________________
૧૬૨
વંદનીય હૃદયસ્પર્શ રૂપિયા પાછા ન લેવા જોઈએ. એટલે મેં પાંચ રૂપિયા પાછા આપ્યા. એથી એમને આશ્ચર્ય થયું. “પાંચ રૂપિયા કેમ પાછા આપો છો?' એવો પ્રશ્ન એમણે કર્યો ત્યારે મેં કહ્યું, “આવા દળદાર પુસ્તકની નકલો ઊંચકીને તડકામાં આપ વેચવા પ્રયત્ન કરો છો તો આપની કમાણી મારે ઓછી ન કરવી જોઈએ.'
એમની પાસેથી પુસ્તક લઈ ત્યાં ઊભાં ઊભાં જ હું એ પુસ્તક ઉપર નજર ફેરવવા લાગ્યો. મને લાગ્યું કે આ એક સમર્થ, વિદ્વદુભોગ્ય સંશોધનાત્મક ગ્રંથ છે. પંડિત હીરાલાલ દુગ્ગડનો એ ગ્રંથ હતો. મેં એ સજ્જનને કહ્યું, અહો, પંડિત હીરાલાલ દુગડનો આ ગ્રંથ સરસ છે. આ ગ્રંથના લેખક જો આ કાર્યક્રમમાં આવ્યા હોય તો મારે તેમને મળવાની ઇચ્છા છે. તમે મને એમનો પરિચય કરાવશો?' એમણે કહ્યું, “આ ગ્રંથનો લેખક હું પોતે જ છું. હું જ હીરાલાલ દુગ્ગડ છું.'
એક ક્ષણ તો મને એમ લાગ્યું કે તેઓ મજાક તો નથી કરતા ને ? તેમનો પહેરવેશ અને દેખાવ જોઈને કોઈ કહે નહિ કે આ લેખક મહાશય પોતે હશે, પરંતુ થોડી વારમાં ખબર પડી કે તેઓ ગ્રંથલેખક પોતે જ છે. મેં સહાનુભૂતિપૂર્વક કહ્યું, “તમે આવા મોટા પંડિત છો અને તમારા ગ્રંથની નકલો તમારે જાતે વેચવા માટે ફરવું પડે છે એ જોઈને મને દુઃખ થાય છે.” એમણે કહ્યું, “ભાઈ ! આ પુસ્તક મેં ઘણા લોકો પાસેથી આર્થિક સહાય લઈને છપાવ્યું છે. વળી ઘરના ગાંઠના પૈસા પણ અંદર બહુ નાખ્યા છે. આવું અઘરું પુસ્તક એમ ને એમ તો કોણ લેવાનું હતું? જો ફરું અને પાંચ-પંદર નકલ વેચાય તો મારો આર્થિક બોજો એટલો હળવો થાય.”
એક સમર્થ જૈન વિદ્વાનને પોતાના ગ્રંથની નકલો વેચવા માટે તડકામાં આંટા મારવા પડે એ ઘણી શોચનીય સ્થિતિ મને લાગી. - પંડિત હીરાલાલ દુગ્ગડનો આ રીતે મને પહેલી વાર પરિચય થયો હતો. ત્યાર પછી અમે બંને સમાન રસને લીધે ઘણી વાર મળ્યા છીએ અને પરસ્પર પત્રવ્યવહાર કર્યો છે.
પંડિત હીરાલાલ દુગ્ગડનો જન્મ ઈ. સ. ૧૯૪૦માં (વિ. સં. ૧૯૬૧, જેઠ વદ ૫) પંજાબમાં ગુજરાનવાલા (હાલ પાકિસ્તાન)માં થયો હતો. પ. પૂ. આત્મારામજી મહારાજની સ્વર્ગારોહણની એ ભૂમિ છે. પં. હીરાલાલ દુગ્ગડના પિતાનું નામ ચૌધરી દીનાનાથ દુગ્ગડ હતું. તેમની માતાનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org