SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જયમલ્લ પરમાર ૧૫૧ બરાબર વચ્ચે સેંથો પાડવાની ટેવ તેઓ શ્વેતકેશી થયા પછી પણ, જીવનના અંત સુધી ચાલુ રહેલી. તેમનાં પગરખાં પણ ૨જકણ વગરનાં, સ્વચ્છસફાઈદાર રહેતાં. ' સ્વ. જયમલ્લભાઈનો જન્મ ૬ઠ્ઠી નવેમ્બર, ૧૯૧૧ના રોજ વાંકાનેરમાં થયો હતો. એમના પિતા દીવાન પ્રાગજીભાઈનું નાની વયે અવસાન થયું હતું. ત્યારે જયમલ્લભાઈની ઉંમર માત્ર છ માસની થઈ હતી. વિધવા થતાં એમનાં માતા સંતાનને લઈને પિયર વાંકાનેર રહેવા ચાલ્યાં ગયાં હતાં. એટલે જયમલ્લભાઈનો ઉછેર એમના મોસાળ વાંકાનેરમાં નાના-નાની અને મામામામી પાસે થયો હતો. તે વખતે માતા અને માતામહી પાસેથી સાંભળેલાં હાલરડાં, લોકગીતો, બાળકથાઓ વગેરેના સંસ્કાર એમના ચિત્તમાં દઢપણે અંકિત થયેલા. વાંકાનેરની શાળામાં જયમલ્લભાઈએ અંગ્રેજી પાંચમા ધોરણ (હાલના નવમા ધોરણ) સુધીનો અભ્યાસ કર્યો હતો. આઝાદીની લડતના વાતાવરણને કારણે અભ્યાસમાં એમને બહુ રસ પડતો નહોતો. ૧૯૩૦માં ગાંધીજીએ જ્યારે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ કરી ત્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમગ્ર દેશમાં અનેક કિશોરો અને યુવાનોએ શાળાકૉલેજનો અભ્યાસ છોડી આઝાદીની લડતમાં ઝંપલાવેલું. તેમાં જયમલ્લભાઈ પણ હતા. તેમણે વાંકાનેર અને ધોલેરામાં સત્યાગ્રહની લડતમાં સક્રિય ભાગ લીધો હતો. અમરેલીમાં વિદેશી કાપડના વિરોધમાં ઉપવાસ પર ઊતરેલા. એમની સામે ધરપકડનું વૉરંટ નીકળતાં તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા અને એક સ્થળેથી બીજે સ્થળે ભાગતા ફરતા રહેતા. ૧૯૩૨માં સત્યાગ્રહની લડતમાં તેમની ધરપકડ થઈ હતી અને તેમણે અઢી વર્ષ જેલમાં વિતાવ્યાં હતાં. જેલમાંથી છૂટ્યા બાદ તેઓ “ફૂલછાબ” સાપ્તાહિકમાં જોડાયા હતા. પરંતુ ૧૯૪૨ની “હિન્દ છોડો'ની લડત શરૂ થઈ ત્યારે “ફૂલછાબ'ની નોકરી છોડીને તેઓ સ્વાતંત્ર્યસંગ્રામના એક સૈનિક બન્યા હતા. કાઠિયાવાડમાં અનેક ગામોમાં તેમણે સભાઓને સંબોધન કરીને લોકોને જાગ્રત કર્યા હતા. જયમલ્લભાઈએ આ રીતે ઊગતી યુવાનીનાં કીમતી વર્ષો આઝાદીની લડતના એક સક્રિય કાર્યકર્તા તરીકે વિતાવ્યાં હતાં. એને લીધે સ્વાતંત્ર્યસંગ્રામના સંખ્યાબંધ નેતાઓ અને કાર્યકર્તાઓના નિકટના સંપર્કમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy