થઈ. પછીથી તો સંમેલનના ત્રણેય દિવસ સભાના સમયે અમારાં બાળકોને વખતોવખત Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ વંદનીય હૃદયસ્પર્શ સાચવવાની જવાબદારી મૂળશંકરભાઈએ જ લઈ લીધી, એટલું જ નહિ, વચ્ચે વચ્ચે અમારાં બાળકોને પોતાની પાસે રાખીને તેઓ પણ સભામાં થોડો થોડો વખત આવીને બેસતા. એ વખતે બંને બાળકોને એમની પાસે સભામાં શાંત બેઠેલાં જોઈને અમે સાનંદાશ્ચર્ય અનુભવ્યું હતું. બાળવત્સલ મૂળશંકરભાઈનો ત્યારે અમને વિશિષ્ટ પરિચય થયો હતો. કેટલાંક વર્ષ પહેલાં મુંબઈની એક સંસ્થા તરફથી જુદા જુદા ધર્મની કથાઓ તૈયાર કરવાની એક યોજના વિચારાઈ હતી અને તેની જવાબદારી મૂળશંકરભાઈને સોંપવામાં આવી હતી. એ પ્રસંગે જૈન ધર્મની કઈ કઈ કથાઓ પસંદ કરવા યોગ્ય છે તેની વિચારણા કરવા માટે મુંબઈમાં મારે એમને વારંવાર મળવાનું થતું. કેટલીક કથાઓ લખવાની જવાબદારી મને પણ સોંપવામાં આવી હતી. તે વખતે માત્ર જૈન ધર્મની જ નહિ, જુદા જુદા ધર્મોની ઘણી કથાઓની ચર્ચા તેમની સાથે થતી. તે વખતે એમના વિશાળ વાંચનઅધ્યયનની પ્રતીતિ થતી. આ યોજનાને નિમિત્તે પણ પોતે ન વાંચી કે સાંભળી હોય એવી કેટલીયે કથાઓ તેમને જાણવા મળતી અને તેના ઊંડા ગર્ભિત રહસ્ય વિશે એમની સાથે મારે ચર્ચા થતી. સાહસિક પ્રવાસ અને શોધસફરના સાહિત્ય વિશે પણ અમારે કેટલીક વાર વાતો થતી. “એવરેસ્ટનું આરોહણ' નામનું મારું પુસ્તક એમણે વાંચ્યું હતું, પરંતુ ઉત્તધ્રુવની શોધસફર' નામનું મારું પુસ્તક એમણે વાંચ્યું નહોતું. મેં એમને એક નકલ આપી અને ત્રણેક દિવસમાં જ તેઓ આખું દળદાર પુસ્તક સળંગ વાંચી ગયા અને પોતાનો આનંદોલ્લાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનાં પુસ્તકોમાં રસ ઓછો થતો જાય છે એ માટે એમણે પોતાનો ખેદ પણ વ્યક્ત કર્યો હતો. મૂળશંકરભાઈએ ઉત્તર ધ્રુવની શોધસફર કરનાર એક પાશ્ચાત્ય લેખકના પુસ્તકનો અનુવાદ “ધરતીના મથાળે' નામથી કર્યો હતો તે વિશે વાત નીકળી. મેં કહ્યું, “આપે ગુજરાતીમાં અનુવાદ કર્યો તે પહેલાં એ ગ્રંથ અંગ્રેજીમાં મેં વાંચી લીધો હતો. “ઉત્તર ધ્રુવની શોધસફર' પુસ્તક લખતાં પહેલાં મેં એ વિષયનાં અનેક પુસ્તકો વાંચ્યાં છે. ધ્રુવ સાહિત્ય- Polar Literature માટે યુરોપના કેટલાક દેશોની લાયબ્રેરીઓમાં જુદો વિભાગ છે અને તેમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની સાહસ-સફર વિશે સાહસિકોએ લખેલાં પોતાનાં Page #122 -------------------------------------------------------------------------- ________________ મૂળશંકર મો. ભટ્ટ ૧૦૫ સંસ્મરણોનાં ઘણાં બધાં પુસ્તકો સંગ્રહવામાં આવ્યાં છે. ઉત્તર ધ્રુવની શોધસફર' લખવાને નિમિત્તે આ બધી માહિતી મેળવવાની મને સારી તક મળી છે.” સાહસિક પ્રવાસ અને શોધસફરના સાહિત્યના અમારા સમાન રસને કારણે એ વિષયની ઘણી વાતો એમની સાથે થતી. મૂળશંકરભાઈ એટલે આજન્મ શિક્ષક. મૂળશંકરભાઈ એટલે સરળતા, સાત્ત્વિકતા અને સંસ્કારિતાની મૂર્તિ. મૂળશંકરભાઈ એટલે ઉદાર, વત્સલ અને સૌજન્યશીલ વ્યક્તિ. મૂળશંકરભાઈ એટલે પ્રેરણા, પ્રમોદ અને પ્રોત્સાહનનું ઉગમસ્થાન. મૂળશંકરભાઈ એટલે ભાર વિનાનું, નિરાડંબર વ્યક્તિત્વ. મૂળશંકરભાઈ એટલે અનેકનાં સ્વજન. અજાણ્યાં અપરિચિત બાળકો પ્રત્યે પણ એક માતાથી વિશેષ વાત્સલ્ય મૂળશંકરભાઈના હૃદયમાં રહેલું હતું. વિદ્યાર્થી તરીકે એમના હાથ નીચે તાલીમ પામેલા કેટલાય વિદ્યાર્થીઓએ એમના અવસાનથી પોતાની માતા ગુમાવ્યા જેવું દુઃખ અનુભવ્યું હશે ! કેટલાંકે પોતાના સ્વજન ગુમાવ્યાની સંતપ્ત લાગણી અનુભવી હશે ! Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મોહનલાલ મહેતા – સોપાન મોહનલાલ મહેતા – “સોપાન' આપણા એક સ્વાતંત્ર્યસેનાની, નીડર પત્રકાર, સંસ્કારલક્ષી સારસ્વત, રાજદ્વારી સમીક્ષક અને સંવેદનશીલ ચિંતક હતા. ૭૪ વર્ષની વયે વડોદરામાં એમનું અવસાન થયું હતું. - સ્વ. સોપાનની કેટલીક નવલકથાઓ કૉલેજના અભ્યાસકાળ દરમિયાન મેં વાંચી હતી. સ્વાતંત્ર્યસંગ્રામ ત્યારે ચાલુ હતો. સ્વતંત્રતા અને રાષ્ટ્રીય ભાવનાને પોષક એવું લખાણ વાંચવું ત્યારે સૌ કોઈને ગમતું. સોપાન પ્રત્યે ત્યારથી મનમાં આદર બંધાયો હતો. ૧૯૪૮માં બી.એ.ની પરીક્ષા આપીને તરત હું “સાંજ વર્તમાન” નામના દૈનિકમાં પત્રકાર તરીકે જોડાયો હતો. એ સમય દરમિયાન પત્રકારત્વના નાતે સોપાનને કેટલીક વાર મળવાનું થતું, પરંતુ તે ઘણુંખરું ઔપચારિક મિલન રહેતું. ત્યારે સોપાનની પત્રકારત્વની કારકિર્દીનો મધ્યાહ્ન તપતો હતો. હું ત્યારે નવો શિખાઉ પત્રકાર હતો. સ્વ. સોપાન અને લાભુબહેન સાથે ઘનિષ્ઠ પરિચય થયો ૧૯૫૫ પછી. પત્રકારત્વનું ક્ષેત્ર છોડી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે હું જોડાયો ત્યારે સોપાનની ત્રણે પુત્રીઓ અનુક્રમે વર્ષા, ગીતા અને રૂપા ઝેવિયર્સ કોલેજમાં ભણવા આવી હતી. ત્રણે ભણવામાં બહુ હોશિયાર હતી અને ગુજરાતીના વિષયમાં પ્રથમ નંબર રાખનારી હતી, કારણ કે ઘરનું વાતાવરણ જ ભાષા અને સાહિત્યના સંસ્કારથી સમૃદ્ધ હતું. ત્રણે બહેનોને પત્રકારત્વની તાલીમ ઘરમાંથી જ મળી હતી. સોપાનનું કુટુંબ એટલે પત્રકાર કટુંબ. સોપાનને ઘેર કોઈ પ્રસંગ હોય ત્યારે પોતાની દીકરીઓના પ્રોફેસર તરીકે અચૂક મને સંભારતા, નિમંત્રણ મોકલાવતા, ટેલિફોન પણ કરતા. ત્યારથી અમારો અંગત પરિચય વધ્યો હતો. સોપાન અમારી કૉલેજના પ્રાધ્યાપક ગૌરીપ્રસાદ ઝાલા અને પ્રાધ્યાપક મનસુખલાલ ઝવેરીના અંગત મિત્ર હતા. કૉલેજના ગુજરાતી સાહિત્ય મંડળ તરફથી ક્યારેક સોપાનનું વ્યાખ્યાન યોજાતું ત્યારે તેઓ નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી અચૂક આવતા અને વિદ્યાર્થીઓને પોતાની લાક્ષણિક ઢબે વિષયની હળવી રજૂઆત કરી Page #124 -------------------------------------------------------------------------- ________________ મોહનલાલ મહેતા – સોપાન ૧૦૭ હસાવતા. કોલેજના વિદ્યાર્થીઓનાં રસ અને કક્ષા અનુસાર બોલવાની સોપાનને સારી ફાવટ હતી. સોપાન ઑફિસ-બદ્ધ પત્રકાર નહોતા. એકસાથે બે દૈનિકોના તંત્રી હોવા છતાં તેઓ ઘણાં ક્ષેત્રોમાં ઘૂમી વળતા. કામ કરવાની અને બીજાઓ પાસેથી કામ લેવાની સારી સૂઝ અને આવડત એમનામાં હતી. મુંબઈમાં સ્થપાયેલા ગુજરાતી લેખક-મિલનની પ્રવૃત્તિઓમાં પણ તેઓ ઉપસ્થિત રહી સક્રિય ભાગ લેતા. સ્વભાવે પત્રકાર હોવાથી વિવિધ વર્તમાન રાજદ્વારી, સામાજિક સાહિત્યિક ઘટનાઓ વિશે તેઓ લખ્યા વગર રહી શકતા નહિ. એક જ બેઠકે આખો લેખ તેઓ પૂરો કરી નાખતા. - સોપાન “જન્મભૂમિ'માંથી નિવૃત્ત થયા. ઉંમરને કારણે પત્રકારત્વના ક્ષેત્રની કેટલીક પ્રવૃત્તિઓ એમણે ઓછી કરી નાખી. તે દરમિયાન તેઓ રોજ સાંજે નિયમિતપણે લાભુબહેનની સાથે મરીન ડ્રાઇવ ઉપર ફરવા આવતા. હું પણ મારાં પત્ની સાથે ફરવા નીકળ્યો હોઉં એટલે સોપાન દંપતીને અનેક વાર મરીન ડ્રાઇવ ઉપર મળવાનું થતું. સાથે ફરતાં ફરતાં સાહિત્ય, પત્રકારત્વ, રાજકારણ કે મુંબઈના જૈન જગતની પ્રવૃત્તિઓ વિશે ઘણી વાતો નીકળતી. સોપાન જેવા પીઢ અને અનુભવી લેખક-પત્રકાર પાસેથી ત્યારે એમની પ્રસંગસભર અનુભવવાણી સાંભળવા મળતી, તથા યથાયોગ્ય માર્ગદર્શન મળતું. યુવાનવયે જ “જન્મભૂમિ' જેવા દૈનિકનું તંત્રીપદ મળતાં પોતાની બાહોશી, સમજણ, સ્વતંત્ર વિચારશક્તિ, નીડર અને નિખાલસ અભિવ્યક્તિ ઇત્યાદિને કારણે સોપાનને રાજદ્વારી, સાહિત્યિક વગેરે ક્ષેત્રોની અનેક નામાંકિત વ્યક્તિઓના બહોળા સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. એમની સાથેની વાતચીત પરથી આ વાતની તરત પ્રતીતિ થતી. નિવૃત્તિનાં વર્ષોને સોપાને મઘમઘતાં બતાવ્યાં હતાં. લેખનપ્રવૃત્તિ તો ચાલુ જ હતી. પણ અનેક વ્યક્તિઓ સાથેના મૃદુતાભર્યા–મમતાભર્યા સંબંધોને લીધે તેમનું પશ્ચાતું જીવન પણ ભર્યું ભર્યું બન્યું હતું. એમની એક દીકરી દિલ્હીમાં રહે, અને બે દીકરીઓ વડોદરામાં રહે. એટલે દિલ્હી અને વડોદરાની એમની અવરજવર ઘણી વધી હતી. દીકરીઓ પણ માતા-પિતાની પૂરી સંભાળ રાખે. વડોદરાની બંને દીકરીઓ સાથે વધુ સમય ગાળી શકાય Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ એટલા માટે સોપાને વડોદરામાં જુદું ઘર પણ રાખ્યું હતું. સોપાન અને લાભુબહેનનું દામ્પત્યજીવન બીજાંને પ્રેરણા લેવાનું મન થાય એવું હતું. બંને એકબીજાની સંભાળ રાખતાં. સોપાન જ્યારે લાભુબહેનની વાત કરે ત્યારે ખૂબ ઉમળકાથી માનભર્યા શબ્દો બોલતા. વંદનીય હૃદયસ્પર્શ છેલ્લાં કેટલાંક વર્ષથી હૃદયરોગની બીમારીના કારણે સોપાનની તબિયત બગડી હતી. એમનું શરીર લથડ્યું હતું, પણ મન ઘણું મજબૂત હતું. લાકડીના ટેકે તેઓ એકલા બહાર જતા અને ધીમે ડગલે ચાલતા. કોઈક વખત એમના નિવાસસ્થાન પાસે ધોબી તળાવ ઉપર કે પ્રિન્સેસ સ્ટ્રીટની શાકમારકીટ પાસે તેઓ મને મળી જતા ત્યારે ઊભા રહીને નિરાંતે વાત કરે. કેટલાક મહિના પહેલાં એમને હૃદયરોગનો હુમલો થયો ત્યારે ભાટિયા હૉસ્પિટલમાં તેમને જોવા અમે ગયાં હતાં. ત્યારે પણ તેઓ મનથી સ્વસ્થ હતા, અને કહેતા કે ‘આ જીવનયાત્રા હવે પૂરી થવામાં છે. એને માટે હું મનથી સજ્જ થઈને બેઠો છું.’ સોપાને જીવનને સક્રિયપણે માણ્યું હતું. સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે એમની કાર્યસિદ્ધિ વિશિષ્ટ પ્રકારની રહી હતી. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રંભાબહેન ગાંધી આપણી ગુજરાતી લેખિકાઓમાં શ્રીમતી રંભાબહેન ગાંધીનું વ્યક્તિત્વ અનોખું હતું. લેખન અને વક્તવ્યમાં તેઓ અત્યંત વિલક્ષણ હતાં. ૭૪ વર્ષની વયે કેન્સરની બીમારીથી એમનું અવસાન થયું હતું. એમની ઇચ્છાનુસાર અવસાન પછી એમના દેહનું હૉસ્પિટલને દાન કરવામાં આવ્યું હતું. એમની સ્મશાનયાત્રા કાઢવામાં આવી નહોતી; તેમજ સાદડી કે ઊઠમણાની પ્રથા રાખવામાં આવી નહોતી. કેન્સરનો વ્યાધિ થયો હોવા છતાં રંભાબહેનને જ્યારે મળવા માટે અમે જઈએ ત્યારે એમના બુલંદ અવાજમાં જરા પણ ઓછપ વરતાય નહિ. મળવા આવનારને પોતે જ કહી દેતાં કે પોતાને કેન્સરનો વ્યાધિ થયો છે અને હવે મોડી-વહેલી એક દિવસ પોતાની જીવનલીલા પૂરી થશે. એમના પતિ મનમોહનભાઈ ગાંધીએ જીવનની અંતિમ ક્ષણ સુધી રંભાબહેનની સ્વસ્થતાપૂર્વક સારી ચાકરી કરી હતી. વાસ્તવિક પરિસ્થિતિનો બંનેએ સમજપૂર્વક, સજજતાપૂર્વક સ્વીકાર કર્યો હતો. રંભાબહેનમાં જેવી લેખનશક્તિ હતી એવી જ વાક્પટુતા હતી. રંભાબહેન બોલે એટલે નીડરતાથી બોલે, કોઈની શેહમાં તણાય નહિ. જે સાચું લાગે તે જરા પણ સંકોચ રાખ્યા વગર, સ્પષ્ટ શબ્દોમાં કહી દે. ચર્ચાસભાનો વિષય ગંભીર હોય કે હળવો, બંનેમાં રંભાબહેન ખીલતાં. એમના બુલંદ અવાજમાં નર્મમર્મનો જુદો રણકો સંભળાતો. રંભાબહેનનો જન્મ સૌરાષ્ટ્રના એક ગામડામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ એમણે ત્યાંજલીધું હતું. એમનાં લગ્નનાની ઉંમરે થયાં હતાં. પરંતુ એમના પતિ શ્રી મનમોહનભાઈ ગાંધી અત્યંત તેજસ્વી યુવાન હોવાથી રંભાબહેનના વિકાસમાં એમણે ઘણો બધો ફાળો આપ્યો હતો. રંભાબહેને રેડિયો-નાટિકાના ક્ષેત્રે લેખન અને અભિનય બંનેની દૃષ્ટિએ સંગીન કાર્ય કર્યું હતું. રેડિયો સાંભળનારી મુંબઈની ગુજરાતી મહિલાઓ રંભાબહેનના નામથી ભાગ્યે જ અપરિચિત હશે. કાઠિયાવાડી લહેકાવાળો રંભાબહેનનો અવાજ જુદો જ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વંદનીય હૃદયસ્પર્શ વરતાતો હતો. સાંભળતાં જ ખબર પડી જાય કે આ રંભાબહેન બોલી રહ્યાં છે. જે રેડિયો-નાટિકામાં રંભાબહેને ભાગ લીધો હોય તેને સરસ ઉઠાવ મળતો. રંભાબહેને પોતે લખેલી નાટિકાઓમાં પણ જો એમણે પોતે ભાગ ન લીધો હોય તો તે એટલી જામે નહિ. રંભાબહેનની નાટિકાઓ પણ ઘરગથ્થુ વિષયોની, સરેરાશ મહિલાશ્રોતાના હૃદયને તરતસ્પર્શી જાય એવી હતી. વળીએમની શૈલી પણ હળવી હતી. કેટલીક વાર તો હળવા વિષયની એમણે સરસ ચોટદાર રજૂઆત કરી હોય. એમની કેટલીક નાટિકાઓ એટલી લોકપ્રિય નીવડેલી કે દિલ્હી રેડિયો તરફથી ભારતની જુદી જુદી ભાષાઓમાં તેનું રૂપાંતર રજૂ થયું હતું. રંભાબહેન ઘણાં પ્રેમાળ હતાં. એમના સ્નેહની હૂંફનો સરસ અનુભવ તો જે એમના નિકટના સંપર્કમાં આવ્યાં હોય એમને થયા વગર રહે નહિ. રંભાબહેન અને મનમોહનભાઈ સાધનસંપન્ન હોવા છતાં તેમના નોકરચાકર પ્રત્યેના વર્તનમાં પણ સભાવ દેખાતો. એમના ઘરે જે નોકરો ઘરકામ કરે તે પણ જાણે કે કુટુંબના સભ્યો હોય તેવું લાગે. રંભાબહેને પાકશાસ્ત્રનો સારો અભ્યાસ કર્યો હતો. ઘરે પોતે જે વિવિધ વાનગીઓ બનાવતાં તેનો લાભ નોકરચાકરોને પણ મળતો. રંભાબહેન અને મનમોહનભાઈનું દામ્પત્યજીવન અત્યંત ઉષ્માભર્યું હતું. સંતાન નહિ છતાં ક્યારેય તેમને સંતાનની ખોટ જણાઈ નહોતી. ગ્રંથોરૂપી માનસ-સંતાનથી રંભાબહેનને ઘણો સંતોષહતો. નાટિકાઓ, વાર્તાઓ, લેખો, ટુચકાઓને મળતાં સંખ્યાબંધ પુસ્તકો રંભાબહેનનાં પ્રગટ થયાં છે. જીવનના છેલ્લા એક વર્ષમાં દસ જેટલાં એમનાં પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. મનમોહનભાઈએ ચીવટપૂર્વક એ કાર્ય રંભાબહેનની હાજરીમાં જ પાર પાડી આપ્યું હતું. રંભાબહેનની સાહિત્યિક પ્રતિભાના પોષણમાં મનમોહનભાઈનો ફાળો ઘણો મોટો હતો. જુદાં જુદાં પુસ્તકાલયોમાંથી નવાં નવાં અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો તેઓ લઈ આવતા અને એના વાંચનથી રંભાબહેનને અનેક નવા નવા વિષયો લેખન માટે સૂઝતા હતા. રંભાબહેને કહ્યું પુસ્તક વાંચ્યું છે અને કયું નથી વાંચ્યું એની નોંધ મનમોહનભાઈ પ્રત્યેક પુસ્તકમાં એવી ગુખનિશાનીરૂપે કરી રાખતા હતા કે પુસ્તકાલયમાંથી પુસ્તક હાથમાં લેતાં ફક્ત એમને જ ખબર પડે કે એ પુસ્તક રંભાબહેને અગાઉ વાંચ્યું છે કે નહિ. આર્થિક દૃષ્ટિએ સંપન્ન એવું રંભાબહેનનું ઘર પુસ્તકો અને સામયિકોથી ઊભરાતું, છતાં અત્યંત સ્વચ્છ, Page #128 -------------------------------------------------------------------------- ________________ રંભાબહેન ગાંધી ૧૧૧ સુઘડ અને વ્યવસ્થિત રહેતું હતું. મનમોહનભાઈ પણ એમાં મદદ કરતા હતા. નિવૃત્ત જીવન એટલે મનમોહનભાઈ ઘણો સમય મિત્રોને પત્રો લખવામાં, અંગ્રેજીમાં કવિતા લખવામાં, ઘરને વ્યવસ્થિત રાખવામાં, ટેનિસ ક્લબમાં રમવામાં કે હેંગિંગ ગાર્ડનમાં નિયમિત ફરવામાં પસાર કરતા. - હૅગિંગ ગાર્ડનમાં રંભાબહેન અને મનમોહનભાઈ અમને અનેક વાર મળ્યાં હશે. બંનેના ચહેરા ઉપર તરવરાટ અને ચાલવામાં સ્ફૂર્તિ જોવા મળતાં. કોઈ કોઈ વખત રંભાબહેનને મળવા માટે મુંબઈ કૅમ્પ્સ કૉર્નર પાસેના એમના નિવાસસ્થાને અમારે જવાનું થયું હતું. એમનું ઘર વિશાળ હતું. પુસ્તકો, સામયિકો, રાચરચીલું – બધું જ વ્યવસ્થિત રહેતું. ઘરમાં સંતાનો નહિ, નોકરચાકર પણ બધું સંભાળી લે, એ કારણ તો ખરું, પરંતુ રંભાબહેન અને મનમોહનભાઈની પ્રકૃતિ એવી કે કશું અવ્યવસ્થિત કે અણઘડ એમને ગમે નહિ. મનમોહનભાઈ કહે કે રંભાબહેનને રોજ અમુક નિશ્ચિત સમયે લખવા બેસી જવાનો નિયમ. એટલે એટલા સમય દરમિયાન પતિપત્ની પણ એકબીજા સાથે વાત ન કરે. મનમોહનભાઈ તરફથી રંભાબહેનને લેખનકાર્ય વખતે કશી ખલેલ ન પહોંચે એવી ચીવટપૂર્વકની પરસ્પર સમજૂતી હતી. રંભાબહેન અને મનમોહનભાઈ બંનેના બાથરૂમ જુદા હતા. એ સ્વચ્છ બાથરૂમ બતાવીને અમને મનમોહનભાઈ કહે, “અમે બંને આ ઘરમાં ચાલીસ વર્ષથી સાથે રહીએ છીએ, પરંતુ અમે એકબીજાના બાથરૂમનો ક્યારેય ઉપયોગ કર્યો નથી.” વ્યવસ્થિત નિયમબદ્ધ, સહકારમય અને ઉષ્માભર્યું દામ્પત્યજીવન જીવવાની તેમની પાસે વિશિષ્ટ કળા હતી. આવાં આપણાં એક વડીલ સન્નારીએ સન્મુખ આવી રહેલા મૃત્યુનો જે વિરલ હિંમતથી સ્વીકાર કર્યો હતો તે ઘટના એવાં બીજાંઓને હિંમત અને સાંત્વન આપે એવી હતી. કૅન્સર જેવી જીવલેણ બીમારીથી પોતાને દેહ છોડવાનું થયું એથી રંભાબહેને પોતાની મિલકતમાંથી માતબર રકમ કૅન્સરના દર્દીઓ માટે અને કૅન્સરના સંશોધન માટે ખર્ચવાની ભાવના રાખી હતી જે એમના અવસાન પછી શ્રી મનમોહનભાઈ ગાંધીએ પાર પાડી હતી. રંભાબહેન અને મનમોહનભાઈનું દામ્પત્યજીવન અનેકને પ્રેરણા આપે એવું હતું ! Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ચંદ્રવદન મહેતા સુપ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતાનું વડોદરામાં તા. ૪થી મે, ૧૯૯૧ના રોજ નેવું વર્ષની ઉંમરે અવસાન થયું. એમના અવસાનથી એક સમર્થ સાહિત્યસ્વામી અને ઉષ્માભર્યા વડીલ સ્વજન ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યું. ઈલાકાવ્યો'ના કવિ, “આગગાડી', “નાગાબાવા”, “મૂંગી સ્ત્રી' વગેરે નાટ્યકૃતિઓના લેખક, “બાંધ ગઠરિયાં', “છોડ ગઠરિયાં', “સફર ગઠરિયાં', રેડિયો ગઠરિયાં' વગેરે ગઠરિયાંઓના સર્જક, ભારતમાં અને વિદેશોમાં કેટકેટલી પરિષદોમાં પ્રમુખસ્થાન ધરાવનાર, ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર, રણજિતરામ સુવર્ણચંદ્રક અને એવા બીજા ચંદ્રકો અને પારિતોષિકો મેળવનાર, આઝાદીની લડતમાં સત્યાગ્રહી તરીકે ભાગ લેનાર, ગાંધીજીના ‘નવજીવનમાં સંપાદકીય કાર્યવાહી કરનાર, પદ્મશ્રીનો ઈલ્કાબ ધરાવનાર, કેટલીક યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસરનું નિમંત્રણ મેળવનાર, માનાઈ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર, સતત પ્રવાસ કરનાર, અનેક કુટુંબો સાથે ઘરોબો ધરાવનાર, તરખાટવાળા, મિજાજ કડક અને દિલથી કોમળ એવા ચંદ્રવદન મહેતા સર્વતોમુખી પ્રતિભા ધરાવનાર “જિનિયસ' હતા. ઉમાશંકર જોશી, સુન્દરમ્, સ્નેહરશિમના અવસાન પછી ચંદ્રવદનની વિદાયથી ગાંધીયુગના ત્રીસીના સર્જક કવિલેખકોનો યુગ હવે આથમી ગયો હોય તેવું ભાસે છે. ચંદ્રવદન મહેતાને મેં પહેલવહેલા જોયા અમારી ઝેવિયર્સ કૉલેજમાં ૧૯૪૪માં. અમારા પ્રાધ્યાપક કવિ બાદરાયણ એમને વ્યાખ્યાન માટે અમારા વર્ગમાં લઈ આવ્યા હતા. બાદરાયણ (ભાનુશંકર વ્યાસ) અને ચંદ્રવદન મહેતા એલ્ફિન્સ્ટન કૉલેજમાં કવિ-વિવેચક નરસિંહરાવના વિદ્યાર્થી હતા અને એથી એમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. એટલે ચન્દ્રવદન વ્યાખ્યાન આપવાના છે એ જાણીને મને બહુ આનંદ થયો હતો. સાહિત્યમાં મને રસ હતો અને કૉલેજકાળમાં જેનાટકો બહુ રસથી મેં વાંચ્યાં હતાં તેમાં ચંદ્રવદનનાં નાટકો વધુ રસથી મેં વાંચ્યાં Page #130 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રવદન મહેતા ૧૧૩ હતાં. એટલે વર્ગમાં તેઓ જ્યારે આવ્યા ત્યારે “આગગાડી', “નાગાબાવા', મૂંગીસ્ત્રી' વગેરેના લેખક તરીકે તેમને પહેલી વાર મળ્યા. તેમનું વક્તવ્યસ્પષ્ટ અને ધારદાર, ક્યારેક કટાક્ષમય હતું. બેપરવાઈનો રણકો તેમાં સાંભળવા મળે. નાટકના સંવાદો અભિનય સાથે તેઓ બોલતા. વ્યાખ્યાન પૂરું થયા પછી અમારા વિદ્યાર્થી મિત્રોમાં વાત સાંભળવા મળી કે ચંદ્રવદને પોતાની પત્ની સાથે છૂટાછેડા લીધા છે. એ દિવસોમાં આવા સમાચાર બહુઆઘાતજનક ગણાતા. આવા સરસ લેખક સાથે એમની પત્નીને કેમ નહિ બન્યું હોય તેવો પ્રશ્ન અમારા વિદ્યાર્થી માનસને સતાવતો રહ્યો હતો. પછીથી તેઓ એમના વિચ્છિન્ન દામ્પત્યજીવનની અને ચંદ્રવદનની ખેલદિલીની ઘણી વાતો જાણવા મળી હતી. કેટલીક વાતો તો ત્યારપછી એમના મુખેથી પણ સાંભળી હતી. ચંદ્રવદન સાથે પત્રવ્યવહારનો પ્રસંગ મારે ૧૯૪૮માં થયો હતો. હું સાંજ વર્તમાન'ના તંત્રી વિભાગમાં પત્રકાર તરીકે કામ કરતો. મારા મિત્ર શ્રી મીનુ દેસાઈ સાથે “મનીષા' નામના સૉનેટસંગ્રહનું સંપાદન હું કરતો હતો. એ વખતે સૉનેટ છાપવા માટે અનુમતિ મેળવવા ગુજરાતના કવિઓને અમે પત્રો લખેલા. એમાં સૌથી ઉમળકાભર્યો સહકાર ચંદ્રવદન તરફથી મળેલો. કેટલાક પુરસ્કારની નાની રકમનો વાંધો પાડેલો, કેટલાકે જાતજાતની શરતો કરેલી. પરંતુ ચંદ્રવદને લખેલું કે “તમારે મારાં જે સૉનેટ છાપવાં હોય તે છાપશો. મારે પુરસ્કારની રકમ જોઈતી નથી. તમે યુવાન છો, ઉત્સાહી છો, બિનઅનુભવી છો અને ગાંઠના પૈસા ખરચીને સંપાદન છપાવવાના છો. એટલે હું પુરસ્કાર લેવાનો નથી.' એમના ઉષ્માભર્યા ઉત્તરથી અમને બહુ જ આનંદ થયો. ત્યારપછી પુસ્તક છપાઈ જતાં તેની નકલ આપવા અમે વડોદરા ગયા હતા અને એમને રૂબરૂ મળ્યા હતા. તે વખતે પણ એટલી જ ઉષ્માથી એમણે અમને આવકાર આપ્યો હતો અને અમારી સાથે સાહિત્યજગતની ઘણી વાતો કરી હતી. અલબત્ત આ અલ્પ સમયની એક ઔપચારિક મુલાકાત હતી. - ચંદ્રવદનને મુંબઈમાં સભાઓમાં અને રેડિયો ઉપર અનેક વાર સાંભળ્યા હતા. પરંતુ અમારો પરસ્પર નિકટનો પરિચય ખાસ થયો ન હતો. મારા કરતાં ઉંમરમાં તેઓ પચીસ વર્ષ મોટા એટલે એ અંતર તો હતું જ, પરંતુ કુદરતી રીતે જ એમની સાથે ઈ. સ. ૧૯૭૦ સુધી મારે વિશેષ અંગત પરિચયમાં આવવાનું થયું ન હતું. Page #131 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ એક વખત ફાર્બસ ગુજરાતી સભામાં કાર્યાલય મંત્રી તરીકે જોડાયેલા શ્રી ભૃગુરાય અંજારિયાએ મને કહ્યું હતું કે ‘ચંદ્રવદન તમને મળવા માગે છે.’ એ સાંભળીને મને બહુ જ આનંદ થયો હતો. ચંદ્રવદન ફરતા ફરે. વડોદરામાં વધારે રહે અને મુંબઈમાં મિટિંગ કે કાર્યક્રમ હોય ત્યારે આવે. એટલે એમના એક કાર્યક્રમના અંતે શ્રી ભૃગુરાયે મારા માટે મળવાનું ગોઠવ્યું હતું. મળ્યા ત્યારે ચંદ્રવદને કહ્યું કે ‘ઝાલા સાહેબ અને મનસુખલાલ ઝવેરી પાસેથી તમારું નામ તો ઘણાં વર્ષોથી સાંભળ્યું છે, પરંતુ પરિચય બહુ થયો નથી.’ પછી મુખ્ય વાત કરતાં એમણે કહ્યું કે “ગુજરાત સાહિત્યના સંશોધનક્ષેત્રમાં તમે કામ કરો છો અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છો. એટલે મારી ઇચ્છા તમને ફાર્બસ ગુજરાતી સભાની સમિતિમાં લેવાની છે.” મેં કહ્યું : ‘પણ હું તો ફાર્બસનો સભ્ય નથી.’.તો તરત એમણે આજ્ઞા કરી કે ‘તરત સભ્ય થઈ જાવ.’ પછી ભૃગુરાયને એ માટે તરત સૂચના આપી દીધી. હું ફાર્બસનો સભ્ય થયો અને પછી સમિતિમાં જોડાયો. ત્યાર પછી ચંદ્રવદનને અનેક વાર મળવાનું થયું. સમય જતાં એમની સાથે મજાક-મશ્કરી કરી શકાય એવી એક પ્રકારની અત્યંત નિકટની આત્મીયતા સધાઈ ગઈ. ૧૧૪ ફાર્બસ સમિતિમાં જોડાયા પછી ચંદ્રવદનને નિયમિત મળવાનું થતું ગયું. દરેક મિટિંગમાં પછીની મિટિંગની તારીખ નક્કી થઈ જાય, કારણ કે ચંદ્રવદન અનેક ઠેકાણે ફરતા ફરે. એમની ડાયરી ત્રણ-ચાર મહિના અગાઉથી ભરાયેલી હોય. કેટલીક વાર તો છ-આઠ મહિના પછીની એમની તારીખ કોઈક સંસ્થાએ કે યુનિવર્સિટીએ એમની પાસે નક્કી કરાવી લીધી હોય. ફાર્બસની અમારી મિટિંગ પૂરી થાય એટલે ચંદ્રવદન ડાયરી કાઢે. તારીખ વિચારાય. કોઈક તારીખ અમે સૂચવીએ તો તેઓ ના પાડે. અમે પૂછીએ કે “તમે રોકાયેલા છો એ દિવસે ?’’ તો કહે “ના, રોકાયેલો નથી, પણ એ દિવસે અમાસ છે. દિવસ સારો નથી.'' ચંદ્રવદન જ્યોતિષના જાણકાર હતા અને શુભાશુભ દિવસ કે ચોઘડિયાનો અગાઉથી વિચાર કરતા. આમ છતાં તેઓ વહેમી નહોતા. ફાર્બસની અમારી મિટિંગમાં જ્યોતીન્દ્ર દવે મંત્રી હતા. ચંદ્રવદન અને જ્યોતીન્દ્ર બંને સમવયસ્ક. બાળપણ બંનેનું સૂરતમાં વીતેલું. બંને નિરાંતે મળે એટલે સૂરતનાં ઘણાં સંસ્મરણો વાગોળે. સૂરતના એક જૂની પેઢીના પ્રકાશક Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ચંદ્રવદન મહેતા બંનેનાં પુસ્તકો વગર-પૂછે છાપી નાખે અને રોયલ્ટીની રકમ આપે નહિ. એ માટે જ્યોતીન્દ્ર પોતાનું દુ:ખ વ્યક્ત કરે, પણ સૌજન્યશીલ સ્વભાવને કારણે લખે નહિ કે ઉઘરાણી કરે નહિ. ચંદ્રવદન રોયલ્ટીની બાબતમાં બેફિકર, પણ ખીજાય તો પ્રકાશકને ધધડાવીને કાગળ લખે. ચંદ્રવદન અને જ્યોતીન્દ્રનાં ઘણાં સ્મરણો આ રીતે અમારી મિટિંગમાં તાજાં થાય. મિટિંગના સમય કરતાં અડધો કલાક કે કલાક વહેલાં આવીને બંને બેઠા હોય. એમના અનુભવો સાંભળવા મળે એટલે હું પણ વહેલો પહોંચ્યો હોઉં. બંનેને કેટલાયે જાહેર કાર્યક્રમોમાં સતત જવાનું હોય એટલે એમની વાતો અનુભવસિદ્ધ હોય. બંને ખેલદિલ પણ એટલા જ. એમનો એક લાક્ષણિક અનુભવ ભુલાય એવો નથી. એક વખત સૂરતની કોઈ એક સંસ્થાએ એક કાર્યક્રમ માટે પ્રમુખ તરીકે જ્યોતીન્દ્ર દવેને નિમંત્રણ આપ્યું. સંસ્થાના બીજા કોઈ કાર્યકર્તાએ એ જ કાર્યક્રમ માટે ભૂલથી ચંદ્રવદન મહેતાને પ્રમુખ તરીકે પધારવા માટે નિમંત્રણ આપેલું. કાર્યક્રમમાં બંને પહોંચ્યા ત્યારે ખબર પડી કે કંઈક ગોટાળો થયેલો છે. કાર્યકર્તાઓ મૂંઝાયા. જ્યોતીન્દ્ર અને ચંદ્રવદન ખેલદિલ એટલે ગુસ્સો ન કર્યો. બંનેએ તોડ કાઢ્યો કે કાર્યક્રમમાં એક પ્રમુખને બદલે બે પ્રમુખ રહે. પ્રમુખ તરીકે અડધું વાક્ય ચંદ્રવદન બોલે અને તે વાક્ય જ્યોતીન્દ્ર પૂરું કરે. પછી અડધું વાક્ય જ્યોતીન્દ્ર બોલે અને તે ચંદ્રવદન પૂરું કરે. આમ સભાના પ્રમુખ બે, પણ ભાષણ એક રહે. આ રીતે અડધો કલાક બંનેએ વારાફરતી બોલીને કાર્યક્રમને વધુ રસિક, સફળ અને યાદગાર બનાવ્યો હતો. - ફાર્બસમાંથી ભૃગુરાય અંજારિયા છૂટા થયા પછી સમિતિમાં પણ થોડા ફેરફારો થયા. સમિતિના ઘણા સભ્યો મુંબઈના કોટ વિસ્તારમાં કામ કરે અને સાંજને સમયે ફાર્બસ સુધી પહોંચવાનું અઘરું પડે. એટલે મિટિંગ પણ કોટ વિસ્તારમાં બોલાવાતી. અડધો કલાક કે કલાક વહેલાં આવવાને ટેવાયેલા ચંદ્રવદન એકલા બેઠા મૂંઝાય. એક વખત મને કહે : “સંસ્થાની મિટિંગ સંસ્થાના કાર્યાલયમાં હોય એમાં જ એનું ગૌરવ છે. બીજે મિટિંગ થાય છે તે મને પસંદ નથી.” ફાર્બસનું પ્રમુખપદ આજીવન હોય છે. અગાઉના પ્રમુખો એ રીતે આજીવન રહેલા. ચંદ્રવદને ફાર્બસમાંથી પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. ઉંમરને કારણે હશે એમ મેં માન્યું. એ પ્રમુખસ્થાનની જવાબદારી મારે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ વંદનીય હૃદયસ્પર્શ માથે આવી. મેં એમના આશીર્વાદ માટે પત્ર લખ્યો. એમણે પત્રમાં શુભાશિષ સાથે પોતાના દુ:ખની વાત કરી. છૂટા થવામાં ઉંમરનું કોઈ કારણ નથી, કારણ કે હજુ આખી દુનિયામાં પોતે દોડાદોડ કરે છે, પરંતુ ફાર્બસમાં પોતાને રસ રહે એવું હવે વાતાવરણ નથી. અન્ય પણ કેટલાંક કારણો એમણે પત્રમાં લખ્યાં અને રૂબરૂ મળ્યા ત્યારે પણ જણાવ્યાં. ચંદ્રવદન એકલા અને વળી ફરતા રામ. આથી તેઓ અનેક લોકોના અંગત સંપર્કમાં આવેલા હોય. એમની યાદશક્તિ પણ સારી. બધાના સ્વભાવથી પણ પરિચિત હોય. ચંદ્રવદનને મળીએ એટલે જૂના વખતના અનેક અનુભવોની વાતો પણ સાંભળવા મળે. ચંદ્રવદન નાટકના ક્ષેત્રના મહારથી. જૂની રંગભૂમિ ઉપર ભજવાયેલાં નાટકો પણ એમણે લગભગ બધાં જ જોયેલાં. મુંબઈમાં આંખના નિષ્ણાત ડૉ. ડી. જી. વ્યાસ સંગીત અને નાટ્યકલાના પ્રેમી હતા. તેઓ પણ જૂની રંગભૂમિ પર ભજવાતાં નાટકોના શોખીન અને સારા અભ્યાસી હતા. કેટલાંયે નાટકોના સંવાદો તેમને મોઢે રહેતા. તેમનો કંઠ પણ મધુર હતો. તેઓ ભારતીય અને પાશ્ચાત્ય સંગીતની સારી જાણકારી ધરાવે. નાટકોનાં ગીતોની કેટલીયે પંક્તિઓ પણ તેમને કંઠસ્થ રહેતી. તેઓ અને ચંદ્રવદન મળે એટલે નાટકની દુનિયાની ઘણી વાતો નીકળે. સંવાદો બોલાય, ગીતો લલકારાય. સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર ના રહે. એક વખત ચંદ્રવદનની આંખનું ઑપરેશન ડૉ. ડી. જી. વ્યાસ કરવાના હતા. ઑપરેશન ટેબલ પર ઑપરેશન કરતાં કરતાં ડૉ. વ્યાસે ચંદ્રવદન સાથે કોઈક નાટકની વાત કાઢી. ચંદ્રવદન ઑપરેશન ટેબલ પરના પેશન્ટ છે એ તેઓ ભૂલી ગયા. ચંદ્રવદન કહેતા તે પ્રમાણે ડૉક્ટર સાહેબે તો રંગમાં આવી જઈને એક નાટકના સંવાદ બોલવાનું ચાલુ કર્યું. આંખમાં ચીપિયો ભરાવેલો. પછીથી ડૉક્ટર હાથમાં ઓજારો સાથે ગીત લલકારવા લાગ્યા. થોડી વાર તો ડૉક્ટરને કહેવું કે ન કહેવું તેના વિચારમાં ચંદ્રવદન પડી ગયા. પણ છેવટે ચંદ્રવદને ટકોર કરવી પડી કે “ડૉક્ટર સાહેબ, પહેલાં ઑપરેશન પૂરું કરો. પછી નાટકની વાત કરીશું.” ચંદ્રવદન સભાસંચાલનમાં ઔપચારિકતાના ખૂબ આગ્રહી હતા. આપણે ત્યાં ભારતમાં સભાસંચાલનની બાબતમાં ઔપચારિકતા સાચવવા અંગે ઘણી શિથિલતા પ્રવર્તે છે. કેટલાંક સંચાલનો તો ઢંગધડા વગરનાં થતાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રવદન મહેતા ૧૧૭ હોય છે. પ્રમુખસ્થાને બેઠેલી વ્યક્તિને છેલ્લી બે મિનિટ બોલવા મળે તો મળે. ફાલતુ વક્તાઓ માઇક જલદી છોડે નહિ. પ્રમુખ કે મંત્રીની કાર્યવાહી તેમને પૂછ્યા વગર ત્રીજા જ કોઈ કાર્યકર્તા કરી નાખે. પ્રમુખને બદલે બીજા જ કોઈ માણસો મંચ ઉપર આવી પ્રમુખે કરવાની જાહેરાતો કરી નાખે. જેમનું સ્થાન મંચ ઉપર હોવું ન ઘટે તેવી વ્યક્તિઓને સભામાંથી લોકો કે કાર્યકર્તાઓ આગ્રહ કરીને મંચ ઉપર લઈ આવે અને બેસાડે. આવા ઘણાખરા પ્રસંગોમાં ઔપચારિકતાનો ભંગ થતો હોવાનું જાણતા હોવા છતાં પ્રમુખ કે મંત્રી સૌજન્યશીલ રહીને મૌન સેવતા હોય છે. પરંતુ ચંદ્રવદન એ બાબતમાં હંમેશાં સ્પષ્ટવક્તા રહેતા. કોઈને માઠું લાગે તો તેની પરવા કરતા નહિ. * એક વખત ગુજરાતના એક નગરમાં ચંદ્રવદન મહેતાના પ્રમુખસ્થાને ગુજરાતીના અધ્યાપકોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. હું પણ એમાં ઉપસ્થિત હતો. સભાની કાર્યવાહી પ્રમુખ તરીકે ચંદ્રવદન સંભાળતા હતા. એમની બાજુમાં સંમેલન માટે નિમંત્રણ આપનાર કૉલેજના આચાર્ય બેઠા હતા. એક વિષયની ચર્ચા ચાલતી હતી. ચર્ચા લાંબી ચાલી અને જમવાનું મોડું થતું હતું એટલે આચાર્યશ્રીએ ઊભા થઈ કહ્યું : “આ ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ.” તરત ચંદ્રવદને ઊભા થઈ આચાર્યશ્રીને કડક અવાજે પૂછ્યું: “સભાના પ્રમુખ તમે છો કે હું છું? તમે આવી જાહેરાત કેવી રીતે કરી શકો ?” પછી સભાને તેમણે કહ્યું, “આપણી ચર્ચા ચાલુ રહે છે. હું કહીશ ત્યારે બંધ થશે.” મદ્રાસમાં યોજાયેલા ગુજરાતી પરિષદના સંમેલનમાં પણ ચંદ્રવદનના ઔપચારિકતાના આગ્રહનો પરિચય થયેલો. એમના પ્રમુખસ્થાને એક બેઠક ચાલતી હતી. ત્યાં સભામાં ગવર્નર આવી પહોંચ્યા. કેટલાક કાર્યકર્તાઓ ગવર્નરને મંચ ઉપર બેસાડવા માટે લઈ આવ્યા. ગવર્નર ટૂંકું ભાષણ આપ્યું ત્યારે ચંદ્રવદન એટલો વખત મંચ ઉપરથી ઊતરીને નીચે શ્રોતાઓમાં બેસી ગયા હતા. ગવર્નરના ગયા પછી એમણે મંચ ઉપર આવીને આ પ્રકારની કાર્યવાહીના પોતે સખત વિરોધી છે એવો સ્પષ્ટ સૂર દર્શાવ્યો હતો. ચંદ્રવદને નિવૃત્ત થયા ત્યાં સુધી રેડિયોની નોકરી કરેલી. રેડિયોના કાર્યક્રમો ઘડિયાળના મિનિટના અને સેકન્ડના કાંડા પ્રમાણે ચાલે.રેડિયોની આ શિસ્ત બ્રિટિશ અધિકારીઓએ દાખલ કરેલી. ત્યારથી એ શિસ્ત સચવાઈ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વંદનીય હૃદયસ્પર્શ રહી છે. રેડિયોમાં કામ કરવાને લીધે અને પોતાની પણ એવી જ પ્રકૃતિને કારણે ચંદ્રવદન સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. કોઈ પણ સભામાં જવાનું હોય તો તેઓ નિયત સમય કરતાં વહેલા પહોંચ્યા હોય. સભાનું સંચાલન જો પોતે કરવાનું હોય તો ઘડિયાળના ટકોરે કરે, પછી ભલે ગમે તેટલી ઓછી હાજરી હોય. કોઈ સભામાં તેમનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હોય અને ખબર પડે કે કાર્યકર્તાઓએ આગળ-પાછળ ઘણું બધું ભરી દીધું છે તો તેઓ મુખ્ય કાર્યકર્તાને એટલું જ કહેતા કે “તમારે જે રીતે કાર્યક્રમ ચલાવવો હોય તેમ ચલાવો, પરંતુ મારો સમય થશે એટલે હું હૉલછોડીને જતો રહીશ. પછી ભલે મારો બોલવાનો વારો આવે કે ન આવે.” ચંદ્રવદન એવી કડક રીતે કહેતા કે સભાના કાર્યકરોને તે વાતને ગંભીરપણે લઈને આયોજનમાં ફેરફાર કરવા પડતા. - ચંદ્રવદન ઔપચારિકતાના આગ્રહી હતા તેનો બીજો પણ એક પ્રસંગ યાદ આવે છે. સાહિત્યનાં કેટલાંક પુસ્તકો પ્રકાશિત કરનાર એક ટ્રસ્ટ તરફથી કુમાર'ના તંત્રી શ્રી બચુભાઈ રાવતનું અભિવાદન કરવાનો એક કાર્યક્રમ મુંબઈમાં ચંદ્રવદનના પ્રમુખસ્થાને યોજવામાં આવ્યો હતો. ચંદ્રવદન એ કાર્યક્રમ માટે મુંબઈમાં બે દિવસ અગાઉ આવી ગયા હતા, પરંતુ કાર્યક્રમમાં તેઓ ઔપચારિકતા ન સચવાયાને કારણે ઉપસ્થિત રહ્યા ન હતા. મુંબઈમાં તેઓ આવ્યા કે તરત જ મેં એમનો સંપર્ક સાધ્યો હતો અને બચુભાઈના કાર્યક્રમની વાત નીકળી હતી. તેમણે કહ્યું કે “હા, કાર્યક્રમના નિમંત્રણ-કાર્ડમાં મારું નામ પ્રમુખ તરીકે છપાયું છે. પરંતુ હું તેમાં આવવાનો નથી.” એ સાંભળી મને આશ્ચર્ય થયું. કારણ પૂછ્યું તો કહે કે “આયોજકે ત્રણેક મહિના પહેલાં અમસ્તાં ક્યાંક અમે મળ્યા ત્યારે મારી મૌખિક સંમતિ લીધી હતી, પરંતુ મેં સ્પષ્ટ કહ્યું હતું કે “તમારો લેખિત નિમંત્રણ-પત્ર આવશે એટલે હું તમને લખીને સંમતિ જણાવીશ.' પરંતુ આજ દિવસ સુધી તેમનો કોઈ પત્ર આવ્યો નથી કે તેમણે મારો કોઈ સંપર્ક સાધ્યો નથી. કાર્યક્રમ માટે તેઓ ક્યારે ક્યાં મને તેડવા આવશે તેની કશી જ વાત થઈ નથી. તેમણે માની લીધું લાગે છે કે હું શોધતો શોધતો હૉલમાં પહોંચી જઈશ. પણ હું આ કાર્યક્રમમાં હાજર રહેવાનો નથી. આપણા ગુજરાતી આયોજકોને આયોજન અંગે પોતાની શી શી જવાબદારી હોય છે એની પણ પૂરી સમજ હોતી નથી.” કોઈ સભામાં જરૂર જણાય તો ચંદ્રવદન પોતાના વ્યક્તવ્યનો સમય Page #136 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રવદન મહેતા ૧૧૯ પહેલાં જણાવી દે અને પછી બરાબર એટલી જ મિનિટ બોલે. કોઈ સભામાં પોતે પ્રમુખ હોય અને કોઈ વક્તા આપેલી સમયમર્યાદા કરતાં વધારે લાંબુ બોલવા જાય તો ચંદ્રવદન ઊભા થઈ વક્તાની પાસે જઈને ઊભા રહે. એટલે સભાને તો ખબર પડી જ જાય કે વક્તાનો સમય પૂરો થઈ ગયો છે. અને વક્તા પણ સમજી જાય. કોઈ વક્તા ન સમજે તો તેઓ સ્પષ્ટ શબ્દોમાં પૂરું કરવાનું કહે. આ પ્રસંગે ચંદ્રવદન કોઈની શરમ ન રાખે. સભામાં ચંદ્રવદન નિયત કરતાં વધારે ન બોલે. આપેલા સમય જેટલી તૈયારી અચૂક કરીને લાવ્યા હોય. પૂર્વ તૈયારી વગર ચંદ્રવદન બોલવા ન જાય. એક વખત અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ચંદ્રવદનને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપેલું. પચાસ મિનિટનું વ્યાખ્યાન હતું. સભાના પ્રમુખ તરીકે મેં એમનો પરિચય આપ્યો અને કહ્યું કે “ચંદ્રવદનભાઈ સમયનું ચુસ્ત પાલન કરનારા છે. પરંતુ તોયે આજે દસપંદર મિનિટ વધારે લેશે તો પણ અમને ગમશે...” ચંદ્રવદને પોતાનું વ્યાખ્યાન ચાલુ કર્યું, પણ અડધા કલાકમાં પૂરું કરીને બેસી ગયા. અલબત્ત, વિષયને પૂરો ન્યાય આપ્યો. પણ ઓછો સમય લીધો એથી મને આશ્ચર્ય થયું. સભા પૂરી થઈ પછી મેં એમને પૂછ્યું, “કેમ આટલો ઓછો સમય લીધો?” તેમણે કહ્યું, “કારણ કોઈને કહેવાય એવું નથી. કોઈને કહીએ તો ગાંડા ગણે. પણ તમને કહેવામાં વાંધો નથી. ગઈ કાલે વડોદરાથી નીકળીને સવારે મુંબઈ આવ્યો અને ચા-નાસ્તો કરવા બેઠો ત્યારે ખબર પડી કે દાંતનું ચોકઠું તો વડોદરા ભૂલી ગયો છું. મને એમ કે ચોકઠા વગર કલાક બોલવામાં વાંધો નહિ આવે, પણ વીસ મિનિટ બોલ્યો ત્યાં તો જડબાં દુખવા આવ્યાં. બોલવાની મઝા નહોતી આવતી. એટલે કહેવું હતું તો ઘણું, પણ પછી તરત પૂરું કરી નાખ્યું.” ચંદ્રવદન સાથે વાત કરવામાં ઔપચારિક રહીએ તો તે તેમને ગમે નહિ. ચંદ્રવદનભાઈ’ કહીએ તો પણ લઢે. મિત્ર તરીકે જ તેઓ વાત કરવા ચાહે. તેઓ મારા કરતાં ઉંમરમાં પચીસ વર્ષ મોટા હતા. પરિચય થયા પછી શરૂશરૂમાં મેં એમને એક પત્ર લખ્યો હતો અને સંબોધન તરીકે પિતાતુલ્ય શ્રી ચંદ્રવદનભાઈ” એમ લખ્યું હતું. એમણે એ પત્રનો જવાબ ન આપ્યો... મળ્યા ત્યારે મને ધધડાવ્યો. મારા ઉપર ચિડાઈને કહે : “આવું કેમ લખો છો? Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ વંદનીય હૃદયસ્પર્શ આપણે તો મિત્રો છીએ.” મેં કહ્યું કે “આપ વડીલ છો અને પિતાતુલ્ય છો. માટે એમ લખવું તે મારું કર્તવ્ય છે.” એમણે કહ્યું : “આવું બધું તિંગ છોડો. દોસ્તીના દાવે પત્ર લખશો તો જ જવાબ આપીશ.'' પછી વાતને મજાકનો વળાંક આપીને એમણે કહ્યું કે “૨મણભાઈ, તમે આવું શું કામ લખ્યું છે તેની મને ગંધ આવી ગઈ છે. તમારી દાનત મારા દીકરા થઈને મારી પચીસ-પચાસ લાખ રૂપિયાની જે મિલકત છે તે વારસા તરીકે તમે પડાવી લેવા ઇચ્છો છો. પણ હું તમને મારી મિલકત લેવા નહિ દઉં.” મેં કહ્યું, ‘“તમારી મિલકત કેટલી છે તે હું જાણું છું. તમે પૈસાની જરૂર પડી ત્યારે તમારો રણજિતરામ સુવર્ણચંદ્રક વેચી દીધો છે. તમારી પાસેથી વારસામાં પચીસ-પચાસ લાખની નહિ, પાંચપંદર હજારની આશા રાખવી એ પણ વ્યર્થ છે.” ચંદ્રવદન સાથે આવી નિખાલસ મજાક કરી શકાતી. ચંદ્રવદનની પત્ર લખવાની એક જુદી શૈલી હતી. તેઓ કેટલીય વાર પોસ્ટકાર્ડ લખે તો તેનો આગળનો ભાગ કોરો રાખે અને સરનામાની ડાબી બાજુ એક-બે લીટી લખી હોય. તેઓ ઘણી વાર તારની ભાષામાં પત્ર લખતા. પત્રમાં તેઓ તારીખ, પોતાનું સરનામું કે સંબોધન કે બીજું કશું લખતા નહિ અને છેલ્લે પોતાનું નામ પણ લખતા નહિ. અજાણ્યાને ખબર ન પડે કે આ કોનો પત્ર છે. કોઈ વાર એમનું કાર્ડ મારા ઉપર આવ્યું હોય. આખા કાર્ડમાં માત્ર એટલું જ લખ્યું હોય : “મંગળવાર : ચાર : ફાર્બસ.'' તો સમજી લેવાનું કે મંગળવારે ચાર વાગે ફાર્બસ પર મારે તેમને મળવાનું છે. ચંદ્રવદને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કવિ નરસિંહરાવના વિદ્યાર્થી હતા. નરસિંહરાવ પાસે અભ્યાસ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓમાં ચંદ્રવદનના સમયમાં કવિ બાદરાયણ, સુંદરજી બેટાઈ, અમીદાસ કાણકિયા, ગૌરીપ્રસાદ ઝાલા, રમણ વકીલ વગેરે હતા. આ બધામાં ચંદ્રવદન સિનિયર હતા. એમની સાથે ગુજરાતી વિષય ન લેનાર વર્ગના બીજા તેજસ્વી વિદ્યાર્થીઓમાં ચીમનલાલ ચકુભાઈ શાહ, મીનુ મસાણી વગેરે હતા. એ દિવસોમાં કૉલેજના વિદ્યાર્થીઓ એકબીજાને નામના ટૂંકા અક્ષરે બોલાવતા. ચંદ્રવદન ચીમનલાલને બધા સી. સી. કહેતા. તેવી જ રીતે ચીમનલાલ ચકુભાઈને પણ બધા સી. સી. કહેતા. એથી તેઓ બંને વચ્ચે ઘણી વાર નામનો ગોટાળો થતો. એક વખત ચીમનલાલ ચકુભાઈને ચંદ્રવદનને મળવાની ઇચ્છા Page #138 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રવદન મહેતા ૧૨૧ થઈ. ત્યારે હું ચંદ્રવદનને લઈને તેમના ઘરે ગયો હતો. દાખલ થતાં જ ચંદ્રવદન બોલ્યા કે “ઘણાં વર્ષે સી.સી.........સી.સી.ને મળે છે.” અમે બેઠાં તે દરમિયાન તેઓ બંને વચ્ચે પોતાના કૉલેજકાળનાં કેટલાંયે સંસ્મરણો તાજાં થયાં. તેઓ બંને ત્યારે એંશીની ઉંમર વટાવી ચૂક્યા હતા એટલે પોતાના સમકાલીન કેટલાય વિદ્યાર્થી મિત્રોની વાત થતી ત્યારે તેમાં કોણ ક્યારે ક્યાં કેવી રીતે ગુજરી ગયા તેની વાત નીકળતી. પોતાના સમકાલીન એક માત્ર મીનુ મસાણી હયાત છે એવું ત્યારે જાણવા મળ્યું હતું. ચીમનભાઈએ પૂછયું કે ”એંસીની ઉંમરે તમે આટલી બધી દોડાદોડી કેવી રીતે કરી શકો છો ? હું તો ક્યાંય જઈ શકતો નથી.” ચંદ્રવદને કહ્યું, “મારે આગળ ઉપાછળની કશી ચિંતા નથી. ઘરબાર નથી. માલ-મિલકત નથી. આખો દિવસ લખું છું, વાંચું છું. ક્યાંથી ક્યાં જાઉં છું. પણ શરીર સારું રહેવાનું એક મુખ્ય કારણ એ છે કે ભાવે એવું માપસર ખાઉં છું. કોઈના આગ્રહને વશ થતો નથી. અને વર્ષોથી રોજ નિયમિત ત્રિફળા લઉં છું.” વર્ષોથી એકલા રહેવાને કારણે ચંદ્રવદનને જાતે રસોઈ કરવાનો મહાવરો ઘણો સારો થઈ ગયો હતો. છેલ્લાં કેટલાંય વર્ષથી તેઓ સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં (મનુભાઈ મહેતા હૉલમાં) બીજે માળે રહેતા હતા. હૉસ્ટેલના રસોડે જમવું હોય તો એમને જમવાની છૂટ યુનિવર્સિટી તરફથી મળેલી હતી. છતાં તેઓ પોતે પોતાના રૂમમાં હાથે રસોઈ કરીને જમતા, અલબત્ત તેમને મિત્રો-સંબંધીઓના ઘરેથી જમવાનાં ઘણાં નિમંત્રણ ચાલુ મળતાં રહેતાં. એટલે કેટલીય વાર હાથે રસોઈ કરવાનું રહેતું નહિ. આમ છતાં રસોઈની તેમને આળસ નહોતી. એમના હાથની રસોઈ જમવાના પ્રસંગો મારે કેટલીક વાર આવ્યા છે. વડોદરા યુનિવર્સિટીની કોઈ મિટિંગ માટે કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કામકાજ માટે કે કોઈ સાહિત્યિક કાર્યક્રમ માટે મારે વડોદરા જવાનું થયું હોય તો મનુભાઈ મહેતા હૉલ પર જઈને શ્રી ચંદ્રવદનભાઈને અચૂક મળવાનું રાખતો. કેટલીક વાર પત્ર લખીને અગાઉથી જણાવતો, તો કેટલીક વાર અચાનક જઈ ચડતો. કોઈ કોઈ વાર મુંબઈથી રાતની ગાડીમાં બેસી બીજે દિવસે પરોઢિયે વડોદરા ઊતરતો તો સીધો ચંદ્રવદન પાસે પહોંચી જતો. તેઓ ચા બનાવે અને અમે સાથે પીતા. તેમનો સ્વભાવ એટલો કડક અને આગ્રહી છતાં એટલો જ પ્રેમભર્યો રહેતો કે તેઓ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ વંદનીય હૃદયસ્પર્શ ચા બનાવતા હોય કે રસોઈ કરતા હોય અને હું એમની પાસે જઈને કહ્યું “લાવો કિંઈ મદદ કરે તો તેઓ ગુસ્સામાં કહેતા, “છાનામાના ખુરશીમાં બેસી જાવ, મારે તમારી મદદની કંઈ જ જરૂર નથી.” એમના અવાજમાં આગ્રહભર્યો રણકો એવો રહેતો કે તરત ખુરશીમાં બેસી જવું પડતું. નેવું વર્ષની ઉંમરે પણ ચંદ્રવદન જેમ એકલા બધે પ્રવાસ કરતા તેમ હાથે રસોઈ કરતા અને તે શોખથી કરતા. ગુજરાતી સાહિત્યકારોના અંગત જીવનની આ એક અદ્વિતીય ઘટના છે. છેલ્લે છેલ્લે હૉસ્ટેલમાં જ્યારે એમને મળ્યો ત્યારે સયાજીરાવ યુનિવર્સિટીની કથળેલી સ્થિતિ, વિદ્યાર્થીઓની હડતાલો, તોફાનો, વડોદરાનાં રમખાણો એ બધાં માટે તથા સમગ્ર દેશની પરિસ્થિતિ માટે તેઓ બળાપો કાઢતા. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થયા પછી ચંદ્રવદને ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં સરસ વ્યાખ્યાનો આપેલાં. એ વ્યાખ્યાનો એમને તરત છપાવવાં હતાં. મને કહે : “તમારી મુંબઈ યુનિવર્સિટી પોતાનો કૉપીરાઇટ હોવાથી વ્યાખ્યાનો બીજે છાપવા માટે વ્યાખ્યાતાને સંમતિ આપતી નથી અને ઘણાં વર્ષોથી પોતે કોઈનાં વ્યાખ્યાનો છાપતી નથી. હું મરી જાઉં પછી મારાં વ્યાખ્યાનો છાપવામાં કોને રસ પડવાનો છે?માટે હું તો એ વ્યાખ્યાનોછપાવી નાખવાનો છું. કૉપીરાઈટના ભંગ માટે યુનિવર્સિટીને જે પગલાં લેવાં હોય તે ભલે લે. મને તેનો ડર નથી. હું ક્યાં પૈસા કમાવા માટે વ્યાખ્યાનોછપાવવાનો છું?” તેમને કહ્યું કે “મુંબઈ યુનિવર્સિટીનો કૉપીરાઇટ છે, પણ તે માટે તેનો આગ્રહ નથી. વ્યાખ્યાનોની સામગ્રીમાં તમારે આમ પણ ઘણા સુધારા-વધારા કરવા જ છે તો પછી નવા નામથી વ્યાખ્યાનોનું સંવર્ધિત લખાણ છપાવશો તો કૉપીરાઇટનો કોઈ પ્રશ્ન ઊભો નહિ થાય અને તમારું પુસ્તક વેળાસરછપાઈ જશે.” ચંદ્રવદને એ પ્રમાણે એ વ્યાખ્યાનોમાં ઘણા સુધારા-વધારા કરીને નવેસરથી નવા નામે પુસ્તક છપાવ્યું હતું. જોકે ત્યારપછી મુંબઈ યુનિવર્સિટીએ વ્યાખ્યાનો બીજે છપાવવા માટે સંમતિ આપવાનું ચાલુ કર્યું હતું.) ચંદ્રવદન પત્રવ્યવહારમાં બહુ જ નિયમિત. પત્ર લખ્યો હોય તો તરત જવાબ આવ્યો હોય. વળી નવું નવું વાંચે, વિચારે અને લખે. “પ્રબુદ્ધ જીવન માટે જ્યારે જ્યારે લેખ લખવા મેં એમને પત્ર લખ્યો હતો ત્યારે થોડા દિવસમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રવદન મહેતા ૧૨૩ જ એમનો લેખ આવ્યો હતો. દરેક વખતે કોઈનવો જ વિષય એમણે લીધો હતો. ચંદ્રવદનને મારા માટે એટલી બધી લાગણી કે જ્યારે પણ ઘરે આવવાનું કહ્યું હોય ત્યારે આવ્યા જ હોય. ઘરે ઊતરવા માટે કહું તો કહે, “પદ્માને ત્યાં મને વધુ ફાવે. એમનો જૂનો નોકર વર્ષોથી મારી બધી ટેવ જાણે. એટલે ખાવાપીવાનું, નહાવાનું, સૂવાનું બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે.” પદ્માબહેન અને એમના પતિ વસંતભાઈ બહારગામ હોય અને ઘરમાં ફક્ત નોકર હોય તો પણ ચંદ્રવદન એમને ત્યાં જ ઊતરે. પદ્માબહેન ચંદ્રવદનનાં દીકરી જેવાં, પરંતુ ચંદ્રવદન પદ્માબહેનને પોતાની ‘માતા’ તરીકે ઓળખાવે. (એ વિશે ‘કુમાર’માં એમણે લખેલું પણ ખરું.) પદ્માબહેન જ્યારે ચંદ્રવદન સાથે વાત કરે ત્યારે ‘ચાંદામામા’ તરીકે સંબોધન કરે. ચંદ્રવદનને મારે એક પુસ્તક અર્પણ કરવું હતું. પણ હું રહ્યો સંશોધનના ક્ષેત્રનો માણસ. સંશોધનના વિષયનું પુસ્તક તેઓ વાંચે કે ન વાંચે તો પણ મારું ‘ધના- શાલિભદ્ર ચોપાઈ' પુસ્તક મેં એમને અર્પણ ક૨વાનું નક્કી કર્યું. એમણે ના પાડી, છતાં એ અર્પણ કર્યું, અને એના અર્પણપૃષ્ઠમાં મેં એમને માટે નીચેની કાવ્યપંક્તિઓ લખી : ‘ચંદ્રવદન ને ચાંદામામા, ચં.ચી. ને વળી સી.સી.જી રખે ન વાંચો એવો તમને ગ્રંથ અર્પણ કરતો જી.' ‘મને શેં અર્પણ, રમણભાઈ? હું નથી શાલિભદ્દર જી શીલભદ્ર કે શીલાભદ્ર કે નથી હું વળી ધન્ના જી. ‘ભલે ન હો તમે શાલિભદ્ર, કે વળી હો ન ધન્નાજી, ગ્રંથ અર્પણ કરીને તમને થાતો હું કંઈ ધન્ના (ધન્ન) જી. નાટકો બહુ લખ્યાં, જોયાં ને ફર્યાં દેશવિદેશે જી, ગઠરિયાંઓ બાંધી બહુ ને છોડી કંઈક અનેરી જી. ધન્નાશાલિ જેવું કથાનક જોયું હશે ન કશે જી; નાટક એનું લખશો તમે તો થાશે મને પ્રસન્ન જી. , મને એમ હતું કે જૂની ગુજરાતી ભાષાનું આવું પુસ્તક ચંદ્રવદન કદાચ નહિ વાંચે. પણ સુખદ આશ્ચર્ય સાથે મારે કહેવું જોઈએ કે ચંદ્રવદન આખો ગ્રંથ વાંચી ગયા અને મને કહે કે “આ તો સરસ જૈન કથા છે. નાટ્યાત્મક અંશોથી ભરપૂર છે.’ ત્યારપછી એક વખત એમણે પત્ર લખેલો કે ‘ધન્ના Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ વંદનીય હૃદયસ્પર્શ શાલિભદ્રનું નાટક લખાઈ ગયું છે.” એમણે લખેલું આ નાટક જોવા મળે તે પહેલાં તો તેઓ વિદાય થઈ ગયા. ચંદ્રવદન વડોદરાના. એમના પિતાશ્રીએ રેલવેમાં નોકરી કરેલી. એટલે બાલ્યા કાળથી જ ચંદ્રવદનને રેલવેની મુસાફરીની આદત પડી ગયેલી. રેલવેની એમની જાણકારી પણ એટલી બધી. કેટલાંક વર્ષ પહેલાં એમણે એક વર્તમાનપત્રમાં રેલવેએ સમયપત્રકમાં અને અન્ય સુધારા કેવા કેવા કરવા જેવા છે તે વિશે રોજ એક નવું ચર્ચાપત્ર લખવાનું ચાલુ કરેલું. જો તેમને ભારતના રેલવેપ્રધાન બનાવ્યા હોત તો ભારતની રેલવે ખરેખર આધુનિક્તાથી સુસજ્જ અને કરકસરવાળી હોત ! વડોદરામાં જ્યારે ત્યાં સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે તેના પ્રથમ વાઈસ ચાન્સેલર તથા લેખિકા શ્રીમતી હંસાબહેન મહેતાને વડોદરાના નવલકથાકાર રમણલાલ વ. દેસાઈ તથા ઉમાશંકર જોશીએ ભલામણ કરી હતી કે કોઈથી ન બંધાય એવા આ ભટકતા અલગારી શક્તિશાળી લેખક ચંદ્રવદન મહેતાને એમની શરતે તમે યુનિવર્સિટીના “ખીલે બાંધશો તો ગુજરાતી સાહિત્યને એથી ઘણો લાભ થશે.” હંસાબહેને એ સૂચન સ્વીકારી લીધું. યુનિવર્સિટીમાં એક ખાસ ઠરાવ કરાવીને ચંદ્રવદન જીવે ત્યાં સુધી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી શકે અને વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરી શકે એમ નક્કી કરાવ્યું. આથી ચંદ્રવદનને એક મથક મળી ગયું અને એથી જ તેઓ છેલ્લા ચાર દાયકામાં આટલું બધું લેખનકાર્ય કરી શક્યા. ચંદ્રવદન હંસાબહેનનો ઉપકાર ભૂલે નહિ. મુંબઈ આવે ત્યારે હંસાબહેનને વખતોવખત મળી આવે. એકાદ વખતે હું પણ એમની સાથે હંસાબહેનને ઘરે ગયેલો. - ચંદ્રવદન ક્યારે મિજાજ ગુમાવશે એ કહી શકાય નહિ. જમવા બેઠા હોય અને કોઈ આગ્રહપૂર્વક તેમના ભાણામાં પ્રેમથી વધારે પીરસે તો ચંદ્રવદન ચિડાઈને ઊભા થઈ જાય. હાથ ધોઈ નાખે. એમના મિજાજને ઉમાશંકર બરાબર જાણે અને છતાં તેઓ ચંદ્રવદન પ્રત્યે એટલો જ પ્રેમ ધરાવે. એક વખત ચંદ્રવદન, ઉમાશંકર અને સુંદરજી બેટાઈ મારે ઘરે જમવાના હતા. ઉમાશંકરને પૂરણપોળી બહુ ભાવે. ચંદ્રવદનને સૂકી તળેલી ગુવારસિંગ બહુ ભાવે. બેટાઈ મરચાં વિનાનું ખાય. ચંદ્રવદનનો પહેરવેશ વખતોવખત જુદો Page #142 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રવદન મહેતા ૧૨૫ જુદો રહેતો. પહેલાં તો તેઓ કસવાળું કેડિયું પહેરતા. કોઈ વાર તેઓ ટર્કિશ ટુવાલમાંથી બનાવેલું અડધી બાંયનું શર્ટ પહેરતા. તે દિવસે મેં ચંદ્રવદનને પૂછ્યું કે, “તમે ગળામાં આવી વકીલ જેવી બે પટ્ટી કેમ પહેરો છો ?’’ તેઓ કંઈ જવાબ આપે તે પહેલાં ઉમાશંકર કહે, “કેટલાક લોકો ગળામાં એક ટાઈ પહેરે છે, પણ ચંદ્રવદન બે ટાઈ પહેરે છે.’’ પછી તરત જ ઉમાશંકરે બે લીટી જોડી કાઢી : ચંદ્રવદન મહેતા પહેરે છે બે ટાઈ, પણ સુંદરજીના નામમાં રહે છે બેટાઈ. તરત ચંદ્રવદને ઉમાશંકરને કહ્યું, “તમારા નામમાં પણ ઉમા અને શંકર એ બેની ટાઈ (tie) થયેલી છે.' મોટા લેખકો પણ શબ્દોની કેવી ગમ્મત કરે તેનો ત્યારે પ્રત્યક્ષ અનુભવ થયો હતો. ચંદ્રવદન વિદાય થયા, પણ એમના જીવનનાં કેટલાં બધાં સંસ્મરણો મૂકતા ગયા ! તેમનું નેવું વર્ષનું જીવન કેટલું બધું પ્રવૃત્તિશીલ અને પ્રગતિશીલ, સક્રિય, સભર અને સિદ્ધિઓથી ઝળહળતું ! તેઓ અવસાન પામ્યા છે એવું માનવાને મન ના પાડે. જાણે નેપથ્યમાં બીજો વેશ પહેરવા ગયા છે એવું લાગે. અજંપાથી ભરેલા એમના આત્માને જંપ હજો ! Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ગુજરાતના પરમ સન્માનનીય વયોવૃદ્ધ સાક્ષર પૂ. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું ૯૨ વર્ષની વયે ૧૦મી નવેમ્બર ૧૯૯૧ના રોજ સૂરતમાં અવસાન થયું. એમના સ્વર્ગવાસથી આપણને એક શીલપ્રજ્ઞ સારસ્વતની ખોટ પડી છે. અવસાનના થોડા દિવસ પહેલાં મેં એમને મારાં બે નવાં પ્રકાશનો મોકલાવ્યાં હતાં. એના સ્વીકારપત્રમાં એમણે લખ્યું હતું કે “હવે આંખે બરાબર દેખાતું નથી. શરીરમાં શિથિલતા ઘણી રહે છે. વાંચવાનું પણ બહુ મન થતું નથી.’ દર વખત કરતાં આ વખતે વિષ્ણુભાઈના આવેલા પત્ર પરથી લાગતું હતું કે હવે એમના અક્ષર વધુ બગડ્યા છે. શબ્દો બરાબર ઊકલતા નહોતા. એમણે લખેલી પોતાની શારીરિક નબળી સ્થિતિની પ્રતીતિ એમના અક્ષરો કરાવતી હતી. પરંતુ થોડા દિવસમાં જ તેમનો દેહવિલય થશે એવું ધાર્યું નહોતું. એમના જવાથી અમે એક પિતાતુલ્ય શિરછત્ર ગુમાવ્યું છે. વિષ્ણુભાઈને સૌપ્રથમ મેં જોયા હતા ઈ.સ. ૧૯૪૯માં જૂનાગઢની સાહિત્ય પરિષદમાં. આઝાદી પછી સાહિત્ય પરિષદનું તે પહેલું અધિવેશન હતું. આઝાદી જાહેર થયા પછી પાકિસ્તાન સાથે જોડાવા ઇચ્છતા જૂનાગઢને કબજે કરવામાં શામળદાસ ગાંધીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. કનૈયાલાલ મુનશી ત્યારે સાહિત્ય પરિષદના સર્વેસર્વા જેવા હતા. સાહિત્ય પરિષદમાં લેખકને પ્રમુખસ્થાન એક વાર મળે એવો આરંભકાળથી ધા૨ો ચાલ્યો આવતો હતો. એનો ભંગ કરીને મુનશી જૂનાગઢમાં બીજી વાર પ્રમુખ થયા હતા. (અને નડિયાદમાં ત્રીજી વાર પણ થયા હતા. માટે તો મુનશીનો વિરોધ થયો હતો અને એમના હાથમાંથી પરિષદ લઈ લેવામાં આવી હતી.) જૂનાગઢનું આ અધિવેશન સાહિત્ય કરતાં પણ રાજદ્વારી મંત્રણા માટે વિશેષ હોય એવું એ વખતે જણાતું હતું, કારણ કે સરદાર પટેલ પણ એ પ્રસંગે પધાર્યા હતા અને મુનશી તથા શામળદાસ એમની સાથે રાજદ્વારી વાટાઘાટોમાં વધુ રોકાયેલા રહ્યા હતા. આમ છતાં સાહિત્ય પરિષદના એ અધિવેશનમાં જવાનો ઉત્સાહ ઘણો હતો. Page #144 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ૧૨૭ મુંબઈના દૈનિક ‘સાંજ વર્તમાન’માં ત્યારે હું પત્રકાર તરીકે જોડાયો હતો. એટલે ‘સાંજ વર્તમાન'ના પ્રતિનિધિ તરીકે મારે જૂનાગઢ જવાનું હતું. જૂનાગઢ સ્ટેશને બધા સાહિત્યકારો ઊતર્યા હતા, પરંતુ સ્ટેશનથી ઉતારે લઈ જવાની વ્યવસ્થા અસંતોષકારક હતી. સ્ટેશનની બહાર રસ્તા ઉપર બધા સામાન સાથે બેસી રહ્યા હતા. અમે બધા કચવાટ અનુભવતા હતા. ત્યાં કોઈકે ટકોર કરી કે અધિવેશનના વિભાગીય પ્રમુખ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ જો પોતાનો બિસ્ત્રો નાખીને તેના ઉપર તડકામાં બેસી રહ્યા હોય તો આપણી તો શી વાત ? ધોતિયું, ખમીસ, લાંબો ડગલો અને ફેંટો પહેરેલા વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને ત્યારે મેં પહેલી વાર જોયા હતા. એમનાં પત્ની અને માતુશ્રી પણ સાથે આવેલાં હતાં. આટલી અવ્યવસ્થા હોવા છતાં તેઓ સ્વસ્થ અને શાંત ચિત્તે બેઠા હતા. મેં ત્યારે મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ.ની પરીક્ષા પસાર કરી હતી. ‘સાંજ વર્તમાન’ દૈનિકમાં પત્રકાર તરીકે નોકરી કરવા સાથે એમ.એ.નો અભ્યાસ કરતો હતો એટલે વિષ્ણુભાઈના વિવેચનલેખો તો અમારે અવશ્ય વાંચવા પડતા હતા. એ દિવસોમાં વિષ્ણુપ્રસાદ, વિજયરાય અને વિશ્વનાથ ભટ્ટ એ ત્રણ ‘વિ’–આદ્યાક્ષરવાળા વિવેચકોનું વિવેચન વાંચ્યા વગર બી.એ.ની પરીક્ષામાં પાસ થવાનું સ૨ળ નહોતું. આથી વિષ્ણુભાઈનો શબ્દદેહે પરિચય થયો હતો, પરંતુ પ્રત્યક્ષ પરિચય તો જૂનાગઢના રેલવેસ્ટેશન ઉપર પહેલી વાર થયો હતો. વિષ્ણુભાઈનો જન્મ ચોથી જુલાઈ (અમેરિકાનો સ્વાતંત્ર્યદિન) ૧૮૯૯ના રોજ ઉમરેઠમાં થયો હતો. વિષ્ણુભાઈના પિતા રણછોડલાલ પ્રાણનાથ ત્રિવેદીએ મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. એમના જમાનાની દૃષ્ટિએ એ ઘણો સારો અભ્યાસ ગણાય. એમણે સ૨કા૨ના મહેસૂલ ખાતામાં કારકુન તરીકે નોકરી લીધી હતી. સરકારી નોકરી તરીકે તેમની બોરસદ, ઠાસરા, કપડવંજ, નડિયાદ વગેરે સ્થળે બદલી થઈ હતી. એને લીધે વિષ્ણુભાઈએ પોતાની પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તે તે ગામની શાળામાં લીધી હતી. એક જ સ્કૂલમાં સળંગ અભ્યાસ કરવાનું વિષ્ણુભાઈને મળ્યું ન હતું. વિષ્ણુભાઈની માતાનું નામ જેઠીબાઈ હતું. વિષ્ણુભાઈમાં વાત્સલ્યનો ગુણ તેમની માતામાંથી આવ્યો હતો. જેઠીબાઈ કર્મકાંડી હરિપ્રસાદ ભટ્ટનાં Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ વંદનીય હૃદયસ્પર્શ દીકરી હતાં. વિષ્ણુભાઈના માતામહ હરિપ્રસાદ અસાધારણ સ્વસ્થતા અને ધૈર્યવાળા હતા. એક વખતે એમને પગે સાપે ડંખ માર્યો ત્યારે પાસેના એક તાપણામાંથી અંગારો લાવીને એમણે પોતાના પગ ઉપર સાપે ડંખ મારેલી જગ્યાએ મૂકી દીધો અને ચામડી, માંસ બળવા દીધાં. એથી સાપનું ઝેર એમના શરીરમાં પ્રસર્યું નહિ અને તેઓ બચી ગયા હતા. એ દિવસોમાં મરકી(પ્લેગ)નો રોગ દુનિયામાંથી નાબૂદ થયો ન હતો. ભારતમાં પણ વારંવાર મરકીનો ઉપદ્રવ થતો. વિષ્ણુભાઈ કિશોરાવસ્થામાં હતા ત્યારે ગુજરાતમાં મરકીનો ઉપદ્રવ થયો હતો. અને તેઓ પણ મરકીના રોગમાં પટકાઈ પડ્યા હતા. મરકીનો રોગ જીવલેણ ગણાતો. ટપોટપ મૃત્યુ થતાં. પરંતુ સદ્ભાગ્યે વિષ્ણુભાઈ એ રોગમાંથી બચી ગયા હતા. મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા હતા. અણીચૂક્યા બાણું વર્ષ તેઓ જીવ્યા. વિષ્ણુભાઈએ મેટ્રિકની પરીક્ષા નડિયાદમાંથી આપી હતી. પરીક્ષામાં સારા માર્ક્સ મળવાને લીધે તેમને ભાઉદાજી સ્કૉલરશિપ મળી હતી. આ સ્કૉલરશિપ મળી એટલે જ તેઓ કૉલેજનો અભ્યાસ કરી શક્યા. કૉલેજનો અભ્યાસ કરવા માટે તેઓ અમદાવાદ ગયા અને ગુજરાત કૉલેજમાં જોડાયા. તેઓ હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા. એ દિવસોમાં પણ અમદાવાદમાં સાઇકલનો વપરાશ વધારે હતો. વિષ્ણુભાઈ સાઇકલ પર કૉલેજમાં જતા. વળી તેમણે એ દિવસોમાં જ ટેનિસ રમવાનો શોખ કેળવ્યો હતો. કૉલેજમાં ટેનિસના એક સારા ખેલાડી તરીકે તેમણે નામના પ્રાપ્ત કરી હતી. કૉલેજમાં બી.એ.માં તેમણે સંસ્કૃત અને અંગ્રેજીનો વિષય લીધો હતો. એથી તેમને પોતાના સંસ્કૃત વિષયના પ્રોફેસર આનંદશંકર ધ્રુવના ગાઢ પરિચયમાં આવવાની સારી તક સાંપડી હતી. અભ્યાસની સાથે સાથે આનંદશંકરના સંસ્કા૨નો વા૨સો પણ તેમને મળ્યો હતો. આથી વિષ્ણુભાઈને જ્યારે મળીએ ત્યારે પોતાના વિદ્યાગુરુ આનંદશંકરની વાત તેઓ ઉલ્લાસ અને આદરપૂર્વક કરતા. આનંદશંકરના ‘આપણો ધર્મ’, ‘કાવ્યતત્ત્વવિચાર’ વગેરે ગ્રંથો તેઓ હંમેશાં પોતાના ટેબલ ઉપર રાખતા અને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે તેમાંથી યથેચ્છ વાંચન કરતા. બી.એ.ની પરીક્ષામાં વિષ્ણુભાઈ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. એથી એમને કૉલેજમાં ‘દક્ષિણા ફેલોશિપ’ મળી હતી, એટલે એમ.એ.નો અભ્યાસ કરવામાં એમને સરળતા રહી હતી. એમ.એ.માં એમણે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સંસ્કૃત સાથે ગુજરાતી વિષય લીધો હતો. વિષ્ણુભાઈ અમદાવાદની કૉલેજમાં અભ્યાસ કરવા ગયા ત્યારે તેમનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. તેમનાં પત્નીનું નામ તારામતી પ્રાણશંકર મહેતા હતું. પત્નીની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. પોતાની આ પ્રથમ પત્ની સાથેનું દામ્પત્યજીવન પંદરેક વર્ષ રહ્યું હતું. આ પત્નીથી તેમને બે સંતાનો થયાં હતાં, પરંતુ તે બંને સંતાનો બાળવયમાં જ ઊટાટિયું થતાં ગુજરી ગયાં હતાં. વિષ્ણુભાઈનાં પત્નીની તબિયત પણ નરમગરમ રહેતી હતી. ૧૯૩૨માં આ પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. એ વખતે વિષ્ણુભાઈના કુટુંબમાં પોતે અને પોતાની માતા જેઠીબાઈ એમ બે જ જણ રહ્યાં હતાં. ભર યુવાન વયે વિધુર થયેલા વિષ્ણુભાઈને બીજું લગ્ન કરવાની ઇચ્છા નહોતી, પરંતુ એમની માતાનો તે માટે અત્યંત આગ્રહ રહ્યા કર્યો હતો. તેથી ૧૯૩૪માં વિષ્ણુભાઈએ બીજું લગ્ન શાંતાબહેન માણેકલાલ ભટ્ટ સાથે કર્યું હતું. એમ.એ.નો અભ્યાસ કરવા સાથે વિષ્ણુભાઈ સુરતની એમ. ટી. બી. કૉલેજમાં સંસ્કૃત વિષયના અધ્યાપક તરીકે જોડાયા હતા. તે વખતે કૉલેજના પ્રિન્સિપાલ શ્રી ધનંજય આર. ગાડગીલ (આયોજન પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ) હતા, જેમણે આગળ જતાં આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો. ગાડગીલ પછી કેટલેક વખતે કૉલેજના પ્રિન્સિપાલ તરીકે ડૉ. એન. એમ. શાહ આવ્યા હતા. તેઓ ગણિતના નિષ્ણાત અને રેંગલર હતા. ગણિત વિશે તેમણે કેટલાંક પાઠ્યપુસ્તકો લખ્યાં હતાં. એન એમ. શાહ શિસ્તની બાબતમાં ઘણા કડક હતા, પરંતુ અત્યંત ઉત્સાહી અને કૉલેજના વિદ્યાર્થીઓના અભ્યાસના સ્તરને ઊંચે ચડાવવાની ધગશવાળા હતા. વિદ્યાર્થીઓની અને અધ્યાપકોની શક્તિના તેઓ પારખુ હતા અને કદર કરવાવાળા હતા. એટલે એ દિવસોમાં વિષ્ણુભાઈ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે કામ કરતા હતા તેમને અંગ્રેજી સાહિત્યનો વિષય ભણાવવાનું સોંપ્યું હતું અને પછીનાં વર્ષોમાં તેમણે જોયું કે વિષ્ણુભાઈનો ગુજરાતી સાહિત્યનો અભ્યાસ પણ ઘણો સારો છે અને તેઓ એક સમર્થ લેખક અને વિવેચક છે એટલે ગુજરાતી વિષય ભણાવવાનું પણ તેમણે વિષ્ણુભાઈને સોંપ્યું હતું. સૂરતની કોલેજમાં પોતે અધ્યાપક તરીકે જોડાયા અને સૂરત રહેવા ગયા ત્યારે વિષ્ણુભાઈએ એ વખતના સુરતીઓમાં પહેરાતી કાળી ગોળ બનાતની Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વંદનીય હૃદયસ્પર્શ ઝવેરી ટોપી તરીકે ઓળખાતી ટોપી પહેરવાનું ચાલુ કર્યું હતું. માથે ટોપી, ફેંટો કે પાઘડી પહેરવાનો એ જમાનો હતો. ઉઘાડે માથે ઘરની બહાર જઈ ન શકાય એવી ત્યારે પ્રથા હતી. (ફક્ત ડાઘુઓ જ સ્મશાનમાં ઉઘાડે માથે જાય તો લોકો પૂછતા કે ઘરમાં કોઈ ગુજરી ગયું છે કે કેમ ?) આવી ગોળ કાળી ટોપી સૂરતમાં ત્યારે ‘ઝવેરી ટોપી' તરીકે ઓળખાતી. કેટલાક લોકો બેંગ્લોરી ટોપી પહેરતા, કેટલાક કાશ્મીરી ભરતવાળી ટોપી પહેરતા, કેટલાક લોકો સાદી, કાળી ટોપી પહેરતા. કેટલાક લોકો ખાદીની ગાંધી ટોપી પહેરતા. વિષ્ણુભાઈ સૂરતમાં પ્રચલિત એવી ઝવેરી ટોપી પહેરતા હતા, અને કૉલેજના વર્ગમાં પણ એ જ ટોપી પહેરીને જતા. કૉલેજના અધ્યાપનકાળ દરમિયાન વિષ્ણુભાઈને એક વખત ટાઇફોઇડની ભારે માંદગી આવી હતી. તેમાંથી તેઓ જેમ-તેમ કરીને બચ્યા હતા, પરંતુ તેની અસર તેમના હૃદય ઉપર થઈ હતી. હ્રદય નબળું પડવાને કારણે તેમને વારંવાર શરદી, તાવ, દમ જેવા વ્યાધિ થઈ આવતા. ધૂળ, રજકણની તેમને એલર્જી રહેતી. શરીરમાં તેમને અશક્તિ ઘણી વરતાતી. પોતાને શરદી ન લાગી જાય એટલા માટે વિષ્ણુભાઈએ ટોપી પહેરવાનું છોડી દઈને માથે વળ વગરનો ફેંટો બાંધવાનું ચાલુ રાખ્યું હતું. કૉલેજમાંથી પોતે નિવૃત્ત થયા ત્યાં સુધી અને તે પછી પણ બહાર જતી વખતે તે પહેરવાનું તેમણે ચાલુ રાખ્યું હતું. પગમાં ચંપલને બદલે મોજાં અને બૂટ પહેરવાનું તેમણે ચાલુ કર્યું હતું. મોજાં તો દિવસ-રાત એમના પગમાં હોય જ. તેઓ વર્ગમાં ભણાવવા જાય ત્યારે વિદ્યાર્થીઓને આપેલી સૂચના અનુસાર વિદ્યાર્થીઓ વર્ગની બારીઓ બંધ કરી દેતા. વિષ્ણુભાઈના દાખલ થયા પછી વર્ગનું બારણું પણ ઘણુંખરું બંધ થઈ જતું. કૉલેજમાં તેઓ પગથિયાં ધીમે ધીમે ચઢતા અને દાદર ચડવાનો આવે ત્યારે તેઓ દરેક પગથિયે વારાફરતી બે પગ મૂકીને આસ્તે આસ્તે ચડતા. પોતાને શ્વાસ ન ભરાઈ આવે તેની દરકાર રાખતા. કૉલેજના કમ્પાઉન્ડમાં તેમને કૉલેજ તરફથી નિવાસસ્થાન મળ્યું હતું. નિવાસસ્થાનથી કૉલેજ જતાંઆવતાં તેઓ સાવ ધીમે ચાલતા. ધૂળ કે રજકણ ઊઠે કે તરત તેમને એલર્જી થતી. કૉલેજ તરફથી એમના નિવાસસ્થાનમાં જ્યારે પણ સાફસૂફી કે રંગરોગાન કરાવવામાં આવે ત્યારે વિષ્ણુભાઈ બહાર હીંચકા પર બેસતા અને રાત્રે હીંચકા પર જ સૂઈ રહેતા. ઘરમાં દાખલ થતા નહિ. જમવાનું Page #148 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ૧૩૧ પણ બહાર મંગાવતા. હીંચકાનો એમને શોખ પણ હતો. પોતાના ચિંતનમનન માટે તેમને હીંચકો વધારે ફાવતો. વિષ્ણુભાઈએ કૉલેજમાં ગુજરાતી વિષય શીખવવાનું ચાલુ કર્યું ત્યારે એ વિષયના બીજા અધ્યાપક તે વિજયરાય વૈદ્ય હતા. વિજયરાય વિષ્ણુભાઈ કરતાં બેત્રણ વર્ષ મોટા હતા. પરંતુ એમ. ટી. બી. કૉલેજમાં વિષ્ણુભાઈ કરતાં દસેક વર્ષ મોડા જોડાયા હતા, બંનેની અધ્યાપનશૈલી જુદી જુદી હતી. બંનેની પ્રકૃતિ પણ જુદી જુદી હતી. બંનેના ઉચ્ચારની લઢણ પણ જુદી જુદી હતી. વિજયરાય વર્ગમાં નોટ્સ વધારે લખાવતા. વિષ્ણુભાઈ નોટ્સ ન લખાવતાં મોઢેથી સમજાવતા. પછીનાં વર્ષોમાં વિદ્યાર્થીઓ માંહોમાંહે વિષ્ણુભાઈ માટે ‘વી.આર. ત્રિવેદી’ અને વિજયરાય માટે ‘વિજુકાકા’ એવો ઉલ્લેખ કરતા. વિજયરાયે ત્યારે ‘કૌમુદી' નામનું પોતાનું સામયિક બંધ પડ્યા પછી ‘માનસી’ નામનું સામયિક ચાલુ કર્યું હતું. એ દિવસોમાં પણ સામયિક ચલાવવાનું એટલું સહેલું ન હતું. એમાંથી અર્થપ્રાપ્તિ થતી નહિ, પરંતુ ગાંઠના પૈસા જોડવા પડતા. વિજયરાય કૉલેજના પગારમાંથી પૈસા બચાવીને ‘માનસી'માં પૈસા ખર્ચતા, પરંતુ ‘માનસી' બંધ ક૨વા માટે તેઓ તૈયાર નહોતા. આર્થિક મુશ્કેલીઓ ઘણી વધી ગઈ ત્યારે ‘માનસી'માં દરેક અંકમાં ‘ઘંટનાદ’ એવા શીર્ષક હેઠળ ‘માનસી’ને આર્થિક સહાય કરવા માટે તેઓ અપીલ કરતા. એમ કરવા છતાં પણ પૂરતી રકમ ન મળે ત્યારે હઠાગ્રહપૂર્વક મિત્રો-સંબંધીઓ પાસેથી ‘માનસી’નું લવાજમ ઉઘરાવતા. કેટલાય સાહિત્યકારોને એમનીઆ લવાજમલૂંટ પસંદ પડતી નહિ. વિજયરાય આ રીતે સાહિત્યકારોના પૈસા લૂંટે છે એવા અર્થમાં એક કટાક્ષલેખ એમના સમવયસ્ક સૂરતી ચંદ્રવદન મહેતાએ તે સમયે ‘વજુ ધાડપાડુ' શીર્ષકથી લખ્યો. (જોકે એમના કરતાં મોટા ધાડપાડુઓથી ગુજરાતી સાહિત્ય આજે વધારે સમૃદ્ધ છે !) ત્યાર પછી વિષ્ણુભાઈને ત્યાં ચંદ્રવદન અને વિજયરાય મળ્યા ત્યારે તેઓ ત્રણ આ વિષય પર નિખાલસતાથી ખૂબ હસ્યા હતા. વિજયરાયે ચંદ્રવદનના લેખને અત્યંત ખેલદિલીથી સ્વીકાર્યો હતો. ત્યાર પછી જ્યારે ‘માનસી’ વધારે ડગુમગુ થયું અને આર્થિક સહાય ન મળી ત્યારે વિજયરાયે પત્ની પાસે ઘરેણાં વેચવા માટે માગ્યાં. એ વખતે વિજયરાયનાં પત્ની વિષ્ણુભાઈને ત્યાં રોતાં રોતાં પહોંચ્યાં હતાં. વિષ્ણુભાઈએ વિજયરાયને સમજાવ્યા હતા કે, “પત્નીનાં ઘરેણાં વેચીને Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ વંદનીય હૃદયસ્પર્શ “માનસીચલાવાય નહિ. તે ચાલે ત્યાં સુધી ચલાવો.” વિજયરાયે વિષ્ણુભાઈની સલાહ સ્વીકારી હતી અને થોડા વખત પછી “માનસી” બંધ પડ્યું હતું. જોકે ત્યાર પછી ફરી થોડી અનુકૂળતા મળતાં પત્રકારી જીવ વિજયરાયથી ન રહેવાયું એટલે એમણે “રોહિણી' નામનું સામયિક ચાલુ કર્યું હતું, પરંતુ તે તો અલ્પજીવી નીવડ્યું હતું.) વિષ્ણુભાઈનો પ્રથમ વિશેષ પરિચય તો મને ઈ. સ. ૧૯૫૦માં થયો હતો. મારા કવિમિત્ર મીનુ દેસાઈ સાથે સુરત હું પહેલી વાર ગયો હતો. પ્રવાસનો શોખ હતો અને નવી નવી વ્યક્તિઓને મળવાનો પણ શોખ હતો. અમે બંનેએ “મનીષા' નામના સૉનેટસંગ્રહના સંપાદનનું કાર્ય હાથ ધર્યું હતું. એ વખતે એમ. ટી. બી. કૉલેજમાં વિષ્ણુભાઈ અને વિજયરાય વૈદ્ય ગુજરાતી શીખવતા. એટલે દેખીતી રીતે જ એમને મળવાનું મન થયું. વિજયરાયની એક લાક્ષણિક મુદ્રા હતી. તેઓ વિદ્વાન ખરા પણ અધ્યાપકીય વકતૃત્વશક્તિ એમનામાં ઓછી ગણાતી. એમના ઉચ્ચારો પણ લાક્ષણિક હતા. તેઓ પણ ધોતિયું, ખમીસ, લાંબો કોટ અને ટોપી પહેરતા અથવા કોઈ વાર કોટને બદલે કફની ઉપર બંડી પહેરતા. વિદ્યાર્થીઓને વિજયરાય કરતાં વિષ્ણુભાઈ પ્રત્યે માન વધારે હતું. અમે વિષ્ણુભાઈને મળ્યા. મારા મિત્ર મીનુ દેસાઈએ મારો પરિચય કરાવ્યો. “સાંજ વર્તમાનમાં હું તે વખતે સાહિત્યના વિભાગનું સંપાદન કરતો અને દર બુધવારે પ્રગટ થતા એ વિભાગની એક નકલ વિષ્ણુભાઈને પણ હું નિયમિત મોકલતો. “સાંજ વર્તમાનમાં મારાં લખાણો ઉપર પોતે કોઈ કોઈ વાર નજર નાખી જાય છે તે અંગે વાત નીકળી. ત્યારપછી મારા મિત્રે વિષ્ણુભાઈને કહ્યું કે “આ વખતનો એમ.એ.નો બળવંતરાય ઠાકોર સુવર્ણચંદ્રક રમણભાઈને મળ્યો છે.” વિષ્ણુભાઈએ તરત હર્ષપૂર્વક કહ્યું, “એમ? તમને મળ્યો છે? તો તે માટે મારા અભિનંદન ! તમને મળીને મને બહુ આનંદ થયો.” પછી એમણે પ્રશ્ન કર્યો, “તમને ભાષાવિજ્ઞાનમાં ૯૪ માર્કસ મળ્યા છે?” મેં કહ્યું, “હા. આપને કેવી રીતે ખબર પડી ? રિઝલ્ટ હમણાં જ આવ્યું છે. મેં હજુ કોઈને મારા માર્કસ કહ્યા નથી.” Page #150 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ૧૩૩ એકાદ મિનિટ તેઓ શાંત રહ્યા. પછી કહ્યું, “જોકે આ વાત મારાથી તમને કહેવાય નહિ, પણ હવે તમને કહેવામાં વાંધો નથી. પરંતુ આ વાત બીજે કરશો નહિ. તમારું એમ.એ.નું ભાષાવિજ્ઞાનનું પેપર મેં તપાસ્યું છે. તમારું પેપર તપાસતાં ખરેખર મેં બહુ જ આનંદ અનુભવ્યો છે. મારી જિંદગીમાં મેં કોઈને આટલા માર્કસ આપ્યા નથી. આખા પેપરમાં એકેએક પ્રશ્નોના ઉત્તર તદ્દન સાચા, મુદ્દાસર અને પૂરા સંતોષકારક હતા. આખા પેપરમાં જોડણીની એક પણ ભૂલ નહોતી કે કોઈ ઠેકાણે છેકછાક પણ નહોતી. લાલ લીટો કરવો પડે એવું એક પણ સ્થળ પેપરમાં મને જોવા મળ્યું નહિ. એટલે માર્ક્સ ક્યાં કાપવા તેની મૂંઝવણ થતી હતી. પૂરા સો માર્કસ તો અપાય નહિ, કારણ કે કોઈએ હજુ સુધી આપ્યા નથી. એટલે દરેક સવાલનો એક એક માર્ક ઓછો કરીને મેં તમને ૯૪ માર્ક્સ આપ્યા છે. યુનિવર્સિટીમાં આટલા માર્ક્સ હજુ સુધી કોઈને અપાયા નથી.” વિષ્ણુપ્રસાદ જેવા વડીલ સાહિત્યકાર અને પરીક્ષકને હાથે આવું પ્રમાણપત્ર મળ્યું તેથી મારા જીવનની એક ધન્યતા મેં અનુભવી હતી. ઈ. સ. ૧૯૫૨માં સૂરતની એમ. ટી. બી. કૉલેજ તરફથી ગુજરાતી વિષયના અધ્યાપકોના સંઘનું સંમેલન યોજવા માટે નિમંત્રણ મળ્યું હતું. મુંબઈની ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એ મારું પહેલું સંમેલન હતું. એ સંમેલનમાં અધ્યાપનના પ્રશ્નોની ઘણી માર્મિક છણાવટો થઈ હતી. અધ્યાપક સંઘની શરૂઆતમાં એ વર્ષો ઘણાં સક્રિય હતાં. ઠરાવો થતા અને તેનો અમલ થતો. પરંતુ સૂરતના એ સંમેલનમાં એક વિષયની બાબતમાં અધ્યાપકોમાં બે પક્ષ પડી ગયા હતા. એ દિવસોમાં મુંબઈમાં જન્મભૂમિ'માં અને અમદાવાદમાં “સંદેશ”માં શબ્દરચના હરીફાઈ બહુ મોટા પાયા પર ચાલવા લાગી હતી. એ જમાનાની અપેક્ષાએ મોટાં મોટા જંગી ઈનામો જાહેર થતાં હતાં અને રોજ આખા પાનાંની જાહેરખબરો હરીફાઈ માટે આવતી. ગામેગામ લોકો શબ્દરચના હરીફાઈમાં લાગી ગયા હતા. એ શબ્દરચના હરીફાઈમાં નિર્ણાયક તરીકે મોટા મોટા વિદ્વાનોને સારો પુરસ્કાર આપવામાં આવતો, કારણ કે છાપાંઓને પણ હરીફાઈ દ્વારા ધૂમ કમાણી થતી. એ વખતે કેટલાક વડીલ અધ્યાપકો પણ શબ્દરચના હરીફાઈમાં નિર્ણાયક તરીકે જોડાવા લાગ્યા હતા. અને હરીફાઈવાળાં છાપાંઓ તેમના નામને મોટી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વંદનીય હૃદયસ્પર્શ પ્રસિદ્ધિ આપી લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરતા હતા. એ વખતનું વાતાવરણ હજુ ગાંધીજીની અસર નીચે હતું એટલે આ પ્રકારની હરીફાઈઓ તે મોટો જુગાર છે અને તેમાં ગુજરાતી વિષયના અધ્યાપકોએ ન જોડાવું જોઈએ એવો ઘણાનો મત હતો. મુંબઈમાંથી પ્રો. મનસુખલાલ ઝવેરી નિર્ણાયક તરીકે જોડાયા હતા. ગુજરાતમાંથી પણ કેટલાક વડીલ અધ્યાપકો નિર્ણાયક તરીકે જોડાયા હતા. બીજી બાજુ આચાર્ય શ્રી ડોલરરાય માંકડ, શ્રી ઉમાશંકર જોશી, શ્રી યશવંત શુક્લ વગેરેનો એ માટે સખત વિરોધ હતો. તેઓ આ સંમેલનમાં ઠરાવ લાવ્યા હતા કે અધ્યાપક સંઘના સભ્ય એવા કોઈ પણ અધ્યાપકે શબ્દરચના હરીફાઈમાં નિર્ણાયક તરીકે ભાગ લેવો નહિ, આ ઠરાવને લીધે અધ્યાપકોમાં બે પક્ષ પડી ગયા હતા અને તે બંને વચ્ચે ગરમાગરમ કટુતાભરી ચર્ચા ચાલી હતી. નિર્ણાયક તરીકે કામ કરતા અધ્યાપકોએ સંઘમાંથી નીકળી જવાની ધમકી ઉચ્ચારી હતી. આરંભના જ વર્ષમાં અધ્યાપક સંઘ ભાંગી પડે એવી શક્યતા ઊભી થઈ હતી. બંને પક્ષ પોતપોતાના વિચારમાં મક્કમ હતા. એ વખતે વિષ્ણુભાઈએ બંને પક્ષને પ્રેમપૂર્વક સમજાવીને ઠરાવના કડક શબ્દો દૂર કરાવીને કરાવને ભલામણના રૂપમાં રજૂ કરાવ્યો હતો. બીજી બાજુ જે અધ્યાપકો એમાં જોડાયા હતા તેમની પાસેથી વ્યક્તિગત ખાતરી ઉચ્ચારાવી હતી. એથી વિષ્ણુભાઈ પ્રત્યે સૌ કોઈનો આદર ઘણો વધી ગયો હતો ત્યારપછી કેટલાંક વર્ષે વડોદરામાં ગુજરાતી વિષયના અધ્યાપકોનું સંમેલન મળ્યું હતું. વિષ્ણુભાઈ સાધારણ રીતે સંમેલનમાં આવતા નહિ. પરંતુ વડોદરાના સંમેલનની એક બેઠકમાં અચાનક તેઓ આવી ચડ્યા. એમના આગમનની સાથે જ સભાનું વાતાવરણ બદલાઈ ગયું. કોઈ એક ભાષાકીય મુદ્દાની ચર્ચા ચાલતી હતી. જુદા જુદા અધ્યાપકો જુદો જુદો મત વ્યક્ત કરતા હતા અને ચર્ચામાં ગરમાગરમી થઈ હતી. તે વખતે વિષ્ણુભાઈને ઉપસંહાર કરવાનું કહેવામાં આવ્યું. વિષ્ણુભાઈએ બધા જ મુદ્દાઓને આવરી લઈને એવો સરસ ઉપસંહાર કર્યો હતો કે બધો વિવાદ શમી ગયો, એટલું જ નહિ પણ વિષ્ણુભાઈના એ ઉપસંહારથી અધ્યાપકોએ પ્રસન્નતા અનુભવી હતી. દરેક વિષયનાં પક્ષપાતરહિત, અભિનિવેશરહિત, સમગ્રદર્શી, સમતોલ વિવેચનમાં એમની પરિણત પ્રજ્ઞાનાં અને એમના ઉદાત્ત શીલનાં જે દર્શન થતાં તેનો ત્યારે પ્રત્યક્ષ અનુભવ થયેલો. Page #152 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ૧૩પ વિષ્ણુભાઈ કોલેજમાં અધ્યાપક તરીકે સક્રિય હતા તે વર્ષોમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મુંબઈ યુનિવર્સિટી એ એક જ યુનિવર્સિટી હતી. વિષ્ણુભાઈ ત્યારે યુનિવર્સિટીની સમિતિઓમાં કે પરીક્ષાનાં કાર્યો માટે મુંબઈ વારંવાર આવતા. જોકે તે વખતે પણ પ્રવાસમાં તેઓ પોતાની જાતને બહુ સાચવતા. તેઓ તે સમયના મુંબઈ રાજ્ય તરફથી ગુજરાતી પુસ્તકો માટે અપાતા પારિતોષિકો માટેની નિર્ણાયક સમિતિના એક સભ્ય તરીકે કામ કરતા. શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠ ત્યારે શિક્ષણપ્રધાન હતાં અને નિર્ણાયકોની નિમણૂક તેઓ કરતાં. એ વખતે અમારી ઝેવિયર્સ કૉલેજના પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા પણ નિર્ણાયક સમિતિમાં હતા. એક વખતે વિષ્ણુભાઈ અને ઝાલાસાહેબ બંનેએ સાથે મળીને નિર્ણય આપવાનો રહેતો. ત્યારે વિષ્ણુભાઈ મુંબઈ ઝેવિયર્સ કૉલેજમાં આવતા. તેઓ બંને આખો દિવસ બેસી પુસ્તકોની વિચારણા કરતા. દાદરો ચઢવાની તકલીફને કારણે વિષ્ણુભાઈ માટે કૉલેજમાં નીચે એકાદ રૂમ ખાલી રખાતો. ત્યાં બેસી વિષ્ણુભાઈ અને ઝાલાસાહેબ કામ કરતા. નિર્ણાયક તરીકેનું કામ અત્યંત ગુપ્ત રહેતું. સરકાર નિર્ણાયકોનાં નામ જાહેર કરતી નહિ. નિર્ણાયક સમિતિમાં કોણ કોણ છે એની અટકળ થતી, પણ ભાગ્યે જ કોઈને ખબર પડતી. કૉલેજમાં ઝાલાસાહેબના સહાયક અધ્યાપક તરીકે હું કામ કરતો. એટલે ઝાલાસાહેબ અને વિષ્ણુભાઈ જ્યારે કામ કરતા ત્યારે તેમના સહાયક તરીકે કામ કરવાની મને તક મળતી. મારી પાસેથી વાત બહાર ક્યાંય જશે નહિ એવો તેઓ બંનેને પૂરેપૂરો વિશ્વાસ હતો. સૂટબૂટ પહેરવાની પદ્ધતિના એ દિવસો હતા. ઝાલાસાહેબ કૉલેજમાં હંમેશાં સૂટમાં સજ્જ રહેતા. વિષ્ણુભાઈ પોતાનો ગરમ લાંબો ડગલો અને ધોતિયું પહેરીને આવતા. માથે ફેંટો રાખતા. પગમાં ગરમ મોજાં સાથે બૂટ તેઓ પહેરતા. પોતાને ઠંડી ન લાગે, શરદી ન થઈ જાય એટલે ઉનાળામાં, મે મહિનાની ગરમીમાં તેઓ બધી બારીઓ બંધ રખાવતા. રૂમનું બારણું ઘડીએ ઘડીએ ન ખૂલે (ગુપ્તતા કરતાં હવાની બીકે) તે માટે ચીવટ રાખતા અને તે માટે મને સૂચના આપતા. ઝાલાસાહેબને બંધ બારીબારણાં અને સૂટના કારણે ગરમી થતી. પરંતુ વિષ્ણુભાઈને પંખો ચલાવવો ફાવતો નહિ. ઝાલાસાહેબ એમને બધી રીતે આદરપૂર્વક સહકાર આપતા અને પોતાને ગરમી લાગે તો વિષ્ણુભાઈને કહીને થોડી થોડી વારે બહાર જઈ આવતા. વિષ્ણુભાઈ ઠંડું પાણી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વંદનીય હૃદયસ્પર્શ પીતા નહિ. એમના માટે કેન્ટીનનું પાણી ગરમ કરાવીને પછી ઠારીને હું લઈ આવતો અને તે પાણી તેઓ પીતા. ચા કરતાં કૉફી તેમને વધારે અનુકૂળ રહેતી. પોતાની આવી શારીરિક પ્રતિકૂળતા છતાં વિષ્ણુભાઈ આખો દિવસ બેસીને સતત કામ કરતા. વાંચવું, વિચારવું, નિર્ણય કરવો એ બધું એમની પ્રિય એવી પ્રવૃત્તિ હતી. એટલે માનસિક શ્રમ એમને ઓછો લાગતો. પોતાને સોપેલું કામ તેઓ બંને ખંત, ચીવટ અને નિષ્ઠાથી કરતા. નિર્ણાયક તરીકે પોતાની પસંદગી થઈ છે એવું બીજાને જણાવીને જશ કે મોટાઈ મેળવવાની તેમનામાં જરા પણ વૃત્તિ નહોતી. એ જોઈને તેમના પ્રત્યે મને ઘણો આદર થતો. વિષ્ણુપ્રસાદ કૉલેજમાં અધ્યાપનકાર્ય કરતા ત્યાં સુધી તો સ્વસ્થતાનુસાર સક્રિય રહેતા. સાહિત્ય પરિષદ, યુનિવર્સિટી કે સરકારી સમિતિઓનાં નિમંત્રણ તેઓ સ્વીકારતા અને બહારગામનો પ્રવાસ પણ કરતા. કલકત્તામાં યોજાયેલા સાહિત્ય પરિષદના અધિવેશનમાં પ્રમુખસ્થાને પણ તેઓ બિરાજી ચૂક્યા હતા. યુવાન વયે તેઓ ટેનિસ પણ રમતા અને સાઈકલ ફેરવતા એટલે શરીરે સશક્ત હતા. પરંતુ નિવૃત્તિકાળ ચાલુ થયા પછી તેમને કોઈ કોઈ વખતે એવા અનુભવો થયા કે જેથી એમને સ્વેચ્છાએ સતત ગૃહવાસ સ્વીકારી લીધો. તેઓ “ગૃહસ્થ' શબ્દાર્થથી બની ગયા હતા. એકાદ વખત લાંબું ચાલવાને કારણે, એકાદ વખત દોડવાને કારણે એમને ગભરામણ થયેલી: શરીર પરસેવે રેબઝેબ થઈ ગયેલું. ત્યારથી “હું બહુ ચાલીશ તો મને કંઈક થઈ જશે.' એવી ભીતિ એમના મનમાં ઘર કરી ગઈ હતી. આવો એક પ્રકારનો phobia – માનસિક વ્યાધિ એમને થઈ ગયો હતો. એવા એક પ્રસંગનું વર્ણન કરતાં તેમણે મને કહ્યું હતું કે પહેલાં પોતે સાંજે એક માઈલ સુધી ફરવા જતા. એટલી એમની શક્તિ હતી. એક વખત કોઈકની સાથે ફરવા ગયેલા ત્યારે સાથે ફરનાર વ્યક્તિએ હર્ષમાં આવીને કહ્યું કે “આજે તો આપણે સવા માઈલ સુધી ચાલ્યા.' કહેનારે સહજ ભાવથી ઉત્સાહથી કહ્યું, પણ વિષ્ણુભાઈને મનમાં ફાળ પડી કે “હું મારી શક્તિની ઉપરવટ ચાલ્યો છું.” એટલે તરત તેઓ પરસેવે રેબઝેબ થઈ ગયા અને હાંફતાં હાંફતાં માંડ માંડ ઘરે પહોંચ્યા. આવા કેટલાક અનુભવો પછી તેમણે સંકલ્પ કર્યો હતો કે “હવેથી ઘરની બહાર ક્યાંય જવું જ નહિ અને ઘરમાં બેસી આખો દિવસ સ્વસ્થતાપૂર્વક સ્વાધ્યાય અને લેખનમાં Page #154 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ૧૩૭ વિતાવવો.” પોતે આ રીતે સ્વેચ્છાએ હર્ષપૂર્વક આ એક મર્યાદા સ્વીકારી લીધી એટલે પોતાને બહાર જવા નથી મળતું એ વાતનો એમને ક્યારેય વસવસો રહ્યો નહિ. પોતાની માનસિક વ્યાધિને આશીર્વાદમાં એમણે ફેરવી કાઢ્યો હતો. અને બહુ જ સ્વસ્થતા અને ઉલ્લાસપૂર્વક પોતાનું જીવન જીવવા લાગ્યા હતા. આમ છતાં વિષ્ણુભાઈ પોતાની તબિયત માટે પૂરી કાળજી લેતા. ગરમી કરતાં ઠંડીની તેમને વધુ બીક રહેતી. પવનની જરા સરખી લહેરખી આવે તો વિષ્ણુભાઈને તેની તરત ખબર પડે. એક વખત હું એમને ઘરે ગયો હતો. અમે બંને સાહિત્યજગતની વાતો કરતા હતા. રૂમની બંને બારીઓ બંધ હતી. ત્યાં એમણે શાન્તાબહેનને બૂમ પાડીને બોલાવ્યાં અને કહ્યું કે, “કોઈ બારી જરા ખુલ્લી રહી ગઈ લાગે છે.” શાન્તાબહેને કહ્યું, “નથી ખુલ્લી રહી ગઈ, મેં બરાબર બંધ કરેલી છે.” વિષ્ણુભાઈએ કહ્યું, “મને ઠંડી લાગે છે, એટલે જરાક તિરાડ જેટલી પણ ખુલ્લી રહી ગઈ હોવી જોઈએ. જરા ફરી જુઓને !” શાન્તાબહેને બેય બારી ફરીથી બરાબર જોઈ તો એક બારી બરાબર વસાઈ નહોતી. તિરાડ જેટલી જગ્યા બાકી રહી ગઈ હતી. તેમણે તે બરાબર ખેંચીને બંધ કરી. વિષ્ણુભાઈનું શરીર ઠંડી અને હવાની બાબતમાં કેટલું બધું સંવેદનશીલ બની ગયું હતું તે એ પ્રસંગે પ્રત્યક્ષ મને જોવા મળ્યું હતું. વિષ્ણુભાઈએ ઘરની મર્યાદા સ્વીકારી લીધી હતી, પરંતુ ચૈતસિક અને આત્મિક દૃષ્ટિએ તેઓ બાહ્ય જગતના સતત સંપર્કમાં રહેતા અને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા અનુભવતા હતા. અનેક સાહિત્યકારો, મિત્રો, વિદ્યાર્થીઓ સાથે પત્રલેખન દ્વારા તેઓ સતત સંપર્કમાં રહેતા. વર્તમાનપત્રો નિયમિત વાંચતા અને દુનિયાભરની ઘટનાઓ વિશે જાણકારી ધરાવતા. રોજ રોજ મહેમાનો દ્વારા પણ તેમને અવનવી વાતો જાણવા મળતી. જીવનમાં કશું ખૂટે છે એવું તેમને ક્યારેય લાગતું નહિ. વિષ્ણુભાઈ પોતાના રૂમની બહાર બહુ જ ઓછું નીકળે. પોતાના મકાનની બહાર તો કેટલાંય વર્ષોમાં અપવાદરૂપ પ્રસંગોમાં નીકળ્યા હશે ! વિષ્ણુભાઈએ પોતાના “મૈત્રી' નામના મકાનમાં રહેવાનું ચાલુ કર્યું તે પછી Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વંદનીય હૃદયસ્પર્શ એક દાદર ચડીને પોતાના ઘરની અગાસીમાં તેઓ ક્યારેય જિજ્ઞાસાવૃત્તિથી પણ ગયા નહોતા. અગાસી કેવી છે તે વિષ્ણુભાઈએ જોઈ નહોતી. પરંતુ એક દિવસ અચાનક સંજોગવશાત્ તેમને અગાશીમાં ફરજિયાત જવું પડ્યું હતું. એ પ્રસંગ હતો તાપી નદીના પૂરનો. કેટલાંક વર્ષ પહેલાં તાપી નદીમાં બહુ મોટું પૂર આવ્યું હતું. ત્યારે આખા સૂરત શહેરમાં પાણી ભરાઈ ગયાં હતાં. એ વખતે વિષ્ણુભાઈના ઘરમાં પણ પાણી ભરાઈ જવાને લીધે પત્ની અને પુત્રી સાથે તેઓને પણ ઉપર અગાશીમાં ચડી જવું પડ્યું હતું. જ્યારે પૂર ઊતરતું ગયું ત્યારે સૂરતના એકેએક ઘરમાં પુષ્કળ કાદવ ઠાલવતું ગયું. એવા કાદવવાળા ઘરને સાફ કરવામાં ઘણો પરિશ્રમ લેવો પડે એમ હતો. એ વખતે પોતાનો રૂમ સાફ થયા પછી વિષ્ણુભાઈ અગાશીમાંથી નીચે આવ્યા હતા. એ પછી તેઓ જીવનના અંત સુધી અગાશીમાં ક્યારેય ગયા નહોતા. આ રીતે પોતાના જ ઘરમાં પોતાની અગાશીમાં જવાનો પ્રસંગ ત્રીસેક વર્ષના નિવાસ દરમિયાન એક જ વાર તેમને માટે બન્યો હતો અને તે તાપી નદીમાં આવેલા ભૂતપૂર્વ પૂરને કારણે. વિષ્ણુભાઈ કોઈ કોઈ વખત કહેતા કે “જગતમાં અને જીવનમાં કેટલીક વસ્તુઓ સારભૂત અને અમૂલ્ય છે.” આપણા બધા ભારતીય ગ્રંથોમાં તેમને માટે ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ગીતા પ્રિયમાં પ્રિય ગ્રંથો હતા. તેઓ કહેતા કે “કોઈ કદાચ મને પૂછે કે દુનિયામાં પ્રલય થવાનો છે અને તમને સલામત જગ્યાએ લઈ જવાના છે, તો તમે તમારી કઈ પ્રિય વસ્તુઓ સાથે લઈને પહોંચી જાવ? તો હું જવાબમાં કહ્યું કે ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ગીતા લઈને હું સલામત સ્થળે ચાલ્યો જઈશ.” તાપી નદીમાં જ્યારે પૂર આવ્યાં અને વિષ્ણુભાઈ પોતાના ઘરની અગાશીમાં ચાલ્યા ગયા તે વખતે તેઓ ઉપનિષદો અને શ્રીમદ્ ભગવદ્ગીતા લઈને ગયા હતા. પૂર આવવાના કારણે ઘણા લોકોએ પોતાની સ્વસ્થતા ગુમાવી હતી, પરંતુ વિષ્ણુભાઈ એ પ્રસંગે પણ સ્વસ્થ રહ્યા હતા. પૂરને લીધે ઘરવખરીને કેટલુંય નુકસાન થયું હતું, પરંતુ વિષ્ણુભાઈની મનોદશા તો સ્થિતપ્રજ્ઞ જેવી, નાનુ શોવંતિ પંહિતા: જેવી જ રહી હતી. વિષ્ણુભાઈએ પોતાની નિવૃત્તિના અરસામાં પોતાની કમાણી અને બચતમાંથી અમદાવાદમાં “શ્રી સદ્ધ સોસાયટીમાં ઘર લીધું હતું. પ્રો. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અનંતરાય રાવળ, આચાર્યશ્રી યશવંત શુક્લ વગેરે અધ્યાપકોની સાથે પોતાને પણ રહેવા મળે અને સાહિત્યકારોનો સહવાસ મળે એ આશયથી ઘર લીધું હતું, પરંતુ તે દરમિયાન તો પોતાની માનસિક બીમારી ચાલુ થઈ ગઈ હતી. એટલે સોસાયટીમાં પોતે કરાવેલા ઘરનો કબજો લેવા માટે કે વાસ્તુ કરવા માટે પણ તેઓ અમદાવાદ ગયા ન હતા. આ સોસાયટી થયાને દસેક વર્ષ વીતી ગયાં હતાં. એકાદ વખત હું એમને સૂરત મળવા ગયો હતો ત્યારે શ્રી સ% સોસાયટીના ઘરની વાત નીકળી હતી. એમણે કહ્યું કે “ઘર કરાવ્યાને વર્ષો થઈ ગયાં છે, પરંતુ મારું એ ઘર કેવું છે તે મેં હજુ નજરે જોયું નથી. મને એ માટે કોઈ ઉત્સુકતા પણ નથી રહી. હું મારું ઘર જોયા વગર રહી ગયો એવો ભાવ પણ મને ક્યારેય થયો નથી.” શ્રી સદ્ધ સોસાયટીના આ ઘરની મુલાકાત અચાનક ફરજિયાત લેવાનો પ્રસંગ વિષ્ણુભાઈને પ્રાપ્ત થયો હતો. એમનાં પત્ની શાંતાબહેનને પક્ષઘાતનો એકાએક હુમલો થયો. ડૉક્ટરે સલાહ આપી કે હુમલો ગંભીર છે અને તેની સારવાર સૂરતમાં સરખી નહિ થાય, માટે દર્દીને મુંબઈ અથવા અમદાવાદ લઈ જવાનું સલાહભર્યું છે. મુંબઈ કરતાં અમદાવાદમાં વધારે અનુકૂળતા રહે. પોતાનું ઘર પણ ત્યાં છે. એ દૃષ્ટિએ શાંતાબહેનને અમદાવાદ લઈ જવાનું નક્કી થયું હતું. એ માટે મોટરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. ઘરમાં બીજા કોઈ સભ્યો પણ નહિ અને વિષ્ણુભાઈએ જાતે તો જવું જ પડે. એ વખતે મજબૂત મનોબળ કરીને વિષ્ણુભાઈ શાંતાબહેનની સાથે સૂરતથી અમદાવાદ ગયા. એમને માટે મોટરકારનો આટલો લાંબો પ્રવાસ જિંદગીમાં પહેલી વારનો હતો. અમદાવાદ જઈને એમણે પોતાનું ઘર પણ ઘણાં વર્ષે પહેલી વાર જોયું. શાંતાબહેનને કંઈક સારું થતાં તેઓ ફરી પાછા મોટરમાં સૂરત આવી ગયા હતા. ત્યારપછી હું સૂરત એમને મળવા ગયો હતો. શાંતાબહેન ખુરશીમાં બેઠાં હતાં. મેં શાન્તાબહેનની સાથે વાત ચાલુ કરી. કેટલાક જવાબ બરાબર નહોતા અપાતા. ત્યાં વિષ્ણુભાઈએ જ કહ્યું કે તેમની સ્મૃતિ ચાલી ગઈ છે. બ્રેઈનને નુકસાન પહોંચ્યું છે. એટલે તેમને માટે હવે માત્ર વર્તમાનકાળ જ રહ્યો છે. | વિષ્ણુભાઈને સંતાનોમાં એક જ દીકરી ચિ. વસંતિકા. મુંબઈના જાણીતા શિક્ષક અને હાસ્યરસના લેખક શ્રી ભગવત ભટ્ટના પુત્ર નિકુંજભાઈ સાથે Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વંદનીય હૃદયસ્પર્શ તેનાં લગ્ન કરવામાં આવ્યાં હતાં. વસંતિકા મુંબઈ રહે, પરંતુ વિષ્ણુભાઈની વૃદ્ધાવસ્થાના કારણે વારંવાર તેને સૂરત દોડવું પડે. વિષ્ણુભાઈનાં પત્ની શાંતાબહેનને લકવાની અસર થયા પછી વસંતિકા અને એના પતિ નિકુંજભાઈ સંતાનો સાથે સૂરત જઈને વિષ્ણુભાઈની સાથે જ રહ્યાં. બહેન વસંતિકાએ પોતાની માતાની અને પિતાની ખૂબ પ્રેમભાવપૂર્વક સતત સેવા-ચાકરી કરી. વસંતિકાની ઉપસ્થિતિને કારણે વિષ્ણુભાઈની પાછલી જિંદગીમાં એકલતા રહી નહોતી. વસંતિકાના પતિનું અકાળ અવસાન થયું. એ દુ:ખ વિષ્ણુભાઈને સહેવાનું આવ્યું, પરંતુ એ આપત્તિના પ્રસંગે પણ બહેન વસંતિકાએ અમદાવાદના સ્મશાનમાં જઈ પોતાના પતિની ચિતાને પોતાના હસ્તે દાહ આપીને જે સ્વસ્થતા અને ધૈર્ય બતાવ્યાં તે વિષ્ણુભાઈ પાસેથી વારસામાં મળેલા સત્ત્વ જેવાં હતાં. વિષ્ણુભાઈએ અમદાવાદનો બીજી વારનો પ્રવાસ પોતાના જમાઈની માંદગી નિમિત્તે કર્યો હતો. નિકુંજભાઈને ગંભીર માંદગીને કારણે અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી થયું. એ વખતે પુત્રી વસંતિકાને નૈતિક સહારો રહે એટલા માટે વિષ્ણુભાઈ પણ તેમની સાથે અમદાવાદ ગયા હતા. ત્યાં નિકુંજભાઈની તબિયત સુધરતી ગઈ હતી. પરંતુ પાછળથી અચાનક તબિયત વધુ બગડી અને તેમનું અવસાન થયું. વિષ્ણુભાઈના જીવનનો આ એક ઘણો મોટો આઘાત હતો. અમદાવાદ દસેક દિવસના રોકાણ દરમિયાન ઉમાશંકર જોશી દરરોજ વિષ્ણુભાઈ પાસે આવતા. યશવંત શુક્લ તો પાડોશમાં જ રહેતા. તેઓ પણ વિષ્ણુભાઈની સંભાળ લેતા. ગૃહવાસ સ્વીકાર્યા પછી વિષ્ણુભાઈ બહારગામની કેટલીક સંસ્થાઓ કે યુનિવર્સિટીઓનાં નિમંત્રણો સ્વીકારતા, પણ તે એ શરતે કે એની મિટિંગ સૂરતમાં પોતાના ઘરે યોજવામાં આવે. પીએચ.ડી. થિસિસ માટે પરીક્ષક તરીકે પણ તેઓ નિમંત્રણ એ શરતે જ સ્વીકારતા અને યુનિવર્સિટીઓ પણ સામાન્ય રીતે એમની એ વિનંતી માન્ય રાખતી. - ૧૯૬૮ના અરસામાં મારા માર્ગદર્શન હેઠળ મારાં એક વિદ્યાર્થિની બહેને તૈયાર કરેલી થિસિસ માટે પરીક્ષક તરીકે વિષ્ણુભાઈની નિમણૂક થઈ હતી. એમનો અહેવાલ આવી ગયો હતો. પરંતુ મૌખિક પરીક્ષા એમના ઘરે લેવાની Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી હતી. એ માટે તારીખ અને સમય યુનિવર્સિટી સાથે પત્રવ્યવહાર દ્વારા નક્કી થઈ ગયાં હતાં. મારાં વિદ્યાર્થિની અમદાવાદ થઈને સૂરત પહોંચવાનાં હતાં. હું મુંબઈથી વહેલી સવારની ગાડીમાં નીકળી સૂરત પહોંચવાનો હતો. સીધા વિષ્ણુભાઈના ઘરે મળવાનું અમે નક્કી કર્યું હતું. હું સૂરતના સ્ટેશને ઊતર્યો ત્યારે મારી પાસે હજુ બે કલાકનો સમય હતો. મને થયું કે હું વિષ્ણુભાઈના ઘરે વહેલો જાઉં તો એમની સાથે થોડી વાત કરવાની તક મળશે. એટલે બપોરે ત્રણને બદલે હું તો બે વાગે એમના ઘરે પહોંચી ગયો. તેઓ ભોજન પછી સૂતા હતા. એટલે હું પાછો જતો હતો. પરંતુ હું આવ્યો છું એમ શાંતાબહેને એમને જગાડીને કહ્યું. એટલે તેઓ એકદમ વિચારમાં પડી ગયા. તેમણે કહ્યું, ‘ભાઈ, પરીક્ષા તો ત્રણ વાગે છે. મારી કાગળ વાંચવામાં કઈ ભૂલ તો નથી થતી ને ?' મેં કહ્યું, “ના. પરીક્ષા તો ત્રણ વાગે જ છે. પરંતુ આપને મળવાના આશયથી હું જરા વહેલો આવ્યો છું. પણ આપને ડિસ્ટર્બ કર્યા. માફ કરજો. હું ત્રણ વાગે આવું?” એમણે કહ્યું, “ના, ના. તડકામાં તમે ક્યાં જશો? મેં આરામ કરી લીધો છે.” એમની સાથે ત્યારે સાહિત્યજગતની અને એમના લેખન–સ્વાધ્યાયની ઘણી વાતો નીકળી. રાધાકૃષ્ણનું, શ્રી અરવિંદ, વિવેકાનંદ, આનંદશંકર, પંડિત સુખલાલજી વગેરેના ગ્રંથો તથા વેદોઉપનિષદો વગેરેનો તેમનો સ્વર સ્વાધ્યાય સતત ચાલ્યા કરતો હોય. એ વખતે એમણે કહ્યું હતું કે “તમારા જૈન સાધુઓ માટે “ગોચરી” શબ્દ વપરાય છે. ગાય આમતેમ ચરે તેમ હું હવે ગોચરીની પદ્ધતિથી ગ્રંથો વાંચું છું. હવે કોઈ પણ એક ગ્રંથ સળંગ વાંચવા કરતાં અહીં ટેબલ પર અને પલંગ પર રાખેલા ગ્રંથોમાંથી જે વખતે જે ઇચ્છા થાય તે વખતે તે ગ્રંથનું પાનું ગમે ત્યાંથી ખોલું છું અને રસ પડે ત્યાં સુધી વાંચું છું. પછી વાંચતાં વાચતાં તેના પર મનન કરું છું અને ક્યારેક લખવા જેવું લાગે તો ડાયરીમાં ટપકાવી પણ લઉં છું.” ઈ. સ. ૧૯૭૮માં ‘નળ-દમયંતીની કથાનો વિકાસ નામનો મારો શોધનિબંધ છાપવાનો મેં વિચાર કર્યો હતો. સંશોધનના પ્રકારનો આવો ગ્રંથ કોને અર્પણ કરવો એ હું વિચાર કરતો હતો ત્યાં તરત જ મને હૃર્યું કે આવા ગંભીર સંશોધનગ્રંથને યોગ્ય તો વિષ્ણુભાઈને જ ગણાય. એટલે તે એમને અર્પણ કરવાનો મેં નિર્ણય કર્યો. પરંતુ મેં એમને અગાઉથી મારા આ નિર્ણય વિશે જણાવ્યું ન હતું. વળી એ ગ્રંથ ફક્ત વિષ્ણુભાઈને અર્પણ ન કરતાં, સાથે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ વંદનીય હૃદયસ્પર્શ એમનાં પત્ની શાંતાબહેનને પણ અર્પણ કર્યો. આ ગ્રંથની નકલ જ્યારે મેં વિષ્ણુભાઈને મોકલાવી ત્યારે તરત જ એમનો ઉમળકાભર્યો પત્ર આવી પહોંચ્યો. એમણે લખ્યું હતું કે “ગ્રંથ ખોલતાં જ ખબર પડી કે તમે આ ગ્રંથ મને અને મારાં પત્નીને પણ અર્પણ કર્યો છે. એ વાંચીને અમે બંનેએ આશ્ચર્યસહિત અત્યંત આનંદ અનુભવ્યો છે. નળ-દમયંતી જેવાં પ્રીતિપાત્રોનાં દામ્પત્યજીવન સાથે અમારા દામ્પત્યજીવનનું અનુસંધાન થયું એ જોઈને અમારો આખો દિવસ ઉત્સવની જેમ પસાર થયો છે. ઘરે જે કોઈ મળવા આવ્યું તે સૌને તમારો ગ્રંથ મારાં પત્નીએ બતાવ્યો છે અને બધાં બહુ જ રાજી થયાં છીએ.” વિષ્ણુભાઈના જીવનમાં આનંદના નિમિત્ત બની શકાયું એ વાતે મને પણ ધન્યતાનો અનુભવ કરાવ્યો. વિષ્ણુભાઈ વતની ઉમરેઠના હતી. ડાકોર પાસેનું એ ગામ. એમણે અભ્યાસ અમદાવાદની કૉલેજમાં કર્યો. અને યુવાનવયે સૂરતની એમ. ટી. બી. કૉલેજમાં અધ્યાપક તરીકે સ્થાન મળ્યું એટલે સૂરતમાં કાયમ રહ્યા. કેટલીક વ્યક્તિઓ વ્યાવસાયિક નિવૃત્તિ પછી પોતાના વતનમાં પાછી ફરતી હોય છે. પરંતુ વિષ્ણુભાઈએ તો ઉમરેઠ ન જતાં સૂરતને જ પોતાનું વતન બનાવ્યું અને જીવનના અંત સુધી સૂરતમાં રહ્યા. નિવૃત્તિ પછીના ત્રણ દાયકાના ગાળામાં વિષ્ણુભાઈ ઉમરેઠ ગયા નહોતા. જવાનું કોઈ ખાસ પ્રયોજન પણ રહ્યું નહોતું. કૉલેજના અધ્યાપનકાળ દરમિયાન પણ તેઓ ઉમરેઠ જવલ્લે જ ગયા હતા. મારું મોસાળ તે ઉમરેઠ પાસેનું એક ગામ છે. એટલે કોઈક વખત વિષ્ણુભાઈને હું મળતો ત્યારે ઉમરેઠની વાત નીકળતી. ચરોતરની બોલી અને ચરોતરના લોકોના સંસ્કારની લાક્ષણિકતાની વાતો થતી. “ઓડ ઉમરેઠના ઊંડા કૂવા, દીકરી દે તેનાં મા-બાપ મૂ' એવી લોકોક્તિ પાણીના નળ આવ્યા ત્યાં સુધી એ વિસ્તારમાં પ્રચલિત હતી. વિષ્ણુભાઈની કિશોરાવસ્થા ચરોતરમાં વીતી હતી. પરંતુ ચરોતર છોડ્યા પછી એમની ભાષા બોલીમાં ક્યારેય ચરોતરની છાંટ જોવા મળી નથી. તેઓ ઉમરેઠના ચરોતરી વતની છે એવું જો કોઈને કહેવામાં આવે તો કદાચ તે માને પણ નહિ. ભાષા, રહેણીકરણી ઉપરાંત સ્વભાવે પણ તેઓ સૂરતી જેવા આનંદી અને લહેરી થઈ ગયા હતા. વિષ્ણુભાઈ ‘પ્રબુદ્ધ જીવન'માં છપાતા મારા લેખો નિયમિત વાંચી જતા Page #160 -------------------------------------------------------------------------- ________________ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ૧૪૩ અને વખતોવખત પોતાના પ્રતિભાવ જણાવતા. કેટલાંક વર્ષ પહેલાં નવનીત' સામયિકમાં “પાસપોર્ટની પાંખે'ના નામથી મેં મારા વિદેશયાત્રાના અનુભવો લખવા ચાલુ કર્યા હતા. વિષ્ણુભાઈ તે પણ રસપૂર્વક નિયમિત વાંચી જતા. એક વખત એમના ઘરે હું મળવા ગયો હતો ત્યારે પાસપોર્ટની પાંખે'ના અનુભવોની વાત નીકળી. મેં કહ્યું કે “આમ તો હું મારા કોઈ પુસ્તકની પ્રસ્તાવના કોઈની પાસે લખાવતો નથી, પરંતુ આપ “નવનીત'માં મારું લખાણ નિયમિત વાંચી જાવ છો અને આપનો પ્રતિભાવ પત્રમાં કોઈ કોઈ વાર જણાવતા રહો છો તો મારી આપને નમ્ર વિનંતી છે કે આ પુસ્તકને માટે આશીર્વચનરૂપે, આપની તબિયતને અનુકૂળ રહે તે રીતે, થોડુંક લખી આપો.' એમણે મારો પ્રસ્તાવ સ્વીકાર્યો અને ઉલ્લાસથી કહ્યું કે “તમારા પુસ્તક માટે તો હું જરૂર લખી આપીશ, પણ ચંદ્રવદન મહેતાએ વિદેશનો ઘણો પ્રવાસ કરેલો છે. એમની પાસે પણ પ્રસ્તાવના લખાવો.” એમનું સૂચન યોગ્ય હતું. ચંદ્રવદન મહેતાએ તો મારી વિનંતી સ્વીકારીને તરત પ્રસ્તાવના લખી આપી. વિષ્ણુભાઈએ પણ તબિયતની પ્રતિકૂળતા ઘણી હતી છતાં ‘પાસપૉર્ટની પાંખે માટે આશીર્વચનરૂપ ટૂંકી પ્રસ્તાવના લખી આપી. મારા એ પુસ્તક માટે એમની પ્રસ્તાવના મળી એને હું મારું મોટું સદ્ભાગ્ય સમજું છું. વિષ્ણુભાઈ પત્ર લખવામાં બહુ જ નિયમિત. તેમને પત્ર લખ્યો હોય અને થોડા દિવસમાં જવાબ ન આવ્યો હોય એવું ભાગ્યે જ બને. તેઓ ઘણુંખરું પોસ્ટકાર્ડ લખે. ક્યારેક વિગતવાર અથવા અંગત પત્ર લખવો હોય તો બીડીને લખે. એમની પાસે પોસ્ટકાર્ડની થપ્પી પડેલી જ હોય. એક પોસ્ટકાર્ડમાં સમાય એટલું તો એમણે લખ્યું જ હોય. પરંતુ ટપાલમાં નાખતાં સુધી બીજું જે કંઈ સૂઝયું હોય તે આડીઅવળી કોરી જગ્યામાં પણ લખ્યું હોય. એવા આડાઅવળા લખાણ વગરનો પત્ર તો કોઈક જ વાર મળે. કોઈક વાર તો કોરી જગ્યા વપરાઈ ગયા પછી પણ કંઈક લખવાનું સૂઝે તો એનું અનુસંધાન બીજા પોસ્ટકાર્ડમાં ચાલે. કોઈક વાર મને એમનું બીજું પોસ્ટકાર્ડ ટપાલમાં પહેલાં મળતું અને પહેલું પોસ્ટકાર્ડ પછી મળતું, પણ દરેક પત્રમાં ઔપચારિક વાત ઉપરાંત એમણે કોઈક ને કોઈક મુદ્દા ઉપર સરસ સુવિચાર વ્યક્ત કર્યો જ હોય. એમની ભાષામાં પણ મૃદુતા અને સૌજન્યશીલતા ટપકતી હોય. એમના વિચારોમાં ઉદારતા, ઉદાત્તતા અને વિશદતા હંમેશાં અનુભવવા મળતી. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ વંદનીય હૃદયસ્પર્શ વિષ્ણુભાઈએ યુવાન વયે પોતાની લેખનપ્રવૃત્તિ આરંભી દીધી હતી. તેઓ કવિતા, વાર્તા વગેરે પણ લખતા. તેમણે પોતાનું ઉપનામ “પ્રેરિત' રાખ્યું હતું. એમણે યુવાનવયે આનંદશંકરના “વસંત' સામયિકમાં “પ્રેરિત'ના ઉપનામથી ચિંતનાત્મક નિબંધો લખવા ચાલુ કર્યા હતા. એ નિબંધો ભાવનાસૃષ્ટિ'ના નામથી ગ્રંથરૂપે પ્રગટ થયા હતા. ત્યાર પછી વિષ્ણુભાઈએ ગુજરાતી વિવેચનક્ષેત્રે સઘન કાર્ય કર્યું હતું. તેમના વિવેચના' નામના પ્રથમ ગ્રંથે પ્રગટ થતાં જ ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ત્યાર પછી તેમણે “અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય', “પરિશીલન', “ઉપાયન', ગોવર્ધનરામ – ચિંતક અને સર્જક', “સાહિત્યસંસ્પર્શ વગેરે એક પછી એક ઉત્તમ લેખસંગ્રહો આપ્યા હતા. સાહિત્ય ઉપરાંત શિક્ષણ અને સંસ્કાર વિશેના લેખો ‘તુમપર્ણ'ના નામથી પ્રગટ થયા હતા. છેલ્લે છેલ્લે એમણે ધર્મતત્ત્વવિષયક ચિંતનાત્મક લેખો જે લખ્યા તે “આશ્ચર્યવત” અને “ઉક્ષા' નામથી પ્રગટ થયા હતા. આમ, વિષ્ણુભાઈએ જે લખ્યું તે સઘન અને ગૌરવયુક્ત છે. એટલે જ તે સમજવા માટે ભાષાકીય સજ્જતાની અપેક્ષા રહે. સાહિત્યના વિવેચક તરીકે વિષ્ણુભાઈનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં હંમેશાં આદરપૂર્વકનું રહ્યું છે. તેઓ જે કંઈ લખે તે સંનિષ્ઠ, સઘન, સત્ત્વશીલ અને મનનીય હોય. એટલે જ કેટલીક વાર તેમના વિવેચનલેખોમાં કવિતા જેવો આનંદ અનુભવાય. વિષ્ણુભાઈનું વિવેચન મૌલિક, માર્મિક, સૌન્દર્યદર્શી, અભિજાત અને તત્ત્વગ્રાહી રહ્યું છે. કવિતા કરતાં ગદ્યવિવેચન તેમણે વધુ કર્યું છે. તેમની વિવેચકપ્રતિભાને એ જ વિશેષ અનુકૂળ રહ્યું છે. તેઓ રમણીયતાના ઉપાસક હતા, માટે “રમણીય' એમનો પ્રિય શબ્દ હતો. ઋજુતા, ચારુતા, શીલ, આર્જવ, મુદા, અનુભાવન, પરમ અભીષ્ટ વગેરે પણ એમના પ્રિય શબ્દો હતા. સંસ્કૃત ભાષાસાહિત્યના અધ્યયન-અધ્યાપનને કારણે એમનું શબ્દૌચિત્ય આશ્ચર્ય પમાડે એવું હતું. એમણે લખેલા પત્રો અને લખેલી ડાયરીમાંથી સંકલિત કરીને એમનું પ્રકીર્ણ લેખન પણ પ્રગટ કરવા જેવું છે. વિષ્ણુભાઈએ ૧૯૭૦ના ગાળામાં નવી અછાંદસ કવિતા પ્રત્યે પોતાનો નીડર પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. એમાં તેમણે ઉમાશંકરની પણ ટીકા કરી હતી. એ વખતે ઉમાશંકરે વિષ્ણુભાઈના લેખના જવાબરૂપે આક્રોશભર્યો લેખ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સંસ્કૃતિમાં લખ્યો હતો. ઉમાશંકરની એમાં અસહિષ્ણુતા સ્પષ્ટ જણાતી હતી. એ વખતે એ ચર્ચાને પોતાની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને ઉમાશંકરને જવાબ આપવાને બદલે વિષ્ણુભાઈએ ઉદારતાપૂર્વક મૌન ધારણ કર્યું હતું. એમને કોઈ વિવાદ જગવવો નહોતો. પરંતુ પછી ઉમાશંકરને જ એમ લાગ્યું કે પોતે વિષ્ણુભાઈ પ્રત્યે કંઈક વધુ પડતો રોષ વ્યક્ત કર્યો છે. એટલે એક વખત પોતે જ્યારે સૂરત ગયા હતા ત્યારે તેમણે વિષ્ણુભાઈ પાસે જઈને પોતાના રોષ માટે ક્ષમા માંગી હતી. વસ્તુતઃ વિષ્ણુભાઈની ગુજરાતી કવિતા માટેની ચેતવણી વધુ સાચી ઠરી હતી. ત્યારપછી વિષ્ણુભાઈ માટે ઉમાશંકરનો આદર વધતો રહ્યો હતો. ઉમાશંકરે એમને “સુરુચિના માપદંડ” તરીકે ઓળખાવ્યા હતા અને પોતાનો વિવેચનસંગ્રહ “નિરીક્ષા' વિષ્ણુભાઈને ભાવપૂર્વક અર્પણ કર્યો હતો. ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ભૌતિક દૃષ્ટિએ મેળવવા જેવી સિદ્ધિપ્રસિદ્ધિઓ પણ વિષ્ણુભાઈએ અનાયાસ પ્રાપ્ત કરી હતી. રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ, કેન્દ્રની સાહિત્ય અકાદમીની ફેલોશિપ, ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, રાજાજી લિટરરી એવૉર્ડ વગેરે ચંદ્રકો, પારિતોષિકો, પુરસ્કારો, ડિ. લિ.ની ડિગ્રી વગેરે એમણે પ્રાપ્ત કર્યા હતાં. એ ઉપરથી એમની સાહિત્યિક સિદ્ધિનો અને ગુજરાતી સાહિત્યમાં એમણે મેળવેલ માનભર્યા સ્થાનનો ખ્યાલ આવે છે. વિષ્ણુભાઈને એમની તબિયતની પ્રતિકૂળતા પછી જે સન્માનો મળ્યાં તેમાંનાં કેટલાંક તો એમણે પોતાના ઘરમાં જ બેસીને સ્વીકાર્યા હતાં, કેટલાંક માટે એમના મકાનના કંપાઉન્ડમાં જ સમારંભ ગોઠવાયા હતા અને વિષ્ણુભાઈને ખુરશીમાં બેસાડી, ઊંચકીને બહાર લાવવામાં આવ્યા હતા અને કેટલાંક સન્માનો એમના ઘરની નજીક સભામંડપમાં કરવામાં આવ્યા હતા અને વિષ્ણુભાઈને ઊંચકીને મોટરમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. વિષ્ણુભાઈ માટે સાહિત્યકારોને, સાહિત્યિક સંસ્થાઓને, યુનિવર્સિટીઓને અને સરકારી ખાતાંઓને કેટલો બધો આદર હતો તે આવી ઘટનાઓ ઉપરથી પ્રતીત થાય છે. વિષ્ણુભાઈને દુનિયાના તમામ ધર્મ પ્રત્યેનો પ્રેમાદરભાવ ઘણો હતો. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ વંદનીય હૃદયસ્પર્શ દરેક ધર્મમાંથી ઉત્તમ તત્ત્વને તેઓ સ્વીકારતા અને પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા પ્રયત્ન કરતા. તેમની એક ખાસિયત એ હતી કે હિન્દુ ધર્મ ઉપરાંત જૈનોના પર્યુષણ કે મહાવીર જયંતી, ખ્રિસ્તીઓના નાતાલના દિવસો, મુસલમાનોના ઈદ કે રમજાનના દિવસો કે શીખોના વૈશાખી વગેરે ધાર્મિક ઉત્સવો આવે ત્યારે તે તે દિવસે તેઓ તે તે ધર્મના ગ્રંથોનું સવિશેષ અધ્યયન કરતા. દુનિયાના કોઈ પણ ધર્મ પ્રત્યે અભાવ, દ્વેષ, તિરસ્કાર વગેરે પોતાનામાં ન આવે તે માટે તેઓ હંમેશાં સજાગ રહેતા. તેઓ મને જ્યારે પત્ર લખે ત્યારે ઘણી વાર “નમો અરિહંતાણં' પહેલાં લખીને પછી પત્ર શરૂ કરતા. સૂરતમાં જ્યારે પણ વિષ્ણુભાઈને મળવા જઈએ ત્યારે તેઓ અવશ્ય ઘરે હોય જ. તેઓ છાપાંઓ, સામયિકો, નવા પ્રકાશિત ગ્રંથો વગેરે ઉપર બરાબર નજર ફેરવી જતા. એટલે જે કોઈ મળવા આવે તેની સાથે દરેક વિષયમાં સારી વાતચીત કરી શકતા. સમયનું તેમને કોઈ બંધન રહેતું નહિ. તેમણે ઉતાવળ બતાવી હોય એવું ક્યારેય લાગતું નહિ. જઈએ એટલે પ્રસન્નતા સહિત નિરાંત જ અનુભવાય. કૉફી પીવા માટે તેઓ આગ્રહ અવશ્ય કરે. તેઓ પોતે ચા નહિ પણ કૉફી નિયમિત પીતા અને આવનાર મહેમાન ચા કે કોફી પીને જાય તો તેમને વધારે ગમતું. પોતાની ટિપોય ઉપર તેઓ પોતે જે કંપનીના શેર લીધા હોય તેના જાડા કાગળ ઉપર છપાયેલા રિપોર્ટની નકલ સાચવી રાખતા. ચા-કૉફીના કપ આવે એટલે રિપોર્ટમાંથી કાગળ ફાડી કપ નીચે તેઓ જાતે મૂકે. રિપૉર્ટના રદ્દી કાગળનો આ રીતે તેઓ ઉપયોગ કરતા કે જેથી કપ મૂકવાથી ટિપોય બગડે નહિ. વિષ્ણુભાઈને રોજેરોજ કોઈક ને કોઈક ઘરમાં મળવા આવ્યું જ હોય. એમણે પોતાના મકાનનું નામ “મૈત્રી' રાખ્યું હતું. સંસ્કૃત ભાષાના અધ્યાપક અને ચાહક હોવાથી મૈત્રી શબ્દ પણ તેમણે દેવનાગરી લિપિમાં રાખ્યો હતો. પોતાના પત્રવ્યવહારમાં પણ એ રીતે જ લખતા. પોતાના નિવાસસ્થાનના નામને આ રીતે એમણે સાર્થક કર્યું હતું. નિવૃત્ત થયા પછી વિષ્ણુભાઈ પોતે ઘરની બહાર જતા નહિ. પરંતુ કૉલેજના અધ્યાપકો, સાહિત્યકારો અને બીજાઓ સાથે એમનો ગાઢ મૈત્રીસંબંધ સતત ચાલુ રહ્યો હતો. એમના વિદ્યાર્થીઓ પણ એમને બહુ જ આદરપૂર્વક ચાહતા. એટલે નિવૃત્ત થવા છતાં કોઈ દિવસ એવો પસાર થતો Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી નહિ કે જ્યારે સવારથી સાંજ સુધી કોઈ એમને મળવા ન આવ્યું હોય. એ માટે એપોઈન્ટમેન્ટની જરૂર નહોતી રહેતી. નિવૃત્તિકાળમાં વિષ્ણુભાઈને ત્યાં આવનારા એમના વખતના અધ્યાપકોમાં વ્રજરાય દેસાઈ, કે. એલ. દેસાઈ, એન. એમ. શાહ વગેરે મુખ્ય હતા. એમના વિદ્યાર્થીઓમાં કુંજવિહારી મહેતા, જયંત પાઠક, કૃષ્ણવીર દીક્ષિત, ઉશનસ્, રતન માર્શલ વગેરે એમને ત્યાં વારંવાર આવતા. જ્યોતીન્દ્ર દવે અને ચંદ્રવદન મહેતા જ્યારે પણ સૂરત જાય ત્યારે વિષ્ણુભાઈના ઘરે અચૂક જતા. જ્યોતીન્દ્ર દવેએ એમ. ટી. બી. કૉલેજમાં સંસ્કૃત વિષયના અધ્યાપક તરીકે પોતાની કારકિર્દી ચાલુ કરેલી. એટલે યુવાન વયે વિષ્ણુભાઈ અને જ્યોતીન્દ્ર દવે એ બે એમ. ટી.બી. કૉલેજના સંસ્કૃતના અધ્યાપકો વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ હતી. વિષ્ણુભાઈના ઘરે જયોતીન્દ્ર દવે અને ચંદ્રવદન મહેતા બંને સાથે ભેગા થયા હોય ત્યારે હાસ્યની તો મહેફિલ જામતી. સૂરત હું જ્યારે જ્યારે જતો ત્યારે ત્યારે સમય કાઢીને વિષ્ણુભાઈને ત્યાં અચૂક જતો. ઘણી વાર મારી સાથે મારાં પત્ની પણ આવતાં. અમેરિકા જતાં પૂર્વે મારા પુત્ર ચિ. અમિતાભને પણ વિષ્ણુભાઈનાં દર્શન કરવાની ભાવના હતી અને એ વખતે એણે વિષ્ણુભાઈ સાથેની વાતચીત પણ રેકર્ડ કરી લીધી હતી. વિષ્ણુભાઈની એક દોહિત્રીનું નામ ગાર્ગી અને મારી દોહિત્રીનું નામ પણ ગાર્ગી, એટલે છેલ્લાં થોડાં વર્ષોમાં જ્યારે અમે ઘરે જઈએ ત્યારે બંને ગાર્ગીની વાત અવશ્ય નીકળે જ. વિષ્ણુભાઈની સ્મરણશક્તિ જીવનના અંત સુધી ઘણી જ સારી રહી હતી. વિષ્ણુભાઈનું આતિથ્ય અને સૌજન્ય પ્રેરણા લેવા જેવું હતું. એમના ઘરમાં વાતચીતનું વાતાવરણ પ્રસન્ન અને નિરામય રહેતું. કોઈ પણ વ્યક્તિની નબળાઈઓની વાત નીકળે તો તેઓ સમભાવ અને ઉદાસીનતા દર્શાવતા. તેઓ તેમાં રાચતા નહિ કે તિરસ્કાર દાખવતા નહિ. એકંદરે તેઓ પૂર્વગ્રહ કે પક્ષપાત વગર વાત કરતા અને તેમાંથી ગ્રહણ કરવા જેવા બોધ તરફ લક્ષ દોરતા. વિષ્ણુભાઈને પ્રણામ કરી અમે વિદાય લઈએ ત્યારે અમે આગ્રહપૂર્વક ના પાડીએ છતાં ઘરની બહાર પગથિયાં સુધી મૂકવા આવતા. પછીનાં વર્ષોમાં પોતાના રૂમના દરવાજા સુધી આવતા, ત્યાર પછીના વર્ષોમાં તેઓ પલંગમાંથી ઊભા થઈ જતા અને છેલ્લે તો તેઓ પલંગમાં બેઠાં બેઠાં વિદાય આપતા અને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ વંદનીય હૃદયસ્પર્શ બહાર નથી આવી શકાતું તે માટે ક્ષમા માગતા. એમના ઘરેથી વિદાય થઈએ ત્યારે કોઈક આંતરિક ચેતનામાં મંગલ સ્પંદનો અનુભવતાં હોઈએ એવી ધન્યતા લાગતી. અમારી જેમ બીજા ઘણા સાહિત્યકારો, કેળવણીકારો વગેરેને પણ વિષ્ણુભાઈને ત્યાં અચૂક જવાનું મન થતું. વિષ્ણુભાઈનું ઘર એટલે જાણે એક તીર્થસ્થળ. ત્યાં જઈએ એટલે પ્રસન્ન અને પવિત્ર વાતાવરણનો અનુભવ થાય. મારા વડીલ મિત્ર શ્રી કૃષ્ણવીર દીક્ષિત પણ કહેતા કે “વિષ્ણુભાઈના ઘરે જઈએ એટલે ચિત્તમાં કોઈ અશુભ વિચાર આવે નહિ અને આવ્યો હોય તો ટકે નહિ. વિષ્ણુભાઈના ઘરે નિંદા-કુથલીનું વાતાવરણ ન હોય. એમને ત્યાં હંમેશાં શુભ અને સાત્ત્વિક વાતો ચાલતી હોય.” આમ વિષ્ણુભાઈ એટલે એક જંગમ તીર્થ. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા વગેરે સ્થાવર તીર્થો ગણાય છે અને હરતા-ફરતા સાધુઓ, સંન્યાસીઓ, મહાત્માઓ જંગમ તીર્થ ગણાય છે. વિષ્ણુભાઈ જંગમ તીર્થ હતા. પરંતુ તેઓ સ્થાવર જેવા હતા, કારણ કે બારે માસ અને ચોવીસે કલાક જ્યારે જઈએ ત્યારે વિષ્ણુભાઈ એમના ઘરે એમના રૂમમાં અવશ્ય હોય જ. પૂજ્ય વિષ્ણુભાઈના સ્વર્ગવાસથી જાણે આપણું સૂરતનું એક તીર્થક્ષેત્ર લુપ્ત થઈ ગયું હોય એવું લાગે છે ! Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જ્યમલ્લ પરમાર લોકસાહિત્યના સંશોધન, સંપાદન અને અધ્યયનના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર, સાહિત્ય અને રાજકારણના સમર્થ અભ્યાસી, પીઢ પત્રકાર, “ઊર્મિ-નવરચના'ના તંત્રી, સ્વ. ઝવેરચંદ મેઘાણીના સમર્થ અનુગામી શ્રી જયમલ્લ પરમારનું એંશી વર્ષની વયે રાજકોટમાં અવસાન થયું હતું. એમના અવસાનથી કેટલાંયને એક હિતેચ્છુ મુરબ્બી સ્વજન ગુમાવ્યાનો અનુભવ થયો હશે ! સ્વ. જયમલ્લ પરમારનું નામ તો મેં કૉલેજના વિદ્યાભ્યાસનાં વર્ષો દરમિયાન ઠેઠ ૧૯૪૪માં સાંભળ્યું હતું, પરંતુ તેમને રાજકોટમાં રૂબરૂ મળવાનું તો કેટલાંક વર્ષ પહેલાં થયેલું. ત્યારપછી તો જ્યારે જ્યારે રાજકોટ જવાનું થતું ત્યારે અચૂક એમને મળવા જતો. એમની સાથે પત્રવ્યવહાર પર નિયમિત થતો. કેટલાંક વર્ષ પહેલાં એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક મિટિંગ માટે મારે રાજકોટ જવાનું થયું. ત્યારે કરણપરામાં રહેતા મારા પરમ મિત્ર શ્રી શશિકાન્તભાઈ મહેતા અને જાગનાથ પ્લોટમાં શ્રી જયમલભાઈ પરમારને મળવા માટે લઈ ગયા હતા. શશિકાન્તભાઈએ મારો પરિચય કરાવ્યો. પરંતુ જયમલ્લભાઈએ કહ્યું કે તેઓ મારા નામથી પરિચિત હતા. “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા મારા લેખો તેઓ ધ્યાનપૂર્વક વાંચી જાય છે એ જાણી મને વિશેષ આનંદ થયો. પછી જયમલ્લભાઈને પણ મેં મારા કૉલેજકાળનાં સ્મરણો કહ્યાં અને એમનાં લખેલાં “ગગનને ગોખે”, “ખંડિત કલેવરો', “અણખૂટ ધારા', શાહનવાઝની સાથે”, “સરહદપાર સુભાષ' વગેરે પુસ્તકો કેટલાં રસપૂર્વક અને ઉત્સુકતાથી હું વાંચી ગયો હતો તે મેં એમને જણાવ્યું. એથી તેઓ પણ પ્રસન્ન થતા. એ લખાણોનો એક આખો જમાનો વીતી ચૂક્યો હતો. ઈ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા પસાર કરીને હું જ્યારે કૉલેજમાં દાખલ થયો ત્યારે કાકાસાહેબ કાલેલકરના જીવનનો આનંદ'(તે સમયની બૃહદ્ આવૃત્તિ)ના બધા લેખો રસપૂર્વક વાંચી ગયો હતો. સ્થળવિશેષ વિશેના Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વંદનીય હૃદયસ્પર્શ લેખો સમજવામાં તો કોઈ મુશ્કેલી નહોતી પડી, પરંતુ આકાશના તારાઓનક્ષત્રો વિશેના લેખોમાં એ કિશોર વયે યોગ્ય સંદર્ભના અભાવે બહુ સમજ પડતી ન હતી. હું મુંબઈમાં ગોવાલિયા ટેન્ક (ઑગસ્ટ ક્રાન્તિ મેદાન) ઉપર આવેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરતો હતો. એ વખતે શ્રી બિપિનભાઈ કાપડિયા નામના એક વિદ્વાન (ડો. હીરાલાલ રસિકલાલ કાપડિયાના સુપુત્ર) એમ.એ. થયા પછી સંસ્કૃતપ્રાકતમાં Ph.D.ના અભ્યાસ માટે વિદ્યાલયમાં રહેવા આવ્યા હતા. ભાષાના વિષયમાં સમાન રસને કારણે તેમની સાથે મૈત્રી થઈ હતી. તેઓ અમને કેટલાક વિદ્યાર્થીઓને વિદ્યાલયના મકાનની અગાસીમાં રાત્રે લઈ જઈ ખુલ્લા આકાશના તારાઓ, નક્ષત્રો વગેરેનો પરિચય કરાવતા. એથી એ વિષયમાં મારો રસ વધતો જતો હતો. પરંતુ ગુજરાતીમાં તે માટે કોઈ પુસ્તક મળતું નહોતું. તેવામાં નિરંજન વર્મા અને જયમલ્લ પરમારકૃત “ગગનને ગોખે' નામનું પુસ્તક પ્રગટ થયું. એ પુસ્તકે તારાઓના અભ્યાસના મારા રસને વધુ દઢ બનાવ્યો. ત્યાર પછી એમનું “આકાશપોથી' નામનું પુસ્તક અને શ્રી છોટુભાઈ સુથારનાં તારાઓ વિશેનાં પુસ્તકો મને બહુ સહાયરૂપ બન્યાં હતાં. નિરંજન વર્મા અને જયમલ્લ પરમાર ૧૯૩પ થી ૧૯૫૦ના ગાળામાં તે સમયના યુવાનોમાં બહુ રસપૂર્વક વંચાતા લેખક હતા. તેઓ વિવિધ વિષયો ઉપર લેખો, પુસ્તકો લખતાં. તારાઓની જેમ પક્ષીઓ વિશે લખેલું “આપણે આંગણે ઊડનારાં પુસ્તક પણ હું રસપૂર્વક વાંચી ગયો હતો. જયમલ્લભાઈને રાજકોટમાં પહેલી વાર મળતાંની સાથે જ તેમના સંસ્કારી અને પ્રભાવશાળી વ્યક્તિત્વની તથા ઘરની સ્વચ્છતાની અને સુઘડતાની એક સરસ છાપ મારા મન ઉપર પડી હતી. સવારે ઊઠીને સ્નાન વગેરેથી સજ્જ થઈને તેઓ ખાદીનાં ઈસ્ત્રીબંધ પહેરણ અને પાયજામો પહેરીને બેઠા હોય. ઘરનું બારણું ખોલતાં જ તેમના વદન ઉપર સ્મિત અને આતિથ્યસત્કારનો ભાવ છલકાતો હોય. ગમે તેવી નાનીમોટી વ્યક્તિ આવી હોય તો પણ તેઓ એટલા જ ઉમળકાથી સહુને બોલાવતા. એમના ઘરમાં બધું જ વ્યવસ્થિત, સ્વચ્છ અને સુઘડ જોવા મળે. ક્યાંય કાગળની ચબરખી જેટલો કચરો પણ જોવા ન મળે. પલંગની ચાદર ઉપર કોઈક કરચલી કે ડાઘ જોવા ન મળે. તેમના વાળ પણ બરાબર ઓળેલા રહેતા. નાનપણમાં માથામાં Page #168 -------------------------------------------------------------------------- ________________ જયમલ્લ પરમાર ૧૫૧ બરાબર વચ્ચે સેંથો પાડવાની ટેવ તેઓ શ્વેતકેશી થયા પછી પણ, જીવનના અંત સુધી ચાલુ રહેલી. તેમનાં પગરખાં પણ ૨જકણ વગરનાં, સ્વચ્છસફાઈદાર રહેતાં. ' સ્વ. જયમલ્લભાઈનો જન્મ ૬ઠ્ઠી નવેમ્બર, ૧૯૧૧ના રોજ વાંકાનેરમાં થયો હતો. એમના પિતા દીવાન પ્રાગજીભાઈનું નાની વયે અવસાન થયું હતું. ત્યારે જયમલ્લભાઈની ઉંમર માત્ર છ માસની થઈ હતી. વિધવા થતાં એમનાં માતા સંતાનને લઈને પિયર વાંકાનેર રહેવા ચાલ્યાં ગયાં હતાં. એટલે જયમલ્લભાઈનો ઉછેર એમના મોસાળ વાંકાનેરમાં નાના-નાની અને મામામામી પાસે થયો હતો. તે વખતે માતા અને માતામહી પાસેથી સાંભળેલાં હાલરડાં, લોકગીતો, બાળકથાઓ વગેરેના સંસ્કાર એમના ચિત્તમાં દઢપણે અંકિત થયેલા. વાંકાનેરની શાળામાં જયમલ્લભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ (હાલના નવમા ધોરણ) સુધીનો અભ્યાસ કર્યો હતો. આઝાદીની લડતના વાતાવરણને કારણે અભ્યાસમાં એમને બહુ રસ પડતો નહોતો. ૧૯૩૦માં ગાંધીજીએ જ્યારે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી ત્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશમાં અનેક કિશોરો અને યુવાનોએ શાળાકૉલેજનો અભ્યાસ છોડી આઝાદીની લડતમાં ઝંપલાવેલું. તેમાં જયમલ્લભાઈ પણ હતા. તેમણે વાંકાનેર અને ધોલેરામાં સત્યાગ્રહની લડતમાં સક્રિય ભાગ લીધો હતો. અમરેલીમાં વિદેશી કાપડના વિરોધમાં ઉપવાસ પર ઊતરેલા. એમની સામે ધરપકડનું વૉરંટ નીકળતાં તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા અને એક સ્થળેથી બીજે સ્થળે ભાગતા ફરતા રહેતા. ૧૯૩૨માં સત્યાગ્રહની લડતમાં તેમની ધરપકડ થઈ હતી અને તેમણે અઢી વર્ષ જેલમાં વિતાવ્યાં હતાં. જેલમાંથી છૂટ્યા બાદ તેઓ “ફૂલછાબ” સાપ્તાહિકમાં જોડાયા હતા. પરંતુ ૧૯૪૨ની “હિન્દ છોડો'ની લડત શરૂ થઈ ત્યારે “ફૂલછાબ'ની નોકરી છોડીને તેઓ સ્વાતંત્ર્યસંગ્રામના એક સૈનિક બન્યા હતા. કાઠિયાવાડમાં અનેક ગામોમાં તેમણે સભાઓને સંબોધન કરીને લોકોને જાગ્રત કર્યા હતા. જયમલ્લભાઈએ આ રીતે ઊગતી યુવાનીનાં કીમતી વર્ષો આઝાદીની લડતના એક સક્રિય કાર્યકર્તા તરીકે વિતાવ્યાં હતાં. એને લીધે સ્વાતંત્ર્યસંગ્રામના સંખ્યાબંધ નેતાઓ અને કાર્યકર્તાઓના નિકટના સંપર્કમાં Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ વંદનીય હૃદયસ્પર્શ આવવાનો એમને સુંદર અવસર સાંપડ્યો હતો. આ શાળાનો અભ્યાસ છોડ્યા પછી ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યાં સુધી જયમલ્લભાઈએ કાઠિયાવાડમાં થયેલાં નવેક જેટલાં સત્યાગ્રહઆંદોલનમાં સક્રિય ભાગ લીધેલો. ધરપકડ થતાં કેટલોક સમય એમણે જેલમાં વિતાવેલો. વળી તેઓ શિક્ષણ સંસ્કારની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા, કારણ કે તેમની જ્ઞાનભૂખ ઘણી મોટી હતી. ૧૯૩૫માં એટલા માટે તેઓ કાશી વિદ્યાપીઠ(બનારસ યુનિવર્સિટી)માં આચાર્ય નરેન્દ્ર દેવ સાથે રહેલા. ત્યાંથી પાછા ફર્યા પછી તેઓ ભાવનગરમાં દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી સાથે કેટલોક સમય રહેલા. ત્યારપછી ૧૯૩૭માં તેમણે શ્રી મનુભાઈ પંચોલી – ‘દર્શક’ સાથે સમગ્ર ભારતનો શૈક્ષણિક-સાંસ્કૃતિક પ્રવાસ સતત સાત માસ સુધી કર્યો હતો. આ બધા અનુભવોથી જયમલ્લભાઈનું જીવનઘડતર સારી રીતે થયું હતું. “ફૂલછાબ' સાપ્તાહિકના ત્યારે ઝવેરચંદ મેઘાણી તંત્રી હતા. તેમના હાથ નીચે યુવાન જયમલ્લભાઈએ, નિરંજન વર્માની સાથે “ફૂલછાબ'ના સહતંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી હતી. જયમલ્લભાઈની ઉંમર ત્યારે ૨૯ વર્ષની હતી. નિરંજન વર્માની ઉમર ફક્ત બાવીસ વર્ષની હતી. “ફૂલછાબ'માં તેઓ સંયુક્ત નામથી લખતા. પોતાના જે ગ્રંથો પ્રગટ થતા તે પણ સંયુક્ત નામથી જ પ્રગટ કરતા. ૧૯૩૯થી ૧૯૪૨ સુધીનાં વર્ષો દરમિયાન આ બે યુવાન લેખકોએ ઘણું લેખનકાર્ય કર્યું. એ જમાનામાં સાહિત્યના ક્ષેત્રમાં તેઓ છવાઈ ગયા હતા. અનેક યુવાનો સ્વાતંત્ર્યની ભાવનાથી રંગાયેલાં તેમનાં પ્રેરક, ઉબોધક સાહિત્યને વાંચવાનું ચૂકતા ન હતા. નિરંજન વર્મા અને જયમલ્લ પરમારે આઝાદીની લડત દરમિયાન ખંડિત કલેવરો' નામની લખેલી હળવી, રસિક નવલકથાએ કેટલોક ઊહાપોહ મચાવ્યો હતો, કારણ કે એ નવલકથામાં એમણે દોરેલાં કેટલાંક શબ્દચિત્રો આઝાદીની લડતમાં ભાગ લેનાર વ્યક્તિઓ ઉપરથી દોર્યા હતાં. એમાં હળવી શૈલીએ લખાયેલાં શબ્દચિત્રો વ્યંગ અને કટાક્ષથી ભરપૂર હતાં. જો એ શબ્દચિત્રમાંથી કોઈક વ્યક્તિની જાણ થાય તો તેમાં વધુ રસ પડે એવાં એ શબ્દચિત્રો હતાં. આ બંને લેખકો પાસે ગંભીર લેખનની સાથે સાથે હળવી હાસ્યરસિક શૈલી પણ હતી એની આ નવલકથા ઉપરથી પ્રતીતિ થઈ હતી. Page #170 -------------------------------------------------------------------------- ________________ જયમલ્લ પરમાર ૧પ૩ ખંડિત કલેવરો' ઉપરાંત “અણખૂટ ધારા”, “કદમ કદમ બઢાયે જા” જેવી નવલકથાઓમાં પણ એમણે આપણી આઝાદીની લડતના દિવસોના વિવિધ પ્રવાહોનું વાસ્તવિક નર્મમર્મયુક્ત ચિત્ર દોર્યું છે. 'નિરંજન વર્મા અને જયમલ્લ પરમાર એ બે પત્રકારોએ સંયુક્ત રીતે લેખનકાર્ય ઘણાં વર્ષ સુધી કર્યું. એ બંને લેખકોને ગૌરવ અપાવે એવી એ વાત છે. યુવાન વયે લેખનકાર્યનો આરંભ કરનાર લેખકો પછીથી પોતપોતાની શક્તિ અનુસાર સ્વતંત્ર લેખન કરવા તરફ વળી જાય છે. જેની પાસે વધુ સારી લેખનશક્તિ હોય તે લેખકને પોતાની શક્તિનો બીજો કોઈ લેખક યશભાગી થાય એ ગમતી વાત હોતી નથી, પરંતુ યશ કરતાં પણ મૈત્રી જ્યારે ચઢિયાતી હોય છે અને હૃદયની ઉદારતા તથા સ્વાર્પણની ભાવના હોય છે ત્યારે બે લેખકો સંયુક્ત નામથી ઘણા દીર્ઘકાળ સુધી લખી શકે છે. ગુજરાતી સાહિત્યમાં નિરંજન વર્મા અને જયમલ્લ પરમારનું નામ એ દૃષ્ટિએ ચિરસ્મરણીય રહેશે. દુર્ભાગ્યે ૧૯૫૧માં નિરંજન વર્માનું ૩૪ વર્ષની વયે અવસાન થતાં આ પત્રકાર બેલડી ખંડિત થઈ. ત્યારપછી જયમલ્લભાઈએ પોતાનું લેખનકાર્ય ચાલુ રાખ્યું. એમણે પત્રકારત્વના ક્ષેત્રે આજીવન કાર્ય કર્યું અને સંખ્યાબંધ ગ્રંથો પ્રગટ કર્યા. એ દર્શાવે છે કે નિરંજન વર્મા સાથેના લેખનકાર્યમાં તેમનું યોગદાન ઘણું મોટું રહ્યું હશે. જયમલ્લભાઈના જીવનની એક વિરલ ઘટના ઘણાને માટે પ્રેરણારૂપ બની રહે છે. ૧૯૩૦ની લડત દરમિયાન ઓગણીસ-વીસ વર્ષની વયે તેઓ જે જુદી જુદી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા તેમાંના એક હતા ઈશ્વરલાલ મો. દવે. એ બંને યુવાનોની મૈત્રી દિવસે દિવસે ગાઢ થતી જતી હતી. રાષ્ટ્રીય ભાવનાથી તેઓ પૂરા રંગાયેલા હતા. ઈશ્વરભાઈએ “ઊર્મિ' નામનું સામયિક ૧૯૩૦માં ચાલુ કરેલું અને પછી “ભારતી સાહિત્ય સંઘ” નામની ગ્રંથપ્રકાશનની સંસ્થા સ્થાપેલી. ૧૯૩૪માં નિરંજન વર્મા તેમની સાથે જોડાયેલા. નિરંજન ઉંમરમાં નાના હતા. આ ત્રણે મિત્રોએ એવો દઢ સંકલ્પ કરેલો કે ત્રણે સગાભાઈની જેમ જીવનભર સાથે એક જ ઘરમાં રહેવું અને દેશસેવા તથા સાહિત્યસેવાનું કાર્ય કરવું. એ રીતે તેઓ ત્રણે ઘણાં વર્ષ સાથે રહ્યા. લડત દરમિયાન ધરપકડનું વૉરંટ નીકળતાં જયમલ્લભાઈ અને નિરંજન વર્મા ભૂગર્ભમાં ચાલ્યા જવા માટે મુંબઈમાં આવીને રતુભાઈ કોઠારીને ઘરે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વંદનીય હૃદયસ્પર્શ સંતાયા હતા. એ ગુપ્તવાસ વખતે નિરંજનને એક દિવસ છાતીમાં બારીનો ખૂણો વાગતાં પાંસળી તૂટી હતી. એથી હુરસી અને પછી ભારે ક્ષયરોગ થતાં તેમને દક્ષિણ ભારતના એક આરોગ્યધામમાં રાખવામાં આવ્યા, પરંતુ રોગ વધતા ૧૯૫૧માં એમનું અવસાન થયું. ત્યાર પછી જયમલ્લભાઈ અને ઈશ્વરભાઈએ રાજકોટમાં સાથે રહેવાનું ચાલુ રાખ્યું. જયમલ્લભાઈ જીવનભર અપરિણીત રહ્યા. ઈશ્વરભાઈ ૧૯૭૮માં અવસાન પામ્યા. ઈશ્વરભાઈના પુત્ર રાજુલ દવેને જયમલ્લભાઈએ વાત્સલ્યથી ઉછેર્યો હતો. આ રીતે સ્વ. જયમલ્લભાઈએ મૈત્રીના આદર્શનું એક સરસ પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જયમલ્લભાઈનો યુવાનીનો જમાનો એટલે સ્વાતંત્ર્યસંગ્રામનો જમાનો, પરંતુ એ જમાનામાં એક બાજુ બ્રિટિશ રાજ્યના પ્રદેશો હતા, તો સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ)માં મુખ્યત્વે દેશી રાજ્યો હતાં. સમગ્ર ભારતમાં સૌથી વધુ દેશી રાજ્યો સૌરાષ્ટ્રમાં હતાં. ત્રણસોથી પણ વધુ આ રાજ્યોમાંનાં કેટલાંક નાનાં નાનાં રાજ્યો તો પાંચ-પંદર ગામનાં જ હતાં. ભારતમાં આઝાદીની લડતનો એક મોટો પ્રશ્ન હતો. તેમાં પણ સૌરાષ્ટ્રમાં એ પ્રશ્ન વધુ જટિલ હતો. જયમલ્લભાઈએ યુવાનવયે “ફૂલછાબ'માં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોના પ્રશ્નો અંગે પોતાની અભ્યાસપૂર્ણ વેધક કૉલમ ચલાવી હતી. આજે તો નવી પેઢીને એ સમયની દેશી રાજ્યોની સ્થિતિનો ખ્યાલ આવવો પણ મુશ્કેલ છે. જયમલ્લભાઈએ એ દિશામાં કેટલું સંગીન કાર્ય ત્યારે કર્યું હતું તે તો સમયના સાક્ષીઓ જ વધારે સારી રીતે કહી શકે ! ફૂલછાબ' જ્યારે ૧૯૫૭માં સાપ્તાહિકમાંથી દૈનિક થયું ત્યારે એના આદ્યતંત્રી તરીકે જયમલ્લભાઈ જોડાયા હતા. આ રીતે તંત્રી તરીકે એમણે પાંચ વર્ષ સેવા બજાવી હતી અને પોતાની લેખિનીનો લાભ સૌરાષ્ટ્રની જનતાને આપ્યો હતો. “ફૂલછાબ'ને દૈનિક તરીકે સ્થિર કરવામાં જયમલ્લભાઈનું યોગદાન ઘણું મોટું છે. જયમલ્લભાઈએ યુવાન વયે “ભૂદાન', “ઉકરડાનાં ફૂલ' જેવાં નાટકો; સાંબેલાં', “અમથી ડોશીની અમથી વાણી” જેવાં કટાક્ષકાવ્યો તથા “આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય', “સુભાષના સેનાનીઓ' વગેરે ચરિત્રો લખ્યાં હતાં. એમની સર્જક પ્રતિભા આમ જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોમાં વિહરતી. સ્વ. જયમલ્લભાઈ પરમારનો ઉછેર અને વિકાસ મુખ્યત્વે તો એક Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ જયમલ્લ પરમાર રાષ્ટ્રીય રચનાત્મક કાર્યકર તરીકે થયેલો હતો. એટલે જ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન સૌરાષ્ટ્રનાં ઘણાં રચનાત્મક કાર્યોમાં એમણે સક્રિય ભાગ લીધો હતો. એમની એ પ્રવૃત્તિ આઝાદી પછી પણ ચાલુ રહી હતી. એમણે સૌરાષ્ટ્ર સંગીત-નાટક એકેડેમી, લોકસાહિત્ય વિદ્યાલય, સૌરાષ્ટ્ર રાસોત્સવ, રાજકોટ નાગરિક બેંક, પછાત વર્ગ બૉર્ડ વગેરે સંસ્થાઓની સ્થાપનામાં અને એની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય કાર્ય કર્યું હતું. એમણે સૌરાષ્ટ્ર લેખક મિલન માટે અને રાજકોટમાં યોજાયેલા ગુજરાતી અધ્યાપક સંમેલન માટે પણ મોટી જવાબદારી વહન કરી હતી. ઈ. સ. ૧૯૬૫ના ગાળામાં એમણે ગુજરાતમાં નશાબંધીની પ્રચારપ્રવૃત્તિમાં ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. નિયમિત લેખનકાર્ય કરનાર પત્રકારની પાસે જો કોઈ સામયિક હોય તો તેના લેખનકાર્યને વધુ વેગ અને સગવડ મળે છે. “ફૂલછાબ'માં પત્રકાર તરીકે કાર્ય કરનાર જયમલ્લભાઈને પછીનાં વર્ષોમાં ઈશ્વરલાલ મો. દવેનો સહકાર સાંપડ્યો હતો. ઈશ્વરભાઈએ ૧૯૩૮માં “નવરચના' નામનું સામયિક ચાલુ કરેલું. ૧૯૪૩માં “ઊર્મિ અને “નવરચના” જોડાઈ ગયાં. ૧૯૬૭માં “ઊર્મિનવરચના'માં તંત્રી તરીકે જયમલ્લભાઈ જોડાયા હતા. ઈશ્વરલાલ દવેના અવસાન પછી “ઊર્મિ-નવરચના'ને વર્ષો સુધી ખોટ ખાઈને પણ તેમણે નિષ્ઠાપૂર્વક ચલાવ્યું. ચોવીસ વર્ષ સુધી એમણે લોકસાહિત્યના આ સામયિક માટે આપેલી સેવાને પરિણામે એમના તરફથી આપણને એમની કેટલીક ઉત્તમ લેખન-પ્રસાદી નિયમિત મળતી રહી. ભાઈ રાજુલ દવેનો એમાં સારો સહકાર મળતો રહ્યો હતો. જયમલ્લભાઈ જેમ એક સિદ્ધહસ્ત લેખક હતા તેમ સારા વક્તા પણ હતા. તેમનો અવાજ બુલંદ હતો. તેમની વાણી મધુર હતી. તેમનું વક્તવ્ય સચોટ અને માર્મિક હતું. તેઓ સભાઓનું સંચાલન કુશળતાપૂર્વક એવું સરસ કરતા કે એની છાપ શ્રોતાઓના ચિત્તમાં ચિરકાળને માટે અંકિત થઈ જતી. જયમલ્લભાઈ એટલે સભાઓના, સંગોષ્ઠીઓના માણસ. જયમલ્લભાઈ અનેક ઠેકાણે ઘૂમી વળેલા. તેઓ અનેક વ્યક્તિઓના અંગત ગાઢ સંપર્કમાં આવેલા. એમનું વાંચન પણ અત્યંત વિશાળ. એટલે જ્યારે પણ એમની પાસે જઈએ ત્યારે એમની વાતોનો ખજાનો ખૂટે નહિ. એમનું જીવન એટલે એક વિરલ અનુભવ-સમૃદ્ધ જીવન. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વંદનીય હૃદયસ્પર્શ સ્વ. મેઘાણીભાઈની જેમ જયમલ્લભાઈ માટે પણ લોકસાહિત્ય જીવનભર રસનો વિષય રહ્યો હતો. એથી જ મેઘાણીભાઈની જેમ તેઓ પણ લોકસાહિત્યના અભ્યાસ અર્થે અનેક સ્થળે ઘૂમી વળ્યા હતા. ડાયરાઓમાં, ભજનમંડળીઓમાં તથા બારોટો અને ચારણો, બાવાઓ અને સંતો એમ વિવિધ પ્રકારના લોકોની વચ્ચે રહીને તેઓ તેનું સંશોધન-અધ્યયન કરતા રહ્યા હતા. જયમલ્લભાઈનું લોકસાહિત્યના ક્ષેત્રે અધ્યયન કેટલું ઊંડું અને શાસ્ત્રીય પદ્ધતિનું હતું અને એમનું કાર્ય કેટલું બધું પ્રતિષ્ઠિત હતું તેની ખાતરી એક જ વાત પરથી થશે કે એમણે પોતે કૉલેજમાં અભ્યાસ બિલકુલ કરેલો નહિ, શાળામાં અભ્યાસ પણ પૂરો કરેલો નહિ, તેમ છતાં લોકસાહિત્યના વિષયમાં યુનિવર્સિટીના પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે અને પરીક્ષક તરીકે એમની નિમણૂક થઈ હતી. લોકસાહિત્યના ક્ષેત્રે જયમલ્લભાઈ સ્વ. ઝવેરચંદ મેઘાણીના સમર્થ અનુગામી બની ગયા હતા. તેમને મેઘાણીભાઈ પાસેથી સરસ તાલીમ મળી હતી. એટલે જ સૌરાષ્ટ્રમાં તેમણે લોકસાહિત્યને જીવંત રાખવામાં ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. ૧૯૫૫માં એમણે જૂનાગઢમાં “લોકસાહિત્ય વિદ્યાલય' નામની સંસ્થાની સ્થાપના કરી હતી. એ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને લોકસાહિત્યનું અધ્યયન કરાવવામાં આવતું તથા લોકસાહિત્યના ડાયરાઓમાં દુહા, ગીતો, કથાઓ કેવી રીતે રજૂ કરવાં તેની પદ્ધતિસરની તાલીમ અપાતી. દસેક વર્ષ એ સંસ્થા ચાલી તે દરમિયાન એમણે લોકસાહિત્યના વિષયમાં આવા સાઠથી વધુ કલાકારો તૈયાર કરાવ્યા હતા. તે દરમિયાન “લોકસાહિત્ય સભા' નામની સંસ્થાની સ્થાપના તેમણે કરી હતી અને તેના મંત્રી તરીકે ઘણાં વર્ષો સુધી સેવા બજાવી હતી. એવી બીજી કેટલીક સંસ્થાઓ સાથે તેઓ સક્રિયપણે જોડાયેલા રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં ડાયરાઓના કાર્યક્રમને વધુ જીવંત અને સર્જનાત્મક બનાવવામાં તેમનો ફાળો ઘણો મોટો રહ્યો હતો. આ ડાયરાઓ દ્વારા તેમણે કવિ સ્વ. દુલા કાગ, મેરુભા, કાનજી બુટા બારોટ વગેરે કલાકારોને પ્રકાશમાં આણ્યા હતા. લોકસાહિત્યના ક્ષેત્રે વર્તમાન પેઢીના કલાકારો એ દૃષ્ટિએ પોતાની સિદ્ધિઓ માટે સ્વ. જયમલ્લભાઈના ઋણી છે. લોકસાહિત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો, રેડિયો-પ્રસારણ તથા Page #174 -------------------------------------------------------------------------- ________________ જયમલ્લ પરમાર ૧૫૭ ટી.વી.ના કાર્યક્રમો ઉપરાંત જયમલ્લભાઈએ લોકસાહિત્યના સંશોધનસંપાદનક્ષેત્રે પણ ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું છે. એમણે “દેશ-દેશની લોકકથાઓ', “પરીકથાઓ', “પંજાબની વાતો', “રાજસ્થાનની વાતો', “બુંદેલખંડની વાતો”, “કાઠિયાવાડની વાતો', “ધરતીની અમીરાત' વગેરે લોકકથાના ગ્રંથો પ્રગટ કર્યા છે. લોકવાર્તાની રસલ્હાણ” તથા “જીવે ઘોડા, જીવે ઘોડા” એ નામના લોકકથાનાં સંપાદનો દ્વારા બીજા લેખકોએ લખેલી કેટલીક મહત્ત્વની લોકવાર્તાઓ એમણે આપણને આપી છે. લોકસાહિત્યમાં બાળવાર્તાઓ અને કિશોરવાર્તાઓમાં પણ જયમલ્લભાઈને એટલો જ રસ પડતો. એ ક્ષેત્રમાં પણ એમનું પ્રદાન ઘણું મોટું રહ્યું છે. યુવાન વયે એમણે લોકસાહિત્યના બાળકથાના પંદરેક જેટલા સંગ્રહો પ્રગટ કર્યા હતા. એમાં “ચાતુરીની વાતો', “પાકો પંડિત', “ચૌબોલા રાણી', “સોનપદમણી', “ફૂલવંતી', “કુંવર પિયુજી', “અજગરના મોંમાં ઇત્યાદિ સંગ્રહો નોંધપાત્ર છે. સ્વ. જયમલ્લભાઈએ આપણા લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિના વિષયો ઉપર વખતોવખત જે અભ્યાસપૂર્ણ સંશોધનલેખો લખ્યા હતા તે ગ્રંથસ્વરૂપે પ્રગટ થતા રહ્યા હતા. “આપણી લોકસંસ્કૃતિ', “આપણાં લોકનૃત્યો', લોકસાહિત્ય અને સંસ્કૃતિ', “લોકસાહિત્યવિમર્શ”, “લોકસાહિત્યતત્ત્વદર્શન અને મૂલ્યાંકન જેવા સમર્થ ગ્રંથો દ્વારા સ્વ. જયમલ્લભાઈએ રાસ, રાસડો, ગરબો, ગરબી વગેરે પ્રકારનાં લોકગીતો, વિવિધ પ્રકારનાં લોકનૃત્યો, પઢાર, કોળી, આયર, ભરવાડ, સીદીઓ વગેરે જાતિઓ, તેમના પહેરવેશ, ભરતગૂંથણની કલા, તેમની ગૃહસુશોભનની કલા, તેમનાં જન્મ, લગ્ન, મૃત્યુ વગેરેના પ્રસંગોના રીતરિવાજો ઇત્યાદિનું ઐતિહાસિક સંદર્ભો સાથે સરસ દિગ્દર્શન કરાવ્યું છે. સ્વ. ઝવેરચંદ મેઘાણી પછી એટલા જ વિશાળ ફલક ઉપર લોકસાહિત્યનું સંશોધન-અધ્યયન, સમર્થ ગ્રંથો દ્વારા સ્વ. જયમલ્લભાઈ પાસેથી આપણને સાંપડે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે તેમાં ગુજરાતી ભાષાના વિભાગની સાથે લોકસાહિત્યનો વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો હતો, કારણ કે સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય બહુ સમૃદ્ધ છે. આ વિભાગમાં જયમલ્લભાઈએ ૧૯૭૬થી ૧૯૭૮ના ગાળામાં અધ્યાપનકાર્ય કરેલું. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ વંદનીય હૃદયસ્પર્શ યુનિવર્સિટીના લોકસાહિત્યના વિષયના બોર્ડના સભ્ય તરીકે પણ તેમણે ઘણાં વર્ષો સુધી ઉપયોગી સેવા અને માર્ગદર્શન આપ્યાં હતાં. કોઈ કોઈ વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિલેકશન સમિતિમાં કે અન્ય કોઈ સમિતિમાં અમે સાથે મળતા ત્યારે એમના ઉષ્માભર્યા ઉદાર સ્વભાવની અને ઊંડા અધ્યયનની છાપ અમારા ચિત્ત પર અવશ્ય પડતી. એક વખત રાજકોટમાં એમના ઘરે મળવા હું ગયો હતો ત્યારે ત્યાંની યુનિવર્સિટી અને સાહિત્યના જાહેર ક્ષેત્રની કેટલીક વાતો નીકળી. તેમણે ત્યારે કહ્યું હતું કે પોતે જાહેર સમિતિઓમાં અને સભાઓમાં હવે બહુ ઓછું જાય છે. એનું કારણ પોતાનો અત્યંત સંવેદનશીલ સ્વભાવ છે. કોઈક વાત નીકળે અને ચર્ચા થાય તો એ વિષય પછી પોતાના મનમાં લાંબા સમય સુધી ઘોળાયા. કરે છે. કોઈક વખત એથી રાત્રે ઊંઘ સરખી આવતી નથી. એના કરતાં ઘરે શાંતિથી બેઠાં હોઈએ અને મનગમતું વાંચતાં હોઈએ તો ચિત્તની કોઈ વ્યગ્રતા ઊભી થતી નથી અને દિવસ સારી રીતે પસાર થાય છે. યુવાનવયે જયમલ્લભાઈ ઘણું ફર્યા છે. ઘણી સભાઓનું સંચાલન કર્યું છે. ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને એનો આનંદ પણ માણ્યો છે, પરંતુ ઉંમર થતાં નાની નાની અણગમતી વાતોના પ્રત્યાઘાતો ઝીલવાની એમની શક્તિ ઓછી થતી જતી હતી. આપણા રાજકીય, સાહિત્યિક, શૈક્ષણિક જાહેર જીવનમાં છાશવારે કંઈક ને કંઈક ઘટનાઓ બનતી હોય છે અને ચર્ચાવિવાદના વંટોળ ઊભા થતા હોય છે. એનાથી અલિપ્ત રહેવામાં એમને મનની વધુ શાંતિ અનુભવવા મળતી હતી. સ્વ. જયમલ્લભાઈનું સ્મરણ થતાં શ્રી રતુભાઈ અદાણીનું સ્મરણ અવશ્ય થાય. ઠેઠ કિશોરવયથી જ તેઓ બંને જીગરજાન દોસ્ત રહ્યા હતા. બંને નિયમિત મળે અને એકબીજાની પ્રવૃત્તિથી સતત માહિતગાર રહે. સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સંમેલન યોજવું હોય તો જો રતુભાઈ અદાણી અને જયમલ્લ પરમારને તેની જવાબદારી સોંપવામાં આવે તો નિશ્ચિત બની જવાય, કારણ કે આયોજનની સૂઝ અને વહીવટી દૃષ્ટિને લીધે તેઓ બે-ચાર દિવસનો આખો કાર્યક્રમ સાંગોપાંગ સારી રીતે પાર પાડી શકે. હું જયારે જ્યારે જયમલ્લભાઈને મળ્યો છું ત્યારે ત્યારે શ્રી રતુભાઈ અદાણીની વાત અવશ્ય નીકળતી. “જીવરાજ મહેતા ટ્રસ્ટના તેઓ મુખ્ય ટ્રસ્ટીઓ એટલે તેના ઉપક્રમે કરવામાં આવતી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫૯ જયમલ્લ પરમાર વિવિધ પ્રવૃત્તિઓની માહિતી જયમલ્લભાઈ હંમેશાં મને આપતા. જયમલ્લભાઈ અને રતુભાઈ બંનેને લોકસાહિત્યમાં એટલો જ રસ, પરંતુ રતુભાઈ કરતાં જયમલ્લભાઈની લેખનપ્રવૃત્તિ વધુ રહેતી. રતુભાઈને સક્રિય રાજકારણમાં જેટલો રસ તેટલો જ રસ રચનાત્મક કાર્યક્રમોમાં રહ્યો છે. એમાં જયમલ્લભાઈનો સહયોગ પણ રહ્યો હતો. જયમલ્લભાઈ અને રતુભાઈ એટલા માટે પ્રવાસમાં ઘણીખરી વાર સાથે જ હોય. તેઓ બંનેએ ગુજરાત બહાર ભારતમાં પણ અનેક સ્થળે સાથે પરિભ્રમણ કર્યું હતું. જયમલ્લભાઈએ જીવનનાં અંતિમ વર્ષોમાં કરેલું એક મહત્ત્વનું લેખનકાર્ય તે ગુજરાતના સંતો અને તેમનાં ધર્મસ્થાનકોનો પરિચય કરાવવાનું છે. જયમલભાઈ કેટલાંય ધર્મસ્થાનકોમાં જાતે રહેલા અને ત્યાંના વાતાવરણની સૂક્ષ્મ અનુભૂતિઓ ઝીલેલી. વળી તેઓ કેટલાય નામી-અનામી સંતોના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા હતા અને તેમની પ્રેરણા મેળવી હતી. એટલે એમણે પોતાનાં અધ્યયન, અવલોકન અને સ્વાનુભવને આધારે “સેવાધરમનાં અમરધામ' નામની એક લેખમાળા “ફૂલછાબ'માં ૧૯૮૬માં ચાલુ કરેલી. લગભગ ત્રણ વર્ષ સુધી એ લેખમાળા નિયમિત ચાલી હતી. એ લેખમાળામાં એમને ભાઈ શ્રી રાજુલ દવેનો સારો સહયોગ સાંપડ્યો હતો. અત્યંત લોકપ્રિય થયેલી એ લેખમાળા દળદાર ગ્રંથરૂપે પ્રગટ થઈ હતી, જે આપણા સંતોના જીવનકાર્ય વિશેના સાહિત્યનો એક મહત્ત્વનો ગ્રંથ છે. જયમલ્લભાઈ પોતાના પ્લોટના પોતાના રહેઠાણેથી કાલાવડ રોડ ઉપર પોતાના “નવરંગ' બંગલામાં રહેવા ગયા તે પછી તેમને જયારે જ્યારે હું મળવા જતો ત્યારે લેખનવાંચનની તેમની પ્રવૃત્તિની વાતો થતી. હવે તેમાં થોડી મંદતા આવી હતી. “ઊર્મિનવરચના' પણ બંધ કરવાનો વિચાર ચાલતો હતો. આંખે મોતિયો આવવાને કારણે તેઓ ઝાઝું વાંચી શકતા નહિ. સાંજે પાંચેક વાગે તડકો આથમવા આવ્યો હોય ત્યારે તેઓ વરંડામાં ખુરશી ઢાળીને બેસતા અને હાથમાં બિલોરી કાચ રાખીને વાંચતા. એમનું વાંચન ઓછું થયું હતું, પરંતુ તે માટેનો એમનો રસ ઓછો થયો ન હતો. છાપાં અને સામયિકો તેઓ નિયમિત વાંચતા અને સાહિત્ય, રાજકારણ વગેરે તત્કાલીન પ્રવાહોથી હંમેશાં પરિચિત રહેતા. પત્રકાર તરીકેનું એમનું જીવન આ રીતે અંતિમ સમય સુધી સતત તાજગીસભર રહ્યા કર્યું હતું. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ વંદનીય હૃદયસ્પર્શ છેલ્લે જયારે હું એમને કાલાવડ રોડ પરના બંગલે મળવા ગયો હતો ત્યારે તેમને બહુ આનંદ થયો હતો. પરંતુ હવે તેમની ચાલવાની શક્તિ ઘણી ઘટી ગઈ હતી. ચાલતી વખતે લાકડીનો કે બીજા કોઈનો ટેકો લેવો પડતો. એમ છતાં એમની વાતચીતમાં પૂરેપૂરી સ્વસ્થતા જણાતી. એમની સ્મૃતિ પણ એટલી જ સારી રહી હતી. તેઓ કહેતા કે “હવે આખો દિવસ ઘરમાં જ રહું છું. પથારીમાં પડ્યાં પડ્યાં જે વંચાય તે વાંચું છું અથવા કોઈની પાસે વંચાવી લઉં છું.' જયમલ્લભાઈએ અવસાનના થોડા વખત પહેલાં “પ્રબુદ્ધ જીવન” માટે એક લેખ મોકલાવેલો. પરંતુ ત્યારે હું ત્રણેક મહિના માટે અમેરિકામાં હતો. પ્રબુદ્ધ જીવનમાં એ લેખ છપાય તે પહેલાં તો તેમનો સ્વર્ગવાસ થયો. સ્વ. જયમલ્લભાઈનો સ્વર્ગવાસ થતાં રાજકોટમાં રસસભર, અનુભવસમૃદ્ધ અંગત વાતો સાંભળવાનું અને વાત્સલ્યપૂર્ણ માર્ગદર્શન મેળવવાનું એક વિરલ સ્થાન મેં ગુમાવ્યું છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પંડિત હીરાલાલ દુગ્ગડ જૈન ધર્મના વિદ્વાન પંડિત હીરાલાલ દુગ્ગડનું ૮૭ વર્ષની વયે દિલ્હીમાં અવસાન થયું. ૫. હીરાલાલ દુગ્ગડનું નામ દિલ્હી, ઉત્તર ભારત અને પંજાબના જૈનોમાં જેટલું જાણીતું છે એટલું ગુજરાતમાં કે ભારતનાં અન્ય રાજયોના જૈનોમાં જાણીતું નથી. પં. હીરાલાલ દુગડ એક વિરલ પ્રતિભા ધરાવનાર પ્રાચીન પરિપાટીના, ગઈ પેઢીના વિદ્વાન હતા. પં. હીરાલાલ દુગ્ગડ સાથેની મારી પહેલી મુલાકાત કંઈક જુદી જ રીતે થઈ હતી. કેટલાંક વર્ષ પહેલાં નવી દિલ્હીથી થોડે દૂર વલ્લભ સ્મારકની રચના કરવા માટે ખાતમુહૂર્તનો ઉત્સવ મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીની નિશ્રામાં જયારે યોજાયો હતો ત્યારે મારે પણ ત્યાં જવાનું બન્યું હતું. પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મુંબઈ વગેરે સ્થળેથી ઘણા લોકો ઉત્સવ માટે એકત્રિત થયા હતા. એ પ્રસંગે જૈન ધર્મના ગ્રંથો, ભજનોની કેસેટ વગેરે વેચવા માટે કેટલાક નાના નાના સ્ટોલ પણ કરવામાં આવ્યા હતા. તે વખતે એક ચશ્માધારી કૃશકાય સજ્જન ખાદીનું પહેરણ, સુરવાલ, બંડી અને માથે ટોપી પહેરીને હાથમાં એક પુસ્તકની કેટલીક નકલો રાખીને વેચવા માટે ફરતા હતા. પુસ્તકનું નામ હતું “મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈન ધર્મ.” ઉત્સવમાં પધારેલા સામાન્ય લોકોને આવા દળદાર, ગંભીર, સંશોધનાત્મક પુસ્તકમાં બહુ રસ ન પડે એ સ્વાભાવિક હતું. એ પુસ્તક એમના હાથમાં જોતાં જ મને એમાં રસ પડ્યો. મેં એ પુસ્તક ખરીદવા માટે એમની પાસેથી લીધું. પચાસ રૂપિયાની કિંમતનું પુસ્તક હતું. મેં એમને પચાસ રૂપિયા આપ્યા. તો તેમણે મને પાંચ રૂપિયા પાછા આપ્યા. એમણે કહ્યું કે “આ ઉત્સવ પ્રસંગે જે કોઈ પુસ્તક ખરીદે તેને હું દસ ટકા કમિશન આપું છું.” એ સજ્જનનો સાધારણ વેશ જોતાં મને એમ થયું કે આ કોઈ સેલ્સમેન તડકામાં ફરીફરીને પોતે પુસ્તક વેચવાનો પ્રયાસ કરે છે તો મારે એમની પાસેથી કમિશનના પાંચ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ વંદનીય હૃદયસ્પર્શ રૂપિયા પાછા ન લેવા જોઈએ. એટલે મેં પાંચ રૂપિયા પાછા આપ્યા. એથી એમને આશ્ચર્ય થયું. “પાંચ રૂપિયા કેમ પાછા આપો છો?' એવો પ્રશ્ન એમણે કર્યો ત્યારે મેં કહ્યું, “આવા દળદાર પુસ્તકની નકલો ઊંચકીને તડકામાં આપ વેચવા પ્રયત્ન કરો છો તો આપની કમાણી મારે ઓછી ન કરવી જોઈએ.' એમની પાસેથી પુસ્તક લઈ ત્યાં ઊભાં ઊભાં જ હું એ પુસ્તક ઉપર નજર ફેરવવા લાગ્યો. મને લાગ્યું કે આ એક સમર્થ, વિદ્વદુભોગ્ય સંશોધનાત્મક ગ્રંથ છે. પંડિત હીરાલાલ દુગ્ગડનો એ ગ્રંથ હતો. મેં એ સજ્જનને કહ્યું, અહો, પંડિત હીરાલાલ દુગડનો આ ગ્રંથ સરસ છે. આ ગ્રંથના લેખક જો આ કાર્યક્રમમાં આવ્યા હોય તો મારે તેમને મળવાની ઇચ્છા છે. તમે મને એમનો પરિચય કરાવશો?' એમણે કહ્યું, “આ ગ્રંથનો લેખક હું પોતે જ છું. હું જ હીરાલાલ દુગ્ગડ છું.' એક ક્ષણ તો મને એમ લાગ્યું કે તેઓ મજાક તો નથી કરતા ને ? તેમનો પહેરવેશ અને દેખાવ જોઈને કોઈ કહે નહિ કે આ લેખક મહાશય પોતે હશે, પરંતુ થોડી વારમાં ખબર પડી કે તેઓ ગ્રંથલેખક પોતે જ છે. મેં સહાનુભૂતિપૂર્વક કહ્યું, “તમે આવા મોટા પંડિત છો અને તમારા ગ્રંથની નકલો તમારે જાતે વેચવા માટે ફરવું પડે છે એ જોઈને મને દુઃખ થાય છે.” એમણે કહ્યું, “ભાઈ ! આ પુસ્તક મેં ઘણા લોકો પાસેથી આર્થિક સહાય લઈને છપાવ્યું છે. વળી ઘરના ગાંઠના પૈસા પણ અંદર બહુ નાખ્યા છે. આવું અઘરું પુસ્તક એમ ને એમ તો કોણ લેવાનું હતું? જો ફરું અને પાંચ-પંદર નકલ વેચાય તો મારો આર્થિક બોજો એટલો હળવો થાય.” એક સમર્થ જૈન વિદ્વાનને પોતાના ગ્રંથની નકલો વેચવા માટે તડકામાં આંટા મારવા પડે એ ઘણી શોચનીય સ્થિતિ મને લાગી. - પંડિત હીરાલાલ દુગ્ગડનો આ રીતે મને પહેલી વાર પરિચય થયો હતો. ત્યાર પછી અમે બંને સમાન રસને લીધે ઘણી વાર મળ્યા છીએ અને પરસ્પર પત્રવ્યવહાર કર્યો છે. પંડિત હીરાલાલ દુગ્ગડનો જન્મ ઈ. સ. ૧૯૪૦માં (વિ. સં. ૧૯૬૧, જેઠ વદ ૫) પંજાબમાં ગુજરાનવાલા (હાલ પાકિસ્તાન)માં થયો હતો. પ. પૂ. આત્મારામજી મહારાજની સ્વર્ગારોહણની એ ભૂમિ છે. પં. હીરાલાલ દુગ્ગડના પિતાનું નામ ચૌધરી દીનાનાથ દુગ્ગડ હતું. તેમની માતાનું નામ Page #180 -------------------------------------------------------------------------- ________________ પંડિત હીરાલાલ દુગ્ગડ ૧૬૩ ધનદેવી હતું. પુત્ર હીરાલાલને જન્મ આપ્યા પછી નવમે દિવસે માતા ધનદેવીનું અવસાન થયું હતું. કુટુંબ ઉપર એથી એક મોટી આપત્તિ આવી પડી હતી. પોતાના દોહિત્રને ઉછેરવા માટે ધનદેવીની માતા હીરાલાલને પોતાના ઘરે લઈ ગયાં અને ત્યાં તેમને ઉછેરવા લાગ્યાં. ભર યુવાનીમાં વિધુર થયેલા દીનાનાથ આગળ બીજા લગ્ન માટેનો પ્રસ્તાવ આવ્યો. એ કન્યા તે ધનદેવીની જ નાની બહેન હતી. લગ્ન કર્યા વિના છૂટકો નહોતો. દીનાનાથનાં બીજાં લગ્ન આ રીતે થયાં હતાં. બાળક હીરાલાલ માટે પોતાની માશી તે પોતાની સાવકી માતા બની. જોકે બાળક હીરાલાલ તો પોતાની નાની પાસે ઊછરવા લાગ્યા હતા. ચૌધરી દીનાનાથનાં આ બીજાં લગ્ન દસેક વર્ષ ટક્યાં. એમની બીજી પત્નીનું અવસાન થયું. આ પત્નીથી એમને બે સંતાનો થયાં હતાં. પરિસ્થિતિ અનુસાર ચૌધરી દીનાનાથને ત્રીજાં લગ્ન કરવાં પડ્યાં. એ લગ્ન થયાં ગુજરાનવાલાના શ્રેષ્ઠી લક્ષ્મણદાસની પુત્રી માયાદેવી સાથે. માયાદેવીથી એમને બે સંતાનો થયાં હતાં. ચૌધરી દીનાનાથની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી હતી. તેઓ ગુજરાનવાલામાં તાંબાપિત્તળનાં વાસણોનો વેપાર કરતા હતા, પરંતુ એ વેપારમાં એમને ખાસ કંઈ કમાણી થતી ન હતી. વેપારમાં વારંવાર ખોટ આવવાને લીધે તથા માથે થોડું દેવું થઈ જવાને લીધે તેમને પોતાનો વાસણનો વેપાર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યાર પછી તેમણે અનાજની દલાલી ચાલુ કરી હતી. તેમાં પણ બહુ ઓછી કમાણી થતી. એટલે એમના કુટુંબનું ગુજરાન માંડ માંડ પૂરું થતું. ગરીબીમાં એમના કુટુંબના કષ્ટમય દિવસો પસાર થતા રહ્યા હતા. આવા કપરા સંજોગોમાં પણ દીનાનાથે અને હીરાલાલની દાદીમાએ હીરાલાલને મેટ્રિક સુધીનો અભ્યાસ કરાવ્યો. એ દિવસોમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરવી એ જ ઘણી મોટી વાત હતી. કૉલેજનું ઉચ્ચતર શિક્ષણ જવલ્લે જ કોઈક લેતા. સોળ વર્ષની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરીને હીરાલાલ પોતાના પિતાની વાસણની દુકાનમાં જોડાયા હતા. પરંતુ એ દુકાનમાં વકરો બહુ થતો નહિ. આખો દિવસ બેસી રહેવાનું થતું. હીરાલાલને એ ગમતું નહિ. એટલે તેઓ ફાજલ સમયનો ઉપયોગ ગ્રંથો વાંચવામાં કરતા. દુકાનમાં ધંધો સારો ચાલતો ન હોવાથી અને તેમાં હીરાલાલની કંઈ જરૂર ન હોવાથી તથા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ વંદનીય હૃદયસ્પર્શ હીરાલાલને પોતાને પણ એમાં બહુ રસ પડતો ન હોવાથી તેમજ હીરાલાલને ખાવાપીવાના ખર્ચ સાથે શિષ્યવૃત્તિ મળતી હોવાથી છેવટે કૉલેજના અભ્યાસ માટે એમને મોકલવાનું નક્કી થયું. ગુજરાનવાલાની આત્માનંદ જૈન ગુરુકુળની કૉલેજમાં તેઓ દાખલ થયા. ત્યાં પાંચ વર્ષ સુધી રહીને એમણે સંસ્કૃત ભાષાસાહિત્ય, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કર્યો. એમણે સ્નાતકની પદવી મેળવી. તદુપરાંત એમણે જૈન આગમ સાહિત્ય તથા દર્શનશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો. એ કરીને એમણે વિદ્યાભૂષણ'ની ઉપાધિ પ્રાપ્ત કરી. આ રીતે એમણે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત ભાષાનો પણ સંગીન અભ્યાસ કર્યો. તદુપરાંત જેમ જેમ અનુકૂળતા મળતી ગઈ તેમ તેમ એમણે હિન્દી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી વગેરે ભાષાઓનો પણ સરસ અભ્યાસ કર્યો. આ રીતે યુવાન હીરાલાલ સમર્થ “શાસ્ત્રી' થયા. હીરાલાલે ત્યારબાદ એકાદ વર્ષ પછી કલકત્તા યુનિવર્સિટીની સંસ્કૃત ભાષાના વિષયની “ન્યાયશાસ્ત્ર'ની પરીક્ષા આપી. તેમાં સારા માર્કસ મેળવી પાસ થતાં એમને “ન્યાયતીર્થની ઉપાધિ મળી હતી. ત્યાર પછી બીજે વર્ષે એમણે વડોદરામાં ગાયકવાડ સરકારે સ્થાપેલી સેન્ટ્રલ લાઇબ્રેરીના વિષયને લગતી પરીક્ષા પસાર કરી. ત્યાર પછી એમણે અજમેરમાં યોજાયેલી વસ્તૃત્વસ્પર્ધામાં ભાગ લઈ સરસ વ્યાખ્યાન આપ્યું. એમાં ઘણી સારી સફળતા પ્રાપ્ત કરવા માટે અજમેરમાં ભરાયેલી અખિલ ભારતીય વિદ્ધદુ પરિષદમાં એમને “વ્યાખ્યાન દિવાકર'નું બિરુદ આપવામાં આવ્યું. આમ, વિદ્યાના ક્ષેત્રે પંડિત હીરાલાલ શાસ્ત્રીની ઉત્તરોત્તર ચડતી થવા લાગી. પં. હીરાલાલને ધાર્મિક વારસો એમના દાદા મથુરાદાસજી શાસ્ત્રી પાસેથી તથા વિશેષતઃ દાદાના મોટાભાઈ કર્મચંદ્ર (કરમચંદ) શાસ્ત્રી પાસેથી મળ્યો હતો. પંજાબમાં એ દિવસોમાં જૈનધર્મ અને શાસ્ત્રજ્ઞાનના ક્ષેત્રે કર્મચંદ્ર શાસ્ત્રીનું નામ ઘણું જ મોટું હતું. કર્મચંદ્રનો જન્મ અને ઉછેર ગુજરાનવાલામાં થયો હતો. યુવાન વયે તેઓ પોતાના પિતાના સોનાચાંદીના શરાફીના વ્યવસાયમાં જોડાયા હતા. કર્મચંદ્ર સ્વભાવથી જ અત્યંત પ્રામાણિક હતા. સોનાચાંદીના વ્યવસાયમાં તેઓ ભાવતાલમાં કે ધાતુના મિશ્રણમાં જરા પણ અપ્રામાણિકતા કરતા નહિ. તેઓ તથા ગુજરાનવાલાના બધા જ જૈનો ઢંઢક મતસ્થાનકવાસી માર્ગને અનુસરતા હતા. કર્મચંદ્રજી સ્થાનકવાસી હતા. એટલે Page #182 -------------------------------------------------------------------------- ________________ પંડિત હીરાલાલ દુગ્ગડ ૧૬૫ એમણે બત્રીસ આગમનો ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓ સાધુસાધ્વીઓને નિ:સ્વાર્થપણે, સેવાની ભાવનાથી અધ્યયન કરાવતા હતા. એટલા માટે તેઓ “શાસ્ત્રી' તરીકે ઓળખાતા હતા. તેમના હસ્તાક્ષર બહુ સરસ, મરોડદાર હતા. એ દિવસોમાં મુદ્રિત ગ્રંથો નહોતા. એટલે તેઓ પોતે સાધુસંતોને શાસ્ત્રગ્રંથોની હસ્તપ્રતોની નકલ કરી આપતા. આગમોના પોતાના ઊંડા અભ્યાસને કારણે એમની પ્રતિષ્ઠા પંજાબમાં ત્યારે એટલી મોટી હતી કે કોઈ પણ સાધુસંતને જૈન ધર્મ વિશે કંઈ પણ શંકા થાય અથવા વિશેષ જાણવું હોય તો તે વિશે કર્મચંદ્ર શાસ્ત્રીને પૂછતા અને છેવટે એમનો જવાબ માન્ય રહેતો. પંજાબમાં એ વખતે સ્થાનકવાસી અગ્રણી સાધુઓમાં બુટેરાયજી મહારાજનું નામ ઘણું પ્રખ્યાત હતું. તેઓ પણ કર્મચંદ્ર શાસ્ત્રી પાસે ઘણી વાર અધ્યયન કરવા અથવા પોતાની શંકાઓનું સમાધાન કરવા માટે આવતા. શાસ્ત્રોના ઊંડા અધ્યયનને લીધે કર્મચંદ્ર શાસ્ત્રીને એવી ખાતરી થઈ ગઈ હતી કે જિનપ્રતિમાનો નિષેધ સ્થાનકવાસી પરંપરા દ્વારા ખોટી રીતે થયો છે. એ અંગે એમણે તટસ્થ ભાવે બધા આગમોનો અને અન્ય ગ્રંથોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. એથી એમને દેઢ શ્રદ્ધા થઈ કે જિનપ્રતિમા અને તેની પૂજા જૈનધર્મને સંપૂર્ણપણે માન્ય છે. બત્રીસ આગમોની પોથીઓમાં જિનપ્રતિમાના પાઠ જાણી-જોઈને છેકી નાખવામાં કે બદલી નાખવામાં આવેલા છે. આ વિષયમાં એમણે શ્રી બુટેરાયજી મહારાજ સાથે નિખાલસ ચર્ચા કરી. બુટેરાયજી મહારાજને પોતાને પણ કેટલાક સંશયો થયા હતા. એથી જ બુટેરાયજી મહારાજને જિનપ્રતિમાની પૂજા તરફ વાળવામાં મુખ્યત્વે કર્મચંદ્ર શાસ્ત્રીનો ફાળો હતો. કર્મચંદ્ર શાસ્ત્રી બાર વ્રતધારી શ્રાવક હતા. પૂ. બુટેરાયજી મહારાજ ગુજરાતમાં જઈ શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરામાં નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી જ્યારે પંજાબમાં પાછા ફર્યા અને મૂર્તિપૂજાનો ઉપદેશ આપવો શરૂ કર્યો ત્યારે સ્થાનકવાસી શ્રાવકોમાંથી બુટેરાયજી મહારાજના પ્રથમ અનુયાયી કર્મચંદ્ર શાસ્ત્રી બન્યા હતા. કર્મચંદ્ર શાસ્ત્રીને બુટેરાયજી મહારાજ પાસે નિર્ભયતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક જાહેરમાં સ્વીકારેલા મૂર્તિપૂજક ધર્મનો પ્રભાવ ઘણો મોટો પડ્યો. એને લીધે પંજાબમાં અસંખ્ય સ્થાનકવાસી કુટુંબોએ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ વંદનીય હૃદયસ્પર્શ મૂર્તિપૂજા સ્વીકારી. વખત જતાં શ્રી આત્મારામજી તથા શ્રી વલ્લભસૂરિ મહારાજના સદુપદેશથી સમગ્ર પંજાબમાં જૈન કોમમાં ઘણી મોટી ક્રાંતિ થઈ હતી. આ ક્રાંતિના આદ્ય પ્રણેતાઓમાં સાધુઓમાં જેમ બુટેરાયજી મહારાજ હતા તેમ શ્રાવકોમાં કર્મચંદ્ર શાસ્ત્રી હતા. ગુજરાનવાલાનગરમાં આમ, હીરાલાલને પોતાના દાદા મથુરાદાસજીના મોટાભાઈ કર્મચંદ્ર શાસ્ત્રી પાસે નિયમિત બેસીને જૈન ધર્મનું અધ્યયન કરવાની સારી તક સાંપડી હતી. કર્મચંદ્ર શાસ્ત્રીના સંયમશીલ જીવન અને શાસ્ત્રીય અધ્યયનનો પ્રભાવ તેમના ઉપર ઘણો મોટો પડ્યો હતો. વળી પોતાના બાર વ્રતધારી દાદા મથુરાદાસજીના જીવનની અસર પણ હીરાલાલ ઉપર ઘણી બધી પડી હતી. આથી જ યુવાનીમાં પ્રવેશતાં હીરાલાલને વેપારધંધો કરી સારું ધન કમાવામાં રસ પડ્યો ન હતો, પરંતુ શાસ્ત્રગ્રંથોનું અધ્યયન કરવામાં, સાહિત્યગ્રંથોનું વાંચન કરવામાં અને લેખનકાર્ય કરવામાં વધુ રસ પડ્યો હતો. તેઓ જાણતા હતા કે વિદ્યાના ક્ષેત્રે અર્થપ્રાપ્તિ ખાસ થવાની નથી અને સાદાઈથી જીવન જીવવું પડશે, પરંતુ તેઓ તે માટે મનથી સજ્જ થઈ ગયા હતા અને એક પંડિત શાસ્ત્રી તરીકે પોતાની કારકિર્દીને વિકસાવવા ઇચ્છતા હતા. ઊગતી યુવાનીમાં ધન તરફ ન આકર્ષાવું એ સરળ વાત નથી. જ્ઞાનસંપત્તિનો સાચો પરિચય જેને હોય તે જ વ્યક્તિ ભૌતિક સંપત્તિ પ્રત્યે ઉદાસીન રહી શકે. આમ, હીરાલાલનું મન વાસણના કે અનાજના વેપારમાં રહ્યું નહિ. બીજી બાજુ અનાજની દલાલીમાં સરખી કમાણી ન થતાં ચૌધરી દીનાનાથે પોતાનો એ વ્યવસાય બંધ કર્યો. ત્યારપછી તેઓ તથા તેમના દીકરાઓ ગુજરાનવાલામાં જુદી જુદી નોકરીએ લાગી ગયા. બજારની કોઈ નોકરી કે કારકુની કરવા કરતાં વિદ્યાવ્યાસંગ દ્વારા પંડિત કે શાસ્ત્રી તરીકે જે કંઈ આજીવિકા પ્રાપ્ત થાય તેમાં પોતાનું ગુજરાન સંતોષપૂર્વક ચલાવવાનું હીરાલાલે નક્કી કર્યું. એમના એ જમાનામાં આ રીતે જીવનનિર્વાહ ક૨વો એ ઘણી કપરી વાત હતી. એમ છતાં પં. હીરાલાલ પોતાના સંકલ્પમાંથી જીવનભર ચલિત થયા નહોતા. સાધારણ આવકને કારણે પોતાની જીવનશૈલી પણ એમણે એટલી સાદાઈભરી કરી નાખી હતી. હાથે ધોયેલાં સાદાં વસ્ત્રો તેઓ પહેરતા. કરકસરભર્યું જીવન તેઓ ગુજારતા. પોતાનાં લેખો, ગ્રંથો, Page #184 -------------------------------------------------------------------------- ________________ પંડિત હીરાલાલ દુગ્ગડ ૧૬૭ વ્યાખ્યાનો વગેરેમાંથી જે કંઈ નજીવી કમાણી થાય તેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હોવા છતાં પોતાની પરિસ્થિતિ માટે પોતે ક્યાંય અફસોસ કે અસંતોષ વ્યક્ત કરતા નહિ, બલ્કે ખુમારીથી તેઓ આનંદમાં મસ્તીભર્યું પોતાનું જીવન જીવતા. પોતાની પાસે જે જ્ઞાનસંપત્તિ છે એ જ સદ્ભાગ્યની ઘણી મોટી વાત છે એમ તેઓ માનતા. એ જમાનામાં કિશોર વયે લગ્ન થઈ જતાં, પરંતુ હીરાલાલની લગ્ન કરવાની ઇચ્છા નહોતી. શાસ્ત્રાભ્યાસ કરવાની અને કરાવવાની એમને વધારે લગની હતી. આમ છતાં કૌટુમ્બિક સંજોગાનુસાર દબાણને વશ થઈને એમને લગ્ન કરવાં પડ્યાં હતાં. પરંતુ એમનાં લગ્ન એમના જમાનાની દૃષ્ટિએ ક્રાંતિકારક હતાં. હીરાલાલે ૨૭ વર્ષની ઉંમરે લગ્ન કર્યાં ત્યારે એમના સમાજમાં ઘણો ખળભળાટ મળ્યો હતો. દૃઢ જ્ઞાતિપ્રથાના એ જૂના દિવસો હતા. લગ્ન માટે જ્ઞાતિનાં બંધનો ઘણાં ભારે હતાં. હીરાલાલ પંજાબના વતની હતા. તેઓ શ્વેતામ્બર સમુદાયના અને તેમાં ઓસવાલ (ભાવડા) જ્ઞાતિના હતા. એમણે પંજાબની બહાર ઉત્તરપ્રદેશની, વળી દિગમ્બર સમુદાયની અને પોરવાડ જ્ઞાતિની કન્યા કુમારી કલાવતીરાણી સાથે લગ્ન કર્યાં હતાં. એટલે દેખીતી રીતે એમના લગ્નજીવનમાં સામાજિક ક્રાન્તિ તથા સમન્વયની ભાવના રહેલી હતી. ઈ. સ. ૧૯૪૭ની ૧૫મી ઑગસ્ટે જ્યારે હિંદુસ્તાનના બે ટુકડા થયા અને ભારત તથા પાકિસ્તાનમાં દેશ વિભાજિત થયો તે વખતે દીનાનાથ દુગ્ગડ અને તેનું કુટુંબ ગુજરાનવાલા પાકિસ્તાનમાં જતાં ત્યાંનાં જૈનો ઘરબાર છોડીને, નિરાશ્રિત થઈને ભારતમાં ભાગી આવ્યાં હતાં. પૂ. વિજયવલ્લભસૂરિ તે વખતે ગુજરાનવાલામાં હતા. તેમની સાથે ગુજરાનવાલાથી ઘણાં જૈનો ભારતમાં આવ્યાં હતાં. એમાં દીનાનાથ દુગ્ગડનું કુટુંબ પણ હતું. તેઓને ઘણી તકલીફ પડી હતી. ૧૯૪૭ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં લાખોની સંખ્યામાં હિન્દુ-મુસ્લિમની ભારતમાંથી પાકિસ્તાનમાં અને પાકિસ્તાનમાંથી ભારતમાં એમ હિજરત થઈ હતી. એ વખતે થયેલાં મોટાં રમખાણોમાં અનેક લોકોની કતલ થઈ. જે લોકો નિરાશ્રિત તરીકે ભારતમાં આવ્યા તેઓ પોતાનાં ઘરબાર અને માલમિલકત છોડીને જીવ બચાવીને ભાગી આવ્યા હતા. દીનાનાથ દુગ્ગડ ૧૯૪૭ના Page #185 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ સપ્ટેમ્બરમાં ગુજરાનવાલાથી પોતાના પરિવારના સભ્યો સાથે ભાગીને અમૃતસર આવી પહોંચ્યા હતા. પરંતુ રસ્તામાં લાહોરમાં એમના ચાલીશ વરસની ઉંમરના પુત્ર લક્ષ્મીલાલની મુસલમાન હુલ્લડખોરોએ કતલ કરી નાખી હતી. ૧૬૮ દીનાનાથ દુગ્ગડ અમૃતસરથી પોતાના સગાને ત્યાં આગરા પહોંચ્યા. ત્યાં રહેતા કેટલાક શ્રાવક ભાઈઓએ એમને સારી મદદ કરી. તેઓએ એમને તથા એમના દીકરાઓને કામધંધે લગાડ્યા. સમય જતાં એમના એક પુત્ર મહેન્દ્રલાલે સોનાચાંદીની દુકાન કરી અને બીજા પુત્ર શાદીલાલે વાસણોની દુકાન કરી. આમ એમના દીકરાઓએ આગરામાં આવીને ધંધાની સારી જમાવટ કરી. દીનાનાથ દુગ્ગડનું ૬૭ વર્ષની ઉંમરે આગરામાં અવસાન થયું. પાકિસ્તાનથી આગરા આવ્યા પછી પં. હીરાલાલ દુગ્ગડને પોતાના ભાઈઓ સાથેના સોનાચાંદીના વેપાર-ધંધામાં એટલો રસ પડ્યો નહિ. એટલે તેઓ પોતાના કુટુંબ સાથે ગ્વાલિયર રાજ્યના ભિંડ નામના ગામે રહેવા ગયા. ત્યાં તેમણે પાઠશાળામાં શાસ્ત્રી તરીકે વ્યવસાય ચાલુ કર્યો. ભિંડમાં કેટલાંક વર્ષ રહ્યા પછી દિલ્હીમાં શાસ્ત્રી તરીકે નોકરી મળતાં તેઓ પોતાના પરિવાર સાથે દિલ્હી રહેવા ગયા અને જીવન પર્યંત ત્યાં રહ્યા. પં. હીરાલાલે જૈન તથા હિન્દુ અને બૌદ્ધ ધર્મગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું હતું. જૈન ધર્મમાં પણ શ્વેતામ્બર અને દિગમ્બર એમ બંને પરંપરાના સાહિત્યનો તેમનો અભ્યાસ ઘણો ગહન હતો. તેઓ મધ્યસ્થ દૃષ્ટિના હતા. દિગમ્બર પરંપરા પ્રત્યે તેમને કોઈ પૂર્વગ્રહ નહોતો, કારણ કે તેમનાં પત્ની દિગમ્બર સંપ્રદાયનાં હતાં. તેઓ પોતે પણ દિગમ્બર આચાર્યો અને મુનિઓના સતત સંપર્કમાં રહેતા. ઈ. સ. ૧૯૩૫માં અજમેરમાં એક મોટો વિવાદ ઊભો થયો હતો. અજમેરનિવાસી એક દિગમ્બર વિદ્વાને શ્વેતામ્બર પરંપરા વિરુદ્ધ ચાલીસ પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. એ વખતે પં. હીરાલાલે અજમે૨થી પ્રગટ થતા ‘જૈનધ્વજ’ નામના સાપ્તાહિકમાં એ ચાલીસ પ્રશ્નોના એવા સચોટ તર્કયુક્ત અને આધાર સહિત ઉત્તરો આપ્યા હતા કે જેથી એ દિગમ્બર વિદ્વાન નિરુત્તર થઈ ગયા હતા. પં. હીરાલાલે એ પ્રસંગે પોતાની જે વિદ્વત્તા અને તર્કશક્તિનો પરિચય સમાજને કરાવ્યો તેથી પ્રભાવિત થયેલા જૈન અને જૈનેતર વિદ્વાનોની ભલામણથી અયોધ્યા સંસ્કૃત કાર્યાલય તરફથી Page #186 -------------------------------------------------------------------------- ________________ પંડિત હીરાલાલ દુગ્ગડ ૧૬૯ ન્યાયમનીષી'ની પદવી આપીને એમનું મોટું સન્માન કરવામાં આવ્યું હતું. પં. હીરાલાલ પ્રત્યે શ્વેતામ્બર તથા દિગમ્બર એમ બંને પરંપરાના સમાજને ઘણો આદર હતો અને તેથી જ કેટલીક વાર જ્યાં સાધુ-સાધ્વીનો યોગ ન હોય ત્યાં પર્યુષણ પર્વ દરમિયાન વ્યાખ્યાનો આપવા માટે જેમ એમને શ્વેતામ્બરો તરફથી નિયંત્રણો મળતાં તેમ દિગમ્બરો તરફથી પણ દસ લક્ષણી પર્વ પ્રસંગે વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણો મળતાં. કેટલાંક વર્ષ પહેલાં કેટલાક અજૈન વિદ્વાનોએ ભગવાન મહાવીરે માંસાહાર કર્યો હતો એવો આક્ષેપ કર્યો હતો ત્યારે પં. હીરાલાલે એ આક્ષેપનો એવો તો સચોટ રદિયો વેદપુરાણો, ઉપનિષદો તથા આગમો અને આયુર્વેદના ગ્રંથોનો આધાર લઈને આપ્યો હતો કે એ વિશે કોઈના પણ મનમાં શંકા રહે નહિ. એમના આ ગ્રંથથી જ પ્રભાવિત થઈને ઉત્તર ભારતની આત્માનંદ જૈન મહાસભાએ ઈ. સ. ૧૯૬૫માં હસ્તિનાપુરમાં અક્ષયતૃતીયાના દિવસે બહુ મોટો સમારંભ યોજીને એમનું પુરસ્કાર સહિત ભવ્ય સન્માન કર્યું હતું. ઈ. સ. ૧૯૬૬માં પં. હીરાલાલનાં ધર્મપત્ની કલાવતી રાણીનો સ્વર્ગવાસ થયો. વિધુર થયેલા પં, હીરાલાલે ત્યાર પછી આચાર્ય ભગવંત પૂ. વિજયસમુદ્રસૂરિ પાસે જઈને આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું હતું. તદુપરાંત તેઓ નિયમિત પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક, અભક્ષ્યત્યાગ, રાત્રિભોજનત્યાગ વગેરેના નિયમો સ્વીકારીને એક સાધુ જેવું જીવન જીવવા લાગ્યા હતા. ઈ. સ. ૧૯૭૬માં હિમાચલ પ્રદેશમાં કાંગડાતીર્થમાં જૈન દર્શન માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરના મુખ્ય સૂત્રધાર તરીકે પં. હીરાલાલને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એ વખતે એમણે વિદ્યાર્થીઓને પોતાની વકતત્વશક્તિ અને તર્કશક્તિથી આશ્ચર્યચકિત કર્યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ પ્રકારની શંકાઓનું સમાધાન સરસ રીતે કરાવ્યું હતું. જૈન દર્શન ઉપરાંત અન્ય દર્શનોના એમના જ્ઞાનથી પણ વિદ્યાર્થીઓ બહુ જ પ્રભાવિત થયા હતા. પંડિત હીરાલાલ દુગ્ગડના ચાલીસેક જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે. એમાંના કેટલાક પોતાના મૌલિક સંશોધનના પ્રકાર છે, કેટલાક સંપાદનના પ્રકારના છે, કેટલાક અનુવાદના પ્રકારના છે. “નિર્ચન્થ ભગવાન મહાવીર Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ વંદનીય હૃદયસ્પર્શ તથા માંસાહાર રિહાર’, ‘વલ્લભજીવન જ્યોતિ ચરિત્ર’, ‘વલ્લભકાવ્ય સુધા' (સંપાદન), ‘હસ્તિનાપુર તીર્થકા ઇતિહાસ’, ‘સદ્ધર્મ સંરક્ષક મુનિ બુદ્ધિવિજયજી’, ‘મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈન ધર્મ' વગેરે ગ્રંથોમાં એમની અભ્યાસનિષ્ઠ સંશોધનદષ્ટિ જોવા મળે છે. ‘મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈન ધર્મ’ નામનો એમનો દળદાર ગ્રંથ તો એમની તેજસ્વી વિદ્વદ્ પ્રતિભાનો સરસ પરિચય કરાવે છે. બહુ જ પરિશ્રમપૂર્વક ઘણી માહિતી એકત્ર કરીને એમણે આ ગ્રંથની રચના કરી છે. એમાં ઘણી ઘણી બાબતો ઉપર એમણે નવો સુંદર પ્રકાશ પાડ્યો છે. ભગવાન મહાવીરના જીવન વિશે એમણે બીજા બે ગ્રંથોની રચના કરી છે. એકમાં ભગવાન મહાવીરના જન્મસ્થાનની વિચારણા કરવામાં આવી છે. બીજા એક ગ્રંથમાં એમણે ભગવાન મહાવીર વિવાહિત હતા કે નહિ એની ચર્ચા-વિચારણા કરી છે. આ વિષયમાં સંશોધન કરીને, પ્રમાણો આપીને એમણે બતાવ્યું છે કે ભગવાન મહાવીર વિવાહિત હતા. આ બંને ગ્રંથોમાં એમણે ભગવાન મહાવીર વિશેના દિગમ્બર મતનો પરિહાર કરીને શ્વેતામ્બર મતનું સમર્થન કર્યું છે. ‘પંચપ્રતિક્રમણસૂત્ર', પંડિત હીરાલાલ દુગ્ગડે ‘નવસ્મરણ', ‘નવતત્ત્વ’, ‘જીવવિચાર’, ‘આત્મજ્ઞાન પ્રવેશિકા’ વગેરે પ્રકારના શાસ્ત્રગ્રંથોનું સંપાદન-સંકલન પણ કર્યું છે. એમણે ‘જિનપૂજાવિધિ’ તથા ‘જિનપ્રતિમા પૂજા–રહસ્ય’ વગેરે વિશે પણ શાસ્ત્રીય ગ્રંથો લખેલા છે. પંડિત હીરાલાલ દુગ્ગડે શાસ્ત્રીય પ્રકારના અન્ય કેટલાક જે ગ્રંથોની રચના કરી છે તેમાં ‘શકુન વિજ્ઞાન’, ‘સ્વરોદય વિજ્ઞાન', ‘સ્વપ્ન વિજ્ઞાન', ‘જ્યોતિષ વિજ્ઞાન’, ‘સામુદ્રિક વિજ્ઞાપન’, ‘પ્રશ્નપૃચ્છા વિજ્ઞાન’, ‘યંત્ર મંત્ર તંત્ર કલ્પાદિ સંગ્રહ’, ‘ઔષધ, ઔર તોટકા વિજ્ઞાન' વગેરે પ્રકારના ગ્રંથો છે. એમના ગ્રંથો પરથી જોઈ શકાય છે કે પંડિત હીરાલાલ દુગ્ગડ જ્યોતિષ, આયુર્વેદ, યોગવિદ્યા, મંત્ર તંત્ર, સ્વપ્નશાસ્ત્ર વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. પ્રાચીન ભારતીય શાસ્ત્રોની વિભિન્ન શાખાઓના તેઓ ઘણા સારા જાણકાર હતા. એમની સાથે વાતચીત કરતાં આ વાતની તરત ખાતરી થતી. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો એ વિષય ઉપ૨ અભ્યાસપૂર્વક અને અધિકારપૂર્વક તેમને કશુંક કહેવાનું હોય જ. એમની સાથે ગોષ્ઠી કરવાથી ઘણી નવી નવી વાતો જાણવા મળતી. Page #188 -------------------------------------------------------------------------- ________________ પંડિત હીરાલાલ દુગ્ગડ ૧૭૧ સમેતશિખરમાં અંચલ ગચ્છાધિપતિ પ. પૂ. શ્રી ગુણસાગરસૂરિજી તથા પ. પૂ. શ્રી કલ્યાણપ્રભસાગરજીની નિશ્રામાં ભગવાન મહાવીરની જન્મભૂમિ વિશે એક વિદ્વદ્ગોષ્ઠિનું આયોજન થયું હતું. તેમાં ઉપસ્થિત રહી મારે પણ એક નિબંધ વાંચવાનો હતો. એ વખતે પં. હીરાલાલ દુગડ પણ દિલ્હીથી પધાર્યા હતા. અન્ય વિદ્વાનો તો હતા જ, પરંતુ એ વખતે બે વડીલ વિદ્વાનો શ્રી ભંવરલાલજી નાહટા અને પં. હીરાલાલ દુગડ સાથે એક જ રૂમમાં ત્રણેક દિવસ સુધી સાથે રહેવાનું પ્રાપ્ત થયું હતું. મારે માટે એ અત્યંત આનંદની વાત હતી. એ વખતે ફાજલ સમયમાં સાથે બેસીને વાતો કરવામાં બંને વિદ્વાનો પાસેથી જૈન સાહિત્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરેને લગતી ઘણી માહિતી મળી હતી. પં. હીરાલાલ દુગ્ગડ સ્વભાવે અને રહેણીકરણીમાં કેટલા બધા સાદા અને સરળ હતા તેની ત્યારે તરત ખાતરી થઈ હતી. દિલ્હીમાં વલ્લભસ્મારકમાં પ. પૂ. મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજીની નિશ્રામાં ક્યારેક સંક્રાન્તિ પર્વના કાર્યક્રમો યોજાતા. કોઈ કોઈ વાર મને એમાં ઉપસ્થિત રહેવાની અને પં. હીરાલાલને સાંભળવાની તક મળી હતી. પં. હીરાલાલ અત્યંત સરળ સ્વભાવના હતા. પોતાના જ્ઞાનનો અહંકાર તેમનામાં જરા પણ નહોતો. તેઓ સભામાં આવીને એક સામાન્ય જનની જેમ શ્રોતાઓ વચ્ચે ગમે ત્યાં બેસી જતા. સંચાલકોનું જો તેમના પર ધ્યાન પડે અને તેમને આગ્રહપૂર્વક બોલાવીને મંચ ઉપર બેસવા કહે તો તેઓ ત્યાં બેસતા. તેમને પોતાનું વક્તવ્ય રજૂ કરવાનું જો કહેવામાં આવે તો તેઓ આપેલી સમયમર્યાદા પ્રમાણે બોલતા. સભામાં બોલવા માટે તેઓ આકાંક્ષા દર્શાવતા નહિ કે સૂચન કરતા નહિ. બોલવાનું ન મળે તો તેનો તેઓ રંજ પણ રાખતા નહિ. જૂની પેઢીના માણસ અને ગુજરાનવાલાના વતની હોવાને કારણે પૂ. શ્રી વિજયવલ્લભસૂરિનાં ઘણાં અંગત સંસ્મરણો તેઓ કહેતા. પંજાબના એ પ્રદેશના પોતે વતની હોવાને કારણે શાળામાં તેઓ ઉર્દૂ ભાષા પણ શીખેલા હતા. ઉર્દૂ લિપિમાં લખવું-વાંચવું એમને મન સ્વાભાવિક હતું. પૂ. વલ્લભસૂરિ વિશેનાં કેટલાંક અંજલિરૂપી પદો એમની ડાયરીમાં ઉર્દૂ લિપિમાં લખેલાં રહેતાં અને કેટલીક વાર સભામાં તેઓ ઉર્દૂ લિપિમાં લખેલી એ ડાયરી વાંચીને રજૂઆત કરતા. કેટલાંક વર્ષ પહેલાં હું જ્યારે મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ વંદનીય હદયસ્પર્શ મંત્રી હતો ત્યારે એક દિવસ પં. હીરાલાલ દુગ્ગડનો પત્ર આવ્યો હતો. એમણે લખ્યું હતું કે પોતે જે એક વિષયનું સંશોધન કરવા ઇચ્છે છે એ વિષયની હસ્તપ્રતો શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં છે. એ માટે પોતે મુંબઈ આવીને ત્રણ-ચાર દિવસ રહીને એ હસ્તપ્રતો જોવા ઇચ્છે છે. પોતાના રહેવા માટે જો કંઈ પ્રબંધ થાય તો કરી આપવા મને વિનંતી કરી હતી. એંશીની ઉંમર વટાવી ચૂકેલા આ વિદ્વાનની ધગશ જોઈને મને બહુ આનંદ થયો. મેં તરત પત્ર લખ્યો અને તેમને જણાવ્યું કે તેઓ મુંબઈ પધારશે તો અમને બહુ જ આનંદ થશે. એમના રહેવા તથા જમવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં પ્રબંધ કરવામાં આવ્યો છે એમ પણ એમને જણાવ્યું. પત્ર મળતાં પં. હીરાલાલ મુંબઈ આવી પહોંચ્યા અને વિદ્યાલયમાં ઊતર્યા. એ ઉંમરે પણ તેઓ દિલ્હીથી ટ્રેનમાં રિઝર્વેશન વગર બેઠાં બેઠાં મુંબઈ પહોંચ્યા હતા. બૉમ્બે સેન્ટ્રલથી ચાલતા ચાલતા તેઓ પોતાની બે જોડ કપડાંની થેલી લઈ વિદ્યાલયમાં ગયા હતા. પોતાના આગમનના કોઈ સમાચાર એમણે અગાઉથી વિદ્યાલયને જણાવ્યા નહોતા, નહિ તો બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર તેમને લેવા જઈ શકાયું હોત. તેઓ આવ્યા હતા તો ત્રણ-ચાર દિવસ માટે, પરંતુ વિદ્યાલયમાં હસ્તપ્રતો અને પ્રાચીન પુસ્તકોનો ખજાનો જોઈને તેઓ હર્ષવિભોર થઈ ગયા હતા. ચાર દિવસને બદલે લગભગ એકવીસ દિવસ તેઓ વિદ્યાલયમાં રોકાયા. પુસ્તકો તથા હસ્તપ્રતો જોઈને નોંધ કરતા રહ્યા હતા. તેઓ એકલા હતા અને આગળપાછળની કશી ચિંતા ન હતી. એટલે મરજી મુજબ વધુ કે ઓછા દિવસ રોકાઈ શકે એમ હતા. પોતાનું કામ પત્યું ત્યારે દિલ્હી પાછા ફર્યા હતા. એ વખતે પં. હીરાલાલ સાથે વિવિધ જૈન વિષયોની જ્ઞાન- ગોષ્ઠિ કરવાની મને સારી તક મળી હતી. આમ, જન્મથી જીવનના અંત સુધી પં. હીરાલાલ દુગ્ગડનું જીવન એટલે એક આર્થિક સંઘર્ષમય જીવન. ઓછી કમાણીને કારણે અને પછી તો સ્વભાવગત બની ગયેલી ટેવને કારણે તેમનો પહેરવેશ અને તેમની રહેણીકરણી અત્યંત સાદાઈભર્યા હતાં. હાથે ધોયેલાં, ઇસ્ત્રી વગરનાં સાધારણ કપડાં પહેરેલાં એ સજ્જનની, પહેલી વાર જોનારાના મન ઉપર એ બહુ મોટા વિદ્વાન છે એવી તરત છાપ ન પડે. બાલ્યકાળમાં અને યુવાનીમાં ગરીબીને કારણે કેટલીક બાબતમાં જે લઘુતાગ્રંથિ જીવનમાં આવી તે એમના જીવનના Page #190 -------------------------------------------------------------------------- ________________ પંડિત હીરાલાલ દુગ્ગડ ૧૭૩ અંત સુધી રહી હતી. પરંતુ સ્વભાવે તેઓ અત્યંત ભલા, ભોળા, સરળ અને નિખાલસ હતા. એમની સાથે નિરાંતે બેસીને વાતો સાંભળીએ તો જ ખબર પડે કે તેમની પાસે વિવિધ પ્રકારની માહિતીનો અને શાસ્ત્રીય જ્ઞાનનો કેટલો મોટો ખજાનો છે ! એમણે પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. પંડિત હીરાલાલ દુગ્ગડના જીવનમાંથી સમાજે પોતાના કર્તવ્ય અંગે પ્રેરણા લેવા જેવી છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અમૃતલાલ યાજ્ઞિક આપણા શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રની એક મિલનસાર, મધુરભાષી અગ્રગણ્ય વ્યક્તિ આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિકનું ૭૮ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. છેલ્લા ચારદાયકા કરતાં વધુ સમયથી મુ. યાજ્ઞિકસાહેબસાથે એમના એક અનુસ્નાતક વિદ્યાર્થી તરીકે, કૉલેજના અધ્યાપક તરીકે અને મુંબઈ યુનિવર્સિટી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારે અંગત ગાઢ સંબંધ રહ્યો હતો. યાજ્ઞિકસાહેબ છેલ્લાં કેટલાંક વર્ષથી પ્રતિવર્ષ ઑક્ટોબર માસમાં હરદ્વાર જતા. કેટલાક સમયથી એમની તબિયત જોઈએ તેટલી સારી રહેતી નહોતી. હરદ્વારમાં અચાનક તેમને કિડનીની તકલીફ વધી ગઈ અને તેમની સ્મૃતિ ચાલી ગઈ. તેમને મુંબઈ લાવવામાં આવ્યા અને પાર્લાની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડાયાલિસિસ અને દવાઓને કારણે તેમની તબિયતમાં સુધારો થયો. ધીમે ધીમે સ્મૃતિ પાછી આવી ગઈ. એ વખતે અમે એમને હૉસ્પિટલમાં જોવા ગયા હતા ત્યારે પૂરી સ્વસ્થતાથી એમણે અમારી સાથે ઘણી વાતો કરી. પોતે ધ્રાંગધ્રાનાં કેટલાંક સ્મરણો પણ તાજાં કર્યા. પરંતુ એ વખતે વાતચીત કરતાં કરતાં તેઓ થોડી થોડી વારે ભાવવશ બની ગળગળા થઈ જતા કે રોઈ પડતા. એમની આંખોનું તેજ ઓછું થઈ ગયું હતું. અશક્તિ ઘણી આવી ગઈ હતી. અમે એમને વધુ શ્રમ ન લેવા વિનંતી કરી. યાજ્ઞિકસાહેબની કારકિર્દી એટલે શૂન્યમાંથી સર્જન. ગામડાંની સાધારણ સ્થિતિમાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરતા જઈ તેમણે પોતાના જીવનને આનંદમંગલરૂપ બનાવ્યું. યાજ્ઞિકસાહેબનો જન્મ ૧૯૧૩માં થયો હતો. એમણે મેટ્રિક સુધીનો અભ્યાસ પોતાના વતન ધ્રાંગધ્રામાં કર્યો હતો. ત્યારપછી તેઓ ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા હતા અને ત્યાંની હૉસ્ટેલમાં રહીને એમણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. એમ.એ.માં એમણે મુખ્ય વિષય ગુજરાતી લીધો હતો અને તે વખતના ભાવનગરના ગુજરાતીના Page #192 -------------------------------------------------------------------------- ________________ અમૃતલાલ યાજ્ઞિક ૧૭૫ સુપ્રસિદ્ધ પ્રાધ્યાપક શ્રી રવિશંકર જોશી(જોશીસાહેબ)ના તેઓ પ્રિય વિદ્યાર્થી હતા. વિવેચક અનંતરાય રાવળ (મિત્રો તેમને અંતુ રાવળ કહેતા) તેમની સાથે કૉલેજમાં ભણતા. એમ.એ. થયા પછી સારી નોકરી મેળવવાનો પ્રશ્ન ત્યારે ઘણો મોટો હતો. જ્યાં નોકરી મળે ત્યાં જઈને રહેવું પડતું. યાજ્ઞિકસાહેબને મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં નોકરી મળી. થોડો સમય એમણે ત્યાં કામ કર્યું. તે દરમિયાન રૂઈયા કૉલેજના ગુજરાતીના તે સમયના અધ્યાપક કવિ મનસુખલાલ ઝવેરી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં જોડાયા એટલે યાજ્ઞિકસાહેબને રૂઈયા કૉલેજમાં અધ્યાપક તરીકે સ્થાન મળી ગયું. વર્ષો સુધી એ કૉલેજમાં એમણે નિષ્ઠાપૂર્વક અધ્યાપનકાર્ય કર્યું. યાજ્ઞિકસાહેબ સાથે મારે એમના એક અનુસ્નાતક વિદ્યાર્થી તરીકે સંપર્કમાં આવવાનું થયું. ૧૯૪૮-૫૦નાં વર્ષોની આ વાત છે. તે વખતે મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગ નહોતો. બીજા પણ ઘણા વિષયોના વિભાગો નહોતા. યુનિવર્સિટી તરફથી અનુસ્નાતક વર્ગો માટે આયોજન થતું. એમ.એ.માં ગુજરાતી વિષય લેનાર વિદ્યાર્થીને જુદી જુદી કૉલેજોમાં પરિભ્રમણ કરવું પડતું. જે જે અધ્યાપકોને એમ.એ.ના અધ્યાપન માટે માન્ય કરવામાં આવ્યા હોય તેઓ પોતપોતાની કૉલેજમાં પોતાની કોલેજના સમયપત્રકની અનુકૂળતા અનુસાર પિરિયડ લેતા. રૂઈયા કૉલેજમાં સવારે સાત વાગે, સિદ્ધાર્થમાં અગિયાર વાગે, ઝેવિયર્સમાં એક વાગે, એલ્ફિન્સ્ટનમાં બપોરે ત્રણ વાગે, વિલસનમાં સાંજે પાંચ વાગે એમ રોજ વારાફરતી કૉલેજ અને જુદો જુદો સમય આવે. એકને બદલે બીજી કૉલેજમાં કે બીજા જ સમયે પહોંચી જવાના બનાવો વિદ્યાર્થીઓમાં વારંવાર બનતા. માનાઈ અધ્યાપનકાર્ય હોવાને કારણે અધ્યાપક પિરિયડ ન લેવાના હોય એવા પણ પ્રસંગો ઘણી વાર બનતા. રૂઈયા કૉલેજમાં સવારે સાત વાગે અમે પહોંચી ગયા હોઈએ ત્યારે યાજ્ઞિકસાહેબ અમારો પિરિયડ નિયમિત લેતા. તેઓ અમને ભાષાશાસ્ત્ર શીખવતા, ત્યારે ભાષાવિજ્ઞાનનો અભ્યાસક્રમ અત્યારે છે તેવો નહોતો. નરસિંહરાવનાં વ્યાખ્યાનો ઉપર આધારિત જૂની પદ્ધતિનો એ અભ્યાસક્રમ યાજ્ઞિકસાહેબ સારી રીતે તૈયાર કરાવતા. વર્ગમાં તેઓ આત્મકથા કહેવામાં સમય બગાડતા નહિ. એમના અધ્યાપનથી વિદ્યાર્થીઓને સંતોષ રહેતો. ત્યારે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વંદનીય હૃદયસ્પર્શ યાજ્ઞિકસાહેબને માથે બીજી કોઈ વહીવટી જવાબદારી નહોતી અને યુનિવર્સિટીની કોઈ સમિતિમાં તેઓ નહોતા. એટલે અધ્યાપનકાર્યમાં તેઓ પૂરો રસ લઈ શકતા અને પૂરી સજ્જતા સાથે વર્ગમાં આવતા. અનુસ્નાતક કક્ષાએ વર્ગ નાનો રહેતો. એમ.એ. માટે નોંધાયેલા ઓછા વિદ્યાર્થીઓમાંથી પણ વર્ગમાં નિયમિત હાજર રહેનારની સંખ્યા એથી પણ થોડી ઓછી રહેતી. એટલે અધ્યાપકો ઘણાખરા વિદ્યાર્થીઓને નામથી ઓળખતા. વર્ગ પછી પણ કંઈ પૂછવું કે સમજવું હોય તો યાજ્ઞિકસાહેબ ઉત્સાહથી તરત સમય આપતા. એમની રૂઈયા કૉલેજમાં વર્ગ ઉપરાંત અન્ય સમયે પણ એમની પાસે અભ્યાસ કરવાનો લાભ મળ્યો હતો. પોતાને કામ હોય કે ન હોય, ઘડિયાળ બતાવી પોતે બહુ કામગરા છે એવો દેખાવ યાજ્ઞિકસાહેબે જીવનપર્યત ક્યારેય કર્યો હોય એવું સ્મરણ નથી. મળનારને તેઓ મુક્ત મનથી સમય આપતા. ૧૯૫૯-૬૦ની આસપાસ ગુજરાત અને મુંબઈમાં નવી નવી કૉલેજો સ્થપાવા લાગી. ગુજરાતમાં તો ઘણી કોલેજોમાં ગુજરાતી વિષયના અધ્યાપકને કૉલેજના આચાર્ય થવા મળતું. શિક્ષણનું માધ્યમ ગુજરાતી અને યુનિવર્સિટી સાથેનો તથા કૉલેજનો પોતાનો વહીવટ ગુજરાતી ભાષામાં એટલે ગુજરાતી વિષયના કુશળ અધ્યાપક ભાષાપ્રભુત્વને કારણે, એ કાર્ય વધુ સારી રીતે કરી શકે. મુંબઈમાં કૉલેજો અને યુનિવર્સિટીમાં મુખ્ય ભાષા અંગ્રેજી, માધ્યમ અંગ્રેજી અને વહીવટ પણ અંગ્રેજીમાં. એટલે ગુજરાતી વિષયના અધ્યાપકને આચાર્યના સ્થાન સુધી પહોંચવાનો અવકાશ ઓછો. આમ છતાં ગુજરાતી સંસ્થાઓએ જ્યારે પોતાની કૉલેજો મુંબઈમાં શરૂ કરી ત્યારે કૉલેજના આચાર્યનું સ્થાન મેળવનાર ગુજરાતી વિષયના અધ્યાપકોમાં યાજ્ઞિકસાહેબ પ્રથમ હતા. ગુજરાતી તો એમનો વિષય હતો જ, પણ અંગ્રેજી ઉપર પણ તેમનું પ્રભુત્વ સારું હતું. એટલું જ નહિ, વર્ષો સુધી કૉલેજમાં મરાઠી અધ્યાપકો વચ્ચે કાર્ય કરવાને લીધે મરાઠી ભાષા ઉપર પણ એમનું પ્રભુત્વ ઘણું સારું રહ્યું હતું. તેમના મિત્રવર્ગમાં પણ ઘણા મરાઠીઓ હતા. યાજ્ઞિકસાહેબ સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રાના વતની હતા. મારા સસરા સ્વ. દીપચંદભાઈ ધ્રાંગધ્રાના વતની અને યાજ્ઞિકસાહેબના સમવયસ્ક જેવા હતા, એટલે એમ.એ.ના વિદ્યાભ્યાસ દરમિયાન મારે અને મારાં પત્નીને Page #194 -------------------------------------------------------------------------- ________________ અમૃતલાલ યાજ્ઞિક ૧૭૭ યાજ્ઞિકસાહેબના વિશેષ સંપર્કમાં આવવાનું બનતું હતું. મુંબઈમાં ધ્રાંગધ્રા મિત્રમંડળની સભાઓમાં પણ યાજ્ઞિકસાહેબ સક્રિય રસ લેતા. એ રીતે પણ એમનો સંપર્ક રહ્યા કરતી. યુનિવર્સિટીની મીટિંગોમાં અને જાહેર સભાઓમાં પણ મારે એમને વારંવાર મળવાનું થતું. અનેક વાર માટુંગામાં કે વિલેપારલેમાં એમના ઘરે પણ જવાનું થતું. તેઓ અમારા ઘરે ઘણી વાર આવતા. સમાન ક્ષેત્રની વ્યક્તિઓ હોવાને નાતે અનેક પ્રવૃત્તિઓ, પ્રવાહો, વ્યક્તિઓની વાતો થતી અને તેઓ અંગત નિખાલસ અભિપ્રાય અમારી આગળ વ્યક્ત કરતા અને યોગ્ય સલાહ પણ આપતા. મુંબઈની એક કૉલેજમાં આચાર્ય તરીકે કાર્ય કર્યા પછી વિલેપારલેની મીઠીબાઈ કૉલેજમાં તેઓ એના સ્થાપનાકાળથી આચાર્ય તરીકે જોડાયા અને ઘણાં વર્ષ એ કોલેજને પોતાની સેવાઓ આપીને એમણે એ કૉલેજને પરાંની એક મહત્ત્વની કૉલેજ બનાવી દીધી હતી. એના સ્ટાફમાં એમણે ભિન્ન ભિન્ન ક્ષેત્રની તેજસ્વી વ્યક્તિઓને નિમણૂક આપીને કૉલેજના ગૌરવને વધારી દીધું હતું. મીઠીબાઈ કૉલેજની આ સિદ્ધિને કારણે અને અંગત પ્રગતિને કારણે ઉત્તરાવસ્થામાં યાજ્ઞિકસાહેબની ગુરુતાગ્રંથિનો અનુભવ કેટલાકને ક્યારેક થતો. આમ છતાં પોતાને જ્યારે ખબર પડે કે પોતાના કાર્ય કે વર્તનથી બીજાનું દિલ દુભાયું છે તો તેઓ દિલગીરી અનુભવતા, ક્ષમા માગી લેતા, પોતાની ગ્રંથિને વધુ દઢ થવા દેતા નહિ. એમના હૃદયપરિવર્તનનો એક મારો અંગત અનુભવ અહીં ટાંક્યા વગર રહી શકતો નથી. ઈ. સ. ૧૯૫૯ની આસપાસનો આ કટુ પણ મધુર પર્યવસાયી પ્રસંગ છે. યાજ્ઞિક સાહેબને યુનિવર્સિટીના ગુજરાતી બૉર્ડના ચેરમેન થવાનું પ્રમાણમાં વહેલું સાંપડ્યું હતું. ડૉ. કાન્તિલાલ વ્યાસ જેવા સીનિયર અધ્યાપકને આશા હતી કે બૉર્ડના ચેરમેનનું પદ હવે પોતાને મળશે. પરંતુ અગાઉથી ગણતરીપૂર્વક યોજના એવી થઈ કે યાજ્ઞિકસાહેબ ચેરમેન થઈ ગયા. એમાંથી ઋણમુક્ત થવા એમણે પોતાના મિત્રોનાં સંપાદનો પાઠ્યપુસ્તક તરીકે બૉર્ડમાં મંજૂર કરાવ્યાં. બૉર્ડની એ મીટિંગમાંથી અમે બહાર નીકળતા હતા ત્યાં એમના એક મિત્રે યાજ્ઞિકસાહેબના કાનમાં કહ્યું, “ચાલો, બધું સારી રીતે ચૂપચાપ પતી ગયું. સારું થયું કે કોઈનુંય ધ્યાન ગયું નથી. હું પાછળ ચાલતો હતો. એ શબ્દો મારા કાને પડ્યા. મને વહેમ પડ્યો કે તેઓ આવું કેમ બોલ્યા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વંદનીય હૃદયસ્પર્શ હશે? બીજે દિવસે અમારા સંસ્કૃત ભાષાના પ્રોફેસર ગૌરીપ્રસાદ ઝાલાને એ વિશે વાત કરી. તેઓ પણ વિચારમાં પડી ગયા. તેમણે મંજૂર થયેલાં પુસ્તકોની યાદી માંગી. મેં તે બતાવી. તે જોતાં જ એમણે કહ્યું કે “આ બે પુસ્તકો પાઠ્યપુસ્તકો તરીકે મંજૂર કરી શકાય નહિ. યુનિવર્સિટીનો નવો નિયમ આવ્યો છે કે સંપાદનના પ્રકારનાં પુસ્તકો હવેથી યુનિવર્સિટી પોતે તૈયાર કરાવીને છાપશે. બધી જ ભાષાઓ માટેનો આ નિયમ છે. યાજ્ઞિકસાહેબે ચેરમેન તરીકે આવતાંની સાથે પોતાના મિત્રોનાં સંપાદનો મંજૂર કરાવી દીધાં એ અયોગ્ય થયું છે. યુનિવર્સિટીના નિયમનો એથી ભંગ થાય છે. તમારે યુનિવર્સિટીનું ધ્યાન ખેંચવું જોઈએ.' મેં એ માટે યુનિવર્સિટિીને પત્ર લખ્યો, મીટિંગ બોલાવવામાં આવી. યુનિવર્સિટીનો આવો કોઈ નિયમ નથી એમ કહી ચેરમેન યાજ્ઞિકસાહેબે દસ મિનિટમાં મીટિંગ પૂરી કરી નાખી. પરંતુ આ વાત પ્રસરતી ગઈ. પુસ્તકો માટે દરખાસ્ત મૂકનાર ડૉ. હરિવલ્લભ ભાયાણીના ધ્યાનમાં જ્યારે આ વાત આવી ત્યારે એમને આશ્ચર્ય થયું. બીજી મીટિંગ બોલાવવામાં આવી. પોતાની ભૂલ છે એનો સ્વીકાર થયો. પોતાના મિત્રોનાં ખોટી રીતે મંજૂર કરાવેલાં બંને પાઠ્યપુસ્તકો રદ કરવા પડ્યાં. ત્યારપછી થોડા જ મહિનામાં બીજી એક એવી ઘટના બની ચેરમેન તરીકે પરીક્ષકોની નિમણૂકમાં યાજ્ઞિકસાહેબે પોતાની વિદ્યાર્થિની એવી એક જુનિયર પ્રાધ્યાપિકાને મુખ્ય પરીક્ષક તરીકે સ્થાન આપી દીધું. કેટલાક પ્રાધ્યાપકોએ એના વિરોધમાં પરીક્ષક તરીકે રાજીનામાં આપ્યાં. મેં અને મારાં પત્નીએ પણ પરીક્ષક તરીકે રાજીનામું આપ્યું. તેથી કશું વળ્યું નહિ. યુનિવર્સિટીએ કોઈ પગલાં લીધાં નહિ. પરંતુ યાજ્ઞિકસાહેબને પોતાના મનમાં આ ભૂલ ડંખવા લાગી હશે ! એક દિવસ ઝેવિયર્સ કૉલેજના સ્ટાફરૂમમાં હું બેઠો હતો ત્યાં ડૉ. હરિવલ્લભ ભાયાણી મળવા આવ્યા. થોડી ઔપચારિક વાતો કર્યા પછી કહે કે “યાજ્ઞિકસાહેબ પણ મારી સાથે આવ્યા છે. બહાર બેઠા છે. થોડી અંગત વાત કરવી છે.” અમે કેન્ટિનમાં ગયા. યાજ્ઞિકસાહેબે પોતાની બંને ભૂલો માટે એકરાર કર્યો. બહારના દબાણને વશ થઈને તેમણે ઘણી લાચારીથી આવું કરવું પડ્યું છે તે જણાવ્યું. હું તો શું બોલી શકું ? તેમનો વિદ્યાર્થી રહ્યો, પ્રેમથી અમે છૂટા Page #196 -------------------------------------------------------------------------- ________________ અમૃતલાલ યાજ્ઞિક ૧૭૯ પડ્યા. પછી યાજ્ઞિકસાહેબનો સરસ કાગળ આવ્યો. એમની નિખાલસતા, એકરાર, ક્ષમાયાચના વગેરેએ અમને પ્રભાવિત કર્યા. સ્નેહની તૂટેલી ગાંઠ વધુ સારી રીતે દઢ થઈ. ઈ. સ. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગની સ્થાપના થઈ અને એના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ. ત્યારપછી યાજ્ઞિકસાહેબ સાથે નિયમિત રીતે વધુ સંપર્કમાં આવવાનું બન્યું. ગુજરાતી બૉર્ડના તેઓ ચેરમેન હતા, પરંતુ એની મીટિંગ બોલાવવી, મિનિટ્સ લખવી વગેરેથી માંડીને બધી જવાબદારી મને સોંપી હતી. મીટિંગઅગાઉ બે-ત્રણ દિવસ પહેલાં અમે મળી લેતા અને બધી કાર્યવાહી વિચારી લેતા. ગુજરાતી વિભાગની બધી જ પ્રવૃત્તિઓમાં તેમનો પૂરો સહકાર મળી રહેતો. ગુજરાતી વિભાગ તરફથી દર વર્ષે મુંબઈના ગુજરાતી વિષયના અધ્યાપકોનું સંમેલન અમે યોજતા, તેમાં તેઓ અચૂક હાજર રહી સક્રિય ભાગ લેતા. સંમેલન જુદી જુદી કોલેજોમાં યોજવામાં આવતું, પરંતુ કોઈ કૉલેજનું નિમંત્રણ કદાચ વેળાસર ન મળે તો એમની કૉલેજમાં ટૂંકી મુદતે પણ યોજવા માટે તેમણે કહી રાખ્યું હતું. ત્રણેક વખતે તો એમની મીઠીબાઈ કૉલેજમાં સંમેલન યોજાયું હતું અને જ્યારે જ્યારે એમની કૉલેજમાં સંમેલન યોજાયું હતું. ત્યારે અધ્યાપકો પાસેથી ભોજન અને ચાપાણીના ખર્ચની રકમ એમણે લેવાની ના પાડી હતી અને તે રકમ પોતાના તરફથી પ્રેમ અને આનંદપૂર્વક આપવાનો આગ્રહ રાખ્યો હતો. અધ્યાપનક્ષેત્રમાં પોતે સક્રિય હતા ત્યાં સુધી યાજ્ઞિકસાહેબે લેખનકાર્ય ખાસ કર્યું નહોતું, પરંતુ કૉલેજનાં અંતિમ વર્ષોમાં અને નિવૃત્ત થયા પછી એમણે પોતાનું લેખનકાર્ય ચાલુ કર્યું, તેમણે પોતાના વિવેચનલેખો ‘ચિદ્દોષ'ના નામથી છપાવ્યા, પરંતુ તેના કરતાં પણ તેમના સ્વાનુભવમૂલક પ્રસંગો અને ચિંતનાત્મક લેખો વધુ પ્રગટ થયા. “હોઠ નહિ, હૈયું બોલે છે' નામની તેમની “મુંબઈ સમાચારમાં પ્રગટ થતી કૉલમ બહુ લોકપ્રિય બની હતી. અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના સંપર્કમાં આવવાને લીધે તથા વિવિધ સંસ્થાઓમાં સંકળાયેલા હતા તેને કારણે, તેમનું જીવન અનુભવસમૃદ્ધ બન્યું હતું. તેમનાં આત્મગંગોત્રીનાં પુનિત જળ', જગગંગાનાં વહેતાં નીર', “જાગીને જોઉં તો”, “મુખડા ક્યા દેખે દર્પણ મેં', કુટુંબજીવનનાં રેખાચિત્રો', ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં' ઇત્યાદિ પુસ્તકો તો Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ વંદનીય હૃદયસ્પર્શ વાચકો માટે રસપ્રદ અને પ્રેરક નીવડે એવાં છે. કેટલા બધા વિદ્યાર્થીઓને તેમની પાસેથી માર્ગદર્શન મળતું તે એમાંથી જોવા મળશે. - સાદાઈ અને સરળતા એ યાજ્ઞિકસાહેબના બે આગવા ગુણ હતા. તેઓ સામાન્ય રીતે વર્ષોથી સફેદ વસ્ત્રમાં જ સજ્જ રહેતા. પહેલાં પેન્ટ-શર્ટ અને કોટ પહેરતા. તે સમયના બધા અધ્યાપકો ગળામાં ટાઈ બાંધતા, પરંતુ યાજ્ઞિકસાહેબ ટાઈ બાંધતા નહિ. મુંબઈના અધ્યાપકવર્ગમાં ધીમે ધીમે કોટ અને ટાઈ નીકળી ગયાં. યાજ્ઞિકસાહેબે પણ શ્વેત પેન્ટ અને બુશશર્ટ ચાલુ કર્યા. નિવૃત્ત થયા પછી એમણે પાછું પહેરણ અને ધોતિયું અપનાવી લીધું. ગમે તેવા મોટા કાર્યક્રમોમાં પ્રમુખસ્થાને બેસવાનું હોય, તેઓ પોતાના રોજિંદા સાદા વેશમાં જ રહેતા. ડૉ. ઈશ્વરલાલ દવે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા અને ત્યારપછી એમના ભાઈ શંકરભાઈ દવે એ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા એ વર્ષો દરમિયાન જુદી જુદી મીટિંગો માટે મારે અને યાજ્ઞિકસાહેબને મુંબઈથી રાજકોટ સાથે જવા-આવવાનું થતું. એક-બે દિવસ એ રીતે રાજકોટમાં સાથે રહેવા મળતું. યાજ્ઞિકસાહેબ કેટલા બધા સરળ, મળતાવડા અને બધી પરિસ્થિતિ સાથે સુમેળ કરી લેનારા હતા તે ત્યારે જોવા મળતું. એક વખત મુંબઈથી રાજકોટ અને સવારના વિમાનમાં સાથે નીકળ્યા હતા. યુનિવર્સિટીની મીટિંગનું કામ પતાવી સાંજના વિમાનમાં અમે મુંબઈ પાછા આવવાના હતા. ઍરપૉર્ટ પર યાજ્ઞિકસાહેબ મળ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા. મેં પૂછયું, “સાથે કશું લીધું નથી ?' એમણે કહ્યું, “શી જરૂર છે? સાંજની ફ્લાઇટમાં તો પાછા આવીએ છીએ. એટલે હું તો ખિસ્સામાં માત્ર ટિકિટ લઈને આવ્યો છું. પણ તમે તમારી ટેવ પ્રમાણે એક જોડ કપડાં હાથની બૅગમાં લીધાં લાગે છે.” મેં કહ્યું, “હા, કદાચ અચાનક જરૂર પડે માટે એવી ટેવ રાખી છે. સાથે વાંચવાનાં પુસ્તકો પણ લીધાં છે. રાજકોટમાં અમારી મીટિંગ લાંબી ચાલી, છતાં ચર્ચા અને નિર્ણયો અધૂરાં રહ્યાં. વાઈસ ચાન્સેલરે કહ્યું, “મીટિંગ આવતી કાલ પર રાખીએ તો કેમ? તમારી વિમાનની ટિકિટ બદલાવી આપીશું. આવતી કાલે વિમાનમાં સીટ મળે છે એની તપાસ કરાવી લીધી છે.” મને તો કાંઈ વાંધો નહોતો. પણ યાજ્ઞિકસાહેબે હસતાં હસતાં કહ્યું, “હું Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ અમૃતલાલ યાજ્ઞિક તો પહેરણ ને ધોતિયું પહેરીને સીધો ખાલી હાથે ચાલ્યો આવ્યો છું. સાથે કશું જ લાવ્યો નથી. આ જ પહેરણ ને ધોતિયું પહેરીને આવતી કાલે મીટિંગમાં આવું એનો તમને વાંધો ન હોય તો આવતી કાલે મીટિંગ ચાલુ રાખો.' યાજ્ઞિકસાહેબની સરળતા અને ખેલદિલીથી વાઇસ ચાન્સેલર પણ રાજી થયા. બીજે દિવસે મીટિંગ સારી રીતે ચાલી. એક દિવસના ચોળાયેલાં કપડાં બીજે દિવસે પાછાં પહેરવામાં યાજ્ઞિકસાહેબે કંઈ જ અસ્વસ્થતા કે સંકોચ અનુભવ્યાં નહોતાં. કોઈ પણ ક્ષેત્રે ઉચ્ચ સ્થાને પહોંચનાર વ્યક્તિ પાસેથી સગાંઓ, સંબંધીઓ, મિત્રો, સાથીઓ વગેરે પોતાનું કામ કરાવી આપવા માટે જાતજાતની અપેક્ષાઓ હકપૂર્વક રાખતા હોય છે. તે ન સંતોષાય એટલે ટીકા, નિંદા, કલહ, સંઘર્ષ વગેરે ચાલુ થાય છે, એથી રાગદ્વેષમાં ઘણાં પરિણામો ચાલતાં હોય છે. ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ પણ કેટલીક વાર પોતાની સત્તાના પક્ષપાતી ઉપયોગના બદલામાં કશુંક મેળવી લેવા, આર્થિક દૃષ્ટિએ એને ગુપ્ત રીતે વટાવી લેવાના પ્રયાસો કરતી હોય છે. એવે વખતે સ્વસ્થતા, સમત્વ, પ્રામાણિકતા, ન્યાયબુદ્ધિ વગેરે જાળવવાનું કપરું બની જાય છે. યાજ્ઞિકસાહેબ કૉલેજમાં અને યુનિવર્સિટીની સમિતિઓમાં એવું સ્થાન પ્રાપ્ત કરવા છતાં આર્થિક પ્રલોભનોથી દૂર રહ્યા હતા. પોતે નિવૃત્ત થયા ત્યારે મળેલી થેલીની રકમ પણ એમણે લોકભારતી, સણોસરાને આપી દીધી હતી. મુંબઈમાં કેટલીયે સંસ્થાઓના કેટલાયે કાર્યક્રમોમાં એમને જવાનું થતું. તેમને લેવામૂકવા માટે સંસ્થા તરફથી વ્યવસ્થા થઈ હોય તો ઠીક, નહિ તો પોતાની મેળે બસમાં કે ટ્રેનમાં ત્યાં પહોંચી જતા, અને ભાડાભથ્થાની કોઈ અપેક્ષા રાખતા નહિ. કોઈ વખત કોઈ કાર્યક્રમમાં મુખ્ય વ્યક્તિ ન આવી શકે એમ હોય તેવે વખતે યાજ્ઞિકસાહેબને જો કહેવામાં આવે તો તેઓ સ્વમાન અને ગૌરવનો પ્રશ્ન બનાવી અક્કડ રહેવાને બદલે સરળતાથી નિમંત્રણ સ્વીકારી લઈ મુશ્કેલીમાં મદદરૂપ થતા. ક્યારેક પા કે અડધો કલાક માટે અચાનક બોલવા ઊભા થવાનું હોય તો પણ તેમની મધુર વાણી અસ્મલિત વહેવા લાગતી. યાજ્ઞિકસાહેબને જયારે યાદ કરું છું ત્યારે એમના વ્યક્તિત્વનાં વિવિધ લક્ષણો નજર સામે તરવરે છે ! તેઓ પોતાના જીવનને ચરિતાર્થ કરી ગયા ! Page #199 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચંચળબહેન મહાત્મા ગાંધીજી, પંડિત મદનમોહન માલવિયા, જમનાલાલ બજાજ, સ્વ. વિદ્યાવિજયજી મહારાજ, સંતબાલજી મહારાજ વગેરે દિવંગત મહાપુરુષોએ જેમનાં કઠિન વ્રત, સેવાકાર્યો, ત્યાગ, સંયમ, ધૈર્ય, પરગજુપણું અને નીડરતાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી એવાં સંનિષ્ઠ કાર્યકર સેવામૂર્તિ શ્રીમતી ચંચળબહેન ટી. જી. શાહનું ૯૨ વર્ષની વયે તા. ૩૦મી ડિસેમ્બર ૧૯૮૩ના રોજ મુંબઈમાં અવસાન થયું. એમના અવસાનથી ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સમાજસેવાની તાલીમ પામનાર અને પૂજય સ્વ. સંતબાલજીની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં સમાજસેવાનાં કાર્યો હાથ ધરનાર એક સંનિષ્ઠ મહિલા કાર્યકરની સમાજને મોટી ખોટ પડી છે. એમણે મુંબઈમાં સ્થાપેલી “માતૃસમાજ' નામની સંસ્થાની બહેનોને તો જાણે પોતાની સગી માતા ગુમાવ્યાં જેવું દુઃખ થયું છે. અમારા મુંબઈ જૈન યુવક સંઘે એક ભૂતપૂર્વ સમિતિ સભ્ય અને અનુસરણીય કાર્યકર્તા ગુમાવ્યાં છે. સ્વ. ચંચળબહેન અમારા જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિનાં વર્ષો સુધી સક્રિય કાર્યકર રહ્યાં હતાં. એમના પતિ સ્વ. ટી. જી. શાહે પણ જૈન યુવક સંઘને સમિતિના સભ્ય તરીકે ઘણા લાંબા સમય સુધી પોતાની સેવાઓ આપી હતી. ચંચળબહેન પ્રતિ વર્ષ સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે ફંડ માટે ઝોળી લઈ દરવાજે ઊભાં રહેતાં. યુવક સંઘને આર્થિક રીતે સબળ બનાવવામાં ચંચળબહેને વર્ષો સુધી ખૂબ ઉત્સાહ અને તમન્નાથી કાર્ય કર્યું હતું. સ્વ. ચંચળબહેન અને સ્વ. ટી. જી. શાહનું નામ મુંબઈના જૈન સમાજમાં એમના જમાનામાં બહુ મઘમઘતું રહ્યું હતું. પાયધુની વિસ્તારમાં ટી. જી. શાહ બિલ્ડિંગ' નામનું મકાન ત્યારે એની કેટલીક વિશિષ્ટતાને કારણે ઘણું જાણીતું રહ્યું હતું. આ શાહદંપતી વ્યસનમુક્તિ અને સંયમના પ્રચાર માટે ખૂબ પ્રશંસા પામેલું. પોતાની માલિકીના પાંચ માળના આ ઊંચા મકાનની એક આખી દીવાલ ઉપર ત્યારે ચા, બીડી, પાન, તમાકુ વગેરે વ્યસનોથી મુક્ત રહેવા માટેની ઉપદેશાત્મક કવિતા ઘણા મોટા અક્ષરે લખેલી રહેતી, Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ચંચળબહેન જે જતા-આવતા રાહદારીઓ કે બસસ્ટોપ પર ઊભેલા માણસો દૂરથી વાંચી શકતા. એવા કેટલાયે માણસો આ કવિતા વાંચીને પોતાના જીવનમાં થયેલા પરિવર્તનનો એકરાર સ્વ. ટી. જી. શાહ અને સ્વ. ચંચળબહેન પાસે આવીને કરી ગયા હતા. સ્વ. ચંચળબહેન અને સ્વ. ટી.જી. શાહના અંગત પરિચયમાં હું ૧૯૫૦માં આવ્યો હતો. માતાપિતા તુલ્ય એ વડીલોને હું બા અને બાપુજી કહીને બોલાવતો. પહેલવહેલો જયારે એમને ઘેર ગયો હતો ત્યારે ઘરમાં પ્રવેશતાં પહેલાં જ બૉર્ડ વંચાયું : “આ ઘરમાં ચા તથા બીડી-સિગારેટ પીવાની મનાઈ છે.” પોતાની આ સૂચનાનું તેઓ કડક પાલન કરતાં. પોતાને ઘેર આવેલા મહેમાનોને તેઓ ચા પિવડાવતાં નહિ, પરંતુ મારા અનેક સ્વાનુભવની વાત છે કે બા અને બાપુજીનું આતિથ્ય એટલું ઉષ્માસભર રહેતું અને દૂધ-દહીંની અને બીજી એટલી બધી સરસ વિવિધ વાનગીઓ મહેમાનોને ધરવામાં આવતી, કે ચાનું સહજ વિસ્મરણ થઈ જતું. ટી. જી. શાહ અને ચંચળબહેનનું ઘર એટલે જાણે કાયમનું અતિથિગૃહ. ચાર માળ સુધી ભાડે આપેલા મકાનમાં પોતે પાંચમે માળે રહે. એમનું ઘર બહુ વિશાળ નહિ, પણ હૃદયની વિશાળતા એટલી કે કોઈની રહેવાખાવાપીવાની તકલીફની વાત જાણે કે તરત પોતાને ઘરે આગ્રહપૂર્વક રહેવા માટે બોલાવે. બારેમાસ એમને ઘરે મહેમાનો હોય. પૂરા વાત્સલ્યભાવથી સદાય હસતે ચહેરે તેઓ મહેમાનોની સરભરા કરતાં હોય. ચંચળબહેન અને ટી. જી. શાહનો અમારા ઉપર અનહદ ઉપકાર હતો. ઈ. સ. ૧૯૫૩માં લગ્ન થયા પછી અમને જ્યારે રહેવા માટે ઘરની તકલીફ હતી ત્યારે એ અરસામાં ચંચળબહેન અને ટી. જી. શાહ પોતાના દીકરીજમાઈ કંચનબહેન તથા ઓલિવરભાઈને મળવા આફ્રિકા જવાના હતાં. અમારી તકલીફની વાત જાણી એમણે પોતાનું ઘર છ મહિના માટે અમને રહેવા આપ્યું હતું. રહેવા ઘર તો આપ્યું, પણ વિશેષતા તો એ હતી કે ઘરનાં બધાં જ કબાટોની ચાવીઓ અમને સોંપી હતી. અને એમાંથી જે કોઈ વસ્તુ વાપરવી હોય તે માટે બધી જ છૂટ આપી હતી. સામેથી પોતાના ઘરે રહેવા બોલાવીને એમણે અમારામાં જે વિશ્વાસ મૂક્યો તેથી અમે આનંદાશ્ચર્ય અનુભવ્યું. પરંતુ વાત એટલેથી ન અટકી. સ્વ. ટી. જી. શાહ મને પોતાની Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ વંદનીય હૃદયસ્પર્શ બેંકમાં લઈ ગયા અને પોતાના ખાતામાં મારી સહી દાખલ કરાવી અને કહ્યું કે પૈસાની જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાના ખાતામાંથી વાપરવાની અમને છૂટ છે. સ્વ. ચંચળબા અને સ્વ ટી. જી. શાહના ઘરમાં અમને એમનાં સંતાનોની જેમ રહેવા મળ્યું એ અમારા જીવનનો એક મહત્ત્વનો યાદગાર પ્રસંગ છે. - ઈ. સ. ૧૯૫૮માં ટી. જી. શાહનું અવસાન થયું ત્યારે ચંચળબાએ જે ધર્મ અને સમતા બતાવ્યાં છે તેનું દશ્ય નજર સામેથી ક્યારેય નહિ ખસે. ટી. જી. શાહની સૂચનાનુસાર શોકમય પ્રસંગે કોઈ રોકકળ કરવાની નહોતી. સાદડીમાં બેસવા આવનાર દરેકને તરત માળા આપવામાં આવતી. એ ગણીને જેને જ્યારે જવું હોય ત્યારે જાય. કોઈ વાતચીત નહિ કે દુ:ખ કે શોકના કોઈ ઉગારો નહિ. શાંત, સહજ, નિર્મળ વાતાવરણનો સૌને અનુભવ થતો. એ દિવસોમાં પૂ. ચંચળબા, કંચનબહેન તથા ઓલિવરભાઈની સાથે અમારે એમને ઘેર ફરી કેટલાક દિવસ રહેવાનું થયું હતું. શતાવધાની સ્વ. ટી. જી. શાહનાં કેટલાંક લખાણો ગ્રંથરૂપે પ્રગટ કરવાની યોજના થઈ અને એનું કામ મને સોંપાયું. “જીવનદર્પણ” નામનું એ પુસ્તક મેં તૈયાર કરી આપ્યું અને તે પ્રગટ થયું. એમાં સ્વ. ટી. જી. શાહ અને સ્વ. ચંચળબાના જીવનની ઘણી વિગતો આપવામાં આવી છે. એ પ્રસંગે સ્વ. ચંચળબાના જીવનની કેટલીક વિરલ ઘટનાઓનું સ્મરણ તાજું થયું હતું. એમનું જીવન સુખી અને શ્રીમંતાઈથી સભર હતું. પરંતુ ઘણા લાંબા સમય સુધી સંતાનોની બાબતમાં દુઃખ હતું. એક પછી એક એમ સાત બાળકો થયાં. પણ બધાં અલ્પાયુ બની વિદાય થયાં. છેલ્લે બે સંતાનો થયાં. આઠમું સંતાન તે દીકરો કાન્તિ અને નવમું સંતાન તે કંચનબહેન. પરંતુ તેમાં પણ દીકરો કાન્તિ કિશોરાવસ્થામાં મૃત્યુ પામ્યો. જીવનની બધી આશા જાણે કે છીનવાઈ ગઈ. પોતાનાં એક પછી એક એમ આઠ સંતાનોનાં અવસાન નજર સામે જોવાની વેદના તો જેમણે અનુભવી હોય તે જ વધુ સમજી શકે. છેલ્લા દીકરાના અવસાન પછી શાહદંપતીનું સાદું અને સંસ્કારી દાંપત્યજીવન વિશેષ સાદાઈ અને સમાજસેવા તરફ વળ્યું. પોતે વર્ષોથી ખાદી પહેરતાં હતાં. સફેદ ખાદીનાં થોડી જોડ કપડાંથી વધારે કપડાં પાસે ન રાખવાનો બંનેએ નિયમ કર્યો. ચંચળબાએ પગમાં ચંપલ ન પહેરવાની પ્રતિજ્ઞા કરી. ચોમાસામાં પણ છત્રી ન વાપરવાનો Page #202 -------------------------------------------------------------------------- ________________ ચંચળબહેન ૧૮૫ અને પલળતાં જવા-આવવાનો નિયમ કર્યો. રોજના કેટલાક કલાક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સેવા કરવા માટે આપવાનો નિશ્ચય કર્યો. સ્વ. ચંચળબાના જીવન ઉપર બે મહાન વિભૂતિઓનો પરમ પ્રભાવ પડ્યો છે : (૧) મહાત્મા ગાંધીજી અને (૨) પૂ. સંતબાલજી. ગાંધીજીએ દેશની આઝાદી માટે રાષ્ટ્રી ચળવળ ઉપાડી અને તેની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓ પણ ચાલુ કરી. એ દિવસોમાં ખાદીના પ્રચારકાર્યમાં ચંચળબહેને ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું. ૧૯૩૦ના એ દિવસો હતા. ચંચળબહેને ગાંધીજી પાસે વ્રત લીધું કે ઘરેઘરે ફરીને રોજ ખાદીની સોળ સાડી વેચવી. એ માટે તેઓ ઘરેઘરે જતાં અને બહેનોને મિલનું કાપડ છોડી ખાદી પહેરવા સમજાવતાં. આ ઘણું કપરું કામ હતું. પરંતુ તેઓ રોજનું કામ રોજ પૂરું કરતાં જ. કેટલીક વાર સાડીઓ વેચવામાં બહુ જ શ્રમ પડતો. મોડી રાત થઈ જતી. એક દિવસ માલવિયાજીએ જમનાલાલ બજાજને આ વાત કરી અને સૂચના આપી કે ‘ચંચળબહેન પાસેથી જે સાડીઓ ન વેચાય તે રોજેરોજ ખરીદી લેવી કે જેથી એમને વ્રત પૂરું કરવામાં બહુ કષ્ટ ન પડે.' ચંચળબહેનને કાને આ વાત આવી. એમણે માલવિયાજી તથા જમનાલાલજીને કહ્યું, ‘આ રીતે અમે તમને સાડીઓ વેચાતી આપીશું નહિ. મેં ગાંધીજી પાસે માત્ર સાડીઓ વેચવાનું વ્રત લીધું નથી, પરંતુ સોળ બહેનોના ઘરમાં ખાદીની સાડીઓ પહોંચાડવાનું વ્રત લીધું છે.’ આ રીતે ખાદીની ફેરી કરતાં કરતાં ચંચળબહેન અનેક બહેનોના સંપર્કમાં આવ્યાં. તેમનાં સુખ-દુઃખની વાતો તેમણે જાણી. ખાદીની ફેરીની સાથે સમાજસેવાની ધૂન એમને લાગી. ચંચળબા ઘણી વાર કહેતાં કે, ‘મહાત્માજીના પ્રતાપે જ મારામાં આટલું બધું કામ કરવાની શક્તિ આવી છે.’ સ્વ. ટી. જી. શાહ પોતાના વેપાર અર્થે કેટલોક સમય કરાંચીમાં રહ્યા હતા. એ સમયે ત્યાં વિદ્યાવિજયજી મહારાજ પધાર્યા હતા. એમના સદુપદેશથી કરાંચીમાં કેટલાંક સુધારાનાં કાર્યો થયાં હતાં. એ વખતે કેટલાક તાંત્રિકો પોતાની ઉપાસનાને માટે કાળી ચૌદશની મધરાતે સ્મશાન જઈ પશુઓનો બલિ ધરાવતા. આ હિંસા અટકાવવા માટે વિદ્યાવિજયજી મહારાજે ઉપદેશ આપ્યો. પણ મધરાતે સ્મશાનમાં અઘોરીઓ વચ્ચે જવાની હિંમત કોણ કરે ? પરંતુ ટી. જી. શાહ અને ચંચળબહેને એ બીડું ઝડપ્યું. પિકેટિંગનો એ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ વંદનીય હૃદયસ્પર્શ જમાનો હતો.. ચંચળબહેને કેટલીક ચળવળોમાં પિકેટિંગનું કામ કર્યું હતું. તેઓ બીજી કેટલીક બહેનોને લઈ સ્મશાનમાં પહોંચી ગયાં. આખી રાત તેઓએ સ્મશાનમાં પિકેટિંગ કર્યું. એમની આ વાતના સમાચાર પ્રસરી જવાને કારણે કોઈ અઘોરીઓ ત્યાં આવ્યા જ નહિ. કાળીચૌદસની રાતે ગામની બહાર સ્મશાનમાં રહેવું એ જમાનામાં પુરુષો માટે પણ જો કઠિન હતું અને સ્ત્રીઓ તો સ્મશાનમાં જતી જ નહોતી, તેવે સમયે ચંચળબહેને કાળી ચૌદશની રાતે સ્મશાનમાં જઈ ઘણી નીડરતા દાખવી હતી. સ્વ. ટી. જી. શાહના અવસાન પછી ચંચળબહેને પોતાનો બધો સમય લોકસેવાનાં કાર્યોમાં આપ્યો. એ માટે તેમણે પૂ. સંતબાલજી મહારાજ પાસેથી પ્રેરણા લીધી હતી. એમના સદુપદેશથી એમણે મુંબઈમાં મધ્યમ વર્ગની બહેનોને કોઈ પણ પ્રકારના જ્ઞાતિભેદ કે ધર્મભેદ વગર રોજી મળી રહે એ આશયથી “માતૃસમાજ' નામની સંસ્થા સ્થાપી. આરંભમાં ચાર બહેનો સાથે એ કામ શરૂ કર્યું : હાથે બનાવેલી શુદ્ધ એવી ખાદ્યસામગ્રીઓ – ખાખરા, પાપડ, વડી, મસાલા, અથાણાં ઇત્યાદિ વેચવાનું ચાલુ કર્યું : ચંચળબહેનની પ્રતિષ્ઠા એટલી મોટી હતી અને ખરીદનારને શુદ્ધ અને વાજબી ભાવે મળતી આ ચીજવસ્તુઓની માંગ એટલી બધી વધતી ગઈ કે દિવસે દિવસે વધુ બહેનો તેમાં જોડાતી ગઈ અને પોતાની આજીવિકા મેળવવા લાગી. “માતૃ- સમાજ એટલે ચંચળબાનું સાકાર થયેલું સ્વપ્ન. તેઓ સવારથી રાતના નવ-દસ વાગ્યા સુધી આ પ્રવૃત્તિ માટે કામ કરતાં રહ્યાં. એના આનંદ અને ઉત્સાહથી એમની તબિયત પણ સારી રહી. ચંચળબહેન લગભગ નેવું વર્ષની ઉંમરે પણ માતૃસમાજ'ની પ્રવૃત્તિ માટે પોતાના મકાનના પાંચ ઊંચા દાદરની રોજ ચઢઊતર કરતાં હતાં. “માતૃસમાજની પ્રવૃત્તિઓનો વિકાસ જોઈને શરીરબળની સાથે એમનું આત્મબળ પણ ખીલ્યું હતું. સ્વ. ચંચળબાના જીવનમાં ત્યાગ અને સંયમની અનોખી સુવાસ હતી. યુવાન વયે એમણે શ્વેત ખાદીનાં વસ્ત્ર ધારણ કરવાનું અને ઘરેણાં નહિ પહેરવાનું વ્રત લીધું હતું. આજીવન પગમાં ચંપલ ન પહેરવાના વ્રત ઉપરાંત પોતાના ભાઈના અવસાન પ્રસંગે કાયમને માટે એમણે કેરી છોડી દીધી હતી. પોતાના પતિના અવસાન વખતે એમણે હંમેશને માટે દૂધનો ત્યાગ કર્યો હતો. તદુપરાંત વિવિધ પ્રસંગોને નિમિત્તે ઉપવાસ, આયંબિલ વગેરે પ્રકારની Page #204 -------------------------------------------------------------------------- ________________ ચંચળબહેન ૧૮૭ તપશ્ચર્યાઓ તો એમના જીવનમાં ચાલ્યા જ કરતી હતી. રોજ ચોવિહાર તથા પર્વતિથિના નિયમો તો પહેલેથી જ ચાલુ હતા. ચંચળબાનાં દીકરી કંચનબહેને શ્રી ઓલિવર દેસાઈ સાથે પ્રેમલગ્ન કર્યાં. કોઈ અન્ય વ્યક્તિ માટે આવી આંતરજ્ઞાતીય લગ્નની ઘટના એ જમાનામાં કદાચ બહુ દુઃખ અને સંતાપની બની રહે પરંતુ વિશ્વવાત્સલ્યમાં માનતાં ચંચળબા અને ટી. જી. શાહે દીકરી-જમાઈને પોતાના વાત્સલ્યની એટલી જ હૂંફ આપી, તો બીજી બાજુ કંચનબહેન અને ઓલિવરભાઈએ ટી. જી. શાહ અને ચંચળબાની અનન્યભાવે એટલી બધી સેવા કરી છે કે તેઓને ક્યારેય દીકરાની ખોટ વરતાવા ન દીધી. એથી જ ચંચળબહેનના અવસાન પ્રસંગે કંચનબહેને સ્મશાનમાં, ‘માતૃસમાજ'ની મહિલાઓ સાથે જઈને, ચિતાને અગ્નિસંસ્કાર કર્યા હતા. સ્વ. ચંચળબહેનનું જીવન એટલે ત્યાગ, સંયમ અને સેવાની સાધનાનું જીવન. એમનું પવિત્ર જીવન અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે ! Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કાન્તિલાલ કોરા જૈન સમાજની ખ્યાતનામ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ મહામાત્ર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાનું તા. ૨૧મી મે ૧૯૯૧ના રોજ મુંબઈમાં અવસાન થતાં વિદ્યાલયે પોતાનો એક આધારસ્તંભ અને જૈન સમાજે એક વિશિષ્ટ સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો છે. જીવનના પાંચ દાયકાથી વધુ સમય એકજ સંસ્થાના વિકાસમાં પોતાનાં સમય અને શક્તિ આપવાં એ વિરલ ઘટના છે. વળી પાંચ દાયકા સુધી કામ કરવાની શક્તિ ટકી રહેવી એ પણ સદ્ભાગ્યની વાત છે. સ્વ. કોરાસાહેબનો મારા પ્રત્યેનો પ્રેમ એક વત્સલ પિતા જેવો હતો. ૧૯૪૪માં વિદ્યાલયમાં હું વિદ્યાર્થી તરીકે જોડાયો ત્યારથી અમારો સ્નેહસંબંધ ઉત્તરોત્તર ગાઢ થતો રહ્યો હતો. અમારા રસના વિષયો જૈન સાહિત્ય અને ઇતિહાસના સમાન હતા એથી પણ પરસ્પર આત્મીયતા વધતી રહી હતી. વિદ્યાલના મંત્રી તરીકે બે વર્ષ મેં કાર્ય કર્યું ત્યારે કોરાસાહેબને ફોનથી અથવા રૂબરૂ અઠવાડિયામાં ત્રણ-ચાર વાર મળવાનું થતું. મારાં સમય અને શક્તિ નાનાં નાનાં વહીવટી કાર્યોમાં વપરાઈ જાય છે તેને બદલે લેખનઅધ્યયનમાં વપરાય તો સારું એ પ્રત્યે તેઓ વારંવાર મારું ધ્યાન દોરતા અને તેથી જ એ વહીવટી જવાબદારીમાંથી હું વેળાસર મુક્ત થઈ શક્યો હતો. કોરાસાહેબે યુવાન વયે ઈ. સ. ૧૯૩૭માં મહાવીર જૈન વિદ્યાલયમાં ગૃહપતિની જવાબદારી સ્વીકારી હતી. વિદ્યાલયના આદ્યમંત્રી અને પ્રાણસમાં શ્રી મોતીચંદભાઈ કાપડિયાએ કોરાસાહેબની શક્તિને સારી રીતે પિછાણી હતી અને તેથી જ તેઓ કોરાસાહેબને વિદ્યાલયમાંથી ખસવા દેતા નહોતા. મોતીચંદભાઈ દ્વારા કોરાસાહેબ પ. પૂ. શ્રી વલ્લભસૂરિના પરિચયમાં આવ્યા હતા અને એમણે કોરાસાહેબને જીવનપર્યત વિદ્યાલયની સેવા કરવાની આશિષ આપી હતી. આથી વિદ્યાલય એ કોરાસાહેબનું જીવનક્ષેત્ર બની ગયું હતું. પાંચ દાયકામાં હજારો વિદ્યાર્થીઓના સંપર્કમાં તેઓ આવ્યા અને તેમના માર્ગદર્શક બન્યા. વકીલો, દાક્તરો, ઇજનેરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ કાન્તિલાલ કોરા અધ્યાપકો, વગેરે જૈન સમાજના ઉચ્ચતર સ્તરની અનેક નામાંકિત વ્યક્તિઓ દેશ-વિદેશમાં કોરાસાહેબને પ્રેમથી સંભારતી રહેલ છે. ઈ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કરીને હું શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં દાખલ થયો ત્યારે પૂ. કોરાસાહેબનો પહેલવહેલો પરિચય થયો. મારો પહેલો જ અનુભવ કંઈક વિલક્ષણ હતો. વિદ્યાલયમાં પ્રવેશ મળ્યાનો પત્ર લઈને દાખલ થવા માટે હું ઑફિસમાં ગયો ત્યારે એક મુખ્ય મોટા ટેબલ પાસે બેઠેલા મોટી ઉંમરના સજ્જન તે ગૃહપતિ હશે એમ માનીને મેં એમને પત્ર આપ્યો. ત્યારે એમણે કહ્યું, “આ પત્ર મને નહિ, સાહેબને આપો.” એક નાના ટેબલ પાસે કોરાસાહેબ બેઠેલા હતા. મેં પત્ર તેમને આપ્યો. પણ હું મૂંઝવણમાં પડ્યો કે ઑફિસમાં વરિષ્ઠ અધિકારી જેવા સાહેબનું ટેબલ આટલું નાનું અને બીજા કર્મચારીનું ટેબલ આટલું મોટું એવું કેમ હશે? પણ પછીથી ખબર પડી કે ખુદ કોરાસાહેબ પોતે જ પોતાનું નાનું ટેબલ રાખીને કામ કરવામાં રાજી હતા. પછીનાં વર્ષોમાં તો કોરાસાહેબ ઑફિસમાં એક ખૂણામાં બારી પાસે પોતાનું નાનું ટેબલ રાખીને કામ કરતા. તેઓ પોતાના ટેબલ ઉપર ટેલિફોન પણ ક્યારેય રાખતા નહિ. એમને માટે કોઈનો ટેલિફોન આવ્યો હોય તો તેઓ ઊભા થઈને લેતા અથવા પટાવાળો એમને રિસિવર પહોંચાડતો. કોરાસાહેબનો પહેરવેશ અત્યંત સાદો હતો. તેઓ ખમીસ, ધોતિયું અને કોટ પહેરતા. ધોતિયું તેઓ દક્ષિણી ઢબથી બેય બાજુ કાછડી વાળીને પહેરતા. તેમનો કોટ હંમેશાં ક્રીમ કલરનો કે આછા બદામી રંગનો રહેતો. ચંપલ પણ ઘણુંખરું ખાદી ભંડારના એક સ્ટાઇલના પહેરતા. કૉલેજમાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યારથી તે વિદ્યાલયમાં જોડાયા અને ત્યાર પછી જીવનના અંત સુધી આ એક જ પ્રકારનો પહેરવેશ એમણે ચાલુ રાખ્યો હતો. કોરાસાહેબે એમ.એ.નો અભ્યાસ ઝેવિયર્સ કૉલેજમાંથી ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના વિષય સાથે કરેલો. એ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી હતી અને પ્રત્યેક વર્ષના વિદ્યાર્થીઓનો ગ્રુપ ફોટો ઇતિહાસના વિભાગમાં ટાંગવામાં આવતો. હું પણ ઝેવિયર્સ કૉલેજનો વિદ્યાર્થી હતો એટલે એ ફોટાઓ મેં નજરે જોયેલા. એ વખતે એ ફોટામાં વર્ગના તમામ વિદ્યાર્થીઓ કોટપાટલૂન પહેરેલા જોવા મળતા ત્યારે એક માત્ર કોરાસાહેબનો ફોટો ધોતિયું, ખમીસ અને કોટ પહેરેલો જોવા મળતો. વસ્ત્રની આ સાદાઈ જીવનમાં Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ વંદનીય હૃદયસ્પર્શ આરંભથી જ સારી રીતે વણાઈ ગઈ હતી. આરંભનાં વર્ષોમાં તો કોરાસાહેબ ગૃહપતિ તરીકે વિદ્યાલયના one in all જેવા હતા. અલબત્ત, ત્યારે ફક્ત ગોવાલિયા ટેન્કની શાખા જ હતી અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હતી. પરંતુ કોરાસાહેબ વિદ્યાર્થીઓનાં એડમિશનનું કાર્ય સંભાળે, કૉલેજો સાથે પત્રવ્યવહાર કરે, વિદ્યાર્થીની કૉલેજમાં હાજરી, તેમનાં પરિણામો વગેરેની ફાઇલોની દેખરેખ રાખે. રોજ રાત્રે નવ વાગે રોલકોલ લેવા આવે. બપોરે ત્રણથી પાંચ લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વિદ્યાર્થીઓને આપે. કોઈ કોઈ દિવસ રાતના અગિયાર-બાર વાગે surprize visit તરીકે વિદ્યાર્થીઓની રૂમમાં અચાનક આંટો મારવા આવી જાય. રસોડામાં ધ્યાન રાખે. હિસાબો સંભાળે. બેંકનું કામકાજ સંભાળે. અને લગભગ રોજ બધો અહેવાલ આપવા મંત્રી શ્રી મોતીચંદભાઈ કાપડિયા અથવા શ્રી ચંદુલાલ સારાભાઈ મોદીની ઑફિસે એકાદ કલાક મળી આવે. એમની નોકરી એટલે ચોવીસ કલાકની નોકરી ગણાતી. વિદ્યાલયનાં બધાં જ કાર્ય તેઓ હોંશપૂર્વક અને દક્ષતાપૂર્વક કરતા. સમય જતાં વિદ્યાલયની શાખાઓ અમદાવાદ, વડોદરા, પૂના, વિદ્યાનગર, ભાવનગર, અંધેરી વગેરે સ્થળે સ્થપાઈ. તેમાં પણ તેમનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. સાત શાખાઓના કેન્દ્રીય વહીવટની જવાબદારી મુખ્ય સૂત્રધાર તરીકે તેઓ ઘણી રીતે વહન કરતા. વખતોવખત સમિતિના સભ્યો અને હોદ્દેદારોમાં ફેરફારો થયા કર્યા, પણ મુખ્ય સૂત્રધાર તરીકે તો પૂરા પાંચ દાયકા સુધી કોરાસાહેબ જ રહ્યા. આવી એકધારી સેવા વિદ્યાલયના અત્યાર સુધીના વિકાસના ઇતિહાસમાં અજોડ રહેશે. કોરાસાહેબ નિષ્ઠાવાન હતા. પોતાને સોંપેલી જવાબદારી સારી રીતે વહન કરતા. વિદ્યાર્થીઓની આવી સંસ્થાઓમાં રજિસ્ટ્રાર કે ડાયરેક્ટર તરીકે સત્તા ભોગવતી વ્યક્તિ પાસે પૈસા કે ચીજવસ્તુનાં કેટલાંય પ્રલોભનો ઊભાં થાય. પૂરેપૂરી નીતિમત્તા સાચવવાનું સહેલું નથી, પરંતુ કોરાસાહેબ એ બાબતમાં આરંભથી જ અત્યંત સાવધ હતા. વિદ્યાલયના રસોડેથી કોઈ વસ્તુ કે વાનગી કોરાસાહેબના ઘરે ગઈ હોય એવું બને જ નહિ. આટલી બધી ખરીદી થાય અને આટલો મોટો વહીવટ હોય છતાં કોરાસાહેબના હાથ ક્યારેય કાળા ન થાય. તેઓ એટલા બધા ચુસ્ત હતા કે મને યાદ છે કે એક વખત વિદ્યાલયના Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ કાન્તિલાલ કોરા કાર્યક્રમ માટે બહારગામ જવાનું હતું અને કોરાસાહેબનું આવવાનું પાછળથી નક્કી થયું ત્યારે કોઈકની વધેલી ટિકિટ કોરાસાહેબને આપવામાં આવી ત્યારે એમણે કહ્યું કે “બીજાના નામની ટિકિટ ઉપર હું પ્રવાસ કરતો નથી. એટલે માટે એ પ્રવાસમાં તેઓ જોડાયા નહોતા. કોરાસાહેબની વહીવટી શક્તિ અભુત હતી. નાનામાં નાનાં કામથી માંડીને મોટામાં મોટાં કામ તેઓ જાતે કરતા. અમે વિદ્યાલયમાં હતા ત્યારે વિદ્યાર્થીઓની આવેલી ટપાલની યાદી પોતે રોજેરોજ હાથે લખીને બૉર્ડ પર મૂકતા. રોજ કેટલાય કાગળોનાં સરનામાં પોતાના હાથે કરતા. બીજી બાજુ વ્યવસ્થાપક સમિતિની સભાની મિનિટ્સ તૈયાર કરવી, બંધારણમાં ફેરફારો કરવાને લગતી કાર્યવાહી કરવી, ચેરિટી કમિશ્નર કે કૉલેજના પ્રિન્સિપાલો સાથે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો સાથે અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરવો આવાં બધાં મહત્ત્વનાં કામ પણ તેઓ કરતા. કોરાસાહેબ અત્યંત ચીવટવાળા અને સારી યાદશક્તિ ધરાવનારા હતા. એમને સોંપેલું કામ અચૂક થયું જ હોય. કોઈ પણ કામમાં કોરાસાહેબને મારે બીજી વાર યાદ દેવરાવવું પડ્યું હોય એવું બન્યું નથી. આટલું બધું કામ કરવા છતાં વાતચીતમાં કે વ્યવહારમાં તેઓ પોતે પોતાની મહત્તા દર્શાવતા નહિ કે તે માટે અભિમાન ધરાવતા નહિ. એમની વહીવટી કાર્યકુશળતા એટલી સારી હતી કે વિદ્યાલયની એક જાહેર સભામાં મેં કહેલું કે કોરાસાહેબ જો વિદ્યાલયને બદલે યુનિવર્સિટીની કોઈ શિક્ષણસંસ્થામાં હોત તો ક્રમે ક્રમે તેઓ વાઇસ ચાન્સેલરના પદ સુધી અચૂક પહોંચી ગયા હોત. અથવા પત્રકારત્વના ક્ષેત્રમાં ગયા હોત તો કોઈ અંગ્રેજી દૈનિકના મોટા તંત્રી બની શક્યા હોત. પરંતુ કોરાસાહેબ વિદ્યાલયને વરેલા હતા. વિદ્યાલય છોડીને અન્યત્ર તેઓ જવા ઈચ્છતા નહિ. કોરાસાહેબ વિદ્યાલયને વરેલા હતા. વિદ્યાલયની તમામ નાની-મોટી વિગતો અને વહીવટી કાર્યવાહીથી તેઓ પૂરા પરિચિત હતા. આમ છતાં તેઓ સ્વમાની હતા અને પોતાને યોગ્ય ન લાગે તો ગમે તે પળે નોકરી છોડવા તૈયાર રહેતા. અમે વિદ્યાલયમાં હતા એ દિવસોમાં પણ કહેવાતું કે કોરાસાહેબ પોતાનું રાજીનામું હંમેશાં ખિસ્સામાં લઈને ફરે છે. એમ કહેવાય છે કે કોરાસાહેબે વ્યવસ્થાપક સમિતિ સમક્ષ પોતાનું રાજીનામું અનેક વાર ધર્યું છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વંદનીય હૃદયસ્પર્શ પરંતુ એમની સંનિષ્ઠ અને અત્યંત કુશળ સેવાઓને લક્ષમાં લઈને રાજીનામું પાછું ખેંચી લેવા માટે એમને હંમેશાં મનાવી લેવામાં આવ્યા હતા. કોરાસાહેબ સ્વભાવે ઓછાબોલા અને શાંત પ્રકૃતિના હતા. તેઓ સંયમી અને કુટુંબવત્સલ હતા. પોતાની નિકટની વ્યક્તિઓ હોય દલસુખભાઈ માલવણિયા, રતિલાલ દીપચંદ દેસાઈ, પં. અમૃતલાલ ભોજક વગેરે હોય અથવા પૂ. મૃગાવતીશ્રીજી મહારાજ હોય તો તેઓ મન મૂકીને વાત કરે, હસે અને ટીખળ પણ કરે. એમનો રમૂજી સ્વભાવ આવા નાના વર્તુળમાં જોવા મળતો. પરંતુ ઘણા બધાંની વચ્ચે તેઓ ઘણુંખરું મૌન રાખતા. એટલે બીજા લોકોને તેઓ ભારેખમ લાગતા. અલબત્ત જ્યારે જરૂર પડે ત્યારે તેઓ સ્પષ્ટ શબ્દોમાં સાચી વાત કહી દેતા. બીજા શું કહેશે તેની તેઓ ક્યારેય ચિંતા કે પરવા કરતા નહિ, કારણ કે તેઓ નિઃસ્વાર્થ હતા. એથી જ તેઓ વિદ્યાલયના મંત્રીઓનો આદર સાચવતા, પણ ક્યારેય તેમની ખુશામત કરતા નહિ. પોતાને નોકરીની ગરજ છે અને મંત્રીઓ વગર ચાલશે નહિ એવું વલણ એમના જીવનમાં ક્યારેય જોવા મળ્યું નથી. ઊલટું બે મંત્રીઓ વચ્ચે વિચારભેદ હોય તો તેઓ તરત પામી જઈ શકતા. ક્યારેક બે મંત્રીઓની પરસ્પર વિરુદ્ધ વહીવટી સૂચના આવી હોય તો એકબીજાને ખબર ન પડે તે રીતે તેઓ કુશળતાથી રસ્તો કાઢતા. કોરાસાહેબનો એક મોટામાં મોટો શોખ તે ટપાલની ટિકિટોના સંગ્રહનો હતો. ‘કુમાર’ માસિક અને અન્ય સામયિકોમાં આવતા ટપાલની ટિકિટો વિશેના લેખો તેઓ વાંચતા અને સાચવી રાખતા. આ શોખ તેમણે પોતાના પુત્ર અશોકભાઈમાં સારી રીતે કેળવ્યો અને એને લીધે અશોકભાઈ ભારતના નામાંકિત ટિકિટસંગ્રહકારોમાંના એક બની શક્યા. - વિદ્યાલયની લાઇબ્રેરી એ મુંબઈ શહેરની એક અત્યંત સમૃદ્ધ લાઇબ્રેરી છે. સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ વિવિધ ભાષામાં હજારો ગ્રંથો ક્યાંયથી ન મળે તેવા વિદ્યાલયની લાઇબ્રેરીમાં છે. કેટલાયે જૂના દુર્લભ ગ્રંથો વિદ્યાલયની લાઇબ્રેરીમાં સચવાયેલા છે. તદુપરાંત હસ્તપ્રતોનો પણ મોટો ભંડાર વિદ્યાલય પાસે છે. વિદ્યાલયના આ સમૃદ્ધ ગ્રંથાલયનો યશ મુખ્યત્વે કોરાસાહેબના ફાળે જાય છે. પોતાના પચાસ વર્ષના વહીવટ દરમ્યાન જે જે ગ્રંથો પ્રકાશિત થતા રહ્યા હોય Page #210 -------------------------------------------------------------------------- ________________ કાન્તિલાલ કોરા ૧૯૩ તેની જાણકારી ધરાવવી અને તેની નકલ મંગાવીને વિદ્યાલયમાં વસાવવી એ કોરાસાહેબનું એક મુખ્ય કાર્ય હતું. અંગ્રેજી ભાષાના પણ આધુનિકતમ પુસ્તકો વિદ્યાલય વસાવતું રહ્યું છે. એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને શોભે એવી સમર્થ, સમૃદ્ધ અને વ્યવસ્થિત લાઇબ્રેરી વિદ્યાલય પાસે છે તેનું કારણ કોરાસાહેબનું પ્રેરકબળ છે. કોરાસાહેબને વાંચનનો શોખ ઘણો હતો. તેમની પાસે સારી લેખનશક્તિ ગુજરાતી અને અંગ્રેજી ભાષાની હતી, પરંતુ તેમણે પ્રસિદ્ધિની ખેવના રાખી નહોતી. પોતાના લખાણ નીચે પોતાનું નામ મૂકવાનો આગ્રહ તેઓ રાખતા નહિ. કેટલાક ગ્રંથોની પ્રસ્તાવના કે નિવેદન કે ભાષાંતર બીજાના નામે પ્રગટ થાય, પણ તે લખાણ લખી આપ્યું હોય કોરાસાહેબે, એવું કેટલીયે વાર બન્યું છે. એ બાબતમાં કોરાસાહેબ ઉદાસીન રહેતા. કોઈક વાર તો એવું થતું કે લેખક કે પ્રકાશક કોરાસાહેબ પાસે કામ કરાવી જાય, પણ પછી પુસ્તક પ્રકાશિત થતાં એની નકલ પણ ન મોકલાવે. એક વખત કોરાસાહેબે એક પુસ્તકની નકલ મને જોવા આપી. ફર્માફેરવાળી, વળી મશીનમૂફના ડાઘી ફર્માવાળી એ નકલ હતી. કોરાસાહેબે કહ્યું કે આ આખા ગ્રંથમાં જે અંગ્રેજી ભાષાંતર છે તે મેં કરી આપ્યું છે. લેખકે પુસ્તકની કિંમત ઘણી મોટી રાખી છે. ઘણો સારો નફો કરશે. હું તો ભાષાન્તર કરવાનું કશું મહેનતાણું પણ લેવાનો નથી. છતાં જાણી-જોઈને આટલી ખરાબ નકલ મોકલાવી છે. કોરાસાહેબની આ લેખનશક્તિ, કલાદષ્ટિ અને સૂઝનું એક ઉત્તમ ઉદાહરણ તે વિદ્યાલયના વાર્ષિક રિપૉર્ટ છે. ભૂલચૂક વગરના, સુઘડ મુદ્રણકલાવાળા વ્યવસ્થિત ક્રમાનુસાર માહિતીવાળા રિપૉર્ટ કલાની દૃષ્ટિએ પણ નમૂનેદાર અને સાચવી રાખવા ગમે એવા રહેતા. કોરાસાહેબના જૈન સાહિત્ય, ઇતિહાસ અને કલાના રસને કારણે જ જૈન યુગ” નામનું સામયિક ફરીથી પ્રકાશિત કરવા માટે પ્રબંધ થયો હતો. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ તરફથી પ્રગટ થતું આ સામયિક આર્થિક સંજોગોને કારણે જ્યારે બંધ થયું ત્યારે તેના પુનઃપ્રકાશન માટે કોરાસાહેબે ભારે જહેમત ઉઠાવી હતી અને એના સંપાદક તરીકે એનું સંગીન કાર્ય કર્યું હતું. દુર્ભાગ્યે એ સામયિકનું પ્રકાશન લાંબો સમય ચાલી ન શક્યું. એનો રંજ કોરાસાહેબને રહ્યા કર્યો હતો. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વંદનીય હૃદયસ્પર્શ કોરાસાહેબને જૈન સાહિત્યમાં ઘણો રસ છે એની પ્રતીતિ સ્વ.મોતીચંદ કાપડિયાને વિદ્યાલયના રજત જયંતિ પ્રસંગે થઈ ચૂકી હતી. એ પ્રસંગે વિદ્યાલય તરફથી એક દળદાર સ્મારકગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો જેનું સંપાદન કોરાસાહેબે કર્યું હતું. તેમાં ઉચ્ચ ધોરણના એટલા સરસ લેખો હતા કે વિદ્યાલયનો એ રજત જયંતી ગ્રંથ સાહિત્યનો એક સંદર્ભગ્રંથ બની ગયો હતો. વિદ્યાલય તરફથી ત્યારપછી સુવર્ણ જયંતિ ગ્રંથ અને વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જેવા દળદાર ગ્રંથો પ્રગટ થયા હતા. એ પણ અમૂલ્ય સંદર્ભગ્રંથની ગરજ સારે એવા બન્યા છે. આ બધાનો યશ કોરાસાહેબને ફાળે જાય છે. - વિદ્યાલયની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર આગમ પ્રકાશનની યોજનાને નિમિત્તે કોરાસાહેબને પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ અને ત્યારપછી પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજના નિયમિત સંપર્કમાં રહેવાનું બનતું. આગમ પ્રકાશન શ્રેણીમાં જે દળદાર ગ્રંથો પ્રકાશિત થયા છે તેના વહીવટી કાર્યમાં કોરાસાહેબનું યોગદાન ઘણું મોટું છે. તેમણે એ જવાબદારી જો ન લીધી હોત તો આ ગ્રંથો આટલી વ્યવસ્થિત અને સુંદર રીતે પ્રકાશિત થયા હોત કે કેમ તે પ્રશ્ન છે. પ્રેસમાં વ્યવસ્થિત મેટર પહોંચાડવું, પ્રૂફ મહારાજશ્રીને પહોંચાડવા અને મહારાજશ્રીની સૂચના અનુસાર ભૂલો સુધારવામાં આવી છે કે કેમ તેનું ચીવટપૂર્વક નિરીક્ષણ કરી લેવું, મંત્રીઓ વતી નિવેદન તૈયાર કરવાં આ બધું કાર્ય કોરાસાહેબ એકલા હાથે સંભાળતા. કોઈ જુદી હસ્તપ્રત મળી આવતાં પુણ્યવિજયજી મહારાજ છેલ્લી ઘડીએ ફેરફારો કરતા તો તે બધાંને પહોંચી વળવા માટે કોરાસાહેબ ઘણી ચીવટ રાખતા. | વિદ્યાલયના આદ્યમંત્રી સ્વ. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાએ પોતાને અર્પણ થયેલી રકમ વિદ્યાલયને સાહિત્યપ્રકાશન માટે આપી. એ શ્રેણીના પ્રકાશનકાર્યમાં પણ કોરાસાહેબનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. વિદ્યાલયના શ્રેષ્ઠિવર્ગને સાહિત્યમાં રસ ઓછો હોય તે દેખીતું છે એટલે સાહિત્યમાં રસ ધરાવનાર કોરાસાહેબ જેવી સંનિષ્ઠ વ્યક્તિ ન હોત તો વિદ્યાલયની પ્રકાશનપ્રવૃત્તિ ઘણી મંદ ગતિએ ચાલતી હોત. મોતીચંદભાઈના અપ્રકાશિત ગ્રંથોની હસ્તપ્રતો એમના ઘરેથી મેળવીને સંપાદિત કરાવીને એ પ્રકાશિત કરવા માટે પણ કોરાસાહેબે ભારે પુરુષાર્થ કર્યો હતો. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ કાન્તિલાલ કોરા જૈન સાહિત્ય સમારોહને નિમિત્તે જુદા જુદા સાહિત્યકારોના નિકટના સંપર્કમાં રહેવાનું કોરાસાહેબને માટે બન્યું હતું. પોતાની નાદુરસ્ત તબિયત છતાં અને લગભગ સિત્તેરની ઉંમર વટાવી ચૂક્યા હોવા છતાં કોરા સાહેબ જૈન સાહિત્ય સમારોહનું આયોજન થાય ત્યારે ઉત્સાહમાં આવી જતા અને શારીરિક અગવડ વેઠીને પણ અમારી સાથે જોડાતા. જૈન સાહિત્ય એ એમના રસનો જીવંત વિષય હતો. તેમણે અમારી સાથે મહુવા, સૂરત, સોનગઢ, ખંભાત, માંડવી (કચ્છ), પાલનપુર વગેરે સ્થળે સમારોહમાં વિદ્યાલયના મહામાત્ર તરીકે હાજરી આપી હતી. જે જે સ્થળે અમે ગયા ત્યાં વિદ્યાલયના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોરાસાહેબને મળીને બહુ જ રાજી થતા. પોતાની શાંત પ્રકૃતિ અનુસાર કોરાસાહેબ મંચ પર બેસવાની અને બોલવાની આનાકાની કરતા. પરંતુ એ બધા જ સમારોહમાં તેઓ ઉપસ્થિત રહીને તેની કાર્યવાહીમાં ચીવટપૂર્વક રસ લેતા અને ઉપયોગી સૂચનો પણ કરતા. સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈના ગ્રંથો “જૈન ગુર્જર કવિઓ' ભા. ૧, ૨, ૩ અપ્રાપ્ય બન્યા હતા. એની નવી આવૃત્તિની જરૂર હતી. વિદ્યાલય તરફથી ખંભાતમાં યોજાયેલા જૈન સાહિત્ય સમારોહમાં પ્રો. જયંતભાઈ કોઠારીએ એનું સૂચન કર્યું કે આ ગ્રંથની સુધારેલી નવી આવૃત્તિ પ્રગટ કરવાને વિદ્યાલય સમર્થ છે. વિદ્યાલયે એ કાર્ય ઉપાડી લેવું જોઈએ. આ સૂચનનો કોરાસાહેબે સહર્ષ સ્વીકાર કર્યો અને સાહિત્યસમારોહમાં જ કોરાસાહેબે જાહેરાત કરી હતી કે વિદ્યાલય એ બાબતમાં જરૂરી ઠરાવ કરીને એનું પ્રકાશનકાર્ય હાથ ધરશે. આથી “જૈન ગુર્જર કવિઓ” જેવા દળદાર અધિકૃત અને અદ્વિતીય એવા ગૌરવગ્રંથનું પુનઃપ્રકાશન વિદ્યાલય દ્વારા શક્ય બન્યું. એથી વિશેષ લાભ તો એ થયો કે વિદ્યાલયની આ પ્રવૃત્તિથી પ્રેરાઈને સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈના સુપુત્ર શ્રી જયસુખભાઈએ રાજકોટના કાર્યક્રમમાં રૂપિયા એક લાખની રકમ સાહિત્યપ્રકાશન માટે વિદ્યાલયને આપવાની જાહેરાત કરી હતી. વિદ્યાલય તરફથી ત્યારપછી શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈકૃત ‘સામાયિક સૂત્ર” અને “જિનદેવદર્શન વગેરે અલભ્ય ગ્રંથો ફરીથી પ્રકાશિત થયા છે. વિદ્યાલય ઉપરાંત જૈન વિદ્યોત્તેજક સહકારી મંડળ, ધ જૈન એસોસિએશન ઑફ ઇન્ડિયા, જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, બી. એલ. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ વંદનીય હૃદયસ્પર્શ ઇન્સ્ટિટ્યૂટ, શ્રી વલ્લભ સ્મારક (દિલ્હી), તથા અન્ય કેટલાંક ટ્રસ્ટોને કોરાસાહેબની વિશિષ્ટ સેવાઓનો લાભ મળ્યો હતો. આમ, પૂજય સ્વર્ગસ્થ કોરાસાહેબે પોતાની નિષ્ઠાવાન અમૂલ્ય સેવાઓ દ્વારા પોતાના દીર્ઘ જીવનને કૃતાર્થ કર્યું છે અને પોતાની સુવાસ ચોમેર પ્રસરાવી છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઇન્દ્રજિત મોગલ - સ્વ. ઇન્દ્રજિત મોગલનું નામ મુંબઈમાં વધુ જાણીતું રહ્યું છે. મુંબઈમાં પણ શાળાઓના શિક્ષણના ક્ષેત્રમાં સવિશેષ જાણીતું રહ્યું. એક જમાનામાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ દસ નંબરમાં સ્થાન મેળવનાર એવા તેજસ્વી વિદ્યાર્થીઓ ધરાવનાર બાબુ પનાલાલ હાઈસ્કૂલનું નામ ઘણું મશહૂર હતું. એ શાળામાં સ્વ. ઇન્દ્રજિત મોગલે પાંચ દાયકાથી વધુ સમય શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું. એમના હાથ નીચે હજારો વિદ્યાર્થીઓ તૈયાર થયા. એમના એક વિદ્યાર્થી હોવાનું સદભાગ્ય મને પણ સાંપડ્યું. એ કાળના શાળાના વિદ્યાર્થીઓ પરસ્પર મળે તો મોગલસાહેબને અવશ્ય પ્રેમપૂર્વક અને આદરપૂર્વક યાદ કરે. તા. ૧૭મી એપ્રિલ, ૧૯૮૫ની રાત્રે મારા શિક્ષકવર્ય શ્રી ઈન્દ્રજિત મોગલનું મુંબઈમાં છોતેર વર્ષની વયે અવસાન થયું. તા. ૧૮મીએ સવારે હું બહારગામ ગયો હતો. ત્યાં મોગલસાહેબના ગુજરી ગયાના સમાચાર જાણી મેં સખત આઘાત અનુભવ્યો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ૧૫, ૧૬, ૧૭ અને ૧૮ એપ્રિલે ઇન્ડિયન મરચન્ટ્સ ચૅમ્બરના હૉલમાં વસંત વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી. જૈન યુવક સંઘના ઘણા કાર્યક્રમોમાં મોગલસાહેબ ઉપસ્થિત રહેતા. દરેક કાર્યક્રમને અંતે મારે તેમને અચૂક મળવાનું થતું. અમે પરસ્પર હમેશાં મળવા માટે રાહ જોતા. આ વખતે વસંત વ્યાખ્યાનમાળામાં તેઓ તા.૧પમીએ અને ૧૬મીએ એમ બંને દિવસ વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં તેઓ આવી પહોંચતા. પાછળથી એકાદ ખુરશીમાં ચૂપચાપ બેસી જતા. મંચ પરથી મોગલસાહેબ પર મારી દષ્ટિ પડતી. તેઓ કંઈક થાકેલા અને નિરુત્સાહી જણાતા. કદાચ ઉંમરની અસર હશે એમ લાગ્યું. એમની સાથે રૂબરૂવાત કરવી હતી, પરંતુ વ્યાખ્યાન પૂરું થતાં મારી રાહ જોયા વગર તરત જ તેઓ ચાલ્યા જતા. એટલે એમની સાથે બંને દિવસ રૂબરૂ વાતચીત કરવાની તક મળી નહિ. વળી મારે એમને એક લખાણ પણ આપવાનું હતું. પરંતુ બંને દિવસ તેઓ વહેલા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ વંદનીય હૃદયસ્પર્શ ચાલ્યા ગયા. એટલે આપી શકાયું નહિ. ત્રીજે દિવસે તા. ૧૭મીએ તેઓ હૉલમાં પ્રવેશ કરે કે તરત તેમના હાથમાં લખાણ આપી દેવાની સૂચના કાર્યાલયના એક ભાઈને મેં આપી હતી, પરંતુ તે દિવસે તો મોગલસાહેબ વ્યાખ્યાનમાં આવ્યા જ નહિ. તે રાત્રે તેમનું અવસાન થયું. જાણે મોગલસાહેબને મળવાની તક કંઈક દૈવી સંકેતપૂર્વક ઝૂટવાઈ ગઈ ન હોય! મોગલસાહેબના સંપર્કમાં હું છેલ્લાં ૪પ વર્ષથી હતો. ઈ. સ. ૧૯૪૮માં મુંબઈમાં બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં અંગ્રેજી ચોથા (હાલના આઠમા) ધોરણમાં હું દાખલ થયો ત્યારે મારા વર્ગશિક્ષક મોગલસાહેબ હતા. તેઓ વલસાડના વતની હતા. ઘરના સુખી હતી. મેટ્રિક અને એસ. ટી. સી. સુધી તેમણે અભ્યાસ કર્યો હતો. તેઓ ગ્રેજયુએટ થયા નહોતા, પણ ગ્રેજ્યુએટ કરતાં વધુ જ્ઞાન ધરાવતા હતા. વલસાડમાં બે વર્ષ શિક્ષક તરીકે કાર્ય કર્યા પછી મુંબઈમાં આવીને બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેઓ ઘણા સિનિયર, અનુભવી અને બાહોશ હતા, પરંતુ મેટ્રિક સુધીના અભ્યાસને કારણે તેમને શાળાના આચાર્ય થવા મળ્યું નહોતું. તેમ છતાં તેમનું માન આચાર્ય જેટલું જ રહેતું. બાબુ પનાલાલ હાઈસ્કૂલમાં મારો પ્રથમ દિવસ મોગલસાહેબના શિક્ષણથી શરૂ થયો હતો. એમની અટક મોગલ હતી એટલે તેઓ જાતે મુસલમાન હશે એવો ભ્રમ થયો હતો, પરંતુ તેઓ મુસલમાન નથી પણ હિંદુ છે એ જાણીને અમને એ કિશોર વયે બહુ આનંદ થયો હતો. તેમનું પોતાનું નામ ઇન્દ્રજિત છે એવું ઘણા વખત પછી જાણ્યું, કારણ કે અમે વિદ્યાર્થીઓ તેમને “મોગલ સર’ તરીકે જ ઓળખતા. તેઓ અમને અંગ્રેજી શીખવતા. રોજ સવારે પહેલો પિરિયડ મોગલસાહેબનો હોય. ત્યારે એમની ઉંમર એકત્રીસ વર્ષની હશે ! તેજસ્વી મુખમુદ્રા, સફેદ રંગનાં શર્ટ, પેન્ટ, કોટ અને ટાઈ, ચકચકિત બૂટ, સ્પષ્ટ ઉચ્ચાર, વાતચીત કરવાની છટા વગેરેના કારણે મોગલસાહેબની પ્રથમથી જ અમારા બધાંનાં મન ઉપર અનોખી છાપ પડી હતી. તે સમયે શાળાના ઘણા શિક્ષકો હાફપેન્ટ, ધોતિયું અને ટોપી પહેરતા. સૂટ પહેરીને જ આવતા મોગલસાહેબનો રુઆબ જુદો જ પડતો. તેમનાં કપડાં ઇસ્ત્રીવાળાં રહેતાં. કપડામાં એક પણ કરચલી દેખાય નહિ. બારેમાસ તેઓ સફેદ રંગનો જ સૂટ પહેરતા. વસ્તુતઃ આખી જિંદગી તેમણે એક જ પ્રકારનાં Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ઇન્દ્રજિત મોગલ વસ્ત્ર ધારણ કર્યા હતાં. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમણે ટાઈ પહેરવી છોડી દીધી હતી. આંખો નબળી થતાં ચશ્માં પહેરવાં ચાલુ થયાં હતાં. દાંત ગયા પછી એમણે ચોકઠું પહેરવાનું ચાલુ કર્યું નહોતું. એટલે તેઓ વધુ વૃદ્ધ લાગતા હતા. એકાદ વર્ષથી તેમને કાને સાંભળવાની તકલીફ થઈ હતી. એટલે ઝાઝી વાત કરતા નહિ. મોગલસાહેબ અમને ભણાવતા. તે સમયે અમારા પ્રિન્સિપાલ શ્રી તેલંગસાહેબ ઘણી વાર શાળામાં રાઉન્ડ મારવા નીકળે ત્યારે અમારા વર્ગમાંથી મોગલસાહેબને બહાર બોલાવી કંઈક વાત કરવા ઊભા રહે. એ ઉપરથી મોગલસાહેબનું શાળામાં ઘણું મોટું માન અને સ્થાન છે એવી છાપ અમારા વિદ્યાર્થી-મન ઉપર પડી હતી, અને તે સાચી હતી. શાળાના વટવટમાં મોગલસાહેબનું સ્થાન ગૌરવભર્યું હતું, એમનો અભિપ્રાય મહત્ત્વનો ગણાતો. મોગલસાહેબ ભણાવવામાં ખૂબ હોશિયાર અને શિસ્તમાં અત્યંત કડક હતા. અંગ્રેજી ભાષા અને કવિતા એમના પ્રિય વિષયો. કવિતા તેઓ એવી સરસ રીતે શીખવતા કે એના સંસ્કાર આજે પણ તાજા છે. શાળાના વિદ્યાર્થીઓ માટે તેમણે “Popular Recitals' નામનો દળદાર કાવ્યગ્રંથ સંપાદિત કર્યો હતો. અંગ્રેજ કવિઓના જીવન અને કાવ્યો વિશે એમણે અમારી પાસે એક સુંદર હસ્તલિખિત અંક તૈયાર કરાવ્યો હતો, જેમાં કવિ લોંગફેલો વિશે મારે લખવાનું આવ્યું હતું. તેનું સ્મરણ આજે પણ એટલું જ તાજું છે. મારા સહાધ્યાયી મિત્ર શ્રી રતનચંદ ઝવેરીના અક્ષર સરસ, મરોડદાર હતા. એટલે હસ્તલિખિત અંક તેમની પાસે લખાવ્યો હતો. કવિઓનાં નામનાં શીર્ષકો કલાત્મક રીતે લખવાનું કામ અમને, ડ્રૉઇંગ ક્લાસના કેટલાક વિદ્યાર્થીઓને સોંપવામાં આવ્યું હતું. અંગ્રેજી ભાષા શીખવવા માટે તે દિવસોમાં લિંગવાફોન– Linguaphone–ની મદદ અમારી શાળામાં લેવાતી હતી. અંગ્રેજી ભાષામાં શબ્દો, વાક્યો અંગ્રેજી કેવી રીતે ઉચ્ચારે છે, તેની લઢણ કેવા પ્રકારની છે તે વર્ગમાં ગ્રામોફોન રેકોર્ડ વગાડીને અમને સમજાવવામાં આવતું. Linguaphoneની સગવડ ફક્ત અમારી શાળામાં જ હતી. એની રેકર્ડ ઇંગ્લેન્ડથી આવતી. મુંબઈની ઘણીખરી શાળાઓ કરતાં અમારી બાબુ પનાલાલ હાઈસ્કૂલ આધુનિક અને પ્રગતિશીલ છે એની અમને આવાં બધાં Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨OO વંદનીય હૃદયસ્પર્શ સાધનોને કારણે પ્રતીતિ થતી. મુંબઈ યુનિવર્સિટી તરફથી લેવાતી મેટ્રિકની પરીક્ષામાં પહેલા દસ વિદ્યાર્થીઓમાં બાબુ પનાલાલના વિદ્યાર્થીઓ વખતોવખત ઝળકતા. એથી અમારી શાળા ભારે પ્રખ્યાત થઈ ગઈ હતી એનું અમને ગૌરવ હતું. | મોગલસાહેબ અમને અંગ્રેજી તો સરસ ભણાવતા, પણ સાથે સાથે પોતાના વિદ્યાર્થીઓને સારી ટેવો પડે તથા તેમના પર સારા સંસ્કાર પડે તે માટે તેઓ ખૂબ ચીવટ રાખતા. દરેક વિદ્યાર્થીના અક્ષર સારા હોવા જોઈએ. તે માટે અમને મહાવરો કરાવતા. એમણે કૉપીબુક કાઢેલી તે અમને ચાલતી, ગુજરાતી, અંગ્રેજી અને દેવનાગરી – એ ત્રણમાં એમના પોતાના અક્ષર પણ મોતીના દાણા જેવા હતા; મોગલસાહેબના અક્ષર ક્યારેક તો બરાબર છાપેલા જેવા લાગે. ઉંમર વધતાં એમના અક્ષર જરા પણ બગડ્યા નહોતા. ત્રીસ વર્ષની ઉંમરે એમના જેવા અક્ષર હતા તેવા જ અક્ષર છોતેર વર્ષની વયે પણ રહ્યા હતા. અક્ષર જોતાં જ અમને ખબર પડે કે આ મોગલસાહેબના અક્ષર છે. શાળામાં વર્ષના પહેલા દિવસથી જ સાહેબે અમને કેટલીક સૂચનાઓ આપી દીધી હતી, જેમ કે (૧) દરેક વિદ્યાર્થીના ખીસ્સામાં હાથરૂમાલ હોવો જ જોઈએ. (૨) ખીસ્સામાં નાનકડી પોકેટ-ડિક્ષનરી હોવી જ જોઈએ. (૩) દરેક પાસે પેન્સિલ, રબર અને સંચો હોવાં જોઈએ. (૪) હાથના અને પગના આંગળાઓના નખ બરાબર કાપેલા અને સ્વચ્છ હોવા જોઈએ. (૫) માથું તેલ નાખીને બરાબર ઓળેલું હોવું જોઈએ તથા ખીસ્સામાં નાનો કાંસકો હોવો જોઈએ. (૬) યુનિફૉર્મનાં શર્ટ અને પેન્ટ ઉપર એક પણ ડાઘ ન હોવો જોઈએ, બધાં બટન બરાબર હોવાં જોઈએ તથા બૂટ-ચંપલ સ્વચ્છ અને ચકચકિત હોવાં જોઈએ. આ બધા નિયમો માટે જુદા માર્ક્સ હતા. રોજેરોજ વર્ગમાં પહેલી પાંચ મિનિટ આ નિયમો પ્રમાણે તપાસ કરી માર્કસ આપવા માટે રાખવામાં આવી હતી. મોગલ સાહેબે પાડેલી એ સુટેવોનો લાભ વર્ષો સુધી ઘણા વિદ્યાર્થીઓને મળ્યો છે. પોતાના વિદ્યાર્થીઓ ભણવામાં તેમજ સામાન્ય જ્ઞાનમાં બીજી શાળાના વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતા બને તે માટે તેઓ બીજી ઘણી વસ્તુઓ પણ શીખવતા. એટલી નાની ઉંમરે અમને તાર કે મનીઑર્ડર કેમ કરવાં, પોસ્ટકાર્ડમાં કેમ વ્યવસ્થિત લખવું, ટપાલની ટિકિટ ક્યાં કેટલા અંતરે ચોડવી, Page #218 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રજિત મોગલ ૨૦૧ વગેરે નાની નાની વ્યવહારુ બાબતો વિશે પણ તેઓ ચીવટપૂર્વક શીખવતા. મુંબઈની અન્ય કોઈ શાળામાં આવી વસ્તુઓ શીખવવામાં આવતી નહિ. વળી અમારી એટલી નાની ઉંમરે દરેકની પોતાની સહી (Signature) કેવી હોવી જોઈએ તે બતાવી તેનો મહાવરો કરાવ્યો હતો. મુંબઈમાં વેધશાળા, સરકારી ટંકશાળા, મ્યુઝિયમ, જનરલ પોસ્ટ ઑફિસ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પ્રેસ, મ્યુનિસિપલ કૉર્પોરેશન, બોરીબંદર રેલવે સ્ટેશન, પોર્ટ ટ્રસ્ટ, જીમખાનું, ટાઉન હૉલ વગેરે મહત્ત્વનાં સ્થળોની મુલાકાતે તેઓ લઈ જતા અને દરેકની કાર્યવાહી વિગતવાર સમજાવતા. આથી બાબુ પનાલાલ સ્કૂલનો ચોથા ધોરણના વિદ્યાર્થી મુંબઈના સરેરાશ વિદ્યાર્થી કરતાં વધુ જાણકાર અને સુસજ્જ રહેતો. મોગલસાહેબ વર્ગમાં બહુ જ કડક હતા, પરંતુ એટલા જ ભલા હતા. અંગ્રેજી ચોથા ધોરણમાં હું નવા વિદ્યાર્થી તરીકે દાખલ થયેલો એટલે સાહેબના કડક સ્વભાવની વાત સાંભળી ગભરાતો હતો. શરૂઆતમાં એક દિવસ એમણે આપેલી કવિતા બરાબર પાકી નહિ થઈ શકી, મોઢે બોલવામાં ભૂલ પડી કે તરત જ કડક અવાજે એમણે ગુસ્સામાં કહ્યું : “બેન્ચ પર ઊભા થાઓ.” હું બેન્ચ પર ઊભો થયો. એમણે કહ્યું. “આખું વર્ષ મારા પિરિયડમાં બેન્ચ પર ઊભા ઊભા ભણવું પડશે.” આટલી બધી કડક શિક્ષાથી હું તો એકદમ ઢીલો થઈ ગયો. મારી જેમ બીજા પણ છ-સાત વિદ્યાર્થીઓને એ જ પ્રમાણે શિક્ષા થઈ. ભણાવતાં ભણાવતાં પાંચેક મિનિટ વીતી હશે ત્યાં તેમણે કહ્યું, “બેસી જાવ. પણ હવે જો ભૂલ પડશે તો આખું વર્ષ બેન્ચ ઉપર ઊભા રહેવું પડશે.” ત્યારથી અમે બધા મોગલસાહેબના પિરિયડમાં બહુ ચીવટથી અભ્યાસ કરતા થઈ ગયા હતા. ૧૯૪૪માં મેં મેટ્રિકની પરીક્ષા આપી ત્યાં સુધી મોગલસાહેબ સાથે એમના વિદ્યાર્થી તરીકે ગાઢ પરિચય રહ્યો. કૉલેજમાં દાખલ થયા પછી શાળા સાથેનો સંપર્ક દિવસે દિવસે ઓછો થતો ગયો. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરીને બી.એ. અને એમ.એ.ની પરીક્ષા મેં આપી અને એ જ કૉલેજમાં લેક્ઝરર તરીકે હું જોડાયો. ત્યારથી મોગલસાહેબ સાથેનો પરિચય ફરી પાછો તાજો થયો. શાળામાં હતો ત્યારે વર્ગના ઘણા વિદ્યાર્થીઓમાંના એક વિદ્યાર્થી તરીકે પરિચય હતો. હવે તેમણે મને એક વિદ્યાર્થીમિત્રનો Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વંદનીય હૃદયસ્પર્શ દરજ્જો આપ્યો. અમારો સંબંધ ગાઢ થતો ગયો. ઘરે જવા-આવવાનું પણ ચાલુ થયું. શાળામાંથી પસાર થઈ ગયેલા કોઈ કોઈ વિદ્યાર્થીઓ સાથે મોગલસાહેબ ઘરે જવા-આવવાનો પ્રેમભર્યો નિઃસ્વાર્થ સંબંધ બાંધતા. તેઓ મારા ઘરે ઘણી વાર સહકટુંબ આવવા લાગ્યા. અમારો ગુરુ-શિષ્યનો સંબંધ હવે કૌટુંબિક સંબંધમાં પરિણમ્યો. ક્યારેક સાહેબ બહારગામ હોય તો એમનાં પત્ની સુલોચનાબહેન એટલા જ પ્રેમથી અમને આવકારે કે સાહેબની ગેરહાજરી અમને લાગે નહિ. દિવાળીના દિવસે સાહેબ અચૂક અમારા ઘરે આવ્યા હોય, દર બેસતા વર્ષના દિવસે અમે તેમના ઘરે અવશ્ય પગે લાગવા જઈએ. આ અમારો કાયમનો શિરસ્તો બની ગયો હતો. શાળા છોડ્યા પછી મારે સાહેબ સાથે નિકટના પરિચયમાં આવવાનું નિમિત્ત તો એક ગ્રંથનું લેખનકાર્ય હતું. ૧૯૫૫માં એક દિવસ એમનો સંદેશો આવ્યો. હું ઘરે મળવા ગયો. એમણે કહ્યું, “મુંબઈ સરકારના કેળવણી ખાતામાં વિશેષ વાંચન તરીકે મંજૂર કરાવવા માટે પુસ્તકો સોંપવાનાં છે. અમારા પબ્લિશર્સ મેસર્સ કરસનદાસ ઍન્ડ સન્સ (સૂરત) તરફથી એક પુસ્તક સુપ્રત કરવાનું છે. એવરેસ્ટ ઉપર પુસ્તક લખાવવાનો વિચાર કર્યો છે. એ પુસ્તક તમે લખી આપો.' મેં સાહેબની એ દરખાસ્ત સ્વીકારી પુસ્તક લખવું ચાલુ કર્યું. એ પુસ્તક લખવા માટે આધાર તરીકે જોઈતાં અંગ્રેજી પુસ્તકો તથા ઈતર ઘણી સામગ્રી એમણે એકઠી કરી આપી અને “એવરેસ્ટનું આરોહણ' નામનું મારું પુસ્તક મુંબઈ સરકારના કેળવણી ખાતાએ મંજૂર કર્યું. ત્યારથી મોગલસાહેબના ઘરે જવાનું ઘણું વધી ગયું. એમના અંતરંગ સંબંધમાં આવવાનું થયું. તેઓ પોતાના પુત્રની જેમ મને ગણતા, પોતાની અંગત વાતો કરતા અને મુંબઈના સાહિત્યિક જગત વિશે અંગત અભિપ્રાય પણ વ્યક્ત કરતા. એવરેસ્ટનું આરોહણ' લખતી વખતે મેં જોયું કે કરસનદાસ એન્ડ સન્સનાં અને એન. ડી. મહેતાની કંપનીનાં ઘણાં પુસ્તકોનાં મુદ્રણની જવાબદારી મોગલસાહેબ સ્વીકારતા. કાગળ, ટાઈપ, લે-આઉટ, મથાળાં, ચિત્રોનો બ્લૉક ઇત્યાદિ બધી જ વસ્તુઓ તેઓ ઝીણી નજરે તપાસતા. એક પણ ભૂલ વગરનું, સરસ મુદ્રણવાળું, હાથમાં લેતાં જ ગમી જાય તેવું પુસ્તક Page #220 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રજિત મોગલ ૨૦૩ તૈયાર કરવું એ મોગલસાહેબની એક શોખની પ્રવૃત્તિ હતી. તેમની ચીવટ કેટલી બધી હતી તેની “એવરેસ્ટનું આરોહણ'ના પ્રકાશનના પ્રસંગે પ્રતીતિ થઈ હતી. “એવરેસ્ટનું આરોહણ'નાં જોઈ, સુધારીને હું સાહેબને આપતો. મારા તપાસેલાં પ્રફ પછી સાહેબ પોતે જોઈ જતા અને એમાં લાલ પેનથી ભૂલો સુધારતા. એ વખતે મારા તપાસેલાં મૂફમાં ઘણા બધા લાલ સુધારા જોઈ હું તો ચમકી ગયેલો કે આટલી બધી ભૂલો કેવી રીતે રહી ગઈ હશે ! પરંતુ બરાબર જોયું તો સમજાયું કે એ ભૂલો જોડણીની ન હતી, કંપોઝિંગની હતી. કાનો કે માત્રા અવળા મુકાઈ ગયાં હોય, ટાઇપ ઘસાયેલો કે જરા તૂટેલો વપરાયો હોય, સરખો લાગે છતાં કોઈ રોંગ ફેઈસનો ટાઈપ હોય, બે ટાઈપ વચ્ચે કે બે શબ્દો વચ્ચે માપ કરતાં વધારે-ઓછી જગા રખાઈ હોય, અનુસ્વાર બરાબર ઊઠ્યો ન હોય – ઇત્યાદિ એટલું બધું ઝીણી નજરે તેઓ જોતા કે પ્રથમ નજરે આપણને જે ભૂલ ન દેખાઈ હોય તે વર્ષોના મહાવરાથી તેઓ તરત પકડી પાડતા. મોગલસાહેબે મને લેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરાવ્યો એટલા માટે એવરેસ્ટનું આરોહણ' પુસ્તક મેં એમને અર્પણ કર્યું હતું. પછીથી તો મારા લેખનકાર્યમાં તેઓ સતત રસ લેતા રહ્યા હતા. કેટલાંક વર્ષ પહેલાં “Buddhism - An Introduction' નામનું મારું પુસ્તક તૈયાર થયું ત્યારે એના મુદ્રણકાર્યની બધી જ જવાબદારી એમણે પ્રેમથી સહર્ષ ઉઠાવી લીધી હતી. મોગલસાહેબે શાળામાંથી નિવૃત્ત થયા પછી મુદ્રણકાર્યને પોતાના શોખની એક મોટી પ્રવૃત્તિ બનાવી દીધી હતી. રોજ સવારે ગ્રાન્ટ રોડના ઘરેથી ચાલતાં ચર્નિરોડ સ્ટેશન પાસે આવેલા પોતાના મિત્રના એક પ્રેસમાં તેઓ પહોચે. સવારના નવથી સાડા દસ સુધી તેઓ અચૂક ત્યાં બેઠા જ હોય. મેટર સુધારે, પ્રૂફ તપાસે અને કામ વધ્યું હોય તો ઘરે પણ લઈ જાય. જુદી જુદી સંસ્થાઓ કે વ્યક્તિઓનાં પુસ્તકોનાં કામ, મહેનતાણાની કાંઈ પણ અપેક્ષા વગર, પ્રેમથી તેઓ કરી આપતા. મોગલસાહેબને કોઈ કામ સોંપવા જાય અને એમણે ના પાડી હોય એવું ભાગ્યે જ બનતું. કંઈ પણ મહેનતાણું લીધા વિના તેઓ હર્ષપૂર્વક કામ કરી આપે, તેમ છતાં એમનામાં ચોકસાઈ અને જવાબદારીનું ભાન એટલું જ. નિશ્ચિત સમયે એમનું કામ થયું જ હોય. એમને સોપેલા કામ માટે પૂરેપૂરો આધાર રાખી શકાય. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ વંદનીય હૃદયસ્પર્શ ભાષા, જોડણી અને ટાઇપોગ્રાફી વગેરેની સૂઝ અને ચોકસાઈના કારણે મહારાષ્ટ્ર સરકારના એજ્યુકેશન બૉર્ડની ગુજરાતી અને બીજા વિષયોની સમિતિ સાથે જીવનના અંત સુધી તેઓ સંકળાયેલા રહ્યા હતા. એજયુકેશન બૉર્ડને તેમના કામમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. એમની સલાહ મૂલ્યવાન ગણાતી. એમના અવસાનના થોડા વખત પહેલાં મોગલસાહેબના ઘરેથી પુસ્તકોનું એક પેકેટઆવ્યું. ખોલીને જોયું તો એમાં મારાં લખેલાં પુસ્તકો હતાં. આજદિવસ સુધી મેં એમને ભેટ આપેલાં એ મારાં પ્રકાશિત થયેલાં પુસ્તકો હતાં. મને નવાઈ લાગી. કેમ પાછાં મોકલ્યાં હશે? હું વિચારતો હતો ત્યાં એમનો ફોન આવ્યો. કહ્યું, “બધાં પુસ્તકો મેં વાંચી લીધેલાં છે. મારે હવે એની જરૂર નથી. મેં મારો પરિગ્રહ ઓછો કરવા માંડ્યો છે. તમારાં પુસ્તકો ગમે તેને આપી દઉં તેના કરતાં તમને જપાછાં મોકલ્યાં છે, જેથી તમને યોગ્ય લાગે તેમ ઉપયોગ કરી શકો. બીજા કેટલાક લેખકોને પણ એમનાં પુસ્તકો પાછાં મોકલ્યાં છે, એટલે માઠુંનલગાડશો. હું ધીમે ધીમે જીવનનો ભાર હળવો કરી રહ્યો છું.” વૃદ્ધાવસ્થા આવે અને પોતાના રસના અને શોખના વિષયમાં કે પોતાના વ્યાવસાયિક વિષયમાં પોતાનાં સંતાનોને એમની અન્ય પ્રકારની કારકિર્દીને કારણે રસ ન હોય તો પોતાનો તે પ્રકારનો પરિગ્રહ પોતાની હયાતીમાં જ ઓછો કરી નાખવાનું મન કેટલીક દીર્ઘદર્શી વ્યક્તિઓને થતું હોય છે. પોતાનો વ્યાવસાયિક કાળ અત્યંત સક્રિયપણે ગાળનાર વ્યક્તિઓને પોતાનો નિવૃત્તિકાળ પ્રકીર્ણ પ્રવૃત્તિઓથી પરાણે ભરવાનું જયારે આવી પડે છે ત્યારે એમનું અંતર એમને અંદરથી કોરી ખાય છે. ક્યારેક વૃદ્ધાવસ્થામાં શરીર સ્વસ્થ હોવા છતાં નિષ્ક્રિયતા કે નિરર્થકતાનો નિર્વેદ પ્રગટ થાય છે અને જીવન બોજારૂપ લાગે છે. ક્યારેક વૃદ્ધાવસ્થામાં પોતાના સમાજ સાથે, પોતાનાં સ્વજનો સાથે, અરે ખુદ પોતાની જાત સાથે તાલ અને સંવાદિતા તૂટે છે ત્યારે જીવન અસહ્ય બની જાય છે. એવે વખતે ઊર્મિલતાની કોઈ એવી સઘન ક્ષણ આવી જાય છે કે જ્યારે વિવશ બની ગયેલો માણસ આત્મવિલોપન કરી બેસે છે. મનુષ્યનું મન અકળ છે. મોગલસાહેબે સ્વેચ્છાએ પોતાનું જીવન અચાનક કેમ પૂરું કરી નાખ્યું એનો ઉત્તર કોણ આપી શકે? Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વિજય મરચન્ટ શ્રી વિજય મરચન્ટનું મંગળવાર, તા. ર૭મી ઑક્ટોબર ૧૯૮૭ના રોજ અવસાન થતાં ક્રિકેટના ક્ષેત્રની અને સમાજસેવાના ક્ષેત્રની એક તેજસ્વી વ્યક્તિની આપણને ખોટ પડી છે. એમની ચિરવિદાયથી મને સમાજસેવાના ક્ષેત્રે એક મુરબ્બી-માર્ગદર્શકની ખોટ પડી છે. શાળા અને કૉલેજના અભ્યાસકાળ દરમિયાન ક્રિકેટ મારી પ્રિય રમતોમાંની એક હતી એટલે મુંબઈમાં રમાતી ક્રિકેટમેચ જોવા અમે મિત્રો જતા ત્યારે વિજય મરચન્ટ અમારા પ્રિય ખેલાડી હતા. ગુજરાતી, મરાઠી, મદ્રાસી કે હિંદુ, મુસલમાન, પારસી જેવા પ્રાદેશિક, ભાષાકીય કે કોમી ભેદો ત્યારે ન હતા (જોકે બ્રિટિશ રાજય દરમિયાન હિંદુ, મુસલમાન, પારસી એમ કોમવાર ટેસ્ટમેચ દર વર્ષે રમાતી) તો પણ વિજય મરચન્ટ ગુજરાતી ખેલાડી છે એનું અમને ગૌરવ થતું. | વિજયભાઈના નિકટના સંપર્કમાં આવવાનું મારે સમાજસેવાના નિમિત્તે બન્યું. ક્રિક્ટના ક્ષેત્રે નિવૃત્ત થયા પછી વિજયભાઈએ મુંબઈમાં માનવતાનું, સમાજસેવાનું કાર્ય વેગથી ઉપાડ્યું. અનેક દુઃખી લોકોના સંપર્કમાં તેઓ આવ્યા અને તેમના જીવનમાં સુખશાંતિ કેવી રીતે આણી શકાય એ માટેની વિવિધ યોજનાઓ તેઓ ઘડવા લાગ્યા. એમનો અનુભવ પણ દિવસે દિવસે સમૃદ્ધ બનવા લાગ્યો. એમની પાસે સાંભળતાં ખૂટે નહિ એટલા જાતઅનુભવના કિસ્સાઓ ગરીબ લોકોના દુઃખના હતા. અમારા જૈન યુવક સંઘના ઉપક્રમે ચાલતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરવા હું વિજયભાઈની ઑફિસમાં કેટલાંક વર્ષ પહેલાં ગયો હતો. એક ગર્ભશ્રીમંત, સુખી, તેજસ્વી માણસ, વળી ક્રિકેટના ક્ષેત્રની નામાંકિત વ્યક્તિ ગરીબ લોકોના દુ:ખમાં સાચા દિલથી રસ લઈ કંઈક કરી છૂટવા ઇચ્છે છે એ જાણીને આનંદ થયો હતો. કેટલાય શ્રીમંતોનો અને રમતગમતના ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓનો નિવૃત્તિકાળ ક્લબ અને પાર્ટીઓમાં વીતતો હોય છે. એણે જાતે ગરીબી વેઠી ન હોય તેવી વ્યક્તિને ગરીબોની યાતનાઓનો વાસ્તવિક ખ્યાલ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વંદનીય હૃદયસ્પર્શ ઓછો આવે છે. ક્યારેક તો વિચાર સુધ્ધાં પણ આવતો નથી. વિજયભાઈ પાસેથી એમનાં સેવાકાર્યની થોડીક ઝલક સાંભળીને એમના પ્રત્યે બહુ આદર થયો. તેઓ પોતાની ઑફિસમાં પોતાનું કામ કરતા જાય અને અમારી સાથે વાતનો દોર પણ ચાલુ રાખે. ટેબલ પર આવતા-જતા કાગળો અને ફાઇલો ઉપર નજર ફેરવતા જાય અને પોતાના અનુભવો વર્ણવતા જાય. વાંચવા માટે બેતાળાં ચમાં જોઈએ અને વાતચીત કરવા માટે ચમાંની જરૂર રહે નહિ. એટલે કાં તો ઘડીએ ઘડીએ ચશ્માં ઉતારવાં પડે અથવા બાયફોકલ ચશ્માં પહેરવાં પડે. વિજયભાઈ એવા ચમાં પહેરતા કે જેમાં નીચેના અર્ધા ભાગમાં વાંચવા માટેનો કાચ હોય અને ઉપરનો અર્ધો ભાગ ખાલી હોય એટલે તેઓ જ્યારે ટેબલ પર બેસીને કામ કરતા અમારી સાથે વાત કરતા હોય ત્યારે ચમાંની ફ્રેમમાંથી ઉપરના અડધા ખાલી ભાગમાંથી નરી આંખે નિહાળતા. એમની એ લાક્ષણિક મુદ્રા ચિરાંકિત બની ગઈ હતી. વિજયભાઈ નૅશનલ એસોસિએશન ફૉર બ્લાઇન્ડ નામની સંસ્થામાં પ્રમુખ હતા. એમની ભલામણથી અમારા સંઘના ઉપક્રમે અંધ અને અપંગ લોકોને આર્થિક રીતે પગભર બનવા માટે સ્ટોલ, ટેલિફોન બૂથ, સીવવાના સંચા વગેરે આપવાની યોજના હાથ ધરવામાં આવી હતી. એ યોજના માટે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વિજયભાઈના પ્રેરક ઉદ્બોધન પછી અમને દાતાઓ તરફથી અમારી અપેક્ષા કરતાં ઘણો બધો સારો સહકાર મળ્યો હતો. ત્યાર પછી એ યોજનાનુસાર જ્યારે પણ અંધ કે અપંગ વ્યક્તિને સ્ટોલ કે ટેલિફોન બૂથ કરાવી આપવાનો પ્રસંગ આવે ત્યારે વિજયભાઈ તે માટે ખાસ કાર્યક્રમ ગોઠવતા અને દાતાઓને હાથે તેનું ઉદ્ધાટન કરાવતા. એવા ઘણા બધા કાર્યક્રમોમાં સંઘના હોદ્દેદારો અને અન્ય સભ્યો વિજયભાઈને મળતા. આવા કાર્યક્રમો વખતે વિજયભાઈનો આનંદ સમાતો નહોતો. એમના વ્યક્તિત્વ અને વક્તવ્યમાંથી એ સ્પષ્ટ જણાઈ આવતું. એક મિશનરીની ઢબે એમણે આ કામ ઉપાડ્યું હતું. ગરીબો માટેની યોજનાઓ વિશે વિચારણા કરવા માટે વિજયભાઈને મળવા માટે મુંબઈમાં ચર્ચગેટ ખાતે સી. સી. આઈ. ક્લબમાં મિટિંગ ગોઠવાતી. વિજયભાઈએ “નાસિઓહ નામની સંસ્થાની સ્થાપનામાં સક્રિય કાર્ય કર્યું. ચેમ્બરમાં આવેલી એ સંસ્થાની મુલાકાત લેવા માટે વિજયભાઈએ Page #224 -------------------------------------------------------------------------- ________________ વિજય મરચન્ટ ૨૦૭ અમારા સંઘને નિમંત્રણ આપ્યું હતું. અપંગોને તાલીમ આપી સ્વાશ્રયી અને પગભર કરવા માટેની આ એક પ્રતિષ્ઠિત સંસ્થાને રાજ્ય અને કેન્દ્રની સરકાર તરફથી તથા વિદેશી સંસ્થાઓ તરફથી ઘણો સારો આર્થિક સહકાર સાંપડ્યો હતો. સંઘના ઉપક્રમે અપંગોને આર્થિક સહાય આપવાની યોજના કરવામાં આવી હતી અને એ નિમિત્તે પણ વિજયભાઈને મળવાનું ઘણી વાર બન્યું હતું. દુઃખી લોકોનું દુઃખ હળવું કરવા માટે તેઓ કેટલો જબરો પુરુષાર્થ કરી રહ્યા છે તે જોઈ હર્ષ થતો હતો. | વિજયભાઈની સમાજસેવાનું ક્ષેત્ર અંધ અને અપંગોને પગભર કરવા માત્રમાં સીમિત રહ્યું નહોતું. એવી વ્યક્તિઓની યોગ્યતાનો વિચાર કરીને ક્યારેક તેઓ એવાં બે પાત્રોનાં લગ્ન પણ ગોઠવી આપતા. કોઈ સ્ત્રીને ધણીનો ત્રાસ હોય કે કોઈ દુઃખી સ્ત્રી-પુરુષને ઘર કે જમીનનો પ્રશ્ન હોય, કોઈને છૂટાછેડા લેવા હોય તો તેવા ગરીબ માણસોને પરગજુ વિજયભાઈ વકીલની મફત સેવા મેળવી આપી કોર્ટના કામકાજમાં પણ સહાય કરતા. આટલું બધું કામ કરનારી વ્યક્તિને માથે પત્ર દ્વારા કે ટેલિફોન દ્વારા કે રૂબરૂ મુલાકાત દ્વારા સમય ફાળવવાનો આવે તો તેને ક્યારેક થાક પણ લાગે, પરંતુ વિજયભાઈ દુ:ખી વ્યક્તિ પોતાની એકની એક વાત વારંવાર કહે તો પણ કંટાળતા નહિ. બલકે સમભાવ અને સહાનુભૂતિથી પૂરો સમય આપી વાત સાંભળતા અને યોગ્ય માર્ગદર્શન કે સલાહ-સૂચન આપતા. આટલું બધું કામ કરતા હોવા છતાં એમનાં વાણી અને વર્તનમાં, એમના ખાનદાન ભાટિયા કુટુંબની સ્વાભાવિક વિનમ્રતા ડગલે ને પગલે દેખાતી. ક્રિકેટના ખેલાડી તરીકે વિજયભાઈની પ્રતિભા અને પ્રતિષ્ઠા અનોખી હતી. ક્રિકેટમાં પણ તેઓ ખેલદિલ અને સિદ્ધાંતવાદી હતા. એક બાજુ ખેલાડી તરીકે પોતાની પ્રતિષ્ઠાનું હિત હોય અને બીજી બાજુ આખી ટીમનું હિત હોય તો તેઓ ટીમના હિતને ખાતર પોતાની અંગત સિદ્ધિને જતી કરતા. ટીમને ખાતર સદી–સંચરી કરવાની તક મળી હોય તો તે પણ તેઓ જતી કરતા. ક્રિકેટની ટેસ્ટમૅચોમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે વિજયભાઈની ખ્યાતિ ઘણી મોટી હતી. તેઓ દઢ વિશ્વાસપૂર્વક ઘણા રન કરી શકતા. ક્રિકેટના ઇતિહાસમાં રનની સરેરાશની દૃષ્ટિએ બ્રેડમેન પછી વિજયભાઈનું નામ ગણાય છે. ‘લગકટ'ના પ્રકારના ફટકા મારવાની એમની શૈલી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ વંદનીય હૃદયસ્પર્શ હતી. કૉમેન્ટેટર તાલ્યાખાન એને “વિજુલા-કટ' તરીકે ઓળખાવતા. કુનેહ તથા તાકાતથી જરા પણ સંક્ષોભ પામ્યા વગર પૂરી સ્વસ્થતાથી રમવાની એમની પદ્ધતિએ ક્રિકેટના ક્ષેત્રમાં એમને ઘણી મોટી સિદ્ધિ અપાવી હતી. પ્રતિષ્ઠાની ટોચે હતા ત્યારે જ વિજયભાઈ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા. તેઓ કહેતા કે સારા ખેલાડીએ પ્રતિષ્ઠાની ટોચે પહોંચતાં જ નિવૃત્ત થઈ જવું જોઈએ. કોઈ પણ સ્થાનને ઝાઝો વખત વળગી રહીને ઝાંખું પાડવું તે યોગ્ય નથી. એમની એ સૂઝ અને સમજ આદરને પાત્ર ગણાઈ હતી. વિજયભાઈની મુખ્ય કારકિર્દી તો ક્રિકેટના ખેલાડી તરીકેની હતી. પરંતુ સમાજસેવાના ક્ષેત્રે ઝંપલાવ્યા પછી તેઓ કહેતા કે “ક્રિકેટ એ જો મારા જીવનની પહેલી ઇનિંગ છે, તો સમાજસેવા એ બીજી ઇનિંગ છે. ઉપરવાળો છેલ્લો બૉલ નાખશે એટલે આપણે આઉટ થઈ જઈશું.” સમાજસેવાનું કાર્ય કરવાની સાથે સાથે વિજયભાઈનો ક્રિકેટનો રસ સાદંત જળવાઈ રહ્યો હતો. ઘણાં વર્ષો સુધી એમણે રેડિયો ઉપરથી ટેસ્ટમેચની રનિંગ કૉમેન્ટરી આપી હતી. સ્પષ્ટ બુલંદ અવાજે પૂરી સમજ સાથે અપાતી એમની કોમેન્ટરી સાંભળવી એ પણ એક લહાવો હતો. રેડિયો ઉપર ચહેરો દેખાવાનો પ્રશ્ન ન હોય, માત્ર અવાજ જ સંભળાય. એ અવાજ અને શૈલીથી તરત જ ખબર પડે કે આ કૉમેન્ટરી વિજયભાઈની છે. ટી.વી. ઉપર મૅચનું પ્રસારણ શરૂ થયા પછી વિદેશમાં રમાતી મેચ જોવા માટે અડધી રાતે જાગીને તેઓ પોતાના ઘરે ટી.વી. ચાલુ કરતા. દુનિયાભરની ક્રિકેટની પ્રવૃત્તિથી તેઓ જીવનના અંતિમ સમય સુધી પૂરેપૂરા અને સતત માહિતગાર રહ્યા હતા, અને તે માટેની વિવિધ સમિતિઓમાં સક્રિય સભ્ય તરીકે તેમણે પોતાની સેવા આપી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઉંમર અને કામના બોજાને કારણે વિજયભાઈની તબિયત ઉપર અસર પહોંચી હતી. હૃદયરોગના ગંભીર હુમલાનો ભોગ તેઓ ત્રણ વાર બન્યા હતા. પરંતુ એથી એમની સેવાની લગની ઓછી થઈ ન હતી. એક વાર વાત નીકળી ત્યારે તેમણે કહેલું કે, “મારા શરીરનો બહુ ભરોસો નથી; પરંતુ કેટલાંક વર્ષોથી મેં મુંબઈની બહાર જવાનું બંધ કરી દીધું છે. મુંબઈમાં ભલે ગમે ત્યાં હોઉં, હૃદયરોગની કંઈ પણ તકલીફ થાય તો થોડી વારમાં જ દાકતરી સારવાર મળી શકે કે જેથી કરીને રોગ ઉગ્ર ન બની જાય. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ વિજય મરચન્ટ ખાવાપીવામાં અને સવારે ચાલવામાં એટલો જ નિયમિત રહું છું. ત્રણ ત્રણ હુમલા પછી પણ હું આટલું કામ કરી શકું છું તેનું કારણ મારી ચીવટ છે.” તેઓ કહેતા કે ખાવાપીવામાં પણ તેઓ બહુ નિયમિત થઈ ગયા છે. કેટલાક સમયથી દાક્તરની સલાહ અનુસાર પાણી પીવાનું પણ તેમણે બંધ કરી દીધું હતું. શરીરને જરૂરી એટલું પાણી ફળ અને દહીંમાંથી તેઓ મેળવી લેતા. ઘરેથી બહાર જતી વખતે ટિફિનમાં પપૈયું અને દહીં સાથે જ રાખેલાં હોય. જયારે જરૂર પડે ત્યારે લઈ લેતા. - સ્વ. વિજયભાઈનાં અનેક સંસ્મરણો નજર સામે તરવરે છે. તેઓ પોતાના જીવનને સમૃદ્ધ અને સાર્થક બનાવીને ગયા. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મોરારજી દેસાઈ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈનો ૯૯ વર્ષની ઉંમરે મુંબઈમાં તા. ૧૦મી એપ્રિલ ૧૯૯૫ના રોજ સ્વર્ગવાસ થયો. એમણે ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કર્યો, પરંતુ શતાબ્દી પૂરી કરી શક્યા નહિ. તેમની નિયમિતતા અને શારીરિક સ્વસ્થતા જોતાં એવી આશા હતી કે તેઓ અવશ્ય ૧૦૦ વર્ષ પૂરાં કરશે. પરંતુ કુદરતનું કરવું કંઈક જુદું જ હોય છે. જેમના નખમાંયે રોગ નહોતો એવા મોરારજીભાઈ અચાનક તાવમાં પટકાયા અને તાવની અસર મગજ પર પહોંચી. બેભાન અવસ્થામાં તેમણે જસલોક હૉસ્પિટલમાં દેહ છોડ્યો. જસલોક હૉસ્પિટલમાં છેલ્લા દિવસોમાં એમને જોવા માટે મુલાકાતીઓને જવા દેવામાં આવતા નહોતા. આમ પણ તેઓ ભાનમાં ન હતા. એટલે એમને અંદર જોવા જવાનો વિશેષ અર્થ પણ નહોતો. મોરારજીભાઈના પાર્થિવ દેહને, એમની ભાવના અનુસાર અમદાવાદમાં સાબરમતી નદીના તટમાં અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. પ્રખર ગાંધીવાદી, નિર્દભ, સત્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ, સાધનશુદ્ધિના આગ્રહી, કુશળ વહીવટકર્તા, સ્વતંત્ર વિચારક, ભગવદ્ગીતાના ઉપાસક કર્મયોગી એવા સ્વ. મોરારજી દેસાઈની ૯૯ વર્ષની સક્રિય કારકિર્દીના ઘટનાસભર જીવન વિશે ઘણું લખી શકાય. એમનું વિસ્તૃત જીવનચરિત્ર લખાયું છે. અહીં તો માત્ર એમના જીવનનાં કેટલાંક પાસાં વિશે અંગત સ્મરણો સાથે લખવું છે. ભારતની આઝાદીના જંગમાં ભાગ લેનાર નેતાઓમાં છેલ્લાં પચાસ વર્ષમાં એક માત્ર મોરારજીભાઈ જ એવી વ્યક્તિ છે કે જેમને બધી કક્ષાનો સત્તાવાર અનુભવ હતો. જવાહરલાલને સીધો વડાપ્રધાન તરીકેનો અનુભવ હતો. રાજ્યકક્ષાનો કશો અનુભવ નહોતો. તેવી જ રીતે ઇન્દિરા ગાંધીને પણ રાજ્યકક્ષાનો અનુભવ નહોતો. રાજીવ ગાંધીને તો ધારાસભા કે લોકસભાના સભ્ય તરીકેનો કે રાજ્ય કે કેન્દ્રના કોઈ પ્રધાન તરીકેનો પણ અનુભવ નહોતો. Page #228 -------------------------------------------------------------------------- ________________ મોરારજી દેસાઈ ૨૧૧ મોરારજીભાઈને ધારાસભાના સભ્ય તરીકે, કેન્દ્રના પ્રધાન તરીકે, નાયબ વડાપ્રધાન તરીકે અને વડાપ્રધાન તરીકેનો અનુભવ હતો. આટલા બધા પ્રકારનાં સત્તાસ્થાન પર રહેલી હજુ સુધી કોઈ એક વ્યક્તિ હોય તો તે મોરારજીભાઈ દેસાઈ છે. વળી, તેઓને બ્રિટિશ શાસનકાળ દરમિયાન બ્રિટિશ રાજયતંત્રમાં પણ ડેપ્યુટી કલેક્ટર, પ્રોવિન્શિયલ ઑફિસર, પર્સનલ એસિસ્ટન્ટ ટુ કલેક્ટર વગેરે પ્રકારનાં સત્તાસ્થાનોનો અનુભવ હતો અને આઝાદી પૂર્વે ૧૯૩૭માં જે હોમરૂલ પ્રાંતિક સરકારની રચના થયેલી તેમાં બાળાસાહેબ ખેર સાહેબ સાથે એમણે મહેસૂલ ખાતાના પ્રધાન તરીકે કામગીરી બજાવી હતી. સરકારી સત્તાસ્થાનો ઉપરાંત કોંગ્રેસ પક્ષમાં પણ એમણે ગુજરાત પ્રદેશના કૉંગ્રેસના મંત્રી તરીકે, કારોબારી સમિતિના સભ્ય તરીકે, કામરાજ યોજના હેઠળ રાષ્ટ્રના અગ્રણી કાર્યકર નેતા તરીકે એમ વિવિધ પ્રકારની કામગીરી બજાવી હતી. મોરારજીભાઈએ ૧૯૩૦માં સાબરમતી જેલમાં, ૧૯૩૧માં નાસિક જેલમાં, ૧૯૩૩માં યરવડા જેલમાં, ૧૯૪૧માં સાબરમતીમાં અને યરવડા જેલમાં, ૧૯૪૨માં યરવડા જેલમાં અને આઝાદી પછી ઇન્દિરા ગાંધીના કટોકટીના શાસનકાળ દરમિયાન ૧૯૭પમાં સોહના જેલમાં રહીને જેલજીવનનો પણ ઘણો અનુભવ લીધો હતો. | મોરારજીભાઈ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા ત્યારે શ્રી જૈન યુવક સંઘની વસંત વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે પધાર્યા હતા. ત્યારે વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે મેં એમની આ બધી સિદ્ધિઓ દાખવતાં એવી ઇચ્છા અને આશા વ્યક્ત કરી હતી કે, “હવે એકમાત્ર રાષ્ટ્રપતિનું પદ મોરારજીભાઈને મળવું બાકી છે અને સક્રિય રાજકારણમાંથી તેઓ નિવૃત્ત થયા છે ત્યારે આ પદ પણ તેમને મળશે એવી આશા વ્યક્ત કરું છું.” પરંતુ મોરારજીભાઈને એ પદ મળ્યું નહિ. મળ્યું હોત તો રાષ્ટ્રની શોભા વધત. એટલું સારું થયું કે એમને પોતાની હયાતીમાં જ “ભારતરત્ન'નો ઈલ્કાબ મળ્યો હતો. પાકિસ્તાને પણ એમને સર્વોચ્ચ ઇલ્કાબ “નિશાને પાકિસ્તાન આપ્યો હતો. ભારતના દુશ્મન ગણાતા રાષ્ટ્રમાં પણ મોરારજીભાઈની સુવાસ કેવી હતી એની એ પ્રતીતિ કરાવે છે. ભારત અને પાકિસ્તાન એમ બંને રાષ્ટ્રોના સર્વોચ્ચ ઇલ્કાબ મેળવનાર એક મ. . --ક્તિ હોય તો તે મોરારજીભાઈ જ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ વંદનીય હૃદયસ્પર્શ મોરારજીભાઈને નજીકથી મળવાનો સૌથી પહેલો પ્રસંગ મને ૧૯૫૨માં પ્રાપ્ત થયો હતો. ત્યારે તેઓ મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા. તે વર્ષે હું બેલગામમાં લશ્કરી તાલીમ લેવા ગયો હતો. બેલગામ ત્યારે મુંબઈ રાજયમાં હતું. મોરારજીભાઈ રાજ્યના મુખ્ય મંત્રી તરીકે બેલગામના મિલિટરી સેન્ટરની મુલાકાત લેનાર હતા. તેઓ અમારી પરેડની સલામી લેનાર હતા. અને મિલિટરી મેસમાં અમારી સાથે ભોજન લેનાર હતા. આઝાદી પછી હજુ થોડાં જ વર્ષ પસાર થયાં હતાં. બ્રિટિશરોની લશ્કરી એટિકેટ હજુ ચાલુ જ હતી. એટિકેટનો મુખ્ય પ્રશ્ન આ હતો : મિલિટરી મેસમાં કે પરેડના મેદાનમાં કોઈ પણ વ્યક્તિ ચંપલ પહેરીને જઈ ન શકે. બૂટમોજાં પહેરીને જ જવું પડે. વળી કોઈ પણ વ્યક્તિ મેસમાં ભોજન માટે ધોતિયું કે પાયજામો પહેરીને ન જઈ શકે, પેન્ટ જ પહેરવું પડે. મોરારજીભાઈ ધોતિયું અને ચંપલ પહેરીને આવવાના હતા. વડાપ્રધાન જવાહરલાલ બૂટ પહેરતા અને ધોતિયું નહોતા પહેરતા. એમનાથી લશ્કરી ઑફિસરો ટેવાઈ ગયા હતા, પરંતુ ધોતિયું અને ચંપલથી હજુ ટેવાયા નહોતા. મિલિટરીમાં એટિકેટનો એટલે કે શિષ્ટાચારનો ભંગ એ ઘણી ગંભીર બાબત ગણાય. વસ્તુતઃ ગુનો જ લેખાય છે. મોરારજીભાઈ માટે બૂટમોજાં અને લશ્કરી યુનિફૉર્મ તૈયાર રાખવામાં આવ્યાં હતાં, પરંતુ એ કહેવાની હિંમત કોણ કરે, અને જો તેઓ ન માને તો શું થાય ? અમારા કમાન્ડિગ ઑફિસર આ બાબતમાં જે બહુ ગુસ્સામાં હતા તે છેલ્લી ઘડીએ ઢીલા પડી ગયા. અમારી ઑફિસરોની મીટિંગમાં તેમણે જાહેર કર્યું કે, “આપણાથી કશું કહી શકાશે નહિ. એટિકેટનો ભંગ થાય તે જોયા કરવો પડશે.” - મોરારજીભાઈ મુલાકાત માટે આવ્યા. તેઓ પ્રસન્નવદન હતા, પણ અમારા કમાન્ડિગ ઑફિસરના ચહેરા પર કૃત્રિમ પ્રસન્નતા હતી. બીજા ઑફિસરો પણ ઝંખવાણા પડી ગયા હતા. મોરારજીભાઈએ અમારી સાથે ધોતિયું અને ચંપલ પહેરીને ભોજન લીધું. બેલગામના મિલિટરી સેન્ટરમાં પહેલી વાર એટિકેટના ભંગરૂપ ઐતિહાસિક ઘટના બની ગઈ. ભોજન પછી અમે બધા ઑફિસરો બેઠકના ખંડમાં બેઠા. તેમની સાથે વાત કરવાની મને પણ તક મળી. ઑફિસરમાં ગુજરાતી તરીકે હું એક જ હતો. હું લશ્કરી તાલીમ લઉં છું એ જાણીને એમને આનંદ થયો. વળી હું Page #230 -------------------------------------------------------------------------- ________________ મોરારજી દેસાઈ ૨૧૩ જૈન છું એ જાણીને એમને આશ્ચર્ય થયું. ખાનપાનમાં મને કંઈ મુશ્કેલી નથી પડતી અને મને યોગ્ય શાકાહાર મળી રહે છે એ જાણીને એમને સંતોષ થયો હતો. હું કઈ કૉલેજમાં કયો વિષય ભણાવું છું તે પણ એમણે મને પૂછયું. થોડી મિનિટ માટેની આ અમારી અનૌપચારિક વાતો એમને માટે તો અનેકમાંની એક હતી. એમને યાદ પણ ન રહે, પણ પચીસ વર્ષની વયે મને રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરવાની તક મળી એ મારે માટે યાદગાર ઘટના હતી. અલબત્ત, ત્યાર પછી તો એમને મળવાનું ઘણી વાર થયું હતું. મોરારજીભાઈને જ્યોતિષમાં ઊંડી શ્રદ્ધા હતી. ઇમરજન્સી પહેલાં એક વખત અમારી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, પોતે જરૂર ભારતના વડાપ્રધાન થવાના છે. પોતાની જન્મકુંડળીમાં એવો યોગ છે. મોરારજીભાઈની એ વાત સાચી પડી હતી. વડાપ્રધાનના પદેથી નિવૃત્ત થયા પછી એક વખત મોરારજીભાઈને મારે મળવાનું થયું ત્યારે એમણે વાતવાતમાં કહ્યું હતું કે જ્યોતિષના આધારે ઇન્દિરા ગાંધી કરતાં પોતે વધુ જીવવાના છે. ઇન્દિરા ગાંધી ત્યારે ફરીથી વડાંપ્રધાન થયાં હતાં. ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને તેઓ મોરારજીભાઈ કરતાં વહેલાં વિદાય થયાં, પરંતુ એ હત્યા ન થઈ હોત તો પણ ઇન્દિરા ગાંધીનું આયુષ્ય લાંબું નથી એવું મોરારજીભાઈ માનતા હતા. એક વખત વાતચીતમાં એમણે ઇન્દિરા ગાંધીનો નિર્દેશ કરતાં કહ્યું કે, ઇન્દિરા ગાંધી પોતાને થયેલા કોઈ ગંભીર રોગની જાહેરાત થવા દેતાં નથી, પરંતુ તેઓ નિયમિત વધુ પ્રમાણમાં કોર્ટિઝનનો ડોઝ લે છે. તે પરથી લાગે છે કે એમનું શરીર વધુ સમય ટકી શકશે નહિ. અલબત્ત ઇન્દિરા ગાંધીની હત્યા થઈ એટલે એમના સ્વાસ્થ્ય વિશેની આ વાતની તો માત્ર અટકળ જ કરવાની રહે છે. મોરારજીભાઈને કિશોરાવસ્થાથી જ નિસર્ગોપચારમાં શ્રદ્ધા હતી. તેઓ જવલ્લે જ માંદા પડ્યા હશે. તેમણે ક્યારેય એલોપથીની દવાઓ લીધી નહોતી. તેમણે ક્યારેય બળિયા-અછબડા માટે રસી મુકાવી નહોતી. જે વખતે આખી દુનિયામાં કોઈ દેશ રસી મુકાવ્યા વગરની ગમે તેવી મોટી વ્યક્તિ હોય તો પણ તેને પોતાના દેશમાં પ્રવેશ આપતી નહોતી તે વખતે પણ મોરારજીભાઈ રસી મુકાવ્યા વગર દુનિયાના ઘણા દેશોમાં જઈ આવ્યા હતા. એમના પ્રત્યેના માનના કારણે આવી છૂટ એમને અપાતી હતી. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ વંદનીય હૃદયસ્પર્શ મોરારજીભાઈને શિવામ્બુમાં ઘણી શ્રદ્ધા હતી. જીવનભર એમણે એ પ્રયોગ કર્યો. તેમણે યુવાન વયથી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું હતું, એથી પણ એમનું સ્વાથ્ય સારું રહેતું હતું. તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં અસ્વસ્થ થતા નહિ. સદાચારી હમેશાં નિર્ભય હોય છે. મોરારજીભાઈના જીવનમાં એવી નિર્ભયતા હતી. મોરારજીભાઈ પોતાનાં દૈનિક કાર્યોમાં નિયમિતતા ચીવટપૂર્વક રાખતા. રોજ સવારના ચાર વાગે ઊઠી જતા. વ્યાયામ કે યોગાસનો કરતા, સ્નાન માટે તેઓ સાબુનો ઉપયોગ કરતા નહિ, પણ શરીર બરાબર ચોળી-ઘસીને સ્નાન કરતા. એમના પગ પણ અત્યંત સ્વચ્છ રહેતા. નેવું વર્ષની ઉંમરે પણ એમના પગના નખ લાલ લાલ રહેતા. જેમ સ્નાનની બાબતમાં તેમ ભોજનની બાબતમાં પણ તેઓ નિયમિત હતા. સવારે દસના ટકોરે તેઓ જમવા બેસતા. ગમે ત્યારે ગમે તે પ્રસંગે જવાનું હોય, તેઓ પોતાના જમવાના સમયની સ્પષ્ટતા કરતા. જે કોઈ એ સમય સાચવી શકે તેનું જ નિમંત્રણ સ્વીકારતા. ઘાટકોપરમાં એક વખત એમના પ્રમુખપદે સભા યોજાઈ હતી. સભા પછી શ્રી દુર્લભજી ખેતાણીને ત્યાં એમને જમવાનું હતું. દુર્લભજીભાઈએ ચીમનલાલ ચકુભાઈને તથા મને નિમંત્રણ આપ્યું હતું. સભામાં પહેલા બે-ત્રણ વક્તાઓ લાંબું બોલ્યા, પરંતુ મોરારજીભાઈએ તો પોતાનો સમય થયો એટલે બીજા વક્તાઓને પડતા મૂકી પોતાનું વક્તવ્ય ચાલુ કરી દીધું અને તરત સભા પૂરી કરીને દુર્લભજીને ત્યાં પહોંચી ગયા હતા. આહારમાં મોરારજીભાઈ લસણ નિયમિત લેતા. રોજ લસણની દસબાર કાચી કળી તેઓ ખાતા, એથી પોતાનું સ્વાથ્ય સારું રહે છે એમ કહેતા. તેઓ દૂધ ગાયનું પીતા, માખણ ગાયના દૂધનું ખાતા. પોતે સત્તા પર પ્રધાન કે વડાપ્રધાનના પદે રહ્યા હતા ત્યારે એમના મંત્રી દરેક સ્થળે અગાઉથી સૂચના આપી સ્થાનિક કાર્યકર્તાઓ પાસે આ બધી સગવડ કરાવતા. મને યાદ છે કે એક વખત નડિઆદમાં એક કાર્યક્રમમાં મોરારજીભાઈ આવવાના હતા ત્યારે આગલે દિવસે રાત્રે અગિયાર વાગે કાર્યકર્તાઓને યાદ આવતાં ગાયના દૂધના માખણ માટે દોડાદોડ કરી મૂકી હતી. મોરારજીભાઈ ક્યારેક આકરા સ્વભાવના બની જતા. ક્યારેક હઠીલા અને ઉતાવળિયા પણ બનતા. એમ છતાં લોકોમાં અને ખાસ કરીને ગુજરાતના Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ મોરારજી દેસાઈ ગુજરાતીઓમાં તેમને માટે માનભર્યું સ્થાન હતું. તેમને માટે “સર્વોચ્ચ' શબ્દ રૂઢ થઈ ગયો હતો. પરંતુ જૂના મુંબઈ રાજ્યમાં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે હતાં ત્યારે ડાંગના પ્રશ્નની બાબતમાં મોરારજીભાઈએ અભિપ્રાય આપવાની જે ઉતાવળ કરી હતી તેને લીધે ગુજરાતની પ્રજા નારાજ થઈ હતી. મુંબઈ રાજયમાં જયારે બી. જી. ખેર મુખ્ય મંત્રી હતા અને મોરારજીભાઈ નાયબ મુખ્ય મંત્રી હતા એ વખતે ખેરની સાથે મોરારજીભાઈએ ડાંગ જિલ્લાની ઊડતી મુલાકાત લીધી અને બે-ચાર ગામ પાસેથી જીપમાં પસાર થતા લોકો સાથે વાતચીત કરી અને તે લોકો મરાઠીમાં બોલ્યા એટલે મોરારજીભાઈએ મુંબઈમાં આવીને જાહેરાત કરી કે ડાંગની ભાષા મરાઠી છે. મોરારજીભાઈની આ જાહેરાત ઉતાવળી અને અભ્યાસ વગરની હતી. એને લીધે મુંબઈ રાજ્યના વિભાજન વખતે ગુજરાતને ઠીક ઠીક સહન કરવું પડ્યું હતું. ડાંગ જિલ્લાના નેતાઓ સ્વ. છોટુભાઈ નાયક અને બીજાઓ સાથે ડાંગમાં જઈને મેં આ અંગે વાતચીત કરી હતી ત્યારે ખેરસાહેબના અધિકારીઓએ લોકો પાસે મરાઠીમાં બોલાવવાનું કેવી રીતે નાટક ગોઠવ્યું હતું તેની બધી વિગત જાણવા મળી હતી. ડાંગ મહારાષ્ટ્રમાં જાય નહિ તે માટે તેઓને કેટલો બધો પ્રતિકાર કરવો પડ્યો હતો અને ગામેગામ જઈને પ્રચાર કરવો પડ્યો હતો તેની કડીબદ્ધ વિગતો જાણવા મળી હતી. મોરારજીભાઈ મુંબઈ રાજયના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે એમની કીર્તિનો મધ્યાહ્ન ઝળહળતો હતો. પરંતુ એમના આખાબોલા સ્વભાવને કારણે કેટલાંક વર્તુળોમાં તેઓ અળખામણા થયા હતા. બીજી બાજુ, મોરારજીભાઈ પોતે સ્વચ્છ હોવા છતાં એમના નામનો દુરુપયોગ થવા લાગ્યો હતો. થોડેઘણે અંશે મોરારજીભાઈ પોતે પણ એ વિશે જાણતા હશે. આવી વાતો રાજદ્વારી વર્તુળોમાં પ્રસર્યા વગર રહે નહિ. પોતાનાં સગાંસંબંધીઓ દ્વારા ઉઠાવાતા સત્તાના ગેરલાભો કેટલીક વાર ગેરકાયદેસરના નથી હોતા, પરંતુ એથી નેતાની પ્રતિભાને ઝાંખપ તો લાગે જ છે અને લાંબે ગાળે એવી વાતો નેતાની પ્રગતિને રૂંધે છે. મોરારજીભાઈના જીવનમાં પણ એવી વાદળી આવીને પસાર થઈ ગઈ હતી એમ મનાય છે. મોરારજીભાઈની શક્તિ જોતાં નહેરુએ ૧૯૫૬માં એમને કેન્દ્રમાં પ્રધાન બનાવ્યા હતા. ત્યારે સિનિયોરિટીમાં એમનો નંબર ચોથો હતો. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ વંદનીય હૃદયસ્પર્શ નહેરુ પછી મૌલાના આઝાદ અને ગોવિંદ વલ્લભ પંત હતા અને ચોથે સ્થાને મોરારજીભાઈ હતાં. મૌલાના આઝાદ અને ગોવિંદ વલ્લભ પંતનાં અવસાન થતાં મોરારજીભાઈ બીજે નંબરે આવ્યા. નહેરુને એ ગમ્યું નહિ, કારણ કે પોતે ન હોય ત્યારે મોરારજીભાઈ વડાપ્રધાન બને. નહેરુની ઇચ્છા પોતાની ગાદી ઇન્દિરાને સોંપવાની હતી. એટલે નહેરુએ “કામરાજ યોજના'ની ચાલબાજી ઊભી કરી અને પક્ષના સંગઠન માટે પોતે સત્તા પરથી નિવૃત્ત થાય છે એવો દંભ કરી પોતે સત્તા પર રહ્યા અને મોરારજીભાઈને દૂર કર્યા. ત્યારથી મોરારજીભાઈનાં વળતાં પાણી જણાયાં. પછી તો લાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યાં. છેવટે મોરારજીભાઈએ નાયબ વડાપ્રધાનનું પદ સ્વીકાર્યું. પરંતુ ગાંધીજીની જન્મશતાબ્દી પ્રસંગે હરિજનને રાષ્ટ્રપતિ બનાવવા અને એ પદ જગજીવનરામને આપવું એવો આગ્રહ ઇન્દિરા ગાંધીનો હતો અને એની સામે મોરારજીભાઈનો વિરોધ હતો કે જગજીવનરામ દસ વર્ષથી પોતાનો ઈન્કમ ટેક્સ ભરતા નથી. એવી વ્યક્તિને રાષ્ટ્રપતિ બનાવવામાં ભારતની લોકશાહીને લાંછન લાગશે, માટે સંજીવ રેડીને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ. આ મુદ્દા ઉપર છેવટે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. મોરારજીભાઈનું નાણાખાતું ઇન્દિરા ગાંધીએ છીનવી લીધું અને છેવટે મોરારજીભાઈએ નાયબ વડાપ્રધાનનું પદ છોડ્યું. આ ઝઘડામાં રાષ્ટ્રપતિના પદ માટે ફાવી ગયા વી. વી. ગીરી. મોરારજીભાઈ સ્વસ્થ રહેતા. પોતાને માટે જાગેલા ગમે તેવા વિવાદ વખતે પણ તેઓ પોતાની સમતુલા ગુમાવતા નહિ. પરંતુ પોતાના એ જ સગુણને તેઓ ક્યારેક નિષ્ફરતાની કોટિ સુધી લઈ જતા ત્યારે લોકોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડતા. સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલન વખતે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિભાજન વખતે કે સુવર્ણધારાના વિરોધ સામે સોનીઓએ કરેલા આંદોલન વખતે મોરારજીભાઈની સમતુલા નિષ્ફરતામાં પરિણમી હતી એવો જે આક્ષેપ થાય છે એમાં વજૂદ નથી એમ નહિ કહી શકાય. કટોકટી વખતે મોરારજીભાઈને જેલમાં પૂરવામાં આવ્યા. જેલમાં જતાંની સાથે જ જેલના સત્તાવાળા આગળ તેમણે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો કે પોતે ફળાહાર સિવાય બીજો કશો આહાર લેશે નહિ. અન્નાહાર છોડીને ફળાહાર તરફ વળવાનો વિચાર તો તેમના મનમાં ઘણાં વર્ષોથી Page #234 -------------------------------------------------------------------------- ________________ મોરારજી દેસાઈ ૨૧૭ ચાલતો હતો. પરંતુ તે અમલમાં મુકાતો ન હતો. કટોકટી દરમિયાન જેલ નિવાસમાં આ વિચારને અમલમાં મૂકવાની સારી તક મળી ગઈ. આમ તો અન્નાહાર છોડી ફળાહાર તરફ વળવાની ઘટના બહુ મોટી ન ગણાય. પરંતુ તેની પાછળ બીજો હેતુ પણ રહેલો હતો. ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી અને જય પ્રકાશજી જેવા લોકનેતાને પણ જેલમાં પૂર્યા. તેમની સત્તાલોલુપતા અને કઠોરતા કેટલી બધી હતી તે જણાઈ આવતી હતી. પોતાની સત્તા ટકાવી રાખવા માટે જે વ્યક્તિ આવું કરે તે કઈ હદ સુધી ન જાય એ કહી શકાય નહિ. એટલે મોરારજીભાઈએ અન્નાહાર છોડી ફળાહાર સ્વીકાર્યો. એ નિર્ણય સમયોચિત હતો, કારણ કે ફળાહાર માટે મોરારજીભાઈએ એવો નિર્ણય કર્યો હતો કે પોતાને માટે લાવવામાં આવતાં ફળ બરાબર સારી રીતે જાતે જ ધોવાં. છરી પણ બે વખત જાતે જ ઘસી ઘસીને ધોવી. ફળ જાતે જ સુધારવા અને પહેલાં એક નાની કટકી ચાખી જોવી અને પછી જ ખાવું. આ બધું એમની અગમચેતી જ સૂચવતી હતી. મોરારજીભાઈ રાજકારણના પુરુષ હતા. સક્રિય રાજકારણમાં જેમણે સફળ થવું હોય તેમણે દુનિયાભરમાં બનતી ઘટનાઓથી રોજેરોજ પરિચિત રહેવું જોઈએ. એ માટેનું મુખ્ય સાધન તે વર્તમાનપત્રો છે. મોરારજીભાઈએ જીવનભર રોજ સવારે દૈનિક છાપાંઓ વિગતવાર વાંચી જવાની પોતાની પ્રવૃત્તિને ક્યારેય છોડી ન હતી. બ્રિટિશ શાસન દરમિયાન જેલમાં પણ તેઓ છાપાંઓ નિયમિત વાંચતા. ઇન્દિરા ગાંધીના કટોકટીકાળ દરમિયાન પણ તેમણે છાપાંઓ વાંચવા માટે આગ્રહ રાખ્યો હતો અને જો પોતાને છાપાંઓ આપવામાં નહિ આવે તો તે પોતે ઉપવાસ પર ઊતરશે એવી ધમકી પણ આપી હતી અને તરત છાપાંઓ ચાલુ કરાવ્યાં હતાં. મોરારજીભાઈ આ પ્રવૃત્તિને લીધે જ હમેશાં માહિતીથી સુસજ્જ રહેતા. એને લીધે જ રાજકારણમાં કોઈ વ્યક્તિ એમની પાસેથી ગેરલાભ લઈ શકતી નહિ. આખા જગતના રાજકારણ વિશે તેઓ વાંચતા પરંતુ તેમાં નિર્ણય કે અભિપ્રાય સ્વતંત્ર રીતે વિચારીને જ આપતા. આથી જ દેશમાં કે વિદેશમાં પત્રકાર પરિષદ ભરાઈ હોય ત્યારે પત્રકારો મોરારજીભાઈને હંફાવે એના કરતાં મોરારજીભાઈ પત્રકારોને હંફાવે એવી ઘટના વધુ બનતી. પત્રકાર પરિષદમાં પણ મોરારજીભાઈની પ્રતિપ્રશ્નની શૈલી વધુ જાણીતી હતી. પત્રકારને સીધો ઉત્તર આપવાને બદલે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ વંદનીય હૃદયસ્પર્શ એ વિષય અને બાબતને અંગે તેઓ પત્રકારને સામો એવો પ્રશ્ન પૂછતા કે પત્રકારને ચૂપ થઈ જવું પડતું. આ સજ્જતા કંઈ જેવીતેવી નહોતી. વિગતોની માહિતી તો હોવી જોઈએ. પરંતુ દરેક પ્રશ્ન અંગે પોતાની વિચક્ષણ બુદ્ધિથી કરેલું ચિંતન પણ હોવું જોઈએ. આથી જ મોરારજીભાઈ સાથે પત્રકારોની પરિષદ યાદગાર બની જતી. કટોકટી પછી તેઓ ભારતના વડાપ્રધાન બન્યા અને અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાં આગળ પત્રકારોની સમક્ષ અને બીજા રાજદ્વારી પુરુષો સમક્ષ એમણે જે ઉબોધન કર્યું હતું તે એટલું બધું સચોટ, માર્મિક અને ગૌરવવાળું હતું કે જયપ્રકાશ નારાયણે એમને ભારતમાંથી ફોન કરીને કહ્યું હતું કે, “તમારા જેવા ભારતના વડાપ્રધાનને માટે અમે ખરેખર બહુ ગૌરવ અનુભવીએ છીએ. જયપ્રકાશ નારાયણ જેવી તટસ્થ, દેશભક્ત મહાન વ્યક્તિએ મોરારજીભાઈ માટે ઉચ્ચારેલા આવા શબ્દો મોરારજીભાઈ માટેના એક મોટા પ્રમાણપત્ર જેવા બની રહે છે. મોરારજીભાઈ વડાપ્રધાન હતા અને એક વખત મુંબઈ આવ્યા હતા ત્યારે સ્વ. ચીમનલાલ ચકુભાઈ એમને મળવા જવાના હતા. ચીમનભાઈ મને પણ સાથે લઈ ગયા હતા. દસ મિનિટનો સમય આપ્યો હતો. ખાસ કોઈ કામ નહોતું. માત્ર ઔપચારિક મળવાનું જ હતું. અમે મોરારજીભાઈના નિવાસસ્થાને ગયા. આગળના મુલાકાતી બહાર નીકળ્યા એટલે અમને બોલાવ્યા. વડાપ્રધાનના પદ ઉપર આરૂઢ થયા તે પછી મોરારજીભાઈને પહેલી વાર ચીમનભાઈ મળતા હતા. ચીમનભાઈએ મારો પરિચય કરાવ્યો. પછી રાજકારણની વાતો ચાલી. ચરણસિંહ, રાજનારાયણ, જયોર્જ ફર્નાન્ડિસ વગેરે વિશે બોલતાં મોરારજીભાઈ નિખાલસ છતાં સાવધ રહેતા જણાયા હતા. મારે તો કશું બોલવાનું હતું જ નહિ. બે મોટા માણસની વાતચીતનો દોર કેવી રીતે ચાલે છે તે જ હું તો જોયા કરતો હતો. સમય થયો એટલે અમે ઊભા થયા. મોરારજીભાઈ રૂમના બારણા સુધી વળાવવા આવ્યા, કારણકે ચીમનભાઈ અને તેઓ જૂના મિત્ર હતા. ચીમનભાઈએ અગાઉ “જન્મભૂમિ'માં, પ્રબુદ્ધ જીવનમાં મોરારજીભાઈની ઘણી ટીકા કરી હતી. પણ મોરારજીભાઈની વાતમાં એનો અણસાર સુધ્ધાં નહોતો. બહાર નીકળીને ચીમનભાઈએ મને કહ્યું, “તમે જોયું, મોરારજીભાઈની આંખો કેટલી બધી શાર્પ છે ? એમની આંખોમાં એક પ્રકારનું મૅગ્નેટિઝમ છે એવું મને હમેશાં લાગ્યા કર્યું છે.' Page #236 -------------------------------------------------------------------------- ________________ મોરારજી દેસાઈ ૨ ૧૯ મોરારજીભાઈની વેધક દષ્ટિ એમના વ્યક્તિત્વમાં ઉમેરો કરતી હતી એ ત્યારે જોવા મળ્યું હતું. ઈ. સ. ૧૯૭૯ના જુલાઈ મહિનામાં બ્રાઝિલના રીઓ-ડી-જાનેરોમાં આંતરરાષ્ટ્રીય લેખક પરિષદમાં ભાગ લઈને હું મારાં પત્ની સાથે આર્જેન્ટીનાના પાટનગર બોનોઝ આઇરિસમાં હતો, ત્યારે એક મિત્રને ત્યાં જમવા અમે ગયાં હતાં. અમે પહોંચ્યાં ત્યારે એ મિત્રે તરત જ કહ્યું કે, “ડૉ. શાહ ! તમારા દેશના એક આઘાતજનક સમાચાર છે. તમારા વડાપ્રધાન મોરારજી દેસાઈએ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું છે. અમે આ સમાચાર સાચા માની ન શક્યાં કારણ કે લોકસભામાં જનતા પક્ષની બહુમતી હતી. પરંતુ અમારા યજમાને જયારે છાપું વંચાવ્યું ત્યારે એ સાચા સમાચાર સ્વીકારવા પડ્યા. અમને એ વાત જાણીને દુઃખ થયું. ભારતની આ એક કમનસીબ ઘટના છે એવું અમારે યજમાનને કહેવું પડ્યું. અમે એમને ત્યાં જમવા ગયા હતા, પરંતુ અમને જમવાનું ભાવ્યું ન હતું. ભારતના વડાપ્રધાન બન્યા પછી જનતા પક્ષમાં વધતી જતી ખટપટોને કારણે ચરણસિંહ અને રાજનારાયણની બાબતમાં મોરારજીભાઈ જેવી અડગ વ્યક્તિએ પણ જ્યારે નમતું જોખ્યું ત્યારે મોરારજીભાઈ પહેલાં કરતાં હવે કંઈક કુમળા પડ્યા છે એવી છાપ લોકોમાં પડી હતી. અને એ છાપ સાચી હતી. ખુદ મોરારજીભાઈએ પોતે પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો. વડાપ્રધાનના પદનો ત્યાગ કર્યા પછી તેઓ મુંબઈ આવ્યા હતા, અને પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે પધાર્યા હતા ત્યારે તેમણે પોતે જ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે “સત્યકથનની બાબતમાં પહેલાં હું જેટલો આકરો હતો તેટલો હવે હું રહ્યો નથી. મારા પોતાના સ્વભાવમાં પણ હવે કેટલુંક પરિવર્તિન આવ્યું છે. અનુભવે તે મને શિખવાડ્યું છે. કેટલીક બાબતોમાં સત્યકથન કરતાં મૌન વધારે ઉપયોગી અને અસરકારક જણાયું છે.” મોરારજીભાઈ જ્યાં સુધી સત્તા ઉપર હતા ત્યાં સુધી સત્ય કડવું હોય તો પણ તે બોલવાના આગ્રહી હતા. એથી વખતોવખત ઘણા લોકોને એમણે દુભવ્યા હતા. પરંતુ વિચારો અને અનુભવની પરિપક્વતાથી એમને સમજાયું હતું કે કટુ સત્ય જેટલું હિત કરે છે તેના કરતાં અહિત વધારે કરે છે. જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપતાં એમણે પોતાની Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ વંદનીય હૃદયસ્પર્શ 241 244 245 212 541 dl. 'what life has taught me 41471 પોતાના લખાણમાં એમણે આવો એકરાર કરતાં લખ્યું છે, “I had first a notion that truth cannot always be said pleasantly and did not act up to this advice of the sages, as I thought it was not possible to do so. About 18 years ago | realsied that the sages who had prescribed or who had given this advice were much wiser than me and this realisation made me think about how to act on the dictum." મોરારજીભાઈમાં સત્ય વિશેની આ દૃષ્ટિ મોડી મોડી પણ આવી તેથી એમનાં છેલ્લાં ઘણાં વર્ષો શાંતિ અને સમત્વના પુરુષાર્થરૂપ બની રહ્યાં. આ દૃષ્ટિ એમના તપતા મધ્યાહ્નકાળમાં ખીલી હોત તો મોરારજીભાઈ માટે જે કેટલાક વિવાદો સર્જાયા તે ન સર્જાયા હોત અને તેમના મોટેની લોકચાહના ઘણી વધુ હોત. ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન એમના પુત્ર સંજય ગાંધી વગર હોદ્દાએ સરકારી સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લેતા હતા તે પ્રત્યે મોરારજીભાઈ પોતાની નાપસંદગી દર્શાવતા હતા અને કહેતા હતા કે જો આમ જ ચાલ્યા કરશે તો સંજય ગાંધીને અંકુશમાં રાખવાનું ઇન્દિરા માટે ભારે થઈ પડશે. સંજય ગાંધીનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે ઇન્દિરા ગાંધીએ તે સ્થળે પહોંચીને તરત સંજયની ઘડિયાળ અને ચાવી માટે તપાસ કરી હતી અને તે પોતાના કબજામાં લઈ લીધી હતી. મેં મોરારજીભાઈને એ વિશે પૂછયું હતું ત્યારે એમણે કહ્યું હતું કે, “એવી વાત આવી છે કે સંજયની ઘડિયાળમાં નાનું ટેપરેકૉર્ડર છે અને એની અંદર સ્વિસ બૅન્કના એકાઉન્ટના કોડવર્ડ રાખેલા છે. એટલા માટે ઇન્દિરા ગાંધીએ તે કોઈના હાથમાં ન જાય તેની ચીવટ રાખી હતી, પણ આ મારી પાસે આવેલી વાત છે. સાચું શું છે તે કોણ કહી શકે ?” મુંબઈમાં અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એક વખત મોરારજીભાઈ પધાર્યા હતા. ત્યારે મેં એમને મારું “પાસપૉર્ટની પાંખે’ નામનું પુસ્તક ભેટ આપ્યું હતું. તેમણે પુસ્તક સ્વીકારતાં કહ્યું હતું કે, ‘તમે પુસ્તક ભેટ આપ્યું છે તે સ્વીકારું છું, પણ હું Page #238 -------------------------------------------------------------------------- ________________ મોરારજી દેસાઈ ૨૨૧ તે કંઈ વાંચવાનો નથી. મને એટલો ટાઇમ પણ નહિ મળે.' મેં કહ્યું કે, આપના જેવા આટલી બધી જવાબદારી અને આટલા બધા કામવાળા માણસને મારું પુસ્તક વાંચવાનો સમય ન મળે તે હું સમજું છું તેમ છતાં આપની પાસે મારું પુસ્તક હોય એટલી પણ મારા માટે આનંદ અને સંતોષની વાત છે.' ત્યાર બાદ કેટલાક વખત પછી મોરારજીભાઈને મળવા જવાનું બન્યું. હું ઘરમાં અંદર ગયો ત્યારે તેમણે કહ્યું કે, હું તમારું પુસ્તક “પાસપોર્ટની પાંખે” વાંચી રહ્યો છું. આમ તો વાંચવું નહોતું પણ તમે આમાં “ગાતાં ફળ' નામનો પ્રસંગ લખ્યો છે તે વિશે જિજ્ઞાસા થઈ. તે વાંચ્યા પછી મને રસ પડ્યો અને એમ કરતાં કરતાં અડધું પુસ્તક તો વંચાઈ ગયું. હવે તે વાંચી પૂરું કરીશ.” મોરારજીભાઈ જેવી વ્યક્તિ મારું પુસ્તક રસપૂર્વક વાંચે એ વાત જ મારા માટે ધન્યતાનો અનુભવ કરાવે એવી હતી. મોરારજીભાઈ શિસ્તપાલનના કડક આગ્રહી હતા. “હું તો કોંગ્રેસનો સૈનિક છું', એવું તેઓ ત્યારે ઘણી વાર કહેતા. પોતે સત્તા પર હતા ત્યારે સમયની પાબંધી એમને પાળવી પડતી. પરંતુ વડાપ્રધાનના પદેથી નિવૃત્ત થયા પછી મુંબઈમાં પોતાના નિવાસસ્થાને રહેતા હતા ત્યારે એમને મળવા સહેલાઈથી જઈ શકાતું. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નિમંત્રણ આપવાને નિમિત્તે, વિષય, તારીખ વગેરે નક્કી કરવા માટે મારે એમને મળવા જવાનું થતું. તેઓ કહેતા કે “એ માટે મુલાકાતનો સમય નક્કી કરવાની આવશ્યકતા નથી. ગમે ત્યારે ઘરે આવી શકો છો. હું આખો દિવસ ઘરમાં જ હોઉં છું.” આવા મોટા નેતાનો વધુ સમય આપણે ન બગાડવો જોઈએ એમ સમજી હું ઊઠવાની ઉતાવળ કોઈ વાર કરતો તો તેઓ કહેતા કે “તમારે કામ હોય તો જજો. પરંતુ મારા સમયની ચિંતા કરીને ઉતાવળ કરવાની જરૂર નથી. તેમની સાથે અનેક વિષયોની વાતચીત થઈ શકતી, કારણ કે તેમનું વાંચન ઘણું વિશાળ હતું. એક વખત મુંબઈમાં વ્યાખ્યાનમાળામાં બિરલા ક્રીડા કેન્દ્રના હૉલમાં મારું અને મોરારજીભાઈનું એમ બે વ્યાખ્યાનો સાથે હતાં. મારું વ્યાખ્યાન શરૂ થવાને વાર હતી. મોરારજીભાઈ હજુ આવ્યા નહોતા. ભક્તિસંગીત શરૂ થઈ ગયું હતું. એવામાં મંચ ઉપર અચાનક મને બેઠાં બેઠાં ચક્કર આવી ગયાં. રાતના ઉજાગરાની અસર હશે. વ્યાખ્યાનમાળાના આયોજનની ચિંતા પણ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ વંદનીય હૃદયસ્પર્શ ખરી. વળી મોરારજીભાઈનો સમય સાચવવાની જવાબદારી પણ હતી. તરત હું ભાનમાં આવ્યો. મને બહાર લઈ જવામાં આવ્યો. કૉફી પીધી અને સ્વસ્થ થયો. પછી મારું વ્યાખ્યાન આપ્યું. દરમિયાન મોરારજીભાઈ મંચ ઉપર નિયત સમયે આવી પહોંચ્યા. કોઈકે એમને મને ચક્કર આવ્યાની વાત કરી. મોરારજીભાઈએ મને પૂછયું, “કેમ શું થયું? કેમ ચક્કર આવ્યાં?” મેં હસતાં હસતાં કહ્યું, ‘તમારી બીકને લીધે ચક્કર આવ્યાં.' એમણે કહ્યું, “મારી આટલી બીક લાગે છે? હું કંઈ એટલો બિહામણો નથી. આવું ખોટું ન બોલો.' મોરારજીભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં છે. એમની રાજકીય કારકિર્દીમાં ઊજળી અને નબળી એમ બેય બાજુ છે. He is the most misunderstood politician એવું પણ કહેવાયું છે. તેમ છતાં એમની કહેલી અને કરેલી બાબતો કેટલી સાચી હતી એ તો સમય જ પુરવાર કરી શકશે. ભાવિ ઇતિહાસકાર મોરારજીભાઈને વધુ સારો ન્યાય આપી શકશે. મોરારજીભાઈના યત્કિંચિત્ સંપર્કમાં આવવાનું મારે થયું અને હું મારું સદ્ભાગ્ય સમજું છું. એમના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પી છું. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૯ જોહરીમલજી પારખ કેટલાક સમય પહેલાં જૈન સમાજની એક મહાન વિભૂતિ શ્રી જોહરીમલ પારખનો જોધપુરમાં ઈકોતેર વર્ષની વયે સ્વર્ગવાસ થયો. જૈન સમાજના વિશાળ વર્ગે કદાચ સ્વ. જોહરીમલજીનું નામ પણ નહિ સાંભળ્યું હોય, પરંતુ જેઓએ એમને ફક્ત એક વાર નજરે નિહાળ્યા હશે તેઓ તેમને ક્યારેય ભૂલી નહિ શકે. જેઓએ તેમને જોયા ન હોય તેઓ તો એમના જીવનની વાતોને સાચી માની પણ ન શકે એવું વિરલ, આ કાળનું અદ્વિતીય એમનું ગૃહસ્થ જીવન હતું. તેઓ ગૃહસ્થ હતા, દીક્ષિત થયા નહોતા, છતાં છેલ્લાં બાવીસેક વર્ષથી સ્વેચ્છાએ ત્યાગી સાધુ જેવું કે એથીયે કઠિન જીવન તેઓ જીવતા હતા. પોતાના માનકષાયને જીતવાનો એમણે ઘોર પુરુષાર્થ કર્યો હતો. ઉપસર્ગો અને પરીષહો સહન કરવાનું અસાધારણ આત્મિક બળ તેમણે પ્રાપ્ત કર્યું હતું. કેટલાંક વર્ષો પહેલાંની વાત છે. મુંબઈમાં અમારા મકાનનો ચોકીદાર એક દિવસ બપોરે દોઢ વાગે ઘરે આવ્યો અને મને કહ્યું, “સાહેબ ! કોઈ ભિખારી જેવો માણસ આપને મળવા માગે છે. અમે એને મનાઈ કરી, પણ એ માણસે જરા આગ્રહ કર્યો છે કે એનો સંદેશો આપને આપવો. પછી એ ચાલ્યો જશે.' કોણ છે? શું નામ કહે છે?' નામ તો પૂછ્યું નથી. કોઈ ડાઉટફુલ માણસ કંઈ બનાવટ કરવા આવ્યો હશે એમ લાગે છે. આપ કહો તો એને કાઢી મૂકું. દરવાજા પાસે બેસાડ્યો છે.' “ક્યાંથી આવે છે એ કંઈ પૂછ્યું?' હા, કહે છે કે જોધપુરથી આવું છું.' જોધપુરથી કોણ હોઈ શકે? તાત્કાલિક તો કંઈ યાદ ન આવ્યું. પણ દાદર ઊતરતાં ઊતરતાં યાદ આવ્યું કે જોધપુરથી મહિના પહેલાં જોહરીમલ પારેખ નામના કોઈકનો પત્ર હતો. કદાચ એ તો ન હોય? પણ એ તો સુશિક્ષિત સજ્જન છે. કેવા મરોડદાર અક્ષરે કેટલી સરસ ઇંગ્લિશ ભાષામાં એમણે પત્ર Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ વંદનીય હૃદયસ્પર્શ લખ્યો હતો ! તેઓ કેટલીક યોજનાની વિચારણા કરવા માટે મને મળવા ઇચ્છતા હતા, પરંતુ તેઓ કદાચ નહિ હોય કારણ કે ચોકીદાર કહે છે કે આ તો ભિખારી જેવો કોઈ માણસ છે. હું દરવાજે પહોંચ્યો. અમે બંનેએ એકબીજાને ક્યારેય જોયા નહોતા. ચોકીદાર સાથે હું ગયો એ પરથી અનુમાન કરીને એમણે મને કહ્યું, ‘તમે ડૉ. રમણભાઈ શાહ? હું જોહરીમલ પારખ. જોધપુરથી આવું છું. મેં તમને એક પત્ર લખ્યો હતો અને તમે લખ્યું હતું કે મુંબઈ આવો ત્યારે જરૂર મળજો . એટલે હું તમને મળવા આવ્યો છું.” જોહરીમલજીને જોતાં જ હું એમને ચરણમાં નમી પડ્યો. ચોકીદાર જોતો જ રહી ગયો. એણે માફી માગી. જોહરીમલજીએ હસતાં હસતાં કહ્યું, ‘ભાઈ, એમાં તારો વાંક નથી. મારો વેશ જ એવો છે કે માણસ મને ભિખારી કે ચોર જેવો ધારી લે.” જોહરીમલજીને હું ઘરમાં લઈ આવ્યો. સોફા ઉપર એમણે બેસવાની ના પાડી. જમીન પર બેસી ગયા. મેં એમને લાકડાના ટેબલ પર બેસવા આગ્રહ કર્યો. તેઓ તેના પર બેઠા. જૈન સાધુના આચાર તેઓ પાળતા હતા. તેઓ દીક્ષિત થયા નહોતા, પણ સાધુજીવન ગાળતા હતા. મારો આ પહેલો પરિચય હતો. તેઓ ઉઘાડે પગે હતા. ટૂંકી પોતડી પહેરી હતી. તે પણ ઘણી મેલી હતી. હાથમાં મુહપત્તી હતી. તે પણ મેલી હતી. એક મેલી થેલીમાં પ્લાસ્ટિકનું એક ડબ્બા કે ટંબલર જેવું વાસણ હતું. એમની સાથેની વાતચીતમાંથી મેં જાણી લીધું કે તેઓ મુંબઈ સેન્ટ્રલથી વાલકેશ્વરમાં મારા ઘર સુધી ચાલતા આવ્યા હતા. ભર ઉનાળામાં ઉઘાડા પગે ડામરના રસ્તા પર દસ ડગલાં ચાલતાં પણ પગ શેકાઈ જાય ત્યાં તેઓ ચારપાંચ કિલોમીટર ચાલતા આવ્યા હતા. ટેક્સી કે બસમાં કેમ ન આવ્યા ? કારણ કે પાસે પૈસા રાખતા નથી. એમણે જે કષ્ટ ઉઠાવ્યું તેથી હું અસ્વસ્થ થઈ ગયો. પણ તેઓ અત્યંત પ્રસન્ન હતા. ટ્રેન ચાર કલાક મોડી હોવાથી આવતાં તેમને મોડું થયું હતું. તેમણે સવારથી ભોજન લીધું નહોતું. અમે એમને ભોજન માટે વિનંતી કરી. ત્યારે ખબર પડી કે થાળીવાટકામાં તેઓ ભોજન લેતા નથી. પોતાના ટંબલરમાં એમણે થોડું ખાવાનું લીધું. ચારેક વાનગી બધી એકમાં જ લીધી. તે ભેળવીને એક ખૂણામાં દીવાલ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ જોહરીમલજી પારખ સામે ઊભાં ઊભાં જ એમણે આહાર વાપરી લીધો. પછી એમાં જ પાણી લઈને તે પી લીધું. જોહરીમલજી વાહન અને એક વસ્ત્રના ઉપયોગ સિવાય અન્ય રીતે દિગંબર સાધુ જેવું જીવન જીવતા હતા. તેઓ જોધપુરના વતની પણ મુંબઈમાં રહેતા હતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. ઘણી સારી પ્રેક્ટિસ ચાલતી હતી. શ્રીમંત હતા. ધીકતી કમાણી હતી. પત્ની-સંતાનો સાથે અત્યંત સુખી જીવન જીવતા હતા. મોટો ફ્લૅટ, ઑફિસ, મોટરગાડી બધું હતું. પરંતુ અંતરમાં ત્યાગ-વૈરાગ્ય ભારોભાર ભર્યાં હતાં. ઘરનાંની બધાંની સંમતિ લઈ લગભગ પચાસ વર્ષની વયે બધું છોડી દઈ સાધુ જેવું જીવન સ્વીકારી લીધું. પોતે સ્થાનકવાસી સંપ્રદાયના હતા, પરંતુ તેઓ બધા સંપ્રદાયોથી પર થઈ ગયા હતા. સાધુની જેમ તેમણે સ્નાનનો ત્યાગ કર્યો હતો. જાડી ખાદીનું પોતડી જેવું વસ્ત્ર પહેર્યું તે પહેર્યું. એ ફાટે નહિ ત્યાં સુધી બીજું વસ્ત્ર ધારણ કરવાનું નહિ. એમણે વાહનની છૂટ રાખી હતી, પરંતુ તે નિષ્પ્રયોજન નહિ કે માત્ર હરવાફરવા અર્થે નહિ, પણ ધર્મકાર્ય નિમિત્તે, જ્ઞાનના પ્રચારાર્થે કે ધાર્મિક સંમેલનો, પરિસંવાદો પૂરતી હતી. મારે ઘરે થોડાક કલાક રોકાયા પછી એમણે પોતાના પુત્રને ફોન કર્યો. પિતાજી મુંબઈ આવ્યા છે એ જાણી તેઓ આનંદિત થઈ ગયા. તરત મોટરકાર લઈ તેડવા આવ્યા. જોહરીમલજીને વિદાય આપવા હું અને મારાં પત્ની નીચે ગયાં. જોહરીમલજી અમારી સોસાયટીના દરવાજામાં દાખલ થયા ત્યારે ચોકીદારે એમને અટકાવ્યા અને બેસાડી રાખ્યા. તેઓ વિદાય થયા ત્યારે મોટી મોટરકારમાં ગયા. સૌ વળીવળીને તેમને પગે લાગ્યા. એમને જોવા માટે આસપાસ ટોળું થઈ ગયું. આમ અપમાન અને બહુમાનની બંને સ્થિતિમાં એમની સમતા અને પ્રસન્નતા એવી જ રહી હતી. જોહરીમલજી મેલું એક જ વસ્ત્ર અને તે પણ મોટી લંગોટી કે પોતડી જેવું પહેરે એથી મુંબઈ જેવા શહેરમાં તો તેઓ જ્યાં જ્યાં એકલા જાય ત્યાં ચોકીદારો એમને અટકાવે. સાથે કોઈ હોય તો કંઈ સવાલ નહિ. મુંબઈમાં એક શ્રેષ્ઠીએ એમને કહ્યું, ‘તમે મારે ત્યાં આવો ત્યારે એક સારી ધોતી પહેરીને આવો કે જેથી તમને કોઈ અટકાવે નહિ.' જોહરીમલજીએ કહ્યું કે, ‘તમને મળવાનો બીજો કોઈ રસ્તો વિચારીશું, પરંતુ મારા આચારમાં હું ફેરફાર નહિ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વંદનીય હૃદયસ્પર્શ કરું. કોઈ ચોકીદાર મને અટકાવે એ મારે માટે કોઈ નવો અનુભવ નથી.” ત્યાર પછી દિલ્હીમાં વલ્લભ સ્મારકમાં મારે એમને મળવાનું થયું હતું. એક પરિસંવાદમાં મારે ભાગ લેવાનો હતો. જોહરીમલજી પણ ત્યાં પધાર્યા હતા. ત્યાં ઉતારાની સગવડ કરતાં પ્રતિનિધિઓ વધારે થઈ ગયા હતા. પોતાને સારો રૂમ નથી મળ્યો એનો અને મચ્છરદાની નથી મળી એનો કચવાટ કેટલાક માંહોમાંહે વ્યક્ત કરતા હતાં. મેં જોહરીમલજીને પૂછ્યું, “તમારો ઉતારો કયા રૂમમાં છે?' મારો ઉતારો બધા જ રૂમમાં છે. હું બૅગ કે બિસ્તરો રાખતો જ નથી. એટલે મારે ઉતારાનો પ્રશ્ન જ નથી. જે રૂમમાં હું કોઈની સાથે વાત કરવા બેસું એટલી વાર એ રૂમ મારો.” વલ્લભ સ્મારકમાં મચ્છરનો ત્રાસ ઘણો હતો. સાંજ પડી. જોહરીમલજીને મેં પૂછ્યું કે, “આપ ક્યાં સૂઈ જવાના?” “અહીં ખુલ્લામાં, આ પાળી ઉપર.” ઓઢવા-પાથરવા માટે હું આપું કંઈક?' હું હમેશાં જમીન પર સૂઈ જાઉં છું. કશું ઓઢતો નથી.” “આખી રાત મચ્છર કરડશે ! તમારે શરીર ઉપર માત્ર પોતડી છે. તે સિવાય આખું શરીર ઉઘાડું છે.” ભગવાને તો ડાંસ-મચ્છરોનો પરીષહ સહન કરવાનું કહ્યું છે. મને મચ્છર કરડે તો હું સમતાભાવે, પ્રસન્નતાપૂર્વક સહન કરી લઉં છું. મારે તો ફક્ત બે-ત્રણ કલાકની ઊંઘ જોઈએ. બાકીનો સમય ધ્યાનમાં બેઠો હોઉં છું. હવે તો હું મચ્છરથી એટલો ટેવાઈ ગયો છું કે મચ્છર કરડે છે કે નહિ તેની પણ ખબર પડતી નથી.” કાયમ જમીન ઉપર સૂઈ જવું, કશું ઓઢવું-પાથરવું નહિ. એ રીતે જોહરીમલજીએ દિગંબર મુનિ જેવું જીવન જીવવાનું ચાલુ કરી દીધું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી જૈન સાહિત્ય સમારોહમાં તથા જૈન વિષયના પરિસંવાદમાં ભાગ લેવા તેઓ મારા આગ્રહથી પધારતા. એથી મારી સાથે તેમને ઘનિષ્ઠ આત્મીયતા થઈ ગઈ હતી. તેઓ સમારોહ કે પરિસંવાદને સ્થળે જાતે પહોંચી જાય અને સભામાં એક છેડે ચૂપચાપ બેસી જાય. જેઓ એમને Page #244 -------------------------------------------------------------------------- ________________ જોહરીમલજી પારખ ૨ ૨૭ પહેલી વાર જોતા હોય તેઓને કંઈક કુતૂહલ થાય. પણ જ્યારે જાણે કે આ તો એક મહાન વિભૂતિ છે ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જતા. કચ્છમાં, પાલિતાણામાં, રાજગૃહીમાં તેઓ પધાર્યા હતા. અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એમની હાજરીથી સમગ્ર કાર્યક્રમને ઓપ મળતો હતો. પાલિતાણામાં સાહિત્ય સમારોહમાં ભાગ લેવા તેઓ આવ્યા ત્યારે રાત પડી ગઈ હતી. રાતના અગિયાર વાગે અમારા ઉતારાની ધર્મશાળા પર તેઓ આવ્યા. એમનો વેશ જોઈ ચોકીદારે એમને દબડાવ્યા. અંદર આવવા દીધા નહિ. ધર્મશાળાની બહાર એક ચોતરા જેવી જગ્યામાં તેઓ આખી રાત સૂઈ રહ્યા. પરંતુ એ માટે એમના મનમાં કશું જ નહોતું. મને અફસોસ થયો કે ચોકીદારને સૂચના આપી હોત તો સારું થાત. રાજગહીન સમારોહમાં તેઓ પધારવાના હતા. અમે બધા પટના ઊતરી લછવાડ રાત રોકાઈ રાજગૃહી જવાના હતા. પરંતુ બિહારના તંગ વાતાવરણને કારણે અમારે સીધા રાજગૃહી જવું પડ્યું. છેલ્લી ઘડીના ફેરફારની તેમને ખબર નહિ. તેઓ તો લછવાડ પહોંચી ગયા. રાત રોકાયા. અમને ન જોતાં લછવાડથી બે-ત્રણ બસ બદલીને તેઓ રાજગૃહી આવી પહોંચ્યા હતા. રાજગૃહીમાં પણ બસસ્ટેન્ડથી વીરાયતન સુધી તેઓ ચાલતા આવ્યા હતા. પાસે કંઈ સામાન નહિ. ચાલવાની ઝડપ વધારે. મનથી પણ તેઓની તૈયારી. એટલે હમેશાં પ્રસન્ન રહેતા. તેઓ કહેતા કે અપરિગ્રહનો આનંદ કેટલો બધો છે તે તો અનુભવથી જ સારી રીતે સમજાય એવી વાત છે. જોહરીમલજી પોતાની રોજિંદી આવશ્યક ધર્મક્રિયા-સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન વગેરે નિશ્ચિત સમયે અવશ્ય કરી લેતાં. તેઓ રોજ એક વખત આચારાંગ સૂત્રનું પઠન કરતા. તેઓ દિવસે કદી સૂતા નહિ. સૂર્યાસ્ત પછી બીજા દિવસની સવાર સુધી તેઓ મૌનમાં રહેતા. ગૃહસ્થજીવનના ત્યાગ પછી એમણે સંસ્કૃત, પ્રાકૃતનો અભ્યાસ કર્યો અને બધા આગમગ્રંથોનું સારી રીતે પરિશીલન કર્યું. હસ્તપ્રતો વાંચતાં તેમને આવડી ગયું હતું. પ. પૂ. શ્રી જંબુવિજયજી મહારાજ પાસે તેઓ વારંવાર જતા અને તેમના કામમાં મદદરૂપ થતા. છેલ્લે છેલ્લે અમદાવાદની એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટને પણ એમણે કેટલાક દિવસ ત્યાં રહી પોતાની સેવા આપેલી. તેઓ પાસે ઘડિયાળ રાખતા નહિ. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ વંદનીય હૃદયસ્પર્શ પણ વર્ષોના મહાવરાને લીધે સમયની પૂરી ખબર એમને રહેતી. જોહરીમલજીએ ધીમે ધીમે આહાર ઉપર વિજય મેળવ્યો હતો. તેમણે આરંભમાં નવકારશી તથા ચોવિહાર ચાલુ કરી દીધાં હતાં. ત્યાર પછી બે ટંક આહાર સિવાય કશું જ ન લેવું, એ રીતે કાયમનાં બેસણાં જેવું વ્રત અંગીકાર કર્યું હતું. પછી તેમણે એક ટંક આહાર લેવાનું ચાલુ કર્યું. એક ટંક આહાર પણ તેમણે એક પાત્રમાં થોડી વાનગીઓ લઈ, તે બધાનું મિશ્રણ કરી દિગંબર સાધુની જેમ ઊભાં ઊભાં લેવાનું ચાલુ કર્યું. પોતે પ્લાસ્ટિકનું મોટા ટંબલર જેવું એક સાદું વાસણ રાખે. એમાં બધું ભેળવી આ આહાર વાપરી લે અને એમાં પાણી લઈને પીએ. આ રીતે વર્ષો સુધી તેઓ એક ટંક જ આહાર લેતા, છતાં તેમની શક્તિ સચવાઈ રહેતી. વસ્તુતઃ ઓછા આહારથી એમને ક્યારેય અશક્તિ વરતાઈ નહોતી. છેલ્લાં બેએક વર્ષથી તેમણે એક દિવસ ઉપવાસ અને એક દિવસ એક ટંક આહાર એ પ્રમાણે પોતાની દિનચર્યા ગોઠવી દીધી હતી. આ રીતે અડતાલીસ કલાકમાં તેઓ ફક્ત એક જ વખત ઊભા ઊભા આહાર કરી લેતા. એ અંગે મેં એમને પૂછ્યું હતું ત્યારે કહ્યું હતું કે હવે બે દિવસમાં એક જ વાર આહાર લેતો હોવાથી, જયારે આહાર લેવાનો થાય ત્યારે પહેલાં કરતાં સહેજ વધારે આહાર લેવાય છે કે જેથી બે દિવસ સુધી શક્તિ બરાબર જળવાઈ રહે છે. ઉપવાસને દિવસે તેઓ પાણી રોજ કરતાં થોડું વધારે પી લેતા. પ્રવાસમાં હોય તો કાચું પાણી પણ વાપરી લે. સાધુની દિનચર્યાની જેમ જોહરીમલજીને શૌચાદિ ક્રિયા માટે પણ બહાર ખુલ્લામાં જવાનું વધુ ગમે. શહેરમાં હોય અને આસપાસ શૌચાદિ માટે સગવડ ન હોય તો સંડાસ વગેરેનો ઉપયોગ કરતા. અન્યથા તેઓ ચુસ્ત નિયમ પાળતા. દિગંબર સાધુની જેમ તેઓ એક વખત શૌચાદિ માટે બહાર જતા. સામાન્ય રીતે તે સિવાય બીજી વાર લઘુનીતિ માટે પણ જવાની જરૂર પડતી નહિ. રોજ એક ટંક આહારના બદલે આંતરે દિવસે ઉપવાસ એમણે ચાલુ કર્યા ત્યારપછી શૌચક્રિયા માટે રોજ એક વાર જવું પડતું. કેટલાક સાધુઓ એકાંતરે ઉપવાસ ચાલુ કરે પછી શૌચક્રિયા પણ એકાંતરે થતી હોય છે. પરંતુ જોહરીમલજી સાથેની વાતચીતથી જાણવા મળ્યું કે એકાંતરે ઉપવાસ કરવા છતાં પોતાની શૌચક્રિયા પહેલાંની જેમ જ રોજેરોજ નિયમિત રહેતી. પોતાના મસ્તકના અને મૂછદાઢીના વાળનો તેઓ લોચ કરતા અથવા Page #246 -------------------------------------------------------------------------- ________________ જોહરીમલજી પારખ ૨ ૨૯ કાતરથી કાપતા એ અંગે પણ તેઓ સાધુના જેવો આચાર રાખતા. પાંચ-પંદર માઈલ ચાલવું એ એમને મન રમત વાત હતી. સિત્તેરની ઉંમરે તેઓ પહોંચ્યા હતા ત્યારે પણ એકવડા, સુકલકડી શરીરને લીધે તેઓ ઝડપથી ચાલી શકતા. શરીરમાં સંધિવા કે બીજો કોઈ રોગ નહોતો. સમેતશિખરમાં તેઓ અમારી સાથે હતા ત્યારે પર્વતિથિના નિયમને કારણે તેઓ પહાડ ઉપર ગયા નહોતા. છેલ્લે દિવસે અમારી બસ બપોરે એક વાગે ઊપડવાની હતી. એમની ભાવના પહાડ પર જઈ યાત્રા કરવાની હતી. એમણે કહ્યું કે, પોતે બસ ઊપડે તે પહેલાં આવી પહોંચશે. એમને માટે થઈને અમારે ખોટી થવું નહિ. પોતે બસ ચૂકી જશે તો ટ્રેનમાં કલકત્તા આવી પહોંચશે. તેઓ વહેલી સવારે ઊઠીને પહાડ પર ચડ્યા. બધે જ દર્શન કર્યા. ઠેઠ ચંદ્રપ્રભુની ટૂંક સુધી જઈ આવ્યા. સાડાબાર વાગતામાં તો તેઓ નીચે આવી પહોંચ્યા. તેમનો ઉપવાસનો દિવસ હતો. આટલો શ્રમ લેવા છતાં તેમના ચહેરા પર થાક નહોતો. એમની શારીરિક શક્તિ અને દઢ મનોબળ જોઈ અમે મનોમન તેમને વંદન કરી રહ્યા. રેલવે કે બસમાં પ્રવાસ કરવામાં પોતાને કેવા કેવા અનુભવો થાય છે તે વિશે એમણે કહેલું કે ટ્રેનમાં હું રિઝર્વેશન કરાવીને જતો નથી. બીજા ડબ્બાઓમાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઉં છું. ઘણી વાર બેઠક પર જગ્યા ન હોય તો હું નીચે બેસી જાઉં છું. ઘણી વાર પેસેન્જરો મારી સાથે તોછડી ભાષા વાપરે, આવા બેસવાનું કહે. હું વિના સંકોચે તેમ કરું છું. પરંતુ થોડી વાતચીતમાં લોકોને સમજાઈ જાય કે હું કોઈ સુશિક્ષિત માણસ છું, મુફલિસ નથી એટલે લોકો સારી રીતે વર્તવા લાગે છે. કોઈ વાર થેલીમાંથી કોઈ ગ્રંથ વાંચવાનું ચાલુ કરું તો પણ આસપાસના મુસાફરો વિચારમાં પડી જાય. કોઈક જિજ્ઞાસાથી પૂછે તો મારા ધર્મ અને આચાર વિશે કહું, પરંતુ તેમ કહેવામાં ત્યાગ વિશે અભિમાનયુક્ત વચન ન આવી જાય એની ખાસ તકેદારી રાખું છું. કોઈ વાર ટિકિટ-ચેકરો પણ શંકા કરે કે હું ટિકિટ લીધા વિના બેઠો હોઈશ. રુઆબથી ટિકિટ માગે, કોઈક વાર તો પૂછ્યા વગર જ ઊતરી જવાનો હુકમ છોડે. હું ટિકિટ બતાવું એટલે શાન્ત થાય.” રેલવેના પોતાના અનુભવો વર્ણવતાં એમણે કહેલું કે પોતે પૈસા પાસે રાખે નહિ અને કોઈ વાર રેલવેનું ભાડું વધી ગયું હોય અને પોતાની પાસે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ વંદનીય હૃદયસ્પર્શ જૂના ભાડાની ટિકિટ હોય તો ટિકિટ-ચેકર અધવચ્ચે જ ઉતારી દે. કોઈને ફોન કરવો હોય તો પણ પૈસા ન હોય. પૈસા વગર ઘણી તકલીફ પડતી. એટલે છેવટે પાસે જરૂર પૂરતા થોડા રૂપિયા રાખવાનું ચાલુ કર્યું હતું. એક વખત જોહરીમલજીને મેં પૂછ્યું કે ક્યાંક રાતને વખતે રસ્તામાં એકલા જવાનું થાય તો કોઈકને વહેમ પડે કે આ માણસ કોણ હશે? તમને એવા અનુભવ થયા છે? * “એવા અનુભવો ઘણી વાર થયા છે, પણ એથી મારા મનમાં કોઈને માટે ચીડ કે અભાવ નથી થતો. એ મારા જીવનનો ક્રમ છે.” પોતાનો જોધપુરનો એક અનુભવ એમણે વર્ણવ્યો હતો. જોધપુરમાં જૈન સમાજમાં તો બધા જ એમને ઓળખે. એક વખત ટ્રેન મોડી પડતાં પોતે રાત્રે એક વાગે જોધપુર પહોંચ્યા. શિયાળાની ઠંડીના દિવસો હતા. એટલે પાસેના એક જૈન મંદિરમાં ગયા. ચોકીદાર એમને ઓળખતો હતો. દરવાજો ખોલી અંદર એક ખૂણામાં સૂવાની સગવડ કરી આપી. હવે ચોકીદારની ડ્યૂટી સવારે પાંચ વાગ્યા સુધી હતી. પાંચ વાગ્યે બીજો ચોકીદાર આવ્યો. તે નવો હતો. જૂના ચોકીદારે એમના વિશે કશી વાત કરેલી નહિ. નવા ચોકીદારે એક ખૂણામાં મને ઊંઘતો જોઈ કોઈ ચોર ભરાયો છે એમ સમજી બૂમાબૂમ કરી મૂકી. મને ઉઠાડીને ધક્કા મારીને બહાર કાઢ્યો. રાતનો વખત હતો એટલે પોતાને મૌન હતું. જોહરીમલજી કશું જ બોલ્યા નહિ. સવાર થઈ ગઈ હતી એટલે જોહરીમલજી પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા. ખબર પડતાં દેરાસરના ટ્રસ્ટીઓ એ ચોકીદારને લઈ એમની માફી માગવા આવ્યા. પરંતુ જોહરીમલજીએ કહ્યું કે એમાં ચોકીદારનો કંઈ જ વાંક નથી. એણે એની ફરજ બજાવી છે, અને પોતાને એથી કશું માઠું લાગ્યું નથી. એક વખત મેં એમને પૂછેલું કે, “આપણા જૈન સાધુઓના વેશને કારણે ગામમાં દાખલ થતાં કૂતરાં ભસે છે. હાથમાં દાંડો હોય એટલે કરડે નહિ. પણ તમારો વેશ એવો છે કે કૂતરાં જરૂર ભસે.' એમણે કહ્યું, ‘દિવસે તો બહુ વાંધો નથી આવતો. લોકોની અવરજવર સારી હોય ત્યારે પણ તકલીફ નથી પડતી. પરંતુ સાજે કે રાત્રે એકલો ચાલ્યો જતો હોઉં તો કુતરાં ભસે છે. કોઈ વાર કઈ દિશામાંથી કૂતરું દોડતું આવીને કરડી જાય તેની પણ ખબર ન પડે. જ્યારથી એ વેશ ધારણ કર્યો છે ત્યારથી એટલે કે છેલ્લાં વીસેક વર્ષથી વરસમાં Page #248 -------------------------------------------------------------------------- ________________ જોહરીમલજી પારેખ ૨૩૧ સરેરાશ પાંચ-છ વખત કૂતરું કરડે છે. એટલે મારે માટે એની કોઈ નવાઈ નથી. મેં ક્યારેય કૂતરાને મારવાનો, ભગાડવાનો પ્રયત્ન કર્યો નથી કે કૂતરા ઉપર મને કોઈ ચીડ નથી.” કૂતરું કરડે ત્યારે આપ એને માટેનાં ઇજેક્શન લો છો ?' હું કોઈ દવા લેતો નથી. કૂતરું કરડે ત્યારે પડેલા ઘા ઉપર મરચું ભભરાવી દઉં છું. થોડા દિવસમાં મટી જાય છે.” દુશ્મનો બીજાના ઘા ઉપર મીઠું ભભરાવે એવી લોકોક્તિ છે. પરંતુ આપ તો પોતાના ઘા ઉપર મરચું ભભરાવો છો. એ કેવી રીતે સહન થાય?” પીડા ઘણી થાય, પણ એ તો દેહની પીડા છે. આત્માની નથી. એવી પીડાથી ભારે અશુભ કર્મનો જે ક્ષય થાય છે એનો ઊલટાનો આનંદ થાય છે.' આપ મરચું પાસે રાખો છો?” ના. એની કંઈ જરૂર નથી. આખા ભારતમાં કોઈ પણ ઘરે ચપટી મરચું મળી રહે. કૂતરું કરડે ત્યારે નજીકના કોઈ ઘરે જઈને મરચું માગી લઉં.' પૂ. જોહરીમલજીની દેહાતીત દશા કેવી હતી એની આ વાતથી પ્રતીતિ થઈ હતી. ડિસેમ્બર, ૧૯૯૫માં શંખેશ્વર ખાતે જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું હતું. તેમનો પત્ર આવી ગયો હતો કે પોતે અમદાવાદ આવ્યા છે અને ત્યાંથી શંખેશ્વર આવશે. સંજોગવશાત્ સાહિત્ય સમારોહ મુલતવી રહ્યો. જોહરીમલજી જોધપુર પાછા ગયા. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં શિયાળાની કડકડતી ઠંડીમાં આ રીતે રહેતાં એમને શરીરે ઠંડી ચડી ગઈ. તાવ આવ્યો. ન્યુમોનિયા થયો હતો. ઔષધ લેવાની કે હોસ્પિટલમાં જવાની એમણે ના પાડી. દેહ છોડવાનું થાય તો ભલે થાય. એ માટે પોતે સ્વસ્થ ચિત્તે તૈયાર હતાં. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં એમનાં સ્વજનો મુંબઈથી જોધપુર પહોંચે તે પહેલાં એમણે દેહ મૂકી દીધો. એમના સ્વર્ગવાસના સમાચાર અમને તો એ રીતે મળ્યા કે “પ્રબુદ્ધ જીવનમાં “જૈનોની આત્મઘાતક માગણી' નામના છપાયેલા એમના લેખ માટે મનીઑર્ડરથી મોકલાવેલી પુરસ્કારની રકમ પાછી આવી. તેમાં એમના પુત્રની નોંધ હતી કે જોહરીમલજીએ દેહ છોડી દીધો છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ સ્વર્ગસ્થ પૂજ્ય જોહરીમલજીનું જીવન ભગવાન મહાવીરસ્વામી વિચરતા હતા એની થોડી ઝાંખી કરાવે એવું હતું. આવી વિરલ વ્યક્તિનો યોગ પ્રાપ્ત થવો એ જ દુર્લભ વાત ગણાય. તેમની સાથે અમારો પરિચય થયો. એમના આગમનથી અમારું ઘર પવિત્ર થતું અને સાહિત્ય સમારોહમાં એમનો પ્રેરક સહવાસ સાંપડતો રહ્યો એ અમારા જીવનની મોટી ધન્યતા છે ! પૂ. જોહરીમલજીના વિશુદ્ધ આત્માને નતમસ્તકે વંદન હો ! . ૨૩૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ડો. શિવાનંદ અધ્વર્યુ સમગ્ર રાષ્ટ્ર જેમને માટે ગૌરવ અનુભવી શકે એવા, ગુજરાતની એક મહાન વિભૂતિ સમા ડૉ. શિવાનંદ અધ્વર્યુ (પૂ. સ્વામી યાજ્ઞવજ્યાનંદજી) દિવાળી પછી ભાઈબીજના દિવસે તા. ૨૨મી ઑક્ટોબર, ૧૯૯૮ના રોજ સાંજે હૃષીકેશમાં શિવાનંદ આશ્રમમાં ૯૨ વર્ષની વયે દેહ છોડી બ્રહ્મલીન થયા. એમના જવાથી ગુજરાતે પોતાનું એક નરરત્ન ગુમાવ્યું છે. બીજે દિવસે સવારે ગંગાતટે એમના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. એમના અંતિમ સમયે એમનાં સ્વજનો એમનાં પત્ની જયાબહેન (મૈત્રેયીદેવી), પુત્રી ઉષાબહેન, એમનાં પુત્રીસમ કાર્યમત્રી અનસૂયાબહેન વગેરે પાસે હતાં. સ્વામીજીનું આ જાણે ઇચ્છામૃત્યું હતું. તેઓ હૃષીકેશમાં પોતાના આશ્રમમાં સ્વામી ચિદાનંદજીના સાન્નિધ્યમાં ગંગાકિનારે દેહ છોડવા ઇચ્છતા હતા અને એ પ્રમાણ જ થયું. જાણે એ માટે જ તેઓ વીરનગરથી હૃષીકેશ પરિવાર સાથે ગયા હતા. સૌરાષ્ટ્રમાં વીરનગરની શિવાનંદ મિશન હૉસ્પિટલના સૂત્રધાર, નેત્રયજ્ઞો દ્વારા અને હૉસ્પિટલોમાં આંખનાં ત્રણ લાખથી વધુ ઑપરેશન મફત કરનાર, વિવિધ પ્રકારની વિદ્યાકીય પ્રવૃત્તિઓના સંયોજક, કુશળ વહીવટકર્તા, અનેક સંતો, મહંતો, શ્રેષ્ઠીઓ, મંત્રીઓ વગેરે સાથે આત્મીયતાભર્યો સંબંધ ધરાવનાર, મહાન યોગસાધક ડૉ. શિવાનંદ અધ્વર્યુ(સ્વામી યાજ્ઞવક્યાનંદજી)ને છેલ્લાં ઘણાં વર્ષોથી અમારી જેમ સૌ બાપુજી' કહીને બોલાવતા. બાપુજી જેવું વાત્સલ્ય એમના સાન્નિધ્યમાં હમેશાં અનુભવવા મળતું. છેલ્લાં કેટલાંયે વર્ષથી બાપુજી દર વર્ષે દિવાળી હૃષીકેશના શિવાનંદ આશ્રમમાં જ ઊજવતા. તેઓ કહેતા કે ત્યાં જવાથી સ્થાનિક ધાંધલમાંથી થોડા દિવસ મુક્તિ મળે, ગંગાના પવિત્ર કિનારે પવિત્ર પર્વના દિવસો પસાર થાય, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ વંદનીય હૃદયસ્પર્શ થોડી યોગસાધના થાય અને આશ્રમ સાથેનું પોતાનું અનુસંધાન સતત ચાલુ રહે. આશ્રમમાં એમનું પોતાનું ઘર છે. એ ઘર પણ પાછું વ્યવસ્થિત થઈ જાય હૃષીકેશ જવા માટે બાપુજીને ટ્રેનની મુસાફરી કરતાં મોટરકારની મુસાફરી વધુ પસંદ પડે, કારણ કે યથેચ્છ જઈ શકાય. એકાદ-બે દિવસ આગળપાછળ કરવા હોય કે એક-બે વ્યક્તિ વધારે-ઓછી સાથે લેવી હોય તો લઈ શકાય. ટ્રેનના રિઝર્વેશનમાં પડતી તકલીફને લીધે આમ કરવું જરૂરી તો ખરું જ, પણ મોટરકારના પ્રવાસની મઝા જુદી. રસ્તામાં મિત્રોને, પરિચિતોને મળવું હોય તો મળતા જવાય. એમના ડ્રાઇવર પણ એવા હોશિયાર અને રસ્તાઓના ભોમિયા. હજાર કિલોમીટર કરતાં વધુ લાંબા મોટરકારના પ્રવાસથી બાપુજી ટેવાઈ ગયા હતા. નેત્રયજ્ઞોને નિમિત્તે અને અન્ય કાર્યક્રમોને નિમિત્તે બાર મહિને એક લાખ કિલોમીટર કરતાં વધુ પ્રવાસ તેઓ મોટરકારમાં કરતા રહ્યા હતા. સપ્ટેમ્બર, ૧૯૯૮ના બીજા અઠવાડિયામાં હું અને મારાં પત્ની તારાબહેન સાયલાના રાજસોભાગ આશ્રમમાં હતાં. એ આશ્રમમાં દર મહિનાની ૧૪મી તારીખે શિવાનંદ મિશન દ્વારા નેત્રનિદાન શિબિર અને ૧૪મી જાન્યુઆરીએ નેત્રયજ્ઞનું આયોજન થાય છે. આ વખતે ૧૪મી સપ્ટેમ્બર અમે આશ્રમમાં હતાં એટલે પૂ. બાપુજી–ડૉ. અધ્વર્યુ સાહેબને વીરનગરમાં મળવાની અમારી ભાવના હતી. ડૉ. અધ્વર્યુ સાહેબે એક દાક્તર બહેન સાથે સંદેશો મોકલાવ્યો એટલે તે દિવસે અમે સાયલાથી વીરનગર પહોંચ્યાં અને રાત ત્યાં રોકાયાં. બાપુજીનું આ છેલ્લું પ્રત્યક્ષ મિલન અમારે માટે છે એવી ત્યારે કલ્પના નહોતી. બાપુજી સશક્ત હતા અને ઉંમરને કારણે આંખે ઓછું દેખાતું હતું છતાં બધું કામ બરાબર નિયમિત કરતા હતા. શિવાનંદ પરિવારની બધી પ્રવૃત્તિઓ બાપુજીની સાથે ફરીને અમે નિહાળી. પૂ. બાને હૃદયરોગની થોડી તકલીફ થઈ હતી એની વાત પણ નીકળી. બાનું સારું સ્વાથ્ય જોઈને અમને આનંદ થયો. તેઓ બધાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હૃષીકેશમાં દિવાળી કરવા માટે થોડા દિવસમાં નીકળવાનાં હતાં તેની પણ વાત થઈ. દિવાળી પછી બાપુજી મુંબઈ આવવાનું વિચારતા હતા અને ત્યારે અમારા ઘરે પધારવા માટેની અમારી વિનંતી સ્વીકારી હતી. અમે મુંબઈ આવ્યા પછી બાપુજીનો પત્ર આવ્યો હતો. એમાં અમારી Page #252 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૨૩પ વીરનગરની મુલાકાત માટે એમણે આનંદ વ્યક્ત કર્યો હતો. પણ સાથે એમાં એક વાક્ય લખ્યું હતું કે પોતાનો જીવનદીપ હવે બુઝાઈ જવાની તૈયારીમાં છે. બાપુજીને વીરનગરમાં સ્વસ્થપણે હરતાફરતા જોયા પછી એમનું આ વાક્ય અમને એટલું ગંભીર લાગ્યું નહોતું, પરંતુ તા. ૨૩મીએ સવારે છાપામાં એમના સ્વર્ગવાસના સમાચાર વાંચતાં એમણે કરેલી આગાહીના આ વાક્યની યથાર્થતા સમજાઈ હતી. મહાન સંતોના હૃદયની કેટલીક વાતો ઊગી આવતી હોય છે. દિવાળી માટે હૃષીકેશ જવા માટે બાપુજી જ્યારે હૉસ્પિટલના પ્રાંગણમાંથી પ્રયાણ કરવાના હતા ત્યારે એમને વિદાય આપવા માટે શિવાનંદ મિશનના-પરિવારના સૌ સભ્યો એકત્ર થયા હતાં. એ વખતે બાપુજીએ કહ્યું, અમે બધાં જઈએ છીએ, પણ પાછા ફરતાં એક સંખ્યા ઓછી પણ હોય.' આ સાંભળી બાએ ટકોર કરતાં કહ્યું, “આવું કેમ બોલો છો? શું હું પાછી નથી આવવાની?' હૃદયરોગની બીમારીને કારણે બાને એમ લાગ્યું કે પોતાને માટે બાપુજીએ આવો સંકેત કર્યો છે, પણ બાપુજીએ કહ્યું, “એવું કોણે કહ્યું? કદાચ હું જ પાછો ન આવું. મારો જીવનકાળ હવે પૂરો થવામાં છે. મૃત્યુ તો મંગળ છે.” બાપુજીના મુખમાંથી સહજ રીતે નીકળેલા ઉગારો કેવા સાચા પડ્યા ! બાપુજીનું સમગ્ર જીવન અત્યંત સક્રિય અને જનસેવાની સુરભિથી મઘમઘતું રહ્યું હતું. ડૉ. શિવાનંદ અધ્વર્યુનો જન્મ ઈ. સ. ૧૯૦૬ના ડિસેમ્બરની ૧૮મી તારીખે પોતાના મોસાળમાં સૌરાષ્ટ્રમાં ગોંડળ પાસેના અનીડા નામના ગામમાં થયો હતો. એમનું જન્મનામ ભાનુશંકર હતું. બાંદરા ગામના વતની એમના પિતાનું નામ ગૌરીશંકર અધ્વર્યુ હતું અને માતાનું નામ પાર્વતીબહેન હતું. એમના પિતા યજમાનવૃત્તિ છોડીને ગોંડલ રાજ્યના પોલીસખાતામાં પોલીસ ઑફિસર તરીકે નોકરી કરતા હતા. ભાનુશંકરે ગોંડળની શાળામાં અભ્યાસ કર્યો હતો. એ જમાનામાં સૌરાષ્ટ્રના દેશી રાજ્યોમાં શિક્ષણ-સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રે ગોંડળ રાજ્ય Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ વંદનીય હૃદયસ્પર્શ અગ્રસ્થાને હતું. તે વખતે ગોંડળની શાળામાં ત્રણ શિક્ષકો પાસે ભાનુશંકરને અધ્યયન કરવા મળ્યું હતું, જેઓ પછીથી ખ્યાતનામ સાહિત્યકારો થયા હતા. એ ત્રણ એ સમર્થ વાર્તાકાર-નવલકથાકાર ગૌરીશંકર જોશી-ધૂમકેતુ, ‘કુમાર'ના તંત્રી બચુભાઈ રાવત અને કવિ દેશળજી પરમાર. (સમર્થ પત્રકાર, જન્મભૂમિ'ના ભૂતપૂર્વ મંત્રી રવિશંકર મહેતા પણ આ ત્રણેના સમવયસ્ક હતા અને ગોંડળમાં એમની સાથે જ વિદ્યાભ્યાસ કર્યો હતો.) ભાનુશંકરે મેટ્રિક પાસ થયા પછી કૉલેજની વિજ્ઞાન શાખાની કેળવણી અમદાવાદમાં લીધી. તેઓ ત્યાર પછી તબીબી કૉલેજમાં દાખલ થયા. એ જમાનામાં એલ.સી.પી.એસ. અને એમ.બી.બી.એસ. એમ બે ડિગ્રી અપાતી. એમાં એમ.બી.બી.એસ. વધારે ચડિયાતી ડિગ્રી ગણાતી. ભાનુશંકર ૧૯૩૦માં એલ.સી.પી.એસ. થયા. તે વખતે કરાંચીથી હુબલી (કર્ણાટક) સુધીનો પ્રદેશ મુંબઈ ઇલાકા તરીકે ગણાતો. આખા ઈલાકામાં તેઓ એલ.સી.પી.એસ. પરીક્ષામાં પ્રથમ નંબરે આવ્યા હતાં. દાક્તર થયા પછી તેઓ સરકારી ખાતામાં દક્તર તરીકે જોડાયા. યુવાનવયે ભાનુશંકરનાં લગ્ન જયાબહેન સાથે થયાં. તેમને એક દીકરી થઈ. તેનું નામ ઉષા રાખવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લામાં અને પછી ડાંગ જિલ્લામાં ડૉ. ભાનુશંકરે સરકારી દાક્તર તરીકે ચાર વર્ષ કાર્ય કર્યું અને ત્યાર પછી તેઓ મુંબઈની સરકારી હૉસ્પિટલમાં જોડાયા. તેમણે કેટલોક વખત ગોધરા અને પાટણમાં પણ કામ કર્યું, દાક્તરી સેવા સાથે તેમણે એમ.બી.બી.એસ. થવા માટેનો પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને ૧૯૪૦માં તેઓ એમ.બી.બી.એસ. થયા હતા. એ સાથે તેમણે આંખના દાક્તર તરીકે પણ અભ્યાસ કરીને તાલીમ લઈ લીધી હતી. ભાનુશંકર જ્યારે અમદાવાદની કૉલેજમાં વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારે યુવાન હતા. એ દિવસોમાં તેઓ દર રવિવારે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજીને સાંભળવા જતા. જયારે એમણે સાંભળ્યું કે મહાત્મા ગાંધીજી સાબરમતી આશ્રમમાંથી પગપાળા દાંડીયાત્રા માટે નીકળવાના છે અને ત્યાં જઈ મીઠા માટે સત્યાગ્રહ કરવાના છે ત્યારે એ યાત્રાનું પ્રયાણ નજરે નિહાળવા માટે તેઓ પણ સાબરમતી આશ્રમ પાસે ગયા હતા. ત્યારે એ જોવા ત્યાં હજારો Page #254 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૨૩૭ માણસો એકત્ર થયા હતા. પરોઢિયે પોતાને યાત્રા સરખી રીતે જોવા મળે એટલા માટે યુવાન ભાનુશંકર બીજા કેટલાયે લોકોની જેમ આગલી રાતે એક વૃક્ષ પર ચડી ગયા હતા. પોતે નજરે જોયેલી એ યાત્રાથી અને મહાત્મા ગાંધીજીથી તેઓ એટલા બધા પ્રભાવિત થયા હતા કે દેશની આઝાદી માટે અને ગરીબો માટે કશુંક કરી છૂટવાની ભાવના એમના મનમાં જાગ્રત થઈ હતી અને ઉત્તરોત્તર એ દૃઢ થતી ગઈ હતી. ડૉ. અધ્વર્યુની જુદે જુદે સ્થળે બદલી થતી. પાટણમાં તેઓ હતા ત્યારે જૈન મુનિ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી મહારાજમાંના એક અને ‘જૈન દર્શન’ ગ્રંથના લેખક)ના સંપર્કમાં આવ્યા હતા. એમની પાસેથી ડૉ. અધ્વર્યુને ઘણી પ્રેરણા અને માર્ગદર્શન મળતાં. એમની સાથેના સંબંધથી ધર્મનો, જનકલ્યાણનો રંગ લાગ્યો હતો. ડૉ. ભાનુશંકર અધ્વર્યુ સરકારી નોકરીમાં હતા એટલે એમની વખતોવખત જુદે જુદે સ્થળે બદલી થતી. આથી તેઓને નવાં નવાં સ્થળ અને નવા નવા લોકોને પોતાના બનાવી લેવાની તથા ઠેર ઠેર ફરવાની સારી ફાવટ આવી ગઈ હતી. એટલે જ તેઓ પ્રવાસથી ક્યારેય થાકતા નહિ. પોતે સ૨કા૨ી દાક્તર હતા ત્યારે એક વખત એમની બદલી ધંધુકા ખાતે થઈ હતી. એ વખતે એમણે જોયું કે એ વિસ્તારમાં-ખારાપાટમાં દૂષિત પાણી વગેરેને કા૨ણે લોકોની આંખ પર વધારે અસર થતી હતી. એવામાં એ ભાલ નળકાંઠા વિસ્તારમાં ધર્મબોધ સાથે લોકસેવાનું કાર્ય કરતા જૈન મુનિ પૂજ્ય સંતબાલજીના સંપર્કમાં તેઓ આવ્યા. તેઓ સંતબાલજીની ઉદાત્ત ભાવનાઓથી અને નિર્મળ ચારિત્ર્યથી પ્રભાવિત થયા અને અને સંતબાલજીની જ પ્રેરણાથી એમણે નેત્રયજ્ઞનું ત્યાં આયોજન કર્યું. ગામડાના ગરીબ દર્દીઓને વિના મૂલ્યે દાક્તરી સેવા આપવામાં આવે તો જ ગરીબ લોકો લાભ લઈ શકે. જ્યાં પૂરતો પોષક ખોરાક ન પરવડે, ત્યાં દવાના પૈસા તો ક્યાંથી કાઢી શકે ? આ રીતે નેત્રયજ્ઞની એક યોજના આકાર લેવા લાગી. એવા નેત્રયજ્ઞના આયોજનથી કેટલાયે દર્દીઓને લાભ થયો. સમાજના આગેવાનોની, ધનિક વેપારીઓની તથા બીજા કેટલાયની કરુણાભરી નજ૨ ગરીબો પ્રત્યે વળી અને નેત્રયજ્ઞોનો પ્રચાર થયો. સરકારી ખાતામાં બઢતી પામતાં પામતાં ડૉ. ભાનુશંકર અધ્વર્યુને મુંબઈ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ વંદનીય હૃદયસ્પર્શ ઇલાકાના આંખના મુખ્ય સજર્યન તરીકે સ્થાન મળ્યું. અંગ્રેજોના વખતમાં પહેલી જ વાર એક ભારતીય નાગરિકને આ સ્થાન અપાયું. આ માન જેવું તેવું નહોતું. તેઓ એ માટે ત્રણ વર્ષ મુંબઈમાં રહ્યા હતા. એમની સરકારી કારકિર્દીનો આ એક ઉત્તમ કાળ હતો. ભારતને આઝાદી મળી ત્યારે ડૉ. ભાનુશંકર હજુ સરકારી નોકરીમાં જ હતા. આઝાદી પછી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના થઈ. (ત્યારે મુંબઈનું જુદું રાજ્ય હતું જેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટાં પડ્યાં નહોતાં.) એ વખતે શેઠ વીરચંદ પાનાચંદ શાહ નામના એક અગ્રણી ગાંધીવાદી સામાજિક કાર્યકર્તાની સૌરાષ્ટ્ર સરકારમાં કેળવણી અને આરોગ્ય ખાતાના મંત્રી તરીકે નિયુક્તિ થઈ હતી. શ્રી વીરચંદ પાનાચંદ શાહ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ૪૭ કિલોમીટર દૂર આવેલા જામ સમઢિયાળા નામના નાનકડા ગામના વતની હતા. દેશી રાજ્યના તાબાનું એ ગામ હતું. ગાંધીજીનાં ગ્રામસેવાનાં કાર્યોમાંથી પ્રેરણા લઈ સ્વ. વીરચંદ પાનાચંદ શાહે પોતાના ગામમાં ગામસુધારણા મંડળીની રચના ૧૯૩૩માં કરી હતી. ત્યારપછી આ મંડળીની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતાં જામ સમઢિયાળામાં સૌરાષ્ટ્ર સેન્ટ્રલ હૉસ્પિટલની સ્થાપના ૧૯૩૭માં કરવામાં આવી હતી. દેશી રાજયનું એક નાનું ગામડું હોવાથી એની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર ત્યારે મર્યાદિત હતું, પરંતુ એ ગ્રામ વિસ્તારમાં બીજી કોઈ હૉસ્પિટલ ન હોવાથી એની જરૂરિયાત લોકોમાં ઉત્તરોત્તર વધતી જતી હતી. ડૉ. ભાનુશંકર અધ્વર્યુ ઈ. સ. ૧૯૫૧માં બદ્રીકેદારની યાત્રાએ જતાં હૃષીકેશ ગયા હતા. ત્યાં શિવાનંદ આશ્રમના સ્વામી શિવાનંદ સરસ્વતીના પ્રત્યક્ષ સંપર્કમાં તેઓ આવ્યા. અગાઉ મુંબઈમાં તેમનાં વ્યાખ્યાનો સાંભળી તેઓ પ્રભાવિત થયા હતા. હૃષીકેશમાં તેમને આશ્રમ, ગંગામૈયાનો કિનારો અને સ્વામી શિવાનંદજીનું સાન્નિધ્ય વગેરે એટલાં બધાં ગમી ગયાં કે તેઓ ત્યાં વારંવાર જવા લાગ્યા અને પછી તો એવો રંગ લાગ્યો કે, ૧૯૫૬માં એમણે સ્વામીજીની સલાહ અનુસાર સરકારી નોકરી છોડી દીધી અને આજીવન બ્રહ્મચર્ય વ્રત લઈ, સંન્યાસ ધારણ કરી સ્વામીજીના શિષ્ય થઈ ગયા. એમનું નામ “શિવાનંદ' રાખવામાં આવ્યું. પોતાના ગુરુ પૂ. સ્વામી શિવાનંદ સરસ્વતીની આજ્ઞા અનુસાર તેમણે ગૃહસ્થ જીવનમાં જ રહી, આંખના દાક્તર Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ડૉ. શિવાનંદ અધ્વર્યુ તરીકે જ સૌરાષ્ટ્રમાં આવી તબીબી ક્ષેત્રે લોકસેવાનું કાર્ય ચાલુ કર્યું. સાથે સાથે ‘દિવ્ય જીવન સંઘની પ્રવૃત્તિઓ પણ ચાલુ કરી. શ્રી વીરચંદ પાનાચંદ શાહે લોકસેવાનું જે સંગીન કાર્ય કર્યું હતું એથી પ્રેરાઈને સૌરાષ્ટ્ર સરકારે જામ સમઢિયાળાને નવું નામ આપ્યું “વીરનગર”. ડૉ. અધ્વર્યુ એમના સંપર્કમાં આવ્યા અને વીરનગરની હૉસ્પિટલમાં જોડાઈ ગયા. શેઠ વીરચંદ પાનાચંદ બહુ ઉદાર મહાનુભાવ હતા. ડૉ. અધ્વર્યુ હમેશાં એમની પ્રશંસા કરતા થાકે નહિ. ડૉ. અધ્વર્યુએ સંન્યાસ સ્વીકાર્યા પછી પોતાની અંગત કમાણી છોડી દીધી હતી. ૧૯૫૬માં તેઓ વીરનગર આવી ગયા અને શિવાનંદ મિશનના નામથી હૉસ્પિટલ ચાલુ થઈ. ઉત્તરોત્તર આ હૉસ્પિટલનો વિકાસ થતો રહ્યો અને ચાર દાયકામાં તો એણે દેશવિદેશમાં ખ્યાતિ મેળવી લીધી. હૉસ્પિટલમાં હવે આશરે અઢીસો જેટલી પથારીની વ્યવસ્થા થઈ ગઈ. આંખના દર્દીઓ ઉપરાંત અન્ય રોગના દર્દીઓને પણ દાખલ કરવાનું ચાલુ થયું અને સૌથી મહત્ત્વનું બીજું એક કાર્ય ચાલુ થયું તે ચરસ-ગાંજો વગેરેના વ્યસનીઓને વ્યસનમુક્ત કરવા માટેના ઉપચારની સુવિધા પણ ત્યાં દાખલ કરવામાં આવી. સ્વામી શિવાનંદ સરસ્વતી બ્રહ્મલીન થયા ત્યાર પછી હૃષીકેશના શિવાનંદ આશ્રમનું સુકાન પૂ. સ્વામી ચિદાનંદજીએ સ્વીકાર્યું. બાપુજી માટે એમને અપાર લાગણી હતી. બાપુજીને જ્યારે ૮૦ વર્ષ થયાં ત્યારે પૂ. ચિદાનંદજીને બાપુજી અને બાને હૃષીકેશ આશ્રમમાં બોલાવી ખાસ આશીર્વાદ આપ્યાં હતાં અને ત્યારે બાપુજીનું નામ “સ્વામી યાજ્ઞવક્યાનંદજી અને પૂ. બાનું નામ એમણે “મૈત્રેયીદેવી' રાખ્યું હતું. એમાં આપણાં પૌરાણિક નામોની પૂરી સાર્થકતા રહેલી છે. બાપુજીએ ત્યારથી ભગવાં વસ્ત્ર ધારણ કર્યા હતાં. ડૉ. અધ્વર્યુ “સ્વામી યાજ્ઞવક્યાનંદજી' બન્યા, પરંતુ શિવાનંદ આશ્રમના અંતેવાસી હોવાથી અને સ્વામી શિવાનંદના શિષ્ય હોવાથી તેઓ ડૉ. શિવાનંદ અધ્વર્યુ તરીકે જ વધુ જાણીતા રહ્યા હતા. વીરનગરની હૉસ્પિટલ દ્વારા તેમણે નેત્રયજ્ઞોનું વિવિધ સ્થળે, વિવિધ સંસ્થાઓને ઉપક્રમે આયોજન ચાલુ કર્યું અને એક મિશનરીની જેમ તેઓ ગરીબ દર્દીઓની સેવામાં લાગી ગયા. ચાર દાયકાથી અધિક સમય સુધી તેઓ આંખનાં ઑપરેશન મફત કરતા રહ્યા અને પોતે એકલા આશરે ત્રણ લાખથી Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ વંદનીય હૃદયસ્પર્શ વધુ ઑપરેશન કર્યા. સમગ્ર ભારતમાં આંખના કોઈ દાક્તરે આટલાં બધાં ઑપરેશન કર્યા નથી. (ડૉ. શિવાનંદ અધ્વર્યુ પછી બીજે નંબરે ચિખોદરાના ડૉ. રમણીકલાલ દોશી આવે કે જેમણે અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ ઑપરેશન કર્યા છે અને હાલ ૮૦ વર્ષની વયે પણ રોજેરોજ સવારે ઑપરેશન કરતા રહ્યા છે.) ડૉ. અધ્વર્યસાહેબે ક્રમે ક્રમે વીરનગરની શિવાનંદ મિશન હૉસ્પિટલ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં નેત્રનિદાન શિબિરો અને નેત્રયજ્ઞો દ્વારા એવું સરસ વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું કે જેથી રોજેરોજ નિશ્ચિત સ્થળે નિયમિત તારીખે એનું આયોજન ચાલ્યા કરે, પાળિયાદ, સાયલા, બાંટવા, શિવરાજગઢ, ધોરાજી વગેરે ભિન્ન ભિન્ન સ્થળે, દરેક જિલ્લામાં સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરોના સહયોગથી દર મહિનાની ચોક્કસ તારીખે નેત્રનિદાન શિબિર હોય અને એમાંથી જે દર્દીઓને ઑપરેશનની જરૂર હોય તેઓને વીરનગર તે જ દિવસે વાહનમાં લઈ આવવામાં આવે, બીજે દિવસે ઑપરેશન થાય, ચાર દિવસ એમને રાખવામાં આવે, મફત ચશમાં આપવામાં આવે અને દરેકને વાહનમાં પાછા એમના સ્થળે પહોંચાડવામાં આવે. દર્દીએ એ માટે કશું જ આપવાનું ન રહે. પૈસાના અભાવે કોઈ દર્દી પાછો જવો ન જોઈએ. દર મહિનાની તારીખો નિશ્ચિત હોય એટલે લોકો આપોઆપ જાણતા જ હોય. એટલે એ માટે પ્રચારપત્રિકાઓ, જાહેરાતો કે બીજા કશાની જરૂર ન રહે અને ખર્ચ પણ ન થાય. એ રીતે દરેક સ્થળે નિશ્ચિત દિવસે બસો-ત્રણો દર્દીઓ આંખ બતાવવા આવી પહોંચ્યા જ હોય. | શિવાનંદ મિશન એક સેવાભાવી સંસ્થા એટલે એના દાક્તરો અને કર્મચારીઓની દર્દીઓ સાથેની રીતરસમ્ પણ એટલી સરળ, સહજ અને સહાનુભૂતિ ભરેલી હોય કે દર્દી ગભરાય નહિ. એ માટે ડૉ. અધ્વર્યસાહેબે બધાને સારી રીતે તૈયાર કરેલા છે. આ રીતે વીરનગરની હૉસ્પિટલમાં મોતિયો વગેરેનાં મહિને સરેરાશ . દોઢ-બે હજાર જેટલાં ઑપરેશન થાય અને દરેક જિલ્લામાં નેત્રયજ્ઞોમાં થાય તે ઑપરેશન વધારામાં. આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં અધત્વ નિવારણનું કાર્ય એટલું બધું સરસ થયા કરે છે કે ત્યાં મોતિયા વગેરેના કારણે થતા અંધત્વની ટકાવારી સાવ ઓછી થઈ ગઈ છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ડો. શિવાનંદ અધ્વર્યુ ૨૪૧ કેટલાંક વર્ષથી બાપુજીને પોતાના કાર્યમાં મદદરૂપ થાય એવાં એમનાં અંગત મંત્રી જેવાં એક બહેનની સેવાનો લાભ મળતો રહ્યો હતો. એ છે અનસૂયાબહેન. બાપુજીની બધી જ વહીવટી જવાબદારી એમણે ઉપાડી લીધી હતી. અનસૂયાબહેન એક સુશિક્ષિત, સંસ્કારી, કાર્યદક્ષ અને વ્યવહારકુશળ સન્નારી છે. એમણે અંગત રીતે તો બાપુજીની દીકરીનું સ્થાન લીધું અને બાપુજીના વાત્સલ્યનો સૌથી વધુ લાભ અનસૂયાબહેનને મળ્યો. તેઓ બાપુજીના કાર્યનો ભાર સંભાળે, બાપુજીની તબિયતની દેખરેખ રાખે અને બાપુજી બહારગામ ક્યાંય પણ જવાના હોય તો સાચવીને લઈ જાય. બાપુજીની વૃદ્ધાવસ્થામાં અનસૂયાબહેન એમની લાકડી સમાન હતાં. બાપુજીનો એક શિરસ્તો સરસ આવકાર્ય રહ્યો હતો. રોજ સવારે ફરજ પર જતાં પહેલાં બધા ડૉક્ટરો અને સ્ટાફના અન્ય મહત્ત્વના સભ્યો સાથે બાપુજી ચા-નાસ્તો લેતા. એ વખતે બધાંની પ્રવૃત્તિઓ, ફરજો વગેરેની વાતચીત તો થાય, પણ સૌના ખબરઅંતર પુછાય અને કોઈને પોતાના કાર્યમાં કે ઘરની બાબતમાં કંઈ મુશ્કેલી હોય તો તરત નિવારણ થાય. બધાંની સાથે હળીમળીને રહેવું. શેઠ-નોકર જેવો નહિ પણ સમાન સ્વજન જેવો સંબંધ રાખી, આત્મીયતા કેળવી કાર્યને વધુ દીપાવવાની ભાવના બાપુજીના અને સૌના અંતરમાં રહેતી. બાપુજી વારંવાર કહેતા કે “અમારી સંસ્થા સંવાભાવી છે, પરંતુ તેમ છતાં દાક્તરોને ઓછો પગાર આપવાનું હું માનતો નથી. એથી એકંદરે દાક્તરો અને સ્ટાફના અન્ય સભ્યો સંતુષ્ટ અને પ્રસન્ન રહ્યા કર્યા છે. દરેકને પોતાના કામની સ્વતંત્રતા. કોઈના કાર્યમાં દખલગીરી નહિ કે ઠપકો આપવાની પદ્ધતિ નહિ. પ્રેમથી કામ લેવાની અનોખી પદ્ધતિ ત્યાં જોવા મળે. આથી જ બાપુજીના સ્વર્ગવાસ પછી સૌ દાક્તરોએ પ્રતિજ્ઞા લીધી કે પોતે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવશે અને શિવાનંદ મિશનનું કામ એવું જ શોભી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે.' હૃષીકેશના શિવાનંદ આશ્રમ અને ડિવાઈન લાઈફ સોસાયટી સાથે સંલગ્ન થવાને કારણે ડૉ. અધ્વર્યુ સ્વામી શ્રી યાજ્ઞવક્યાનંદજીને એક વિશિષ્ટ લાભ થયો. શિવાનંદ આશ્રમની શાખાઓ દેશવિદેશમાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ આશ્રમમાં વિદેશોમાંથી કેટલાયે સાધકો આવીને રહે છે. એમાંની સ્વિત્થરલેન્ડની કેટલીક વ્યક્તિઓ સાથે-ખાસ તો Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ વંદનીય હૃદયસ્પર્શ આંખના દાક્તરો સાથે ડૉ. અધ્વર્યુને પરિચય થયો. એમના નિમંત્રણથી ડૉ. અધ્વર્યુ યુરોપની આંખની અને અન્ય હૉસ્પિટલની મુલાકાત લઈ આવ્યા. દરમિયાન એવા કેટલાક સ્વિસ દાક્તરોએ વીરનગરની શિવાનંદ મિશનની હૉસ્પિટલની મુલાકાત લીધી અને એના સેવાભાવી કાર્યથી બહુ રાજી થયા. કોઈક દાક્તરોએ તો ત્યાં રહીને પોતાની સેવા આપવી ચાલુ કરી. એક દાક્તર તો વર્ષોથી દર વર્ષે એક મહિનો વીરનગર આવીને ઑપરેશન કરતા રહ્યા છે અને હવે એમના પુત્ર પણ આવે છે. વીરનગર આવે ત્યારે તેઓ વીરનગરના થઈને જ રહે. બાપુજીની સાથે શુદ્ધ શાકાહાર ગ્રહણ કરે અને રોજેરોજ પ્રાર્થનામાં જમીન પર પલાંઠી વાળીને બેસે. સ્વિસ ડૉક્ટરોના સહકારને લીધે સ્વિન્ઝરલેન્ડ તરફથી વીરનગરની હૉસ્પિટલને આંખની તપાસ અને શસ્ત્રક્રિયા માટે મોંઘામાં મોંઘાં અદ્યતન સાધનો ભેટ મળતાં રહ્યાં છે. વીરનગરના કાર્યથી સ્વિસ ડૉક્ટરો એટલા બધા પ્રભાવિત થયા છે કે એક દાક્તરે તો લખ્યું છે કે શિવાનંદ મિશન હૉસ્પિટલનું ધોરણ જોતાં કહેવું પડે કે હવેથી કોઈ ભારતીય નાગરિકે આંખની શસ્ત્રક્રિયા માટે વિદેશ જવાની આવશ્યકતા નથી. ભારતમાં સારામાં સારાં ઑપરેશન થાય છે. ડૉ. શિવાનંદ અધ્વર્યુને પ્રત્યક્ષ મળવાનો પહેલો અવસર મને ૧૯૯૨માં મળ્યો હતો. મારા મિત્ર અને શિવાનંદ મિશનના એક ટ્રસ્ટી, રાજકોટના શ્રી શશિકાન્તભાઈ મહેતા મને ડો. અધ્વર્યસાહેબને મળવા માટે કહેતા. પણ એવો અવસર પ્રાપ્ત થતો નહોતો. રાજકોટમાં હું હોઉં અને તપાસ કરાવીએ તો ડૉ. અધ્વર્યસાહેબ બહારગામ હોય. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન કોઈ એક સંસ્થાને આર્થિક સહાય માટે શ્રોતાઓને અપીલ કરવામાં આવે છે અને એકત્ર થયેલ નિધિ તે સંસ્થાને અર્પણ કરવામાં આવે છે. એ માટે પહેલાં સમિતિના સભ્યો તે સંસ્થાની મુલાકાત લે છે. ૧૯૯૨માં અમે કેટલાક સભ્યો એ પ્રમાણે શિવાનંદ મિશનની મુલાકાત માટે મુંબઈથી નીકળ્યા હતા. મુંબઈથી સૌરાષ્ટ્ર મેઇલમાં નીકળી અને રાજકોટ પહોંચ્યા ત્યારે સ્ટેશન પર અમારું સ્વાગત કરવા બાપુજી પોતે આવ્યા હતા. એથી અમે બધાંએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું હતું. બાપુજીનું દાક્ષિણ્ય, એમની ઉદારતા, એમની વ્યવહારકુશળતા, એમનું સૌજન્ય, એમનો વિવેક – આ બધા ગુણોના Page #260 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૨૪૩ મઘમઘાટનો આ એક નાની ઘટનાથી જ પ્રથમ દર્શને પરિચય થઈ ગયો હતો. એમના અવાજમાં પ્રેમ અને વાત્સલ્ય હતાં. અમારી મુલાકાત પછી મારે મુંબઈ, સાયલા અને વીરનગરમાં બાપુજીને મળવાનું વારંવાર થતું. પૂજય બાપુજી મને અને મારી પત્ની તારાબહેનને પોતાનાં સંતાનોની જેમ રાખતા. એમના વ્યક્તિત્વમાંથી, એમના ગોરા પ્રભાવશાળી ચહેરામાંથી, એમની ઊંચી સમપ્રમાણ કાયામાંથી, એમનાં નેહનીતરતાં નયનોમાંથી અમે એમનાં ભગવાં વસ્ત્રોમાંથી પવિત્રતાની સુરભિ સતત વહેતી રહેતી. આ મુલાકાત પછી બાપુજી ૧૯૯૩માં મુંબઈ પધાર્યા હતા. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એમણે સરસ ઉદ્બોધન કર્યું હતું. એ વખતે અગિયાર લાખ રૂપિયા અને શિવાનંદ મિશન માટે એકત્ર કરી શક્યા હતા. એ નિધિ અર્પણ કરવાનો કાર્યક્રમ વીરનગરમાં શાનદાર રીતે યોજાયો હતો. એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મારે પીએચ.ડી.ના એક વિદ્યાર્થીની મૌખિક પરીક્ષા (Viva) લેવા જવાનું હતું. બાપુજીને એની જાણ થતાં તરત મુંબઈ મને ફોન કર્યો અને કહ્યું કે “યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રાત ન રોકાતાં વીરનગરમાં રાત રોકાવ. યુનિવર્સિટી પર ગાડી તમને તેડવા આવી જશે અને બીજે દિવસે એરપોર્ટ પર મૂકી જશે. બધી વ્યવસ્થા થઈ જશે.' બાપુજીનું નિમંત્રણ મળે પછી વિચારવાનું જ શું હોય? હું વીરનગર પહોંચ્યો અને એમનું આતિથ્ય માણ્યું. આવા સંત મહાત્માનો યોગ મળવો એ પણ દુર્લભ. બાપુજીએ હૃષીકેશમાં શિવાનંદ આશ્રમમાં યોગાસનો કર્યા હતાં, સંસ્કૃત ભાષાના અભ્યાસ ઉપરાંત એમણે પાતંજલ યોગસૂત્રનો અભ્યાસ કર્યો હતો અને અષ્ટાંગયોગની સાધના કરી હતી. પાતંજલ યોગસૂત્ર જીવનભર એમનો પ્રિય ગ્રંથ રહ્યો હતો અને એ વિશે એમણે અનેક સ્થળે પ્રવચનો આપ્યાં હતાં. બાપુજીનો જીવ વસ્તુતઃ અધ્યાપકનો જીવ હતો. પોતે અઠવાડિયે એક દિવસ રાજકોટની એક સંસ્થામાં જીવનના અંત સુધી ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. સણોસરાની લોકભારતી સંસ્થામાં “અહિંસા' વિશે મારું પ્રવચન હતું એ વાત જાણીને તેઓ અનસૂયાબહેન સાથે સણોસરા આવી પહોંચ્યા હતા. વ્યાખ્યાનને અંતે એમણે મને કહ્યું કે, “અહિંસા વિશે ભગવાન પતંજલિનું અવતરણ તમે Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ વંદનીય હૃદયસ્પર્શ ટાંક્યું તે મને બહુ જ ગમ્યું છે. તે સમયે એમણે મને કહ્યું હતું કે, “યોગસૂત્ર એમનો અત્યંત પ્રિય વિષય છે. ક્યાંય પણ એ વિશે પ્રવચન આપવાનું આવે તો એ માટે પોતાને કશી પૂર્વતૈયારીની જરૂર નથી, કારણ કે બધું કંઠસ્થ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી બાપુજીએ પોતાની લોકકલ્યાણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધાર્યો હતો. ખેતી, સિંચાઈ, પશુમેન્દ્ર, છાશ કેન્દ્ર, અનાજરાહત અને ગરીબ દર્દીઓને તબીબી સેવા આપવા ઉપરાંત એમણે શિક્ષણના ક્ષેત્રે પોતાની પ્રવૃત્તિઓ શિવાનંદ પરિવારના ઉપક્રમે ચાલુ કરી. શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે છાત્રાલય તથા બાળમંદિરની પ્રવૃત્તિ વીરનગરના સંકુલમાં જ નવાં સરસ મકાનો બંધાવી ચાલુ કરાવી છે. તદુપરાંત શિક્ષકો માટે ભિન્ન ભિન્ન સ્થળે શિબિરોનું આયોજન કરાય છે કે જેથી શિક્ષકોનું અને શિક્ષણનું અને સાથે સાથે સંસ્કારિતાનું સ્તર ઊંચું આવે. આવી શિબિરોમાં બાપુજી જાતે હાજર રહીને પ્રવૃત્તિઓની દેખરેખ રાખતા અને માર્ગદર્શન આપતા રહેતા. દેશને સુધારવો હોય તો શિક્ષકોને સુધારવા જોઈશે. તો જ આવતી પેઢીમાં શિસ્ત, વિનય, નિયમિતતા, પ્રામાણિકતા, ધર્મશ્રદ્ધા, વગેરે ગુણો ખીલશે. શિક્ષણ ક્ષેત્રે આવા આવા આવશ્યક ગુણોની હાલ ઓટ સમગ્ર દેશમાં વરતાય છે. બાપુજી જાહેર જનતાનાં નાણાંથી ચાલતી સેવાભાવી સંસ્થાનું સંચાલન જૂનવાણી પદ્ધતિથી કે કરકસરના ભ્રામક વિચારોથી કરતા નહિ. એમની પાસે આધુનિક પરિણામલક્ષી અભિગમ હતો. કામ જલદી થતું હોય તો ટપાલને બદલે ટેલિફોનનું ખર્ચ કરવું વ્યાજબી છે અને ટેલિફોન કરતાં રૂબરૂ મુલાકાતથી કામ વધારે સારું થતું હોય તો એટલું પ્રવાસખર્ચ કરવાનું વધુ ઉચિત છે. વસ્તુત: સંસ્થાની સુવાસ પ્રસરવી જોઈએ. તેઓ માનતા કે સારું કામ પૈસાના અભાવે ક્યારેય અટકતું નથી. કામ નિષ્ઠાથી અને સારી, સંતોષકારક રીતે થવું જોઈએ. નિયમોમાં જડતા ન આવી જવી જોઈએ. બાપુજી સાચા અર્થમાં એક ઉત્તમ કર્મયોગી હતા. તેઓ જીવનભર સતત અનાસક્તભાવે કાર્ય કરતા રહ્યા હતા. ૯૨ વર્ષની જિંદગીમાં એમણે સવાસો વર્ષ જેટલું કાર્ય કર્યું હશે. તેઓ પોતાના સમયનો ક્યારેય દુર્વ્યય કરતા નહિ. પોતે સવારમાં ચાર વાગે ઊઠી જાય અને આખો દિવસ કામ કરતા રહે. એકલા પડે ત્યારે તે સતત પોતાના કાર્યમાં ગૂંથાયેલા રહે. પરંતુ બીજી બાજુ તેઓ Page #262 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શિવાનંદ અધ્વર્યુ ૨૪૫ પોતાને સમય નથી' એવી કૃત્રિમ મોટાઈ પણ ક્યારેય બતાવતા નહિ. કોઈની સાથે મળવામાં, વાતો કરવામાં તેઓ કૃત્રિમ સભાન ઉતાવળ દાખવતા નહિ. સૌને સંતોષ થાય એવી સહજ રીતે સમય આપતા. રોજ સાંજે ભોજન પહેલાં વાતો કરવી હોય તે નિઃસંકોચ આવી શકે. બહારગામ પોતે ગયા હોય તો સ્થાનિક કાર્યકર્તાઓ, નેતાઓ, મહાનુભાવોને તેઓ નિરાંતે મળતા, વાર્તાલાપ કે વિચાર વિનિમય કરતા. એમના સાન્નિધ્યમાં વાતાવરણ પ્રેરક અને પ્રોત્સાહક બની રહેતું. એમનું નિઃસ્વાર્થ, સેવાપરાયણ, પ્રભુમય પવિત્ર જીવન એમાં મહત્ત્વનું કાર્ય કરતું. સ્વામી શિવાનંદ સરસ્વતીએ સેવા અને અધ્યાત્મનો સમન્વય કર્યો છે. દિવ્ય જીવન સંઘમાં સેવા દ્વારા અધ્યાત્મના માર્ગે આગળ વધવા માટે છે પગથિયાં બતાવવામાં આવ્યાં છે : (૧) સેવા (૨) પ્રેમ (૩) દાન (૪) પવિત્રતા (૫) ધ્યાન અને (૬) આત્મસાક્ષાત્કાર. બાપુજીએ સેવા અને અધ્યાત્મના સમન્વયની આ દીક્ષા પોતાના જીવનમાં ચરિતાર્થ કરી હતી. બાપુજીને દીર્ધાયુષ્ય મળ્યું હતું. લોકજીવનના ભૌતિક અને આધ્યાત્મિક ઉત્કર્ષમાં તેમનું નિઃસ્વાર્થ, ત્યાગપરાયણ યોગદાન ઘણું મોટું રહ્યું છે. દેશ અને વિશેષતઃ ગુજરાત એમનું હમેશાં એ માટે ઋણી રહેશે. સંતસ્વરૂપ પૂ. બાપુજીના પુણ્યાત્માને નતમસ્તકે અંજલિ અર્પીએ છીએ ! Page #263 -------------------------------------------------------------------------- ________________ ૩૧ લાડકચંદભાઈ વોરા સાયલાના રાજસોભાગ આશ્રમની સ્થાપનાના પ્રેરક, અનેક મુમુક્ષુઓના ગુરુદેવ, “બાપુજી'ના નામથી ભક્તોમાં પ્રિય અને આદરણીય, સાયલાના સંત તરીકે ખ્યાતિ પામેલા એવા સ્વ. લાડકચંદભાઈ માણેકચંદ વોરાનો મંગળવાર, તા. ૯મી ડિસેમ્બર, ૧૯૯૭ના રોજ ૯૩ વર્ષની વયે દેહવિલય થયો. એમના સ્વર્ગવાસથી અમારી જેમ અનેકને અધ્યાત્મમાર્ગના એક અનુભવી પથપ્રદર્શક “બાપુજી'ની ખોટ પડી છે. બાપુજીનો પહેલો પરોક્ષ પરિચય મને લંડન નિવાસી સુધાબહેન વિનુભાઈ દ્વારા થયો હતો. ૧૯૮૪ના જુલાઈમાં લેસ્ટરથી મુંબઈ આવતાં અમે લંડનમાં સુધાબહેનને ઘરે રોકાયાં હતાં. તે વખતે પોતાના દીવાનખાનામાં એક ફોટો બતાવી એમણે કહ્યું, “આ સાયલાના લાડકચંદ બાપા.” ધ્યાનમુદ્રામાં એ ફોટો હતો. એ જોતાં જ કોઈ પ્રભાવશાળી સાધક વ્યક્તિ હોય એવો ખ્યાલ આવે. સુધાબહેન ભારત આવે ત્યારે સાયલા અચૂક જાય. તેમણે લાડકચંદ બાપાને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા હતા. તે વખતે જ મનમાં ઈચ્છા ઉદ્દભવેલી કે સાયલા જવાની તક મળે તો સારું. યુનિવર્સિટીની અધ્યાપકીય જવાબદારી અને અન્ય રોકાણોને કારણે સાયલા જવાનું તરત બન્યું નહિ, પણ ૧૯૮૮માં લેસ્ટરમાં પ્રતિષ્ઠા હતી ત્યારે બાપુજી ત્યાં પધારેલા અને ત્યારે એમનો પહેલી વાર પરિચય થયેલો. તે વખતે બાપુજી ગળાની – સ્વરતંત્રની તકલીફને કારણે બહુ બોલતા નહિ, પણ એમના પવિત્ર વ્યક્તિત્વની સુવાસ મનમાં અંકિત થઈ ગઈ હતી. - ત્યાર પછી, મુંબઈ આવ્યા બાદ, લીંબડીમાં પૂ. શ્રી અજરામરજી સ્વામીની દ્વિશતાબ્દીના કાર્યક્રમમાં જવાનું થયું ત્યારે મેં આયોજકોને વિનંતી કરેલી કે થોડી વાર માટે પણ જો સાથે સાથે સાયલાની મુલાકાત ગોઠવાય તો જરૂર ગોઠવી આપવી. તે ગોઠવાઈ અને એકાદ કલાક માટે સાયલાના આશ્રમમાં જવાની અને બાપુજીને મળવાની તક મળી. બાપુજી તે વખતે સાધકનિવાસની એક રૂમમાં સાંજ સુધી રોકાતા. અમે સાયલા ગયાં ત્યારે મારા Page #264 -------------------------------------------------------------------------- ________________ - લાડકચંદભાઈ વોરા ૨૪૭ મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઈ મહેતા પણ ત્યાં જ હતા. બાપુજી સાથે અમારે ત્યારે અંગત સરસ પરિચય થયો હતો. એક દિવસ દાંતના ડૉક્ટર ડૉ. જીતુભાઈ નાગડા બહેન મીનળને લઈને મારે ઘેર આવ્યા. ડૉક્ટરે પરિચય કરાવ્યો. મીનળે વાત કરી. કામ હતું બાપુજીએ કરાવેલ સ્વાધ્યાયની કૅસેટ ઉપરથી પોતે ડાયરીઓમાં જે ઉતારો કર્યો છે તેને છપાવવા માટે સુધારી આપવાનું spoken Word અને Written Word વચ્ચે ઘણો ફરક હોય છે. પુનરુચ્ચારણો કાઢી નાખી, વાક્યરચના સરખી કરી, જોડણી સુધારી વ્યવસ્થિત લખાણ કરવામાં ઠીક ઠીક સમય લાગે એવું હતું. સામાન્ય રીતે આવાં કામ કરવાનું મને ગમે નહિ કે ફાવે નહિ, તો પણ ડૉક્ટર અને મીનળના પ્રેમભર્યા આગ્રહને વશ થઈ તે કાર્ય મેં સ્વીકાર્યું, પરંતુ મુંબઈના વ્યસ્ત જીવનમાં દોઢ વર્ષ સુધી એ કાર્ય થઈ શક્યું નહિ. કેટલાંક શંકાસ્થાનો વિશે બાપુજીને પુછાવવાનું પણ થતું. પરંતુ એક દિવસ બહેન મીનળે સૂચન કર્યું કે જો હું સાયલા આશ્રમમાં જઈને રહું તો જે કંઈ પૂછવું હોય તે બાપુજીને તરત પૂછી શકાય અને કામ આગળ ચાલે. બહેન મીનળનું એ સૂચન ગમ્યું. મારી પત્ની અને હું સાયલા ગયાં. આ ઉપાય સફળ નીવડ્યો. ટેલિફોન નહિ, ટપાલ નહિ, છાપું નહિ, મુલાકાતીઓ નહિ, વ્યાવહારિક અવરજવર નહિ, એટલે કામ ઝડપથી થયું. પછી તો જ્યારે જ્યારે સાયલા જવાનું નક્કી કરીએ એટલે બહેન મીનળ ચીવટપૂર્વક બધી વ્યવસ્થા ગોઠવી આપે. પરિણામે ડાયરીઓનું “શિક્ષામૃત” સ્વરૂપે પ્રકાશન થયું. સાયલામાં તે વખતે એક દિવસ બાપુજીના કહેવાથી કોઈ પણ એક વિષય પર મેં વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું. મારા વિષય તરીકે મેં લોગસ્સના કાયોત્સર્ગ ધ્યાનનો વિષય પસંદ કર્યો. મારા વક્તવ્યમાં મૂલાધારથી સહસ્ત્રાર ચક્ર સુધી લોગસ્સની સાત ગાથાઓનું અને ચોવીસ તીર્થકરોનું ધ્યાન કેવી રીતે ધરવું અને કુંડલિનીની સાધનાની પ્રક્રિયા લોગસ્સસૂત્રના ધ્યાન દ્વારા કેવી રીતે કરી શકાય તે હરિભદ્રસૂરિએ બતાવ્યા પ્રમાણે મેં સમજાવ્યું. મારા વક્તવ્યને અંતે ઉપસંહાર કરતાં બાપુજીએ કહ્યું, “રમણભાઈએ કુંડલિનીની સાધનાની વાત કરી છે. પરંતુ અહીં આશ્રમમાં આપણી સાધના-પદ્ધતિ જુદી છે અને તે વધુ સરળ છે.' ત્યાર પછી બાપુજીએ મને શાંતિ સુધારસની પ્રક્રિયાની વાત કરી અને Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વંદનીય હૃદયસ્પર્શ કૃપાળુદેવના વચનામૃતમાંથી કેટલાક પત્રો વંચાવ્યા. કાયાવરોહણ તીર્થના સ્વામી કૃપાલુઆનંદની અથવા કેટલાક કબીરપંથી તથા અન્ય પંથના સાધકોની જે સાધનાપદ્ધતિ છે, લગભગ તેવા જ પ્રકારની, ગુરુગમ દ્વારા બીજજ્ઞાનની સાધનાપદ્ધતિ અહીં આશ્રમમાં સ્વીકારેલી છે. શ્રી સુધાબહેન વિનુભાઈની પ્રેરણાથી આ પ્રકારની સાધના બાપુજીના માર્ગદર્શન હેઠળ કરવાનું મેં સ્વીકાર્યું અને એમાં યથાશક્તિ પ્રગતિ કરી શક્યો છું. પંદર દિવસ આશ્રમમાં રહેવાનો અમને એક સરસ અનુભવ થયો. બાપુજીની એટલી વ્યાવહારિકતા હતી કે અમને વિદાય આપવા જાતે અમારી મોટરકાર પાસે આવી પહોંચ્યા. બીજી વાર જલદી આશ્રમમાં આવવા માટે નિમંત્રણ આપ્યું. મેં બાપુજીને કહ્યું કે “ઘણે ઠેકાણે ફરવાનું થયું છે. તેમાં સાયલાનો આપણો આ આશ્રમ પણ એક એવું સ્થળ છે કે જ્યાં ફરી ફરી આવવાનું મન થાય. આપણા આ આશ્રમની જે કેટલીક વાત મને વધુ ગમી છે તેમાં એક છે સ્વતંત્ર શિખરબંધી જિનમંદિર અને નિત્યના ક્રમમાં ચૈત્યવંદનને સ્થાન. આપણા આ આશ્રમમાં તીર્થંકર પરમાત્માને ગૌણ કરવામાં આવ્યા નથી અથવા “કૃપાળુદેવ એ જ અમારે મન તીર્થકર, બીજા તીર્થકરની અમારે જરૂર નથી”, એવી માન્યતા પ્રવર્તતી નથી. વળી આપણા આ આશ્રમમાં નવકાર મંત્રનું વિસ્મરણ થવા દીધું નથી. રોજેરોજ પ્રાર્થના, ચૈત્યવંદન, સ્વાધ્યાય વગેરેમાં નવકારમંત્ર બોલાય છે અને ચૈત્યવંદન પહેલાં નવકારમંત્રની એક માળા ગણાય છે. તદુપરાંત સ્વાધ્યાયમાં ફક્ત વચનામૃત (ઉપદેશામૃત અને બોધામૃતસહિત) સિવાય બીજા કશાનું વાંચન નહિ જ એવો આગ્રહ ન રાખતાં, રોજેરોજ વચનામૃતના સ્વાધ્યાય ઉપરાંત અધ્યાત્મસાર, જ્ઞાનસાર, આનંદઘનજી, યશોવિજયજી, દેવચંદ્રજી વગેરેનાં સ્તવનો, સઝાયો, પદોના અર્થને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મોટી પૂજામાં આત્મસિદ્ધિની પૂજા ઉપરાંત પંચકલ્યાણકની પૂજા, અંતરાયકર્મની પૂજા, સ્નાત્રપૂજા વગેરેને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તદુપરાંત સ્વાધ્યાયવાંચન તથા પ્રાર્થના-સ્તુતિ, પદો ગાવાં જેવી પ્રવૃત્તિમાં મહિલાઓ સહિત જુદી જુદી વ્યક્તિઓને સ્થાન આપી દરેકની શક્તિને ખીલવવાની સારી તક આપવામાં આવે છે. સાયલાના આશ્રમની આ વિશિષ્ટતાઓ અને એની સાધનાપદ્ધતિને કારણે અમને સાયલા વારંવાર આવવાનું મન થાય એવું છે.” Page #266 -------------------------------------------------------------------------- ________________ લાડકચંદભાઈ વોરા ૨૪૯ અને આ બધામાં સૌથી મોટું આકર્ષણ તે બાપુજીના સાન્નિધ્યનું હતું. એમનું જીવન એવું સભર અને સુવાસમય હતું. બાપુજીનો જન્મ વિ. સં. ૧૯૬૧ના ફાગણ સુદ બીજ, તા. ૮મી માર્ચ, ૧૯૦૫ના રોજ સાયલા તાલુકાના ચોરવીરા નામના એક નાનકડા ગામમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ માણેકચંદ અને માતાનું નામ હિરબાઈ હતું. ચોરવીરાનું આ સંસ્કારી જૈન કુટુંબ એની ઉદારતા, દયાભાવના, પરગજુવૃત્તિ માટે જાણીતું હતું. વિ. સં. ૧૯૫૬ના એટલે છપ્પનિયા દુકાળ વખતે ભૂખે ટળવળતા દુકાળિયાઓની એમના આંગણે લાઇન લાગતી અને તેઓ સૌને ખાવાનું આપતા. બાળક લાડકચંદમાં ધર્મના સંસ્કાર પડેલા. એમનો કંઠ પણ બુલંદ હતો. (એમના નાના ભાઈ ન્યાલચંદભાઈ કે જેમને આશ્રમમાં સહુ કાકા કહીને બોલાવે છે તેમનો કંઠ પણ એવો જ બુલંદ છે.) જિનમંદિરમાં સવારે પૂજા કરવા અને સાંજે આરતી ઉતારવા તેઓ નિયમિત જતા. તેમણે પાસેના ગામ સરામાં અને ચોરવીરામાં શાળા થતાં ચોરવીરામાં પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને ત્યારપછી રાજકોટની દશાશ્રીમાળી બૉર્ડિંગમાં રહીને કરણસિંહજી સ્કૂલમાં તથા ઓલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી તરીકે એમની કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. તેમણે પાઠશાળામાં જૈન ધાર્મિક શિક્ષણનો પણ સંગીન અભ્યાસ કર્યો હતો અને તેની પરીક્ષામાં પ્રથમ નંબરે આવી રાજકોટમાં બહુમાન પણ મેળવ્યું હતું. મેટ્રિક પછી તેમને આગળ ભણાવવાની માતાપિતાની ઇચ્છા નહોતી. એ જમાનામાં મેટ્રિક સુધી ભણવું એ પણ ઘણું અઘરું હતું. બહુ ઓછા વિદ્યાર્થીઓ મેટ્રિક સુધી પહોંચી શકતા. કૉલેજમાં ભણવા માટે તો બહારગામ જ જવું પડતું, કારણ કે કરાંચીથી ધારવાડ સુધીના સમગ્ર મુંબઈ ઇલાકામાં પાંચ-છ શહે૨માં જ કૉલેજ હતી. મેટ્રિક પાસ થયા તે પહેલાં બાપુજીની સગાઈ એમના પિતાશ્રીએ સરા ગામના બેચરદાસની પુત્રી સમરથ સાથે કરી હતી. ૧૯મા વર્ષે એમનાં લગ્ન થયાં. લગ્ન પછી કંઈક વ્યવસાય કરવા માટે તેઓ મુંબઈ આવ્યા. પરંતુ સાયલાના ઠાકોરે આવા તેજસ્વી યુવાનને સાયલામાં જ રાખવાનો વિચાર કર્યો અને તાર કરી એમને પાછા સાયલામાં બોલાવ્યા અને રાજ્યમાં નોકરી આપી. