SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. કવિ બાદરાયણ ૪૨૫ બાદરાયણ છંદોબદ્ધ અને ગેય એમ બંને પ્રકારનાં કાવ્ય લખતા. એમણે મુક્તકો, સૉનેટ, દીર્ઘ ચિંતનકાવ્ય, પદ, ભજન વગેરે લખ્યાં છે. એમનાં કાવ્યોમાં ગાંધીયુગનો પ્રભાવ પડ્યો છે. છંદોબદ્ધ કાવ્યો કરતાં ગેય કાવ્યો એમને વિશેષ અનુકૂળ હતાં. ગેય કાવ્યોની રચનામાં તેમનામાં શીઘ્રકવિત્વ હતું. કોઈ વિષય, વિચાર કે ભાવ પર તેઓ તરત કાવ્યરચના કરી શકતા. એ દિવસોમાં કવિતાના ક્ષેત્રે પાદપૂર્તિના કાર્યક્રમો ઘણા થતા. બાદરાયણ એમાં પણ કુશળ હતા. દીપોત્સવી અંકો વખતે તો ચારે તરફથી કવિતાની માંગ રહેતી. બાદરાયણનાં કેટલાંક કાવ્યો એવા અંકોમાં છપાયાં છે. એક વખત એવું બન્યું કે તેઓ એક તંત્રીને કાવ્ય મોકલી નહિ શકેલા. તંત્રી મહાશયે પોતાના એક પત્રકારને બાદરાયણના ઘરે મોકલ્યો. એણે બાદરાયણને કહ્યું, “તમે હા કહ્યા પછીથી હજુ સુધી કાવ્ય મોકલ્યું નથી.' બાદરાયણે કહ્યું, “ભાઈ, તમને દસ મિનિટનો ટાઇમ છે?' પત્રકારે કહ્યું, “જરૂર.”તો બાદરાયણે કહ્યું, “તો પછી દસ મિનિટ અહીં બેસો અને આ સામયિક વાંચો, પણ એક પણ શબ્દ બોલતા નહિ.' પછી બાદરાયણ પાંચ-સાત મિનિટ આંખો બંધ કરી કાવ્યસર્જનના ભાવમાં આવી ગયા. વિષય પણ ફુર્યો. પછી એમણે કાગળપેન લઈ, જે કાવ્યનું મનમાં ગુંજન ચાલ્યું તે એમણે કાગળમાં ઉતારી આપ્યું. થોડી વારમાં જ એક સરસ ગીતની રચના થઈ ગઈ. બાદરાયણમાં આવી શક્તિ હતી. બાદરાયણનાં ગીતોમાં સૌથી વધુ પ્રસિદ્ધ ગીત તે “આપને તારા અંતરનો એક તાર, બીજું હું કાંઈ ન માંગું રે.” એમના કાવ્યસંગ્રહ “કેડી'માં પ્રગટ થયેલું આ ગીત પણ થોડીક ભાવદશા પછી તરત લખાયેલું ગીત છે. ૧૯૪૪ના સપ્ટેમ્બરની આસપાસ મુંબઈના ઇંગ્લિશ, ગુજરાતી વગેરે બધાં છાપાંઓમાં મુખ્ય હેડલાઇન હતી : “ભાનુશંકર વ્યાસ – શિક્ષણ ક્ષેત્રમાંથી બરતરફ'. એવા દિલ ધડકાવનાર આઘાતજનક સમાચાર પ્રગટ થયા. યુનિવર્સિટીએ ફરમાવેલી સજા સાથે અન્ય ભાષા અને વિષયના બીજા ત્રણ અધ્યાપકો પણ બરતરફ થયા. હું નથી માનતો કે યુનિવર્સિટીએ પોતાના ઇતિહાસમાં આવી કડક સજા ક્યારેય કોઈને કરી હોય. ચીભડાના ચોરને ફાંસીની સજા જેવી આ કોઈને લાગે. બન્યું હતું એવું કે બાદરાયણ મેટ્રિકની પરીક્ષામાં ગુજરાતી વિષયના ચીફ મોડરેટર હતા. એ વર્ષે પોતાના એક બહુ ગાઢ શ્રીમંત મિત્રના ભારે દબાણથી એમણે એક વિદ્યાર્થીને ઉચ્ચ વર્ગ મળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy