________________
૨૧ જ્યમલ્લ પરમાર
લોકસાહિત્યના સંશોધન, સંપાદન અને અધ્યયનના ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર, સાહિત્ય અને રાજકારણના સમર્થ અભ્યાસી, પીઢ પત્રકાર, “ઊર્મિ-નવરચના'ના તંત્રી, સ્વ. ઝવેરચંદ મેઘાણીના સમર્થ અનુગામી શ્રી જયમલ્લ પરમારનું એંશી વર્ષની વયે રાજકોટમાં અવસાન થયું હતું. એમના અવસાનથી કેટલાંયને એક હિતેચ્છુ મુરબ્બી સ્વજન ગુમાવ્યાનો અનુભવ થયો હશે !
સ્વ. જયમલ્લ પરમારનું નામ તો મેં કૉલેજના વિદ્યાભ્યાસનાં વર્ષો દરમિયાન ઠેઠ ૧૯૪૪માં સાંભળ્યું હતું, પરંતુ તેમને રાજકોટમાં રૂબરૂ મળવાનું તો કેટલાંક વર્ષ પહેલાં થયેલું. ત્યારપછી તો જ્યારે જ્યારે રાજકોટ જવાનું થતું ત્યારે અચૂક એમને મળવા જતો. એમની સાથે પત્રવ્યવહાર પર નિયમિત થતો.
કેટલાંક વર્ષ પહેલાં એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક મિટિંગ માટે મારે રાજકોટ જવાનું થયું. ત્યારે કરણપરામાં રહેતા મારા પરમ મિત્ર શ્રી શશિકાન્તભાઈ મહેતા અને જાગનાથ પ્લોટમાં શ્રી જયમલભાઈ પરમારને મળવા માટે લઈ ગયા હતા. શશિકાન્તભાઈએ મારો પરિચય કરાવ્યો. પરંતુ જયમલ્લભાઈએ કહ્યું કે તેઓ મારા નામથી પરિચિત હતા. “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા મારા લેખો તેઓ ધ્યાનપૂર્વક વાંચી જાય છે એ જાણી મને વિશેષ આનંદ થયો. પછી જયમલ્લભાઈને પણ મેં મારા કૉલેજકાળનાં સ્મરણો કહ્યાં અને એમનાં લખેલાં “ગગનને ગોખે”, “ખંડિત કલેવરો', “અણખૂટ ધારા', શાહનવાઝની સાથે”, “સરહદપાર સુભાષ' વગેરે પુસ્તકો કેટલાં રસપૂર્વક અને ઉત્સુકતાથી હું વાંચી ગયો હતો તે મેં એમને જણાવ્યું. એથી તેઓ પણ પ્રસન્ન થતા. એ લખાણોનો એક આખો જમાનો વીતી ચૂક્યો હતો.
ઈ. સ. ૧૯૪૪માં મેટ્રિકની પરીક્ષા પસાર કરીને હું જ્યારે કૉલેજમાં દાખલ થયો ત્યારે કાકાસાહેબ કાલેલકરના જીવનનો આનંદ'(તે સમયની બૃહદ્ આવૃત્તિ)ના બધા લેખો રસપૂર્વક વાંચી ગયો હતો. સ્થળવિશેષ વિશેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org