________________
૨૯ જોહરીમલજી પારખ
કેટલાક સમય પહેલાં જૈન સમાજની એક મહાન વિભૂતિ શ્રી જોહરીમલ પારખનો જોધપુરમાં ઈકોતેર વર્ષની વયે સ્વર્ગવાસ થયો.
જૈન સમાજના વિશાળ વર્ગે કદાચ સ્વ. જોહરીમલજીનું નામ પણ નહિ સાંભળ્યું હોય, પરંતુ જેઓએ એમને ફક્ત એક વાર નજરે નિહાળ્યા હશે તેઓ તેમને ક્યારેય ભૂલી નહિ શકે. જેઓએ તેમને જોયા ન હોય તેઓ તો એમના જીવનની વાતોને સાચી માની પણ ન શકે એવું વિરલ, આ કાળનું અદ્વિતીય એમનું ગૃહસ્થ જીવન હતું. તેઓ ગૃહસ્થ હતા, દીક્ષિત થયા નહોતા, છતાં છેલ્લાં બાવીસેક વર્ષથી સ્વેચ્છાએ ત્યાગી સાધુ જેવું કે એથીયે કઠિન જીવન તેઓ જીવતા હતા. પોતાના માનકષાયને જીતવાનો એમણે ઘોર પુરુષાર્થ કર્યો હતો. ઉપસર્ગો અને પરીષહો સહન કરવાનું અસાધારણ આત્મિક બળ તેમણે પ્રાપ્ત કર્યું હતું. કેટલાંક વર્ષો પહેલાંની વાત છે. મુંબઈમાં અમારા મકાનનો ચોકીદાર એક દિવસ બપોરે દોઢ વાગે ઘરે આવ્યો અને મને કહ્યું, “સાહેબ ! કોઈ ભિખારી જેવો માણસ આપને મળવા માગે છે. અમે એને મનાઈ કરી, પણ એ માણસે જરા આગ્રહ કર્યો છે કે એનો સંદેશો આપને આપવો. પછી એ ચાલ્યો જશે.'
કોણ છે? શું નામ કહે છે?'
નામ તો પૂછ્યું નથી. કોઈ ડાઉટફુલ માણસ કંઈ બનાવટ કરવા આવ્યો હશે એમ લાગે છે. આપ કહો તો એને કાઢી મૂકું. દરવાજા પાસે બેસાડ્યો છે.'
“ક્યાંથી આવે છે એ કંઈ પૂછ્યું?'
હા, કહે છે કે જોધપુરથી આવું છું.'
જોધપુરથી કોણ હોઈ શકે? તાત્કાલિક તો કંઈ યાદ ન આવ્યું. પણ દાદર ઊતરતાં ઊતરતાં યાદ આવ્યું કે જોધપુરથી મહિના પહેલાં જોહરીમલ પારેખ નામના કોઈકનો પત્ર હતો. કદાચ એ તો ન હોય? પણ એ તો સુશિક્ષિત સજ્જન છે. કેવા મરોડદાર અક્ષરે કેટલી સરસ ઇંગ્લિશ ભાષામાં એમણે પત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org