________________
૧૪૮
વંદનીય હૃદયસ્પર્શ
બહાર નથી આવી શકાતું તે માટે ક્ષમા માગતા. એમના ઘરેથી વિદાય થઈએ ત્યારે કોઈક આંતરિક ચેતનામાં મંગલ સ્પંદનો અનુભવતાં હોઈએ એવી ધન્યતા લાગતી.
અમારી જેમ બીજા ઘણા સાહિત્યકારો, કેળવણીકારો વગેરેને પણ વિષ્ણુભાઈને ત્યાં અચૂક જવાનું મન થતું. વિષ્ણુભાઈનું ઘર એટલે જાણે એક તીર્થસ્થળ. ત્યાં જઈએ એટલે પ્રસન્ન અને પવિત્ર વાતાવરણનો અનુભવ થાય. મારા વડીલ મિત્ર શ્રી કૃષ્ણવીર દીક્ષિત પણ કહેતા કે “વિષ્ણુભાઈના ઘરે જઈએ એટલે ચિત્તમાં કોઈ અશુભ વિચાર આવે નહિ અને આવ્યો હોય તો ટકે નહિ. વિષ્ણુભાઈના ઘરે નિંદા-કુથલીનું વાતાવરણ ન હોય. એમને ત્યાં હંમેશાં શુભ અને સાત્ત્વિક વાતો ચાલતી હોય.”
આમ વિષ્ણુભાઈ એટલે એક જંગમ તીર્થ. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા વગેરે સ્થાવર તીર્થો ગણાય છે અને હરતા-ફરતા સાધુઓ, સંન્યાસીઓ, મહાત્માઓ જંગમ તીર્થ ગણાય છે. વિષ્ણુભાઈ જંગમ તીર્થ હતા. પરંતુ તેઓ સ્થાવર જેવા હતા, કારણ કે બારે માસ અને ચોવીસે કલાક જ્યારે જઈએ ત્યારે વિષ્ણુભાઈ એમના ઘરે એમના રૂમમાં અવશ્ય હોય જ.
પૂજ્ય વિષ્ણુભાઈના સ્વર્ગવાસથી જાણે આપણું સૂરતનું એક તીર્થક્ષેત્ર લુપ્ત થઈ ગયું હોય એવું લાગે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org