________________
૪૨ ૨
વંદનીય હૃદયસ્પર્શ હોશિયારીને લીધે પરિસ્થિતિ બરાબર સાચવી લેતા કે સાંભળનારને સંવાદમાં કંઈ ગરબડ થઈ છે એવો અણસાર પણ ન આવે.
એ દિવસોમાં ઝેવિયર્સ કૉલેજે સરસ મોટો હૉલ બનાવ્યો હતો. એમાં કૉલેજનાં અને બહારનાં બિનધંધાદારી નાટકો ભજવાતાં. કૉલેજનું ગુજરાતી મંડળ પણ એના વાર્ષિક દિન નિમિત્તે નાટક ભજવતું. એમાં વિદ્યાર્થીઓ સાથે બાદરાયણ પણ ભાગ લેતા. એક વખત “પુત્ર સમોવડી” નાટક ભજવવાનું નક્કી થયું. એમાં માલતીબહેન દેવયાની થયાં, મધુકર રાંદેરિયા કચ થયા અને બાદરાયણ શુક્રાચાર્ય થયા. એમાં બાદરાયણ ગોખેલા સંવાદો ભૂલી ગયા અને પરિસ્થિતિ અનુસાર પોતાને સૂઝયા એવા સંવાદો બોલવા લાગ્યા. એથી મધુકર જરા પણ ગભરાયા વગર લખેલા સંવાદોને બદલે બાદરાયણના વાક્યના અનુસંધાનમાં બીજા જ સંવાદો બોલવા લાગ્યા. એથી માલતીબહેન બહુ ગૂંચવાયા. તો પણ પરિસ્થિતિ અને ભાવ અનુસાર તેઓ પણ થોડા લખેલા અને થોડા કલ્પેલા સંવાદો બોલ્યા. ત્રણેનો અભિનય એવો સહજ અને સરસ હતો કે ઘણા શ્રોતાઓને ખબર ન પડી કે આમાં કોઈ છબરડો થયો છે.
એક વખત રેડિયો ઉપર કોઈ સામાજિક વિષય પર નાટક (રૂપક) ભજવવાનું હતું. એમાં ભાગ લેનાર ચંદ્રવદન મહેતા, બાદરાયણ અને ભૂખણવાળા હતા. રેડિયો નાટકમાં શ્રોતાઓને માત્ર અવાજ સંભળાય. ચહેરા કે અભિનય દેખાય નહિ. રેડિયોનાટકમાં ભાગ લેનાર દરેકને એમના સંવાદોની સ્ક્રિપ્ટ આપવામાં આવતી. નાટકના દિવસે બાદરાયણ આવ્યા, પણ એમની થેલીમાંથી સ્ક્રિપ્ટ નીકળી નહિ. ઘરે ભૂલી ગયા. હવે શું થાય? આવી બાબતોમાં ચંદ્રવદન હિંમતવાળા. એમણે કહ્યું, “ભાનુશંકર, નાટકની થીમ યાદ રાખજો અને તમને સૂઝે એ બોલજો. હું પરિસ્થિતિ સંભાળી લઈશ.” નાટક એવી રીતે ભજવાયું (બોલાયું) કે શ્રોતાઓને કંઈ ખબર ન પડી કે આમાં કંઈ ગરબડ થઈ છે.
જેમને પાન ખાવાની આદત હોય એવા કેટલાક લોકો લહેરી સ્વભાવના થઈ જાય. બાદરાયણની સાથે પાન ખાનારા મિત્રોમાં જયોતીન્દ્ર દવે, અમીદાસ કાણકિયા વગેરે હતા. પાનનો રસ ઘૂંટાતો હોય ત્યારે ઝટ ઊભા થવાનું મન ન થાય. વળી એમનું શરીર સ્થળ હતું. એથી બાદરાયણ સમયપાલનમાં કંઈક મંદ હતા. કૉલેજમાં કેટલીક વાર અમારા વર્ગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org