________________
૪૨૪
વંદનીય હૃદયસ્પર્શ બે સંગ્રહો પ્રગટ કર્યા. બાદરાયણનો ૧૯૪૧માં “કેડી' નામનો સંગ્રહ પ્રગટ થયો. આ સંગ્રહથી બાદરાયણે તત્કાલીન ગુજરાતી કવિતાક્ષેત્રે મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
બાદરાયણે ૧૯૪૧ પછી પણ ઘણાં કાવ્યો – એક સંગ્રહ થાય એટલાં લખ્યાં હતાં, પરંતુ જીવનના અસાધારણ વળાંકને લીધે બીજો કાવ્યસંગ્રહ પ્રગટ કરવાનો એમને ઉત્સાહ રહ્યો નહોતો.
ન્હાનાલાલ બાદરાયણના પ્રિય કવિ, બાદરાયણનાં ગીતોમાં ન્હાનાલાલની છાયા વરતાય છે. બાદરાયણે મુંબઈ યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ન્હાનાલાલ વિશે વ્યાખ્યાનો આપેલાં પણ તે છપાયાં નથી અને એની ખાસ નોંધ લેવાઈ પણ નથી.
૧૯૪૮માં બી.એ. થયા પછી હું પત્રકાર તરીકે મુંબઈના “સાંજ વર્તમાન નામના દૈનિકમાં જોડાયો અને સાથે એમ.એ.નો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. “સાંજ વર્તમાન'ની ઑફિસમાંથી સવારનું દૈનિક “મુંબઈ વર્તમાન પ્રગટ થતું. એના તંત્રી નવસારીના પારસી સજ્જન મીનુ દેસાઈ સાથે મારે સાહિત્યિક દોસ્તી થઈ. એમણે પ્રસ્તાવ મૂક્યો કે “આપણે બંને સાથે મળીને કોઈક પુસ્તક તૈયાર કરીએ.” એમ વિચાર કરતાં મેં સૂચવ્યું કે આપણે ગુજરાતી સૉનેટનું સંપાદન કરીએ. “મનીષા” એનું નામ રાખ્યું. કવિઓની યાદી નક્કી કરી તેમના કાવ્યસંગ્રહો વાંચી જવા અને એમનું સારામાં સારું સૉનેટ હોય તે પ્રગટ કરવું. વળી એ માટે મુંબઈના કવિઓને રૂબરૂ મળવું અને એમની સાથે એમના સોનેટની પસંદગી વિશે ચર્ચાવિચારણા કરવી અને બહારગામના કવિઓ સાથે પત્રવ્યવહાર કરવો. એ રીતે ૭0 શ્રેષ્ઠ ગુજરાતી સૉનેટનો સંગ્રહ તૈયાર કરીને ૧૯૫૦માં અમે પ્રગટ કર્યો હતો. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનો પહેલો સૉનેટસંચય હતો. એમાં બાદરાયણનું સૉનેટ “સ્મરણોને વિદાય અમે પસંદ કર્યું હતું. એ વખતે મુંબઈમાં સી.પી.ટેન્ક પર, ચંદારામજી ગર્લ્સ સ્કૂલની સામે આવેલા મકાનમાં રહેતા બાદરાયણને મળવા અમે એમને ઘરે જતા. ઘરમાં બાદરાયણનાં પત્ની અને એક દીકરી હતાં. એ વખતે તેઓ અમને સારો આવકાર આપતા. એમના ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે તેઓ મને નામથી પણ ઓળખતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org