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ વંદનીય હૃદયસ્પર્શ તેઓ શિરસ્તેદાર બન્યા અને એમ કરતાં આગળ વધતાં સાયલા રાજ્યના ન્યાયાધીશની પદવી સુધી પહોંચ્યા. આઝાદી પછી ગુજરાત સરકારમાં તેમની નોકરી ચાલુ રહી. તેઓ બાટાદ, મહુવા અને ભાવનગરમાં મામલતદાર તરીકે અને ભાવનગ૨માં એસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પોતાનું કાર્ય કરતા રહ્યા હતા. ૧૯૬૧માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. સરકારી અમલદારોને આમ જનતાના વિવિધ પ્રકારના કડવામીઠા અનુભવો થતા. બાપુજીને પણ ન્યાયાધીશ હતા ત્યારે અને એસિસ્ટન્ટ કલેક્ટર હતા ત્યારે લાંચ આપવા માટે પ્રયત્નો થયેલા. પરંતુ તેઓ એને વશ ન થતાં એ આપના૨ને ધમકી આપતા કે ફરી વાર એવો પ્રયાસ ક૨શે તો પોતે એને જેલમાં બેસાડશે. ન્યાયાધીશ તરીકે એક ગુનેગારને ફાંસીની સજા આપવાની, બીજા બે ન્યાયાધીશો સાથે પોતાને સંમતિ આપવી પડેલી એનું એમને પારાવાર દુઃખ થયેલું. ન્યાયપ્રિય નીતિવાન અમલદાર તરીકે બાપુજીની સુવાસ જ્યાં જ્યાં એમણે કામ કર્યું હતું ત્યાં ત્યાં પ્રસરી હતી. સાયલામાં પચીસેક વર્ષ કામ કરેલું એટલે સાયલાના રહેવાસીઓમાં તે સૌથી વધુ આદરપાત્ર હતા. વયને કારણે તથા આશ્રમની સ્થાપનાના પ્રેરક તરીકે એમનું માન ઉત્તરોત્તર વધતું જતું હતું. બાપુજી પણ પ્રત્યેક વ્યાવહારિક પ્રસંગે રાજદરબારમાં, વૈષ્ણવ મંદિરમાં તથા અન્ય સ્થળે જઈ આવતા, પરિચિતોમાં માંદગી પ્રસંગે ખબર કાઢવા તેઓ અચૂક ગયા હોય અને યથાશક્તિ આર્થિક મદદ પણ કરી હોય. આથી સાયલાવાસીઓનો પણ બાપુજી પ્રત્યે પૂજ્યભાવ હમેશાં નીતરતો રહેતો. બાપુજીનું ગૃહસ્થજીવન નિર્વ્યસની, સદાચારી અને ધર્મપરાયણ હતું. સાયલા રાજ્યની નોકરીમાં ફાજલ સમય મળતો એટલે સવાર-સાંજના નવરાશના સમયમાં તેઓ આધ્યાત્મિક ગ્રંથો વાંચતા. કૃપાળુદેવનું વચનામૃત તો તેઓ અનેક વાર સાદ્યંત વાંચી ગયા હતા. તદુપરાંત અન્ય ગ્રંથો પણ તેઓ વાંચતા. યુવાનોની સત્સંગ મંડળીમાં તેઓ જતા અને સત્સંગ કરતા. આગમોદ્ધારક પૂ. શ્રી સાગરાનંદસૂરિ(સાગરજી મહારાજ)ના એક મુખ્ય શિષ્ય શ્રી માણેકસાગરસૂરિ જેવા આચાર્ય ભગવંતે સાયલા જેવા નાના ગામની ચાતુર્માસ માટે પસંદગી કરી હતી તેનું મુખ્ય કારણ તે સાયલાના અધ્યાત્મરુચિ ધરાવતા યુવાનો હતા અને એ યુવાનોના અગ્રેસર તે બાપુજી હતા. શ્રી Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫૧ લાડકચંદભાઈ વોરા માણેકસાગરસૂરિએ ચાતુર્માસ દરમિયાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત “જ્ઞાનસાર', “અધ્યાત્મસાર' અને “અધ્યાત્મઉપનિષદ' જેવા ગ્રંથો પસંદ કર્યા હતા અને તે ચાતુર્માસ દરમિયાન પૂર્ણ ન થતાં રોષકાળમાં આવીને પૂરા કરાવ્યા હતા. એ ગ્રંથો ઉપરાંત આનંદઘનજીનાં સ્તવનોના ગૂઢ રહસ્યાર્થ પણ એમને સમજાવ્યા હતા. બાપુજીને આનંદઘનજીની ચોવીસી કંઠસ્થ હતી અને મધુર બુલંદ કંઠે તેઓ ગાતા. સાયલા એટલે કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના પરમ સખા સોભાગભાઈનું ગામ. સોભાગભાઈના દેહવિલય પછી પણ એમની આધ્યાત્મિક સાધનાનો વારસો સાયલામાં જળવાઈ રહ્યો હતો. ઈ. સ. ૧૯૩૦ના ગાળામાં સાયલામાં કાળિદાસભાઈ, વજાભાઈ, છોટાભાઈ વગેરે સત્સંગ કરતા અને આધ્યાત્મિક સાધના માટે પુરુષાર્થ કરતા હતા. એ દિવસોમાં એક વખત કોઈકના મરણ પ્રસંગે સ્મશાનમાં જઈ, પછી તળાવે નહાવા ગયા ત્યારે પોતાનું ધોતિયું ધોતાં ધોતાં કાળિદાસભાઈએ બાપુજીને આત્મસિદ્ધિની ગાથાઓ સંભળાવેલી અને પછી એમને યોગ્ય પાત્ર જાણી અધ્યાત્મસાધના તરફ વાળ્યા હતા અને સત્સંગ મંડળીમાં જોડાતાં છોટાલાલભાઈએ બાપુજીને બીજજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હતી. ત્યાર પછી એ સાધનામાં સતત પુરુષાર્થ કરી બાપુજીએ આત્મસાક્ષાત્કાર કર્યો હતો. બાપુજીની સાધના એકાંતમાં ગુપ્તપણે ચાલતી હતી, પરંતુ મુંબઈના શ્રી શાન્તિલાલ અંબાણીને આત્મજ્ઞાની પુરુષની શોધ કરતાં કરતાં બાપુજીનો મેળાપ થયો. બાપુજીએ પોતાના ગુરુ શ્રી છોટાલાલભાઈ વિદ્યમાન છે અને કલકત્તામાં રહે છે ત્યાં સુધી પોતે અજ્ઞાતવાસમાં જ રહેવા ઇચ્છે છે એમ જણાવેલું. પરંતુ છોટાલાલભાઈના સ્વર્ગવાસ પછી શાન્તિલાલભાઈના આગ્રહથી બાપુજીએ જાહેરમાં આવવાનું સ્વીકાર્યું. એમ થતાં ૧૯૭૬માં સાયલા ગામમાં સત્સંગ મંડળ ચાલુ થયું અને બાપુજીના ગુરુપદે સાધના માટે માર્ગદર્શન મળવા લાગ્યું. સાધકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હોવાથી ૧૯૮૫માં ગામ બહાર, હાઈવે પાસે લગભગ પાંચ એકર જમીનમાં “શ્રી રાજ-સોભાગ આશ્રમ'ની સ્થાપના કરવામાં આવી, જેમાં જિનમંદિર, સ્વાધ્યાય હૉલ, ભોજનશાળા, સાધકોના નિવાસ માટેની સુવિધા, ગૌશાળા, બાપુજીની કુટિર, સોભાગમૃતિ વગેરેની રચના કરવામાં આવી અને એમ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ વંદનીય હૃદયસ્પર્શ આશ્રમનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. સમય જતાં એમાં નેત્રયજ્ઞ, અનાજવિતરણ, છાશકેન્દ્ર વગેરે અનુકંપાની પ્રવૃત્તિઓનો પણ ઉમેરો થતો રહ્યો. ઇંગ્લંડ, આફ્રિકા, અમેરિકા વગેરેના મુમુક્ષુઓને આવીને રહેવું ગમે એવું સવિધાવાળું તથા વૃક્ષવનરાજિવાળું જે પ્રસન્ન વાતાવરણ આશ્રમમાં નિર્માયું એમાં બાપુજીની પ્રેરણા અને માર્ગદર્શન રહેલાં છે. આશ્રમની સ્થાપના વખતે જ એના આયોજન માટે તથા ભાવિ વિકાસવૃદ્ધિ માટે બાપુજીએ વહીવટી અમલદાર તરીકેના પોતાના અનુભવને આધારે તથા આંતરસૂઝથી, વ્યવહારદક્ષતા અને દીર્ધદષ્ટિપૂર્વક કેટલાક નિયમો કરાવ્યા હતા. બાપુજીએ આશ્રમની સ્થાપનાની પ્રેરણા આપી, પરંતુ એનું ટ્રસ્ટીપદ સ્વીકાર્યું નહિ, વ્યવસ્થામંડળમાં જોડાયા નહિ. પોતે આશ્રમમાં સવારે નવથી સાંજે પાંચ - સાડા પાંચ સુધી રહેવાનું સ્વીકાર્યું. આશ્રમને પોતાનું કાયમી નિવાસસ્થાન ન બનાવતાં રાત્રે રહેવાનું (ઉત્સવના પ્રસંગો સિવાય) પોતાના ઘરે જ રાખ્યું. આશ્રમ ઉજ્જડ ન બની જાય એ માટે ટ્રસ્ટીઓને વારાફરતી પંદર દિવસ આશ્રમમાં રહેવાનું ફરજિયાત બનાવ્યું. સાધકોને વિશિષ્ટ સાધના માટે સળંગ બારપંદર દિવસ આશ્રમમાં રહેવાની ભલામણ થવા લાગી. સાધારણ સ્થિતિના સાધકોને પણ આશ્રમમાં વધુ દિવસ રહેવાનું પરવડે એ માટે, સરખું નિભાવફંડ કરાવી, રહેવા-જમવાના ખર્ચ પેટે નજીવી રકમ લેવાનું ઠરાવ્યું અને આશ્રમના નિયમો એટલા બધા કડક ન રાખવામાં આવ્યા કે જેથી સાધક કંટાળીને ભાગી જાય. આશ્રમ જીવંત રહેવો જોઈએ એ એમની મુખ્ય ભાવના હતી. એટલા માટે એમણે પોતાના આધ્યાત્મિક ઉત્તરાધિકારીઓ તરીકે સૌ. ડૉ. સદ્દગુણાબહેન સી. યુ. શાહની તથા શ્રી નલિનભાઈ કોઠારીની નિમણૂક કરી દીધી અને તે પછીના ઉત્તરાધિકારી તરીકે બહેન મીનળ રોહિત શાહ અને ભાઈ વિક્રમ વજુભાઈ શાહની પણ નિમણૂક કરી દીધી હતી કે જેથી સુદીર્ઘ કાળ સુધી વિસંવાદ વિના આશ્રમની પ્રગતિ થતી રહે. બાપુજીનું મનોબળ ઘણું મોટું હતું. પોતાની શારીરિક અસ્વસ્થતા હોય તો પણ અગાઉ જો નિર્ણય કર્યો હોય તો તેનો અમલ કરવા-કરાવવા માટે તેઓ સ્વસ્થ થઈ જતા. તેમનો પુણ્યોદય એટલો પ્રબળ હતો કે પોતાની ઇચ્છાનુસાર બધી પ્રવૃત્તિઓ ગોઠવાઈ જતી. સોભાગભાઈના દેહવિલયનો Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ લાડકચંદભાઈ વોરા શતાબ્દી મહોત્સવ ઊજવવાનું આશ્રમ તરફથી નક્કી થયું, પરંતુ સમારંભ પહેલાં જ બાપુજીને તાવ આવ્યો હતો. આશ્રમમાં હોવા છતાં સમારંભમાં ત્રણ કલાક તેઓ બેસી શકશે કે કેમ એ વિશે શંકા હતી. પરંતુ તેઓ પોતાના મનોબળથી સ્વસ્થ થઈ ગયા અને કાર્યક્રમમાં બરાબર ઉપસ્થિત રહી શક્યા. આ મનોબળને કારણે જ તેઓ ૮૦ની ઉંમર પછી ઇંગ્લંડ, આફ્રિકા, અમેરિકા એકથી વધુ વાર જઈ શક્યા હતા. બાપુજી પત્રવ્યવહારમાં સરકારી અમલદારની જેમ બહુ ચીવટવાળા હતા. જે કોઈનો પત્ર આવે અને એમાં પણ કોઈએ માર્ગદર્શન માંગ્યું હોય એને અચૂક જવાબ લખાયો હોય. રોજ ઘણુંખરું સાડા અગિયાર વાગ્યે જમવા જતાં પહેલાં જો ટપાલ આવી ગઈ હોય તો ત્યારે અને નહિ તો પછી જમ્યા બાદ બધી ટપાલો બીજા પાસે વંચાવી લેવામાં આવે અને અનુકૂળતા મળતાં જવાબ પણ લખાઈ જાય. આફ્રિકા, ઇંગ્લેંડ અને અમેરિકામાં કેન્દ્રો થતાં અને ભક્તો વધતાં રોજેરોજ વિદેશથી કોઈક ને કોઈકનો પત્ર આવ્યો જ હોય, અને રોજેરોજ જવાબો લખાવાતા જતા હોય. સાયલા જેવા નાના ગામની પોસ્ટ ઑફિસમાં અગાઉ વિદેશ માટેના એરલેટર જવલ્લે જ મળે, પણ આશ્રમની સ્થાપના પછી વિદેશનો ટપાલવ્યવહાર વધતાં એરલેટર જયારે જોઈએ ત્યારે મળવા લાગ્યા. બાપુજી પાસે બીજાનું હૃદય જીતવાની સ્વાભાવિક કળા હતી. તેઓ ગુણાનુરાગી, ગુણપ્રશંસક હતા. બીજી બાજુ પોતાની મહત્તાનો ભાર કોઈને લાગવા દેતા નહિ. પોતે ઉંમરમાં ઘણા મોટા હતા. સામાજિક દરજ્જાની દષ્ટિએ એસિસ્ટંટ કલેક્ટરની પદવી સુધી પહોંચેલા હતા. આધ્યાત્મિક સાધનામાં તેઓ ઘણા આગળ નીકળી ચૂક્યા હતા. એટલે એમની હાજરીમાં બીજાઓ અલ્પતા અનુભવી શકે. પરંતુ બાપુજી ક્યારેય પોતાની કાર્યસિદ્ધિની વાત કરે નહિ. કોઈ પૂછે અને કહેવી પડે તો એમાં બીજાને પ્રભાવિત કરવાનો આશય હોય નહિ. એને લીધે જેઓ એમના સંપર્કમાં આવે તેઓ જેમ જેમ એમને વધુ ઓળખે તેમ તેમ એમના પ્રત્યેનો આદરભાવ વધતો જાય. બાપુજી વ્યવહારદક્ષ પણ એટલા જ. ઊઠવા-બેસવામાં, ખાવા-પીવામાં દરેકનું ધ્યાન રાખે. એથી જ એમના સંપર્કમાં આવેલી વ્યક્તિ એમના તરફ ખેંચાયા વગર રહે નહિ. Page #271 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ બાપુજી અત્યંત સરળ પ્રકૃતિના અને નાનામોટા, ગરીબતવંગર સૌ કોઈને આવકાર આપવાના સ્વભાવવાળા હતા. એમનું વ્યક્તિત્વ વાગે કે ખૂંચે એવું નહોતું. કોઈને પણ બાપુજીને મળવું હોય તો કોઠા વટાવવા પડતા નહિ, કારણ કે કોઠા હતા જ નહિ. સીધા બાપુજી પાસે જઈને ઊભા રહી શકાતું. નાનામાં નાની વ્યક્તિ આવી હોય અને બાપુજી સૂતા હોય તો પણ બેઠા થઈને જ વાત કરતા. માંદગીમાં પણ તેઓ બેઠા થવાનો આગ્રહ રાખે તો આપણે ના કહેવી પડતી. એમની સાથેની વાતચીતમાં ક્યારેય એમના વ્યક્તિત્વનો બોજો લાગે નહિ. એમની વાણીમાં ‘હું’ શબ્દ આવે જ નહિ. સામી વ્યક્તિને પોતાના કાર્યથી આંજી નાખવાનો ભાવ ક્યારેય જણાય નહિ. લઘુતાનો ઉચ્ચ ગુણ એમનામાં હમેશાં જોવા મળતો. ૨૫૪ નિરામયતા, ચિત્તની સ્વસ્થતા તથા યોગાદિ સાધના માટે કાયાની નિયમિતતા પર તેઓ બહુ ભાર મૂકતા. પોતાના આહાર, નિહાર, વિહાર, સ્વાધ્યાયના રોજિંદા કાર્યક્રમ માટે યથાશક્ય સમયની નિયમિતતા તેઓ જાળવતા કે જેથી કાયાની નિયમિતતા જળવાય. તેઓ કહેતા કે ઘરે અને આશ્રમમાં જેઓ મારો નિત્યક્રમ જાણતા હોય તેઓ મુંબઈમાં, હોય નૈરોબી, લંડન કે અમેરિકામાં હોય, તેઓ ઘડિયાળ જોઈને કહી શકે કે, ‘બાપુજી અત્યારે દેરાસરમાં પૂજા કરતા હશે' અથવા સ્વાધ્યાયમાં બેઠા હશે અથવાજમવા બેઠા હશે કે આશ્રમમાંથી ઘરે જવા માટે ગાડીમાં બેસતા હશે. આશ્રમમાં પહેલી વાર અમે ગયાં ત્યારથી તે છેલ્લી વાર ગયાં ત્યાં સુધી બાપુજીએ જાણે અમને વિશેષાધિકાર આપ્યો હોય તેમ જમવા માટે હમેશાં પોતાની બાજુમાં જ બેસાડતા. બહારથી કોઈ મહાનુભાવ મળવા આવ્યા હોય અને અમે આશ્રમમાં હોઈએ તો અમને અચૂક સાથે રાખે. ‘પ્રબુદ્ધ જીવન’નો મારો તંત્રીલેખ અવશ્ય વાંચી જાય અને મળીએ ત્યારે એની વાત કાઢે. સાંજે કોઈ વખત કુટિર પાસે ધર્મસભા યોજાઈ હોય તો ઉદ્બોધન કરવા માટે મને આગ્રહ કરે જ. આશ્રમમાં અમે જઈએ ત્યારે પહેલા અને છેલ્લા દિવસે પોતે અમારી રૂમ પર મળવા આવી જાય. વચ્ચે પણ કંઈક કામ હોય તો બોલાવે નહિ પણ જતાં-આવતાં રૂમ પર પોતે આવી જાય. આથી કેટલીક વા૨ અમને ક્ષોભ થતો, પરંતુ બીજી બાજુ એમની સરળતા અને નિરભિમાનિતા માટે બહુ આદર થતો. અમે આશ્રમમાં જઈએ ત્યારે અમારી બધી સગવડ બરાબર થઈ Page #272 -------------------------------------------------------------------------- ________________ લાડકચંદભાઈ વોરા ૨૫૫ છે કે કેમ તેની કાળજી રાખવા માટે પોતાના પુત્ર દિલીપભાઈને ખાસ સૂચના આપતા. અમે આશ્રમમાં લેખનકાર્ય માટે જતાંએટલે સ્વાધ્યાયમાં ઉપસ્થિત રહેવાનું અમારે માટે કોઈ બંધન રાખતા નહિ અને કોઈ વિશિષ્ટ સ્વાધ્યાય કે પ્રસંગ હોય તો અગાઉથી જણાવતા અને પોતાની પાસે બેસાડતા. દર મહિનાની સુદ પાંચમ સુધીમાં દેરાસરમાં નવસ્મરણ બોલાય. અમે જયારે આશ્રમમાં હોઈએ ત્યારે નમિઉણ સ્તોત્ર, અજિતશાંતિ, ભક્તામર અને બૃહશાન્તિ મને કંઠસ્થ હોવાથી તેમાંથી કોઈ પણ એક સૂત્ર બોલવા માટે ખાસ યાદ રાખીને આગલે દિવસે કહેવડાવી દેતા. અમે કોઈ કોઈ વખત દિવાળી પર્વ દરમિયાન આશ્રમમાં રહેતાં. એ પર્વની ઉજવણી પણ સરસ રીતે થતી. મહાવીર સ્વામીના નિર્વાણકાળની માળા રાતના બાર પછી અને ગૌતમ સ્વામીના કેવળજ્ઞાનના સમયની માળા સવારે પાંચ-છ વાગ્યે કરતા. બાપુજી આ ઉંમરે પણ રાતનો ઉજાગરો વેઠતા અને બધા કાર્યક્રમોમાં ઉલ્લાસપૂર્વક ભાગ લેતા. તીર્થયાત્રા પણ બાપુજીની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એટલે આશ્રમ તરફથી વખતોવખત તીર્થયાત્રાનું આયોજન થતું. છેલ્લાં બે-એક વર્ષમાં તેમને અવારનવાર તાવ આવતો અને માંદગી રહેતી તે સિવાય તેઓ હમેશાં અમે જ્યારે સાયલા આશ્રમમાં ગયાં હોઈએ ત્યારે પાસે આવેલા ડોળિયાની યાત્રાએ અચૂક લઈ જતા. ડોળિયા જવા માટે તો આશ્રમમાંથી જ સવારે પૂજાનાં કપડાં પહેરીને જતાં અને દોઢ-બે કલાકમાં પાછાં આવી જતાં. બાપુજીને અમારે માટે કેટલી બધી લાગણી હતી તેનો ત્યારે પ્રત્યક્ષ અનુભવ થતો. શિક્ષામૃત'નું કાર્ય ચાલતું હતું તે દરમિયાન એક દિવસ બાપુજીએ સ્વાધ્યાયના કાર્યક્રમ દરમિયાન મને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત “અધ્યાત્મસાર'ના થોડા શ્લોકો સમજાવવાનું કાર્ય સોંપ્યું. આશ્રમ તરફથી પ્રકાશિત “અધ્યાત્મસાર' (વીરવિજયજીના ટબા સહિત)ના ગ્રંથમાં એટલી બધી છાપભૂલો રહી ગઈ હતી કે જુદું શુદ્ધિપત્રક છપાવવું પડ્યું હતું અને એમાં પણ કેટલીક અશુદ્ધિઓ રહી ગઈ હતી. “અધ્યાત્મસારના સ્વાધ્યાય પછી બાપુજીએ મને એના વિશે નવેસરથી અનુવાદ અને વિવરણનો ગ્રંથ તૈયાર કરી આપવા માટે કહ્યું. મેં એ માનદ્ કાર્ય સહર્ષ સ્વીકાર્યું. કામ ધાર્યા કરતાં ઘણું મોટું અને ઠીક ઠીક સમય માંગી લે એ પ્રકારનું હતું. તો પણ સવા ત્રણસો Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વંદનીય હૃદયસ્પર્શ શ્લોકનું લખાણ પ્રથમ ભાગ તરીકે પ્રકાશિત કરવાનું મેં નક્કી કર્યું કે જેથી એટલા શ્લોક પર બાપુજીની નજર ફરી જાય. એ પ્રમાણે થયું અને એમની હયાતીમાં જ પ્રથમ ભાગ પ્રકાશિત થયો અને એને એમણે આશ્રમમાં સ્વાધ્યાય-વાંચનમાં દાખલ પણ કરી દીધો. મારે માટે આ પરમ સંતોષ અને આનંદની વાત હતી. ભગતના ગામ તરીકે ઓળખાતા એવા સાયલાના અપકીર્તિત નામને લૌકિક દૃષ્ટિએ પુન:પ્રતિષ્ઠા અપાવી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી જાણીતું કરવામાં અને કેટલાયે રૂડા જીવોને મોક્ષમાર્ગની સાધના તરફ વાળવામાં, જીવનની ઉત્તરાવસ્થામાં ભારે પુરુષાર્થ કરીને બાપુજીએ પોતાના દીર્ધાયુષ્યને સાર્થક કર્યું છે અને શોભાવ્યું છે. પૂજ્ય બાપુજીનો દેહવિલય થયો, પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે તેઓ અનેકના હૃદયમાં બિરાજમાન છે. એમના પુણ્યાત્માને નતમસ્તકે વંદન કરીએ છીએ ! Page #274 -------------------------------------------------------------------------- ________________ ૩ ર પંડિત પનાલાલ જ. ગાંધી ‘ત્રિ-કાલિક આત્મવિજ્ઞાન', “સ્વરૂપમંત્ર અને કેવળજ્ઞાનસ્વરૂપઐશ્વર્ય એ જૈન તત્ત્વજ્ઞાનના તથા આત્મસ્વરૂપની વિચારણાના ત્રણ ઉત્તમ ગ્રંથોના લેખક, બહોળો શિષ્યવર્ગ અને ચાહક સમુદાય ધરાવનાર પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી વર્તમાન કાળના એક જ્ઞાની અને સાધક પુરુષ હતા. પંડિત પનાલાલ ગાંધીએ વિ. સં. ૨૦૫૪ના મહા વદ ૭ને બુધવાર તા. ૧૮-૨-૧૯૯૮ના રોજ પોતાના વતન પ્રાંગધ્રામાં ૭૭ વર્ષની ઉંમરે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના જવાથી એક આત્મજ્ઞાની મહાત્મા આપણે ગુમાવ્યા છે. પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો છે એ પનાભાઈ જાણતા હતા. એમને કેટલાક સમય પહેલાં પેટમાં કેન્સરની ગાંઠ થઈ હતી. મુંબઈમાં એમના એક ચાહક અને કેન્સરના નિષ્ણાત ડૉક્ટર શ્રી અશોકભાઈ મહેતા પાસે ઑપરેશન કરાવ્યું. તબિયત સારી થઈ. ધ્રાંગધ્રા ગયા. ત્યાર પછી ધ્રાંગધ્રાથી એમનો પત્ર મારા પર હતો. તેમાં લખ્યું હતું કે “પહેલાં કરતાં આહાર સારી રીતે લઈ શકાય છે. હરાય-ફરાય છે. પરંતુ થોડોક વખત સારું રહ્યું. કેન્સરે ફરી ઊથલો માર્યો. તે બહુ પ્રસરી ગયું. બીજા ઓપરેશનની હવે શક્યતા નહોતી. ડૉક્ટરોએ આગાહી કરી દીધી હતી કે હવે આ વધતા જતા કેન્સરમાં બે-અઢી મહિનાથી વધુ સમય ખેંચી શકાય એવી શક્યતા નથી. પરંતુ એક મહિનામાં જ એમના જીવનનો અંત આવ્યો. પોતે અંત સમય સુધી પૂરી સ્વસ્થતા ધરાવતા રહ્યા હતા. તીવ્ર દર્દ થતું હશે પણ તે તરફ એમનો ઉપયોગ” રહ્યો નહિ. બોલવાનું ધીમું થઈ ગયું હતું. અવાજ નીકળતો નહોતો. અવસાનના થોડા દિવસ પહેલાં શંખેશ્વરની પૂનમ યાત્રાના એમના મિત્રો અને ચાહકો શંખેશ્વર જતી વખતે તેમને મળવા ધ્રાંગધ્રા ગયા હતા. એ બધાની સાથે પનાભાઈએ ભાવથી વાત કરી હતી અને પોતાનો આધ્યાત્મિક શુભ સંદેશો નીચે પ્રમાણે લખીને વંચાવ્યો હતો : સર્વ જીવ છે સિદ્ધ સમ, પણ સ્વરૂપ ભૂલી ભમ્યા કરે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ વંદનીય હૃદયસ્પર્શ સ્વરૂપ ભજના કરો નિરંતર વહાલા શ્રી વીતરાગ વદે. કૅન્સર વધતાં ધીમે ધીમે પનાભાઈની બધી ઇન્દ્રિયો શાંત પડતી ગઈ અને ૧૮મી ફેબ્રુઆરીએ સવારે ૬-૩પ વાગે તેઓ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. આજીવન બાળબ્રહ્મચારી પંડિત પનાભાઈ દીક્ષિત થઈ સાધુ થઈ શક્યા નહોતા, પરંતુ એમની ઉચ્ચ આત્મદશાને લક્ષમાં રાખીધ્રાંગધ્રાના લોકોએ એમની પાલખી : કાઢી હતી અને ઉત્સવપૂર્વક એમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. પનાભાઈ સાથે મારો વહેલવહેલો પરિચય ૧૯૬૭ના અરસામાં થયેલો. મુંબઈમાં ચોપાટીના ઉપાશ્રયે શ્રી ક્ષમાસાગરજી મહારાજનું ત્યારે ચાતુર્માસ હતું. અમે એ જ મકાનમાં ઉપર રહેતાં. તે વખતે એમને ભણાવવા માટે પનાભાઈ આવતા હતા. મહારાજશ્રીએ એમનો મને પરિચય કરાવેલો. પનાભાઈ પંડિત હતા, પણ એમને જોતાં તેઓ પંડિત છે એવું લાગે નહિ એટલી સાદાઈ અને એટલી સરળતા એમનામાં હતી. ચહેરા ઉપર પણ પાંડિત્યનો કે મોટાઈનો ડોળ નહિ. પનાભાઈ મહારાજશ્રીને જે રીતે સમજાવતા અને એમની શંકાઓનું સમાધાન કરતા તે પરથી લાગ્યું કે તેઓ શાસ્ત્રોના ઘણા સારા જાણકાર છે. વ્યાખ્યા આપતા સાધુભગવંતને ભણાવનારની સજ્જતા કેટલી બધી હોવી જોઈએ એ સમજી શકાય એવું છે. મહારાજશ્રીના ચાતુર્માસ પછી પનાભાઈનું ચોપાટીના ઉપાશ્રય આવવાનું બંધ થયું અને અમારું મળવાનું પણ ખાસ રહ્યું નહિ. રસ્તામાં મળીએ તો હાથ ઊંચો કરીએ એટલો જ પરિચય રહ્યો હતો. ત્યારપછી વર્ષો સુધી પરસ્પર મળવાનું ખાસ બન્યું નહિ. પરંતુ ક્યાંક પણ એમની વાત નીકળે તો એમને મળવા ગૌરવભેર એમને યાદ કરીએ. - શ્રી પનાભાઈ ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રામાં વિ. સં. ૧૯૭૬ના મહા વદ ૪ ને તા. ૨૫-૧-૧૯૨૧ના રોજ થયો હતો. એમના પિતાનું નામ જગજીવનદાસ સોમચંદ ગાંધી અને માતાનું નામ પાર્વતીબહેન હતું. પિતાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એમના ત્રણ દીકરામાં વચલા તે પનાભાઈ હતા. પનાભાઈની બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા ધ્રાંગધ્રામાં વીતી હતી. એમણે ધ્રાંગધ્રાની શાળામાં અંગ્રેજી ચોથા ધોરણ સુધીનો (હાલના આઠમા ધોરણ સુધીનો) અભ્યાસ કર્યો હતો. એમનું શરીર સુદઢ હતું. વ્યાયામશાળામાં Page #276 -------------------------------------------------------------------------- ________________ પંડિત પનાલાલ ક. ગાંધી ૨૫૯ તેઓ નિયમિત વ્યાયામ કરતા. ધ્રાંગધ્રાની પાઠશાળામાં એમણે ધાર્મિક સૂત્રો વગેરેનો અભ્યાસ સારો કર્યો હતો. ધ્રાંગધ્રામાં આવતાં સાધુ-સાધ્વીઓના ગાઢ સંપર્કમાં તેઓ આવતા. પ. પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજનું ચાતુર્માસ ધ્રાંગધ્રામાં હતું ત્યારે પનાભાઈએ એમની સારી વૈયાવચ્ચ કરી હતી. પનાભાઈના મોટાભાઈ બહારગામ જઈ, શાળા અને કૉલેજમાં અભ્યાસ કરી દાક્તર થયા. પણ પનાભાઈને શાળા-કૉલેજના અભ્યાસમાં રસ ન પડ્યો. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે યુવાવસ્થામાં પનાભાઈ આજીવિકા માટે મુંબઈ આવ્યા. ચાંદી બજાર અને બીજાં બજારોમાં વ્યવસાય કર્યો પણ ખાસ ફાવ્યા નહિ. તેવી પ્રકૃતિ પણ નહિ. તે દરમિયાન તેઓ પ. પૂ. શ્રી લબ્ધિસૂરિ મહારાજ અને સિદ્ધાંતમહોદધિ પ. પૂ. શ્રી પ્રેમસૂરિ મહારાજના ગાઢ સંપર્કમાં આવ્યા હતા. બંનેના તેઓ કૃપાપાત્ર બન્યા હતા. બંને પાસેથી એમણે સારું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યાર પછી તેઓ પ. પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજીને મળ્યા હતા. તેઓ પંન્યાસજી મહારાજને પોતાના ગુરુ તરીકે માનતા અને એમની પાસેથી માર્ગદર્શન મેળવતા. પનાભાઈને ધાર્મિક વિષયમાં રસ હતો. એમની સજ્જતા વધતી જતી હતી. એટલે એમણે વ્યવસાય તરીકે ધાર્મિક વિષય ભણાવવાનું ચાલુ કર્યું. જુદાં જુદાં ઘરોમાં એમને એ પ્રકારનું કામ મળી રહેતું. પોતે એકલા હતા એટલે બહુ મોટી આવકની જરૂર પણ નહોતી. મુંબઈમાં ગોળદેવળ પાસે એક ચાલીની ઓરડીમાં તેઓ રહેતા અને અલગારી જીવન જીવતા. પનાભાઈ આજીવન બાળબ્રહ્મચારી હતા. એમની યોગસાધના ઘણી ઊંચી કોટિની હતી. પદ્માસનમાં તેઓ ઘણા કલાક સુધી બેસી શકતા. એમણે ઉપધાન તપ કર્યા હતાં. દસ વર્ષ સુધી એમણે એકાસણાં કર્યા હતાં. પર્યુષણમાં તેઓ ચોસઠ પહોરી પૌષધ કરતા. એમણે અમ્ પદનો સળંગ જાપ સુદીર્ઘ કાળ સુધી કર્યો હતો. એથી એમની ચેતનાશક્તિ કુંડલિની જાગ્રત થઈ હતી. એમના અત્યંત નિકટના પરિચયમાં આવનારને આ કોઈ બ્રહ્મજ્ઞાની મહાત્મા છે એવો ભાસ થયા વગર રહે નહિ. એકાસણાની તપશ્ચર્યા પછી પણ જીવનના અંત સુધી તેઓ પ્રાયઃ સવારે એક જ સમય આહાર લેતા અને સાંજે એક ગ્લાસ દૂધ લેતા. આયંબિલ કરવાની શક્તિ રહી ત્યાં સુધી દર મહિને એક આયંબિલ કરતા. Page #277 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ પનાભાઈને પૂર્વના કોઈ અસાધારણ ક્ષયોપશમને કારણે અંદ૨નો ઉઘાડ ઘણો મોટો હતો. એને લીધે સ્વરૂપજ્ઞાન કે આત્મતત્ત્વ વિશે, ગુણસ્થાન વિશે કે પંચાસ્તિકાય કે ષદ્રવ્ય વિશે તેઓ બોલવાનું ચાલુ કરે ત્યારે પ્રવાહ વહેવા લાગે. એમનું સમ્યગ્દર્શન વિશુદ્ધ હતું. પદાર્થોને જુદા જુદા નયથી ઘટાવવામાં એમની મૌલિક શક્તિ દેખાઈ આવતી. ઊંડા સ્વરૂપચિંતન વગર આવું બને - નહિ. ૨૬૦ દ્રવ્યાનુયોગ વિશે વર્ષોથી ચિંતનમનન કરતા રહેવાને કારણે પનાભાઈને એક એક મુદ્દા વિશે વિસ્તારથી સમજાવવાનું રહેતું. પરિણામે સમય જતાં એમની સ્વાધ્યાયશૈલી એવી થઈ ગયેલી કે એક મુદ્દાની વાત કરતાં કરતાં બીજા-ત્રીજા મુદ્દા ઉપર ક્યાંના ક્યાં તેઓ નીકળી જતા. ગહન વિષયને સરળ ભાષામાં, ઘરગથ્થુ દૃષ્ટાંતો દ્વારા રસિક રીતે તર્કબદ્ધતાથી સમજાવવાની એમની પાસે વિશિષ્ટ શક્તિ હતી. પોતાનો વિષય ઘણો ગહન છે અને પોતાને જેટલી સ્પષ્ટતાથી સમજાય છે એટલું બીજા બધાંને કદાચ તરત ન સમજાય એ તેઓ જાણતા હતા. એથી જ જ્યારે તેઓ સ્વાધ્યાય કરાવતા હોય તે દરમિયાન જ્યાં જ્યાં કઠિન વાત આવે ત્યાં તેઓ બોલતા, ‘શું કીધું ? ફરીથી કહું છું.’ અથવા ફક્ત ‘ફરીથી’ એમ કહીને તેઓ વિચારને બરાબર સ્પષ્ટતાથી બીજી-ત્રીજી વાર રજૂ કરતા. દ્રવ્યાનુયોગ (દ્રવ્ય, ગુણ, પર્યાય) એમનો વિષય હતો અને એમાં જ એમને રસ હતો. એટલે જૈન ઇતિહાસની, જૈન સાહિત્યની કે શિલ્પની વાત કરીએ તો તેઓ નિખાલસપણે કહેતા કે એમાં પોતાની એ વિશે અધિકૃત જાણકારી નથી. એનો અભ્યાસ કરવામાં પોતાને રસ ઓછો પડે છે કારણ કે એ વિષયો વૈકાલિક નથી. ઈ. સ. ૧૯૮૨માં જૈન યુવક સંઘનું પ્રમુખપદ મારે સ્વીકારવાનું આવ્યું ત્યારે સંઘની વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ કરવાનાં સૂચનોમાંનું એક સૂચન સંઘના ઉપક્રમે આધ્યાત્મિક વિષયના વર્ગો ચાલુ કરવાનું હતું. મારા મિત્ર શ્રી પ્રવીણભાઈ મંગળદાસે એ માટે પંડિત પનાભાઈનું નામ સૂચવ્યું, કારણ કે એમના જમાઈ શ્રી સૂર્યવદન ઝવેરી પનાભાઈના ઘરે ચાલતા સ્વાધ્યાય વર્ગમાં નિયમિત જતા હતા. એક દિવસ હું પનાભાઈને ઘેર પહોંચ્યો. મારો પરિચય આપ્યો અને ચોપાટીના ઉપાશ્રયે મળેલા એ જૂની સ્મૃતિ તાજી કરાવી. મારાં Page #278 -------------------------------------------------------------------------- ________________ પંડિત પનાલાલ જ. ગાંધી ૨૬૧ પત્ની તારાબહેન ધ્રાંગધ્રાના વતની છે અને ત્યાં સકળશા શેરીમાં એમનું પિયર છે એ જાણીને એમને આનંદ થયો. એમણે બહુ સરળતાથી અમારું નિમંત્રણ સ્વીકાર્યું અને સંઘના કાર્યાલયમાં આધ્યાત્મિક વિષયના સ્વાધ્યાય વર્ગો ચાલુ થયા. ત્રણેક મહિના દર ગુરુવારે બપોરે એમણે આ રીતે સેવા આપી હતી. પનાભાઈ ગોળદેવળથી શ્રીપાળનગર રહેવા આવ્યા. ત્યાં તેઓ પોતાના ઘરે સવારે કે બપોરે નિયમિત નિઃશુલ્ક સ્વાધ્યાય ઘણાં વર્ષ સુધી કરાવતા રહ્યા હતા. મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સાધુ-સાધ્વીઓ પણ એમના સ્વાધ્યાયમાં આવીને બેસતાં. કેટલાયની શંકાઓનું સમાધાન તરત તેઓ કરી આપતા. પોતાને કંઈક પૂછવું હોય તો તેઓ પનાભાઈ પાસે પહોંચી જતાં. હું પણ કોઈ કોઈ વખત એ રીતે જતો, પરંતુ વિશેષ તો રાત્રે નવ-દસ વાગે અઠવાડિયામાં એક-બે વખત જતો કે જ્યારે એમની સાથે નિરાંતે એકલા બેસી શકાય. પનાભાઈ સાથે પછીથી એટલી આત્મીયતા થઈ હતી કે તેઓ અમારી સાથે જૈન સાહિત્ય સમારોહમાં પણ આવવા લાગ્યા હતા. પાલનપુર, પાલિતાણા, બોંતેર જિનાલય (કચ્છ), ચારૂપ વગેરે સ્થળે તેઓ આવ્યા હતા અને એમની જ્ઞાનગોષ્ઠીનો લાભ સૌને મળ્યો હતો. તેઓ કોઈ નિબંધ લખીને લાવતા નહિ, પરંતુ મૌખિક વ્યક્તવ્ય આપતા. એમના વક્તવ્ય માટે અમે ખાસ જુદી બેઠક રાખતા. ૧૯૮૬માં પાલનપુરમાં તેઓ વિભાગીય બેઠકના અધ્યક્ષ હતા. ચારૂપની બેઠકમાં પ. પૂ. શ્રી જંબુવિજયજી મહારાજે એમને સાંભળ્યા પછી પનાભાઈને ફરીથી સાંભળવા માટે પોતાની ઇચ્છા દર્શાવી હતી અને એ પ્રમાણે પાછળથી ફરીથી ચારૂપ જઈને એ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પાલિતાણામાં એમના વક્તવ્ય વખતે સાધુ-સાધ્વીનો વિશાળ સમુદાય એમને સાંભળવા માટે એકત્ર થયો હતો. કચ્છમાં એમને માટે અલગ બેઠક રાખવામાં આવી હતી. ત્યાં પણ સાધુ-સાધ્વીઓએ એમને ફરીથી કચ્છમાં બોલાવવા માટે જાહેરમાં માગણી કરી હતી. ૫નાભાઈ ઘરમાં એકલા રહેતા, પણ આખો દિવસ સતત કોઈ ને કોઈ એમને મળવા આવ્યું હોય. આવે એટલે જ્ઞાનગોષ્ઠી ચાલુ થાય. વર્ષોના અનુભવને લીધે તત્ત્વજિજ્ઞાસુ માણસને પારખવાની એમનામાં શક્તિ હતી. માત્ર દલીલબાજી કરવા આવેલા માણસની ખબર પડે કે તરત તેઓ મૌન Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ વંદનીય હૃદયસ્પર્શ થઈ જઈ પછી બીજા વિષયની વાત કરતા. જ્યારે કોઈ પણ ન હોય ત્યારે તેઓ પોતાના આત્મસ્વરૂપમાં મસ્ત બનતા. રોજ અમુક નિશ્ચિત કરેલો મંત્રજાપ અચૂક કરી જતા. તેઓ પાર્શ્વનાથ અને પદ્માવતી માતાનો જાપ કરતા. તેવી રીતે માણિભદ્રવીરનો જાપ કરતા. રોજ સવારે સ્નાન વગેરેથી પરવારીને જિનપૂજા કરવા જતા. એમનો રોજનો ક્રમ બરાબર ગોઠવાઈ જતો. પનાભાઈ લગભગ પાંચ દાયકા જેટલાં વર્ષો મુંબઈમાં એકલા રહ્યા, પણ હાથે રસોઈ કરી નહોતી કે લૉજ-વીશીમાં જમવાનું બંધાવ્યું નહોતું. વસ્તુતઃ ભોજન માટેનાં નિયંત્રણોને તેઓ પહોંચી શકતા નહિ. કોઈક ને કોઈક ઘરે એમનું જમવાનું ગોઠવાઈ જ ગયું હોય. એ બતવે છે કે એમનો શિષ્યવર્ગ અને ચાહક વર્ગ કેટલો બધો વિશાળ અને ભાવવાળો હતો. એમની સુવાસ કેટલી બધી પ્રસરેલી હતી. ખંભાતના કેટલાક શ્રેષ્ઠીઓ સાથે એમને ઘર જેવો સંબંધ થઈ ગયો હતો. કેટલાયે મિત્રો એમને પોતાને ઘરે રહેવા બોલાવતા. કેટલાક પ્રવાસમાં કે તીર્થયાત્રામાં એમને સાથે લઈ જતા. અમારી વિનંતીને માન આપી પનાભાઈ એક અઠવાડિયું અમારે ઘરે પણ રહેવા આવ્યા હતા. એ અઠવાડિયા દરમિયાન એમના સતત સહવાસનો અમને લાભ મળ્યો. એ સમયમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' તેઓ અમને સમજાવતા હતા. અલબત્ત, આખો રાસ પૂરો ન થયો, તો પણ એમની પાસેથી તત્ત્વની ઘણી સારી સમજણ સાંપડી હતી. છેલ્લાં કેટલાંયે વર્ષથી પનાભાઈ પૂનમની શંખેશ્વરની યાત્રા કરતા. પૂનમની શંખેશ્વર તીર્થની યાત્રા કરનાર એક મંડળમાં પનાભાઈ જોડાઈ ગયા હતા. બે દિવસના ત્યાંના રોકાણમાં તેઓ પૂજા કરે અને જેઓને રસ હોય તેઓને સ્વાધ્યાય કરાવે. આમ વર્ષો સુધી એમણે પૂનમે શંખેશ્વરની યાત્રા કરી હતી. એક વાર પનાભાઈ સાથે હું શંખેશ્વરની પૂનમની યાત્રાએ ગયો હતો. એ વખતે ૫. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ મહારાજ શંખેશ્વરમાં બિરાજમાન હતા. અમે એમને વંદન કરવા ગયા. પનાભાઈ સાથે દોઢ-બે કલાક જ્ઞાનગોષ્ઠી ચાલી. તે વખતે જણાયું હતું કે પ. પૂ. કલાપૂર્ણસૂરિ મહારાજને પનાભાઈ માટે અત્યંત આદર છે. તેઓ જ્યાં ચાતુર્માસ હોય અને અનુકૂળતા હોય તો પોતાના શિષ્યશિષ્યાના પરિવાર માટે બાર-પંદર દિવસ કે મહિનો સ્વાધ્યાય કરાવવા માટે પનાભાઈને બોલાવતા. Page #280 -------------------------------------------------------------------------- ________________ પંડિત પનાલાલ જ. ગાંધી ૨૬૩ પનાભાઈ તંત્રવિદ્યાના, જ્યોતિષશાસ્ત્રના અને નિમિત્તશાસ્ત્રના પણ સારા જાણકાર હતા. અલબત્ત, આ શાસ્ત્રોને તેઓ લોકવ્યવહારની દૃષ્ટિએ જ મહત્ત્વ આપતા. આત્મજ્ઞાનની દૃષ્ટિએ આ શાસ્ત્રોનું બહુ મૂલ્ય નથી એમ તેઓ જાણતા અને સમજાવતા. દુઃખથી બહુ જ મુંઝાયેલા જીવો હોય અને એમને આવું કંઈક આલંબન લેવું જ હોય તો તે અંગે તેઓ માર્ગદર્શન આપતા. દક્ષિણાવર્ત શંખ અને રુદ્રાક્ષ વિશેની એમની જાણકારી આશ્ચર્ય પમાડે તેવી હતી. પોતે પાસે શંખ રાખતા અને રુદ્રાક્ષની માળા ગળામાં પહેરતા. કોઈને જોઈએ તો મંગાવી આપતા. વિવિધ પ્રકારનાં રત્નો વિશેની પણ એમને ઠીક ઠીક માહિતી હતી. પ્લાસ્ટિકની કે સામાન્ય પથ્થરની નવકારવાળી કરતાં રુદ્રાક્ષની નવકારવાળી ગણવાથી સ્પર્શમાં જ ફરક પડે છે તેથી જપ-ધ્યાનમાં કેટલો વિશેષ લાભ થાય છે તે તેઓ કહેતા. રુદ્રાક્ષના સ્પર્શથી આરોગ્ય પણ સારું રહે છે એ વિશે ગ્રંથોમાંથી વંચાવતા. હિંદુ સંન્યાસીઓ હજારો વર્ષથી રુદ્રાક્ષની માળા પહેરતા આવ્યા છે. જૈન સાધુ-સાધ્વીઓ પંચમહાવ્રતધારી હોય છે એટલે એમને રુદ્રાક્ષની કે બીજા કશાની માળા ન ખપે. પણ ગૃહસ્થ માટે રુદ્રાક્ષનો સ્પષ્ટ નિષેધ શાસ્ત્રગ્રંથોમાં કરવામાં આવ્યો હોય એવું ક્યાંય વાંચવામાં આવ્યું નથી. પનાભાઈએ રુદ્રાક્ષની એક નવકારવાળી અમને પણ આપી હતી જે એમની સ્મૃતિરૂપે અમે સાચવી રાખી છે અને નિયમિત ગણીએ છીએ. પનાભાઈ સાથેની મૈત્રીને લીધે એક મોટો લાભ એ થયો કે એમના સ્વાધ્યાયની એમના શિષ્યોએ લીધેલી નોંધો અથવા ઉતારેલી કેસેટો પરથી વ્યવસ્થિત લેખો તૈયાર કરાવવાનું મારું નિમંત્રણ એમણે સ્વીકાર્યું. તેઓ કહેતા કે લખવાનું એમને ફાવે એવું નથી, કારણ કે એ પ્રકારની શક્તિ પોતે ખીલવી નથી. વસ્તુતઃ એ દિશામાં એમનું લક્ષ્ય જ ગયું નથી. પરંતુ મારી વિનંતીથી એમણે એ કાર્ય શ્રી સૂર્યવદનભાઈ ઝવેરીને સોંપ્યું. નોંધોને આધારે લેખો તૈયાર થયા. અને એ બધા લેખો “પ્રબુદ્ધ જીવનમાં છપાયા અને ત્રિકાલિક આત્મવિજ્ઞાન” એ નામથી ગ્રંથ રૂપે પ્રકાશિત થયા. નવકાર મંત્ર વિશેનો એમનો મૌલિક ચિંતનાત્મક સુદીર્ઘ લેખ “સ્વરૂપમંત્ર”ના નામથી સ્વતંત્ર પુસ્તિકા રૂપે પ્રગટ થયો છે. એવી જ રીતે કેવળજ્ઞાન-સ્વરૂપ ઐશ્વર્ય' નામની લેખમાળા પણ ગ્રંથસ્થ થઈ હતી. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ વંદનીય હૃદયસ્પર્શ આ રીતે પનાભાઈએ જૈન દર્શનના સિદ્ધાન્તો વિશે જીવનભર જે મનનચિંતન કર્યું અને જેસ્વાધ્યાય કરાવ્યો એલેખિત સ્વરૂપે પ્રાપ્ત થયો એ એમને માટે તથા તત્ત્વજિજ્ઞાસા ધરાવનાર સૌ કોઈ માટે આનંદનો વિષય રહ્યો છે. પનાભાઈનો અન્ય દર્શનોનો અભ્યાસ પણ સારો હતો. એટલું જ નહિ, અન્ય દર્શનના સિદ્ધાન્તોને જૈનદર્શનની દષ્ટિએ ઘટાવવાની એમનામાં આગવી મૌલિક સૂઝ હતી. હિંદુ સાધુ-સંન્યાસીઓ સાથે પણ તેમને ગાઢ સંબંધ હતો. એમનામાં મિથ્યા મતાગ્રહ નહોતો. એથી જ સ્વામી મધુસૂદનજી, સ્વામી માધવતીર્થ, સ્વામી શરણાનંદજી વગેરેના ગાઢ સંપર્કમાં તેઓ રહેતા હતા. જ્યારે તેઓ તેમને મળે ત્યારે તેઓ પનાભાઈને બહુ આદર-બહુમાનપૂર્વક બોલાવતા. પનાભાઈ એક વખત સ્વામી માધવતીર્થને મળેલા ત્યારે એમણે સ્વામીજીને કહેલું કે, “તમે તમારા પુસ્તકમાં જૈન દર્શનના સાપેક્ષવાદને અને આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ (Theory of Relativity)ને એક ગણ્યા છે. પરંતુ બંને વચ્ચે મહત્ત્વનો ફરક છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં અપૂર્ણતાની અપૂર્ણતા સાથેની સાપેક્ષની વાત છે, પરંતુ જૈનદર્શન પૂર્ણને કેન્દ્રમાં રાખી અપૂર્ણતા સાથેની સાપેક્ષતા સમજાવે છે. સ્વામીજીને પનાભાઈની એ વાતમાં ઘણો રસ પડ્યો હતો અને પોતાની વિચારણામાં રહેલી ક્ષતિ સ્વીકારી હતી. પનાભાઈની બે બહેનોએ દીક્ષા લીધી હતી. પરંતુ પનાભાઈ દીક્ષા નહોતા લઈ શક્યા. અંગત પરિમિતતાને કારણે દીક્ષા લેવાના એટલા તીવ્ર ભાવ પણ નહોતા. બીજી બાજુ પોતાના વ્યવહારુ ગૃહસ્થજીવનની મર્યાદાઓ માટે તથા ક્યારેક આગ્રહી બની જતા પોતાના સ્વભાવ માટે તેઓ સભાન હતા. ખાસ તો નાની ઉંમરમાં પડેલી પાન ખાવાની ટેવ છૂટતી નહોતી. અલબત્ત, પર્વતિથિએ કે રાત્રે તેઓ પાન ખાતા નહિ. પાન, કાથો, ચૂનો ને સોપારી તેઓ સાથે રાખતા. હાથે પાન બનાવતા. એમના કેટલાક ચાહકોને પનાભાઈના હાથે બનેલું પાન ખાવાનું ગમતું. હું પણ મળવા ગયો હોઉં અને મને પાન ખાવાનું કહે તો હાથે ન બનાવતાં હું કહેતો કે, “તમે બનાવી આપો તો ખાઉં. પાન ખાવાની મને ટેવ નથી, તેમ એની બાધા પણ હમણાં નથી. પણ, તમારા હાથનું પાન ખાવામાં જુદો જ આનંદ છે.' Page #282 -------------------------------------------------------------------------- ________________ પંડિત પનાલાલ જ. ગાંધી પનાભાઈએ મુંબઈમાં શ્રીપાળ નગરમાં આવેલો પોતાનો ફલેટ વેચવાનો વિચાર કર્યો. એક વખત એમણે મને કહ્યું કે મારાં વર્ષો હવે પૂરાં થવામાં છે. અચાનક કંઈ મને થઈ જાય તો ફલૅટ કોના હાથમાં જાય અને તેનું શું થાય તે કંઈ કહેવાય નહિ. એટલે આ ફ્લેટ વેળાસર વેચી કાયમ માટે ધ્રાંગધ્રા રહેવા જવું છે. ફ્લેટની રકમમાંથી ધ્રાંગધ્રામાં ભાઈનું ઘર સરખું કરાવી લેવું છે અને તેમની સાથે રહેવું છે. તદુપરાંત બંને સાધ્વી બહેનો હવે વયોવૃદ્ધ થયાં છે અને એમનાથી વિહાર થતો નથી. એટલે એમને સ્થિરવાસ માટે અમદાવાદમાં જગ્યા લઈ આપવી છે અને મુંબઈમાં બોરીવલી કે વિરારમાં નાનો ફ્લેટ રાખવો છે કે જેથી પોતાને મુંબઈ આવીને રહેવું હોય તો રહી શકાય. આ રીતે પનાભાઈએ શ્રીપાળ નગરનું ઘર છોડ્યું, પણ મહિનામાં અડધા દિવસ પ્રાંગધ્રામાં અને અડધા દિવસ મુંબઈમાં રહેવાનું થયું. તેઓ મુંબઈ આવે ત્યારે દસ-પંદર દિવસ રહે અને શંખેશ્વરની પૂનમની જાત્રા કરનારા મંડળમાં જોડાઈ, શંખેશ્વરની યાત્રા કરી ત્યાંથી સીધા પ્રાંગધ્રા ચાલ્યા જતા. મુંબઈમાં તેઓ પોતાના ઘરે ઊતરતા, પણ ઘણુંખરું કોઈક ને કોઈ ચાહક ભાઈ-બહેનને ત્યાં રહેતા. એમનો ચાહક વર્ગ વિશાળ હતો અને પોતાને ત્યાં રહેવા માટે આગ્રહ થતો. પનાભાઈ ધ્રાંગધ્રા રહેવા ગયા એનો એક વિશિષ્ટ લાભ એ થયો કે મુંબઈ કરતાં ત્યાં એમને નિરાંત વધુ મળતી. અવરજવર ઓછી રહેતી. એથી તેઓ ધ્યાનમાં બેસી આત્મચિંતન કરતા. એમણે છેલ્લે છેલ્લે ફક્ત કેવળજ્ઞાનના વિષય પર જ મનનચિંતન કર્યું. શ્રી સૂર્યવદનભાઈએ એમની પાસે જઈને આ બધું એમનું ચિંતન શબ્દસ્થ કરી લીધું. આ રીતે પનાભાઈના અંતિમ દિવસો એમની ઇચ્છાનુસાર આત્મસ્વરૂપમાં લીન થવામાં અને કેવળજ્ઞાન વિશે મનનચિંતનમાં પસાર થયા. પંડિત પનાલાલ જ. ગાંધીના સ્વર્ગવાસથી આપણે એક આત્મજ્ઞાનીતત્ત્વજ્ઞાની મહાત્મા ગુમાવ્યા છે. એમના આત્માની સદ્ગતિ જ છે અને એ માટે જ આપણી પ્રાર્થના છે ! Page #283 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પંડિત દલસુખભાઈ માલવણિયા ખ્યાતનામ પ્રકાંડ જૈન પંડિત, પદ્મવિભૂષણ, શ્રી દલસુખભાઈ માલવણિયાનું તા. ૨૮મી ફેબ્રુઆરી ૨૦OOના રોજ અમદાવાદમાં ૯૦ વર્ષની વયે અવસાન થતાં જૈન સમાજને અને વિશેષતઃ વિદ્યાશાસ્ત્રના ક્ષેત્રમાં એક સમર્થ સંનિષ્ઠ વ્યક્તિની ખોટ પડી છે. છેલ્લા કેટલાંક સમયથી દલસુખભાઈની તબિયત અસ્વસ્થ રહેતી હતી. એમનું શરીર શિથિલ થઈ ગયું હતું. ઘરમાં હરવા-ફરવાની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. એમને કાને સંભળાતું નહોતું. પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો છે એવું એમને લાગી આવ્યું હતું. પોતાનો જીવનકાળ પૂરો થતાં શાંતિથી એમણે દેહ છોડ્યો. કેટલાક વખત પહેલાં એમના એકના એક લાડીલા પુત્ર રમેશભાઈનું હૃદયરોગના ભારે હુમલાને કારણે યુવાન વયે અચાનક અવસાન થયું હતું. પોતાની જ હાજરીમાં પોતાના એકના એક પુત્રને જતો જોઈને દલસુખભાઈને જીવનની ઉત્તરાવસ્થામાં ભારે આઘાત સહન કરવાનો વખત આવ્યો હતો, જે એમણે ધીરજ અને શાંતિથી સહન કર્યો હતો. એ પ્રસંગે હું દલસુખભાઈને મળવા એમને ઘરે ગયો હતો. તેઓ કાને સાંભળતા નહિ, એટલે હું જે કહું તે એમની પૌત્રી એમની પાસે જઈ દાદાના કાનમાં કહે. એ રીતે એમની સાથે વાતચીત થઈ હતી. ત્યારે એમનું શરીર પણ ક્ષીણ થતું જતું હતું. સાંભળવાની શક્તિ ચાલ્યા ગયા પછી વ્યક્તિ પોતાના વાંચન-મનન-ચિંતનમાં જ વધુ મગ્ન બની જાય, કુટુંબમાં પણ ખપ પૂરતો વ્યવહાર રહે એવું એમની બાબતમાં પણ બન્યું હતું. આમ પણ તેઓ ઓછાબોલા હતા, એટલે કે વાતચીતમાં જ્યાં સુધી બીજી વ્યક્તિઓ બોલતી રહેતી હોય ત્યાં સુધી તેઓ સાંભળવાનો ભાવ જ રાખતા. આપણે તેમની પાસેથી સાંભળવાનો ભાવ રાખીને કંઈક પૂછીએ તો તેઓ બોલતા. તેઓ હમેશાં પ્રસન્ન અને શાંત રહેતા. આવેગ કે ઉગ્રતા એમના વ્યવહારમાં ક્યારેય જોવા મળતાં નહિ. દલસુખભાઈને પહેલી વાર મળવાનું મારે ૧૯૫૭ના અરસામાં થયેલું કે Page #284 -------------------------------------------------------------------------- ________________ પંડિત દલસુખભાઈ માલવણિયા ૨૬૭ જ્યારે પંડિત સુખલાલનું ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે મુંબઈ યુનિવર્સિટીના કૉન્વોકેશન હૉલમાં અભિવાદન થયું હતું. આ અભિવાદનના કાર્યક્રમમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સક્રિયપણે જોડાયેલો હતો. તે સમયે પંડિત સુખલાલજી અને પરમાનંદભાઈ સાથે દલસુખભાઈ, રતિલાલ દેસાઈ વગેરે મહાનુભાવો અમારા ઘરે ભોજન માટે પધાર્યા હતા. ત્યારે દલસુખભાઈનો પહેલો પરિચય થયો હતો. ત્યારે ખાદીની કફની, ધોતિયું અને માથે સફેદ ટોપી એ એમનો પોશાક હતો. (પછીથી એમણે ધોતિયાને બદલે પાયજામો ચાલુ કર્યો હતો ને ટોપી છોડી દીધી હતી.) આ પરિચય વખતે હું મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષય ભણાવતો હતો. દલસુખભાઈ ત્યારે બનારસ યુનિવર્સિટીમાં જૈનદર્શન ભણાવતા. બનારસ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો વિભાગ નહોતો, પરંતુ જે વિદ્યાર્થીઓને પોતાની મેળે અભ્યાસ કરવો હોય તેમને માટે અભ્યાસક્રમ રહેતો અને તેઓ તે વિષયની પરીક્ષા આપી શકતા. એક દિવસ અચાનક મને કૉલેજના સરનામે બનારસ યુનિવર્સિટી તરફથી પત્ર મળ્યો. ગુજરાતી વિષયના પરીક્ષક તરીકે કામ કરવા માટે નિમંત્રણ હતું. દલસુખભાઈની ભલામણથી જ નિમણૂક થઈ હતી. મેં તે સહર્ષ સ્વીકારી લીધી. ત્યાર પછી વર્ષો સુધી એ નિમંત્રણ મને મળતું રહ્યું હતું. પ્રબુદ્ધ જીવન સાથે દલસુખભાઈનો સંબંધ જયારે એ “પ્રબુદ્ધ જૈન' હતું ત્યારથી એટલે કે ઠેઠ ૧૯૪રથી શરૂ થયો હતો. ૧૯૭૩ સુધી તેઓ અવારનવાર “પ્રબુદ્ધ જીવન માટે લેખ, ગ્રંથાવલોકન, અહેવાલ, સમકાલીન નોંધ વગેરે લખતા રહ્યા હતા. લગભગ પાંસઠ-સિત્તેરની ઉંમર પછી એમની લેખનપ્રવૃત્તિ મંદ પડી હતી. કેનેડાના પોતાના અનુભવોની લેખમાળા “નવી દુનિયાના નામથી ૧૯૬૮-૬૯માં એમણે “પ્રબુદ્ધ જીવન માટે લખી હતી. સ્વ. દલસુખભાઈનું જીવન એટલે ભારે પુરુષાર્થનું જીવન. વીસમી સદીના ઘણા નામાંકિત મહાપુરુષોને ગરીબી ને બેકારીના વિપરીત સંજોગોની સામે સબળ સંઘર્ષ કરવો પડ્યો હતો. ત્યારે દેશકાળની પરિસ્થિતિ જ એવી હતી. દલસુખભાઈને પણ બાળપણ અને યૌવનમાં ઘણું વેઠવું પડ્યું હતું. સ્વ. દલસુખભાઈનો જન્મ ૨૧મી જુલાઈ ૧૯૧૦ના રોજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલામાં – ભગતના ગામમાં થયો હતો. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ પાર્વતીબહેન. તેઓ જ્ઞાતિએ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ વંદનીય હૃદયસ્પર્શ ભાવસાર હતા અને સ્થાનકવાસી ધર્મ પાળતા. તેઓના વડાઓ માલવણ ગામના હતા એટલે એમની અટક “માલવણિયા' પડી ગઈ હતી. ડાહ્યાભાઈને ચાર દીકરા અને એક દીકરી એમ પાંચ સંતાનો હતાં. એમાં સૌથી મોટા દલસુખભાઈ. ડાહ્યાભાઈ સાયલામાં પરચૂરણ ચીજવસ્તુઓની નાનકડી દુકાન ધરાવે, પરંતુ એમાંથી ખાસ કંઈ કમાણી થાય નહિ એટલે જેમતેમ ગુજરાન ચલાવતા. દલસુખભાઈએ સાયલાની પ્રાથમિક શાળામાં બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ દસ વર્ષના થયા ત્યારે એમના પિતાનો સ્વર્ગવાસ થયો. માતા પાર્વતીબહેન દુઃખના એ દિવસોમાં જેમતેમ ગુજરાન ચલાવતાં, પરંતુ ગરીબી એટલી અસહ્ય હતી કે કુટુંબનો નિર્વાહ થતો ન હતો. એથી માતા પાર્વતીબહેનને પોતાના ચારેય દીકરાઓને સુરેન્દ્રનગરના અનાથાશ્રમમાં મૂકવા પડ્યા હતા. અનાથાશ્રમમાં રહીને દલસુખભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. એમની વિદ્યારુચિ જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તેઓ અનાથાશ્રમની લાયબ્રેરીનાં પુસ્તકો વાંચતા રહ્યા હતા. આ રીતે અનાથાશ્રમમાં તેઓ સાત વર્ષ રહ્યા. આ વર્ષોમાં જયપુરના શ્રી દુર્લભજીભાઈ ઝવેરીની પ્રેરણા અને આર્થિક સહાયથી સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ જૈન પંડિતો તૈયાર કરવા માટે બિકાનેરમાં એક ટ્રેનિંગ કૉલેજ ચાલુ કરી. કહેવાય કૉલેજ, પણ હકીકતમાં તો પાઠશાળા જ હતી. ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવાના અને ભણી રહે ત્યાર પછી ત્રણ વર્ષ નોકરી પણ મળે એવી શરત તેઓએ રાખી હતી. દલસુખભાઈ પાસે બિકાનેર સુધી જવાનું ભાડું નહોતું, પરંતુ એમની ભાવસાર જ્ઞાતિએ એ ભાડું આપીને એમને બિકાનેર ભણવા મોકલ્યા. રહેવા-જમવાની અને વિદ્યાભ્યાસની મફત સારી સગવડને લીધે દલસુખભાઈની શક્તિ વિકસતી ગઈ. સંસ્થા વિદ્યાર્થીઓને જ્યાં પંડિતો હોય ત્યાં વિદ્યાભ્યાસ માટે મોકલતી. એ રીતે દલસુખભાઈને બિકાનેર ઉપરાંત જયપુર, બાવર, અંજાર (કચ્છ) વગેરે સ્થાને ગુરુકુળમાં રહી અભ્યાસ કરવાની તક મળી. કચ્છમાં તો શતાવધાની શ્રી રત્નચંદ્રજી મહારાજ પાસે વિદ્યાભ્યાસની તક મળી. એ રીતે તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરીને ન્યાયતીર્થ” તથા “જૈન વિશારદ'ની ડિગ્રી મેળવી. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ પંડિત દલસુખભાઈ માલવણિયા બિકાનેરની ટ્રેનિંગ કૉલેજના તેજસ્વી વિદ્યાર્થીઓમાંથી દલસુખભાઈ અને શાંતિલાલ વનમાળીદાસની પસંદગી અમદાવાદમાં પંડિત બેચરદાસ દોશી પાસે વિદ્યાભ્યાસ માટે મોકલવા માટે થઈ. તે પ્રમાણે તેઓ અમદાવાદ આવ્યા ને પંડિત બેચરદાસ પાસે એમણે પ્રાકૃત ભાષા અને આગમોનો અભ્યાસ કર્યો. સવા વર્ષ એ રીતે અભ્યાસ ચાલ્યો. દરમિયાન પંડિત બેચરદાસને આઝાદીની રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે કારાવાસની સજા થઈ એટલે એ અભ્યાસ બંધ પડ્યો. દરમિયાન દલસુખભાઈની શક્તિ અને વિકાસથી પ્રભાવિત થયેલા શ્રી દુર્લભજીભાઈએ દલસુખભાઈને રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં અભ્યાસ કરવા મોકલ્યા. ત્યાં મુનિ જિનવિજયજી જૈન આગમોનો અભ્યાસ કરાવતા હતા. દલસુખભાઈ માટે આ એક ઉત્તમ તક હતી. એમની પ્રતિભા આ સંસ્થામાં સારી રીતે પાંગરી. આ બધો અભ્યાસ એમણે વિના ખર્ચે ટ્રેનિંગ કૉલેજના ઉપક્રમે જ કર્યો. દરમિયાન એમનાં લગ્ન થયાં. હવે આજીવિકાની આવશ્યકતા ઊભી થઈ. એટલે ટ્રેનિંગ કૉલેજે આપેલી નોકરીની ગેરંટી અનુસાર તેઓ મુંબઈમાં સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુખપત્ર “જૈન પ્રકાશમાં જોડાઈ ગયા. પરંતુ જૈન પ્રકાશની ઑફિસમાં એમને લેખન-અધ્યાપનને બદલે ક્લાર્ક તરીકે કામ વધારે કરવાનું રહેતું. લગભગ એક વર્ષ એ રીતે એમણે કામ કર્યું. ત્યાં મુંબઈમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો સંપર્ક થયો. પંડિતજી ત્યારે બનારસ યુનિવર્સિટીમાં જૈનદર્શનના વિભાગના અધ્યક્ષ તરીકે કામ કરતા હતા. તેઓ આંખે દેખતા નહિ એટલે સારું વાંચી સંભળાવે એવી વ્યક્તિની એમને જરૂર હતી. એ વ્યક્તિ સંસ્કૃત, પ્રાકૃત અને જૈનદર્શનની જાણકારી હોવી જોઈએ જેથી પંડિતજીના કામમાં સરળતા રહે. પંડિતજીને દલસુખભાઈમાં એ યોગ્યતા જણાઈ. એમણે દલસુખભાઈને બનારસ આવવા કહ્યું. દલસુખભાઈ એથી જૈન પ્રકાશની નોકરી છોડીને ઓછા પગારે નોકરી કરવા પંડિતજી સાથે બનારસ ગયા. દલસુખભાઈનું આર્થિક દૃષ્ટિએ આ એક સાહસ હતું, પરંતુ બીજી બાજુ પંડિતનો સહવાસ મળ્યો એ મોટું સદ્ભાગ્ય હતું. પંડિતજીની સાથે કાર્ય કરવાને લીધે એમની પ્રતિભા બહુ સારી રીતે ઘડાઈ હતી. પંડિતજીના ‘દર્શન અને ચિંતન' ગ્રંથનું સંપાદન એમણે કર્યું હતું. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ વંદનીય હૃદયસ્પર્શ સ્વ. દલસુખભાઈ બિકાનેર, જયપુર, ખ્યાવર, અંજાર, અમદાવાદ, શાંતિનિકેતન, મુંબઈ એમ વિવિધ પ્રદેશોના વિવિધ સ્થળે એક-બે વર્ષ રહ્યા, પરંતુ ત્યાર પછી બનારસમાં પચીસેક વર્ષની ઉંમરે તેઓ ગયા અને ત્યાં લગભગ અઢી દાયકા સુધી રહ્યા. આરંભમાં તેઓ પંડિત સુખલાલજીના વાચક તરીકે કામ કરતા, પછીથી પંડિતજીને ગ્રંથ-સંપાદનમાં સહાય કરતા. ત્યાર પછી તેમણે સ્વતંત્ર સંપાદનો કર્યા. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે એમની નિમણૂક થઈ અને તેઓ વર્ગો લેવા લાગ્યા. પંડિતજીના તેઓ પ્રીતિપાત્ર બન્યા. યુનિવર્સિટીમાં પણ તેમની વિદ્વત્તાની અને નિષ્ઠાની સુવાસ પ્રસરી અને પંડિતજી જ્યારે યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈને અમદાવાદ આવ્યા ત્યારે એમની જગ્યાએ, જૈનદર્શનના વિભાગના અધ્યક્ષ તરીકે દલસુખભાઈની નિમણૂક થઈ. આમ, બનારસ એમનું મહત્ત્વનું કાર્યક્ષેત્ર, એમના જીવનના મધ્યાહ્નકાળમાં બની રહ્યું હતું. ૧૯પરમાં કેન્દ્ર સરકારે પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના કરી અને એના મંત્રીપદે દલસુખભાઈની વરણી કરી, કારણ કે તેઓ જૈનોની અર્ધમાગધી અને બૌદ્ધોની પાલી – એમ બંને પ્રકારની પ્રાકૃત ભાષાના પંડિત હતા. વળી બંને દર્શનોના ગ્રંથોના અભ્યાસી પણ હતા. આ સોસાયટીના કાર્ય નિમિત્તે તેઓ તેની કાર્યવાહક સમિતિના એક સભ્ય શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈના સંપર્કમાં આવ્યા. એ દિવસો દરમિયાન શેઠશ્રી પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજના પણ ગાઢ સંપર્કમાં હતા. એમની પ્રેરણાથી જ્યારે એમણે અમદાવાદમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરવાનું વિચાર્યું ત્યારે એના નિર્દેશક-ડિરેક્ટરના પદ માટે યોગ્ય વ્યક્તિ તરીકે પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ અને પંડિત સુખલાલજીની ભલામણથી પંડિત દલસુખભાઈની પસંદગી કરી હતી. દલસુખભાઈએ બનારસમાંથી નિવૃત્ત થઈ એ સ્થાન ગ્રહણ કર્યું અને સત્તર વર્ષ શોભાવ્યું અને એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટને દેશવિદેશમાં એક ખ્યાતનામ સંસ્થા બનાવી દીધી. ઇન્સ્ટિટ્યૂટમાં એક ખ્યાતનામ સ્કૉલર ઉપરાંત કુશળ વહીવટકર્તા તરીકે પણ દલસુખભાઈની કામગીરી અત્યંત પ્રશસ્ય રહી હતી અને એથી જ ધારાધોરણ પ્રમાણે એમને નિવૃત્ત થવું પડ્યું તો પણ ટ્રસ્ટીઓએ એમની સલાહકારના પદે નિયુક્તિ કરી હતી. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ પંડિત દલસુખભાઈ માલવણિયા દલસુખભાઈ ઘણી જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ પીએચ.ડી.ના માર્ગદર્શક હતા અને ઘણી યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ના પરીક્ષક હતા. મુંબઈ યુનિવર્સિટીમાં મારા માર્ગદર્શન હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર વિશે તૈયાર થયેલી પ્રથમ થીસિસના પરીક્ષક તરીકે તેઓ હતા. તેમણે ટોરેન્ટો ઉપરાંત બર્લિનની યુનિવર્સિટીમાં અને પેરિસની યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. જૈન ધર્મ અને દર્શનની સાથે સાથે બૌદ્ધ ધર્મ અને દર્શનના ઊંડા તલસ્પર્શી અભ્યાસને લીધે એમનું નામ દર્શનશાસ્ત્રના વિદ્યાભ્યાસના ક્ષેત્રે પ્રસિદ્ધિ પામ્યું હતું. વળી વિદેશોની યુનિવર્સિટીઓમાં પણ એક અભ્યાસી અન્વેષક તરીકે એમનું નામ સુખ્યાત બન્યું હતું. આથી જ ૧૯૬૭માં કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીના એશિયન સ્ટડિઝ વિભાગના પ્રોફેસર વૉર્ડરે એમને વિઝિટિંગ પ્રોફેસર તરીકે કેનેડા આવવા અને બૌદ્ધ દર્શન તથા અન્ય દર્શનો વિશે અધ્યાપનકાર્ય કરવા માટે નિમંત્રણ આપ્યું હતું. એમની વિદ્વત્તાની વિદેશની એક યુનિવર્સિટીએ આ રીતે કદર કરી હતી. આ નિમંત્રણ સ્વીકારીને તેઓ લગભગ સવા વર્ષ કેનેડામાં રહ્યા હતા અને ત્યાં પોતાના વિદ્યાભ્યાસની સુવાસ પ્રસરાવી હતી. પંડિત દલસુખભાઈએ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણે ભાષામાં લેખનકાર્ય કર્યું છે. સંશોધન, અનુવાદ, સંપાદન, ચિંતનાત્મક નિબંધ એમ વિવિધ પ્રકારનું લેખનકાર્ય એમણે કર્યું છે. એમાં “આત્મમીમાંસા', “જૈન ધર્મચિંતન', “પ્રમાણમીમાંસા', “જ્ઞાનબિંદુ’, ‘તર્કભાષા', “ન્યાયાવતાર કાર્તિકવૃત્તિ', “ભગવાન મહાવીર સ્વામીનો જીવનસંદેશ', “પંડિત સુખલાલજી', “આગમ યુગ કા જૈનદર્શન’ ઈત્યાદિ એમના ગ્રંથો સુવિદિત છે. એમણે એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટના ઉપક્રમે “સંબોધિ' નામના સૈમાસિકનું સંપાદનકાર્ય પણ ઘણાં વર્ષો સુધી સંભાળ્યું હતું. સંસ્કૃત, પ્રાકૃત, જૈનદર્શન અને બૌદ્ધ દર્શનના વિષયોનો ઊંડો અભ્યાસ કરવાના પરિણામે દલસુખભાઈ પાસે યુનિવર્સિટીની ડિગ્રી ન હોવાછતાં સમકક્ષ એવી “ન્યાયતીર્થ' વગેરે ડિગ્રી હોવાથી યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાએ કામ કરવા મળ્યું હતું. એમની એ આગવી સિદ્ધિહતી કે શાળામાં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા વગર, કૉલેજમાં અભ્યાસ કર્યા વગર, બી.એ. કે. એમ.એ.ની ડિગ્રી Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ વંદનીય હૃદયસ્પર્શ મેળવ્યા વગર તેઓ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ કે અનુસ્નાતક સંસ્થાના ડિરેક્ટરના પદ સુધી પહોંચી શક્યા હતા. ને પીએચ.ડી.ના માર્ગદર્શક તથા પરીક્ષક પણ રહી ચૂક્યા હતા. અંગ્રેજી ભણ્યા ન હોવા છતાં મહાવરાથી તેઓ અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો અને સામયિકો વાંચતા રહ્યા હતા ને અંગ્રેજીમાં લેખો પણ લખતા રહ્યા હતા. આવી ઘણી બધી સિદ્ધિઓને કારણે જ ભારત સરકારે એમને ‘પદ્મભૂષણ'નો ઇલકાબ આપ્યો હતો. હું જયારે જયારે અમદાવાદ જાઉં ત્યારે એલ. ડી.માં દલસુખભાઈને મળવા માટે જવાનું મારે અચૂક રહેતું. એક જ વિષયના રસને લીધે આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિના સમાચાર એમની પાસેથી મળતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જૈન સાહિત્યને લગતી કાર્યવાહીમાં કે સમિતિમાં એમની સાથે મને કામ કરવા મળ્યું હતું. હું શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીપદે હતો ત્યારે એમના જાહેર અભિવાદનનો કાર્યક્રમ પણ અમે યોજયો હતો. ઈ. સ. ૧૯૭૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જૈન સાહિત્ય સમારોહ યોજવાનું ઠરાવ્યું હતું અને એના સંયોજનની જવાબદારી મને સોંપી હતી. પ્રથમ સમારોહ મુંબઈમાં શ્રી કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે યોજાયો હતો અને એમાં તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે દલસુખભાઈ હતા. આ પ્રથમ સમારોહ વખતે એમનું માર્ગદર્શન મને ઘણું કામ લાગ્યું હતું. ત્યાર પછી સમારોહ અમે દલસુખભાઈના પ્રમુખપદે યોજ્યો હતો. ત્યારે એમણે મનનીય પ્રવચન આપ્યું હતું. એમની વિદ્વત્તા, જાણકારી, સરળતા, નિખાલસતા, તટસ્થતાની સૌ કોઈને પ્રતીતિ થયા વગર રહે નહિ. આ સમારોહપછી તેઓ મહુવા, સોનગઢ, સૂરત, ખંભાત,પાલનપુર વગેરે સ્થળે પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેઓ ઘણી વાર વ્યાખ્યાન આપવા માટે પધારતા. આ વ્યાખ્યાનમાળાનું સુકાન જ્યારે મને સોંપાયું ત્યારે હું પણ એમને એ માટે નિમંત્રણ આપતો. પણ પછી મોટી ઉંમરને કારણે તેઓને કલાકનું પ્રવચન આપવું ગમતું કે ફાવતું નહિ. વળી પોતાને જે કહેવાનું હોય તે બધું પોતે અગાઉ કહી દીધું છે એટલે પણ એમને ગમતું નહિ. એક વખત તો સભામાં જ તેમણે એ પ્રમાણે નિવેદન કરેલું અને વ્યાખ્યાનનું નિમંત્રણ સ્વીકારવાનું બંધ કરેલું. ત્યાર પછી તેઓ સભાઓમાં પ્રાસંગિક વક્તવ્ય પાંચ-પંદર મિનિટ માટે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ પંડિત દલસુખભાઈ માલવણિયા આપતા, પણ સળંગ એક જ વિષય પર મૌખિક વ્યાખ્યાન આપતા નહિ. સભાઓમાં પણ તેઓ કેટલીક વાર પોતાનો સ્પષ્ટ નિખાલસ અભિપ્રાય ઉચ્ચારતા કે જે આયોજકોને પ્રતિકૂળ હોય. આમ, મુંબઈ, અમદાવાદ, દિલ્હી વગેરે સ્થળે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, જૈન સાહિત્ય સમારોહ, પર્યુષણ વ્યાખ્યાનમાળા, ઇત્યાદિના નિમિત્તે એમને મળવાનું અવારનવાર થતું રહેતું. હરિભદ્રસૂરિ વિશેના પરિસંવાદ માટે તેઓ દિલ્હીમાં વલ્લભ સ્મારકમાં આવ્યા હતા ત્યારે તો એક જ રૂમમાં અમારે સાથે રહેવાનું થતું હતું. કેટલાક સમય પહેલાં એક ગ્રંથના વિમોચન પ્રસંગે તે સાયલા આવ્યા હતા ત્યારે તો લગભગ આખો દિવસ અમે બંને સાથે રહ્યા હતા. દલસુખભાઈની સાથે રહીએ તો એમની વિદ્વત્તાનો અને એમની મહત્તાનો આપણને જરા પણ બોજ ન લાગે. રસ્તામાં ચાલ્યા જતા હોય તો ખબર ન પડે કે એક વિશ્વવિખ્યાત સ્કૉલર છે. સાધારણ માણસ તરીકે જ તેઓ હરતાફરતા રહે. એમની આ લઘુતામાં જ એમની મહત્તા રહેલી હતી. એમની જૈનદર્શનની જાણકારી આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એટલી બધી હતી. તેઓ વિવેકશીલ, સત્યાન્વેષક અને અનાગ્રહી હતા. દલસુખભાઈનો પત્ર આવે એટલે સૌથી પહેલો શબ્દ એમણે લખ્યો હોય – “પ્રણામ'. તેઓ ટૂંકા પણ મુદ્દાસર પત્ર લખતા અને પત્રનો ઉત્તર અચૂક આપતા. દલસુખભાઈ સ્વભાવે અત્યંત નિખાલસ અને નિઃસ્પૃહ હતા. આથી જ તેઓ પોતાને જે સત્ય લાગે તે કહેવામાં સંકોચ અનુભવતા નહિ. જૈનદર્શનનો, જેન આગમિક સાહિત્યનો તેમનો અભ્યાસ ઊંડો હતો. એથી જ સાંપ્રદાયિક સંકુચિતતા તેમનામાંથી નીકળી ગઈ હતી. તેમની દષ્ટિ તટસ્થ, ઉદાર અને પ્રમાણભૂત રહેતી. સ્વ. દલસુખભાઈના અવસાનથી આપણને એક સત્ત્વશીલ સારસ્વતની ખોટ પડી છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે ! Page #291 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ફાધર બાલાશેર - - - - - - - - - - મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ રેવન્ડ ફાધર મેકિઓર બાલાગેરનું હૈદરાબાદમાં લગભગ ૯૭ વર્ષની વયે તા. ૮મી માર્ચ ૧૯૯૭ના રોજ અવસાન થયું. છેલ્લા કેટલાક સમયથી તેઓ માંદગીના બિછાને હતા. તેઓ પોતાના મૃત્યુના આગમનની સ્વસ્થતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ! તેમણે શાંતિપૂર્વક દેહ છોડ્યો. એમના અવસાનથી ભારતને જીવન સમર્પિત કરનાર એક વિદેશી મિશનરી, સમર્થ શિક્ષણશાસ્ત્રીની ખોટ પડી છે. ફાધર બાલાગરને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એક સભાનું આયોજન થયું હતું. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ફાધર બાલાગેરના સમયમાં મેં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કર્યું હતું અને ફાધર બાલાશેર સાથે મારે સારી આત્મીયતા હતી. એટલે એ સભામાં હું ગયો હતો. એમાં ફાધરના વખતના જૂના માણસો તો આંગળીના વેઢે ગણાય એટલા હતા. ૧૯૫૦-૬૦ના ગાળામાં મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બહુ મોટું નામ અને માન ધરાવનાર, હજારો વિદ્યાર્થીઓના અત્યંત પ્રિય પ્રિન્સિપાલની શ્રદ્ધાંજલિ સભામાં જૂના વખતના માણસો ઓછા આવે તે સ્વાભાવિક હતું, કારણ કે નિવૃત્ત થયા પછી ઘણાં વર્ષોથી ફાધર મુંબઈ છોડી સિકંદરાબાદમાં રહેતા હતા. મુંબઈ સાથે તેમનો કોઈ સંપર્ક રહ્યો ન હતો. ફાધરે ઘણું સારું દીર્ધાયુષ્ય ભોગવ્યું. એમના સક્રિય જાહેર જીવનના કાળની ઘણી વ્યક્તિઓનું જીવન સમેટાઈ ગયું હતું. એમને જાણનારા ઓછા અને ઓછા થતા ગયા હતા. - ફાધર બાલાગેરને જયારે ૯૦વર્ષ પૂરાં થયાં ત્યારે એમનું બહુમાન કરવા માટે મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ફાધર બાલાગેર સિકંદરાબાદથી ખાસ આવ્યા હતા. ત્યારે જૂના વખતના અધ્યાપકોમાંથી ઘણા આ કાર્યક્રમમાં આવ્યા હતા. ફાધર હજુ સશક્ત હતા. એમણે તે દિવસે ઉદ્બોધન પણ સરસ કર્યું. કાર્યક્રમ પછી ફાધર બધાંને મળવા માટે ઊભા રહ્યા હતા. ગુજરાતી વિષયના અધ્યાપકોમાંથી હું હતો. મરાઠી, Page #292 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાગેર ૨૭૫ હિંદી અને સંસ્કૃત ભાષાના અધ્યાપકો પણ આવ્યા હતા. વિજ્ઞાન શાખાના અધ્યાપકો પણ હતા. અમે બધા હવે અધ્યાપનકાર્યમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. ફાધર કૉલેજમાં હતા ત્યારે એકેએક અધ્યાપકને અંગત રીતે નામથી ઓળખતા. દરેકના કાર્યની ઘણી માહિતી એમને રહેતી. પરંતુ તે દિવસે કાર્યક્રમ પછી અમે ફાધરને મળ્યા તો ફાધર અમને ઓળખી શક્યા નહિ. પરંતુ એમ બનવું સ્વાભાવિક હતું, કારણ કે ફાધરે આચાર્યની પદવી છોડી તે પછી ત્રીસેક વર્ષનો સંપર્ક વિનાનો ગાળો પસાર થઈ ગયો હતો. ફાધર ઘણાં વર્ષોથી મુંબઈ છોડીને સિકંદરાબાદ રહેવા ચાલ્યા ગયા હતા. વળી નેવું વર્ષની ઉંમરે માણસની યાદશક્તિ ક્ષીણ થવા લાગે એમ બનવું પણ સ્વાભાવિક હતું. ફાધર મેલ્કિઓર બાલાગેરનો જન્મ ૧૫મી મે ૧૯૦૦માં સ્પેનના રોજ થયો હતો. પંદર વર્ષની વયે દીક્ષિત થઈ તેઓ સોસાયટી ઑફ જિસસમાં જોડાયા હતા. જેસ્યુઈસ્ટ સંઘમાં જોડાઈને ફાધરે લગભગ ૮૨ વર્ષ એ સંઘમાં પૂરાં કર્યા હતાં. મુંબઈમાં કોઈ રોમન કેથોલિક પાદરીએ આટલાં બધાં વર્ષ સંઘમાં પૂરાં કર્યા હોય એવું જાણવામાં આવ્યું નથી. ફાધર બાલાગેરે બાળબ્રહ્મચારી તરીકે ખ્રિસ્તી સંઘમાં દીક્ષિત થઈને સુદીર્ઘકાળનું સેવાપરાયણ સંયમજીવન પસાર કર્યું હતું. અનેકવિધ પ્રવૃત્તિઓથી અને સિદ્ધિઓથી તેમનું જીવન સફળ બન્યું હતું. ફાધર બાલાગેર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્પેનથી હિંદુસ્તાન આવ્યા હતા. હિંદુસ્તાન એટલે એમને માટે અજાણ્યો દેશ. વળી અજાણ્યા લોકો, અજાણી ભાષાઓ, અજાણ્યા સંસ્કાર અને રીતરિવાજવાળો દેશ. ત્યાં જઈને એમણે કાયમ માટે વસવાટ કરવાનો હતો. પરંતુ ઉપરી અધિકારીઓનો હુકમ થયો એટલે તેઓ હિંદુસ્તાનમાં આવીને રહ્યાં. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત બ્રિટન અને જર્મની વચ્ચે થઈ. એ દિવસોમાં અમારી ઝેવિયર્સ કૉલેજમાં મુખ્યત્વે જર્મન પાદરીઓ હતા, પણ રખેને તેમાંથી કોઈ જાસૂસી કરે અથવા બ્રિટિશવિરોધી લાગણી ફેલાવે અથવા લોકોની આઝાદી માટેની લડતને નૈતિક ટેકો આપે એવા વહેમથી જર્મન પાદરીઓના હિંદુસ્તાનમાં આવવા પર બ્રિટિશ સરકારે નિયંત્રણો મૂક્યાં હતાં. ત્યારથી સ્પેનના પાદરીઓ ઝેવિયર્સ કૉલેજમાં આવવા લાગ્યા. થોડાં વર્ષમાં તો ઝેવિયર્સ કૉલેજમાં સ્પેનના પાદરીઓની બહુમતી થઈ ગઈ. એ ગાળામાં ફાધર બાલાગેર હિંદુસ્તાન આવ્યા હતા. તેઓ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ વંદનીય હૃદયસ્પર્શ ઝેવિયર્સ કૉલેજમાં ફિલૉસોફીના પ્રોફેસર તરીકે જોડાયા હતા. બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત અને ભારતમાં બ્રિટિશ સરકારની નીતિ ન બદલાઈ હોત તો કદાચ ફાધર બાલાગેર ભારતમાં આવ્યા હોત કે કેમ તે પ્રશ્ન છે. ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યા પછી ફાધરે મુંબઈના રોમન કેથોલિક ખ્રિસ્તીઓના વિકાસ જનરલતરીકે કામ કર્યું. ત્યાર પછીથી ૧૯૪૯માં તેઓ ઝેવિયર્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા. ઝેવિયર્સ કૉલેજના વિનયન શાખાના દરેક વિષયમાં બી.એ.માં કૉલેજમાં પ્રથમ આવનાર અને એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખનાર વિદ્યાર્થીને બે વર્ષ માટે ફેલોશિપ મળતી હતી. બી.એ.માં ૧૯૪૮માં કૉલેજમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવવાને પરિણામે ગુજરાતી વિષયની ફેલોશિપ મને મળી હતી. ફેલો તરીકે મારી નિમણૂક થઈ ત્યારે ફાધર કોઈન (Coyne) અમારા આચાર્ય હતા. બીજે વર્ષે, ૧૯૪૯માં ફાધર બાલાશેરની નિમણૂક આચાર્ય તરીકે થઈ. ફાધર બાલાગેરે આવતાંની સાથે કેટલાક ફેરફારો કર્યા. તેમાંનો એક ફેરફાર ફેલોશિપને લગતો હતો. ફેલોશિપ બે વર્ષ માટે નહિ, પણ એક વર્ષ માટે આપવી, જેથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળે. ફેલોશિપની રકમ નાની હતી, પણ મારે માટે તે બહુ કામની હતી. ફાધરે બીજા ફેલોની જેમ મને પણ મળવા બોલાવ્યો. બીજા વર્ષમાં મારી ફેલોશિપ બંધ થાય છે એમ જણાવ્યું. મેં ફાધરને કહ્યું કે, “ફેલોશિપ મળી એટલે મેં એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખ્યો. હવે તમે અધવચ્ચેથી ફેલોશિપ પાછી લઈ લો તો મારે તો અભ્યાસ છોડીને નોકરી કરવી પડશે. ફેલોશિપ વગર હું અભ્યાસ ચાલુ રાખી શકું તેમ નથી. મારી વિનંતી છે કે જે ફેરફાર તમારે કરવો હોય તે આવતા વર્ષથી અગાઉથી વિદ્યાર્થીઓને જાણ કરીને કરવો જોઈએ. મારી જેમ બીજા ફેલોએ પણ આ પ્રમાણે રજૂઆત કરી. છેવટે ફાધરે એ વર્ષે ફેલોશિપમાં ફેરફાર કરવાનું માંડી વાળ્યું. ફેલોશિપનો પ્રશ્ન આમ સંતોષકારક રીતે પતી ગયો, પરંતુ ફેલોશિપના પ્રશ્નના નિમિત્તે ફાધરના નિકટના પરિચયમાં આવવાનું મારે થયું એ મોટો લાભ મારે માટે હતો. કૉલેજના આચાર્ય તરીકે જવાબદારી સ્વીકારી લીધા પછી ફાધર બાલાગેરે કૉલેજમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા. એમણે કૉલેજને વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી કરી દીધી અને સાથે સાથે શૈક્ષણિક દૃષ્ટિએ પણ Page #294 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાશેર ૨૭૭ કૉલેજની ઘણી સારી પ્રગતિ સાધી. એમણે કૉલેજના પરિસરમાં ઘણી નવી નવી સગવડો ઊભી કરી. વિદ્યાર્થીઓ માટે શૌચાલયની પૂરતી સગવડ પણ નહોતી અને જીમખાનાની સગવડ નહોતી. તો તે માટે નવું મકાન કરાવ્યું. વૃદ્ધ અધ્યાપકો માટે લિફટની વ્યવસ્થા કરી. સ્ટાફના દરેક સભ્યને પોતાનું સ્વતંત્ર લોકર હોવું જોઈએ એ રીતે નવાં લોકર બનાવડાવ્યાં. સ્ટાફરૂમમાં ટેલિફોન અને ચા-પાણીની વ્યવસ્થા કરાવી. વિદ્યાર્થીઓ માટે મોટી કેન્ટીન કરાવી. એમણે કૉલેજમાંનાં વિદ્યાર્થીઓનાં જૂનાં મંડળોને વધુ સક્રિય કર્યા અને સોશિયલ સર્વિસ લીગ વગેરે કેટલાંક નવા મંડળો શરૂ કરાવ્યાં. રમતગમતમાં કૉલેજને આંતરકૉલેજ સ્પર્ધામાં પ્રથમ સ્થાન અપાવ્યું. સ્ટાફની બાબતો માટે સ્ટાફ કાઉન્સિલની અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે સ્ટ્રેડર્સ કાઉન્સિલની રચના કરી અને એની વખતોવખત મળતી દરેક મિટિંગમાં પોતે જાતે હાજર રહેવા લાગ્યા. એમણે વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિની તાલીમ મળે એટલા માટે “Mock Parliament' નામની પ્રવૃત્તિ ચાલુ કરી, જે જોવા માટે બહારના પણ ઘણા માણસો આવતા. કૉલેજના મૅગેઝિનમાં ગુજરાતી, મરાઠી અને હિંદી ભાષાના વિભાગ દાખલ કરાવ્યા. કૉલેજ મૅગેઝિન ઉપરાંત ઝવરિયન' નામનું માસિક બુલેટિન વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ કરાવ્યું. આવી તો ઘણી બધી નવી પ્રવૃત્તિઓ પોતાની સૂઝ, મૌલિક દષ્ટિ, ઉત્સાહ વગેરે દ્વારા એમણે શરૂ કરાવી. તેઓ પોતે યુનિવર્સિટીની જુદી જુદી સમિતિઓમાં સક્રિયપણે ભાગ લેવા લાગ્યા. બે-ત્રણ વર્ષમાં તો ચારે બાજુ ઝેવિયર્સ કોલેજનું નામ ગાજતું થઈ ગયું. ગોરા, ઊંચા, લંબગોળ ચહેરો અને ધારદાર આંખોવાળા ફાધરના ઉચ્ચારો ફ્રેન્ચ લોકોની જેમ અનુનાસિક હતા, પણ તે પ્રિય લાગે એવા હતા. રમૂજ કરવાના એમના સ્વભાવને લીધે એમના સાંનિધ્યમાં એમની ઉપસ્થિતિનો બોજો લાગતો નહિ. તેઓ લખે ત્યારે એમની પેન આંગળીના ટેરવાં પાસે નહિ, પણ બીજા વેઢા પર રહેતી. કોઈ પણ પ્રસંગે બોલવા માટે એમને પૂર્વતૈયારીની જરૂર રહેતી નહિ. તેમની ગ્રહણશક્તિ અને અભિવ્યક્તિ સતેજ હતી. સેંકડો વિદ્યાર્થીઓને તેઓ નામથી ઓળખતા. અમારી ઝેવિયર્સ કૉલેજમાં જ્યારે ફાધર કોઇન આચાર્ય હતા ત્યારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ માર્ટ્સ પ્રમાણે સીધો અપાઈ જતો. માત્ર કેટલાક વિદ્યાર્થીઓની તે માટે મુલાકાત લેવાતી હતી. ત્યારે ઝેવિયર્સમાં દાખલ થવા Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ વંદનીય હૃદયસ્પર્શ માટે એટલો બધો ધસારો પણ નહોતો. - ફાધર બાલાગેરે આચાર્ય તરીકે જવાબદારી સંભાળ્યા પછી દરેક વિદ્યાર્થીની જાતે મુલાકાત લઈ પછી એને દાખલ કરવાની પદ્ધતિ અપનાવી. કૉલેજના હૉલમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી. મુલાકાત પછી દાખલ કરવામાં આવેલા વિદ્યાર્થીને તે જ વખતે જાણ કરી દેવામાં આવતી અને તરત ફી ભરાઈ જતી. આર્ટ્સ અને સાયન્સમાં વિદ્યાર્થીઓ તો નવસો જ દાખલ કરવાના રહેતા, પણ દાખલ થવા માટે બે હજારથી વધુ વિદ્યાર્થીઓ આવતા. ફાધર દરેકની સાથે સરખી વાતચીત કરે. માફ્સ સારા હોય, પણ વિદ્યાર્થી એટલો હોશિયાર ન લાગે તો તેને દાખલ કરતા નહિ. થોડા ઓછા માર્ક્સ હોય પણ વિદ્યાર્થી હોશિયાર, ચબરાક, તેજસ્વી લાગે તો તેને દાખલ કરતા. ચારપાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓની મુલાકાત લેવાતી. જાણે મોટો મેળો જામ્યો હોય એવું દશ્ય લાગતું. ફાધર બાલાગેર સવારના આઠ વાગ્યાથી સાંજના સાત સુધી, થાક્યા વગર મુલાકાત લેવાનું કાર્ય સતત કરતા. સવારનો નાસ્તો કે બપોરનું ભોજન તેઓ જતું કરતા. વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન તેઓ આખો દિવસ વચ્ચે વચ્ચે . લીંબુનું પાણી થોડા થોડા ઘૂંટડા પીધા કરતા. એ વખતે ફાધરની કાર્યદક્ષતાથી અને અથાગ ઉત્સાહથી કામ કરવાની પદ્ધતિથી બધાંને એમને માટે બહુ માન થતું. ફાધર લાગવગને વશ થતા નહિ, તેમ એટલા બધા કડક પણ રહેતા નહિ. ફાધરને પોતાને વિદ્યાર્થીઓની આ મુલાકાતોથી લાભ થતો અને બીજી બાજુ વિદ્યાર્થીઓને પણ લાભ થતો. ફાધરની ઉદારતા અને માનવતાના પણ અનુભવો થતા. ગરીબ વિદ્યાર્થીની ફી તેઓ તે જ વખતે માફ કરી દેતા. સૌજન્યશીલતા એ ફાધરનો એક ઉચ્ચ સગુણ હતો. તેઓ દરેકને સહાયરૂપ થવા હમેશાં તત્પર રહેતા. કૉલેજના પ્રિન્સિપાલનો એક મોટો કસોટીનો કાળ તે નવા વિદ્યાર્થીઓને દાખલ કરતી વેળાનો રહેતો. ચારે બાજુથી દબાણ આવે. દબાણ આવે તે નબળા વિદ્યાર્થીઓ માટે જ હોય અને નબળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય તો કૉલેજનાં પરિણામ પર અસર પડે. ફાધર મક્કમ હતા, છતાં નિષ્ફર નહોતા. કોઈને દાખલ ન કરવો હોય તો પણ ફાધર એને પ્રેમથી સમજાવે, ક્યારેક તો સમજાવવામાં કલાક કાઢી નાખે. “ના” કહીને તરત વિદાય ન કરી દે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાગેર ૨૭૯ એક વખત કૉલેજમાં દાખલ થવા આવેલા બહારગામના એક વિદ્યાર્થીની મુલાકાત લેતાં ફાધરે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘મારા પંચ્યાશી ટકા કરતાં પણ વધારે માર્ક્સ છે એટલે સ્કૂલમાં પણ તારો પહેલો નંબર હશે !’ ‘ના, સ્કૂલમાં મારો બીજો નંબર છે.’ વિદ્યાર્થીએ કહ્યું. ‘તો પહેલે નંબરે આવનારના કેટલા ટકા માર્ક્સ છે ?' ‘એના તો નેવ્યાશી ટકા માર્ક્સ છે. એ તો બહુ જ હોશિયાર વિદ્યાર્થી છે.’ ‘તો એ કઈ કૉલેજમાં દાખલ થવાનો છે ?’ ‘ના, એ તો ભણવાનો જ નથી.' ‘કેમ ?’ ‘એ બહુ ગરીબ છોકરો છે. એની પાસે ભણવાના પૈસા જ નથી.’ ફાધર એક મિનિટ વિચારમાં પડી ગયાં... એક તેજસ્વી છોકરો ગરીબીને કારણે આગળ ભણી નહિ શકે. ફાધરે કહ્યું, ‘તું મને એ છોકરાનું નામ અને સરનામું કાગળ પર લખી આપ.’ ફાધરે તરત ને તરત ક્લાર્કને બોલાવી તે જ વખતે એ છોકરાને Reply Paid Express તાર કરાવ્યો. તારમાં જણાવ્યું કે જવા-આવવાનું ભાડું, કૉલેજની ફી, હૉસ્ટેલમાં રહેવાનો ખર્ચ વગેરે આપવામાં આવશે, માટે તરત મુંબઈ આવીને મળી જા.’ છોકરો આવી પહોંચ્યો. ગરીબ અને ગભરુ હતો, પણ ઘણો જ તેજસ્વી હતો. ફાધરે એને કૉલેજમાં દાખલ કર્યો અને બધી જ સગવડ કરી આપી. આ વાત જ્યારે અમે સ્ટાફના અધ્યાપકોએ જાણી ત્યારે ફાધરના માનવતાવાદી કરુણાભર્યા કાર્યની ભારે અનુમોદના કરી. ત્રીજી ડિસેમ્બર એટલે કૉલેજનો વાર્ષિક દિવસ, કા૨ણ કે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો એ જન્મદિવસ. એ દિવસે કૉલેજમાં રજા પડે. પહેલાંના વખતમાં એ દિવસે બીજી કંઈ પ્રવૃત્તિ રહેતી નહિ. ફાધર બાલાગેરે એ દિવસને વધુ મહિમાવંતો બનાવ્યો. એ દિવસે સાંજે ઇનામવિતરણનો કાર્યક્રમ રાખ્યો. સાથે મનોરંજનનો કાર્યક્રમ પણ હોય. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ નિમંત્રણ અપાય. એકાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીને જ અતિથિવિશેષ તરીકે બોલાવાય. કૉલેજના હજારેક જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે એ માટે કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મંચ બાંધી ઠાઠમાઠથી કાર્યક્રમ યોજાવા લાગ્યો. પછી તો મહિના અગાઉથી બધી તૈયારીઓ થવા લાગતી. વિદ્યાર્થીઓ પણ ઉત્સુકતાથી એ દિવસની રાહ જોવા Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ વંદનીય હૃદયસ્પર્શ લાગતા. કૉલેજની પ્રવૃત્તિઓમાં એક યશકલગીરૂપ આ કાર્યક્રમ બની ગયો હતો. એનો યશ ફાધર બાલાગેરના ફાળે જાય. ૧૯૫૦માં હું ગુજરાતી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયો. ગુજરાતી વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવવા છતાં કોઈ કૉલેજમાં અધ્યાપક તરીકેની નોકરી મળી નહિ. એટલે પત્રકારત્વના ક્ષેત્રમાં હું જોડાયો. મુંબઈમાં “જનશક્તિ' નામના વર્તમાનપત્રના તંત્રી વિભાગમાં મેં જવાબદારી સ્વીકારી લીધી. નોકરીને છએક મહિના થયા હશે ત્યાં એક દિવસ મારા પ્રોફેસર શ્રી મનસુખલાલ ઝવેરી મને “જનશક્તિમાં મળવા આવ્યા. મને આશ્ચર્ય થયું. એટલે પૂછ્યું, “જૂનથી ઝેવિયર્સમાં ગુજરાતીના લેક્ટર તરીકે જોડાવ ખરા? અમે તમારું નામ સૂચવ્યું છે અને ફાધર તમને સારી રીતે ઓળખે છે. એમની પણ ઈચ્છા છે કે તમે ઝેવિયર્સમાં જોડાવ.” મને જનશક્તિમાં લેક્ઝરર કરતાં પણ વધુ પગાર મળતો હતો, પણ કૉલેજમાં લેક્ટર૨ તરીકે સ્થાન મળતું હોય તો એ વધારે ગમતી વાત હતી. મારા અધ્યાપકો પ્રો. મનસુખભાઈ ઝવેરી અને પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા સાથે હું ફાધર બાલાશેરને મળ્યો. ફાધરે પોતાનો આનંદ વ્યક્ત કર્યો. ફાધરે દરખાસ્ત મૂકી. “તમે જુવાન છો, નાની ઉંમરના છો. મારી તમને વિનંતી છે કે તમે સાથે એન.સી.સી.માં ઑફિસર તરીકે પણ જોડાવ.” મેં તે માટે સંમતિ આપી અને પૂના જઈ એન.સી.સી. માટે ઇન્ટરવ્યુ પણ આપી આવ્યો. પસંદગી થઈ અને માર્ચથી જૂન સુધી બેલગામના લશ્કરી મથકમાં તાલીમ લેવાનું પણ ગોઠવાઈ ગયું. ઘણી સંસ્થાઓમાં બને છે તેમ એના મોવડીઓ કરતાં એનો કર્મચારીગણ વધુ ચતુર હોય છે. ફાધર સાથે બધી વાતચીત બરાબર થઈ ગઈ હતી, પરંતુ મારા હાથમાં એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો ત્યારે તે પાર્ટટાઇમ લેક્ટરરનો હતો. હું ફાધર પાસે પહોંચ્યો. ફાધરે હેડક્લાર્કને બોલાવ્યો. એણે કહ્યું, “પ્રો. શાહનું અધ્યાપનકાર્ય તો ર૦મી જૂનથી થશે. એન.સી.સી.ની તાલીમ માટે આપણે ચાર મહિના અગાઉથી એપોઇન્ટમેન્ટ આપવી પડે છે. આ ચાર મહિનાનો પગાર તો વગર ભણાવ્યે જ કૉલેજને આપવો પડે છે. એટલે હાલ પાર્ટટાઈમ એપોઈન્ટમેન્ટ આપી છે.' મેં કહ્યું, “કૉલેજે વગર ભણાવ્યું એ પગાર આપવો પડે છે. પરંતુ હું Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ફાધર બાલાશેર તો બીજી ફુલટાઇમ નોકરી છોડીને કૉલેજના કામ માટે તાલીમ લેવા જાઉં છું. મને તો આર્થિક નુકસાન થાય છે.” પરંતુ ફાધરે મને આગ્રહ કર્યો અને જૂનથી ફુલટાઈમ કરી આપવાનું વચન આપ્યું. છેવટે ફાધરની વિનંતી મારે સ્વીકારવી પડી. એન.સી.સી.ની તાલીમ લઈ હું મુંબઈ પાછો આવ્યો અને કૉલેજમાં જોડાઈ ગયો. જૂનમાં મને ફુલટાઇમ કરવાની વાત કૉલેજે કરી નહિ એટલે મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને વાત કરી. તેઓ ફાધર પાસે ગયા. વાતવાતમાં બે મહિના નીકળી ગયા. પછી એક દિવસ ફાધરને મળી આવીને તેઓએ મને કહ્યું, “રમણભાઈ, ફાધર તો ફુલટાઈમ કરવાની ના પાડે છે.” હેડ ક્લાર્કે કહ્યું કે “ફુલટાઇમ થવા માટે તમારે ભાગે અઠવાડિયે દસ લેક્ટર લેવાનાં હોવાં જોઈએ. પણ તમારી પાસે તો નવ લેક્ટર છે.' “પણ હું તો તેર લેક્ટર લઉં છું.' પણ ક્લાર્કે કહ્યું કે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે તમારે ભાગે નવ લેક્ટર આવે છે. તમને કૉલેજે વધારાનાં લેક્ટર આપ્યાં છે તેની યુનિવર્સિટીના નિયમ પ્રમાણે જરૂર નથી. એ તમારે ન લેવાં હોય તો તમે ના પાડી શકો છો.' મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને કહ્યું, “હું મારી ફુલટાઇમ નોકરી છોડીને કૉલેજમાં આવ્યો તે વખતે મને ફુલટાઇમની વાત કરી હતી. ફાધરે પણ ફુલટાઈમની વાત કરી હતી. હવે યુનિવર્સિટીનો નિયમ બતાવી ફુલટાઇમ કરવાની કૉલેજ ના પાડે તે બરાબર ન કહેવાય.' તેઓએ કહ્યું, “રમણભાઈ, અમે બે કલાક ફાધર સાથે માથાકૂટ કરી. કહેવાય એવા કડક શબ્દોમાં કહ્યું. પરંતુ ફાધર છેવટ સુધી મક્કમ જ રહ્યા. આવું થશે એવી અમને કલ્પના પણ નહોતી. અમે દિલગીરી છીએ કે હવે આમાં અમે બીજું કશું કરી શકીએ એમ નથી. એટલે કૉલેજમાં રહેવું કે ન રહેવું એ નિર્ણય તમારે કરવાનો છે.' એમ કરતાં કરતાં પહેલું સત્ર પૂરું થઈ ગયું. મને થયું કે નોકરી છોડતાં પહેલાં મારે ફાધરને ફરી એક વખત જાતે મળી લેવું જોઈએ. હું સમય નક્કી કરીને ફાધર પાસે ગયો. ફાધરે યુનિવર્સિટીના એ જ નિયમોની વાત કરી. મેં ફાધરને કહ્યું, ‘તમે જાણો છો કે હું ફુલટાઇમ નોકરી છોડીને અહીં આવ્યો Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ વંદનીય હૃદયસ્પર્શ છું. આ મારી માતૃસંસ્થા છે અને એને માટે મને અત્યંત પ્રેમ છે. મને અહીં ભણાવવું ગમે છે પરંતુ મારે મારા કુટુંબનું પણ જોવું જોઈએ. અમે સાધારણ સ્થિતિના માણસો છીએ. મારાં માતા-પિતા પૂછે છે કે વધારે પગારની નોકરી છોડીને ઓછા પગારની નોકરી મારે શા માટે ચાલુ રાખવી જોઈએ ?’ ફાધરે કહ્યું, ‘એ બધું સાચું, પણ કૉલેજ આમાં કશું કરી શકે એમ નથી. હું એ માટે દિલગીર છું.' ‘તો ફાધર, મારે આપણી કૉલેજની નોકરી છોડી દેવી પડશે. હું કેટલા બધા ભાવથી કૉલેજમાં જોડાયો અને હવે દુઃખ સાથે મારે કૉલેજ છોડવી પડશે. મારા ઘરની આર્થિક સ્થિતિ જોતાં હું પાર્ટટાઇમ નોકરી ચાલુ રાખી શકીશ નહિ.’ આટલું બોલતાં બોલતાં તો મારી આંખમાંથી દડદડ દડદડ આંસુ સરી પડ્યાં. હું ઊભો થઈ ગયો. ફાધર પણ ઊભા થઈ ગયા. તેઓ બોલ્યા, ‘પ્રો. શાહ, લાગણીવશ ન થાઓ.’ હું અસ્વસ્થ ચિત્તે સ્ટાફ રૂમમાં આવીને બેઠો. દસેક મિનિટ થઈ હશે ત્યાં સંદેશો આવ્યો કે ‘ફાધર તમને બોલાવે છે.' હું પહોંચ્યો. ફાધરે મને બેસાડ્યો અને મારા હાથમાં પત્ર આપતાં કહ્યું, ‘પ્રો. શાહ, તમે મારા હૃદયને હલાવી નાખ્યું. તમારે માટે તરત જ ફુલટાઇમ એપૉઇન્ટમેન્ટનો લેટર ટાઇપ કરાવી નાખ્યો. આ તમારો એપૉઇન્ટમેન્ટ લેટર. આ કૉલેજ માટેની તમારી લાગણી મને સ્પર્શી ગઈ છે. તમારા કામ માટે મને બહુ આદર છે. એન.સી.સી.માં પણ તમારું કામ વખણાય છે. આશા રાખું છું કે હવે તમારે બીજે ક્યાંય જવાનો વિચાર નહિ કરવો પડે.’ ફુલટાઇમ એપૉઇન્ટમેન્ટનો પત્ર મળતાં ફરી મારી આંખમાંથી આંસુ વહ્યાં. સ્ટાફ રૂમમાં આવી મનસુખભાઈ તથા ઝાલાસાહેબને એપૉઇન્ટમેન્ટનો પત્ર મેં વંચાવ્યો. તેઓ બંનેને બહુ આશ્ચર્ય થયું. તેઓએ કહ્યું, ‘અમે ફાધર સાથે ઘણી માથાકૂટ કરીને થાક્યા અને તમારા જવાથી આ પત્ર તરત આપી દીધો !' મેં જે પ્રમાણે બન્યું તે કહ્યું. સમસ્યાનો સુખદ અંત આવ્યો એ માટે તેઓએ પણ પોતાનો હર્ષ વ્યક્ત કર્યો. Page #300 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાશેર ૨૮૩ આ ઘટના પછી ફાધર બાલાગેર સાથે મારી આત્મીયતા વધી ગઈ. તેમાં પણ તેઓ વારંવાર એન.સી.સી.ની પરેડ જોવા આવતા અને એન.સી.સી.ના કેમ્પમાં પણ આવતા. એથી પણ આત્મીયતામાં ઉમેરો થતો રહ્યો હતો. - ઝેવિયર્સ કૉલેજમાં એન.સી.સી.ના અમારા કેડેટોની કંપની તે “બી” કંપની હતી. એ. બી.સી. અને ડી. એ ચાર કંપનીના બેટેલિયનના વાર્ષિક કૅમ્પમાં સ્પર્ધાઓ થતી અને તેમાં શ્રેષ્ઠ કંપનીની ટ્રોફી અમારી “બી” કંપનીને મળતી. તેમાં ફાધર બાલાગેરનું પ્રોત્સાહન ઘણું રહેલું. એન.સી.સી.માં હું ત્યારે લેફટનન્ટ હતો. ફાધર બાલાગેર અમારા એન.સી.સી. કૅમ્પની દર વર્ષે મુલાકાત લેતા અને બે દિવસ રોકાતા. સામાન્ય રીતે અન્ય કૉલેજના પ્રિન્સિપાલો જવલ્લે જ કેમ્પની મુલાકાત લેતા. ફાધર વાર્ષિક સ્પર્ધાઓના આગલે દિવસે આવી જતા. કૉલેજના બધા કેડેટોને અમે એકત્ર કરતા અને ફાધર તેઓને ઉભોધન કરતા. બીજાને જશ આપવાની ફાધરની નીતિ રહેતી. તેઓ અમારા કંપની કમાન્ડરની અને ઑફિસરોની ભારે પ્રશંસા કરતા. કેટડો ઉત્સાહી થઈ જતા અને પરેડ તથા બીજાં બધાં કામ ચીવટ અને ખંતપૂર્વક કરતા. અમને ઑફિસરોને ખાતરી થઈ ગઈ હતી કે ફાધરના આવવાથી જરૂર ફરક પડે જ છે. એક વખત અમારો વાર્ષિક કેમ્પ દેવલાલીમાં હતો. ફાધર એ કૅમ્પમાં આવવાના હતા. પરંતુ એમને બહારગામથી મુંબઈ પાછા આવતાં મોડું થઈ ગયું અને મુંબઈથી દેવલાલીની સવારની ટ્રેન તો નીકળી ગઈ. એ દિવસોમાં ટ્રેન ઓછી હતી. તેમાં પણ દેવલાલી સ્ટેશને ઊભી રહેનારી ટ્રેન તો એથી પણ ઓછી હતી. હવે કરવું શું? ફાધર વિમાસણમાં પડી ગયા. મુંબઈથી દેવલાલી સુધીનો મોટરકારનો રસ્તો ઘણો જ ખરાબ હતો. છથી આઠ કલાકે મોટરકાર પહોચે. પણ મોટરકારની વ્યવસ્થા તરત થઈ શકે એમ નહોતી. કૉલેજના ઑફિસમાં કામ કરતા બ્રધર સાબાતે મોટરસાઈકલ ચલાવતા. ફાધર બાલાગેરે તેમને પૂછી જોયું કે મોટરસાઇકલ પર તેઓ તેમને દેવલાલી લઈ જઈ શકે કે કેમ ? બ્રધરે કહ્યું કે રસ્તો ઘણો હાડમારીવાળો અને થકવનારો છે, છતાં ફાધરની આજ્ઞા થાય તો પોતે તેમને લઈ જવા તૈયાર છે. ફાધરને પાછળની સીટ પર બ્રધરના ખભા પકડીને બેસવાનું હતું. ફાધરે હિંમત કરી અને બ્રધરને કહ્યું કે પોતે દેવલાલી જવા તૈયાર છે. મોટરસાઈકલ પર આઠ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ વંદનીય હૃદયસ્પર્શ કલાકની મુસાફરી કરીને ફાધર આવી પહોંચ્યા. એથી એમને ઘણો પરિશ્રમ પડ્યો હતો. પણ એમના આગમનથી કેડેટોનો ઉત્સાહ વધી ગયો. ફાધર વિદ્યાર્થીઓના અને કૉલેજના કામ માટે શારીરિક કષ્ટની પરવા ન કરતા. એક વખત ભર ઉનાળામાં વૈશાખ મહિનામાં ફાધરને બનારસ અને અલ્હાબાદમાં ત્યાંની યુનિવર્સિટીઓના કાર્યક્રમમાં ભાગ લેવા જવાનું થયું. ઘણાંએ કહ્યું કે ‘આવી અસહ્ય ગરમીમાં તમારાથી જવાય નહિ. તમે વિદેશી છો. તમને ગરમી વધુ લાગશે.’ પરંતુ ત્યાં જવા માટે ફાધર દૃઢનિશ્ચય હતા. એ દિવસોમાં એરકંડિશનની સગવડ રેલવેમાં, યુનિવર્સિટીના અતિથિગૃહમાં કે હૉટેલોમાં હજુ થઈ નહોતી, ફાધર ગયા અને કાર્યક્રમોમાં હાજરી આપી પાછા આવ્યા. અમે પૂછ્યું, ‘ફાધર, તમને ગરમી કેવી લાગી ?’ ફાધરે કહ્યું, ‘મને જરાય ગરમી લાગી નથી. ત્યાં ગરમી સખત પડતી હતી, પણ મેં મારો પોતાનો ઉપાય શોધી કાઢ્યો હતો. હું બહુ ખાતો નહિ, લીંબુનું તાજું બનાવેલું ઠંડુ શરબત વધારે પીતો અને ખાસ તો દિવસમાં ચાર વખત ઠંડા પાણીથી નાહતો. એથી મને જરાય ગરમી લાગી નહિ.' ફાધર કેવા ખડતલ હતા તે આવા પ્રસંગો પરથી જોઈ શકાય છે. ફાધર બહારગામ કાર્યક્રમોમાં ભાગ લેવા ઘણું જતા. રેલવેમાં રિઝર્વેશન મળે ન મળે તેની બહુ દરકાર કરતા નહિ. ક્યારેક રિઝર્વેશન વગરના ડબ્બામાં રાતની મુસાફરીમાં બેસવાની જગ્યા મળી ન હોય તો નીચે કશુંક પાથરીને બેસી જતા. ફાધરમાં પોતાના પદની કે મોટાઈની જરા પણ સભાનતા નહોતી. એક વખત ફાધર બાલાગેર વિદ્યાર્થી સાથે સમાજસેવા માટેના એક કૅમ્પમાં જઈને રહ્યા હતા. પરંતુ એ ગીચ ગંદા વિસ્તારમાં રહેવાને કારણે ફાધરને સખત તાવ આવ્યો. બધાએ ફાધરને આગ્રહ કર્યો કે એમણે કૉલેજમાં પાછા ચાલ્યા જવું જોઈએ. પણ ફાધરે કહ્યું કે તાવ તો ઊતરી જશે. માટે તેઓ કૅમ્પ પૂરો થાય ત્યાં સુધી રોકાશે જ. ફાધરનો આગ્રહ એટલો બધો હતો કે કોઈ એમને સમજાવી શકતું નહિ. તાવની ખબર પડતાં કૉલેજના રેક્ટર ફાધર સન્માર્તિ કૅમ્પમાં આવી પહોંચ્યા. એમણે જોયું કે ફાધર બાલાગેર તાવથી પથારીવશ છે. એટલે એમણે ફાધર બાલાગેરને વિનંતી કરી કે તેઓએ કૉલેજમાં પાછા આવી જવું જોઈએ. પણ ફાધર બાલાગેર એકના બે ન થયા. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ ફાધર બાલાશેર કલાક માથાકૂટ ચાલી હશે. ફાધર રેક્ટરને લાગ્યું કે ફાધર બાલાગે એટલા બધા મક્કમ છે કે માનશે નહિ. માટે હવે બીજું શસ્ત્ર અજમાવવું પડશે. કૉલેજમાં પ્રિન્સિપાલની ઉપરની પદવી તે રેક્ટરની. ફાધર સન્માર્તિએ કહ્યું, “ફાધર બાલાગે૨, હું તમને વિનંતી કરીને થાક્યો, પણ તમે માનતા નથી. હવે હું રેક્ટર તરીકે તમને આજ્ઞા કરું છું કે તમારે કૅમ્પ છોડીને મારી સાથે મુંબઈ આવવાનું છે.' ઉપરી ફાધરની આજ્ઞા થતાં એક શબ્દ બોલ્યા વિના અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ફાધર પથારીમાં તરત બેઠા થઈ ગયા. બે મિનિટમાં પોતાની બધી વસ્તુઓ બૅગમાં ગોઠવી લઈને તૈયાર થઈ ગયા અને ફાધર સન્માપ્તિ સાથે મુંબઈ આવી ગયા. ઉપરીઓ પ્રત્યે ફાધર બાલાગે કેવા આદરભાવવાળા અને વિનયવાળા હતા તે આ પ્રસંગ પરથી જોઈ શકાય છે. ફાધર બાલાગેરે ઝેવિયર્સ કૉલેજના આચાર્ય તરીકે ૧૯૪૯થી ૧૯૫૮ સુધી કામ કર્યું. ખ્રિસ્તી મિશનરી પાદરીઓની એક પ્રથા સારી છે કે કોઈ પણ હોદ્દા પરની વ્યક્તિ જીવનના અંત સુધી એ હોદ્દા ઉપર જ રહે એવું અનિવાર્ય નથી. સામાન્ય રીતે પાંચથી નવ વર્ષ સુધી કોઈ પણ ફાધર એ હોદ્દા પર રહે, પછી નિવૃત્ત થાય. નિવૃત્ત થયેલા ફાધરને બીજા કોઈ ફાધરના હાથ નીચે અધ્યાપક તરીકે કામ કરવામાં કોઈ શરમ-સંકોચ નડે નહિ. ફાધર બાલાગેરનું વ્યક્તિત્વ જ એવું વાત્સલ્યભર્યું હતું કે સૌ એમના તરફ ખેંચાય. ઝેવિયર્સ કૉલેજના અગાઉના પ્રિન્સિપાલ ફાધરો એકંદરે સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં બહુ ભળતા નહિ. તેઓ કૉલેજમાં પિરિયડ લીધા પછી પોતાના અલગ આવાસમાં જ ઘણું ખરું ચાલ્યા જતા. ફાધર બાલાશેર બધા વિદ્યાર્થીઓ સાથે અને સ્ટાફના સભ્યો સાથે ભળી જતા. પોતે મોટા છે અથવા પોતાનો સમય બહુ કીમતી છે એવું ક્યારેય લાગવા ન દે. મળે તો રસ્તામાં ઊભા રહીને આપણી સાથે નિરાંતે વાત કરે. સામાન્ય રીતે કૉલેજના બીજા ફાધરો કરતાં ફાધર બાલાગેર લોકસંપર્ક વધુ રાખતા હતા. બહારના સામાજિક કાર્યક્રમોમાં જતા. અધ્યાપકો કે વિદ્યાર્થીઓના લગ્નપ્રસંગે પણ હાજરી આપતા ઝેવિયર્સ કૉલેજમાં ૧૯૫૧માં હું જોડાયો અને ૧૯૫૩માં મારાં લગ્ન હતાં. મેં ફાધરને નિમંત્રણ આપ્યું. ફાધર અમારા લગ્નપ્રસંગે પધાર્યા હતા અને દોઢેક કલાક બેસી આવેલા બધા Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ વંદનીય હૃદયસ્પર્શ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે પણ હળ્યામળ્યા હતા. કૉલેજમાંથી ભણી ગયેલા કોઈ ગુજરાતી વિદ્યાર્થીના લગ્નની કંકોતરી મળી હોય તો ફાધર મને કોઈક વખત સાથે આવવા માટે પણ કહેતા, કારણ કે એ વિદ્યાર્થી સિવાય અન્ય કોઈને ફાધર ઓળખતા ન હોય. ફાધર બાલાગેર સ્વતંત્રતા પૂર્વે બ્રિટિશ રાજયના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા હતા. તેઓ સ્પેનના વતની હતા. તેઓ ગોરા હતા. જૂના વખતમાં યુરોપથી આવેલા ગોરા પાદરીઓ અને ભારતના બિનગોરા પાદરીઓ વચ્ચે ક્યાંક ક્યાંક અંતર રહેતું. કેટલાક ગોરા પાદરીઓમાં ગુરુતાગ્રંથિ રહેતી. તેઓ ભારતીય પાદરીઓ સાથે બહુ ભળતા નહિ, અતડા રહેતા. ફાધર બાલાગેરના મનમાં કે વર્તનમાં ગોરા-કાળા વચ્ચેનો કોઈ ભેદ રહેતો નહિ. તેઓ બધા સાથે પ્રેમથી હળીમળી જતા. ફાધર બાલાગેરે પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા પછી કેટલોક સમય ફાધર રેક્ટર તરીકે કામ કર્યું. ત્યાર પછી એમણે સૌથી મહત્ત્વનું કાર્ય કર્યું તે ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ૩૮માં આંતરરાષ્ટ્રીય ખ્રિસ્તી કોંગ્રેસના મહામંત્રી તરીકેનું હતું. બે વર્ષ અગાઉથી દિવસરાત ફાધર એ કામમાં લાગી ગયા. એમની વ્યવસ્થાશક્તિની, સૂઝની, દીર્ધદષ્ટિની, સેવાભાવનાની, વિનમ્રતાની, દેશ-વિદેશના હજારો મહેમાનોને સુંદર પ્રતીતિ થઈ. કોઈ પણ વ્યક્તિ એમને સહેલાઈથી મળી શકે અને દરેકની વાત તેઓ યાદ રાખે. એ દિવસોમાં ફાધરને થોડા દિવસ તાવ આવ્યો હતો, પરંતુ પથારીમાં સૂતાં સૂતાં પણ તેઓ વારાફરતી દરેકને બોલાવતા અને સૂચનાઓ આપતા. એવી જ રીતે ૧૯૬૯માં “ચર્ચ ઇન ઇન્ડિયા' નામના સેમિનાર વખતે પણ એમણે એવું જ સરસ કામ કર્યું હતું. ફાધર બાલાગેરે પોતે મુંબઈમાં હતા ત્યાં સુધી સક્રિય પણ વિવિધ પ્રકારની જવાબદારી અદા કરી હતી. ૧૯૭૨માં એમને સિકંદરાબાદમાં પાદરીઓને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવી. ૧૯૭૨માં એમની દોરવણી હેઠળ સિકંદરાબાદમાં ‘અમૃતવાણી' નામનું કોમ્યુનિકેશન સેન્ટર સ્થાપવામાં આવ્યું. ફાધરે એના સ્થાપક અને ડાયરેક્ટર તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું. ૧૯૯૦માં તેઓ ઉંમર તથા તબિયતને કારણે એમાંથી નિવૃત્ત થયા. ફાધર બાલાગેર ભારતમાં આવ્યા ત્યારથી જીવનના અંત સુધી તેઓ Page #304 -------------------------------------------------------------------------- ________________ ફાધર બાલાગેર ૨૮૭ ભારતમાં જ રહ્યા. છેલ્લાં કેટલાક વર્ષોથી યુરોપથી અને તેમાં પણ ખાસ કરીને સ્પેનથી આવેલા ફાધરોને નિવૃત્ત થયા પછી પોતાના વતનમાં ફરજ સોંપવામાં આવે છે. એ રીતે કેટલાક ફાધરો નિવૃત્ત થઈને પાછા સ્પેન ચાલ્યા ગયા છે અને ત્યાં તેઓ પોતાને સોંપવામાં આવેલી ફરજો બજાવે છે. પરંતુ ફાધર બાલાગેર ભારતમાં જ રહ્યા. સામાન્ય રૉમન કૅથોલિક સંપ્રદાયમાં જેસ્યુઇસ્ટ પાદરી કે સાધ્વી તરીકે બાળબ્રહ્મચારીની જ પસંદગી થાય છે. એટલે પંદર-સત્તર વર્ષની ઉંમરનાં છોકરાં-છોકરીઓને પસંદ કરવામાં આવે કે જેથી ગૃહસ્થજીવનમાં તેઓ દાખલ થવાનો વિચાર સેવે તે પહેલાં તેઓ પાદરી બની ગયાં હોય. અન્ય કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયમાં પરણેલી વ્યક્તિ પણ ગૃહસ્થ જીવન છોડીને સાધુસાધ્વી થઈ શકે છે. છેલ્લા કેટલાક દાયકાથી રોમન કૅથોલિક સંપ્રદાયના પાદરીઓને અને સાધ્વીઓને માટે ધાર્મિક વિધિ સિવાય ઝભ્ભો પહેરવાનું ફરજિયાત રહ્યું નથી. રસ્તામાં તેઓ ચાલ્યા જતા હોય તો અજાણ્યાને ખબર ન પડે કે આ કોઈ ખ્રિસ્તી પાદરી છે. પરંતુ જૂની પેઢીના ઘણા પાદરીઓએ પોતાના ઝભ્ભાનો ત્યાગ કર્યો નથી. ફાધર બાલાગેર પણ જૂની પ્રણાલિકાના ફાધર હતા. એમણે જીવનના અંત સુધી પોતાના પાદરી તરીકેના પહેરવેશને જ ચાલુ રાખ્યો હતો. ૯૧ વર્ષની ઉંમર પછી ફાધરનું શરીર ઘસાવા લાગ્યું હતું. ૯૩ વર્ષની ઉંમરે એમને ચાલવામાં તકલીફ પડવા લાગી હતી. તેઓ લાકડી લઈને ધીરે ધીરે ડગલાં માંડતા હતા. કોઈક કહેતું કે, ‘ફાધર, તમારે લાકડી લેવી પડે છે ?’ તો ફાધર પ્રસન્નતાથી કહેતા કે, ‘ભાઈ, ૯૩ વર્ષે આ શરીર પાસે આથી વધારે શી અપેક્ષા રાખી શકાય ? આટલી મોટી ઉંમરે શરીર ટકી શક્યું છે એ જ આનંદની વાત છે.' ફાધર બાલાગે૨ને એક વખત પૂછવામાં આવ્યું કે, ‘તમે સ્પેનથી આવીને જીવનપર્યંત ભારતની સેવા કરી છે તો ભારત તમારા માટે શું કરી શકે ?' ફાધરે કહ્યું, ‘મેં મારું કર્તવ્ય બજાવ્યું છે. હું ભારતવાસી થઈને રહ્યો છું. ભારતીય સંસ્કારો મારા લોહીમાં આવ્યા છે. ભારત પાસેથી બદલાની કોઈ આશા મારે રાખવાની ન હોય. મારે જો માગવાનું હોય તો એટલું જ માગું કે મારા મૃત્યુ વખતે મારા શરીરને દફનાવવા માટે છ ફૂટની જગ્યા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ વંદનીય હૃદયસ્પર્શ જોઈશે. આ છ ફૂટની જગ્યા સિવાય બીજું કશું મારે જોઈતું નથી.” ફાધર દિવસે દિવસે વધારે અંતર્મુખ બનતા જતા હતા. તેઓ આધ્યાત્મિકતા તરફ વધુ ઢળવા લાગ્યા હતા. તેઓ પ્રાર્થના અને ધ્યાન માટે અગાઉ કરતાં વધુ સમય આપતા હતા. પોતાનું મૃત્યુ નજીક આવી રહ્યું છે એમ તેમને લાગતું અને તે માટે તેઓ સજ્જ હતા. તેઓ કહેતા કે “સંસારના લોકોની નજરમાં મોટા દેખાવું એના કરતાં પરમાત્માની નજરમાં મોટા દેખાવું એ વધારે સારું છે.” ફાધર પુનર્જન્મમાં માનતા હતા. છેલ્લે છેલ્લે તેઓ કહેતા કે, “મારો પુનર્જન્મ આ પૃથ્વીની બહાર, વિશ્વના બીજા કોઈ ભાગમાં થવાનો છે, એમ મને લાગ્યા કરે છે.' - ફાધર બાલાગેર માનવ નહિ, પણ મહામાનવ જેવા હતા. એમની પ્રતિભા વિરલ હતી. એમનું વ્યક્તિત્વ અનેકને પોતાના તરફ ખેંચે એવું હતું. બીજાનું હૃદય જીતવાની કળા એમને સહજ હતી. મુંબઈમાં અને પછી સિકંદરાબાદમાં એમના ગાઢ સંપર્કમાં આવેલી વ્યક્તિ ખ્રિસ્તી હોય કે બિનખ્રિસ્તી હોય તે દરેકને એમ લાગતું કે ફાધર અમારા છે. ફાધર બાલાગેર મારે માટે તો વાત્સલ્યસભર ફાધર જેવા જ હતા. એમને યાદ કરું છું ત્યારે એમનાં અનેક સ્મરણો નજર સામે તરવરે છે. ફાધર બાલાગેરના દિવ્યાત્માને માટે શાન્તિ પ્રાર્થ છું! Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ડૉ. ભોગીલાલ સાંડેસરા સંસ્કૃત, પ્રાકૃત અને મધ્યકાલીન જૂની ગુજરાતી ભાષાના પ્રકાંડ પંડિત, જૈન આગમ ગ્રંથોના અભ્યાસી, સમગ્ર ગુજરાતમાં યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાએ યુવાન વયે પ્રોફેસર તરીકે નિયુક્ત થનાર પ્રથમ અધ્યાપક, ગુજરાતી સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ, રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનાર પાટણના વતની ડૉ. ભોગીલાલ સાંડેસરાનું ૭૮ વર્ષની વયે અમેરિકામાં એમના પુત્રને ત્યાં અવસાન થયું. છેલ્લા કેટલાક સમયથી તેમને કેન્સરની બીમારી હતી. ડૉ. સાંડેસરાનાં દીકરા-દીકરી બધાં અમેરિકામાં રહે છે. એટલે છેલ્લાં કેટલાંક વર્ષથી તેઓ અમેરિકા આવજા કરતા હતા. આ વખતે તેઓ સતત લગભગ ત્રણ વર્ષ ત્યાં રહ્યા. એમના સાથી અધ્યાપક અને ગાઢ મિત્ર ડૉ. રણજિતભાઈ પટેલ (અનામી) અવારનવાર મને ડૉ. સાંડેસરાના સમાચાર આપતા રહેતા. કેટલાક વખત પહેલાં એમણે મને લખ્યું હતું કે જાન્યુઆરીમાં ડૉ. સાંડેસરા વડોદરા આવવાના છે. પરંતુ તેઓ આવે તે પહેલાં જ તેમના સ્વર્ગવાસના સમાચાર આવ્યા. છેલ્લા કેટલાક વખતથી સાંડેસરા દંપતીનું સ્વાથ્ય સારું રહેતું નહોતું. એટલે અમેરિકા કરતાં ભારતમાં રહેવું વધુ ગમતું હતું છતાં તબિયતને કારણે અને એમના દીકરા ડૉક્ટર હોવાને કારણે વૃદ્ધાવસ્થામાં અમેરિકામાં રહેવાનું વધુ અનુકૂળ રહેતું હતું. વિદેશમાં પોતે દેહ છોડશે એવું તેમણે સ્વપ્નેય ધાર્યું નહિ હોય ! મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ મારા રસનો વિષય હોવાથી છેલ્લાં ઘણાં વર્ષથી ડો. સાંડેસરા સાથે મારે આત્મીય સંબંધ થયો હતો. વડોદરામાં હતા ત્યારે “પ્રબુદ્ધ જીવનનો અંક મળતાં તેઓ અવારનવાર મારા લેખ માટે સરસ પ્રતિભાવ દર્શાવતા. ડૉ. સાંડેસરાના જવાથી મને એક મુરબ્બી માર્ગદર્શકની ખોટ પડી છે. ડૉ. ભોગીલાલ સાંડેસરાનો જન્મ ઈ. સ. ૧૯૧૭માં પાટણમાં થયો હતો. એમના પિતાનું નામ જયચંદભાઈ ઈશ્વરદાસ સાંડેસરા અને માતાનું Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ વંદનીય હૃદયસ્પર્શ નામ મહાલક્ષ્મી હતું. એમના પિતા પાટણ છોડી અમદાવાદમાં રેશમનો વેપાર કરવા આવ્યા હતા. આથી ડૉ. સાંડેસરાએ શાળાનો અભ્યાસ અમદાવાદમાં ચાલુ કર્યો હતો. તેઓ જ્યારે આઠ વર્ષની ઉંમરના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. એટલે એમનું કુટુંબ અમદાવાદ છોડી પાછું પાટણ આવ્યું અને ડૉ. સાંડેસરાએ અને એમના નાનાભાઈ ઉપેન્દ્રરાય સાંડેસરાએ પાટણની હાઇસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. ડૉ. સાંડેસરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. પરંતુ મેટ્રિકની પરીક્ષામાં ૧૯૩૩માં તેઓ બેઠા ત્યારે નાપાસ થયા. એમનો ગણિતનો વિષય ઘણો કાચો હતો. એ દિવસોમાં મેટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટી લેતી. ત્યારે બધા જ વિષય ફરજિયાત હતા અને દરેક વિષયમાં પાસ થવાનું ફરજિયાત હતું. જેનો એક વિષય કાચો હોય તે જિંદગીમાં ક્યારેય મેટ્રિક પાસ ન થઈ શકે અને કૉલેજમાં જઈ ન શકે. ડૉ. સાંડેસરા ૧૯૩૪માં ફરી મેટ્રિકની પરીક્ષામાં બેઠા, પરંતુ બીજી વાર પણ ગણિતનું પેપર સારું ગયું ન હતું. તેમને આવડેલા દાખલાના માર્ક્સ ગણી જોયા તો પાસ થવા માટે ચાર માર્ક્સ ખૂટતા હતા. પરંતુ એ વર્ષે એવી ઘટના બની કે પરીક્ષકોથી ગણિતનો એક દાખલો ખોટો પુછાઈ ગયો હતો. પરીક્ષકોની એમાં ભૂલ હતી. પરીક્ષામાં પુછાયેલા આ ખોટા દાખલા સામે વિદ્યાર્થીઓનો અને એમના વાલીઓનો ઘણો વિરોધ થયો. છેવટે મુંબઈ યુનિવર્સિટીએ જાહેર કર્યું કે મેટ્રિકની પરીક્ષામાં ગણિતના વિષયમાં પુછાયેલા આ ખોટા દાખલા માટે દરેક વિદ્યાર્થીને છ માર્ક્સ ઉમેરી આપવામાં આવશે. એનો લાભ ડૉ. સાંડેસરાને પણ મળ્યો અને તેઓ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. કૉલેજમાં હવે ગણિતનો વિષય લેવાનો રહ્યો ન હતો. એટલે ડૉ. સાંડેસરાએ અમદાવાદ આવી ત્યાંની ગુજરાત કૉલેજમાં અભ્યાસ ચાલુ કર્યો. તેઓ ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા અને ત્યા૨ પછી એમ.એ.માં ગુજરાતી વિષયમાં પ્રથમ નંબરે આવવા માટે એમને કેશવલાલ ધ્રુવ ચંદ્રક મળ્યો હતો. ડૉ. સાંડેસરા પાટણની હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે એક ઘટનાએ તેમના જીવનને સરસ વળાંક આપ્યો હતો. એ દિવસોમાં મુનિ જિનવિજયજી પાટણ પધાર્યા હતા અને જૈન બોર્ડિંગમાં ઊતર્યા હતા. તેઓ સિંઘી સિરિઝના ગ્રંથોના સંપાદનનું કાર્ય કરતા હતા. તેઓ પાટણના જ્ઞાન Page #308 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ભોગીલાલ સાંડેસરા ૨૯૧ ભંડારની હસ્તપ્રતોની માહિતી એકત્ર કરવા આવ્યા હતા. એ વખતે ડૉ. સાંડેસરાને મુનિ જિનવિજયજીને મળવાનું થયું હતું. એક કિશોર તરીકે તેમને જિજ્ઞાસા થઈ કે મુનિશ્રી જિનવિજયજી કેવા પ્રકારનું કામ કરે છે. તેઓ તેમની સાથે જ્ઞાન ભંડારમાં જવા લાગ્યા. એ વિષયમાં એમને પણ રસ પડ્યો. ત્યારે તેમની ઉંમર પંદરેક વર્ષની હતી. એ વખતે મુનિશ્રી પુણ્યવિજયજીનું ચાતુર્માસ પાટણમાં હતું. એટલે મુનિ જિનવિજયજી કિશોર સાંડેસરાને પુણ્યવિજયજી પાસે લઈ ગયા અને ત્યારથી સાંડેસરા મુનિ પુણ્યવિજયજી પાસે જવા લાગ્યા અને જૂની હસ્તપ્રતોમાં રસ લેવા લાગ્યા. પુણ્યવિજયજી સાથેનો એમનો સંબંધ વધતો ગયો એને લીધે ડૉ. સાંડેસરાને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રસ પડવા લાગ્યો અને પંદરેક વર્ષની કિશોર વયે તેઓ મુનિશ્રી પુણ્યવિજયજીએ આપેલી તાલીમને લીધે જૂની જૈન દેવનાગરી લિપિમાં લખાયેલી હસ્તપ્રતો પણ વાંચતા થઈ ગયા હતા. ત્યારપછી પુણ્યવિજયજી મહારાજના માર્ગદર્શન હેઠળ એમણે મધ્યકાલીન કવિ માધવકૃત “રૂપસુંદર કથા' નામની કૃતિનું સંપાદનકાર્ય ચાલુ કર્યું. અઢારેક વર્ષની ઉંમરે તેમણે તૈયાર કરેલું આ શાસ્ત્રીય સંપાદન એટલું સરસ હતું કે મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ એ છાપવા માટે સ્વીકાર્યું. આ કૃતિ પ્રગટ થતાં ડૉ. સાંડેસરાને ગુજરાતી વિદ્વત્ જગતમાં સારી ખ્યાતિ મળી. વળી એ પુસ્તક યુનિવર્સિટીના એમ.એ.ના પાઠ્યક્રમમાં મૂકવામાં આવ્યું. ડૉ. સાંડેસરા તો ત્યારે હજુ મેટ્રિક પણ થયા નહોતા. મેટ્રિક પાસ થયા પછી ૧૯૪૩માં જ્યારે તેઓ એમ.એ.નો અભ્યાસ કરવા લાગ્યા ત્યારે એમ.એ.નાં પાઠ્યપુસ્તકોમાં એક પુસ્તક “રૂપસુંદર કથા' હતું. પોતાનું જ સંપાદિત કરેલું પુસ્તક પોતાના અભ્યાસક્રમમાં હોય એ કંઈ જેવીતેવી સિદ્ધિ ન કહેવાય. ડૉ. સાંડેસરાને મુનિશ્રી પુણ્યવિજયજી પાસેથી અને મુનિશ્રી જિનવિજયજી પાસેથી પ્રાચીન ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત સાહિત્યના અભ્યાસની.દીક્ષા મળી. એ બંને મુનિવરો હયાત હતા ત્યાં સુધી તેમને એમની પાસે જવાનું નિયમિત રહેતું. મુનિશ્રી જિનવિજયજીના સ્વર્ગવાસ પછી ડૉ. સાંડેસરાએ એમનું જીવનચરિત્ર પણ લખ્યું હતું. મધ્યકાલીન સાહિત્યનાં ડૉ. સાંડેસરામાં રસ અને રુચિને બીજી એક રીતે પણ પોષણ મળતું રહ્યું હતું. પાટણની હાઈસ્કૂલમાં એ વખતે ત્યાંના જાણીતા Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ વંદનીય હૃદયસ્પર્શ સંશોધક વિદ્વાન શ્રી રામલાલ મોદી એક શિક્ષક તરીકે નોકરી કરતા હતા. આ રામલાલ મોદીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસમાં ઘણો રસ હતો. તેઓ સ્કૉલર હતા. પાટણના કવિ ભાલણ વિશે તેમણે ઘણું સંશોધનકાર્ય કર્યું હતું. વિદ્યાર્થી તરીકે ડૉ. સાંડેસરા પોતાના એ શિક્ષકના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા હતા. એને લીધે સાહિત્યના સંશોધનના ક્ષેત્રમાં એમને રસ પડ્યો હતો. શ્રી રામલાલ મોદી ઉપરાંત પાટણ હાઇસ્કૂલના હેડમાસ્તર શ્રી કલ્યાણરાય જોશી પણ સાહિત્યના સંશોધનમાં રસ ધરાવતા હતા અને એમની પાસેથી પણ ડૉ. સાંડેસરાને પ્રેરણા અને માર્ગદર્શન મળતાં રહ્યાં હતાં. આમ શાળામાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન મધ્યકાલીન સાહિત્યના સંશોધનના વિષયમાં વધુ રસ લેવાને કારણે શાળામાં અભ્યાસમાં ડૉ. સાંડેસરાના બીજા કેટલાક વિષયો કાચા રહી ગયા હતા, જેમાં ગણિતનો વિષય મુખ્ય હતો. કૉલેજમાં અભ્યાસ કરતા હતાં ત્યારે ડૉ. સાંડેસરા આજીવિકા અર્થે સાથે સાથે નોકરી પણ કરતા હતાં. તેઓ “પ્રજાબંધુ' સાપ્તાહિકમાં જોડાયા હતા, અને “ગુજરાત સમાચાર'ના તંત્રી વિભાગમાં પણ કામ કરવા લાગ્યા હતા. એ સમયમાં તેઓ “પ્રજાબંધુ'ના તંત્રી, પીઢ પત્રકાર અને નવલકથાકાર શ્રી ચુનીલાલ વર્ધમાન શાહના ગાઢ પરિચયમાં આવ્યા હતા. એમ.એ. થયા પછી ડૉ. સાંડેસરા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા)માં અનુસ્નાતક વિભાગમાં જોડાયા હતા અને એના નિયામક ડૉ. રસિકલાલ પરીખના સંપર્કમાં આવ્યા હતા. એમના માર્ગદર્શન હેઠળ એમણે “મહાઅમાત્ય વસ્તુપાળનું સાહિત્ય મંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેમનો ફાળો' એ વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તદુપરાંત ગુજરાત વિદ્યાસુભામાં શ્રી ઉમાશંકર જોશીએ “પુરાણોમાં ગુજરાત' એ વિષય પર જેમ સંશોધનગ્રંથ તૈયાર કર્યો તેમ ડૉ. સાંડેસરાએ “જૈન આગમોમાં ગુજરાત” એ વિષય પર સંશોધનગ્રંથ તૈયાર કર્યો હતો. જૂના વડોદરા રાજ્યના રાજા સયાજીરાવ ગાયકવાડ સુશિક્ષિત, બાહોશ, પ્રજાવત્સલ અને દીર્ઘ દૃષ્ટિવાળા રાજા હતા. પોતાના રાજયના વિકાસકાર્યમાં તેઓ સતત રસ લેતા રહેતા હતા. એ દિવસોમાં ભારતનાં છસો કરતાં વધુ દેશી રાજ્યોમાં આંગળીના વેઢે ગણી શકાય એવા વિકાસશીલ રાજય તરીકે Page #310 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ભોગીલાલ સાંડેસરા ૨૯૩ વડોદરા રાજ્યની ગણના થતી હતી. સયાજીરાવનું એ સ્વપ્ન હતું કે પોતાના રાજ્યમાં એક યુનિવર્સિટીની સ્થાપના થાય. એમણે આજથી સિત્તેર વર્ષ પહેલાં એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમ યુનિવર્સિટીની સ્થાપના માટે અનામત ફાળવી રાખી હતી, પરંતુ અંગ્રેજ શાસનકાળ દરમિયાન એ યુનિવર્સિટી થઈ શકી નહિ. ભારતને આઝાદી મળ્યા પછી વડોદરા શહેરની જુદી સ્વતંત્ર ‘મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી'ની સ્થાપના થઈ, અને એના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે શ્રીમતી હંસાબહેન જીવરાજ મહેતાની નિયુક્તિ થઈ હતી. ત્યાર પછી મુંબઈ અને ગુજરાત યુનિવર્સિટીમાં યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અનુસાર ગુજરાતી વિષયના પ્રોફેસરનો હોદ્દો સર્વપ્રથમ સયાજીરાવ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યો. પગાર તથા ગૌરવની દષ્ટિએ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો આ સર્વોચ્ચ હોદ્દો હતો. એ માટે કોની નિમણૂક થાય છે તે જાણવા ગુજરાતનું સાહિત્ય જગત અને અધ્યાપકજગત ઉત્સુક હતાં. સૌને એમ હતું કે આવું ઊંચું પદ શ્રી ઉમાશંકર જોશીને મળી શકે. પરંતુ એ દિવસોમાં કલમને આધારે જીવનારા કવિ ઉમાશંકર જોશીએ એવો આગ્રહ રાખ્યો હતો કે પોતે યુનિવર્સિટીમાં અરજી નહિ કરે, પરંતુ યુનિવર્સિટી જો સામેથી નિમંત્રણ આપે તો પોતે જોડાવા તૈયાર છે. ૧૯૫૦માં વડોદરામાં લેખક-મિલનનું આયોજન થયું હતું. તેમાં ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, જયંતી દલાલ વગેરે નામાંકિત સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રસિદ્ધ નવલકથાકાર અને વડોદરા રાજ્યના માજી સુબા શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ યજમાન સમિતિના અધ્યક્ષ હતા. વડોદરાના લેખક-મિલન પછી ડભોઈમાં દયારામ જયંતીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો અને ત્યારપછી ચાણોદ-કરનાળી તીર્થની યાત્રાનો કાર્યક્રમ પણ ગોઠવાયો હતો. એમ.એ.ની પરીક્ષા આપીને હું એ કાર્યક્રમમાં જોડાયો હતો. ડભોઈના કાર્યક્રમમાં રમણલાલ દેસાઈએ સભાને સંબોધતાં વચ્ચે એવું કહ્યું કે કવિ ઉમાશંકર જોશી એક સાધુપુરુષ જેવા છે. એમણે આવો ઉલ્લેખ કેમ કર્યો હશે તેની સાહિત્યકારોમાં પછી ચર્ચા ચાલી અને જાણવા મળ્યું કે ૨મણલાલ દેસાઈએ ઉમાશંકરને વડોદરા યુનિવર્સિટીમાં પ્રોફેસરના હોદ્દા માટે અરજી કરવા ઘણો આગ્રહ કર્યો. તેઓ હંસાબહેનની સાથે પસંદગી સમિતિમાં હતા. પરંતુ ઉમાશંકરે એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો. યુનિવર્સિટી Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ વંદનીય હૃદયસ્પર્શ ગ્રાંટ કમિશનના નિયમ અનુસાર ઉમેદવારે અવશ્ય અરજી કરવી જ જોઈએ. અને ઉમાશંકર અરજી કરવા ઇચ્છતા નહોતા. (જોકે પછી ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના પ્રોફેસરનો હોદ્દો કરવામાં આવ્યો ત્યારે યુનિવર્સિટીના નિયમના બંધનને કારણે ઉમાશંકરને એ હોદ્દા માટે નછૂટકે અરજી કરવી પડી હતી.) સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસરના હોદ્દા માટે સ્થાનિક અધ્યાપકો શ્રી ચતુરભાઈ પટેલ અને શ્રી મંજુલાલ મજમુદાર સહિત ગુજરાતના તે વખતના નામાંકિત અધ્યાપકોએ આ હોદ્દા માટે અરજી કરી હતી. પરંતુ તેમાં વરણી યુવાન અધ્યાપક ડૉ. ભોગીલાલ સાંડેસરાની થઈ હતી. આ એક જ ઘટનાએ ડૉ. સાંડેસરાને ઘણી ખ્યાતિ અપાવી. વળી સયાજીરાવ યુનિવર્સિટી સ્થાનિક યુનિવર્સિટી હતી. એટલે આંતર યુનિવર્સિટી ક્ષેત્રે પણ ડૉ. સાંડેસરાને આ સ્થાન દ્વારા ઘણી તક મળી. ગુજરાતી ઉપરાંત પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના ક્ષેત્રે જ્યાં જ્યાં કાર્યક્રમો થતા ત્યાં ત્યાં ડૉ. સાંડેસરાને અવશ્ય નિમંત્રણ મળતું. કેટલીયે યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના પરીક્ષક તરીકે તેમની પસંદગી થતી. ઓરિએન્ટલ કૉન્ફરન્સમાં પણ તેમને માનભર્યું સ્થાન મળતું અને એક વાર તેઓ પ્રાકૃત વિભાગના અધ્યક્ષ તરીકે પણ નિમાયા હતા. ન્યૂયૉર્કના રોકફેલર ફાઉન્ડેશન તરફથી એમને નિમંત્રણ મળ્યું હતું. એ વખતે એમણે “પૃથ્વીની પ્રદક્ષિણા' નામનું પોતાના અનુભવનું પુસ્તક લખ્યું હતું. કેટલાંક વર્ષ પછી ડૉ. સાંડેસરાને પ્રાચ્ય વિદ્યા મંદિરના ડાયરેક્ટરનો હોદ્દો પણ મળ્યો. એમણે હરગોવિંદદાસ કાંટાવાળાની બંધ પડેલી ગ્રંથશ્રેણી ચાલુ કરી અને સ્વાધ્યાય' સામયિક પણ શરૂ કર્યું. એમાં એમને ડૉ. સોમાભાઈ પારેખનો સારો સહકાર મળ્યો હતો. ડૉ. સાંડેસરાએ પ્રાચ્ય વિદ્યા મંદિરના ડાયરેક્ટર તરીકે તથા સયાજીરાવ યુનિવર્સિટીના સિન્ડિકેટના સભ્ય તરીકે ઘણું મોટું સ્થાન ગુજરાતમાં જમાવ્યું હતું. ગુજરાતના કેળવણી ક્ષેત્રે તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. ડો. સાંડેસરાની યશસ્વી કારકિર્દીનો એ ચડતો કાળ હતો. એ વખતે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિમણૂક થવાની હતી. એ માટે જે ત્રણ-ચાર નામ બોલાતાં હતાં તેમાં એક નામ ડૉ. સાંડેસરાનું પણ હતું. એ અરસામાં મારે વડોદરા એમના ઘેર જવાનું થયું હતું. ત્યારે મેં એમની વાઈસ ચાન્સેલર તરીકેની નિમણૂકની સંભાવના Page #312 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ભોગીલાલ સાંડેસરા ૨૯૫ માટે હર્ષ વ્યક્ત કર્યો હતો. પરંતુ ડૉ. સાંડેસરાએ કહ્યું કે પોતાને એ પદ માટે પુછાવવામાં આવ્યું છે, પરંતુ પોતે તેનો અસ્વીકાર કર્યો છે. એથી મને આશ્ચર્ય થયું, કારણ કે એ દિવસોમાં ગુજરાતીના અધ્યાપકોને વાઇસ ચાન્સેલરનું પદ મળે તે ઘણા ગૌરવની વાત હતી. એ વખતે આવા પદ માટે એટલી બધી ખટપટો નહોતી કે માણસને તે સ્વીકા૨વાનું મન ન થાય. એટલે મેં જ્યારે એમના આ નિર્ણય માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘મારે હજુ નિવૃત્ત થવાને દસ વર્ષ બાકી છે. વાઇસ ચાન્સેલ૨ના પદ માટેની નિમણૂક ત્રણ વર્ષ માટે થાય છે. વધુ ત્રણ વર્ષ કદાચ મળે કે ન મળે. એ અથવા બીજી કોઈ યુનિવર્સિટીઓમાં પછી એવું ઊંચું પદ ન મળે તો ઘેર બેસવાનો વખત આવે. પોતાની યુનિવર્સિટીમાં કદાચ પ્રોફેસરના પદ ઉપર ફરીથી આવી શકાય, પરંતુ એક વખત વાઇસ ચાન્સેલરનું પદ ભોગવ્યા પછી પાછા પ્રોફેસ૨ થવામાં એટલી મજા નહિ અને એટલું ગૌરવ પણ નહિ. અને જો કદાચ નોકરી વગરના થઈ ગયા તો આર્થિક અને બીજા ઘણા પ્રશ્નો ઊભા થાય. એટલે આ બાબતનો મેં ઘણો ઊંડો વિચાર કર્યો છે અને તે પછી જ આ નિર્ણય લીધો છે.’ ડૉ. સાંડેસરા કેવા વ્યવહાર દૃષ્ટિવાળા હતા તે આ ઘટના ઉપરથી જોવા મળ્યું હતું. ૧૯૫૫માં મેં નળ-દમયંતીની કથાનો વિકાસ' એ વિષય ઉપર પીએચ.ડી.ની પદવી માટે શોધનબંધ લખવાનું વિચાર્યું હતું. તે વર્ષે નડિયાદમાં યોજાયેલા સાહિત્ય પરિષદના અધિવેશનમાં ડૉ. સાંડેસરાને મળવાનું મારે થયું હતું. ત્યારે મારા વિષય અંગે એમની સાથે કેટલીક ચર્ચાવિચારણા કરી હતી. નળ-દમયંતી અંગે જૈન પરંપરાની રાસકૃતિઓ ત્યારે અપ્રકાશિત હતી એટલે મારે હસ્તપ્રત વાંચીને એને આધારે લખવાનું હતું. એ માટે પુણ્યવિજયજી મહારાજ ઉપરાંત ડૉ. સાંડેસરાનું પણ કેટલુંક માર્ગદર્શન મળ્યું હતું. ૧૯૬૦માં મેં મુંબઈ યુનિવર્સિટીમાં મારો શોધનિબંધ રજૂ કર્યો ત્યારે મારા સદ્ભાગ્યે એના પરીક્ષક તરીકે ડૉ. સાંડેસરાની નિમણૂક થઈ હતી અને મારા શોધનબંધથી તેઓ ખૂબ પ્રસન્ન થયા હતા. આમ પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવનાર અધ્યાપકોની સંખ્યા નહિ જેવી જ હતી. એટલે ડૉ. સાંડેસરાને મા૨ા પ્રત્યે વધુ સદ્ભાવ રહ્યો હતો, અને અમારો સંબંધ ઉત્તરોત્તર ગાઢ થતો ગયો હતો. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ વંદનીય હૃદયસ્પર્શ ૧૯૬૩માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે મારી નિમણૂક થઈ ત્યારે હું સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કરતો હતો. પીએચ.ડી. ના ગાઇડ તરીકે મારી નિમણૂક થઈ ત્યારે મારે એમને મળવાનું થયું હતું. એ વખતે ગાઈડ તરીકે તમે શી સલાહ આપો છો એવા મારા સવાલના જવાબરૂપે એમણે મને યોગ્ય સલાહ આપી કે, “પીએચ.ડી.નું કામ યુનિવર્સિટીમાં માનાઈ કામ છે. એમાં જેટલા વિદ્યાર્થીઓ પીએચ.ડી. કરવા આવશે એમાંથી ત્રીસ-ચાલીસ ટકા વિદ્યાર્થીઓ અડધેથી છોડી દેશે, અને તમારી મહેનત નકામી જશે. માટે જે વિદ્યાર્થી લો તે ચકાસીને લેવા.” વળી એમણે પોતાના અનુભવ પરથી એક સાચી સલાહ એ આપી હતી કે “બને ત્યાં સુધી તમે પોતે કોઈ વિષય વિદ્યાર્થીને ન આપશો. વિષયની ચર્ચા કરજો. પણ વિષયની છેવટની પસંદગી તો વિદ્યાર્થીની પોતાની જ રહેવી જોઈએ. જો એમ નહિ કરો તો વિદ્યાર્થીઓ તમને દોષ આપશે કે અમુક વિદ્યાર્થીને તમે સહેલો વિષય આપ્યો અને પોતાને અઘરો વિષય આપ્યો. વિદ્યાર્થી થીસિસનું કામ આગળ નહિ કરે અને બધો દોષનો ટોપલો તમારે માથે નાખશે. માટે વિષયની પસંદગી વિદ્યાર્થીની પોતાની હોવી જોઈએ.” ૧૯૬૩થી શરૂ કરીને ૧૯૮૬માં હું નિવૃત્ત થયો ત્યાં સુધીમાં પંદરેક વિદ્યાર્થીઓએ મારા માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી, પરંતુ તેમાં ડૉ. સાંડેસરાની સલાહ બરાબર કામ લાગી હતી. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનો અનુસ્નાતક વિભાગ શરૂ કરવામાં આવ્યો. એના અધ્યક્ષના પદ માટે મેં અરજી કરી હતી. એ વખતે પસંદગી સમિતિના પાંચ સભ્યોમાંના એક તે ડૉ. સાંડેસરા હતા. આમ તો આવા સ્થાન માટે ઘણી ખટપટો થાય. એટલે એ સ્થાન મને મળશે એવી કોઈ આશા ન હતી. પરંતુ મારા સુખદ આશ્ચર્ય સાથે ઈન્ટરવ્યુ પછી બીજા દિવસે જાણવા મળ્યું કે એ સ્થાન માટે મારી પસંદગી થઈ હતી, અને પસંદગી સમિતિની ચર્ચાવિચારણામાં ડૉ. સાંડેસરાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ડૉ. સાંડેસરાએ એમ. એસ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના બૉર્ડ ઑફ સ્ટડીઝના સભ્યપદે મારી નિમણૂક કરાવી હતી. એ નિમિત્તે મારે વડોદરા ઘણી વાર જવાનું થતું. બૉર્ડની મીટિંગમાં પાઠ્યપુસ્તકો અને પાઠ્યક્રમ વિશે Page #314 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ભોગીલાલ સાંડેસરા ૨૯૭ ઠીક ઠીક વિચારણા થતી એ તો ખરું જ, પણ ડૉ. સાંડેસરા સાથે આખો દિવસ ગાળવા મળતો એ મારે માટે વિશેષ લાભની વાત હતી. અમારા રસના વિષયો સમાન હતા. એટલે એક પીઢ અનુભવી પ્રધ્યાપક પાસેથી ઘણી જાણકારી મળતી અને વ્યવહારુ માર્ગદર્શન મળતું. ડૉ. સાંડેસરાના આગ્રહથી એમ. એસ. યુનિવર્સિટીના એમ.એ.માં ગુજરાતી વિષયના પરીક્ષક તરીકે કેટલાંક વર્ષ માટે કામ કરવાનું થયું હતું. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા પછી મેં યુનિવર્સિટીઓમાં બી.એ. કે એમ.એ.ની પરીક્ષાનાં કાર્યો સ્વીકારવાનું છોડી દીધું હતું. પરંતુ એક દિવસ અચાનક ડૉ. સાંડેસરાનો વડોદરાથી ફોન આવ્યો. કોઈક પરીક્ષકે છેલ્લી ઘડીએ સંજોગોની પ્રતિકૂળતાને કા૨ણે એમ.એ.ના ગુજરાતી વિષયની પરીક્ષાનું કાર્ય છોડી દીધું હતું. દિવસ ઓછા હતા અને પ્રશ્નપત્રો તરત કાઢવાના હતા. ડૉ. સાંડેસરા જાણતા હતા કે હું પરીક્ષાનું કાર્ય સ્વીકારતો નથી. તેમ છતાં તેમણે ફોન કરી મને અત્યંત આગ્રહ કર્યો અને ફોન ઉપર જ મારે સંમતિ આપવી પડી. એમણે સોંપેલા પ્રશ્નપત્રો તરત તૈયા૨ કરીને હું વડોદરા પહોંચ્યો. એ વખતે અમારી સાથે પરીક્ષક તરીકે ડૉ. જશભાઈ કા. પટેલ હતા. તેઓ પરીક્ષકની મીટિંગમાં એક એક પ્રશ્નપત્રમાં શબ્દે શબ્દે ચર્ચા કરતા અને કેટલાક શબ્દોમાં ફેરફાર કરાવતા. સદ્ભાગ્યે મારા બંને પ્રશ્નપત્રોમાં એક પણ શબ્દ ફેરવવો પડ્યો ન હતો. મારું તો એ વિશે ધ્યાન નહોતું ગયું. પરંતુ બેઠકના અંતે ડૉ. સાંડેસરા બોલ્યા કે ‘આપણા બધાના પ્રશ્નપત્રોમાં એક રમણભાઈના પ્રશ્નપત્રમાં કોઈ શબ્દ બદલવાની જરૂર પડી નથી.’ આ અભિપ્રાય સાંભળીને મને ખૂબ આનંદ થયો. પરંતુ મેં કહ્યું કે, ‘આ બધું તો અમારા વડીલોની તાલીમના પરિણામે છે. મુંબઈ યુનિવર્સિટીમાં બહુ નાની ઉંમરમાં મને એમ.એ.ની પરીક્ષાનું કામ મળ્યું હતું અને પહેલી વાર હું મારા પ્રશ્નપત્રો તૈયા૨ કરીને ગયો હતો. તે વખતે રામપ્રસાદ બક્ષી, મનસુખલાલ ઝવેરી, અનંતરાય રાવળ, સુંદરજી બેટાઈ વગેરે પીઢ પરીક્ષકો મારી સાથે હતા. મારા એકેએક પ્રશ્નમાં તેઓએ એટલા બધા શાબ્દિક સુધારા કરાવ્યા હતા કે હું ખરેખર શરમાઈ ગયો હતો. પરંતુ એને લીધે જ બીજે વર્ષે હું એવી તૈયારી કરીને ગયો હતો કે મારા પ્રશ્નપત્રોમાં તેઓને કશો ફેરફાર કરવાની આવશ્યકતા જણાઈ નહિ. આ રીતે વડીલ Page #315 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ પરીક્ષકોએ મને જે તાલીમ આપી એને પરિણામે પ્રશ્નપત્રો તૈયાર કરવાની એક સૂઝ આવી ગઈ હતી.’ એમ. એસ. યુનિવર્સિટીના પરીક્ષકોની બેઠકમાં આ મારો પહેલો અનુભવ હતો. પરંતુ તે જ વખતે ડૉ. સાંડેસરાએ બધાની વચ્ચે કહ્યું કે, ‘૨મણભાઈએ તો આ વખતે છેલ્લી ઘડીએ આપેલું આપણું નિમંત્રણ સ્વીકાર્યું છે. પરંતુ હવે એમને મારી આજ્ઞા છે કે આપણી યુનિવર્સિટીની પરીક્ષાનું કામ હું નિવૃત્ત થાઉં ત્યાં સુધી સ્વીકારે.' ડૉ. સાંડેસરા સાથે આ રીતે તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી પરીક્ષક તરીકે મારે કામ કરવું પડ્યું. એમની નિવૃત્તિ પછીના વર્ષે પણ નિયમ મુજબ યુનિવર્સિટીનું નિમંત્રણ આવ્યું. પરંતુ મેં તેનો અસ્વીકાર કર્યો. તે વખતે ડૉ. સુરેશ જોશીનો મારા પર પત્ર આવ્યો કે પોતાની યુનિવર્સિટીમાં એમ.એ.ની પરીક્ષાનું કામ તેઓ પહેલી વખત સ્વીકારે છે અને પરીક્ષકોના કન્વીનર તરીકે સ્થાનિક અધ્યાપક તરીકે પોતાની જવાબદારી છે. એટલે મારે ઓછામાં ઓછું એક વર્ષ તેમની સાથે પરીક્ષાનું કામ કરવું. ડૉ. સુરેશ જોશીના આગ્રહને વશ થઈ વધુ એક વર્ષ માટે એમ. એસ. યુનિવર્સિટીના પરીક્ષક તરીકે મેં કામ કર્યું અને પછી કાયમ માટે છોડી દીધું. ૨૯૮ ડૉ. સાંડેસરાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષા અને સાહિત્યનો રસ એટલો બધો હતો કે તેમણે ઘણા ગ્રંથોનું ઝીણવટ પૂર્વક અધ્યયન કર્યું હતું. તેમને સેંકડો શ્લોકો કંઠસ્થ હતા. વાતચીતમાં તેઓ તરેહતરેહના શ્લોક ટાંકતા. એવું નહોતું કે તેમણે માત્ર સાહિત્યના શાસ્ત્રીય ગ્રંથોનું જ અધ્યયન કર્યું હતું. ધર્મ, તત્ત્વજ્ઞાન, પુરાણ, આયુર્વેદ, જ્યોતિષ વગેરે ઇતર શાસ્ત્રોનું પણ ઠીક ઠી.ક અધ્યયન કર્યું હતું અને કેટલીક વાર તો તેઓ એવા ગ્રંથોમાંથી હળવાં અવતરણો ટાંકતા કે વાતચીત દરમિયાન વાતાવરણ હળવું બની જતું. મુંબઈ યુનિવર્સિટીમાં એમણે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘શબ્દ અને અર્થ’ વિષય ઉપર પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. એમાં ઘણાં રસિક દૃષ્ટાંતો ટાંક્યાં હતાં. ડૉ. સાંડેસરા અતિથિવત્સલ હતા. યુનિવર્સિટીના કામકાજ માટે પોતે જ્યારે યુનિવર્સિટી તરફથી નિમંત્રણ આપ્યું હોય ત્યારે તેઓ પોતાના ઘરે ઊતરવા માટે આગ્રહ કરતા. જમવા માટે તો અચૂક એમને ઘરે જવાનું રહેતું. આ રીતે ડૉ. સાંડેસરાનું આતિથ્ય ઘણીવાર મેં માણ્યું છે. તેઓ પ્રાચ્ય વિદ્યા Page #316 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ભોગીલાલ સાંડેસરા ૨૯૯ મંદિરના ડાયરેક્ટર હોવા છતાં પોતાના વ્યવહારમાં ક્યારેય પોતાના ઉચ્ચ પદનો ભાર લાગવા દેતા નહિ. બહુ સરળતાથી વાત કરે અને એમના ઘરે હોઈએ ત્યારે પણ બધી સગવડોનું ચીવટપૂર્વક ધ્યાન રાખે. વડોદરા હું એક દિવસ માટે પણ ગયો હોઉં ત્યારે મારો સમય નિરર્થક વેડફાય નહિ અને નીરસ ન બને એ માટે તેઓ આખા દિવસના કાર્યક્રમનું ઝીણવટથી ધ્યાન રાખતા. કેટલાંક વર્ષ પહેલાં અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ડૉ. સાંડેસરાનાં ત્રણ વ્યાખ્યાનો ગોઠવવામાં આવ્યાં હતાં. એ વખતે ડૉ. સાંડેસરા મારા ઘરે ઊતર્યા હતા. એમની સરળ પ્રકૃતિનો ઘરમાં સૌને અનુભવ થયો હતો. તેઓ ઘરમાં એકલા પડે ત્યારે તરત પુસ્તક વાંચવા બેસી જતા. પોતાની પિત્ત પ્રકૃતિને કારણે ડૉ. સાંડેસરાને મરચાં વગરની મોળી રસોઈ જોઈતી. તેઓ એ બાબતમાં બહુ ચીવટવાળા હતા અને જ્યાં પણ જમવા જવાનું હોય ત્યાં અગાઉથી પોતાની મરચાં વગરની રસોઈ માટે સ્પષ્ટ સૂચના લખી દેતા. અમને પણ એ સૂચના અગાઉથી લખી હતી. એક વખત દિલ્હી યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપકના ઇન્ટરવ્યૂ માટે પસંદગી સમિતિમાં અમે સાથે હતા. તે વખતે પણ અમારે જેમને ત્યાં જમવા જવાનું હતું તેમને ડૉ. સાંડેસરાએ અગાઉથી પત્ર લખીને પોતાની રસોઈ અંગે સૂચના આપી દીધી હતી. ડૉ. સાંડેસરાને ભોજન પછી અડધો કલાક આડા પડવાની ટેવ હતી. જો તેમ ન કરે તો તેમની આંખો બળવા લાગતી. એક વખત મુંબઈમાં તેઓ મારા ઘરે જમવા આવ્યા હતા. ત્યારે બીજા મહેમાનો પણ જમનાર હતા. જમ્યા પછી બધા વાતોએ વળગ્યા. એમ કરતાં અડધા કલાક કરતાં વધુ સમય થઈ ગયો. ડૉ. સાંડેસરાએ તરત ઊભા થઈને મને કહ્યું, ‘રમણભાઈ, હવે આંખો બળવા લાગી છે. તમે બધાં વાતો કરો. હું અડધો કલાક આડો પડી લઉં.' એવી એક માન્યતા છે કે જે લેખકો વાંચન-લેખન માટે ઘણો પરિશ્રમ કરતા હોય અને સતત ચિંતન કરતા રહેતા હોય તેવા લેખકોને જ્ઞાનતંતુઓની નબળાઈને કા૨ણે બીજા માણસ કરતાં વધુ ઠંડી લાગે. આ માન્યતા સાચી હોય કે ન હોય, પરંતુ પંડિતયુગમાં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનું ઉદાહરણ તેમના જમાનામાં જાણીતું હતું. આપણા સમદર્શી વિવેચક સ્વ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને પણ ઘણી ઠંડી લાગતી અને તેઓ એ બાબતમાં ઘણી કાળજી રાખતા. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩00 વંદનીય હૃદયસ્પર્શ ડૉ. ભોગીલાલ સાંડેસરા પણ ગળામાં હમેશાં મફલર વીંટાળીને ફરતા. કોઈક વાર તો ભર ઉનાળામાં પણ તેમને ગળે મફલર હોય. તે માટે તેઓ સંકોચ અનુભવતા નહિ. કોઈક મજાક કરે ત્યારે તેઓ અંગ્રેજીમાં પ્રશ્ન કરતા, “Tell. me whether there is anything illegal about it?' ડૉ. સાંડેસરાના જીવનમાં એક ઘટના આઘાત થાય તેવી બની હતી. તેઓ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા. તેમણે માન્યું હતું કે તેમનું કાર્ય, સ્વાથ્ય અને પ્રતિષ્ઠા જોતાં તેમને યુનિવર્સિટીમાં બે-ત્રણ વર્ષ માટે એક્સટેન્શન મળશે. તેઓ યુનિવર્સિટીની સિન્ડિકેટમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા એટલે પોતાને યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરનું કે પ્રો. વાઇસ ચાન્સેલરનું પદ મળે એવી ધારણા પણ કદાચ હશે. પરંતુ ન તેમને વાઇસ ચાન્સેલરનું પદ મળ્યું કે ન પોતાના હોદ્દા માટે એક્સટેન્શન મળ્યું. આટલું તો ઠીક પરંતુ યુનિવર્સિટીના કાવાદાવાને કારણે તેમના ઉપર બીજા કેટલાક વરિષ્ઠ અધ્યાપકો દ્વારા મૌખિક અને અનૌપચારિક રીતે સાવ ક્ષુલ્લક આક્ષેપો પણ થયા. પરંતુ આનો આઘાત ડૉ. સાંડેસરાને ઘણો લાગ્યો. તે એટલી હદ સુધી કે તેમણે થોડો સમય માનસિક સ્વસ્થતા ગુમાવી હતી. એ દિવસોમાં એક વખતે તેઓ મુંબઈ આવ્યા અને સવારે અગિયાર વાગે મારા ઘરે આવી ચઢ્યા. તેમની માનસિક અસ્વસ્થતાની મને કશી જ ખબર નહિ. અજાણી વ્યક્તિને તો તેનો કશોજ ખ્યાલ ન આવે. તેમના બોલાવામાં કોઈ અસંબદ્ધતા નહોતી. ખાવાપીવામાં કે હરવાફરવામાં પણ કંઈ ફરક નહોતો. મારા ઘરે તેઓ આવ્યા. જમ્યા અને લગભગ ચારેક વાગ્યા સુધી બેઠા. તેઓ સતત બોલતા જ રહેતા. અને તેમાં પોતાની યુનિવર્સિટીની જ વાતો કરતા રહેતા. જે કોઈ વ્યક્તિઓને હું ઓળખું પણ નહિ એવી વ્યક્તિઓ પોતાની યુનિવર્સિટીમાં શું શું કરે છે એના વિશે તેમાં સતત કહેતા રહ્યા અને આશ્ચર્ય થયું કે જે વાત સાથે કે જે વ્યક્તિ સાથે મને કશી જ નિસ્બત નથી તેમના વિશે આટલી બધી માંડીને વાત તેઓ કેમ કરે છે? હું વિષયાંતર કરવા જાઉં તો તેઓ મારી વાત જરા પણ સાંભળે નહિ. વાત કરતાં તેમના અવાજમાં ઉગ્રતા આવી જતી અને ત્યારે તેઓ મારો હાથ જોરથી દબાવીને વાત કરતા. કોઈ વખત બહુ આવેગમાં આવીને ટીપોઈ ઉપર જોરથી હાથ પછાડતા. તેઓ કલાકને બદલે ચારેક કલાક મારા ઘરે બેઠા એથી જ મને કંઈક વિચિત્ર લાગ્યું. તેમાં વળી એમનો અવાજ Page #318 -------------------------------------------------------------------------- ________________ ડૉ. ભોગીલાલ સાંડેસરા ૩૦૧ અને ઉશ્કેરાટ પણ અસ્વાભાવિક લાગ્યા. અલબત્ત તેમના વિચારોમાં કે અભિવ્યક્તિમાં અસંબદ્ધતા નહોતી. ચારેક વાગ્યે તેઓ ઊભા થયા. ત્યારે મને કંઈક રાહત લાગી પણ ત્યાં તો તેમણે મને કહ્યું, “રમણભાઈ, તમે તૈયાર થઈ જાવ. આપણે અહીંથી ભારતીય વિદ્યાભવનમાં જવું છે. ત્યાં “નવનીત-સમર્પણ'ના તંત્રી ઘનશ્યામ દેસાઈને મળવું છે.' હું તૈયાર થઈ ગયો અને ભારતીય વિદ્યાભવનમાં પહોંચ્યા. ડૉ. સાંડેસરાને આવેલા જોઈને શ્રી ઘનશ્યામ દેસાઈ માનપૂર્વક ઊભા થઈ ગયા અને સરસ આવકાર આપ્યો. અમે બેઠા. ડૉ. સાંડેસરાએ માંડીને વાત કરી. તેઓ સતત બોલતા જ રહ્યા, પરંતુ તેમાં એક મુખ્ય વાત હતી. તેમણે ઘનશ્યામ દેસાઈને કહ્યું કે, “પ્રાચ્ય વિદ્યા મંદિરમાં મારા નામે આવતું નવનીત-સમર્પણ” હું ઘરે લઈ ગયો છું અને તેના જૂના અંકો મેં પસ્તીમાં વેચી નાખ્યા છે આવો આરોપ મારા ઉપર કરવામાં આવ્યો છે. પરંતુ તમે મને “નવનીત-સમર્પણ'ના અંકો જે મોકલતા હતા તે તે મારા અંગત સંબંધને કારણે ભેટ તરીકે મોકલતા હતા, નહિ કે પ્રાચ્ય વિદ્યા મંદિરને માટે. અંકના રેપર ઉપર મારું જ નામ લખાતું. છતાં આવો આક્ષેપ થયો છે તો મારે એ લોકો આગળ સાબિતી રજૂ કરવી છે કે આ અંક મને અંગત રીતે ભેટ તરીકે મળતો હતો. તો તમે તમારા “નવનીત-સમર્પણ'ના લેટર પેડ ઉપર આવું સર્ટિફિકેટ મને લખી આપો. આવા ક્ષુલ્લક આક્ષેપની વાત સાંભળીને ઘનશ્યામ દેસાઈને પણ બહુ આશ્ચર્ય થયું. આવા મૌખિક આક્ષેપોને ગણકારવાના ન હોય કે તેનો જવાબ આપવાનો ન હોય. પરંતુ ડૉ. સાંડેસરાને આવા આક્ષેપની માનસિક ચોટ લાગી ગઈ હતી. “હું કંઈ ચોર નથી.' એવું તેઓ વારંવાર બોલતા હતા એ ઉપરથી પણ મને લાગ્યું કે ડૉ. સાંડેસરાએ આવા આઘાતના કારણે માનસિક સ્વસ્થતા ગુમાવી દીધી છે. તેઓ ઘનશ્યામ દેસાઈનો હાથ પણ વારંવાર જોરથી દબાવીને ખૂબ ઊંચા અવાજે બોલતા. એમની વાતમાં અલ્પવિરામ આવતો નહિ અને અમે વચ્ચે કંઈ બોલીએ તો તે સાંભળતા પણ નહિ. આટલી વાત કરતાં કરતાં તો ભારતીય વિદ્યાભવનમાં ત્રણ કલાક વીતી ગયા અને છતાં ડૉ. સાંડેસરા શાંત થયા નહોતા. ઑફિસ બંધ કરવાનો વખત થયો એટલે ભારતીય વિદ્યાભવનમાંથી અમે નીચે ઊતર્યા. ડૉ. સાંડેસરા સામેની ગલીને છેડે ગંગાદાસ વાડીમાં પોતાના સગાને ત્યાં Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ વંદનીય હૃદયસ્પર્શ ઊતર્યા હતા. ડૉ. સાંડેસરા આગ્રહ કરીને અમને તેમની સાથે ત્યાં લઈ ગયા. તેઓ અમારો હાથ એવી રીતે પકડી રાખે કે ખસાય પણ નહિ. અમે એમની સાથે ઉપર ગયા અને ત્યાં બેઠા. ડૉ. સાંડેસરાનું બોલવાનું હજુ ચાલુ જ હતું. એમ કરતાં કરતાં તો રાતના અગિયાર વાગી ગયા. જેમતેમ કરીને અમે એમનાથી છૂટા પડ્યા. પણ નીચે ઊતરતાં મને અને ઘનશ્યામ દેસાઈને તરત જ લાગ્યું કે સાંડેસરાને એવો આઘાત લાગ્યો છે કે જેથી એમણે માનસિક સ્વસ્થતા ગુમાવી દીધી છે. - ત્યાર પછી તો વડોદરાથી પણ ખબર પડી કે આ વાત સાચી છે અને એમના દીકરાએ એ માટે તરત જ દાક્તરી ઉપચાર ચાલુ કરી દીધા છે. અને થોડા વખતમાં જ ડૉ. સાંડેસરા પહેલાં હતા તેવા સ્વસ્થ થઈ ગયા. એમના સાથી ડૉ. રણજિતભાઈ પટેલ - અનામીએ જણાવેલું કે અગાઉ પણ ડૉ. સાંડેસરાએ દસ દસ વર્ષના ગાળે એમ બે વખત માનસિક સમતુલા ગુમાવેલી, પણ તે થોડા દિવસથી વધારે ટકેલી નહિ. છેલ્લી અસ્વસ્થતા વધુ ચાલેલી અને એની ઘણાને ખબર પડેલી. પરંતુ તેમાંથી તેઓ સાજા થઈ ગયા અને ત્યારપછી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ બન્યા હતા. ડૉ. સાંડેસરાનું સ્મરણ થતાં શ્વેત કફની, ધોતિયું અને શ્વેત ટોપીવાળી વ્યક્તિનું જીવંત ચિત્ર નજર સામે તરવરે છે અને કેટલાયે પ્રસંગો સાંભરે છે. દિવંગત ડૉ. સાંડેસરાને મારી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પ છું. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૬ હીરાબહેન પાઠક - શ્રીમતી હીરાબહેન રામનારાયણ પાઠકનું ૧પમી સપ્ટેમ્બર ૧૯૯૫ના રોજ મુંબઈમાં કેન્સરની લાંબી બીમારી બાદ ૭૯ વર્ષની વયે અવસાન થયું. ગુજરાતી સાહિત્યજગતનાં એક તેજસ્વી નારીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. અંગત રીતે અમને એક સ્વજન ગુમાવ્યા જેટલું દુ:ખ થયું. મારાં પત્ની અને હું હીરાબહેનને હમેશાં “માતાજી' કહીને બોલાવતાં અને એમને એ ગમતું પણ ખરું. સાચે જ માતાતુલ્ય અપાર વાત્સલ્ય અમને એમની પાસે અનુભવવા મળતું. અમારા કુટુંબના એક સભ્ય જેવાં તેઓ બની રહ્યાં હતાં. અમારી પુત્રી ચિ. શૈલજા એક-બે વર્ષની હતી ત્યારથી અમે એમને ઘરે લઈ જતાં અને તેઓ એને “ઢોકળાં માસી કહીને બોલાવતાં, તે છેલ્લાં સાડત્રીસ વર્ષથી જ્યારે અમે મળીએ ત્યારે, ચિ. શૈલજાની ખબર પૂછતી વખતે “ઢોકળાં માસી શું કરે છે?' એમ કહીને જ તેઓ વાત કરતાં, અમારો પુત્ર ચિ. અમિતાભ પણ એકાદ વર્ષનો હતો ત્યારે એમના ઘરે લઈ જતાં ત્યારે તેઓ એને ખોળામાં લઈ ૨માડતાં. છેલ્લા દિવસોમાં અમે હીરાબહેનને હરકિશન હોસ્પિટલમાં જોવા ગયેલાં અને તે દિવસે સદ્ભાગ્યે તેઓ ભાનમાં હતાં તેમજ બોલવાની સ્વસ્થતા અને તાકાત હતી ત્યારે એમણે “ઢોકળાં માસી”ની અને અમિતાભની ખબર પૂછેલી. હીરાબહેન સાથેનો મારો પરિચય છેક ૧૯૪૯માં શરૂ થયેલો. ૧૯૪૯માં હું એમ.એ.નો અભ્યાસ કરતો હતો ત્યારે બળવંતરાય ઠાકોર અને રામનારાયણ પાઠકની નિમણૂક મુંબઈ યુનિવર્સિટીએ એમ.એ.ના માનાઈ અધ્યાપક તરીકે કરેલી અને તેઓ બંને વિલ્સન કૉલેજમાં અમારા વર્ગ લેવા આવતા ત્યારથી એ બે વડીલ સાહિત્યકારોને ઘરે જવા-આવવા જેટલો અંગત સંબંધ માટે થયેલો. પાઠકસાહેબ અત્યંત સંવેદનશીલ હતા. એમ.એ.ના વર્ગમાં ભણાવતી વખતે જયારે જ્યારે સરસ્વતીચંદ્ર અને કુમુદની વાત નીકળે ત્યારે તેઓ ગળગળા થઈ જતા અને એમની આંખમાંથી આંસુ વહેતાં. કોઈક વાર તો તેઓ પોતાની જાતને રોકી શકતા નહિ અને હવે પોતાનાથી વધુ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ વંદનીય હૃદયસ્પર્શ બોલાશે નહિ એવો ઈશારો કરી તેઓ વર્ગ પૂરો કરી ઊભા થઈ જતા. પાઠકસાહેબ વિલ્સન કૉલેજની પાસે જ બે મિનિટના અંતરે રહેતા એટલે કેટલીક વખત અમે એમને ઘરે મળવા જતા અને ત્યારથી હીરાબહેન સાથે પણ પરિચય થયેલો. ૧૯૫૦માં એમ.એ. થયા પછી હું આરંભમાં પત્રકારત્વના ક્ષેત્રમાં અને ત્યાર પછી કૉલેજમાં અધ્યાપનના ક્ષેત્રમાં કામ કરતો રહ્યો હતો. એમ.એ. પછી મારે પીએચ.ડી.નો અભ્યાસ કરવો હતો. નળ-દમયંતીની કથાનો વિષય મારે પીએચ.ડી. માટે રાખવો એવી ભલામણ બળવંતરાય ઠાકોરે મને કરી હતી. “મનીષા' નામના મારા સૉનેટ-સંગ્રહના સંપાદન નિમિત્તે બળવંતરાયને ઘરે દર અઠવાડિયે જવાનું થતું. તેમણે નળદમયંતીની કથાનો વિષય સૂચવ્યો, પણ તેઓ ગાઈડ નહોતા. મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે મુંબઈમાં શરૂઆતનાં વર્ષોમાં એકમાત્ર પાઠકસાહેબ જ હતા. એટલે જે કોઈને પીએચ.ડી.નો અભ્યાસ કરવો હોય તેમણે પાઠકસાહેબ પાસે જ જવું પડે. મેં ૧૯૫૧માં ‘નળ અને દમયતીની કથાનો વિકાસ એ વિષય ઉપર પીએચ.ડી.નો અભ્યાસ કરવાનું વિચાર્યું એ માટે પાઠકસાહેબને મળવા ઘણી વાર ગયો હતો. મારા આ વિષયમાં પાઠકસાહેબને પોતાને પણ ઘણો રસ હતો. પ્રેમાનંદ અને ભાલણના ‘નળાખ્યાન' ઉપરાંત રામચંદ્રસૂરિકૃત નલવિલાસ' નાટક વિશે એમણે અભ્યાસ કર્યો હતો. પરંતુ એમના માર્ગદર્શન હેઠળ હું વિધિસર મારો વિષય નોંધાવું તે પહેલાં તો તેઓ અવસાન પામ્યા. આ વિષયને નિમિત્તે પાઠકસાહેબને ૧૯૫૧થી ૧૯૫૫ના ગાળામાં ઘણી વાર મળવાનું થયું હતું. એટલું જ નહિ, કોઈ સભામાં કે રસ્તામાં તેઓ મળે ત્યારે મારા વિષયની ચર્ચા કરવા માટે ઊભા રહેતા. કોઈ વાર મારું ધ્યાન ન હોય તો સામેથી બોલાવતા. પરંતુ એવી દરેક વખતે હીરાબહેન વાતને વાળી લઈને મને કહેતા, “ભાઈ, ઘરે નિરાંતે મળવા આવજોને. અહીં મારે મોડું થાય છે.” હું કહેતો, ‘તમારા ઘરે જ્યારે આવીએ ત્યારે ચારપાંચ જણ બેઠાં હોય અને મારી વાત સરખી થાય નહિ. અહીં રસ્તામાં બીજું કોઈ હોય નહિ એટલે પાંચસાત મિનિટની વાતચીતમાં પણ ઘણું જાણવાનું મળે છે.” હું જોતો હતો કે પાઠકસાહેબ વાત કરવા ઘણા ઉત્સાહી રહેતા અને હીરાબહેનના અટકાવ્યા Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ હીરાબહેન પાઠક પછી પણ તેઓ વાત કરવાનું ચાલુ રાખતા. પાઠકસાહેબને સાહિત્યના અધ્યયન-સંશોધનમાં જે ઊંડો રસ હતો એને લીધે જ તેઓ આટલી નિરાંતે વાત કરી શકતા. ગૃહિણી તરીકે હીરાબહેનની ઉતાવળ સમજી શકાય એવી હતી. હીરાબહેનનો જન્મ ૧૯૧૬માં મુંબઈમાં થયેલો. એમના પિતાશ્રી કલ્યાણરાય મહેતા ચુસ્ત ગાંધીવાદી હતા. તેઓ દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે રહેલા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' નામના ગ્રંથમાં પોતાના સાથીદાર તરીકે કલ્યાણરાયનો ઉલ્લેખ કર્યો છે. ગાંધીજી સાથે તેઓ કોઈ કોઈ વાર ચાલીસ માઈલ જેટલું અંતર પગે ચાલ્યા છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા પછી તેઓ મુંબઈ આવીને સ્થાયી થયા હતા. તેઓ બાબુલનાથ પાસે રહેતા હતા. એ જ વિસ્તારમાં રહેતા સ્વ. પરમાનંદ કુંવરજી કાપડિયાએ મને ૧૯૫૨-૫૩માં હીરાબહેન પાઠકના પિતાશ્રી અને ગાંધીજીના સાથીદાર તરીકે કલ્યાણરાય મહેતાનો પરિચય કરાવેલો. કલ્યારાય મહેતા રોજ સાંજે પોતાના ઘરેથી ચાલતાં ફરવા નીકળતા અને છેક નરીમાન પૉઇન્ટ સુધી જઈને પાછા આવતા. રોજ દસ-પંદર કિલોમીટર ચાલવાનો એમનો નિયમ હતો. તેઓ મરીનડ્રાઇવ પર મને ઘણીવાર મળતા અને પોતાના અનુભવોની વાત કરતા. તેઓ સ્વભાવે અત્યંત શાંત, પ્રસન્ન અને ઓછાબોલા હતા. હિરાબહેને મેટ્રિક થયા પછી મુંબઈની કર્વે એટલે હાલની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અભ્યાસ ચાલુ કર્યો હતો. ૧૯૩૬માં એમણે ગુજરાતી વિષય સાથે કર્વે યુનિવર્સિટીમાંથી જી.એ.ની ડિગ્રી મેળવી હતી. ૧૯૩૮માં હીરા કલ્યાણરાય મહેતાના નામથી એમણે “આપણું વિવેચનસાહિત્ય' એ નામનો શોધનિબંધ લખીને કર્વે યુનિવર્સિટીની પી.એ.ની ડિગ્રી મેળવી હતી, જે મુંબઈ યુનિવર્સિટીની લગભગ એમ.એ.ની ડિગ્રી જેવી ગણાતી. એ શોધનિબંધ માટે એમના ગાઈડ રામનારાયણ વિશ્વનાથ પાઠક હતા. તેઓ કર્વે યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના અધ્યાપક હતા. રામનારાયણ પાઠક ત્યારે વિધુર હતા. એકાવન-બાવન વર્ષની ત્યારે તેમની ઉંમર હતી. એમના માર્ગદર્શન હેઠળ બાવીસેક વર્ષનાં કમારી હીરા મહેતા અધ્યયન કરતાં હતાં. આ શોધનિબંધને નિમિત્તે હીરાબહેનને રામાનારાયણ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ વંદનીય હૃદયસ્પર્શ પાઠકને વારંવાર મળવાનું થતું અને એને કારણે બંને વચ્ચે પરસ્પર સ્નેહાકર્ષણ થયું હતું. પોતાના કરતાં લગભગ ત્રીસ વર્ષ મોટા એવા રામનારાયણ પાઠક સાથે લગ્ન કરવાં એ સામાજિક દષ્ટિએ ખળભળાટ મચાવે એવી ઘટના હતી. વળી બંનેની જ્ઞાતિ જુદી હતી. રામનારાયણ પ્રશ્નોરા નાગર હતા અને હીરાબહેન કપોળ વણિક કુટુંબનાં હતાં. સાતેક વર્ષ આ રીતે પરસ્પર મૈત્રી ચાલી, પછી તેઓએ લગ્ન કરી લીધાં. હીરાબહેને જયારે પાઠકસાહેબ સાથે લગ્ન કર્યા ત્યારે ઘણો ઊહાપોહ થયો હતો. (આજે આવી ઘટના બને તો એટલો ઊહાપોહ કદાચ ન થાય.) એ દિવસોમાં ‘વંદે માતરમ્' દૈનિકમાં શામળદાસ ગાંધી અને યશ શુક્લ આ વિષયને બહુ ચગાવ્યો હતો. ગુજરાતના નામાંકિત, પ્રતિષ્ઠિત સાહિત્યકારો, કેળવણીકારો વગેરેના અંગત અભિપ્રાયો મેળવીને રોજેરોજ તેઓ છાપતા. ઘણાંખરાંના અભિપ્રાય આ લગ્નની વિરુદ્ધ આવતા, તો કેટલાંકના અભિપ્રાયો એમની તરફેણમાં પણ આવતા. વળી ‘વંદે માતરમ્'માં એ દિવસોમાં પાઠકસાહેબ અને હીરાબહેનનાં લગ્ન ઉપર કટાક્ષ કરતાં કાર્ટુનો પણ છપાયાં હતાં. એ દિવસોમાં હું ઝેવિયર્સ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો અને રામનારાયણ પાઠક અમારી કોલેજમાં વ્યાખ્યાન આપવા માટે આવેલા. વ્યાખ્યાનના અંતે સાહિત્ય વિશે પ્રશ્નોત્તરી હતી. તેમાં કોઈક વિદ્યાર્થીએ પાઠકસાહેબ પાસે જઈને એમના હાથમાં સીધો પોતાનો પ્રશ્ન ચિઠ્ઠીમાં લખીને મૂક્યો. પાઠકસાહેબ તો આવે એવા જ પ્રશ્નો વાંચતા અને તરત જવાબ આપતા. આ વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે “ગુરુથી પોતાની શિષ્યા સાથે લગ્ન થઈ શકે?' આ પ્રશ્ન સાંભળતાં જ વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો. અમારા ઝાલાસાહેબ અને મનસુખ ઝવેરી ઊભા થઈ ગયા અને બોલ્યા કે “કોઈએ અંગત પ્રશ્ન પૂછવાનો નથી. પરંતુ પાઠકસાહેબે ખેલદિલીથી કહ્યું, કોઈ વિદ્યાર્થીઓને અટકાવશો નહિ.” પછી એમણે કહ્યું : “આ વિદ્યાર્થીએ જે પ્રશ્ન કર્યો છે તે અંગે મારો ઉત્તર એ છે કે ગુરુથી શિષ્યા સાથે લગ્ન થઈ શકે નહિ. મારી અંગત વાત જુદી છે. તેનાં કારણોની ચર્ચામાં હું નહિ ઊતરું પણ હું એમ માનું છું કે ગુરુથી શિષ્યા સાથે લગ્ન ન થઈ શકે.' પાઠકસાહેબ એ પ્રસંગે જરા પણ અસ્વસ્થ થયા નહોતા કે ઉશ્કેરાયા નહોતા. સ્વબચાવ કરવાને બદલે એમણે પોતાનો જવાબ સિદ્ધાંતની દૃષ્ટિએ આપ્યો હતો. Page #324 -------------------------------------------------------------------------- ________________ હીરાબહેન પાઠક ૩૦૭ લગ્ન પછી હીરાબહેન અને પાઠકસાહેબ થોડો વખત અમદાવાદમાં રહી આવીને પછી મુંબઈમાં ગ્રાન્ટ રોડ પાસે એક ફ્લૅટમાં રહેવા લાગ્યાં હતાં. કેટલોક સમય તેઓ એ ઘરમાં રહ્યાં, પરંતુ પછી પાઠકસાહેબને હૃદયરોગની તકલીફ ચાલુ થઈ અને એ ઘરે દાદર વધારે ચઢવાના હોવાથી તેઓ બાબુલનાથ પાસે, ભારતીય વિદ્યાભવનની સામેની ગલીમાં નવા બંધાયેલા મકાનમાં પહેલા માળે રહેવા આવ્યા. આ નવું ઘર તેમના માટે બધી રીતે અનુકૂળ હતું અને બંનેના જીવનના અંત સુધી એ એમનું ઘર રહ્યું. આ નવા ઘરે પાઠકસાહેબે હીંચકો પણ બંધાવ્યો હતો. પુસ્તકો રાખવા માટે જગ્યા પણ ઘણી મોટી અને અનુકૂળ હતી. વળી પાઠકસાહેબ કનૈયાલાલ મુનશીએ સ્થાપેલા ભારતીય વિદ્યા ભવનમાં કામ કરતા, એટલે પગે ચાલીને ત્યાં ત્રણચાર મિનિટમાં પહોંચી શકતા. પાઠકસાહેબ મુંબઈની જેમ, અગ્રગણ્ય સાહિત્યકાર, પંડિત યુગના છેલ્લા પ્રતિનિધિ જેવા હતા. તેથી પાઠકસાહેબના ઘરે સાહિત્યકારોની અને સાહિત્યરસિક લોકોની અવરજવર ઘણી રહેતી. હીરાબહેન પાઠકસાહેબનું ખાવા-પીવા માટે ઘણું ધ્યાન રાખતા. ખરીદી માટે ખાદીનાં પહેરણ, ધોતિયું, પાયજામો ને ટોપી ખરીદવા ખાદી ભંડારમાં સાથે જતાં. હીરાબહેને પાઠકસાહેબને મળવા આવતા મુલાકાતીઓ ઉપર નિયંત્રણ ચાલુ કરી દીધું હતું. એ દિવસોમાં ટેલિફોન નહોતા એટલે મળવા આવનારા તો અચાનક જ આવી ચડ્યા હોય. પાઠકસાહેબને દરેકની સાથે નિરાંતે શાંતિથી વાત કરવાની ટેવ અને ‘તમે હવે જાવ' એવા શબ્દો તો એમના મુખમાંથી નીકળે જ નહિ. પરિણામે એમના ઘરે જ્યારે જઈએ ત્યારે ત્રણચાર માણસો બેઠા જ હોય. કોઈને અંગત વાત કરવી હોય તો પણ ફાવે નહિ. મુલાકાતીઓની અવરજવર બહુ વધી ગઈ ત્યારે હીરાબહેને ઘરની બહાર મુલાકાતનો સમય લખીને બૉર્ડ મૂકી દીધું. સવારના પાઠકસાહેબ પોતાના સ્વાધ્યાય અને લેખનમાં પ્રવૃત્ત હોય, બપોરે જમીને આરામ કરે એટલે મુલાકાતનો સમય બપોરે ચારથી સાતનો જાહેર કરી દીધો. પછી ગમે તેવી વ્યક્તિ આગળપાછળ મળવા જાય તો હીરાબહેન મુલાકાતીઓને બારણામાંથી જ વળાવી દેતા. આમ કરવું એ એમના માટે જરૂરી હતું. તો જ પાઠકસાહેબ ‘બૃહદ્ પિંગળ’ જેવો ગ્રંથ પૂરો કરી શક્યા. હીરાબહેનની આ વધારે પડતી ચીવટને કારણે કેટલાક સાહિત્યકારોને માઠું લાગતું અને પોતાનો કચવાટ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ વંદનીય હૃદયસ્પર્શ માંહોમાંહે વ્યક્ત કરતા. બે વડીલ સાહિત્યકારોને અંદરોઅંદર બોલતા એક વખત મેં સાંભળ્યા હતા કે, “હીરાબહેન પાઠકસાહેબનું એટલું બધું ધ્યાન રાખે છે કે જાણે તેઓ તેમને અત્તરના હોજમાં નવડાવતાં ન હોય !” તો બીજા સાહિત્યકારે કહ્યું, ‘ભલેને અત્તરના હોજમાં નવડાવે. એમાં આપણું શું જાય છે? પરંતુ તેઓ નવડાવતાં નવડાવતાં અત્તરના હોજમાં ડુબાડી ન દે તો સારું !” હૃદયરોગની બીમારી ચાલુ થયા પછી પાઠકસાહેબે નિયમિત ફરવાનું ચાલુ કર્યું હતું. તેઓ પોતાના ઘરેથી સાંજે કોઈ વાર હીરાબહેન સાથે તો કોઈ વાર એકલા ફરવા નીકળી જતા અને બાબુલનાથના વિસ્તારમાં એક-બે કિલોમીટર જેટલું ચાલીને પાછા આવતા. પાઠકસાહેબને ઘરની બહાર જવું બહુ ગમે, પરંતુ હૃદયરોગની બીમારી પછી મુંબઈમાં બહાર જવાની એટલી અનુકૂળતા નહોતી. મુંબઈમાં પણ જયાં દાદર ચડવાનો હોય તેવી જગ્યાએ તેઓ જવાનું નિવારતા. એ દિવસોમાં મુંબઈમાં લેખકમિલનની પ્રવૃત્તિ સારી રીતે ચાલતી. પીતાંબર પટેલ એના મંત્રી હતા. તેઓ પાઠકસાહેબના વિદ્યાર્થી હતા. એટલે પાઠકસાહેબનાં વ્યાખ્યાનો તેઓ વારંવાર ગોઠવતા. લેખકમિલન પાસે એટલું ભંડોળ નહોતું કે હોલના ભાડાના રૂપિયા ખર્ચીને વ્યાખ્યાનની પ્રવૃત્તિ ચલાવે. વળી ત્યારે એવી પ્રણાલિકા પણ નહોતી. આથી અમારી ઝેવિયર્સ કૉલેજના વ્યાખ્યાનખંડમાં લેખક-મિલનનાં વ્યાખ્યાનો યોજાતાં. તે ઘણુંખરું પહેલા કે બીજે માળે રાખવામાં આવતાં. પરંતુ પાઠકસાહેબનું જ્યારે વ્યાખ્યાન હોય ત્યારે હીરાબહેનના આગ્રહથી ભોંયતળિયે કેમિસ્ટ્રીનો રૂમ અમે ખોલાવતા કે જેથી કરીને પાઠકસાહેબને દાદરો ચડવો પડે નહિ. ફરવાનું સારી રીતે મળે અને ચિત્ત બીજી વાતમાં પરોવાય તથા હળવું થાય એવા આશયથી હીરાબહેને પાઠકસાહેબ માટે એક સરસ ઉપાય શોધી કાઢ્યો હતો. તેઓ સવારે કે સાંજે બાબુલનાથની એચ રૂટની (હાલ ૧૦૩ નંબરની) ખાલી બસમાં બેસે અને ઠેઠ કોલાબા કે આર. સી. ચર્ચ સુધી એક કલાકે પહોંચે. ત્યાં તેઓ બસની અંદર જ બેસી રહે અને એ જ બસમાં પાછા બાબુલનાથ આવી પહોંચે. આવી રીતે તેઓ જુદે જુદે સ્થળે જતાં અને એ જ બસમાં પાછા ફરતાં. જવાનું પ્રયોજન બીજું કંઈ જ નહિ. બસ-રાઇડમાં Page #326 -------------------------------------------------------------------------- ________________ હીરાબહેન પાઠક ૩૯ આ રીતે તેમના ત્રણેક કલાક આનંદમાં પસાર થતા. દરેક સ્ટૉપ ઉપર મુસાફરોની ચડ-ઊતર, અવર-જવર જોવા મળે. વૃદ્ધાવસ્થામાં પાઠકસાહેબ માટે મુંબઈ નગરીના જીવનમાં આ એક સારો ઉપાય હતો. ૧૯૫૫માં પાઠકસાહેબનું અવસાન થયું તે દિવસે પણ તેઓ બસમાં ફરી પાછા બાબુલનાથ ઊતર્યા અને ત્યાંથી ચાલતાં ચાલતાં ઘર પાસે પહોચવા આવ્યા તે પહેલાં જ મકાનના દરવાજા પાસે તેમને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો. તેઓ ત્યાં જ અવસાન પામ્યા. એ પ્રસંગે હીરાબહેને ઘણું કલ્પાંત કર્યું હતું. ત્યારપછી પાઠકસાહેબના શબને જ્યારે લઈ જવામાં આવ્યું હતું ત્યારે પણ હીરાબહેન શબને વળગી પડ્યાં હતાં, અને આર્તસ્વરે બોલતાં હતાં, “હું તમને નહિ લઈ જવા દઉં. તમે મને મૂકીને કેમ ચાલ્યા જાવ છો?” હીરાબહેનને આ ઘટનાથી કેટલો ઊંડો આઘાત લાગ્યો હતો તેની ત્યારે પ્રતીતિ થઈ હતી. - પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેન ઘણાં વ્યાકુળ રહેતાં. સાંત્વન માટે તેઓ તત્ત્વજ્ઞાનના ગ્રંથો વાંચતાં, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલા ગ્રંથોનું રહસ્ય સહેલાઈથી સમજાતું નહિ, કારણ કે કૉલેજના અભ્યાસ દરમિયાન એમણે સંસ્કૃતનો વિષય રાખ્યો નહોતો. એ અરસામાં એકાદ વખત ઉમાશંકર જોશીએ હીરાબહેનને કહેલું કે “તમારે ઉપનિષદો વાંચવા હોય તો પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા પાસે જજો. હું પણ ભલામણ કરીશ.” ઉમાશંકરે ઝાલાસાહેબને એ માટે ભલામણ કરી. આથી હીરાબહેને ઝાલાસાહેબના ઘરે સ્વાધ્યાય માટે નિયમિત જવાનું ચાલુ કર્યું. આ પ્રકારના અધ્યયનથી એમને મનની ઘણી શાંતિ મળી. પછી તો ઝાલાસાહેબ સાથે એમને ઘર જેવો સંબંધ થઈ ગયો. ઝાલાસાહેબના વિદ્યાર્થી તરીકે અને કૉલેજમાં સહ-અધ્યાપક તરીકે મારે પણ પિતાતુલ્ય એવા ઝાલાસાહેબના ઘરે ઘણી વાર જવાનું થતું. હીરાબહેન ત્યાં મળતાં. અમારી ઝેવિયર્સ કૉલેજની સંસ્કૃત વિષયની એક વિદ્યાર્થિની બહેન મીનળ વોરા એક કૉલેજમાં સંસ્કૃત વિષયની અધ્યાપિકા થઈ હતી. તે પણ ઝાલાસાહેબને મળવા આવતી. મીનળ પોતે મોટરકાર ચલાવે. એટલે મુંબઈના કોઈ સાહિત્યિક કાર્યક્રમમાં અમારે જવાનું હોય તો મીનળ અમને ત્રણને લેવા આવે અને પાછાં ફરતાં ઘરે મૂકી જાય. અમારો સાહિત્યિક સંગાથ આ રીતે ઘણાં વર્ષો સુધી ચાલ્યો. ઝાલાસાહેબના અવસાન Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વંદનીય હૃદયસ્પર્શ પછી પણ બહેન મીનળ અને હીરાબહેન વર્ષો સુધી સાથે જતાં-આવતાં રહેતાં. પ્રો. ગૌરીપ્રસાદ ઝાલાના સ્વર્ગવાસ પછી એમની સ્મૃતિ રહે એ માટે કશુંક કરવું જોઈએ એવું એમના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોને લાગ્યું અને ઓછામાં ઓછું, ઝાલાસાહેબના લેખો ગ્રંથસ્થ થવા જોઈએ તેમજ એ માટે ફંડ એકઠું કરવું જોઈએ એવો નિર્ણય કરી “પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા સ્મારક સમિતિ'ની અમે રચના કરી. એની કેટલીક બેઠકો હીરાબહેનના ઘરે યોજવામાં આવતી. ગૌરીપ્રસાદ ઝાલાના અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં લખાયેલાં તમામ લખાણો પ્રગટ થઈ ચૂક્યાં. તે પછી સ્મારક સમિતિનું કશું કામ ન રહેતાં એના વિસર્જન માટેની છેલ્લી બેઠક પણ હીરાબહેનના ઘરે રાખવામાં આવી હતી. અમે એ દિવસોમાં ચોપાટી રહેતાં હતાં. એટલે પાંચેક મિનિટના અંતરે પગે ચાલીને હું અને મારાં પત્ની સાંજે હીરાબહેનને ઘણી વાર મળવા જતાં. ત્યારે અમારા કોઈને ઘરે ટેલિફોન નહોતો. હીરાબહેન ઘરમાં છે કે નહિ તેની નીચેથી જ ખબર પડી જતી. તેઓ ઘરમાં હોય તો તેમની ગેલેરીની જાળી ખુલ્લી હોય અને લાઇટ ચાલુ હોય. પાઠકસાહેબને હીંચકાનો બહુ શોખ હતો અને તેમના ગયા પછી હીરાબહેને પણ હીંચકે બેસીને લખવા-વાંચવાનું ચાલુ રાખ્યું હતું. હીરાબહેન સાંજના ચોપાટી બાજુ ફરવા નીકળે તો અમારે ઘરે આવી ચડતાં. તેમને ગાવાનું બહુ ગમે. અમારે ત્યાં આવે ત્યારે એકાદ-બે ગીત ગાયાં હોય. અમે કેટલીક વાર વિરાર પાસે આવેલા અગાશી તીર્થની યાત્રાએ જતાં. હીરાબહેન અમારી સાથે અગાશીની યાત્રાએ પણ આવતાં. પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેને “પરલોકે પત્ર’ એ શીર્ષકથી પાઠકસાહેબને સંબોધીને વનવેલી છંદમાં કવિતા રૂપે પત્રો લખવા ચાલુ કર્યા હતા. એમની એ રચનાઓએ ગુજરાતી સાહિત્યકારોનું સારું એવું ધ્યાન ખેંચ્યું હતું. એ પત્રો ગ્રંથરૂપે પ્રગટ થયા ત્યારે એ માટે હીરાબહેનને પારિતોષિકો પણ મળ્યાં હતાં. એ દિવસોમાં હીરાબહેનની સંવેદનશક્તિ એટલી ખીલી હતી કે તેઓ સાચાં કવયિત્રી બની ગયાં હતાં. પોતાના ઘરે જે કોઈ મળવા આવે તેને પોતાની નવી લખેલી પંક્તિઓ સંભળાવતાં. તેઓ વહેલી સવારે પાંચક વાગે ઊઠી જતાં અને જાતે દૂધ લેવા જતાં. તે વખતે દૂધની લાઇનમાં ઊભા Page #328 -------------------------------------------------------------------------- ________________ હીરાબહેન પાઠક ૩૧૧ ઊભાં તેઓ “પરલોકે પત્ર’નાં કાવ્યોની પંક્તિઓની રચના કરતાં. સવારનું શાંત, મધુર, શીતલ વાતાવરણ એમને માટે ઘણું પ્રેરક બનતું. હીરાબહેનનું પાઠકસાહેબ સાથેનું દામ્પત્યજીવન પ્રેમ અને બહુમાનપૂર્વકનું હતું. તેઓ પાઠકસાહેબમય બની ગયાં હતાં. પાઠકસાહેબના અવસાન પછી પણ તેઓ તેમને સતત યાદ કરતાં રહેતાં. હીરાબહેનને ઘરે ગયા હોઈએ અને કંઈ વાત નીકળે તો તેઓ “એ કહેતા કે...' એમ કહીને કેટલીય જૂની વાતોનું સ્મરણ તાજું કરતાં. હીરાબહેને પાઠકસાહેબના અવસાન પછી તરત જ એક દઢ સંકલ્પ એવો કર્યો હતો કે પાઠકસાહેબના નામની જે કંઈ રકમ છે તે તથા પાઠકસાહેબને એમના ગ્રંથોમાંથી જે કંઈ રૉયલ્ટી મળે તે રકમમાંથી પોતાની અંગત જરૂરિયાત માટે કશું જ લેવું નહિ. પોતાનું ગુજરાન નોકરીના પગારમાંથી ચાલી રહે એમ હતું. એટલે પાઠકસાહેબની બધી રકમ સાહિત્યનાં કાર્યો માટે વાપરવાનો નિર્ણય કર્યો. હીરાબહેનનો આ નિર્ણય ઘણો જ ઉદાર અને ઉદાત્ત હતો. પોતે કરકસરથી રહેતાં, પણ પાઠકસાહેબની રકમ પોતાના માટે વાપરતાં નહિ. પાઠકસાહેબની રકમમાંથી તેઓ ખાનગીમાં કેટલાક સાહિત્યકારને આર્થિક સહાય કરતાં. કેટલાકને ગ્રંથપ્રકાશન માટે મદદ કરતાં અને છતાં એ બધી વાતોની કશી પ્રસિદ્ધિ ન થાય તેની ખેવના રાખતાં. ગુજરાતી સાહિત્ય પરિષદને પણ આ રીતે એમણે પાઠકસાહેબના નામની જમા થયેલી રકમમાંથી માતબર રકમનું દાન આપ્યું હતું. . પાઠકસાહેબના અવસાન પછી હીરાબહેને સાહિત્યના ક્ષેત્રે કવિતા, વિવેચનલેખો, સંશોધન, ઇત્યાદિ પ્રકારની લેખનપ્રવૃત્તિ ઠીક ઠીક કરી લીધી હતી. તેમણે રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક વગેરે પ્રાપ્ત કર્યા હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદનાં વિભાગીય પ્રમુખ તરીકે પણ તેમની વરણી થઈ હતી અને પરિષદના ઉપ-પ્રમુખ તરીકે પણ તેમણે કેટલાંક વર્ષ માટે સારી સેવા આપી હતી. એ દિવસોમાં હીરાબહેન સાહિત્ય પરિષદની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતાં. ઉપ-પ્રમુખ અને વિભાગીય પ્રમુખનું સ્થાન પ્રાપ્ત કર્યા પછી હીરાબહેનને એવી આશા હતી કે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ દરમિયાન કોઈ મહિલા સાહિત્યકારને સાહિત્ય પરિષદના Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ વંદનીય હૃદયસ્પર્શ પ્રમુખનું સ્થાન મળવું જોઈએ. એમ જો થાય તો પોતે એને માટે યોગ્ય ઉમેદવાર છે એમ એમને લાગતું. પરંતુ સાહિત્ય પરિષદમાં તો પ્રમુખની ચૂંટણી માટે જે નિયમો છે તે જોતાં હીરાબહેન તેમાં ફાવી શકે નહિ. એટલે એમણે એ દિશામાં પ્રયાસ કરવાનું માંડી વાળ્યું. મુંબઈમાં પોતાને ઘરે ફોન મેળવવો એ ઘણી તકલીફની વાત રહી છે. હીરાબહેનના ઘરે જ્યારે ફોન આવ્યો ત્યારે તેમને ખૂબ આનંદ થયો. ફોનથી તરત સંપર્ક થઈ શકે. કેટલેય ઠેકાણે જાતે જવું ન પડે અને કેટલાંય કામ ઝડપથી કરી શકાય. હીરાબહેનના ઘરે આ ફોન આવ્યો એ એમને માટે ઉત્સવ જેવી ઘટના હતી, કારણ કે એથી ઘરમાં એકલતા લાગતી નહિ. પોતાના ઘરે ફોન આવ્યા પછી હીરાબહેનના સંપર્કો ઘણા વધી ગયા હતા. મુંબઈ અને ગુજરાતના સાહિત્યજગતની પ્રવૃત્તિઓના વિવિધ પ્રવાહથી ફોન દ્વારા તેઓ સતત પરિચયમાં રહેતાં. એને લીધે હીરાબહેનનો ફોન સતત રોકાયેલો રહેતો. માંડીને વાત કરવાની એમની પ્રકૃતિને લીધે પણ તેમની સાથેનો ફોન ઠીક ઠીક સમય સુધી ચાલતો. એમનો ફોન આવે અને ‘છે...તે’ શબ્દથી તેઓ કેટલીક વાર શરૂઆત કરતાં અને વચ્ચે પણ ‘છે... તે’, ‘છે... તે’ ‘એમ... કે’ બોલવાની પણ તેમને આદત હતી. એમના ઉચ્ચારનો જુદો જ લહેકો હતો. બધા દાંત પડાવ્યા પછી બત્રીશી આવી તે પછી હીરાબહેનના લહેકામાં થોડોક ફરક પડ્યો હતો, પરંતુ એમની ચેતનાની ઉષ્મા તો એવી જ અનુભવાતી. હીરાબહેનનો ફોન કોઈ કોઈ વાર તો કલાકનો સમય વટાવી જતો. અને એથી જ કંઈક કામ પ્રસંગે હીરાબહેનને ફોન કરવાનો હોય અને ઉતાવળમાં હોઈએ તો મનમાં એમ થાય કે, ‘હમણાં ફોન કરવો નથી; વાત કરવાની મજા નહિ આવે.’ એક દિવસ હીરાબહેને પોતાની ચિંતા વ્યક્ત કરતાં અમને કહ્યું કે, ‘થોડા દિવસથી કોઈકનો રોજ રાતના બેથી ત્રણ વાગ્યાની વચ્ચે ફોન આવે છે. હું ઊઠીને લઉં છું પણ સામેથી કોઈ બોલતું નથી. કોઈક સતાવતું લાગે છે.’ મેં કહ્યું, ‘તમે એક નુસખો અજમાવી જુઓ. રાત્રે દસેક વાગે સૂઈ જાવ ત્યારે રિસીવર નીચે મૂકીને સૂઈ જાવ, અને સવારે છ વાગ્યે ઊઠો ત્યારે રિસીવર પાછું સરખું મૂકી દો.’ હીરાબહેને એકાદ મહિનો એ પ્રમાણે કરતાં અડધી રાતે આવતો ફોન બંધ થઈ ગયો હતો. પછીથી હીરાબહેને એવી ટેવ રાખી હતી Page #330 -------------------------------------------------------------------------- ________________ હીરાબહેન પાઠક ૩૧૩ કે કોઈનો પણ ફોન આવે કે તરત પોતે બોલતાં નહિ. સામેનો પરિચિત અવાજ હોય તો જ બોલવાનું ચાલુ કરે. - ઈ. સ. ૧૯૬૦ની આસપાસ હીરાબહેને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં એમ.એ.ના ગુજરાતી વિષયના એક્સટર્નલ લેક્ઝરર તરીકે મારા નામની ભલામણ કરી. દર અઠવાડિયે બેથી ત્રણ લેક્ટર એ યુનિવર્સિટીમાં લેવાનું મારે નક્કી થયું. એને લીધે એ યુનિવર્સિટીના સ્ટાફના સભ્યો સાથે મારે વધુ પરિચયમાં આવવાનું બન્યું. જયારે પણ લેક્ટર લેવા જાઉં ત્યારે પ્રિન્સિપાલ ફાટકને બેચાર મિનિટ માટે પણ મળવા જવાનું રહેતું હતું. સુંદરજીભાઈ બેટાઈ પણ ત્યારે ત્યાં બેઠેલા હોય. આ રીતે પ્રિન્સિપાલ ફાટક સાથે મારે ગાઢ સંબંધ થયો અને પ્રતિવર્ષ એમ.એ.ના લેક્ટર માટે તેઓ મને નિમંત્રણ મોકલતા રહ્યા. આઠેક વર્ષ એ રીતે એ યુનિવર્સિટી સાથે એમ.એ.નાં લેક્ઝર્સને નિમિત્તે હું સંલગ્ન રહ્યો. દરમિયાન એમ.એ.ના પરીક્ષક તરીકે પણ એ યુનિવર્સિટીમાં મારી નિમણૂક થવા લાગી અને એના ગુજરાતી બોર્ડના સભ્ય તરીકે પણ મને નિયુક્ત કરવામાં આવ્યો. શ્રીમતી શારદાબહેન દીવાન ત્યારે રજિસ્ટ્રાર હતાં અને ઈશ્વરભાઈ કાજી ડેપ્યુટી રજિસ્ટ્રાર હતા. ઈશ્વરભાઈ કાજીને મારે વારંવાર મળવાનું થતું. તેઓએ હીરાબહેનની ભલામણથી તે વખતે મને એ યુનિવર્સિટીમાં કોઈકનું ગુજરાતીમાં લખેલું પુસ્તક ભાષાની દૃષ્ટિએ સુધારવા માટે આપ્યું. એ પુસ્તક તે બીજા કોઈનાં પુસ્તકમાંથી કરેલી સીધી ઉઠાંતરી છે એવું મેં જ્યારે ઈશ્વરભાઈ કાજીને બતાવ્યું ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પુસ્તક સુધારવાનું આ કામ મને સોંપ્યું તે બદલ તેઓ રાજી થયા અને તે લખનાર લેખકને બોલાવીને તેમણે આ ઉઠાંતરી બતાવી અને આખોય ગ્રંથ ફરીથી નવેસરથી લખાવ્યો. આથી કાજીસાહેબ સાથે પણ મારે ગાઢ પરિચય થયો. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં હું ગયો હોઉં ત્યારે કાજીસાહેબને નમસ્તે કર્યા વિના પાછો ફરું તો તેમને માઠું લાગતું. યુનિવર્સિટી ગ્રાંટ કમિશને મુંબઈ યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી માટે ગુજરાતી વિષયમાં પ્રોફેસરની પોસ્ટની મંજૂરી આપી, પરંતુ સરકારી કાર્યવાહીના કારણે તેનો અમલ થતાં તો પાંચેક વર્ષ નીકળી ગયાં. પરિણામે એ સ્થાનની ઉત્સુકતાપૂર્વક રાહ જોનાર એવા મનસુખલાલ ઝવેરી, Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ વંદનીય હૃદયસ્પર્શ સુંદરજી બેટાઈ વગેરે કેટલાક ધુરંધર પ્રાધ્યાપકો નિવૃત્તિવય વટાવી ચૂક્યા. એ સ્થાન તેમને મળ્યું નહિ. ગુજરાત યુનિવર્સિટીમાં ઉમાશંકર જોશીને પ્રોફેસરનું સ્થાન મળ્યું હતું. એટલે પ્રોફેસરના પદ માટેના ઉમેદવાર ઉમાશંકરની કક્ષાના હોવા જોઈએ એવી મોટી અપેક્ષા ત્યારે બંધાઈ હતી. એટલે આવું માનભર્યું પદ સહેલાઈથી કોઈના હાથમાં ન જવા દેવું એવી લાગણી વડીલ અધ્યાપકોમાં પ્રવર્તતી હતી. ત્રીસેક વર્ષ પહેલાંની એ પરિસ્થિતિ ઉપર આજના પ્રોફેસરોની કક્ષાના સંદર્ભમાં જયારે વિચાર કરીએ છીએ ત્યારે એ વખતે આપણાં વડીલ અધ્યાપકોએ કેવો અન્યાય ગુજરાતી ભાષાને અને સાથે સાથે આપણાં સમર્થ અધ્યાપકોને કર્યો હતો તે સમજાય છે. ૧૯૬૭-૬૮માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં પ્રોફેસરોની પોસ્ટ માટે યુ.જી.સી.ની મંજૂરી મળી હતી. એ પોસ્ટની જાહેરાત થતાં હીરાબહેન તો એ માટે અરજી કરવાનાં જ હતાં, પરંતુ પ્રિન્સિપાલ ફાટકના આગ્રહથી મારે પણ એ પોસ્ટ માટે અરજી કરવાનું પ્રાપ્ત થયું હતું. મારી બહુ ઈચ્છા નહોતી. પરંતુ સંજોગો એવા ઊભા થયા હતા કે અરજી કરવી પડે તેમ હતી. એ માટે ઝાલાસાહેબની તથા હીરાબહેનની સંમતિ પછી જ મેં અરજી કરી હતી. એ દિવસોમાં હીરાબહેન માટે એક પ્રશ્ન એ ઊભો થયો હતો કે એમણે પોતાના શોધનિબંધ પછી નવું કોઈ સંશોધનકાર્ય કર્યું ન હતું. પ્રોફેસરની પોસ્ટ પ્રાપ્ત કરવા માટે આવું કંઈક સંપાદન-સંશોધન કરવું આવશ્યક હતું. હીરાબહેને એ વિશે મને વાત કરી. ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તાનું સંપાદન ઇન્ટરવ્યુ પહેલાં પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા હતી. એ માટે તેમણે મારી સહાય માગી. ભારતીય વિદ્યા ભવનમાં બેસીને આ સંપાદન તૈયાર કરવામાં મેં તેમને સહાય કરી. એ વખતે હીરાબહેન પાસે નિખાલસતાથી એક વાત મેં રજૂ કરી કે, “હીરાબહેન, પ્રોફેસરની પોસ્ટ માટે હું પણ અરજી કરવાનો છું. એવો ઉલ્લેખ તમે ન કરો એવું હું ઇચ્છું છું, કારણકે પ્રિન્સિપાલ ફાટક તો એ વાતને જવળગી રહેશે કે હીરાબહેન કરતાં રમણલાલ શાહ ચડિયાતા છે.” હીરાબહેને એ વાત માન્ય રાખી. એ દિવસોમાં મુંબઈમાં બે વ્યક્તિઓને પ્રોફેસરના પદ માટે અપાત્ર ઠરાવીને મુંબઈ યુનિવર્સિટી અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીએ ભારે અન્યાય કર્યો હતો એમ ઘણાંને ત્યારે લાગ્યું હતું : (૧) ડૉ. કાન્તિલાલ બી. Page #332 -------------------------------------------------------------------------- ________________ હીરાબહેન પાઠક ૩૧૫ વ્યાસ અને (૨) શ્રીમતી હીરાબહેન પાઠક. ડૉ. કાન્તિલાલ વ્યાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રખર અભ્યાસી અને સંશોધક હતા. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર અને વળી ભાષાવિજ્ઞાનના પણ નિષ્ણાત હતા. પ્રોફેસરની પોસ્ટ માટે મુંબઈ યુનિવર્સિટીમાં એમણે જ્યારે અરજી કરી ત્યારે તેઓ એકમાત્ર ઉમેદવાર હતા. તેઓ એ સ્થાન માટે યોગ્ય જ હતા. છતાં આવું માનભર્યું સ્થાન એમને ન આપવાના હેષભર્યા પ્રયાસો થયા હતા. ત્યારે પસંદગી સમિતિમાં પ્રો. અમૃતલાલ યાજ્ઞિક, પ્રો. બેટાઈ વગેરે હતા. પ્રો. અનંતરાય રાવળ અમદાવાદથી હેતુપૂર્વક આવ્યા નહિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના નિષ્ણાત ડૉ. કાન્તિલાલ વ્યાસને ઈન્ટરવ્યુમાં એમના અભ્યાસના વિષયના ક્ષેત્રને લગતો કોઈ પ્રશ્ન ન પૂછતાં બૉદલેર, કેમૂ, કાફકા, સાત્ર, કિર્કગાઈ, ઍબ્સર્ડ ડ્રામા, ઍન્ટિનોવેલ, અસ્તિત્વવાદ વગેરે વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. જોકે પૂછનારનો પોતાનો એ વિષયોનો અભ્યાસ ઇન્ટરબૂમાં પાસ થવા જેટલો નહોતો. દરેક પ્રશ્ન વખતે ડૉ. વ્યાસને જવાબ આપવો પડ્યો કે, “માફ કરજો, એ મારા અભ્યાસનો વિષય નથી.” આવી રીતે આવા પ્રશ્નો પૂછીને પસંદગી સમિતિએ ડૉ. વ્યાસને કશું જ આવડતું નથી એવું વાઇસ ચાન્સેલર અને સરકારી પ્રતિનિધિ સમક્ષ બતાવીને પ્રોફેસરની પોસ્ટ માટે અપાત્ર ઠરાવ્યા. એવી જ રીતે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં રીડરની પોસ્ટ ધરાવનાર હીરાબહેન પાઠકને પ્રોફેસરની પોસ્ટ ન આપતાં અન્યાય થયો હતો. પસંદગી સમિતિમાં ઉમાશંકર જોશી પણ હતા. ઇન્ટરવ્યુ પછી એક માત્ર ઉમાશંકર જોશીએ હીરાબહેનને પ્રોફેસરની પોસ્ટ મળવી જોઈએ એવો અભિપ્રાય દર્શાવ્યો હતો. પસંદગી સમિતિની બેઠકમાં પ્રિન્સિપાલ ફાટકે હીરાબહેનના અધ્યાપનકાર્યથી પોતાને સંતોષ નથી એવું લેખિત નિવેદન રજૂ કર્યું જેની કોઈ જરૂર નહોતી. એવા નિવેદન પાછળ કાવતરું હતું. એથી ઉમાશંકર આ બધી ચાલ સમજી ગયા, ગુસ્સે થયા અને કહ્યું : “I smell a rat in this meeting' અને પસંદગી સમિતિના અહેવાલમાં પોતે બીજા સભ્યોના અભિપ્રાય સાથે સંમત નથી એવી વિરોધની નોંધ લખી અને વાઇસ ચાન્સેલર લેડી ઠાકરશીને પછી કહ્યું કે પોતે હવે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીનું કોઈ નિમંત્રણ સ્વીકારશે નહિ. હીરાબહેનને પ્રોફેસરની પોસ્ટ મળી નહિ એનું દુ:ખ ઘણું રહ્યું. પછી Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વંદનીય હૃદયસ્પર્શ તેઓ રાજીનામું મૂકી યુનિવર્સિટીમાંથી વહેલાં નિવૃત્ત થઈ ગયાં. જયાં સુધી કૉલેજમાં અધ્યાપિકા તરીકે હીરાબહેન કામ કરતાં હતાં ત્યાં સુધી તો તેમનો સમય ક્યાં પસાર થઈ જતો તેની ખબર પડતી નહિ. પરંતુ નિવૃત્ત થયા પછી તેમણે નજીકમાં ભારતીય વિદ્યા ભવનમાં રોજેરોજ જઈને પોતાના અધ્યયનની પ્રવૃત્તિ સતત ચાલુ રાખી હતી. પોતાને નોકર-ચાકરના સમય સાચવવાની પરાધીનતા નહોતી ગમતી. એટલા માટે તેઓ કેટલાંક ઘરકામ જાતે જ કરી લેતાં. તેઓ સાદાઈથી રહેતાં અને સ્વાશ્રયી જીવન જીવતાં. સાંજે ભવનમાંથી તેઓ ઘરે આવે ત્યારે મળવા આવનાર વ્યક્તિઓનો મેળો જામતો. તેઓ ઘણી જુદી જુદી સંસ્થાઓમાં સલાહકાર તરીકે માર્ગદર્શન આપતાં. મહિલાઓની સંસ્થાઓમાં તેઓ વધુ રસ લેતાં. નવોદિત લેખિકા કે કવયિત્રીઓને તેઓ સારું માર્ગદર્શન આપતાં. મુંબઈના સાહિત્યજગતમાં એક મુરબ્બી તરીકે તેમનું મોભાભર્યું સ્થાન હતું. તેઓ સાહિત્યિક અને અન્ય વિષયનાં વ્યાખ્યાનો કે ચર્ચાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં. તેઓ સશક્ત અને તરવરાટવાળાં હતાં અને ઘણી પ્રવૃત્તિઓને પહોંચી વળતાં. અધ્યાપિકા તરીકેની નોકરીનું કોઈ બંધન ન હોવાથી અને પોતાની લેખનપ્રવૃત્તિ કંઈક મંદ પડવાથી તથા પાઠકસાહેબના ગ્રંથોના પુનર્મુદ્રણને માટે કરેલી મોટી યોજના માટે ઠીક ઠીક સમય આપવો પડતો હોવાથી ૧૯૫૭ પછી હીરાબહેનનું પોતાના ઘરે નિયમિત રહેવાનું ઓછું ને ઓછું થતું ગયું. ક્યારેક ત્રણચાર મહિના માટે તેઓ અમદાવાદ ગયાં હોય, ક્યારેક પોતાના ભાઈના ઘરે રહેવા ગયાં હોય, તો ક્યારેક વળી પોતાની ખાસ બહેનપણી બકા બહેનના ઘરે રહેવા ગયાં હોય. આવું વારંવાર બનવા લાગ્યું હતું. એથી મુંબઈના સાહિત્યજગત સાથેના હીરાબહેનના સંપર્કમાં ઓટ આવી હતી. વળી જ્યારથી તેઓ ઇગતપુરીમાં શ્રી ગોએન્કાજીની વિપશ્યના ધ્યાનની સાધના કરી આવ્યાં હતાં ત્યારથી તેમના જીવનમાં એક વળાંક આવેલો જોઈ શકાતો હતો. પહેલાં હીરાબહેન મળે ત્યારે દસ સવાલ પૂછે અને ઘણી માહિતી મેળવે. તેને બદલે હવે હીરાબહેનને ઓછા સંપર્કો અને એકાંતવાસ વધુ પ્રિય બન્યાં હતાં. ફોનમાં પણ તેઓ ટૂંકી અને મુદ્દાસરની વાત કરતાં. તેઓ બિલકુલ બહાર જતાં નહિ એવું નહિ, પરંતુ ઉપયોગી અને અનિવાર્ય હોય એવા જાહેર કાર્યક્રમોમાં જતાં. Page #334 -------------------------------------------------------------------------- ________________ હીરાબહેન પાઠક ૩૧૭ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પાઠકસાહેબના બધા જ ગ્રંથોના પુન:પ્રકાશનનું આયોજન થયું એથી હીરાબહેનને અત્યંત હર્ષ થયો હતો. જીવનની બહુ મોટી ધન્યતા તેમણે અનુભવી હતી. આ યોજના માટે પોતાની બીજી પ્રવૃત્તિઓ છોડી દઈને પણ તેઓ કામ કરવા લાગી ગયાં હતાં. જીવનના અંત સુધી એમણે આ જવાબદારી સારી રીતે વહન કરી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીએ મૂર્ધન્ય સાહિત્યકાર તરીકેનો “ગૌરવ પુરસ્કાર' હીરાબહેનને આપવાનું નક્કી કર્યું એ સમયોચિત જ હતું. હીરાબહેનને આ પુરસ્કાર આપવા માટે શ્રી મનુભાઈ પંચોળી, શ્રી યશવંત શુક્લ વગેરે મુંબઈ પધાર્યા અને હરકિશન હૉસ્પિટલમાં જઈને પથારીવશ એવાં હીરાબહેનને આ પુરસ્કાર અર્પણ કર્યો એ ખરેખર એક મહત્ત્વની યાદગાર ઘટના હતી. એ પ્રસંગે માંદગીને બિછાનેથી હરાબહેને પંદરેક મિનિટ સુધી પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. અશક્ત એવાં હીરાબહેનને અંદરના કોઈ અદમ્ય ઉત્સાહ અને ઉમંગે એમની પાસે આવું સરસ વક્તવ્ય કરાવ્યું હતું. હીરાબહેનની તબિયત બગડી એ પછી નિદાન કરતાં ડૉક્ટરોને જણાયું કે તેમને હાડકાંના કેન્સરનો વ્યાધિ થયો છે. આ માટે તરત સારવાર ચાલુ થઈ. એમના ભાઈ બાલકૃષ્ણભાઈ હરકિશનદાસ હૉસ્પિટલમાં મુખ્ય ટ્રસ્ટી એટલે હીરાબહેનની સારવારમાં તો કોઈ જ ખામી રહી નહિ, પરંતુ હીરાબહેનની માંદગી ઠીક ઠીક સમય સુધી ચાલી. વચ્ચે તો તેઓ બેભાન અવસ્થામાં હતાં ત્યારે કોઈને અંદર જવા દેવામાં આવતાં નહિ. તેઓ ઘરે આવ્યાં. પછી પાછાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. તેમને સારું લાગતું હતું અને મુલાકાતીઓને મળવા દેવામાં આવતા હતા ત્યારે અમે એમની ખબર જોવા ગયેલાં. તે વખતે પૂરી સ્વસ્થતાપૂર્વક તેમણે અમારાં દીકરા-દીકરીનાં નામ દઈને પૂછતાછ કરેલી. એ પરથી લાગ્યું કે તેમની સ્મૃતિ હજુ સારી છે. જ્યારે જ્યારે એમને અસહ્ય પીડા થતી ત્યારે એમને પીડાશામક દવાઓ અને ઇન્જકશન આપવા પડતાં. અલબત્ત બીમારી કેન્સરની હતી અને શરીર ઉત્તરોત્તર ઘસાતું જતું હતું તે જોતાં તેઓ હવે વધુ વખત નહિ કાઢે એવું લાગતું હતું. તેમની તબિયત વધુ લથડતી ગઈ અને હૉસ્પિટલમાં રાખવાનું કોઈ પ્રયોજન નથી એમ જણાતાં ફરી પાછાં એમને એમના ભાઈના ઘરે લઈ આવવામાં આવ્યાં અને Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ એ ઘરે જ એમણે દેહ છોડ્યો. હીરાબહેનનું સ્મરણ થતાં કેટલા બધા પ્રસંગો નજર સામે ત૨વરે છે ! પાઠકસાહેબના સંયોગથી તેઓ ધન્ય અને સાર્થક જીવન જીવી ગયાં. તેમની ઉચ્ચ કોટિની ચેતનામાંથી ઘણાંને પ્રેરણા મળી રહે એમ છે. સ્વ. હીરાબહેનના આત્માને નતમસ્તકે અંજલિ અર્પી છું. વંદનીય હૃદયસ્પર્શ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૭ હંસાબહેન મહેતા શ્રીમતી હંસાબહેન જીવરાજ મહેતાનું બુધવાર, તા. ૪થી એપ્રિલ, ૧૯૯૫ના રોજ ૯૮ વર્ષની ઉંમરે મુંબઈમાં અવસાન થયું. એમના અવસાનની નોંધ અખબારોમાં જેટલી લેવાવી જોઈતી હતી તેટલી લેવાઈ નથી એવી ફરિયાદ થઈ છે. જોકે આમ બનવું સ્વાભાવિક છે. વ્યક્તિ વડાપ્રધાન કે રાષ્ટ્રના પ્રમુખપદે હોય તે વખતે તેમનું અવસાન થાય ત્યારે તેમને, તોપ ફોડવા સાથે સલામીનું માન મળે તેટલું માન નિવૃત્ત થઈને તરતના કાળમાં અવસાન પામે ત્યારે ન મળે. જાહેર જીવનમાં અત્યંત સક્રિય રહેલી અને વિવિધ સિદ્ધિઓ ધરાવતી વ્યક્તિ જાહેર જીવનમાંથી નિવૃત્ત થાય અને નાદુરસ્ત તબિયતને કારણે વર્ષો સુધી જાહેર જીવનથી અલિપ્ત રહે, લોકસંપર્કમાં રહે નહિ તો તેવી વ્યક્તિનું સ્મરણ લોકોમાં ઓછું ને ઓછું થતું જાય તે સ્વાભાવિક છે. વ્યક્તિ એંસીનેવુંની ઉંમર વટાવી જાય અને પોતાની હારના જાહેર જીવનના સહકાર્યકરોમાંથી લગભગ ઘણાખરાએ વિદાય લઈ લીધી હોય ત્યારે આવું લોકવિસ્મરણ સહજ છે. ક્યારેક તો લોકોને પૂછવું પડે કે ફલાણા ભાઈ કે બહેન હજુ હયાત છે? ત્રીસ કે ચાલીસની ઉંમરે પહોંચેલા તે તે ક્ષેત્રના યુવાનો માટે તો ગત જમાનાની આવી મહાન વ્યક્તિ એક ભૂતકાલીન ઘટના જેવી બની રહે છે. સમાજ એકંદરે તો વર્તમાન સમયમાં સક્રિય રહેતી જાહેર જીવનની વ્યક્તિઓમાં જ વિશેષ રસ ધરાવતો રહે છે. શ્રીમતી હંસાબહેન મહેતા સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના હોદ્દેથી નિવૃત્ત થયાં અને મુંબઈમાં આવીને સ્થાયી થયાં એ પછી કોઈ જાહેર કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેતાં નહોતાં કે એમની કલમનો પ્રસાદ વર્તમાનપત્રો કે સામયિક દ્વારા કશો જ મળતો નહોતો. આથી લોકો સાથેનો. ખાસ કરીને શૈક્ષણિક અને સાહિત્યજગત સાથેનો એમનો સંપર્ક રહ્યો ન હતો. આઉટ ઑફ સાઈટ, આઉટ ઓફ માઇન્ડ જેવી પરિસ્થિતિ ત્યારે પ્રવર્તવા લાગે. પરંતુ આવી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ વંદનીય હૃદયસ્પર્શ પરિસ્થિતિ નિવારવાનું કાર્ય ગુણગ્રાહી સમાજ કર્યા વગર રહે નહિ. સ્વ. હંસાબહેન મહેતાને મુંબઈમાં એમના ઘરે હું મળવા ગયો હતો એ વાતને પણ સાતેક વર્ષ થયાં હશે ! ત્રણ વ્યક્તિઓ મુંબઈ મારા ઘરે ઊતરે ત્યારે કોઈક કોઈક વાર તેમની સાથે હંસાબહેનને મળવા જવાનું મારે થતું : (૧) ચંદ્રવદન ચી. મહેતા, (૨) ડૉ. ભોગીલાલ સાંડેસરા અને (૩) કવિ ઉમાશંકર જોશી. એમાં પણ ઉમાશંકર જોશી કરતાં ડૉ. ભોગીલાલ સાંડેસરા અને ચંદ્રવદન મહેતા હંસાબહેનને મળવા માટે વધુ જતા, કારણ કે હંસાબહેન મહેતા જયારે સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતાં ત્યારે એ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ડૉ. સાંડેસરા અને ચંદ્રવદન મહેતાએ કાર્ય કર્યું હતું. બંને ઉપર હંસાબહેનનો ઉપકાર મોટો હતો. ચંદ્રવદન મહેતા અને હંસાબહેન મહેતા લગભગ સમવયસ્ક હતાં. બંનેનો જન્મ સુરતમાં અને ઉછેર વડોદરામાં. હંસાબહેન સાથે ચંદ્રવદનની નિખાલસપણે બેધડક બોલવાની રીત પણ ખરી. પરંતુ ડૉ. સાંડેસરા હંસાબહેન કરતાં વીસેક વર્ષ નાના હતા. એટલે એમને હંસાબહેન માટે આદરભાવ ઘણો હતો. “હંસાબહેન અમારાં વાઈસ ચાન્સેલર છે. સયાજીરાવ યુનિવર્સિટીમાં મારી નિમણૂક કરનાર હંસાબહેન છે.” એવું બોલતાં સાંડેસરાની છાતી ફુલાતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી હંસાબહેન અશક્ત રહેતાં એટલે અમે જ્યારે એમને મળવા જઈએ ત્યારે પોતાની રૂમમાંથી બેઠકના ખંડમાં આવતાં પંદરવીસ મિનિટ નીકળી જતી. નોકરાણી બાઈ હાથ પકડીને એમને બેઠકના ખંડમાં લાવતી. તેઓ સ્વસ્થપણે વાત કરતાં. યુનિવર્સિટીના કેટલાક યાદગાર પ્રસંગો વાગોળતાં. કેટલીક વાતોથી તેઓ પ્રસન્ન થતાં તો પોતાની યુનિવર્સિટીમાં ચાલતા રાજકારણની વાતો સાંભળી ખેદ અનુભવતાં. એકંદરે યુનિવર્સિટીની જ વાતો નીકળતી. પરંતુ તેઓ ઘણું ઓછું બોલતાં. ક્યારેક કોઈકના સમાચાર પૂછતાં. એટલે વાતનો દોર વધુ ચાલતો નહિ. ચંદ્રવદન, ડૉ. સાંડેસરા કે ઉમાશંકર જોશી માત્ર આદરભાવથી પ્રેરાઈને, હંસાબહેનને ફક્ત વંદન કરવાના અને ખબર જોવાના આશયથી જતા. હું તો ત્રણે કરતાં વયમાં ઘણો નાનો હતો. એટલે હું તો માત્ર સાથ આપવા જતો. અને એમની વાતચીતનો સાક્ષી બનીને શાંત બેસી રહેતો. વળી હંસાબહેન મને ઓળખે પણ નહિ. દર વખતે મારે માટે પૂછે, “આ ભાઈ કોણ છે ?' વૃદ્ધાવસ્થાને લીધે યાદ ન Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ હંસાબહેન મહેતા રહે એવું બનવું સ્વાભાવિક હતું. એમની વિસ્મૃતિથી મને ક્ષોભ થતો નહિ. છેલ્લે છેલ્લે તો ચંદ્રવદન મહેતા કહેતા કે હંસાબહેનને મળવા જવાની ઇચ્છા થતી નથી, કારણ કે મળવા જવાથી એમને ઘણી તકલીફ પડે છે. હંસાબહેન કેટલાંક વર્ષથી પથારીવશ તો હતાં, પરંતુ ત્યાર પછી એમણે આંખોનું તેજ પણ ગુમાવી દીધું હતું. આંખોનું તેજ ચાલ્યા ગયા પછી તેમની પરાધીનતા વધી ગઈ હતી. જ્યાં સુધી આંખો ચાલી ત્યાં સુધી તેઓ કંઈક ને કંઈક વાંચતા રહેતાં, કારણ કે તેમનો વાચનનો શોખ ઘણો હતો. તેમને રેડિયો પર આવતી ક્રિકેટની કોમેન્ટરી સાંભળવાનો રસ પણ ઘણો હતો. પરંતુ છેલ્લાં વર્ષોમાં તેમના જીવનદીપનું તેજ નૈસર્ગિક રીતે પણ ઓછું થતું જતું હતું. હંસાબહેન મહેતા એટલે જાજવલ્યમાન નારી. એમને તેજસ્વિતા વારસામાં મળી હતી. તેઓ વડોદરા રાજ્યના દીવાન સર મનુભાઈ મહેતાનાં પુત્રી. સયાજીરાવના રાજ્યકાળમાં સર મનુભાઈ દીવાને રાજ્યની પ્રગતિમાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સર મનુભાઈ મહેતા પોતે પણ ગુજરાતના પ્રથમ નવલકથાકાર કરણઘેલો'ના કર્તા સૂરતના શ્રી નંદશંકર તુળજાશંકર મહેતાના પુત્ર. ભારતના દેશી રાજયોમાં સયાજીરાવ ગાયકવાડનું વડોદરા રાજ્ય ઘણું પ્રગતિશીલ રાજય ગણાતું. એ રાજ્યના દીવાનના ઘરમાં જેનો ઉછેર થયો હોય એ સંતાનને જન્મથી જ કેટલાક વિશેષ લાભ મળે અને એની બુદ્ધિ-પ્રતિભા ખીલે એ કુદરતી છે. હંસાબહેન એમના જમાનામાં બી.એ. અને એમ.એ. થયેલાં. એ જમાનામાં છોકરાંઓમાં પણ મેટ્રિક થયેલા છોકરાઓ કોઈક જ જોવા મળે. આખા ઇલાકામાં ફક્ત બે-ત્રણ કૉલેજો હોય એ જમાનામાં કૉલેજમાં જઈ અભ્યાસ કરવો એ છોકરી માટે નવાઈની વાત હતી. વળી કેટલીક જ્ઞાતિમાં નિષિદ્ધ જેવી વાત પણ હતી અને રૂઢિચુસ્ત સમાજમાં ક્રાંતિકારક ઘટના જેવી લેખાતી હતી. લેડી વિદ્યાબહેન નીલકંઠ, સૌદામિની મહેતા, શારદાબહેન મહેતા વગેરેનાં નામો પછી હંસાબહેન મહેતાનું નામ પણ બોલાતું. યુનિવર્સિટીના શિક્ષણમાં નાગર કોમની યુવતીઓ જેટલી મોખરે હતી તેટલી અન્ય કોમની નહોતી. વિદ્યાબહેન નીલકંઠ પ્રથમ મહિલા ગ્રેજયુએટ હતાં. હંસાબહેન મહેતા પ્રથમ એમ.એ. થનાર મહિલા હતાં. હંસાબહેનનો જન્મ સૂરતમાં વડનગરા નાગર જ્ઞાતિમાં ત્રીજી જુલાઈ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૨ વંદનીય હૃદયસ્પર્શ ૧૮૯૭ના રોજ થયો હતો. બાલ્યકાળથી જ તેઓ ખૂબ હોશિયાર હતાં. તેમની સ્મરણશક્તિ ઘણી સારી હતી. ૧૯૧૩માં તેઓ મેટ્રિક થયાં ત્યારે “ચેટફિલ્ડ પ્રાઇઝ', “નારાયણ પરમાનંદ પ્રાઈઝ' વગેરે મેળવેલાં. મેટ્રિક પછી વડોદરા કૉલેજમાં તેઓ દાખલ થયાં ત્યારે ત્યાં વિદ્યાર્થી સમાજ, વક્નત્વ મંડળી વગેરેની સ્થાપનામાં તેમણે સક્રિય રસ લીધેલો. હંસાબહેનને સંસ્કૃત અને ઇંગ્લિશ ભાષાના વિષયમાં ઘણો રસ હતો. (કૉલેજકક્ષાએ ગુજરાતી વિષય ત્યારે હજુ દાખલ થયો નહોતો.) તેટલો જ રસ તત્ત્વજ્ઞાનમાં રહેતો. હંસાબહેને મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા ફિલૉસોફીના વિષય સાથે સારા માર્ક્સ પાસ કરી. તે પછી તેઓ વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયાં. તેમણે ત્યાં રહીને લંડન યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના વિષયનો અભ્યાસ કર્યો. ઇંગ્લેન્ડમાં આ બે વર્ષના અભ્યાસ દરમિયાન તેમને સુપ્રસિદ્ધ ભારતીય કવયિત્રી શ્રીમતી સરોજિની નાયડુનો પરિચય થયો હતો. ૧૯૨૦માં જિનીવામાં ઇન્ટરનેશનલ વિમેન્સ કૉન્ફરન્સ યોજાઈ હતી તેમાં ભાગ લેવા માટે તેઓ સરોજિની નાયડુ સાથે જિનીવા ગયાં હતાં. જે દિવસોમાં પ્રવાસીઓ માટે વિમાનવ્યવહાર નહોતો એ દિવસોમાં તેઓ સ્ટીમરમાં ઇંગ્લેન્ડ ગયાં હતાં. ઇંગ્લેન્ડમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી ૧૯૨૨માં તેઓ વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયાં હતાં. ૧૯૨૩માં સાન ફ્રાંસિસ્કોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કેળવણી પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. આ રીતે યુવાન વયે જ તેમણે પોતાની તેજસ્વિતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દાખવી હતી. ૧૯૨૩માં હંસાબહેન વિદેશમાં અભ્યાસ કરીને વડોદરા પાછાં ફર્યા તે વખતે તેમની ઉંમર પચીસેક વર્ષની હતી. એ જમાનામાં એક કૉલેજકન્યા તરીકે આટલી બધી પ્રગતિ કરનાર અને આટલી તેજસ્વી કારકિર્દી ધરાવનાર યુવતીનો જોટો મળે નહિ. એ દિવસોમાં સામાજિક રૂઢિઓનાં બંધનો હતાં. જે જમાનામાં મોટા ભાગની છોકરીઓ હાઇસ્કૂલમાં અભ્યાસ કરવા જતી ન હતી, તથા જવલ્લે જ કોઈક છોકરી મેટ્રિક સુધી પહોંચતી હતી અને પંદરસત્તર વર્ષે છોકરીઓનાં લગ્ન થઈ જતાં એ જમાનામાં યુનિવર્સિટીની ડિગ્રી મેળવ્યા પછી વિદેશ જઈ ઉચ્ચ અભ્યાસ કરીને પાછા આવવું એ એક કૉલેજકન્યા માટે વિરલ ઘટના હતી. પરંતુ બીજી બાજુ એમાં સામાજિક સમસ્યા ઊભી થતી કે આવી કન્યાઓ માટે પોતાની જ્ઞાતિમાં યોગ્ય ઉમેદવાર Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ હંસાબહેન મહેતા હોય નહિ અને અન્ય જ્ઞાતિમાં લગ્ન થઈ શકે નહિ. જ્ઞાતિનાં બંધનો આજે જેટલાં શિથિલ છે તેટલાં ત્યારે નહોતાં. જ્ઞાતિમાંથી બહિષ્કૃત થવું એ ઘણી મોટી સજા ગણાતી હતી. એ દિવસોમાં હંસાબહેન મહેતા માટે પોતાની વડનગરા નાગર જ્ઞાતિમાં કોઈ યોગ્ય યુવાન હતો નહિ. સર મનુભાઈ દીવાનનું કુટુંબ પ્રગતિશીલ હતું. છતાં જ્ઞાતિનાં બંધનો તોડવા જેટલું સાહસ કરવાની હિંમત તેમનામાં હતી કે કેમ તે પ્રશ્ન છે. એ વખતે વડોદરા રાજયમાં ચીફ મેડિકલ ઑફિસર તરીકે કામ કરનાર તેજસ્વી યુવાન ડૉ. જીવરાજ મહેતા હતા. તેઓ અમરેલીના વતની હતા અને અમરેલી વડોદરા રાજયનું શહેર હતું. એટલે ગાયકવાડી રાજયમાં તેના પ્રજાજન તરીકે ડૉ. જીવરાજ મહેતાને સયાજીરાવ ગાયકવાડે મોટી પદવી આપી હતી. ડૉ. જીવરાજ મહેતા કપોળ જ્ઞાતિના હતા. હંસાબહેન માટે તે યોગ્ય ઉમેદવાર હતા. તેમની સાથે હંસાબહેનનાં લગ્ન થાય એવી સયાજીરાવની ઇચ્છા અને સંમતિ હતી. પરંતુ જ્ઞાતિ બહાર લગ્ન કરવાનો પ્રશ્ન ઘણો વિકટ હતો. ઈ. સ. ૧૯૨૪માં હંસાબહેને ડૉ. જીવરાજ મહેતા સાથે પ્રેમલગ્ન કર્યા. ત્યારે એ આંતરજ્ઞાતીય લગ્ન માટે એમનાં કુટુંબીજનોએ પણ જબરો વિરોધ કર્યો. મોસાળ પક્ષે તો તેમનો બહિષ્કાર કર્યો હતો. માત્ર વડોદરા રાજ્યમાં જ નહિ, સમગ્ર ગુજરાતમાં તે સમયે ઘણો મોટો ખળભળાટ મચી ગયો હતો. એ વખતે છાપાંઓ ઓછાં નીકળતાં હતાં, પણ પત્રિકાઓ ઘણી નીકળતી હતી. એવી પત્રિકાઓ ઘેર ઘેર લોકોને વહેંચવામાં આવતી. ઠીક ઠીક લાંબા સમય સુધી આવી પત્રિકાઓ નીકળ્યા કરી હતી. (હાલ ૧૯૯૫માં વડોદરા શહેરની નેવું વર્ષની ઉપરની ઉંમરની જે વ્યક્તિઓ હયાત હશે તેવી વ્યક્તિને એ સમયનું ખળભળાટનું વાસ્તવિક ચિત્ર નજર સામે તરવરશે. મારા પિતાશ્રી હાલ ૯૯ વર્ષની ઉંમરના છે. તેઓને પણ આ પ્રસંગની સ્મૃતિ તાજી છે.) એ સમયે બાલયોગીના ઉપનામથી કોઈક ઘણી પત્રિકાઓ કાઢતું હતું. એવી પત્રિકાઓમાં બેફામપણે લખાતું. સર મનુભાઈ પોતાની પુત્રીની આ ઘટના માટે, અંગત માન્યતા અને જાહેર અભિપ્રાય જુદાં જુદાં ધરાવતા. વડોદરામાં જે જાતનું ખળભળાટભર્યું વાતાવરણ હતું તે જોતાં ત્યાં વધુ સમય રહેવાનું ગમે એવું નહોતું. એથી હંસાબહેન અને ડૉ. જીવરાજ મહેતા મુંબઈ આવ્યાં. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ વંદનીય હૃદયસ્પર્શ ડૉ. જીવરાજ મહેતા કે. ઈ. એમ. હૉસ્પિટલમાં ડીન તરીકે જોડાયા. હંસાબહેન પણ ભગિની સમાજ અને બીજી કેટલીક સંસ્થાઓમાં સક્રિય કાર્ય કરવા લાગ્યાં. તેઓ મ્યુનિસિપલ સ્કૂલ કમિટીમાં પણ સભ્ય તરીકે સેવા આપવા લાગ્યાં હતાં. સાહિત્ય અને શિક્ષણ એ બે એમના રસનાં ક્ષેત્ર રહ્યાં હતાં. લેડી તાતાએ “ધ નૅશનલ કાઉન્સિલ ઑફ વિમેન ઇન ઇન્ડિયાના મંત્રી તરીકે એમની નિયુક્તિ કરી હતી. મુંબઈ આવીને સ્થિર થવાનું બીજું પણ એક પ્રયોજન હતું. એ દિવસોમાં ગાંધીજીએ ચાલુ કરેલી અસહકાર અને સત્યાગ્રહની ચળવળ વેગ પકડતી જતી હતી. બ્રિટિશ હકૂમત અને દેશી રાજ્યોની ભેદરેખા ત્યારે વધારે સુદઢ હતી. ગાયકવાડી રાજ્યમાં રહીને બ્રિટિશ સરકાર સામેના આંદોલનમાં ભાગ લેવો અને તે પણ રાજયના દીવાનની પુત્રીએ, એમાં કેટલીક સમસ્યાઓ રહેલી હતી. મુંબઈથી એવી પ્રવૃત્તિ કરવામાં અનુકૂળતા હતી. હંસાબહેને ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો હતો. તેઓ ત્રણેક વાર જેલમાં જઈ આવ્યાં હતાં. તેઓ ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યાં હતાં. ગાંધીજીએ તેમને તાડી-દારૂની દુકાનો અને વિદેશી કાપડની દુકાનો પાસે પિકેટિંગ કરવાનું કામ સોંપ્યું હતું. તેમણે એ કાર્ય પેરીનબહેન કૅપ્ટન સાથે મળીને કર્યું હતું. હંસાબહેન, પરીનબહેન કૅપ્ટન, સોફિયા ખાન, વિજયાબહેન કાનુન્ગા વગેરેએ મળીને મુંબઈમાં “દેશસેવિકા સંઘ'ની સ્થાપના કરી હતી. મુંબઈમાં બ્રિટિશ સરકાર સામે જે લડત ચાલી તેમાં સરઘસનું નેતૃત્વ સંભાળવા માટે પેરીનબહેનની ધરપકડ થઈ, તે પછી હંસાબહેને એ નેતૃત્વ સંભાળ્યું ત્યારે એમની પણ ધરપકડ થઈ હતી અને એમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. હંસાબહેને એક સુશિક્ષિત સન્નારી તરીકે ત્યારે માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ૧૯૩૪માં હંસાબહેન મુંબઈ કૉંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ બન્યાં હતાં. ૧૯૩૭માં બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈ ધારાસભાની ચૂંટણીમાં હંસાબહેન ચૂંટાઈ આવ્યાં હતાં. ખેરસાહેબના પ્રધાનમંડળમાં તેઓ શિક્ષણ ખાતાના નાયબપ્રધાન થયાં હતાં. એ બતાવે છે કે હંસાબહેન કેટલાં લોકપ્રિય હતાં અને વહીવટી ક્ષેત્રે કેટલાં બધાં કાર્યદક્ષ હતો. હંસાબહેનનો જીવ સાહિત્યકારનો હતો. કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં Page #342 -------------------------------------------------------------------------- ________________ હંસાબહેન મહેતા ૩૨૫ ત્યારથી જ એમની લેખનપ્રવૃત્તિ ચાલુ થઈ હતી. બાળસાહિત્યમાં તેમને વિશેષ રસ હતો. એમણે ‘બાળ વાર્તાવલિ’, ‘અરુણનું અદ્ભુત સ્વપ્ન’ વગેરે કૃતિઓ ઉપરાંત નાટકના ક્ષેત્રે ‘ત્રણ નાટકો’, ‘હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો' જેવી મૌલિક કૃતિઓ રચી હતી. તદુપરાંત મોલિયેરના નાટક ઉપરથી ‘બાવલાનાં પરાક્રમો'ની રચના કરી હતી તથા શેક્સપિયરના નાટક ‘હૅમ્લેટ’ અને ‘વેનિસનો વેપારી'ના અનુવાદ જેવી રચનાઓ આપી હતી. તદુપરાંત એમણે રામાયણના અરણ્યકાંડ, યુદ્ધકાંડ અને સુંદરકાંડ ઉપરથી પણ અનુવાદો કર્યા હતા. યુનિવર્સિટીના વહીવટી ક્ષેત્રમાં જોડાયા પછી હંસાબહેનની લેખનપ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ હતી કે જીવનના અંત સુધી ફરી પાછી ચાલુ થઈ નહોતી. ભારતને આઝાદી મળી ત્યારે ૧૯૪૭ની પંદરમી ઑગસ્ટે (૧૪મી ઑગસ્ટે રાતના બાર વાગે) સ્વાતંત્ર્ય-પર્વની ઊજવણી વખતે ભારતની મહિલાઓ વતી રાષ્ટ્રને રાષ્ટ્રધ્વજ અર્પણ કરવાનું સદ્ભાગ્ય હંસાબહેનને પ્રાપ્ત થયું હતું. સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની (Constituent Assembly)ની રચના થઈ ત્યારે તેના એક સભ્ય તરીકે તેમની વરણી થઈ હતી. સ્વતંત્ર ભારતમાં મહિલાઓને સમાન હક અને સમાન તક મળે એ માટે એમણે એક આવેદનપત્ર બંધારણ સભામાં રજૂ કર્યું હતું. યુનાઇટેડ નેશન્સ તરફથી માનવહકોનું જાહેરનામું (Charter of Human Rights) ઘડવા માટે પંચની રચના થઈ ત્યારે ભારતનાં મહિલા પ્રતિનિધિ તરીકે હંસાબહેનની નિમણૂક થઈ હતી. હંસાબહેને એ પંચના સભ્ય તરીકે પાંચ વર્ષ કાર્ય કર્યું હતું અને તેમાં છેલ્લા વર્ષમાં તો તેઓ પંચના પ્રમુખ થયાં હતાં. યુનેસ્કોની સમિતિના સભ્ય તરીકે પણ તેમની વરણી થઈ હતી. એમની સિદ્ધિઓ દર્શાવે છે કે બુદ્ધિશક્તિ, વિષયની જાણકારી, મૌલિક ચિંતન વગેરેમાં તેઓ કેવાં તેજસ્વી હતાં ! હંસાબહેનમાં મહિલાઓના હક માટેની જાગૃતિ પૂરેપૂરી હતી. તેમ છતાં માત્ર મહિલાઓના પક્ષકાર જેવી તેમનામાં સંકુચિતતા નહોતી કે મહિલાઓને સદા અન્યાય થયા કરે છે એવા ભૂતનું વળગણ નહોતું. તેઓ મહિલાઓના પ્રશ્નો વિશે પણ સ્વતંત્ર, સ્વસ્થ, તટસ્થ, સમતોલ અને ઉદારમતવાદી વિચારણા ધરાવનારાં હતાં. હંસાબહેનના પિતાશ્રી સ૨ મનુભાઈ દીવાને વડોદરા રાજ્યની ઘણી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ વંદનીય હૃદયસ્પર્શ મોટી સેવા કરી હતી. વડોદરામાં યુનિવર્સિટીની સ્થાપના કરવાનું સ્વપ્ન મહારાજા સયાજીરાવ ગાયકવાડે સેવેલું હતું અને એ માટે મોટી રકમ અનામત રાખેલી હતી, પરંતુ એમના જીવનકાળ દરમિયાન યુનિવર્સિટીની સ્થાપના થઈ શકી નહિ. ભારતને આઝાદી મળ્યા પછી વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ શકી અને એ યુનિવર્સિટીના પ્રથમ વાઈસ ચાન્સેલર થવાનું માન અને સદ્ભાગ્ય શ્રીમતી હંસાબહેન મહેતાને પ્રાપ્ત થયું એ પણ સુંદર સુયોગ ગણી શકાય. હંસાબહેને ભારતની યુનિવર્સિટીઓમાં પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર થવાનું માન પણ પ્રાપ્ત કર્યું. પોતાના પિતાનું અને પોતાના મહારાજાનું કાર્યક્ષેત્ર પ્રાપ્ત થતાં હંસાબહેને નિષ્ઠાપૂર્વક અને કાર્યદક્ષતાપૂર્વક નવ વર્ષ સુધી યુનિવર્સિટીને વાઇસ ચાન્સેલર તરીકે ઘણી મહત્ત્વની સેવા આપીને એ યુનિવર્સિટીને ભારતની અગ્રગણ્ય યુનિવર્સિટીઓમાં સ્થાન અપાવ્યું અને વિદેશમાં પણ એને ઘણી મોટી ખ્યાતિ અપાવી. એમણે ગૃહવિજ્ઞાન (Home Science)નો વિભાગ શરૂ કરાવ્યો અને બીજા પણ કેટલાક નવા વિષયો યુનિવર્સિટીમાં દાખલ કરાવ્યા. હંસાબહેને આ રીતે શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે જે મહત્ત્વની કામગીરી બજાવી તેની કદરરૂપે અલ્હાબાદ યુનિવર્સિટીએ અને સયાજીરાવ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ.ની માનદ પદવી આપી હતી. તદુપરાંત ભારત સરકારે તેમને ૧૯૫૯ના વર્ષમાં પ્રજાસત્તાક દિને “પદ્મભૂષણ'નો ઈલ્કાબ આપ્યો હતો. હંસાબહેને સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે એક મહત્ત્વનું કામ એ કર્યું કે ચંદ્રવદન મહેતાને વિઝિટિંગ પ્રોફેસર તરીકે નિમણૂક આપી. ચંદ્રવદન મહેતા ઑલ ઇન્ડિયા રેડિયોમાંથી નિવૃત્ત થયા હતા. તેઓ એકલા, તરંગી સ્વભાવના અને રખડતા રામ હતા ! નાટકના એ જિનિયસ હતા. લેખન ઉપરાંત વાંચન, પ્રવાસ અને અનુભવની દૃષ્ટિએ તેઓ ઘણા સમૃદ્ધ હતા. આવી વ્યક્તિઓનો સમાજને, સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રને લાભ વધુ મળે એ દષ્ટિએ એમને કોઈક યુનિવર્સિટીમાં કંઈક સ્થાન આપવું જોઈએ. પરંતુ સતત ભ્રમણશીલ સ્વભાવના ચંદ્રવદન એમ કાયમને માટે એક સ્થળે બંધાઈ જાય એવા નહોતા. રમણલાલ દેસાઈ અને ઉમાશંકરે હંસાબહેનને કહેલું કે “ચંદ્રવદનને તમારે કાયમ માટે ખીલે બાંધવાની જરૂર Page #344 -------------------------------------------------------------------------- ________________ હંસાબહેન મહેતા ૩૨૭ છે. તમારી યુનિવર્સિટીમાં તમારે એ કેવી રીતે કરવું તેનો રસ્તો તમે શોધી કાઢો.' હંસાબહેને એવો સરસ ઉપાય શોધી કાઢ્યો કે ચંદ્રવદન જીવનના અંત સુધી સયાજીરાવ યુનિવર્સિટીના થઈને રહ્યા. હંસાબહેને ચંદ્રવદનને વિઝિટિંગ પ્રોફેસર તરીકે નિમણૂક આપી. યુનિવર્સિટીની હોસ્ટેલમાં મનુભાઈ મહેતા હૉલમાં (આ મનુભાઈ મહેતા હૉલ તે હંસાબહેન મહેતાના પિતાશ્રીની યાદમાં હૉસ્ટેલને અપાયેલું નામ) ઉપરના માળે એક સ્વતંત્ર, અલાયદો ખંડ આપવામાં આવ્યો અને યુનિવર્સિટીમાં એવી રીતનો ઠરાવ થયો કે ચંદ્રવદન મહેતા જીવે ત્યાં સુધી એ રૂમમાં રહી શકે. વળી એમના અધ્યાપનકાર્ય માટે પણ સમયનું કોઈ બંધન રાખવામાં આવ્યું નહિ. જ્યારે ઇચ્છા થાય ત્યારે અગાઉથી જાણ કરીને વર્ગ લઈ શકે. પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે. બહારગામ કે વિદેશ જવા માટે તેમને કોઈ રજા-અરજી કરવાની રહે નહિ, કારણ કે વિઝિટિંગ પ્રોફેસર તરીકેની એમને નિમણૂક આપવામાં આવી હતી. આમ હંસાબહેને જે રસ્તો કાઢ્યો એથી ચંદ્રવદનને પોતાને, સયાજીરાવ યુનિવર્સિટીને અને ગુજરાતી સાહિત્યને ઘણો લાભ થયો. આ બાજુ ડૉ. જીવરાજ મહેતા ગાંધીજીના અંગત તબીબ બન્યા હતા. એમણે ગાંધીજીની વર્ષો સુધી સેવા કરી હતી. જીવનની ઉત્તરાવસ્થામાં ડૉ. જીવરાજ મહેતા તબીબી વ્યવસાય કરતાં સક્રિય રાજકારણમાં વધુ રસ લેવા લાગ્યા હતા. ૧૯૬૦માં જ્યારે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનું નિર્માણ થયું ત્યારે એના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા થયા હતા. એમણે એ પદ ઉપર રહી પોતાની વહીવટી કુશળતાથી ગુજરાત રાજ્યની ઘણી સારી સેવા કરી હતી. ૧૯૮૭માં એમનું અવસાન થયું તે પછી હંસાબહેન મુંબઈમાં આવીને પોતાનાં સંતાનો સાથે રહ્યાં ત્યારે એસીની ઉંમરે પહોંચેલાં હંસાબહેન જાહેર જીવન અને જાહેર સંપર્ક સમેટી લઈ એકાંતપ્રિય બની વાંચન-મનનમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યાં. પછીથી તો તબિયતની પ્રતિકૂળતા પણ રહેવા લાગી. હંસાબહેનનાં જીવનનાં અંતિમ વર્ષો શાંતિમાં પસાર થયાં હતાં. શક્તિ અનુસાર પ્રાપ્ત થતા જાહેર જીવનનો જેમ આનંદ છે તેમ જાહેર જીવનમાંથી સદંતર નિવૃત્ત થઈ શાંત, એકાંતપ્રિય જીવન જીવવાનો પણ એક વિશેષ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ વંદનીય હૃદયસ્પર્શ પ્રકારનો આનંદ હોય છે. હંસાબહેને ઉભય પ્રકારના આનંદનો સંતર્પક અનુભવ કર્યો હતો. ભારતનાં આ સુવિખ્યાત સન્નારીના જીવનમાંથી ઘણાંને પ્રેરણા મળી રહે એમ છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કે. પી. શાહ જામનગરના પીઢ રાજકીય નેતા અને ઉદારદિલ, વયોવૃદ્ધ સમાજસેવક શ્રી કાન્તિલાલ પી. શાહનું ૧૯૯૨ના ડિસેમ્બરમાં અમદાવાદમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું. તેઓ પોતાના કાન્તિલાલના નામ કરતાં કે. પી. શાહના નામથી વધુ જાણીતા હતા. જામનગર જિલ્લામાં ફક્ત “કે.પી.” એટલા બે અક્ષર જ એમની ઓળખાણ માટે પૂરતા હતા. કેટલાંક વર્ષ પહેલાં એમનો પત્ર આવેલો, પરંતુ પત્રમાં સરનામું નહોતું લખ્યું એટલે હું જવાબ લખી શક્યો ન હતો. તેઓ મળ્યા ત્યારે કહ્યું : “કે. પી. શાહ, જામનગર' એટલું લખો તો પણ પત્ર મને મળી જાય.” સ્વ. કે. પી. શાહની સુવાસ કેટલી મોટી હશે તે આટલી નાની વાત પરથી પણ સમજાય. સ્વ. કે. પી. શાહનું જીવન એટલે માનવતાની સુવાસથી સભર જીવન. કુશાગ્ર બુદ્ધિ, કુશળ વટીવટી શક્તિ, દીર્ધદષ્ટિ, તીવ્ર સ્મરણશક્તિ, વેપાર-ઉદ્યોગની ઊંડી સમજ, સાહિત્યવાંચનનો શોખ, રાજકીય પ્રવાહોનો તલસ્પર્શી અભ્યાસ, મીઠાશભર્યા સંબંધો સાચવવાની કળા, સ્વોપાર્જિત ધન સન્માર્ગે વાપરવાની ભાવના, ભક્તિપરાયણતા, અધ્યાત્મરસિકતા, મૂદુભાષિતા, પરગજુપણું અને હાથ નીચેનાં માણસો સાથે પણ પ્રેમભર્યો વ્યવહાર વગેરે ગુણોથી એમનું જીવન મઘમઘતું હતું. સ્વ. કે. પી. શાહ લીંબડીના વતની હતા. એમનો જન્મ લીંબડીમાં થયો હતો. ત્યારે એમની કૌટુંબિક આર્થિક સ્થિતિ સાધારણ હતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીંબડીમાં લઈ તેઓ ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા હતા. ત્યાંથી ગ્રેજ્યુએટ થયા પછી નોકરી માટે તેઓ મુંબઈ આવીને રહ્યા હતા. એક ખાનગી પેઢીમાં કારકુન તરીકે એમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમાં પોતાની બુદ્ધિશક્તિ અને પ્રમાણિકતાથી તેઓ સારી પ્રગતિ કરતા રહ્યા હતા. તક મળતાં તેઓ વ્યવસાય અર્થે જામનગર આવીને રહ્યા. ત્યાં તેમની ચડતી થતી ગઈ. વખત જતાં એમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય વિકસાવ્યો. આર્થિક ઉન્નતિ ઘણી સારી થઈ અને પછી તો Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ વંદનીય હૃદયસ્પર્શ જામનગરને જ એમણે પોતાનું વતન બનાવી દીધું. જામનગરના સમાજજીવન સાથે તેઓ એકરૂપ થઈ ગયા. સ્વ. કે. પી. શાહને પહેલવહેલાં મેં જોયેલા ૧૯૫૩માં અલિયાબાડામાં. જામનગર પાસે અલિયાબાડા નામના ગામમાં દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય તરફથી ગુજરાતી વિષયના અધ્યાપકોનું સંમેલન હતું. સ્વ. ડોલરરાય માંકડ યજમાન હતા. હું અને મારાં પત્ની ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે આ સંમેલનમાં ભાગ લેવા ગયાં હતાં. કે. પી. શાહ અલિયાબાડાના દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલયના (ગંગાજળા વિદ્યાપીઠના) એક ટ્રસ્ટ્રી હતા. એ સંસ્થાની સ્થાપનામાં એમનો મુખ્ય ફાળો હતો. એ સંમેલનમાં કે. પી. શાહ અમને મળ્યા તે વખતે જૂની ઓળખાણ નીકળી. કે. પી. શાહ આઝાદી પૂર્વેના સમયમાં મુંબઈમાં લુહાર ચાલમાં રહેતા હતા. મારા સસરા શ્રી દીપચંદત્રિભોવનદાસ શાહ ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટમાં રહેતા હતા. તેઓ બંને ગાઢ મિત્રો હતા. તેઓ સાથે મળીને મુંબઈમાં સામાજિક કાર્યો કરતા હતા. પછી ધંધાર્થે કે. પી. શાહ મુંબઈ છોડીને જામનગર જઈને વસ્યા. એ વાતને વર્ષો થઈ ગયાં એટલે કે. પી. શાહ અમને તો ક્યાંથી ઓળખે? અલિયાબાડામાં આ અમારા કૌટુંબિક સંબંધનો ઉલ્લેખ તાજો થતાં કે. પી. શાહને ઘણો આનંદ થયો. જામનગર આવવા માટે એમણે અમને બહુ જ આગ્રહ કર્યો અને પોતાની ગાડીમાં અમને તેઓ જામનગર લઈ ગયા. અમે એમના ઘરે ત્રણેક દિવસ રહ્યા. જામનગર બધે ફર્યા. તદુપરાંત ઓખા, દ્વારકા, મીઠાપુર વગેરે સ્થળે ફરવા માટે પણ અમને સગવડ કરી આપી. એને લીધે અમારો આ પ્રવાસ સ્મરણીય બની ગયો હતો. આ વાતને પણ પછી તો વર્ષો વીતી ગયાં. પરસ્પર સંપર્ક પણ ધીમે ધીમે છૂટી ગયો. ૧૯૮૭ના ફેબ્રુઆરીમાં એક દિવસ સવારના મારા પર ફોન આવ્યો : “જામનગરથી શ્રી કે. પી. શાહ અહીં આવ્યા છે, તમને મળવા માગે છે. તમારા ઘરે ક્યારે આવે ?' મેં કહ્યું, “કે. પી. શાહ તો અમારા વડીલ છે. મારે એમને મળવા આવવું જોઈએ.” પણ કે. પી. શાહનો આગ્રહ મારે ઘરે જ આવવાનો હતો. મેં સમય આપ્યો. તેઓ મારે ઘરે આવી પહોંચ્યા. મેં Page #348 -------------------------------------------------------------------------- ________________ કે. પી. શાહ ૩૩૧ કહ્યું કે, “ઘણાં વર્ષો થઈ ગયાં એટલે આપને યાદ નહિ હોય, પરંતુ ઈ.સ. ૧૯૫૩માં અમે જામનગરમાં આપના ઘરે રહ્યાં છીએ. સાડાત્રણ દાયકા જેટલી એ જૂની વાત છે.” અને આખો સંદર્ભ કહ્યો; મુંબઈના એમના જૂના દિવસોની પણ યાદ અપાવી. આ જાણીને કે. પી. શાહને બહુ જ આનંદ થયો. કૌટુંબિક નાતો ફરી તાજો થયો. કે. પી. શાહે ત્યાર પછી કહ્યું, “હું ખાસ તો આવ્યો છું તમને અભિનંદન આપવા માટે. હું તમારું “પ્રબુદ્ધ જીવન” નિયમિત વાંચું છું. તમારા લેખોમાં વિષયની સારી છણાવટ હોય છે. તમે જૈન ધર્મ વિશે પણ નવા નવા વિષયો પસંદ કરી તેના પર બહુ ઊંડાણથી જે લખો છો તેવું કોઈ જૈન સામયિકોમાં જોવા મળતું નથી.' મેં કહ્યું, ‘પણ અમારા ભૂતપૂર્વ મંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ રાજદ્વારી વિષયો પર સરસ લેખો લખતા હતા. હું એવા વિષયો પર લખતો નથી એ મારી ત્રુટિ છે. રાજકારણ મારા રસનો કે અભ્યાસનો વિષય નથી. ચીમનભાઈની વાત જુદી હતી. ત્યારનું રાજકારણ પણ જુદું હતું.' એમણે કહ્યું, “તમે રાજદ્વારી વિષયો પર અભ્યાસ કરીને લખતા હોત તો પણ હું તમને સલાહ આપત કે એવા વિષયો પર લખીને તમારી કલમને બગાડવાની જરૂર નથી. ચીમનલાલ ચકુભાઈ અમારા લીંબડીના વતની હતા. મારા કરતાં ઉંમરમાં સાતેક વર્ષ મોટા. તેઓ રાજકારણના માણસ હતા. સરસ લખતા. પણ હવે પહેલાં જેવું રાજકારણ રહ્યું નથી. ભ્રષ્ટાચાર, ગંદવાડ, ખટપટ, હિંસા એટલાં બધાં વધી ગયાં છે કે મેં પોતે રાજકારણમાંથી ઘણાં વર્ષથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે તો રાજકારણની મને સૂગ ચડે છે. એટલે તમે જે વિષયો પર લખો છો તે જ બરાબર છે. હું તો ખાસ તમને અભિનંદન આપવા એટલા માટે આવ્યો છું કે ચીમનલાલ ચકુભાઈના અવસાન વખતે મેં ધાર્યું હતું કે હવે “પ્રબુદ્ધ જીવન’ બંધ થઈ જશે. ગંભીર ચિંતનાત્મક વિષયો ઉપર લખવું એ સહેલી વાત નથી. કદાચ થોડો વખત કોઈ ચલાવે પણ ખરું, પણ માનદ સેવા તરીકે આટલાં વર્ષથી તમે નિયમિત પ્રબુદ્ધ જીવન ચલાવતા રહ્યા છો એથી મને બહુ આનંદ થાય છે.” કે. પી. શાહ સાથે પછી તો મુંબઈ, જામનગર અને ગુજરાતના સમાજજીવનની ઘણી વાતો થઈ. એમના વાત્સલ્યભાવનો એટલો સરસ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ વંદનીય હૃદયસ્પર્શ અમને અનુભવ થયો કે અમે પણ એમનાં સંતાનોની જેમ તેમને “બાપુજી' કહીને બોલાવવા લાગ્યાં. કે. પી. શાહનો દર વર્ષે એક-બે વખત મુંબઈમાં આવીને રહેવાનો નિયમ. એમનાં એક પુત્રી રંજનબહેન અમદાવાદમાં રહે, બીજાં પુત્રી રમીલાબહેન મુંબઈમાં રહે. ઋતુની અનુકૂળતા અને તબિયતને લક્ષમાં રાખી ઘણોખરો વખત જામનગરમાં પુત્ર અરવિંદભાઈ સાથે રહે અને પછી અમદાવાદ, મુંબઈ આવે. જયારે મુંબઈ આવે ત્યારે મારે ઘરે પોતે જ આવવાનો આગ્રહ રાખે. આટલા મોટા માણસ છતાં જરા પણ મોટાઈ વરતાવા ન દે. નિરાંતે બેસે અને ઘણા અનુભવો કહે. જામનગરમાં જઈને વસવાટ કર્યા પછી આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત થતાં કે. પી. શાહે જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાનું ચાલુ કર્યું હતું. ત્યારે તો જામનગરનું દેશી રાજ્ય હતું. આઝાદી પછી દેશી રાજયોનું વિલીનીકરણ થતાં સૌરાષ્ટ્ર રાજ્યમાં ઢેબરભાઈના વખતમાં કે. પી. શાહ એક યુવાન તેજસ્વી કાર્યકર્તા તરીકે ઝળકવા લાગ્યા હતા. કે. પી. શાહની વહીવટી શક્તિ અને સૂઝનો પરિચય તો લોકોને વધુ સારી રીતે ત્યારે મળ્યો હતો કે જ્યારે તેમણે ૧૯૫૩થી ૧૯૫૬ સુધી જામનગરની નગરપાલિકાના પ્રમુખ તરીકે જામનગર શહેરને વિકસાવવામાં સંગીન કાર્ય કર્યું. ત્યાર પછી સૌરાષ્ટ્રના ક્ષેત્રમાંથી સમગ્ર ગુજરાતના રાજકારણમાં તેમનો પ્રવેશ થયો અને ઈ. સ. ૧૯૬૬થી ૧૯૬૮ સુધી ગુજરાત એસ. ટી. સ્ટેટ ટ્રાન્સપૉર્ટ નિગમના અધ્યક્ષ તરીકે તેમણે કામ કર્યું. એમણે પોતાના આ સત્તાકાળ દરમિયાન ગુજરાતના એસ.ટી. વ્યવહારને શિસ્ત, સમયપાલન તથા નાનાં નાનાં ગામડાંઓ સુધી એસ. ટી.ને પહોંચાડવી, દૂરદૂરનાં નગરો અને તીર્થસ્થળો વચ્ચે સીધી એસ.ટી. સેવા દાખલ કરવી તથા વેપારી કુનેહથી એસ.ટી.ને સારી કમાણી કરતી કરી દેવી – આ બધાંને લીધે શ્રી કે. પી. શાહનો વહીવટ ઘણો વખણાયો અને સમગ્ર ભારતનાં તમામ રાજ્યોની એસ.ટી. સેવામાં ગુજરાતની એસ.ટી. સેવાની કામગીરી સૌથી ચઢિયાતી ગણાઈ. શ્રી કે. પી. શાહે ત્યારપછી રાજ્યમાં ફાઈનાન્સ કૉર્પોરેશનના અધ્યક્ષ તરીકે અને ત્યાર પછી ટેક્ષટાઇલ કૉર્પોરેશનના અધ્યક્ષ તરીકે ઘણી સંગીન સેવા આપી હતી. રાજકારણના ક્ષેત્રે શ્રી કે. પી. શાહ ૧૯૭૨માં સૌરાષ્ટ્રમાં Page #350 -------------------------------------------------------------------------- ________________ કે. પી. શાહ ૩૩૩ ધ્રોળ-જોડિયા વિભાગમાંથી કોંગ્રેસના સભ્ય તરીકે વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય તરીકે જોડાયા હતા. આમ રાજકારણમાં તેમની એક પીઢ અગ્રણી કાર્યકર્તા તરીકે ગણના થવા લાગી હતી. સમગ્ર જામનગર જિલ્લામાં એમનું વર્ચસ્વ ઘણું મોટું રહ્યું હતું. પરંતુ લગભગ સિત્તેર વર્ષની વયે એમણે રાજકારણમાંથી અચાનક નિવૃત્તિ લઈ લીધી અને જીવનના અંત પર્યત રાજદ્વારી મંચ સાથે કોઈ નાતો રાખ્યો નહિ. શ્રી કે. પી. શાહે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી પણ પછીથી એમણે પોતાનાં શેષ વર્ષો લોકસેવાના ક્ષેત્રે સંગીન અને સક્રિય કાર્યો કરવામાં ગાળ્યાં. તેઓ પોતાના કે. પી. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જામનગર જિલ્લામાં જુદા જુદા સ્થળે નેત્રયજ્ઞોનું અને સર્વરોગ નિદાનયજ્ઞનું આયોજન કરવા લાગ્યા. દરેક કેમ્પમાં તેઓ જાતે હાજર રહેતા. વળી તેમણે જામનગરમાં જુદી જુદી સંસ્થાઓને વિકસાવવામાં તથા કેટલીક નવી સંસ્થાઓની સ્થાપનામાં, કેળવણીના ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે અને ધર્મક્ષેત્રે ઘણું સરસ કાર્ય કર્યું. જામનગરમાં વૃદ્ધાશ્રમ, આયુર્વેદનું સંશોધન કેન્દ્ર, કૉમર્સ કોલેજ, દેરાસર અને ઉપાશ્રય વગેરેની સ્થાપનામાં એમણે સક્રિય ફાળો આપ્યો. તેમનો બધો જ સમય આ રીતે લોકસેવાનાં કાર્યોમાં સારી રીતે પસાર થતો રહ્યો. રાજકારણ એ તો જાણે જીવનમાં એક સ્વપ્નની જેમ આવ્યું અને ગયું. એનો એમને રજ માત્ર પણ અફસોસ રહ્યો નહોતો. બલકે પોતે રાજકારણમાંથી વેળાસર નિવૃત્ત થઈ ગયા એને તેઓ પોતાના જીવનનું મોટું સદ્ભાગ્ય સમજતા હતા. જીવનનાં છેલ્લાં થોડાંક વર્ષોથી શ્રી કે. પી. શાહ લેખનની પ્રવૃત્તિ તરફ વળ્યા હતા. શ્રીમદ્ રાજચંદ્રનો તેમના ઉપર ઘણો મોટો પ્રભાવ હતો અને આત્મસિદ્ધિના આધારે “આત્મદર્શન' નામની એક પુસ્તિકા એમણે પ્રગટ કરી હતી. તદુપરાંત સમાજની સ્થાપના અને એના ઘડતરનાં પરિબળો વિશે માર્ગે ઐતિહાસિક કાળની દૃષ્ટિએ એમણે કેટલુંક મૌલિક તર્કયુક્ત ચિંતન કર્યું હતું. પ્રશ્નોત્તરરૂપે લખવાનું એમને વધુ ફાવતું હતું. એમની આ પુસ્તિકા માટે મેં આમુખ પણ લખી આપ્યો હતો. થોડા વખત પહેલાં એમણે નવકાર મંત્ર વિશે પાઠશાળાના વિદ્યાર્થીઓને રસ અને સમજ પડે એ દૃષ્ટિએ અને સરળ શૈલીએ પ્રશ્નોત્તરરૂપે એક નાની પરિચય-પુસ્તિકાનું લેખનકાર્ય કર્યું હતું. એમણે અમદાવાદ જઈને મને એ લખાણ મોકલી આપ્યું હતું અને એમાં યથાયોગ્ય Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ વંદનીય હૃદયસ્પર્શ સુધારવધારા કરીને મેં એ પાછું મોકલ્યું તેનો હર્ષ પ્રગટ કરતો આભારપત્ર મને અમદાવાદથી મળી ગયો હતો. શ્રી કે. પી. શાહનું ચિંતન મૌલિક, વ્યવસ્થિત, મુદ્દાસરનું, સરળ ભાષામાં અને અત્યંત સ્પષ્ટ રહેતું. જીવનની ઉત્તરાવસ્થામાં આવું લેખનકાર્ય કરવામાં તેઓ અત્યંત આનંદ અનુભવતા રહ્યા હતા. આ નિમિત્તે છેલ્લાં કેટલાંક વર્ષોથી અમારી વચ્ચે નિયમિત પત્રવ્યવહાર થતો રહેતો હતો. ૧૯૫૩માં જામનગર ગયા પછી ત્યાં ફરી જવાનો અવસર અમને ક્યારેય પ્રાપ્ત થયો નહોતો. છેલ્લાં પાંચેક વર્ષમાં કે. પી. શાહે ત્રણ-ચાર વાર અમારાં વ્યાખ્યાનો જામનગરમાં ગોઠવ્યાં હતાં. પરંતુ દરેક વખતે કંઈક કારણ આવી પડતાં છેલ્લી ઘડીએ તે બંધ રહ્યાં હતાં. ૧૯૮૨ના ઑક્ટોબર મહિનામાં પૂ. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે જામનગરના ચાતુર્માસ દરમિયાન હરિભદ્રસૂરિકૃત “યોગશતક'ની વાચનાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હું અને મારા પત્ની જામનગર ગયાં હતાં. લગભગ ચાલીસ વર્ષ પછી જામનગર બીજી વાર જવાનું અમારે પ્રાપ્ત થયું હતું. જામનગર જઈએ એટલે મુ. શ્રી કે. પી. શાહનો સંપર્ક કર્યા વગર રહીએ નહિ. એમને ખબર આપી એટલે તરત જ એમણે પોતાના ડ્રાઇવરને અમારે ત્યાં મોકલ્યો. અમે મળ્યા, પોતાને ત્યાં ન ઊતરવા માટે તેમણે મને ઠપકો આપ્યો. પણ વાચનાની દૃષ્ટિએ બીજાઓની સાથે અમારે રહેવું જોઈએ તે કારણે અમે સમજાવ્યું. છેવટે ભોજન તો સાથે જ લેવાનો આગ્રહ એમણે રાખ્યો. વાચના પછી સાંજે સમય મળતો તેમાં શ્રી કે. પી. શાહ સાથે ઘણી વાતો થઈ હતી. એમણે રાજકારણમાંથી નિવૃત્તિ શા માટે લીધી એની પણ વાત થઈ. એક જમાનામાં શ્રી કે. પી. શાહ સૌરાષ્ટ્રના રાજકારણમાં એક અગ્રણી હતા. પરંતુ શ્રીમતી ઇન્દિરા ગાંધીના સત્તાકાળ દરમિયાન ઇન્દિરા ગાંધીએ શ્રી કે. પી. શાહને કેટલીક ગેરરીતિઓ કરવા માટે ટેલિફોન કર્યો. એટલે કે. પી. શાહે એ વાતનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. એને પરિણામે ઇન્દિરા ગાંધીની સાથેના તેમના સંબંધો બગડ્યા. એથી ઇન્દિરા ગાંધીએ સરકારી અમલદારો દ્વારા એમને ત્રાસ આપવાનું ચાલુ કર્યું. એથી કે. પી. શાહને લાગ્યું કે રાજકારણમાં દિવસે દિવસે નાણાંનો ભ્રષ્ટાચાર વધતો જાય છે. આંટીઘૂંટીઓ થતી જાય છે, ગેરરીતિઓ આચરવામાં આવે છે, પૈસા Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ કે. પી. શાહ આપીને પક્ષપલટો કરાવવામાં આવે છે. આ બધું જોતાં પોતે નક્કી કર્યું કે રાજકારણને હવે કાયમને માટે તિલાંજલિ આપવી. જો ઇન્દિરા ગાંધીને કે. પી. શાહે ભ્રષ્ટાચારમાં સહકાર આપ્યો હોત તો ગુજરાતમાં અને કેન્દ્રમાં તેઓ ઘણા મોટા સત્તાસ્થાને પહોંચી શક્યા હોત. પરંતુ એવી ખોટી રીતે મોટાં સત્તાસ્થાન મેળવવાની તેમણે લાલસા રાખી નહિ, એટલું જ નહિ પણ રાજકારણનું ક્ષેત્ર છોડ્યા પછી રાજકારણીનો સંપર્ક પણ છોડી દીધો. શ્રી કે. પી. શાહમાં માનવતાનો ગુણ ઘણો મોટો હતો. પોતાના આંગણે આવેલા કોઈ પણ ગરીબ માણસની વાત તેઓ પૂરી શાંતિથી સાંભળતાં અને દરેકને યથાયોગ્ય મદદ કરવા માટે તત્પર રહેતા. શ્રી કે. પી. શાહની માનવતાનું ઉત્તમ ઉદાહરણ તો એ કે તેઓ પોતાના ઘરમાં નોકરચાકરોને પણ સ્વજનની જેમ રાખતા. અમે એમના ઘરે નજરે જોયું હતું કે એમના નોકરચાકરો પણ ‘બાપુજી' “બાપુજી' કહીને એમનો પડ્યો બોલ ઝીલવા માટે હમેશાં તત્પર રહેતા. જામનગરની દરિયાની હવા પોતાને માફક ન આવવાને કારણે દર વર્ષની જેમ તેઓ ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદમાં એમનાં દીકરીને ઘરે જતા. પરંતુ ત્યાં એક દિવસ પડી જવાથી, વૃદ્ધાવસ્થાને લીધે તાવ આવ્યો અને તબિયત વધુ બગડતાં એમણે ૮૬ વર્ષની વયે દેહ છોડ્યો. - સ્વ. કે. પી. શાહના મૃતદેહને અમદાવાદથી જામનગર લઈ જવામાં આવ્યો. એમના અંતિમ દર્શન માટે “અનસૂયાગૃહ' નામના એમના નિવાસસ્થાને અનેક માણસો આવ્યા હતા. એમની સ્મશાનયાત્રામાં સૌરાષ્ટ્રના વિશેષતઃ જામનગર જિલ્લાના જુદા જુદા ક્ષેત્રના ઘણા અગ્રણીઓ સહિત સેંકડો માણસો જોડાયા હતા. કે. પી. શાહની સુવાસ કેટલી બધી હતી તેની પ્રતીતિ એ કરાવતી હતી. કે. પી. શાહના સ્વર્ગવાસથી અમે તો પિતાતુલ્ય એક વાત્સલ્યમૂર્તિને ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યું. પ્રભુ એમના આત્માને શાંતિ આપો ! Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ભારત સરકારે ડૉ. ઉષાબહેન મહેતાને પદ્મવિભૂષણનો ઇલકાબ સ્વતંત્રતાની સુવર્ણજયંતી પ્રસંગે આપીને એમનું યોગ્ય ગૌરવ તો કર્યું જ છે, પણ સાથે સાથે સ૨કા૨ે પોતે પોતાને પણ ગૌરવ અપાવ્યું છે. ડૉ. ઉષાબહેન મહેતાને સ્વતંત્રતાની સુવર્ણ જયંતીના અવસરે આ ઇલકાબ મળ્યો છે તે સમયોચિત અને ગૌરવપૂર્ણ ગણાય. ઉષાબહેને આઝાદી પૂર્વે જેલજીવન ભોગવ્યું હતું અને પછીથી પણ રાષ્ટ્રભક્તિના કાર્યમાં સંનિષ્ઠાથી લાગેલાં રહ્યાં છે એ પણ એટલા જ આનંદ અને ગૌરવની વાત છે. સરકારે પચાસ વર્ષે પણ કદર કરી એ મોટા સંતોષની વાત છે. મારી જેમ કેટલાકને એમ અવશ્ય લાગ્યું હશે કે ઉષાબહેનને આ ઇલકાબ ઘણો વહેલો મળવો જોઈતો હતો. સરકાર સારા અવસરની રાહ જોતી હતી એમ કહેવા કરતાં ઉષાબહેને એ માટે કંઈ પ્રયત્નો નથી કર્યા એમ કહેવું જ વધુ યોગ્ય છે. ઉષાબહેનનું એ સદ્ભાગ્ય છે કે સ્વતંત્રતાની સુવર્ણજયંતી જોવા તેઓ વિદ્યમાન રહ્યાં છે. ઉષાબહેનની સરળ, નિઃસ્વાર્થ, નિર્દભ, નિષ્ઠાવાન પ્રકૃતિનો પરિચય એમાંથી મળી રહે છે. આવું સન્માન મળે તોય શું અને ન મળે તોય શું ? – એવો જ ઉદાર, સમત્વયુક્ત પ્રતિભાવ એમનો રહ્યો છે. હું એવા કેટલાક મિત્રોને ઓળખું છું કે જેઓએ પોતાના જીવનનો ઘણો મોટો ભોગ દેશની આઝાદી માટે આપ્યો હોવા છતાં સ્વાતંત્ર્ય સૈનિકનું પ્રમાણપત્ર મેળવવા માટે પણ તેઓએ અરજી કરી નથી, તો તે માટેના ભથ્થાની કે રેલવેમાં એરકંડિશન ક્લાસમાં મિત્રને સાથે લઈને મફત પ્રવાસ ક૨વાની (કે તેવા પ્રવાસ કરાવવા દ્વારા કમાણી કરવાની) તો વાત જ શી ? ‘કોઈ પણ પ્રકારના બદલાની અપેક્ષા વિના અમે માતૃભૂમિ માટે બલિદાન આપ્યું હતું. એનો આનંદ એ જ અમારે માટે ઇલકાબરૂપ છે.’ આવું એવા સ્વાતંત્ર્ય સૈનિકો પાસેથી સાંભળીએ છીએ ત્યારે હર્ષ-રોમાંચ અનુભવીએ છીએ અને ત્યારે એમ લાગે કે ગાંધીજીનો આત્મા હજુ પણ કેટલાંકનાં હૈયાંમાં વસેલો છે. ડૉ. ઉષાબહેન મહેતાનું નામ તો મેં ૧૯૪૨ની લડત વખતે પહેલી વાર Page #354 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ૩૩૭ સાંભળ્યું હતું. કોંગ્રેસ રેડિયો પર એમનો અવાજ સાંભળ્યો હતો. તેઓ પકડાયાં અને એમને સજા થઈ એ સમાચાર ત્યારે છાપામાં વાંચ્યા હતા. પરંતુ ઉષાબહેનને રૂબરૂ મળવાનું તો ૧૯૪૮માં એમના ઘરે થયેલું. એમના વડીલબંધુ ડૉ. ચંદ્રકાન્ત મહેતા ગુજરાતી વિષયના અધ્યાપક. ૧૯૪૮માં બી.એ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મેં ગુજરાતી વિષય સાથે એમ.એ.નો અભ્યાસ ચાલુ કર્યો ત્યારે ડૉ. ચંદ્રકાન્ત મહેતા પણ, બીજા અધ્યાપકો સાથે, અમારા વર્ગ લેતા. તે વખતે વિદ્યાર્થીને કંઈ માર્ગદર્શન જોઈતું હોય તો તેઓ પોતાને ઘરે બોલાવતા. ઓપેરા હાઉસ પાસે લક્ષ્મી બિલ્ડિંગમાં એમનું સંયુક્ત કુટુંબ રહે. એ વખતે ઉષાબહેનને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થતો. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગની સ્થાપના થઈ. એ વિભાગના અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીએ મારી નિમણૂક કરી હતી. એ વખતે મેં રજિસ્ટ્રાર શ્રી ચિદમ્બરમને પૂછ્યું મારે કયા રૂમમાં બેસવાનું છે? તો એમણે જણાવ્યું કે “તમારે ડો. ઉષાબહેન મહેતાના રૂમમાં બેસવાનું છે, કારણ કે ઉષાબહેનનો ડિપાર્ટમેન્ટ હવે સાંતાક્રુઝ ખાતે કાલિના કેમ્પસમાં ખસેડવામાં આવ્યો છે.” આમ, મુંબઈ યુનિવર્સિટીમાં જોડાતાં જ ઉષાબહેનના રૂમમાં બેસવાનું મળ્યું એથી મને ઘણો આનંદ થયો. એને હું મારું સદ્ભાગ્ય માનું છું. પછી તો ઉષાબહેનને યુનિવર્સિટીની ઘણી મિટિંગોમાં મળવાનું થતું, સાથે કામ કરવાનું થતું. ઉષાબહેન સાથેનો પરિચય યુનિવર્સિટીને નિમિત્તે વધુ ગાઢ થયો. પછી તો અંગત રીતે પણ તેઓ અમારા કુટુંબના સર્વ સભ્યો સાથે વડીલ સ્વજન જેવાં બની રહ્યાં. ઉષાબહેન મહેતાનો જન્મ ૧૯૨૦ના માર્ચમાં સુરત જિલ્લામાં સરસ નામના ગામમાં થયો હતો. એમના પિતા હરિપ્રસાદ મહેતા ન્યાયાધીશ એટલે સરકારી કર્મચારી. એમનાથી આઝાદીની લડતમાં ભાગ ન લેવાય. પણ કુટુંબનાં બધાં સભ્યો લડતના રંગે રંગાયેલાં હતાં. સરસ એટલે દરિયાકિનારા તરફનું ગામ. જ્યારે અંગ્રેજ હકુમતે મીઠા પર કરવેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડીયાત્રા કાઢેલી અને એ કાયદાનો ભંગ કરેલો. ઉષાબહેનનાં દાદીમાએ દરિયાનું પાણી હાંડામાં લાવી, ચૂલે ગરમ કરી એમાંથી મીઠું પકાવી, પોતે સરકારી કાળા કાયદાનો ભંગ કર્યો એ વાતે અનહદ આનંદ અનુભવેલો. આવું વાતાવરણ આ કુટુંબનું હતું. Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ વંદનીય હૃદયસ્પર્શ - લોકજાગૃતિ માટે ગાંધીજીએ સુરત જિલ્લામાં એક ગામમાં એક શિબિર યોજેલી. ત્યારે કિશોરી ઉષાબહેન ગાંધીજીને મળવા ગયેલાં. સત્યાગ્રહમાં એમને ભાગ લેવો હતો. પરંતુ ગાંધીજી એમની સાથે બોલ્યા નહિ, કારણ કે મૌનવાર હતો. પણ હાથના ઇશારાથી ગાંધીજીએ ના પાડી કારણ કે ઉષાબહેને ખાદી પહેરેલી નહિ. પછી બીજે દિવસે ખાદીનાં વસ્ત્રો ધારણ કરીને ઉષાબહેન ગયાં ત્યારે ગાંધીજીએ એમની સાથે સરસ વાત કરી હતી. સત્યાગ્રહમાં જોડાવું હોય તો ગાંધીજીએ શરત મૂકી કે આજીવન બ્રહ્મચર્ય પાળવું પડશે; અપરિણીત રહેવું પડશે. ઉષાબહેને એ શરત કબૂલ કરેલી. આ છોકરીઓ બહુ નાની છે – એમને એવું આકરું વ્રત ન અપાય, એમ ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે ગાંધીજીએ તેવું વ્રત ન આપતાં લગ્ન કરવાની છૂટ આપેલી, પણ એ શરતે કે પતિ ખાદી પહેરતો હોય અને લગ્નમાં કોઈ દાયજો લે નહિ. પરંતુ ઉષાબહેન તો પોતે લીધેલા બ્રહ્મચર્યના વ્રતમાં જ અડગ રહ્યાં. તેઓ આજીવન અપરિણીત રહ્યાં. ગાંધીજીની ભાવનાને તેમણે શોભાવી. ગાંધીજીની દેશભક્તિ અને ધર્મભાવના સાથે તેઓ ઓતપ્રોત બની રહ્યાં. ઉષાબહેનની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી. એમના પિતા ન્યાયાધીશ હતા અને એમની બદલી થતી, એટલે ઉષાબહેને પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ ખેડા, ભરુચ, મુંબઈ વગેરે સ્થળે લીધું હતું. કૉલેજનું શિક્ષણ એમણે મુંબઈની વિલસન કૉલેજમાં લીધું હતું. તેમણે બી.એ.માં તત્ત્વજ્ઞાનનો વિષય લીધો હતો અને ૧૯૩૯માં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે પાસ થયાં હતાં. ત્યાર પછી એમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને ૧૯૪૧માં તેઓ એલએલ.બી. થયાં. એમના પિતા ન્યાયાધીશ હતા એટલે એમનાં સંતાનોને કાયદાશાસ્ત્રમાં રસ પડે એ સ્વાભાવિક છે. ઉષાબહેન ભરૂચની શાળામાં અભ્યાસ કરતાં હતાં ત્યારે કોંગ્રેસમાં સ્વયંસેવિકા તરીકે પણ જોડાયાં હતાં. છોટા સરદાર તરીકે જાણીતા ભરૂચના શ્રી ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ પ્રભાતફેરી, ઝંડાવંદન, સરઘસ, સત્યાગ્રહ વગેરે જે પ્રવૃત્તિઓ ચાલતી તેમાં બાલિકા તરીકે ઉષાબહેન પણ સક્રિય ભાગ લેતાં હતાં. એમણે પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યું છે કે પોલીસનો લાઠીમાર થાય તો પણ ધ્વજને નીચે પડવા ન દેવાય. “ઝંડા ઊંચા રહે હમારા', અથવા “ચલાવ લાઠી, ચલાવ ઈંડા, ઝૂક ન સકેગા અમારા ઝંડા જેવા પોકારો Page #356 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ૩૩૯ કરતાં કરતાં તેઓ દરેક પોતાના ઝંડા સાથે આગળ વધતાં. એક વખત એક છોકરી બેહોશ બનીને પડી ગઈ અને એના હાથમાંનો ઝંડો નીચે પડી ગયો. એમાં તો ઝંડાનું અપમાન અને પોલીસનો વિજય થયો કહેવાય. એમ ન થવા દેવું હોય તો હવે શું કરવું? ઉષાબહેને ચંદુભાઈને ઉપાય સૂચવ્યો કે હાથમાં ઝંડા રાખવાને બદલે અમારો ગણવેશ જ ઝંડાના રંગનો કરી નાંખો. તરત ખાદીના તાકા લેવાયા. સફેદ, કેસરી અને લીલા રંગની ખાદીમાંથી વસ્ત્રો એવી રીતે બનાવાયાં કે તે ઝંડા જેવા લાગે. હવે લાઠીમાર થાય તો પણ પોલીસ ઝૂંટવી નહિ શકે કે ફેંકી નહિ દે. એ સમયના લડત માટેના ઉત્સાહની ભરતી કિશોરકિશોરીઓમાં પણ કેટલી બધી હતી તે આ પ્રસંગ બતાવે છે. લડત માટે ચંદુલાલ દેસાઈએ છોકરાઓની વાનરસેના તૈયાર કરી તો ઉષાબહેનની ભલામણથી છોકરીઓની “માંજારસેના પણ તૈયાર કરી. છોકરાં પોલીસને હૂપ હૂપ કરે તો છોકરીઓ મ્યાંઉ મ્યાંઉ કરે. એકસાથે અનેક છોકરાંછોકરી લડત લડવાના ભાવથી આવા પોકારો કરતા હશે ત્યારે એ દૃશ્ય હાસ્યજનક નહિ પણ શૂરતાપ્રેરક બની જતું હશે ! બી.એ. થયા પછી ઉષાબહેને એમ.એ.નો અભ્યાસ મુંબઈ યુનિવર્સિટીમાં રાજયશાસ્ત્ર-Political scienceનો વિષય લઈને ચાલુ કર્યો હતો, પરંતુ તે દરમિયાન સ્વતંત્રતાની ચળવળ જોર પકડતી જતી હતી એટલે એમણે અભ્યાસ છોડી લડતમાં સક્રિય ભાગ લેવાનું ચાલુ કર્યું. ૧૯૪૨ની ‘હિંદ છોડો'ની લડતમાં ઉષાબહેનનું મહત્ત્વનું કાર્ય તે ગુપ્ત રીતે કોંગ્રેસ રેડિયો'ની પ્રવૃત્તિ ચલાવવાનું હતું. ૧૯૪૨ની ચળવળમાં ગાંધીજી, સરદાર, નહેરુ, મૌલાના વગેરેને જેલમાં પૂરવામાં આવ્યા તે વખતે બીજી-ત્રીજી હરોળના ઘણા નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. એ બધાંની પ્રવૃત્તિના અહેવાલ એકબીજાને પહોંચાડવા માટે ગુપ્ત પત્રિકાઓ રોજ નીકળતી અને ઘરે ઘરે પહોંચતી કરવામાં આવતી. એની સાથે આ વાયરલેસ ટ્રાન્સમિશનની પ્રવૃત્તિ પણ ચાલુ થઈ. એક ભાઈએ વાયરલેસ સેટ બનાવી આપ્યો. આ કાર્યમાં ડૉ. રામમનોહર લોહિયા, અશ્રુત પટવર્ધન વગેરે પણ જોડાયા. રોજ સાંજે નિશ્ચિત સમયે રેડિયો વાગતો : “This is congress Radio, speaking somewhere in India from 42.34 meter.' Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪) વંદનીય હદયસ્પર્શ અમારી કિશોરાવસ્થામાં અમે પત્રિકાઓ વહેંચવા જતા અને રાતના રેડિયો પણ સાંભળતા. યરવડાની જેલમાં બાપુ સાથે રહેલા મહાદેવભાઈ દેસાઈ જ્યારે અવસાન પામ્યા, ત્યારે બ્રિટિશ સરકારે એ સમાચાર દબાવી દીધા. છાપામાં એ વિશે કશું આવ્યું નહિ પણ કોંગ્રેસ રેડિયોએ એ સમાચાર મેળવીને પ્રસારિત કર્યા ત્યારે છાપાવાળાઓને ખબર પડી હતી. પછી એ સમાચાર છાપાંઓમાં છપાયા હતા. રેડિયોની આ પ્રવૃત્તિમાં બાબુભાઈ, વિઠ્ઠલભાઈ, ચંદ્રકાન્તભાઈ, મોટવાની વગેરે જોડાયા હતા. દર દસ-પંદર દિવસે તેઓ જગ્યા બદલતા કે જેથી પોલીસ પકડી ન શકે. છેવટે પારેખવાડીમાંથી એમને પકડવામાં આવ્યાં હતાં. એમાં ઉષાબહેનને ચાર વર્ષની અને એમના મોટાભાઈ ચંદ્રકાન્તભાઈને એક વર્ષની સજા થઈ હતી. એમને પૂનાની યરવડા જેલમાં રાખવામાં આવ્યાં. આ બધા અનુભવો રોમહર્ષણ હતા. ભારતમાતા માટે ઉલ્લાસપૂર્વક ભોગ આપવાની તમન્ના ગાંધીજીએ દેશના કરોડો લોકોમાં જગાવી હતી. ઉષાબહેને પોતાના જેલના અનુભવો પણ નોંધ્યા છે. પોતે પાંજરામાં સંતાઈને જેલના અધિકારીઓને કેદીઓની ગણતરીમાં કેવી થાપ ખવડાવી હતી એનું પણ રસિક બયાન એમાં વાંચવા મળે છે. ઉષાબહેન ચાર વર્ષ જેલમાં ગાળીને છૂટ્યાં અને ઘરે આવ્યાં ત્યારે એમને જોઈને એમનાં બા રડી પડ્યાં હતાં. ચાર વર્ષ જેલમાં કાંકરીવાળા રોટલા ખાઈને ઉષાબહેનની તબિયત ખલાસ થઈ ગઈ. એમનું શરીર ગળી ગયું હતું. એમની પાચનશક્તિ બગડી ગઈ હતી. “આવું પાતળું નાજુક શરીર એ તો બ્રિટિશ સરકારની ભેટ છે' એમ તેઓ હળવી રીતે કહે છે. એમનું શરીર ફરી ક્યારેય વળ્યું નહિ. કૃશકાય ઉષાબહેનનું નૈતિક બળ એટલું મોટું છે કે આવી કાયા છતાં તેમણે સેવાનું સતત કાર્ય નિષ્ઠાપૂર્વક કર્યા કર્યું. - ૧૯૪૬માં ઉષાબહેન જેલમાંથી છૂટ્યાં. દેશને આઝાદી મળી તે પછી એમણે પોતાનું લક્ષ અધ્યયન-અધ્યાપન તરફ રાખ્યું. તેઓ એમ.એ. થયાં અને મુંબઈમાં વિલસન કૉલેજમાં તત્ત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના અધ્યાપિકા તરીકે કામ શરૂ કર્યું. ૧૯૪૭થી ૧૯૪૯ સુધી એ કાર્ય કર્યા પછી એક વર્ષ માટે તેઓ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં અધ્યાપિકા તરીકે કામ કરી આવ્યાં. મુંબઈ પાછાં આવીને એમણે “મહાત્મા ગાંધીજીની સામાજિક અને રાજકીય Page #358 -------------------------------------------------------------------------- ________________ પદ્મવિભૂષણ ડૉ. ઉષાબહેન મહેતા ૩૪૧ વિચારસરણી’ એ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી માટે મહાનિબંધ લખ્યો. ત્યાર પછી તેઓ મુંબઈ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના વિભાગમાં અધ્યાપિકા તરીકે જોડાયાં. અહીં એમના વિભાગના ડૉ, આલુબહેન દસ્તુર સાથે ગાઢ પરિચય થયો. પછી તો આલુ બહેન અને ઉષાબહેન બંને ઘણી યુનિવર્સિટીઓની અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સમિતિઓમાં સાથે જ હોય. યુનિવર્સિટીના ક્ષેત્રે ત્રણ દાયકા જેટલું એમનું અધ્યાપનકાર્ય બહુ સંગીન રહ્યું છે. મુંબઈ યુનિવર્સિટી ઉપરાંત અન્ય યુનિવર્સિટીઓમાં પણ તેઓ પીએચ.ડી.નાં માર્ગદર્શક તરીકે કાર્ય પતાં રહ્યાં હતાં. મુંબઈ યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે જોડાયા પછી અમેરિકામાં અભ્યાસ કરવા માટે ૧૯૫૩-૫૪ની ફુલ બ્રાઈટ શિષ્યવૃત્તિ માટે તેમની પસંદગી થઈ હતી. તેમણે એ વર્ષોમાં અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ગાંધીજીની ભાવનાને ચુસ્તપણે અનુસરી અલ્પસંખ્ય વિદ્યમાન વ્યક્તિઓમાં ઉષાબહેન એક મુખ્ય ગણાય. તેમની ગાંધીસ્મારક નિધિના પ્રમુખપદે વરણી થઈ એ સર્વથા યોગ્ય જ થયું. તેઓ નિયમિત મણિભુવનમાં જઈ પોતાની સેવા આપતાં રહ્યાં. એમને પોતાને મનગમતું કાર્ય મળી ગયું. એક મિશનરીની જેમ તેઓ આ કાર્ય કરતાં રહ્યાં. - ઉષાબહેનના ઘરમાં શુદ્ધ ગુજરાતી ભાષાનું વાતાવરણ. એમના વડીલ બંધુ ડૉ. ચંદ્રકાન્તભાઈ ગુજરાતી વિષયના અધ્યાપક. એટલે શુદ્ધ સંસ્કારી ગુજરાતીમાં બોલવું, લખવું એમના કુટુંબ માટે સહજ, ઉષાબહેન રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના કાર્યમાં જોડાયેલાં. હિંદીમાં કોવિદની પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરેલી. એટલે હિંદી ઉપર પણ એમનું એટલું જ પ્રભુત્વ. હિંદી સાહિત્યના વાંચનનો એમને શોખ પણ ખરો. વળી વિલસન કૉલેજ અને યુનિવર્સિટીમાં અધ્યાપિકા તરીકે અંગ્રેજીમાં વર્ગો લેવાના. એટલે ઇંગ્લિશ ભાષા પર એમનું એટલું જ પ્રભુત્વ, આમ લેખનકાર્ય કરવા માટે તથા વ્યાખ્યાન આપવા માટેનું ત્રણ ભાષા ઉપર પ્રભુત્વ બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે. ઉષાબહેન જરા પણ આયાસ વિના, સહજ રીતે આ ત્રણે ભાષામાં બોલતાં લખતાં રહ્યાં છે એ એમના ભાષા-સામર્થ્યની પ્રતીતિ કરાવે છે. પહેરવેશ, ખાનપાન, રહેણીકરણીમાં સાદાઈ અને સ્વભાવમાં સરળતા, Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ વંદનીય હૃદયસ્પર્શ લઘુતા અને નિખાલસતા એ ઉષાબહેનનાં વ્યક્તિત્વનાં લક્ષણો થોડા પરિચય પણ માણસને જણાયા વગર રહે નહિ. તેઓ હંમેશાં ખાદીની સફેદ સાડી જ પહેરતાં રહ્યાં છે. ઉષાબહેનને બસમાં જતાં, ટેક્ષીમાં જતાં, ક્યાંક પગે ચાલીને પહોંચી જતાં કોઈ સંકોચ નહિ. કોઈ કાર્યક્રમ માટે નિમંત્રણ મળ્યું હોય તો પોતાને તેડી જવા માટેનો આગ્રહનહિ. પોતાની મેળે પણ પહોંચી જાય. સભામાં મંચ પર સ્થાન મેળવવા કે આગલી હરોળમાં બેસવા માટે આગ્રહ નહિ, તેવી વૃત્તિ પણ નહિ. પાછળ બેસવામાં કોઈ ક્ષોભ નહિ. બધું સરળ અને સહજ. એ માટે માઠું લાગે નહિ, તો પછી કોઈ વ્યવસ્થાપકને પકો આપવાનો કે કટાક્ષ કરવાનો પ્રશ્ન જ ક્યાંથી હોય? આ બધા ગુણો ગાંધીજીની વિચારસરણીથી રંગાયેલી વ્યક્તિના જીવનમાં સ્વાભાવિક રીતે વિકસેલા હોય જ. શાસ્ત્રીય સંગીત ઉષાબહેનની એક શોખની પ્રવૃત્તિ રહી છે. તેઓ રાગરાગિણીનાં જાણકાર છે અને હવે જોકે મહાવરો ઘણો ઓછો થઈ ગયો છે તો પણ સિતારવાદન એ એમની એક પ્રિય પ્રવૃત્તિ રહી છે. ઉષાબહેને ઠીક ઠીક લેખનકાર્ય પણ કર્યું છે. એમણે પોતાના અધ્યયનઅધ્યાપનના વિષયોને લક્ષમાં રાખી “લોકશાહી શા માટે?”, “પક્ષો શા માટે?”, “ભારતના રાજકીય પક્ષો”, “રાષ્ટ્રપતિની કામગીરી” વગેરે વિશે પરિચય-પુસ્તિકાઓ લખી છે. આ ઉપરાંત એમણે “ગવર્મેન્ટ એન્ડ ધ ગવન્ડ', કોંગ્રેસ રૂલ ઇન બૉમ્બે' “કૌટિલ્ય અને તેનું અર્થશાસ્ત્ર', “અમર શહીદો', ગાંધીજી’, ‘વિશ્વની મહાન વિભૂતિઓ' જેવાં પુસ્તકો પણ લખ્યાં છે જે ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનાં છે. ઉષાબહેનની અનેકવિધ સંનિષ્ઠ, સભર સેવાભાવી પ્રવૃત્તિઓ અને એમનું સમગ્ર જીવનકાર્ય અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે. આવી વ્યક્તિઓથી સમાજ ઉજ્જવળ રહે છે અને આપણે ધન્યતા અનુભવી શકીએ છીએ. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા (ઈ.સ. ૧૮૯૪–૧૯૭૯) એટલે જૈન સાહિત્ય-સંશોધનના ક્ષેત્રે વીસમી સદીમાં થઈ ગયેલી એક વિરલ વિભૂતિ. જેમણે કૉલેજ કે યુનિવર્સિટીની કક્ષાએ પ્રાકૃત-અર્ધમાગધીનો વિષય નહોતો લીધો છતાં કૉલેજ અને યુનિવર્સિટીની કક્ષાએ એ વિષયનું અધ્યાપનકાર્ય કર્યું હતું, જેઓ પોતે પીએચ.ડી. થયા નહોતા છતાં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક બન્યા હતા અને ડિ.લિ.ની ડિગ્રી માટે નિર્ણાયક (રેફરી) બન્યા હતા; જેમણે સિત્તેરથી વધુ ગ્રંથો અને એક હજારથી વધુ લેખો લખ્યા હતા; જેઓ રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય પરિષદનું પ્રમુખસ્થાન કે વિભાગીય પ્રમુખસ્થાન કે ઓરિએન્ટલ કૉન્ફરન્સનું પ્રમુખસ્થાન કે પ્રાકૃત-અર્ધમાગધી વિભાગનું પ્રમુખસ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શક્યા હોત; પરંતુ માન-સત્કાર કે એવાં પદો માટે હંમેશાં નિઃસ્પૃહ અને અલિપ્ત રહ્યા હતા, તથા એ માટે ક્યારેય આયાસ કર્યો નહોતો કે આકાંક્ષા સેવી નહોતી, એવા પ્રો. હીરાલાલભાઈએ પોતાનું સમગ્ર જીવન સતત આર્થિક સંઘર્ષોની વચ્ચે વિદ્યાવ્યાસંગને માટે સંપૂર્ણપણે સમર્પિત કરી દીધું હતું. માત્ર જૈન સાહિત્ય જ નહિ, ઇતર સાહિત્યનો અને સાહિત્યેતર વિષયોનો એમનો અભ્યાસ ઘણો ઊંડો હતો. એમની પ્રતિભા એવી બહુમુખી હતી કે કોઈ પણ વિષયમાં એમને અચૂક રસ પડે જ અને એવા વિષય પર પોતે ઉચ્ચસ્તરીય લેખ લખી શકે. એમનું સાહિત્ય વાંચતાં આશ્ચર્ય થાય કે અહો, એમણે કેટલા બધા વિષયોનું કેટલું બધું વાંચ્યું છે! પાને પાને એમણે સંદર્ભો આપ્યા જ હોય. આટલું બધું એમણે ક્યારે વાંચ્યું હશે ? એવો પ્રશ્ન થાય. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો જાણે માહિતીનો સ્ત્રોત વહેવા લાગે. એમાં પણ એમની ચીવટ અને ચોકસાઈ એટલી બધી કે આપણે એ માટે એમના ઉપર સંપૂર્ણપણે આધાર રાખી શકીએ. મારું એ સદ્ભાગ્ય રહ્યું છે કે એમના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાની મને તક મળી છે અને એમની પાસે Page #361 -------------------------------------------------------------------------- ________________ उ४४ વંદનીય હૃદયસ્પર્શ મને પિતાતુલ્ય વાત્સલ્ય અનુભવવા મળ્યું છે. - હીરાલાલભાઈનું નામ પહેલી વાર મેં સાંભળ્યું હતું. ૧૯૪૪માં. એ વર્ષે મેટ્રિકની પરીક્ષા આપીને મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં વિનયન શાખાના પ્રથમ વર્ષમાં હું જોડાયો હતો અને રહેવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલય (ગોવાલિયા ટેંક, મુંબઈ)માં દાખલ થયો હતો. વિદ્યાલયમાં મારી બાજુમાં રૂમમાં બિપીનચંદ્રભાઈ નામના વિદ્યાર્થી હતા. સરખા રસના વિષયોને કારણે એમની સાથે મારે મૈત્રી થઈ હતી. હું પ્રથમ વર્ષમાં હતો અને તેઓ એમ.એ. થયા પછી ઋગ્વદ પર પીએચ.ડી.નો અભ્યાસ કરતા હતા. એ વખતે તેઓ મને મકાનની અગાશીમાં રાતને વખતે લઈ જઈને આકાશના તારત્નક્ષત્રોની ઓળખ કરાવતા અને દરેકની ખાસિયત સમજાવતા. (એમણે આપેલી નક્ષત્રોની જાણકારી આજે પણ વિસ્મૃત થઈ નથી.) કેટલાક તારાનક્ષત્રોનાં દર્શન માટે અમે અડધી રાતે ઊઠીને અગાશીમાં જતા કે જ્યારે પૂર્વાકાશમાં એનો ઉદય થવાનો હોય. બિપીનચંદ્રભાઈ પાસેથી ત્યારે જાણવા મળેલું કે એમના પિતાશ્રી હીરાલાલ કાપડિયા મોટા લેખક છે અને સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં અર્ધમાગધીના પ્રોફેસર છે. હીરાલાલભાઈને પહેલી વાર માટે મળવાનું થયું ૧૯૫૧માં. ત્યારે હું મારા પારસી મિત્ર મીનુ દેસાઈ સાથે સૂરત ગયો હતો અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિજયરાય વૈદ્ય, મોહનલાલ પાર્વતીશંકર દવે, કવયિત્રી યોસ્નાબહેન શુક્લ, પ્રો. જે. ટી. પરીખ, નટવરલાલ વીમાવાળા (માળવી), ડૉ. રતન માર્શલ, ગની દહીંવાળા વગેરેને મળવા સાથે હીરાલાલભાઈને પણ મળ્યો હતો. ત્યાર પછી ૧૯૬૦થી ૧૯૭૦ના ગાળામાં સૂરત અનેક વાર જવાનું અને એમને મળવાનું થયું. મારા એક વડીલ મિત્ર શ્રી બાબુભાઈ (હીરાચંદ) કેસરીચંદની સાથે જેટલી વાર પ્રવાસે-તીર્થયાત્રાએ નીકળીએ તેટલી વાર અમારો પહેલો મુકામ સૂરતના ગોપીપુરામાં હોય. તેઓ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડના એક મુખ્ય કાર્યકર્તા હતા અને મને એ સંસ્થાનાં પ્રકાશનોમાં રસ હતો એટલે અમારી વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હોવા છતાં અમારી મૈત્રી સધાઈ હતી. સૂરતીઓના ખાનપાનના શોખમાં બાબુભાઈને સવારમાં દૂધની તાજી મલાઈ ખાવાનો શોખ પણ ખરો. બાબુભાઈ સાથે સૂરતમાં હોઈએ ત્યારે સવારના ઊઠીને તાપીકિનારે ફરવા Page #362 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન જઈએ, પછી મલાઈ ખાવા જઈએ અને પછી એમની સાથે એમના સમવયસ્ક મિત્ર હીરાલાલભાઈને મળવા એમના ઘરે જઈએ. ત્યારથી હીરાલાલભાઈ સાથે મારો પરિચય વધ્યો હતો. આ પરિચય વધુ ગાઢ થયો ૧૯૬૩-૬૪માં, પ્રાકૃત ‘કુવલયમાળા' ગ્રંથના નિમિત્તે. પ.પૂ. આનંદસાગરસૂરિસાગરજી મહારાજના એક શિષ્ય પૂ. શ્રી હેમસાગરસૂરિએ ઉદ્યોતનસૂરિષ્કૃત પ્રાકૃત ‘કુવલમાળા’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. મૂળ ગાથાઓ, વાક્યો પ્રમાણે અનુવાદ બરાબર થયો છે કે નહિ તથા ગુજરાતી ભાષા, વાક્યરચના વગેરેની દૃષ્ટિએ બરાબર છે કે નહિ એ સળંગ તપાસી આપવાનું કામ એમણે મને સોંપ્યું હતું. મુંબઈમાં તેઓ હતા ત્યારે કામ ચાલુ કરેલું. પછી એમનું ચાતુર્માસ સૂરતમાં હતું. એ વખતે ત્યાં ગોપીપુરામાં નેમુભાઈની વાડીના ઉપાશ્રયે ચાતુર્માસ દરમિયાન હું જતો અને ચારપાંચ દિવસ રોકાતો. આ ગ્રંથની પ્રસ્તાવના લખી આપવાનું મહારાજશ્રીએ હીરાલાલભાઈને સોંપેલું, એટલે હું જ્યારે જ્યારે સૂરત જાઉં ત્યારે ત્યારે હીરાલાલભાઈને રોજેરોજ મળવાનું થતું. આ ગ્રંથના નિમિત્તે અને સમાન રસ લીધે અમારો પરસ્પર પરિચય ઘણો ગાઢ થયો હતો. તેઓ ત્યારે ગોપીપુરામાં કાયસ્થ મહોલ્લામાં રહેતા હતા. હીરાલાલભાઈનો જન્મ ૨૮મી જુલાઈ ૧૮૯૪ના રોજ (વિ.સં. ૧૯૫૦ના અષાઢ વદ અગિયારના દિવસે) સૂરતમાં થયો હતો. એમના પિતાનું નામ રસિકદાસ અને માતાનું નામ ચંદાગૌરી હતું. તેઓ સૂરતમાં ત્યારે નાણાવટમાં રહેતા હતા. ૩૪૫ રસિકદાસને પાંચ સંતાનો હતાં, ત્રણ દીકરા અને બે દીકરી. એમાં સૌથી મોટા તે હીરાલાલ. બીજા બે દીકરા તે મણિલાલ અને ખુશમનભાઈ. બે દીકરીઓ તે નયનસુખ અને શાન્તાબહેન. રસિકદાસનાં પાંચે સંતાનો બહુ તેજસ્વી હતાં. સદ્દભાગ્યે હીરાલાલભાઈની જન્મકુંડળી એમનાં સ્વજનો પાસેથી મળી છે. ભવિષ્યમાં કોઈને આ કુંડળીના આધારે એમના જીવનનો અભ્યાસ કરવો હોય તો તે ઉપયોગી થઈ શકે એ આશયથી એક દસ્તાવેજી માહિતી તરીકે આ કુંડળી આપી છે. હીરાલાલભાઈનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ વંદનીય હૃદયસ્પર્શ શ, કે, 3. ગુ. શુ. ૧ ૨ મું.રા. ૨ ચં (આ ગ્રહોના અંશ આ પ્રમાણે છે : સૂર્ય-૧૨, ચંદ્ર-૧૩, મંગળ-૨, બુધ૧, ગુરુ-૨, શુક્ર-૯, શનિ-૨૬, રાહુ-૧૧) રસિકદાસના પિતા તે વરજદાસ અને એમના પિતા તે દુલ્લભદાસ. એમની પેઢીનાં નામ આ પ્રમાણે છે : રસિકદાસ > વરદાસ – દુલ્લભદાસ » હરકિશનદાસ – ગુલાબચંદ – ઝવેરશા - કસ્તુરશા » લખમીશા. રસિકદાસના વડવાઓ ઈસવીસનની અઢારમી સદીમાં ભાવનગરથી સૂરત વેપારાર્થે આવીને વસેલા. આ વડવાઓના પણ વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતમાં પાટણના વતની હતા. તેઓ વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેઓ સ્થળાંતર કરતા કરતા કાઠિયાવાડમાં આવેલા. ત્યાંથી કેટલાક સૂરત આવીને વસેલા. એમની જ્ઞાતિ દશા દિશાવળ હતી. આ જ્ઞાતિના કેટલાક સભ્યો જૈન ધર્મ પાળતા અને કેટલાક વૈષ્ણવ ધર્મ. તેઓ વચ્ચે રોટી-બેટીનો વ્યવહાર રહેતો. એમની જ્ઞાતિ પાટણ, ભાવનગર, સૂરત, મુંબઈ વગેરે શહેરો અને આસપાસનાં ગામોમાં પથરાયેલી રહી છે. દુલ્લભદાસે વેપારાર્થે સૂરતમાં આવીને નાણાવટમાં વસવાટ ચાલુ કરેલો. દુલ્લભદાસના પુત્ર વરજદાસના જીવનમાં એક ઘટના એવી બની કે જેથી તેઓ વૈષ્ણવ મટીને જૈન બની ગયા હતા. એક વખત સૂરતના પોતાના ઘરના વાડામાં ખોદકામ કરતાં ધાતુની એક નાની જિનપ્રતિમા નીકળી. પોતે વૈષ્ણવ હતા એટલે આ પ્રતિમાનું શું કરવું તે વિશે વિચાર કરતાં છેવટે એવો નિર્ણય Page #364 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન ૩૪૭ લીધો કે પ્રતિમાને તાપી નદીમાં પધરાવી દેવી. તેઓ પ્રતિમા લઈને નદીએ ગયા. નદીના સહેજ ઊંડા પાણીમાં જઈને પ્રતિમા જાતે પધરાવવી જોઈએ એટલે કિનારે એક જોડ કપડાં મૂકી તેઓ નદીમાં ઊતર્યા. કમર સુધીના પાણીમાં જઈને તેમણે પ્રાર્થના કરીને પ્રતિમા પધરાવી. ત્યાર પછી તેઓ પાછા ફરતા હતા ત્યારે લાગ્યું કે પોતાના ધોતિયામાં કોઈ પથરો ભરાઈ ગયો છે. એમણે એ હાથમાં લઈને જોયું તો પેલી પ્રતિમા જ હતી. પ્રતિમા પોતે એવી ચીવટપૂર્વક પાણીમાં પધરાવી હતી કે ધોતિયામાં ભરાઈ જાય એવી કોઈ શક્યતા નહોતી. એટલે એમને આ ઘટનાથી આશ્ચર્ય થયું. પ્રતિમા હાથમાં લઈ ફરી તેઓ ઊંડા પાણીમાં ગયા અને પ્રતિમા ચોકસાઈપૂર્વક આઘે પધરાવી. પછી પાણીમાં પાછા ફરતા હતા ત્યાં ફરીથી એમને લાગ્યું કે ધોતિયાનો છેડો ખેંચાય છે. પ્રતિમા પાછી તો નહિ આવી હોય ને ? પાણીમાં હાથ નાખીને વસ્તુ બહાર કાઢી તો એમના આશ્ચર્ય વચ્ચે એ જ પ્રતિમા જોવા મળી. બે વખત આવું બન્યું એથી વ૨જદાસ એકદમ વિચારે ચઢી ગયા. હવે પ્રતિમા પધરાવવી કે નહિ તેની વિમાસણ થઈ. છેવટે એમ નિર્ણય કર્યો કે કોઈની સલાહ લઈને પછી પ્રતિમા પધરાવવી. ઘરે આવીને એમણે બધાંને વાત કરી. બધાંનો એવો મત પડ્યો કે કોઈક જૈન સાધુ મહારાજને પૂછીને પછી એ કહે તેમ કરવું કે જેથી મનમાં વહેમ ન રહી જાય. બીજે દિવસે વરજદાસ પ્રતિમા લઈને પાસેના ઉપાશ્રયમાં એક જૈન સાધુ ભગવંત પાસે ગયા. વિગત જાણીને સાધુ મહારાજે કહ્યું કે ‘એવું અનુમાન થાય છે કે તમારા મકાનના આગળના કોઈક માલિકોમાંથી કોઈકને ત્યાં ઘરદેરાસર હશે અને તેઓએ કોઈક આપત્તિના પ્રસંગમાં પ્રતિમાને જમીનમાં ભંડારી દીધી હશે. આ અખંડિત પ્રતિમા નમિનાથ ભગવાનની છે. તમારા હાથે જમીનમાંથી બહાર આવી છે અને તમે એને નદીમાં બે વખત પધરાવવા છતાં એ તમારી પાછળ આશ્ચર્યકા૨ક રીતે આવી છે એટલે એમાં કોઈ સંકેત લાગે છે. પ્રતિમાને તમારું ઘર છોડવું નથી.' ઘણું મંથન કર્યા પછી વરજદાસે નિર્ણય કર્યો કે પોતાના મકાનમાં ઘરદેરાસર (ગૃહચૈત્ય) કરાવવું અને ત્યાં જિનપ્રતિમાની વિધિસર પ્રતિષ્ઠા કરાવવી. એ પ્રમાણે નિર્ણય કરીને એમણે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. એમના કુટુંબે જૈન ધર્મ અંગીકાર કર્યો. આ ઘટના પછી જેમ જેમ ચડતી થતી ગઈ તેમ તેમ ઉત્તરોત્તર જૈન ધર્મમાં એમની શ્રદ્ધા દૃઢ થતી ગઈ. એમના પુત્ર રસિકદાસને Page #365 -------------------------------------------------------------------------- ________________ ३४८ વંદનીય હૃદયસ્પર્શ તો આ જૈન ધર્મ જન્મથી જ વારસામાં મળ્યો હતો. તેઓ નિયમિત જિનમંદિરે પૂજા કરવા જતા અને ઘરદેરાસરમાં પણ પૂજાવિધિ કરતા. તેઓ રોજ ઉપાશ્રય જતા, વ્યાખ્યાન સાંભળતા, સામાયિક, પ્રતિક્રમણ કરતા. પંજાબકેસરી શ્રી વિજયવલ્લભસૂરિ સાથે એમને ગાઢ સંબંધ રહ્યો હતો. રસિકદાસના આ ધાર્મિક સંસ્કાર હીરાલાલભાઈમાં આવ્યા હતા. તેઓ પૂજા કરવા જતા, સામાયિક, પ્રતિક્રમણ કરતા, નવકારશી-ચોવિહાર કરતા. અભક્ષ્યનો એમણે ત્યાગ કર્યો હતો. વળી તેઓ તો જૈન શાસ્ત્રો અને સિદ્ધાન્તોના સારા જાણકાર થઈ ગયા હતા. તેઓ નવપદજીનું ધ્યાન ધરતા. ઉવસગ્ગહરના જાપમાં એમને અખૂટ શ્રદ્ધા હતી. રસિકદાસનું કુટુંબ સંસ્કારી અને ધર્મપરાયણ હતું. સૂરતમાં એમનો કાપડનો વેપાર હતો. નાણાવટમાં એમની કાપડની દુકાન હતી. કાપડના એમના વેપારને કારણે એમની અટક કાપડિયા થઈ ગઈ હતી. એની પહેલાં એમની અટક શી હતી તે જાણવા મળતું નથી. પરંતુ “શાહ”, “મહેતા” અથવા “પટણી” અટક હોવાનો સંભવ છે એમ એમનાં કુટુંબીજનો કહે છે. અંગ્રેજોના આગમન પૂર્વે લોકોમાં અટકનું બહુ મહત્ત્વ નહોતું. રસિકદાસની આર્થિક સ્થિતિ મધ્યમ કક્ષાની થઈ ગઈ હતી. એમનો કાપડનો વેપાર જેમતેમ ચાલતો હતો. આથી જ એમણે પોતાના ત્રણે તેજસ્વી દીકરાઓને પોતાના કાપડના વ્યવસાયમાં ન જોડતાં, મુંબઈ મોકલીને કૉલેજ અને યુનિવર્સિટીનું શિક્ષણ અપાવીને ત્યાંના શિક્ષણક્ષેત્રમાં મોકલ્યા હતા. એમની બન્ને દીકરીઓ મેટ્રિક સુધી ભણી હતી, જે એ જમાનામાં અસાધારણ ઘટના ગણાતી. ઈસવીસનની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીના પૂર્વાર્ધમાં, સમગ્ર ભારતમાં કેળવણીની પદ્ધતિ આજે જેવી છે તેવી એકસરખી નહોતી, અંગ્રેજોએ મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં ૧૮પ૭માં યુનિવર્સિટીઓની સ્થાપના કરીને બ્રિટિશ હકૂમતના પ્રદેશમાં એકસરખી અંગ્રેજી પદ્ધતિની કેળવણી દાખલ કરી, પણ તે મુખ્યત્વે મોટાં શહેરો પૂરતી ત્યારે મર્યાદિત રહી હતી. જુદાં જુદાં દેશી રાજ્યોમાં જુદી જુદી કેળવણીની પદ્ધતિ હતી. ગુજરાતમાં ત્યારે બે પ્રકારની શાળાઓ હતી : ગુજરાતી વર્નાક્યુલર ફાઈનલના પ્રકારની અને હાઈસ્કૂલ તથા મેટ્રિક્યુલેશનના Page #366 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન ૩૪૯ પ્રકારની. ગુજરાતી ચાર ધોરણ સુધીની શાળા તે પ્રાથમિક શાળા હતી. ‘ધોરણ’ને બદલે ‘ચોપડી’ શબ્દ ત્યારે વપરાતો, જેમ કે ‘પહેલી ચોપડી’, ‘બીજી ચોપડી’ ઇત્યાદિ, કારણ કે મુખ્ય પાઠ્યપુસ્તક પર એ રીતે ‘પહેલી ચોપડી’, ‘બીજી ચોપડી' એમ છપાતું. ચાર ધોરણ પછી જે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં ભણવા જવું હોય તેઓ તેમાં દાખલ થતા. જે વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં ભણવા ન જવું હોય અને આગળ ભણવું હોય તેઓને માટે બીજાં ત્રણ કે પાંચ વર્ષનો અભ્યાસક્રમ રહેતો. તેમાં ઇંગ્લિશ ભાષાનો વિષય રહેતો નહિ. એવી શાળાઓને ગુજરાતી વર્નાક્યુલર ફાઇનલ કહેવામાં આવતી. ઘણીખરી છોકરીઓ અને કેટલાંક છોકરાંઓ આ ફાઇનલ સુધીની કેળવણી લેતાં. અંગ્રેજી કેળવણી સાત ધોરણ સુધીની રહેતી. સાતમું ધોરણ તે મેટ્રિક. પહેલાં ત્રણ ધોરણની શાળાઓ મિડલસ્કૂલ તરીકે ઓળખાતી. એવી શાળાઓ ‘એંગ્લો-વર્નાક્યુલર’ (એ.