SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ વંદનીય હૃદયસ્પર્શ ખરી. વળી મોરારજીભાઈનો સમય સાચવવાની જવાબદારી પણ હતી. તરત હું ભાનમાં આવ્યો. મને બહાર લઈ જવામાં આવ્યો. કૉફી પીધી અને સ્વસ્થ થયો. પછી મારું વ્યાખ્યાન આપ્યું. દરમિયાન મોરારજીભાઈ મંચ ઉપર નિયત સમયે આવી પહોંચ્યા. કોઈકે એમને મને ચક્કર આવ્યાની વાત કરી. મોરારજીભાઈએ મને પૂછયું, “કેમ શું થયું? કેમ ચક્કર આવ્યાં?” મેં હસતાં હસતાં કહ્યું, ‘તમારી બીકને લીધે ચક્કર આવ્યાં.' એમણે કહ્યું, “મારી આટલી બીક લાગે છે? હું કંઈ એટલો બિહામણો નથી. આવું ખોટું ન બોલો.' મોરારજીભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં છે. એમની રાજકીય કારકિર્દીમાં ઊજળી અને નબળી એમ બેય બાજુ છે. He is the most misunderstood politician એવું પણ કહેવાયું છે. તેમ છતાં એમની કહેલી અને કરેલી બાબતો કેટલી સાચી હતી એ તો સમય જ પુરવાર કરી શકશે. ભાવિ ઇતિહાસકાર મોરારજીભાઈને વધુ સારો ન્યાય આપી શકશે. મોરારજીભાઈના યત્કિંચિત્ સંપર્કમાં આવવાનું મારે થયું અને હું મારું સદ્ભાગ્ય સમજું છું. એમના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પી છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy