________________
૧૫૦
વંદનીય હૃદયસ્પર્શ લેખો સમજવામાં તો કોઈ મુશ્કેલી નહોતી પડી, પરંતુ આકાશના તારાઓનક્ષત્રો વિશેના લેખોમાં એ કિશોર વયે યોગ્ય સંદર્ભના અભાવે બહુ સમજ પડતી ન હતી. હું મુંબઈમાં ગોવાલિયા ટેન્ક (ઑગસ્ટ ક્રાન્તિ મેદાન) ઉપર આવેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરતો હતો. એ વખતે શ્રી બિપિનભાઈ કાપડિયા નામના એક વિદ્વાન (ડો. હીરાલાલ રસિકલાલ કાપડિયાના સુપુત્ર) એમ.એ. થયા પછી સંસ્કૃતપ્રાકતમાં Ph.D.ના અભ્યાસ માટે વિદ્યાલયમાં રહેવા આવ્યા હતા. ભાષાના વિષયમાં સમાન રસને કારણે તેમની સાથે મૈત્રી થઈ હતી. તેઓ અમને કેટલાક વિદ્યાર્થીઓને વિદ્યાલયના મકાનની અગાસીમાં રાત્રે લઈ જઈ ખુલ્લા આકાશના તારાઓ, નક્ષત્રો વગેરેનો પરિચય કરાવતા. એથી એ વિષયમાં મારો રસ વધતો જતો હતો. પરંતુ ગુજરાતીમાં તે માટે કોઈ પુસ્તક મળતું નહોતું. તેવામાં નિરંજન વર્મા અને જયમલ્લ પરમારકૃત “ગગનને ગોખે' નામનું પુસ્તક પ્રગટ થયું. એ પુસ્તકે તારાઓના અભ્યાસના મારા રસને વધુ દઢ બનાવ્યો. ત્યાર પછી એમનું “આકાશપોથી' નામનું પુસ્તક અને શ્રી છોટુભાઈ સુથારનાં તારાઓ વિશેનાં પુસ્તકો મને બહુ સહાયરૂપ બન્યાં હતાં. નિરંજન વર્મા અને જયમલ્લ પરમાર ૧૯૩પ થી ૧૯૫૦ના ગાળામાં તે સમયના યુવાનોમાં બહુ રસપૂર્વક વંચાતા લેખક હતા. તેઓ વિવિધ વિષયો ઉપર લેખો, પુસ્તકો લખતાં. તારાઓની જેમ પક્ષીઓ વિશે લખેલું “આપણે આંગણે ઊડનારાં પુસ્તક પણ હું રસપૂર્વક વાંચી ગયો હતો.
જયમલ્લભાઈને રાજકોટમાં પહેલી વાર મળતાંની સાથે જ તેમના સંસ્કારી અને પ્રભાવશાળી વ્યક્તિત્વની તથા ઘરની સ્વચ્છતાની અને સુઘડતાની એક સરસ છાપ મારા મન ઉપર પડી હતી. સવારે ઊઠીને સ્નાન વગેરેથી સજ્જ થઈને તેઓ ખાદીનાં ઈસ્ત્રીબંધ પહેરણ અને પાયજામો પહેરીને બેઠા હોય. ઘરનું બારણું ખોલતાં જ તેમના વદન ઉપર સ્મિત અને આતિથ્યસત્કારનો ભાવ છલકાતો હોય. ગમે તેવી નાનીમોટી વ્યક્તિ આવી હોય તો પણ તેઓ એટલા જ ઉમળકાથી સહુને બોલાવતા. એમના ઘરમાં બધું જ વ્યવસ્થિત, સ્વચ્છ અને સુઘડ જોવા મળે. ક્યાંય કાગળની ચબરખી જેટલો કચરો પણ જોવા ન મળે. પલંગની ચાદર ઉપર કોઈક કરચલી કે ડાઘ જોવા ન મળે. તેમના વાળ પણ બરાબર ઓળેલા રહેતા. નાનપણમાં માથામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org