વી. સ્કૂલ)' તરીકે ઓળખાતી. શહેરો અને મોટાં ગામોમાં એવી એ.વી. સ્કૂલો ઉત્તરોત્તર વધતી જતી હતી. એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા એટલી સહેલી નહોતી. વળી બધાં શહેરોમાં મેટ્રિક સુધીનું શિક્ષણ આપવાની વ્યવસ્થા નહોતી. કોઈ વિદ્યાર્થી મેટ્રિક થાય એટલે ગામમાં જાણે મોટો ઇતિહાસ સર્જાતો. મેટ્રિક થનાર વિદ્યાર્થીઓનાં ઠેર ઠેર જાહેર સન્માન થતાં. પોતપોતાની જ્ઞાતિ તરફથી મેળાવડા થતા અને ફ્રેમમાં મઢીને છાપેલાં સન્માનપત્ર અપાતાં. હીરાલાલભાઈ ભણવામાં એટલા તેજસ્વી હતા કે મિડલસ્કૂલમાં અને હાઈસ્કૂલમાં એમને શિષ્યવૃત્તિ મળી હતી. એમણે ૧૯૧૦માં વર્નાક્યુલર ફાઇનલ અને મેટ્રિક્યુલેશનની એમ બંને પરીક્ષા સાથે આપી હતી. અને બંનેમાં સારા માર્ક્સ સાથે તેઓ ઉત્તીર્ણ થયા હતા. એ દિવસોમાં કરાંચીથી ધારવાડ સુધીનો વિસ્તાર મુંબઈ ઇલાકા તરીકે ઓળખાતો. આખા ઇલાકામાં કૉલેજનું શિક્ષણ ત્રણ-ચાર શહેરોમાં જ અપાતું અને તેમાં પણ મુખ્યત્વે મુંબઈમાં જ હતું. આથી વિદ્યાર્થીઓ મુંબઈમાં ભણવા આવતા અને કૉલેજની હૉસ્ટેલમાં કે સગાંને ત્યાં અથવા રૂમ ભાડે રાખીને રહેતા અને ભણતા. હીરાલાલભાઈ ૧૯૧૦માં મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. ત્યારે કૉલેજનો ચાર વર્ષનો અભ્યાસક્રમ હતો : પ્રિવિયસ, ઇન્ટર, જુનિયર અને સિનિયરનો. Page #367 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં સારા માર્ક્સ મળતાં હીરાલાલભાઈને શિષ્યવૃત્તિ મળી હતી. વળી ગણિતના વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવવાને માટે એમને ‘કામા પ્રાઇઝ’ મળ્યું હતું. આ પ્રાઇઝને લીધે જ તેઓ ગણિત જેવો અત્યંત કઠિન વિષય બી.એ.માં પણ લેવા પ્રેરાયા હતા. ૧૯૧૪માં તેઓ ગણિતના વિષય સાથે પરીક્ષામાં બેઠા અને બી.એ. ઓનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. એમાં પણ ઘણા સારા માર્ક્સ સાથે તેઓ પાસ થયા અને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી એટલે એમ.એ.નો અભ્યાસ જાતે કરવો પડતો. તૈયા૨ી થાય ત્યારે વિદ્યાર્થીઓ અગાઉથી નામ નોંધાવીને પરીક્ષા આપી શકતા. હીરાલાલભાઈને એ તૈયારી કરતાં ચાર વર્ષ લાગ્યાં. ૩૫૦ ૧૯૧૮માં ગણિતના વિષય સાથે હીરાલાલભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. ગણિતનો વિષય એટલો કઠિન ગણાતો કે બી.એ.માં જ બહુ ઓછા વિદ્યાર્થીઓ એ વિષય લેતા અને એમ.એ.માં તો એથી પણ ઓછા વિદ્યાર્થીઓ રહેતા. વળી એ વિષયના પ્રશ્નપત્રો એટલા અઘરા નીકળતા કે કેટલીક વાર તો કોઈ વિદ્યાર્થી પાસ પણ ન થઈ શકે. હીરાલાલભાઈ એમ.એ. થયા એ વર્ષે ગણિતના વિષયમાં પાસ થનાર ફક્ત તેઓ એકલા જ હતા. હીરાલાલભાઈના બંને ભાઈઓ પણ ભણવામાં તેજસ્વી હતા. એમના ભાઈ મણિલાલભાઈ ફિઝિક્સનો વિષય લઈ બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. ત્યાર પછી એમણે એ વિષયના પ્રાધ્યાપક તરીકે કૉલેજમાં કાર્ય કર્યું હતું. એમણે પોતાના વિષયમાં સંખ્યાબંધ સંશોધનલેખો લખ્યા હતા. હીરાલાલભાઈના બીજા ભાઈ ખુશમનભાઈ કેમિસ્ટ્રીના વિષય સાથે બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. એમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એ વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. દુર્ભાગ્યે નાની વયે તેઓ અવસાન પામ્યા હતા. આમ કાપડના વેપારી રસિકદાસના ત્રણે તેજસ્વી પુત્રોએ મુંબઈમાં આવી શિક્ષણના ક્ષેત્રમાં કૉલેજના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું. હીરાલાલભાઈ બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓગણીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૧૩માં (વિ.સં. ૧૯૬૯માં) વૈશાખ વદ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન તેરસના રોજ એમનાં લગ્ન ભાવનગરના, એમની દશા દિશાવળ જ્ઞાતિના શેઠ શ્રી છોટાલાલ કલ્યાણદાસનાં દીકરી ઇન્દિરાબહેન સાથે થયાં હતાં. ઇન્દિરાબહેનની ઉંમર ત્યારે પંદર વર્ષની હતી. એમનો જન્મ ભાવનગરમાં ઈ.સ. ૧૮૯૮ (વિ.સં. ૧૯૫૪માં) મહા સુદ સાતમના રોજ થયો હતો. એમનું કુટુંબ વૈષ્ણવ ધર્મ પાળતું હતું. ઇન્દિરાબહેને નાની વયમાં જ માતાપિતા ગુમાવ્યાં હતાં. આથી એમનો ઉછેર એમના મોટા ભાઈ રાવસાહેબ વૃંદાવન છોટાલાલ જાદવ અને એમનાં પત્ની સન્મુખગૌરીની છત્રછાયામાં થયો હતો. ઇન્દિરાબહેન ભણવામાં તેજસ્વી હતાં. શાળામાં તેઓ પ્રથમ નંબરે આવતાં. એમણે અંગ્રેજી ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેર વર્ષની વયે એમણે ભાવનગરના દશા દિશાવળ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. નિબંધનો વિષય હતો “માબાપની છોકરાંઓ પ્રત્યેની ફરજ અને છોકરાંઓની માબાપ પ્રત્યેની ફરજ'. આ સ્પર્ધામાં એમનો નિબંધ સર્વશ્રેષ્ઠ ગણાયો હતો અને એમને પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. શાળામાં ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી ઇન્દિરાબહેને ઘરે રહીને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો. લગ્ન પછી એમણે ઈ.સ. ૧૯૧૭માં પોતાની જ્ઞાતિના એ જ કેળવણી મંડળ તરફથી યોજાયેલી નિબંધ સ્પર્ધામાં પોતે કરેલા ખાસ પ્રવાસનું વર્ણન' એ વિષય પર નિબંધ લખી પ્રથમ પારિતોષિક મેળવ્યું હતું. ૧૯૧૮માં એમ.એ. થયા પછી હીરાલાલભાઈને મુંબઈની વિલસન કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે નિમણૂક મળી હતી. એ દિવસોમાં શાળા અને કૉલેજમાં અધ્યાપક તરીકે નોકરી કરનાર માટે બી.ટી. (આજની બી.એડ.)ની ડિગ્રી ફરજિયાત હતી. હીરાલાલભાઈ પાસે એ ડિગ્રી નહોતી. પરંતુ અરજી કરનાર ઉમેદવારોમાં તેમના માર્ક્સ સૌથી સારા હતા અને એમનો ઇન્ટરવ્યુ પણ એવો સારો ગયો હતો કે કૉલેજે યુનિવર્સિટીની ખાસ પરવાનગી મેળવીને બી.ટી.ની ડિગ્રી વગર ગણિતના પ્રાધ્યાપક તરીકે એમની નિમણૂક કરી હતી. કોલેજમાં નોકરી મળતાં તેઓ ઇન્દિરાબહેન સાથે મુંબઈ રહેવા આવ્યા હતા. ભૂલેશ્વરમાં ભગતવાડીમાં તેમણે એક મકાનમાં ત્રીજે માળે ડબલ રૂમ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩પર વંદનીય હૃદયસ્પર્શ ભાડે રાખી હતી. તેઓ ત્યાંથી પગે ચાલીને વિલસન કૉલેજમાં જતા. એ દિવસોમાં તેઓ કોટ, પેન્ટ, ટાઈ, બૂટ, મોજાં વગેરે પહેરતા. ઘરમાં પહેરણ અને ધોતિયું પહેરતા. તેઓ ધાર્મિક વૃત્તિના હતા એટલે કૉલેજમાં જતાં પહેલાં રોજ સવારે નાહીને પાસે આવેલા ચિંતામણિ પાર્શ્વનાથ કે ગોડીજી પાર્શ્વનાથના દેરાસરે પૂજા કરવા જતા. સવારના શાક વગેરે લાવવાનું કામ પણ જાતે કરતા. વિલસન કૉલેજમાં ભણાવ્યા પછી એમણે ધોબીતળાવ પર આવેલી સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું અને ત્યાર પછી બે વર્ષ એ જ વિસ્તારમાં બાજુમાં આવેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. આમ ૧૯૧૮થી ૧૯૨૪ સુધી હીરાલાલભાઈ ગણિત વિષયના પ્રાધ્યાપક રહ્યા હતા. ગણિતના વિષયમાંથી પ્રાકૃતના વિષય તરફ હીરાલાલભાઈ કેવી રીતે વળ્યા એ પણ એક રસિક ઘટના છે. તેઓ ગણિતનો વિષય કૉલેજમાં ભણાવતા હતા તે દરમિયાન કુટુંબના ધર્મસંસ્કાર તથા સાધુભગવંતો સાથેના પરિચયથી એમને જાણવા મળ્યું હતું કે જૈન શાસ્ત્રગ્રંથોમાં ગણિતાનુયોગ નામનો વિભાગ છે. આથી એ વિષયમાં પ્રવેશવાની એમને સહજ રુચિ થઈ. પરંતુ એ બધું સાહિત્ય તો અર્ધમાગધી ભાષામાં હતું. આથી એમણે સ્વબળે અર્ધમાગધી પણ શીખવા માંડ્યું. દરમિયાન એમને એવો વિચાર પણ આવ્યો કે જૈન ગણિતાનુયોગની કેટલીક વાતો જો અંગ્રેજીમાં મૂકવામાં આવે તો ઘણા લોકો સુધી, ખાસ તો એ વિષયના વિદ્વાનો સુધી પહોચે. આથી એમણે “Jain Mathematics' એ વિષય પર સંશોધનલેખ તૈયાર કરવા માટે મુંબઈ યુનિવર્સિટીને અરજી કરી. તે મંજૂર થઈ અને એમને રિસર્ચ ગ્રાન્ટ મળી. આથી તેઓ એ વિષયમાં પૂરા મનથી લાગી ગયા અને થોડા વખતમાં જ પ્રાકૃત ભાષાના રસિયા બની ગયા. હીરાલાલભાઈ કૉલેજમાં ગણિતનો વિષય ભણાવતા હતા, પરંતુ બી.એ. અને એમ.એ.માં એ વિષય લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી જ ઓછી રહેતી હોવાને કારણે પ્રાધ્યાપક તરીકેની નોકરીની અનિશ્ચિતતા રહેતી. વિલસન કૉલેજના યુરોપિયન પ્રિન્સિપાલ પોતે ગણિતના વિષયના પ્રાધ્યાપક હતા. એટલે એમને હીરાલાલભાઈ પ્રત્યે સદ્ભાવ હતો. તેઓ હીરાલાલભાઈને નભાવતા. પરંતુ પછી એ નોકરી છોડવાનો વખત આવ્યો. Page #370 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન ૩પ૩ અલબત્ત ત્યાર પછી એમને તરત બીજે નોકરી મળી ગઈ. પણ મનમાં ખાતરી થઈ ગઈ કે આગળ જતાં મુશ્કેલી આવશે. આથી એમણે પોતાનું ધ્યાન પ્રાકૃત ભાષા તરફ વાળ્યું. એવામાં પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરની જાહેરાત આવી. તેઓને સરકાર તરફથી મળેલી જૈન ધર્મની, અર્ધમાગધીમાં લખાયેલી હસ્તપ્રતોનું વર્ણનાત્મક સૂચીપત્ર તૈયાર કરાવવું હતું. એ માટે હીરાલાલભાઈએ અરજી કરી અને બી.એ. તથા એમ.એ.માં એમનો અર્ધમાગધી વિષય ન હોવા છતાં એમની એ વિષયની સજ્જતા જોઈને હસ્તપ્રતોના કામ માટે સંસ્થાએ એમની નિમણૂક કરી હતી. ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરમાં ૧૯૩૦થી ૧૯૩૬ના ગાળા સુધીમાં થોડો થોડો વખત મુંબઈથી પૂના જઈને અને ત્યાં રહીને એમણે હસ્તપ્રતોનું કામ કરવા માંડ્યું હતું. એ રીતે તેઓ બધું મળીને સાડા ત્રણ વર્ષ પૂનામાં રહ્યા હતા. ત્યાં એમણે એ સંસ્થાની જૈન ધર્મની સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલી આશરે સાડાત્રણ હજાર હસ્તપ્રતોનું સૂચીપત્ર (Descriptive Catalogue) તૈયાર કરી આપ્યું. જે એ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલું છે. આ રીતે સાડા ત્રણ હજાર હસ્તપ્રતોનાં પાનપાનાં એમના હાથમાં ફરી ગયાં. હસ્તપ્રતોની લિપિ વાંચવાનું કામ ઘણું શ્રમભરેલું છે. આ કામ કરવાથી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની એમની સજ્જતા વધતી ગઈ. એમનું શબ્દજ્ઞાન પણ વધતું ગયું. પ્રાકૃત ભાષાનો એમણે કોઈ શૈક્ષણિક સંસ્થામાં વ્યવસ્થિત અભ્યાસ કર્યો નહોતો. એ વિષયમાં એમણે કોઈ ડિગ્રી પણ મેળવી નહોતી. એમ છતાં કુટુંબના સંસ્કાર, દૃઢ મનોબળ, ખંત, ઉત્સાહ, સૂઝને અભ્યાસથી એમણે પ્રાકૃત-અર્ધમાગધી ભાષા પર, અસાધારણ પ્રભુત્વ મેળવી લીધું હતું. એમાં પૂનાના હસ્તપ્રતોના કામે ઘણી સહાય કરી. પ્રાકૃત ભાષા માટે એમની પ્રીતિ એટલી બધી વધી ગઈ કે એને માટે સંસ્કૃત શબ્દ પ્રાકૃત' બોલવાને બદલે “પાઈય’ શબ્દ બોલવો અને લખવો એમને વધુ ગમતો. પાઈયમાં બોલવું કે લખવું એ એમને મન રમત વાત થઈ ગઈ. એમણે પ્રાકૃત ભાષાનું વ્યાકરણ લખ્યું અને એનો શબ્દકોશ પણ તૈયાર કરીને છપાવ્યો. આ રીતે ગણિત ઉપરાંત વ્યાકરણ અને શબ્દકોશ પણ એમના રસના વિષયો બની ગયા. આગળ જતાં એમણે “પાઈપ (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય' એ નામનો ગ્રંથ લખ્યો. એમાં એમણે પ્રાકૃત ભાષાનું સ્વરૂપ, એના Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ વંદનીય હૃદયસ્પર્શ પ્રકારો અને એમાં લખાયેલા સાહિત્યનો સવિગત પરિચય આશરે અઢીસો પેટાશીર્ષક હેઠળ આપ્યો છે. - હીરાલાલભાઈ અને ઇન્દિરાબહેનનું દામ્પત્યજીવન કેટલું મધુર હતું તેની પ્રતીતિ તો હીરાલાલભાઈએ એમનાં અંગ્રેજી પુસ્તક “The Students English Paiya Dictionary'ની અર્પણ પત્રિકા વાંચતાં થાય છે. આ પુસ્તક એમણે ઇન્દિરાબહેનને અર્પણ કર્યું છે અને એની અર્પણપત્રિકા પ્રાકૃત ભાષામાં લખી છે, જે નીચે પ્રમાણે છે : पणामपत्तिमा-जीए मज्झ नाणाराहणम्मि सययमणेगहा सुगमत्तणं कडं तीए मे धम्मपदिणीए इन्दिराए पणमिज्झइ साणन्दं इमो विज्जत्थिणो अङ्गिल-पाइय सद्दकोसो हीरालालेण सिरि रसिकदास तणएण वीरसंवच्छरे २४६७ मे नाण પશ્ચમી વુવારે (૪-૧૨-૪૦) રસિકદાસના ત્રણે દીકરાઓ મુંબઈ રહેવા ગયા હતા. બીજી બાજુ સૂરતમાં એમની તબિયત સારી રહેતી નહોતી અને દુકાન પણ બરાબર ચાલતી નહોતી. આથી તેઓ પત્ની સાથે મુંબઈમાં હીરાલાલભાઈ સાથે રહેવા આવી ગયા. આ બાજુ પૂનાના ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિરનું કાર્ય પૂરું થઈ જતાં અને આવક બંધ થતાં હીરાલાલભાઈ માટે ફરી પાછો કુટુંબના નિર્વાહનો સવાલ ગંભીર બની ગયો હતો. તેમાં માતાપિતા સૂરતથી રહેવા આવેલાં. બંને નાના ભાઈઓ અને બંને બહેનોનાં લગ્નના ખર્ચ થોડે થોડે વખતે આવેલા. બીજા વ્યવહારો કરવાના આવતા. પોતાનાં સંતાનોને ભણાવવાનો ખર્ચ હતો. કમાણી કંઈ જ નહિ અને ખર્ચ તો વધતા જ જતા હતા. માથે દેવું થતું જતું હતું. આવી તંગ પરિસ્થિતિમાં કામકાજ વગરના હીરાલાલભાઈ વારંવાર નિરાશ થઈ જતા. એમ કરતાં કરતાં તનાવ અને તીવ્ર હતાશાને લીધે તેઓ માનસિક રીતે ભાંગી પડવા લાગ્યા. તેમને નર્વસ બ્રેકડાઉન જેવું થઈ ગયું હતું. આવી માનસિક દશામાં એમના વિષમ દિવસો પસાર થતા હતા. એવામાં એક દિવસ આપઘાત કરવાનો વિચાર એમના મનમાં આવી ગયો. તેઓ મકાનના કઠેડા ઉપર ચઢી પડતું મૂકવા જતા હતા ત્યાં એમનું સતત ધ્યાન રાખનાર એમનાં પત્ની ઇન્દિરાબહેને તરત પાસે દોડી જઈ એમનું પહેરણ ખેંચીને નીચે ઉતાર્યા અને ઘરમાં લઈ આવ્યાં. ત્યાર પછી તેઓ સતત Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન હીરાલાલભાઈની સંભાળ રાખવા લાગ્યાં અને સાંત્વન આપવા લાગ્યાં. આ માનસિક માંદગી બે વર્ષ ચાલી એની અસર હીરાલાલભાઈના શરીર ઉપરાંત એમની બુદ્ધિશક્તિ અને સ્મરણશક્તિ ઉપર થઈ. કુટુંબીજનોએ એક કુશળ વૈદ્યના ઉપચાર ચાલુ કર્યા. વૈદ્ય એક ઔષધિ દૂધમાં પલાળીને રોજ સવારના ખાવા માટે આપી હતી. એમ કરતાં ધીરે ધીરે એમની માનસિક સ્વસ્થતા વધતી ગઈ અને સ્મરણશક્તિ પણ પાછી આવવા લાગી. બે વર્ષને અંતે તેઓ પહેલાંના જેવા જ સ્વસ્થ થઈ ગયા. સ્મૃતિશક્તિ બરાબર સારી થઈ ગઈ. ત્યાર પછી તેઓ પોતાનું લેખનકાર્ય પહેલાંની જેમ જ વ્યવસ્થિત રીતે કરવા લાગ્યા હતા. હીરાલાલભાઈનાં ચારે સંતાનો ભણવામાં તેજસ્વી હતાં. એમને ભણાવવાનો ખર્ચ વધતો જતો હતો, પરંતુ પોતાને કોઈ નોકરી મળતી નહોતી. સંશોધનકાર્ય માટે યુનિવર્સિટી તરફથી મુકરર કરેલી સહાય મળતી. પણ એવી નજીવી રકમમાંથી કુટુંબનું ભરણપોષણ ક્યાંથી થાય? એવામાં એક સગાની ભલામણથી સૂરતના એક મહિલા વિદ્યાલયમાં એમને એક શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ એટલે તેઓ સપરિવાર સૂરત આવીને રહ્યા. સૂરતમાં સમય મળતો હોવાથી એમની તથા ઇન્દિરાબહેનની લેખનપ્રવૃત્તિ ફરીથી ચાલુ થઈ. ઈન્દિરાબહેનમાં લેખનશક્તિ તો હતી, પણ લગ્ન પછી સંયુક્ત કુટુંબનું જીવન, સૂરત, મુંબઈ, પૂના એમ જુદે જુદે સ્થળે ઘર વસાવવું, ઘરકામ કરવું, સંતાનોને ઉછેરવાં અને પતિ હીરાલાલભાઈની સારસંભાળ રાખવી તથા એમનાં લખાણોની નકલ કરી આપવી, ગ્રંથોમાંથી સંદર્ભો કાઢી આપવા વગેરેમાં એમનો સમય વપરાઈ જતો. આથી તેઓ ખાસ કશું લખી શકેલાં નહિ, પરંતુ સૂરત આવવાનું થયું ત્યાર પછી એમને કેટલોક સમય મળવા લાગ્યો. એ વખતે એમણે પ્રાચીન અને અર્વાચીન સમયની સ્ત્રીઓનો પહેરવેશ” એ વિષય ઉપર સચિત્ર પુસ્તક તૈયાર કર્યું જે ૧૯૩૯માં પ્રકાશિત થયું છે. આ પુસ્તક વાંચતાં પ્રતીતિ થાય છે કે આટલા એક નાના વિષયનો કેટલો બધો ઊંડો અભ્યાસ એમણે કર્યો છે ! એમાં કેટલી બધી પારિભાષિક માહિતી એમણે આપી છે, જેમાંની કેટલીક તો હવે કાલગ્રસ્ત થઈ ગઈ છે. કોઈ યુનિવર્સિટીના પીએચ.ડી.ના શોધપ્રબંધ જેટલી યોગ્યતા આ ગ્રંથ ધરાવે છે. આ ગ્રંથ પછી એમની લેખનપ્રવૃત્તિ ફરી શાન્ત થઈ ગઈ, કારણ કે એમણે Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ વંદનીય હૃદયસ્પર્શ બધો સમય હીરાલાલભાઈના લેખનકાર્યમાં સહાયરૂપ થવામાં જ સમર્પિત કર્યો હતો. મહિલા વિદ્યાલયની નોકરી અને લેખનકાર્ય ચાલતાં હતાં તે દરમિયાન એમ. ટી. બી. કૉલેજના પ્રાધ્યાપક અને આચાર્ય શ્રી એન. એમ. શાહે હીરાલાલભાઈમાં અંગત રસ લીધો. પ્રાકૃત ભાષામાં હીરાલાલભાઈએ જે સંગીન કાર્ય કર્યું તેને પરિણામે એમને સૂરતની એમ. ટી. બી. કૉલેજમાં આચાર્ય શ્રી એન. એમ. શાહે પ્રાકૃત-અર્ધમાગધી વિષયમાં પ્રાધ્યાપક તરીકે નિમણૂક અપાવી. હીરાલાલભાઈએ બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો નહોતો અને યુનિવર્સિટીના નિયમ મુજબ તો જેમણે બી.એ. અને એમ.એ.માં પ્રાકૃતનો વિષય લીધો હોય તે જ કૉલેજમાં એ વિષય ભણાવી શકે. પરંતુ હીરાલાલભાઈએ પ્રાકૃત ભાષાના વિષયમાં જે સંશોધન લેખો લખ્યા હતા અને પૂનામાં એ વિષયમાં જે સંગીન કાર્ય કર્યું હતું તે જોતાં, એમની સજ્જતા અને યોગ્યતાની પ્રતીતિ થતાં મુંબઈ યુનિવર્સિટીએ એ વિષયમાં એમની પ્રાધ્યાપક તરીકે નિમણૂક કરવાની અપવાદરૂપે છૂટ એમ. ટી. બી. કૉલેજને આપી હતી. આ ઘટના પણ એ વાતની ખાતરી કરાવે છે કે તેઓ જે વિષયનો અભ્યાસ કરતા તેમાં ઘણા ઊંડા ઊતરતા અને તેમાં લેખન-અધ્યયન કરવાની તથા અધ્યાપન કરાવવાની યોગ્યતા પ્રાપ્ત કરતા. હીરાલાલભાઈએ પહેલાં મુંબઈમાં ગણિતના વિષયના અને પછીનાં વર્ષોમાં સૂરતમાં એમ. ટી. બી. કૉલેજમાં પ્રાકૃત-અર્ધમાગધીના વિષયના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. આ પ્રાકૃત ભાષાનો વિષય લેનારા વિદ્યાર્થીઓ પણ હમેશાં ઘણા જ ઓછા રહ્યા છે. આથી ઇતર વિષયોના પ્રાધ્યાપકોને જેટલું કામ રહે તેટલું ગણિત કે પ્રાકૃતના પ્રાધ્યાપકોને ન રહે. એટલે હીરાલાલભાઈને પહેલેથી જ લેખન-વાંચન માટે ઘણો અવકાશ રહ્યો અને એમની રુચિ પણ એ પ્રમાણે ઘડાતી રહી હતી. તેઓ ગ્રંથો વસાવતા કે જેથી જ્યારે જે ગ્રંથ જોવો હોય તે તરત ઘરમાં હાજર હોય. એમનો ગ્રંથસંગ્રહ વિશાળ હતો. તેઓ સવારે સાડાનવથી દસ વાગ્યા સુધીમાં જમી લેતા અને પછી વાંચવા-લખવા બેસી જતા. એકસાથે ઘણાં પુસ્તકોના સંદર્ભ જોવાના હોય એટલે તેઓ પલંગમાં ઇસ્કોતરો રાખી તેના પર લખતા અને પોતાની આજુબાજુ જરૂરી પુસ્તકો રહેતાં. લેખના વિષય પ્રમાણે પુસ્તકો બદલાતાં. Page #374 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ સિકદાસ કાપડિયા : જીવન અને લેખન ૩૫૭ એમનાં પત્ની અને સંતાનો તેઓ મંગાવે તે પુસ્તક કે અભરાઈ કે કબાટમાંથી કાઢી લાવતા. હીરાલાલભાઈ સ્ટીલની ટાંકવાળા હોલ્ડરથી, ખડિયામાં તે બોળી બોળીને લખતા. તેઓ બજારમાંથી લાલ, ભૂરી, કાળી શાહીની ટીકડીઓ લાવી હાથે શાહી બનાવીને મોટા ડિયામાં ભરી લેતા. તેમણે જિંદગીભર હોલ્ડરથી જ લખ્યું છે. ઇન્ડિપેનની શોધ થયા પછી પણ તેમણે હોલ્ડરથી જ લખવાનું ચાલુ રાખ્યું હતું. લખતી વખતે તેઓ પાસે ચણાદાળિયા રાખતા. લખતાં થાક લાગે ત્યારે વચ્ચે તે ખાઈ લેતા. લખવા માટે તેઓ નવા કોરા કાગળ અનિવાર્ય હોય ત્યારે જ વાપરતા. એકંદરે તો ગાંધીજીની કરકસરની ભાવનાથી પ્રભાવિત થયેલા એટલે છાપેલા કાગળોની પાછળની કોરી બાજુમાં પોતાના લેખ લખતા. કેટલીક વાર તેઓ ટપાલમાં આવેલી નિમંત્રણ-પત્રિકાઓ ઇત્યાદિના કોરા હાંસિયામાં મુદ્દા ટપકાવી લેતા અને પિન ભરાવીને રાખતા. એ જમાનામાં અંગ્રેજીમાં લખાયેલા સંશોધનલેખો પ્રકાશિત કરવા માટે માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ભારતમાં ખાસ કોઈ સામાયિકો નહોતાં. બહુધા એવા વિદ્વદ્ભોગ્ય સંશોધનલેખો યુનિવર્સિટીઓનાં જર્નલોમાં છપાતા. યુનિવર્સિટીઓમાં સંશોધન દાન (Research Grant)ની વ્યવસ્થા હતી. ભિન્ન ભિન્ન પ્રકારની શિષ્યવૃત્તિઓ પણ એ માટે અપાતી. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા અને જૈન સાહિત્યના વિષયોમાં અંગ્રેજી ભાષામાં સંશોધનલેખો લખનાર વિદ્વાનો ત્યારે ગુજરાતમાં જૂજ હતા એટલે એ વિષયમાં હીરાલાલભાઈને મુંબઈ યુનિવર્સિટીમાંથી શિષ્યવૃત્તિ કે સંશોધનદાન મળતાં. એ માટે તેઓ વિવિધ વિષયો તૈયાર કરતા. સૂરતની એમ. ટી. બી. કૉલેજમાં તેઓ ભણાવતા હતા તે દરમિયાન તથા એ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે કેટલુંક લેખનકાર્ય મુંબઈ યુનિવર્સિટીના ઉપક્રમે કર્યું હતું. હીરાલાલભાઈએ સંશોધનદાનની યોજના હેઠળ ભિન્ન ભિન્ન સમયે નીચે પ્રમાણે અંગ્રેજીમાં સંશોધનગ્રંથો તૈયા૨ કર્યા હતા, જે યુનિવર્સિટીએ અથવા અન્ય કોઈ સંસ્થાએ પ્રકાશિત કર્યા હતા. (1) The Jain Mathematics, (2) Outlines of Paleography, (3) The Jain System of Education, (4) The Doctrine of Ahimsa in the Jain Canon, (5) Reconstruction Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ વંદનીય હૃદયસ્પર્શ of Ardhamagadhi Grammar, (6) A History of the Canonical Literature of the Jains. મુંબઈ યુનિવર્સિટીએ હીરાલાલભાઈને વખતોવખત સંશોધનદાન આપ્યું હતું. એ દર્શાવે છે કે યુનિવર્સિટીની એ વિષયની સમિતિને એમના સંશોધનકાર્યથી પૂરો સંતોષ થયો હતો. એમનું સંશોધનકાર્ય અભ્યાસનિષ્ઠ, પ્રમાણભૂત, તટસ્થ અને નાની નાની જાણવા જેવી ઘણી બધી વિગતોથી સભર હતું. હીરાલાલભાઈએ આ રીતે ૧૯૩૯થી ૧૯૪૯ સુધી એમ. ટી. બી. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમની સજ્જતા એવી હતી કે યુનિવર્સિટીએ પછીથી એમની પીએચ.ડી.ના ગાઇડ તરીકે નિમણૂક કરી હતી. તદુપરાંત “સ્પિન્જર સ્કૉલરશિપ'ના રેફરી તરીકે એમની નિમણૂક કરી હતી, જે એ દિવસોમાં ઘણું મોટું માન ગણાતું. યુનિવર્સિટી પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાના વિષયમાં પણ એમ.એ.ની કક્ષાએ પરીક્ષક તરીકે એમની નિમણૂક કરતી હતી. શિક્ષણ ક્ષેત્રે તેઓ કેવું ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તે આ બધી વિગતો ઉપરથી જોઈ શકાય છે. - હીરાલાલભાઈ ધર્મશ્રદ્ધાવાળા હતા. તેઓ એક મહારાજશ્રીએ બતાવ્યા પ્રમાણે સવારસાંજ ધૂપદીપ સાથે પોણો કલાક અનુષ્ઠાનપૂર્વક મંત્રજાપ કરતા. તેઓ જૈન ધર્મ વિશે સારી જાણકારી ધરાવતા હતા એટલે ઘણા બધા આચાર્ય ભગવંતો અને મુનિ મહારાજના નિકટના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સૂરતમાં નાણાવટમાં, મુંબઈમાં અને ફરી સૂરતમાં ગોપીપુરામાં સાંકડી શેરીમાં અને પછી કાયસ્થ મહોલ્લામાં રહ્યા હતા. એટલે ત્યાં ત્યાં ચાતુર્માસ અર્થે પધારેલા આચાર્ય ભગવંતો વગેરેને મળવાનું થતું. શેષકાળમાં સૂરતમાંથી પસાર થતાં સાધુ-સાધ્વીઓને પણ વંદન કરવા તેઓ જતા. યુવાનીના દિવસોમાં જૈન ધર્મ વિશેની જાણકારી માટે અથવા પોતે કંઈ લખ્યું હોય તો તે બતાવવા માટે પણ મુંબઈમાં સાધુ-સાધ્વીઓ પાસે જતા. એમને યુવાન વયે મુંબઈમાં કાશીવાળા વિજયધર્મસૂરીશ્વરજી સાથે ગાઢ પરિચય થયો હતો. એમના બે શિષ્યો તે ન્યાયવિશારદ મુનિશ્રી ન્યાયવિજયજી તથા ન્યાયાવિશારદ મુનિશ્રી મંગલવિજયજી પાસે હીરાલાલભાઈએ જૈન દર્શનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. આથી હીરાલાલભાઈ તેઓને પોતાના વિદ્યાગુરુ તરીકે Page #376 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન ૩૫૯ ઓળખાવતા. આ ઉપરાંત શ્રી મોહનલાલજી મહારાજ, શ્રી દાનસૂરિજી મહારાજ, શ્રી પ્રેમસૂરિજી દાદા, નેમિસૂરિજી મહારાજ, શ્રી આનંદસાગરસૂરિજી (સાગરજી મહારાજ), શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજ, શ્રી લાવણ્યસૂરિજી મહારાજ, શ્રી કસ્તૂરસૂરિજી મહારાજ વગેરે સાથે તથા તેઓના શિષ્યો-પ્રશિષ્યો સાથે એમને ગાઢ સંબંધ રહ્યો હતો. વિજયરામચંદ્રસૂરિજીએ એક વાર એમને કહ્યું હતું કે “તમારા જેવા શાસ્ત્રજ્ઞાતા તો અમારી પાસે પાટ ઉપર શોભે. તમે જો દીક્ષા લેવા તૈયાર થાવ તો તમારા કુટુંબના ભરણપોષણની જવાબદારી સંઘ પાસે હું કરાવી આપું. એ માટે એક લાખ રૂપિયાની રકમ પહેલાં અપાવું. પરંતુ ચારિત્રમોહનીય કર્મના ઉદયને કારણે હીરાલાલભાઈ દીક્ષા લઈ શક્યા નહોતા. એમ. ટી. બી. કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી હીરાલાલભાઈએ પોતાના જીવનનાં ઘણાં વર્ષ સૂરતમાં રહીને સ્વાધ્યાય, સંશોધન, લેખન ઇત્યાદિ પ્રકારના વિદ્યાવ્યાસંગમાં પસાર કર્યા હતાં. નોકરી છોડ્યા પછી આવકનું કોઈ સાધન રહ્યું નહોતું. લેખનમાંથી ખાસ કોઈ આવક થતી નહિ. લેખોનો પુરસ્કાર આપવાની પ્રથા ત્યારે નહિવત હતી. તેમાં વળી આવા સંશોધનલેખો માટે પુરસ્કારની અપેક્ષા રાખવી જ વ્યર્થ હતી. એ લેખો ક્યાંક છપાય એ જ એનું નામ હતું. આથી હીરાલાલભાઈ પોતાની નહિ જેવી બચતમાંથી પોતાનો જીવનવ્યવહાર ચલાવતા. નવા નવા ગ્રંથો ખરીદીને વસાવવાનો યુગ હવે પૂરો થયો હતો. પોતાની પાસેના હવે બિનજરૂરી થયેલા ગ્રંથો પુસ્તકવિક્રેતાઓને આપીને બદલામાં નવા ગ્રંથો લેવાનું ચાલુ થયું હતું. હીરાલાલભાઈનું જીવન એકદમ સાદું અને સંયમી હતું. એમાં એમનાં પત્ની ઇન્દિરાબહેનનો ઉષ્માભર્યો સહકાર રહેતો. હીરાલાલભાઈ કહેતા કે “હું લક્ષ્મી (ઈન્દિરાનો એક અર્થ લક્ષ્મી)પતિ હોવા છતાં મારે અને લક્ષ્મીને કાયમ બારમો ચંદ્રમા રહ્યો છે.” હીરાલાલભાઈ હાથે ધોયેલાં સુતરાઉ ખાદીનાં સફેદ પહેરણ, ધોતિયું અને ટોપી પહેરતા. એમનો જીવનવ્યવહાર સંતોષપૂર્વક ચાલતો. આવી નબળી આર્થિક સ્થિતિમાં પણ એમણે ધન માટે ક્યાંય લોલુપતા કે લાચારી બતાવી નથી. એમનાં દીકરા-દીકરી સૂરત બહાર નોકરીએ લાગી ગયાં હતાં. એટલે એમની જવાબદારી કે ચિંતા પોતાને માથે રહી નહોતી. આવા દિવસોમાં પણ હીરાલાલભાઈની વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ યથાવત રહી Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ વંદનીય હૃદયસ્પર્શ હતી. સૂરતમાં એમને ઘરે જ્યારે જ્યારે હું ગયો છું ત્યારે આ મેં નજરે નિહાળ્યું છે. જે દિવસે કોઈ લેખ તૈયાર થઈ જાય તે દિવસે આનંદ આનંદ. રોજ સવારથી તેઓ લેખનકાર્યમાં લાગી ગયા હોય. બપોરના ભોજન પછી પણ એ ચાલુ હોય. સાંજના ચાર વાગ્યા પછી રોજ નિયમિત તેઓ નજીકના કોઈક ઉપાશ્રયે જઈને કોઈક સાધુભગવંત સાથે જ્ઞાનગોષ્ઠી કરતા અથવા કોઈ ગ્રંથાલયમાં જઈ ગ્રંથો વાંચતા. આ રીતે એમનો દિવસ પૂરો થતો. તેઓ રાતના વહેલા સૂઈ જતા. ઉજાગરો ભાગ્યે જ કરતા. નાટક-સિનેમા જોતાં નહિ અને સગાંસંબંધીઓને ત્યાં અનિવાર્ય હોય તો જ જતા. હીરાલાલભાઈને વિદ્યાવ્યાસંગની એટલી બધી ધૂન હતી કે કેટલીક વાર તો તેઓ એમાં જ ખોવાયેલા રહેતા. ગણિતના વિદ્યાર્થી અને અધ્યાપકને જ્યાં સુધી કોઈ દાખલાનો જવાબ ન જડે ત્યાં સુધી એ દાખલો એમના મનમાં રમ્યા જ કરતો હોય તેવું હીરાલાલભાઈના જીવનમાં પહેલાં ગણિતમાં અને પછી સાહિત્ય- સંશોધનના વિષયમાં પણ બનતું. તેઓ ખાતા હોય ત્યારે ખબર ન હોય કે ભાણામાં શું પીરસાયું છે. એમને ન્હાવું હોય તો ઇન્દિરાબહેન બાથરૂમમાં પાણી, સાબુ, ટુવાલ, કપડાં વગેરેની બધી તૈયારી કરી આપે ત્યારે હીરાલાલભાઈ સ્નાન કરે. આ રીતે પોતાના ધૂની લેખક પતિની ઘણી જવાબદારી ઇન્દિરાબહેને સ્વેચ્છાપૂર્વક હોંશથી ઉપાડી લીધી હતી. લેખનકાર્યમાં પણ ઇન્દિરાબહેને પુસ્તકો ગોઠવવાં, લેખોની ફાઈલો રાખવી વગેરે ઘણી મદદ જીવનભર હીરાલાલભાઈને કરી હતી અને ઓછી આવક થઈ ગઈ ત્યારે પણ ઘર સારી રીતે સંભાળી લીધું હતું. એમણે એક ભારતીય સન્નારીનો આદર્શ પૂરો પાડ્યો હતો. નિવૃત્તિનાં વર્ષોમાં આર્થિક સંજોગોને કારણે હીરાલાલભાઈમાં કેટલીક વ્યાવહારિક સ્પષ્ટતા આવી ગઈ હતી. એક વખત હું મારા એક પત્રકાર મિત્ર સાથે સૂરતમાં એમને ઘરે મળવા ગયો હતો. મેં મારા પત્રકાર મિત્રનો પરિચય કરાવ્યો. પછી પત્રકાર મિત્રે પોતાના સામયિકની એક નકલ એમને આપી. નકલ જોઈ લીધા પછી એમણે એ પત્રકાર મિત્રને પાછી આપી. પત્રકારે કહ્યું, આપ રાખો, આપને માટે એ ભેટનકલ છે.” હીરાલાલભાઈએ કહ્યું, ભેટનકલ પણ હું રાખતો નથી. મને એવા અનુભવો થયા છે કે ચાર-છ મહિના સામયિક ભેટ તરીકે મોકલ્યા પછી પત્રકારો તરફથી લવાજમ ભરવા Page #378 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન ૩૬૧ માટેના ઉપરાઉપરી કાગળો આવતા હોય છે. ક્યારેક તો કડવો ઠપકો પણ આપતા હોય છે. એટલે મેં નક્કી કર્યું છે કે કોઈ સામયિકની ભેટનકલ પણ ન લેવી. ટપાલમાં આવતાં સામયિકો હું ટપાલીને પાછાં આપી દઉં છું. તંત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાનું મને ન પરવડે. એટલે તમારું સામયિક પાછું આપ્યું છે તેથી માઠું ન લગાડશો. એક વખત એવો હતો કે સામયિક ભેટ આવે તો પણ હું એનું લવાજમ ભરતો. હવે એ વખત ગયો છે.” હીરાલાલભાઈનાં છ સંતાનમાંથી એક પુત્ર અને એક પુત્રી, નાની ઉંમરમાં અવસાન પામ્યાં હતાં. બાકીનાં ચાર સંતાનોમાં બિપિનચંદ્રનો જન્મ સૂરતમાં ૧૯૨૦માં, મનોરમાબહેનનો જન્મ ૧૯૨૪માં મુંબઈમાં, વિબોધચંદ્રનો જન્મ ૧૯૨૭માં મુંબઈમાં અને નલિનચંદ્રનો જન્મ ૧૯૨૯માં મુંબઈમાં થયો હતો. (આ ચાર સંતાનોમાંથી, મનોરમાબહેન કેટલાક વખત પહેલાં અવસાન પામ્યાં છે. બિપિનચંદ્ર, વિબોધચંદ્ર અને નલિનચંદ્ર હાલ વિદ્યમાન છે અને નિવૃત્તિમય જીવન ગાળે છે.). હીરાલાલભાઈનાં યેષ્ઠ પુત્ર, ડૉ. બિપિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ. થયા પછી, “ઋગ્વદમાં સોમરસ” એ વિષય પર શોધપ્રબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી એમણે વલ્લભવિદ્યાનગરની કૉલેજમાં અને સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત અને અર્ધમાગધી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. જર્મન ભાષાના પણ જાણકાર ડૉ. બિપિનચંદ્ર જૈન ધર્મના વિવિધ વિષય પર લેખો લખ્યા છે, જે જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન'ના નામથી ગ્રંથસ્થ થયેલા છે. હીરાલાલભાઈના સુપુત્રી મનોરમાબહેને એમ.એ. અને બી.ટી. સુધીનો અભ્યાસ કર્યા પછી, સૂરત તથા મુંબઈમાં શિક્ષિકા તરીકે કામ કર્યું હતું. તેઓ અપરિણીત રહ્યાં હતાં. એમણે આગમોદ્ધારક શ્રી આનંદક્સાગરસૂરિ(સાગરજી મહારાજ)નું જીવનચરિત્ર લખ્યું હતું તથા કેટલાંક ગ્રંથાવલોકન લખ્યાં હતાં. હીરાલાલભાઈના બીજા પુત્ર ડૉ. વિબોધચંદ્રની શૈક્ષણિક કારકિર્દી પણ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં, સૂરત કેન્દ્રમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવી તેમણે પારિતોષિક મેળવ્યું હતું. એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બાયોકેમિસ્ટ્રીના વિષયમાં સંશોધન કરીને શોધપ્રબંધ લખીને એમ.એસસી.ની અને ત્યાર પછી પૂનાની નેશનલ કેમિકલ લેબોરેટરીમાં વનસ્પતિશાસ્ત્ર Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ વંદનીય હૃદયસ્પર્શ (Natural Products)ના વિષયમાં, સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને નિવૃત્તિવય સુધી ત્યાં જ રહ્યા હતા. એમણે કરેલું સંશોધન ઈન્ટરનૅશનલ જર્નલોમાં પ્રકાશિત થયું છે. હીરાલાલભાઈના ત્રીજા પુત્ર નલિનચંદ્ર મુંબઈ યુનિવર્સિટીની બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરીને, વિ.જે.ટી.આઈ.માં ડાઇંગ અને બ્લીચિંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. મુંબઈમાં આઈ.સી.આઈ.માં કાર્ય કર્યા પછી, તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી હતી. ખાનપાનની ચીવટપૂર્વકની નિયમિતતાના કારણે જીવનભર હીરાલાલભાઈની તબિયત સારી રહી હતી. પણ લેખનવાંચનની સતત પ્રવૃત્તિને લીધે એમની આંખોને ઘણો શ્રમ પડતો. યુવાન વયે જ એમને ચશ્માં આવી ગયાં હતા. એમ છતાં એમની વાંચનલેખનની પ્રવૃત્તિ એકધારી જ રહ્યા કરી હતી. દર થોડાં વર્ષે, એમનાં ચશમાંનો નંબર વધતો જતો હતો. કૉલેજના અધ્યાપનકાર્યમાંથી તેઓ નિવૃત્ત થયા ત્યારે એમનાં જમાનો નંબર પંદર સુધી પહોંચી ગયો હતો. એટલા જાડા કાચવાળા ચશ્મા પહેરીને પણ તેઓ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. વાંચવા માટે બિલોરી કાચ રાખતા. ચમાં એમના શરીરનું અનિવાર્ય અંગ બની ગયું હતું. ચશ્માં વગર સરખું દેખાય નહિ. પાંસઠની ઉંમર પછી એમને આંખે મોતિયો ચાલુ થયો હતો. એટલે તો વળી મુશ્કેલીમાં વધારો થયો. બોંતેર વર્ષની વયે બંને આંખે મોતિયો પાકતાં, એમણે ઑપરેશન કરાવી, મોતિયો ઉતરાવ્યો હતો. ત્યાર પછી પણ આંખે કંઈક ને કંઈક તકલીફ ચાલતી રહેતી. એમ છતાં એમનું લેખનવાંચનનું કાર્ય જીવનના અંત સુધી ચાલ્યું હતું. જીવનનાં છેલ્લાં વર્ષોમાં, નાજુક તબિયત અને અન્ય પ્રતિકૂળતાઓને કારણે તથા સંતાનો મુંબઈ અને પૂનામાં હોવાથી, હીરાલાલભાઈ તથા ઇન્દિરાબહેન, પોતાનું સૂરતનું ઘર કાયમને માટે બંધ કરી દઈને ૧૯૭૨માં પોતાના પુત્રને ત્યાં મુંબઈ રહેવા આવી ગયાં હતાં. હવે એમની સ્વાધ્યાય અને લેખનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ હતી, પરંતુ બંધ પડી નહોતી. તેમના લેખો પ્રકાશિત થવામાં જે ગતિ હતી તેના કરતાં લેખનની ગતિ વિશેષ રહી હતી. એટલે જ્યારે પણ એમને પૂછીએ ત્યારે એમની પાસે કેટલાક અપ્રકાશિત લેખો તો પ્રકાશન માટે તૈયાર હોય જ. વળી એની સાથે સાથે ક્રૂરેલા નવા Page #380 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન નવા વિષયો માટે, તૈયાર કરેલી ટાંચણ-યાદી પણ હોય જ. હીરાલાલભાઈએ સાડા છ દાયકાના લેખનકાર્ય દ્વારા, વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે. એમાં વૈવિધ્ય પાર વિનાનું છે. તેઓ પોતે જ “હીરક-સાહિત્યવિહાર' નામની પોતાની પુસ્તિકામાં જણાવે છે કે “ગણિત જેવો શુષ્ક વિષય પણ મને તો ખૂબ રસપ્રદ જણાયો છે. એટલે જ્ઞાનની કોઈ પણ શાખા પ્રત્યે મને અરુચિ થવા પામી નથી. આને લીધે મારો વિદ્યાવ્યાસંગ કોઈ એક જ દિશા કે ક્ષેત્ર પૂરતો પરિમિત બન્યો નથી. આથી કરીને હું આજે પણ જાતજાતના વિષય પર લેખ લખવા લલચાઉં છું.' હીરાલાલભાઈએ પોતાની લેખનપ્રવૃત્તિ, ૧૯૨૦ના ગાળામાં શરૂ કરી દીધી હતી. એમણે સંસ્કૃત, અર્ધમાગધી, ગુજરાતી અને અંગ્રેજી એમ ચાર ભાષામાં, કાવ્યો, સમશ્લોકી પદ્યાનુવાદો, ગદ્યાનુવાદો, સંપાદન, સંશોધન, જીવનચરિત્ર, ઇતિહાસ, નિબંધ, કથા, સૂચિપત્ર ઇત્યાદિ પ્રકારનું પુષ્કળ લેખનકાર્ય કર્યું છે. એમણે ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, કેળવણી, લિપિશાસ્ત્ર, વ્યાકરણ, કોશ, ભાષાવિજ્ઞાન, છન્દ્રશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સંગીત, ગણિત, જયોતિષ, પાકશાસ્ત્ર, વૈદક, પ્રાણીશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, સમાજરચના, વસ્ત્રાલંકાર, રમતગમત, રીતરિવાજો, પર્વો, પક્ષીઓ, લોકસાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, સદાચાર વગેરે અનેક વિષયો ઉપર પોતાની કલમ ચલાવી છે અને એક હજારથી વધુ લેખો આપણને આપ્યા છે. એમના જમાનામાં ઝેરોક્ષની શોધ નહોતી થઈ અને કાર્બન કોપી કરવામાં વાર ઘણી લાગતી. એટલે પોતાના લેખો છાપવા માટે મોકલાવ્યા પછી, એની નકલ પોતાની પાસે રહેતી નહિ. એમના કેટલાયે લેખો છપાયા નથી અને પાછા આવ્યા પણ નથી. એમના છપાયેલા લેખોની યાદી “હીરક-સાહિત્ય-વિહાર'માં જે છપાઈ છે તેના ઉપર નજર ફેરવતાં જ ખ્યાલ આવે છે કે હીરાલાલભાઈ પાસે કેટકેટલા વિષયો પર અધિકૃત જાણકારી હતી. વિવિધ પ્રકારની માહિતીનો તેઓ જાણે ખજાનો ધરાવતા હતા. એમની સાથે કોઈ પણ વિષયની વાત કરીએ તો કંઈક નવું જ જાણવા મળે. હીરાલાલભાઈના ઘણા લેખો “ગુજરાત મિત્ર', “પ્રતાપ”, “સાંજ વર્તમાન વગેરે દૈનિકોમાં છપાયા છે. તદુપરાંત “જૈન ધર્મ-પ્રકાશ', “જૈન”, Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ વંદનીય હૃદયસ્પર્શ જૈન-સત્ય-પ્રકાશ”, “આત્માનંદ પ્રકાશ”, “સિદ્ધચક્ર', ફાર્બસ ગુજરાતી ત્રમાસિક, “ગુજરાતીમાં અને કેટલાંયે સામયિકોના દીપોત્સવી અંકોમાં છપાયા છે. હીરાલાલભાઈની લેખનપ્રસાદીનો પ્રારંભ, સંસ્કૃત ભાષામાં કાવ્યરચનાથી થયેલો. વિલસન કૉલેજમાં તેઓ પ્રાધ્યાપક હતા ત્યારે ૧૯૨૦થી ૧૯૨૩ના ગાળામાં કૉલેજના અર્ધવાર્ષિક મુખપત્ર Wilsonianમાં પરીક્ષાપર્વ, ‘મો વૈશ્ચિમ્' ઇત્યાદિ નામનાં કાવ્યો સંસ્કૃતમાં છપાયેલાં છે. પચીસ વર્ષની ઉંમરે, સંસ્કૃત ભાષા પર તેઓ કેવું સરસ પ્રભુત્વ ધરાવતા હતા તેની પ્રતીતિ આ કાવ્યો કરાવે છે. પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તો જાણે એમની બીજી માતૃભાષા હોય એટલી સરસ રીતે તેઓ તેમાં લખી-બોલી શકતા. પાઈય (પ્રાકૃત) ભાષા માટે હીરાલાલભાઈનો પ્રેમ અનન્ય હતો. હીરાલાલભાઈએ ઈ.સ. ૧૯૩૮માં પ્રકાશિત કરેલ પોતાના પુસ્તક પતંગપુરાણ યાને કનકવાની કથની' વાંચતાં આશ્ચર્યથી મુગ્ધ થઈ જવાય છે. જૈન શાસ્ત્રોના અભ્યાસી લેખક પતંગ જેવા ક્ષુલ્લક વિષય પર લખવા બેસે તો તેમાં પણ રસ લઈ કેટલા બધા ઓતપ્રોત થઈ શકે છે તે આ ગ્રંથ વાંચતાં જોવા મળે છે. એક નાનો નિબંધ કે લેખ લખી શકાય એવા વિષય પર એક સમર્થ સંશોધક લખવા પ્રવૃત્ત થાય તો કેટલી બધી નાની નાની વિગતોમાં કેટલા ઊંડા ઊતરી શકાય છે તે આ ગ્રંથમાં સાક્ષાત્ જોવા મળે છે. આ ગ્રંથનાં દોઢસોથી વધુ પેટાશીર્ષકો પરથી જ ખ્યાલ આવી શકે કે કેટકેટલી માહિતી આ ગ્રંથમાં સમાવી લેવામાં આવી છે. અનેક પાદનોંધો અને પરિશિષ્ટો સહિત લખાયેલો આ ગ્રંથ એ વિષયનો એક શોધપ્રબંધ બની રહે છે. પતંગ વિશે પોતાને લખવાનું કેમ મન થયું તે વિશે ગ્રંથની પ્રસ્તાવનામાં તેમણે નોંધ્યું છે : હું આજથી ૨૫ વર્ષ ઉપર એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગણિત શીખતો હતો ત્યારે કનકવાને લગતા કેટલાક પ્રશ્નોનો ગણિતશાસ્ત્રની દષ્ટિએ વિચાર કરવાનું મને મન થયું.' લેખકે જાતઅનુભવ પરથી તથા અન્યને પૂછીને પુષ્કળ માહિતી આ ગ્રંથમાં આપી છે. એ માહિતી મેળવવા માટે એમણે એ વિષયમાં ઠીક ઠીક વાંચી લીધું હતું અને અનેક લોકોને પૂછીને પણ માહિતી એકત્ર કરી હતી. એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે “મારા જૂના મહોલ્લામાં-નાણાવટમાં નવલશાના કોઠા આગળ જવાનું થયું અને મારા સદ્ગત પિતાના એક Page #382 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન ૩૬૫ બાલસ્નેહી અને કનકવાના શોખીન અને ઉસ્તાદને મળવાનું થયું. એમનું નામ છગનલાલ છબીલદાસ. એમની પાસેથી પતંગ-માંજો વગેરેની નવીન બાબતોની માહિતી મળી હતી ! આ ગ્રંથ સાચવવા જેવો અને પુનર્મુદ્રિત કરવા જેવો છે. હીરાલાલભાઈએ આગમો અને આગમ સાહિત્ય વિશે ગુજરાતી અને અંગ્રેજીમાં વિવિધ પ્રકારના લેખો લખ્યા છે. એમાં ૧૯૪૮માં છપાયેલો એમનો “આગમોનું દિગ્દર્શન' નામનો ગ્રંથ મહત્ત્વનો છે. એમાં પિસ્તાલીસ આગમસૂત્રોનો સવિગત પરિચય આપવામાં આવ્યો છે તથા આગમો વિશે લખાયેલા વિવરણાત્મક સાહિત્યનો પણ પરિચય આપવામાં આવ્યો છે. આગમ સાહિત્યના વિવિધ વિષયો પર એમણે અંગ્રેજીમાં ઘણા લેખો લખ્યા છે. અનુવાદકરૂપે કે લેખરૂપે અંગ્રેજી ભાષામાં એમનું યોગદાન ઘણું મોટું છે. એમના જમાનામાં કોઈએ અંગ્રેજીમાં આટલું બધું લેખનકાર્ય કર્યું નથી. એ ફરીથી ગ્રંથસ્વરૂપે પ્રકાશિત કરવા જેવું છે. હીરાલાલભાઈએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંગીત વિભાગના ઉપક્રમે ૧૯૫૫માં “સંગીત, નૃત્ય અને નાટ્યસંબંધી જૈન ઉલ્લેખો અને ગ્રંથો” એ વિષય પર વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન પૂ. શ્રી યશોવિજયજી (હાલ પૂ. યશોદેવસૂરિજી)ની પ્રેરણાથી ગ્રંથરૂપે ૧૯૭૩માં પ્રકાશિત થયું છે. એમાં એમણે સાત સ્વરો, એનાં કુળ, એના દેવતા, નાટ્ય, ગેય અને અભિનેય અલંકારો, મૂચ્છનાઓ, રાસ, વાદ્યો, રાગ, ગીત, નૃત્ય, નાટક ઇત્યાદિ વિશે ઝીણવટભરી પારિભાષિક માહિતી આધાર સાથે આપી છે. આ વિષયમાં પણ હીરાલાલભાઈની સજ્જતા કેટલી બધી હતી તેની ખાતરી આ પુસ્તક વાંચતાં થાય છે. હીરાલાલભાઈએ “શ્રી હરિભદ્રસૂરિ', “યશોદોહન' અને વિનયસૌરભ' નામના ત્રણ ગ્રંથો આપ્યા છે, જેમાં એમણે અનુક્રમે સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજી મહારાજના જીવન અને કવનનો સવિસ્તાર પરિચય કરાવ્યો છે. “શ્રી હરિભદ્રસૂરિ' લગભગ ચારસો પાનાંનો ગ્રંથ છે. ૧૯૬૩માં તે પ્રાચ્યા વિદ્યામંદિર, વડોદરા તરફથી પ્રકાશિત થયો છે. એમાં શ્રી હરિભદ્રસૂરિના જીવન વિશે તથા એમની કૃતિઓ વિશે લગભગ ત્રણસોથી વધુ પેટાશીર્ષક Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ વંદનીય હૃદયસ્પર્શ હેઠળ માહિતી આપવામાં આવી છે. શ્રી હરિભદ્રસૂરિ વિશે આટલી બધી માહિતી અન્ય કોઈ એક જ ગ્રંથમાં હજુ સુધી જોવા નથી મળી. “યશોદોહન' ગ્રંથ એમણે વર્તમાનકાળના પૂ. શ્રી યશોદેવસૂરિની પ્રેરણાથી લખ્યો હતો. એમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં જીવન અને કવન વિશે પુષ્કળ માહિતી આપવામાં આવી છે. “વિનય-સૌરભ' પ્રમાણમાં નાનો ગ્રંથ છે. એમાં રાંદેરના શ્રી વિનયવિજયજી મહારાજનાં જીવન કવનનો પરિચય આપવામાં આવ્યો છે. હીરાલાલભાઈએ ભગવાન મહાવીર સ્વામી વિશે જુદે જુદે સમયે કેટલાક લેખો લખ્યા હતા. આવા કેટલાક લેખો, વાર્તાલાપો, સ્તુતિઓ ઇત્યાદિનો એક સંગ્રહ પૂ. શ્રી વિજયકસ્તુરસૂરિના શિષ્ય પૂ. શ્રી વિજયચંદ્રોદ્યસૂરિની પ્રેરણાથી “જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર'ના નામથી ૧૯૬૯માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ ગ્રંથમાં તીર્થકરોનાં લાંછનો અને લક્ષણો, આઠ પ્રાતિહાર્ય, મહાવીર સ્વામીના વિવિધ ભવોનાં સગાં, મહાવીર સ્વામીના પૂર્વ ભવના બે વેરીઓ, મહાવીર સ્વામીનો સાંસારિક પક્ષ, વીર વર્ધમાન સ્વામીના વર્ષાવાસ, મહાવીર સ્વામીની સાધનાની પરાકાષ્ઠા, મહાવીર સ્વામીના જીવનની વિશિષ્ટ ઘટનાઓ ઈત્યાદિ પચીસેક લેખો તથા “વીરથ”નો ગુજરાતી ભાવાનુવાદ ઇત્યાદિ આપવામાં આવ્યા છે. આ બધામાંથી ઘણી બધી પારિભાષિક માહિતી આપણને સાંપડે છે અને લેખકનું વાંચન કેટલું બધું વિશાળ હશે એની પ્રતીતિ કરાવે છે. હીરાલાલભાઈ જેમ સમર્થ સંશોધક છે તેમ મર્મજ્ઞ કવિ પણ છે. એમની સાહિત્યિક કારકિર્દી સંસ્કૃતમાં કાવ્યરચનાથી થઈ હતી. એમણે જુદે જુદે વખતે ભિન્ન ભિન્ન પ્રકારની કાવ્યરચના કરી હતી. એમણે આગમોનાં પદ્યોનો અનુવાદ ગુજરાતી પદ્યોમાં કર્યો છે. આ ઉપરાંત એમણે વિવિધ પ્રકારનાં કાવ્યો લખ્યાં છે, જેનો વિષય મુખ્યત્વે ધાર્મિક રહ્યો છે. એમણે સવાસોથી વધુ જે કાવ્યો લખ્યાં છે તેમાં ૩૬ કાવ્યો તો હરિયાળીના પ્રકારનાં છે. આ પ્રકારની કૃતિઓમાં એમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. “હરિયાળી-સંચય” નામનો એમનો સંગ્રહ ૧૯૬૯માં પ્રકાશિત થયો છે. હરિયાળીનો પ્રકાર ઉખાણાં જેવો. છે. એટલે એવી કવિતાનું વિવરણ સામાન્ય વાચક માટે આવશ્યક છે. એમણે આ હરિયાળીઓનાં વિતરણ પણ સાથે આપેલાં છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન જૈન સાહિત્ય અત્યંત વિશાળ છે. જૈનોનું મુખ્ય સાહિત્ય અર્ધમાગધીમાં છે, પરંતુ સંસ્કૃત ભાષામાં લખાયેલું જૈન સાહિત્ય પણ અત્યંત વિપુલ છે. જ્યાં સુધી એની વ્યવસ્થિત પ્રકાશિત માહિતી ન સાંપડે ત્યાં સુધી જૈન-અજૈન સર્વમાં એવો ભ્રમ રહે કે જૈનોએ સંસ્કૃત ભાષામાં બહુ ખેડાણ કર્યું નથી. આથી કેટલાંક વર્ષ પૂર્વે પૂ. શ્રી યશોદેવસૂરિએ હીરાલાલભાઈને ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' લખી આપવાનું સૂચન કર્યું હતું અને તે મુજબ હીરાલાલભાઈએ તે લખી આપ્યો હતો. એ ત્રણ ભાગમાં છપાયો છે. એમાં વ્યાકરણ, કોશ, નામમાલા, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, સ્થાપત્ય, ગણિત, નિમિત્ત, વૈદક, પાક, નીતિશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, ન્યાય, યોગ, અધ્યાત્મ, મંત્રશાસ્ત્ર, અનુષ્ઠાનવિધિ, ધ્યાન, કાવ્ય, સ્તોત્ર, મહાકાવ્ય, ચંપૂકાવ્ય, ગદ્યકૃતિઓ ઇત્યાદિ વિષયના અનેક ગ્રંથોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. આ દળદાર ઇતિહાસનો પ્રથમ ભાગ ૧૯૫૬માં અને છેલ્લો ભાગ ૧૯૭૦માં છપાયો હતો, કારણ કે જેમ જેમ નાણાંની વ્યવસ્થા થતી ગઈ તેમ તેમ પ્રકાશનકાર્ય આગળ ચાલતું ગયું હતું. જીવનની ઉત્તરાવસ્થામાં આંખો નબળી હોવા છતાં, ઇતિહાસના આ ગ્રંથલેખનનું અને પ્રૂફ સુધારવાનું કાર્ય એમણે પંદર વર્ષ સુધી કર્યું હતું. (આ ગ્રંથ શુદ્ધિ-વૃદ્ધિ સાથે નવેસરથી એક જ વૉલ્યૂમમાં કોઈ સંસ્થાએ છપાવવાનું કાર્ય ઉપાડી લેવા જેવું છે.) એમના હાથે આ એક બહુમૂલ્ય સાહિત્યસેવા થઈ છે. ૩૬૭ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખ્યા પછી હીરાલાલભાઈએ જૈન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાનું ચાલુ કર્યું હતું, પરંતુ એ કાર્ય પૂરું થઈ શક્યું નહિ અને જેટલું લખાયું તે પણ ક્યાં કેવી રીતે લુપ્ત થઈ ગયું તેની કશી ખબર એમના અવસાન પછી મળી નથી. તેઓ ૧૯૭૬માં પૂના પોતાના પુત્ર વિબોધચંદ્રને ત્યાં ગયા હતા. ત્યારે ટ્રેઇનમાં એમનાં લખાણો અને પુસ્તકોની એક બૅગ ગુમ થઈ ગઈ હતી. તદુપરાંત એમના અવસાન પછી એમના પુત્ર નલિનચંદ્ર પાસેથી એક જૈન પત્રકાર અપ્રસિદ્ધ લેખોની ફાઈલો લઈ ગયા હતા. પરંતુ થોડા વખતમાં જ એ પત્રકારનું અવસાન થતાં એ ફાઇલ પાછી મળી નહોતી. હીરાલાલભાઈએ જીવનભર અનેકવિધ વિષયો પર વાંચન અને લેખન Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ વંદનીય હૃદયસ્પર્શ કર્યા કર્યું હતું. ઘણીખરી વાર લેખનના નિમિત્તે એમનું વાંચન થયું છે અથવા કંઈક નવું વાંચવામાં આવે તો એ વિશે વધુ માહિતી સાથે લખવાનું એમને મન થયા કરતું. એમને એક પછી એક વિષયો સતત સ્ફુરતા રહેતા હતા. જે વિષય પર લખવું હોય તે અંગેની માહિતી એમની પાસે તૈયાર હોય જ. એમણે ક્યારેય માત્ર સપાટી પરનું છીછરું લખાણ કર્યું નથી. દરેક વિષયના ઊંડાણમાં તેઓ ઊતર્યા છે. એમની પાસેથી કંઈક વિશેષ જાણકારી હમેશાં મળ્યા કરી છે. સંદર્ભો માટે એમની પાસે સરસ ગ્રંથસંગ્રહ હતો. એટલે ઘરમાં બેઠાં બેઠાં જ તેઓ પુસ્તકો પર નજર ફેરવીને પોતાના વિષયના સંદર્ભો મેળવી લેતા. કેટલીયે માહિતી, શ્લોકો, ગાથાઓ વગેરે એમને કંઠસ્થ હતાં. એમનું લખાણ પદ્ધતિસરનું, ચોકસાઈવાળું અને ચીવટપૂર્વકનું રહેતું. એટલે લગભગ ઘણાખરા ગ્રંથોમાં એમણે સંકેતોની સમજણ આપી જ છે, જેથી ભાષાનો બહુ વિસ્તાર કરવો ન પડે. હીરાલાલભાઈની લેખનશૈલી અનોખી હતી. પોતે ગણિતના પ્રાધ્યાપક હતા. ચોકસાઈની ટેવ એમનામાં હોય એ સ્વાભાવિક હતું. નિરાધાર કશું લખવું નહિ એ એમની પ્રકૃતિ હતી. ગણિતના દાખલાઓમાં એક પણ આંકડો વધારાનો હોય કે એક આંકડો ઓછો હોય તે ન જ ચાલે. ગણિતમાં બધું મુદ્દાસર અને ક્રમાનુસાર જ લખવાનું હોય. આવા મહાવરાને લીધે હીરાલાલભાઈ જ્યારે કોઈ એક વિષય પર લેખ લખવા બેસે ત્યારે બધા જ મુદ્દાઓ એમણે ક્રમાનુસાર આવરી લીધા હોય. આથી જ કોઈ એક મુદ્દાને એમણે બહુ વિકસાવ્યો હોય એવું ખાસ જોવા ન મળે. એમનો કોઈ લેખ પેટાશીર્ષકો વગરનો હોય નહિ. બીજી બાજુ દરેક મુદ્દા વિશે જો કંઈ વધારાની પ્રકીર્ણ માહિતી આપવાની હોય અને તે મૂળ લખાણમાં ન લેવાની હોય તો તે પાદનોંધમાં તેઓ આપતા. આથી જ એમનાં લખાણો પાદનોંધોથી સભર છે. ક્યારેક તો લેખના દરેક પાને પાદનોંધ હોય. એમણે પાદનોંધો એટલી બધી (સાલ, આવૃત્તિ, પૃષ્ઠનંબર, તારીખ ઇત્યાદિ સહિત) આપી હોય કે એમની માહિતીને કોઈ પડકારી શકે નિહ. બીજી બાજુ એ બધી પાદનોંધો વાંચતાં આશ્ચર્ય થાય કે અહો ! આ લેખકે ક્યાં ક્યાંથી કેટલી બધી માહિતી એકત્ર કરી છે ! હીરાલાલભાઈ કોઈ પણ નવા વિષય પર તરત બેસીને ક્રમાનુસાર Page #386 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : જીવન અને લેખન ૩૬૯ લખીને લેખ પૂરો કરતા એવું બહુ ઓછું બનતું. જે વિષય પર લેખ લખવો હોય તેના મુદ્દા તૈયાર કરતા અને જુદા જુદા કાગળ પર તેની માહિતી ટપકાવી લેતા. તે પછી બધા મુદ્દાઓને ક્રમાનુસાર ગોઠવી લેખ તૈયાર કરી લેતા. કોઈક મુદ્દા વિશે માહિતી ન મળી હોય તો પાદનોંધમાં એનો ઉલ્લેખ કરતા. એમનું લખાણ હંમેશાં મુદ્દાવાર, મુદ્દાસર અને વ્યવસ્થિત રહેતું. અનેક વિષયોનું રસપૂર્વક વાંચન કર્યું હોવાને લીધે તથા સાડા ત્રણ હજાર હસ્તપ્રતો વાંચી હોવાને લીધે અને પોતાની સ્મૃતિ સતેજ હોવાને કારણે તેઓ કોઈ પણ વિષય ઉપર લેખ કે ગ્રંથ લખવા બેસે એટલે તે માટેની સામગ્રી ક્યાં ક્યાંથી ઉપલબ્ધ છે એની જાણકારી એમની પાસે હોય જ. આમ છતાં લેખનશ્રમ કરવાનો ઉત્સાહ ન હોય તો આટલું બધું કામ થાય નહિ. એટલે જ એમણે એકલે હાથે જે કાર્ય કર્યું છે તે જોઈ સહેજે આશ્ચર્ય થાય એમ છે. આપણે માટે દુઃખની વાત એટલી છે કે એમની સાહિત્યજગતમાં જેટલી કદર થવી જોઈતી હતી તેટલી થઈ નથી. જીવનનાં અંતિમ વર્ષોમાં હીરાલાલભાઈ તથા ઇન્દિરાબહેન એમના સૌથી નાના પુત્ર નલિનચંદ્રના ઘરે મુંબઈમાં વરલી ઉપર “મધુવંસ' નામના બિલ્ડિંગમાં કાયમ માટે રહેવા આવી ગયાં હતાં. ત્યારે હજુ હીરાલાલભાઈની તબિયત સારી હતી અને રોજ બે વાર ચાર દાદર ચઢતા-ઊતરતા. પરંતુ પછી ૮૫મા વર્ષે એમને અશક્તિ વરતાવા લાગી. એમનો દેહ ક્ષીણ થવા લાગ્યો. ૧૯૭૯ના માર્ચ મહિનામાં તેઓ પથારીવશ થઈ ગયા. તબીબી ઉપચારો ચાલુ થયા પણ તબિયતમાં સુધારો થયો નહિ. શૌચાદિ ક્રિયા પણ પથારીમાં કરાવવી પડતી. સ્વજનોએ હૉસ્પિટલમાં દાખલ થવા માટે કહ્યું, પરંતુ ત્યાં જવાની એમની બિલકુલ ઈચ્છા નહોતી. એમ કરતાં બે અઠવાડિયાં થઈ ગયાં. છેવટે જ્યારે ડૉક્ટરની સલાહ અનુસાર હૉસ્પિટલમાં લઈ જવાનો સ્વજનોનો મક્કમ નિર્ણય થયો એ વખતે એમણે પોતાનાં બહેન શાંતાબહેનને બોલાવીને સમજાવ્યા કે “મને ચાર દિવસ પછી હૉસ્પિટલમાં લઈ જાવ, ત્યાં સુધી હું મારી આરાધના કરી લઉં.” શાન્તાબહેને બધાંને સમજાવ્યાં અને હૉસ્પિટલમાં જવાનું ચાર દિવસ પછી રાખવામાં આવ્યું. હીરાલાલભાઈએ સંથારાની જેમ એ દિવસથી અન્ન, જળ, ઔષધ વગેરેનો પચ્ચખ્ખાણપૂર્વક ત્યાગ કરી દીધો. આ વાતની ખબર પડતાં, મુંબઈમાં બિરાજમાન એક આચાર્ય ભગવંતે ઘરે Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વંદનીય હૃદયસ્પર્શ આવી માંગલિક સંભળાવ્યું. પછી એમણે એક શાસ્ત્રજ્ઞ શ્રાવકને હીરાલાલભાઈ પાસે મોકલ્યા. તેઓ રોજ આવીને હીરાલાલભાઈને નિર્યામણા કરાવતા હતા. એમ કરતાં ચોથે દિવસે એટલે કે તા. ૨૩મી માર્ચ, ૧૯૭૯ના રોજ સવારે પોણાચાર વાગ્યે બ્રાહ્મ મુહૂર્તે ૮૫ વર્ષની વયે એમણે સમાધિપૂર્વક દેહ છોડ્યો હતો. હૉસ્પિટલમાં ન જવાનો પોતાનો સંકલ્પ સમાધિપૂર્વક એમણે પાર પાડ્યો હતો. હીરાલાલભાઈ અને ઇન્દિરાબહેને સાડા છ દાયકાનું દામ્પત્યજીવન ભોગવ્યું. હવે ઇન્દિરાબહેનની તબિયત બગડી હતી. એમણે ૧૨મી સપ્ટેમ્બર ૧૯૮૨ના રોજ ૮૪ વર્ષની વયે દેહ છોડ્યો. યુવાન વયે હીરાલાલભાઈની કારકિર્દીનું ઘડતર મુંબઈમાં થયું. એમના દામ્પત્યજીવનનો પૂર્વકાળ મુંબઈમાં વીત્યો હતો અને બંનેએ અંતિમ શ્વાસ પણ મુંબઈમાં લીધા હતા. સ્વેચ્છાએ અકિંચન રહી, સાદાઈ અને સરલતાપૂર્વક હીરાલાલભાઈએ સરસ્વતી દેવીની આજીવન અવિરત ઉપાસના અનન્યભાવે કરી હતી. આ શ્રુતોપાસક શ્રાવકના હસ્તે જૈન સાહિત્યના ક્ષેત્રે જે લેખનકાર્ય થયું છે તે અજોડ છે. એમનો યુગ એમની કદર કરી શક્યો નહિ, પણ જેમ જેમ એમનું સાહિત્ય પ્રકાશમાં આવશે અને ગ્રંથસ્થ થશે અને ગ્રંથોની પુનરાવૃત્તિઓ થશે તેમ તેમ ભાવિ પ્રજા એમની અવશ્ય યોગ્ય કદર કરશે. જૈન સાહિત્યના ઇતિહાસમાં એમનું નામ અને સ્થાન અવિસ્મરણીય રહેશે. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સ્વ. માનભાઈ ભટ્ટ ભાવનગરની સુપ્રસિદ્ધ સંસ્થા “શિશુવિહારના સ્વપ્નદ્રષ્ટા, સર્જક અને સંવર્ધક શ્રી માનશંકરભાઈ ભટ્ટનું તા. ૨-૧-૨૦૦૧ના રોજ ૯૪ વર્ષની વયે અવસાન થતાં આપણને આપબળે આગળ વધેલા, લોકોના સંસ્કારજીવનનું ઘડતર કરનાર એક સમર્થ જીવનવીરની ખોટ પડી છે. ફાજલ માનવશક્તિનો ઉપયોગ કરી કશુંક સામૂહિક રચનાત્મક કાર્ય કેવી રીતે કરી શકાય એની આગવી સૂઝ, વિચારશક્તિ, ધગશ અને તમન્ના સાથે પરિણામલક્ષી વ્યવસ્થિત કાર્ય ઓછામાં ઓછા ખર્ચે કરવાની અનોખી આવડતને લીધે માનભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન ભાવનગરમાં લોકસેવાની સરિતા અવિરત વહેતી કરી છે. માનભાઈ છ દાયકાથી અધિક સમય પોતાનાં અને સાથીદારોનાં સક્રિય સેવાકાર્યથી ભાવનગરના જનજીવન ઉપર છવાઈ ગયા હતા. એમાં એમને એમના નાના ભાઈ પ્રેમશંકરભાઈનો તથા પોતાનાં સ્વજનો અને મિત્રોનો પણ પ્રશસ્ય સહકાર સાંપડ્યો હતો. એમણે આરંભેલી શિશુવિહાર'ની પ્રવૃત્તિમાં તે સમયે બાળક તરીકે જોડાનારનાં સંતાનોનાં સંતાનો અત્યારે શિશુવિહારમાં ખેલી રહ્યાં છે. ત્રણ પેઢીના સંસ્કારઘડતરનું અનોખું કાર્ય કરવાનો યશ માનભાઈના ફાળે જાય છે. પદ, પ્રતિષ્ઠા કે માનસન્માનથી દૂર રહેનાર, એક સામાન્ય નાગરિકની જેમ સાદું, નિર્મળ અને નિર્ભય જીવન જીવવામાં માનનાર માનભાઈ વિવિધલક્ષી પ્રવૃત્તિઓના પ્રણેતા બન્યા હતા. મહાત્મા ગાંધીજીના જીવનનો પ્રભાવ એમના ઉપર ઘણો મોટો પડ્યો હતો. અંગ્રેજી શબ્દો વાપરીને કહેવું હોય તો કહી શકાય કે માનભાઈ Selfmade man હતા, Do it yourself Guy હતા અને Service before Self એ એમનો જીવનમંત્ર હતો. માનભાઈને મળવાનું મારે થયું હતું તે પહેલાં એમના વિશે અત્યંત આદરપૂર્વક મેં સાંભળ્યું હતું મુંબઈમાં મારા મિત્રો શ્રી ચીનુભાઈ ઘોઘાવાળા અને એમના ભાઈ ચંદ્રકાન્તભાઈ પાસેથી. ત્યારપછી માનભાઈ સાથે મારો પત્ર દ્વારા પહેલો સંપર્ક ત્યારે થયો હતો કે જ્યારે મેં “પ્રબુદ્ધ જીવનમાં “ક્રિકેટનો Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ વંદનીય હૃદયસ્પર્શ અતિરેક' નામનો લેખ લખ્યો હતો. ખર્ચ વગરની, ખડતલ બનાવનારી ભારતીય રમતગમતોના ભોગે પાંગરેલી આ વિદેશી રમતે સમગ્ર ભારતીય પ્રજા અને વિશેષતઃ યુવાનોના ચિત્તનો કબજો લઈ લેતાં કેટલા કીમતી માનવકલાકો વેડફાઈ જાય છે અને શિક્ષણસંસ્થાઓમાં, સરકારી અને બિનસરકારી કચેરીઓમાં પોતાનાં કાર્ય અને કર્તવ્ય અંગે કેટલી બધી ગેરશિસ્ત અને પ્રમાદ પ્રવર્તે છે તે વિશે મેં ફરિયાદ કરેલી. મારા આ લેખની કદર કરતો માનભાઈનો પત્ર આવ્યો હતો અને પછીથી અમારો પરસ્પર સંપર્ક છેવટ સુધી રહ્યો હતો. એમણે મારા કેટલાક લેખો સ્વતંત્ર પુસ્તિકારૂપે છપાવીને તે પુસ્તિકાઓ વહેંચી હતી. છેલ્લે ૨૦૦૧ના જાન્યુઆરીમાં હું એમને ભાવનગરમાં એમના ઘરે મળવા ગયો હતો. અને ત્યારપછી હજુ થોડાક મહિના પહેલાં મારું પુસ્તક “સાંપ્રત સહચિંતન–ભાગ ૧૩” મેં એમને અર્પણ કર્યું ત્યારે એમનો આભારપત્ર આવ્યો હતો. માનભાઈ હમેશાં પોતાને અભણ અને લોઢાકૂટ મજૂર તરીકે ઓળખાવતા. ક્યારેક લખતા કે પોતે પોતાના શરીર પાસેથી ચાબખા મારીને કામ લીધું છે. બિનજરૂરી ખોટું ખર્ચ થાય એ એમને કઠે અને મેં મોકલાવેલા પુસ્તક ઉપર ટપાલની વધુ ટિકિટ ચોડી હોય તો દરેક વખતે અચૂક ઠપકો આવતો. મુંબઈની પોસ્ટ ઑફિસ બુકપોસ્ટ માટે જુદી જ કલમ બતાવી વધુ ટિકિટનો આગ્રહ રાખે અને માનભાઈ જુદી જ કલમ અનુસાર ઓછી ટિકિટ ચોડવાનો આગ્રહ રાખે. પાંચ પૈસાની ટિકિટ વધુ ચોડવાનો આશય એટલો જ કે કોઈ પોસ્ટ ઑફિસ જુદી કલમ દ્વારા કોઈને દંડ ન કરે કે પુસ્તક પાછું ન આવે. માનભાઈનું ચિત્ર નજર સમક્ષ ખડું થાય એટલે ખાદીનાં ટૂંકી ચડ્ડી અને બાંડિયું પહેરેલી છ ફૂટ ઊંચી કદાવર વ્યક્તિ સામે તરવરે. બારે માસ જ્યારે જુઓ કે મળો ત્યારે તેઓ આ જ પહેરવેશમાં હોય. સવારથી તે રાત્રે સૂતાં સુધી એક જ વેશ. સવારે કપડાં પહેર્યા તે બીજે દિવસે સવારે બદલાય. ગમે તેવા મોટા માણસ મળવા આવે કે પોતાને મળવા જવાનું હોય તો પણ આ જ પહેરવેશ. ગાંધીજીએ જીવનભર જેમ પોતડી પહેરી હતી તેમ એમને અનુસરનાર માનભાઈમાં એ ગુણ કેમ ન આવે ? પણ જેમ ગાંધીજીએ પોતડી પહેરવાનું ચાલુ કર્યું એની પાછળ ઘટના રહેલી છે, તેમ માનભાઈની ટૂંકી Page #390 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માનભાઈ ભટ્ટ ૩૭૩ ચડ્ડી માટે પણ રસિક ઘટના રહેલી છે. આઝાદી પહેલાંના દિવસોમાં એક વખત એક હાઈસ્કૂલમાં સભામાં એમણે ભલામણ કરી કે બધા વિદ્યાર્થીઓએ એકસરખો પહેરવેશ પહેરવો જોઈએ અને એ પહેરવેશ તે ખમીસ અને અડધી ચડ્ડીનો હોવો જોઈએ. એ વખતે શાળામાં પેન્ટ પહેરીને આવનાર ઘણા વિદ્યાર્થીઓએ આ દરખાસ્તનો વિરોધ કર્યો અને કેટલાકે માનભાઈને કહ્યું, ‘પહેલાં તમે અડધી ચડ્ડી પહેરતા થાઓ અને પછી અમને કહો.’ આ વાત માનભાઈને સચોટ રીતે લાગી ગઈ. એમાં રોષ નહોતો, સચ્ચાઈ હતી. બીજા દિવસથી એમણે બાંડિયું અને અડધી ચડ્ડીનો વેશ સ્વીકારી લીધો અને તે જીવનની અંતિમ ક્ષણ સુધી રહ્યો. સાઇકલ એ માનભાઈનો મોટો સાથીદાર. જ્યાં જવું હોય ત્યાં સાઇકલ ઉપર નીકળી પડતા હતા. રોજના દસબાર કિલોમીટર ફરવાનું થાય. એક કાળે સૌથી વધુ સાઇકલ ધરાવનારાં શહેરોમાં પૂના, અમદાવાદની જેમ ભાવનગરની ગણના થતી. તેમાં પણ ભાવનગરમાં વસ્તીના પ્રમાણમાં સાઇકલની સરેરાશ વધારે. સાઇકલ એટલે અલ્પતમ નિભાવખર્ચવાળું બધાંને પોસાય એવું વાહન. (દુનિયામાં સૌથી વધુ સાઇકલો ચીનમાં છે.) માનભાઈએ કિશોરાવસ્થાથી સાઇકલ ૫૨ જવા-આવવાનું ચાલુ કરેલું તે ૮૮ વર્ષની વૃધ્ધાવસ્થા સુધી ચલાવ્યું. એક વખત, ભાવનગરના શ્રી મહેન્દ્ર મેઘાણીને કોઈએ કહ્યું કે ‘તમે હવે સાઇકલને બદલે મોટરસાઇકલ કે સ્કૂટર ચલાવો તો ?' ત્યારે એમણે કહેલું કે ‘જ્યાં સુધી મારાથી લગભગ દોઢ દાયકા મોટા પૂજ્ય માનભાઈ સાઇકલ ચલાવે છે ત્યાં સુધી મારાથી મોટરસાઇકલ ચલાવી ન શકાય.' માનભાઈના સાદાઈ અને કરકસરભર્યા નિરભિમાની જીવનનો પ્રભાવ કેટલો બધો હતો અને બધાંને એમના પ્રત્યે કેટલો બધો આદરભાવ હતો તે આના પરથી જોઈ શકાશે. સ્વ. માનભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૮ના ઑગસ્ટની ૨૮મી તારીખે તળાજામાં થયો હતો. એમના પિતા નરભેશંકર ભટ્ટ રાજ્યની નોકરીમાં ફોજદાર તરીકે કામ કરતા. માતાનું નામ માણેકબા. માનભાઈએ પાંચ વર્ષની વયે માતા ગુમાવી અને ભાવનગરમાં દાદાજી અંબાશંકર ભટ્ટ પાસે ઊછર્યા. દાદાજીએ માનભાઈ અને બીજાં ભાઈબહેનોને સ્વાશ્રયી બનતાં શીખવ્યું. નાની ઉંમરે રાંધતાં, કૂવેથી માથે પાણી લાવતાં, ગાર કરી લીંપણ કરતાં, ચૂનો Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ વંદનીય હૃદયસ્પર્શ તૈયાર કરીને ઘર ધોળતાં, દળતાં, સાઈકલ ચલાવતાં, પાણીમાં તરતાં, સાંધતાં–સીવતાં વગેરે ઘણું બધું શીખવ્યું. માનભાઈને નાનાભાઈ ભટ્ટના દક્ષિણામૂર્તિમાં છાત્રાવાસમાં દાખલ કરેલા, પણ ભણવામાં માનભાઈને બહુ રસ પડ્યો નહોતો. માનભાઈએ કિશોરાવસ્થામાં જ પોતાના પિતા પણ ગુમાવ્યા. હવે કપરા દિવસો આવ્યા. આજીવિકા રળવા માટે ફાંફાં માર્યા. ઘણા અનુભવો થયા. છેવટે સોળ વર્ષની વયે ભાવનગરના બંદરમાં વિલાયતી કોલસાના ટુકડા કરવાની મજૂરી સ્વીકારી. ત્યાં પોતાનાં કામ અને નિષ્ઠાથી પ્રભાવિત થયેલા અંગ્રેજ અમલદાર જહૉનસન સાહેબની મહેરબાનીથી માનભાઈને ફોરમેનની પાયરી સુધી બઢતી મળી હતી. અહીં ગોદી કામદારોની વચ્ચે કામ કરતાં કરતાં સૌનો પ્રેમ જીતી, તેમના નેતા બની માનભાઈએ ત્યાં આનંદ મંગળ મંડળની સ્થાપના કરેલી અને એના ઉપક્રમે કામદારોના ઉત્કર્ષ માટે ભાતભાતની પ્રવૃત્તિઓ આદરી હતી. એમાં ખાટામીઠા કે કડવા ઘણા અનુભવો એમને થયા હતા. કેટલાંયે સાહસિક કામો એમણે હિંમત અને સૂઝથી કર્યા હતાં. માનભાઈનું કૌટુંબિક જીવન ભાતીગળ હતું. બાળલગ્નના એ જમાનામાં એમનાં લગ્ન બાળવયે થયાં હતાં. પત્ની મોટી થતાં ઘરે રહેવા આવી, પણ થોડા વખતમાં એનું અવસાન થયું. ત્યારપછી દાદાના આગ્રહથી, દાદાએ પસંદ કરેલી કન્યા સાથે માનભાઈનાં બીજાં લગ્ન થયાં. એમનાં આ બીજાં પત્નીનું નામ હીરાબહેન. માનભાઈ ગોદીમાં મજૂરી કરે અને ફાજલ સમયમાં જાહેર પ્રવૃત્તિઓ કરે. એમના ટૂંકા પગારમાં હીરાબહેને ઘર સારી રીતે સંભાળી લીધું. બધાં સંતાનોને સારી રીતે ઉછેર્યા. દામ્પત્યજીવનની શરૂઆતના દિવસોમાં તો કુટુંબનું ભરણપોષણ પૂરું કરવા માટે હીરાબહેન પરચૂરણ કામો કરતાં, હાથે બનાવેલી વસ્તુઓ વેચતાં. માનભાઈ અને હીરાબહેન બંનેની પ્રકૃતિ નિરાળી, વિચારો નિરાળા, છતાં બંનેનું દામ્પત્યજીવન સહકારભર્યું પ્રસન્ન હતું. એમનાં સંતાનોએ બાલ્યકાળમાં કઠિન દિવસો જોયેલા, પણ પછી ઘણી સારી પ્રગતિ કરી હતી. એમનાં એક દીકરી ચિદાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ સંન્યાસિની બન્યાં છે. માનભાઈએ ત્રણેક દાયકા બંદરમાં કામ કર્યું. પછી જ્યારે Page #392 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માનભાઈ ભટ્ટ ૩૭૫ સ્વમાનભંગનો પ્રશ્ન આવ્યો ત્યારે બંદરની નોકરીમાંથી નિવૃત્તિ સ્વીકારી લીધી, પેન્શન પણ લીધું નહિ. ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે એમાં પણ સક્રિય ભાગ લીધો અને સૌના માનીતા બન્યા હતા. ભાવનગરમાં સરદાર પૃથ્વીસિંહ અને બીજાઓની સાથે મળીને નાનાં નાનાં બાળકોને વ્યાયામ, રમતગમતો ઈત્યાદિ શીખવતાં માનભાઈને લાગેલું કે એમને માટે સ્વતંત્ર ક્રીડાંગણ હોય તો એમનો સમય વધુ આનંદમાં પસાર થાય અને એમનો વિકાસ સારી રીતે થાય. એમને એ માટે પ્રેમશંકરભાઈનો સહકાર મળ્યો. ક્રીડાંગણ માટે નામ વિચાર્યું “શિશુવિહાર'. “શિશુવિહાર' એ માનભાઈની કલ્પનાનું સર્જન. આઝાદી પૂર્વે, ૧૯૩૯માં વિપરીત સંજોગોમાં, અનેક અડચણો વચ્ચે જમનાકુંડ નામની આશરે ચાલીસ ફૂટ ઊંડી અને બસો ફૂટ પહોળી, ખાડાવાળી પડતર જગ્યા ભાવનગર રાજ્ય પાસેથી મેળવીને માનભાઈ અને એમના મંડળના સાથીદાર મિત્રોએ જાતે ખોદકામ અને મહેનત કરી, પુરાણ કરી જગ્યા સમથળ બનાવી, હિંડોળા, લપસણું, સીડી વગેરે ક્રમે ક્રમે વસાવીને વિકસાવેલી સંસ્થા એટલે શિશુવિહાર, બાળકો માટેનું નિબંધ ક્રીડાંગણ, રાજય તરફથી વધુ જગ્યા મળતાં શિશુવિહારનો વિકાસ થયો. વધુ હીંચકા, વધુ લપસણાં, રમતગમતનાં સાધનો, અખાડો, પુસ્તકાલય, સંગીત વર્ગ, ચિત્રકલાના વર્ગો, સીવણ-ભરતગૂંથણ, નાટક, રાસ, ગરબા, સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડ, ટેકનિકલ તાલીમ, એમ શિશુવિહારમાં ઉત્તરોત્તર પ્રવૃત્તિઓનો વિકાસ થતો ગયો. માનભાઈના આ ક્રીડાંગણ પછી એમની જ પ્રેરણા અને એમના જ માર્ગદર્શનથી ભારતમાં ઘણે સ્થળે ક્રીડાંગણોની રચના થઈ છે. એમણે ક્રીડાંગણનું જાણે કે એક શાસ્ત્ર વિકસાવ્યું અને એની માહિતી માટે પુસ્તિકા પણ તૈયાર કરીને છપાવી છે. માનભાઈ શરીરે ખડતલ અને મજૂર તરીકે કામ કરેલું એટલે કોઈ પણ કામ કરતાં એમને આવડે અને કોઈ પણ પ્રકારનું કામ કરતાં એમને શરમસંકોચ નડે નહિ. ક્ષોભે એમના જીવનમાં ક્યારેય સ્થાન મેળવ્યું નથી. એમની નૈતિક હિમત ઘણી મોટી. પોતે તદ્દન નિઃસ્વાર્થ, કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક, પરગજુ અને સમાજકલ્યાણના હિમાયતી. એટલે કોઈની શરમ રાખે નહિ. બેધડક સાચી વાત કહી શકે. એમની ધાક પણ મોટી. પોતાની Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ વંદનીય હૃદયસ્પર્શ દરેક પ્રવૃત્તિ કરકસરથી ચલાવે. પગારદાર નોકરોના કામ કરતાં જાતે કામ કરવામાં ખર્ચ બચે અને કશુંક કર્યાનો સંતોષ થાય. બાવડાં એ જ બજેટ’ એ માનભાઈનું પ્રિય સૂત્ર હતું. રોજ સાંજે શિશુવિહારના ક્રીડાંગણમાં ખુરશીમાં બેસીને બાળકોને રમતાં, ધીંગામસ્તી કરતાં જોવાં એ માનભાઈની પ્રિય પ્રવૃત્તિ. વળી માનભાઈ નખ કાપવાની કલા પણ સરસ જાણે. વર્ષો સુધી એમનો એક ક્રમ એ રહ્યો કે સાંજે શિશુવિહારના ક્રીડાંગણમાં બેસે અને જે કોઈ બાળક આવે તેના નખ કાપી આપે. કેટલીક વાર મોટાં માણસો પણ નખ કપાવવા આવે. કોઈ માતાને પોતાના નવજાત શિશુના નખ કાપતાં ડર લાગે તો તે માનભાઈ પાસે કપાવી જાય. કોઈ વાર કોઈ બાળક સ્વાભાવિક પૂછે કે “દાદા, નખ કાપવાના કેટલા પૈસા આપવાના ?' ત્યારે કહે કે “દસ આંગળીના દસ પૈસા, પણ અત્યારે આપવાના નહિ, પણ તું મોટો થાય અને જાતે કમાતો થાય અને જો ઇચ્છા થાય તો આ ડબ્બામાં નાખી જવા.' બાળકોના નખ કાપવા માટેની કાતર પણ માનભાઈએ જાતે બનાવેલી. વસ્તુતઃ પતરાં કાપવા માટેની એ કાતર હતી. પછી એનો ઉપયોગ શરૂ કર્યો નખ કાપવા માટે. ત્રણ દાયકાથી વધુ સમયથી માનભાઈની આ રોજિંદી પ્રવૃત્તિમાં એક લાખ કરતાં વધુ બાળકોના નખ કપાયા હશે. આ કાતર હમેશાં પોતાની સાથે થેલીમાં જ હોય કે જેથી કોઈ બાળક નખ કપાવવા આવે તો કહેવું ન પડે કે અત્યારે નહિ, કાતર નથી.” બાળકોના નખ કાપતી વખતે એમના મનમાં એવી ઉમદા ભાવના રહે કે બાળદેવતાની સેવા કરવાની પોતાને કેવી સરસ તક મળી. બાળકના બધા નખ કપાઈ જાય એટલે પ્રત્યેક બાળકને પોતે પ્રેમથી મસ્તક નમાવી નમસ્કાર કરે. બાળવિકાસ માટેની પ્રવૃત્તિઓમાં માનભાઈની આ પ્રવૃત્તિ અદ્વિતીય હતી. એવી પ્રવૃત્તિ એમને જ સૂઝે. લોકમતને જાગ્રત કરવા માટે માનભાઈ પાસે પોતાની વૈયક્તિક લાક્ષણિક પદ્ધતિઓ હતી. તેઓ બધાંને દૂરથી પણ વંચાય એવા મોટા અક્ષરે બૉર્ડ લખતા. તેઓ પોતાની સાઇકલ ઉપર કોઈક ને કોઈક બૉર્ડ રાખીને ફરતા. શિશુવિહારના શરૂઆતના દિવસોમાં નાણાંની જરૂર હતી, પણ સામેથી માગવામાં માનતા નહિ, એટલે બૉર્ડ રાખતા કે “આપશો તો લઈશ, માંગીશ નહિ.” માનભાઈ પોતાની પીઠને જાહેરાતના બોર્ડ જેવી ગણતા. ભાવનગરમાં Page #394 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માનભાઈ ભટ્ટ સાઇકલ પર કોઈ જતું હોય અને એમના બરડા ઉપર લાંબા લટકણિયામાં મોટા અક્ષરે કંઈ લખેલું હોય તો સમજવું કે એ માનભાઈ ભટ્ટ છે. કોઈક સૂત્ર કે વિશેષ નામ મોટા અક્ષરે લખેલું હોય એવું શર્ટ પહેરવાની ફેશન તો હવે ચાલુ થઈ. માનભાઈ તો પાંચ દાયકા પહેલાં એટલા “મૉડર્ન હતાં. તેમનું એક લટકણિયું હતું - ઈશ્વર અલ્લાહ + રામ-રહીમ તારાં નામ સૌને સન્મતિ આપો કૃપાનિધાન. માનભાઈ એટલે એક માણસનું સરઘસ. બીજા જોડાય તો ભલે. તેઓ સાઈકલ પર નીકળે ત્યારે સાથે ચોપાનિયાં લેતા જાય. વચ્ચે વચ્ચે ઊભા રહે. સૌને મળે અને પોતાની પ્રવૃત્તિઓનાં, કે પોતાના સુવિચારોનાં ચોપાનિયાં વહેચે. તેઓ સરકાર પાસે કે શ્રીમંતો પાસે સામેથી ક્યારેય માગવા ન જાય, પણ લોકો તરફથી એમને નાણાં મળતાં જાય. પૈસો પૈસો આપીને ઝોળી છલકાવી દેનારા સાધારણ માણસો પણ ઘણા હતા. એક વાર તો એક ભિખારી એમની પ્રવૃત્તિથી અને વાતોથી એટલો પ્રભાવિત થયો હતો કે એણે પોતે ભૂખ્યા રહી પોતાને મળેલી ભીખ માનભાઈની ઝોળીમાં નાખી હતી. અનેકવિધ અનુભવોમાંથી પસાર થયેલા હોવાથી કેટલીક કોઠાસૂઝ, નૈતિક હિંમત, વ્યવહારુ ડહાપણ ઇત્યાદિ માનભાઈમાં સહજ હતાં. કોઈ પણ પ્રશ્નનો તોડ કાઢતાં પણ એમને આવડે. શિશુવિહારના આરંભકાળના એ દિવસો હતા ત્યારે ત્યાં જવા-આવવા માટે રસ્તો થયો, પણ વીજળી આવી નહોતી. વીજળી-કંપની ત્યારે ખાનગી હતી. વારંવાર પત્ર લખવા છતાં ત્યાં વીજળી આવી નહોતી. માનભાઈની લખાપટ્ટીથી ઉપરી સાહેબ તરફથી કામ કરવાવાળા સ્ટાફને ઠપકો મળ્યો. તેઓ આવ્યા, પણ ગુસ્સામાં વીજળીનો થાંભલો જાણી જોઈને એવો વચ્ચોવચ્ચ નાખ્યો કે બધાંને નડે. માનભાઈ ત્યારે બંદર પર કામ કરતા. સાંજે આવ્યા ત્યારે સાથી મિત્રોએ કહ્યું કે માણસો જાણી જોઈને વચ્ચે થાંભલો નાખી ગયા છે માટે ફરિયાદ કરવી જોઈએ. માનભાઈએ પરિસ્થિતિ બરાબર નિહાળી Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ વંદનીય હૃદયસ્પર્શ લીધી અને બધા સાથીદારોને કહ્યું કે સાંજે જમીને પાછા આવજો. સાંજે બધા આવ્યા. દરમિયાન આવા કામના અનુભવી માનભાઈએ બધાં માપ લઈ લીધાં હતાં. બધા આવ્યા એટલે માનભાઈએ કહ્યું આપણે જાતે જ થાંભલો ખસેડી નાખીએ. એથી લાઇન નાખવામાં કશો વાંધો આવે એમ નથી. બધાએ રાતોરાત બીજો ખાડો ખોદ્યો અને વીજળીનો થાંભલો ઉખેડી એમાં માપસર ગોઠવી દીધો. પછી વીજળીના થાંભલાવાળા ખાડામાં એક વૃક્ષનો મોટો રોપો વાવી દીધો અને માટી ભરીને એને પાણી પાઈ દીધું. બીજે દિવસે સવારે કંપનીના માણસો કામ કરવા આવ્યા ત્યારે જાણે કાંઈ જ બન્યું નથી એવો દેખાવ રાખ્યો. જે મજૂરોએ થાંભલો લગાવ્યો હતો તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે થાંભલો રાતોરાત કેવી રીતે ખસી ગયો, પણ કશું બોલી ન શક્યા. પચાસેક વર્ષ પહેલાં, ૧૯૫૩માં માનભાઈનાં એક પરિચિત બહેનનો જીવ બાવવા માટે દાક્તરે લોહી ચડાવવા માટે કહ્યું. પણ લોહી લાવવું ક્યાંથી ? ઘણાં બધાંનાં લોહી તપાસાયાં. એમાં છેવટે એક ભાઈનું લોહીનું ગ્રૂપ મળતું આવ્યું અને એ બહેનનો જીવ બચ્યો. તરત માનભાઈને વિચાર આવ્યો કે ભાવનગરમાં એક બ્લડ બૅન્ક થવી જોઈએ. પોતે જ એ પ્રવૃત્તિ ઉપાડી. શેરીએ શેરીએ એ માટે ભૂંગળામાં બોલીને પ્રચાર કર્યો. શિશુવિહારમાં જ રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ કરી. પત્રિકાઓ છાપી પ્રચાર કર્યો. રક્તદાન આપનારને ‘યુવાનીમાં રક્તદાન, મૃત્યુ બાદ ચક્ષુદાન’ જેવાં સુવાક્યો લખેલી પેન્સિલો, ડાયરીઓ ભેટ અપાવી. માનભાઈ આવી પ્રવૃત્તિઓની શરૂઆત પોતાનાથી જ કરતા. એમણે પોતે ૩૭ વાર રક્તદાન કર્યું હતું. એમણે રક્તદાનની બ્લડબૅન્કની આ પ્રવૃત્તિ ઘણી વિકસાવી હતી અને પછી બીજી સંસ્થાને સોંપી દીધી હતી. એમણે બીજી પણ કેટલીક પ્રવૃત્તિઓનો આરંભ કરી પછી તે અન્ય સક્ષમ સંસ્થાને સોંપી દીધી હતી. તેઓ કહેતા કે દીકરી મોટી થાય પછી સાસરે જ શોભે. અમૃતલાલ ઠક્કર કે જેઓ ‘ઠક્કર બાપા'ના નામથી જાણીતા હતા તેઓ મૂળ ભાવનગરના વતની હતા અને તેમણે પંચમહાલના આદિવાસીઓ માટે ઘણું મોટું સેવાકાર્ય કર્યું હતું. નિવૃત્ત થઈ તેઓ વૃદ્ધાવસ્થાનાં છેલ્લાં વર્ષોમાં ભાવનગર રહેવા આવ્યા હતા ત્યારે માનભાઈ એમને રોજ મળવા જતા, Page #396 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માનભાઈ ભટ્ટ ૩૭૯ એમની સંભાળ રાખતા અને એમની દોરવણી પ્રમાણે ભાવનગરમાં લોકસેવાનું કાર્ય કરતા. ઠક્કર બાપાનો પ્રભાવ માનભાઈ ઉપર ઘણો પડ્યો હતો અને ઠક્કર બાપાએ શિશુવિહારને પોતાની બચતમાંથી સારી આર્થિક સહાય કરેલી. દેશને સ્વતંત્રતા મળ્યા પછી સૌરાષ્ટ્રમાં સરકાર થઈ અને ઢેબરભાઈ એના મુખ્ય પ્રધાન થયા ત્યારે માનભાઈને સરકારમાં મજૂર ખાતાના પ્રધાન થવા માટે ઓફર થઈ હતી. પરંતુ રાજકારણમાં માનભાઈને ફાવે નહિ. એમનો સ્વભાવ સત્યપ્રિય, ન્યાયપ્રિય અને વળી મનસ્વી. એમને એમની રીતે જ કામ કરવાનું ફાવે. તેઓ જરા પણ ખોટું સહન કરી શકે નહિ. એટલે એમણે એ પ્રધાનપદ સ્વીકાર્યું નહિ. એમણે રાજકારણમાં પ્રવેશ કર્યો નહિ, એટલું જ નહિ ત્યાર પછી કેટલેક વખતે ખટપટવાળું મલિન રાજકારણ જોઈને તો એમણે પોતાના ઘરની બહાર બૉર્ડ મૂક્યું હતું : “રાજકારણીઓને પ્રવેશ નથી.' આવું જાહેર બૉર્ડ તો સમગ્ર ભારતમાં માત્ર માનભાઈના ઘરે જ ઘણા વખત સુધી રહ્યું હતું. શિશુવિહારમાં માનભાઈએ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય-ઘડતર માટે રાત્રિશિબિરોનું આયોજન કર્યું. ત્યારપછી શ્રમ મંદિર, ટેનિકલ વર્ગો, વ્યાયામશાળા, સ્કાઉટ અને ગાઇડ, પુસ્તકાલય, વાચનાલાય, બાળમંદિર, વિનય મંદિર, મહિલા મંડળ, ચિત્રકળા અને સંગીતના વર્ગો, અભિનયકળાના વર્ગો, “શિશુવિહાર' ઇત્યાદિ પત્રિકાઓનું પ્રકાશન, પુસ્તિકાઓનું પ્રકાશન, કવિઓની બુધ સભા, રાઇફલ ક્લબ, રમકડાં ઘર, અતિથિગૃહ, હૃષીકેશની ડિવાઇન લાઇફ સોસાયટી-‘દિવ્ય જીવન સંઘ'ની પ્રવૃત્તિઓનો આરંભ કરી એનું સંચાલન કર્યું. બ્લડ બેન્ક, દાઝેલા લોકો માટેનો અલાયદો “બન્સ વૉર્ડ', ચક્ષુદાન, દેહદાન, શબવાહિની વગેરે બીજી પણ વિવિધ પ્રવૃત્તિઓ ચાલુ કરાવી અને અન્ય સંસ્થાઓને તે સોંપી દીધી હતી. શિશુવિહારના ઉપક્રમે આટલી બધી પ્રવૃત્તિઓ ચાલે. એમાં એમના લઘુબંધુ પ્રેમાશંકરભાઈનો પૂરો સહકાર. પરંતુ આટલી બધી પ્રવૃત્તિઓ માટેનું કાર્યાલય ફક્ત એક ઓરડામાં હતું. કાર્યાલય સવારથી સાંજ સુધી બારે માસ ખુલ્લું રહે. રવિવારની કે પર્વ-તહેવારની કોઈ રજા નહિ. કોઈ પણ માણસને “અત્યારે ટાઈમ નથી, પછી આવજો' એવું કહેવાનું નહિ. ધ્યેય હતું બીજાને ? Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ વંદનીય હૃદયસ્પર્શ મદદરૂપ થવાનું. બંધારણ, મિનિટ્સ, નિયમો, સભ્યપદ, લવાજમ ઇત્યાદિની કોઈ જટિલતા કે જડતા નહિ. ફાઈલો, પત્રો, પત્રિકાઓ, ફૉર્મ, રજિસ્ટર, નામસરનામાં, નોંધો, બિલ-વાઉચર, હિસાબો બધું વ્યવસ્થિત. તરત મળે. ટપાલ, પાર્સલ પર માનભાઈ પોતે નામ સરનામાં લખે. ઘણુંખરું મોઢે હોય. કયો કાગળ કઈ ફાઈલમાં હશે એ એમને યાદ હોય. કંઈ પણ શોધતાં વાર ન લાગે. માનભાઈ એટલે one man institution. માનભાઈના જીવનના ઘણા રસિક પ્રસંગો વાંચવા-સાંભળવામાં આવ્યા છે. એમાંના કેટલાક જોઈએ. બહેન શ્રી મીરાંબહેન ભટ્ટ “હાથે લોઢું, હૈયે મીણ'ના નામથી માનભાઈનું પ્રેરક રસિક જીવનચરિત્ર લખ્યું છે. એમાં એવા કેટલાક પ્રસંગો વર્ણવ્યા છે. એક વખત માનભાઈ રક્તદાનનું કામ કરતા હતા તે સ્થળે બે શ્રીમંત યુવાનો આવ્યા. તેમને અમુક દર્દી માટે રક્ત જોઈતું હતું. યુવાનો વાતચીતમાં ઉદ્ધત હતા, એટલું જ નહિ, બંનેનાં મોઢાંમાં તમાકુવાળા પાનનો ડૂચો હતો. માનભાઈ સાથે વાતચીત કરતાં કરતાં બંને વારાફરતી ઊભા થઈ બહાર પગથિયાં ઉપર પાનની પિચકારી છોડી આવતા. માનભાઈને એ ગમ્યું નહિ. પરંતુ તેમણે યુવાનોને ટોક્યા નહિ કે મોઢું બગાડ્યું નહિ. વાતચીત દરમિયાન પોતે ઊભા થયા, હાથમાં ઝાડુ અને પાણીની બાલદી લઈ પગથિયું સાફ કરી પાછા આવીને પોતાની ખુરશીમાં બેસી ગયા. પેલા બંને યુવાનો ભોંઠા પડી ગયા. વર્ષો પહેલાં, સ્વતંત્રતા પૂર્વે એક વખત માનભાઈ ભાવનગરમાં એક રસ્તા ઉપર સાઈકલ પર જઈ રહ્યા હતા. એ દિવસોમાં ગૃહિણીઓને એઠવાડ રસ્તા પર નાખવાની ટેવ. દેશી રાજ્ય તકેદારી રાખે, પણ પરિણામ સંતોષકારક ન આવે. લોકમાનસ પણ એવી પરિસ્થિતિથી ટેવાયેલું. સ્વચ્છતા માટેની સભાનતા ખાસ નહોતી. એક ગૃહિણીએ મેડા પરના પોતાના રસોડામાંથી બહાર રસ્તા પર એંઠવાડ ફેંક્યો. બરાબર તે માનભાઈ ઉપર પડ્યો. માનભાઈ સાઈકલ નીચે મૂકી એ બહેનને ત્યાં ગયા અને હીંચકા પર બેસી ગયા. કહ્યું મને કપડાં બદલવા એક ધોતિયું આપો એટલે મારાં કપડાં હું ધોઈ નાખું અને સુકાય એટલે પહેરીને ચાલ્યો જઈશ. હું તમને કશું કહેતો નથી. મારે તો કપડાં ધોવાની સગવડ જોઈએ છે. એટલામાં માણસો ભેગાં થઈ ગયાં. માનભાઈએ હઠ પકડી હતી, પણ પછી એ બહેને અને બીજાંઓએ Page #398 -------------------------------------------------------------------------- ________________ સ્વ. માનભાઈ ભટ્ટ ૩૮૧ માફી માગીને વચન આપ્યું કે રસ્તા પર પોતે એંઠવાડ નહિ ફેંકે ત્યારે માનભાઈ ઘરે ગયા હતા. એક વખત શિશુવિહારનો ઝાડુ કાઢવાવાળો બરાબર કામ કરતો નહિ એટલે માનભાઈએ એને છૂટો કર્યો. પછી પેલો બીજા કોઈને આવવા દેતો નહિ એટલે માનભાઈએ જાતે ક્રીડાંગણમાં ઝાડુ કાઢવા માંડ્યું. દરમિયાન એક ભાઈ માનભાઈને મળવા આવ્યા. તેઓ એમને ઓળખી શક્યા નહિ. પછી જયારે ખબર પડી કે વાસીદુ વાળનાર તે પોતે જ માનભાઈ છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માનભાઈને કામ તરત કરવું ગમે. કોઈને સોંપે તો તે પણ તરત થાય એમ ઇચ્છે. એક વખત એક ભાઈ એમના કાર્યાલયમાં બેઠા હતા. માનભાઈએ એમને કહ્યું, “આટલું જરા કામ કરોને. આ અર્જન્ટ ટપાલ પોસ્ટના ડબ્બામાં નાખી આવોને.” પેલા ભાઈએ ટપાલ લઈને પોતાના થેલામાં મૂકી અને કહ્યું, જતી વખતે નાખતો જઈશ.” માનભાઈએ તરત જ હળવેથી એ ટપાલ પાછી માગી લીધી અને પોતે જઈને ટપાલના ડબ્બામાં નાખી આવ્યા. માનભાઈ સ્વમાની, ક્યારેક આખાબોલા અને કોઈની શેહમાં ન તણાય એવા હતા. એક વખત સ્વામી શિવાનંદ અધ્વર્યુ ભાવનગર આવેલા અને એમને લઈને ભાવનગરના મહારાજને મહેલમાં મળવા જવાનું હતું. તેઓ બંને ત્યાં પહોંચી ગયા. એમને સ્વાગતખંડમાં બેસાડવામાં આવ્યા. થોડી વારે મહારાજા સિગારેટ પીતા પીતા આવ્યા. માનભાઈએ કડક અવાજે મહારાજાને ઠપકો આપતાં કહ્યું, “આવા સંત મળવા આવે છે અને તમને સિગારેટ પીતાં પીતાં આવો છો તેની શરમ નથી આવતી ?' તરત મહારાજાએ સિગારેટ નાખી દીધી. તેણે માનભાઈને સામો જવાબ ન આપ્યો કે ન અણગમો બતાવ્યો. પછીથી તો જાણે કશું જ બન્યું નથી એવી સહજ રીતે ત્રણેએ વાતો કરી. પાછા ફરતાં ડૉ. શિવાનંદ અધ્વર્યુએ વાત કાઢી ત્યારે માનભાઈએ કહ્યું, “સાચી વાત કહેવામાં શરમ શી? મારે ક્યાં એમની પાસે કશું માંગવું છે. મેં તો રાજની આબરૂ બચાવવા કહ્યું હતું.” ૯૪મા વર્ષે માનભાઈને લાગ્યું હતું કે હવે પોતે વધુ વખત જીવવાનાં નથી. અંતિમ દિવસ પાસે આવી રહ્યો છે એટલે એ માટે પોતે સ્વસ્થ મનથી પૂરેપૂરા તૈયાર અને સજ્જ હતા. પોતે અનંતની યાત્રાએ જઈ રહ્યા છે, એટલે Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ વંદનીય હૃદયસ્પર્શ પ્રભુરૂપી પ્રિયતમને પોતે પ્રિયતમા સ્વરૂપે મળવા જઈ રહ્યા છે એવા ભાવવાળી કબીરના પદની પંક્તિઓ પોતે ગણગણતા. વળી એ પંક્તિઓ લખીને પોતાની અંતિમ ક્રિયા માટે સ્વજનોને સૂચના આપી દીધી હતી. એ સૂચના સંક્ષેપમાં નીચે મુજબ હતી : કર લે સિંગાર કર લે સિગાર, ચતુર અલબેલી, સાજન કે ઘર જાના હોગા, નહી લે ધો લે, સીસ ગૂંથા લે, સાજન કે ઘર જાના હોગા. મિટ્ટી ઓઢાવન, મિટ્ટી બિછાવન, મિટ્ટી સે મિલ જાના હોગા, કહત કબીર સુનો મેરી સજની, ફિર વહાં સે નહિ આના હોગા. .. અંતિમ વેળાએ અત્યંત દુઃખ થાય એ સ્વાભાવિક છે... બાહ્ય દેખાતા વિયોગના દુ:ખ સાથે માલિકને મળવાનો થનગનાટ પણ હોય છે. હવે મારી પણ એ જ સ્થિતિ હોવાથી જેઓ મારી અનેકવિધ સેવા કરી રહેલ છે તેઓને નમ્ર વિનંતી છે કે – ચેતનાથી દેહ છૂટો પડે ત્યારે તેને મેં સંગ્રહેલ ચડ્ડી, મારા અંતિમ ધ્યેયને અનુલક્ષીને લખાયેલ પહેરણ અને ગાંધી ટોપી પહેરાવવાં અને ગાંધી બાપુની પ્રસાદીરૂપ મેં સાચવેલ ખાદીના કપડાથી ઢાંકવો... શિશુવિહારમાં જ્યાં હોલિકા પ્રગટાવીએ છીએ ત્યાં અગ્નિસંસ્કાર કરવા... મૃતદેહની રાખમાંથી અસ્થિ વીણી શિશુવિહારમાં કોઈ જગ્યાએ ખાડો કરી તેમાં નાખવાં અને તેમાં વૃક્ષનું વાવેતર કરવું... મારી ભસ્મનો શિશુવિહારમાં છંટકાવ કરવો કે જેથી તેના ઉપર બાળકો ખેલકૂદ કરી આનંદપ્રમોદ પામે... એ દિવસે શિશુવિહારની કોઈ પ્રવૃત્તિ બંધ ન રાખવી, રજા ન પાળવી.” માનભાઈ જીવન જે રીતે જીવ્યા તે જ રીતે મૃત્યુને એમણે સહર્ષ સ્વીકાર્યું. એમની અંતિમ ઈચ્છા પણ કેટલી ભાવનાસભર હતી ! - સ્વ. માનભાઈએ પોતાના જીવનને એક ‘મિશન બનાવ્યું. એક સંસ્થા કરે એટલું કાર્ય એમણે એકલે હાથે કર્યું. અનેકનાં જીવન એમણે ઉજ્જવળ બનાવ્યાં. એમણે ગુજરાતને, સમગ્ર રાષ્ટ્રને વધુ ઓજસ્વી બનાવ્યું. એમના સ્વર્ગવાસથી ભારતમાતાને એક ઉત્કૃષ્ટ સપૂતની મોટી ખોટ પડી છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સ્વ. ભંવરલાલજી નાહટા આપણા મૂર્ધન્ય જૈન સાહિત્યકાર શ્રી ભંવરલાલજી નાહટાનું ૯૧ વર્ષની વયે કલકત્તામાં અવસાન થયું હતું. એથી આપણા સાહિત્યાકાશનો એક તેજસ્વી તારલો ખરી પડ્યો હતો. શ્રી ભંવરલાલ નાહટા એટલે આપણા અગ્રગણ્ય સાહિત્યમનીષી, લબ્ધપ્રતિષ્ઠ ઇતિહાસકાર, નામાંકિત પુરાતત્ત્વવેત્તા, બહુભાષાવિદ, પ્રાચીન લિપિઓના જ્ઞાતા, શિલ્પાદિ કલાઓના અભ્યાસી, કવિ, સંશોધક અને માર્ગદર્શક, જૈન ધર્મ અને દર્શનના મર્મજ્ઞ, સરળહૃદયી, વિનમ્ર અને ઉદારચરિત સંઘ-સ્થવિર. એમના સ્વર્ગવાસથી જૈન વાદ્ગમયના ક્ષેત્રે ન પુરાય એવી ખોટ પડી છે. શ્રી ભંવરલાલ નાહટાનો જન્મ રાજસ્થાન બિકાનેર શહેરમાં વિ.સં. ૧૯૬૮ના આસો વદ ૧૨, તા. ૧૯-૯-૧૯૧૧ને મંગળવારના રોજ થયો હતો. તેઓ બિકાનેરના તે સમયના જાણીતા શ્રેષ્ઠી શ્રી શંકરદાનજી નાહટાના પરિવારમાં જન્મ્યા હતા. એમના પિતાશ્રીનું નામ ભૈરુદાનજી અને માતુશ્રીનું નામ શ્રીમતી તીજાદેવી હતું. સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી અગરચંદ નાહટા તેમના કાકા થાય. બાળલગ્નોના એ જમાનામાં શ્રી નાહટાજીનાં લગ્ન ચૌદ વર્ષની વયે શેઠશ્રી રાવતમલજી સુરાણાની સુપુત્રી શ્રી જતનકુંવર સાથે થયાં હતાં. એમને બે પુત્ર પારસકુમાર અને પદમચંદ તથા બે પુત્રી શ્રીકાન્તા અને ચન્દ્રકાન્તા એમ ચાર સંતાનો થયાં હતાં. શ્રી નાહટાજીએ શાળાનો અભ્યાસ ફક્ત પાંચ ધોરણ સુધીનો કર્યો હતો. હાયર સેકન્ડરી સ્કૂલ કે કૉલેજમાં એમણે અભ્યાસ કર્યો નહોતો. પોતે વ્યાવહારિક ઉચ્ચ શિક્ષણ લીધું ન હોવા છતાં એમણે પોતાના પુરુષાર્થથી જૈન સાહિત્ય અને ઇતિહાસનો એટલો ઊંડો અભ્યાસ કર્યો હતો અને ગ્રંથો લખ્યા હતા કે યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક અને પરીક્ષક તરીકે એમને સ્થાન મળ્યું હતું. Page #401 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ જૈન સાહિત્યના ક્ષેત્રે શ્રી અગરચંદજી નાહટાનું નામ જેટલું સુપ્રસિદ્ધ છે તેટલું શ્રી ભંવરલાલજીનું ત્યારે ન હતું. વસ્તુતઃ અગરચંદજી એમના સગા કાકા થાય, પરંતુ બંને લગભગ સમવયસ્ક જેવા હતા. તો પણ ભંવરલાલજી અગરચંદજી પ્રત્યે પૂરો પૂજ્યભાવ ધરાવતા. સાહિત્ય અને સંશોધનના કાર્યમાં એમને રસ લગાડનાર શ્રી અગરચંદજી હતા. અગરચંદજીના કેટલાયે લેખોની સામગ્રી ભંવરલાલજીએ પૂરી પાડી હતી, કેટલીયે હસ્તપ્રતો પરથી લેખનકાર્ય કરી આપ્યું હતું. તો પણ તેમાં પોતાનું નામ મૂકવાનો ભંવરલાલજીનો કોઈ આગ્રહ રહેતો નહિ. ૩૮૪ ભંવરલાલજીનું વ્યક્તિત્વ એટલું નિર્મળ અને નિસ્પૃહ હતું કે તેઓ પોતાના નામ માટે ક્યારેય ઝંખના રાખતા નહિ. પોતાનું નામ ક્યાંક છપાયું તો ઠીક અને ન છપાયું હોય તો પણ ઠીક. તેઓ તે માટે કોઈને ટોકતા નહિ કે ઠપકો આપતા નહિ. એમના કેટલાક લેખો બીજા પોતાને નામે છપાવી દેતા. એમણે ‘કીર્તિલતા' અને ‘દ્રવ્યપરીક્ષા'નો હિંદી અનુવાદ કર્યો હતો. એના ઉપરથી એ બેનું અંગ્રેજીમાં ભાષાન્તર કરીને એક વિદ્વાને તે પોતાને નામે છપાવી માર્યું, પણ તે માટે નાહટાજીએ એ લેખકને ક્યારેય ઠપકો આપ્યો નહોતો. યુવાન વયે તેઓ પોતાના કાકા શ્રી અગરચંદજી સાથે જે સાધુ મહાત્માઓના સંપર્કમાં આવ્યા હતા અને જેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી તેઓને જૈન સાહિત્યના લેખન-સંશોધનની લગની લાગી હતી તે હતા આચાર્ય શ્રી સુખસાગરજી મહારાજ અને આચાર્યશ્રી જિનકૃપાચંદ્રજી મહારાજ. આથી જ તેઓ બંને સુખી પરિવારના હોવાથી તથા ગુજરાન માટે આર્થિક ચિંતા ન હોવાથી સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેવા લાગ્યા હતા અને ધનકમાણીને જીવનમાં ગૌણ સ્થાન આપ્યું હતું. એમાં પણ શ્રી અગરચંદજી નાહટા તો આઠનવ મહિના સતત લેખન-અધ્યયનમાં ગાળતા અને ત્રણચાર મહિના પોતાના કાપડના વ્યવસાયમાં ધ્યાન આપતા. શ્રી ભંવરલાલજી નાહટાએ કલકત્તા જઈને પોતાનો કાપડનો વ્યવસાય બરાબર જમાવ્યો હતો અને વેપારી કુનેહ તેમનામાં ઘણી હતી, પરંતુ દીકરાઓએ એ જવાબદારી સ્વીકારી લીધી તે પછી તેઓ પણ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં વધુમાં વધુ પોતાનો સમય ગાળતા. સ્વ. ભંવરલાલજી નવ ભારતીય ભાષા સારી રીતે લખી-વાંચી શકતા. Page #402 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ભંવરલાલજી નાહટા એ ભાષાઓ તે સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, અપભ્રંશ, રાજસ્થાની, ગુજરાતી, મરાઠી, હિંદી અને બંગાળી. વળી તેઓ આમાંની કોઈ પણ ભાષામાં શ્લોકબદ્ધ પદ્યરચના પણ કરી શકતા. અંગ્રેજી ભાષા વ્યવહાર પૂરતી એમને આવડતી. ભાષા ઉપરાંત બ્રાહ્મી, ખરોષ્ઠી, દેવનાગરી, જૈન દેવનાગરી, બંગાળી એમ વિવિધ લિપિઓના પણ તેઓ જાણકાર હતા. કિશોરવસ્થાથી જ હસ્તપ્રતો વાંચવાનો તેમને એવો સરસ મહાવરો થયો હતો કે ઝીણા અક્ષરે સળંગ શબ્દોમાં લખાયેલી હસ્તપ્રત પણ તેઓ ઝડપથી વાંચી શકતા. કોઈ જૂનો શિલાલેખ વાંચવો હોય તો નાહટાજીને વાર લાગતી નહિ. બ્રાહ્મી લિપિના અક્ષરો-શબ્દો પણ તેઓ તરત વાંચી શકતા. સિક્કા વગેરે પરનું લખાણ તેઓ ઉકેલી શકતા. પ્રાચીન સિક્કાઓ, મૂર્તિઓ, અન્ય શિલ્પાકૃતિઓ, ચિત્રો, હસ્તપ્રતો ઇત્યાદિ જોતાં જ તેઓ એની શૈલી, રચનાકાળ, અર્થ, રહસ્ય વગેરે સમજાવી શકતા. ૩૮૫ એક વખત શ્રી અગરચંદજી નાહટા પાસે એક પ્રાચીન હસ્તપ્રત આવી. પણ તેની લિપિ કોઈ ઉકેલી શકતું નહિ. એમણે ઘણા જાણકાર વિદ્વાનોને એ હસ્તપ્રત મોકલી. પણ કોઈ ઉકેલી શક્યું નહિ. છેવટે શ્રી ભંવરલાલજીએ એ કામ હાથમાં લીધું. તેઓ હસ્તપ્રતની બારાખડી મેળવવા લાગ્યા. એક એક અક્ષર મળતો જાય. એમ કરતાં કરતાં ઘણા પરિશ્રમને અંતે એમણે એ આખી હસ્તપ્રત વાંચી આપી હતી. કોઈ પણ લિપિ અથવા ગમે તેવા ખરાબ અક્ષરવાળું લખાણ ઉકેલવાની એમનામાં કોઠાસૂઝ હતી. ઘણા વખત પહેલાં હિંદી સાહિત્યના ઇતિહાસમાં એવો મત વિદ્વાનોમાં પ્રવર્તતો હતો કે હિંદી સાહિત્યની પ્રથમ ગદ્યરચના તે જટમલ નાહરકૃત ‘ગોરા બાદલ'ની કથા છે. પરંતુ આ કૃતિ ક્યાંયથી મળતી નહોતી. શ્રી ભંવરલાલજીને થયું કે આ કૃતિની ભાળ મેળવવી જોઈએ. એની હસ્તપ્રત ક્યાંય હોય તો તેની શોધ કરવી જોઈએ. સામાન્ય રીતે રાજસ્થાનના કવિની કૃતિની હસ્તપ્રત રાજસ્થાનના કોઈ ભંડારોમાં હોવી જોઈએ, પણ ત્યાં મળી નહિ. એટલે નાહટાજીએ અન્ય પ્રાંતોમાં પણ તેની તપાસ આદરી. એમણે કલકત્તામાં સ્વ. પૂરણચંદજી નાહરને વાત કરી. પૂરણચંદજીનો સંગ્રહ પણ ઘણો મોટો હતો, પરંતુ એમાંથી કોઈ પ્રતિ મળી નહિ. ત્યાર પછી એમણે Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ વંદનીય હૃદયસ્પર્શ કલકત્તાની રૉયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાં રહેલી હસ્તપ્રતો જોઈ અને સદ્ભાગ્યે ત્યાં રજિસ્ટરમાં જટમલજી નાહરકત “ગોરા બાદલની હસ્તપ્રતનો ઉલ્લેખ હતો. એટલે એમણે એ હસ્તપ્રત કઢાવી અને વાંચી ત્યારે ખબર પડી કે એ ગદ્યકૃતિ નથી પણ પદ્યકૃતિ છે. એ વિશે એમણે તરત લેખ લખ્યો અને “ગોરા બાદલ' વિશે હિંદી સાહિત્યમાં ચાલતી ભ્રાન્તિ દૂર થઈ. એક ભાષામાંથી બીજી ભાષામાં કોઈ પણ કૃતિનો ગદ્યમાં કે પદ્યમાં અનુવાદ કરવો એ નાહટાજી માટે ડાબા હાથના ખેલ જેવું હતું. તેઓ મૂળ કૃતિ સાથે એવા તન્મય બની જતા કે પછી અનુવાદની એક પછી એક પંક્તિ અવતરવા લાગતી. એક વખત એમને “ભક્તામર સ્તોત્ર'નો હિંદીમાં પદ્યાનુવાદ કરવાનો ભાવ થયો. એ ભાવ એટલો ઉત્કટ હતો કે પછી એમનાથી રહેવાયું નહિ. રાત્રે તે પદ્યમાં અનુવાદ કરવા બેસી ગયા અને આખી રાત જાગી, સવાર થાય એ પહેલાં ૪૪ શ્લોકોનો હિંદીમાં પદ્યાનુવાદ કરી લીધો. શ્રી નાહટાજીએ આવી રીતે “કલ્યાણમંદિર સ્તોત્ર', “રત્નાકર પચ્ચીસી વગેરે કેટલીક કૃતિઓનો પણ પદ્યમાં હિંદીમાં અનુવાદ કર્યો છે. શ્રી નાહટાજીએ સેંકડો લેખો લખ્યા છે અને અનેક ગ્રંથો સંશોધિતસંપાદિત કર્યા છે. જયાં સુધી કાકા શ્રી અગરચંદજી વિદ્યમાન હતા ત્યાં સુધી એમણે ઘણુંખરું અગરચંદજીની સાથે સંશોધન-સંપાદનનું કાર્ય કર્યું હતું. જિનદત્તસૂરિ, જિનચંદ્રસૂરિ, જિનકુશલસૂરિ, સમયસુંદર વગેરે વિશે અને એમની કૃતિઓ વિશે એમણે સંશોધન-સંપાદન કર્યું છે. તીર્થસ્થળો વિશે ઐતિહાસિક માહિતી એકત્ર કરવી એ નાહટાજીની એક પ્રિય પ્રવૃત્તિ હતી. એમણે કાંગડા, જાલોર, શ્રાવસ્તી, ક્ષત્રિયકુંડ, રાજગૃહી, વારાણસી, કાંડિત્યપુર, ચંપાપુરી વગેરે તીર્થો વિશે ગ્રંથો લખ્યા છે. ઠક્કર ફેરુ કૃત ‘દ્રવ્ય પરીક્ષા', બિકાનેર જૈન લેખસંગ્રહ, “વિવિધ તીર્થકલ્પ' ઇત્યાદિ ગ્રંથોમાં એમની ઐતિહાસિક દષ્ટિ જોઈ શકાય છે. શ્રી નાહટાજી પત્રકાર પણ હતા. વિવિધ સામયિકોમાં લખવા ઉપરાંત તેઓ કુશલનિર્દેશ' નામનું એક હિંદી માસિક પત્ર ચલાવતા. એમાં તેઓ પોતાના લેખો પ્રકાશિત કરતા અને કેટલીક વાર પોતે જ વાંચ્યું હોય અને ગમ્યું હોય તેનો હિંદીમાં અનુવાદ કરીને કુશલનિર્દેશ'માં પ્રકાશિત કરતા. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૭ સ્વ. ભંવરલાલજી નાહટા પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશિત થયેલા કેટલાક લેખોના અનુવાદ કરીને એમણે કુશલનિર્દેશ'માં પ્રગટ કર્યા હતા. નાહટાજીનો પહેરવેશ તદ્દન સાદો હતો. પહેરણ અને ધોતિયું, ક્યારેક ઉપર લાંબો કોટ હોય. બહાર ઉઘાડા માથે જાય નહિ. માથે કેસરી રંગનો બીકાનેરી સાફો કે પાઘડી અવશ્ય હોય જ. તેઓ ચાલ્યા જતા હોય તો કોઈ મારવાડી વેપારી શેઠિયા જેવા લાગે. એમના ચહેરા ઉપર નિતાન્ત સ્વાભાવિકતા હોય. પોતાની વિદ્વત્તાની સભાનતા જરા પણ નહિ. કશો દેખાવ કરવાની વૃત્તિ નહિ. મોટાઈ બતાવવાનો ભાવ નહિ. એમને જોઈને કોઈ એમ કહે નહિ કે આ બહુ મોટા વિદ્વાન હશે. ઘણાં વર્ષો પહેલાં ખંભાતના જૈન સાહિત્ય સમારોહમાં તેઓ પ્રમુખસ્થાને હતા. તે પ્રસંગે તેઓ બોલવા ઊભા થયા ત્યારે કેટલાક સ્થાનિક આગેવાનો કે જેઓએ એમને પહેલાં ક્યારેય જોયેલા નહિ તેઓને આશ્ચર્ય થયું. ખંભાતના નગરપતિએ તો પોતાના વક્તવ્યમાં કહ્યું કે, “મેં તો ધાર્યું હતું કે આ કોઈ મારવાડી શેઠિયા છે, પણ તેઓ આવા મોટા પંડિત હશે એવી કલ્પના એમને જોઈને આવેલી નહિ.” નાહટાજીને જેમ ઇતિહાસ અને સાહિત્યમાં રસ હતો તેમ તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મમાં રસ હતો. એમાં ખરતરગચ્છના દેવચંદ્રજી મહારાજના સ્તવનાદિનો પ્રભાવ ઘણો મોટો હતો. તદુપરાંત સમગ્ર નાહટા પરિવાર ઉપર પૂ. શ્રી ભદ્રમુનિ કે જેઓ પાછળથી પૂ. સહજાનંદઘનજીના નામે વધુ જાણીતા થયા હતા તેમનો પ્રભાવ બહુ રહ્યો. પૂ. શ્રી ભદ્રમુનિએ જ્યારે બિકાનેરમાં ચાતુર્માસ કરેલું ત્યારે શ્રી અગરચંદજી અને શ્રી ભંવરલાલજી તેમની પાસે નિયમિત જતા. શ્રી અગરચંદજીને તો પૂ. શ્રી ભદ્રમુનિ પાસે દીક્ષા લેવાના ભાવ થયા હતા. કચ્છના શ્રી ભદ્રમુનિ ઉપર શ્રીમદ્ રાજચંદ્રનો ઘણો મોટો પ્રભાવ હતો. એટલે એ પ્રભાવ નાહટા પરિવાર પર પડ્યો હતો. પૂ. શ્રી ભદ્રમુનિ શ્રી અગરચંદજી પાસે શ્રીમદ્ રાજચંદ્રકૃત “અપૂર્વ અવસર વારંવાર ગવડાવતા. એમણે એ કંઠસ્થ કરી લીધેલું અને બુલંદ મધુર સ્વરે ગાતા. પૂ. શ્રી ભદ્રમુનિએ પાછલાં વર્ષોમાં સમુદાય છોડીને દક્ષિણમાં ઠંડીમાં સ્થિરવાસ કર્યો હતો અને પોતાનું નામ છોડી “સહજાનંદઘન' એવું નવું નામ રાખ્યું હતું. આથી નાહટા પરિવાર માટે હંપી તીર્થસમાન બની ગયું હતું. શ્રી ભંવરલાલજી ત્યાં નિયમિત Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ વંદનીય હૃદયસ્પર્શ જતા. પૂ. શ્રી ભદ્રમુનિનાં સંસારી કાકી શ્રી ધનદેવીજી પણ હંપી આવીને રહ્યાં હતાં. શ્રી ભંવરલાલજીએ ‘સિરિ સહજાનંદઘન ચરિય” નામનું ચરિત્ર અપભ્રંશમાં લખ્યું હતું અને “આત્મદ્રષ્ટા માતુશ્રી ધનદેવીજી' નામનું ચરિત્ર હિંદીમાં લખ્યું હતું. તદુપરાંત એમણે આત્મસિદ્ધિશાસ્ત્રનો બંગાળી ભાષામાં પદ્યમાં અનુવાદ કર્યો હતો. શ્રી ભંવરલાલજીનો અવાજ બુલંદ હતો. તેમને કેટલાંયે સ્તવનસઝાય કંઠસ્થ હતાં. વળી શાસ્ત્રગ્રંથોના કેટલાયે શ્લોકો તેઓ વાતચીતમાં ટાંકતા. જૈન-જૈનેતર સાહિત્યની હજારો પંક્તિઓ એમની જીભે વસી હતી. સરસ્વતી માતાની એમના ઉપર મોટી કૃપા હતી. ભંવરલાલજીના હસ્તાક્ષર સુંદર અને મરોડદાર હતા. કોઈ હસ્તપ્રત ઉપરથી પ્રતિલિપિ કરવી હોય તો એવી સ્વચ્છ અક્ષરે લખે કે ક્યાંય છેકછાક જોવા ન મળે. ઝીણા પણ સુંદર, સુવાચ્ય, મરોડદાર અક્ષર પણ તેઓ કાઢી શકે. એક જ પોસ્ટકાર્ડમાં ઝીણા અક્ષરે ઘણી બધી વિગતો એમણે લખી હોય. એમણે “ભક્તામર સ્તોત્ર'નો ગૂર્જર અનુવાદ કર્યો હતો અને તે એમણે ફૂલસ્કેપથી પણ નાના એક જ પાનામાં સુંદર અક્ષરે ઉતાર્યો હતો. એમની આવી કૃતિઓ સંગ્રહાલયમાં સાચવી લેવા જેવી છે. મારે પહેલો પરિચય શ્રી અગરચંદજી નાહટા સાથે ૧૯૫૬ની આસપાસ થયેલો. એ અરસામાં નળદમયંતી વિશે રાસકૃતિઓની હસ્તપ્રતોની જાણકારી મેળવવા માટે પત્રવ્યવહાર થયેલો. ત્યારપછી બિકાનેર એમને ઘેર જઈને રહેલો. એ પરિચય ઉત્તરોત્તર ગાઢ થતો ગયો હતો અને તે એમના સ્વર્ગવાસ સુધી રહેલો. એ વર્ષો દરમિયાન શ્રી ભંવરલાલજીને મળવાનું થયું હતું, પરંતુ શ્રી અગરચંદજીના સ્વર્ગવાસ પછી મધ્યકાલીન જૈન સાહિત્યના ક્ષેત્રમાં પૂછવા જેવું સ્થળ તે શ્રી ભંવરલાલજી હતા. એટલે એમની સાથેનો પરિચય ગાઢ થતો ગયો હતો. એમની પાસે પિતાતુલ્ય વાત્સલ્ય અનુભવવા મળતું. તેઓ મુંબઈ આવે ત્યારે મારે ઘરે શ્રી રૂપચંદજી ભણશાળી સાથે અચૂક પધારતા અને મારે કલકત્તા જવાનું થાય ત્યારે સૌથી પહેલાં એમને ઘરે કે દુકાને મળવા જવાનું થતું. અમે મળીએ એટલે પરસ્પર જૈન સાહિત્યની ગોષ્ઠી થાય. શું નવું લખ્યું, શું નવું વાંચ્યું એની વાતો થાય. શ્રી અગરચંદજી સાથે “મૃગાવતી Page #406 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ભંવરલાલજી નાહટા 3८८ ચરિત્ર ચૌપાઈ'નું સંપાદન મેં કર્યું ત્યારે એમાં શ્રી ભંવરલાલજીની મુખ્ય સહાય હતી. ત્યાર પછી શ્રી ભંવરલાલજી સાથે “થાવસ્યાસુત રિષિ ચોપાઈ'નું સંપાદન મેં કર્યું હતું. ખંભાત, રાજગૃહી, સમેતશિખર વગેરે સ્થળે જૈન સાહિત્ય સમારોહ નિમિત્તે કે જૈન ઇતિહાસ સંમેલન નિમિત્તે નાહટાજીને નિરાંતે મળવાનું થયું હતું. એક જ સ્થળે સાથે રહેવાનું હોય એટલે સાહિત્યગોષ્ઠી બરાબર જામતી. બીજા વિદ્વાનો અને સાહિત્યરસિક મિત્રો પણ જોડાયા હોય. એ વખતે શ્રી નાહટાજી પાસેથી એમના વિશાળ વાંચન અને અનુભવની ઘણી રસિક વાતો સાંભળવા મળતી. તેઓ એક બહુશ્રુત પંડિત છે એની સર્વને પ્રતીતિ થતી. ભંવરલાલજી અચ્છા કવિ પણ હતા. તેમણે નાનીમોટી વિવિધ પ્રકારની રચનાઓ કરી છે. “ક્ષણિકા'માં થોડાક શબ્દોમાં નર્મમર્મયુક્ત કથન એમણે કર્યું છે. તેઓ શીઘ્રકવિ પણ હતા. પ્રસંગ કે પરિસ્થિતિ અનુસાર તેઓ તરત કાવ્યપંક્તિઓની રચના કરતા. કેટલીક પંક્તિઓ સ્વયમેવ એમને સ્ફરતી. શ્રી નાહટાજીની સેવાઓ બિકાનેર, કલકત્તા, પાલિતાણા, દિલ્હી વગેરે સ્થળોની વિવિધ સંસ્થાઓને વિવિધ પ્રકારે મળતી રહી હતી. ધર્મ અને સાહિત્યના ક્ષેત્રે તેઓ જૈન ભવન, જૈન શ્વેતામ્બર સેવા સમિતિ, જૈન શ્વેતામ્બર પંચાયતી મંદિર, શંકરદાન નાહટા કલાભવન, અભય જૈન ગ્રંથાલય, જિનદત્તસૂરિ સેવાસંધ, ખરતરગચ્છ મહાસંઘ, રાજસ્થાની સાહિત્ય પરિષદ, દેવચંદ્ર ગ્રંથમાલા, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (હંપી), શાર્દૂલ રાજસ્થાન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરે ઘણી સંસ્થાઓમાં તેમણે હોદ્દેદાર તરીકે સેવા આપી હતી. શ્રી નાહટાજી રાજસ્થાન છોડી બંગાળમાં વેપારાર્થે કલકત્તામાં જઈને વસ્યા, પરંતુ એમણે પોતાનો પહેરવેશ, પોતાની ભાષા અને પોતાના ધાર્મિક તથા સામાજિક સંસ્કાર ન છોડ્યાં. એમના પરિવારમાં એ જ રાજસ્થાનનું વાતાવરણ જોવા મળે. શ્રી નાહટાજીની લેખનપ્રસાદી અનેક સામયિકોમાં પ્રસિદ્ધ થતી રહેતી એથી તેઓ ઘણા બધા વિદ્વાનોના સંપર્કમાં આવ્યા હતા. એ સમયના ધુરંધર વિદ્વાનો શ્રી રાહુલ સાંકૃત્યાયન, ડૉ. હજારીપ્રસાદ ત્રિવેદી, ડૉ. મોતીચંદ્ર, મુનિ Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૯) વંદનીય હૃદયસ્પર્શ જિનવિજયજી, પંડિત સુખલાલજી, પૂરણચંદ નાહર, મોહનલાલ દલીચંદ દેસાઈ, દલસુખભાઈ માલવણિયા વગેરે સાથે તેઓ અંગત ગાઢ પરિચયમાં આવ્યા હતા. શ્રી ભંવરલાલજી નાહટાનું વિવિધ સંસ્થાઓ દ્વારા ભિન્નભિન્ન સમયે અભિવાદન થયું હતું અને “સાહિત્ય વાચસ્પતિ', “જિનશાસન ગૌરવ”, “જૈન સમાજરત્ન' વગેરે પદવીઓ વડે તેઓ સન્માનિત થયા હતા. પંચાસી વર્ષની ઉંમર સુધી નાહટાજી વિવિધ કાર્યક્રમો માટે, તીર્થયાત્રા માટે પરિભ્રમણ કરતા રહ્યા હતા. એમનું શરીર એવું નિરામય, સશક્ત, ફૂર્તિમય હતું. ૧૯૯૭માં તેઓ પોતાના વતન બિકાનેર ગયા હતા કારણ કે ૫.પૂ. આચાર્ય શ્રી તુલસીજી અને ૫.પૂ. સાધ્વી શ્રી ચંદ્રપ્રભાશ્રીજીનો બિકાનેરમાં પ્રવેશ હતો. બિકાનેરના આ રોકાણ દરમિયાન એક દિવસ નાહટાજી દેરાસરમાં દર્શન કરવા જતા હતા ત્યારે પડી ગયા. પગે ફેંક્યર થયું. ઉપચાર કરાવી તેઓ કલકત્તા પાછા આવ્યા. પણ હવે એમનું જીવન ઘર પૂરતું સીમિત થઈ ગયું. અલબત્ત ઘરે તેઓ સ્વાધ્યાય, લેખન વગેરેમાં મગ્ન રહેતા. કેટલાયની સાથે તેમનો પત્રવ્યવહાર ચાલતો. મારા ઉપર પણ તેમના અવારનવાર પત્રો આવ્યા. તેઓ પોતાના નવા પ્રકાશિત ગ્રંથો મોકલાવતા. આ વર્ષો દરમિયાન એક વખત મારે કલકત્તા જવાનું થયું હતું ત્યારે હું એમને ઘરે મળવા ગયો હતો. તેઓ શારીરિક રીતે અશક્ત થઈ ગયા હતા, પરંતુ એમની માનસિક સ્કૂર્તિ અને સ્મરણશક્તિ પહેલાંના જેવી જ હતી. એમની લેખનપ્રવૃત્તિ સતત ચાલતી રહેતી. છેલ્લા થોડા કાળમાં એમનું શરીર વધુ વ્યાધિગ્રસ્ત બન્યું હતું. પરંતુ તેઓ આત્મરમણતામાં રહેતા. “તનમાં વ્યાધિ, મનમાં સમાધિ' એ એમની આધ્યાત્મિક દશા હતી. આત્મા અમર છે, દેહ નાશવંત છે એની સતત પ્રતીતિ-સંવેદના એમને રહેતી. તેઓ શ્રીમદ્ રાજચંદ્રની “આત્મસિદ્ધિશાસ્ત્રની અને અન્ય મહાત્માઓની પંક્તિઓનું રટણ કરતા રહેતા. ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ સવારે એમણે કહ્યું કે પોતાને હવે થાક બહુ લાગે છે. હવે જવાની તૈયારી છે. તે દિવસે એમને સ્તવનો, સ્તોત્રો વગેરે Page #408 -------------------------------------------------------------------------- ________________ સ્વ. ભંવરલાલજી નાહટા ૩૯૧ સંભળાવવામાં આવ્યાં. તેઓ પૂરી જાગુતિમાં હતા. સાંજે ચારેક વાગે તેઓ ધ્યાનસ્થ અવસ્થામાં આવી ગયા અને દસ મિનિટમાં એમણે દેહ છોડ્યો. એક મહાન આત્માની જીવનલીલા પૂર્ણ થઈ ગઈ. આવા આપણા સાહિત્યમનીષીને નતમસ્તકે વંદના. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ સાધુચરિત પ્રોફેસર, શેક્સપિયરનાં નાટકો અને આંગ્લ સાહિત્યના પ્રખર અભ્યાસી અને મર્મજ્ઞ વિવેચક, ગાંધીસાહિત્યના પણ ઊંડા અભ્યાસી, તેજસ્વી લેખક, સંપાદક પ્રો. ચીમનભાઈ નારણદાસ પટેલ(ચી. ના. પટેલ)નું ૮૬ વર્ષની વયે અમદાવાદમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ અવસાન થયું. તેઓ જીવનનાં પાછલાં વર્ષોમાં એટલા બધા ગાંધીજીમય થઈ ગયા હતા કે જાણે કે પોતાના અવસાન માટે ગાંધીજીના સ્વર્ગારોહણની તારીખની રાહ જોતા ન હોય ! અને ૩૦મી જાન્યુઆરી આવતાં એમણે સંકલ્પપૂર્વક દેહ છોડ્યો હોય એમ લાગે છે. સ્વ. ચી. ના. પટેલ(ત્યારે સી. એન. પટેલ)નું નામ મેં વર્ષો પહેલાં સાંભળ્યું હતું. ઈ.સ. ૧૯૫૫-૫૬ના વર્ષમાં હું મુંબઈની ઝેવિયર્સ કૉલેજ તરફથી અમદાવાદમાં નવી થતી ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એક વર્ષ માટે સેવા આપવા ગયો હતો ત્યારે મારું રહેવાનું અમારા એક વડીલના ઘરે ગોઠવાયું હતું. એમનાં દીકરી વસુબહેન (હાલ ઍડવોકેટ) ત્યારે ગુજરાત કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કરી રહ્યાં હતાં. એમના સહાધ્યાયી મિત્ર શ્રી વિનોદભાઈ ત્રિવેદી પણ અમને મળવા આવતા. તે વખતે પટેલ સાહેબ એમને ઇંગ્લિશ ભાષા-સાહિત્ય વિશે ભણાવતા. વસુબહેન અને વિનોદભાઈ હમેશાં પ્રો. ફીરોઝ દાવ૨સાહેબનાં વ્યાખ્યાનો ઉપરાંત પટેલ સાહેબનાં વ્યાખ્યાનોની પણ ભારોભાર પ્રશંસા કરતાં. ત્યારે પટેલ સાહેબ પ્રો. સી. એન. પટેલ તરીકે વધુ જાણીતા હતા. પટેલ સાહેબનું નામ ત્યારે મેં પહેલી વાર સાંભળેલું અને મળવાનું નહોતું થયું તો પણ એમના પ્રત્યે ઘણો આદરભાવ થયો હતો. જ્યારે તેઓ ગુજરાત કૉલેજમાં ઇંગ્લિશ ભાષા-સાહિત્યનો વિષય ભણાવતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓ સાથે કે અન્ય અધ્યાપકો સાથે અંગ્રેજીમાં જ વાતચીત કરતા. તેઓ ઇંગ્લિશ ભાષા પોતાની માતૃભાષાની જેમ બોલતા. એમના ઉચ્ચારો સ્પષ્ટ અને શુદ્ધ રહેતા. કોઈ સુશિક્ષિત અંગ્રેજ શિષ્ટ ઇંગ્લિશ Page #410 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ ૩૯૩ ભાષા બોલે તેવી રીતે તેઓ બોલતા. ઇંગ્લિશ ઉપર એમનું પ્રભુત્વ ઘણું સારું હતું. વળી આરંભના દિવસોમાં તો તેઓ ગુજરાતી બોલવામાં ૨ખેને ભૂલ થશે એવા ભયથી ગુજરાતી બોલવાનું ટાળતા. પરંતુ ગુજરાત કૉલેજ છોડી તેઓ અમદાવાદની એક કૉલજમાં આચાર્ય તરીકે જોડાયા ત્યારથી એમણે ગુજરાતીમાં બોલવાનું, ગુજરાતીમાં વ્યાખ્યાનો આપવાનું અને પછીથી તો ગુજરાતીમાં લખવાનું પણ ચાલુ કર્યું. પ્રો. ચી. ના. પટેલનો જન્મ અસારવા-અમદાવાદમાં ૨૩મી ડિસેમ્બર ૧૯૧૮ના રોજ થયો હતો. ત્યારે અસારવા અમદાવાદનું પરું, એક જુદું નાનું ગામ હતું. એમની કડવા પાટીદારની જ્ઞાતિના રિવાજ પ્રમાણે ચાર વર્ષની બાળવયે એમનું લગ્ન થયું હતું. પટેલ સાહેબ ભણવામાં હોશિયાર અને ઘણા આગળ વધ્યા હતા. એમણે પોતે લખ્યું છે કે ‘દુનિયાની દૃષ્ટિએ મારું લગ્ન કજોડું ગણાય એવું હતું. મારી અને પત્નીની વચ્ચે શરીર, સ્વભાવ અને શિક્ષણ એ ત્રણે બાબતો અંગે મોટું અંતર હતું.' આવા સંજોગોમાં એમનાં સ્વજનો અને મિત્રોનો આગ્રહ હતો કે એમણે બીજાં લગ્ન કરી લેવાં જોઈએ. એ જમાનામાં એક પત્નીનો કાયદો નહોતો અને એક ઉપર બીજી પત્ની કરવાની બાબત ટીકાપાત્ર ગણાતી નહિ. એમ છતાં પટેલ સાહેબે ગાંધીજી, વિવેકાનંદ વગેરેના વિચારોના પ્રભાવના બળે બીજાં લગ્ન કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. તેમણે પોતાના લગ્નજીવનમાં સ્થિરતા અનુભવી હતી. એમણે લખ્યું છે કે ‘અમારું લગ્ન કજોડું કહેવાય, પણ શરૂઆતથી જ અમારા હૃદયમાં એકબીજા માટે પ્રેમનાં ઝરણાં ફૂટ્યાં હતાં.’ નાનપણથી જ પટેલ સાહેબને જાતજાતની વસ્તુઓ જોવા-જાણવાનો અને શીખવાનો રસ હતો. નાની વયમાં તેઓ તરતાં અને સાઇકલ ચલાવતાં શીખ્યા હતા. વળી તેમને ટેનિસ રમવાનું ગમતું, શાસ્ત્રીય સંગીતનો એમણે શોખ કેળવ્યો હતો અને એ જમાનામાં રોજ રાત્રે રેડિયો પર એક કલાક શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ આવતો તે તેઓ નિયમિત સાંભળતા. તેમણે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી એવાં અનેક ચલચિત્રો જોયાં હતાં. ‘શંકરાભરણ’ નામનું તેલુગુ ચચિત્ર એમણે છ વાર જોયું હતું. પટેલ સાહેબની વિદ્યાર્થી અને અધ્યાપક તરીકે કારકિર્દી ઘણી તેજસ્વી હતી. એમના પિતા મામલતદાર તરીકે જ્યારે અંકલેશ્વરમાં હતા ત્યારે ત્યાંની Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ વંદનીય હૃદયસ્પર્શ હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિકમાં પ્રથમ નંબરે આવ્યા હતા અને શાળા તરફથી એમના બહુમાન માટે મેળાવડો થયો હતો. મેટ્રિક પછી તેઓ અમદાવાદ વધુ અભ્યાસ માટે આવ્યા હતા. ૧૯૪૦માં બી.એ.માં તેઓ ઇંગ્લિશ અને સંસ્કૃતનો વિષય લઈ દ્વિતીય વર્ગમાં આવ્યા હતા. પણ એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. પરંતુ આર્થિક સંકડામણને લીધે તેમને પુરુષાર્થ ઘણો કરવો પડ્યો હતો. અધ્યાપક તરીકે કામ કરતાં પહેલાં તેઓ ટ્યૂશનો કરતા અને બીજા પ્રકીર્ણ કામો પણ કરતા. કરકસરથી ઘર ચલાવવામાં એમનાં પત્ની સવિતાબહેનનો પણ સારો સહકાર મળતો રહ્યો હતો. સવિતાબહેન ભલાં, ભોળાં, કોમળ હૃદયનાં સદાય હસમુખા હતાં. આર્થિક તકલીફ રહ્યા કરતી હતી છતાં એમણે ક્યારેય લાચારી અનુભવી નથી. પટેલ સાહેબે એમ.એ. થયા પછી પ્રારંભમાં ગુજરાત કૉલેજમાં ઇંગ્લિશ વિષયના અધ્યાપક તરીકે ઘણાં વર્ષ સુધી કાર્ય કર્યું હતું. ત્યાર પછી એક કૉલેજમાં આચાર્ય તરીકે, ત્યાર પછી સરદાર પટેલ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે અને ત્યાર પછી દિલ્હીની “કલેટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી'માં અનુવાદક અને સંપાદક તરીકે કાર્ય કર્યું હતું. નિવૃત્ત થયા પછી તેમણે અમદાવાદમાં આવીને શેષ જીવન સ્વાધ્યાય-લેખન વગેરેમાં પસાર કર્યું હતું. ઠેઠ બાલ્યકાળથી પટેલ સાહેબની તબિયત સારી રહેતી નહોતી. વારંવાર તાવ, હરસ, આંતરડાંનો ક્ષય વગેરે બીમારીઓને કારણે તેઓ કેટલીયે વાર હૉસ્પિટલમાં જઈ આવ્યા હતા, પરંતુ તેમનું મનોબળ અદ્ભુત હતું અને જીવન જીવવામાં તેમનો રસ સક્રિય હતો. તેઓ સતત વાંચનમાં, અધ્યયનમાં અને લેખનકાર્યમાં જીવનના અંત સુધી પરોવાયેલા રહ્યા હતા. તેમનો જીવનરસ ક્યારેય સૂકાયો ન હતો. મારી વિસ્મયકથા'માં એમણે લખ્યું છે, “વૃદ્ધાવસ્થાની નિર્બળતામાં હું પ્રમાણમાં માનસિક સ્વસ્થતા ભોગવું છું તેનું કારણ મારામાં સંકલ્પબળની વિશેષતા છે એવું નથી પણ મારામાં બાળક-સ્વભાવનું એક સારું લક્ષણ રહ્યું છે. હું બાળક જેવો છું અને ઘરડો થયો તો પણ એવો જ રહ્યો છું. બાળક પોતાના રસની વસ્તુને આગ્રહપૂર્વક વળગી રહેતું નથી. એક રમકડું ન મળે કે ખોવાઈ જાય કે ભાંગી જાય તો થોડી વાર રડે, પણ પછી બીજું મળે એટલે પહેલું ભૂલી જાય. મારા સ્વભાવમાં પણ એવું કંઈક છે. સમયના પ્રવાહની Page #412 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ ૩૯૫ સાથે મારામાં નવા રસ જાગ્રત થતા રહ્યા છે અને આજ સુધી એ ચાલુ છે.’ પોતાની તબિયત અને મૃત્યુ માટેની તૈયારી વિશે ૧૯૮૫માં ‘પ્રબુદ્ધ જીવન'માં એમણે લખ્યું હતું કે, ‘મારા એક ડૉક્ટર વડીલે મને ૧૯૬૦માં કહ્યું હતું કે ‘ચીમનભાઈ, તમારા શરીરના ઘડિયાળની ચાવી ઊતરી ગઈ છે. હવે તમે જેટલું જીવો તેટલી ઈશ્વરની કૃપા.' એ કૃપા પચીસ વર્ષ ચાલી અને હજુ કંઈક ચાલશે એમ લાગે છે. મારા જીવનનો અંત જ્યારે આવે ત્યારે હું તૈયાર થઈને બેઠો છું.' ૧૯૮૫માં એમ લખ્યા પછી ઠેઠ ૨૦૦૪ના જાન્યુઆરી સુધી તેઓ આવી નાદુરસ્ત તબિયત છતાં જીવી શક્યા એ બતાવે છે કે એમની જિજીવિષા કેટલી પ્રબળ હતી. હજુ થોડા વખત પહેલાં જ એમનો પત્ર મને મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘આખો દિવસ અશક્તિ રહે છે, પરંતુ સાંજના પાંચ-છ વાગ્યા પછી હું સ્વસ્થતા અનુભવું છું.’ અમારા વડીલ ડૉ. અનામી સાહેબ દ્વારા અને પ્રો. જયંતભાઈ કોઠારી દ્વારા પટેલ સાહેબનો પ્રત્યક્ષ પરિચય મને થયો હતો. ૧૯૮૨-૮૩માં એમણે ‘પ્રબુદ્ધ જીવન’માં લેખો લખવાનું ચાલુ કર્યું ત્યાર પછી અમારી વચ્ચે નિયમિત પત્રવ્યવહાર ચાલ્યા કર્યો અને એકબીજાના ઘરે જવા-આવવાનો સંબંધ વધ્યો હતો. તેઓ પત્રવ્યવહારમાં નિયમિત હતા. સ્વ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની જેમ તેઓ પણ પોસ્ટકાર્ડનો જથ્થો પાસે રાખતા અને તરત મુદ્દાસર ટૂંકા પત્રો લખતા. ‘પ્રબુદ્ધ જીવન’માં લેખમાલા સ્વરૂપે કશું છપાતું નથી. વધુમાં વધુ ત્રણ અંકમાં લેખ પૂરો થવો જોઈએ. પરંતુ પટેલ સાહેબે જ્યારે પોતાની આત્મકથા લખવાનો પ્રસ્તાવ મારી આગળ રજૂ કર્યો ત્યારે ‘પ્રબુદ્ધ જીવન’માં અપવાદરૂપે એ પ્રગટ કરવાનો નિર્ણય કર્યો હતો. લગભગ સવા વર્ષ સુધી એમની આ આત્મકથા છપાઈ હતી. આ આત્મકથામાં એમણે પોતાના શૈશવ-યૌવનકાળનાં, અધ્યાપનકાળનાં સંસ્મરણો આલેખ્યાં છે. એમાં એવાં તાદશ ચિત્રો રજૂ થયાં છે કે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીએ આ આત્મકથા ‘મારી વિસ્મયકથા'ના નામથી પોતાના પ્રકાશન તરીકે પ્રગટ કરી હતી. વળી મારી સાથેની આત્મીયતાને કારણે ‘મારી વિસ્મયકથા' નામની એમની આ આત્મકથા ગ્રંથ સ્વરૂપે પ્રગટ થઈ ત્યારે એ ગ્રંથ પટેલ સાહેબે મને અર્પણ કર્યો હતો. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ વંદનીય હૃદયસ્પર્શ એકવડું શરીર અને નાજુક તબિયતને કારણે છેલ્લાં વર્ષોમાં તેઓ પ્રવાસ કરતા નહિ. આમ પણ એકંદરે તેમણે બહુ ઓછો પ્રવાસ કર્યો છે. ઠેઠ બાલ્યકાળથી તેમની તબિયત સારી રહેતી નહિ. પરંતુ એક વખત શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી વ્યાખ્યાનો આપવા માટે અમે નિમંત્રણ આપ્યું ત્યારે મારા આગ્રહને વશ થઈ એમણે તે સ્વીકાર્યું, પણ તેમાં સમયની, આવવાજવાની, ખાનપાનની એમ ઘણી બધી વાતોની સ્પષ્ટતા અને શરત કર્યા પછી તે સ્વીકાર્યું હતું. પહેલો અનુભવ એમને અનુકૂળ લાગ્યો એટલે બીજી-ત્રીજી વાર પણ એમણે વ્યાખ્યાનો માટે અમારું નિમંત્રણ સ્વીકાર્યું હતું. એક વાર તેઓ મુંબઈમાં અમારે ઘરે આવ્યા ત્યારે ઘરમાં સિતાર, હાર્મોનિયમ, તબલાં જોઈને એમણે પ્રશ્ન કર્યો કે સંગીતનો કોને શોખ છે? મેં કહ્યું મારો પુત્ર અમિતાભ (ઉ.વ. ૧૪) અને પુત્રી શૈલજા (ઉ.વ. ૧૬) માટે સંગીતના શિક્ષક રાખ્યા છે. શિક્ષક બંનેને ગીતો ગાતાં અને જુદા જુદા રાગ વિશે શીખવે છે તથા અમિતાભને તબલાં તથા શૈલજાને સિતાર વગાડતાં શીખવ્યું છે. એમણે શૈલજાને સિતાર વગાડવાનું કહ્યું. શૈલજાએ સિતાર સંભળાવી એથી એમણે પોતાની પ્રસન્નતા દર્શાવી હતી અને પોતાના સંગીતના શોખની વાતો કરી હતી. પટેલ સાહેબને કેટલાંક વર્ષોથી આંતરડાની તકલીફ હતી. એ અંગે તેઓ સાવધાન થઈ ગયા હતા. ખાનપાનમાં તેઓ કોઈના આગ્રહને વશ થતા નહિ. એક વાર તેઓ અમારે ઘરે પધાર્યા હતા ત્યારે ચા પીવા માટે અમે આગ્રહ કર્યો. છેવટે એમણે કહ્યું કે “ચા હું તો જ પીઉં, જો તમારા રસોડામાં જઈને મારાં પત્ની જાતે ચા બનાવે તો.” અમે એમની દરખાસ્ત સ્વીકારી. એમનાં પત્નીએ ચા બનાવી તે તેમણે પીધી હતી. પટેલ સાહેબને પાણી બરાબર ઉકાળીને પછી નીચે ઉતારીને એમાં અમુક જ પ્રમાણમાં ચાની પત્તી નાખવામાં આવે અને એમાં નહિ જેવું દૂધ હોય તો એવી ચા જ માફક આવતી હતી. એમનાં પત્ની એ પ્રમાણે બનાવતાં. પટેલ સાહેબને અધ્યાપનકાળ દરમિયાન શેક્સપિયરનાં કોઈ પણ બે નાટકો દર વર્ષે બી.એ. કે એમ.એ.ના વિદ્યાર્થીઓને ભણાવવાનાં આવતાં. આથી શેક્સપિયરનાં નાટકો એ જીવનભર એમનો અત્યંત પ્રિય વિષય રહેલો. શેક્સપિયરની સેંકડો પંક્તિઓ એમને કંઠસ્થ હતી. અમદાવાદમાં અને Page #414 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. ચી. ન. પટેલ ૩૯૭ અન્યત્ર કેટલીક સંસ્થાના ઉપક્રમે એમણે એ વિષય પર વ્યાખ્યાનો પણ આપેલાં. તદુપરાંત “ટ્રેજેડી : જીવનમાં અને સાહિત્યમાં' એ વિષય પર એમણે આપેલાં વ્યાખ્યાનો ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ થયેલાં છે. શેક્સપિયર ઉપરાંત શેલી, કીટ્સ, વર્ડ્ઝવર્થ, ટેનિસન, બ્રાઉનિંગ, રૉબર્ટ બર્ન્સ વગેરે આંગ્લ કવિઓની કવિતા કૉલેજના વિદ્યાર્થીઓને ભણાવવાનું કાર્ય વર્ષો સુધી એમણે કર્યું હતું. એટલે એ કવિઓની અનેક પંક્તિઓ પણ એમને કંઠસ્થ હતી. વાતચીતમાં પ્રસંગ અનુસાર જયારે તેઓ આવી પંક્તિઓ ટાંકતા ત્યારે એમની સ્મૃતિ અને બહુશ્રુતતા માટે આદર ઊપજતો. સંસ્કૃત ભાષામાં લખાયેલું વાલ્મીકિને રામાયણ એ પટેલ સાહેબના સ્વાધ્યાય-પરિશીલનનો એક મહત્ત્વનો ગ્રંથ જીવનભર રહ્યો હતો. એનો એમણે ગુજરાતીમાં ગદ્યસંક્ષેપ કર્યો હતો અને એ ગ્રંથસ્વરૂપે પ્રગટ થયો હતો. એ વિશે પોતાને જે કંઈ મૌલિક ચિંતન વ્યક્ત કરવા જેવું લાગ્યું તે એમણે આ ગ્રંથમાં વ્યક્ત કર્યું છે. પટેલ સાહેબનું એક સૌથી વધુ યાદગાર અને મૂલ્યવાન કાર્ય તે Collected works of Mahatma Gandhi છે. પટેલ સાહેબે આ શ્રેણીના નેવું જેટલા ગ્રંથોમાં ગાંધીજીનાં લખાણોનાં અનુવાદ અને સંપાદનનું કાર્ય કર્યું છે. એ કાર્ય કરવા માટે તેઓ કુટુંબને અમદાવાદમાં રાખીને એકલા દિલ્હી જઈને રહ્યા હતા અને હાથે રસોઈ કરીને જમતા. પરંતુ એથી એમની તબિયત બગડતી ગઈ અને લોહીની ઊલટી થતી. એટલે ચાર વર્ષ દિલ્હી રહી તેઓ અમદાવાદ પાછા ફર્યા. અમદાવાદમાં રહીને કામ કરવાની સરકાર તરફથી એમને પરવાનગી આપવામાં આવી. આમ ૧૯૬૧થી ૧૯૮૫ સુધી અને ત્યારપછી પણ દિવસ-રાત પરિશ્રમ કરીને ગાંધીજીનાં સર્વ લખાણોનું વ્યવસ્થિત રીતે, કાલાનુક્રમે એમણે સંપાદન કર્યું છે, અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે અને સાથે સાથે પોતાની સંપાદકીય નોંધો પણ લખી છે. આ ભગીરથ કાર્ય કરવાને નિમિત્તે તેઓ ગાંધીજીના જીવન અને કવન વિશે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા હતા અને એટલા જ માહિતગાર થયા હતા કે કયા વિષય પર ગાંધીજીએ ક્યાં, ક્યારે અને શું કહ્યું છે તે ચોકસાઈપૂર્વક કહી શકતા. ગાંધીજીના જીવનની કોઈ ઘટના વિશે કે ગાંધીજીના વક્તવ્ય વિશે જ્યારે કંઈ Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ * .' વંદનીય હૃદયસ્પર્શ પણ વિવાદ થાય ત્યારે એમાં પટેલ સાહેબનો અભિપ્રાય અંતિમ અને નિર્ણાયક બની રહેતો. ગાંધીજીના પુત્ર હરિલાલ વિશે જયારે વિવાદ થયો ત્યારે પટેલ સાહેબે આધાર સાથે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. ગાંધીજીનાં લખાણો વિશે વર્ષો સુધી કાર્ય કરવાને કારણે તેઓ જાણે ગાંધીજીમય થઈ ગયા હતા. એ અંગે એમણે લખ્યું છે, “મને આંતરડાનો ક્ષય થયો ત્યારે ડૉક્ટરે મને રમૂજમાં કહ્યું હતું, “પટેલ, તમને ગાંધી વાઈરસનો રોગ લાગુ પડ્યો છે. (એટલે કે ગાંધીજીના વિચારોનો ચેપ લાગુ પડ્યો છે.) ગાંધીજીની જેમ આ ખવાય અને આ ન ખવાય એમ કરી તમે તમારું શરીર બગાડ્યું છે.' ડૉક્ટરનું નિદાન ખરું હતું, પણ પૂરું નહિ.' પણ બીજા એક અર્થમાં મને ખરેખર ગાંધી વાઇરસનો રોગ લાગુ પડ્યો છે. એની એક નિશાની એ છે કે મારા દરેક લેખમાં કંઈ ને કંઈ સંદર્ભમાં ગાંધીજીનો ઉલ્લેખ આવવાનો. મને એ ચેપ ન લાગ્યો હોત તો મારું જીવન કઈ દિશામાં વળ્યું હોત અને કેવું વેડફાઈ ગયું હોત એની હું કલ્પના નથી કરી શકતો.” ઇંગ્લિશ ભાષાનું લેખનકાર્ય કરવું એ એમને માટે સહજ હતું. એમણે Moral and social Thinking in Modern Gujajat નામનો ગ્રંથ લખ્યો છે જે ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)એ પ્રગટ કર્યો છે. તદુપરાંત Mahatma Gandhi in his Gujajati Wjitings નામનો ગ્રંથ દિલ્હીની સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યો છે. પટેલ સાહેબનું ચિંતન અત્યંત વિશદ હતું. વર્ષોથી ઉત્તમ સાહિત્યના પરિશીલનથી એમની દૃષ્ટિ અત્યંત માર્મિક તથા ઝીણી ઝીણી ભેદરેખાઓ દર્શાવવા જેવી સૂક્ષ્મ બની હતી. વાલ્મીકિ રામાયણ વિશેનાં તેમનાં અવલોકનો અને અભિપ્રાયોમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે. વળી ગુજરાતી સાહિત્યમાં તેમનું અવલોકન બહુ સૂક્ષ્મ રહેતું. એક વખતે મારા ઘરે ચર્ચા થતી હતી ત્યારે એમણે વિધાન કરેલું કે ‘ઉમાશંકર જોષીની “વિશ્વશાન્તિ' નામની સુપ્રસિદ્ધ કવિતા એ બુદ્ધિની નીપજ છે, હૃદયની નહિ.' પટેલ સાહેબ “નવનીત-સમર્પણ'માં આવતી “પાસપૉર્ટની પાંખે' નામની મારી પ્રવાસ-લેખમાળા નિયમિત વાંચતાં અને પોતાનો આનંદ પત્રમાં વ્યક્ત કરતા. એટલે જ “પાસપોર્ટની પાંખે'નો બીજો ભાગ-ઉત્તરાલેખન જ્યારે પ્રગટ થયો ત્યારે એમણે એમાં “મૃતિની પાંખે' નામની પ્રસ્તાવના લખી આપી હતી. Page #416 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ ૩૯૯ પટેલ સાહેબના જીવનમાં અત્યંત સાદાઈ હતી અને જીવનનાં છેલ્લાં વર્ષોમાં તો તે વધુ જોવા મળતી હતી. છેલ્લે ત્રણેક વખત હું અમદાવાદમાં એમને મળવા એમના નીલકંઠ પાર્કના ઘરે ગયો હતો ત્યારે તેઓ ઘરમાં ઉઘાડા શરીરે માત્ર ખાદીની અડધી ચડ્ડી પહેરીને બેઠા હોય. એ ચડી પણ ધોબીની ધોયેલી, સફેદ બાસ્તા જેવી ઇસ્ત્રીવાળી ચડી નહિ, એક ગાંધીવાદીને શોભે એવી હાથે ધોયેલી સાધારણ ચડી. શિયાળો હોય તો જરૂર પૂરતાં ગરમ કપડાં તેઓ પહેરતાં, પરંતુ એમનાં વસ્ત્રોમાં કશી ટાપટીપ નહિ. તેઓ સહજ રીતે રહેતા. કોઈ મળવા આવ્યું હોય તો પણ તેઓ અડધી ચડ્ડી પહેરીને બેસતાં સંકોચ અનુભવતા નહિ. વસ્તુતઃ અનૌપચારિકતા, સાદાઈ, અલ્પ પરિગ્રહ, ત્યાગ, વૈરાગ્ય વગેરે તેમના જીવનમાં બરાબર વણાઈ ગયેલાં હતાં. ગાંધીજીનો એમના જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પડ્યો હતો. થોડા વખત પહેલાં એમનાં પત્નીના અવસાન વખતે હું એમને મળવા ગયો ત્યારે પણ તેઓ અડધી ચડ્ડી પહેરીને બેઠા હતા અને એવા જ સ્વસ્થ હતા. એમનાં સંતાનો અને તેમાં એમની વિશેષતઃ પુત્રી દીનાબહેન એમનું ઘણું ધ્યાન રાખતાં. પટેલ સાહેબ રોજ રેડિયો પર ત્રણચાર કલાક શાસ્ત્રીય સંગીત સાંભળતાં. પરંતુ પત્નીના અવસાન પછી રેડિયો ન સાંભળવાની એમણે પ્રતિજ્ઞા લીધી હતી. અત્યંત પ્રવૃત્તિશીલ અને સક્રિય જીવન જીવનાર શ્રી પટેલ સાહેબે વાનપ્રસ્થાશ્રમમાં નિવૃત્ત જીવન જીવવાનું ચાલુ કર્યું ત્યારે એમણે લખેલું કે હું મારા આંતરજીવનની દિશા બદલવાનો પ્રયત્ન કરી રહ્યો છું. વળગણો, અધ્યાસો અને માથા ઉપરનો ભાર ઓછો કરતો જાઉં છું. છાપાં વાંચવાનાં બંધ કર્યા છે. મનને ગમે તે જ વાંચું છું. નવું જ્ઞાન મેળવવાની દષ્ટિએ કંઈ વાંચતો નથી અને અગાઉથી વિચાર કરીને તૈયારી કરવી પડે એવું બોલવાનું કે લખવાનું કોઈ આમંત્રણ ન સ્વીકારવાનો સંકલ્પ કર્યો છે.' પટેલ સાહેબની શૈક્ષણિક અને સાહિત્યિક સિદ્ધિઓની વખતોવખત કદર થતી રહી હતી. કૉલેજકાળમાં તેમને પારિતોષિકો અને શિષ્યવૃત્તિઓ સાંપડ્યાં હતાં. અધ્યાપનક્ષેત્રે એમણે કરેલા શ્રેષ્ઠ પ્રદાન માટે ગુજરાત સરકારનો એવૉર્ડ મળ્યો હતો. સાહિત્ય માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો અને ૧૯૮૩માં સાહિત્ય પરિષદના અધિવેશનમાં તેમને વિવેચન વિભાગના Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અંગ્રેજી ભાષા અને સાહિત્યના અધ્યયન અને અધ્યાપનને કારણે પટેલ સાહેબમાં શિસ્તપાલન, સમયપાલન, કાર્યવ્યવસ્થા, વહીવટી સૂઝ, ચોકસાઈ વગેરે બ્રિટિશ નાગરિકમાં હોય એવા ગુણો ખીલ્યા હતા. (આ ગુણો ભારતીય નાગરિકમાં ન હોય એવું નથી. પણ વર્તમાન સમયમાં સરકારી તંત્રમાં જે શિથિલતા, પ્રમાદ, ભ્રષ્ટાચાર, ગેરશિસ્ત વગેરે જોવા મળે છે એ સંદર્ભમાં બ્રિટિશ ગુણોની વાત છે.) પટેલ સાહેબે આઝાદી પહેલાંનાં ત્રીસેક વર્ષ બ્રિટિશ શાસન નિહાળેલું અને એમના ગ્રૅજ્યુએટ પિતાશ્રી સરકારી નોકરીમાં હતા અને મામલતદાર અને આસિસ્ટન્ટ કલેક્ટરના પદ સુધી પહોંચ્યા હતા. એટલે ગુલામ અને સ્વતંત્ર એમ બંને ભારતમાં જીવવાનો પટેલ સાહેબને જે લાભ મળ્યો એથી બંનેની ઉત્તમ ખાસિયતો તેમના જીવનમાં જોવા મળતી હતી. વંદનીય હૃદયસ્પર્શ પટેલ સાહેબના અવાજમાં મૃદુતાનો અને વાત્સલ્યભાવનો એક વિશિષ્ટ લહેકો હતો. તેઓ વાત કરે તો એટલી પ્રસન્નતાપૂર્વક કરે કે એમના હાવભાવ પરથી પણ તે આપણને સમજાય. બાળપણમાં પટેલ સાહેબને ઘરમાં ‘બબુ’ કહીને બોલાવતાં, ત્યારપછી પટેલ સાહેબ પહેલાં સી.એન.પટેલ, પછી ચીમનભાઈ પટેલ અને પછી ચી. ના. પટેલ તરીકે ઓળખાયા. પટેલ સાહેબે બહુ નિખાલસપણે કહ્યું છે કે પોતાનું નામ ચીમનભાઈ પટેલ, પરંતુ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની સામે એક વખત આંદોલન ચાલ્યું હતું અને પ્રજામાં તેઓ અપ્રિય થઈ ગયા હતા એટલે તે વખતે નામસામ્ય ન રહે એ આશયથી એમણે પોતાનું નામ ‘ચીમનભાઈ પટેલ' લખવાને બદલે ‘ચી. ના. પટેલ' લખવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારથી આ નામ જ રૂઢ થઈ ગયું. કેટલાક તો એમને માટે ‘પટેલ' શબ્દ ન ઉચ્ચારતાં માત્ર ‘ચી.ના.’ જ ઉચ્ચારતા. જીવનના પૂર્વાર્ધમાં અંગ્રેજી પ્રમાણે ‘સી.એન.’ તરીકે જેમ તેઓ જાણીતા હતા તેમ ઉત્તરાર્ધમાં ચી.ના. તરીકે જાણીતા રહ્યા હતા. સી. એન.માંથી ચી.ના. કરવાનું સૂચન શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલું. જેમ નામમાં તેમ પહેરવેશ, દેખાવ વગેરેમાં પટેલ સાહેબમાં પરિવર્તન આવતું ગયું હતું. સ્કૂલમાં હતા ત્યાં સુધી ખમીસ અને અડધી ચડ્ડી પહેરતા. કૉલેજમાં શર્ટ-પેન્ટ પહેરતા. અધ્યાપક થયા ત્યારે સૂટ પહેરતા. પછી ખાદીનાં Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ લાંબો ડગલો અને ધોતિયું અને ગાંધીટોપી પહેરતા, પછી પહેરણ, પાયજામો, ટોપી અને બંડી પહેરતા. છેલ્લાં વર્ષોમાં એમણે મૂછદાઢી ઉગાડેલાં એટલે કોઈ ઋષિમુનિ જેવા લાગતા. આમ પણ તેઓ ભારતીય પરંપરાના મનીષી હતા. સાધુચરિત પ્રો. ચી. ના પટેલના અવસાનથી ગાંધીયુગની અને ગાંધીજીની ભાવનાને ચરિતાર્થ કરતી એક તેજસ્વી, નિષ્ઠાવાન પ્રતિભા વિલીન થઈ ગઈ. ગાંધીજી વિશે સ્વાનુભવની વાતો કરનારા આવા મહાનુભાવો હવે ક્યારે મળશે ? પ્રભુ એમના આત્માને શાંતિ આપો ! એમના પુણ્યાત્માને નત મસ્તકે વંદન ! Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ એકાંતપ્રિય, અલિપ્ત અને અજ્ઞાત રહેવાની ભાવનાવાળા અને જીવનનાં છેલ્લાં વર્ષોમાં અજ્ઞાતવાસમાં રહેલા વિદ્વાન લેખક અને કવિ, સત્યનિષ્ઠ, મૂલ્યનિષ્ઠ ગાંધીભક્ત, આજીવન ખાદીધારી પ્રો. ડૉ. તનસુખભાઈ ભટ્ટનું કેટલાક સમય પહેલાં પૂનામાં અવસાન થયું હતું. પોતે દેહ છોડે ત્યારે સ્મશાનયાત્રા માટે માત્ર બે કે ત્રણ વ્યક્તિને કહેવું એવી સૂચના એમણે પોતાની દીકરી ચિ. ક્ષિતિજાને આપી હતી. એમની સૂચનાનુસાર શબવાહિનીમાં એમના મૃતદેહને સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો. અગ્નિસંસ્કાર વખતે ક્ષિતિજા સહિત ફક્ત પાંચ વ્યક્તિ ઉપસ્થિત રહી હતી. ક્ષિતિજાએ અગ્નિસંસ્કાર કર્યા હતા. તનસુખભાઈની ઇચ્છા પ્રમાણે બીજે દિવસે એમનાં અસ્થિ પૂના પાસેની નદીઓ – મૂળા અને મૂઠાના સંગમમાં પધરાવવામાં આવ્યાં હતાં. તનસુખભાઈએ પોતાના અવસાનના સમાચાર જણાવવા માટે પોતાની ડાયરીમાં જે પાંચ-છ નામ લખ્યાં હતાં તેમાં મારું નામ પણ હતું. એ પ્રમાણે બહેન ક્ષિતિજાએ મને પત્ર લખ્યો હતો, પરંતુ પોતાનું સરનામું લખ્યું નહોતું એટલે કેવી રીતે સંપર્ક કરવો તેની મૂંઝવણ હતી. પરંતુ મિત્રો દ્વારા તપાસ કરીને છેવટે ફોનથી ક્ષિતિજોનો પૂના સંપર્ક કર્યો ત્યારે બધી વિગત જાણવા મળી હતી. તનસુખભાઈ એટલે એક એવી વ્યક્તિ કે કિશોરાવસ્થા અને ઊગતી યુવાનીમાં જેમના જીવનનું ઘડતર મહાત્મા ગાંધીજીએ કર્યું હતું. તનસુખભાઈએ લગભગ ૯૩ વર્ષ જેટલું આયુષ્ય ભોગવ્યું, પણ એમના જીવનનો રાહ સીધી સરળ વિકાસ-ગતિએ ચાલ્યો નહિ, જીવનના મધ્યાહન કાળે કેટલાક કટુ અનુભવો થતાં તેઓ અલિપ્ત અને અંતર્મુખ થતા ગયા. અન્યાય કરનારાઓ પ્રત્યે તેઓ આક્રમક બન્યા નહિ, વેર લેવાની વૃત્તિ રાખી નહિ, પણ પોતાની જાતને સંકોચતા ગયા. તેઓ ઉત્તર વયમાં સમાજથી એટલા બધા અલિપ્ત રહેવા લાગ્યા હતા કે પછીથી તો એવી રીતે રહેવું તે Page #420 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ એમની જાણે એક ગ્રંથિ બની ગઈ હતી. તનસુખભાઈ અમદાવાદ છોડી મુંબઈ આવ્યા ત્યારથી તે તેઓ ૧૯૯૭માં પોંડિચેરી ગયા ત્યાં સુધી હું એમના સંપર્કમાં રહ્યો હતો. તેઓ પોતાની અંગત વાતો મને કરતા અને કોઈ પ્રશ્ન હોય તો મારી સાથે વિચારવિનિમય કરતા. મહાત્મા ગાંધીજીનાં દૂરથી થોડીક ક્ષણો માટે દર્શન કરવાની તક મળે તો પણ માણસ પોતાને ભાગ્યશાળી માને એવા એ દિવસોમાં જો ગાંધીજીની સાથે સતત સાત-આઠ વર્ષ રહેવા મળ્યું હોય તો એવી વ્યક્તિ તો કેટલી બધી ભાગ્યશાળી ગણાય. તનસુખભાઈ ભટ્ટ એવા ભાગ્યશાળી હતા કે જેમને ગાંધીજી નામ દઈને બોલાવતા, છતાં તનસુખભાઈનાં વાણી-વર્તનમાં ક્યારેય એ વિશે હુંપદનો રણકાર સાંભળવા મળ્યો નથી. તનસુખભાઈ મહાત્મા ગાંધીજી સાથે ૧૯૩૦માં દાંડીયાત્રામાં પણ જોડાયા હતા. ૪૦૩ તનસુખભાઈએ ‘દાંડીયાત્રા’ નામનું કાવ્ય લખ્યું ન હોત તો ૧૯૩૦માં ગાંધીજીએ સાબરમતી આશ્રમ(સત્યાગ્રહ આશ્રમ)માંથી પોતાના સાથીદાર તરીકે જે ૮૦ જેટલી ખડતલ વ્યક્તિઓની પસંદગી કરી હતી તેમાં ઓગણીસ વર્ષના તનસુખભાઈ પણ હતા એની આપણને ખબર હોત કે કેમ એ પ્રશ્ન છે. તનસુખભાઈનો જન્મ ૨૧મી માર્ચ ૧૯૧૧માં સૌરાષ્ટ્રમાં વેકરિયા ગામમાં થયો હતો. એમની માતાનું નામ પાર્વતીબહેન. એમના પિતાનું નામ પ્રાણશંકર ભટ્ટ. પ્રાણશંકર ભટ્ટને ત્રણ પુત્રો હતા – હરિહર, તારાનાથ અને તનસુખ. પ્રાણશંકર પોતે સુશિક્ષિત હતા અને એમણે પોતાનાં ત્રણે સંતાનોને સારી કેળવણી આપી હતી. તેઓ આધુનિક વિચારધારાના હતા. એમણે પોતાના એક દીકરાનું નામ બંગાળી રાખ્યું હતું તારાનાથ. એમણે તનસુખભાઈને થોડો વખત કાશી મોકલ્યા હતા, સંસ્કૃત ભાષા ભણવાને માટે. નવ-દસ વર્ષની ઉંમરે તનસુખભાઈ ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમમાં વિદ્યાર્થી તરીકે જોડાયા હતા. એમના મોટા ભાઈ હિરહર ભટ્ટ પણ ત્યારે ત્યાં શિક્ષક તરીકે કામ કરતા હતા. રિહર ભટ્ટે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ ‘એક જ દે ચિનગારી, મહાનલ', એ કાવ્યથી જાણીતા થયા હતા. Page #421 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ વંદનીય હૃદયસ્પર્શ ૧૯૨૫ પછી તનસુખભાઈએ દક્ષિણામૂર્તિમાં શિક્ષણ લીધું હતું. ત્યાં તેમની કવિત્વશક્તિ ખીલી હતી. ત્યાં કવિ શ્રીધરાણી એમના સમકાલીન મિત્ર હતા. પોતાના કાવ્યસર્જન વિશે તનસુખભાઈએ પોતાના કાવ્યસંગ્રહ કાવ્યલહરી'ના નિવેદનમાં લખ્યું છે : “સત્યાગ્રહ આશ્રમમાં શ્રી નરહરિભાઈ પરીખ, જુગતરામભાઈ દવે તથા સ્વ. ચંદ્રશંકરભાઈ શુક્લના વર્ગોમાં જ કવિતા વિશે અભિરુચિ ઉત્પન્ન થઈ હતી. તે દક્ષિણામૂર્તિમાં કાવ્યલેખનમાં પરિણમી.” કવિતાલેખનના સૂક્ષ્મ સંસ્કારો મારામાં સુષુપ્ત દશામાં પડ્યા હશે. દક્ષિણામૂર્તિ ભવનના કાવ્યોત્તેજક વાતાવરણમાં તે ખીલી નીકળ્યા. સંસ્કાર જેટલું જ મહત્ત્વ વાતાવરણને પણ અપાય છે, એ દૃષ્ટિએ જોતાં મારા સુષુપ્ત સંસ્કારોને આવિર્ભાવ આપીને કાવ્યલેખન કરવાની પ્રેરણાનો સકલ યશ દક્ષિણામૂર્તિ ભવનને જ ઘટે છે.' તનસુખભાઈએ આરંભમાં કેટલુંક લેખનકાર્ય યાત્રીના ઉપનામથી અને કેટલુંક “સુરેન્દ્ર ભટ્ટાચાર્ય'ના નામથી કર્યું હતું. જોકે પછીના સમયમાં તેઓ પોતાના નામથી જ લખતા રહ્યા હતા. તેમનાં કાવ્યો તે જમાનામાં કુમાર” અને “પ્રસ્થાનમાં પ્રગટ થતાં. મુક્તકનો કાવ્ય-પ્રકાર એમને વધુ પ્રિય હતો. દુહા ઉપર એમનું પ્રભુત્વ સવિશેષ હતું. સંસ્કૃત ભાષણ ઉપરના પ્રભુત્વને લીધે એમની કવિતામાં સંસ્કૃત શબ્દોનો ઉપયોગ અર્થના ગાંભીર્યમાં વૃદ્ધિ કરે છે અને એમની વાણીને શિષ્ટતા અને રમણીયતા અર્પે છે. આ વર્ષો દરમિયાન તનસુખભાઈએ શાસ્ત્રીય સંગીતનો વ્યવસ્થિત અભ્યાસ કરી લીધો હતો. રાગ-રાગિણીની તેમની જાણકારી સરસ હતી. તેઓ કોઈ વાંજિત્ર વગાડતા નહિ, પણ ગાતા સારું. દક્ષિણામૂર્તિમાં શિક્ષણ લીધા પછી તનસુખભાઈ પાછા સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા હતા. ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીયાત્રાનું વિચાર્યું ત્યારે તનસુખભાઈની ઉંમર ઓગણીસ વર્ષની હતી. તેઓ દાંડીયાત્રામાં જોડાયા અને પછી સત્યાગ્રહની ચળવળમાં ભાગ લીધો. સત્યાગ્રહને પરિણામે તનસુખભાઈએ ત્રણ વખત કારાવાસ સેવ્યો હતો. એક વખત એમની સાથે જેલમાં એમના મોટા ભાઈ હરિહર ભટ્ટ હતા. એક વખત તો પ્રાણશંકર ભટ્ટ અને એમના ત્રણ દીકરાઓ હરિહર, તારાનાથ અને તનસુખભાઈ – એમ Page #422 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૪૦૫ ચારેય એક જ વખતે જુદી જુદી જેલમાં હતા. પ્રાણશંકર ભટ્ટ અને એમના કુટુંબે સ્વાતંત્ર્યની લડતમાં કેટલો ભોગ આપ્યો હતો તે આના પરથી જોઈ શકાશે. એને પરિણામે તનસુખભાઈનો શાળા-કૉલેજનો અભ્યાસ નિયમિત રહ્યો નહોતો. તેઓ ૧૯૩૫માં ચોવીસ વર્ષની વયે મેટ્રિક થયા હતા. પછી તેઓ અભ્યાસ કરવા મુંબઈ આવ્યા હતા અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા હતા. એમના વખતમાં કૉલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ હેમિલ્ટન હતા. કૉલેજમાં તનસુખભાઈ એક તેજસ્વી વિદ્યાર્થી હતા. તેઓ ૧૯૪૦માં બી.એ. થયા હતા. દરમિયાન તેઓ અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા સી.એન. વિદ્યાવિહારમાં શિક્ષક તરીકે જોડાયા હતા. ૧૯૪૩માં ગુજરાત વિદ્યાસભામાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈ તેઓ મુંબઈ યુનિવર્સિટીના એમ.એ. થયા હતા. તેઓ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં આવ્યા હતા. તે વખતે એમની સાથે ડૉ. ભોગીલાલ સાંડેસરા, પ્રો. રામપ્રસાદ શુક્લ અને પ્રો. ઉપેન્દ્ર પંડ્યા પણ પ્રથમ વર્ગમાં આવ્યા હતા. વડોદરાના ડૉ. રણજિતભાઈ પટેલ ત્યારે અમદાવાદમાં હતા. તેઓ પણ એમ.એ.ની તૈયારી કરી રહ્યા હતા. તેમને તનસુખભાઈની સાથે ગાઢ મૈત્રી થઈ હતી. એ મૈત્રી ઘણાં વર્ષ સુધી, ૧૯૯૭માં તનસુખભાઈ પોંડિચેરી ગયા ત્યાં સુધી રહી હતી. યુવાન વયે તનસુખભાઈ ક્રિકેટના સારા ખેલાડી હતા. ટેસ્ટ મેચ જોવા તેઓ બેબોર્ન સ્ટેડિયમમાં જતા. પાછલાં વર્ષોમાં ટી.વી. પર મૅચ જોવાનું તેઓ ચૂકતા નહિ. તનસુખભાઈએ ત્રીસ વર્ષની વયે ૧૯૪૧માં મેં પાંખો ફફડાવી' નામની નાનકડી આત્મકથા લખી હતી. એમાં શૈશવકાળનાં સંસ્મરણો આત્મકથનાત્મક શૈલીએ લખાયાં છે. આ આત્મકથા “કુમાર”માં ક્રમશઃ પ્રગટ થઈ હતી. એમાં જીવનનાં થોડાંક વર્ષોની જ વાત હોવાથી આત્મકથા નાની બની હતી. એની પ્રસ્તાવના કવિ ઉમાશંકર જોષીએ લખી હતી. તનસુખભાઈનાં કાવ્યો મુખ્યત્વે “કુમાર” અને “પ્રસ્થાન' માસિકમાં છપાયાં હતાં. એંસી જેટલાં આ કાવ્યોનો સંગ્રહ “કાવ્યલહરી તૈયાર થયો ત્યારે એની પ્રસ્તાવના એમના વિદ્યાગુર પ્રકાંડ વિદ્વાન શ્રી રસિકલાલ પરીખે લખી આપી હતી. આ કાવ્યસંગ્રહમાં મુખ્યત્વે ગેય કાવ્યો છે, છંદોબદ્ધ કાવ્યો ઓછાં Page #423 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ વંદનીય હૃદયસ્પર્શ છે. આ બધાં કાવ્યોમાં મુક્તકો છે, અંજલિ-કાવ્યો પણ છે. સ્વ. રસિકલાલ પરીખે પ્રસ્તાવનામાં નોંધ્યું છે તેમ ‘કવિ જુવાન છે, પણ ‘કાવ્યલહરી’માં યૌવનને સુલભ અને ગુજરાતી કવિતાને મલકાવી દેતી સ્ત્રીપુરુષના પ્રેમની કવિતા નથી. આ કવિનો સ્થાયીભાવ પરમાત્મરતિનો છે. એક પક્ષે સાધુસંતોના વહેણમાં તો બીજે પક્ષે ગાંધીયાન દ્વારા તે મૂર્ત થાય છે.’ ઉત્તરાવસ્થામાં તનસુખભાઈનાં બે નાનાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. ૧૯૭૭માં ‘અતીતના અનુસંધાનમાં' પ્રકાશિત થયેલું. એમાં સુંદર રેખાચિત્રો છે. ૧૯૮૧માં આશ્રમમાં પોતે રહેલા એ સમયનાં સંસ્મરણો છે. ત્યાર પછી ‘દાંડીયાત્રા’ ખંડકાવ્ય અને ગાંધીજીના જીવન વિશે મહાકાવ્ય ‘મહાત્માયન' પ્રગટ થયું હતું. આ મહાકાવ્યની જેટલી નોંધ ગુજરાતમાં લેવાવી જોઈએ તેટલી લેવાઈ નથી. સમાજસેવા એ તનસુખભાઈની એક મનગમતી પ્રવૃત્તિ હતી. અમદાવાદમાં હતા ત્યારે તેઓ સમાજસેવાના કાર્યમાં ઘણા સક્રિય રહેતા. તેમણે અમદાવાદની ‘જ્યોતિસંઘ’ નામની સંસ્થામાં ગુલઝારીલાલ નંદા સાથે કેટલોક વખત કામ કર્યું હતું. (મુંબઈ આવ્યા પછી તેઓ કૅન્સર માટેની એક સામાજિક સંસ્થામાં પોતાનો સમય આપતા.) તનસુખભાઈનું નામ મેં સૌથી પહેલું સાંભળ્યું હતું ૧૯૪૪માં, મેટ્રિક પાસ કરીને હું કૉલેજમાં દાખલ થયો ત્યારે મુંબઈ ભણવા આવેલા અમદાવાદની સુપ્રસિદ્ધ શાળા સી. એન. વિદ્યાવિહારના કેટલાક સહાધ્યાયી મિત્રો પોતાના શિક્ષક તનસુખભાઈ ભટ્ટની બહુ પ્રશંસા કરતા. ત્યારે યુવાન તનસુખભાઈ વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. તેઓ ઘણા વિદ્યાર્થીઓને નામથી ઓળખતા અને શાળા છોડી જાય તે પછી પણ તેઓની સાથે પત્રવ્યવહારથી સંપર્ક રાખતા. એ જમાનામાં અમદાવાદના શિક્ષકોમાં તનસુખભાઈનું નામ મોટું હતું. સી.એન.માં ભણાવતાં જ એમણે એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેઓ એક તેજસ્વી વિદ્યાર્થી અને તેજસ્વી શિક્ષક હતા. ત્યાર પછી મારે તનસુખભાઈનો અંગત સંપર્ક થયો ૧૯૪૯-૫૦માં. ત્યારે હું એમ.એ.માં અભ્યાસ ગુજરાતી વિષય લઈને કરતો હતો. તેઓ અમદાવાદ છોડી મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા. તેઓ એમ.એ.ના અમારા વર્ગ પણ લેતા. ત્યારે સિદ્ધાર્થ Page #424 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૪૦૭ કૉલેજને પોતાનું મકાન નહોતું. મરીન લાઇન્સ પર લશ્કરી બેરેકના ખાલી પડેલા ઓરડાઓમાં કામચલાઉ વ્યવસ્થા થયેલી. દર અઠવાડિયે એક વાર અધ્યાપક પોતાની કૉલેજમાં એમ.એ.ના વર્ગ લેતા. ત્યારે તનસુખભાઈ ખાદીનાં કપડાં–રંગીન કોટ અને સફેદ પેન્ટ તથા ખાદીની આછા ચૉકલેટી રંગની ટાઈ પહેરતા. ચુસ્ત ગાંધીવાદી હોવાને કારણે કોટ-પેન્ટ-ટાઈ પહેરવાં એમને ગમતાં નહિ, પણ મુંબઈના તે કાળના અધ્યાપકીય જીવનમાં તેમ કરવાની ફરજ પડી હતી. મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં તેઓ સંસ્કૃત અને ગુજરાતી એમ બે વિષયો ભણાવતા. વર્ગમાં અધ્યાપન કરાવવા માટે તેઓ પૂરા સજ્જ થઈને આવતા. તેઓ સારું ભણાવતા. શરૂઆતમાં વર્ગો મોટા રહેવાને કારણે તેમને ઉચ્ચ સ્વરે બોલવું પડતું, પણ પછી બી.એ.ના ગુજરાતી વિષયના વર્ગોમાં ઓછા વિદ્યાર્થીઓ હોવાને કારણે એવા ઉચ્ચ સ્વરે બોલવાનું રહેતું નહિ. તેમણે કેટલાયે વિદ્યાર્થીઓને ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યમાં રસ લેતા કર્યા હતા. પરંતુ આ વર્ષો દરમિયાન એમની આસપાસ ખટપટ અને તેજોદ્વેષના વાતાવરણની એમના ચિત્ત ઉપર માઠી અસર થઈ હતી. તનસુખભાઈ અમદાવાદમાં સી.એન. વિદ્યાવિહારમાં શિક્ષક હતા ત્યારથી જ તેઓ અમદાવાદના નામાંકિત કવિઓ-શિક્ષકોના તેજોદ્વેષના ભોગ બનેલા. તનસુખભાઈને એમના સત્યપ્રિય સ્વભાવને કારણે સહન ઘણું કરવું પડ્યું હતું. પછીથી તો તેઓ મુંબઈની સિદ્ધાર્થ કૉલેજમાં અધ્યાપક તરીકે આવ્યા ત્યારે એ તેજોદ્વેષ મુંબઈમાં અધ્યાપકીય વર્તુળમાં પ્રસર્યો હતો, કારણ કે એમના કરતાં ઉંમરમાં નાના અને ઓછી શૈક્ષણિક યોગ્યતાવાળા કેટલાક અધ્યાપકોને ઊંચાં સ્થાન મળી ગયાં હતાં. આ બધાની જાણે-અજાણ્યે તનસુખભાઈના ચિત્ત ઉપર માઠી અસર થઈ હતી. પરિણામે તેઓ બધાથી અળગા, અતડા રહેવા લાગ્યા. તેઓ કોઈની ખુશામત કરવામાં માનતા નહિ. પછી તો એમની પ્રકૃતિ પણ સંરક્ષણાત્મક બની ગઈ. તેઓ સમાજમાં બહુ ભળતા નહિ. કવિ ડૉ. રણજિતભાઈ પટેલ (અનામી) સાથે તનસુખભાઈને સારો સંબંધ રહ્યો હતો અને તેઓ વચ્ચે પત્રવ્યવહાર પણ થતો. અનામી કરતાં તનસુખભાઈ ઉંમરમાં થોડા મોટા હતા. અનામી સાહેબે મને લખ્યું હતું કે Page #425 -------------------------------------------------------------------------- ________________ ४०८ વંદનીય હૃદયસ્પર્શ ભટ્ટ સાહેબ સારા અધ્યાપક હોવા છતાં પણ કોણ જાણે એમનાં મોટાભાગનાં સમય-શક્તિ ભાતભાતની ખટપટોનો સામનો કરવામાં ગયાં છે. અમદાવાદમાં સી.એન. વિદ્યાવિહારમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં ગાંધી આશ્રમના નિવાસને પ્રતાપે આ બધું ઝર તેઓ જીરવી શક્યા હતા એમ મને લાગે છે.' સિદ્ધાર્થ કૉલેજમાં પોતે જોડાયા ત્યારથી તે નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ એ જ કૉલેજમાં ભણાવતા રહ્યા હતા. તેઓ ભણાવતા સારું પણ વિદ્યાર્થીઓમાં બહુ ઓછા ભળતા. નાના વર્ગમાં ભણાવતા હોય ત્યારે હેતુપૂર્વક આંખો મીંચીને બોલતા. સદૂભાગ્યે અધ્યાપક તરીકે એમની નોકરી સુરક્ષિત હતી અને પત્ની વસંતબહેનની પણ અધ્યાપિકા તરીકેની નોકરીમાં પણ કોઈ પ્રશ્ન નહોતો. એટલે આજીવિકાની દૃષ્ટિએ તેઓ નિશ્ચિત હતા. તેઓને કોઈની ગરજ ભોગવવી પડે એવું નહોતું. એટલે સંબંધો બાંધવા–ટકાવવાની બાબતમાં તેઓ નિસ્પૃહી, નિરુત્સાહી હતાં. છેલ્લાં વર્ષોમાં તો તેઓ કોઈની સાથે સંપર્ક રાખવા ઉત્સુક નહોતા. પહેલાં અવારનવાર તેઓ મને પત્રો લખતા, અથવા હું એમને ઘરે મળવા જતો. પણ પછીથી મને પણ એમનો સંપર્ક ન રાખવા માટે કહ્યું હતું. અલબત્ત મારા પ્રત્યે એમને સદૂભાવ ઘણો હતો અને મળવા જાઉં તો પ્રેમથી બધી વાતો કરતા. સંસ્કૃત ભાષા ઉપર તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. કાલિદાસ વગેરેનાં મહાકાવ્યો ઉપરાંત ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ગીતા, ભાગવતપુરાણ એમણે મૂળ સંસ્કૃતમાં વાંચ્યાં હતાં. એક વખત શ્રીકૃષ્ણ વિશે કોઈક ભાઈએ “મુંબઈ સમાચાર'માં ચર્ચાપત્ર લખીને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્યારે “ભગવાન શ્રીકૃષ્ણ” એ નામથી એમણે આઠ લેખ લખ્યા હતા અને તે મુંબઈ સમાચાર'માં છપાયા હતા. તનસુખભાઈએ ઈ.સ. ૧૯૪૯માં “દલપતરામ – એક કાવ્યાભિગમ નામના વિષય ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં સ્વ. પ્રો. રામનારાયણ પાઠકના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડિગ્રી માટે શોધ-પ્રબંધ લખવા નામ નોંધાવ્યું હતું. ત્યારે પાઠક સાહેબ એ એક જ ગાઇડ હતા. એ દિવસોમાં પાઠક સાહેબ થોડો વખત મુંબઈમાં રહેતા અને થોડો વખત અમદાવાદમાં રહેતા. એટલે માર્ગદર્શન નિયમિત મળતું નહિ. ત્યાર પછી પાઠક સાહેબને હૃદયરોગની Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ તકલીફ ચાલુ થઈ. એટલે તેઓ માર્ગદર્શન માટે પૂરતો સમય આપી શકતા નહોતા. આથી શોધપ્રબંધનું કામ મંદગતિએ ચાલતું હતું. ત્યાર પછી પાઠક સાહેબનું ૧૯૫૫માં અવસાન થયું. એટલે શોધપ્રબંધનું કામ વધુ વિલંબમાં પડ્યું. દરમિયાન યુનિવર્સિટીએ પ્રો. મનસુખલાલ ઝવેરીની પીએચ.ડી. માટે માર્ગદર્શક તરીકે નિમણૂક કરી. તનસુખભાઈને ગાઈડ બદલવાની વિધિ યુનિવર્સિટીમાં કરવી પડી. થિસિસનું બાકીનું કાર્ય પોતાના લગભગ સમવયસ્ક એવા મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પૂરું કર્યું. ૧૯૫૭ના જૂનમાં એ શોધપ્રબંધ યુનિવર્સિટીને સુપ્રત કરવામાં આવ્યો અને એમને પીએચ.ડી.ની ડિગ્રી મળી. ટાઇપ કરેલાં સાડા સાતસો પાનાંનો આ શોધપ્રબંધ તનસુખભાઈએ બહુ જહેમત ઉઠાવીને તૈયાર કર્યો હતો જે હજુ અપ્રકાશિત છે. (હાલ આની માત્ર બે જ નકલ છે – એક યુનિવર્સિટીમાં અને બીજી તનસુખભાઈની પોતાની, જે એમણે મુંબઈમાં મીઠીબાઈ કૉલેજને આપી દીધી હતી.) લગભગ સાડાસાતસો પાનાંના આ શોધપ્રબંધમાં દલપતરામનાં જીવન અને કવનનો બહુ ઊંડાણથી અભ્યાસ થયો છે. કેટકેટલી વિગતો ઉપર નવો પ્રકાશ એમણે પાડ્યો છે. લગભગ પાંચ દાયકા પહેલાં લખાયેલો આ દળદાર મહાનિબંધ નષ્ટ થાય એ પહેલાં કોઈક વ્યક્તિ કે સંસ્થાએ સંપાદિત-સંક્ષિપ્ત કરીને છપાવવા જેવો છે. ૧૯૫૧માં હું મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યાર પછી તનસુખભાઈને વારંવાર મળવાનું થતું. ૧૯૫૫ પછી તેઓ પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરતા અને અમારી ઝેવિયર્સ કોલેજમાં તેઓ તે માટે આવતા. ટેલિફોન વ્યવહાર ત્યારે આટલો સલભ નહોતો. કેટલીયે વાર તેઓ આવ્યા હોય ત્યારે મનસુખભાઈને વર્ગમાંથી આવતાં વાર લાગે એમ હોય ત્યારે તનસુખભાઈની સાથે હું વાતે વળગતો. આ રીતે અમારો સંબંધ ગાઢ થયો હતો. તનસુખભાઈને પ્રવાસનો ઘણો શોખ હતો. સત્યાગ્રહ આશ્રમમાં રહેનાર અને દાંડીયાત્રામાં ભાગ લેનાર માણસો ચાલવામાં જબરા હોય. તનસુખભાઈને હિમાલયનું અનેરું આકર્ષણ હતું. તેમણે બદ્રી-કેદાર, ગંગોત્રીજમનોત્રીની પગપાળા યાત્રા પાંચ વાર કરી હતી. તેઓ ભારતમાં અન્ય ઘણે Page #427 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ વંદનીય હૃદયસ્પર્શ સ્થળે ફર્યા હતા અને રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં પણ રહ્યા હતા. તનસુખભાઈએ મોટી ઉંમરે લગ્ન કર્યા હતાં. એમનાં પત્ની સૌરાષ્ટ્રના પત્રકાર, સ્વાતંત્ર્યસેનાની હરગોવિંદ પંડ્યા(પંડિતજી)ની સુપુત્રી વસંતબહેન ત્યારે એસ.એસ.સી.-મેટ્રિક થયેલાં. પરંતુ તનસુખભાઈએ સંકલ્પ કર્યો કે ઠેઠ એમ.એ. અને પીએચ.ડી. સુધી વસંતબહેનને પહોંચાડવાં. એ માટે એમણે વસંતબહેનને ઘરે અભ્યાસ કરાવવો શરૂ કર્યો. વસંતબહેન મુંબઈની ઇસ્માઇલ યુસુફ કૉલેજમાં વિદ્યાર્થિની તરીકે જોડાયાં. એમ કરતાં વસંતબહેન ગુજરાતી વિષય સાથે, બી.એ. અને પછી એમ.એ. થયાં. ત્યાર પછી એમણે પીએચ.ડી.નો અભ્યાસ ચાલુ કર્યો અને પછી પીએચ.ડી. પણ થયાં. વસંતબહેને પણ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. વળી એમનો કંઠ પણ મધુર હતો. એટલે તેઓ તનસુખભાઈની સાથે બેસીને ગાતાં. રેડિયો, ટી.વી. પરના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો પણ તેઓ રસથી સાંભળતાં-જોતાં. વસંતબહેન પીએચ.ડી. થયાં તે પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતી વિષયના લેક્ઝરર તરીકે એમની નિમણૂક થઈ હતી. સરકારી તંત્રમાં પહેલી નિમણૂક કામચલાઉ તરીકે કરવામાં આવે છે. પછી એ નિમણૂક પાકી કરતાં વર્ષો લાગી જાય. ત્યારે ફરી જાહેરખબર અને ફરી ઇન્ટરવ્યુનું ચક્ર ચાલે. વસંતબહેને ત્યાં ત્રણ વર્ષ અધ્યાપન કર્યા પછી, એ લેક્યરચના હોદ્દાની જાહેરખબર અપાઈ એટલે વસંતબહેને અરજી કરી. પછી ઈન્ટરવ્યુ ગોઠવાયા. એ વખતે તાજી એમ.એ. થયેલી એક વિદ્યાર્થીએ પણ અરજી કરી હતી અને તેની લાગવગ ઘણી હતી. જ્યારે ઇન્ટરવ્યુ લેવાના હતા ત્યારે પસંદગીસમિતિમાં સરકારે મારી પણ નિમણૂક કરી હતી. ઇન્ટરવ્યુ પૂરા થયા પછી સમિતિના બીજા બે સભ્યોએ આ નવી વિદ્યાર્થીની માટે જોરદાર આગ્રહ કર્યો. મને થયું કે આમાં વસંતબહેનને અન્યાય થશે અને એમની નોકરી જશે. મેં પણ વસંતબહેનના પક્ષે જે મહત્ત્વનાં કારણો હતાં તે આગ્રહપૂર્વક રજૂ કર્યા. સરકારના પ્રતિનિધિએ મારી વાત મંજૂર રાખી અને એ અંગેના નિયમો બતાવ્યા. આથી પેલા બે સભ્યો વધુ બોલી ન શક્યા. પરિણામે વસંતબહેનની નોકરી બચી ગઈ હતી. તેઓ નિવૃત્ત થયાં ત્યાં સુધી એ કૉલેજમાં જ ભણાવતાં રહ્યાં હતાં. નિવૃત્તિ પછી થોડા વખતમાં જ લિવરમાં કેન્સરની બીમારીને કારણે તેઓ અવસાન પામ્યાં હતાં. એમના છેલ્લા દિવસોમાં વિદેશમાં અભ્યાસ Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૧ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ કરતી કુ. ક્ષિતિજા પણ માતાની માંદગીના સમાચાર જાણીને ભારત આવી ગઈ હતી. તનસુખભાઈ આખો દિવસ વસંતબહેનની પથારી પાસે શાન્તિથી બેસતા અને પ્રાર્થના કરતા. વસંતબહેને શાન્તિથી દેહ છોડ્યો હતો. તનસુખભાઈની દીકરી કુ. ક્ષિતિજાએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેણે બ્રિટિશ કાઉન્સિલમાં નોકરી સ્વીકારી હતી. ત્યાર પછી તે ટ્રાવેલ કંપનીમાં જોડાઈ હતી. પરંતુ એનું મન અધ્યાત્મમાં લાગી જતાં તેણે નોકરી છોડી દીધી હતી. તે કહેતી કે મારે માટે મારાં માતાપિતા એ જ મારા ગુરુદ્વય હતાં. તે કહેતી કે પિતાજીની કેટલીક શિખામણો જીવનભર કામ લાગે એવી છે, જેમ કે ક્યારેય જૂઠું બોલવું નહિ, કોઈની ખુશામત કરવી નહિ, આત્મશ્લાઘા કરવી નહિ, અપેક્ષા રાખવી નહિ, કોઈ વ્યક્તિ કે ધર્મની નિંદા કરવી નહિ, કોઈ રાજદ્વારી પક્ષમાં જોડાવું નહિ ને પોતાના અંતરાત્માને અનુસરવું.” મુંબઈની સિદ્ધાર્થ કૉલેજ એટલે મરાઠી બહુમતીવાળી કૉલેજ. એટલે ૧૯૫૯-૬૦માં જ્યારે મુંબઈ રાજયના વિભાજન માટેની અને “આમચી મુંબઈ માટેની ચળવળ ચાલેલી ત્યારે કેટલાક મરાઠી વિદ્યાર્થીઓ તનસુખભાઈને ગુજરાતી વિષયના અધ્યાપક હોવાને કારણે પજવતા હતા. તનસુખભાઈએ ક્ષમાભાવથી એ બધું સહન કરી લીધું હતું. પણ પછીથી એ પણ શાન્ત થઈ ગયું હતું. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ અને ૧૯૭૧માં તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા. એ પ્રસંગે ગુજરાતી વિભાગ તરફથી યોજાતા અધ્યાપક મિલનમાં અમે તનસુખભાઈ માટે નિવૃત્તિ-સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે અર્થપ્રાપ્તિ માટે બીજી કોઈ જવાબદારી લીધી નહિ. તેઓ નિવૃત્તિનો સમય ઘરમાં જ વાંચનલેખનમાં પસાર કરતા. હવે એમની પ્રકૃતિ પહેલાં જેવી મિલનસાર રહી નહોતી. બહુ જ ઓછા લોકોને તેઓ મળવા જતા અને બહુ ઓછા લોકો એમને મળવા આવતા. વસંતબહેન વ્યવહારમાં રહેતાં. પડોશીઓ સાથે પણ સારો સંબંધ રાખતો. નિવૃત્તિ પછી તનસુખભાઈ કેટલીયે વાર પોતાના વિચારોમાં ખોવાઈ Page #429 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૨ વંદનીય હૃદયસ્પર્શ જતા. બધા વચ્ચે વાતચીત ચાલતી હોય પણ તનસુખભાઈ એમના વિચારોની દુનિયામાં હોય. એક વખત તનસુખભાઈ મને મુંબઈ યુનિવર્સિટીના પ્રવેશદ્વારમાં જ મળી ગયા. સામાન્ય રીતે અમે ક્યાંય મળીએ તો ત્યાં જ ઊભા ઊભા નિરાંતે વાતો કરીએ. તે દિવસે પણ નિરાંતે વાત કરતા હતા ત્યાં કોઈ એવો વિષય આવ્યો કે તેઓ તરત બોલ્યા, “બસ, રમણભાઈ ! હવે હું વધારે વાત નહિ કરી શકું. હું વિચારે ચડી ગયો છું. મને હવે તમારી સાથે વાત કરવામાં મઝા નહિ આવે. માફ કરજો.' એમ કહી એમણે તરત વિદાય લીધી. તનસુખભાઈ દક્ષિણામૂર્તિમાં હતા ત્યારે નાનાભાઈ ભટ્ટ, મૂળશંકર ભટ્ટ, મનુભાઈ પંચોલી (દર્શક), નટવરલાલ બુચ વગેરે મહાનુભાવો સાથે એક જ સંસ્થામાં એમને રહેવાનું મળ્યું હતું. એટલે એ સમયની કેટલીયે ઘટનાઓના તેઓ સાક્ષી હતા. દર્શકે “ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથામાં કેટલાંક પાત્રોનું સર્જન અને પ્રસંગોનું આલેખન દક્ષિણામૂર્તિના અનુભવો પરથી કર્યું છે એમ તેઓ કહેતા. અમે કોઈ વાર એમને મળવા જઈએ ત્યારે હાથમાં “ઝેર તો પીધાં છે' નવલકથા લઈ અમુક ફકરા વાંચી એ કઈ ઘટના અને કઈ વ્યક્તિ પરથી લખાયા છે તે તેઓ બતાવતા. જિદગીના છેલ્લાં વર્ષોમાં એમને મળવા જાઉં ત્યારે તેઓ સાબરમતી આશ્રમનાં સંસ્મરણો વાગોળતા. સ્વામી આનંદ, મહાદેવભાઈ દેસાઈ, ગુલઝારીલાલ નંદા વગેરે પોતાના સમકાલીનોની વાતો કરતા. તનસુખભાઈ આવા પ્રકાંડ પંડિત અને સમર્થ સર્જક હોવા છતાં તેમનામાં પોતાની સિદ્ધિઓ માટે અહંકાર કે અભિનિવેશ જોવા મળતો નહિ. તેઓ નિવૃત્તિના સમયમાં રોજ સાંજે પાર્લાના સંન્યાસ આશ્રમમાં જઈને બેસતા. જે કંઈ ભજનકીર્તન કે કથાપ્રવચન ચાલતાં હોય તે સાંભળે. પોતે કવિ છે, લેખક છે, પ્રોફેસર છે, જાણકાર છે, ગાંધીજી સાથે રહેલા છે એવો દેખાવ એમણે ક્યારેય કર્યો નથી. એક સામાન્ય શ્રોતાજનની જેમ તેઓ બેસતા. કોઈની સાથે હળતા-ભળતા નહિ. કોઈને પોતાનો પરિચય આપતા નહિ, ઘણુંખરું તો ઘરેથી નીકળી ઘરે આવે ત્યાં સુધી કોઈની સાથે કશું જ બોલ્યા હોય નહિ, અલબત્ત, સંન્યાસ આશ્રમમાં મહામંડલેશ્વર શ્રી મહેશ્વરાનંદજી જો હોય તો ક્યારેક તેઓ એમની સાથે ચર્ચાવિચારણા કરતા. તેઓ કહેતા કે આ રીતે રોજ પોતે ચાલીને જતા અને ચાલીને પાછા આવતા. એમ કરવાથી Page #430 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૪૧૩ ચાલવાની કસરત સારી થાય છે અને દોઢ-બે કલાક સારી રીતે પસાર થાય છે. તનસુખભાઈના એક વિદ્યાર્થી શ્રી અજિત સરૈયાએ એક વાત નોંધી છે. દિલ્હીમાં ગાંધીજીની સમાધિ જોઈને પાછા આવ્યા પછી તનસુખભાઈએ એક ચર્ચાપત્રમાં એવો વિચાર દર્શાવ્યો હતો કે આ સમાધિ ઉપર ગાંધીજીની બે ચાખડી કોતરવી જોઈએ. વસ્તુતઃ ગાંધીજીની સમાધિ એ ગાંધીજીના અગ્નિસંસ્કારનું સ્થળ છે. પરંતુ આરસની એ લંબચોરસ આકૃતિ ઉપર રોજ અનેક લોકો ફૂલ ચડાવે છે અને વિદેશી રાજદ્વારી મહેમાનોને પણ ત્યાં ફૂલહાર ચડાવવા લઈ જવામાં આવે છે. પરંતુ બધા લોકો કંઈ લાંબો વિચાર કરતા નથી. સંભવ છે કે એમાંના કેટલાક કદાચ એને ગાંધીજીની કબર સમજતા હોય ! જો આ કબર હોય એવું લાગે તો સો-બસો વર્ષે કોઈ એમ પણ માને કે કબર તો મુસલમાનોની હોય, હિંદુની નહિ, માટે ગાંધીજી મુસલમાન હતા એવી ગેરસમજ પણ પ્રચલિત થાય. પરંતુ ‘હે રામ’ શબ્દોની સાથે ચાખડી કોતરેલી હોય, સ્વસ્તિક હોય તો ભવિષ્યમાં આવી કોઈ ગેરસમજ પ્રચલિત ન થાય. ગાંધીજી પ્રત્યેની ભક્તિ તનસુખભાઈના દિલમાં કેટલી બધી હતી તે આના ઉપરથી સમજાશે. તનસુખભાઈ ૧૯૮૩-૮૪થી ‘પ્રબુદ્ધ જીવન' માટે અવારનવાર લેખ મોકલતા રહ્યા હતા. એમના લેખ વાંચવામાં અને છાપવામાં મને આનંદ આવતો. વાચકોને પણ એમનું લખાણ ગમતું અને ઘણું જાણવાનું મળતું. કેટલાંક વર્ષ સુધી એ રીતે એમના લેખો છપાયા. પછી એક દિવસ પત્ર આવ્યો કે ‘મારા લેખો હવેથી છાપશો નહિ.' હું એમને મળવા ગયો. એમણે કહ્યું, ‘હું હવે લેખો દ્વારા પણ લોકસંપર્કમાં રહેવા ઇચ્છતો નથી.' મેં એમના લેખો પાછા આપ્યા. તેઓ અજ્ઞાતવાસમાં રહેવા ઇચ્છતા હતા. ૧૯૯૦ પછી તેઓ મુંબઈ છોડી બીજે ક્યાંક રહેવાનું વિચારતા હતા. તનસુખભાઈની દીકરી ક્ષિતિજાને કોઈ આધ્યાત્મિક નિવૃત્તિ-ક્ષેત્રમાં રહેવાની ઇચ્છા હતી. પોતે જ્યાં જાય ત્યાં તનસુખભાઈ જવા તૈયાર હતા. અમદાવાદ કે વડોદરામાં રહેવાનો વિચાર કરી જોયેલો પણ ત્યાં એટલી અનુકૂળતા લાગી નહિ. છેવટે પોંડિચેરી જવાનું નક્કી કર્યું, કારણ કે ક્ષિતિજાને શ્રી અરવિંદ અને પોંડિચેરીનું આકર્ષણ ઘણું હતું. ક્ષિતિજા ત્યાં તપાસ કરી આવી. મુંબઈનો ફ્લેટ વેચી દઈ ૧૯૯૭માં Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ વંદનીય હૃદયસ્પર્શ તેઓ પોંડિચેરી રહેવા ગયા એ વાતની તેઓએ ખાસ કોઈને જાણ કરી નહોતી. તેઓને ત્યાં થોડો વખત તો સારું લાગ્યું, પણ ગાંધી-વિચારસરણી અને જીવનશૈલીવાળા તનસુખભાઈનો શ્રી અરવિંદના પોંડિચેરીમાં બહુ મેળ બેઠો નહિ. વળી ત્યાં તડકો પણ સખત પડતો, જે એમનાથી હવે સહન થતો નહિ. પોંડિચેરીના લોકો કાં તો ફ્રેન્ચ બોલે, કાં તો તામિલ બોલે, હિંદી કે ઇંગ્લિશ બોલનાર તો કોઈક જ નીકળે. એ રીતે પણ તેમને અનુકૂળતા ઓછી લાગતી. આથી તેમણે પોંડિચેરી છોડવાનું નક્કી કર્યું. પરંતુ મુંબઈ પાછા ફરવું નહોતું. છેવટે પૂનામાં સ્થિર થવાનું વિચાર્યું. ક્ષિતિજાએ પૂનામાં ઘર લઈ બધી વ્યવસ્થા કરી અને ૧૯૯૯માં તનસુખભાઈને પૂના લઈ આવી. આ રીતે તનસુખભાઈએ પૂનામાં પોતાનું શાન્ત જીવન શરૂ કર્યું. પૂનાના પોતાના નિવાસની ભાગ્યે જ તેમણે કોઈને જાણ કરી હતી. નેવું વર્ષની ઉંમરે તનસુખભાઈ છાપાં નિયમિત વાંચતા. ટી.વી. જોતા, ફરવા જતા. પોતાનું શરીર સાચવતા. પોતાનું કામ બરાબર કરતા. સાબરમતી આશ્રમના વખતથી પડેલી ટેવ પ્રમાણે તેઓ સવારના ચાર વાગે ઊઠી જતા અને પ્રાર્થના કરતા. ત્યાર પછી તેઓ એક કલાક ધ્યાનમાં બેસતા. ક્યારેક સાંજે, દસ વાગે સૂતાં પહેલાં એક કલાક ધ્યાનમાં બેસતા. (એમનાં પત્ની વસંતબહેન પણ હયાત હતાં ત્યાં સુધી ધ્યાનમાં જોડાતાં.) નેવુંની ઉંમર પછી તનસુખભાઈ ઢીલા પડ્યા હતા. બહેન ક્ષિતિજાએ પોતાના પિતાની જીવનના અંત સુધી સારી સંભાળ રાખી હતી. તનસુખભાઈ એને કહેતા કે ‘તું મારી દીકરી છે, પણ તેં મારી માતાની જેમ સંભાળ રાખી છે.’ છેલ્લાં દોઢેક વર્ષથી તનસુખભાઈએ પોતાના દેહની મમતા છોડી દીધી હતી. તેમણે કોઈ પણ પ્રકારની દવા લેવાનું બંધ કરી દીધું હતું. તેઓ કહેતા કે પોતે પોતાનો દેહ હવે કૃષ્ણાર્પણ કરી દીધો છે. એમનું શરીર ધીમે ધીમે ઘસાતું જતું હતું. ગાંધીવાદી તનસુખભાઈ કહેતા કે ‘આઝાદીની લડતના દિવસોમાં સૌ કોઈ ગાંધીજીને ‘બાપુ' કહેતા. કોઈ ‘ગાંધીજી' શબ્દ વાપરે તો અમને બહુ ખૂંચતું. હવે તો ઘણા મિ. ગાંધી કહે છે. તે અમને હૈયામાં છરી ભોંકાતી હોય એમ કઠે છે.' ગાંધીજીના ગુજરાતમાં ગોધરાકાંડ અને ભયંકર કોમી રમખાણો થયાં Page #432 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ ૪૧૫ ત્યારે તનસુખભાઈનું હૃદય બહુ વ્યથિત થઈ ગયું હતું. ક્યાં ગાંધીજીનું સ્વપ્ન અને ક્યાં વર્તમાન પરિસ્થિતિ? એ વખતે તનસુખભાઈના હૃદયમાંથી કાવ્યપંકિતઓ સરી પડી હતી : આ આંખોને શમણાં જોવાની ટેવ પડી; આ ટેવમાંથી ઉગારો હો રાજ ! આ આંખોને શમણાંનો ભાર લાગે છે. તનસુખભાઈએ ક્ષિતિજાને કહ્યું હતું કે પોતાના અવસાન પ્રસંગે બહુ માણસો એકત્ર કરવા નહિ અને પોતાના અસ્થિનું વિસર્જન સંગમમાં કરવું, ચોથી ફેબ્રુઆરી ૨૦૦૪ના રોજ એમણે મૌન ધારણ કરી લીધું અને અંતર્મુખ બની ગયા. તેમણે ક્ષિતિજાને કહ્યું, “બેટા ! મને યમદૂતો દેખાય છે, તેઓ મને તેડવા આવ્યા છે. હું હવે જવાનો છું. તું શાન્તિથી રહેજે.' પાંચમી ફેબ્રુઆરીએ એમણે દેહ છોડી દીધો. તનસુખભાઈનું એક મહત્ત્વનું કાવ્ય તે દાંડીયાત્રા છે. તેની રચના ૧૯૪૬માં (સં. ૨૦૦૨-જન્માષ્ટમી) થઈ હતી. ૧૯૫૧માં તે પુસ્તિકારૂપે પ્રગટ થયું હતું અને ત્યાર પછી ૧૯૫૫માં પોતાના કાવ્યસંગ્રહ “કાવ્યલહરી'માં એ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું. આ ખંડકાવ્ય મન્દાક્રાન્તા છંદની ૧૨૫ કડીમાં (૫૦૦ પંક્તિમાં) લખાયું છે. તેનું સવિશેષ મૂલ્ય એ રીતે છે કે તેમાં સત્યાગ્રહ આશ્રમનું શબ્દચિત્ર બહુ સુંદર આપવામાં આવ્યું છે કે જે એક દસ્તાવેજી ચિત્ર જેવું થયું છે. વળી દાંડીયાત્રા કયા કયા પ્રદેશમાંથી-ગામનગરમાંથી પસાર થઈ હતી એનો ક્રમ અને એનું શબ્દચિત્ર આપણને પ્રાપ્ત થાય છે. એક દસ્તાવેજી કાવ્ય તરીકે એની મૂલ્યવત્તા ઘણી છે. ‘દાંડીયાત્રા” નાની પુસ્તિકા તરીકે પ્રકાશિત થઈ ત્યારે એની પ્રસ્તાવના અનંતરાય રાવળે લખી હતી. એ જ કાવ્ય “કાવ્યલહરી'માં છપાયું ત્યારે એ સંગ્રહની પ્રસ્તાવના સ્વ. વિદ્ધવર્ય રસિકલાલ પરીખે લખી હતી. “દાંડીયાત્રા' કાવ્યને તેમણે કાલિદાસના “મેઘદૂત'ની યાદ અપાવે એવા કાવ્ય તરીકે ઓળખાવ્યું છે, કારણ કે આ કાવ્યમાં મેઘદૂતની જેમ “સાબરમતી આશ્રમથી દાંડી સુધીમાં આવતાં સ્થળોનાં વર્ણનો છે. ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા આવ્યા એ ઘટનાના નિરૂપણથી કવિ આ “દાંડીયાત્રા' કાવ્યનો આરંભ કરે છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ વંદનીય હૃદયસ્પર્શ રાષ્ટ્રોત્કર્ષે નિજ વપુ ઘસી દૂર અંધારખંડે; રંકો કેરા સ્વજન બનીને, એકાદ કો મહાત્મા. ગૌરાંગોનો ગરવ હરીને દિવ્ય શત્રે અમોઘ, આર્યાવર્ત નિજ જનમની ભોમકામાં પધાર્યા. દાંડીયાત્રા દરમિયાન એક સ્થળે નદીના પટમાં ઘૂંટણ સુધીના કાદવમાં ચાલવાનું આવ્યું અને બધાંએ બાપુને ઊંચકીને આગળ ચાલવાનું સૂચન કર્યું તે પ્રસંગનું વર્ણન કરતાં કવિ લખે છે : ત્યારે બાપુ ખડખડ હસ્યા, “વાત શી બાળ જેવી, પાયે મારા બળ બહુ હજુ” એમ બોલી વધે છે. ને વૃદ્ધાંગો પ્રબળ વિહરે કઈમે જાનમગ્ન, અન્યત્રાસે નિજ સુખ લહે કેમ કો દી મહાત્મા? ધારાસણાના સમુદ્રકિનારે બાપુએ વાંકા વળી ચપટી મીઠું લીધું એ પ્રસંગ વર્ણવતાં કવિ કેવી સરસ કલ્પના કરે છે ! : કીધું હૈયે પ્રભુસ્મરણ ને મેદની હર્ષઘોષે, બાપુ ઝૂક્યા લવણકણના શર્કરાખંડ વીણ્યાં; વીણ્યા પુંજો ક્ષિતિતલ થકી શ્રેષ્ઠ સામ્રાજ્ય લૂંટ્યું. કિંવા લૂંટ્ય વિતતસમયે લભ્ય સ્વાતંત્ર્ય મોંઘું. આ પ્રસંગે બધાંએ જે શૌર્ય દાખવ્યું હતું તે વર્ણવતાં કવિ લખે છે : ને એ કૂચો લવણ ઢગલે ક્ષેત્ર ધારાસણાને, ફંગોળાયાં સુભટનડાં ને હિણાયાં, પિટાયાં ખેલાયું જ્યાં પ્રતિદિન ખરું યુદ્ધ રે રોમહર્ષ, વીરશ્રીનો પ્રથમ પરચો દાખવ્યો ગુર્જરોએ. આ ઐતિહાસિક ઘટનાને અંતે કવિ બાપુને અંજલિ અર્પતાં કહે છે : બાપુ ! દિવ્યા તમ પગલીએ દેશની કૂચ માંડી ! બાપુ ! ન્યારી તમ છબિ અહો દાસ્યમાં દીપદાંડી ! કાવ્યલહરીનાં કાવ્યોમાં સ્વ. તનસુખભાઈની એક તત્ત્વચિંતક તરીકેની પ્રતિભા ઊપસી આવે છે. ઉ. ત. “ઝંખના' કાવ્યમાં ગિરનાર પર ચઢતાં જે સંવેદના થઈ તે વ્યક્ત કરતાં તેઓ લખે છે : Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૭ સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ વાદળ પડદા વિશાળ; પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ એવા રે મારગ અમે સંચર્યા. શાશ્વત સુખમાં તેઓ કહે છે : આત્મા મહીં કિન્તુ નિહાળતો નિધિ, જયાં શાશ્વતી જ્ઞાનપ્રમોદસંસ્થિતિ, જાણી જીવી જીવનમાર્ગ દાખવી, સંતો મહા એ પદમાં ગયા મળી. જગતથી ન્યારા અને જગતની કોઈ વસ્તુની સ્પૃહા ન રાખનારા તનસુખભાઈ “મનીષા” કાવ્યમાં કહે છે : નવ અંતર યાચના હજો, નવ રીઝો ઉર ભોગિદર્શને, જગ નિઃસ્પૃહ ને જલે છલી ઝરણી અંતરની વહો વહો. એક કવિ તરીકે તનસુખભાઈએ સારી સિદ્ધિ મેળવી હતી. છંદોબદ્ધ કાવ્યો અને ગેય રચનાઓ બંનેમાં તેમની શક્તિ સુપેરે આવિષ્કાર પામી હતી. મધ્યવયમાં આસપાસના સંજોગોએ જો એમની કવિપ્રતિભા કુંઠિત ન કરી નાખી હોત તો કવિ તરીકે એમણે મોટું નામ કાઢ્યું હોત. ગાંધીજીના હાથ હેઠળ સંસ્કારસિંચન પામેલી તેજસ્વી વ્યક્તિનો જીવનવિકાસ બાહ્ય દષ્ટિએ કેવો વિપરીત અને વિષમ બની ગયો ! અલબત્ત પોતાની અંતર્મુખતાએ તો એમને ધન્ય જ બનાવ્યા હતા. મારા વિદ્યાગુરુ સ્વ. તનસુખભાઈ ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પી છું. Page #435 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સ્વ. કવિ બાદરાયણ કવિ બાદરાયણ એટલે ભાનુશંકર બાબરભાઈ વ્યાસ. એમનું આ જન્મશતાબ્દી વર્ષ છે. કવિ બાદરાયણનું જીવન એટલે ચડતી, પડતી અને ફરી પાછી ચડતીનું જીવન. ભાનુશંકર વ્યાસનો જન્મ ઈ.સ. ૧૯૦૫માં મોરબીમાં (કે કચ્છમાં આધોઈમાં?) થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોરબીમાં લીધું હતું અને ત્યારે મોરબીમાં હાઈસ્કૂલની સગવડ ન હોવાથી તેઓ રાજકોટ ગયા હતા અને ત્યાંની ઓફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક પાસ થયા હતા. વિદ્યાર્થી તરીકે તેઓ તેજસ્વી હતા એટલે ત્યાર પછી તેઓ કૉલેજના અભ્યાસ માટે મુંબઈ આવ્યા હતા. તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા હતા અને ત્યાર પછી ૧૯૩૦માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા હતા. એમ.એ.માં તેઓ નરસિંહરાવ દિવેટિયાના વિદ્યાર્થી હતા. ત્યાર પછી એમણે વકીલાતના વિષયનો અભ્યાસ કરી એલએલ.બી.ની ડિગ્રી મેળવી હતી. આઝાદી પૂર્વે મુંબઈ યુનિવર્સિટીનું ક્ષેત્ર એટલે આખો મુંબઈ ઇલાકો (પ્રેસિડન્સી), ઠેઠ કરાંચીથી કર્ણાટકમાં ધારવાડ સુધી. આજે જે એસ.એસ.સી.ની પરીક્ષા છે તે ત્યારે મેટ્રિકની પરીક્ષા કહેવાતી. સમગ્ર ઇલાકામાં મેટ્રિકની પરીક્ષા પણ યુનિવર્સિટી લેતી. ત્યારે કૉલેજ અને યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિષય ઘણો મોડો દાખલ થયો હતો. વળી આ વિષય દાખલ કરવાનો ક્રમ પણ વિપરીત હતો. પહેલાં એમ.એ.માં ગુજરાતી વિષય દાખલ થયો, ત્યાર પછી બી.એ.માં અને ત્યાર પછી ઇન્ટરમાં અને પછી ફર્સ્ટ ઇયરમાં. ત્યારે ગુજરાતી વિષયનાં પ્રશ્નપત્રો ઇંગ્લિશમાં છપાતાં અને વિદ્યાર્થીઓ જવાબ પણ ઇંગ્લિશમાં લખતા (સંસ્કૃતની જેમ). નરસિંહ Page #436 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કવિ બાદરાયણ ૪૧૯ દિવેટિયા આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિવૃત્ત થયા એટલે મુંબઈ યુનિવર્સિટી તરફથી એલ્ફિન્સ્ટન કૉલેજમાં એમ.એ.ના ગુજરાતી વિષય માટે એમની નિમણૂક થઈ. નરસિંહરાવના ઘણા વિદ્યાર્થીઓમાં ચંદ્રવદન મહેતા, સુંદરજી બેટાઈ, કાંતિલાલ વ્યાસ, રમણ વકીલ, અમીદાસ કાણકિયા, બાદરાયણ વગેરે જાણીતા હતા. નરસિંહરાવે પોતાના ઘણા વિદ્યાર્થીઓને પ્રેરણા કરીને કવિતા લખતા કરી દીધા હતા. નરસિંહરાવ નિવૃત્ત થયા ત્યારે એમની જગ્યાએ ગુજરાતી વિષય સાથે એમ.એ. થયેલા બાદરાયણની એમ.એ.ના અધ્યાપક તરીકે નિમણૂક થઈ હતી. ભગવાનદાસ ભૂખણવાળા વગેરે ત્યારે એમના એમ.એ. ના વિદ્યાર્થી હતા. એલ્ફિન્સ્ટન અને ઝેવિયર્સ કૉલેજમાં ત્યારે ગુજરાતી વિષયના પ્રાધ્યાપકોની નિમણૂક થઈ હતી. ૧૯૩૮-૪૦ની આ વાત છે. યુનિવર્સિટીનું એમ.એ.નું માનાઈ કાર્ય પૂરું થતાં બાદરાયણે બે ઠેકાણે અધ્યાપક તરીકે પાર્ટ ટાઈમ નોકરી સ્વીકારી. એક મુંબઈમાં બોરાબજારમાં કબીબાઈ હાઈસ્કૂલમાં સંસ્કૃતના શિક્ષક તરીકે અને ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે. બાદરાયણ ત્યારે કાવ્યો લખતા, કવિસંમેલનમાં જતા. રેડિયો પર નાટકોમાં ભાગ લેતા. એમનો અવાજ બુલંદ હતો અને ઉચ્ચારો સ્પષ્ટ હતા. તેઓ અભિનયકલામાં નિપુણ હતા. મધુર કિંઠે તેઓ ગીતો રજૂ કરતા. તેમની કાયા પડછંદ, ચાલ છટાદાર, તેમનો વર્ણ ઊજળો, પ્રભાવશાળી મુખમુદ્રા, પાન ખાવાની ટેવને લીધે હોઠ હંમેશાં લાલ રહેતા. તેઓ હસમુખા, મળતાવડા અને નિરભિમાની હતા. એ દિવસોમાં મુંબઈના ગુજરાતી સમાજમાં બાદરાયણનું નામ બહુ મોટું હતું. બાદરાયણ જીવ્યા ત્યાં સુધી ખાદી પહેરતા. તેઓ સફેદ ખાદીનાં કોટ અને પેન્ટ પહેરતા અને ટાઈ પણ ઘણુંખરું સફેદ પહેરતા. પણ એમને વધારે ફાવતો પહેરવેશ તે પહેરણ અને ધોતિયું હતાં. જાહેર સભાઓમાં તેઓ પહેરણ-ધોતિયું પહેરીને આવતા. (એ કાળના ઘણા અધ્યાપકો ઘરે ધોતિયું પહેરતા.) મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે નિમણૂક થઈ ત્યારે પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા, જે ત્યાં સંસ્કૃત શીખવતા હતા તેમને પણ ગુજરાતી શીખવવાનું સોંપાયું હતું. બાદરાયણ ફર્સ્ટ ઇયર, ઇન્ટર અને Page #437 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ વંદનીય હૃદયસ્પર્શ બી.એ.માં ગુજરાતી શીખવતા. એ દિવસોમાં બી.એ.માં ગુજરાતી વિષય લેવાનો પ્રવાહ હતો. બાદરાયણના તેજસ્વી વિદ્યાર્થીઓમાં ભગવાનદાસ ભૂખણવાળા, લલિત દલાલ, માલતીબહેન (પછીથી શ્રી દામુભાઈ ઝવેરીનાં ધર્મપત્ની), ગિજુભાઈ વ્યાસ, મધુકર રાંદેરિયા, પ્રવીણચંદ્ર રૂપારેલ, હસમુખ શુક્લ, કંચનલાલ તલસાણિયા, મોહન સૂચક, રમણ કોઠારી, ડૉ. જયશેખર ઝવેરી, સુશીલા વાંકાવાળા, અમર જરીવાલા વગેરે હતાં. બીજાં પણ કેટલાંક નામો હશે ! - ૧૯૪૪માં મુંબઈમાં બાબુ પનાલાલ હાઈસ્કૂલમાંથી હું મેટ્રિક પાસ થયો હતો. ત્યારે ફર્સ્ટ ક્લાસ બહુ ઓછા વિદ્યાર્થીઓને મળતો, પણ સદ્ભાગ્યે મને ફર્સ્ટ ક્લાસ મળ્યો હતો. એ જમાનામાં એલ્ફિન્સ્ટન કૉલેજ એક નંબરની કોલેજ ગણાતી એટલે મેં એમાં પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભર્યું હતું. પરંતુ સ્કૂલમાં ગયો ત્યારે અમારા વર્ગશિક્ષક અમીદાસ કાણકિયા મળ્યા. તેઓ અમને ગુજરાતી શીખવતા. મને ગુજરાતી વિષયમાં રસ લેતો એમણે કર્યો હતો. એમણે કહ્યું, “રમણભાઈ, તમારે જો બી.એ.માં ગુજરાતી વિષય લેવો હોય તો ઝેવિયર્સ કૉલેજમાં જાવ. ત્યાં કવિ બાદરાયણ ભણાવે છે. તમને સારો લાભ મળશે. તેઓ મારા મિત્ર છે. અમે નરસિંહરાવ દિવેટિયાની પાસે સાથે ભણેલા હતા.' કાણકિયા સાહેબની ભલામણ થઈ એટલે એલ્ફિન્સ્ટન છોડી હું ઝેવિયર્સ કૉલેજમાં દાખલ થયો. કૉલેજ ચાલુ થતાં બાદરાયણને મળવાનું થયું અને પરીક્ષામાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મળવાને લીધે અમારો પરિચય વધુ ગાઢ થયો. એ દિવસોમાં હું મુંબઈમાં ખેતવાડીમાં રહેતો અને બાદરાયણ સી.પી. ટેન્ક પાસે રહેતા એટલે એમને ઘરે જવાનું પણ ક્યારેક બનતું. એક વખત વર્ગમાં કોઈ વિદ્યાર્થીએ “બાદરાયણ' નામ વિશે પૂછ્યું ત્યારે એમણે ભગવાન વેદવ્યાસનું એ બીજું નામ છે એ તો કહ્યું અને બાદરાયણ શબ્દ બદરી એટલે બોરડીના ઝાડ ઉપરથી આવ્યો છે એ પણ સમજાવ્યું. પછી એમણે બાદરાયણ સંબંધ એટલે શું એ વિશે કહ્યું કે કોઈ પણ સંબંધ ખેંચી તાણીને બેસાડી દેવામાં આવે તેને બાદરાયણ સંબંધ કહે છે. પ્રાચીન સમયમાં એક શ્રીમંત માણસને ત્યાં લગ્નપ્રસંગ હતો. ઘણા બધા જમવા આવ્યા હતા. ક્યારેક બધાની ઓળખાણ ન હોય. તેઓ એક પછી એક બધાને આવકારતા Page #438 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કવિ બાદરાયણ ૪૨૧ હતા. ત્યાં બે અજાણ્યા માણસો જમવામાં ઘૂસી ગયેલા. યજમાને પૂછયું, ભાઈ, તમને ઓળખ્યા નહિ.” એટલે મહેમાનોએ કહ્યું, ‘ન ઓળખ્યા અમને ? આપણો તો બાદરાયણ સંબંધ છે.' યજમાન વિચારમાં પડી ગયા. પછી નમ્રતાથી પૂછયું, “બાદરાયણ સંબંધ એટલે શું ?' અમને સમજ ન પડી.” ત્યારે મહેમાનોએ કહ્યું, પુષ્મજં વૈરી દે, અષ્ણ વરી જ ! એટલે કે તમારા ઘરઆંગણામાં બદરી એટલે કે બોરડીનું ઝાડ છે અને અમારા ઘરે ગાડાનું જે પૈડું છે એ બોરડીના ઝાડના લાકડામાંથી બનાવ્યું છે. આ બંને બોરડીઓ મા દીકરી થાય.' - આ રીતે “બાદરાયણ સંબંધ' એક રૂઢપ્રયોગ બની ગયો. બાદરાયણ વખતોવખત અમારા વર્ગમાં કોઈક સાહિત્યકારને લઈ આવતા. એ રીતે અમને વર્ગમાં ચંદ્રવદન મહેતા, જ્યોતીન્દ્ર દવે, સુંદરજી બેટાઈ વગેરેને સાંભળવાની તક મળી હતી. એમાં જ્યોતીન્દ્ર આવ્યા તે પ્રસંગ યાદ રહી ગયો છે. લાંબો કોટ, ધોતિયું અને ટોપી પહેરેલા જયોતીન્દ્રનો પરિચય આપતાં બાદરાયણે કહ્યું કે “એમનું શરીર એટલું બધું દૂબળું અને હાડકાં દેખાય એવું છે, જાણે કે તેઓ કોઈ દુકાળમાંથી ન આવ્યા હોય !” જ્યોતીન્દ્ર-બાદરાયણની મૈત્રી એટલી ગાઢ હતી કે એમને કશું માઠું ન લાગે. પછી હાજરજવાબી જ્યોતીન્દ્ર બોલવા ઊભા થયા ત્યારે એમણે કહ્યું કે બાદરાયણે મારો પરિચય આપતાં જે કહ્યું તે સાચું છે. હું દુકાળમાંથી આવ્યો હોઉં એવું લાગે છે. પણ તમને બાદરાયણનું શરીર જોઈને નથી લાગતું કે તેઓ ક્યાંક દુકાળ પાડીને આવ્યા છે.” તેઓ બંનેની આ મજાક તો ત્યાર પછી તેઓ બંનેએ ઘણી સભાઓમાં કહી હતી. બાદરાયણ સ્વભાવે લહેરી હતા. તેઓ મિત્રો સાથે હોય, વિદ્યાર્થીઓ સાથે હોય, જ્યાં હોય ત્યાં હાસ્યની છોળો ઊડતી. લહેરી સ્વભાવને કારણે જ તેમની કાયા હૃષ્ટપુષ્ટ રહેતી. તેઓ ભારે વજનવાળા હતા, પણ ચાલવામાં ધીમા નહોતા. આ લહેરી સ્વભાવને કારણે તેમનામાં ભૂલકણાપણું હતું. ક્યાંક જાય તો પોતાની ચીજવસ્તુ ભૂલી જાય કે કોઈને ઘણા દિવસ પછીનો સમય આપ્યો હોય તો ભૂલી જાય એવું બનતું. તેઓ સ્કૂલ કે કૉલેજનાં નાટકોમાં કે રેડિયો રૂપકોમાં ભાગ લેતા ત્યારે ક્યારેક સંવાદો ભૂલી જતા, પણ Page #439 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ૨ વંદનીય હૃદયસ્પર્શ હોશિયારીને લીધે પરિસ્થિતિ બરાબર સાચવી લેતા કે સાંભળનારને સંવાદમાં કંઈ ગરબડ થઈ છે એવો અણસાર પણ ન આવે. એ દિવસોમાં ઝેવિયર્સ કૉલેજે સરસ મોટો હૉલ બનાવ્યો હતો. એમાં કૉલેજનાં અને બહારનાં બિનધંધાદારી નાટકો ભજવાતાં. કૉલેજનું ગુજરાતી મંડળ પણ એના વાર્ષિક દિન નિમિત્તે નાટક ભજવતું. એમાં વિદ્યાર્થીઓ સાથે બાદરાયણ પણ ભાગ લેતા. એક વખત “પુત્ર સમોવડી” નાટક ભજવવાનું નક્કી થયું. એમાં માલતીબહેન દેવયાની થયાં, મધુકર રાંદેરિયા કચ થયા અને બાદરાયણ શુક્રાચાર્ય થયા. એમાં બાદરાયણ ગોખેલા સંવાદો ભૂલી ગયા અને પરિસ્થિતિ અનુસાર પોતાને સૂઝયા એવા સંવાદો બોલવા લાગ્યા. એથી મધુકર જરા પણ ગભરાયા વગર લખેલા સંવાદોને બદલે બાદરાયણના વાક્યના અનુસંધાનમાં બીજા જ સંવાદો બોલવા લાગ્યા. એથી માલતીબહેન બહુ ગૂંચવાયા. તો પણ પરિસ્થિતિ અને ભાવ અનુસાર તેઓ પણ થોડા લખેલા અને થોડા કલ્પેલા સંવાદો બોલ્યા. ત્રણેનો અભિનય એવો સહજ અને સરસ હતો કે ઘણા શ્રોતાઓને ખબર ન પડી કે આમાં કોઈ છબરડો થયો છે. એક વખત રેડિયો ઉપર કોઈ સામાજિક વિષય પર નાટક (રૂપક) ભજવવાનું હતું. એમાં ભાગ લેનાર ચંદ્રવદન મહેતા, બાદરાયણ અને ભૂખણવાળા હતા. રેડિયો નાટકમાં શ્રોતાઓને માત્ર અવાજ સંભળાય. ચહેરા કે અભિનય દેખાય નહિ. રેડિયોનાટકમાં ભાગ લેનાર દરેકને એમના સંવાદોની સ્ક્રિપ્ટ આપવામાં આવતી. નાટકના દિવસે બાદરાયણ આવ્યા, પણ એમની થેલીમાંથી સ્ક્રિપ્ટ નીકળી નહિ. ઘરે ભૂલી ગયા. હવે શું થાય? આવી બાબતોમાં ચંદ્રવદન હિંમતવાળા. એમણે કહ્યું, “ભાનુશંકર, નાટકની થીમ યાદ રાખજો અને તમને સૂઝે એ બોલજો. હું પરિસ્થિતિ સંભાળી લઈશ.” નાટક એવી રીતે ભજવાયું (બોલાયું) કે શ્રોતાઓને કંઈ ખબર ન પડી કે આમાં કંઈ ગરબડ થઈ છે. જેમને પાન ખાવાની આદત હોય એવા કેટલાક લોકો લહેરી સ્વભાવના થઈ જાય. બાદરાયણની સાથે પાન ખાનારા મિત્રોમાં જયોતીન્દ્ર દવે, અમીદાસ કાણકિયા વગેરે હતા. પાનનો રસ ઘૂંટાતો હોય ત્યારે ઝટ ઊભા થવાનું મન ન થાય. વળી એમનું શરીર સ્થળ હતું. એથી બાદરાયણ સમયપાલનમાં કંઈક મંદ હતા. કૉલેજમાં કેટલીક વાર અમારા વર્ગમાં Page #440 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કવિ બાદરાયણ ૪૨૩ પાંચસાત મિનિટ મોડા આવવું એ એમને માટે સ્વાભાવિક હતું. વિદ્યાર્થીઓ પણ એનાથી ટેવાઈ ગયા હતા. ક્યારેક કબીબાઈ સ્કૂલમાંથી છૂટી ઝેવિયર્સ સુધી ચાલતા આવવામાં વાર લાગતી. ચંદ્રવદન સાથેની મૈત્રીને કારણે અને પોતાનામાં રહેલી એવી શક્તિને કારણે બાદરાયણને રેડિયો-રૂપકમાં ભાગ લેવા ઘણી વાર નિમંત્રણ મળતું. ત્યારે રૂપકનું જીવંત પ્રસારણ થતું. એ માટે બાદરાયણ ક્યારેય મોડા પડતા નહિ. મોડા પડવું પોસાય નહિ. તેઓ પંદરવીસ મિનિટ વહેલા પહોંચતા. પરંતુ કેટલાયે સાહિત્યિક કાર્યક્રમોમાં તેઓ અને જ્યોતીન્દ્ર મોડા પહોંચતા. ત્યારે જ્યોતીન્દ્ર ખુલાસો કરતા કે અમારે મોડું થયું કારણ કે અમે “પીવા” ગયા હતા. (બધા હસે), પણ બીજું કંઈ નહિ, ચા પીવા ગયા હતા. ભૂખણવાળા બાદરાયણના પ્રથમ શિષ્ય એટલે બંને વચ્ચે ગાઢ સંબંધ હતો. ભૂખણવાળાની નિમણૂક ગુજરાતી એનાઉન્સર તરીકે દિલ્હી રેડિયોમાં થઈ ત્યારે ભૂખણવાળાનું દિલ્હી જવાનું નક્કી થયું. એ દિવસે બૉમ્બે સેન્ટ્રલ પર એમનાં સગાં, મિત્રો વગેરે ઘણાં એમને વળાવવા આવ્યાં હતાં. ચંદ્રવદન મહેતા પણ આવ્યા હતા. બાદરાયણે પણ કહ્યું હતું કે તેઓ પણ વળાવવા આવશે. પરંતુ તેઓ દેખાયા નહિ. એટલે ભૂલી ગયા હશે એમ મનાયું. પરંતુ ટ્રેન ઊપડી ત્યારે તેઓ પ્લેટફૉર્મમાં દાખલ થતા દેખાયા. પરંતુ ભૂખણવાળાનો મેળાપ થયો નહિ. બધા પાછા ફરતા હતા અને સામા મળ્યા એ જોઈ બાદરાયણને ક્ષોભ થયો. ચંદ્રવદને બાદરાયણની મોડા પડવા અંગે મજાક ઉડાવી. બાદરાયણ અને સુંદરજી બેટાઈ બંને નરસિંહરાવના વિદ્યાર્થી. તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણતા. નરસિંહરાવે પોતાના બધા વિદ્યાર્થીઓને કાવ્ય રચનાની લગની લગાડેલી હતી. એ વખતે બાદરાયણ અને સુંદરજી બેટાઈએ એક નવો પ્રયોગ વિચાર્યો હતો. જે કોઈ કાવ્યરચના થાય તે બંનેએ સાથે મળીને જોઈ જવી, સુધારવી અને સંયુક્ત એક જ નામે પ્રગટ કરવી. એ માટે એમણે પૌરાણિક ઉપનામ પસંદ કર્યું – “મિત્રાવારુણી'. તેઓ બંનેએ આ રીતે કેટલાંક કાવ્યો લખ્યાં અને એક નાનો સંગ્રહ પણ પ્રગટ કર્યો. પરંતુ પછીથી બંનેનું કાવ્યસર્જન એવું વેગવાળું બન્યું કે નક્કી થયું કે પોતાનાં કાવ્યો પોતાનાં નામે લખવાં. સુંદરજી બેટાઈએ “જ્યોતિરેખા” અને “ઇન્દ્રધનુ' એ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ વંદનીય હૃદયસ્પર્શ બે સંગ્રહો પ્રગટ કર્યા. બાદરાયણનો ૧૯૪૧માં “કેડી' નામનો સંગ્રહ પ્રગટ થયો. આ સંગ્રહથી બાદરાયણે તત્કાલીન ગુજરાતી કવિતાક્ષેત્રે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બાદરાયણે ૧૯૪૧ પછી પણ ઘણાં કાવ્યો – એક સંગ્રહ થાય એટલાં લખ્યાં હતાં, પરંતુ જીવનના અસાધારણ વળાંકને લીધે બીજો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનો એમને ઉત્સાહ રહ્યો નહોતો. ન્હાનાલાલ બાદરાયણના પ્રિય કવિ, બાદરાયણનાં ગીતોમાં ન્હાનાલાલની છાયા વરતાય છે. બાદરાયણે મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ન્હાનાલાલ વિશે વ્યાખ્યાનો આપેલાં પણ તે છપાયાં નથી અને એની ખાસ નોંધ લેવાઈ પણ નથી. ૧૯૪૮માં બી.એ. થયા પછી હું પત્રકાર તરીકે મુંબઈના “સાંજ વર્તમાન નામના દૈનિકમાં જોડાયો અને સાથે એમ.એ.નો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. “સાંજ વર્તમાન'ની ઑફિસમાંથી સવારનું દૈનિક “મુંબઈ વર્તમાન પ્રગટ થતું. એના તંત્રી નવસારીના પારસી સજ્જન મીનુ દેસાઈ સાથે મારે સાહિત્યિક દોસ્તી થઈ. એમણે પ્રસ્તાવ મૂક્યો કે “આપણે બંને સાથે મળીને કોઈક પુસ્તક તૈયાર કરીએ.” એમ વિચાર કરતાં મેં સૂચવ્યું કે આપણે ગુજરાતી સૉનેટનું સંપાદન કરીએ. “મનીષા” એનું નામ રાખ્યું. કવિઓની યાદી નક્કી કરી તેમના કાવ્યસંગ્રહો વાંચી જવા અને એમનું સારામાં સારું સૉનેટ હોય તે પ્રગટ કરવું. વળી એ માટે મુંબઈના કવિઓને રૂબરૂ મળવું અને એમની સાથે એમના સોનેટની પસંદગી વિશે ચર્ચાવિચારણા કરવી અને બહારગામના કવિઓ સાથે પત્રવ્યવહાર કરવો. એ રીતે ૭0 શ્રેષ્ઠ ગુજરાતી સૉનેટનો સંગ્રહ તૈયાર કરીને ૧૯૫૦માં અમે પ્રગટ કર્યો હતો. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનો પહેલો સૉનેટસંચય હતો. એમાં બાદરાયણનું સૉનેટ “સ્મરણોને વિદાય અમે પસંદ કર્યું હતું. એ વખતે મુંબઈમાં સી.પી.ટેન્ક પર, ચંદારામજી ગર્લ્સ સ્કૂલની સામે આવેલા મકાનમાં રહેતા બાદરાયણને મળવા અમે એમને ઘરે જતા. ઘરમાં બાદરાયણનાં પત્ની અને એક દીકરી હતાં. એ વખતે તેઓ અમને સારો આવકાર આપતા. એમના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તેઓ મને નામથી પણ ઓળખતા. Page #442 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કવિ બાદરાયણ ૪૨૫ બાદરાયણ છંદોબદ્ધ અને ગેય એમ બંને પ્રકારનાં કાવ્ય લખતા. એમણે મુક્તકો, સૉનેટ, દીર્ઘ ચિંતનકાવ્ય, પદ, ભજન વગેરે લખ્યાં છે. એમનાં કાવ્યોમાં ગાંધીયુગનો પ્રભાવ પડ્યો છે. છંદોબદ્ધ કાવ્યો કરતાં ગેય કાવ્યો એમને વિશેષ અનુકૂળ હતાં. ગેય કાવ્યોની રચનામાં તેમનામાં શીઘ્રકવિત્વ હતું. કોઈ વિષય, વિચાર કે ભાવ પર તેઓ તરત કાવ્યરચના કરી શકતા. એ દિવસોમાં કવિતાના ક્ષેત્રે પાદપૂર્તિના કાર્યક્રમો ઘણા થતા. બાદરાયણ એમાં પણ કુશળ હતા. દીપોત્સવી અંકો વખતે તો ચારે તરફથી કવિતાની માંગ રહેતી. બાદરાયણનાં કેટલાંક કાવ્યો એવા અંકોમાં છપાયાં છે. એક વખત એવું બન્યું કે તેઓ એક તંત્રીને કાવ્ય મોકલી નહિ શકેલા. તંત્રી મહાશયે પોતાના એક પત્રકારને બાદરાયણના ઘરે મોકલ્યો. એણે બાદરાયણને કહ્યું, “તમે હા કહ્યા પછીથી હજુ સુધી કાવ્ય મોકલ્યું નથી.' બાદરાયણે કહ્યું, “ભાઈ, તમને દસ મિનિટનો ટાઇમ છે?' પત્રકારે કહ્યું, “જરૂર.”તો બાદરાયણે કહ્યું, “તો પછી દસ મિનિટ અહીં બેસો અને આ સામયિક વાંચો, પણ એક પણ શબ્દ બોલતા નહિ.' પછી બાદરાયણ પાંચ-સાત મિનિટ આંખો બંધ કરી કાવ્યસર્જનના ભાવમાં આવી ગયા. વિષય પણ ફુર્યો. પછી એમણે કાગળપેન લઈ, જે કાવ્યનું મનમાં ગુંજન ચાલ્યું તે એમણે કાગળમાં ઉતારી આપ્યું. થોડી વારમાં જ એક સરસ ગીતની રચના થઈ ગઈ. બાદરાયણમાં આવી શક્તિ હતી. બાદરાયણનાં ગીતોમાં સૌથી વધુ પ્રસિદ્ધ ગીત તે “આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માંગું રે.” એમના કાવ્યસંગ્રહ “કેડી'માં પ્રગટ થયેલું આ ગીત પણ થોડીક ભાવદશા પછી તરત લખાયેલું ગીત છે. ૧૯૪૪ના સપ્ટેમ્બરની આસપાસ મુંબઈના ઇંગ્લિશ, ગુજરાતી વગેરે બધાં છાપાંઓમાં મુખ્ય હેડલાઇન હતી : “ભાનુશંકર વ્યાસ – શિક્ષણ ક્ષેત્રમાંથી બરતરફ'. એવા દિલ ધડકાવનાર આઘાતજનક સમાચાર પ્રગટ થયા. યુનિવર્સિટીએ ફરમાવેલી સજા સાથે અન્ય ભાષા અને વિષયના બીજા ત્રણ અધ્યાપકો પણ બરતરફ થયા. હું નથી માનતો કે યુનિવર્સિટીએ પોતાના ઇતિહાસમાં આવી કડક સજા ક્યારેય કોઈને કરી હોય. ચીભડાના ચોરને ફાંસીની સજા જેવી આ કોઈને લાગે. બન્યું હતું એવું કે બાદરાયણ મેટ્રિકની પરીક્ષામાં ગુજરાતી વિષયના ચીફ મોડરેટર હતા. એ વર્ષે પોતાના એક બહુ ગાઢ શ્રીમંત મિત્રના ભારે દબાણથી એમણે એક વિદ્યાર્થીને ઉચ્ચ વર્ગ મળે Page #443 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ વંદનીય હૃદયસ્પર્શ એ માટે ચીફ મોડરેટર તરીકેની પોતાની સહી સાથે માર્ક્સમાં વધારો કર્યો હતો. પોતાના હાથે જ સહી કરી હતી એટલે બીજા કોઈ પુરાવાની જરૂર નહોતી. આ ગેરરીતિ પકડાતાં સજા થઈ હતી. બાદરાયણના જીવનમાં આ સૌથી મોટો આઘાતજનક પ્રસંગ હતો અને આ ઘટના પછી એમના જીવનમાં વળતાં પાણી આવી ગયાં. છાપાના આ સમાચાર પછી બીજે દિવસે તેઓ અમારો વર્ગ લેવા કૉલેજમાં આવ્યા હતા. દિવસ-રાત રડવાને કારણે એમની આંખો લાલ લાલ થઈ ગઈ હતી અને સૂજી ગઈ હતી. ચહેરા પરનું કાયમનું સ્મિત ઊડી ગયું હતું. એમના ચહેરાનું એ દૃશ્ય આજે પણ યાદ કરું તો નજર સામે તરવરે છે. યુનિવર્સિટીએ કૉલેજને બાદરાયણને છૂટા કરવા માટે સૂચના આપી, પરંતુ અમારા પ્રિન્સિપાલ ફાધર કોઈનેએ (Coyne) યુનિવર્સિટીને વિનંતી કરી કે બાદરાયણને વર્ષ પૂરું કરવા દેવું કે જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે. એવી રીતે કબીબાઈ સ્કૂલે પણ રજા માગી અને બંનેની રજા એ માટે મંજૂર થતાં બાદરાયણ અમને વર્ષના અંત સુધી ભણાવવા આવતા, પણ હવે એમનો રસ ઊડી ગયો હતો. ઝેવિયર્સ કૉલેજ અને કબીબાઈ હાઈસ્કૂલની નોકરી છોડ્યા પછી આજીવિકા માટે શું કરવું એ મોટો પ્રશ્ન હતો. એમની ઉંમર ચાલીસની થઈ હતી. સરસ મળતાવડા ઉદાર સ્વભાવને લીધે બાદરાયણનું મિત્રવર્તુળ મોટું હતું. વળી એમનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંબંધ સારો હતો. બાદરાયણે વકીલાતનો અભ્યાસ કર્યો હતો. એટલે આજીવિકા માટે એમણે વકીલાત કરવાનું સ્વીકાર્યું. ધોળા ખાદીના કોટને બદલે એમણે કાળો કોટ પહેરવાનું શરૂ કર્યું. હાથમાં બ્રીફના કાગળો અને કાળો ઝભ્ભો લઈને તેઓ એસ્કેલેન્ડ કોર્ટમાં જતા. કોર્ટ અમારી કૉલેજની બાજુમા. એટલે કોઈક વાર રસ્તામાં મળી જતા. શરૂઆતના દિવસોમાં કૉલેજ પાસેથી પસાર થતાં તેઓ નિઃસાસો નાખતા. (બાદરાયણ છૂટા થયા પછી ઝેવિયર્સમાં પ્રો. મનસુખલાલ ઝવેરીની નિમણૂક થઈ હતી.) બાદરાયણે પંદરેક વર્ષ વકીલાત કરી પરંતુ એમાં બહુ સારી બરકત ન હતી. કુટુંબ-નિભાવનો ખર્ચ પણ માંડ કાઢી શકતા. ક્યારેક આર્થિક Page #444 -------------------------------------------------------------------------- ________________ સ્વ. કવિ બાદરાયણ મુશ્કેલી પણ અનુભવવી પડતી. ઈ. સ. ૧૯૬૦માં મહારાષ્ટ્ર એસ.એસ.સી. બૉર્ડે ગુજરાતી વિષયની અભ્યાસ સમિતિમાં મારી નિમણૂક કરી હતી. સમિતિમાં મારા વડીલો હતા રમણ વકીલ તથા મજમુદાર (બંને મૉડર્ન સ્કૂલના), સુંદરજી બેટાઈ અને ખુશમન વકીલ. અમારે બીજાં કામો ઉપરાંત મુખ્ય કામ તે એસ.એસ.સી. માટે ગદ્યપદ્ય-સંગ્રહ તૈયા૨ ક૨વાનું હતું. એમાં સૌથી નાનો હું હતો અને કૉલેજમાં ગુજરાતી વિષય ભણાવતો એટલે કવિતા, વાર્તા, નિબંધ વગેરે કૃતિઓ પસંદ કરવા માટે ગ્રંથો લઈ જવાની જવાબદારી મારે માથે હતી. કેટલીક વાર અમારી મિટિંગ ફાર્બસ ગુજરાતી સભાની લાઇબ્રેરીમાં થતી જેથી જે ગ્રંથ જોવો હોય તે તરત મળી જાય. એક વખત અમારી મિટિંગ પછી ફાર્બસના મંત્રી અને ગ્રંથપાલ શ્રી શંકરપ્રસાદ રાવળે રમણ વકીલને વાત કરી કે કોઈએ ફાર્બસ માટે અમુક મોટી રકમ બાદરાયણને આપી હતી કારણ કે બાદરાયણ ફાર્બસની સમિતિના સભ્ય હતા. એ રકમ ચારેક મહિના થયા છતાં બાદરાયણે ફાર્બસમાં જમા કરાવી નથી. એ વખતે મેં કહ્યું કે બાદરાયણને હમણાં આર્થિક મુશ્કેલી રહે છે. એ સાંભળી રમણ વકીલે તરત કહ્યું, ‘અરે એમને આટલી તકલીફ છે પણ મને વાત પણ નથી કરી. અમે કૉલેજના વર્ષોથી ગાઢ મિત્રો છીએ.’ પછી કહ્યું, ‘શંકરપ્રસાદ, કાલે બાપુ (પ્યૂન)ને મારી મોર્ડન સ્કૂલમાં મોકલી ૨કમ મંગાવી લેજો અને જમા કરી દેજો. આ વાત હવે કોઈને ક૨શો નહિ.’ રમણ વકીલે ફાર્બસમાં રકમ જમા કરાવી એટલું જ નહિ, બાદરાયણને ઘરે જઈ એમને સારી આર્થિક મદદ પણ કરી હતી. ૧૯૫૭-૫૮માં ઑલ ઇન્ડિયા રેડિયોએ બધી ભાષાઓમાં બે પાર્ટટાઇમ પોસ્ટ ઊભી કરી - પ્રોગ્રામ આસિસ્ટન્ટની. મુંબઈમાં રેડિયોના ગુજરાતી વિભાગમાં એ માટે નિમણૂક થઈ મનસુખલાલ ઝવેરીની વાર્તાલાપ-ચર્ચા વગેરેના કાર્યક્રમો માટે અને ભાનુશંકર વ્યાસની રેડિયો-રૂપકો માટે. રેડિયો પર ત્યારે ગિજુભાઈ વ્યાસ એસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા. બાદરાયણના એ પ્રિય વિદ્યાર્થી. એમણે બાદરાયણને આ નોકરી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ નોકરીથી બાદરાયણની આર્થિક ચિંતા નીકળી ગઈ. પરંતુ આ સમય દરમિયાન બાદરાયણની તબિયત બગડી. સતત આર્થિક ચિંતામાં વર્ષો પસાર થયાં એટલે એમને હૃદયરોગની તકલીફ વધી હતી. વળી એમનું ૪૨૭ Page #445 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ વંદનીય હૃદયસ્પર્શ શરીર પણ સ્થળ હતું. એટલે ૧૯૬૩માં હૃદયરોગના હુમલાથી અઠ્ઠાવન વર્ષની વયે એમનું અવસાન થયું. બાદરાયણ મારા પ્રોફેસર હતા એટલે એમની જન્મશતાબ્દીના અવસરે એમનાં સંસ્મરણો તાજાં થાય છે. મારા વિદ્યાગુરુ કવિ બાદરાયણને ભાવથી અંજલિ અર્પી છું. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૬ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ધોયેલાં સ્વચ્છ પણ ઇસ્ત્રી વગરનાં ખાદીનો ઝભ્ભો, બંડી અને પાયજામો પહેરેલા, ખભે ખાદીનો આછા લીલા રંગનો થેલો ભરાવેલા, ગામઠી ચંપલવાળા નીચું જોઈને ચાલતા સિત્તેર-એંસી વર્ષના કોઈ કાકા આણંદથી અમદાવાદની કે ગાંધીનગર જતી બસમાં ચડે અને જગ્યા હોય તો બેસે, નહિ તો દાંડો ઝાલીને ઊભા ઊભા પ્રવાસ કરે એમને તમે જુઓ તો સમજજો કે એ ચિખોદરાની આંખની હૉસ્પિટલવાળા ડૉ. રમણીકલાલ દોશી - દોશીકાકા છે. અમદાવાદ-ગાંધીનગરની બસમાં જ નહિ, બીજી કોઈ બસમાં પણ તમે એમને જોઈ શકો. ગુજરાતની બસોમાં સેંકડો વાર એમણે પ્રવાસ કર્યો હશે. ગાંધીજી અને રવિશંકર મહારાજ દાદાના પ્રભાવ નીચે આવેલા, અને લોકસેવાનો ભેખ ધારણ કરેલા ડૉ. દોશીકાકાને આજે ૮૯-૯૦ની ઉંમરે એ જ તરવરાટથી કામ કરતા તમે જોઈ શકો ! એમના પરિચયમાં આવો તો તમને એમની મહત્તાનો ખ્યાલ આવે. એ ચાલ્યા જતા હોય તો એમના પહેરવેશ પરથી કોઈ અજાણ્યા માણસને ખ્યાલ ન આવે કે આ ડૉક્ટર છે, આંખના મોટામાં મોટા ડૉક્ટર છે. એક વખત કાકાને અમે પૂછ્યું કે ‘કાકા, તમારી પાસે સંસ્થાની પાંચ ગાડી છે, તો તમે સંસ્થાના કામ માટે અમદાવાદ કે ગાંધીનગર બસમાં કેમ જાવ છો ?’ કાકાએ કહ્યું, ‘જો મારે એકલાએ જવાનું હોય અને સમય હોય તો હું જીપ નથી વાપરતો. બીજા એક-બે વધારે હોય તો હું જીપમાં જાઉં છું. અમારી સંસ્થાની બધી જીપ આખો વખત કામ માટે ક્યાંથી ક્યાં જતી હોય છે. કોઈ વાર એક જ ડૉક્ટર હોય અને જીપ લઈ જાય છે. પરંતુ આ નિયમ તો મેં મારે માટે રાખ્યો છે. એથી સંસ્થાનું પેટ્રોલ બચે છે. જ્યાં સુધી મારાથી બસમાં જવાય છે ત્યાં સુધી બસમાં જાઉં છું. અમારી સંસ્થા શક્ય એટલી કરકસરથી અમે ચલાવીએ છીએ.’ કાકા ટ્રેનના પ્રવાસમાં સાદા બીજા વર્ગમાં બેસે છે. તેઓ કહે, ‘રિઝર્વેશન’ના પૈસા બચે એટલે સંસ્થાના પૈસા બચે. સાદા બીજા વર્ગમાં Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ વંદનીય હૃદયસ્પર્શ બેસવાની જગ્યા મળી જાય. ન મળે તો વચ્ચે નીચે બેસી જાઉં છું. મને બેઠાં બેઠાં સારી ઊંઘ આવી જાય છે. ક્યારેય ખીસું કપાયું નથી. મારો દેખાવ જોઈને જ કોઈ ખીસું કાપવા ન લલચાય. જવા-આવવાની ટિકિટ હોય પછી વધારે પૈસા રાખતો નથી. કેટલાંયે શહેરોમાં સ્ટેશનથી રિક્ષા કે ટૅક્ષી, અનિવાર્ય ન હોય તો કરતો નથી. સ્ટેશનથી ચાલી નાખું છું.' ગુજરાતમાં અનેક ગામોમાં નેત્રયજ્ઞ ક૨વાને કારણે બસ કે ટ્રેનમાં કાકાને ઓળખનાર કોઈક ને કોઈક તો નીકળે જ અને જગ્યા આપવા તૈયાર હોય જ. વળી કાકા કહે કે ‘આ રીતે પ્રવાસ ક૨વાથી જનતાની વચ્ચે આપણને રહેવાનું મળે. આપણામાં મોટાઈ આવી ન જાય.’ પૂજ્ય દોશીકાકાનું નામ તો મુ. મફતકાકા અને અન્ય કેટલાક દ્વારા સાંભળ્યું હતું. પણ એમને મળવાનો સંયોગ પ્રાપ્ત થયો નહોતો. ૧૯૮૪ દરમિયાન એક દિવસ અમારા વડીલ, અમારા રેખા બિલ્ડિંગમાં રહેતા ભૂદાન કાર્યકર્તા શ્રી કીર્તનભાઈ ધારિયાનો ફોન આવ્યો કે, ‘દોશીકાકા અત્યારે અમારે ઘરે આવ્યા છે. તમને અનુકૂળતા હોય તો અમે મળવા આવીએ.’ મેં કહ્યું, ‘જરૂર આવો, ઘરમાં જ છું.' શ્રી કીર્તનભાઈ અને દોશીકાકા પધાર્યા. કીર્તનભાઈએ એમની ક્ષયનિવારણ અને ચિખોદરાની આંખની હૉસ્પિટલનો પરિચય આપ્યો.' વાતવાતમાં કાકાએ કહ્યું, ‘કોઈ વાર સમય કાઢીને અમારી આંખની હૉસ્પિટલ જોવા આવો.’ મેં કહ્યું, ‘હમણાં હું કપડવંજ પાસે ઉત્કંઠેશ્વર આવવાનો છું. પરંતુ ત્યાંથી ચિખોદરા આવવાનો સમય નહિ રહે, કારણ કે ત્યાંથી પાંચ વાગે બસમાં નીકળી અમદાવાદથી ટ્રેન પકડવાનો છું.’ કાકાએ કહ્યું, ‘તમને અનુકૂળ હોય તો તમે ભોજન કરી લો પછી સાડા બારે ઉત્કંઠેશ્વર તમારે માટે જીપ મોકલું. ત્યાંથી અઢી કલાકમાં ચિખોદરા આવી જાવ. પછી ચિખોદરા હૉસ્પિટલ જોઈ અને જમીને છ વાગે નીકળો તો અમારી જીપ તમને નવ વાગે અમદાવાદ સ્ટેશને પહોંચાડે. તમારી ટ્રેન રાતના દસ વાગ્યાની છે. તમને શ્રમ ન લાગતો હોય તો આ રીતે ગોઠવો.' મેં કહ્યું, ‘તમે આટલી બધી સગવડ કરી આપો છો તો પછી કેમ ન ફાવે.' Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૧ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા આ ગોઠવણ પ્રમાણે કાકાના ડ્રાઈવર રમેશભાઈ બરાબર સાડાબારના ટકોરે લેવા આવ્યા. અમે – હું, મારાં પત્ની અને નિરુબહેન (સંઘનાં મંત્રી) તૈયાર હતાં. અમે જીપમાં બેસી ચિખોદરા પહોંચ્યાં. | ચિખોદરા પહોંચીને હૉસ્પિટલની મુલાકાત લીધી. દોશીકાકાએ અમારું ભાવભીનું સ્વાગત કર્યું. હૉસ્પિટલમાં સરસ અતિથિગૃહ હતું. એટલે બીજા મિત્રોને લઈ આવીએ તો સગવડ સારી મળે. નીરવ શાંત વાતાવરણ, વૃક્ષો, મોરના ટહુકા વગેરેને કારણે ઉપવન જેવું લાગતું હતું. હોસ્પિટલ પણ અમે જોઈ. સાંજે ભોજન વખતે કાકાનાં ધર્મપત્ની મુ. ભાનુબહેને પણ ભાવથી પીરસ્યું. અમને એક સરસ Worth repeating, અનુભવ થયો. જીપ અમને અમદાવાદ સ્ટેશને સમયસર પહોંચાડી ગઈ. અમને એમ થયું કે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ સંસ્થાને સહાય કરવાની અપીલ કરવા જેવી છે. ત્યાર પછી બીજા કેટલાક સભ્યો પણ ચિખોદરા જઈ આવ્યા. અમે યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં કાકાની હૉસ્પિટલને સહાય કરવાનો નિર્ણય કર્યો. એ માટે ઘણી સારી રકમ એકત્ર થઈ. એ રકમ આપવાનો કાર્યક્રમ ચિખોદરામાં યોજાયો. એનો જે પ્રતિસાદ સાંપડ્યો અને પરિણામે દોશીકાકા સાથે એવો ગાઢ નાતો બંધાયો કે વરસમાં ચાર-પાંચ વખત ચિખોદરા ન જઈએ ત્યાં સુધી ગમે નહિ. દોશીકાકા અને ભાનુબહેન સાથે વડીલ સ્વજન હોય એવો સંબંધ બંધાઈ ગયો. - ત્યાર પછી અમારા યુવક સંઘના ઉપક્રમે ચિખોદરાની હૉસ્પિટલ દ્વારા વર્ષમાં ચાર-પાંચ વખત નેત્રયજ્ઞ યોજાવા લાગ્યા. એ માટે દાતાઓ તરફથી મળેલી રકમ અમે હૉસ્પિટલને પહોંચાડીએ છીએ. તદુપરાંત બીજી રકમો મોકલાવતા રહીએ છીએ. નેત્રયજ્ઞની તારીખો બે મહિના અગાઉ નક્કી થાય. કાકા સ્થળ જણાવે અને સાથે પૂછે કે “આ વખતે કયા તીર્થની જાત્રાએ જશો?' મુંબઈથી અમે આઠ-દસ સભ્યો ચિખોદરા જઈએ અને ત્યાંથી નેત્રયજ્ઞના સ્થળે જઈએ. આ રીતે બાવીસ વર્ષ દરમિયાન અમારા સિત્તેરથી વધુ પ્રવાસ થયા હશે અને એટલી જ તીર્થયાત્રા થઈ હશે. અમારા જૈન યુવક સંઘ તરફથી આ રીતે આણંદ, પંચમહાલ, વડોદરા Page #449 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ વંદનીય હૃદયસ્પર્શ અને સૂરત જિલ્લામાં ઘણું ફરવાનું થયું હતું. અમે ઠાસરા, બોરસદ, વડવા, વડતાલ, બોચાસણ, ધોળકા, વેડછી, નારેશ્વર, સરભોણ, સાગતાળા, ધોળી ડુંગરી, રાજપીપળા, ઝઘડિયા, મંગલભારતી, બાંધણી, કપડવંજ, માતર, ગોધરા, દાહોદ, દેવગઢ બારિયા, બોડેલી વગેરે સ્થળોએ દોશીકાકાની આંખની હોસ્પિટલ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન કર્યું હતું. કેટલેક સ્થળે એક કરતાં વધારે વાર નેત્રયજ્ઞો યોજાયા હતા. દરેક નેત્રયજ્ઞનો જુદો જ અનુભવ થતો. વળી કાકાની સાથે સતત પ્રવાસ દરમિયાન કાકાના વિવિધ અનુભવોની વાત નીકળે. કોઈ વાર ગાંધીજી, કોઈ વાર રવિશંકર દાદાની, કોઈ વાર ગંગાબાની પ્રેરક વાતો જાણવા મળે. કોઈ વાર નજીકમાં કોઈ જોવા જેવી સંસ્થા હોય તે બતાવે. કોઈ વાર નજીકમાં હોય એવાં કબીર વડ, માલસર, અંગારેશ્વર, મનન આશ્રમ, બહાઈ મંદિર, નારેશ્વર, ગરૂડેશ્વર, નર્મદા ડેમ, વણાકબોરી ડેમ, અગાસ આશ્રમ, વડવા, બાંધણી, વેડછીનો આશ્રમ, બાજુમાં શબરીશળા, વાત્સલ્યધામ, પાવાગઢ વગેરે અમને બતાવ્યાં હતાં. કાકાને ખેડા (આણંદ સહિત) જિલ્લામાં અને પંચમહાલ જિલ્લામાં ગામેગામ કેટલાય કાર્યકરો ઓળખે. કાકાની સરળ, નિરભિમાની, પ્રામાણિક, સેવાભાવી પ્રકૃતિને કારણે કાકાનું કામ સૌ કોઈ કરવા તૈયાર. આથી જ કાકા ગામેગામ નેત્રયજ્ઞોનું આયોજન કરે ત્યારે બધા સ્થાનિક કાર્યકર્તાઓની ટીમ વ્યવસ્થાની બધી જવાબદારી ઉપાડી લે. પ્રત્યેક અઠવાડિયે કાકાના નેત્રયજ્ઞો ચાલતા જ હોય. ચિખોદરા હૉસ્પિટલનો સ્ટાફ ખાટલા, ગાદલાં, અનાજ, ઑપરેશન થિયેટરની સામગ્રી, ચશ્માં-વગેરે માટે દરેકને સોંપવામાં આવેલી જવાબદારી તેઓ બરાબર સંભાળે. સ્ટાફ પણ અત્યંત વિનયી. ક્યારેક કોઈ પ્રશ્ન ઊભો થયો હોય તો છેવટનો નિર્ણય કકાનો રહેતો. દોશીકાકા સાથેના અમારા અનુભવના કેટલાક પ્રસંગો વર્ણવતાં પહેલાં દોશીકાકાના જીવનની અહીં ટૂંકી રૂપરેખા આપી છે. શ્રી આર. કે. દેસાઈએ કર્મયોગી શ્રી રમણીકભાઈ દોશી નામની પુસ્તિકા લખી છે જેમાં દોશીકાકાના જીવનની વિસ્તૃત રૂપરેખા આપી છે. દોશીકાકાનો જન્મ ઈ.સ. ૧૯૧૬ની બીજી સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં થયો હતો. એમના પિતાશ્રી સ્વ. રામજીભાઈ દોશી રાજકોટ રાજયના દીવાન Page #450 -------------------------------------------------------------------------- ________________ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા હતા. તેઓ કાર્યદક્ષ, સત્યનિષ્ઠ, પ્રામાણિક, દૃઢસંકલ્પ, ધીરગંભીર સ્વભાવના અને પ્રગતિશીલ વિચાર ધરાવનાર હતા. એટલે રાજકોટના નરેશ લાખાજીરાજ પર એમનો ઘણો સારો પ્રભાવ હતો. તેઓ પોતે સુશિક્ષિત હતા એટલે સંતાનોને પણ ઉચ્ચ શિક્ષણ અપાવવાની દૃષ્ટિવાળા હતા. તેઓ એટલા પ્રામાણિક હતા કે રાજ્યના કારભાર માટે પેન જુદી રાખતા અને અંગત વપરાશની જુદી રાખતા. રાજ્ય તરફથી મળેલ ટેલિફોનનો ઉપયોગ તેઓ અંગત કામ માટે વાપરતા નહિ. રામજીભાઈએ બે વાર લગ્ન કર્યાં હતાં અને એમને સાત દીકરા અને એક દીકરી એમ આઠ સંતાન હતાં. રામજીભાઈએ પોતાના કેટલાક દીકરાઓને અભ્યાસ માટે કરાંચી મોકલ્યા હતા. એટલે દોશીકાકાએ પણ થોડો વખત કરાંચીમાં અભ્યાસ કર્યો હતો. એ દિવસોમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ દાક્તરી વિદ્યાનો અભ્યાસ કરી ડૉક્ટર થતા. રામજીભાઈના પાંચ દીકરા ડૉક્ટર થયા હતા. દોશીકાકા અમદાવામાં એલ.સી.પી.એસ. થયા અને મુંબઈમાં ડી.ઓ.એમ.એસ. થયા. એમણે કચ્છના ભચાઉમાં, તથા પાનેલી, જામજોધપુર વગેરે સ્થળે દાક્તર તરીકે અને નડિયાદમાં તે વિષયોના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. દોશીકાકાનાં ધર્મપત્ની ભાનુબહેન કાકાના દરેક કાર્યમાં સહયોગ આપતાં રહે છે. જૂનાગઢનાં વતની, પરંતુ રંગૂનમાં ઊછરેલાં ભાનુબહેન બીજા વિશ્વયુદ્ધ પછી પોતાનાં માતાપિતા સાથે જૂનાગઢ પાછાં ફર્યાં હતાં. રાજકોટ ડૉ. રમણીકલાલ દોશી સાથે એમનાં લગ્ન થયાં. દોશી-દંપતીને સંતાન નહિ, પણ તેઓએ પોતાનાં ભાઈઓનાં સંતાનોને ઘરે રાખી પોતાનાં સંતાનોની જેમ સારી રીતે ઉછેર્યાં. ૪૩૩ ભાનુબહેન શ્રીમંતાઈમાં ઊછર્યાં હતાં, પણ કાકા સાથે લગ્ન પછી એમણે કાકાની સાદાઈ, સેવા અને સમર્પણની ભાવનાને આત્મસાત્ કરી લીધી હતી. અમે વડોદરા જઈએ તો કેટલીયે વાર ત્યાં ભાનુબહેનની સાથે એમના ભાઈનું પણ આતિથ્ય માણ્યું છે. હૉસ્પિટલમાં ભાનુબહેન રસોડાનું ધ્યાન રાખે. દોશીકાકા બહારગામ હોય તો ડૉ. છોટુભાઈ અને અંબાલાલ ધ્યાન રાખે, પણ ભાનુબહેન પણ હૉસ્પિટલનું ધ્યાન રાખે. વિદેશથી આવેલાં કપડાંનું ગરીબોમાં વિતરણ કરે. ભાનુબહેન સવા૨નાં આંગણામાં પક્ષીઓને ચણ નાખે ત્યારે મોર, પોપટ, કબૂતર, કાબર, ચકલી વગેરે પક્ષીઓ એકસાથે મળીને Page #451 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ વંદનીય હૃદયસ્પર્શ ચણે એ રંગબેરંગી મનોહર દશ્ય રળિયામણું અને શાંતિપ્રેરક લાગે. આણંદમાં ઉપાશ્રય બંધાવવા માટે ફંડ એકત્ર કરવામાં ભાનુબહેને ઘરે ઘરે ફરીને સારી મહેનત કરી હતી. આમ કાકાની અર્ધાગિની તરીકે ભાનુબહેને પણ પોતાના જીવનને સાર્થક કર્યું છે અને શોભાવ્યું છે. - ત્યાર પછી દોશીકાકાએ અમદાવાદમાં રીલિફ રોડ ઉપર એક ડૉક્ટર મિત્રની ભાગીદારીમાં ‘હિંદ મિશન હૉસ્પિટલ” શરૂ કરી. આ હૉસ્પિટલમાં ફક્ત એક રૂપિયો ફી લઈ દર્દીને આંખની સારવાર કરી આપવામાં આવતી. દરમિયાન દોશીકાકા પૂ. રવિશંકર દાદાના ગાઢ પરિચયમાં આવતા ગયા. ૧૯૪૩માં આઝાદી પૂર્વે દાદાએ રાધનપુરમાં નેત્રયજ્ઞ યોજ્યો હતો અને એમાં દોશીકાકાને સેવા આપવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. દોશીકાકાને આ વખતે દાદાની સાથે રહેવાની અને એમની કામ કરવાની કુનેહનાં દર્શન થયાં. દર્દીઓની સ્ટ્રેચર રવિશંકર મહારાજ પોતે પણ ઉપાડતા. દાદાએ દોશીકાકાને શહેરને બદલે ગામડામાં જઈને લોકોની સેવા કરવાની ભલામણ કરી. એટલે દોશીકાકા અમદાવાદથી આણંદ અને બોચાસણ સેવા આપવા જવા લાગ્યા. પછીથી તો અમદાવાદ છોડીને આણંદમાં દવાખાનું કર્યું. પછી તેઓ દર શનિ, રવિ બોચાસણમાં નેત્રશિબિર યોજતા. એમાં એક પણ દર્દીને પાછો મોકલતા નહિ. આમ દોશીકાકાની મફત નેત્રયજ્ઞોની પ્રવૃત્તિ વધતી ચાલી. ૧૦૦મો નેત્રયજ્ઞ વ્યારામાં થયો. ત્યાર પછી દોશીકાકાએ પોતાની આણંદની હૉસ્પિટલ, ટ્રસ્ટ બનાવી ટ્રસ્ટને સોંપી દીધી. હવે પોતાની અંગત મિલકત રહી નહિ. કાકાની પાસે પોતાની માલિકીનું મકાન, જમીન, મિલકત, બેંકમાં ખાતું વગેરે કશું જ નથી. કાકાને ઇન્કમટેક્ષ ભરવાનો હોતો નથી. કાકાએ પોતાનું જીવન સમાજને સમર્પિત કરી દીધું. દોશીકાકાને ગાંધીજી, વિનોબાજી, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પૂ. મોટા સ્વામી સચ્ચિદાનંદજી, ગંગાબા, દાંડીયાત્રાવાળા શ્રી કૃષ્ણજી વગેરે પાસેથી લોકસેવાની પ્રેરણા મળી છે. ડૉ. છોટુભાઈ પટેલ, શ્રી ગોરધનભાઈ ઠક્કર, ડૉ. પ્રો. ભાનુપ્રસાદ ચોકસી, રવિશંકર મહારાજના પુત્ર પંડિત મેઘવ્રત, ડૉ. ચંપકભાઈ મહેતા, ડૉ. મહેન્દ્રભાઈ મહેતા વગેરેનો સરસ સહકાર સાંપડ્યો છે. અહીં તો થોડાંક જ નામ આપ્યાં છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૩૫ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા દોશીકાકાનો નિત્યક્રમ તે વહેલી સવારે ઊઠી સીધા સામાયિકમાં બેસી જવું અને લોગસ્સનો જાપ કરવો. પછી દૂધ પીને (ચા તો કાકાએ જિંદગીમાં ક્યારેય ચાખી નથી.) હૉસ્પિટલમાં ઑપરેશન કરે અને ત્યાર પછી આણંદના દવાખાનામાં જાય. દોશીકાકા સાંજે જમીને ભાનુબહેન સાથે સારા ગ્રંથોનું વાંચન કરે. રાત્રે દોશીકાકા ઑફિસમાં ટેબલ પર માત્ર ચાદર પાથરી, ટેલિફોન પાસે રાખી સૂઈ જાય. સૂતાં જ ઊંઘ આવી જાય. રાત્રે કોઈનો ફોન આવે તો દોશીકાકા તરત ઉપાડે. પછી જો ઊંઘ ઊડી જાય તો તરત સામાયિકમાં બેસી જાય. દોશીકાકાએ પાંચ દાયકા કરતાં વધારે સમયથી ક્ષયનિવારણ અને અંધત્વ-નિવારણના ક્ષેત્રે સંગીન, સંનિષ્ઠ, સેવાભાવી કાર્ય કર્યું છે. એટલે એમની એ ક્ષેત્રની સિદ્ધિઓની કદરરૂપે વખતોવખત જુદી જુદી સંસ્થા કે સરકાર તરફથી એવૉર્ડ, સન્માનપત્ર વગેરે ઘણાં મળ્યાં છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, સ્વિન્ઝરલેન્ડ, સ્વીડન, જર્મની વગેરે દેશો તરફથી એમને સહાય મળી છે. દોશીકાકાએ કેટલીયે સંસ્થામાં પ્રમુખ, માનદ્ મંત્રી, ટ્રસ્ટ્રી, સમિતિના સભ્ય તરીકે કાર્ય કર્યું છે. સરકારની સમિતિઓમાં પણ કાર્ય કર્યું છે. આ બધાંની વિગતો આપવામાં આવે તો એક મોટી યાદી થાય. દોશીકાકાએ જયારથી મફત નેત્રયજ્ઞનું કામ ઉપાડી લીધું ત્યાર પછી ચિખોદરા હોસ્પિટલ દ્વારા દર અઠવાડિયે ગુજરાતનાં જુદાં જુદાં ગામોમાં નેત્રયજ્ઞો થવા લાગ્યા. તે માટે મહિના અગાઉથી નક્કી કરેલાં ગામોમાં સર્વે કરવા માટે ટીમ રોજેરોજ રવાના થતી. દોશીકાકાને કેટલાયે સેવાભાવી આંખના ડૉક્ટરોની સેવા મળવા લાગી. આમ અત્યાર સુધીમાં ૮૦૦થી વધુ જેટલા નેત્રયજ્ઞોનું દોશીકાકાએ આયોજન કર્યું છે. દરેક નેત્રયજ્ઞમાં દોશીકાકા પોતે હાજર હોય જ. ચિખોદરાની હૉસ્પિટલમાં અગાઉ દોશીકાકા ઑપરેશન કરતા. હાલ ૮૯ વર્ષની ઉંમર થઈ, પણ કોઈ ડૉક્ટર ન આવ્યા હોય તો દોશીકાકા પોતે ઑપરેશન કરે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ મફત ઑપરેશનો થયાં છે. કુદરતની મહેરબાની કેવી છે કે ૮૯-૯૦ વર્ષની ઉંમરે કાકાને પોતાને હજુ મોતિયો આવ્યો નથી. સાપ્તાહિક નેત્રયજ્ઞ ઉપરાંત ગાંધી પરિવાર તરફથી જમશેદપુરમાં અને રાજસ્થાનમાં જયપુર નજીક જૂનજૂન જિલ્લામાં એક સ્થળે અંબુજા સિમેન્ટ Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ વંદનીય હૃદયસ્પર્શ તરફથી આઠ-દસ દિવસનો મોટો નેત્રયજ્ઞ યોજાય છે. કાકા એમાં પણ સમયસર પહોંચી જાય છે. આંખના દવાખાનામાં રોજ સવારથી જ ઘણા માણસો આંખ બતાવવા આવી જાય. દોશીકાકા ઉપરાંત આંખ તપાસનારા બીજા ડૉક્ટરો પણ હોય. પણ ઘણા દર્દીઓ પોતાની આંખ દોશીકાકાને જ બતાવવાનો આગ્રહ રાખે. એટલે એમને માટે ઘણી મોટી લાઇન થાય. એટલે કાકાના સહકાર્યકર્તાઓમાંથી કોઈકે સૂચન કર્યું કે “કાકા, તમને બતાવવાનો આગ્રહ રાખનાર દર્દી પાસે આપણે પાંચ કે દસ રૂપિયાની ફી રાખીએ તો કેમ? એથી થોડો બોજો ઓછો થશે, વિના કારણ આગ્રહ રાખનારા નીકળી જશે અને સંસ્થાને આવક થશે !' કાકાએ થોડી વાર પછી હસતાં કહ્યું, “ભાઈ, દરિદ્રનારાયણ પાસે ફીની વાત કરવી એ મને યોગ્ય લાગતું નથી. દર્દી એ આપણા દેવ જેવો છે. એનું દર્દ દૂર કરીએ એ જ આપણું ધ્યેય હોવું જોઈએ.” એક વખત એક નેત્રયજ્ઞમાં એક બાપ પોતાના નાના દીકરાને લઈને આવ્યા હતા. તેની બંને આંખ સદંતર ગઈ હતી. કાકાએ કહ્યું ત્યારે બાપ કાકાના પગ પકડી કરગરવા લાગ્યા. કાકાને કડવું સત્ય કહેવું પડ્યું. પણ એ કહેતાં કહેતાં કાકા પોતે રડી પડ્યા. ત્યાર પછી કાકાએ પોષણના અભાવે બાળકની આંખ ન જાય એ માટે બાળકોને ખવડાવવા માટે સુખડી કરી અને ગામેગામ જઈ વહેંચવાનો – અંધત્વનિવારણનો કાર્યક્રમ ઉપાડ્યો. ઈ.સ. ૧૯૮૪થી ૨૦૦૪ સુધીમાં જૈન યુવક સંઘ તરફથી દાતાઓના દાનથી ચિખોદરાની “રવિશંકર મહારાજ આંખની હૉસ્પિટલ દ્વારા ગુજરાતમાં કેટલાંયે સ્થળે નેત્રયજ્ઞ થયા છે. પહેલી-બીજી વખતના અનુભવથી અમને એમ થયું કે નેત્રયજ્ઞમાં અવશ્ય જવું અને ગરીબ દર્દીઓ માટે થતી મફત આંખની શસ્ત્રક્રિયા જાતે નિહાળવી. ગુજરાતની ગરીબીનો એથી વાસ્તવિક ખ્યાલ મળે છે. કેટલાયે ગરીબ દર્દીઓ પાસે નેત્રયજ્ઞ સુધી આવવાનું બેચાર રૂપિયા જેટલું પણ બસભાડું ન હોય. એટલે આ નેત્રયજ્ઞોમાં અમે ગરીબોને બીજી પણ સહાય કરતા. દોશીકાકાના જુદી જુદી સંસ્થાઓ તરફથી થતા નેત્રયજ્ઞો આખું વરસ ચાલતા હોય એટલે અમે અમારા નેત્રયજ્ઞની તારીખ ત્રણ મહિના અગાઉ નક્કી કરી લેતા. અમારા સંઘની સમિતિમાં સાત-આઠ સભ્યો એવા છે કે જે અવશ્ય નેત્રયજ્ઞમાં આવે. વળી આરંભથી જ કાકાને Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ખતરી થઈ હતી કે જયાં નેત્રયજ્ઞ હોય ત્યાં નજીકમાં જે કોઈ તીર્થ હોય એની અમે યાત્રા કરતા. એટલે આ બાવીસ વર્ષ દરમિયાન સંઘ દ્વારા સિત્તેર જેટલા નેત્રયજ્ઞ યોજાયા હશે અને એટલી જ અમે તીર્થયાત્રા કરી હશે. દોશીકાકા સાથે આવે અને પહેલેથી પુછાવે કે આ વખતે તમારે યાત્રા કરવા કઈ બાજુ જવું છે? દોશીકાકા એટલે આંખનું મોબાઇલ દવાખાનું. મેં કેટલીયે વાર જોયું છે કે અમે ચાલ્યા જતા હોઈએ ત્યાં સામેથી આવતો કોઈક માણસ કહે, “દોશીકાકા, રામરામ.' કાકા ઓળખે નહિ, પણ વાત કરવા પ્રેમથી ઊભા રહે. ત્યાં આવનાર વ્યક્તિ કહે, “કાકા, મારી આંખ જોઈ આપોને, મોતિયો તો નથી આવતોને ?' કાકા એમ ન કહે કે “ભાઈ અત્યારે ટાઇમ નથી. દવાખાને બતાવવા આવજે.' તેઓ તરત થેલીમાંથી બેટરી કાઢે અને બિલોરી કાચ કાઢે. પેલાની બંને આંખ વારાફરતી પહોળી કરી, ટૉર્ચ મારીને અને જરૂર પડે તો કાચનો ઉપયોગ કરીને જુએ અને સંતોષકારક જવાબ આપે. આવું કામ કરવામાં કાકાને ક્યારેય મોડું ન થાય. કાકાને મન દર્દી એટલે દરિદ્રનારાયણ. કાકાએ હજારો માણસની આંખ રસ્તામાં જ બરાબર ધ્યાનથી જોઈ આપી હશે. કોઈ વાર એવું બને કે આંખ જોયા પછી કાકા કહે “ભાઈ, તમારી આંખ મશીનમાં જોવી પડશે. દવાખાને આવજો.' અમેસ યુવક સંઘના આઠ-દસ સભ્યો નેત્રયજ્ઞ માટે જ્યારે ચિખોદરા જઈએ ત્યારે કોઈકને આંખ બતાવવાની હોય, નંબર કઢાવવાનો હોય તો કાકા દવાખાનામાં બધાંની આંખો જોઈ આપે. કાકા નંબર કઢાવવા માટે લાઈટ કરીને નાનામોટા અક્ષરોના ચાર્ટમાં અમને અક્ષરો વંચાવે. એમાં નીચે ઝીણા અક્ષરોની લીટી આવે. લ ન ગ ક૨. અમારા એક મિત્રે ભૂલથી વાંચ્યું “લગન કર' એટલે હસાહસ થઈ પડી. ત્યારથી આંખો બતાવવી હોય તો અમે કહીએ, “કાકા, લગન કર'. એટલે કાકા તરત સમજી જાય અને બધાંની આંખો જોઈ આપે. ચશ્માંનો નંબર કાઢી આપે. એક વખત અમે ગુજરાતના એક નગરમાં એક નવી થયેલી હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. હોસ્પિટલ આધુનિક સાધનોથી સજ્જ હતી અને ડૉક્ટરો પણ સેવાભાવી હતા. હૉસ્પિટલમાં બીજે હોય એના કરતાં પંચોતેર ટકા ચાર્જ Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ વંદનીય હૃદયસ્પર્શ ઓછો હતો. જે માટે બીજી હૉસ્પિટલમાં સો રૂપિયા ખર્ચ થાય તે માટે આ હૉસ્પિટલમાં પચીસ રૂપિયા ખર્ચ થાય. એકંદરે મધ્યમવર્ગના લોકોને સારો લાભ મળી શકે. હૉસ્પિટલની મુલાકાત પછી ઉતારે અમે આવ્યા ત્યારે દોશીકાકાને અભિપ્રાય પૂછયો. એમણે કહ્યું, હૉસ્પિટલ ઘણી જ સારી છે અને મધ્યમવર્ગના લોકો માટે ઘણી જ રાહતરૂપ છે. આ વિસ્તારના ઘણા લોકોને એનો લાભ મળશે. પણ... કાકા બોલતાં અટકી ગયા. અમે કહ્યું, “કાકા, પણ શું?' કાકાએ કહ્યું, ‘પણ મારે કરવાની હોય તો આવી હૉસ્પિટલ ન કરતાં ગરીબ લોકો લાભ લે એવી હૉસ્પિટલ કરું. મારું ક્ષેત્ર જુદું છે. અમેરિકા કે યુરોપના દેશોમાં લોકોની આર્થિક સ્થિતિ એવી છે કે કોઈને રાહત આપવાનો વિચાર થતો નથી. રવિશંકર મહારાજના હાથે તાલીમ પામેલા અમે લોકો ગાંધીજીએ જે રસ્કિનનો વિચાર અપનાવ્યો Un to this last એટલે અમે સાવ છેવાડાના ગરીબ માણસોનો વિચાર કરીએ. આ હૉસ્પિટલમાં સોને બદલે પચીસ રૂપિયા ચાર્જ છે. પરંતુ જેની પાસે પચીસ રૂપિયા ન હોય, અરે હૉસ્પિટલ સુધી આવવાના બસભાડાના રૂપિયા નથી એવા લોકો માટે કામ કરવું એ અમારું ક્ષેત્ર છે. શહેરોમાં નહિ, પણ દૂર દૂરનાં ગામડાંમાં અમે જઈએ ત્યારે ચીંથરેહાલ દશામાં જીવતા લોકોને જોઈ અમને દયા આવે.” ત્યારે અમને લાગ્યું કે ખરેખર, દોશીકાકા એટલે ગરીબોના બેલી. એક વખત કાકા મારે ત્યાં જમવા પધાર્યા હતા. ઉનાળાનો સમય હતો. કાકા સવારના જમવામાં પાંચ વાનગી લે એ અમને ખબર હતી. અમે અમારે માટે પણ પાંચ વાનગી બનાવી હતી. જમવા બેઠા ત્યારે ઉનાળામાં કેરીની મોસમ હતી એટલે કાકાને પણ રસ પીરસ્યો હતો. બધા બેસી ગયા અને “સાથે રમીએ, સાથે જ રમીએ...' એ પ્રાર્થના કર્યા પછી જમવાનું ચાલુ કર્યું ત્યારે કાકાએ રસની વાટકી બહાર મૂકી. અમે પૂછયું, “કાકા, કેરીની બાધા છે ?' એમણે કહ્યું, “ના, પણ કેરી ખાવી નથી.” “કેમ?” તો કહ્યું “પછી વાત!” અમે પાંચમી વાનગી તરીકે બીજી કોઈ વાનગી આપવાનું કહ્યું તો તે માટે પણ અમને ના પાડી. કાકાએ રસ લીધો નહિ એટલે અમે રસની વાટકી બહાર મૂકતાં હતાં તો અમને આગ્રહપૂર્વક અટકાવ્યાં. Page #456 -------------------------------------------------------------------------- ________________ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૪૩૯ જમ્યા પછી અમે કાકાને કારણ પૂછ્યું તો એમણે કહ્યું, ‘મોટાં શહેરોમાં બધે કેરી ચાલુ થઈ ગઈ છે, પણ અમારાં ગામડાંઓમાં ગરીબ લોકોને ત્યાં હજુ ચાલુ નથી થઈ. કેરી થોડા દિવસમાં સસ્તી થશે અને એમને ત્યાં ચાલુ થશે, પછી હું કેરી ખાઈશ.' કાકાની ગરીબો માટે કેટલી બધી સહાનુભૂતિ છે એનો ત્યારે ખ્યાલ આવ્યો. ગાંધીજીની જેમ વ્યવહારમાં કરકસર કરવી એ દોશીકાકાનું પણ જીવનનું મુખ્ય લક્ષ. દરેક વિષયમાં કરકસરપૂર્વક વિચાર કરે. બે જોડ ખાદીનાં કપડાં આખું વર્ષ ચલાવે. ફાટે તો સાંધી લે. સાંધેલું કપડું પહેરવામાં શરમ નહિ. દોશીકાકા પાસે એક ગરમ કોટ છે. છેલ્લાં બાવીસ વર્ષથી અમે જોતા આવ્યા છીએ કે કાકાએ શિયાળામાં બહારગામ જવું હોય તો આ એક જ કોટ પહેર્યો હોય. કાકા કરકસર કરે, પણ મનથી દરદ્રતા નહિ. જરૂર પડે, અનિવાર્ય હોય તો ગમે તેટલું મોટું ખર્ચ કરતાં અચકાય નહિ. દોશીકાકા વૈશાખ મહિનામાં ઑફિસમાં બપોરે એક દિવસ કામ કરતા હતા અને ભયંકર ગરમી પડતી હતી. એ વખતે એક શ્રીમંત ભાઈ પોતાની એ.સી. કારમાંથી ઊતરીને કાકાને મળવા આવ્યા. એમનાથી ગરમી સહન થતી નહોતી. એમણે કહ્યું, ‘કાકા, આવી ગરમીમાં તમે કેવી રીતે કામ કરી શકો છો ?' કાકાએ કહ્યું, ‘હું ગરમીથી ટેવાઈ ગયો છું.' પેલા શ્રીમંતે કહ્યું, ‘કાકા, ઑફિસમાં મારા ખર્ચે એ.સી. નંખાવી આપું છું, એના વીજળીના બિલની જવાબદારી પણ મારી.’ કાકાએ કહ્યું, ‘ભાઈ, તમારી દરખાસ્ત માટે આભાર. પણ એ.સી.વાળી ઑફિસ મને ન શોભે.’ નેત્રયજ્ઞની સભાઓમાં કાકા ઘણી વાર કહેતા કે આવા યજ્ઞનું આયોજન ત્રણ નારાયણ એકત્ર થાય ત્યારે થાય. દર્દીઓ તે દરિદ્રનારાયણ, દાક્તરો અને બીજા કાર્યકર્તાઓ એ સેવાનારાયણ અને યજ્ઞ માટે દાન આપનાર, તે લક્ષ્મીનારાયણ. કાકાના વક્તવ્યમાં આ ત્રણ નારાયણ તો હોય જ, પણ કોઈ વાર પ્રસંગાનુસાર કાકા બીજા એકબે ના૨ાયણ જોડી દેતા. કોઈ વાર લક્ષ્મીની વાત નીકળે તો કહેતા કે લક્ષ્મી ત્રણ પ્રકારની છે, શુભ લક્ષ્મી, અશુભ લક્ષ્મી અને મહાલક્ષ્મી. પાપ કરીને, છેતરપિંડી કરીને જે ધન કમાય તે અશુભ લક્ષ્મી. પ્રમાણિકપણે જે કમાણી થાય તે શુભ લક્ષ્મી. અને લોકસેવાનાં કાર્યો જે કરે તેની લક્ષ્મી તે મહાલક્ષ્મી. અશુભ અને શુભ લક્ષ્મી અવશ્ય નાશ પામે. Page #457 -------------------------------------------------------------------------- ________________ ४४० વંદનીય હૃદયસ્પર્શ મહાલક્ષ્મી તો ક્યારેય નાશ ન પામે. તે ભવાંતરમાં પણ સાથે આવે. જ્યાં નેત્રયજ્ઞ હોય ત્યાં કાકા સ્થાનિક કાર્યકર્તાઓને એક નાનકડી સભા યોજવાનું કહે. દર્દી અને એમના બરદાસીઓ તથા ડૉક્ટરો, કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો એ અમારો શ્રોતાગણ. અડધો કલાક કાર્યક્રમ ચાલે. અમારામાંના કોઈક કાર્યકર્તાઓને આ સભાઓ દ્વારા જાહેરમાં બોલવાનો મહાવરો થયો હતો. એક વખત એક સભ્યને બોલતાં બીજું કંઈ આવડ્યું નહિ તો એમણે દોશીકાકાના ત્રણ નારાયણની જ વાત કરી. એટલે દોશીકાકાને તે દિવસે બીજો વિષય લેવો પડ્યો હતો. દરેક નેત્રયજ્ઞમાં સભા પછી ભોજનનું નિમંત્રણ સ્થાનિક કાર્યકર્તાઓ તરફથી હોય જ. આરંભનાં વર્ષોમાં નેત્રયજ્ઞમાં ૭૦૦-૮૦૦ દર્દીઓ આવતા. કાકાની સુવાસ એવી કે દર્દીઓને જમાડવા માટે અનાજ વગેરે સામગ્રી ગામનાં શ્રેષ્ઠીઓ તરફથી મળતી. બળતણ માટે લાકડું દરેક ઘરેથી એક એક આવે. એટલે કશી મુશ્કેલી ન રહે. કાકામાં કુશળ વહીવટી શક્તિ અને સૂઝ છે. નેત્રયજ્ઞ એટલે આખા ગામનો ઉત્સવ. કાકા સવારના પાંચ વાગ્યાથી રાતના બાર સુધી કામ કરે. કોઈક વખત તો તેઓ એક દિવસમાં ૧૨૫થી વધુ ઑપરેશન કરે, છતાં થાકનું નામ નહિ. પહેલાં સરકારી નિયમ એવો હતો કે જે નેત્રયજ્ઞમાં સો કે તેથી વધુ દર્દીઓ થયા હોય તો તે નેત્રયજ્ઞ માટે સરકાર સહાય કરે. એક વખત એક નેત્રયજ્ઞમાં બધું મળીને નવાણું દર્દીઓ થયા. કાર્યકર્તાઓએ કહ્યું, “કાકા, કોઈ એક માણસની આંખ જોઈને પછી એનું નામ-સરનામું ચોપડામાં લખી દઈએ તો સો દર્દી થઈ જાય અને આપણને સરકારી ગ્રાન્ટ મળે.” પરંતુ કાકાએ કહ્યું, “એવી રીતે ખોટું આપણાથી ન કરાય.” કાર્યકર્તાઓનો આગ્રહ છતાં કાકા મક્કમ રહ્યા હતા. મહીકાંઠાના હરિલાલભાઈ બે આંખે વર્ષોથી સદંતર બંધ હતા. એક વખત આણંદની કૉલેજના સેવાભાવી પ્રોફેસર ડૉ. ભાનુપ્રસાદ ચોક્સી એમને કાકા પાસે લઈ આવ્યા. કાકાએ કહ્યું કે કદાચ ઑપરેશનથી પચીસેક ટકા તેજ આવે. એ રીતે ઑપરેશન થયું અને હરિલાલભાઈ થોડુંક દેખતા થયા. તેઓને જાણે કે નવી જિંદગી મળી. દોશીકાકાની તેઓ રોજ સાંજે એક માળા – Page #458 -------------------------------------------------------------------------- ________________ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૪૪૧ દોશીકાકા, દોશીકાકા' એ નામની માળા – જપતા. એક વખત અમારો નેત્રયજ્ઞ પંચમહાલમાં દેવગઢ બારિયા પાસે સાગતાળા નામના ગામમાં હતો. જંગલ વિસ્તાર પાસે આવેલું આ ગામ છે. અમારો ઉતારો જંગલ વિભાગના ગેસ્ટ હાઉસમાં હતો. નેત્રયજ્ઞ પછી બીજે દિવસે અમે અલિરાજપુર પાસે મધ્યપ્રદેશમાં આવેલા લક્ષ્મણી તીર્થની જાત્રાએ ગયા. કાકાએ આ તીર્થ જોયું નહોતું. અમારામાંના બીજા પણ ઘણાખરા પહેલી વાર આવતા હતા. આખો રસ્તો ખરબચડો. અમે પહોંચી, પૂજા કરી, ભોજન અને આરામ કરી પાછા આવવા નીકળ્યાં. પણ ત્યાં તો રસ્તામાં ધોધમાર વરસાદ ચાલુ થયો. અંધારું થઈ ગયું હતું. એસી કિલોમીટરનો રસ્તો વટાવતાં ઘણી વાર લાગી. રસ્તામાં થાકેલા હોવાથી કોઈ ઝોલાં ખાતા તો કોઈ વાતો કરતા. એક કલાક પછી કાકાએ ગીત ઉપાડ્યું; આંખો પવિત્ર રાખ, સાચું તું બોલ, ઈશ્વર દેખાશે તને પ્રેમળનો કોલ, સત્ય એ જ પરમેશ્વર, બાપુનો બોલ તારામાં ઈશ્વર છે કે નહિ ખોલ.' બધાંએ કાકાનું ગીત ઝીલ્યું. પાંચ કલાક પછી અમે સાગતાળા આવ્યા. બીજે દિવસે કાકાએ કહ્યું, “તમને ખબર છે, કાલે આપણે કેટલું જોખમ ખેડ્યું ? આ ભીલ વિસ્તાર છે. રાતના કોઈ વાહન આવે તો ભીલો જરૂર લૂંટી લે. મને થયું કે હેમખેમ પાછા પહોંચી જઈએ તો સારું. આખે રસ્તે હું મનમાં ભક્તામર સ્તોત્ર બોલતો રહ્યો હતો. વચ્ચે “આંખો પવિત્ર રાખ'નું ગીત ઝિલાવ્યું કે જેથી તમને ડરનો વિચાર ન આવે.” એક વખત અમારા સંઘ તરફથી ઠાસરામાં નેત્રયજ્ઞ હતો. પચાસ જેટલા દર્દીઓનાં ઑપરેશન હતાં. અમે મુંબઈથી સંઘના સાતેક સભ્યો ચિખોદરા પહોંચ્યા. ઓગસ્ટ મહિનો હતો અને વરસાદના દિવસો હતા. ચિખોદરામાં સ્નાનાદિ વગેરેથી પરવારી, અમે જીપમાં બેઠા ત્યારે કાકાએ કહ્યું કે કાલે રાતના બહુ વરસાદ પડ્યો છે અને જોરદાર પવન ફૂંકાયો છે એટલે દર્દીઓ ઓછા આવશે એવો સંભવ છે. અમે ઠાસરા નેત્રયજ્ઞના સ્થાને પહોંચી ગયા. ઑપરેશન માટે દાક્તરો આવી ગયા હતા. ખાટલા પથરાઈ ગયા હતા. . Page #459 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ વંદનીય હૃદયસ્પર્શ ઑપરેશન થિયેટર તૈયાર થઈ ગયું હતું. પરંતુ નવ વાગ્યા તો પણ કોઈ દર્દી આવ્યો નહોતો. રાહ જોવાતી ગઈ, સમય પસાર થતો ગયો. એમ કરતાં અગિયાર વાગ્યા તો પણ કોઈ દર્દી આવ્યા નહિ. અમે બધા બેસીને માંહોમાંહે ગપાટા મારતા રહ્યા. અમારા માટે ભોજનની વ્યવસ્થા ત્યાં જ થઈ હતી એટલે બાર વાગે જમવા બેઠા. સાડા બાર સુધી કોઈ દર્દી ન આવ્યો એટલે એક વાગે નેત્રયજ્ઞ બંધ જાહેર કરવામાં આવ્યો. કાકાએ કહ્યું, અત્યાર સુધી આટલા બધા નેત્રયજ્ઞો કર્યા, પણ દર્દી વગરનો આ પહેલો થયો, તેનું કા૨ણ ધોધમાર વરસાદ અને વાવાઝોડું છે. દોશીકાકા અને ભાનુબહેન એક વખત અમેરિકા જવાનાં હતાં ત્યારે અમારા યુવક સંઘ તરફથી અમે વિદાયમાનનો કાર્યક્રમ યોજ્યો હતો. આટલી મોટી ઉંમરે તમને ફાવશે કે કેમ એમ અમે પૂછ્યું ત્યારે કાકાએ કહ્યું હતું કે ‘મારા ભત્રીજાઓ ત્યાં રહે છે અને એરપૉર્ટથી એરપૉર્ટ અમને એટલા બધા સાચવે છે કે અમને જરાય તકલીફ પડતી નથી.' આ ભત્રીજાઓ નાના હતા ત્યારે કાકાએ અને ભાનુબહેને પોતાને ઘરે રાખીને સાચવ્યા હતા અને તૈયાર કર્યા હતા. આ અમેરિકા જવાના પ્રસંગે મારાં ધર્મપત્ની તારાબહેને કાકાને ખાદીની ગરમ શાલ ભેટ આપી તો કાકાએ કહ્યું કે ‘મારી પાસે એક શાલ છે અને એકથી વધારે ન રાખવાનો મારો નિયમ છે. એટલે તમારી શાલ હું તો જ સ્વીકારું કે મને જ્યારે યોગ્ય લાગે ત્યારે કોઈ યોગ્ય વ્યક્તિને હું આપી દઉં, એ માટે તમારી મંજૂરી હોય તો જ લઉં.’ આ શરત અમે મંજૂર રાખીને અમે કાકાને શાલ ભેટ આપી. દોશીકાકા અને એમનાં ધર્મપત્ની ભાનુબહેન અમે૨િકા ત્રણેક વા૨ ગયાં છે. તેમના ભત્રીજાઓને ત્યાં રહે છે. કાકા જાય ત્યારે હૉસ્પિટલ માટે કંઈક ફંડ લઈને આવે. છેલ્લે ગયા ત્યારે કાકાની ઉંમ૨ ૮૭ અને ભાનુબહેનની ૮૩, વૃદ્ધાવસ્થાને લીધે કોઈ પણ તેમને અમેરિકા જવાની સલાહ ન આપે. પણ તેઓ બંને મનથી દૃઢ હતાં. વળી આરોગ્યમાં કોઈ ખામી નહોતી. ભાનુબહેનનું શરીર ભારે, પણ તેઓ કહે, ‘અમારે તો બધા જ એરપૉર્ટ પર વ્હીલચેર મળવાની છે.' અમેરિકા જતા હતા ત્યારે ભાનુબહેને કાકાને કહ્યું, ‘તમારા ચંપલ ઘણા ઘસાઈ ગયા છે. અમેરિકામાં તૂટશે તો બહુ મુશ્કેલી થશે. માટે તમે નવી જોડ લઈ લો.' Page #460 -------------------------------------------------------------------------- ________________ અમારા પૂજય શ્રી દોશીકાકા ૪૪૩ પણ કાકા જૂના ચંપલ પહેરીને જવામાં મક્કમ હતા. તેમનો નિયમ હતો કે એક ચંપલ ઘસાઈને તૂટી જાય ત્યારે જ નવાં ચંપલ ખરીદવાં. એટલે કાકાએ કહ્યું, “ચંપલ તૂટી જશે તો ત્યાં ઉઘાડા પગે ચાલીશ. નહિ વાંધો આવે. બધે ગાડીમાં ફરવાનું છે. વળી ત્યાંનો ઉનાળો છે.' દોશીકાકામાં આત્મવિશ્વાસ ઘણો. પાછા ફર્યા ત્યાં સુધી ચંપલને વાંધો આવ્યો નહિ. આવ્યા પછી જૂનાં ચંપલ ઘસાઈ ગયાં ત્યારે નવાં ચંપલ લીધાં. એક વખત અમે નેત્રયજ્ઞ પછી એક તીર્થની યાત્રાએ ગયા હતા. રાતનો મુકામ હતો. થાકેલા હતા એટલે હું અને દોશીકાકા સૂઈ ગયા અને મિત્રને પરવારતાં થોડી વાર હતી. સવારે વહેલા ઊઠી, સ્નાનાદિથી પરવારીને અમે તૈયાર થયા. બહાર જતાં દોશીકાકાએ કહ્યું, “મારાં ચંપલ ક્યાં ગયાં ?' તો મિત્રે તરત એમનાં ચંપલ બતાવ્યાં. કાકાએ કહ્યું, “આ મારાં ચંપલ નથી.' મિત્રે ફોડ પાડતાં કહ્યું, “કાકા, રાતના મારા બૂટ પાલીશ કરતો હતો ત્યાં પછી વિચાર આવ્યો કે તમારા બંનેનાં ચંપલને પણ પાલિશ કરી લઉં.” કાકાએ કહ્યું, “મને પૂછ્યા વગર તમે મારા ચંપલને પાલિશ કર્યું તે બરાબર ન કહેવાય. પાલિશવાળાં ચંપલ મને શોભે નહિ. હવે પાલિશ કાઢી નાખો.' મિત્રે લુગડા વડે પાલિશ કાઢવા પ્રયત્ન કર્યો, પણ પાલિશ બહુ ઓછી થઈ નહિ. ત્યાં બહાર જઈ કાકા મૂઠી ધૂળ ભરીને લાવ્યા અને ચંપલ પર નાખી. એટલે ચંપલ કંઈક બરાબર. થયાં. અપંગ કન્યાઓ માટે ગુજરાતમાં કલોલ પાસે આવેલી સંસ્થા “મંથન'ને માટે અમે પર્યુષણ પર્વ દરમિયાન સહાય માટે શ્રોતાઓને અપીલ કરી હતી અને એકત્ર થયેલ રકમ સંસ્થાને અર્પણ કરવાનો કાર્યક્રમ અમે ગોઠવ્યો હતો. એ માટે કાકાને પણ પધારવાનું નિમંત્રણ અમે આપ્યું હતું. કાકાએ “મંથન' સંસ્થા જોઈ નહોતી અને ક્યાંથી જવાય એ તેઓ જાણતા નહોતા. એટલે અમે એમને અમદાવાદથી અમારી સાથે બસમાં જોડાઈ જવા કહ્યું હતું. અમદાવાદ સ્ટેશને “ઈન્કવાયરી”ની બારી પાસે તેઓ ઊભા રહેવાના હતા. પરંતુ તે દિવસે ટ્રેનમાં અમારો ડબ્બો ઘણો આગળ આવ્યો એટલે અમે બધા પાર્સલના ફાટકમાંથી નીકળ્યા કે જેથી તરત સામે બસ પાસે પહોંચાય. સવારની ઉતાવળમાં અમે જે ભાઈને કાકાને લઈને આવવાનું સોંપ્યું હતું તે ભૂલી ગયા અને બીજા પણ ભૂલી ગયા. અમે શેરિસા પહોંચ્યા ત્યારે ખબર પડી કે કાકાને Page #461 -------------------------------------------------------------------------- ________________ ४४४ વંદનીય હૃદયસ્પર્શ લેવાનું રહી ગયું છે. શેરિસા સ્નાનપૂજા કરી અને મંથનમાં પહોંચ્યા તો કાકા ત્યાં આવીને બેઠા હતા. અમે કાકાની માફી માગી, પણ તેમની વાણીમાં જરા પણ ઠપકો નહોતો, એમણે હસતાં કહ્યું, “તમે ભૂલી ગયા તે સારું થયું. એટલે તમારા કરતાં હું વહેલો અહીં આવી ગયો. પછી કાકાએ કહ્યું કે “બધા પેસેન્જરો નીકળી ગયા અને કોઈ મારી પાસે આવ્યું નહિ એટલે થયું કે તમે નીકળી ગયા હશો. પછી નિમંત્રણ પત્રિકા જોઈ અને એમાંના એક સભ્યને ફોન કર્યો. તેઓ હજુ નીકળ્યા નહોતા. એટલે એમના ઘરે પહોંચી એમની સાથે ગાડીમાં અહીં આવી ગયો છું.” અમારી ભૂલ માટે એમણે જરાયે ઠપકો આપ્યો નહિ. એમની સમતા અને પ્રસન્નતા માટે માન થયું. એમણે હસતાં કહ્યું, “તમે ભૂલી ગયા તે સારું થયું. મને ગાડીમાં તમારા કરતાં વહેલા આવવા મળ્યું.” સાયલાના શ્રી રાજસોભાગ આશ્રમમાં મુંબઈની રત્નવિધિ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા વિકલાંગો માટે એક કૅમ્પનું આયોજન થયું હતું. એમાં દોશીકાકાને પણ નિમંત્રણ આપ્યું. સામાન્ય રીતે મંચ પર બેસવાનું દોશીકાકા ટાળે અને આગળની હારમાં બેસવાનું પણ ટાળે. દોશીકાકા થોડા પાછળ બેઠા હતા. આગળ આવવાનો આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે તેઓ નિશ્ચિત સમયે નીકળીને ચિખોદરા પહોંચવા ઇચ્છે છે. સાયલાથી અમદાવાદ બસમાં અને અમદાવાદથી બસ બદલીને તેઓ આણંદ જવાના હતા. સભામાં એક સજ્જન પધાર્યા હતા, તેઓ કાર્યક્રમ પછી પોતાની ગાડીમાં આણંદ જવાના હતા. એટલે મેં તેમની સાથે ગાડીમાં જવાનું સૂચન કર્યું. પરંતુ દોશીકાકાએ કહ્યું મને એમ કોઈની ગાડીમાં જવાનું નહિ ફાવે. કોઈને મોડું-વહેલું થાય. બસ તરત મળી જાય છે એટલે મારે મોડું નહિ થાય.” અમે બહુ આગ્રહ કર્યો ત્યારે કહ્યું, ‘ભલે જોઈશું.” પરંતુ કાર્યક્રમ પૂરો થયો ત્યારે દોશીકાકા તો નીકળી ગયા હતા. દોશીકાકાને શ્રીમંતો પ્રત્યે એલર્જી છે એવું નથી, પણ તેમને આમજનતા વચ્ચે આમજનતાના થઈને, જાણે કે કોઈ પોતાને ઓળખતું નથી એવા થઈને રહેવું ગમે છે. એમના વિચલિત થયેલા માનકષાયનું આ પરિણામ છે. એક વખત અમારે આગલોડ અને મહુડીની યાત્રાએ જવું હતું. કાકા કહે “અમારી જીપ લઈ જાવ.” અમે કહ્યું, “પણ કાકા તમારે ગાંધીનગર જવું Page #462 -------------------------------------------------------------------------- ________________ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૪૪૫ છે તો તમે જ જીપ લઈ જાવ, અમે બીજી વ્યવસ્થા કરી લઈશું.’ કાકા કહે, ‘જીપ તો તમે જ લઈ જાવ, હું બસમાં જ જઈશ.' બહુ આગ્રહ કરતાં કાકા કહે, ‘એમ કરો, મારું કામ પતાવી હું મહુડી આવીશ અને વળતાં તમારી સાથે પાછો આવી જઈશ.’ કાર્યક્રમની વિગતો નક્કી થઈ. મહુડી પહોંચવાનો અમારો સમય પણ નક્કી થયો. પરંતુ ચિખોદરાથી નીકળ્યા પછી તરત અમારામાંના એક મિત્રે બીજું પણ એક સ્થળ સમાવી લેવાનો આગ્રહ કર્યો. અને ચિખોદરાથી પહેલાં એ સ્થળે જવું અને પછી જ આગલોડ અને મહુડી જવું. પણ એ સ્થળનો રસ્તો લાંબો હતો. એટલે એમ કરતાં અમારી બસ સાંજના સાત વાગે મહુડી પહોંચી. પહોંચતાં જ ત્યાંના એક કર્મચારીભાઈએ કહ્યું, ‘દોશીકાકા તો તમારી બે કલાક રાહ જોઈને બસમાં ચિખોદરા ગયા.' આ સાંભળીને અમને બહુ અફસોસ થયો. જેમની જીપ છે તે બસમાં જાય ! અમારે એમની જીપમાં જવાનું ? વળી એમને બે કલાક રાહ જોવી પડી. ચિખોદરા અમે પહોંચ્યા તો કાકાએ પૂછ્યું, ‘કેમ મોડું થયું ?’ અમે એમની ક્ષમા માગી પણ એમણે એ વાતને સહજ ગણી, જરા પણ ચિડાયા નહિ કે ન ઠપકો આપ્યો, બલકે તેઓ હસતાં હસતાં અમારી સરભરામાં લાગી ગયા. દોશીકાકાની સમતાનું ત્યારે દર્શન થયું. દોશીકાકાની ભોજનની પ્રવૃત્તિ અત્યંત શાંત અને સંયમિત. સવારે તેઓ ચાર કે પાંચ વાનગી લે. આખા દિવસમાં આઠ વાનગી લે. જરૂર પડ્યે દાળ અને શાકનું મિશ્રણ કરે. પછી આખો દિવસ વચમાં કશું ન લે. ચોવિહાર કરે અને તેમાં ફક્ત ત્રણ વાનગી લે. પ્રવાસમાં અમે હોઈએ અને સાંજ પડવા આવે પણ પોતે કશું બોલે નહિ. ડ્રાઇવર યાદ રાખે. સૂકી ત્રણ વાનગીઓનો ભાનુબહેને ડબ્બો બાંધી આપ્યો હોય તો તે આપે. ચાલુ પ્રવાસે જ તેઓ આહાર લે. એ માટે ગાડી થોભાવે નહિ. કોઈ વખત વેળાસર હૉસ્પિટલમાં પહોંચી જવાની ધારણા હોય એટલે ભાનુબહેને કશું બંધાવ્યું ન હોય, પણ મોડું થાય તો ડ્રાઇવર કહે કે ભાનુબહેને કશું આપ્યું નથી. પછી પોતે જ રસ્તામાં કોઈ કેળાંની લારી ઊભી હોય તો કેળાં લાવે. તેમાંથી દોશીકાકા એક અથવા બે લે. કોઈ વા૨ રસ્તામાં કેળાં ન મળે તો કાકા ભૂખ્યા રહે, પણ કોઈને કહે નહિ, કોઈની ભૂલ ન કાઢે કે કોઈને ટોકે નહિ. મહેમાનોનું પ્રેમભર્યું સ્વાગત Page #463 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ વંદનીય હૃદયસ્પર્શ કરવું, તેમને અતિથિગૃહમાં ઉતારો આપી તેમનાં ભોજનાદિની સગવડ કરવી, તેમની સેવામાં કર્મચારીઓને જુદાં જુદાં કામ સોંપવાં, ગાડીમાં બેસાડીને તેઓને આસપાસ ફેરવવા ઈત્યાદિ પ્રવૃત્તિઓમાં દોશી-દંપતીના ઉત્સાહની આપણને પ્રતીતિ થાય. કાકા અને મુ. ભાનુબહેન અતિથિગૃહમાં આવી બધી વસ્તુનું બરાબર ધ્યાન રાખે. કોઈ દિવસ એવો ન હોય કે માત્ર કાકા અને ભાનુબહેન – એમ બે જણે સાથે ભોજન લીધું હોય. અતિથિ બારે માસ હોય અને તેમને ઉત્સાહથી જમાડે. મહેમાન વગર ખાવાનું ન ભાવે. ચિખોદરાની હૉસ્પિટલને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળેલી છે એટલે દેશવિદેશથી મુલાકાતે આવનાર મહેમાનોની અવરજવર આખું વર્ષ રહે, છતાં નહિ થાક કે નહિ કચવાટનું નામનિશાન. તેઓ કામ કરવામાં ચોક્કસ, પણ નોકરચાકરની કંઈ ભૂલ થઈ હોય છતાં દોશી-દંપતીએ ક્યારેય ગુસ્સો કર્યો હોય, બરાડા પાડ્યા હોય એવું ક્યારેય ન બને. સમતાનો ગુણ તેમના જીવનમાં વણાઈ ગયો છે. શ્રી આર. કે. દેસાઈએ એમના જીવનવૃત્તાંતમાં લખ્યું છે : “દોશીકાકામાં ક્રોધ કરમાઈ ગયો છે, ગુસ્સો ગાયબ થઈ ગયો છે. બધાં કામ પ્રેમથી જ કરવાનાં. અધરાત-મધરાત ગમે ત્યારે ગમે તે કામ માટે એમને મળી શકાય. તેની સમક્ષ કોઈ ગુસ્સો લઈને આવ્યું તો તરત જ આવનાર વ્યક્તિ બરફ બની જતો. ભયંકર ગણાતી ક્ષતિને પણ માફ જ કરવાની વૃત્તિ. સૌ સાથે પ્રેમભાવનો ધોધ જ વહેતો જણાશે. કોઈના પ્રત્યે શત્રુતા નથી, વેર નથી કે કડવાશ નથી. શિથિલતા દર્શાવનાર વ્યક્તિઓ પ્રત્યે આકરા થવાની વૃત્તિ નથી. નરી શીતળતા, ચંદ્રથી પણ વિશેષ શીતળતા. સૌનું વિશ્રામસ્થાન એટલે દોશીકાકા; થાક્યાપાક્યાનું એ વિશ્રામસ્થાન છે. એમને મળતાંની સાથે જ બોજ હળવો બને છે. તેઓ આબાલવૃદ્ધ સૌના વાત્સલ્યમૂર્તિ છે. તેઓ ઘેઘૂર વટવૃક્ષ સમી શીતળ છાયા પ્રદાન કરનાર છે. | દોશીકાકા એટલે ગાંધીયુગના છેલ્લા અવશેષોમાંના એક. એમની કેટલીક વાતો, ભવિષ્યમાં લોકો જલદી માનશે નહિ. જેમની પાસે પોતાની માલિકીનું ઘર નથી, જમીન નથી, મિલકત નથી, બેંકમાં ખાતું નથી એવા આ લોકસેવકે ભરયુવાનીમાં રવિશંકરદાદાના પ્રભાવ હેઠળ આવી સેવાનો ભેખ લીધો. તેઓ સાચા વૈષ્ણવજન છે, સાચા શ્રાવક છે. એમને ગીતની પરિભાષામાં કર્મયોગી તરીકે ઓળખાવવા તે યોગ્ય જ છે. Page #464 -------------------------------------------------------------------------- ________________ અમારા પૂજ્ય શ્રી દોશીકાકા ૪૪૭ ભાનુબહેન અને દોશીકાકા પાસે અમે હોઈએ તો જાણે માતાપિતા પાસે હોઈએ એવું અપાર વાત્સલ્ય અનુભવ્યું છે. જાણે કે જન્માન્તરનો સંબંધ ન હોય ! પૂ. ડૉ. દોશીકાકા અને મુ. ભાનુબહેનને ભાવપૂર્વક વંદન કરું છું અને એમના શતાયુ માટે પ્રાર્થના કરું છું. Page #465 -------------------------------------------------------------------------- ________________ ૪૭ મારા પિતાશ્રી મારા પૂજય પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ વિ. સં. ૨૦૧૨ના મહા વદ અમાસના દિવસે (તા. ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ) ૧OOમાં વર્ષમાં પ્રવેશ કર્યો. ચિત્તની સ્વસ્થતા અને સમતા, નિર્બસનીપણું, કાયમ ઉણોદરી વ્રત અને પ્રભુભક્તિ એ એમના દીર્ધાયુનું રહસ્ય છે. આ ઉંમરે પણ તેઓ ઘરમાં લાકડીના ટેકા વગર ચાલે છે. જરૂર પડે તો ભીંતનો ટેકો લે છે. આખો દિવસ સતત બેઠેલા રહે છે. દિવસે ઊંઘતા નથી. પુસ્તકો અને છાપાંઓ નિયમિત વાંચે છે. (નેવું વર્ષની ઉંમર પછી તેમને બંને આંખે મોતિયો આવેલો તે ઉતરાવી લીધો હતો.) તેમને કાને બરાબર સંભળાય છે. માથે ટાલ પડી નથી. કેટલાક વખત પહેલાં કોઈ કોઈ વાળ પાછા કાળા થયા હતા. તેમના બધા દાંત પ્રૌઢાવસ્થામાં ગયેલા. ચોકઠું કરાવેલું પણ પહેર્યું નહિ. વગર દાંતે, પેઢાં મજબૂત થઈ ગયાં હોવાથી ખાઈ શકે છે. પાચનક્રિયા બરાબર ચાલે છે. રાતના સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય છે. રાતના પેશાબ કરવા ઊઠવું પડતું નથી. સંજોગોવશાત્ રાત્રે મોડા સૂવાનું થાય તો પણ વહેલી સવારે સમયસર ઊઠી જાય છે. તેમને શરીરમાં કોઈ બીમારી નથી. હાર્ટ ટ્રબલ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પાઇલ્સ, અસ્થમા કે એવો કોઈ રોગ નથી. ચાલીસેક વર્ષની ઉંમરે દમનો વ્યાધિ લાગુ પડ્યો હતો. તે વખતે ક્યારેક તો એ રોગના જીવલેણ હુમલો આવ્યા હતા. પરંતુ ભારે પુરુષાર્થ કરી એમણે એ રોગને એવો તો નિર્મૂળ કર્યો કે જિંદગીમાં બીજી વાર તે થયો નથી. એ વખતે ભાયખલામાં દવાખાનું ધરાવતા એક ભલા પારસી ડૉક્ટર દારૂવાલાની દવા એમને માફક આવી ગઈ હતી. - રોજ સવારે સાડા પાંચ કે છ વાગે ઊઠતાંની સાથે પથારીમાં બેઠાં બેઠાં જ તેઓ એક કલાક ઉચ્ચ સ્વરે પ્રભુસ્તુતિ કરે છે. આત્મરક્ષા મંત્ર, નવકાર મંત્રનો છંદ, ગૌતમ સ્વામીનો છંદ, રત્નાકર-પચીસી, કેટલાંક પદો તથા સ્તવનો તેઓ રોજ બોલે છે. પહેલા તીર્થકર ઋષભદેવથી ચોવીસમા તીર્થંકર Page #466 -------------------------------------------------------------------------- ________________ મારા પિતાશ્રી ૪૪૯ મહાવીર સ્વામી સુધી રોજ અનુક્રમે એક તીર્થંકરનાં ઓછામાં ઓછાં પાંચ સ્તવનો ગાય છે : બે કે ત્રણ સ્તવન યશોવિજયજીનાં, એક આનંદઘનજીનું, એક દેવચંદ્રજીનું અને એક મોહનવિજયજીનું. આ ઉપરાંત પણ કોઈ જાણીતું સ્તવન હોય તો તે બોલે છે. પછી આખો દિવસ જે તીર્થકર ભગવાનનાં સવારે બોલેલાં સ્તવનો હોય તે એમના મનમાં ગુંજ્યાં કરે છે. અગાઉ તેમને દોઢસોથી વધુ સ્તવનો કંઠસ્થ હતાં. છેલ્લાં કેટલાંક વર્ષથી કોઈ કોઈ સ્તવનમાં ભૂલ પડે છે. એટલે સ્તવનની ચોપડી હવે પાસે રાખે છે. સવારે ચા-પાણી લઈ, સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી તેઓ નવસ્મરણ બોલે છે. નવસ્મરણ એમને કંઠસ્થ છે પણ હવે તેમાં પણ ભૂલ પડતી હોવાથી પાસે ચોપડી રાખે છે. સવારે ભોજન પછી તેઓ આખો દિવસ જુદા જુદા મંત્રના જાપ તથા લોગસ્સ સૂત્રનું રટણ કરે છે. સરેરાશ બસો વખત લોગસ્સ બોલાતો હશે. દિવસ દરમિયાન બપોરે છાપાં, સામયિકો કે પુસ્તકોનું યથેચ્છ વાંચન કરે છે. પોતે જે જે વાંચ્યું હોય તેમાં પેન્સિલથી લીટી કરી નિશાની રાખે છે કે જેથી ભૂલથી ફરીથી એ વાંચવામાં ન આવે. કોઈ મળવા આવ્યું હોય તો તેટલો સમય વાતચીતમાં પસાર થાય છે. આ ઉંમરે પણ સ્મૃતિ ઘણી જ સારી છે. વર્ષો પહેલાંની ઘટનાઓ અને નામો બધું સ્મૃતિમાં તાજું છે. પિતાશ્રીનો જન્મ ઈ.સ. ૧૮૯૭માં પાદરામાં થયો હતો. પોતાની જન્મસાલ યાદ રાખવા માટે તેઓ કહે છે કે જે વર્ષે ગાયકવાડ સરકારે વિશ્વામિત્રી સ્ટેશનથી પાદરા સુધીની નેરોગેજ રેલવેલાઇન નાખી તે વર્ષે પોતાનો જન્મ થયો હતો. પાદરાના રેલવેસ્ટેશનને એ રીતે સો વર્ષ થવા આવ્યાં. ઘણાં વર્ષો સુધી રેલવે પાદરા સુધી રહી. પછી એને માસર રોડ સુધી લંબાવવામાં આવી અને પછી જંબુસર સુધી લઈ જવામાં આવી. પિતાશ્રીએ શિક્ષણ પાદરાની શાળામાં લીધું હતું. એ વખતે એમના સહાધ્યાયીઓમાંના એક તે ગચ્છાધિપતિ વિજયરામચંદ્રસૂરિ હતા. એમનું નામ ત્યારે ત્રિભુવન હતું. ત્રિભુવને વર્નાક્યુલર શાળામાં છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારપછી એમણે દીક્ષા લીધી હતી. પિતાશ્રીએ વર્નાક્યુલર શાળામાં ચાર ધોરણ કર્યા પછી હાઈસ્કૂલમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. હજુ આગળ ભણવાની એમની ઇચ્છા હતી. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪પ૦ વંદનીય હૃદયસ્પર્શ મેટ્રિક થયું હતું. ભણવામાં પણ હોશિયાર હતા. પરંતુ ઘરનો વેપારધંધો મોટા પાયે ચાલતો હતો એટલે ભણવાનું છોડી નાની વયે વેપારધંધામાં લાગી ગયા હતા. સાંજને વખતે તેઓ પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કરતા. એમના વખતમાં પાઠશાળામાં શિક્ષક તરીકે ચોટીલાથી આવેલા ઊજમશી માસ્તર સંગીતના સારા જાણકાર હતા. બુલંદ સ્વરે હાર્મોનિયમ સાથે સ્તવનો ગાતા અને શીખવતા. પિતાશ્રીને એ રીતે પંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેની ગાથાઓ તથા દોઢસો જેટલાં સ્તવનો કંઠસ્થ થયાં તે આ ઊજમશી માસ્તરના પ્રતાપે. એ ઊજમશીભાઈએ પછી પૂ. નીતિસૂરિ પાસે દીક્ષા લીધી હતી અને મુનિ ઉદયવિજયજી અને પછી ઉદયસૂરિ થયા હતા. (શાસનસમ્રાટ પૂ. નેમિસૂરિના શિષ્ય ઉદયસૂરિ તે જુદા). તે સમયે પાદરામાં જૈનોની વસ્તી મુખ્યત્વે નવઘરી, દેરાસરી, લાલ બાવાનો લીમડો, ઊંડું ફળિયું વગેરે શેરીઓમાં હતી. પાસે કંટિયારું નામનું તળાવ છે. સાત-આઠ દાયકા પહેલાંની પાદરાની જાહોજલાલીની વાત કંઈક જુદી છે. ગાયકવાડી રાજ્યમાં વડોદરાની નજીક આવેલું પાદરા એ તાલુકાનું મુખ્ય મથક. એના તાબામાં એકસોથી વધુ ગામ હતાં. એક ઐતિહાસિક સ્થળ તરીકે તથા એક સંસ્કારકેન્દ્ર તરીકે પાદરાનું નામ ત્યારે ઘણું મોટું હતું. વડોદરાથી બારેક કિલોમીટર દૂર આવેલું પાદરા ગામ ઐતિહાસિક છે. અંગ્રેજો સામે ૧૮૫૭ના બળવામાં ભાગ લેનાર ક્રાંતિવીરોમાંના એક તાત્યા ટોપેની એ જન્મભૂમિ છે. એક બાજુ વિશ્વામિત્રી નદી અને બીજી બાજુ મહીસાગર નદીની પાસે પાદરા આવેલું છે. ૧૯૫૭માં જ્યારે ૧૮૫૭ના બળવાની શતાબ્દી ઊજવવામાં આવી હતી ત્યારે પાદરાના કવિ મણિલાલ મોહનલાલ પાદરાકરે પુણ્યભૂમિ પાદરા' નામની પંદરેક પાનાની નાની પુસ્તિકા પ્રગટ કરી હતી અને તેમાં તાત્યા ટોપેના જીવનનો પરિચય આપવા સાથે પાદરાની ભૂતકાળની પરિસ્થિતિનું શબ્દચિત્ર પણ દોર્યું હતું. પિતાશ્રીના યૌવનકાળના સમયનું અને તે પૂર્વેનું પાદરા કેવું હતું તેનું વિષયાંતર થવા છતાં સંક્ષેપમાં અહીં વિહંગાવલોકન કરીશું. દોઢસો વર્ષ પહેલાં પાદરાનું મૂળ નામ ટંકણપુર હતું. ત્યારે તો એ સાવ Page #468 -------------------------------------------------------------------------- ________________ મારા પિતાશ્રી ૪૫૧ નાનું ગામડું હતું. એને વિકસાવ્યું દલા દેસાઈ નામના પાટીદારે. તેઓ દલા પાદરીઆ તરીકે ઓળખાતા. એટલે એમના નામ પરથી ટંકણપુરનું નામ પાદરા થઈ ગયું. તેઓ ભારે પરાક્રમી હતા. એ જમાનામાં મોગલ સલ્તનતને આગળ વધતી અટકાવવામાં મરાઠાઓએ ઘણી બહાદુરી બતાવી. શિવાજી મહારાજના અવસાન પછી જે કેટલાક શૂરવીરો થયા તેમાં ખંડેરાવ દાભાડેએ પાદરાની સરહદ સંભાળી હતી. એમને મદદ કરનારાઓમાં આ દલા દેસાઈ હતા. દલા દેસાઈએ પોતાના ભીલ ભાઈબંધ ચૂડામણિ સાથે મળીને મોગલ સૂબાઓને અમદાવાદ સુધી મારી હઠાવ્યા હતા. દામાજી ગાયકવાડે વડોદરામાં હિંદુપત પાદશાહીનો ઝંડો ફરકાવ્યો હતો. ત્યાર પછી અંગ્રેજો સામેના ૧૮૫૭ના બળવામાં મલ્હારરાવ ગાયકવાડે પાદરામાં રહીને વિપ્લવકારીઓને સહાય કરી હતી. પાદરામાં ત્યારે તાત્યા ટોપે થઈ ગયો. પચાસ યુવાન સાથીદારોને લઈને એ નાના સાહેબ પેશ્વાની સાથે જોડાયો હતો. તેઓ અંગ્રેજોની સામે આગળ વધ્યા. તેમની સેનામાં ભરતી થવા લાગી. રાણી લક્ષ્મીબાઈ, બાલાસાહેબ વગેરે સાથે દિલ્હી, કાનપુર, લખનૌમાં તેઓએ પોતાનાં કેન્દ્રો સ્થાપ્યાં. અંગ્રેજોના ઘેરામાંથી બહાદુરીપૂર્વક છટકી જનાર તાત્યા ટોપે પોતાના સાથીદાર માનસિંગના વિશ્વાસઘાતથી અલ્વર નજીક પકડાઈ ગયો હતો. ઇનામ તરીકે મોટી જાગીર મળવાની લાલચે માનસિંગે તાત્યા ટોપેની છુપી બાતમી આપી દીધી હતી. ૧૮૫૯ના એપ્રિલની ૧૮મી તારીખે તાત્યા ટોપેને જાહેરમાં ફાંસી આપવામાં આવી. એ ફાંસી જોવા દૂરદૂરની ટેકરીઓ ઉપર હજારો માણસો એકત્ર થયા હતા. તાત્યા ટોપેની બહાદુરીથી અંગ્રેજો પણ પ્રભાવિત થઈ ગયા હતા. તાત્યા ટોપેનું શબ ફાંસીને માંચડે લટકતું હતું ત્યારે એની યાદગીરી પોતાની પાસે રાખવા માટે કેટલાયે અંગ્રેજો એના માથાના વાળ તોડીને લઈ ગયા હતા. આમ તાત્યા ટોપે, ખંડેરાવ દાભાડે, મલ્હારરાવ ગાયકવાડ, બાલાસાહેબ, દલા દેસાઈ, શામળભાઈ દેસાઈ, બાવા ભિખારીદાસ વગેરે ૧૮૫૭ના બળવાના ક્રાંતિવીરોની ઐતિહાસિક ભૂમિ તરીકે પાદરાનું નામ ઇતિહાસમાં નોંધાયેલું છે. ગત શતકના પૂર્વાર્ધમાં પાદરા વિવિધ પ્રવૃત્તિઓથી ગાજતું હતું. પાદરાની ભૂમિ ખેતીવાડીની દષ્ટિએ ફળદ્રુપ છે. પાદરાની તુવેરની દાળ હજુ પણ વખણાય છે. પાદરાની બાજરી અને બીજું અનાજ પણ બહારગામ વેચાવા Page #469 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ વંદનીય હૃદયસ્પર્શ જાય છે. હિંગ અને છીંકણી ખરીદવા લોકો પાદરા આવતા. જામફળ અને સીતાફળની ઘણી વાડીઓ આ વિસ્તારમાં હતી. પાદરાની આસપાસ ત્યારે ચારસો જેટલી જુદી જુદી વાડીઓ હતી અને પાદરાનાં શાકભાજી એક બાજુ ઠેઠ મુંબઈ સુધી અને બીજી બાજુ અમદાવાદ અને આબુ રોડ સુધી જતાં. ખેડૂતો એક વરસમાં ત્રણ પાક લેતા. આજે પણ પાદરા ખેતીવાડીના ક્ષેત્રે મોખરે છે. જૂના વખતમાં પાદરાનો એક મુખ્ય ઉદ્યોગ તે ડોટી ગજિયા જાતની ખાદીનો હતો. એનું વણાટકામ પાદરામાં ઘણું સરસ થતું. જ્યારે મિલનાં કાપડ હજુ આવ્યાં નહોતાં ત્યારે પાદરાની ડોટી ગજિયા ખાદીની માંગ ઘણી રહેતી. વડોદરામાં સયાજીરાવ ગાયકવાડના રાજમહેલ માટે પણ પાદરાની ખાદી જ ખરીદાતી, એટલું જ નહિ પણ સમગ્ર ગાયકવાડી રાજ્યની જુદી જુદી કચેરીઓ અને બીજી સંસ્થાઓ માટે પણ પાદરાની ખાદી વાપરવાનો જ રાજ્ય તરફથી હુકમ હતો. પાદરાનું રંગાટીકામ પણ પ્રશંસાપાત્ર બનેલું. રંગાટીકામ કરનાર છીપા અને ભાવસાર લોકોની અઢીસો જેટલી ભઠ્ઠીઓ અને એથી વધુ કુંડો ત્યારે પાદરામાં હતાં. ડોટી ગજિયાના વણાટકામના વેપારમાં તે વખતે વ્રજલાલ સાકરચંદ અને વનમાળી સાકરચંદની પેઢી તથા લલ્લુભાઈ ગુલાબચંદની પેઢી જાણીતી હતી. કાપડની સાથે પાદરાનું દરજીનું કામ પણ વખણાતું. તે એટલી હદ સુધી કે ખુદ સયાજીરાવ ગાયકવાડ પોતે શરૂઆતના એ દિવસોમાં પોતાના અંગરખા સીવવા માટે પાદરાથી દરજીઓને રાજમહેલમાં બોલાવતા. પાદરાનું મીઠું પાણી આરોગ્યની દૃષ્ટિએ સારું ગણાતું. મલ્હારરાવ ગાયકવાડ હંમેશાં પાદરાના અમુક કૂવાનું જ પાણી પીતા. તેઓ મદ્રાસ ગયા હતા ત્યારે પણ પાદરાના એ કૂવાનું પાણી મંગાવીને પીતા. પાદરા પાસે ડબકા નામનું ગામ આવેલું છે. ત્યાં જંગલ જેવી ગીચ ઝાડીમાં વાઘ, વરુ જેવાં હિંસક પ્રાણીઓ રહેતાં. ડબકામાં મુકામ કરી સયાજીરાવ શિકાર માટે જંગલમાં જતા. એટલા માટે ડબકામાં એમણે મહેલ બંધાવેલો તથા શિકારખાનું રાખેલું. એમની સવારી જ્યારે વડોદરાથી ડબકા જવાની હોય ત્યારે તે પાદરા થઈને જતી. કોઈ કોઈ વાર તેઓ પાદરામાં થોડા કલાક આરામ કરતા. પાદરાના શામળભાઈ દેસાઈ(દલા દેસાઈના ભાઈ)ને Page #470 -------------------------------------------------------------------------- ________________ મારા પિતાશ્રી ૪૫૩ સયાજીરાવ સાથે ગાઢ પરિચય થયેલો. શિકાર કરતી વખતે તેઓ બહાદુર શામળભાઈને પોતાની સાથે લઈ જતા. શામળભાઈએ જંગલમાં સયાજીરાવનો જાન ત્રણેક વખત બચાવેલો. એથી શામળભાઈને ઘરે મુકામ કરવાનો અને ક્યારેક પાપડી-ઊંધિયું ખાવાનો રિવાજ પડી ગયેલો. સયાજીરાવ ક્યારેક અંગ્રેજ મહેમાનોને પણ ડબકા લઈ જતા. ઇંગ્લેન્ડના રાજા સાતમા એડવર્ડ ભારતમાં આવેલા ત્યારે શિકાર માટે સયાજીરાવ એમને ડબકા લઈ ગયેલા. તે વખતે તેઓ બંનેએ પાદરામાં શામળભાઈના ઘરે અડધો દિવસ આરામ કરેલો. કલાના ક્ષેત્રમાં પણ સંગીત, ચિત્ર અને કવિતારચનાના રસિક પાદરામાં ઘણા હતા. શાસ્ત્રીય સંગીતના વર્ગો ચાલતા. બાલ ગાંધીનું નામ ત્યારે ચિત્રકાર તરીકે સમગ્ર ભારતમાં મશહૂર હતું. ગુલામીના બંધનમાં પડેલી ભારતમાતાનું ચિત્ર “ઝંખનાનો દીવો” નામથી એમણે દોરેલું, જેની છાપેલી નકલો સમગ્ર ભારતમાં એ વખતે પહોંચી ગઈ હતી. તેઓ કવિતાની રચના પણ કરતા. બીજા એક ચિત્રકાર અંબાલાલ જોશી કવિ તરીકે પણ પ્રખ્યાત હતા. મોટે ભાગે છંદોબદ્ધ ગેય કવિતા લખાતી કે ગેય દેશીઓમાં રચના થતી. યુવાન કવિઓમાં સૌથી મોટું નામ કવિ મણિલાલ મોહનલાલનું હતું. તેઓ પાદરાકર'ના ઉપનામથી કવિતાઓ લખતા. તેઓ પ્રસંગાનુસાર વર્ણનાત્મક રચના શીઘ્ર કવિની જેમ કરી શકતા. પોતાનું નામ મણિલાલ હોવાથી તેઓ દરેક કાવ્યમાં છેલ્લી પંક્તિઓમાં, જૂની શૈલી પ્રમાણે પોતાનું નામ શ્લેષથી ગૂંથી લઈ “મણિમય' શબ્દ પ્રયોજતા. કવિ નાનાલાલ પોતાનાં પત્ની સાથે પાદરાકરના અતિથિ તરીકે રહેવા આવેલા. કવિ સુંદરમે “અર્વાચીન કવિતામાં કવિ પાદરાકરની કવિતાનો પરિચય કરાવ્યો છે. પાદરાના હરદાસ કથાકારનું નામ પણ પંકાયું હતું. તેઓ માણભટ્ટ કથાકારની શૈલીએ કથા કરતા અને તેઓને ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણમાં છેક મદ્રાસ સુધીનું નિમંત્રણ મળતું. જ્યારે રેલવે નહોતી ત્યારે તેઓ પગપાળા કે ગાડામાં જતા. તેઓ જાતે પણ કવિ હોવાથી કથા કરતી વખતે કાવ્યપંક્તિઓ જોડતા. પાદરા ત્યારે વિવિધ હુન્નરકળામાં પ્રખ્યાત હતું, પાદરાનાં હવાપાણી તંદુરસ્તી માટે વિખ્યાત હતાં એટલું જ નહિ પણ પાદરાના વૈદ્યો પણ એટલા Page #471 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ વંદનીય હૃદયસ્પર્શ જ સુપ્રસિદ્ધ હતા. નાડી પરીક્ષા અને ઔષધોના સારા જાણકાર એવા વૈદ્યોને ત્યાં દૂરદૂરથી દર્દીઓ દવાની પડીકીઓ લેવા આવતા અને કેટલાયે યુવાનો વૈદકશાસ્ત્ર શીખવા આવતા. પાદરામાં જ્યોતિષવિદ્યાના નિષ્ણાત જોશીઓ પણ હતા. પાદરામાં એક યતિજી શ્રી પ્રતાપવિજયજી થઈ ગયા. તેઓ જ્યોતિષના નિષ્ણાત હતા. એમણે મલ્હારરાવ ગાયકવાડને કહેલું કે તેમને ગાદી કયા દિવસે કેટલા કલાકે મળશે અને તે પ્રમાણે તે સાચું પડેલું. વળી એમણે મલ્હારરાવને કહેલું કે એમના ભાગ્યમાં સાડાત્રણ વર્ષ અને સાત દિવસનો કારાવાસ લખાયેલો છે. બરાબર એ જ પ્રમાણે થયેલું. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ત્યારે પાદરા મોખરે હતું. પાદરામાં શાન્તિનાથ અને સંભવનાથનાં જિન મંદિરો છે. અચળેશ્વર મહાદેવનું મંદિર છે, વૈષ્ણવ મંદિરો છે, સ્વામિનારાયણનું મંદિર છે અને મસ્જિદ પણ છે. જૈન સાધુઓનું વિહાર અને ચાતુર્માસનું મોટું ક્ષેત્ર ત્યારે પાદરા ગણાતું. ત્યારે પાંચ દાયકામાં પચાસથી વધુ વ્યક્તિઓએ પાદરામાંથી દીક્ષા લીધી હતી. ગાયકવાડી ગામ વિજાપુરના વતની પટેલ બહેચરભાઈ, પછીથી રવિસાગર મહારાજના શિષ્ય સુખસાગર મહારાજ પાસે દીક્ષા લઈ બુદ્ધિસાગરસૂરિ થયા હતા. ગુજરાત તથા ગુજરાત બહાર યોગનિષ્ઠ આચાર્ય તરીકે એમનું નામ પંકાયેલું. બુદ્ધિસાગરસૂરિના વિહાર અને ચાતુર્માસનાં પ્રિય ગામોમાં પાદરાનું નામ પણ આવે. બુદ્ધિસાગરસૂરિના તેજસ્વી પ્રભાવશાળી વ્યક્તિત્વથી અંજાયેલા સયાજીરાવને પોતાના રાજ્યના આ પનોતા નાગરિક માટે ઘણો અહોભાવ હતો. એમણે બુદ્ધિસાગરસૂરિનું વ્યાખ્યાન પોતાના રાજમહેલમાં રાખેલું અને એમના ઉપદેશથી જ સયાજીરાવે પાછલાં વર્ષોમાં શિકારની પ્રવૃત્તિ છોડી દીધી હતી. સમગ્ર પાદરા બુદ્ધિસાગરસૂરિનું અનુરાગી હતું. પાદરાના વકીલ મોહનલાલ હીમચંદ શાહ બુદ્ધિસાગરસૂરિના પરમ ભક્ત હતા. એમના તમામ ગ્રંથોનું સંકલન, સંપાદન, પ્રકાશન, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના ઉપક્રમે વકીલ મોહનલાલ હીમચંદ કરતા. એમના પુત્ર કવિ મણિલાલ પાદરાકરે પાદરા માટે નીચેની સરસ પંક્તિઓ લખી છે : “મુજ જન્મભૂમિ વતન જેનાં ધૂળ-માટી પવિત્ર છે, એને ચરણ વંદન કરોડો, અમર રહો શિરછત્ર એ. Page #472 -------------------------------------------------------------------------- ________________ મારા પિતાશ્રી ૪૫૫ એ નગરનાં નરનારીઓ જયાં શૌર્ય-સંસ્કારે ભર્યા, જળ અન્ન લીલુડી વાડીઓ, કવિતા કૃષિ નૂર નર્યા. જયાં બાલ ગાંધી, દલા દેસાઈ, જન્મ તાત્યા ટોપે જયાં, તે ક્રાંતિકારી વીર યુવકો સત્તાવન બળવે ધર્યા. ઇતિહાસ ઉજ્જવળ નગરનો, ધર્મ-સંસ્કૃતિ જયાં ઝર્યા, નરવું નગર એ પાદરા યશલેખ મણિમય કોતર્યા.' એ જમાનામાં રૂ અને અનાજના વેપારમાં પાદરાને ભારતના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવનાર અમૃતલાલ વનમાળીદાસ, એટલે કે મારા પિતાશ્રીના પિતા હતા. અમૃતલાલ બાપાએ પોતાના પિતાના ખાદીવણાટના વેપારને વિકસાવ્યો. પાદરામાં કાપડની દુકાન ચાલતી હતી. પરંતુ તે ઉપરાંત રૂના વેપારમાં એમણે ઝંપલાવ્યું. એમનો એ વ્યવસાય વિકસતો ગયો અને તેવામાં ભરૂચના પારસી વેપારી રૂસ્તમજી વખારીઆના સંપર્કમાં તેઓ આવ્યા. રૂસ્તમજી શેઠે ભાગમાં વેપાર કરવાની દરખાસ્ત કરી અને ભાગીદારીમાં શરૂ થયેલો વેપાર જોતજોતામાં ઘણો બધો વધી ગયો. ભાઈલી, માસરરોડ, ભીલુપુરી, ઇંટોલા, મિયાગામ, પાલેજ, જંબુસર, ભરૂચ, અંકલેશ્વર વગેરે ગામોમાં જિનિંગ ફેક્ટરીઓમાં રૂની ગાંસડીઓ તૈયાર થવા લાગી. સાથે કપાસિયાંનો વેપાર પણ ચાલુ થયો. જોતજોતામાં તો તેઓ ઘણું ધન કમાયા. આખા પાદરા તાલુકામાં પ્રથમ નંબરના શ્રીમંત તેઓ બની ગયા. જે જમાનામાં સામાન્ય લોકો પાસે બે-પાંચ તોલા ઘરેણાં હોય તે જમાનામાં એમના કુટુંબમાં સ્ત્રીઓ વિવિધ ઘરેણાં ઉપરાંત છોકરાંઓ પણ વીંટી, કંઠી, કડાં અને સોનાના કંદોરા પહેરતાં થઈ ગયાં હતાં. મોટા ત્રાજવે તોલાય એટલું સોનું એમની પાસે હતું. મુંબઈના બજારમાં નવી નીકળેલી ચીજવસ્તુઓ એમને ત્યાં તરત આવી જતી. એ જમાનામાં બેન્કોની વ્યવસ્થા થઈ નહોતી. શરાફી. પેઢીઓ ચાલતી. પરંતુ અમૃતલાલ બાપાને ત્યાં લોકો પરાણે વ્યાજે રકમ મૂકી જતા. બધાંને નિયમિત વ્યાજ ચૂકવાતું. તેઓ ગરીબોને અને સાધારણ સ્થિતિનાં માણસોને ઘણી આર્થિક સહાય ગુપ્ત રીતે કરતા રહેતા. કોઈ માણસ મુશ્કેલીમાં હોય અને એમની પાસે આવ્યો હોય તે ખાલી હાથે પાછો ફરે જ નહિ. દેવાદારોનાં દેવાં તેઓ માફ કરી દેતા, અને કોઈને ખબર પડવા દેતા નહિ. વ્યાજે રકમ મૂકવા આવનાર કેટલાયને તેઓ આડકતરી રીતે તેની મુદ્દલ . Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ વંદનીય હૃદયસ્પર્શ રકમથી પણ વધુ સહાય કરતા કે જેથી તેઓ નિશ્ચિંત રહી શકે. આથી જ તેમનું નામ ‘લહેરી શેઠ' પડી ગયું હતું. લોકો વાતચીતમાં પણ એમના નામનો ઉલ્લેખ કરવાને બદલે ‘લહેરી શેઠ' બોલતા. લહેરી શેઠ ખવડાવવામાં ઘણા ઉદાર હતા. મહેમાનોની અવરજવર સતત ચાલુ રહેતી. તે ઉપરાંત એ દિવસોમાં લહેરી શેઠની ચા પીવા ગામના ઘણા માણસો આવતા. ચાનો પ્રચાર ત્યારે હજુ થયો નહોતો. થોડા શ્રીમંતોના ઘરે ચા આવી હતી. ખાસ મુંબઈથી ચા મંગાવવામાં આવતી. કપરકાબી નહોતાં. છાલિયામાં ચા આપવામાં આવતી. મળવા આવેલા લોકો ઘરની બહાર રાખવામાં આવેલી મોટી પાટ પર બેસતા અને ચા પીને રવાના થતા. લહેરી શેઠ એટલા બધા ભલા અને દયાળુ હતા અને એમનું જીવન એવું પવિત્ર હતું કે તેઓ સામા મળે તેને લોકો શુકન માનતા. સારા શુકન માટે લોકો તેમના નીકળવાની રાહ જોતા. જ્ઞાતિના આગેવાન તરીકે તેમનું ઘણું માન રહેતું. દરેક બાબતમાં તેઓ તન, મન, ધનથી ઘસાવા તૈયાર રહેતા. તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. વેપાર-ધંધાના બહોળા અનુભવને લીધે તથા અનેક વ્યક્તિઓના પરિચયમાં આવવાને લીધે તેઓ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને દીર્ઘદૃષ્ટિથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી શકતા. તેમની સૂઝ, સત્યપ્રીતિ અને ન્યાયબુદ્ધિને લીધે ભાઈ-ભાઈ વચ્ચે, સગાંસંબંધીઓ વચ્ચે, જ્ઞાતિનાં બે જૂથો વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે તેમની નિમણૂક થતી અને તેઓ પોતાની આગવી સૂઝથી ન કલ્પેલો એવો સરસ ઉકેલ બતાવતા કે જે બંને પક્ષને સહર્ષ મંજૂર હોય. અમૃતલાલ બાપાના વડવાઓ રાજસ્થાનમાં ઓશિયાંથી કચ્છમાં થઈ ગુજરાતમાં આવેલા. વિશા ઓશવાળ એમની જ્ઞાતિ. વહાણવટી શિકોતરી માતા તે કુળદેવી. એમની પેઢી આ રીતે ગણાવાય છેઃ અમૃતલાલવનમાળીદાસ-સાકરચંદ-ભાઈચંદ-વસંતચંદ-લક્ષ્મીચંદ-જસાજી. અમૃતલાલ બાપાને ચાર દીકરા–સોમાલાલ, ચીમનલાલ, જમનાદાસ અને નગીનદાસ અને દીકરી ચંપાબહેન. એ પાંચે તથા એમનાં સંતાનો મળીને પચાસેક સભ્યોનું કુટુંબ થયું હતું. બધાં એમને ‘બાપા’ કહીને સંબોધતાં. મારા પિતાશ્રીનાં માતુશ્રી એટલે કે મારાં દાદીમાનું નામ અમથીબહેન હતું. તેઓ પાદરા પાસે ડભાસા ગામનાં વતની હતાં. તેઓ જાજ્વલ્યમાન Page #474 -------------------------------------------------------------------------- ________________ મારા પિતાશ્રી ૪૫૭ હતાં. અમથીબાએ જીવનમાં ઘણી જાહોજલાલી જોઈ હતી. તેઓ ઘણીવાર મુંબઈ આવતાં અને પાછાં પાદરા આવે ત્યારે પડોશમાંથી ઘણી બહેનો એમની મુંબઈની વાતો સાંભળવા રાત્રે એકઠી મળતી. એ દિવસોમાં સામાન્ય માણસો માટે મુંબઈ એ સ્વપ્ન સમાન હતું. ગામમાંથી કોઈક જ મુંબઈ સુધીનું રેલવેભાડું ખર્ચી શકે. અમથીબા ઘણાં હોશિયાર, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર અને પરગજુ હતાં. પાદરામાં બાળપણમાં મેં એમની સાથે દસેક વર્ષ ગાળેલાં એ દિવસો અને મુંબઈ કાયમ માટે આવીને રહ્યાં એ દિવસો નજર સામે તરવરે છે. અમથીબાને ઘણી વિદ્યાઓ આવડે. સાપ કે વીંછી કરડ્યો હોય, આધાશીશી થઈ હોય કે નાનાં છેકરાંઓને તાવ આવ્યો હોય કે ઉટાંટિયું થયું હોય - એ બધું ઉતારવાની મંત્રવિદ્યાઓ તેમને આવડતી. એમની એ વિદ્યાથી ઘણાંને લાભ થતો અને ગામના લોકોને એમનામાં ઘણી શ્રદ્ધા હતી. દિવસ કે રાત દરમિયાન ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આવી હોય, પણ અમથીબાના મોઢામાંથી કોઈને ના કહેવાઈ હોય કે ‘પછીથી આવજો’ એવું પણ કહેવાયું હોય એવું બન્યું નહોતું. મચકોડ ઉતારવા માટે તેઓ ‘કાંકરા’ (મરડિયા)નો ઉપયોગ કરતા. આંખ આવી હોય તે વ્યક્તિને પોતાની સામે બેસાડતાં. વચ્ચે પાણી ભરેલી થાળી રાખતાં અને કાઠી સળગાવી હાથમાં રાખી તે ગોળ ગોળ ફેરવ્યે જતાં. એનું પ્રતિબિંબ થાળીમાં પડતું. તેઓ મંત્ર ભણતાં અને પછી જો૨જો૨થી મોટા અવાજ સાથે પોતાને બગાસાં ચાલુ થાય ત્યાં સુધી, તે મંત્ર ભણતાં. આ બધાં દશ્યો બાળપણમાં મેં નજરે નિહાળેલાં છે. તેમને છીંકણી બનાવતાં સરસ આવડતું. થોડે થોડે વખતે છીંકણી બનાવીને આસપાસનાં બૈરાંઓને મફત ડબ્બી ભરી આપતાં. તેવી જ રીતે ધૂપેલ પણ સરસ બનાવતાં. મને બરાબર એ દૃશ્ય યાદ છે કે જ્યારે તે આવી રીતે મોટી સગડી ઉપર ધૂપેલ બનાવતાં હતાં ત્યારે તેલમાં મોટો ભડકો થયો હતો અને તરત તે ઓલવી નાખ્યો હતો. અમે નાના હતા ત્યારે અમથીબાને કહેતા કે ‘તમારી મંત્રવિદ્યાઓ અમને શિખવાડો.' ત્યારે તેઓ કહેતાં કે પોતાનાં ગુરુએ એ ગમે તેને આપવાની ના પાડી છે અને યોગ્ય પાત્ર જણાય તેને કાળી ચૌદસની રાત્રે બાર વાગે નાહીધોઈને શુદ્ધ થયા પછી જ આપી શકાય. જીવનના અંત સુધી તેમણે એ વિદ્યાઓ કોઈને આપી નહોતી. અમૃતલાલ બાપાને ભાઈઓમાં બે નાના ભાઈ હતા. એમાં વચેટ Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ વંદનીય હૃદયસ્પર્શ ભાઈલાલ નાની ઉંમરમાં ગુજરી ગયેલા. સૌથી નાના ભાઈનું નામ ડાહ્યાભાઈ. બંને ભાઈનાં સંતાનોમાં તેઓ “ડાહ્યાકાકા' તરીકે જ જાણીતા હતા. બધાં ડાહ્યાકાકાનું નામ પ્રેમથી સંભારે. તેઓ બહુ બુદ્ધિચાતુર્યવાળા, અનુભવી અને રમૂજી સ્વભાવના હતા. વેપારાર્થે તેઓ સતત મુસાફરી કરતા રહેતા અને દર વખતે એકાદ-બે ભત્રીજાને સાથે લઈ જતા. મારા પિતાશ્રીને વીસપચીસ વર્ષની ઉંમરે ડાહ્યાકાકા સાથે સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર ભારતમાં દરેક મોટા શહેરમાં જવાનું થતું. રૂ, કપાસ, અનાજ અને બિયારણના છૂટક તથા જથ્થાબંધ વેપારી હોવાને નાતે કાં તો ખરીદી કરવાની હોય અથવા માલ વેચવાનો હોય. તે વખતે માલની હેરફેર માટે રેલવેની ગુડ્ઝ ટ્રેન એ એક જ વ્યવસ્થા ઉપલબ્ધ હતી. ગામમાંથી પાદરાના રેલવેસ્ટેશને દરરોજ એકાદ આંટો તો હોય જ. રેલવેતંત્ર ત્યારે અત્યંત વ્યવસ્થિત, નિયમિત અને સુદઢ હતું. વેપારાર્થે ગામેગામ આડતિયા રહેતા અને પોતે જાય ત્યારે આડતિયાના મહેમાન બનવાનું રહેતું. આગતાસ્વાગતા સારી રહેતી. શહેરના અગ્રગણ્ય વેપારીઓનો પરિચય થતો. પાદરામાં પોતે હોય ત્યારે રોજનો ટપાલવ્યવહાર ઘણો રહેતો. પિતાશ્રીના અક્ષર સરસ મરોડદાર એટલે ટપાલવ્યવહાર તેઓ સંભાળતા ને નામું લખતા. પોસ્ટ દ્વારા જ નમૂનાઓ મોકલાતા. આથી પિતાશ્રીને ડાહ્યાકાકાના હાથ નીચે તાલીમ સારી મળી હતી અને કોઈ પણ ગામનું નામ બોલાય કે તરત ત્યાંના મુખ્ય આડતિયા અને વેપારીઓનાં નામ બોલાય. (પિતાશ્રીને સો વર્ષની ઉંમરે પણ એવાં અનેક નામો હજુ મોઢે છે.) ડાહ્યાકાકાને એમના વાતોડિયા સ્વભાવને કારણે તથા વારંવાર મુસાફરીને કારણે ઘણી વાતોની જાણકારી રહેતી. વળી તેમને કહેવતો પણ ઘણી આવડતી. તદુપરાંત પ્રસંગાનુસાર પ્રાયુક્ત લીટીઓ જોડતાં પણ તેમને આવડતી. જેમ કે એ જમાનામાં પોપટ નામના એક છોકરાની મા બીજા કોઈક પુરુષ સાથે નાસી ગઈ હતી. એટલે એ કુટુંબ વગોવાયું હતું. એથી વાણિયા પોપટે જ્ઞાતિમાંથી કન્યા ન મળતાં બહારગામ જઈ પૈસા આપી કોઈક બારૈયા જ્ઞાતિની કન્યાને લાવીને ઘરમાં બેસાડી હતી. એ પ્રસંગે ડાહ્યાકાકાએ લીટીઓ જોડી હતી : Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪પ૯ મારા પિતાશ્રી કુળ ગયું કાશી અને મા ગઈ નાશી, પોપટ લાવ્યો બારૈયણ, એ વાત મોટી ખાસ્સી.” એવી રીતે બીજી એક ઘટનામાં એક ભાઈને ત્યાં લગ્નના જમણવાર પ્રસંગે રસોઈમાં એકાદ વાનગી ખૂટી પડી અને બુમરાણ મચી ગઈ. લોકો ગમે તેમ બોલવા લાગ્યા. એથી પેલા ભાઈ ચિડાઈ ગયા. લોકો આટલી નાની વાતમાં ટીકા કરવા મંડી ગયા, તો એ લોકો કંઈ ખવડાવવાને લાયક જ નથી. હવે ખવડાવીશું તો પણ ટીકા કરવાના છે અને નહિ ખવડાવીએ તો પણ ટીકા કરવાના છે એમ માનીને એમણે એમના દીકરા મંગળને હુકમ કર્યો કે રસોડાના ઓરડાને તાળું મારી દેએ પ્રસંગે ડાહ્યાકાકાએ લીટીઓ જોડી હતી : આમે કાળું અને તેમે કાળું, માર મંગળિયા ઓરડે તાળું.” આ ડાહ્યાકાકા પાસેથી બધાં છોકરાંઓને ઘણી કહેવતો જાણવા અને કંઠસ્થ કરવા મળી હતી. જૂના જમાનાની એ પ્રચલિત કહેવતો હતી, જેમ કે - સરતે (નજર મેળવવાથી) કરડે કૂતરો, બિનસરતે કરડે વાઘ, વિશ્વાસે કરડે વાણિયો, ચંપાયો કરડે નાગ.” લગભગ પાંચેક દાયકાથી ચાલતા આવા ધમધોકાર વેપારમાં ઈ.સ. ૧૯૨૦માં અચાનક પલટો આવ્યો. ઇટોલાનું જિન ત્યાંના વેપારી કાલિદાસ નારણભાઈનું હતું. એ જિનમાં અચાનક મોટી આગ લાગી અને એમાં અમૃતલાલ બાપાની માલિકીની રૂની બે હજાર ગાંસડી બળી ગઈ તથા બીજું ઘણું નુકસાન થયું. ભારે મોટી આઘાતજનક ઘટના બની. રૂના વેપારમાં વીમો ઉતરાવવો જ જોઈએ. પણ એ વીમો કાલિદાસ નારણભાઈના નામનો હતો. આશરે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન એ વરસોમાં થયું. વીમા કંપની આટલો મોટો વીમો ચૂકવવા ઇચ્છતી નહોતી. ઘણા વાંધા પાડ્યા અને ઘણી તકલીફ પછી થોડીક રકમ કાલિદાસને ચૂકવી. કાલિદાસની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી. એમની દાનત બગડી. વીમાની આવેલી રકમમાંથી એમણે એક રૂપિયો પણ આપ્યો નહિ. ધંધાની ખોટ અને સાથે સાથે વિશ્વાસઘાતનો Page #477 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ વંદનીય હૃદયસ્પર્શ અનુભવ થયો. આફતનાં જાણે વાદળાં ઊમટી આવ્યાં. આવડા બહોળા વેપારને ત્રણ લાખની ખોટની દૃષ્ટિએ સરભર કરવામાં વાર તો લાગે અને તે પણ કદાચ શક્ય બની શક્યું હોત, પરંતુ આવી ઘટના બને ત્યારે વ્યાજે પૈસા મૂકેલા હોય એ બધા લેણદારો એકસાથે પૈસા માટે દોડે. એટલે મુશ્કેલીનો પાર ન રહ્યો. બીજી બાજુ ગરજના વખતે વેપારીઓ પણ સસ્તામાં માલ પડાવી જાય. વેપારધંધા સંકેલાવા લાગ્યા. દેવાં ચૂકતે થવા લાગ્યાં. જિનો, જમીનો, ખેતરો, દુકાનો, સોનાના ઘરેણાં બધું વેચાતું ગયું. ચાર-પાંચ વર્ષમાં તો હાથપગે થઈ જવાયું. કેટલાક વેપારીઓનાં દેવાં પૂરેપૂરાં ચૂકતે થયાં, પરંતુ સગાંસંબંધીઓએ તથા બીજાં ઘણાંએ પોતાની રકમ લેવાની ના પાડીને કહ્યું, ‘તમે અમારા ઉપર ઘણો બધો ઉપકાર કર્યો છે. અમારા પૈસા એ કોઈ મોટી વાત નથી.” થોડાં વર્ષમાં બધું જ વેચાઈ ગયું. એકમાત્ર રહેવાનું ઘર બચ્યું હતું. એક સ્થાનિક ભાઈએ કોર્ટમાં દાવો કર્યો અને છેવટે એ ઘરની અંદર અમૃતલાલ બાપા જીવે ત્યાં સુધી રહેવાનો હક મળ્યો, પણ ઘરની માલિકી બદલાઈ ગઈ. બીજા બે-ત્રણ જણે પણ કોર્ટમાં દાવા કર્યા. અમૃતલાલ બાપાએ એ બધાનો સમતાપૂર્વક સામનો કર્યો. એક વખત કોર્ટના ન્યાયાધીશે ટકોર કરી કે “ઊલટતપાસમાં ફરિયાદી ત્રણ વાર જૂઠું બોલતાં પકડાયા છે અને પ્રતિવાદી અમૃતલાલને માથે આટલી બધી ઉપાધિ આવી પડી છે છતાં એક પણ વખત તેઓ જૂઠું બોલ્યા નથી.” અમૃતલાલ બાપાએ પરિસ્થિતિની વાસ્તવિકતાનો સ્વીકાર કરી લીધો. સાદાઈ અને કરકસરભર્યું જીવન ચાલુ થઈ ગયું. જે જમાનામાં સાધારણ સ્થિતિના માણસો વરસે-બે વરસે પાદરાથી એકાદ વખત અમદાવાદ કોઈ પ્રસંગે જાય તે જમાનામાં એમના દીકરાઓ વેપાર અર્થે રોજેરોજ અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર સવારના જઈને સાંજે પાછા ફરતા હતા. પરંતુ આપત્તિ આવ્યા પછી સાત માઈલ દૂર વડોદરા જવાનું પણ સ્વપ્ન જેવું થઈ ગયું. એક બાજુ અનેક લોકોની સ્વાર્થી મનોવૃત્તિનો પરિચય થઈ ગયો તો બીજા કેટલાય એવા મિત્રો નીકળ્યા કે જેઓએ રોજ ઘરે આવીને બેસવાનો પોતાનો નિયમ છોડ્યો નહિ અને ઘણી હૂંફ આપ્યા કરી. જ્યારે આવી મોટી આર્થિક આપત્તિ આવી ગઈ ત્યારે અમૃતલાલ Page #478 -------------------------------------------------------------------------- ________________ મારા પિતાશ્રી ૪૬૧ બાપાએ દીકરાઓને સલાહ આપી કે “હવે તમે બધા ત્રીસ-ચાલીસની ઉંમરે પહોંચ્યા છો. અત્યારસુધી તમે મોટા શેઠની જેમ ગામમાં રહ્યા છો. હવે કુટુંબનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન સૌથી ગંભીર છે. હું તો વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું. પણ તમારી ચિંતા છે. આ ગામમાં રહીને તમે નાની-મોટી નોકરી કરશો કે હાટડી માંડશો તો તેમાં આબરૂ નહિ રહે. અનેકનાં મહેણાં-ટોણાંનો ભોગ બનશો. જીવન જીરવાશે નહિ. દૈવયોગે જે પરિસ્થિતિ આવી પડી છે તેનો સ્વીકાર કરી લેજો. બહારગામ જઈ નોકરી-ધંધો કરજો, અનીતિ આચરતા નહિ અને સ્વમાનથી રહેજો.' વેપારધંધામાં મોટી નુકસાની આવી અને દેવાદાર થઈ ગયા પછી ડાહ્યાકાકાનું ચિત્ત અસ્વસ્થ રહ્યા કરતું હતું. વળી એમને પાંચ દીકરી હતી, પણ દીકરો નહોતો અને પોતે વિધુર થઈ ગયા હતા. આ સંજોગોમાં એમની માનસિક વ્યગ્રતા વધી ગઈ હતી. અડસઠની ઉંમરે તેઓ પહોંચવા આવ્યા હતા. યુવાનીમાં ઘણી જાહોજલાલી અને ઠેરઠેર માનપાન જોયાં પછી પાછલાં થોડાં વર્ષોમાં પોતાના ઋણ તળે આવેલાં માણસો, જ્ઞાતિબંધુઓ અને સગાંઓને વિમુખ થઈ ગયેલા જોઈને ડાહ્યાકાકાને જીવતર ખારું ઝેર જેવું લાગવા માંડ્યું હતું. પરિણામે માનસિક સમતુલા ગુમાવી એમણે કૂવામાં પડતું મૂકી આપઘાત કરવા પ્રયત્ન કરેલો. પરંતુ જેવી ખબર પડી કે તરત બેત્રણ બાહોશ માણસોએ કૂવામાં ઊતરી એમને બચાવી લીધા હતા. ડાહ્યાકાકા થોડો વખત સ્વસ્થ રહ્યા હતા. પરંતુ કેટલાક મહિના પછી એમણે બીજી વાર ઘર પાસે આવેલા લાલ કૂવા તરીકે જાણીતા મોટા કૂવામાં પડતું મૂક્યું. આ વખતે વહેલી પરોઢે તેઓ કૂવામાં પડ્યા કે જેથી કોઈની અવરજવર ન હોય અને બચાવવા કોઈ દોડે નહિ. સવાર પડતાં પનિહારીઓ કૂવે ગઈ ત્યારે એમણે ડાહ્યાકાકાનું શબ પાણીમાં તરતું જોયું. વડીલ બંધુ અમૃતલાલ માટે આ ઘટના બહુ આઘાતજનક હતી. એની અસર એમની તબિયત ઉપર પડી અને તેઓ સાજા-માંદા રહેવા લાગ્યા. તેઓ શરીરે પણ અશક્ત થઈ ગયા. હવે દરેક દીકરાને પોતાની મેળે કમાવા માટે પુરુષાર્થ કરવાનો હતો. નાના બે ભાઈઓ મુંબઈ નોકરી-ધંધા માટે પહોંચી ગયા. મારા પિતાશ્રીએ પાદરા પાસે મોભા નામના ગામમાં અનાજ-કરિયાણાની દુકાન કરી. તે વખતે Page #479 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ વંદનીય હૃદયસ્પર્શ અમે ભાઈ-બહેનોમાંથી મને અને મારી નાની બહેનને પિતાશ્રી મોભા સાથે લઈ ગયા હતા. ત્યારે મારી ઉંમર પાંચ વર્ષની હતી. અમે એક વર્ષ મોભા રહ્યાં હોઈશું. પરંતુ એ સમયનું બધું જ ચિત્ર આજે પણ નજર સામે તાદેશ છે. ઈ.સ. ૧૯૩૨માં અમૃતલાલ બાપા પાદરે માંદા પડ્યા એટલે મોભાની દુકાન સંકેલીને પાદરા પાછા આવી જવું પડ્યું. અમૃતલાલ બાપાની તબિયત દિવસે દિવસે બગડતી ગઈ અને એમ કરતાં ઈ.સ. ૧૯૩૨માં બોંતેર વર્ષની વયે એમણે દેહ છોડ્યો. એમના અવસાનના સમય સુધી અમથીબા પાદરા રહ્યાં અને ત્યાર પછી મુંબઈ આવીને દીકરાઓને ત્યાં રહ્યાં. મારા પિતાશ્રીએ કેટલોક વખત બેંગ્લોર જઈને નોકરી કરી. કેટલોક વખત ગુજરાતમાં ધનસુરામાં જઈને નોકરી કરી પણ બહુ ફાવ્યું નહિ. એવામાં વડોદરામાં આર્ય નૈતિક નાટક કંપની નાટકના ખેલ માટે આવેલી. એ કંપની પછી મુંબઈ જવાની હતી. કંપનીને કોઈ હોશિયાર મુનીમની જરૂર હતી. કોઈકે કંપનીના માલિક નકુભાઈને પિતાશ્રીના નામની ભલામણ કરી. પિતાશ્રીએ એ જવાબદારી સ્વીકારી અને તેઓ એકલા મુંબઈ આવ્યા. નાટક કંપનીમાં થિયેટરમાં રહેવાનું અને ખાવાનું. થોડા મહિના એ નોકરી કરી પણ પગાર નિયમિત મળે નહિ. દરમિયાન મુંબઈમાં સ્વદેશી મારકેટમાં એક કાપડના વેપારીને ત્યાં નોકરી મળી ગઈ. એટલે પિતાશ્રીએ ખેતવાડી વિસ્તારમાં એક રૂમ ભાડે રાખી અને કુટુંબને મુંબઈ તેડાવ્યું. ઈ.સ. ૧૯૩૬ની એ વાત. બે વર્ષ કુટુંબનું ગુજરાન સરખી રીતે ચાલ્યું. ત્યાં મારકેટની બંધિયાર હવાને લીધે પિતાશ્રીને દમનો વ્યાધિ લાગુ પડ્યો. નોકરી છોડવી પડી. આવકનું કોઈ સાધન રહ્યું નહિ. મુંબઈ છોડીને પાછા પાદરા જવું પડે એવા સંજોગો ઊભા થયા. તે વખતે પિતાશ્રીના ફોઈના દીકરા ચંદુલાલ જેસંગલાલ દલાલે એમને હૂંફ આપી અને આર્થિક મદદ કરી. ચંદુભાઈ પોતે શેઠ કીકાભાઈ પ્રેમચંદના ગાઢ મિત્ર. એમણે શેઠ કીકાભાઈને પિતાશ્રીની તકલીફની વાત કરી. કિીકાભાઈએ પોતાના ટ્રસ્ટમાંથી દર મહિને આર્થિક સહાય ઘેર બેઠાં મનીઑર્ડરથી મળી જાય એવી વ્યવસ્થા કરી આપી. ચંદુભાઈએ પિતાશ્રીને નાનાં છોકરાંઓને ભણાવવાનાં બેત્રણ ટ્યૂશન બંધાવી આપ્યાં કે જેથી તબિયત સાચવીને કામ કરી શકાય. માતા રેવાબાએ કપડાં, વાસણ વગેરે બધું જ ઘરકામ હાથે કરવાનું ચાલુ કરી દીધું. અને એમ કરતાં કુટુંબ મુંબઈમાં ટકી Page #480 -------------------------------------------------------------------------- ________________ મારા પિતાશ્રી ૪૬૩ ગયું. દસ બાય વીસની રૂમમાં કુટુંબનાં અમે દસ સભ્યો રહેતાં. અમે ભાઈબહેનો કાગળની કોથળી બનાવવી, કેલેન્ડરમાં ચિત્રો ચોંટાડવાં વગેરે પ્રકારનાં પરચુરણ કામો મેળવી લાવી નાની રકમ કમાતા અને એથી કુટુંબમાં રાહત થતી. એક દાયકો આવી સખત હાડમારીનો પસાર થયો. મોટા બે ભાઈઓએ ભણવાનું છોડી ચૌદ-પંદર વર્ષની નાની ઉંમરે નોકરી ચાલુ કરી દીધી. બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈ ખાલી થયું ત્યારે કુટુંબ એક વર્ષ માટે પાદરા ગયું. પિતાશ્રી સાથે અમે બે ભાઈઓ મુંબઈમાં રહ્યા. ત્યારે મારી ઉંમર પંદરેક વર્ષની હશે. અમે હાથે રસોઈ કરીને ખાતા. પિતાશ્રી નોકરીએ જતા અને અમે શાળામાં ભણવા જતા. વિશ્વયુદ્ધનો મુંબઈ પરનો ભય હળવો બન્યો અને કુટુંબ પાછું મુંબઈ આવીને રહેવા લાગ્યું. ઈ.સ.૧૯૩૬ થી ૧૯૪૮ સુધી એમ બાર વર્ષ સુધી પિતાશ્રી અને મારા બે વડીલ બંધુઓની નોકરીની આવકમાંથી કુટુંબનું ગુજરાન ચાલ્યા કર્યું. ૧૯૪૮માં અમે બીજા બે ભાઈઓ યુનિવર્સિટીમાં ડિગ્રીની પરીક્ષા પાસ કરીને તરત નોકરીએ લાગી ગયા. પછી કંઈક આર્થિક રાહત અનુભવાવા લાગી. ક્રમે ક્રમે આવક વધતી ગઈ. એક પછી એક ભાઈઓનાં લગ્ન થતાં ગયાં, ઘર મંડાતાં ગયાં અને એમ પાછો કુટુંબનો ઉત્કર્ષ થતો ગયો. માતા રેવાબાનું અવસાન ૧૯૭૫માં થયું. પિતાશ્રી અને અમે છ ભાઈ અને બે બહેનોના પરિવારના સભ્યોની સંખ્યા હવે સો ઉપર નીકળી ગઈ. ત્રીજી પેઢીનાં સંતાનો પણ હવે વ્યવસાય લાગી ગયાં. પિતાશ્રી કહે છે કે ખેતવાડીના એક રૂમમાંથી હવે અમેરિકા, સિંગાપુર, મુંબઈ, વડોદરા, અમદાવાદ વગેરે દેશ-વિદેશોમાં આવેલાં કુટુંબનાં ઘણાં મોટાં મોટાં ઘર થઈ ગયાં. ફરી પાછો પહેલાંથી પણ અધિક વળતો દિવસ જોવા મળ્યો. આમ છતાં પિતાશ્રીએ ઘણાં વર્ષોથી અપનાવેલી સાદાઈ પ્રમાણે એમની પાસે તો બે જોડ વસ્ત્રથી વધુ પરિગ્રહ હોતો નથી. સંતાનો સ્વતંત્ર થયા પછી લગભગ પંચાવનની ઉંમરે ધન કમાવામાંથી એમણે રસ છોડી દીધો હતો. પોતાના નામે બૅન્કમાં ખાતું કે મિલકત નથી કે નથી તેમણે ઘણાં વર્ષોથી કોઈને પ્રશ્ન કર્યો કે, “તમે શો વ્યવસાય કરો છો અને તમારી શી આવક છે?' તેઓ સતત ધર્મમય જીવન જીવે છે. સાધુ મહારાજ જેટલો પરિગ્રહ Page #481 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ વંદનીય હૃદયસ્પર્શ તેઓ રાખે છે. ઉપકારીના ઉપકારનું વિસ્મરણ ન કરવું અને ધર્મમાં શ્રદ્ધા રાખવી એ માટે વારંવાર ભલામણ કરે છે. | પિતાશ્રીનું જીવન એટલે ચડતી-પડતી અને પાછી ચડતીના દિવસોનું જીવન. પણ એ દરેક તબક્કામાં એમણે સ્વસ્થતા અને સમતાપૂર્વક ધર્મને આદર્શ તરીકે રાખ્યો છે. એમના સરળ, નિરભિમાની, નિઃસ્પૃહ, ધર્મમય શાંત પ્રસન્ન જીવનમાંથી અમને હંમેશાં સતત પ્રેરણા મળતી રહી છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ ४८ પિતાશ્રીની ચિરવિદાય મારા પૂજ્ય પિતાશ્રી શ્રી ચીમનલાલ અમૃતલાલ શાહે લગભગ ૧૦૪ વર્ષની વયે મુંબઈમાં તા. ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૦૦ (ભાદરવા વદ અને ગુરુવાર, સં. ૨૦૫૬)ના રોજ રાત્રે દસ વાગે ઊંઘમાં જ દેહ છોડ્યો. એમના સ્વર્ગવાસથી અમે એક પવિત્ર શિરછત્ર ગુમાવ્યું. સંપૂર્ણ નિરામય શરીરનો ક્રમિક અંત કેવી રીતે આવે તે એમના જીવનમાંથી પ્રત્યક્ષ જોવા મળે. એમનું નિરંતર પ્રભુભક્તિમય જીવન જોતાં એમ નિશ્ચય થાય કે અવશ્ય એમણે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરી હશે ! - મહાત્મા ગાંધીજી જ્યારે કહેતા કે પોતે ૧૧૦ વર્ષ જીવવાના છે ત્યારે કેટલાકને એમાં અતિશયોક્તિ લાગતી. પરંતુ ૧૦૪મા વર્ષે પણ પિતાશ્રીની તન-મનની અભુત સ્વસ્થતા જોતાં એમ પ્રતીતિ થાય કે મહાત્મા ગાંધીજીનું આકસ્મિક અવસાન ન થયું હોત તો તેઓ જરૂર ૧૧૦ વર્ષ સારી રીતે જીવ્યા હોત. એક મત પ્રમાણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું અને છેવટ સુધી એમની લેખનપ્રવૃત્તિ ચાલુ રહી હતી. આ વાત અશક્ય નહિ હોય એમ જરૂર માની શકાય. પાર્શ્વનાથ ભગવાને પણ સો વર્ષનું સ્વસ્થ આયુષ્ય પૂર્ણ કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી પિતાશ્રીનું શરીર એવું દીપ્તિમંત રહેતું કે કાળ જાણે એમના દેહમાં સ્થગિત થઈ ગયો હોય અથવા આયુષ્ય સ્થિર થઈ ગયું હોય એવું લાગતું હતું. સાધ્વીજી થયેલાં અમારા એક કાકાનાં દીકરી બહેન પૂજય શ્રી નિપુણાશ્રીજી કહેતા કે “બાપુજીના શરીરમાં કાયાકલ્પ થઈ ગયો છે.” ૧૦૩ વર્ષ પૂરાં કરી ઉપર લગભગ સાત મહિના બાપુજીએ પસાર કર્યા હતા. આટલી મોટી ઉંમરે તેઓ લાકડીના ટેકા વગર ઘરમાં ચાલતા. છાપાં, પુસ્તકો નિયમિત વાંચતા. જાતે ટેલિફોન નંબર જોડી રોજ સ્વજનો સાથે વાત કરતા. તદ્દન અલ્પ પ્રમાણમાં પણ નિયમિત આહાર લેતા. સવારે છ વાગે ઊઠે ત્યારથી રાત્રે સાડા નવ-દસ વાગે સૂઈ જાય ત્યાં સુધી સતત બેઠેલા જ હોય. જરા પણ આડા પડ્યા ન હોય. સ્મૃતિ એટલી સતેજ કે અનેક નામો, વાતો, ઘટનાઓ બધું બરાબર Page #483 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ વંદનીય હૃદયસ્પર્શ યાદ હોય. વર્ષો પહેલાં પરિચયમાં આવેલી વ્યક્તિને જોતાંની સાથે જ ઓળખી શકતા અને એની સાથેની આગળપાછળની બધી વાતો તાજી કરતા. એમની સ્મરણશક્તિ આશ્ચર્યકારક હતી. - બાપુજીનું સ્વાથ્ય જીવનની અંતિમ ઘડી સુધી એટલું સરસ રહ્યું હતું કે એની જોડ જવલ્લે જ જડે. ૧૦૪ વર્ષની જિંદગીમાં તેઓ ક્યારેય હૉસ્પિટલમાં રાત રોકાયા નથી. નેવું વર્ષની ઉંમર પછી બંને આંખે વારાફરતી મોતિયાનું ઓપરેશન કરાવવા હૉસ્પિટલમાં ગયેલા અને બપોરે ઘરે પાછા આવી ગયેલા. ૯૮ વર્ષની વયે એક વખત તેઓ એક રૂમમાંથી બીજી રૂમમાં જતા હતા ત્યારે અચાનક બારણું જોરથી ભટકાતાં એમની એક આંગળી કપાઈ ગઈ હતી. તરત કપાયેલી આંગળી સાથે એમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. દાક્તરે ટાંકા લઈ આંગળી સાંધી આપી અને સાંજે તેઓ ઘરે પાછા આવ્યા હતા. થોડા દિવસમાં આંગળી પહેલાં જેવી જ સારી થઈ ગઈ હતી. ખબર ન પડે કે આંગળી કપાઈને જુદી પડી ગઈ હતી. આવા બેત્રણ પ્રસંગે થોડા કલાક સિવાય તેઓ ક્યારેય હૉસ્પિટલમાં ગયા નહોતા. યુવાનીમાં બંધિયાર ઑફિસમાં નોકરી કરવાને કારણે દમનો વ્યાધિ થયો હતો, પણ એમણે એવો મટાડ્યો કે જિંદગીમાં ફરી થયો નહોતો. બાપુજીએ જિંદગીમાં ક્યારેય માથું દુખ્યાની ફરિયાદ કરી નથી. આખી જિંદગીમાં કદાચ પાંચસાત વખત તાવ આવ્યો હશે, પણ ક્યારેય તે એક દિવસથી વધારે ચાલ્યો નથી. તાવ જેવું લાગે ત્યારે એમનો સાદો ઉપાય એ હતો કે ખાવાપીવાનું તરત સંપૂર્ણ બંધ કરી દેવું. એથી તરત એમનો તાવ ઊતરી જતો. ૧૦૪ વર્ષની ઉંમરે પણ એમને મધુપ્રમેહ, રક્તચાપ, દમ, ક્ષય, સંધિવા, હરસ, પ્રોસ્ટેટ વગેરે કોઈ પણ રોગની ફરિયાદ નહોતી. એમની પાચનશક્તિ વ્યવસ્થિત હતી. શૌચાદિમાં તેઓ જીવનના અંત સુધી બિલકુલ નિયમિત હતા, એટલું જ નહિ, જરૂર પડે તો તેઓ રાહ પણ જોઈ શકતા. એમનાં સો વર્ષની ઊજવણીનો આખા દિવસનો કાર્યક્રમ અમે એક હૉલમાં કર્યો હતો ત્યારે સવારે ૯ વાગે ઘરેથી ગયા અને સાંજે આઠ વાગે પાછા આવ્યા ત્યાં સુધી તેઓ એક ખુરશીમાં સતત બેસી રહ્યા હતા. એમને બાથરૂમ પણ જવું પડ્યું નહોતું. બાપુજીની તબિયત સારી રહેતી હતી. એકાદ વર્ષથી શરીરથોડુંકક્ષીણ થયું હતું. પરંતુ હરવાફરવામાં, બોલવામાં, વાંચવા-સાંભળવામાં એમની શારીરિક Page #484 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રીની ચિરવિદાય ૪૬૭ શક્તિ હજુ એવી જ હતી. એમના શરીરને હજુ એકાદ વર્ષ વાંધો નહિ આવે, કદાચ ૧૦૫ વર્ષ પૂરાં કરશે જ એવી અમને બધાંને પાકી આશા હતી. એટલે જ અમે આફ્રિકાના પ્રવાસે જવાની વાત કરી તો એમણે સહર્ષ સંમતિ આપી. એમણે કહ્યું, “તમે જઈ આવો. મારું શરીર સારું છે.” અમારા સૌથી નાના ભાઈ ભરતભાઈ કે જેમની સાથે બાપુજી રહેતા હતા તેમનો બદ્રીનાથ જવાનો કાર્યક્રમ હતો. એમને પણ બાપુજીએ સંમતિ આપી હતી અને તેઓ બદ્રીનાથ ગયા હતા. બાપુજીએ ઊંઘમાં દેહ છોડ્યો તે દિવસે સાંજ સુધી તો એમની તબિયત રોજની જેમ જ સારી હતી. સવારે રોજની જેમ સ્તુતિ કરીને ચાનાસ્તો લીધાં. બપોરે ભોજન લીધું. રોજની જેમ બપોરે બધાને ફોન કર્યા હતા. તે દિવસે રાત્રે નવ વાગે મારી દીકરી શૈલજાએ મુલુંડથી બાપુજીને ફોન કર્યો હતો. બાપુજીએ એની સાથે સારી રીતે વાત કરી, પરંતુ બાપુજીના અવાજમાં સહેજ નબળાઈ એને જણાઈ. સામાન્ત રીતે બાપુજી બધાંની સાથે ફોનમાં નિરાંતે વાત કરે, પણ તે વખતે એમણે શૈલજાને કહ્યું કે પોતાને બોલવામાં થાક લાગે છે. બાપુજી થાકની વાત કરે એ જ નવાઈ. એ સાંભળીને શૈલજાને આશ્ચર્ય થયું. એણે બીજાઓને એ વિશે વાત કરી. તે પછી રોજના ક્રમ અનુસાર બાપુજી રાતના સાડા નવ વાગે બાથરૂમ જઈ આવીને સૂઈ ગયા. દસ વાગે પૌત્રવધૂ શીતલ એમના રૂમમાં ગઈ ત્યારે એણે જોયું કે બાપુજી ઊંઘતા હતા, પણ એમનો શ્વાસ અસાધારણ જોરથી ચાલતો હતો. એણે તરત જયંતીભાઈને, પ્રમોદભાઈને, ડૉક્ટર પનાલાલ પતરાવાળાને ફોન કરીને બોલાવી લીધા. દસ મિનિટમાં તેઓ બધા આવી પહોંચ્યા. પરંતુ ત્યારે ડૉક્ટરે તપાસીને કહ્યું કે “બાપુજીએ દેહછોડી દીધો છે !” અમે ત્યારે આફ્રિકામાં ઝિમ્બાબ્ધમાં હતાં. ભરતભાઈ બદ્રીનાથ હતા. અગ્નિસંસ્કાર વખતે અમે પહોંચી શકીએ એમ નહોતાં. સૌથી નજીક રહેનારાં અંત સમયે જ પાસે નહોતાં. એમાં વિધિનો કોઈ સંકેત હશે ! બાપુજીને ૧૦૩ વર્ષ પૂરા થવામાં હતાં ત્યારે મહા મહિનામાં એક દિવસ અચાનક નબળાઈ લાગવા માંડેલી. દિવસે કદી ન સૂનાર દિવસે પણ સૂઈ જતા. સૂતાં પછી બેઠા થવામાં તકલીફ પડવા લાગી. સ્તવનો મોટેથી બોલી શકાતાં નહોતાં. મનમાં બોલવા લાગ્યા હતા અને તેમાં પણ ભૂલ પડવા લાગી. અમને આખું માંગલિક સંભળાવતા તેને બદલે ફક્ત ત્રણ નવકાર બોલી શકતા. મારા Page #485 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ વંદનીય હૃદયસ્પર્શ મિત્રશ્રી વસંતભાઈભેદાની ઇચ્છા એમનાં દર્શન કરવાની હતી. હું એમને લઈને બાપુજી પાસે ગયેલો. પરંતુ ત્યારે બાપુજી માંડથોડી વાતચીત કરી શકેલા.. ત્યારે એમ લાગ્યું કે બાપુજી હવે એક-બે મહિના માંડ કાઢી શકશે. પરંતુ પાંચ-સાત દિવસમાં જફરી એમનું શરીર સશક્ત બનવા લાગ્યું. દિવસે આડા પડવાનું બંધ થયું. સ્મૃતિ પહેલાંના જેવી જ તાજી થઈ ગઈ. મોટી ઉંમરે ગયેલી સ્મૃતિ પાછી નથી આવતી. પણ બાપુજીના જીવનમાં એ અદ્ભુત ચમત્કાર હતો કે સ્મૃતિ બરાબર પહેલાંના જેવી જ થઈ ગઈ. દસ કડીનું સ્તવન કે મોટું સ્તોત્ર બરાબર પાછું તેઓ બોલવા લાગ્યા હતા. એમનું જીવન રાબેતા મુજબનું થઈ ગયું હતું. આટલી મોટી ઉંમરે આમ થવું એ પણ એક આશ્ચર્યકારક ઘટના લાગતી હતી. આગલા વર્ષે પર્યુષણ પર્વ દરમિયાન ચિખોદરાની હૉસ્પિટલના આંખના દાક્તર ડૉ. રમણીકલાલ દોશી (દોશીકાકા) અમારે ઘરે આવ્યા હતા. તે વખતે બાપુજીની વાત નીકળી. દોશીકાકા કહે કે ‘હું આજે ચિખોદરા પાછો જાઉં છું. માટે અત્યારે જ મારે એમનાં દર્શન કરવાં છે.’ તરત અમે ભાઈના ઘરે ગયા. દોશીકાકા બાપુજીને મળ્યા. દોશીકાકા પોતે ૮૪ વર્ષના. ૧૦૧ વર્ષ જીવેલા પૂ. રવિશંકર દાદાની વાત નીકળી. બાપુજીએ ૬૦-૭૦ વર્ષ પહેલાંના રવિશંકર દાદાનાં સ્મરણો કહ્યાં. બહારવટિયા બાબર દેવાની વાત નીકળી. પાદરા, ધર્મજ, વટાદરા, સોજિત્રા, બોરસદ, ભાદરણ, ખંભાત વગેરે ગામોના એ જમાનાના આગેવાનોને મળેલા એ બધી વાતો સાંભળીને દોશીકાકાનાં સંસ્મરણો પણ તાજાં થયેલાં. ૧૯૭૫માં મારી માતા રેવાબાનું અવસાન થયું તે પછી બાપુજી મુંબઈ છોડીને ખાસ ક્યાંય ગયા નહોતા. ચોવીસ કલાક ઘ૨માં જ હોય. દિવસ કેમ પસાર કરવો એની એમને ચિંતા નહોતી. ટી.વી. જોતા નહોતા. પ્રભુભક્તિમાં રોજનો ક્રમ પૂરો કરવામાં ક્યારેક સમય ઓછો પડતો. રોજસવારનાસાડાપાંચછ વાગે તેઓ ઊઠી જાય. ઊઠતાંની સાથે પથારીમાં જ પલાંઠી વાળીને બેસીને તેઓ બરાબર એક કલાક સુધી બુલંદ સ્વરે સ્તુતિ કરે. રોજ આત્મરક્ષા મંત્ર, ગૌતમસ્વામીનો છંદ, સોળ સતીનો છંદ, નવકારમંત્રનો છંદ, પુણ્યપ્રકાશનું સ્તવન, રત્નાકર પચીસી (સંસ્કૃતમાં), જિનપંજર સ્તોત્ર તથા ત્રણ સ્તવનો – ઋષભ જિનરાજ (યશોવિજયજીકૃત), પાસ શંખેશ્વરા (ઉદયરત્નકૃત) અને ‘તા૨ હોતારપ્રભુ’ (દેવચંદ્રજી કૃત) –આટલું બોલ્યા પછી રોજઋષભદેવથી મહાવી૨ Page #486 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રીની ચિરવિદાય ૪૬૯ સ્વામી સુધી અનુક્રમે એકતીર્થકરનાં પાંચ સ્તવન બોલતા. એમને દોઢસો જેટલાં સ્તવન કંઠસ્થ હતાં. છતાં સ્તવનની ચોપડીઓ પાસે રાખતા. રોજેરોજ આટલી સ્તુતિ કર્યા પછી જ તેઓ પથારીમાંથી બહાર નીકળતા. સવારે ચાપાણી વગેરે કરી, સ્નાન કરીને દસ વાગે નવસ્મરણ બોલતા. અગાઉ એમને બધું કંઠસ્થ હતું, પણ હવે ચોપડીમાં જવું પડતું. બપોરે ભોજન પછી છાપું વાંચતા અને ફોન કરતા. ત્રણેક વાગ્યાથી લોગસ્સનું રણટ કરતા. રોજબસો લોગસ્સ બોલતા. સાંજે શંખેશ્વર પાર્શ્વનાથનો મંત્ર બોલતા. રાત્રે સૂઈ જાય ત્યારે સ્તુતિ કરી, નવકાર બોલી સૂઈ જાય. તેઓ માળા રાખતા નહોતા, પણ આંગળીના વેઢે ગણતા. જયારે જુઓ ત્યારે એમનો અંગૂઠો વેઢા પર ફરતો હોય. જે દિવસે ઊંઘમાં એમણે દેહ છોડ્યો તે વખતે એમનો અંગૂઠો વેઢા પર જ હતો. પ્રભુસ્મરણ કરતાં કરતાં એમણે સમાધિમરણ પ્રાપ્ત કર્યું હતું. મૃત્યુ એમને માટે મહોત્સવ બની ગયું હતું. એમનો મૃતદેહ ઝગમગતો રહ્યો હતો. - આર્થિક દૃષ્ટિએ જોઈએ તો બાપુજીનું જીવન એટલે ચડતી, પડતી અને પાછી ચડતી. બાપુજીએ યુવાનીમાં સારી શ્રીમંતાઈ જોયેલી. એમના પિતાશ્રીનો રૂ અને અનાજનો ધમધોકાર વેપાર ચાલતો. વેપારાર્થે બાપુજીને ઉત્તર ભારત અને પંજાબ સુધી કેટલીયે વાર મુસાફરી કરવાની થતી. કોઈ મોટું ગામ એવું નહિ હોય કે જે એમણે જોયું ન હોય અને ત્યાંના આડતિયાઓ અને વેપારીઓની મહેમાનગીરી માણી ન હોય. એમના કાકા ડાહ્યાભાઈ અને મોટાભાઈ સોમચંદભાઈ પ્રવાસમાં સાથે હોય. ત્રીસ-બત્રીસની ઉંમર સુધી એમણે આ જાહોજલાલી જોયેલી. પાદરા, માસર રોડ, ભાયલી, ઇંટોલા, મિયાંગામ, જંબુસર, ભરૂચ અને અંકલેશ્વરમાં એમની રૂની પેઢી હતી. ભરૂચના પારસી વખારીઆ કુટુંબનો સારો સાથ મળેલો. હાથ નીચે કેટલાયે ગુમાસ્તા કામ કરે, પરંતુ વેપારમાં મોટી ખોટ આવતાં બધું ગયું. ઘરબાર, જમીન, ઘરેણાં બધું વેચાઈ ગયું. હાથપગે થઈ ગયા. એમના પિતાશ્રી અમૃતલાલે પોતાના ચારે દીકરાને સલાહ આપેલી કે “ગામ છોડીને ચાલ્યા જજો. ગામમાં તમે સ્વમાનપૂર્વક રહી નહિ શકો. તમે શ્રીમંતાઈ અને શેઠાઈ ભોગવી છે. હવે નોકરી કરવાનો વખત આવ્યો છે. માટે ગામ છોડી જજો.’ ૧૯૩૭માં બાપુજીએ મુંબઈમાં આવી નોકરી સ્વીકારી અને અમારું કુટુંબ મુંબઈમાં આવીને વસ્યું. Page #487 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ પાંત્રીસથી પચાસની ઉંમર સુધી બાપુજીએ બહુ કપરા દિવસો જોયા હતા. મુંબઈની એક ચાલીની નાની ઓરડીમાં અમે છ ભાઈ, બે બહેન અને બા-બાપુજી એમ દસ જણ રહેતાં. ગુજરાન ચલાવવામાં, છોકરાંઓને ભણાવવામાં એમને ઘણી તકલીફ પડી હતી. પરંતુ પછી વળતા દિવસો આવ્યા. દીકરાઓ ભણીને નોકરીધંધે લાગ્યા અને સારું કમાતા થયા. નાની ઓરડીમાંથી ક્રમે ક્રમે છ મોટાં મોટાં ઘર થયાં. છેલ્લા પાંચ દાયકા એમણે પાછા ચડતીના જોયા. ૪૭૦ આશરે પચાસની ઉંમર પછી, પોતાના દીકરાઓ નોકરીધંધે લાગી ગયા હતા અને ઘરનો કારભાર બરાબર ચાલવા લાગ્યો હતો ત્યારે બાપુજીએ સ્વેચ્છાએ નિવૃત્તિ સ્વીકારી લીધી હતી. આમ પણ કમાવામાં એમને બહુ રસ હતો નહિ. જેમ જેમ દીકરાઓ મોટા થતા ગયા તેમ તેમ એમને માથેથી આર્થિક જવાબદારી ઓછી થતી ગઈ હતી. પાસે પૈસા રાખવામાં એમને રસ નહોતો એટલે કોઈ દીકરા પાસે પૈસા માગવાનો પ્રશ્ન નહોતો. કદાચ કોઈક વાપરવા આપી જાય તો તેઓ તરત દીકરીઓને અથવા પૌત્ર-પૌત્રીઓને આપી દેતા. બાપુજીએ પોતાના નામે બેંકમાં ક્યારેય ખાતું ખોલાવ્યું નથી. પોતાના નામે કોઈ મિલકત ધરાવી નથી કે પોતે ક્યારેય ઇન્કમ ટૅક્ષનું કોઈ ફૉર્મ ભર્યું નથી. પચાસની ઉંમર સુધી તેઓ લાંબો સફેદ કોટ અને ખાદીની સફેદ ટોપી, બહાર કોઈ પ્રસંગે જવું હોય તો પહેરતા. પણ પછી ટોપી અને કોટ છોડી દીધાં. પહેરણ અને ધોતિયું - એની બે જોડ જેટલો પરિગ્રહ રાખ્યો હતો. ગાંધીજીની સ્વાશ્રયની ભાવનાને અનુસરીને તેઓ નાનપણથી પોતાનાં બે કપડાં પોતાના હાથે જ ધોઈ નાખતા. ૧૦૩મા વર્ષ સુધી આ નિયમ તેમણે સાચવ્યો હતો. જીવનના છેલ્લા વર્ષમાં સ્વજનોના આગ્રહને કા૨ણે તેમણે પોતાનાં કપડાં ધોવાનું બંધ કર્યું હતું. અમે છ ભાઈ અને બે બહેન. એમાં મારો ચોથો નંબર. અમારે દરેકને સંતાનો અને સંતાનોના ઘેર સંતાનો. આમ બાપુજીના કુટુંબના સભ્યોની સંખ્યા એકસોથી વધુ થાય. દરેકનાં નામ તેમને મોઢે. બધાંને યાદ કરે. થોડા મહિના પહેલાં એમણે પોતાની ચોથી પેઢીનાં લગ્ન જોયાં. આમ છતાં તેઓ અનાસક્ત Page #488 -------------------------------------------------------------------------- ________________ પિતાશ્રીની ચિરવિદાય ૪૭૧ રહેતા. પોતાના દીકરાઓ કે દીકરાના દીકરાઓ શો વ્યવસાય કરે છે અને કેટલું કમાય છે એ વિશે તેમણે ક્યારેય કોઈને પ્રશ્ન કર્યો નથી. કોઈની પાસે કશું માંગ્યું નથી. પોતે જ જો ધનસંપત્તિમાં રસ નથી ધરાવ્યો તો પુત્ર-પરિવારનાં ધનસંપત્તિમાં ક્યાંથી રસ હોય? બાપુજીનું જીવન એક સાધુમહારાજ જેવું જીવન હતું. શાળામાં અને પાઠશાળામાં એમના એક સહાધ્યાયી તે ગચ્છાધિપતિ શ્રી રામચંદ્રસૂરિજી હતા અને પાઠશાળામાં એમના શિક્ષક શ્રી ઊજમશી માસ્તર જેઓ પછીથી પૂ.નીતિસૂરિ પાસે દીક્ષિત થઈ આગળ જતાં પૂ. ઉદયસૂરિ બન્યા હતા. આ બંનેના સંસ્કાર બાપુજીના જીવન પર પડ્યા હતા. બાપુજીના અક્ષર સ્વચ્છ અને મરોડદાર હતા. એટલે એમના પિતાશ્રીનો અનાજ અને રૂ-કપાસનો વેપાર ધમધોકાર ચાલતો હતો ત્યારે નામું લખવાનું, રોજેરોજ ટપાલ લખવાનું કામ બાપુજીને સોંપાતું. પોતાની યુવાનીના આરંભમાં પંદરેક વર્ષ એમણે નિયમિત ટપાલો લખી હતી. તેઓ કહેતા કે ઘણુંખરું પોસ્ટકાર્ડ લખવાનો જ રિવાજ હતો અને એક પૈસાની ટિકિટવાળું પોસ્ટકાર્ડ ઠેઠ પેશાવર, રંગૂન કે કોલંબો સુધી જતું. ત્યારે બ્રિટિશ હકૂમત હતી અને બર્મા અને શ્રીલંકા. ભારતના એક ભાગરૂપ હતા. રોજેરોજ ટપાલ લખવાને કારણે સેંકડો આડતિયાઓનાં નામ-સરનામાં એમને મોઢે હતાં અને મોટા ભાગના આડતિયાઓને ત્યાં પોતે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જઈ આવેલાં. એટલે જીવનના અંત સુધી કોઈ પણ ગામનું નામ આવે એટલે ત્યાંના આડતિયાઓનાં અને મોટા વેપારીઓનાં નામ તેઓ તરત યાદ કરી આપે. વળી ગામે ગામ રેલવે દ્વારા અનાજ મોકલાતું હોય અને આવતું હોય. એટલે પાદરાના રેલવે સ્ટેશને રોજનો એક આંટો હોય જ. રેલવેમાં દરેક સ્ટેશનનાં ત્રણ અક્ષરનાં મિતાક્ષરી નામ હોય. પારસલમાં એ લખવાં પડતાં. એ માટે રેલવેની છાપેલી ગાઈડ આવે છે. બાપુજીએ એવી ગાઈડ પણ વેપારાર્થે વસાવેલી. અનેક સ્ટેશનોનાં મિતાક્ષરી નામ પણ એમને આવડે. BCT એટલે બૉમ્બે સેન્ટ્રલ અને AMD એટલે અમદાવાદ. કોઈ પણ તાર કયા ગામેથી આવ્યો છે એ એમાં આપેલા મિતાક્ષરી નામ પરથી તેઓ તરત કહી આપતા. એમના વખતમાં ટપાલ ખાતાના તાર રેલવે સ્ટેશન દ્વારા થતા. ડોટ અને ડેશની-કડ-કટ્ટની સાંકેતિક તારભાષા પોતે શીખેલા અને તાર કરનારની પાસે પોતે ઊભા હોય તો ડોટ-ડેશના અવાજ Page #489 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ પરથી તેઓ સમજી શકતા કે તારમાં શું લખાય છે. બાપુજીને પોતે ફરેલા એ દરેક સ્થળની વિગતો યાદ હોય. કેટલાકવખત પહેલાં દિલ્હી પાસે આકાશમાં બે વિમાનો અથડાઈ પડ્યાં હતાં અને તે ચક્કી દાદરી નામના ગામ પાસે પડ્યાં હતાં. ચક્કી દાદરીનું નામ સામાન્ય લોકો માટે તદ્દન અપરિચિત હતું. પરંતુ બાપુજી માટે અપરિચિત નહોતું. પોતાના યુવાનીના દિવસોમાં તેઓ ત્યાં અનાજની ખરીદી માટે ગયા હતા. ચક્કી દાદરીની બાજરી ત્યારે વખણાતી. ચક્કી દાદરીની મુલાકાતને યાદ કરતાં એમણે કહ્યું હતું કે પોતે ત્યાંથી વતન પાદરાની દુકાને જે તાર કર્યો હતો તે પ્રાસયુક્ત હતો : Buying Bajri from Chakki Dadri. વંદનીય હૃદયસ્પર્શ બાપુજીની પ્રકૃતિ હંમેશાં ગુણગ્રાહી હતી. તેઓ વારંવાર શિખામણ આપતા કે ઉપકારીનો ઉપકાર કદી ન ભૂલવો. કોઈની નિંદા કરવી નહિ. વાદવિવાદ થાય એવી વાતમાં પડવું નહિ. તેમના મુખેથી ક્યારેય કોઈની નિંદા થતી નહિ.તેઓ પોતાના ઉપર ઉપકાર કરનાર, એમની ફોઈના દીકરા ચંદુભાઈ દલાલને, એમનો દમનો રોગ કાયમનો મટાડનાર પારસી દાક્તર દારૂવાલાને તથા પોતાને નોકરી અપાવનાર પડોશી ચીમનભાઈને હમેશાં યાદ કરતા. બાપુજીનો પહેલેથી એવો નિયમ હતો કે કોઈને પણ એકવચનમાં ‘તું’ કહીને બોલાવવા નહિ. નોકર-ચાકરને પણ નહિ. પોતાના બધા દીકરાઓને તો ‘ભાઈ’ શબ્દ લગાડીને માનથી બોલાવતા. એટલું જ નહિ પણ પૌત્ર અને પ્રપૌત્રને પણ માનથી બોલાવતા. મારા પુત્ર અમિતાભને તેઓ હમેશાં ‘હીરાભાઈ’ કહીને બોલાવતા. અમિતાભ પણ અમેરિકાથી બાપુજીને ફોન કરે તો ‘હીરાભાઈ સ્પીકિંગ...' એમ જ કહે. બાપુજી નાનાં બાળકો સાથે પણ હસીને વાત કરે. પોતાની પાસે કાયમ દ્રાક્ષ અને પીપરમિન્ટ રાખે. એટલે એ લેવા છોકરાઓ આવે. બાપુજીને જૂના જમાનાની કહેવતો ઘણી આવડતી. શબ્દરમત દ્વારા ગમ્મત કરવાનું પણ સારું ફાવતું. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળે તો પોતે કહે કે ‘તમે તો કૉલેજમાં ભણીને સી.એ. થયા, પણ હું તો જન્મથી સી.એ. છું.' પછી સ્પષ્ટ કરતાં કે પોતે ચીમનલાલ અમૃતલાલ એટલે સી.એ. છે. કોઈ Page #490 -------------------------------------------------------------------------- ________________ ४७३ પિતાશ્રીની ચિરવિદાય વાર કહેતા કે “તમે હવે ટી.વી. જુઓ છો. હું તો ટી.વી.ની શોધ થઈ તે પહેલાં અમારા પાડોશમાં ટી.વી. જોતો.” પડોશમાં રહેતા ત્રિભોવન વિઠ્ઠલ તે ટી.વી. એમના જમાનામાં ઘણાં ગામડાંઓમાં હાઈસ્કૂલ નહોતી. ગુજરાતી સાત ચોપડી સુધીની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલ હોય. એને બધા એ.વી. સ્કૂલ કહે છે. બાપુજી એ દિવસોમાં કહેતા કે “અમારા ગામમાં એ.વી. સ્કૂલ નહોતી, તો પણ મને એ.વી. સ્કૂલમાં ભણવા મળ્યું હતું.” એ.વી. એટલે એમના પિતાશ્રી અમૃતલાલ વનમાળીદાસ. અમારા કુટુંબમાં કોઈ સારો પ્રસંગ હોય અથવા બહારગામ જવાનું હોય તો સહુ કોઈ બાપુજી પાસે એ માટે માંગલિક સાંભળતા. પ્રત્યક્ષ જવાનો સમય ન હોય તો છેવટે ફોન પર પણ માંગલિક સાંભળતા. છેલ્લા બે-અઢી દાયકામાં બાપુજીનું ત્રીજા ભાગનું કુટુંબ વિદેશમાં સિંગાપોર અને અમેરિકામાં વસ્યું. ત્યાંથી પણ નવીનભાઈ, શૈલેષ, હીરેન, ઉન્મેષ, શુભા, અમિતાભ વગેરે ફોન કરીને બાપુજીનું માંગલિક સાંભળતા. બાપુજીના માંગલિક માટે બધાંને એક પાકી શ્રદ્ધા થઈ ગઈ હતી. મારે પ્રવાસે વારંવાર જવાનું થતું. પરંતુ પ્રત્યેક વખતે અચૂક માંગલિક સાંભળીને જવાનું રાખ્યું હતું. ટેવમાં એ વણાઈ ગયું હતું. છેલ્લે અમે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે બાપુજીનું માંગલિક સાંભળીને ગયાં હતાં. બાપુજીનું એ પ્રત્યક્ષ માંગલિક અમારે માટે છેલ્લું હશે એવું ત્યારે લાગ્યું નહોતું. બાપુજીના સ્વર્ગવાસથી અમારા બધા માટે આ એક મોટી ખોટ રહેશે. હવે ટેપથી સાંભળવા મળશે પણ પ્રત્યક્ષ માંગલિક સાંભળવા નહિ મળે. અલબત્ત, પણ એ પુણ્યાત્માનાં દિવ્ય આશિષ તો અમારા પર સતત વરસતાં રહેશે એવી સંપૂર્ણ શ્રદ્ધા છે ! Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૯ મારાં માતુશ્રી સ્વ. રેવાબા જીવનની ઉત્તરાવસ્થામાં બાલ્યકાળનાં અને કિશોરવયનાં સંસ્મરણો વધુ તાજાં થાય છે. એ સંસ્મરણોમાં મહત્ત્વનાં પાત્રો તે માતાપિતા, દાદાદાદી, ભાઈબહેન, પડોશીઓ, મિત્રો, શિક્ષકો વગેરે હોય છે. કેટલાંક વર્ષ પહેલાં ‘પ્રબુદ્ધ જીવન’માં મારા પિતાશ્રી વિશે મેં લખ્યું હતું. હવે માતુશ્રી સ્વ. રેવાબા વિશે લખવાનો ભાવ થયો છે. એક અભણ પણ ધર્મપરાયણ, સંસ્કારી, કુટુંબવત્સલ સ્ત્રીએ સુખના દિવસો તો સારી રીતે માણ્યા હતા, પણ દુઃખના કપરા દિવસોમાં પણ કેવી સમતા અને ધીરજ ધારણ કરી હતી તે મને મારાં માતુશ્રીના જીવનમાં જોવા મળ્યું હતું. રેવાબાનો જન્મ ઈ.સ.૧૯૦૦માં આણંદ જિલ્લામાં નાવલી નામના ગામે થયો હતો. નાવલી પ્રમાણમાં મોટું ગામ હતું. રેવાબાએ શાળાનું શિક્ષણ ચાર ચોપડી સુધી લીધેલું અને તે પણ જેવુંતેવું, કારણ કે એ દિવસોમાં સ્ત્રીકેળવણીનો મહિમા નહોતો. રેવાબાના પિતા શેઠ ચુનીલાલ સૂરચંદ શ્રીમંત હતા અને નાવલીમાં એમનું પોતાનું ઘણું મોટું ઘર હતું. એમનાં માતા ઇચ્છાબહેને પોતાની ડાહી, રેવા અને મણિ એ ત્રણે દીકરીઓને ઘરકામની સારી તાલીમ આપી હતી. એમને ઘરે એકબે ભેંસ કાયમ બાંધેલી રહેતી અને ત્રણે બહેનોને ભેંસને ચરાવવા, તળાવે નાહવા લઈ જતાં, ભેંસ દોહતાં અને દૂધમાંથી દહીં, માખણ અને ઘી બનાવતાં સારી રીતે આવડતું. ઇચ્છાબા દ૨ બીજે કે ત્રીજે દિવસે સવારે વલોણું કરતાં અને ગામના લોકોને મફત છાશ આપતાં. ઇચ્છાબાએ જીવ્યા ત્યાં સુધી ઘરે ભેંસ બાંધેલી. ભેંસની સાથે લાડથી વાતો કરતાં અમે તેમને નાનપણમાં ઘણી વાર જોયાં છે. એમની બધી વાતો ભેંસ સમજતી અને તે પ્રમાણે તેઓ કહેતા કે ઢોર (ભેંસ) વગરનું જીવન એ ઢોર જેવું જીવન કહેવાય. એ દિવસોમાં જ્ઞાતિનાં બંધનો અત્યંત કડક હતાં. જ્ઞાતિ બહાર કોઈ લગ્ન કરી ન શકે. વળી ગામમાં ને ગામમાં લગ્ન કરવાનું ઇષ્ટ મનાતું નહિ. જાનમાં જવાનું મળે એનો આનંદ જુદો હતો. પચીસ-પચાસ ગાડાં જોડાય, રસ્તામાં Page #492 -------------------------------------------------------------------------- ________________ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૪૭૫ મુકામ થાય અને લગ્નના સ્થળે સાત દિવસ જાન રોકાય. રેવાબાની સગાઈ પાદરાના શ્રીમંત શેઠ અમૃતલાલ વનમાળીદાસ અને અમથીબહેનના બીજા પુત્ર ચીમનલાલ (મારા પિતાશ્રી) સાથે થઈ હતી. અઢાર વર્ષની ઉંમરે એમનાં લગ્ન લેવાયાં, પાદરાથી જાન નાવલી આવી અને પરણીને તેઓ પાદરા સાસરે આવ્યાં. બા જ્યારે પરણીને સાસરે આવ્યાં ત્યારે તે મોટા ઘરની વહુ તરીકે આવ્યાં હતાં. એમના સસરા (મારા દાદા) શેઠ શ્રી અમૃતલાલનો રૂ-કપાસનો ધમધોકાર ધંધો ચાલતો હતો. ભરૂચ, ઇંટોલા, મિયાગામ, ભાયલી વગેરે છે ગામોમાં એમની જિનિંગ ફેક્ટરી હતી. આખા તાલુકામાં પ્રથમ નંબરના ધનવાનમાં તેમની ગણના થતી હતી. એમનો કેટલોક વેપાર તે વખતના ભરૂચના પ્રખ્યાત પારસી વખારીઆ કુટુંબ સાથે હતો. એ જમાનામાં શ્રમંત ઘરની સ્ત્રીઓ બધું જ ઘરકામ હાથે કરતી, પણ તેઓને નોકરચાકરની મદદ મળતી. ત્યારે બજારમાં ખરીદી કરવા, શાકભાજી લાવવા સ્ત્રીઓ જતી નહિ. ઘરના પુરુષવર્ગ દ્વારા તથા નોકરચાકર દ્વારા આવું કામ થતું. બાનાં સાસુ અમથીબહેન એક ગોરાં, દેખાવડાં, જાજવલ્યમાન સ્ત્રી હતાં. તેઓ ધર્મપ્રેમી, સંસ્કારી, ઉદાર મનનાં અને મંત્રતંત્રનાં સાધક હતાં. સાબુ, ધુપેલ, તપખીર વગેરે તેઓ હાથે બનાવતાં અને ઘણાને પ્રેમથી મફત આપતાં. બાને એક જેઠાણી, બે દેરાણી અને એક નણંદ હતાં. અમૃતલાલભાઈનું એક મોટું પચાસ માણસનું સંયુક્ત કુટુંબ હતું. દસ તો નોકરચાકર હતાં. કેટલાંકને “ગોલા’ કહેતા. - રેવાબાનાં અમે આઠ સંતાનો, છ ભાઈ અને બે બહેન. મારા બે મોટા ભાઈ તે વીરચંદભાઈ અને જયંતીભાઈનો જન્મ પિયરમાં નાવલીમાં થયો હતો. મારા ત્રીજા મોટાભાઈ નવીનભાઈનો જન્મ પણ પિયરમાં ઓડ પાસે કણભાઈપરામાં થયો હતો કારણ કે મારાં નાના-નાની નાવલી છોડીને દીકરીઓ પાસે ઓડ તથા પાસે કણભાઈપરામાં રહેવા આવ્યાં હતાં. મારો તથા બીજા બે ભાઈ પ્રમોદભાઈ અને ભરતભાઈનો અને બે બહેન પ્રભાવતીબહેન તથા ઇન્દિરાબહેનનો જન્મ પાદરામાં થયો હતો. મારો જન્મ બાના ચોથા દીકરા તરીકે વિ.સં.૧૯૮૩માં કારતક વદ Page #493 -------------------------------------------------------------------------- ________________ વંદનીય હૃદયસ્પર્શ ૧૩ના દિવસે (૩-૧૨-૧૯૨૬) થયેલો. આ વખતે બા પિયર ગયા નહિ, એટલે મારો જન્મ પાદરામાં થયો હતો. એ દિવસોમાં અમારા ગાયકવાડી રાજયમાં એવો નિયમ હતો કે દર વર્ષે તાલુકાના મુખ્ય ગામમાં તાલુકાનાં બાળકો માટે તંદુરસ્તીની સ્પર્ધા યોજવામાં આવતી. અમારું પાદરા તાલુકાનું મુખ્ય ગામ હતું. એટલે પાદરામાં રામજી મંદિરમાં સ્પર્ધા થતી. આ સ્પર્ધા એક વરસની અંદરનાં બાળકોની તંદુરસ્તીની હતી. બાળકનું વજન કરવામાં આવે, ઊંચાઈ માપવામાં આવે, છાતીનું માપ લેવાય. હાથ, પગ, આંખ, નાક કાન વગેરે તપાસવામાં આવે અને એ બધામાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ત્રણ બાળકોને ઇનામ આપવામાં આવે. બા-બાપુજી આ પ્રસંગે મને સરસ કપડાં પહેરાવીને લઈ ગયાં હતાં. એ માટે તાલુકામાંથી લગભગ સવાસો બાળકોને સ્પર્ધા માટે એમનાં માતાપિતા લાવ્યા હતાં. આ સ્પર્ધામાં ડંકો વગાડીને જાહેર થયેલાં ઇનામોમાં મારો પહેલો નંબર આવ્યો હતો. આ પરિણામ જાણીને બા-બાપુજીને, દાદા-દાદીને તથા સમગ્ર કુટુંબને બહુ આનંદ થયો હતો અને દાદાએ અમારી જ્ઞાતિમાં પેંડા વહેંચ્યા હતા. બા-બાપુજી આ પ્રસંગ હમેશાં યાદ કરીને રાજી થતાં. બા સાથેના મારા પ્રસંગોમાં સૌથી પહેલો હજી પણ સ્મરણમાં છે. બા મને તેડીને ફળિયામાં સામેના ઘરે રહેતા ગોરધનકાકા અને કાકીને ઘરે ગયાં હતાં. બા અને કાકી સામસામી પાટ ઉપર બેસીને કંઈક સીવતાં હતાં. હું બાના ખોળામાં સૂતો હતો અને બા શું સાંધે છે તે જોતો હતો. વળી દીવાલો ઉપર ટાંગેલા ફોટા જોતો હતો. તે વખતે કાકી બોલ્યાં, “આ છોકરો ટગર ટગર શું જોયા કરે છે ?' બાએ કહ્યું, “જાણે બધું સમજતો હોય તેમ ઊંચો થઈ થઈને ચારેબાજુ જોવાની એને ટેવ છે.' (આમાં શબ્દો કદાચ જુદા હશે પણ એનો ભાવ બરાબર એ છે.) હું ચાલતાં અને બોલતાં પ્રમાણમાં વહેલું શીખ્યો હતો. બાને “રેવા'ને બદલે “ડીઆ' કહેતો. એટલે બા કેટલીક વાર ટોકતાં “ડઉઆ, ડઉવા શું કરે છે? “રેવા' બોલ... મને દાંત વહેલા આવ્યા હતા અને ખાતાં જલદી શીખ્યો હતો. નાના બાળકની શૌચક્રિયા માટે લાક્ષણિક રીત હતી. દરેક ઘરે ઓટલા રહેતા. મા ઓટલા ઉપર પાટલો નાખીને બેસે. પછી બંને પગની સામસામી Page #494 -------------------------------------------------------------------------- ________________ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૪૭૭ એડીઓ ભેગી કરીને પોલાણ જેવું (આજની પોટી) બનાવે. પંજા પર બાળકને બેસાડે અને સિસકારો કર્યા કરે એટલે બાળકને શૌચ થાય. ત્યાર પછી બાળકને ધોવડાવી મા ઓટલા નીચે ઊતરી મળ ઉપર ધૂળ નાખે અને ઓટલાની ભીંતમાં કરેલા ગોખલામાં બે લંબચોરસ પતરાં રાખ્યાં હોય તેના વડે મળ એક પતરામાં લઈ જ્યાં નખાતો હોય ત્યાં નાખી આવે. હું ચાલતાં શીખ્યો ત્યારે શૌચક્રિયા માટે બા મને ફળિયા બહાર લઈ જવા લાગી. બા જ્યારે શૌચ માટે ફળિયા બહાર લઈ જાય અને એક મકાનની શૌચ માટે વપરાતી ભીંત આગળ બેસાડે પછી બા ઊભી રહે. પણ કોઈક વાર હું ૨મત જ કર્યા કરતો હોઉં અને શૌચક્રિયા ભૂલી જાઉં ત્યારે બા ચિડાતી. કોઈ વાર બેત્રણ છોકરાં ભેગાં થઈ ગયાં હોય તો રમત કરતાં. ગામડાગામમાં રાતને વખતે શેરીઓમાં ઘાસના દીવા રહેતા. એનો નહિ જેવો પ્રકાશ પડે. અંધારું હોય ત્યારે બા ફાનસ લઈને ઊભી રહે. દર કલાકે રામજી મંદિરમાં પહેલાં નગારું વાગે અને પછી ડંકા વાગે. કોઈ વાર બા કહે, ‘જલદી કર, જો આઠના ડંકા થયા.’ ત્રણથી પાંચ વર્ષ સુધી મારી સવા૨ના ગાળામાં મુખ્ય પ્રવૃત્તિ તે બા કૂવે પાણી ભરવા જાય ત્યારે તેમની આંગળિયે જવાની, બપોરે બા સાથે તળાવે કપડાં ધોવા જવાની અને સાંજે દેરાસરે આરતી-મંગળદીવો કરવાની હતી. પાણી ભરીને પાછાં ફરતાં ખભે રાખેલાં ભીનાં દોરડાથી બાનાં કપડાં ભીંજાઈ જતાં. ફળિયામાં દાખલ થતાં બા બૂમ મારતી ‘એ...ઘડો ઉતરાવજો.’ એટલે ઘરમાંથી કોઈક બા નીચાં નમે એટલે ઘડો ઉતારી લેતાં. પછી બેડું બા જાતે ઉતારતાં. બપોરના વખતે તડકામાં બા સપાટ પહેરી, માથે ધોવાનાં કપડાં ભરેલું મોટું ચેલિયું ચડાવતાં. એના ઉપર લાકડાનો પાયો (ધોકો) મૂકે અને હાથે બનાવેલા સાબુનો મોટો ગોળો (દડા જેવો) મૂકે. (ત્યારે સાબુ ગોળ આવતા.) તળાવે જઈ મને એક ઝાડ નીચે બેસાડે. બા એક શિલા ઉપર કપડાં ઘસે, ધોકા મારે અને પછી કછોટો વાળી ઘૂંટણ સુધીના પાણીમાં જાય અને કપડાં પલાળી, નિચોવી, ખભે મૂકીને પાછાં ફરે અને નિચોવેલી ગડવાળાં કપડાં ચેલિયામાં મૂકે. આ સમય દરમિયાન હું ઝાડ નીચે બેસીને બધાંને કપડાં ધોતાં જોતો, પણ મને વિશેષ આનંદ તો પવન સાથે હિલોળા લેતા પાણીમાં સૂર્યનું પ્રતિબિંબ પડતાં અને બદલાતાં જોતો. એને ઓળિયો કહેતા. Page #495 -------------------------------------------------------------------------- ________________ ४७८ વંદનીય હૃદયસ્પર્શ ચકચકતી હજારો ઓકળિયો જોતાં હું ધરાતો નહિ. સાંજે દેરાસરમાં આરતી સાથે નગારુ વાગે તે સાંભળવામાં વધુ આનંદ આવતો. નગારું ઊંચે હતું એટલે આરતી–મંગળદીવો પૂરો થતાં બા મને ઊંચો કરી નગારું વગડાવતાં. ચારેક વર્ષની ઉંમરે એક દિવસ સાંજે હું અચાનક વેદનાની ભયંકર ચીસો પાડવા લાગ્યો. ફાનસના અજવાળે બાએ જોયું તો ત્યાં વીંછી હતો. સાપ ડંખ મારીને ભાગી જાય. વીંછી એટલામાં જ ફરતો રહે. ઊંચી પૂંછડીને કારણે પકડવાનું પણ સહેલું. તરત પિતાજીએ ચીપિયાથી વીંછી પકડીને તપેલીમાં મૂકી દીધો. તપેલીમાં વીંછી આંટા માર્યા કરે, પણ બહાર નીકળી ન શકે. તપેલી ઢાંકીને પિતાજી વીંછીને દૂર વગડામાં નાખી આવ્યા. હું ચીસો પાડતો સૂઈ રહ્યો. અમથીબાને મંત્ર ભણી વીંછી ઉતારતાં આવડે. એમના મંત્રથી મને થોડી રાહત થઈ, પણ દર્દ ચાલુ હતું. એવામાં બાને વિચાર સૂઝયો. તેઓ ઉપાશ્રયે ગયાં. સાધુ મહારાજને વિનંતી કરી એટલે મહારાજ કામળી ઓઢીને ઘરે આવ્યા. જ્યાં મને દર્દ થતું હતું ત્યાં હાથ મૂકીને મંત્ર ભણ્યા પછી એમણે મને કહ્યું, “તું ઊંઘ આવે ત્યાં સુધી “વીતરાગ નમો: જિણાણું' બોલ્યા કરજે. તને જરૂર મટી જશે.” પથારીમાં સૂતાં સૂતાં મેં રટણ ચાલુ કર્યું. બા મને પંપાળતી રહી અને કહેતી રહી કે હમણાં મટી જશે.” એમ કરતાં થોડી વારમાં જ હું ઊંઘી ગયો. સવાર પડતાં તો કંઈ થયું જ ન હોય એમ લાગ્યું. બીજી એક વખત પણ મને વીંછી કરડ્યો હતો. આ વખતે મોટો વીંછી નહિ પણ વીંછીનું બચ્યું હતું. સવારે નાહીને મેં સ્કૂલે જવા માટે વળગણી પરથી ખમીસ ઉતાર્યું. પહેરવા જતાં બાંયમાં રહેલા વીંછીએ હાથ પર ડંખ માર્યો. મેં ચીસાચીસ ચાલુ કરી. બાએ ધમકાવ્યો, “કેમ આટલી બધી બૂમાબૂમ કરે છે?” ત્યાં તો બાએ ખમીસ ઝાપટું તો નીચે વીંછી પડ્યો. ઘરમાં એક જણ વીંછી પકડવા રોકાયું. પિતાજી બહારગામ હતા. એટલે બા મને અમારા એક વડીલ નાથાકાકાને ત્યાં લઈ ગયાં. નાથાકાકા મને ઊંચકીને બજારમાં લઈ ગયા. બાથી (સ્ત્રીઓથી) બજારમાં જવાય નહિ. કાકા મને એક મોટરવાળા પાસે લઈ ગયા અને વીંછી કરડ્યાની વાત કરી. એણે મોટરનું બોનેટ ખોલી બૅટરીના બે વાયર મારા બે હાથમાં પકડાવ્યા અને કહ્યું “બિલકુલ સહન ન થાય ત્યારે જ હાથ છોડી દેજે. ત્રણચાર વખત કરીશું.' મોટરનું એન્જિન ચાલુ Page #496 -------------------------------------------------------------------------- ________________ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૪૭૯ કરતાં મને હાથે ધડ ધડ થવા લાગ્યું. (હળવો શોક લાગવા માંડ્યો). સહન થતું નહોતું છતાં હિંમત રાખી. ચાર વખત એમ કર્યું અને કહ્યું, ‘જા, મટી ગયું છે. હવે રડતો નહિ.' મારી પીડા ચાલી ગઈ. ઘરે આવીને કપડાં પહેરીને હું સ્કૂલે ગયો. વીંછી કરડવાના બનાવો ત્યારે ગામડાઓમાં વારંવાર થતા. એ મટાડવા માટે વિવિધ ગામઠી ઉપચારો થતા. અમૃતલાલ દાદાને રૂના વેપારમાં મોટી ખોટ આવી અને માથે દેવું થઈ ગયું ત્યારે એમણે પોતાના ચારે દીકરાઓને ગામ છોડીને બીજે જઈનોકરીધંધો કરવાની ભલામણ કરી. ત્યારે ચારે ભાઈઓ દ્વારા પાદરા અનાજ, કાપડ વગેરેની પ્રકીર્ણ ચીજવસ્તુઓની દુકાન કરવાનો વિચાર કર્યો. એ માટે ચારે ભાઈઓએ ત્યાં દુકાન ભાડે રાખી. મારા પિતાશ્રીએ એ માટે પહેલ કરી અને રેવાબા સાથે મને અને મારી નાની બહેન પ્રભાવતીને લઈ ગયા. ત્યારે મને પાંચમું વર્ષ બેઠું હતું. પરંતુ પિતાશ્રીના બીજા કોઈ ભાઈઓ આવ્યા નહિ, મોભામાં અમે એક વર્ષ રહ્યાં, પણ સંતોષકારક કમાણી ન થતાં અને દાદાની તબિયત બગડતાં પાછા પાદરે આવ્યાં. મોભામાં અમારા ઘરની પાછળ જ વગડો અને ખેતરો હતાં. વગડામાં થોડે સુધી અમે રમવા જતા. આગળ જતાં ડર લાગતો. ત્યારે શાક બજારમાંથી વેચાતું લાવવાનું નહિ કારણ કે એવું બજાર જ ત્યાં નહોતું. ઘરની પાછળના વંડામાં બધા લોકો શાક ઉગાડીને ખાતા. ભીંડા, ગવાર વગેરેના છોડ અને તુરિયા તથા ગલકાં વગેરેના વેલા વાવેલા તે હજુ યાદ છે. છોડ ઉપર ત્યાં શાક ઊગે તે બાને બતાવીએ. એમાં ખાસ તો ચોમાસાની ઋતુમાં થતા કંટોલા વણી લાવવાની બહુ મઝા પડતી. બાએ કહેલું કે કંટોલા તો વરસાદ પડ્યા પછી જ ઊગે એ વાક્ય આજે પણ ભુલાયું નથી, બા કંટોલા વીણવા અમને વગડામાં લઈ જતી. કોઈ વાર વરસાદ બહુ પડી ગયો હોય તો વચ્ચે ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હોય. બા તો ખાબોચિયું ડહોળતી આગળ ચાલે, પણ હું ઊભો રહી જાઉં. બા કહે, “એમ બીએ છે શું? બહુ પાણી નથી.” પાણી મારી છાતી સુધી આવે. કપડાં તો પહેર્યા ન હોય, પણ પાણીમાં જતાં ડર લાગે. ખાબોચિયાના બીજા છેડે પહોંચે ત્યારે સલામતીનો આનંદ થતો. ખાબોચિયામાં વરસાદનું Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ વંદનીય હૃદયસ્પર્શ તાજું પાણી હોય અને સૂર્યપ્રકાશ નીકળે ત્યારે પાણી દુધિયા રંગનું દેખાય. એવા પાણીની જીવંતતા જ જુદી ભાસે. વળી પવનમાં વરસાદનું તાજું પાણી હિલોળા લેતું હોય એ જોવાનું ગમે. મોભામાં એક દિવસ એક બાવો અમારા ઘરે માગવા આવ્યો. બાએ એને લોટ અને ચોખા આપ્યા. બાની ઉદારતા જોઈ એણે ભોજનની માગણી કરી. બાએ ના કહી તો પણ ઘરમાં કોઈ પુરુષ નથી એ જોઈને એણે હઠ લીધી અને ઓટલે બેઠો. બેત્રણ વાર કહેવા છતાં એ ખસ્યો નહિ. બાવો બદમાસ જેવો લાગ્યો. બાપુજી ઘરમાં હતા નહિ એટલે બાએ સમયસૂચકતા વાપરી મને પાછલે બારણેથી અલીકાકાને બોલાવવા મોકલ્યો. મુસલમાન અલીકાકા અમારા ઘરની નજીક રહેતા હતા. મેં દોડતા જઈ અલીકાકાને વાત કરી. તેઓ હાથમાં લાકડી લઈને આવી પહોંચ્યા. એમણે લાકડી ઉગામી બાવાને ગામ બહાર ભગાડ્યો. એક વાર મોભામાં રાતના આઠ-નવ વાગે “સાપ આવ્યો, સાપ આવ્યો' એવી બૂમ પડી. બધા ઘરની બહાર નીકળી ગયા. પાંચ-છ ઘર દૂર સાપ દેખાયો હતો. બધા લાકડી લઈ બહાર દોડ્યા. કોઈક સાપ પકડવાનો લાકડાનો લાંબો સાણસો લઈ આવ્યું. અંધારું હતું એટલે સાપ ક્યાં ભરાઈ ગયો તે દેખાયું નહિ. સાપ લપાતો લપાતો બાજુવાળા પાડોશીના ઘરમાં ભરાયો તે દેખાયો. ત્યાંથી સાપને ભગાડતાં પાછલે બારણેથી નીકળી ગયો, પણ પછી ત્યાંથી અમારા ઘરમાં ભરાયો. ફાનસના અજવાળે તે દેખાયો. પણ ભગાડવા જતાં તે મોભ ઉપર ચડી ગયો અને એક બખોલમાં ભરાયો. ત્યાંથી ઘણા પ્રયત્નો કરવા છતાં તે ઊતર્યો નહિ. છેવટે નક્કી કર્યું કે બધાએ ફળિયામાં ખાટલા ઢાળીને સૂઈ જવું. થોડાક પુરુષો લાકડી સાથે જાગતા રહે. બાએ અમને ભાઈબહેનને ખાટલામાં સુવાડ્યાં. અને પોતે જાગતાં રહીને નવકારમંત્રનું રટણ કર્યું. પિતાજી પણ જાગતા રહ્યા. બીકને લીધે આખી રાત સાપ નીકળ્યો નહિ, પણ સવાર થતાં ઘરની બહાર નીકળ્યો તે અમે બધાએ જોયું પણ એને કોઈ પકડે તે પહેલાં તો તે ઝડપથી વગડામાં પહોંચી ગયો. મોભામાં સ્ટેશનની પાસે જ અમારું ઘર હતું. એટલે સ્ટેશન પર અમે કેટલાંક છોકરાં રમવા જતાં. સ્ટેશન માસ્તરને પણ એ ગમતું કારણ કે એમને અમારી ઉંમરનો એક દીકરો હતો. આખા દિવસમાં એક ગાડી આવે અને Page #498 -------------------------------------------------------------------------- ________________ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૪૮૧ એક જાય. પછી માસ્તરને કંઈ કામ નહિ. ત્યારે અમે પાટા પર સમતોલપણું રાખીને ચાલવાની હરીફાઈ કરતા. સિગ્નલથી કેવી રીતે પાટા છુટા પડે તે તથા એન્જિનનું મોઢું બદલવું હોય તો તે માટેના કૂવાના પાટા કેવી રીતે ફેરવવા તથા ક્યારે કેટલા ડંકા વગાડવા તે માસ્તરનો મદદનીશ અમને સમજાવતો. મોભામાં એક વર્ષ રહી દુકાન સંકેલી પિતાજીને પાદરા પાછા ફરવું પડ્યું. મારા અમૃતલાલ દાદાના છેલ્લા માંદગીના દિવસોનું અને એમના અવસાનના દિવસનું ચિત્ર હજુ નજરમાં તરવરે છે. માંદગીના વખતે ઉપરના માળ (મેડા ઉપર) એમને સુવાડ્યા હતા. તેઓ શૌચાદિ માટે ઘરબહાર જઈ શકે એમ નહોતા એટલે એમને માટે પાટ મંગાવવામાં આવી હતી. અમે એમને જોવા જઈએ તો તરત નીચે જવાનું કહેવામાં આવતું. તેઓ ગુજરી ગયા તે વખતે અમને બધાં છોકરાંઓને બાજુના એક મકાનમાં પૂરવામાં આવ્યાં હતાં જ્યાંથી અમે જોઈ શકીએ. દાદાની ઠાઠડી ઊંચકીને લઈ ગયા પછી અમને છોડ્યાં હતાં. દાદાના ગુજરી ગયા પછી અમુક દિવસ સુધી રોજ સવારે ફળિયામાં રોવા-કૂટવાનું રાખવામાં આવતું. એ માટે સગાં-સંબંધીની સ્ત્રીઓને કહેણ મોકલાતું. નજીકની શેરીમાં રહેતા બે હીજડાઓ મરશિયા ગવડાવતા. કેટલીક સ્ત્રીઓ છાતી કૂટવામાં માત્ર બે હાથનો અભિનય કરતી. દાદીમાં અમથીબા તથા ચારે વહુઓ જોરથી કૂટતી અને છાતી લાલઘૂમ કરતી. અમે છોકરાંઓ એ વર્તુળની બહાર ઊભા રહીને નિહાળતાં. રેવાબા જ્યારે બહુ કૂટતાં અને લાલઘુમ છાતીમાં લોહીની ટશરો ફૂટતી ત્યારે એ દૃશ્ય જોઈને અમે છોકરાંઓ રડતાં. ત્યારે અમથીબા પણ રેવાબાને અટકાવતાં. એક દિવસ તો તડકામાં છાતી કૂટતાં રેવાબા બેભાન પણ થઈ ગયાં હતાં. પારકે ઘેર ફૂટવા જવાનું હોય તો પણ રેવાબા પોતાનું ઘર હોય તેમ સમજી જોરથી છાતી કૂટતાં. અમૃતલાલદાદાના અવસાન પછી એકાદ વર્ષે મારા પિતાશ્રી અને એમના ભાઈઓએ મિલકતની વહેંચણી કરી એ દિવસો મારી નજર સમક્ષ અત્યારે પણ તાદશ છે. પિતાશ્રીના પિતાશ્રી અમૃતલાલ શેઠને ધંધામાં ભારે ખોટ આવી હતી. એક જમાનાના આખા પાદરા તાલુકાના પ્રથમ નંબરના સૌથી મોટા સંપત્તિવાન ગણાતા અમૃતલાલ શેઠ પોતાના રૂ-કપાસના વેપારમાં આગમાં ૯૦૦ જેટલી ગાંસડી બળી જતાં થયેલા નુકસાનને કારણે રાતોરાત દેવાદાર થઈ ગયા હતા. પછીના દિવસો એમના વળતા પાણીના શાન્ત દિવસો Page #499 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૨ વંદનીય હદયસ્પર્શ હતા. ઘરની બહાર જવાનું એમને ગમે નહિ. ઘરનું ઘર વેચાઈ ગયું હતું, પરંતુ એમાં પોતે પતિપત્ની જીવે ત્યાં સુધી રહેવાની અદાલતે છૂટ આપી હતી. ૧૯૩૩માં એમનું અવસાન થયું તે પછી પિતાશ્રી અને એમના બીજા ત્રણે ભાઈઓ—એમ ચાર જણ વચ્ચે વહેંચવાનું હોય તો તે માત્ર ઘરવખરી જ હતી. પિતાશ્રીનાં માતુશ્રી અમથીબા અમારી સાથે રહે એમ નક્કી થયું હતું. મિલકતમાં રોકડ તો કંઈ હતી નહિ. અમૃતલાલ શેઠે – બાપાએ ચારે દીકરાઓને લખાણ કરી કાયદેસર ફારગતી આપી દીધી હતી કે જેથી પોતાના દેવા માટે દીકરાઓને કોઈ સતાવે નહિ. વહેંચણીમાં માત્ર ઘરવખરી હતી, પરંતુ મોટું ઘર એટલે ઘરવખરી ઘણી હતી. એમાં તપેલાં-તપેલી, થાળી-વાટકા વગેરે, તાંબા-પિત્તળનાં વાસણો, ગાદલાં, ઓશીકાં, ચાદરો, ખાટલા, ડામચિયા, ઘંટી, બંબા, સગડીઓ, અથાણાની કાચની બરણીઓ, ગોળ અને ચોરસ ફાનસો, ચીમનીઓ, હીંચકા, પાટ, લાકડાની ખુરશીઓ, માટીનાં માટલાં, ઘડા ઇત્યાદિ. ઘર હોય એટલે સેંકડો વસ્તુઓ હોય. સૂચના પ્રમાણે રોજ થોડી થોડી સરખી સરખી વસ્તુઓ ઘરમાંથી બહાર ફળિયામાં અમે છોકરાંઓ લાવીને મૂકીએ. વડીલો એના ભાગ પાડે. અને દરેક પોતાનો ભાગ પોતાને ઘરે લઈ જાય. એ વખતે પિતાશ્રી પોતાની પ્રકૃતિ અનુસાર કશું માગે નહિ કે કશા માટે આગ્રહ રાખે નહિ. જે આવે તે સ્વીકારી લે. એ વખતે ઘરે ગયા પછી રેવાબા પિતાશ્રીને ઢીલા સાદે કહે, ‘તમે કેમ કંઈ બોલતા નથી ? બધી સારી સારી વસ્તુઓ બીજા ભાઈઓ લઈ જાય છે અને તૂટેલી નકામી વસ્તુઓ આપણા ભાગમાં આવે છે.' પિતાજી કહેતા, “આપણે મોટું મન રાખવું. સારી સારી વસ્તુઓ લઈ જઈને જો તેઓ રાજી થતા હોય તો ભલે થાય. કોઈ ચીજવસ્તુ માટે ઝઘડા થાય એવું મને ગમતું નથી. આપણને અન્યાય થાય છે એ હું સમજું છું. પણ મને જે મળે એમાં સંતોષ છે.” આજે આટલે વર્ષે પણ એ દશ્યો મારી નજર સમક્ષ તરવરે છે. પિતાજી કશું બોલે નહિ, જે ભાગમાં આવે તે શાંતિથી લઈ લે. અને પછી એકાંત મળતાં બા-બાપુજીની સમાધાનભરી વાતો સાંભળવા મળે. અમે નાના હતા ત્યારે ઈરાનીઓની બહુ બીક રહેતી. અમે જુદા રહેવા લાગ્યા ત્યારે એક વખત પાદરામાં ઈરાનીઓ આવી ચડ્યા. ગામને પાદરા Page #500 -------------------------------------------------------------------------- ________________ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૪૮૩ તંબુ તાણીને રહે અને પોતપોતાના ટોપલા સાથે બજારમાં છરી, ચપ્પુ, કાતર વગેરે ઓજારો વેચવા બેસતા. હોશિયાર જબરા. માણસો બરાબર ભાવતાલ કરીને વસ્તુ ખરીદતા, પણ નબળા માણસોને ખરીદવા બોલાવી, લોભાવીને છેતરી લેતા. એકંદરે તેમની છાપ ખરાબ હતી. ઈરાનીઓ ગોરા અને તેમાં પુરુષો પાટલૂન અને સ્ત્રીઓ ફ્રૉક પહેરતી. અને બે ચોટલા વાળી આગળ બે નાની લટ લટકતી રાખતી. પુરુષો કરતાં સ્ત્રી બહુ જબરી હોય. ગામમાં ઈરાનીઓ આવે તો તેમને અટકાવી શકાય નહિ, પણ કોઈ ખાસ ખરીદી ન કરે તો તેઓ બેત્રણ દિવસમાં જ બીજે ગામ ચાલ્યા જાય. ગામ બહાર કોઈ એકલદોકલ મળે તો લૂંટી લેતા. એક વખત ગામમાં અફવા ઊડી કે એક ઈરાની નાના છોકરાને કોથળામાં નાખીને ઉપાડી ગયો. ત્યારથી આખું ગામ સાવધ બની ગયું. એ વખતે હું પાદરામાં ટાવરવાળી સ્કૂલમાં ભણતો. આખી બાંયનું ખમીસ, અડધું પાટલૂન અને માથે સફેદ ટોપી પહેરીને ઉઘાડા પગે ખભા પાછળ દફતરની થેલી રાખી આગળ એના નાકામાં હાથ ભરાવી બધા વિદ્યાર્થીઓ ભણવા આવતા. રોજ સવારે નાહીને પહેરેલાં કપડાં હોય તે બીજે દિવસે સવારે ઊતરતાં. શાળામાં ભણવા તળાવના કિનારે થઈને, ટૂંકા નિર્જન રસ્તે અમે જતા. ઈરાનીઓની વાત આવી એટલે બાએ કડક સૂચના આપી દીધી કે તળાવ બાજુથી નહિ પણ ગામમાં થઈને ઝંડા બજારના રસ્તે ઘરે આવવું. કોઈ ઈરાની દેખાય તો દોડી જવું. બાની આ સૂચના દિવસો સુધી અમે પાળી હતી. શાળામાં ભણતા થયા પછી બા દર વર્ષે ઉનાળાની રજામાં અમને છોકરાંઓને લઈને પોતાના પિય૨માં ઓડ ગામે જતી. ત્યાં એમની બે બહેનો રહેતી. વળી ત્યાંથી નજીકના ગામ કણભાઈપરામાં એમનાં માતાપિતાઇચ્છાબા અને ચુનીલાલ બાપા રહેતાં. એ દિવસોમાં પગે ચાલીને જ પાદરા સ્ટેશને જવાનો રિવાજ હતો. સામાનમાં લોઢાનો ટ્રંક વજનદાર હોય એટલે બા માથે મૂકીને ચાલતી. એમાં કોઈ લજ્જા ગણાતી નહિ. અમે પાદરાથી વિશ્વામિત્રી જઈ ત્યાંથી મોટી ગાડીમાં બેસી આણંદ ઊતરતાં અને ત્યાંથી ગાડી બદલી ગોધરાવાળી ગાડીમાં બેસી ઓડ ઊતરતાં અથવા સીધા કણભાઈપરા જવાનું હોય તો ભાલેજ સ્ટેશને ઊતરતાં. ભાલેજથી ચાલતાં જ અમારે મોસાળના ઘરે જવાનું રહેતું. તે માટે અગાઉથી જણાવવાનો રિવાજ નહોતો. Page #501 -------------------------------------------------------------------------- ________________ ४८४ વંદનીય હૃદયસ્પર્શ રેલવેમાં પણ ડબ્બા અડધા ખાલી હોય. જ્યાં સારા માણસો હોય અને બારી પાસેની બેઠક મળે એ ડબ્બો પસંદ કરાતો કે જેથી મહી નદીનાં દર્શન થાય. બા મહીસાગરમાં પૈસો નાખવાનું અમને અચૂક કહેતાં. ટ્રેનમાંથી નીચે નદીના પટમાં ચાલતા માણસો કેટલા નાના લાગે તે બા અમને બતાવતાં. એ દશ્ય હજુ પણ યાદ છે. મોસાળમાં જઈએ ત્યારે ખેતરોમાં જઈને આંબલી, રાયણાં, જાંબુ, જામફળ, કાચી કેરી વગેરે પથ્થરથી પાડીને અમે ખાતાં. ઘર માટે તુવરની સીંગો તોડી લાવતા. કોઈ વાર મહીના કોતરોમાં થઈને નદીએ નાહવા જતા. ત્યાં નદીના પટમાં વાવેલા વેલા પરથી ઉતારેલાં ચીભડાં ખરીદીને ખાતા. બાની સમયસૂચકતાનો એક પ્રસંગ યાદ આવે છે. એક વખત બા સાથે અમે પાદરાથી ઓડ જતાં હતાં. એમાં અમુક અંતર બસમાં કાપવાનું હતું અને પછી ટ્રેન પકડવાની હતી. રસ્તામાં એક ઠેકાણે બસ ઊભી રહી એટલે અમે ઊતર્યા. પણ ત્યાં કોઈ વસતિ નહોતી. પરંતુ બાની નજર ગઈ. ઘણે દૂર ઈરાનીઓનું ટોળું હતું. બાએ એ જોયું. એટલામાં કેટલાંક ઈરાની સ્ત્રીપુરુષો માથે ટોપલા લઈ અમારી બાજુ આવવા લાગ્યાં. અમને છોડીને બસ ચાલવા લાગી હતી ત્યાં તો બાએ જોરથી બસવાળાને બૂમ પાડી, “બસવાળા ભાઈ, બસ ઊભી રાખો, ઊભી રાખો.” બસ તરત ઊભી રહી ગઈ. બાએ અમને કહ્યું, “અલ્યા દોડો, બસમાં પાછા બેસી જઈએ.” અમે દોડતાંકને બસમાં બેસી ગયા. અમને પાછા બસમાં બેસતા જોઈ ઈરાનીઓ ત્યાં જ ઊભા રહી ગયા. બસવાળો બોલ્યો, “માજી ! મને થયું કે તમે કેમ અહીં ઊતરો છો ?' * “ઓછું ચાલવું પડે એટલે ઊતર્યા, પણ પછી ખબર પડી કે અહીં તો ઈરાનીઓ છે. સારું થયું તમે મારી હાંક સાંભળી અને ઊભી રાખી. નહિ તો આજે ઈરાનીઓએ મારી સોનાની બંગડીઓ પડાવી લીધી હોત.' હું આઠેક વર્ષનો હતો ત્યારે પાદરામાં આસપાસના ફળિયાનાં છોકરાંઓ કંટિયારા' તળાવ પાસે રમવા જતા. ઉનાળાની રજાના દિવસોમાં પાણી ઓછું થાય અને કિનારાની માટી સુકાવા લાગે ત્યારે એવી પોચી ચીકણી માટી કાઢી અમે એનાં રમકડાં બનાવી તડકામાં સુકાવા મૂકતાં. સુકાયેલાં રમકડાં ઘરે લાવતા. કોઈ વાર માટીમાંથી કાણાંવાળો પોલો પાવો બનાવતા અને એ સુકાય ત્યારે વગાડતા. કોઈ વાર માટીની પેન બનાવી, ઘરે લાવી ચૂલામાં શેકતા Page #502 -------------------------------------------------------------------------- ________________ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૪૮૫ અને લાલ થયેલી પેનથી પાટીમાં લખતા. આવાં રમકડાં બનાવતાં એક વખત કેટલાંક છોકરાંઓને આંગળીએ ગૂમડાં થવા લાગ્યાં. મને પણ થયાં. એ પાકે એટલે એમાંથી રસી નીકળતી. એ ચેપી રસીથી આજુબાજુની આંગળીઓને ચેપ લાગતો, પણ મટી જતું. એક વખત મને એ રીતે દસ આંગળીએ ચેપ લાગ્યો. હવે હાથથી ખવાય નહિ. બા ખવડાવે અથવા ચમચાથી ખાઉં. આ વખતે જલદી મટ્યું નહિ એટલે બા ચિંતાતુર થઈ. એવામાં પાસેના પડોશી જેઠાલાલના ઘરે એમના કોઈ સગા આવ્યા હતા. તેઓ વૈદું કરતા. બાએ એમને મારી આંગળીઓ બતાવી. વૈદે કહ્યું ચેપ ઘણો વધી ગયો છે એટલે હવે બરાબર ઉપચાર નહિ કરો તો આંગળીઓ કપાવવી પડશે. હવે ચાલુ મલમપટ્ટીથી નહિ મટે. એ વખતે એમણે ઉપચાર બતાવ્યો. લોઢાના ચેલિયામાં ગંધક, પારો અને કણજીનું તેલ ભેળવીને બરાબર લસોટવું. એવી રીતે જે મલમ થાય એ બધી આંગળીએ લગાડી પાટો બાંધી લેવો. વૈદે બતાવેલા આ ઉપચારથી થોડા દિવસમાં આંગળીઓમાં રૂઝ આવી ગઈ. અને એમ કરતાં સદંતર મટી ગયું. આટલે વર્ષે પણ એ ઘટના અને ઉપચાર મને યાદ છે. બાને રોજ સવારે નાહીને દેરાસર દર્શન-પૂજાનો નિયમ હતો. શ્રીમંત હતા ત્યારે વસાવેલી ચાંદીની ડબ્બીમાં ચોખા વગેરે ભરીને લઈ જાય. પાછા ફરતાં તેઓ રોજ પાસેની શેરી નવઘરમાં આવેલા માણિભદ્રના સ્થાનકમાં જઈ દીવો કરી પગે લાગતાં. તેમને મણિભદ્ર દેવમાં ઘણી શ્રદ્ધા હતી. હું શાળામાં ભણતો થયો ત્યારે એમણે મને રોજ માણિભદ્રના સ્થાનકે જઈ દીવો કરવાની ટેવ પાડી હતી. (નવઘરીમાં આ જૂનું સ્થાનક હવે રહ્યું નથી. દેરાસરમાં નવું સ્થાનક થયું છે.) પિતાશ્રી માટે પાદરામાં ગુજરાન ચલાવવાનું પછી વધુ કઠિન બન્યું હતું. તેઓ નામું લખવામાં બહુ હોશિયાર હતા અને એમના અક્ષર પણ મરોડદાર હતા. એવામાં વડોદરામાં “આર્યનૈતિક નાટક સમાજ' નામની નાટક કંપનીમાં એક મિત્રની ભલામણથી નામું લખવાની નોકરી મળી ગઈ. એક મહિના પછી તે નાટક કંપની મુંબઈ ગઈ એટલે પિતાજીને મુંબઈ જવું પડ્યું. નાટક કંપની ત્યાં બે વર્ષ રોકાવાની હતી એટલે પિતાજી મુંબઈમાં વ્યવસ્થા કરી અમને તેડવા આવ્યા. અમારું કુટુંબ ૧૯૩૭માં મુંબઈમાં આવીને વસ્યું. ખેતવાડી વિસ્તારમાં એક ચાલીમાં એક રૂમ પિતાશ્રીએ ભાડે રાખી હતી. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ વંદનીય હૃદયસ્પર્શ મુંબઈમાં આવતાં બાપુજીએ અમને એક ખાસ સૂચના આપી. અમારા પ્રદેશમાં માને નામથી બોલાવવાનો રિવાજ હતો. એટલે અમે બધાં “રેવા કહેતા. મુંબઈમાં બાપુજીએ કહ્યું કે હવે “રેવા' નહિ કહેવાનું, “બા” કહેવાનું. રસ્તામાં તમે રેવા કહીને વાત કરતાં હોતો ફાલતુ માણસો પણ નામ જાણી જાય. પછી તેઓ નામની બૂમ પાડી સંતાઈ જાય. અહીં મવાલીઓ પણ ઘણા હોય છે. એટલે અમે બધાંએ “બા” કહેવાનું ચાલુ કર્યું. મુંબઈ આવીને બા બહુ રાજી થયાં. તેમણે કહ્યું, પાદરા કરતાં અહીં ઓછી મહેનત. પાદરામાં તો બપોરે તડકામાં તળાવે કપડાં ધોવા જતી. અહીં મુંબઈમાં તો ઘરમાં નળમાં પાણી આવે એટલે વાર ન લાગે. નાની હતી અને ઓડમાં ઊંડા કૂવામાંથી પાણી ખેંચતાં દમ નીકળી જતો. કૂવેથી પાણી ભરી લાવવાનું કામ ઓડ અને પાદરામાં બહુ વર્ષો કર્યું છે, એટલે મુંબઈમાં ઘરમાં નળ એ તો અમારે મન સાહ્યબી કહેવાય. વળી પાદરામાં લાકડાં મૂકી, ફૂંક મારી ચૂલો સળગાવવો પડતો. અહીં સગડી અને પ્રાયમસ સળગાવવામાં કેટલી રાહત છે ! (પછીથી ઘરમાં ગેસ આવ્યો ત્યારે તો બા બહુ રાજી થઈ હતી.) એ દિવસોમાં ઘાટી મહિને એક રૂપિયામાં વાસણ માંજતો અને એક રૂપિયામાં કપડાં ધોતો. પણ એટલા પૈસા બચાવવા બા હાથે વાસણ માંજતાં અને કપડાં ધોતાં. બામાં ખડતલપણું હતું એટલે સવારથી રાત સુધી દસ માણસની રસોઈ કરવી, બધાંને જમાડવાં, વાસણ માંજવાં, કપડાં ધોવાં વગેરેમાં જરા પણ થાક લાગતો નહિ. આટલાં કામ વચ્ચે પણ દેવદર્શન, સામાયિક વગેરે ચૂકતાં નહિ. બા હાથે કામ કરતાં છતાં આખા મકાનમાં બા માટે સૌને માન હતું. મકાનની સર્વ સ્ત્રીઓ બાને “માસીબા' કહીને બોલાવતી. નાનાં છોકરાંઓમાં પણ બા બહુ પ્રિય હતાં. બાનો કાયમ નિયમ હતો કે દર શુક્રવારે મકાનનાં બધાં છોકરાંને વાટકી ભરીને ચણા આપવા. એ મકાન અમે છોડ્યું ત્યાં સુધી આ નિયમ ચાલુ રહ્યો હતો. બાની એવી પ્રતિષ્ઠા હતી કે પડોશી-પડોશી વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે બાની નિમણૂક થતી. તેઓ પોતાની કોઠાસૂઝથી એવો ઉકેલ બતાવતાં જે બંને પક્ષને રાજીખુશીથી માન્ય હોય. બે વર્ષ કામ કરી “આર્ય નૈતિક' નાટક કંપનીએ અમદાવાદ જવાનું નક્કી Page #504 -------------------------------------------------------------------------- ________________ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૪૮૭ કર્યું. બાપુજીને હવે બધાંને લઈને અમદાવાદ જવાનું ફાવ્યું નહિ. એટલે એ નોકરી છોડી દીધી. પણ બીજી નોકરી મળતાં વખત લાગ્યો. એમ દિવસો પસા૨ થયા અને ઘ૨માં તકલીફ વધવા લાગી. દસ સભ્યોના કુટુંબનો નિભાવ કરવાનું બહુ કપરું બની ગયું હતું. બાના ધૈર્યનો જ્યારે વિચાર કરું છું ત્યારે એક પ્રસંગ તરત નજર સામે તરવરે છે. ત્યારે મારી ઉંમર તેર વર્ષની હશે. એ કપરા દિવસોમાં સૌથી મોટા ભાઈ કાપડની મારકેટમાં મહિને દસ રૂપિયાના પગારની નોકરી કરે. બીજા નંબરના ભાઈ અમદાવાદ નોકરી કરવા ગયેલા. પિતાજી સ્વદેશી મારકેટમાં મહિને ચાલીસ રૂપિયાના પગારે નોકરી કરે. અમે ચાર ભાઈબહેન સ્કૂલમાં ભણીએ. બીજાં બે નાનાં હતાં. આટલી આવકમાંથી ઘરનું ગુજરાન થતું નહોતું. થોડું દેવું પણ થઈ ગયેલું. એવામાં પિતાજીની નોકરી છૂટી ગઈ. તેઓ નિરાશ થઈ ગયા. પછી રોજ બજારમાં નોકરી માટે આંટો મારીને આવે પણ કોઈ નોકરી મળે નહિ. એમ કરતાં બે મહિના થઈ ગયા. એક દિવસ બપોરે બાપુજી બજારમાંથી આવી નિરાશ થઈ આરામખુરશીમાં બેઠા હતા ત્યારે હું ઘરમાં એક બાજુ બેસી લેશન કરતો હતો. બાપુજીને જોઈ બાએ પૂછ્યું, ‘કેમ આમ સૂનમૂન બેઠા છો ?' બાપુજીએ કહ્યું, કોઈ નોકરી મળતી નથી એટલે ચિંતા થાય છે કે ઘરનું પૂરું કેવી રીતે કરીશું ? માથે દેવું પણ થયું છે.’ બાએ કહ્યું, ‘ભગવાન કસોટી કરે છે, પણ બધું સારું થઈ જશે.' દરમિયાન બાના મનમાં પણ કંઈક મનોમંથન ચાલ્યું હશે. પછી એમણે પોતાનો ટૂંક ખોલી (ત્યારે ઘરમાં કબાટ નહોતાં) એક ડબ્બી કાઢી અને એમાંથી સોનાની બે બંગડી કાઢી બાપુજીના હાથમાં મૂકતાં બોલ્યાં, ‘આ હવે વેચી આવો !' બંગડી સામે બાપુજી જોઈ રહ્યા અને પછી થોડી વારે બોલ્યા, ‘આ કેમ વેચાય ? આ તો તારા પિયરની છે. પછી કોઈ લગન પ્રસંગે શું પહેરીશ ?’ બાએ કહ્યું, ‘પિયરની ભલે હોય, હવે વેચી દેવી જોઈએ. લગન પ્રસંગે, હું કચકડાની બંગડી પહેરીશ. મને શરમ નહિ લાગે.’ બાએ ધૈર્યથી બાપુજીને કહ્યું, પણ બાપુજી અસ્વસ્થ થઈ ગયા. એમની આંખમાંથી દડદડ આંસુ પડ્યાં. બાએ ફરીથી કહ્યું, ‘તમે મન મક્કમ કરીને વેચી આવો, હું કહું છું ને ! Page #505 -------------------------------------------------------------------------- ________________ ४८८ વંદનીય હૃદયસ્પર્શ અત્યારે જ ઊપડો, પછી પાછો તમારો વિચાર બદલાશે.' બાપુજી બજારમાં જઈને આવ્યા. બાના હાથમાં પૈસા મૂકતાં કહ્યું, “વેચી નથી, પણ ચાર મહિના માટે ગીરો મૂકી છે.' “જે કર્યું તે ભલે કર્યું, આપણે હવે પહોંચી વળીશું.' ત્યાર પછી બાએ દેરાસરે જતાં થોડીક બહેનોને કહ્યું કે “ઘરે કંઈ કામ કરવાનું મળે તો અપાવજો.” એવામાં ત્રણેક મહિના પછી દિવાળી આવતી હતી. બાને ઓળખાણથી કેલેન્ડરો બનાવવાનું કામ મળી ગયું. પ્રેસવાળાને ત્યાંથી કેલેન્ડરના પૂઠાં અને ચિત્રો વગેરે લઈ આવીએ. ઘરે એના ઉપર કંપનીના નામનો કાગળ, લક્ષ્મીજી, સરસ્વતી, શ્રીગણેશ, શિવજી વગેરેનાં ચિત્રો ઑર્ડર પ્રમાણે લાહીથી ચોંટાડીએ અને તિથિ-તારીખનો ડટ્ટો કાણાંમાં ભરાવી ટાઇટ કરી નાખીએ. ઉપર કાણાંમાં લાલ દોરી ભરાવી ગાંઠ મારીએ. દિવાળી સુધી આ કામ ચાલ્યું. ઘરનાં બધાં કામ કરવા બેસી જાય. રોજનાં સો-દોઢસો કેલેન્ડર તૈયાર થાય. કેલેન્ડર પતે પછી કાગળની કોથળીઓ બનાવવાનું કામ બા મેળવી લાવે અને એમાં પણ અમે તે કરવામાં લાગી જતાં. રાતના ઉજાગરા પણ કરતા, પણ એમ કરતાં આવક થતી ગઈ. બાની ઈચ્છા એવી હતી કે કષ્ટ પડે તો પણ પોતાનાં સંતાનોને ભણાવવાં. હું મેટ્રિકમાં હતો ત્યારે વાંચવા માટે જાગતો હતો. બા મારી પાસે જાગતાં બેસી રહેતાં કે જેથી મને આળસ ન આવે. મેટ્રિક પછી અમે બે ભાઈઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહેવા ગયા તો બા બે-ત્રણ દિવસ કશુંક ખાવાનું બનાવીને લાવતાં અને કહેતાં કે દોસ્તારોને પણ ખવડાવજો. બી.એ. પછી એમ.એ.ના અભ્યાસ માટે પાટણ જૈન મંડળની હોસ્ટેલમાં રહેવા ગયો તો બા રોજ મારે માટે ટિફિન લઈને આવે કે જેથી મારે ઘરે જવા-આવવામાં સમય ન બગડે. એમ.એ.માં હું પહેલો આવ્યો અને સુવર્ણચંદ્રક મળ્યો ત્યારે બાને કહેતો કે “આ ચંદ્રક તમારે લીધે મળ્યો છે.” સંતાનોને ભણાવવાની બાની હોંશ એટલી બધી કે પાંચ સંતાનો ડબલ ગ્રેજ્યુએટ થયાં અને તે પણ આવા કપરા સંજોગોમાં. આમ છતાં બા અમારાં કોઈ ભાઈબહેનની કૉલેજ જોવા આવ્યાં નથી. મારી ઝેવિયર્સ કૉલેજનું નામ પણ બાને ન આવડે. કહે કે મારે નામ શીખીને શું કામ છે? કોઈ પૂછે તો કહે કે ધોબીતળાવ પર આવેલી કૉલેજમાં ભણે છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ ४८८ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૧૯૪૪ના ગાળામાં અમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગી. માથે કોઈ દેવું રહ્યું નહિ. પિતાજીની નોકરી ઉપરાંત મોટા બે ભાઈઓ નોકરીએ લાગી ગયા. એમ ઘરમાં ત્રણ જણનો પગાર આવવા લાગ્યો. વળી મેટ્રિક પછી અમે બે ભાઈઓ ભણવા માટે ટ્યૂશન કરવા લાગ્યા અને ગ્રેજ્યુએટ થયા પછી નોકરીએ ચડ્યા. એમ કરતાં પાંચ જણનો પગાર આવવા લાગ્યો એટલે રેવાબાને કોઈ ચિંતા રહી નહિ. ઘરમાં સગવડ માટે કેટલાક ફેરફાર કરાવ્યા. પછી તો આર્થિક સ્થિતિ ઉત્તરોત્તર સુધરતી ગઈ. ૧૯૪૮ પછી એક પછી એક ભાઈનાં લગ્ન થયાં અને તેઓ નાની રૂમ છોડીને સ્વતંત્ર રહેવા લાગ્યા. એમ કરવાની બા-બાપુજીએ સંમતિ આપી. બાને હવે ઘણી જ રાહત લાગી અને સંતાનોની ચડતી જોઈને બહુ આનંદ, થયો. આમ છતાં ખેતવાડીની ચાલીનું ઘર એ અમારું કેન્દ્રસ્થાન રહ્યું. બાને તપશ્ચર્યામાં સારી શ્રદ્ધા હતી. એકાસણું, આયંબિલ, ઉપવાસ એમનાં ચાલતાં હોય. આયંબિલની ઓળી તેઓ કરતાં. પર્યુષણના દિવસોમાં એમણે એક વખત અઠ્ઠાઈ કરેલી. પર્યુષણના આઠ દિવસમાંથી પહેલા ચાર અને છેલ્લા ત્રણ એમ સાત ઉપવાસ ઘણી વાર કર્યા હતા. એક વખત બાને ઉપધાન કરવાની ભાવના થઈ હતી. લાલબાગ (માધવબાગ) ઉપાશ્રયે નામ પણ તેઓ નોંધાવી આવ્યાં હતાં. એ માટે જરૂરી ઉપકરણો પણ લઈ આવ્યાં હતાં. ત્યાં બે દિવસ અગાઉ કોઈક બહેન ઘરે મળવા આવ્યાં. વાત નીકળતાં તેમણે કહ્યું, “રેવાબહેન, તમારાથી ઉપધાન ન થાય. તમને ક્યાં બધી વિધિ આવડે છે !” આથી બા નાસીપાસ થયાં અને ઉપધાનમાં જોડાયાં નહિ. થોડા દિવસ પછી દેરાસરમાં કોઈક અનુભવી બહેન મળ્યાં. બાએ ઉપધાનમાં ન જોડાવાનું કારણ કહ્યું. એમણે કહ્યું, “બધી વિધિ બધાંને ન આવડે, પણ એમણે ઉપધાન ન છોડાય. ન આવડે તો સાધુ મહારાજ બધી વિધિ કરાવે, તમે ભૂલ કરી.' આ સાંભળી બા બહુ નિરાશ થયાં. ઉપધાનની એક વખત તક ચૂક્યાં, તે પછીથી ફરીથી ક્યારેય ઉપધાન કરવાની અનુકૂળતા મળી નહિ. પણ દીકરી ઇન્દિરાને ઉપધાન કરાવીને આનંદ અનુભવ્યો. આઠ છોકરાં ઉછેરનાર બાની પાસે બાળકના મનને જીતવાની વાત્સલ્યભરી કળા હતી. એ દિવસોમાં ટેલિફોન કોઈકને ત્યાં જ હતા. એટલે અમે અમારા બંને નાનાં સંતાનોને – શૈલજા તથા અમિતાભને લઈને Page #507 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ વંદનીય હૃદયસ્પર્શ અઠવાડિયામાં એકબે વાર બાને મળવા જતાં. બંને સંતાનોને શિખંડ બિલકુલ ભાવતો નહિ. બાને થયું કે નાનાં છોકરાંઓને શિખંડ બહુ જ ભાવે. ન ભાવે તે બરાબર ન કહેવાય. એક વાર અમે બાને ઘરે ગયાં તો બાએ શિખંડ બનાવ્યો હતો. બાએ પૂછ્યું તો બંનેએ શિખંડની ના પાડી. બાએ કહ્યું, “આજે તમારા પપ્પાની વરસગાંઠ છે અને તમે શિખંડ ન ખાવ તે મને ગમતું નથી.” પછી બાએ વહાલથી કહ્યું, “એક એક નાની ચમચી જેટલો આપું છું. જરાક જીભે અડાડી લેજો.” પછી બાએ બંનેને સાવ નાની ચમચી જેટલો શિખંડ આપ્યો. બંનેને ભાવ્યો. એટલે બાએ એક બીજી ચમચી ભરીને આપ્યો અને પાસે બંને માટે વાડકી ભરીને મૂકી. બંને બધો શિખંડ ખાઈ ગયા અને વધુ શિખંડ માગ્યો અને ધરાઈને ખાધો. ત્યારથી બંને બાળકોએ “શિખંડવાળાં બા' એવું બાનું નામ પાડ્યું અને એમને માટે એ કાયમનું થઈ ગયું. પછી જ્યારે બાને ઘરે જવાનું હોય ત્યારે શિખંડ બનાવવાનું તેઓ અચૂક કહેવડાવતાં. એક દિવસ સાંજે અમે ઘરમાં બેઠાં હતાં. બાપુજી ઑફિસેથી હજુ આવ્યા નહોતા. તે વખતે બા પલંગ પર બેઠાં હતાં ત્યાં અચાનક કંઈ અસંબદ્ધ બોલવા લાગ્યાં. અવાજ મોટો થઈ ગયો. આંખો પહોળી થઈ ગઈ. અમે વિચારમાં પડી ગયાં. થયું કે બાને માથે ગરમી ચડી ગઈ છે. શું કરવું તે સૂઝતું નહોતું. ડૉક્ટરને બોલાવવાનો વિચાર કરીએ છીએ ત્યાં મારા નાના ભાઈ પ્રમોદભાઈએ પાણી ભરેલો ઘડો લાવી બાને માથે ઢોળી દીધો. બાનાં કપડાં પલળ્યાં અને પથારી પણ પલળી. “આવું કરાય?' એવો અમે પ્રમોદભાઈને ઠપકો આપવા લાગ્યા, ત્યાં તો બા ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયાં અને અમને ઠપકો આપવા લાગ્યા કે “એને વઢો નહિ. એણે મારે માથે પાણી રેડ્યું એટલે મને ટાઢક થઈ ગઈ. હવે સારું લાગે છે. મને માથે ગરમી ચઢી ગઈ હતી.” અમને થયું કે સંભવ છે કે બાનું બ્લડપ્રેશર વધી ગયું હશે; પરંતુ એ દિવસોમાં તરત બ્લડપ્રેશર મપાવવાનો વિચાર આવતો નહિ. વળી બાને એવું પછી કેટલાંક વર્ષ સુધી થયું નહોતું. એટલે ત્યારે એ ચિંતાનો વિષય નહોતો. અમારું કુટુંબ સાધારણ સ્થિતિનું હતું. એટલે બા-બાપુજીને ચિંતાનો સૌથી મોટો વિષય તે દીકરાઓની સગાઈનો હતો. જ્ઞાતિમાંથી કન્યા મળે નહિ અને જ્ઞાતિ બહારની મળે પણ તે લેવાય નહિ. એ દિવસોમાં ૧૮-૨૦ વર્ષની ઉંમરે લગ્ન થતાં. અમારાં સગાંઓમાં બધાનાં દીકરા-દીકરીનાં લગ્ન થઈ Page #508 -------------------------------------------------------------------------- ________________ મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૪૯૧ ગયાં, પણ સૌથી મોટા ભાઈ ૨૨-૨૩ વર્ષના થયા, પણ હજુ સગાઈની કોઈ વાત આવતી નહિ. આથી બાને વધારે ચિંતા થતી. અડધી રાતે પણ પથારીમાં બેઠાં વિચાર કરતાં હોય. છેવટે ૨૬ વર્ષની વયે સૌથી મોટા ભાઈનાં લગ્ન થયાં. એક વખત લાઇન ચાલુ થઈ એટલે પછી ચાલવા લાગી. અમારા ત્રણ ભાઈનાં સગાઈ-લગ્ન થઈ ગયાં. મારાં લગ્ન વખતે પરિસ્થિતિ ઊલટી થઈ. મેં એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો અને મુંબઈની ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કરવા લાગ્યો. હવે જ્ઞાતિમાંથી વારંવાર કન્યાની વાત આવતી પણ બાને તે યોગ્ય લાગતી નહિ. છેવટે મારાં લગ્ન જ્ઞાતિ બહાર કરવાનો નિર્ણય થયો. એમ થાય તો અમને જ્ઞાતિબહાર મૂકવામાં આવે, પણ હવે જ્ઞાતિનાં બંધનો શિથિલ થયાં હતાં. એટલે મારાં લગ્ન માટે અન્ય જૈન જ્ઞાતિનાં અને કૉલેજમાં સહાધ્યાયિની, મુંબઈની સોફાયા કૉલેજમાં અધ્યાપિકા તારાબહેનની એમના પિતા તરફથી દરખાસ્ત આવી ત્યારે બાએ અને કુટુંબના સર્વેએ એ સહર્ષ સ્વીકારી લીધી. બાનો ઉલ્લાસ એટલો બધો હતો કે અમારાં લગ્નના દિવસે તેઓ દાદર ઊતરતાં પડી ગયાં અને વાગ્યું તો પણ સમગ્ર વિધિ અને સત્કાર સમારંભ દરમિયાન કોઈને જણાવા દીધું નહોતું. વળી ત્યારે સોફાયા કૉલેજનાં પ્રિન્સિપાલ મધર વોર્ડને પગે લાગવા અમે ગયાં તો તેઓ સાથે આવ્યાં હતાં. આ રીતે એમણે સોસાયા કૉલેજ પણ જોઈ. ત્યાર પછી કેટલાંક વર્ષ બાને સારું રહ્યું. તેઓ શત્રુંજય, શંખેશ્વર, મહુડી, માતર, ઝઘડિયા, કાવી વગેરે સ્થળે કેટલીક વાર જાત્રા કરી આવ્યાં. વળી તેઓ સ્પેશિયલ ટ્રેઈનમાં ૪૫ દિવસની શિખરજીની યાત્રા કરી આવ્યાં, જેમાં દિલ્હી, આગ્રા તથા ઉત્તર, બિહાર, મધ્યપ્રદેશ અને આંધ્ર સહિત ઘણાં બધાં તીર્થોનો સમાવેશ થયો હતો. ત્યાર પછી બાને ૬૮ વર્ષની ઉંમરે લકવાનો હુમલો આવ્યો. તરત હૉસ્પિટલમાં દાખલ કર્યા અને અઠવાડિયામાં સારા થઈને ઘરે આવ્યાં. ત્યાર પછી અમે બા-બાપુજીને વિમાનમાં ભાવનગર લઈ જઈ શત્રુંજયની જાત્રા કરાવી આવ્યા. વિમાનમાં બેસવાનો એમનો પહેલો અનુભવ હતો. એથી એમણે ખૂબ આનંદ અનુભવ્યો. લકવામાંથી બા સાજા થતાં અને હરતાંફરતાં થયાં. કેટલીક જાત્રાઓ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ વંદનીય હૃદયસ્પર્શ પણ કરી આવ્યાં. પણ પછી આંખે મોતિયો આવ્યો, અને તપાસ કરાવતાં ડાયાબિટિસ પણ નીકળ્યો. એટલે મોતિયાનું ઓપરેશન કરવાની દાક્તરોએ ના પાડી. પરિણામે બાને આંખે ઝાંખપ વધતી ગઈ. સાવ નજીક માણસ આવે ત્યારે ઓળખાય. મોતિયાને લીધે પછી તો ઘરની બહાર જવા-આવવાનું બંધ થયું. બહેન ઇન્દિરા રસોઈ ઉપરાંત બાની બધી ચાકરી કરતી. ચાર ભાઈ અને એક બહેનનાં લગ્ન થતાં ખેતવાડીની ચાલીની રૂમમાં હવે બા-બાપુજી સાથે બે ભાઈ અને એક બહેન રહ્યાં. હવે ગુજરાનની ચિંતા નહોતી. બધા ભાઈઓને ત્યાંથી રકમ આવતી. હવે બાનો હાથ છૂટો રહ્યો. પિતાજી નોકરી છોડી નિવૃત્ત થયા. બીજા બે ભાઈનાં લગ્ન થતાં બા-બાપુજી અને બહેન ઇન્દિરા વાલકેશ્વર મોટા ઘરમાં રહેવા આવ્યાં. ચાલીની રૂમ પછી છોડી દીધી. દરમિયાન પ્રમોદભાઈએ પણ જુદું ઘર લીધું, ઇન્દિરાબહેનનાં પણ લગ્ન થયાં અને ભરતભાઈએ પણ મોટું ઘર લીધું. જીવનના અંત સુધી બા-બાપુજી ભરતભાઈને ત્યાં રહ્યાં. સિત્તેરની ઉંમરે દાંત ગયા પછી બાને આંખે મોતિયો પાકવા આવ્યો ત્યારે અમે કહ્યું, “બા, તમે ઑપરેશન કરાવો તો બરાબર દેખાશે. એ દિવસોમાં ઑપરેશન એ મોટી વાત હતી. મોતિયાના ઑપરેશનમાં ચારેક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડતું. બાએ કહ્યું, “મારે ઑપરેશન કરાવવું નથી. નહિ દેખાય તો મારે કોઈને પણ શું કામ છે? હું મારે શાંતિથી રહેવા માગું છું.” પછી તો બાને ડાયાબિટિસની તકલીફ ચાલુ થઈ એટલે ડૉક્ટરે જ ઑપરેશનની ના પાડી. પરિણામે બાને તદ્દન ઝાંખું દેખાતું. સાવ પાસે કોઈ આવે તો અણસાર આવે. અવાજથી જ બધાંને ઓળખે. આંખના અંધાપા સાથે બાની શારીરિક અશક્તિ પણ વધી ગઈ. તેઓ આખો દિવસ પલંગમાં બેસતાં કે સૂતાં. પિતાશ્રી પણ આખો દિવસ બા પાસે બેસતા અને નવકારમંત્ર, સ્તવનાદિ સંભળાવતા. બા અમારા સૌથી નાનાભાઈ ભરતભાઈને ત્યાં રહેતાં. એમણે તથા એમનાં પત્ની જયાબહેને છેલ્લાં વર્ષોમાં બાને નવડાવવામાં, ખવડાવવામાં, શૌચાદિ ક્રિયા કરાવવામાં ઘણી સારી સેવાચાકરી કરી હતી. એમ કરતાં પોષ સુદ ૭, વિ. સં. ૨૦૨૧ના દિવસે ઈ.સ. ૧૯૭૫માં Page #510 -------------------------------------------------------------------------- ________________ ४८3 મારાં માતુશ્રી સ્વ. રેવાબા ૭૫ વર્ષની વયે બાએ મધરાતે હૃદયરોગનો હુમલો થતાં શાન્તિથી દેહ છોડ્યો. એક ઉત્તમ આત્માએ જીવનલીલા સંકેલી લીધી. એ વખતે તત્ત્વના જાણકાર પિતાશ્રીએ સારી સ્વસ્થતા અને સમતા ધારણ કરી હતી. અને અમને પણ સ્વસ્થ રહેવા કહ્યું હતું. બાનું જીવન એટલે સમ-વિષમ સંજોગોથી સભર ધર્મમય સમતામય જીવન. બાની કૂખે અમને જન્મ મળ્યો એ અમારા જીવનની ધન્યતા છે. એમના પુણ્યાત્માને કોટિ કોટિ વંદન. Page #511 -------------------------------------------------------------------------- ________________ પ૦ સાધુચરિત સ્વ. હિંમતભાઈ બેડાવાલા પરમ પૂજય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજીએ કેટલાકને મુનિદીક્ષા આપવા ઉપરાંત જે કેટલાક ગૃહસ્થોને ધર્મના પાકા રંગે રંગ્યા એમાં સ્વર્ગસ્થ શ્રી હિંમતલાલ વનેચંદભાઈ બેડાવાલાનું નામ પ્રથમ શ્રેણીમાં મૂકી શકાય. જો અંતરાયાદિ કર્મોએ એમને પ્રતિકૂળતા ન કરી હોત તો તેઓ અવશ્ય દીક્ષા લઈને સંયમ અને ચારિત્રના માર્ગે વિચર્યા હોત ! તો પણ હિંમતભાઈનું સદ્ભાગ્ય કેવું કે એમની તબિયત બગડી અને અંતિમ ક્ષણે અર્ધભાનમાં હતા ત્યારે એમને હાથમાં ઓઘો મળ્યો હતો. આમ થવાનું કારણ એ કે આખી જિંદગી તેઓ દીક્ષા એટલે કે ચારિત્ર ઝંખતા હતા. સ્વ. હિંમતભાઈ બારવ્રતધારી શ્રાવક હતા.બારવ્રત પણ તેઓ બહુચુસ્ત રીતે પાળતા. આયંબીલ, એકાસણા, જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, દિક્પરિણામ વગેરેનું તેઓ બરાબર પાલન કરતા. બારવ્રતધારી શ્રાવક સાધુની લગોલગ કહેવાય. પરંતુ હિંમતભાઈતો એવા શ્રાવકથી પણ આગળ વધ્યા હતા. એક અનુભવી ભાઈ પાસે તેઓ વખતોવખત લોચ કરાવતા. તેઓ કાયમ ઉઘાડા પગે ચાલતા. તપશ્ચર્યામાં આયંબિલની વર્ધમાન તપની ઓળી ચાલતી હતી. તેઓ ૯૪મી ઓળસુધી પહોંચ્યા હતા. તેઓ રોજ ૫૦૦થી ૧૦૦૦લોગસ્સનો કાઉસગ્ગ ઊભા ઊભા કરતા. એમની ઇચ્છા દીક્ષા લેવાની હતી, પણ કુટુંબના સભ્યો તેમને દીક્ષા લેવા દેતા નહોતા. એટલે દીક્ષા ન લેવાય ત્યાં સુધી એમણે કેટલીક વિગઈનો ત્યાગ કર્યો હતો. તેઓ ઘણો સમય પ.પૂ.શ્રી પંન્યાસજી મહારાજ પાસે રહેતા અને એમના કાળધર્મપછી પ.પૂ. શ્રી કલ્યાણપૂર્ણસૂરિ સાથે રહેતા. તેઓ સાધુ થઈ શક્યા નહોતા, પણ ઘણો સમય તેઓ સાધુઓની સંગતમાં રહેતા અને બીજાને દીક્ષા લેવાની પ્રેરણા કરતા. હિંમતભાઈ સાથેનો મારો પહેલો પરિચય તે સિદ્ધચક્રપૂજન નિમિત્તે. ૧૯૭૪માં મુંબઈમાં અમારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ મહેતા અને આશાબહેનને ચોપાટીના દેરાસરે સિદ્ધચક્ર પૂજન ભણાવવાની ભાવના થઈ. એ માટે એક ભાઈએ શ્રી હિંમતભાઈના નામની ભલામણ કરી. અમે એમની મુંબઈમાં Page #512 -------------------------------------------------------------------------- ________________ સાધુચરિત સ્વ. હિંમતભાઈ બેડાવાલા ૪૯૫ ધનજી સ્ટ્રીટમાં આવેલી ચંદા ખુશાલની પેઢીમાં મળવા ગયા. એમણે એ વિશે જરૂરી માહિતી આપી. પૂજન માટે પોતે કશું લેતા નથી એ પણ કહ્યું. પછી જરૂરી સામગ્રી અને બીજી સૂચનાઓનું લિસ્ટ આપ્યું. પછી છેલ્લે કહ્યું, “જુઓ, પૂજનમાં ભાગ લેનાર બધાએ કેવદેવી બનવાનું છે. એ માટે તમને જે મુગટ આપવામાં આવે તે મુગટ અને ગળામાં હાર પહેરવાં જ પડશે. અને ધોતિયું, અંતરાસન પહેરવાં પડશે. પાયજામો, પહેરણ નહિ ચાલે. આ શરત મંજૂર હોય તો જ હું આવું.” અમે એમની શરત મંજૂર રાખી અને તેમણે દેરાસરે આવીને સરસ પૂજન ભણાવ્યું. શરૂઆતમાં હિંમતભાઈ મુગટ અને હાર માટે બહુ જ આગ્રહી હતા, પણ પછી જેમ સમય જતો ગયો તેમ આગ્રહ છૂટતો ગયો. હિમતભાઈ રોજ સવારે પોતાનું અંગત સિદ્ધચક્રપૂજન સરસ ભણાવતા. તેઓ વાલકેશ્વરમાં ચંદનબાળા ઍપાર્ટમેન્ટમાં રહેતા. વાલકેશ્વરના અમારા બાબુના દેરાસરે જેઓ પૂજન ભણાવવા ઇચ્છતા હોય અને તેઓને ખાસ કોઈ વિધિકાર માટે આગ્રહનહોય તો મૅનેજર ફોન કરીને હિંમતભાઈનું નક્કી કરાવી આપતા. આ રીતે વર્ષોથી અઠવાડિયામાં એકાદ વખત હિંમતભાઈ દેરાસરમાં પૂજન ભણાવવા આવતા. સવારના ૧૨-૩૯ મુહૂર્ત પૂજન ચાલુ થાય. હિંમતભાઈ સવા બાર વાગે દેરાસરમાં આવી બધી તૈયારી નિહાળી લેતા, મારે રોજ સવારે બાર વાગે દેરાસરે પૂજા કરવાનો નિયમ હતો. એટલે હિંમતભાઈ ઘણી વાર મળી જતા. હિંમતભાઈ પૂજનના વિષયમાં વર્ષોના અનુભવી હતા. તેઓ અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા વગેરેનું સ્વરૂપ સરસ સમજાવતા. એ વિશે એમની અનુપ્રેક્ષા ગહન હતી. તેઓ શ્લોકો મધુરકંઠે ગાતા. પૂજનમાં તેઓ તન્મય થઈ જતા. તેઓ શિસ્તના આગ્રહી હતા. કોઈને વાતો કરવા કે ઘોંઘાટ કરવા દેતા નહિ. આપણાં પૂજનો ધાર્મિક અનુષ્ઠાનને બદલે સામાજિક મેળાવડા જેવા બની ગયા છે તે એમને ગમતું નહિ. પ.પૂ. શ્રી ચંદ્રશેખર મહારાજે નવસારી પાસે તપોવન સ્થાપના કરાવી ત્યારે એના વિકાસમાં સ્વ. હિંમતભાઈએ સારું યોગદાન આપ્યું હતું. એક વખત મારે હિંમતભાઈને રાજસ્થાનમાં લુણાવામાં મળવાનું થયું હતું. વસ્તુતઃ અમે કેટલાક મિત્રો રાજસ્થાનનાં તીર્થોની યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે અમને ભાવ થયો કે લુણાવામાં પ.પૂ.શ્રી પંન્યાસજી મહારાજનું ચાતુર્માસ Page #513 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ વંદનીય હૃદયસ્પર્શ છે તો ત્યાં જઈ એમને વંદન કરીએ. અમે લુણાવાના ઉપાશ્રયમાં ગયા ત્યારે ખબર પડી કે પંન્યાસજી મહારાજની તબિયત બરાબર નથી. તેઓ સૂતા છે. તેથી કોઈને મળવા દેવામાં આવતા નથી. આથી અમે નિરાશ થયા. તે વખતે ત્યાં શ્રી હિંમતભાઈ અને રાજકોટવાળા શ્રી શશિકાન્તભાઈ હતા. અમે એમને કહ્યું કે “અમે જઈએ છીએ. મહારાજજીને અમારી વંદના કહેજો.” એટલે શ્રી હિંમતભાઈએ અંદર જઈ મહારાજજીને મારી વંદના કહી. તો મહારાજશ્રીએ અમને અંદર બોલાવ્યા. અમને કહેવામાં આવ્યું, પાંચ-સાત મિનિટમાં ઊભા થઈ જજો, કારણ કે મહારાજશ્રી વધુ બેસી શકતા નથી. હિંમતભાઈ અને શશિકાન્તભાઈ પણ સાથે આવ્યા. મહારાજશ્રીને તાત્ત્વિક વાતો સમજાવવામાં એટલો બધો ઉત્સાહ આવ્યો કે દસ મિનિટને બદલે એક કલાક થઈ ગયો, જાણે કે એમના પેટનું દર્દ અદશ્ય થઈ ગયું. પૂ. પંન્યાસજી મહારાજના કાળધર્મ વખતે પોતાને માથેથી શિરછત્ર ગયું એમ લાગ્યું અને ત્યારથી હિંમતભાઈને લાગ્યું અને ત્યારથી એમણે એના પ્રતીકરૂપે ટોપી પહેરવાનું છોડી દીધું હતું. એક વખત અમે કેટલાક મિત્રો રાજસ્થાનમાં રાતા મહાવીરજીની યાત્રાએ ગયા હતા. આ તીર્થ થોડે દૂર ખૂણામાં આવેલું છે, એટલે બહુ ઓછા યાત્રીઓ ત્યારે ત્યાં જતા હતા. એકાન્તની દષ્ટિએ આ તીર્થ સારું છે. અહીંનાં પ્રતિમાજી વિશિષ્ટ રાતા રંગનાં અને ભવ્ય છે અને અત્યંત પ્રાચીન છે. પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ રાતા મહાવીરજીમાં રહીને, ત્યાં ભોંયરામાં ભગવાન મહાવીર સ્વામીનાં બીજા મોટા આછા રાતા રંગનાં પ્રતિમાજી સામે નીરવ એકાંતમાં બેસીને ધ્યાન ધરતા. અમે જ્યારે રાતા મહાવીરજી ગયા ત્યારે અમને હિંમતભાઈ ત્યાં મળ્યા. વાત કરતાં જાણવા મળ્યું કે તેઓ પોતાના એક મિત્ર સાથે ચાતુર્માસની આરાધના કરવા પધાર્યા હતા. આવડા મોટા તીર્થમાં માત્ર બે જ જણ હતા, પરંતુ આરાધના માટે અદ્ભુત એકાંત હતું. ભોંયરામાં બેસીને રાતના પણ ધ્યાન ધરી શકાય. હિંમતભાઈ અને એમના મિત્ર એ રીતે ધ્યાન ધરતા. તેઓ સાધુ જેવું જીવન જીવતા હતા. હિંમતભાઈ સ્વભાવે વિનમ્ર, સરળ અને માત્ર ધર્મની વાતોમાં જ રસ ધરાવનાર હતા. એમણે પોતાના ધર્મમય જીવનને સાર્થક કર્યું હતું. આવા સાધુચરિત સતત આત્મભાવમાં રહેનારા વિરલ ગૃહસ્થ મહાત્માને ભાવથી અંજલિ અર્પી છું. םםם Page #514 -------------------------------------------------------------------------- ________________