________________
સ્વ. કવિ બાદરાયણ
૪૨૩ પાંચસાત મિનિટ મોડા આવવું એ એમને માટે સ્વાભાવિક હતું. વિદ્યાર્થીઓ પણ એનાથી ટેવાઈ ગયા હતા. ક્યારેક કબીબાઈ સ્કૂલમાંથી છૂટી ઝેવિયર્સ સુધી ચાલતા આવવામાં વાર લાગતી. ચંદ્રવદન સાથેની મૈત્રીને કારણે અને પોતાનામાં રહેલી એવી શક્તિને કારણે બાદરાયણને રેડિયો-રૂપકમાં ભાગ લેવા ઘણી વાર નિમંત્રણ મળતું. ત્યારે રૂપકનું જીવંત પ્રસારણ થતું. એ માટે બાદરાયણ ક્યારેય મોડા પડતા નહિ. મોડા પડવું પોસાય નહિ. તેઓ પંદરવીસ મિનિટ વહેલા પહોંચતા. પરંતુ કેટલાયે સાહિત્યિક કાર્યક્રમોમાં તેઓ અને જ્યોતીન્દ્ર મોડા પહોંચતા. ત્યારે જ્યોતીન્દ્ર ખુલાસો કરતા કે અમારે મોડું થયું કારણ કે અમે “પીવા” ગયા હતા. (બધા હસે), પણ બીજું કંઈ નહિ, ચા પીવા ગયા હતા.
ભૂખણવાળા બાદરાયણના પ્રથમ શિષ્ય એટલે બંને વચ્ચે ગાઢ સંબંધ હતો. ભૂખણવાળાની નિમણૂક ગુજરાતી એનાઉન્સર તરીકે દિલ્હી રેડિયોમાં થઈ ત્યારે ભૂખણવાળાનું દિલ્હી જવાનું નક્કી થયું. એ દિવસે બૉમ્બે સેન્ટ્રલ પર એમનાં સગાં, મિત્રો વગેરે ઘણાં એમને વળાવવા આવ્યાં હતાં. ચંદ્રવદન મહેતા પણ આવ્યા હતા. બાદરાયણે પણ કહ્યું હતું કે તેઓ પણ વળાવવા આવશે. પરંતુ તેઓ દેખાયા નહિ. એટલે ભૂલી ગયા હશે એમ મનાયું. પરંતુ ટ્રેન ઊપડી ત્યારે તેઓ પ્લેટફૉર્મમાં દાખલ થતા દેખાયા. પરંતુ ભૂખણવાળાનો મેળાપ થયો નહિ. બધા પાછા ફરતા હતા અને સામા મળ્યા એ જોઈ બાદરાયણને ક્ષોભ થયો. ચંદ્રવદને બાદરાયણની મોડા પડવા અંગે મજાક ઉડાવી.
બાદરાયણ અને સુંદરજી બેટાઈ બંને નરસિંહરાવના વિદ્યાર્થી. તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણતા. નરસિંહરાવે પોતાના બધા વિદ્યાર્થીઓને કાવ્ય રચનાની લગની લગાડેલી હતી. એ વખતે બાદરાયણ અને સુંદરજી બેટાઈએ એક નવો પ્રયોગ વિચાર્યો હતો. જે કોઈ કાવ્યરચના થાય તે બંનેએ સાથે મળીને જોઈ જવી, સુધારવી અને સંયુક્ત એક જ નામે પ્રગટ કરવી. એ માટે એમણે પૌરાણિક ઉપનામ પસંદ કર્યું – “મિત્રાવારુણી'. તેઓ બંનેએ આ રીતે કેટલાંક કાવ્યો લખ્યાં અને એક નાનો સંગ્રહ પણ પ્રગટ કર્યો. પરંતુ પછીથી બંનેનું કાવ્યસર્જન એવું વેગવાળું બન્યું કે નક્કી થયું કે પોતાનાં કાવ્યો પોતાનાં નામે લખવાં. સુંદરજી બેટાઈએ “જ્યોતિરેખા” અને “ઇન્દ્રધનુ' એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org