________________
૧૬૦
વંદનીય હૃદયસ્પર્શ છેલ્લે જયારે હું એમને કાલાવડ રોડ પરના બંગલે મળવા ગયો હતો ત્યારે તેમને બહુ આનંદ થયો હતો. પરંતુ હવે તેમની ચાલવાની શક્તિ ઘણી ઘટી ગઈ હતી. ચાલતી વખતે લાકડીનો કે બીજા કોઈનો ટેકો લેવો પડતો. એમ છતાં એમની વાતચીતમાં પૂરેપૂરી સ્વસ્થતા જણાતી. એમની સ્મૃતિ પણ એટલી જ સારી રહી હતી. તેઓ કહેતા કે “હવે આખો દિવસ ઘરમાં જ રહું છું. પથારીમાં પડ્યાં પડ્યાં જે વંચાય તે વાંચું છું અથવા કોઈની પાસે વંચાવી લઉં છું.'
જયમલ્લભાઈએ અવસાનના થોડા વખત પહેલાં “પ્રબુદ્ધ જીવન” માટે એક લેખ મોકલાવેલો. પરંતુ ત્યારે હું ત્રણેક મહિના માટે અમેરિકામાં હતો. પ્રબુદ્ધ જીવનમાં એ લેખ છપાય તે પહેલાં તો તેમનો સ્વર્ગવાસ થયો.
સ્વ. જયમલ્લભાઈનો સ્વર્ગવાસ થતાં રાજકોટમાં રસસભર, અનુભવસમૃદ્ધ અંગત વાતો સાંભળવાનું અને વાત્સલ્યપૂર્ણ માર્ગદર્શન મેળવવાનું એક વિરલ સ્થાન મેં ગુમાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org