________________
૨૨ પંડિત હીરાલાલ દુગ્ગડ
જૈન ધર્મના વિદ્વાન પંડિત હીરાલાલ દુગ્ગડનું ૮૭ વર્ષની વયે દિલ્હીમાં અવસાન થયું.
૫. હીરાલાલ દુગ્ગડનું નામ દિલ્હી, ઉત્તર ભારત અને પંજાબના જૈનોમાં જેટલું જાણીતું છે એટલું ગુજરાતમાં કે ભારતનાં અન્ય રાજયોના જૈનોમાં જાણીતું નથી.
પં. હીરાલાલ દુગડ એક વિરલ પ્રતિભા ધરાવનાર પ્રાચીન પરિપાટીના, ગઈ પેઢીના વિદ્વાન હતા.
પં. હીરાલાલ દુગ્ગડ સાથેની મારી પહેલી મુલાકાત કંઈક જુદી જ રીતે થઈ હતી. કેટલાંક વર્ષ પહેલાં નવી દિલ્હીથી થોડે દૂર વલ્લભ સ્મારકની રચના કરવા માટે ખાતમુહૂર્તનો ઉત્સવ મહત્તરા સાધ્વીશ્રી મૃગાવતીશ્રીજીની નિશ્રામાં જયારે યોજાયો હતો ત્યારે મારે પણ ત્યાં જવાનું બન્યું હતું. પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મુંબઈ વગેરે સ્થળેથી ઘણા લોકો ઉત્સવ માટે એકત્રિત થયા હતા. એ પ્રસંગે જૈન ધર્મના ગ્રંથો, ભજનોની કેસેટ વગેરે વેચવા માટે કેટલાક નાના નાના સ્ટોલ પણ કરવામાં આવ્યા હતા. તે વખતે એક ચશ્માધારી કૃશકાય સજ્જન ખાદીનું પહેરણ, સુરવાલ, બંડી અને માથે ટોપી પહેરીને હાથમાં એક પુસ્તકની કેટલીક નકલો રાખીને વેચવા માટે ફરતા હતા. પુસ્તકનું નામ હતું “મધ્ય એશિયા ઔર પંજાબમેં જૈન ધર્મ.”
ઉત્સવમાં પધારેલા સામાન્ય લોકોને આવા દળદાર, ગંભીર, સંશોધનાત્મક પુસ્તકમાં બહુ રસ ન પડે એ સ્વાભાવિક હતું. એ પુસ્તક એમના હાથમાં જોતાં જ મને એમાં રસ પડ્યો. મેં એ પુસ્તક ખરીદવા માટે એમની પાસેથી લીધું. પચાસ રૂપિયાની કિંમતનું પુસ્તક હતું. મેં એમને પચાસ રૂપિયા આપ્યા. તો તેમણે મને પાંચ રૂપિયા પાછા આપ્યા. એમણે કહ્યું કે “આ ઉત્સવ પ્રસંગે જે કોઈ પુસ્તક ખરીદે તેને હું દસ ટકા કમિશન આપું છું.” એ સજ્જનનો સાધારણ વેશ જોતાં મને એમ થયું કે આ કોઈ સેલ્સમેન તડકામાં ફરીફરીને પોતે પુસ્તક વેચવાનો પ્રયાસ કરે છે તો મારે એમની પાસેથી કમિશનના પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org